Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
(ટાઈટલ ૨ નું ચાલુ)
: શ્રી જૈન શાસન (અઠવાડિક) વેપાર બજાર પીઠ જાણે નહિ તે વેપાર કરી શકે? દુનિયાના ય કામ દુનિયાના અનુભવીથી ચાલે તેમ ધર્મના કામ ધમની મતિથી, ધર્મને જણકારથી કરાય.
આજે તમારે બહુમતિ તે સત્ય. બહુમતિ કેની? ભગવાનની આજ્ઞાથી વિરૂદ્ધ વતે તેની. તે બધાની વચ્ચે અમારે ઉપદેશ આપવાને. તેમાં અમે જેટલા અસ્પષ્ટ બનીએ, તમને સાચું સમજાવીએ અને ગેળ ગોળ વાત કરીએ તે તમે જે પાપ કરે તેમાં અમારી પણ ભાગીદાર ખરી, તમને ગમે કે ન ગમે તેની પરવા કર્યા વિના સાચી વાત અમારે કહેવી જ જોઈએ. અમે તે ભગવાનને માગ સમજાવીએ. તે જે સમજી જાવ અને તે મુજબ ચાલે તેનું કલ્યાણ થાય! ભગવાનને માગ કહેનાર ઉપદેશ કે ટાયલા કરવા લોકેને રાજી કરવા પાટ પર બેસવાનું નથી પણ ભગવાનને માર્ગ કહેવા બેસવાનું છે.
ગીતાથ ગંગા અમદાવાદ અંનતજ્ઞાની તીર્થંકર પ૨મત્માઓએ સમવરણમાં બિરાજમાન થઈને બારેય પર્ષદાને જે રત્નત્રયા રાધના સ્વરૂપ મોક્ષમાર્ગ બતાવેલ છે તેને યથાયોગ્ય લાભ વતી માનકાલીન ભવ્ય-જીવોને મળે તે માટે પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથ-શાસ્ત્રના આધારે લેકભાગ્ય બને તેવી સરળ શૈલીથી અલગ વિષયના ધોરણે સંકલન કરી તેના રહસ્યને સાપેક્ષ પણે રજુ કરવા ગછધિપતિ પૂ. આ. દેવ શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મસા. ના શિષ્યરન બંધુબેલડી પડદનવિશારદ પૂ. પંડિત મ. શ્રી મોહજિતવિજયજી મ. સા. તથા અધ્યાત્મગુણસંપન પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મ. સા. (પંડિત મ. સા.) ની પ્રેરણાથી શ્રી ગીતાર્થ ગંગા સંસ્થાની સ્થાપના વિ. સં. ૨૮૫ર આ સુ. ૧૫ તા. ૧૧-૧૦-૧૯૯૨ ને શુભ દિવસે થયેલ છે.
આ સંસ્થાના ઉપરોક્ત ઉદશે બર–લાવવા માટે સકલ જૈન સંઘ તથા પ્રકાશકોને નિવેદન છે કે આપને ત્યાંથી પ્રકાશિત ગ્રંથની યાદી અત્રે મોકલશે.
વધુમાં ઘણા ગામમાં જુના જ્ઞાન ભંડારે હેવાની શકયતા છે કે જ્યાં શ્રાવકેની ઘટતી જતી સંખ્યાને લીધે જ્ઞાન ભંડારના ગ્રંથોની સાર-સંભાળ ન થતી હોવાથી આશાતના થવાની શકયતા છે. આથી જે તે સંઘ તરફથી તે ગ્રંથે આ સંસ્થાને મળે તે તે ગ્રંથની જાળવણી થવાની સાથે ઉત્તમ રીતે જ્ઞાનની દષ્ટિએ સદુપયોગ થશે અને જે તે સંઘ તરફથી ભેટ મળેલ છે તેને ઉલેખ પણ કરવામાં આવશે.
હાલના તબકકે મુખ્યતયા સંસ્કૃતિ-પ્રકૃતિ ભાષાના સટીક પંચાંગી આગમ-ગ્રંથ તથા ન્યાય-તર્ક –આચાર અને પ્રાચીન ચારિત્રના ગ્રંથેની આવશ્યક્તા છે.
સંપર્ક સૂત્રો :- “ગીતાર્થ ગંગા” ૫, જેન મર્ચ-ટસ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭, ફેન : ૪૧૪૯૧૧