________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪)
(પરમાગમ – ચિંતામણિ * શિષ્ય પૂછે છે: – રાગ, દ્વેષ આદિ કર્મજનિત છે કે જીવજનિત છે? તેનો ઉત્તર:- સ્ત્રી અને પુરુષ એ બન્નેના સંયોગથી ઉત્પન્ન થતાં પુત્રની જેમ, ચુનો અને હળદરના મિશ્રણથી ઉત્પન્ન થતાં વર્ણવિશેષની જેમ, રાગ-દ્વેષ આદિ જીવ અને કર્મ એ બનનેના સંયોગજનિત છે. નયની વિવક્ષા પ્રમાણે, વિવક્ષિત એકદેશશુદ્ધ-નિશ્ચયનયથી રાગ-દ્વેષ કર્યજનિત કહેવાય છે અને અશુદ્ધ નિશ્ચયનયથી જીવજનિત કહેવાય છે. આ અશુદ્ધ-નિશ્ચયનય શુદ્ધ-નિશ્ચયનયની અપેક્ષાએ વ્યવહાર જ છે.
પ્રશ્ન - સાક્ષાત્ શુદ્ધ-નિશ્ચયનયથી આ રાગ-દ્વેષ કોના છે એમ અમે પૂછીએ છીએ? ઉત્તર- સાક્ષાત્ શુદ્ધ-નિશ્ચયથી, સ્ત્રી અને પુરુષના સંયોગ રહિત પુત્રની જેમ, ચુના અને હળદરના સંયોગ રહિત રંગ વિશેષની જેમ, તેમની (રાગ-દ્વેષાદિની) ઉત્પત્તિ જ નથી, તો કઈ રીતે ઉત્તમ આપીએ ? ૧૨૭.
(શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતદેવ, બૃહદ, દ્રવ્યસંગ્રહ, ગાથા-૪૮ ની ટીકામાંથી)
* * *
* અજ્ઞાનીજીવ કર્મકૃત બાહ્ય વિકારમાં પણ નિરંતર “હું છું' એમ માને છે. બરાબર છે – જેણે ધતૂરાનું ફળ ખાધું હોય તે શું પથ્થરને પણ સુવર્ણ નથી માનતો? માને જ છે. ૧૨૮.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, નિશ્ચય પંચાલત, શ્લોક-૩૧) * અહો ! આત્માનો તે આ સહજ અદ્દભુત વૈભવ છે કે – એક તરફથી જોતાં તે અનેકતાને પામેલો છે અને એક તરફથી જોતાં સદાય એકતાને ધારણ કરે છે, એક તરફથી જોતાં ક્ષણભંગુર છે અને એક તરફથી જોતાં સદાય તેનો ઉદય હોવાથી ધ્રુવ છે, એક તરફથી જોતાં પરમ વિસ્તૃત છે અને એક તરફથી જોતાં પોતાના પ્રદેશોથી જ ધારણ કરી રખાયેલો છે. ૧ર૯.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, શ્લોક-૨૭૩)
* * * * જે જેવો પર્યાયોમાં લીન છે તેમને પરસમય કહેવામાં આવ્યાં છે. જે જીવો આત્મસ્વભાવમાં સ્થિત છે તે સ્વસમય જાણવા. ૧૩).
(શ્રી કુંદકુંદાચાર્ય, પ્રવચનસાર, ગાથા-૯૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com