________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૩૩ * જ્યાં સુધી શુદ્ધ ઉપયોગમાં જ લીન ન થઇ જવાય ત્યાં સુધી શ્રમણે આચરણની સુસ્થિતિ અર્થે ઉત્સર્ગ ને અપવાદની મૈત્રી સાધવી જોઇએ. તેણે પોતાની નિર્બળતાનો ખ્યાલ રાખ્યા વિના એકલા ઉત્સર્ગનો આગ્રહ રાખીને કેવળ અતિ કર્કશ આચરણની હઠ ન કરવી જોઇએ, તેમ જ ઉત્સર્ગરૂપ ધ્યેયને ચૂકીને એકલા અપવાદના આશ્રયે કેવળ મૂદુ આચરણરૂપ શિથિલતા પણ ન સેવવી જોઇએ. હઠ પણ ન થાય અને શિથિલતા પણ ન સેવાય એમ વર્તવું જોઇએ. સર્વજ્ઞ ભગવાનનો માર્ગ અનેકાંત છે. પોતાની દશા તપાસીને જે રીતે એકંદરે લાભ થાય તે રીતે વર્તવાનો ભગવાનનો ઉપદેશ છે. પોતાની ગમે તે (સબળ કે નિર્બળી સ્થિતિ હોય તો પણ એક જ પ્રકારે વર્તવું એવો જિનમાર્ગ નથી. ૧૭૫.
( શ્રી પ્રવચનસાર, ગાથા-૨૩૧ નો ભાવાર્થ)
* * *
* જ્યાં સુધી યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાનની પ્રાપ્તિરૂપી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઇ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવાં જિનવચનોનું સાંભળવું, ધારણ કરવું તથા જિનવચનોને કહેનારા શ્રી જિન-ગુરુની ભક્તિ, જિનબિંબના દર્શન ઇત્યાદિ બહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે. ૧૭૬.
(શ્રી સમયસાર, ગાથા - ૧૨ના ભાવાર્થ માંથી) * વ્યવહારમાં સ્થિત અમે ભક્તિમાં તત્પર થઇને જિનદેવ, જિનપ્રતિમા, ગુરુ, મુનિજન અને શાસ્ત્ર આદિ સર્વને માનીએ છીએ. પરંતુ નિશ્ચયથી અભેદ (અદ્વૈત) નો આશ્રય લેવાથી પ્રગટ થયેલ ચૈતન્ય – ગુણથી પ્રકાશમાં આવેલી બુદ્ધિના વિસ્તારરૂપ તેજ સહિત અમારે માટે કેવળ આત્મા જ ઉત્કૃષ્ટ તત્ત્વ રહે છે. ૧૭૭.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશત, પરમાર્થ વિંશતિ, શ્લોક-૧ર)
* * * * આ (પ્રશસ્ત રાગ) ખરેખર, જે સ્થૂલ - લક્ષ્યવાળો હોવાથી કેવળ ભક્તિપ્રધાન છે એવા અજ્ઞાનીને હોય છે, ઉપરની ભૂમિકામાં (- ઉપરના ગુણસ્થાનોમાં) સ્થિતિ પ્રાપ્ત ન કરી હોય ત્યારે, અસ્થાનનો. રાગ અટકાવવા અર્થે અથવા તીવ્ર રાગજ્વર હુઠાવવા અર્થે, કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે. ૧૭૮.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પંચાસ્તિકાય – ટીકા, ગાથા-૧૩૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com