Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
(તે લખતાં ય દુઃખ થાય તેવું છે. પણ કિલ્લાનાં કમાડ અને હાથીના માથાવચ્ચેનું પ્રાણી બની રહેવામાં જ તમને આનંદ હોય તો બીજા કોઈ શું કરી શકે? સાનમાં સમજવા જેવું છે.
(આ જડગણિતજ્ઞ નરેન્દ્રસાગરજી તેમના ગણિત મુજબ ૧૪૨૫ અબજ ૬૦ કરોડ ફક્ત પુરુષો (સ્ત્રીઓ, બાળકો, તિર્યંચો અલગ) ને દ્વારિકાનગરીની અંદર અને બહાર વસાવવાની ભા હઠ લઈને બેઠા છે. કયા ગુરુકૂળવાસમાં રહીને તેઓ આવું તત્ત્વજ્ઞાન મેળવી આવ્યા છે. તેનો વિચાર વાચકો સ્વયં કરી લે. વરસો સુધી આટલી (ન.સા.એ. ગણી કાઢેલી) યાદવવંશી પુરૂષોની સંખ્યા બાર યોજનની દ્વારિકાનગરીની | અંદર અને બહાર કેવી રીતે જીવતી હતી તેનું સમાધાન તેઓ શોધી શક્યા નહિ એટલે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની ટીકાનો પાઠ આપીને તેઓ બાળવાની ઉતાવળ કરી રહ્યા છે.)
યદુવંશસમુદ્રન્દુ ની ચર્ચામાં ‘સાહિત્યપ્રસિદ્ધ' ને બદલે “સાહિત્યસિદ્ધ' છાપવાનો પ્રપંચ કરનાર નરેન્દ્રસાગરજીએ જે ઉન્મત્તપ્રતાપ કર્યો છે તે જોતા એમનું ખસી ગયું હોય તેમ લાગે છે. નરેન્દ્રસાગરજીની એ લવારાનો જવાબ આપવા કરતાં વાંચકોને બંને ચોપડી સાથે રાખીને જવાબ મેળવી લેવાની ભલામણ કરું છું. ખરેખર તો તેમની આખી “સર્ચલાઈટ ચોપડી આવા કાવતરાંઓથી ભરેલી છે. માટે પાચકોએ તેમની દરેક ખંડનની ચોપડીઓ, જેનું ખંડન કર્યું છે તે મૂળ પુસ્તિકા સાથે રાખીને જ વાંચવાની જરૂર છે. કારણ કે તેમણે પોતાની કાવતરાખોર વૃત્તિનો પરિચય તેમની ખંડનાત્મક ચોપડીઓમાં વધતેઓછે અંશે આપ્યો જ છે. “કલ્પસૂત્ર સુબોધિકા માં ઉક્ત ચ” વગેરે લખીને મૂકેલા શ્લોકો જોઈને આ ગમાર આચાર્યશ્રી મુંઝવણમાં મૂકાઈ ગયા. આવી રીતે શ્લોકો રજુ કરવાની સમર્થટીકાકારોની પદ્ધતિનો ખ્યાલ અભણ માણસને ન હોય અને તેથી મુંઝાઈ જાય - તે સહજ છે.
ચરિત્રોના મતાંતરો માટે વિવાદ હોતો જ નથી. “શ્રીનિશીથચૂર્ણિ” ના આધારે આપેલા જવાબને વાંચવા જેટલી પણ લાયકાત આ આચાર્યશ્રીમાં નથી. (દુષ્કાળમાં) “ઉપયોગી પશુઓનો પણ સંહાર થઈ જ ગયો હોય!” આવું ‘સર્ચલાઈટ' માં લખતી વખતે નરેન્દ્રસાગરજી, પોતે જ લખેલો “શુદ્ધિપ્રકાશ' ભૂલી ગયા છે. “શુદ્ધિપ્રકાશ' માં તેમણે જ આપેલા પ્રભાવક ચરિત્ર' ના પાઠમાં “શય્યાતર તૃણ (ઘાસ) શોધવા ગયો હોવા'' નું સ્પષ્ટ લખ્યું છે. નરેન્દ્રસાગરજીના હિસાબે ઉપયોગી પશુઓનો સંહાર થઈ જ ગયો હોવાથી બિનઉપયોગી પશુ માટે શય્યાતર તૃણ શોધવા ગયો હશે?
સરિદાયામગામિની' પદનો સાચો અર્થ હજી તમને કોઈએ બતાવ્યો નથી. “શ્ર હેમચંદ્ર સૂરિ મહારાજાએ ક્યા ગ્રંથમાં આસો-કારતકને શરદઋતુમાં ગણ્યા છે?” આવો સવાલ તમે તમારી “સર્ચલાઈટ’ માં મને પૂછયો છે, તેથી તમને “અભિધાનચિંતામણી' પણ આવડતો નહિ હોવાનો ખ્યાલ આવે છે. સંસ્કૃત ભાષાનું આટલું પ્રાથમિક જ્ઞાન પણ તમને નહિ આપીને, ગીતાર્થ મહાપુરુષો સામે શાસ્ત્રચર્ચામાં ધકેલી દેનારો તમારો પક્ષ, “ચઢ જા બેટા શૂલી પર' ઉક્તિ અનુસાર તમારો ઉપયોગ કરી જાય છે. – એનું તમને ભાન નથી. તમારી પાટાપીંડી ય તમારે જાતે કરવી પડે છે. લડયા કરવાના તમારા શખમાં આ બધું તમે વિચારતા નથી. હવે વિચારી જોવાની સલાહ ફરી “આપ્તભાવે આપું છું. તમારી આટલી જેતી થાય છે, તેમાં બીજા ભલે રાજી થાય, પણ તમને ય એમાં મઝા આવે છે? શ્રી સિદ્ધગિરિજીની યાત્રા ચોમાસામાં ન થાય – એ વાત ઉપર લડવામાં તમને આગળ ધરી દેનારા તમારા પક્ષના પાલીતાણા સ્થિત આચાર્યોની આખું પાનું ભરીને મુલાકાત હમૃણાં છાપામાં ('સંદેશ' તા. ૨૪-૧૧-૧૯૯૪) છપાઈ. મોટાભાગના આચાર્યોએ
(૧૯૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક))