Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
(મૂર્ખતાનું પ્રદર્શન હોંશે હોંશે કરે છે. “ભરત મહારાજા દોડતા અષ્ટાપદગિરિ ગયા' આ વાતના અનુસંધાનમાં નરેન્દ્રસાગરજીએ ઉપર મુજબ બફાટ કર્યો છે. ઉત્તમપુરુષો કે શલાકા પુરુષોનું પ્રસંગવશે કેવું વર્તન હોય છે તેનું જ્ઞાન આ શિશુ ને નથી. શ્રી ઋષભદેવ ભગવાનના નિર્વાણ પછી ભરત મહારાજાના કંદનો પ્રસંગ જે રીતે શ્રી ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્રમાં વર્ણવ્યો છે તે, અને તેવા જ બીજા પ્રસંગોને નરેન્દ્રસાગરસૂરિજી ધ્યાનથી વાંચી જાય તો આવો બફાટ કરવાનું માંડી વાળે. બીજાની સાચી વાતના આગ્રહને “એકાંતવાદ' કહીને વગોવનારા નરેન્દ્રસાગરસૂરિજી, પોતાની ખોટી પક્કડને વળગી રહેવા માટે “જ' કાર પૂર્વકના અસત્યવિધાનો કરવાની જડતા વહેલી તકે છોડી દે અને શાસ્ત્રીયવાતનું પ્રતિપાદન કરતાં ન આવડતું હોય તે શાસ્ત્રીયવાતમાં ચૂપ રહે. બધી વાતમાં બબડાટ કર્યા કરવાનું તેમના ગુરુઓ તેમને શીખવી ગયા હોય તોય એ કુટેવ તેઓ છોડી દે તે જરૂરી છે. (૧૨) “વળી ‘અષ્ટાપદગિરિ, અયોધ્યાનગરથી ૧રયોજન દૂર છે એવાત ખરી; પરંતુતે ૧૨ યોજન,પ્રમાણાંગુલે
લેવાનું કયા શાસ્ત્રના આધારે આ આચાર્યશ્રીએ નક્કી કર્યું? અને તે આચાર્યશ્રીના કહેવા પ્રમાણે જો ૪00 યોજનનો એક યોજન લઈએ તો અયોધ્યાથી અષ્ટાપદગિરિ કેટલા માઈલ દૂર થાય? તેનો ય વિચાર કર્યા
સિવાય આચાર્યશ્રીએ પ્રમાણાંગુલનો ગોળો કેમ ગબડાવ્યો હશે?” (પૃષ્ઠ 90) સમાલોચના : “લોકપ્રકાશ” ગ્રંથમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તે તે કાળમાં તે તે પુરુષના આત્માં લથી વાવડી, કુવા, તળાવ, નગરાદિના અંતર-માપ મપાય છે. ભરત મહારાજાનું આત્માંગુલ, પ્રમાણાંગુલના માપ જેટલું જ હતું. તેથી ભરત મહારાજા સમયમાં અયોધ્યાથી અષ્ટાપદગિરિનું બાર યોજનાનું અંતર પ્રમ ણાંગુલથી જ લેવું શાસ્ત્રીય છે. પૂ. આ. શ્રી રવિચંદ્ર સૂ. મ. સા. એ પ્રમાણાંગુલથી તે અંતર લેવાની વાત કરી તે એકદમ શાસ્ત્રીય છે. છતાં આ શાસ્ત્રીયવાત ન માનવાની હઠ લઈને બેઠેલા નરેન્દ્રસાગરસૂરિજી, શાસ્ત્રીયવાત સામે ઉપર મુજબ બાંયો ચઢાવી રહ્યા છે! પોતાના ગપપુરાણનો ગપગોળો પોતે ગબડાવી રહ્યા છે અને શાસ્ત્રીયવાત રજુ કરનારા મારા, પૂ. ગુરુદેવશ્રીને ગપગોળા ગબડાવનાર કહી રહ્યા છે. ધન્ય છે, નરેન્દ્રસાગરજી તમને ! તેમના મતે તો લોકપ્રકાશ ગ્રંથકારે પણ ગોળો ગબડાવ્યો કહેવાય. શાસ્ત્રીયવાત, શાસ્ત્રો અને શાસ્ત્રકારોની સામે પડવાનું વારસામાં મેળવીને આવેલા નરેન્દ્રસાગરસૂરિજીના શાસ્ત્રકારોની આશાતના કરવાના આ દુઃસાહસ બદલ તેઓની ભાવદયા ચિંતવવા સિવાય બીજો ઉપાય નથી. આ પ્રસંગથી નરેન્દ્રસ ગરજી, ફક્ત બીજાની વાતને તોડી પાડવા માટે શસ્ત્ર તરીકે લોકપ્રકાશ' ગ્રંથનો ઉપયોગ કરવા પૂરતો રસ ધરાવે છે, પરંતુ શાસ્ત્રીયજ્ઞાન મેળવવા માટે “લોકપ્રકાશ' ગ્રંથનો અભ્યાસ કરતા નથી-એ સ્પષ્ટ થાય છે. (૧૩) “800 યોજનનો એક યોજન’ એ ગણિતના હિસાબે ૧૨ x ૪ = ૪૮ એટલે આપણા ૪૮૦૦
વોજન થયા અને “ચાર ગાઉનો’ એક યોજન ગણીએ ૪૮ x ૪ = ૧૯૨૦૦ ગાઉ થયા ! અર્થાત્ આપણા ઉત્સધાંગુલે ૩૮૪00 માઈલ થયા !!” શું ભરત ચક્રવર્તી, રાત-દિવસ કા ઈપણ જોયા સિવાય, વિશ્રાંતિ લેવા કે થાક ખાવા થોભ્યા સિવાય સતત એકધારૂં ૩૮૪00 માઈલ દોડયા જ કર્યું હશે? પવનવેગી સાંઢણી કે ઘોડો હોય તો તે પણ એકધારું ૩૮ હજાર ૪૦૦ માઈલ દોડી શકે ખરો? કે - વચ્ચે જ પ્રાણ પંખેરૂ ઉડી જાય?” આચાર્યપદે આરૂઢ થયેલા તે નવામતી આચાર્યશ્રીએ - “આ હું જવાબ આપું છું તે બરાબર છે? યુક્તિ સંગત છે? કોઈને ગળે ઉતરે તેમ છે? આ જવાબ કોઈ | માનશે ખરું?” એટલો ય વિચાર કર્યો હોય તેવું જણાતું નથી.” (પૃષ્ઠ. ૭૧)
૧૬૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક))