Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ૯૯૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) કચરે ય નથી. વર્તમાનના જીવોને સ્વજને ઉપર જે સ્નેહ છે તે ચોથા આરાના જીવો { જેવો નહિ. તમે આવા સ્વાથી છો કુટુંબને કહો “અમારા ઉપર રાગ રાખશો તો 1 ન મરશો. માટે અમારું માનવા કરતાં દેવ-ગુરૂ-ધર્મનું માનો.” તેવા જીવોને એક દેશના છે સાંભળે ને વિરાગ થાય. ઘરે આવી અનુમતિ લઈ દીક્ષા લઈ કામ સાધી જાય. ઘણુ કહે, ભગવંત! હું અનુમતિ લેવા જાઉં છું તો આપ ડે ટાઈમ સ્થિરતા કરો.”
પ્ર : કાળને પ્રભાવ નહિ.
ઉ૦ : હજી આ કાળમાં ધર્મ છે. ધર્મ પામશો તો પામી શકાય તેમ છે. પૂ. ! શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.એ આ કળિકાળને નમસ્કાર કર્યા છે કે, આ કળિકાળમાં તું ? હે વીતરાગ દેવ મળ્યો ! સતયુગમાં ન મળે તે શું કામ?
વર્તમાનમાં પાલક-પષક પરને રાગ નીકળી ગયો અને મીઠી મીઠી વાત કરનારા છે પર રાગ છે. વિરાગ વગરના સંયમમાં માલ આવે નહિ.
તે જીવો ગુરૂને કહેતા કે માતા પિતા પાસે જાઉં છું અને અનુમતિ લઇ પાછો આવું છું તો ગુરૂ કહેતા કે “વડિબંધો મા કુણહ–રાગમાં ફસી જતો નહિ. વિરાગીને ફસાવે કેશુ? રાગ. જેટલા રાજપુત્રો, શ્રેષ્ઠિપુત્ર, મહાસુખી જીવોને એક દેશનામાં ! વિરાગ થયો તે ઘરે આવી માતા પિતાને નમસ્કાર કરી કહે કે, આજે ધર્માચાર્ય મળ્યા. છે માતા પિતા–ભાગ્યશાળી છે. તે–દેશના સાંભળી. સારું કર્યું. કેવા સંતાન ? ચંપકના પુષ્પ જેવા સુકેમલ. તે-ઘર્મ ગમી ગયા. માતા પિતા-મહા ભાગ્યશાલી. તે-અને સંસાર છોડી સાધુ થવાનું મન થયું. આ સાંભળતા હથી ચક્કર આવે, મૂચ્છ આવ. રાગ ભૂંડે છે, મૂંઝવનાર છે. વિરાગી જીવ જોરદાર હોય તો રાગ પાળેલા કૂતરા જેવું છે. '
શ્રી શાલિભદ્રજીની દીક્ષાની વાત સાંભળી તેમના માતા મૂચ્છિત થયા, પછડાઈ કે ગયા. અવાજ થયે. દાસ-કાસીઓ દેડી હાજર થયા. છતાં ય શ્રી શાલિભદ્રજી પોતાની ?
જગ્યા પરથી ખસતા નથી. કેમ? મારી માને રાગનું ચક્કર આવ્યું છે. તેને ફરી ના ! T આવે તે માતાનો ઉપકારને બદલે વાળ હોય તો પથ્થરના થાંભલાની જેમ ઉભા
રહેવું પડે. હું ત્યાં જાઉં તો માનો રાગ વધી જાય. મા જાગી, આંખ ખોલી, જોયું ! એ તો શ્રી શાલિભદ્રજી ત્યાં જ ઊભા છે. માને અડધો રાગ ગયો. રાગ છોડાવવાનો ઉપાય
શું ? પંપાળવા તે? તમે છોકરાઓને પંપાળો વધારે કે, સમજ વધારે ? તમારાં સંતાનોને ધર્માત્મા બનાવવા છે કે કર્માત્મા? તમારું મન સંતાનોને ખરેખર ધર્માત્મા બનાવવાનું હેત તે તમે જુદું જ કામ કર્યું હતું ! પણ તમારે મન ધર્માત્મા એટલે દર્શન-પૂજન કરે તે.
( અનુ. પેજ ૧૦૦૫ ઉપર )