Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શબ્દથી દશદિવસ પછીનું સ્નાન લેવાની વાત કદાગ્રહી સિવાય કોઈ કરે નહિ. કારણ કે એ સ્નાન પછી પૂજા થાય કે નહિ- એવો પ્રશ્ન તો કોઈ મૂર્ખ પણ પૂછે નહિ. પ્રશ્ન પૂછનારનો આશય, તે પહેલાં પૂજા થાય કે નહિ - એમ જ હોય, અને તેનો જ જવાબ સેનપ્રશ્નમાં સ્પષ્ટ છે. પૂ. આ. શ્રી સેન સૂ. મ. જે વા પ્રામાણિત, પરમગીતાર્થ, ભવભીરૂ પૂર્વાચાર્યના “સેનપ્રશ્ન”ના સમાધાન મુજબ ચાલવું. એપ્રત્યેક આત્મલક્ષી આરાધકોનું પરમ કર્તવ્ય છે. પૂ. સેન સૂ મ. ને “અન્યાયી ગચ્છનાયક' તરીકે ગણનારા નરેન્દ્રસાગરજીને ધ્યાનમાં લેવાની જરૂર નથી.
(નરેન્દ્રસાગરજીની “સૂતકવિચાર’ ચોપડીના ૪૮ માં પાને છાપેલ સં. ૧૫૧૭ની સાલની ‘કલ્પસૂત્ર બાલાવબોધ' નામની હસ્તલિખિત પ્રતના અવતરણમાં “સેનપ્રશ્નનું નામનિશાન નથી. કદાગ્રહી નરેન્દ્રસાગરજીનું હસ્તલિખિત પ્રતના નામે ચલાવેલું આ હડહડતું જુઠ્ઠાણું છે. આવું જ જુઠ્ઠાણું પૂ. આત્મારામજી મ. ના નામે પણ આ નાદાન “શિશુ એ ચલાવ્યું છે. “શુદ્ધસામાચારી પ્રકાશ ઉત્તર” માં પૂ. આત્મારામજી મહારાજે સૂતકમાં પ્રભુપૂજાનો નિષેધ કર્યો જ નથી. પૂ. આત્મારામજી મહારાજના “તત્ત્વ નિર્ણયપ્રાસાદ' નામના ગ્રંથના પૃ. ૩૧૮ ને આગળ કરીને નરેન્દ્રસાગરજી સૂતકમાં પ્રભુપૂજાનો નિષેધ કરે છે. તે પાનાનું લખાણ વાંચો: “અપરં ચ યે પચ્ચીસ વા સોલાં સંસ્કાર પ્રાયઃ સંસારવ્યવહારમેં હી દાખિલ હૈ, ઓર જેમ કે મૂલ આગમ મેં તો નિઃ કેવલ મોક્ષમાર્ગકા હી કથન હૈ, ઔર જહાં કહીં ચરિતાનુવાદરૂપ સંભારવ્યવહારકા કથન ભી હૈ તો, ઐસા હૈ કિ......... (અહીં સંસારવ્યવહારનું વર્ણન કર્યું છે. પછી) ઈતના વિધિ ગૃહસ્થવ્યવહારાદિકકા શ્રી આચારાંગ, વિવાહપ્રજ્ઞપ્તિ (ભગવતી), જ્ઞાતાધર્મકથા, દશાશ્રુત કંધ કે આઠમે અધ્યયનાદિ મેં ચરિતાનુવાદરૂપ પ્રતિપાદન કરા હૈ. તિર્થકર કે જન્મ હુએ તિન કે માતાપિતા જે કિશ્રાવક થે, તિનોંને ભી યહ પૂર્વોક્તવિધિ કરા હૈ. ઈસ વાસ્તે મૂલ આગમોમેં ચરિતાનુવાદ કરકે ગૃહસ્થ વ્યવહારકા વિધિ સૂચન કરા હૈ પરંતુ વિધિવાદ મેં કથન કરા હુઆ હમકો માલુમ નહિ હોતા હે.' અહીં પૂ. આત્મારામજી મહારાજે “શાસ્ત્રોમાં સૂતકનું વર્ણન ચરિતાનુવાદરૂપ છે, વિધિવાદથી નથી''- એવી ચોખી સ્પષ્ટતા કરી છે. છતાં તેમના નામે નરેન્દ્રસાગરજી જૂઠ-પ્રપંચ ખેલે છે. શાસ્ત્રો અને શાસ્ત્રકારોના નામે ખોટી રીતે સૂતકમાં પ્રભુપૂજા બંધ કરાવવાના મહાભયંકર પાપકૃત્યમાં ખાઈપીન લાગી પડેલા નરેન્દ્રસાગરજી સ્થાનકવાસીના ભાઈબંધની જેમ વર્તી રહ્યા છે. સ્થાનકવાસીઓ, મૂલ આગમમાં પ્રભુપૂજાનો ઉલ્લેખ નથી- એમ કહીને પ્રભુપુજાનો નિષેધ કરે છે, જયારે નરેન્દ્રસાગરજી, શાસ્ત્રોમાં સૂતકપ્રરાંગે પ્રભુપૂજાનો નિષેધ કરેલો ન હોવા છતાં, શાસ્ત્રના નામે, પ્રભુપૂજાનો પ્રતિબંધ મૂકવાની હઠ લઈને બેઠા છે. આ બંનેમાંથી એકેયને આપણે સારા કહી શકીએ નહિ.)
ભાદરવા સુદ આઠમના બહેનોના સંવત્સરી પ્રતિક્રમણ અંગેના પ્રશ્નોત્તરમાં, પ્રશ્નોત્તરકર્ણિકા પુસ્તક બહાર પડયા પછી, અનેક સુધારા ભેગો આ પ્રશ્નનો સુધારો પણ પૂ. પ્રશ્નોત્તરકારશ્રીના પરમગુરુદેવે સુચવ્યો હતો, તેથી આ વિતંડાવાદી આચાર્યશ્રી ખુબ જ નારાજ થઈ ગયા. સ્વ. પ્રશ્નોત્તરકારશ્રીના ગુરુદેવ વિ. સં. ૨૦૪૭માં કાલધર્મ પામેલા. તે પછી બે વર્ષે (વિ. સં. ૨૦૪૯માં) નરેન્દ્રસાગરસૂરિજીએ શુદ્ધિપ્રકાશ' પાથર્યો. છતાં નરેન્દ્રસાગરસૂરિજી લખે છે કે “મારા “શુદ્ધિપ્રકાશ' પછી જ તમારા પરમગુરુદેવશ્રીએ સુધારો સૂચવ્યો !” એમ લાગે છે કે નરેન્દ્રસાગરજી પાસે અમારા પરમગુરુદેવશ્રીનું સ્વર્ગવાસ પછીનું સરનામું હશે, તે સરનામે તેમણે પોતાનો “શુદ્ધિપ્રકાશ' મોકલ્યો હશે, અમારા પરમગુરુદેવશ્રીએ એ વાંચીને, અમને સુધારો સૂચવ્યાની જાણ નરેન્દ્રસાગરજીને કરી હશે અને તેથી જ નરેન્દ્રસાગરજી “જ' કાર પૂર્વક કહી શકે છે કે તેમના
૧૮૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક))