________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૩૭ * આત્મપ્રત્યક્ષ કરવાવાળા જ્ઞાની પોતાને પોતે એક જ્ઞાનનું જ પાત્ર હોવાથી તથા બદ્ધ-સ્કૃષ્ટાદી ભાવો પોતાનું સ્વરૂપ નહિ હોવાથી પોતાને બદ્ધ – પૃષ્ટાદિ ભાવોનું અપાત્ર સમજે છે. ૧૯૮.
(શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૨૩૩) * જો ક્રોધાદિ કષાયોકી હવાસે સ્પર્શિત નહીં હોતા હૈ, જો જ્ઞાનરૂપી અગ્નિકો ધારનેવાલા હૈ, જે નિર્મલપને ઉદ્યોતમાન હૈ, ઐસા ચૈતન્યરૂપી દીપક જગતમેં પ્રકાશમાન હૈ તો કયા વહુ મોહરૂપી અંધેરેકો નહીં ખંડન કરેગા? વાસ્તવમેં વહ દીપક મેં આત્મા હી હૃ. ૧૯૯.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, સબોધ ચંદ્રોદય, શ્લોક – ૩૭)
* * * * પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ (સહાયક) જાણી બહુ કર્યો છેપણ એનું ફળ સંસાર જ છે. શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે -ક્યાંક ક્યાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી (મુખ્યતાથી) દીધો છે - કે “શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે; એનો આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ થઇ શકાય છે; એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માનાં જ્ઞાનશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ થઈ શકતું નથી.” ૨OO.
(શ્રી સમયસાર ગાથા-૧૧ ના ભાવાર્થ માંથી) * જીવને જેટલું વૈષયિક (ઇન્દ્રિજન્ય) જ્ઞાન છે તે બધું પદ્ગલિક માનવામાં આવ્યું છે અને બીજું જે જ્ઞાન વિષયોથી પરાવૃત છે –ઇન્દ્રિયોની સહાય વિનાનું છે તે બધું આત્મીય છે. ૨૦૧.
( શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, ચૂલિકા અધિકાર, ગાથા-૭૬ ) * હે યોગી! જે પદને દેખવા માટે તું અનેક તીર્થોમાં ભમતો ભમતો ફરે છે, પરંતુ તે શિવપદ તો તારી સાથે ને સાથે જ ફર્યું છતાં પણ તું તેને ન જાણી શક્યો! (કેમકે શિવપદને તે બહારના તીર્થોમાં શોધ્યું પણ અંતર સ્વભાવમાં દષ્ટિ ન કરી.) ૨૦૨.
(શ્રી મુનિવર રામસિંહ, પાહુડ દોહા, ગાથા-૧૭૯ )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com