________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦)
(પરમાગમ – ચિંતામણિ * જેવી રીતે સહકારિતા સાથે ઘડો કરતો હોવા છતાં પણ કુંભાર કદિ ઘડારૂપ થતો નથી. તેવી જ રીતે સહકારિતા સાથે કષાયાદિ કરવા છતાં પણ આ જીવ કદી કષાયાદિરૂપ થતો નથી. ૧૧).
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર-પ્રાકૃત, ચૂલિકા અધિકાર, શ્લોક-૫૭-૫૮) * જેવી રીતે કીચડ અને જળ બન્ને એકમેક થયેલા જેવા માલૂમ પડે છે પરંતુ શુદ્ધ જળ તરફ જ લક્ષ્ય કરતાં કીચડ લક્ષ્યગત થતો નથી, કારણ કે વાસ્તવમાં જળ કીચડથી ભિન્ન છે, તેવી રીતે જીવ પણ નવ તત્ત્વોમાં એકમેક જેવો માલૂમ પડે છે પરંતુ શુદ્ધ જીવ એ નવતત્ત્વોથી વાસ્તવમાં ભિન્ન છે. ૧૧૧.
(શ્રી રાજમલજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૧૬૬ ) * “બંધ હો કે ન હો (અર્થાત્ બંધાવસ્થામાં કે મોક્ષાવસ્થામાં), સમસ્ત વિચિત્ર મૂર્તદ્રવ્યજાળ (અનેકવિધ મૂર્તદ્રવ્યોનો સમૂહ) શુદ્ધ જીવના રૂપથી વ્યતિરિક્ત છે” એમ જિનદેવનું શુદ્ધ વચન બુધપુરુષોને કહે છે, આ ભુવનવિદિતને (આજગતપ્રસિદ્ધ સત્યને), હે ભવ્ય ! તું સદા જાણ. ૧૧૨.
( શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૭૦) * જગતના પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો કે જ્યાં આ બદ્ધસ્કૃષ્ટ આદિ ભાવો સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે તોપણ (તેમાં) પ્રતિષ્ઠા પામતાં નથી, કારણ કે દ્રવ્યસ્વભાવ તો નિત્ય છે, એકરૂપ છે અને આ ભાવો અનિત્ય છે, અનેકરૂપ છે; પર્યાયો દ્રવ્યસ્વભાવમાં પ્રવેશ કરતાં નથી, ઉપર જ રહે છે. આ શુદ્ધસ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. એવા શુદ્ધ સ્વભાવનો, મોહ રહિત થઇને જગત અનુભવ કરો, કારણ કે મોહકર્મના ઉદયથી ઉત્પન્ન મિથ્યાત્વરૂપ અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એ અનુભવ યથાર્થ થતો નથી. ૧૧૩.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૧૧) * જોકે “શરીર-સુખ-દુઃખ- રાગ-દ્વેષસંયુક્ત જીવ” એમ કહેવાય છે તોપણ ચેતનદ્રવ્ય એવો જીવ તો શરીર નથી, જીવ તો મનુષ્ય નથી, જીવ ચેતનસ્વરૂપ ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે આગમમાં ગુણસ્થાનોનું સ્વરૂપ કહ્યું છે કે ત્યાં “દેવ જીવ, મનુષ્ય જીવ, રાગી જીવ, દ્વેષી જીવ” ઇત્યાદિ ઘણાં પ્રકારે કહ્યું છે, પણ તે સઘળુંય કહેવું વ્યવહાર માત્રથી છે; દ્રવ્યસ્વરૂપ જોતાં એવું કહેવું જૂઠું. છે. ૧૧૪.
(શ્રી રાજમલજી, કળશટીકા, કળશ-૪૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com