Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૨૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
તેવી જ રીતે આપણે આત્મા પણ નિમિત્તવાસી છે. આત્માને બાહ્ય વાતાવરણ અસર કરે છે. કેલસાની દુકાન પાસે ઊભા રહેશે તે હાથપગ અને વસ્ત્ર હેજે કાળા થવાના છે અને અત્તારિની દુકામ પાસે ઉભા રહેશે તે સહેજે સુવાસનું મઘમઘતું વાતાવરણ પ્રસરવાનું જ, ત્યારે જ્યાં સુધી આત્માને બાહ્યવાતાવરણ અને નરસી ચાને અશુભ અસર કરે છે ત્યાં સુધી સુંદર આલંબનેની, શ્રેષ્ઠ આદર્શોની, સારા નિમિત્તાની અને ભવ્ય વાતાવરણની તેટલી જ જરૂર રહે છે. બાહા આલંબનેમાં ઉંચામાં ઉંચું પરમ અને શ્રેષ્ઠ 3 આલંબન શ્રી જિનેશ્વર દેવની પ્રશમ રસ ઝરતી, વીતરાગતાને ભવ્ય વાહઆપતી શ્રી છે -5 જિનમૂર્તિઓ છે.
પરમાત્માની મૂર્તિના દર્શન કરી અગણિત આત્માઓએ જીવનને પાવન બનાવ્યું છે છે. અને એ વાત તે અતિ જાણીતી છે કે મગધાધિપ શ્રી શ્રેણિક રાજાના મહાબુદ્ધિનિધાન મહામાત્ય શ્રી અભયકુમારે અનાર્ય દેશમાં રહેલા શ્રી આદ્રકુમારને ભેટમાં શ્રી જિનમૂર્તિ મેકલી હતી અને એ શ્રી જિનેશ્વરદેવની મૂર્તિના દર્શન કરી આદ્રકુમાર જાતિસ્મરણ જ્ઞાનવાન બન્યા અને એમણે નિજને ઉદ્ધાર કર્યો.
શ્રી અષ્ટાપદ તીર્થ ઉપર બિરાજમાન શ્રી ચાવીસ તીર્થકર ની પ્રતિમાઓના દર્શનાથે પ્રતિવાસુદેવ-રાવણ પિતાની પટરાણી સંદેહરી વિ. સાથે ગયા હતા અને ત્યાં ? તેઓ પરમાત્માની ભકિતમાં એવા તે લીન બની ગયા હતા કે મંદોદરી નૃત્ય કરી રહી હતી ત્યાં અચાનક તંત્રી–વીણાને તાર તૂટી ગયે પણ તેમણે ભકિતને તાર ન તૂટવા દીધો.
તરત જ રાવણે પિતાની નસ ખેંચી કાઢી તંત્રીમાં જોડી દીધી અને ભક્તિમાં એક તાર બની જાય છે. તે જ વખતે આવી અપૂર્વ—અનન્ય અને અસાધારણ ભકિતના પ્રભાવથી રાવણે શ્રી તીર્થકર ગાત્ર ઉપાઈ લીધું.
યાયામ્યાયતન જિનસ્થલભતે ધ્યાયં-ચતુર્થફલ ષષ્ઠ સ્થિત-પ્રસ્થિતડઝમમ ગ-તું પ્રવૃત્તોદવનિ શ્રદ્ધાળુ દશમં બહિજિનગૃહાત્ પ્રાપ્તસ્તdદ્વાદશ
મયે પાક્ષિક-મીક્ષિતે જિનપતિ માપવાસંકુલમ્
પુણ્યવાન આત્માઓ ઘેર બેઠા બેઠા હું પરમાત્મા દેવાધિદેવના દર્શન કરવા જાઉં” એ ઉત્તમ કોટિનો વિચાર કરે તેટલા ભાવમાં એક ઉપવાસનું ફળ મેળવે છે. ? દર્શન કરવાની અભિલાષા થતાં જ્યાં તે ઉભું થાય એટલે છઠ્ઠ એટલે બે ઉપવાસનું ફળ મેળવે છે. અને રસ્તે જતાં અઠ્ઠમ એટલે ત્રણ ઉપવાસ, શ્રી જિનમંદિર સમીપે આવતા પાંચ ઉપવાસ, જિનમંદિરના મધ્ય ભાગમાં પ્રવેશતા ૧૫ ઉપવાસ અને પરમાત્માની