Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પાડવા' ની તમારી નીતિ સામે છે, નરેન્દ્રસાગરસૂરિજી! (કેટલીક જમાત ઢોરને બદલે મહાપુરુષને ચાંદા) પાડવાના કુરે ચઢેલી હોય છે - તે યાદ રહે.) “વિજયો” ને પૂ. સેન સૂ. મ. ઉપર અંતરંગભક્તિ હોય તેથી તેઓશ્રીના “પી” એવા તમને બળતરા થતી હોય તે સ્વાભાવિક છે. ગુરુગમ વિના જ આડેધડ ચોપડીઓ લખતા અને શાસ્ત્રપાઠો રજુ કરતા નરેન્દ્રસાગરસૂરિજીને, પૂ. સેન સૂ. મ. ચરિત્રગ્રંથોના ગુરુગમ મુજબ ચરિત્રોની વાત કરતા હોય - એ વાત ન સમજાય તેમાં કોઈ આશ્ચર્ય નથી. (અહીં ચરિત્રગ્રંથોના જ, એમ જ' કાર પોતાના ઘરનો ઉમેરીને પૂ. સેન, સૂ. મ. ની લઘુતા કરવાની નઠારા શિશુને શોભે તેવી અવળચંડાઈ કર્યા વિના “શિશુ નરેન્દ્રસાગરજી રહી શકયા નથી.)
નરેન્દ્ર સાગરજીની ગુજરાતી વાંચનની કચાશ તેમને ઘણી જગ્યાએ નડી રહી છે. આયુષ્યબંધની પ્રક્રિયા ભણાવવા નીકળી પડેલા નરેન્દ્રસાગરસૂરિજીને એટલી પણ ખબર નથી કે ચક્રવર્તી વગેરે નિરુપક્રમ આયુષ્યવાળા જીવોના આયુષ્યની ચર્ચા ચાલતી હોય ત્યારે જગતના સર્વજીવોના આયુષ્યબંધની અપ્રસ્તુત વાત ન ધુસાડા ૨. સ્વાયુના ત્રિભાગાવશેષ ઉપર આખો પ્રશ્નોત્તર લખાયો છે તેથી તેમાં ત્રિભાગાવશેષની વાત લખી હોય તે સ્વાયુનો જ લેવાનો હોય, સર્વ સામાન્ય ત્રિભાગાવશેષ આયુષ્યબંધની વાત જ આખા પ્રશ્નોત્તરમાં નથી. છતાં આદતને પરવશ બનેલા નરેન્દ્રસાગરસૂરિજી પોતાની ખંડન કરવાની તલપને પૂરી કરવા સ્વાયુના ટેભાગાવશેષમાં સર્વસામાન્ય ત્રિભાગાવશેષ આયુષ્યબંધની ભેળસેળ કરે છે. આયુષ્યબંધની પ્રક્રિયાની પારાવણ માંડયા વિના પીળું દેખાય છે તેની દવા કરાવી લેશો તો “શુદ્ધિપ્રકાશ' પાથરવાની જરૂર નહિ પડે, નરેના સાગરસૂરિજી!
અનુભવીઓ કહે છે કે ગુસ્સામાં અને ગભરાટમાં ગમે તેવો હોંશીયાર માણસ પણ પોતાની માતૃભાષામાં જ બોલી પડે છે. આગમ વ્યવહારની ચર્ચામાં સ્વ. સાગરજી મ. ના ગપ્પાં મેં ખુલ્લાં કરી નાંખતાં, તેમન સુપત્રની અકળામણ કાબૂ બહાર નીકળી ગઈ અને પેલી અનુભવ વાત મુજબ તેઓ પોતાની માતૃભાષા ઉપર ઉતરી આવ્યા. “મારવાડણની અભદ્ર લાજ વગેરેનું તેમણે જે વર્ણન કર્યું છે, તેનું અવતરણ કરવાનું કે અમારી ભાષામાં શકય નથી. આટલી પરિપકવ ઉંમરે અને આટલા લાંબા સંયમ પર્યાય પછી પણ જાહેરમાં આવી ભાષા લખનારના “સંસ્કાર' છાના રહેતા નથી. અમારે તો નરેન્દ્રસાગરજીને એટલું જ કહેવું છે કે આમ આટલામાં આટલા બધા અકળાઈ જશો તો કેમ ચાલશે ? તમારા સ્વ. પરમગુરુદેવશ્ર ના ઉસૂત્રભાષણોના ઢગલામાંથી આ એક નમૂનો જ બતાવ્યો, તેમાં તમારી મૂળભાષા ઉપર ઉતરી આવ્યા? આખો ઢગલો સામે મૂકાશે ત્યારે શું કરશો? (જો કે તમારી મૂળભાષામાં તો તમે પાછા પડો તેવા લાગતા નથી. ‘અભદ્રલાજ' નો એક નમૂનો જ તમારી તે સમૃદ્ધિનો ખ્યાલ આપે છે.
“દશ પૂર્વધર સુધીના જ આગમવ્યવહારી કહેવાય” એવું ગડું કેવળ સ્વ. સાગરજી મ. એ જ માર્યું છે એમ નથી, તેમના પૂર્વજ ઉપા. શ્રી ધર્મસાગરજી મહારાજે પણ એવું જ ગમ્યું માર્યું છે. (दशादि पूर्व धरावधिमनःपर्यवके वलज्ञानिनामन्यतरस्यै वागमव्यवहारित्त्वात् । हुमो ઔષ્ટિકમતોસૂત્રપ્રદીપિકા).
પૂ. પ્રશ્નોત્તરકર્ણિકાકારશ્રીએ, શ્રી તીર્થકર ભગવંતો રોજ સવાર-સાંજ એક એક પ્રહર દેશના આપે: આવા ભાવનું સમાધાન આપતાં, નરેન્દ્રસાગરજી તેમનું ખંડન કરવા તુટી પડયા. સ્વ. સાગરજી મહારાજે વર્ષો અગાઉ “શ્રી તીર્થકર દેવો રોજ સવારે અને સાંજે સાડાત્રણ કલાક દેશના દે છે.” એમ લખ્યું છે. (જુઓ
(વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬
: ૧૯૧)