Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
*
દષ્ટિ... દષ્ટિ... દષ્ટિ...
જ્ઞાનીઓએ બે પ્રકારની દૃષ્ટિ કહી છે એક તે સિંહદષ્ટિ સમા અન્ય વાનદષ્ટિ સમા.
દષ્ટિ તે સિંહની...સિંહ, પિતાના પર આવેલા બાણને જોઈને બાણ ફેંકનારને શોધે છે. હુમલે કરશે તેય પિતાને ઘાયલ કરનાર બાણ ઉપર નહિ પરંતુ બાણ તા. શિકારી પર તુટી પડશે.
પેલે થવાન, કુતર, પોતાના પર આવેલા પથ્થરને જોશે. પથ્થર ફેંકનારની સામે જોશે પણ નહિ હુમલા કરશે તેય, પિતાને ઘાયલ કરનાર પથ્થર પર કરશે, બચકાં ભરશે તેય પથ્થરને પથ્થર કયાંથી આવ્યા, કોણે ફેંકયે તેની સામે દૃષ્ટિ પણ નથી કરતો. આવી દષ્ટિને તે સી મઝથી પહેચાને છે.
એમ ! સંસારમાં પણ આવા જ બે પ્રકારના જીવો હોય છે. એક તે સિંહદષ્ટિ સમા અને બીજા વાન દષ્ટિ સમા. વાન દષ્ટિ સમા જીને કઈ તરફથી દુ:ખ થયું હોય કે અહિત થતું હશે તે આ આત્માઓ દાખ દેનારા અને અહિત કરનારા નિમિતેને જ ભાંડશે. એના પર દ્વેષ પ્રગટ કરશે.
એ રીતે સુખ આપનારા કે હિત કરનારા નિમિતની યશગાથા ગાશે અને આવા નિમિતે ઉપર રાજ કરશે. ત્યારે જીવ એ વિચાર નથી કરતે કે સુખ-દુ:ખ દેનારા કે મારું હિત-અહિત કરનારા નિમિતે મને મળ્યા કઈ રીતે ? આ નિમિતે કેણે ઉભા કર્યા. પિતે જ ને?
સિંહદદિ વિચારે છે કે, મારૂં હિત કરનાર પણ હું છું અને અહિત કરનાર પણ હું જ છું. આવી પડેલ દુઃખ-સુખ પણ મારા જ કમનું ફળ છે. બીજા તે નિમિત્ત માત્ર છે.
પિતે ખરાબ કર્મ આચર્યા એનાજ પ્રતાપે આવા મીઠાં ફળ મળ્યા ને સારાં કર્મ આચર્યા હતા તે મીઠાં ફળ મળત. મીઠાં અને મીઠાં ફળને પેદા કરનારે હું જ છું.
કઈ તા અહિત નથી કરતું કે તારૂં હિત નથી કરતું તે પિતે જ કરેલા સુખ-દુઃખને તું ભોગવે છે. તે પછી શા માટે દીન-હીન બને છે. સુખ આવે ખુશી શી? અને દુખ આવે છે ? જીવડા ! રાંધે તે કંસાર પણ થયો સંસાર.
–વિરાગ