________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૫ * જે જાણે છે તે જ દેખે છે અને તે નિરંતર ચૈતન્યસ્વરૂપને છોડતો નથી, તે જ હું છું, એનાથી ભિન્ન બીજાં મારું કોઈ સ્વરૂપ નથી. આ સમીચીન ઉત્કૃષ્ટ તત્ત્વ છે. ચૈતન્યસ્વરૂપથી ભિન્ન ક્રોધાદિ વિભાવભાવ અથવા શરીર આદિ છે તે સર્વ અન્ય અર્થાત્ કર્મથી ઉત્પન્ન થયા છે. સેંકડો શાસ્ત્રો સાંભળીને અત્યારે મારા મનમાં આ જ એક શાસ્ત્ર (અદ્વૈત તત્ત્વ) વર્તમાન છે. ૮૦.
( શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, પરમાર્થ વિંશતિ, શ્લોક-૫ ) * જીવાદિ બાહ્યતત્ત્વ હેય છે; કર્મોપાધિજનિત ગુણ પર્યાયોથી વ્યતિરિકત આત્મા આત્માને ઉપાદેય છે. ૮૧.
(શ્રી કુંદકુંદ આચાર્ય, નિયમસાર, ગાથા-૩૮) * છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થોમાં, નિજ શુધ્ધાત્મ દ્રવ્ય, નિજ શુદ્ધ જીવાસ્તિકાય, નિજ શુદ્ધાત્મતત્ત્વ અને નિજ શુદ્ધાત્મપદાર્થ જ ઉપાદેય છે, અને અન્ય સર્વ હોય છે. ૮૨.
(શ્રી નેમિચંદ્રસિદ્ધાંતદેવ, બૃહદ્ દ્રવ્યસંગ્રહ, ગાથા-પ૩ ની ટીકા) * જેમનાચિત્તનું ચરિત્ર ઉદાત્ત (–ઉદાર, ઉચ્ચ, ઉજ્જવળ) છે એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો કે – “હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું: અને આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાંય મને પરદ્રવ્ય છે. ૮૩.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર ટીકા- ૧૮૫) * જે જ્ઞાન આદિના પણ રૂપમાં ક્ષયોપથમિક ભાવ છે તે પણ તત્ત્વદષ્ટિએ વિશુદ્ધ જીવનું સ્વરૂપ નથી. ૮૪.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત જીવ અધિ. ગાથા-૫૮) * અહીં કોઈ પ્રશ્ન કરે છે કે વિભાવ પરિણામોને જીવસ્વરૂપથી “ભિન' કહ્યાં, ત્યાં ‘ભિન્ન” નો ભાવાર્થ તો હું સમજ્યો નહિ. “ભિન્ન” કહેતાં, ‘ભિન્ન” છે તે વસ્તુરૂપ છે કે ‘ભિન્ન” છે તે અવસ્તુરૂપ છે? ઉત્તર આમ છે કે અવસ્તુરૂપ છે. તે કારણે જ શુદ્ધસ્વરૂપનો અનુભવશીલ છે જે જીવ તેને વિભાવ પરિણામો દષ્ટિગોચર નથી થતાં, ઉત્કૃષ્ટ છે એવું શુદ્ધ ચૈતન્યદ્રવ્ય દષ્ટિગોચર થાય છે. ૮૫.
(શ્રી રાજમલજી, કળશટીકા, કળશ- ૩૭)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com