Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
– બોધ કથા – | કુ સં ગ તિ નું ફળ !
પૂ. સા. શ્રી અનંતગણુશ્રીજી મ. } -w: હા હા હા હા હી હો કે એક ગામમાં એક કુંભાર અને એક ભરવાડના ઘર સામ સામે હતા. કુંભારને તે કે ત્યાં એક ગધેડે હતું જે આખો દિવસ કામકાજ કરવા છતાં પણ હૃષ્ટ પુષ્ટ હતો. અને આ ભરવાડને ત્યાં એક ગાય હતી. જેને લીલું લીલું ઘાસ-ચાર-પાણી આપવા છતાં ય દૂબળી હતી. તે ગાય વિચારે કે, આ ગધેડો આખો દિવસ કાળી મજૂરી કરે છે અને માલીક ખાવા-પીવામાં પણ તેવું દયાન આપતા નથી છતાંય આ આટલો હૃષ્ટ પુષ્ટ છે. અને મારો મા પીક મને ખાવા-પીવામાં આટલું સારું ધ્યાન આપવા છતાંય હું નબળી કેમ? બંનેની મિત્રાચારી થઈ અવસર પામી ગાયે, ગધાની આગળ પિતાની મને વેદના વ્યક્ત કરી. તે તે ગધાએ કહ્યું કે સાંજના હું આજુબાજુના ખેતરમાં જઈ લીલું લીલું ચરી આવું છું. અને તામાજે બની જાઉં છું તેથી હૃષ્ટ પુષ્ટ છું. તું પણ જે મારી સાથે ન આવે તો તું ય હૃષ્ટ પુષ્ટ બની જઈશ.
મફતને માલ કેણ છોડે? આજની દુનિયાની તે જ તાસીર છે કે મહેનત કરવી છે નહિ અને મફતનું મળે તે લઈ લેવું. બુદ્ધિશાળી ગણાતા માનવોની મઢશા આવી હોય છે | પશુઓની તે વાત જ શી કરવી?
તેથી તે રાત્રિના તે બંને જણા એક લીલા ખેતરમાં ઘૂસ્યા. અને ગધેડાએ તે ન જલદી જલદી ખાઈ લીધું. જ્યારે ગાય તો ધીમે ધીમે લીલું લીલું કુણુ કુણું ચરે છે. ' ગધેડાનું પેટ ભરાઈ ગયું એટલે તે મૂળ સ્વભાવ ઉપર આવી ગયે. ગાયને કહે, જલદી કર મને હવે ગાવાનું મન થયું છે. ગાય કહે મેં તો હજુ કાંઈ ખાધું પણ નથી. થોડી વાર રાહ જે. પણ બીજાની સલાહ માને તે તે ગધે ક્યાંથી કહેવાય ? દુનિયામાં માનવો પણ આ જ ઉપમા આપે છે ને? ગધાભાઈ તે પેટ ભરાવાથી મૂળ સ્વભાવ ઉપર આવી ગયા અને હોંચી.. હોંચી. કરી દેડવા લાગ્યા. તેથી ખેતરનો માલીક આવી ગયો. અને બધાને મારવા દોડયો. પણ ગધાભાઈ તે કયારના ય હોંચી. હોંચી... કરતાં ! પોતાના સ્થાને પહોંચી ગયેલા. અને ગાય બેન ખેતરના માલીકના હાથમાં આવી ગયા. માર ખાધા પડો અને બંધનમાં પૂરાવું પડયું તે નફામાં!
વીજા દિવસે ભરવાડને દંડ ભરવો પડે ત્યારે ગાય મલી. તેથી તેણે પણ બાકી રહેલો મેથીપાક તે આપ્યો પણ ગળામાં લાકડાને દૂર ભરાવી દીધો જેથી બીજી વાર છે આવું કામ ન કરે. ગાય તે સીધી દેર થઈ ગઈ. મનમાં પસ્તાઈ તે જુદી. જંગલમાં