Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૨૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) અને ધર્મમાં એક નિષ્ઠાવાન પૃથા રાણીથી જમ્યો હતે માટે તેનું તપસૂનું તથા ધર્મસૂનુ (ધર્મપુત્ર) આ બે નામ પૃથ્વિ ઉપર પ્રસિદ્ધ થયા. અને ત્યાર પછી તેના ગુણોના કારણે | તેનું “અજાતશત્રુ” એવું પણ નામ પ્રસિદ્ધ થયું.
- કુંતીના પુત્ર જન્મની ખુશાલીમાં કુંતીના પિતૃઘરેથી ભટણાએ લઇને હર્ષિત થયેલ છે છે કેરક નામનો વિશ્વાસુ માણસ હસ્તિનાપુર આવ્યા.
પિયરઘરના સંબંધિ મળી જતાં ખુશ થયેલી કુંતીએ પિતૃઘરના ક્ષેમ-કુશળ પૂઇયા. મને સાસુએાએ એક વખત પિયર આવવા નથી દીધી તે હે કરક! શૌર્યપુરી રાજ્યના ખબર–અંતર મને જણાવ.
કરકે રાજ્યના વર્ષોના વીતેલા ઇતિહાસને જણાવતાં કહ્યું કે-“હ દેવિ ! અંધક-૧ વૃષ્ણિએ સમુદ્ર વિજયને રાજ્ય આપીને દીક્ષા લીધી. ભેજવૃષ્ણિના પ્રચંડ પરાક્રમી પુત્ર છે ઉગ્રસેન રાજ્ય કરે છે તે તો તમને ખ્યાલમાં જ છે. એટલે અત્યારે શૌર્યપુરીમાં સમુદ્ર છે વિજય પિતાના નાના ભાઈઓને પોતાનાથી પણ વધુ સદ્દભાવથી સાચવતાં રાજ્ય કરે છે. 8
બંધુ સમુદ્ર વિજ્યની કૃપાથી પૂર્વના પુન્યના પ્રચયથી સૌભાગ્યના ભંડાર સમા ? વસુદેવ દેવકુમારની જેમ નગરમાં સ્વતંત્ર રીતે વિચરી રહ્યા છે. એક વખત સુભદ્ર છે 5 નામના કેઈક વણિકે પોતાને “કંસ” નામનો એક પુત્ર વસુદેવને સે હતે. અતિ
શક્તિશાળી તે “કસ પ્રચંડ શક્તિશાળી વસુદેવની સેવા કરવા લાગ્યો. - હે પૃથા દેવી હવે રાજગૃહ નગરમાં તીક્ષણ પ્રતાપી જરાસંઘ રાજા રાજ્ય કરે છે ? છે તે ત્રણ ખંડનો ધણી છે. એક દિવસ અસ્માત જ તે જરાસંઘે આપણા સ્વામી છે “સમુદ્ર વિજયને આજ્ઞા કરી કે.
[[ વધુ આવતા અંકે ] }
-
-
-
– વિચાર-ચરણ –
શ્રી નૃસિંહપ્રસાદ, રાજકોટ. એ રંગ છે જગતના જ્યારે હવા ફરે છે સાગર તરી જનારા, કાં કે ડુબી મરે છે.
“મને એ વાત પર હસવું, હજારે વાર આવે છે,
બનાવ્યા તે પ્રભુ જેને, તેને તે આજ બનાવે છે.” “કામધેનુ પામતી ના, એક સુકું તણખલું ને લીલાછમ ખેતરે, સૌ આખલા ચરી જાય છે.”
પૂછ્યું જીવનને મેં, તને સહુથી ગમે છે શું વધુ ?, તે તેણે કહ્યું મુજને ગમે, શુભ સ્મૃતિ તણું સંયમ મધુ.”