Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સમાલોચના : આચાર્યપદે આરૂઢ થયેલા આ અજ્ઞાન “શિશુ નરેન્દ્રસાગરજીએ “આ હું જે લવારો કરું છું તે બરાબર છે? યુક્તિસંગત છે? શાસ્ત્રીય છે? કોઈને ગળે ઉતરે તેમ છે? આ લવારો કોઈ માનશે ખરું?” એટલો ય વિચાર ઉપર મુજબનો લવારો કરતી વખતે કર્યો હોય તેવું જણાતું નથી. “ભરત ચક્રવર્તીના સમયમાં અયોધ્યાથી અષ્ટાપદગિરિનું બાર યોજનાનું અંતર ઉત્સઘાંગુલથી લેવાનું છે.” એવી પોતાની શાસ્ત્રદ્રોહી, શાસ્ત્રવિરુદ્ધ, મનસ્વી, કપોલકલ્પિત, ઉદ્ધત, યુકિતશૂન્ય, અનુપાસિત ગુરુકૂળવાળી, શાસ્ત્રઉત્થાપક માન્યતાને સિદ્ધ કરવા માટે નરેન્દ્રસાગરસૂરિજીએ લાંબુ ગણિત અને તરંગી તર્કો કરવાનો ભારે શ્રમ લીધો છે. તેમના આ ભવવર્ધક ઉત્સાહ બદલી કર્મરાજા તેઓને માફ કરે તેવી ભાવના સિવાય આપણે વધુ શું કરી શકીએ? ૫૦૦ ધનુષ્ય ઉંચી કાયાવાળા ભરત મહારાજાના ડગલા એટલા લાંબા પડતા હોય છે કે નરેન્દ્રસાગરજીએ ગણી કાઢેલા મા લો દોડીને પસાર કરવામાં તેમને થાક ખાવાની જરૂર પડે નહિ. નરેન્દ્રસાગરજી શિશુ હોવાથી તેમને આવા બધા વિચારો આવ્યા કરે છે. (૧૪) “જેઓ “મરતચક્રવર્તી દોડતા દોડતા એકલા ગયા” નું અને નિર્વાણ કલ્યાણકમાં ભાગ લીધો હોવા
નું બેધડક જુઠું લખે તેઓની શાસ્ત્રવફાદારી કઈ જાતની? તે સુજ્ઞવાચકોએ વિચારવું” (પૃષ્ઠ - ૭૩) સમાલોચના: મ રા પૂ. ગુરુદેવશ્રીએ પ્રશ્નોત્તરકર્ણિકા' માં “ભરત ચક્રવર્તી દોડતા ગયા” નું લખ્યું છે. (જે શાસ્ત્રીય જ છે.) “એકલા ગયા” નું તેઓશ્રીએ લખ્યું જ નથી. નરેન્દ્રસાગરજી અહીં મૃષાવાદ સેવે છે. “ભરત ચક્રવર્તી દોડતા દોડતા એકલા ગયા” એવું વાકય પ્રશ્નોત્તરકર્ણિકા' માંથી કાઢી આપવાનું નરેન્દ્રસાગરજીને મારું જાહેર આમંત્રણ છે. શાસ્ત્રીયવાતનું ખંડન કરવાની ખલતામાં રાચતા અનાડી-ખંડનકારો બીજું મહાવ્રત યાદ રાખી શકતા નથી-એ વાત તમે વધુ એકવાર પૂરવાર કરી છે. અને “નિર્વાણ કલ્યાણકમાં ભાગ લીધો' તેવી પૂ. પ્રશ્નોત્તરકર્ણિકાકારશ્રીની વાત પણ શ્રી આવશ્યકસૂત્ર-ટીકા, શ્રી ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર આદિ શાસ્ત્રોના આધારે શાસ્ત્રીય જ છે. છતાં આ વાતને “બેધડક જ માનનારા તમારી આ તે કેવી ઉસૂત્રવફાદારી છે નરેન્દ્રસાગરજી? પક્ષષ અને વ્યક્તિદ્વેષને પોષવા માટે તમે કેટલી હદે જઈ શકો છોતેનો નમૂનો છે. પલની વફાદારી માટે શાસ્ત્રને બેવફા બનવાનું તમને બહુ ગમે છે? (૧૫) “સુજ્ઞવાચકો! વિચારશો કે જો ભારતની સાથે સુંદરીનો વિવાહ (લગ્ન) થયો જ હોય તો ભરતચક્રી,
સુંદરીની ઇચ્છાને આધીન થાય કે પોતાની ઈચ્છાને આધીન સુંદરીને બનાવે?” (પૃ.-૭૫) સમાલોચના : સુવાચકો આગળ પોતાની હીનવૃત્તિ વધુમાં વધુ પ્રગટ કરવાનો નરેન્દ્રસાગરસૂરિજીનો ઉત્સાહ ભારે બળો છે ! ભરત મહારાજા જેવા મહાસભ્યદૃષ્ટિ આત્માને હડહડતો અન્યાય કરતું અને તેમની બદનામી કર તું નરેન્દ્રસાગરસૂરિજીનું ઉપરનું લખાણ અક્ષમ્ય છે. એકબાજુ આપણા સક્ઝાયકારો “ મનમેંહી વૈરાગી ભરતજી, મનમેં હી વૈરાગી” કહીને ભરત મહારાજાની માનસિક ઉત્તમતા અને નિર્લેપતાના ભારોભાર વખાણ કરે છે. જયારે નરેન્દ્રસાગરજી ઉપરના લખાણમાં ‘ભરત મહારાજા સુંદરીની દીક્ષા લેવાની ઈચ્છાને આધીન ન થાય, પણ સુંદરીને સંસારમાં રાખવાની પોતાની (1) ઈચ્છાને આધીન સુંદરીને બનાવે એવી અઘટિત કલ્પના રજુ કરીને પોતાની ક્ષુદ્રતા, હીનવૃત્તિ અને અક્કલહીનતાનું પ્રદર્શન કરે છે.
શાસ્ત્રકારો કહે છે કે આ વચન સાવદ્ય કહેવાય અને આ વચન નિરવદ્ય કહેવાય એટલી પણ ખબર ન પડતી હોય તેવા આત્માએ મૌન જ રાખવું જોઈએ.” “ના હું તો ગાઈશ જ” એવી હઠ રાખનારા નરેન્દ્રસાગરસૂરિજી શાસ્ત્રકારોની આ આજ્ઞાનું પાલન કરી શકતા નથી.
(વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬
: ૧૬૯