Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- -
-
-
-
-
-
૮૪ર :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
વહુ-લગભગ સાત વર્ષ.
આ સાંભળતાં શેઠને થાય કે, વહુને હવે ઈલાજ કરાવવો પડશે. વહુ પહેલી કે 1 સાસુ પહેલી?
મુનિબેન ! તારા સસરાજીની ઉંમર કેટલી છે? વહુ-લગભગ પાંચ વર્ષ.
આ સાંભળતા શેઠ વિચારે કે આજે વહુને થયું છે શું? કેવી કેવી અસંમજસ 5 વાત કરે છે. મારી ઉંમર પાંચ વર્ષ, તેની સાસુની સાત વર્ષ અને તેની દશ વર્ષ ! કહે છે. અમારા બધા કરતાં પહેલી તે આવી છે? - મુનિ-તારા પતિની ઉંમર કેટલી છે?
વહુ-તે તે હજી પારણામાં ઝુલે છે પારણામાં.
શેઠ વિચારે કે, હવે તે હદ થઈ ગઈ. એક દિકરાની મા છે. તે ય કહે કે મારે છે પતિ હજુ તે પારણામાં ઝુલે છે. ખરેખર આને ઇલાજ કરે પડશે. તેટલામાં તેનિ મહારાજ તે પોતાને ચગ્ય નિષ ગોચરી લઈ, ઇર્યાસમિતિના પાલન પૂર્વક જેમ આવેલા તેમ ચાલ્યા ગયા. પણ શેઠના હૈયામાં આશ્ચર્ય માતુ નથી. એમનું મન ચકળે ચઢે છે કે ડાહી ડાહી વહુ આવી વાત કરે છે તેની પાછળ જરૂર કાંઈક રહસ્ય હોવું જોઈએ. તેથી વહુને પૂછે છે કે, મુનિ મહારાજ અને તમારે જે વાર્તાલાપ થયો !
તે મારી સમજમાં આવતો નથી. તે તેનું તાત્પયાર્થ જણાવે. વહુને લાગ્યું કે, મારી ૧ વાતની ધારી અસર થઈ છે તે ઘાટ ઘડાવા માટેનો અવસર ચૂકવા જેવું નથી. મુથી ૪ , કહે કે, આ બધી ગંભીર વાતનો પરમાર્થ જાણવા મુનિ મહારાજનો પરિચય કરે ! તે જણાશે.
માનવ મનની ખાસિયત છે કે, વાત જાણવાનું મન થયું અને સતેજ ન થાય તે ચેન જ ન પડે. તેથી શેઠ પણ જમી કરીને વાતને પરમાર્થ જાણવા મુનિ મહારાજ
જે સ્થાન–ઉપાશ્રયમાં બિરાજમાન હતા ત્યાં પહોંચી ગયા. વિધિપૂર્વક વંદનાદિ કરી { તેમની પાસે બેઠા અને વિનયપૂર્વક કહે કે, મારી પુત્રવધુ સાથે જે વાર્તાલાપ થયે તેનો પરમાર્થ જણાવવા કૃપા કરે તો સારું. | મુનિ મહારાજ પણ કહે કે, તમારી પુત્રવધુ ગુણીયલ અને તત્વજ્ઞા છે. તેણીએ મને પૂછયું કે, આટલા વહેલા કેમ ? તેનો અર્થ એ હતું કે, યુવાન વયે દીક્ષા કેમ લીધી ? મેં કહ્યું કે કાળ જ નહિ” અર્થાત મૃત્યુ કયારે આવે તે ખબર નથી. તે
-
-
-