Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૨૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
-
તે જ સફળ છે. અન્યથા તે અનિષ્ટનું કારણ બને છે એ યાદ રાખ્યા વિના ચાલે એમ નથી. વર્તમાનમાં ચાલી રહેલી એ પ્રવૃત્તિઓ કેટલી શાસ્ત્રાનુસારી છે એ વિચારવાની ઘણી આવશ્યકતા છે. અને તદુખમય આ સંસારથી મુકત બની અનંતસુખમય મેક્ષપ્રાપ્તિને એકમાત્ર 6પાય દર્શાવીને આપણી ઉપર કરેલા અનુગ્રહનું મૂલ્ય સમજયા વિના દેવાધિદેવની પૂજા-સેવા તેઓશ્રીની પરમતારક આરામુજબ કરી શકાય એ શકય નથી. .
શ્રી વીતરાગ પરમાત્માએ આપણી ઉપર અસીમ અનુગ્રહ કર્યો છે. આવા વિષમકાળમાં તેઓશ્રીની અગાધ કૃપાથી આપણે સુખમય દેખાતા પણ સંસારની અસારતા સમજીને અંશત: પણ મોક્ષમાર્ગની પરમતારક સાધના કરવા શકિતમાન બન્યા છીએ. પરમકૃપા દેવાધિદેવે પુણ્યથી મળેલા સુખને છોડવાનું અને પાપથી મળેલા દુખને મજેથી વેઠવાનું આપણને શીખવાડયું છે. વર્તમાનના વિષમ વાતાવરણમાં. પણ આપણે શાંતિ અને સમાધિને અનુભવ કરી શકતા હોઈએ તે એ બધે પ્રભાવ પરમતારક શ્રી તીર્થકર ભગવંતના પરમતારક શાસનને છે. આવા જયવંતા શ્રી જિનશાસનને પ્રાપ્ત કરી શ્રી જિનેશ્વરદેએ ઉપદેશેલા પરમતા ક માર્ગે ચાલવામાં આપણા સૌનું હિત છે.
દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ સર્વવિરતિધર્મને આરાધવા ગમે તે કારણે સમર્થ ન થઈ શકનારા શ્રાવકશ્રાવિકાદિને શકિત મુજબ ત્રિકાળપૂજા કરવાનું શાસ્ત્રકાર પરષિએ ફરમાવ્યું છે, જે કરવા પાછળ સર્વવિરતિ ધર્મની પ્રાપ્તિ માત્ર એક જ ભાવ રહેલે હેય છે. સવારે સૂર્યોદય બાદ, બપોરે મધ્યાહુનકાળે અને સાંજે સૂર્યાસ્ત પર્વ સંધ્યા સમયે કરાતી પૂજાને ત્રિકાળ પૂજા અથવા વિધ્યપૂજા કહેવાય છે.
સામગ્રીસમ્પન ઋધિમાન શ્રાવિકાદિએ પૂજા કરવા માટે પિતાની પરિસ્થિતિને અનુકુળ એવા આ બરપૂર્વક પરમતારક શ્રી જિનાલયે જવું જોઈએ. સુંદર વછ વસ્ત્રોનું પરિધાન કરી શ્રી જિનાલયમાં પ્રવેશ કરતાં પૂવે, પોતાની પાસેનાં પુષ્પ, તાંબૂલ કે શસ્ત્ર વગેરેનો તેમજ પગના જોડા વગેરેને ત્યાગ કરી તેમજ સુગટ સિવાયના અલંકાને ધારણ કરી; એકજ વઅને ખેસ ધારણ કરી પરમતારક પ્રતિમાજીનાં દર્શન થતાં “નમે જિણાણું” (શ્રી જિનેશ્વર ભગવંતેને નમસ્કાર થાઓ) આ પ્રમાણે બોલીને શ્રી જિનાલયના મુખ્ય પ્રવેશદ્વારે નિસાહિ નિસાહિ નિસીહી (દેરાસરના કાર્ય સિવાય ગૃહસ્થપણાના સમગ્ર પાપવ્યાપારને ત્યાગ થાઓ) આ પ્રમાણે બેલીને પુરૂષોએ દેરાસરની જમણી બાજુથી અને સ્ત્રીઓએ ડાબી બાજુથી શ્રી જિનાલયમાં પ્રવેશ કરે.
આ રીતે શ્રી જિનાલયમાં પ્રવેશ કરી કાળ અનાદિ અનંતથી, ભવભ્રમણને નહિ પાર; તે ભવભ્રમણ નિવારવા, ઘઉં પ્રદક્ષિણ ત્રણ વાર ઈત્યાદિ ' ભાવનાથી ભાવિતા