Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૩૨ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
- જે એમ ન હોય તે એક કાષાય રંગનાં વસ્ત્રથી એકસે આઠ જિન પ્રતિમાઓને લુછતા વિજયાદિ દેવતાઓને આગમમાં વર્ણવેલા છે તે કેમ સંભવે ?” અર્થાત્ જે દ્રવ્ય જિનબિંબ ઉપર ચઢીને નિસ્તેજ, નિર્ગળ્યું ખાવામાં શોભારહિત અને ભવ્ય મનુષના મનને આનંદ ન ઉપજાવે તેવું થઈ ગયું હોય તેનેજ વિદ્વાને નિર્માલ્યદ્રાવ્ય કહે છે. આ વાત સંઘાચારની વૃત્તિમાં છે. જો કે પ્રદ્યુમ્નસૂરિએ કરેલા વિચારસાર પ્રકરણમાં ભગવાન આગળ ધરેલા અક્ષત વગેરે દ્વવ્યને પણ નિર્માલ્ય દ્રવ્ય કહ્યું છે તે પણ અન્ય આગમે, પ્રકરણે કે ચન્દ્રિાદિમાં કેઈ સ્થળે તેમ કહેલું જોવામાં આવતું નથી. વળી કેઈ ગચ્છમાં પણ વૃદ્ધોના સંપ્રદાય વગેરેનું નિરીક્ષણ કરતાં તેવું કંઈ જોવામાં આવતું નથી. એટલું જ નહિ પણ ગામડાં વગેરે સ્થળોમાં જ્યાં બીન કેઈ પ્રકારની આવક હેતી નથી ત્યાં ભગવાનને ધરેલા અક્ષત, ફળ (નાળીએર) વગેરેથી જ (એટલે તે પદાર્થોને વેચી નાખી તેમાંથી ઉત્પન્ન થયેલા પૈસામાંથી જ) ભગવાનની પૂજા વગેરે થાય છે. પ્રદ્યુમ્નસૂરિકૃર્ત વિચારસારના કથન પ્રમાણે અક્ષત વગેરે દ્રવ્યને પણ જે નિર્મા
લ્યદ્રવ્ય કહેવામાં આવે તે ગામડાં વગેરે સ્થળમાં અક્ષત વગેરેની આવકમાંથી પ્રતિમા એની પૂજા વગેરે કેમ થઈ શકે? માટે ભેગવિનષ્ટ દ્રવ્યને જ નિર્માલ્યદ્રવ્ય કહેવું તે
ગ્ય લાગે છે. આગમ પણ કહે છે - | ભેગવિણ દ્રવ્ય નિમ્પલં બિતિ ગીચત્થા ભેગવિનછ દ્રવ્યને જ ગીતા પુરૂષે નિમય દ્રવ્ય કહે છે, ઈત્યાદિ. આ વિષયમાં સત્ય હકીકત શી છે? તે તે કેવલી ભગવાન જાણે.
સઝાય સાગર પિણ ત્રણ હજાર સજઝાનાં આ ખજાનામાં અનેક હસ્ત લિખિત પ્રતમાંથી પ્રાચીન તથા અર્વાચીન સજઝાને સંગ્રહ કરવામાં આવે છે.
દરેક વિષયની સજઝાય છે જે દ્વારા અનેક શાસ્ત્રપદાર્થો વ્યવહાર સમાજ રચનાઓ ભીની ભીન વ્યસન વિ. નું આબેહુબ વર્ણન છે.
ચાર વિભાગમાં આ સાયને સંગ્રહ છે કુલ ૧૩૬૦ પેઝ છે. દરેક ભાગનાં ૧૨૫ રૂ. છે ભંડાર માટે ૧૦૦ રૂ. રાખેલ છે.
પ્રાપ્તિસ્થાન- જમ્બુદ્વીપ પેઢી :
પાલીતાણા ૩૬૪૨૭૦