________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬)
(પરમાગમ – ચિંતામણિ * નિશ્ચયથી, વિધમાન ગુણસ્થાન, માર્ગણાસ્થાન, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ ઇત્યાદિ જેટલા અશુદ્ધ પર્યાયો છે તે બધાય એકલા પુદ્ગલદ્રવ્યનું કાર્ય છે અર્થાત્ પુદ્ગલદ્રવ્યના ચિતરામણ જેવા છે એમ હું જીવો! નિઃસંદહપણે જાણો. ૮૬.
( શ્રી રાજમલજી, કળશટીટકા, કળશ – ૩૯ ) * ઉપયોગોથી કષાયો અને કષાયથી ઉપયોગ (ઉત્પન્ન) થતાં નથી અને મૂર્તિક - અમૂર્તિકનો પરસ્પર એકબીજાથી ઉત્પાદ સંભવ થતો નથી. ૮૭.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, અધિ. ૩, શ્લોક-૨૧) * આ (ઔદયિકાદિ) બધા ભવો ખરેખર વ્યવહારનયનો આશ્રય કરીને ( સંસારી જીવોમાં વિદ્યમાન ) કહેવામાં આવ્યા છે; શુદ્ધનયથી સંસારમાં રહેલાં સર્વજીવો સિદ્ધસ્વભાવી છે. ૮૮.
(શ્રી કુંદકુંદાચાર્યદેવ, નિયમસાર, ગાથા-૪૯) * જેમ સોનું કુધાતુના સંયોગથી અગ્નિના તાપમાં અનેકરૂપ થાય છે. પરંતુ તો પણ તેનું નામ એક સોનું જ રહે છે તથા શરાફ કસોટી ઉપર કસીને તેની રેખા જુએ છે અને તેની ચમક પ્રમાણે કિંમત દે-લે છે, તેવી જ રીતે અરૂપી મહી દીપ્તિવાળો જીવ અનાદિકાળથી પુદ્ગલના સમાગમમાં નવ તત્ત્વરૂપ દેખાય છે, પરંતુ અનુમાન પ્રમાણથી સર્વ અવસ્થાઓમાં જ્ઞાનસ્વરૂપ એક આત્મરામ સિવાય બીજું કાંઈ નથી. ૮૯.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, જીવઢાર, પદ –૯) * આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યત ભાવો કહેવામાં આવ્યા તે વ્યવહારનયથી તો જીવના છે (માટે સૂત્રમાં કહ્યાં છે, પરંતુ નિશ્ચયનયના મતમાં તેમનામાંના કોઈપણ જીવના નથી. ૯૦.
(શ્રી કુંદકુંદાચાર્ય, સમયસાર, ગાથા-પ૬) * શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય એવા જે બધા પુદ્ગલદ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી' –આમ જે તત્ત્વવેદી સ્પષ્ટપણે કહે છે તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે. ૯૨.
( શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૭૪ ) * ચૈતન્યશક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વ-સાર છે એવો આ જીવ એટલો જ માત્ર છે; આ ચિન્શક્તિથી શૂન્ય જે આ ભાવો – (ગુણસ્થાનાદિ ) છે તે બધાય પુદ્ગલજન્ય છે. પુદ્ગલના જ છે. ૯૨.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર- ટીકા, કળશ – ૩૬ )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com