Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬ [પ્રકરણ-૧]
મ હા ભા રત ના
.
પ્ર સં ગ ,
–શ્રી રાજુભાઇ પંડિત
[ જેને રામાયણના પ્રસંગ પછી હવે “મહાભારતના પ્રસંગેની શ્રેણી આપવાને અમારા પ્રયાસ માનીએ છીએ કે સ્થાને ગણાશે. મોટા ભાગે “પાંડવ ચરિત્ર તથા “ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર-પર્વ-૮ ના આધારે આ પ્રસંગે આલેખાયેલા છે. તે તે પ્રસંગના આર્ષ–સંદેશને સમજીને જીવવાનો પ્રયાસ કરાય તે જ આ શ્રેણી શરૂ કરવા પાછળનું મુખ્ય આશય રહ્યો છે. લી. સંપાદક ]
[+] આખરે ગંગાદેવીને પતિત્યાગ. મારાથી એ નહિ બને. શિકાર કર્યા વગર મારાથી નહિ રહેવાય. શિકારનું મારૂ વ્યસન તમારા વચનનું ઉલ્લંઘન કરવા માટે મજબૂર બનાવે છે દેવી ! મને શિકારે જતાં તમે અટકાવી નહિ શકે. હટે રસ્તામાંથી.’ આમ કહીને શાન્તનું રાજ શિકાર કરવા ચાલી નીકળ્યા.
મહાભારતનું નામ જ સાંભળીએ અને કુરુક્ષેત્રનું સમરાંગણ નજરે ચડે.
પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી આદિનાથ ભગવાનના એક પુત્રોમાં એક કરૂ નામના પુત્ર હતા જેના નામથી “કરૂક્ષેત્ર” પ્રસિદ્ધ થયું છે. આ કુરૂ નામના રાજાને હસ્તિ” નામના પુત્ર હતા જેના નામથી “હસ્તિનાપુર” પ્રસિદ્ધ થયું છે. હસ્તિ' રાજા પછી લાખે રાજાઓની પરંપરા પછી આ વંશમાં સનતકુમાર ચક્રવતી થયા. થુંક લગાડવા માત્રથી જે પિતાના શરીરના રાગે નષ્ટ કરી શકતા હોવા છતાં કદિ પિતાના શુકને જેણે રાગ વિનાશ માટે ઉપગ હેતે કર્યો. તે
આ જ વંશમાં શ્રી શાંતિનાથ ભ, શ્રી કુંથુનાથ ભ. અને શ્રી અરનાથ ભ. થયા કે જેઓ ચક્રવતી તથા તીર્થકર હતા.
જમદગ્નિના વીરપુત્ર સાથે જેને શત્રુવટ હતી તે સુબૂમ ચક્રવતી પણ આ જ પરંપરામાં થયા.
આ રીતે અસંખ્ય રાજાઓ થઈ ગયા પછી પ્રચંડ તેને મૂતિ શાતનું રાજ રાજગાદીએ આવ્યા. રાજ્યનું સુંદર પાલન કરતા હોવા છતાં વિવેકી એવા પણ આ રાઅને મૃગયા શિકારનું વ્યસન હતું,
એક દિવસ એક હરણ પિતાની હરણી સાથે પ્રેમની ચેષ્ટા કરી રહ્યું હતું ત્યારે