Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૮૬ .
* શ્રી જેને શાસન (અઠવાડિક).
આ વાત પણ બરાબર નથી. નશીથ સૂત્ર ઉદેશ-૩ તથા ઉદેશ-૧૦થી સાબિત થાય છે કે પૂ. સાધુ-સાદવીજીએ વરસમાં ઓછામાં ઓછું એકવાર લેચ કરવો ફરજીયાત છે.
(૬) આગળ આ જ લેખમાં એક વિચિત્ર વાત લખેલ છે જેમાં સાદવજી કહે છે કે, “પુરૂષે ચરણસ્પર્શ કરે ત્યારે ખસી જઈએ, ના પાડીએ, તે સામાવાળાને કેવું લાગે? આ બચાવ સાવ હાસ્યાસ્પદ છે. બીજાને સારૂં લગાડવા માટે બ્રહ્મચર્યની વાડનું ઉલંઘન કરાય? ભગવાને તે ઉત્તરાધ્યયન સૂત્રના બ્રહ્મચર્ય સમાધિ અધ્યયનમાં વિજતીય સાથે એક આસન પર બેસવાની પણ મનાઈ ફરમાવેલ છે તે પછી ચરણસ્પર્શની તો વાત જ ક્યાં રહી ? - (૭) વિરાયતન માં સાદવીજીએ કાચું પાણી પીવે છે અને તેના બચાવમાં (લો) જળશુદ્ધ લાટ છે વિગેરે દલીલ કરે છે. આ બધી દલીલે પણ પાયા વગરની છે. સાધુ આચારથી વિરૂધની છે. ભગવાને સાધુને પાકું પાણી પીવાની જ આજ્ઞા કરેલ છે. દશવૈકલિક સૂત્ર અધ્યયન-૪ ગાથા-૧૫માં સાધુ-સાઠવીજીને સચેત જ કાચું પાણી)ને સ્પર્શ કરવાની પણ મનાઈ ફરમાવેલ છે તે પછી પીવાની તે વાત જ કયાં રડી ? એજ આગળના અધ્યયન-૮માં ગાથા-૩૩માં ભીના હાથવાળી (કાચા પાણીને સ્પર્શ કરેલ હોય) વ્યક્તિ પાસેથ આહાર પાણી વહેરવાની પણ મનાઈ કરેલ છે તે પછી પીવાને સવાલ જ ક્યાં રહે છે ? ઉત્તરાધ્યયન સૂત્રના બીજ “પરિવહ અધ્યયનમાં સાધુ-સાધ્વીજી કાચું પાણી પીવાની ઈરછા પણ ન કરે તેમ જણાવેલ છે તે પીવાને પ્રશ્ન ઉપસ્થિત થતું નથી.
. (૮) લેખિકાઢી આગળ જણાવે છે કે અહીંના સાઠવીજી બ્રશ કરવું-નહાવું જરૂરી માને છે. દશવૈકાલિક સૂત્ર-૩માં તપહમણા (દાતણ કરવું-દાંત સાફ રાખવા વિગેરે) તથા “રિનાળે (૨નાન કરવું) ને બાવન અનાચારમાંના બે અનાચાર રહ્યા છે. અનાચારને જરૂરી માનવા ! કેવું વિચિત્ર !!!
" (૯) આગળ ચંદનાજી જણાવે છે કે, “સંસાર વચ્ચે રહીને સંય સી રહેવું અને સેવા કરવી એજ તીક્ષાથી જીવન છે. આ વાત જૈનેતર દશના મતે કદાચ હશે પણ જૈન સાધવી માટે દીક્ષા એટલે ૧૮ પાપસ્થાનકને ત્યાગ, પંચમહાબતનું યાવત
જીવન પાલન, આઠ પ્રવચન માતાની આરાધના, છકાયજીને અભયદાન તથા જ્ઞાનદશન–ચારિત્ર-તપની આરાધના એજ સાચી દીક્ષા છે. લેખના મુખ્ય-મુખ્ય મુદ્દાઓની યથા યોગ્ય જગ્યાએ આગમના આધાર આપી જગ્યાની મર્યાદાને ધ્યાનમાં રાખીને ટુંકમાં જવાબ આપવાનો પ્રયાસ કરેલ છે. કેઈ વાદ-વિવાદ માટે નહીં પણ લોકે ન સાધ્વીના જીવનની વાસ્તવિક મર્યાદાઓ-નીતી નિયમો-આચારવિચાર આદિ જાણે-સમજે તે હેતુથી જણાવેલ છે. તટસ્થબુદ્ધિથી વાંચન કરી, વિચારી સત્ય વસ્તુસ્થિતિને જણી સર્વ આત્મા કયા માર્ગે આગળ વધે એજ અભ્યર્થના. જિનાજ્ઞા વિરૂદ્ધ કંઈ લખાયું હોય તે મિચ્છામિ દુક્કડં.
(જેન સૌરભ ૧૦–૧૯૯૬)