Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
粥 શંકા અને સમાધાન
શંકા-૧ અનામિકાથી પૂર્જા શા માટે કરાય છે ?
સમા-૧ આપણા હાથમાં અ`ગુઠા તથા અન્ય ચાર આંગળી છે તેમાં અ'શુઠે એ નિષેધાત્મક કામમાં વપરાય છે. જેમ કાઇનું કામ કરવાનું ન હાય. ત્યારે ડીકકા [અંગુઠો] બતાવવામાં આવતા ડાય છે. માટે નિષેધાત્મક કાર્યના કર્તાના પ્રતીક રૂપ "ગુઠાથી શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરાતી નથી. પહેલી આંગળીનું નામ તની' છે, તના એટલે તિરસ્કાર, કાઈપણ વ્યકિતના તિરસ્કાર માટે પહેલી આંગળી બહુલતયા વપરાય તે. માટે તના કરનારી પહેલી તર્જની આંગળીથી પણુ જિનેશ્વર ભગવંતની પૂજા કરાતી નથી. બીજા નખરની આંગળીનુ' નામ મધ્યમા' છે. આ મધ્યમા નામથી પણ પૂજા કરવી ઉચિત નથી. ટચલી આંગળીનુ નામ છે કનિષ્ટિકા. કનિષ્ટિકા એટલે છેલ્લી, નાની, હલકી. આવી આંગળીથી પણ પ્રભુપૂજા કરવી ઉચિત નથી. ગામ હલકી અને મધ્યમ એ ખ'ને આંગળી પણ પૂજા માટે યોગ્ય નથી. હવે બાકી રહી ટચલી આંગળીની માજુની આંગળી. તેનુ કોઇ નામ નથી. માટે જ તે આંગળી ‘અનામિકા' એવા નામથી ઓળખાય છે. આગળ જોયા મુજબ અંગુઠા તથા બાકીની ત્રણ આંગળીએ તેના નામ તથા કામથી પ્રભુપૂજા જેવા અનુષ્ઠાન માટે યેાગ્ય ન હોવાના કારણે અનામિકા' નામની આંગળીથી પૂજા કરાય છે.
( મીજી એવી વાત પણ સાંભળી છે કે મસ્તકના બરાબર મધ્ય ટોચના ભાગમાં આવેલી બ્રહાનાડી સાથે અનામિકાને જોડાણ છે આથી તે આંગળીથી થતી શુભક્રિયાની અસર બ્રહ્માડી સુધી પહેચી શકે છે.)
· એક વાત ધ્યાન રાખવી કે-સાધમિકને તિલક કરતી વખતે અનામિકાના ઉપયાગ ન કરાતા અંગુઠાના ઉપયોગ કરાય છે.
(એક વાત એવી પણ સાંભળી છે કે હાથના પંજાને જમીમ ઉપર ગાઠીએ પછી અંગુષ્ઠ આદિ એક એકને વારા ફરતી પજો ઉઠાવ્યા વગર જ ઊંચી કરીશું તે અનામિકા સિવાયની દરેક આંગળીઓ ઊંચી થઇ શકે છે, અનામિકા ઉંચી થઇ શકતી નથી. તેમાં કયુ કારણ છે તે હું નણતા નથી. )
શકા-૨ થાળી ધાઇને પીવાથી આંમેલના જ લાલ શા માટે? ઉપવાસ કે એકાસણા આદિના કેમ નહિ ?
સમા-૨ તમને સમૂચ્છિષ્ટમ જીવાની ઉત્પત્તિના ખ્યાલ તા હશે જ.
આપણા જીવ