________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
સમયસાર નાટક
શબ્દાર્થ- કરમઉદીત કર્મનો ઉદય થવો તે. ક્રિયા =યોગોની પ્રવૃતિ. રસરત=રાગ સહિત. રત્ત= મગ્ન થવું. તત્તતત્ત્વ.
અર્થ - કર્મના ઉદયમાં યોગોની જે *રાગ સહિત પ્રવૃત્તિ થાય છે, તે નવીન કર્મોને ખેંચે છે, તેને આસ્રવ –પદાર્થ કહે છે. ૩૦.
સંવરનું વર્ણન (દોહરા) जो उपयोग स्वरूप धरि, वरतै, जोग विरत्त।
रोकै आवत करमकौं, सो है संवर तत्त।।३१।। શબ્દાર્થ - વિરત્તર અલગ થવું તે.
અર્થ:- જે જ્ઞાન-દર્શન ઉપયોગને પ્રાપ્ત કરીને યોગોની ક્રિયાથી વિરક્ત થાય છે અને આસ્રવને રોકી દે છે, તે સંવર પદાર્થ છે. ૩૧.
- નિર્જરાનું વર્ણન (દોહરા) जो पूरव सत्ता करम, करि थिति पूरन आउ।
खिरबेकौं उद्यत भयौ, सो निर्जरा लखाउ।।३२।। શબ્દાર્થ:- થિતિ સ્થિતિ. સત્તા=અસ્તિત્વ. ખિરક ખરવાને માટે, ઉધત = તૈયાર-તત્પર.
અર્થ:- જે પૂર્વસ્થિત કર્મ પોતાની અવધિ પૂરી કરીને ખરવાને તત્પર થાય છે, તેને નિર્જરા પદાર્થ જાણો. ૩૨.
*બંધનું વર્ણન (દોહરા) जो नवकरम पुरानसौं, मिलें गांठि दिढ़ होइ। सकति बढ़वै बंसकी, बंध पदारथ सोइ।।३३।।
* અહીં સાંપરાયિક આસ્રવનું મુખ્યતા અને ઐર્યાપથિક આસ્રવનું ગૌણતાપૂર્વક કથન છે. * બંધ નષ્ટ થવાથી મોક્ષ અવસ્થા પ્રાપ્ત થાય છે તેથી અહીં મોક્ષની પૂર્વે બંધ તત્ત્વનું કથન કર્યું છે
અને આસ્રવના નિરોધપૂર્વક સંવર થાય છે તેથી સંવર પહેલાં આસ્રવ તત્ત્વનું કથન કર્યું છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com