Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- બોધદાયક લઘુકથા - કે ચિત્તની પ્રસન્નતાનું રહસ્ય .
–૫. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. એક મહાત્મા હતા તેઓ હંમેશા ખુશ મિજાજમાં જ રહેતા. જયારે જુએ ત્યારે આનંદમાં અને પ્રસન. હેય ગમે તેવા પ્રસંગમાં પણ તેમના મોંઢા ઉપર ઉદાસીનતા હતાશા નિરાશા દેખાય નહિ. દુનિયામાં કહેવાય કે, હયાના ભાવેની ચાડી માં ખાય જે. હૈયાની ગ્લાનિ આનંદ વગેરે ભાવે મેં ઉપર આવી જ જાય.
હંમેશા આનંદમાં મગ્ન આ મહાત્માને જોઈ કેટલાક એને થયું કે- આમની પાસે ઘણી લત હેવી જોઈએ નહિ તે આટલી પ્રસન્નતાનું કારણ બીજુ શું હોય ? જેના હયામાં જે કામના હોય તેવા જ વિચારમાં તે હેય.
તક સાધી ચેરિએ તે મહાત્માનું અપહરણ કર્યું અને એક ગાઢ જંગલમાં લઈ જઈને કહ્યું કે- “અમે સાંભળ્યું છે કે તમારી પાસે “સુખદામણી છે તેને લઈને હરહમેશ પ્રસન્ન રહો છો. તે તે મણિ અમને આપી દે નહિ તે તમારું જીવન જોખમમાં છે. જીવતા નહિ રહી શકે.”
સાચા માણસને કયારે ય કોઈને ડર હેતે નથી. તેથી જનનું જોખમ હોવા છતાં ય તે મહામાએ જરા ય ગભરાયા વિના દરેક ને અલગ-અલગ બેલાવીને કહ્યું કે ચેના ડરથી તે મણિને જમીનમાં દાટી દીધું છે. અહીંથી કાંઈક દૂર જ તે સ્થાન છે. પિતાની ખેપડીની નીચે ચંદ્રમાની છાયા પડે ત્યાં દવાથી તે મલી જશે.
મા તે મહાત્મા તે શાંતિથી ઝાડની ની સૂઈ ગયા. દરેક ચારે જુદી જુદી દિશામાં ગયા અને જ્યાં ત્યાં જવા લાગ્યા. જરા આમ તેમ થાય તે તે છાયા પણ હાલી-ચાલી જતી એટલે તે એને ત્યાં ત્યાં છેદવું પડતું. આખી રાત આવા અનેક નાના ખાડા ખેરાઈ ગયા. પણ તે મણિ મેળવી શકયા શેાધી શક્યા નહિ.
બધા ચારે નિરાશ થઈ મહાત્મા પાસે આવી બેટી વાત બતાવી મહેનત કરાવી અમને હેરાન પરેશાન કર્યા કરી તેમની સાથે ઝઘડવા લાગ્યા. છે ત્યારે મહાત્માએ મંદ મંદ સ્મિત વેરતા કહ્યું- “ભાઈઓ ! મારા કહેવાને પરમાર્થ સમજે. ખેપડીની નીચે સુખદામણિ છે તેને ભાવાર્થ એ છે કે- “ ખેપડીમાં ઉત્તમ વિચારે ભરવાથી મનુષ્ય હમેશાં પ્રસન્ન રહી શકે છે. તમે બધાં તમારે ટિકે બદલે તે હંમેશા પ્રસન્ન રહી શકશે.
ચરે પણ સાચું સમજવાથી પિતાની જાતને સુધારી નાખી અને પ્રસન્ન રહેવાની કલા શીખી ગયા.
તે ભગવાનના શાસનને પામેલા આપણે આ કલા હસ્તગત જ હોય. સદા પ્રસન્ન રહેવાની ચાવી આપણા હાથમાં છે. તેને સાચા સ્થાને લગાવીએ તે હંમેશા લીલાલહેર છે. સૌ ચિત્તની પ્રસન્નતાનું રહસ્ય સમજી “સુખદામણિના માલીક બને તે જ શુભ કામના.