________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૫ * સ્પશેય આત્મા છે અને પરશેય આત્મા સિવાયના જગતના સર્વ પદાર્થો છે, જેણે આ જ્ઞય અને પરણેયની ગુંચવણ (કોયડો ) સમજી લીધી છે તેણે બધું જ જાણી લીધું છે એમ સમજો. ૧૩૧.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, સાધ્યસાધક દ્વાર, પદ ૪૭) * પરદ્રવ્યની ચિંતામાં મગ્ન રહેનાર આત્મા પરદ્રવ્ય જેવો થઇ જાય છે અને શુદ્ધ આત્માના ધ્યાનમાં મગ્ન આત્મા શીધ્ર આત્મતત્ત્વને – પોતાના શુદ્ધ સ્વરૂપને – પ્રાપ્ત કરી લે છે. ૧૩ર.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર- પ્રાભૃત, જીવ-અધિકાર, ગાથા – ૫૧) * શુદ્ધ આત્માને જાણતો - અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે અને અશુદ્ધ આત્માને જાણતો – અનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે. ૧૩૩.
(કુંદકુંદાચાર્ય, સમયસાર- ગાથા-૧૮૬) * જીવ શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ આત્માનું ધ્યાન કરતો શુદ્ધ જ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે તથા વ્યવહારનયનું અવલંબન લઈને અશુદ્ધ આત્માનો વિચાર કરતો અશુદ્ધ જ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. બરાબર છે – મનુષ્ય સોનામાંથી સોનામય કડું અને લોઢામાંથી લોહમય કડું જ ઉત્પન્ન કરે છે. ૧૩૪.
(પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિશંતિ, નિશ્ચય પંચાશત, શ્લોક-૧૮) * હે જીવ! શુદ્ધનયથી બધા જીવો શુદ્ધ જ છે – એમ જાણીને તું ક્યારેય પણ શુદ્ધ આત્મતત્ત્વની ભાવનાને ન છોડ; ખરેખર શુદ્ધનયનું સેવન કરનાર જીવ સદાય શુદ્ધ જ રહ્યા કરે છે. ૧૩પ.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક – ૧૬ ) * અશુદ્ધ સંસારભવમાં જીવના પરિણામ જ વ્યાયવ્યાપક થયા છે. તેથી તે પરિણામને જ નિશ્ચયથી અશુદ્ધભાવનો કર્તા કહેવામાં આવે છે. વળી નિશ્ચયથી દ્રવ્યને સંસારનો કર્તા કહેવામાં આવે તો પણ કોઈ દૂષણ નથી પણ જ્ઞાનદષ્ટિમાં જીવદ્રવ્યને સંસારનો અકર્તા સદા સમજીએ છીએ. ૧૩૬.
(શ્રી દીપચંદજી, આત્મવલોકન, પાનું -૧૨૪) * આ ચૈતન્ય – આત્માનું સ્વરૂપ ખરેખર જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મથી ભિન્ન, રાગાદિ ભાવકર્મોથી રહિત અને શરીરાદિ નોકર્મથી રહિત છે, તેને યથાર્થપણે જાણવું જોઇએ. ૧૩૭.
(પરમાનંદસ્તોત્ર, શ્લોક-૮)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com