________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પરમાગમ ચિંતામણિ )
(૨૩
* આત્માસે ભિન્ન જો અજીવ પદાર્થ હૈ, ઉસકે ઉક્ષણ દો તરહસે હૈ; એક જીવસંબંધી, દૂસરા અજીવ સબંધી. જો દ્રવ્યકર્મ, ભાવકર્મ. નોકર્મરૂપ હૈ વહુ તો જીવસંબંધી હૈ ઔર પુદ્ગલાદિ પાંચ દ્રવ્યરૂપ અજીવ જીવસંબંધી નહીં હૈ, અજીવસંબંધી હી હૈ ઇસલિયે અજીવ હૈ, જીવસે ભિન્ન હૈ. ઇસ કારણ જીવસે ભિન્ન અજીવરૂપ જો પદાર્થ હૈં. ઉનકો અપને મત સમજો. યપિ રાગાદિક વિભાવપરિણામ જીવમેં હીં ઉપજતે હૈં, ઇસસે જીવકે કહે જાતે હૈં, પરંતુ વે કર્મજનિત હૈં, ૫૨૫દાર્થ (કર્મ) કે સંબંધસે હૈ, ઇસલિયે ૫૨ હી સમજો. ૧૨૩.
(શ્રી યોગીન્દ્રદેવ, ૫૨માત્મપ્રકાશ, અધિ, −૧, ગાથા-૩૦)
***
-
* જેમ અન્ય ધાતુઓના સંયોગથી સુવર્ણમાં અનેક પ્રકારના રૂપ દેખાય છે પરંતુ જો પર સંયોગથી થવાવાળી એ સુવર્ણની અવસ્થાઓ ઉપર ધ્યાન નહિ આપતાં તે સુવર્ણને જ જોવામાં આવે તો તે સુવર્ણ, શુદ્ધ સુવર્ણ જ પ્રતીત થાય છે. તેમ જ જીવ પણ વિકારના કારણથી અજીવ, આસ્રવાદિ પદાર્થોમાં અશુદ્ધસ્વરૂપથી જોવામાં આવે છે, પરંતુ જો એ વિકારની ઉપેક્ષા કરીને તેને જોવામાં આવે તો તે જીવ શુદ્ધ જ પ્રતીત થાય છે. ૧૨૪.
(શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, ભાગ-૨ ગાથા-૧૫૮ નો ભાવાર્થ )
***
* જીવ, આદિ અવસ્થા-નિગોદથી માંડીને અંત અવસ્થા-સિદ્ધપર્યાય સુધી પોતાના પરિપૂર્ણ સ્વભાવથી સંયુક્ત છે, પદ્રવ્યોની કલ્પનાથી રહિત છે, સદૈવ એક ચૈતન્યરસથી સંપન્ન છે એમ શુદ્ધનયની અપેક્ષાએ જિનવાણીમાં કહ્યું છે. ૧૨૫.
(૫. બનારસીદાસજી, નાટક સમયસાર- જીવદ્વાર, પદ- ૧૧)
* પ્રશ્ન:- સામ્પ્રત (હાલમાં) જીવદ્રવ્ય રાગાદિ અશુદ્ધ ચેતનારૂપે પરિણમ્યું છે ત્યાં તો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધરૂપે પરિણ્મયું છે તેથી જ્ઞાન ભિન્ન, ક્રોધ ભિન્ન-એવું અનુભવવું ઘણું જ કઠણ છે. ઉત્તરઃ આમ છે કે સાચે જ કઠણ છે, પરંતુ વસ્તુનું શુદ્ધસ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે. કેવું છે ભિન્નપણું ? ‘કર્મનો કર્તા જીવ' એવી ભ્રાંતિ તે મૂળથી દૂર કરે છે. દષ્ટાંત કહે છે જેમ અગ્નિ અને પાણીના ઉષ્ણપણા અને શીતપણાનો ભેદનિજસ્વરૂપગ્રાહી જ્ઞાનથી પ્રગટ થાય છે તેમ. ૧૨૬.
(શ્રી રાજમલ્લજી, કળશ ટીકા, કળશ -૬૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com