________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ - ચિંતામણિ ).
(૧૯ * નિશ્ચયનયકા સ્વરૂપ ઐસા હૈ કિ - એક દ્રવ્યકી અવસ્થા જૈસી હો ઉસીકો કહે. આત્માકી દો અવસ્થાયે છે - એક તો અજ્ઞાન અવસ્થા ઔર એક જ્ઞાન અવસ્થા. જબતક અજ્ઞાન અવસ્થા રહતી હૈ, તબતક તો બંધપર્યાયકો આત્મા જાનતા હૈ કિ- મેં મનુષ્ય , મેં પશુ હૂં, ક્રોધી હું, મેં માની હૂં, મેં માયાવી હું, મેં પુણવાન – ધનવાન હું, મેં નિર્ધન- દરિદ્રી હૂં, રાજા હું રંક હું, મેં મુનિ હું, મેં શ્રાવક હૈં, ઇત્યાદિ પર્યાયોમેં આપ માનતા હૈં. ઇન પર્યાયોમેં લીન હોતા હૈ તબ મિથ્યાદષ્ટિ હૈ, અજ્ઞાની હૈ, ઈસકા લ સંસાર હૈ ઉસકો ભોગતા હૈ. ૧૦૫.
(શ્રી કુંદકુંદાચાર્ય, મોક્ષપાહુડ, ગાથા-૮૩) * પ્રગટપણે સદા શિવમય – (નિરંતર કલ્યાણમય) એવા પરમાત્મ તત્ત્વને વિષે બાનાવલી હોવાનું પણ શુદ્ધનય કહેતો નથી. “તે છે (અર્થાત ધ્યાનાવલી આત્મામાં છે )' એમ (માત્ર) વ્યવહારમાર્ગે સતત કહ્યું છે. હે જિનેન્દ્ર! આવું તે તત્ત્વ (–તે નય દ્વારા કહેલું વસ્તુસ્વરૂપ), અહો ! મહા ઇન્દ્રજાળ છે. ૧૦૬.
( શ્રી પદ્મપભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૧૧૯) * જેવી રીતે જપાપુષ્પના યોગથી સ્ફટિકમણિમાં જે લાલિમાનો પ્રતિભાસ થાય છે તે ક્ષણિક છે પણ સ્ફટિકનું સ્વરૂપ નથી, તેવી જ રીતે જીવાદિ નવતત્ત્વોમાં જે જીવનો પ્રતિભાસ થાય છે તે વાસ્તવિક નથી, પરંતુ કેવળ વ્યવહારદષ્ટિથી છે શુદ્ધદષ્ટિથી નથી. શુદ્ધદષ્ટિથી તો જીવતત્ત્વ અંતરૂપ જ છે, તેમાં આ નવ અવસ્થાઓનો પ્રતિભાસ પ્રતીત થતો નથી. ૧૦૭.
(શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, ભાગ-૨ ગાથા-૧૬૯ ) * જે નય આત્માને બંધ રહિત ને પરના સ્પર્શ રહિત, અન્યપણા રહિત, ચળાચળતા રહિત, વિશેષ રહિત, અન્યના સંયોગ રહિત-એવા પાંચ ભાવરૂપ દેખે છે તેને, હે શિષ્ય ! તું શુદ્ધનય જાણ, ૧O૮.
(શ્રી કુંદકુંદાચાર્ય, સમયસાર, ગાથા-૧૪) * જીવના કષાયાદિક જેટલા પરિણામ છે તે બધાં ચેતનાને નિમિત્તભૂત કરીને કર્મ દ્વારા ઉપજાવવામાં આવે છે, જેમ કુંભારનું નિમિત્ત પામીને માટીના પિંડ દ્વારા ઘટાદિક ઉપજાવવામાં આવે છે. ૧૦૯.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૂત, ચૂલિકા અધિકાર, શ્લોક-૩૯)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com