Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
હળ હા - દિkak- a
RODA આ જ ૫૨ મા – પૂજા :
–પૂ. આ. શ્રી વિજય ચંદ્રગુપ્ત સુરીશ્વરજી મ.
અનંતે પકારી દેવાધિદેવ શ્રી વીતરાગ પરમાત્માના શાસનની જેઓને પ્રાપ્તિ થઈ છે, તેઓના પુણ્યની કોઈ અવધિ નથી. આવા નિરવધિ પુણ્યપ્રકને લઈને જેઓ કવિકાલમાં શ્રી જૈનકુળમાં જન્મ્યા છે એ બધા જ શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસન પ્રત્યે પૂજ્યભાવ ધરાવે જ છે–એવું અત્યારે કહી શકાય એમ નથી. આ કલિકાળના પ્રભાવે અને તે તે છોના અયોગ્ય સ્વભાવે કરીને, પ્રબલ પુછયે શ્રી તીર્થંકર પરમાત્માના પરમવારકશાસનને પામ્યા પછી પણ બહુ ઓછા જીવને એ પરમતારક શ્રી જિનશાસન પ્રત્યે પૂજ્યભાવ જમે છે. આવા કપરા કાળમાં દેવાધિદેવ શ્રી સર્વજ્ઞભગવંતે પ્રત્યે અને તેઓશ્રીના એકાંતે કલ્યાણકર શાસન પ્રત્યે જેઓને પૂજયભાવ જાગ્યો છે અને એના યોગે જેમને તે શાસન પ્રત્યે સમર્પણભાવ પ્રાપ્ત થયું છે એવા લઘુકમી પુણ્યામાઓને તરવાનાં શ્રેષ્ઠ આલંબનેમાં પરમતારક શ્રી જિનબિંબ શ્રેષ્ઠ આલંબન છે.
ન્યાયપાર્જિત ધનને વિધિપૂર્વક ખૂબ જ ઉદારતાપૂર્વક વ્યય કરી પરમ પવિત્ર ભૂમિ ઉપર શ્રી જિનાલયનું નિર્માણ કરી, જ્ઞાના િપંચાચારથી પવિત્ર એવા સુવિહિત આચાર્ય ભગવંતના વરદહસ્તે પ્રતિષ્ઠિત થયેલા પ૨મતારક શ્રી જિનબિંબને, પરમ પવિત્ર શ્રી જિનાલયમાં બહુમાનપૂર્વક પ્રતિષ્ઠાન કરતાં પૂર્વ આપણા મનમાં તેની પ્રતિષ્ઠા કરવાની છે. શાસ્ત્રાનુસારી વિધિપૂર્વક આ રીતે પ્રતિષ્ઠા પામેલા શ્રી જિનબિંબની ત્રિકાળપૂજ સ્વદ્રયથી જ કરવાનું શાસ્ત્રકા૨પરમર્ષિએ ફરમાવે છે–એ રીતે જેઓ પૂજા કરવા માટે શક્તિસંપન નથી, એવાઓ માટે દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માનાં દર્શન-વંદન તેમજ દેરાસરને કાજે કાઢ, પાણી ભરવું, વાસણ માંજવા, બંગલુછણાં સાફ કરવાં, પુરુષ ગુંથવાં, વગેરે અનેક દેરાસરસંબંધી કાર્યો કરવાનું ફરમાવ્યું છે. સવદ્રવ્યથી જ જિનપૂજા તે મુળવિધિ છે. પરંતુ સંયેગવશ તેવી અનુકુળતા વિનાના સાધમિકે માટે વિવેકપૂર્વકની સગવડ રાખવી તે પણ શ્રી જિનભક્તિ અને સાધર્મિક ભકિતને એક પ્રકાર છે. છતી શકિતએ આવી સગવડ લેવામાં અને દેવદ્રવ્યાદિમાંથી આવી સગવડ આપવામાં ઘર વિશે વના છે.
આ વાત લક્ષમાં રાખી સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવા-કરાવવાનું સામર્થ્ય કેળવવું જોઇએ. સગવશ આમ ન જ બને તે, સ્વદ્રવ્યથી જ જિનપૂજાના સિદ્ધાંતને આદર હવામાં રાખી અપવાદે યોગ્ય સગવડ લેવા–આપવામાં દેષ નથી. શ્રી વીતરાગ પરમાત્માની પૂજા–સેવાદિ પરમ પવિત્ર દિયાએ તેઓશ્રીની પરમતારક આજ્ઞાનુસારે હોય