Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
“પૂ. સાધુ-સાધ્વીજીઓના અમા પિયા સમાન
શ્રી નથમલજી બેડાવાળાની ચિર વિદાય” ધર્મનિષ્ઠ, કર્તવ્યપરાયણ, સુશ્રાવક સાબરમતી નિવાસી શ્રી નથમલમ9 પ્રતાપચંદજી બેઠાવાળાનું કારતક સુદી પુનમના માંગય દિવસે તા. ૨૫-૧૧-૯૬ સેમવાર સવારના દુઃખદ અવસાન થતાં સમગ્ર જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. સવ. શ્રી નથમલજી કીમ (સુરત)થી સં. ૨૦૩૨માં સાબરમતી આવીને વસ્યા ત્યારથી પૂ. સાધુ-સાધવજી મ. સા.ની અનુપમ સેવા ભક્તિની કામગીરી શરૂ કરેલ, બંગલા પાસેની સુદામાજીની ઝુંપડી જેવી એક નાનકડી પતરાવાળી કુટિરમાં ચરવળ કટાસણુ. વિ. સાથે સામાયિક-પ્રતિકમણની સાધના તેઓ નિયમીત રીતે કરતા હતા. તેમના આંગણે આવેલ કોઈપણ ધર્મની કેઈપણ વ્યકિત પૂ. સાધુ-સાવીએ, સંતે-શ્રાવકે વિ. અબાલવૃદ્ધ તમામને તેઓ પોતાનાથી શકય બધી જ રીતે મદદરૂપ થતા હતા. તેઓ હમેશા ગુપ્તદાન જ કરતા હતા. ધાર્મિક ઉપકરણ, પાત્રા, તરણ, કામળી, વ, ઔષધ, મંજન, મુખવાસ, વિલેપન વિ. બધી જ વસ્તુઓ તેઓ નિસ્વાર્થ ભાવે ઉત્તમ ભાવથી વહરાવવાને લાભ લેતા હતા. રગરગમાં જીવદયા રમતી હેવાને કારણે દુકાળના સમયે અબેલ પશુ-પક્ષીઓને તનમન અને ધનથી સહાયરૂપ થયા હતા.
- સ્વ. શ્રી નથમલજીનું જીવન ત્યાગ અને તપથી ભરપુર હતું. ઉપધાન તપ-૯ યાત્રા સાત વષી ત૫, ૫૦૦ આયંબીલ સવારે ૩-૦૦ વાગે ઉઠીને સામાયિક પ્રતિક્રમણની સાધના માનવત, તથા સં. ૨૦૧૭ થી રાજના ૧૦૦ લેગસ અને ૨૦૨૨ થી રેજના ૩૪૬ લેગસને કાર્યોત્સર્ગ કરતા હતા. પાંચે તિથિએ પષધની આરાધના ચુકતા નહતા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસર જઈ સ્વદ્રથી સિદ્ધચક્ર પૂજન તથા પૂજા કરતા હતા. સાત્વિકજીવન માટે મીઠાઈ, ખાંડ, ચા-ગળને જીવનભર ત્યાગ હતે. ૮૧ વર્ષની જેફ ઉંમરે મસ્તકના કાળાવાળ, દાંતની મજબુત બત્રીસી છણામાં જીણુ અક્ષરે વાંચવા લખવાની આની અને પિતાને હાથે પાણીને ઉપયોગ કરકસરથી કરીને, સાફસફાઈ કરવાની ભાવનાપૂર્વકનું ભિનું વાવલંબી જીવન દાખલારૂપ હતું.
તેઓશ્રીએ નવી છોડતાં પહેલાં પૂ. સાધુ મુનિરાજેની હાજરીમાં બધુ જ વિસરાવી દઈ સવને વંદન તથા ક્ષમાપના કરી લીધી હતી. અને અંતિમ ભાવના એમ ભાવિ કે મારે આવતે જન્મ સુશ્રાવિકાની કુખે થાય અને ૮ વર્ષની ઉમરે સંયમ સ્વીકારી હું બીજા જીવને મોક્ષ અપાવવામાં સહાયક બનું અને મારા જીવનનું અંતિમ લશા પણ મોક્ષ માર્ગનું બનાવું તેવા અપૂર્વ ઉદગારે તેમના મુખેથી સરી પડયા હતા. તેમની અંતિમ ઈચ્છા મુજબ સૂર્યાસ્ત પહેલા જ અનિ સંસ્કાર થયે તથા શાકને લગતી ક્રિયાઓ કરવામાં આવી ન હતી. પૂ. સાધુ-સાધ્વીજીએ આંખે અશ્રુઓથી ઉભરાઈ હતી. અને અમારા અમ્મા પિયા વિદાય થયા એવા વચને ઉચારાયા હતા. અને તેમની પાલખી કાઢવી જોઈએ તેવી પણ ભાવના ભાવિ હતી. સ્વ. શ્રી નથમલજીનું સેવા અને ભક્તિ પરાયણ સાદગીપૂર્ણ જીવન સર્વેને માટે પ્રેરક બની રહે એજ અભ્યર્થના.