________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૩૨ )
(પરમાગમ
ચિંતામણિ
* મોહના ઉદયથી ઉત્પન્ન થયેલી મોક્ષપ્રાપ્તિની પણ અભિલાષા તે મોક્ષની પ્રાપ્તિમાં વિઘ્ન નાખનાર બને છે, તો પછી ભલા, શાંત મોક્ષાભિલાષી જીવ બીજી કઇ વસ્તુની ઇચ્છા કરે ? કોઈની પણ નહિ. ૧૭૦.
-
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિશિત, એકત્વ સપ્તતિ, શ્લોક-૫૩)
* સમ્યગ્દષ્ટિની અભિલાષા ભોગોમાં જ માત્ર નિષેધરૂપ છે એવી આશંકા પણ ન કરવી. કારણ કે સમ્યગ્દષ્ટિને ભોગાભિલાષાની માફક શુદ્ધોપલબ્ધિના સંબંધમાં પણ જે અભિલાષા થાય છે તે પણ નિષેધરૂપ છે. ૧૭૧.
(શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા – ૪૩૬ *જૈસે પરદ્રવ્યમેં રાગકો કર્મબંધકા કા૨ણ પહિલે કહા વૈસે હી રાગભાવ દિ મોક્ષકે નિમિત્ત ભી હો તો આસ્રવકા હી કારણ હૈ, કર્મકા બંધ હી કરતા હૈ. ઇસ કારણસે જો મક્ષકો પરદ્રવ્યકી તરહ ઇષ્ટ માનકર વૈસે હી રાગભાવ કરતા હૈ તો વહ જીવ મુનિ ભી અજ્ઞાની હૈ, ક્યોંકિ વહ આત્મસ્વભાવસે વિપરીત હૈ, ઉસને આત્મસ્વભાવકો નહીં જાના હૈ. ૧૭૨.
(શ્રી કુંદકુંદાચાર્ય, મોક્ષપાહુડ, ગાથા-૫૫ )
* નિશ્ચયદષ્ટિએ જોતાં એક શુદ્ધોપયોગ જ ઉપાદેય છે, શુભ-અશુભ સર્વ વિકલ્પો ત્યાજ્ય છે. તથાપિ તેવી તથારૂપ દશા-સંપન્નતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે જ દશાની પ્રાપ્તિના લક્ષપૂર્વક પ્રશસ્ત યોગ પ્રવૃત્તિ ઉપાદેય છે. અર્થાત્ શુભવચન, શુભ અંતઃકરણ અને શુભકાર્ય-પરિસ્થિતિ આદરણીય છે, પ્રશંશનીય છે. પરંતુ મોક્ષમાર્ગનો સાક્ષાત્ વિધાતકરૂપ અશુભોપયોગ તો સર્વથા ત્યાજ્ય છે. જો કે શુભોપયોગ મોક્ષામાર્ગમાં સાક્ષાત્ કારણ નથી તોપણ શુદ્ધોપયોગ પ્રત્યે વૃત્તિનો પ્રવાહ કોઇ અંશે લક્ષિત થયો છે તેવા લક્ષવાન જીવને પરંપરાએ કારણરૂપ થાય છે. ૧૭૩.
(શ્રી ગુણભદ્રઆચાર્ય, આત્માનુશાસન, બ્લોક-૨૩૯ )
* જેવી રીતે કોઇ પુરુષ દર્પણને દેખીને વળી (આ તરફ) પોતાના મુખનું રૂપ નિઃશંકપણે દેખે છે, તેવી રીતે પોતે સરાગી હોવા છતાં પણ વીતરાગ પ્રતિબિંબને દેખીને વળી ( આ તરફ) નિશ્ચયથી તે જ વીતરાગ સ્વરૂપ હું પોતે જ છું- એમ નિઃસંદેહપણે જાણે છે. ૧૭૪.
(શ્રી દીપચંદજી, આત્માવલોકન, શ્લોક-૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com