________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮)
(પરમાગમ – ચિંતામણિ * શરીર અને આત્મા બંનેને એક માનનાર મોહી જીવો દ્વારા આ ગુણસ્થાનોને જીવ કહેવામાં આવે છે. પરંતુ ભેદવિજ્ઞાનમાં નિપુણ વિવેકીજનો દ્વારા નહિ- વિવેકી જીવ તેમને પુદ્ગલરૂપ અજીવ બતાવે છે. ૯૯.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, અધિકાર ૨, શ્લોક-૩૮) * જે વર્ણાદિક અથવા રાગમોહદિક ભાવો કહ્યાં તે બધાંય આ પુરુષથી (આત્માથી) ભિન્ન છે તેથી અંતર્દષ્ટિ વડે જોનારને એ બધાં દેખાતા નથી, માત્ર એક સર્વોપરી તત્ત્વ જ દેખાય છે - કેવળ એક ચૈતન્યભાવસ્વરૂપ અભેદરૂપ આત્મા જ દેખાય છે. ૧OO.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર - ટીકા, કળશ –૩૭) * જેમ લોકાગ્રે સિદ્ધભગવંતો અશરીરી, અવિનાશી, અતીન્દ્રિય, નિર્મળ અને વિશુદ્ધાત્મા (વિશુદ્ધસ્વરૂપી) છે. તેમ સંસારમાં (સર્વ) જીવો જાણવા. ૧૦૧.
(શ્રી કુંદકુંદાચાર્યદવ, નિયમસાર ગાથા-૪૮) * જેમ દર્પણમાં જે મયૂરનું પ્રતિબિંબ પડે છે તે પ્રતિબિંબ વાસ્તવિક મયૂર કહેવાતો નથી, તે પણ વાસ્તવિક હોય તો તે પ્રત્યક્ષ મયૂરની માફક પ્રત્યક્ષ થવો જોઈએ પરંતુ દર્પણમાં તે પ્રત્યક્ષ થતો નથી પણ માત્ર તેનું પ્રતિબિંબ જ જણાય છે; તે જ પ્રમાણે જીવાદિ નવતત્ત્વો જીવની નવ અવસ્થાઓ છે પણ તે વાસ્તવિક ત્રિકાલિક જીવસ્વરૂપ નથી. જીવાદિ નવતત્ત્વો જીવની અવસ્થાઓ છે પણ તે શુદ્ધજીવદ્રવ્ય નથી. ૧૦૨.
( શ્રી રાજમલજી, પંચાધ્યાયી, ભાગ-૨ ગાથા-૧૬૮ નો ભાવાર્થ) * શુદ્ધ નિશ્ચયસે દેખા જાવે તો યહ આત્મા એક હી ચૈતન્યરૂપ હૈ તથા ઇસ અખંડ પદાર્થમેં અનેક દૂસરે વિકલ્પોકો ઉઠાનેકી જગહ હી નહીં હૈ કિ મેં દેવ હૂં યા નારકી હૂં ઇત્યાદિ. ૧૦૩.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, એકત્વસપ્તતિ, શ્લોક-૧૫) * જે ગુણ કર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલાં ઔદયિક છે, કર્મોના ઉપશમજન્ય ઔપથમિક છે તથા કર્મોના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલાં ક્ષાયોપથમિક છે અને જે વિવિધ શાસ્ત્રસમૂહુ દ્વારા વર્તીત થયેલાં છે – અનેક શાસ્ત્રોમાં જેમનું વર્ણન છે – તે બધાં ચેતના રહિત અચેતન છે. ૧૦૪.
(શ્રી અમિતગતિ, યોગસાર પ્રાભૂત, અધિકાર-૨ શ્લોક – ૪૯)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com