Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૯ અંક ૪૦ તા. ૩-૬-૯૭ :
: ૮૫૫
-
-
-
-
-
-
-
-
-
વખાણ કર્યા કે-“આ મહામુનિને આવા આવા રોગ હોવા છતાં, આટલી પીડા હોવા છતાં પણ ઉપાય કરવાનું મન થતું નથી. રોગને પોતાના ઉપકારી માને છે અને રોગને મથી વેઠે છે.” આ સાંભળીને તે જ બે દેવને તેમની પરીક્ષા કરવાનું મન થયું. તેથી ધનવંતરીનું રુપ લઈને તેમની પાસે આવીને કહે કે આપના રોગને કાઢીને સુવર્ણની કાંતિ જેવું શરીર બનાવી દઈએ. ત્યારે શ્રી સનતકુમાર મહામુનિ કહે કે–આ છે રોગ જેનાથી થયા તે કમને કાઢવાની તાકાત હોય તે કાઢે. બાકી તે મારી પાસે ?
જ છે. એમ કહીને નીતરતી આંગળી મોંમાં મૂકે છે ને સુવર્ણની કાંતિ જેવી બનાવે છે. 4 { તે જોઈને તે બે બે હાથ જોડીને જાય છે.
રોગ શાથી થાય ? પાપ ક્ય હોય તેથી, રેનને મથી ભોગવવાથી પાપ જાય ? અને રોગને કાઢવાનો વિચાર થાય તે ય નવું પાપ બંધાય. રેગ શા માટે કાઢવાનું ! મન થાય છે? મથી ખાઈ પી શકાય અને મેજમઝાદિ કરી શકાય માટે કે ધર્મ સારી રીતે થઈ શકે માટે? એવા એવા મહામુનિએ થયા છે કે જેઓએ અનેક રોગોને ન મઝેથી સહન કર્યા છે.
આજનો મોટે ભાગ શરીરને પૂજારી છે પણ આત્માને પૂજારી નથી. તમને ! છે શરીર કિંમતી લાગે છે કે આત્મા કિંમતી લાગે છે? શરીરની જેટલી કાળજી રાખો
છે તેટલી આત્માની કાળજી રાખે છે? આપણે શરીર છીએ કે આત્મા છીએ? શરીરને સારું રાખવાની મહેનત છે કે આત્માને સારે રાખવાની મહેનત છે? જેનું શરીર
સારું હોય અને પોતે ખરાબ હોય તે આઠમી કે કહેવાય? શરીરને સુધારવાનું છે જેટલું મન થાય છે તેટલું મન આત્માને સુધારવાનું થાય છે? આત્મા જુઠું બોલે છે { તે બગડેલ છે માટે ને? જુઠું બોલવું તે રોગ છે કે ગુણ છે? હિંસા કરવી, જુઠું છે 4 બોલવું, ચોરી કરવી, વિષય સેવન કરવું, પરિગ્રહ રાખવે તે વગેરે અઢારે પાપોને ! કરવા તે ભયંકર રોગ છે તેમ લાગે છે? તમે જુઠું બોલો તે ગભરામણ થાય ?
શરીરના રોગના દવા કરાવવા ઝટ ડેટાદિ પાસે જાય છે તેમ આત્માના રોગની દવા કરાવવા કેઈ ડેકટર રાખ્યા છે? જુઠું બોલવાનું મન થાય તે ઝટ 1 ગુરુને પૂછવા જાવ કે આનાથી બચવા માટે શું કરવું ? “લેક મને સારો માને છે, છે ધમ માને છે પણ હું અનેકને ઠગું છું. જે બહુ વિશ્વાસ મૂકે તેને હું બહુ ઠગું !
છું. તે મારું શું થશે?” તેમ કેઈ ગુરુને પૂછ્યું છે? જૂઠું બોલવું, ચેરી કરવી, કેને ઠગવા, વિશ્વાસઘાતાદિ કરવા તે આત્માના ભયંકર રોગ છે, તેને કાઢવાનું મન ! થાય છે ?
(કમશઃ)