________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચિંતામણિ )
(૨૧
* વસ્તુને ભેદરૂપ તો સર્વલોક જાણે છે અને જે જાણે છે તે જ પ્રસિદ્ધ છે, તેનાથી તો લોક પર્યાયબુદ્ધિ છે. અર્થાત્ જીવને નર-નારકાદિ પર્યાય છે, રાગ-દ્વેષ-ક્રોધમાન- માયા-લોભાદિ પર્યાય છે તથા જ્ઞાનના ભેદરૂપ મતિજ્ઞાનાદિ પણ પર્યાય છે, એ સર્વ પર્યાયોને જ લોક જીવ માને છે. તેથી એ પર્યાયોમાં અભેદરૂપ અનાદિ અનંત એકભાવરૂપ ચેતના ધર્મને ગ્રહણ કરી તેને નિશ્ચયનયનો વિષય કહી જીવદ્રવ્યનું જ્ઞાન કરાવ્યું અને પર્યાયાશ્રિત ભેદનયને ગૌણ કર્યો, અભેદષ્ટિમાં તે ( ભેદ–નય ) દેખાતો નથી તેથી અભેદનયનું દૃઢ શ્રદ્ધાન કરાવવા માટે કહ્યું કે – પર્યાયનય છે તે વ્યવહાર છે - અભૂતાર્થ છે - અસત્યાર્થ છે. ૧૧૫.
પરમાગમ
1
(શ્રી સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા, ગાથા-૩૧૨-ના ભાવાર્થ માંથી )
* જેવી રીતે લોકોમાં આ તૃણાગ્નિ છે, આ કાષ્ટાગ્નિ છે, આ છાણાનો અગ્નિ છે અને આ પાષાગ્નિ છે ઇત્યાદિરૂપ અગ્નિને કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે અગ્નિ, તૃણ, -કાષ્ટ છાણું કે પત્થર આદિ રૂપ થઈ જતો નથી, કારણ કે તેનાથી વસ્તુપણે ભિન્ન છે. તેવી જ રીતે જીવ પણ નવતત્ત્વોમાં જોવામાં આવે છે પરંતુ તે વસ્તુતઃ નવતત્ત્વરૂપ થઇ જતો નથી. ૧૧૬.
(શ્રી રાજમલ્લજી, શ્રી પંચાધ્યાયી, ભાગ-૨ (ગાથા-૧૬૭નો ભાવાર્થ )
***
* અહો જ્ઞાનીજનો ! આ વર્ણાદિક ગુણસ્થાન પર્યંત ભાવો છે તે બધાય એક પુદ્દગલની જ રચના જાણો; માટે આ ભાવો પુદ્દગલ જ હો, આત્મા ન હો; કારણ કે આત્મા તો વિજ્ઞાનઘન છે, જ્ઞાનનો પુંજ છે, તેથી આ વર્ણાદિકભાવોથી અન્ય જ છે.
૧૧૭.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૩૯ )
***
* સભ્યજ્ઞાનનું આભૂષણ એવું આ પરમાત્મતત્ત્વ સમસ્ત વિકલ્પ સમૂહોથી સર્વતઃ મુક્ત (-સર્વ તરફથી રહિત) છે. આમ સર્વ નયસમૂહ સંબંધી આ પ્રપંચ ૫૨માત્મતત્ત્વમાં નથી તો પછી તે ધ્યાનાવલી આમાં કઇ રીતે ઉપજી (અર્થાત્ ધ્યાનાવલી ૫૨માત્મતત્ત્વમાં કેમ હોઇ શકે) તે કહો. ૧૧૮.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૧૨૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com