Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૫૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ભગવાન શ્રી જિનેશ્વર દેએ સ્થાપેલે સંઘ એ મોક્ષમાર્ગને મુસાફર છે. તે શ્રી સંઘમાં સાધુ-સાધ્વી શ્રાવક–શ્રાવિકા આવે છે તેમાં સાધુ-સાધ્વી વિરાગપૂર્વકના ત્યાગી છે જ્યારે શ્રાવક-શ્રાવિકા સંસારમાં રહેવા છતાં ય સંસારના સુખના વિરાગી છે હોય છે. કેઈપણ શ્રાવક સંસારમાં રહેવા ઈચ્છે નહિ, તેના સંસારના સુખ ઉપર રાગ છે હાય નહિ, તેને સંસારનું સુખ ભેગવવું પડે તે કમને ભેગવે. શ્રાવક એટલે સાધુ! પણે માટે જ તરફડતે જીવ. તું દીક્ષા કેમ નથી લેતા તેને ન પૂછાય. એવું પૂછીએ છે
તે તેને દાઝયા ઉપર ડામ લાગે. હજી મારે સંસારના સુખને રાગ છૂટતો નથી, સંસારના પદાર્થોની મમતા ઓછી થતી નથી એમ તે રોતો હોય. આજે તે સમ્યક્ત્વ છે લેવા આવે તેને કહીએ કે સાધુ થવું છે ? તે તે કહે કે મારું કામ નહિ તે તેવાને સમ્યફટવ આપવાની શાસે ના પાડી છે. તેને જે સમ્યક્ત્વ આપે તે પણ પાપને ભાગી થાય. જેને આ સંસાર છોડી મૂક્ષે જવા માટે સાધુ થવાની ઈચ્છા ન હોય તેને વ્રત પણ ન અપાય અને મહાવ્રત પણ ન અપાય. તે બધાના મૂળમાં સમ્યક્ત્વ છે. માટે જ છે શાત્રે સમ્યક્ત્વ વિનાની ધમકરણને આકાશમાં ચિતરામણ અને છાર (ઉપર લીંપણ જેવી કહી છે. છાર ઉપર લીંપણ કઠિ ટકે? તેથી જે જીવ સમ્યક્ત્વ પામેલ હોય કાં જેને સમ્યક્ત્વ પામવાની ઈચ્છા હોય તે ધર્મકિયા કરતે હોય તે તેની ધર્મક્રિયા સફળ થાય. જે જીવ સમ્યક્ત્વ ઉચ્ચરવા આવે તેને પિતાના ગુરુ આગળ પિતાની આખી જાત ઉઘાડી કરવી પડે. મેં મારા જીવનમાં આવું આવું કર્યું છે, આવાં આવાં પાપ કર્યા છે, તે બધું હવે ખેટું લાગ્યું છે અને ફરી કદી આનંદપૂર્વક કરવાનું નથી ? તેવી બૂલાત આપે પછી તેને સમ્યકત્વ આપીએ. - જેમના શાસનમાં આપણે છીએ તે ચરમતીર્થપતિ શ્રમણભગવાન શ્રી મહાવીર- ૨ પરમાત્માને આત્મા નયસારના ભવમાં સમ્યકત્વ પામ્યું છે. નયસાર જન્મ જૈન ન હતા. રાજની આજ્ઞાથી તેઓ એકવાર ઈમારતનાં લાકડાં કાપવા જંગલમાં ગયા છે. અતિથિને જમાડ્યા વિના જમવું નહિ તે નિયમના વેગે તેઓને માર્ગમાં ભૂલા પડેલા છે થાકી ગયેલા અને શ્રમતિ થઈ ગયેલા મહામુનિઓ મલી ગયા છે. તે મુનિઓની વાર્તા પૂછી, ભક્તિ ર્યા પછી અનેક નોકર–ચાકર હોવા છતાં તેઓ જાતે જ માર્ગ બતાવવા ન જાય છે. તે જોઈને મુનિઓને થાય છે કે, આ બહુ લાયક જીવ છે તેથી તેને ધર્મ સમ- . જાવવું જોઈએ. માર્ગે ચઢ્યા પછી તેને ધર્મ સમજાવે છે તે સાંભળ્યા પછી નયસારને આત્મા ? ઊભા થઈને કહે છે કે-“પશુ જેવા મેં આવો ધર્મ સ્ત્રી સાંળળ્યો નથી. આવા ધર્મ માટે હું છે લાયક છું ?” ત્યારે મુનિએ કહ્યું કે તારા જે બીજે કેણ લાયક છે ! તે જ વખતે તેઓ ? સંસારમાં ભટકાવનાર મિથ્યાત્વને ત્યાગ કરે છે અને મેક્ષે લઈ જનાર સમ્યકત્વને છે
-
-
-