Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
(એમ જણાવવા માંગે છે કે...” વગેરે લખીને જે આરાપો મુકયા છે તે બધા આ નરેન્દ્રસાગરજીના વક્રભેજાની પેદાશ છે. પૂ. પ્રશ્નોત્તરકારશ્રીને એની સાથે કોઈ લેવા-દેવા નથી. બીજી પણ ઘણી જગ્યાએ લખાયેલી આ આચાર્યશ્રીની વક્રભેજાની પેદાશો' સાથે અમારે કશી લેવાદેવા નથી- એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. લેખકે ન લખ્યું હોય તેવું તારણ લખાણમાંથી ખેંચી-તાણીને બહાર કાઢવું. પછી એની વિરુદ્ધના સંગત કે અસંગત શાસ્ત્રપાઠો રજુ કરવા અને આગળ વધીને “હેય, મેં શાસ્ત્રપાઠ સાથે સાધાર ખંડના કર્યું.' એવા બાલિશ ઠેકડા મારવા : નરેન્દ્રસાગરસૂરિજીની આવી વક્રતા, જડતા, શાસ્ત્રપાઠોનો, દુરુપયોગ અને છળ-પ્રપંચ વિદ્વાનોમાં વરસોથી પ્રસિદ્ધ છે. આને ગુરુદેવની અને માતા પદ્માવતીની પૂર્ણકૃપા તરીકે ગણાવીને નરેન્દ્રસાગરજી ભલે છાતી ફુલાવતા. નરેન્દ્રસાગરજીની આવી કઢંગી કેળવણીમાં તેમના ગુરુદેવશ્રીની કૃપા તો હશે જ, પણ માતા પદ્માવતીને વચ્ચે ખેંચી લાવવાનું કારણ તો નરેન્દ્રસાગરજી જ જાણે છે
નરેન્દ્રસાગરસૂરિજી “શુદ્ધિપ્રકાશ' ના પૃ. ૭૪ ઉપર આવશ્યક સૂત્રની ટીકાના આધારે “દેવેન્દ્રો અને નરેન્દ્રોથી સેવાતા ભગવાન મોક્ષમાં ગયા હોવા નું સ્પષ્ટ જણાવે છે જયારે “સર્ચલાઈટ' ના ૩૪ મા પાને
જંબુદ્વિપપ્રજ્ઞપ્તિ' નો પાઠ આપીને “શજ દેવેન્દ્ર ઋષભદેવ ભગવાન નિર્વાણ પામ્યા પછી ગયા અને ભગવાનની નિર્જીવ કાયાને વંદન કર્યું.” એમ લખે છે. અમે તો શાસ્ત્રોનાં ચરિત્રોનાં મતાંતરોને બહુમાનપૂર્વક સ્વીકારીએ છીએ. માટે અમને તો વાંધો નથી પણ ચરિત્રોના મતાંતરોને સ્વીકારવામાં અસહિષ્ણુ નરેદ્રસાગરસૂરિજી પોતાના હાથે જ પોતાના માટે મુશ્કેલી ખડી કરી રહ્યા છે.
આગળ તેઓ લખે છે કે... “ભરત મહરાજે નિર્વાણ કલ્યાણકમાં ભાગ લીધો હતો એવું ગપ્પ મારનાર અગીતાર્થનો બચાવ કરવાનું રાખશો.” નરેન્દ્રસાગરજીનું માથું ઠેકાણે નથી લાગતું. અમારા ગીતાર્થે તો “ભરત મહારાજે નિર્વાણ કલ્યાણકમાં ભાગ લીધો હતો - એવી શાસ્ત્રીય વાત લખી છે, ગડું માર્યું નથી અને ત્રિષષ્ઠિ આદિના પાઠો આપીને નરેન્દ્રસાગરજીએ પોતે જ “શુદ્ધિપ્રકાશ' માં એ “ગ” સાચું હોવાનું સિદ્ધ કર્યું હતું. નવી ચોપડી લખતી વખતે અગાઉ લખેલી ચોપડીને ભૂલી જનારા આવા અસ્થિરમગજના આ આચાર્યશ્રી સાથે વધુ શી ચર્ચા કરવી?
“સેનપ્રશ્ન’ અને ‘પ્રશ્નોત્તર કર્ણિકા' ના “બ્રાહ્મી-સુંદરી વિવાહિતા હતા” એવા શાસ્ત્રીય સમાધાનની પાછળ પડી ગયેલા આ વિતંડાવાદી આચાર્યશ્રીને બ્રાહ્મી-સુંદરીને “બાલબ્રહ્મચારિણી' જ રાખવાની આકંઠ ઈચ્છા છે. પરંતુ વચમાંનો એક હજાર વર્ષનો હિસાબ ખોવાઈ ગયો હોવાથી સેનપ્રશ્નાદિને બોટા પાડવાની નરેન્દ્ર સાગરજીની મેલીમુરાદ સફળ બની નથી. આગમો, નિયુક્તિઓ, ચૂર્ણિઓ કે ટંકશાળી મહાપુરુષોનાં શાસ્ત્રોમાંથી “બ્રાહ્મી-સુંદરી બાલબ્રહ્મચારિણી હતા” એવું લખાણ તેઓ કાઢી શકતા નથી તો પછી નકામો બબડાટ શું કામ કરે છે? શાસ્ત્રકારોને ખોટા ઠરાવવાના પાપકૃત્યમાં રાચતા, પાપમતી નરેન્દ્રસાગરસૂરિજીની પૂ. સેન સૂ. મ. ને જુઠા ઠરાવવાની દુષ્ટવૃત્તિ, નીચતા, નાદાનિયત, રાસભવૃત્તિ અને તેમનો ભડકે બળતો ‘વિજય દ્વેષ' મેં બહાર પાડી દીધો તેથી ઢીલા પડીને હવે તેઓ પૂછે છે કે “છઘસ્થ મહાપુરુષોની રચનામાં કે સમાધાનોમાં ભૂલનો સંભવ ન જ હોય? તેની ટકોર કે નોંધ ન લેવાય?” અરે ભાઈ, છઘટ્ય મહાપુરુષોની રચનામાં ભૂલોનો સંભવ અને તેની નોંધ માટે કોઈ વિવાદ જ નથી. (શ્રી ધર્મસાગરજી મહારાજનો દાખલો તો તમારી નજર સામે છે.) અમારો વિરોધ તો પૂ. સેન સૂ. મ. ની સત્યવાતને જુઠાણાંમાં ખવવાની- “ચાંદા
૧૯૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક))