Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005552/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કોટિલીય અર્થશાસ્ત્ર દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ, (ઈન્દ્રિયજય- આધારિત રાષ્ટ્રજીવન) વ્યાખ્યાન-કર્તા પ્રા.નીતીન ૨. દેસાઈ લા.દ.ગ્રંથશ્રેણી : ૧૪૬ પ્રધાન સંપાદક જિતેન્દ્ર બી. શાહ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ-૩૮૦ ૦૦૯ Jain Education intensallonal For Parsonal & Private Use only Page #2 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મૃતિ-વ્યાખ્યાનમાળા : ૨૦૦૪-૨૦૦૫ કોટિલીય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ (ઇન્દ્રિયજય-આધારિત રાષ્ટ્રજીવન) વ્યાખ્યાન-કર્તા નીતીન ૨. દેસાઈ (પૂર્વાધ્યક્ષ : સંસ્કૃત વિભાગ, શ્રી હ.કા. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ) મુખ્ય સંપાદક જિતેન્દ્ર બી. શાહ भारतीय इलपतमा ગ ( विधामंकि अहमदाबाद લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ-૩૮૦ ૦૦૯ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ લા. દ. શ્રેણી: ૧૪૬ કૌટિલીય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ (ઇન્દ્રિય-આધારિત રાષ્ટ્રજીવન) વ્યાખ્યાન-કર્તા નીતીન ૨. દેસાઈ મુખ્ય સંપાદક જિતેન્દ્ર બી. શાહ પ્રકાશક જિતેન્દ્ર બી. શાહ નિયામક શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ © લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર પ્રથમ આવૃત્તિ ઃ ૨૦૧૦ પ્રતઃ ૫૦૦ ISBN 81-85857-28-8 કિંમત : રૂા. ૫૦૦/ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ સાદર સમર્પણ શીલસમન્વિત ગુણજ્ઞ સુવિદ્વાનું, નિત્યપ્રેરક મોટાભાઈ ડૉ. નગીનભાઈ જી. શાહને (પૂર્વનિયામક. લા.દ. ભા. સંસ્કૃતિ વિદ્યામંદિર) નિત્યજાગૃત વિદ્યાપ્રહરી, વિદ્યાગુણવત્સલ મૂર્ધન્ય શ્રોતા, પરમસખા પ્રા. ડૉ. લગ્નેશભાઈ વ. જોષીને (પૂર્વાધ્યક્ષ : સંસ્કૃત-વિભાગ, ગુજરાત યુનિવર્સિટી) મુખ પર તરવરતી સ્થિર વિદ્યારુચિથી શોભતા અનેક વડીલો, મિત્રો, સ્વજનોરૂપ શ્રોતૃગણને વિનીત હદયે વિદ્યાસંવર્ધક મંત્રીઓને નિત્ય ઝંખતો નીતીન દેસાઈ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈની સ્મૃતિમાં આયોજિત વ્યાખ્યાનમાળામાં સને ૨૦૦૪-૦૫માં સંસ્કૃત સાહિત્ય અને ભારતીય દર્શનના આરૂઢ વિદ્વાન શ્રી નીતિનભાઈ ૨. દેસાઈને ત્રણ વ્યાખ્યાન આપવા આમંત્રિત કર્યા હતા. તેમણે કૌટિલીય અર્થશાસ્ત્ર : દાર્શનિક અને સાંસ્કૃતિક પરીક્ષણ' એ વિષય ઉપર ત્રણ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપ્યા હતા. આ વ્યાખ્યાનો વિદ્વાનોએ આવકાર્યા હતા. તે વ્યાખ્યાનોને અહીં ગ્રંથરૂપે પ્રકાશિત કરતા અમે અત્યંત હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિનું એક અણમોલ રત્ન છે. આ ગ્રંથે ભારતીય ચિંતનને એક નવી દિશા આપી છે, પરંતુ તેનું સાચું મૂલ્યાંકન અદ્યાવધિ થયું નથી, તેથી પ્રા.નીતિનભાઈ દેસાઈએ આપેલો વિષય અમે તરત જ સ્વીકારી લીધો હતો. આ ગ્રંથમાં મૂલ્યવાન ચિંતન સમૃદ્ધિ છે, ઉપરાંત વિચારશક્તિ અને નિર્ણયશક્તિ ખીલે તેવી અનેક બાબતો છે. તેને દાર્શનિક અને સાંસ્કૃતિક એમ બે દૃષ્ટિકોણથી મૂલવવાનો પ્રયાસ પ્રસ્તુત ગ્રંથમાં કરવામાં આવ્યો છે. નીતિનભાઈ કૌટિલ્ય વિરચિત અર્થશાસ્ત્રના ઊંડા અભ્યાસુ છે અને અનેકવાર પ્રસ્તુત ગ્રંથનું પારાયણ કર્યું છે. તેઓ સ્વયં લખે છે કે નબળો-નબળો તો એ તારા ચરણનો ઉપાસક વિદ્યાર્થી છું અર્થાત્ તેઓ કૌટિલ્યના ચાહક છે. છતાં આ અધ્યયનમાં તેમણે માત્ર કોટિલ્યનું ગૌરવગાન નથી કર્યું, નિષ્ઠાપૂર્વક ચિંતન કર્યું છે. ચિંતન અને મૂલ્યાંકનમાં સમગ્રતા અને સચ્ચાઈ આવે તે માટે સંપૂર્ણ જાગૃત રહ્યા છે, તેથી કૌટિલ્યને જાણવા અને સમજવાની નવી દષ્ટિ આ ગ્રંથમાં જોવા મળે છે. આ માટે સંસ્થા તેમની આભારી છે. આ ગ્રંથ જિજ્ઞાસુઓને અને અધ્યેતાઓને ઉપયોગી થશે તેવી અમને શ્રદ્ધા છે. ગ્રંથ પ્રકાશનમાં સહયોગ આપનાર તમામનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમદાવાદ જિતેન્દ્ર બી. શાહ ૨૦૧૦ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા કોટિલીય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ (નોંધ : આ અનુક્રમણિકાની પુરવણીરૂપે દરેક શીર્ષક નીચેની સામગ્રીના ફકરાઓમાં, ચર્ચાતાં વિષયાંગો સૂચવતા શબ્દો ગાઢા કાળા અક્ષરોમાં છાપ્યા છે. એવા શબ્દો પાંચ-સાત લીટીમાં પણ ફેલાયેલા હોવા સંભવ છે. દરેક વ્યાખ્યાનના લખાણમાં મુખ્ય શીર્ષક લીટીની મધ્ય અને પેટા-શીર્ષક ડાબા હાથે મૂક્યું છે.) (U વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ . (પૃ. ૧થી ૬૦) શીર્ષક પૃ. ક્રમાંક 'એકત્વપ્રાર્થના પુણ્યસ્મરણ શાસ્ત્રજ્ઞાન જીવનપોષક કઈ રીતે બને ? માનવજીવનમાં રાજનીતિનું સ્થાન કૌટિલ્ય : ઉપલબ્ધ તથ્યો અને પ્રતિભા-પરિચય કૌટિલીય “અર્થશાસ્ત્ર' : પરિચય ૧૫ -શીર્ષક ૨૫ ४८ ૫૩ -ગ્રંથનો વિષયક્રમે -“અર્થશાસ્ત્રની રજૂઆતશૈલી અને ભાષાશૈલી • વાદશૈલી વસ્તુલક્ષિતા ભાષાશૈલી મૌલિકતા અર્થશાસ્ત્ર'નાં સંપાદનો, અનુવાદો ટિપ્પણો : વ્યાખ્યાન પહેલું ૫૪ ૫૫ ૫૫ ૫૮ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૯૦ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય (પૃ. ૬૧થી ૧૩૬) દર્શનતત્ત્વની ઓળખ • (૧) અનન્ય બુદ્ધિનિષ્ઠા • (૨) કેળવણી-વિચાર (૩) રાજપદયોગ્ય બૌદ્ધિક વિદ્યાઓ • (૪) કર્મ-દૈવ-વિભાગ-બોધ (પુરુષાર્થ અને પ્રારબ્ધ) (૫) નરવું અર્થદર્શન • (૬) લોકપૂજા – લોકપૂજકતાસૂચક ગ્રંથગત પ્રમાણો • (૭) રાષ્ટ્રજીવન અને રાજનીતિની કર્મયોગરૂપતા • (૮) નિર્વસ્ત્ર કે વત્ત રામ • (૯) સપ્ત-પ્રકૃતિ, રાજમંડલ, પાગુષ્યની દાર્શનિક ભૂમિકા – સપ્ત-પ્રકૃતિ – રાજમંડલ - षाड्गुण्य • ટિપ્પણો : વ્યાખ્યાન બીજું ૧/૨ , , ૧૦૭ ૧૧૨ ૧૧૫ ૧૧૯ ૧૧૯ ૧૨૭ ૧૩) ૧૩૨ ૧ ૩૮ ૧૩૮ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા (પૃ. ૧૩૭થી ૩પદ) રાજર્ષિ : શીલ અને દિનચર્યા (વૃત્ત) – શીલજન્ય ગુણો – દિનચર્યા સંસ્કૃતિ એટલે શું ? (૧) કાયદો-વ્યવસ્થા જાળવનારું રાષ્ટ્રવ્યાપી વહીવટીતંત્ર (૨) રાજધાનીનું નગર-નિયમન-તંત્ર ૧૫૧ ૧૬ ૨ ૧૬૬ • ૧૭૯ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ \ = U • (૩) અર્થતંત્ર – આર્થિક ભ્રષ્ટાચારોનું નિયમન – કરનીતિ ગુપ્તચરતંત્ર ૨૩૫ • (૫) ન્યાયતંત્ર ૨૫૯ – ત્રીજા (ધર્મસ્થીય) અધિકરણની સામગ્રી ૨૭૨ – ચોથું અધિકરણ : સ્થાયી રાષ્ટ્રબોધકોનું નિવારણ (ટશોધન) ૨૮૫ • (૬) પરદેશ-નીતિ ૩૦૬ – યુદ્ધની અનુભવાશ્રિત સર્વાગી વિચારણા – જિતાયેલા રાષ્ટ્રમાં સર્વાગી શાંતિસ્થાપના • (૭) ગણતંત્ર-ચિંતન • (૮) આદર્શરૂપ રાજકીય પત્રો ૩૨૪ • (૯) “અર્થશાસ્ત્ર અને આધુનિક રાજનીતિ ૩૨૯ (૧૦) શ્રોતાઓના પ્રશ્નો ૩૩૪ ટિપ્પણો : વ્યાખ્યાન ત્રીજું ३४८ પરિશિષ્ટ ૩૫૩ છ છ ૩૨૦ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ આરોહણ-અવસરે સ્વસ્તિવચનો (ભૂમિકા) અવિચારિતાથી અનર્થને જ પ્રાયઃ નોતરે તેવા અર્થ (ધન) પાછળ “ધોડ્યા જતા' માનવપૂરમાંથી તરીને, આત્મબળ અને હૃદયબળમાંથી નક્કર, અભંગ પ્રેરણા પામીને, શ્રવણ-મનનનિદિધ્યાસન થકી જીવનને મહિમાયુક્ત આરોહણના અવસર તરીકે ઉજવવા માગનારા, આવા જ્ઞાનના રસિયા વિરલા જીવનશૂરોને અભિનંદન અને આવકાર. એમનાં ઉત્સાહ અને ધૈર્ય અખંડ રહે તે માટે યથામતિ સૂઝતા આ બે બોલ. એકલદોકલ મનુષ્ય ભલે ભૂલી-ભટકી જાય, પણ સરવાળે આખી માનવજાત માટે તેમ થવું ન સંભવે” (Man can mistake, but not the mankind) – એવી એક ઉક્તિ વર્ષો પહેલાં વાંચ્યા ભેળી મારે માટે શ્રદ્ધય બની ગઈ. એમાં મનુષ્ય માંહે પડેલી અસલ સામાજિકતા નવાજાઈ છે. રચનાત્મક સંબંધ જાળથી ગૂંથાયેલા ઠરેલ જનસમુદાય કે સમાજ માટે જ પ્રયોજાયેલો ‘મહાજન' શબ્દ પણ ઉક્ત અભિપ્રાયનો સુસ્પષ્ટ પડઘો પાડે છે. જેમ દ્રવ્યની શુદ્ધિ તેને તડકે નાખીને કરીએ છીએ, તેમ તે-તે વિદ્યાના મૂલ્યની ચકાસણી અને શુદ્ધિ આ ‘મહાજન' વચ્ચે જે-તે વિદ્યાને ભરી-ભરી નમ્રતા સાથે વિધિપૂર્વક રજૂ કરવા થકી થાય છે. એ ન્યાયે જીવનમાં યથાશક્તિ-યથામતિ રસથી સંઘરેલા જ્ઞાનને છેક અંદના, પણ વિચારશીલ એવા આદમી સમક્ષ એની ભૂમિકા અને જ્ઞાતિ પરિભાષા મુજબ મૂકતા રહેવાનું ગમે છે; બબ્બે કર્તવ્યરૂપ લાગે છે. એમ કરતાં એ માનેલા જ્ઞાનની શી વલે (શા હાલ) થાય છે તે ચકાસવું પણ ગમે છે. આપણા આધુનિક બે મહાપુરુષોએ (સ્વામી વિવેકાનંદ અને ગાંધીજીએ) પ્રજા માટે ‘જનતા-જનાર્દન' બિરુદ તરતું કરીને મોટો ઉપકાર કર્યો છે. અધ્યાપનકાળની શરૂઆતમાં જ નિમિત્તવશાત્ કૌટિલ્યના વિચાર-જગત્ વિષે રસ અને આદરથી વાંચેલું. વર્ષો પછી અધ્યાપનનું અન્ય નિમિત્ત ઊભું થતાં કૌટિલ્યના ‘અર્થશાસ્ત્રનું અધ્યાપન અનુસ્નાતક-કક્ષાએ કુતૂહલથી અને પરમ આદરથી સ્વીકાર્યું. રસ પોષાતો ગયો. કૌટિલ્યમાં એકંદરે વ્યવહારુ, પણ ખૂબ શાણો ને છાતીવાળો ચિંતક વરતાયો. તે-તે માનવીય સમસ્યાથી ભાગવું કે થાકવું નહિ એવી એમની તાસીર, ગ્રંથમાંની દમનકારી, નિયમનકારી રાજકીય, વહીવટી કક્ષાની ખીચોખીચ ભરેલી અનેક અટપટી વિગતો વચ્ચે આ મહામનીષીનાં અતિ-ઉચ્ચ જીવનમૂલ્યો પણ ગૂંથાયેલાં જોઈને સાનંદ આશ્ચર્ય અનુભવ્યું; બલ્ક ભ્રમભંજન થયું. કવિવર ભવભૂતિએ લોકોત્તર વિભૂતિઓની ચિત્તવૃત્તિઓને ‘વજથી પણ કઠોર' અને છતાં ‘પુષ્પથી પણ કોમળ' કહી છે, તે વાત કૌટિલ્યમાં સાકાર થઈ. એટલે મને કોઈક જિજ્ઞાસુ-સમુદાયમાં શીઘ્રવક્તવ્ય રૂપે પણ આ જીવનવીરના વિચારવૈભવની વાત કરવી ગમતી. “કૌટિલ્ય વિષે બોલવા જેવું તો છે ગાંધીનગરમાં એવો વિચાર ધૃષ્ટ મનને વારંવાર આવેલો; ને ખરેખર ગાંધીનગરમાં જ બોલવાનો અવસર અનાયાસ આવ્યો – અલબત્ત, “રાજધામમાં નહિ, પણ “અક્ષરધામ'માં ! For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ વિદ્યામંદિરના નિયામક સ્નેહી મિત્ર શ્રી જિતેન્દ્ર શાહ સાથે વાતવાતમાં જ “સંગોષ્ઠી'ના વાર્તાલાપ માટેના નિમંત્રણ અન્વયે વિષય તરીકે મેં ‘અર્થશાસ્ત્ર' પર જ પસંદગી ઉતારી. ત્યાં બે દિવસ બાદ, બહુ જ અનુરૂપ રીતે, એમણે આ વિષય માટે વધુ સમયવિસ્તાર ફાળવવાનું ઉપકારક ગણી વિદ્યામંદિરની શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મૃતિ વ્યાખ્યાનમાળા'નાં ત્રણ વ્યાખ્યાન રૂપે આ વિષય નિરૂપવા સૂચવ્યું; મને તરત જ વાત યોગ્ય પણ લાગી, અને એ વિષય માટેનો મારો ભક્તિપૂર્ણ ઉત્સાહ પણ મદદે આવ્યો. તેથી, કેવળ લોકાભિમુખ મૃદુ હૃદયથી કર્તવ્ય રૂપે જ એ વાત સ્વીકારી. વચ્ચેનો સમય તો ટૂંકો હતો, છતાં આ ઇષ્ટ વિષયને સર્વહૃદયગ્રાહી સ્વરૂપે નિરૂપવા માટેનો વિશિષ્ટ આકાર પણ તરત જ સૂઝયો અને વ્યાખ્યાનમાળાની ઉચ્ચતા જળવાય એવો દેઢ આત્મવિશ્વાસ પણ, ઊલટભર્યા અધ્યાપનયત્નની સુદઢ ભૂમિકાએ જન્માવ્યો. છતાં વચ્ચેનો દોઢ-બે માસનો સમય ગ્રંથના ઉચિત આવર્તનમાં તો વિતાવ્યો જ. વ્યાખ્યાનમાળાના ત્રણ દિવસો દરમિયાન પણ પુસ્તક ઉથલાવતાં, અમે અભ્યાસક્રમમાંથી બાકાત કરાવેલા કેટલાય અડાબીડ ગ્રંથાંશો પણ જોવાનું થયું, અને હું ચોંક્યો ! કૌટિલ્યનું ગૌરવગાન કરવાના ઉત્સાહ પર આઘાત થાય એવી કુટિલ રાજનૈતિક યુક્તિ-પ્રયુક્તિઓ અને કપટ-રીતિઓ શીખવતા અનેક અંશો પર અલપ-ઝલપ નજર પડી. ઘડીક મૂંઝાયો પણ ખરો – “પ્રામાણિકતાનું શું ?' પણ તરત એનાં સમાધાન પણ સમજણમાં ડોકાયાં. પરંતુ, વ્યાખ્યાનો બાદ અગાઉ ટાળેલા મોટા ભાગના એ અંશો બરોબર જોઈ જવાનો અને પૂરી સજ્જતા સાથે જ વ્યાખ્યાનોને વધુ સર્વગ્રાહી પરિષ્કૃત રૂપે લખવાનો નિશ્ચય ત્યારે જ બંધાયો. બીજા વ્યાખ્યાન વખતે તે નિશ્ચય જાહેર પણ કર્યો. એ મુજબ મૂળના શેષ ભાગોના વાચનની અને સમાંતરે થોડા-થોડા લેખનની ગાડીઓ, કસરોથી ભરેલા શરીરની અનુકૂળતા મુજબ, ઠચૂક-ઠચૂક ચાલુ રાખી. ચિંતન અને મૂલ્યાંકનમાં બને એટલી સમગ્રતા અને સચ્ચાઈ આવે તે માટે હું બને એટલો જાગૃત રહ્યો. તો યે કબૂલવું જોઈએ કે વેરવિખેર રીતે અને કોઈ પણ સૈદ્ધાંતિક ચર્ચા વગર રજૂ થયેલી અનેક યુક્તિ-પ્રયુક્તિઓને સમજવાની કે મૂલવવાની સજ્જતા મારા ઘડતરમાં ન સધાઈ હોવાનું અનુભવ્યું. પણ એવી ઘણી સામગ્રી તો ‘અર્થશાસ્ત્રના કસાયેલા વિદ્ધાનું અનુવાદક અધ્યા કંગલજીને પણ કાઠી પડતી જોઈ મન મનાવ્યું! ઘણાં પ્રકરણો તો વારંવાર વાંચ્યાં હોવા છતાં એની સામગ્રી યાદદાસ્ત કે સમજણમાંથી છૂટી જતી પણ જોઈ; છૂટવા દીધી – કારણ કે વચ્ચે વચ્ચે ચોટદાર સત્સિદ્ધાંતોરૂપ વાક્યરત્નોની પાકી અને વછૂટે નહિ એવી કમાણી પણ થતી રહી ! સંસ્કૃત ભાષાનું જ્ઞાન પણ વધુ કસાયું ને ઊંડું બન્યું. “નબળો-નબળો તો યે તારા ચરણનો ઉપાસક વિદ્યાર્થી તો છું જ” એમ ગ્રંથદેવતા સમક્ષ પેટછૂટું નિવેદન કરતો ! હવે વધારે લોભ અત્યાર પૂરતો છોડીને શ્રોતા સમક્ષ લેખક તરીકે ઉપસ્થિત થાઉં છું. આ લખાણમાં વ્યાખ્યાનનું મૂળ માળખું અને એકંદર કથન તો જળવાય જ છે, પણ વધુ વિગતો કે કેટલાક નવા મુદ્દાની ખિલવટ ઉમેરાય છે. આ વ્યાખ્યાનમાળા સાવ સામાન્ય માણસ માટે હોવાનો દાવો તો ન જ કરી શકાય; એવું અપેક્ષિત પણ નથી. પણ રસથી શિક્ષણ મેળવનાર અથવા તો ધોરણસરનું માનવજીવન જીવવા માટે ઉત્સુક હોય એવા સમજદાર, વિચારનિષ્ઠ સામાન્ય મનુષ્યને હૈયે ધરીને, એની ચેતનાની વિશેષ સમૃદ્ધિ અર્થે આ વ્યાખ્યાનો For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ આકાર્યો છે. સમાજને નરવા અને નવા-નવા માર્ગ ચીંધનાર ઠરેલ નાગરિકોનું હૃદયબળ ખીલે અને તેમની લાંબું જોનારી સંગીન વિચારશક્તિ અને નિર્ણયશક્તિનું ઘડતર થાય એવી ઊંડી લાગણીથી શ્રોતાઓ પર નેત્રનાં અમી સીંચતા જઈ બોલવાનું રાખ્યું, ને તે સુપેરે તેમના સુધી પહોંચતું પણ લાગ્યું. કૌટિલ્યની વાતો કેટલે અંશે આપણી પોતાની જ વાતો બની રહે તેમ છે તે જ ચીંધવાનું ધ્યેય રહ્યું. કૌટિલ્યનો અણછાજતો બચાવ કે તેમનાં ઠાલાં વખાણ આમાં અપ્રસ્તુત છે. આવા પ્રશિષ્ટ, કાળ-થપાટોમાં ટકેલા ગ્રંથો સાથે આપણા અંતરની કેટલી એકરૂપતા સહજપણે સધાય છે તે જ શોધવાનું મનોહર લાગે છે. અહીં પ્રસંગવશાત્ એ ઘૂંટાયેલી સમજણ કહી છૂટું કે શિક્ષણ ન ગ્રંથ કેન્દ્રી હોય, ન વિભૂતિકેન્દ્રી, કે ન વિચારવિશેષકેન્દ્રી; તે તો હોય જિજ્ઞાસાકેન્દ્રી, સકળમનુષ્ય કેન્દ્રી. છાત્રમાં સ્વયંભૂ જ્ઞાનશક્તિ જગાડવાનું, એના “પરિપ્રશ્નોને ઉછેરવાનું અને વધાવવાનું એનું ધ્યેય હોય. એવા મુક્તમનથી આ વ્યાખ્યાનો પ્રગટ-ચિંતનરૂપે જ આપ્યાં છે. અર્થશાસ્ત્ર' ગ્રંથને દાર્શનિક અને સાંસ્કૃતિક એમ ખાસ બે દૃષ્ટિકોણથી તપાસવાનું પણ તરત જ એટલે સૂઝયું કે દર્શન અને સંસ્કૃતિ આ બે અનુક્રમે આંતર-બાહ્ય પાસાં વ્યક્તિથી માંડીને તે-તે પ્રજાજૂથનું કે રાષ્ટ્રનું આંતરિક કાઠું બતાવનારા માપદંડો છે. તો “અર્થશાસ્ત્ર' પણ આ બે માનવીય પાસાંઓ પરત્વે કેટલું જાગૃત અને ઉદ્યત છે તે વાત આપણા ગરવા સામાજિકોની (સમાજપ્રેમીઓની ) ગાંઠે બંધાવી શકાય, તેમને ખુદને એવાં ઊંચાં મૂલ્યોના નરવા શોખથી ચેતનવંતા કરી શકાય એવું ધ્યેય અત્રે રખાયું છે. બાકી સામાજિક વિષયના પ્રાચીન ગ્રંથોમાં ઘણી સામગ્રી તત્કાલીન સંદર્ભે જ પ્રસ્તુત હોઈ કાલાંતરે સાવ અપ્રસ્તુત કે ત્યાજય પણ બની જાય છે. આ ગ્રંથમાં પણ સહજ રીતે જ, કાળબળે બદલાયેલાં આપણાં મૂલ્યોનાં પરિપ્રેક્ષ્યમાં આવી ઘણી-બધી વાંધાપાત્ર સામગ્રી છે. પણ એમાં કાળ કારણરૂપ છે, લેખકનો દોષ નહિ. એ બધું બાદ કર્યા બાદ શેષ રહેતી પાયાની ઘણી મૂલ્યવાનું ચિંતનસમૃદ્ધિ આમાં જોઈ આપણું મન હરખાયા વિના રહેતું નથી. એથી મારા ધર્મવિચારપ્રેમી, ગાંધીપ્રેમી એવા સ્વભાવ છતાં મને આ વિષયે બોલવાનું કેમ સૂછ્યું હશે એવો આશ્ચર્યપ્રશ્ન કોઈને રહેશે નહિ. બાકી ‘અર્થશાસ્ત્રનો માત્ર યથાતથ વિસ્તૃત પરિચય આપવાનું કોરું આયોજન આવી સાંસ્કૃતિક વ્યાખ્યાનમાળામાં ન જ શોભત; તે તો કંટાળાજનક બની શ્રોતાનો અને સર્વનો ઠાલો શક્તિવ્યય જ કરત. ત્રણ દિવસનું એકંદર ભર્યું-ભર્યું, એકાગ્ર શ્રોતૃવંદ જોતાં પસંદ કરેલો વિષયઆકાર સર્વરૂપે સાર્થક જણાયો. અલબત્ત, વક્તવ્યમાં રજૂ કરાયેલા તે-તે વૈચારિક મુદ્દા પરત્વે સમર્થનરૂપે “અર્થશાસ્ત્ર'માંની ખપની તે-તે સામગ્રી પીરસવાના અવસર તો મળતા જ રહ્યા. અગાઉ કહ્યું છે તેમ, સાર્થક શિક્ષણવિધિનો એટલે કે જ્ઞાનના અર્થપૂર્ણ વિતરણ અને આદાન(સ્વીકાર)નો પાયો તો છે વ્યક્તિની તાલાવેલીભરી જિજ્ઞાસા, જેને માટે ભગવદ્ગીતાએ પરિપ્રશ્ન' (તીવ્ર-જિજ્ઞાસાયુક્ત પ્રશ્ન) સંજ્ઞા યોગ્ય રીતે જ આપી છે. આ દષ્ટિએ આ વ્યાખ્યાનના નિમંત્રણપત્રમાં શ્રોતાઓને એવા પરિપ્રશ્નો મોકલવા વિનંતી કરેલ. કહેવાતા “સ્વતંત્ર ભારતમાં સમાજ-ચેતનામાં, કોઈક અકળ કારણોથી, ઉત્તરોત્તર વધતા પ્રમાદને કારણે નભેલી આપણી કમનસીબ ચીલાચાલુ શિક્ષણપ્રણાલીએ ઊભા કરેલા જિજ્ઞાસા-ઘાતક માહોલને કારણે, અમને For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ આગોતરા પરિપ્રશ્નો ન મળ્યા. અલબત્ત, વ્યાખ્યાનના દિવસોમાં બે સંસ્કૃતપ્રેમી સુવિદ્વાનો તરફથી લિખિત પ્રશ્નાવલી મળી. વ્યાખ્યાન વખતે સમયાભાવે એના ઉત્તરો સમાવી શકાયેલા નહિ, પણ આ પુસ્તકના અંતભાગમાં તે સમાવાયા છે. સાચા શિક્ષણ માટે કરવા જેવી અનેક મૌલિક નવરચનાઓ પૈકી આમ પરિપ્રશ્નોને ખાસા સમય અગાઉથી નોતરવાની અને વક્તવ્યને તેને આધારે ઢાળવાની પદ્ધતિ ખિલવવાની જરૂર છે. “પ્રશ્નોપનિષદ્'માં આ પદ્ધતિનો એક જીવંત મનોવૈજ્ઞાનિક પ્રયોગ જોવા મળે છે. આની પૂર્તિરૂપે શ્રોતાને વ્યાખ્યાન વખતે તત્કાલ ઊઠતા પ્રશ્નો પણ લિખિતરૂપે નોતરી વ્યાખ્યાનાંતે તેના ઉત્તર આપવાનું યોજી શકાય – ઉચિત પ્રશ્નોનું ચયન કરીને. આવી ઔપચારિક વ્યાખ્યાનમાળાના અન્વયે જે કેટલીક રૂઢિઓનું અવિચારિતાથી યાંત્રિક અનુસરણ (બલ્લું અનુકરણ) કરાય છે, તેમાં પણ સાફસૂફી જરૂરી લાગે છે; તો જ એના ખરા ધ્યેયને પૂરો ઉઠાવ મળે અને સમગ્ર આયોજન એક હેતુલક્ષી સાંસ્કૃતિક ઘટના બની શકે. તેવી કેટલીક રૂઢિઓ વિષે કહેવું છે : (૧) નિમંત્રિત વક્તાને જ મહત્તમ સમય મળી રહે તે માટે બિનજરૂરી ઔપચારિકતાઓ અને કોઈકના માન-મોભા જાળવવા માટેનાં અપ્રસ્તુત વક્તવ્યો સમજણપૂર્વક ત્યજાય. જરૂરી પૂર્વભૂમિકા આપવા આયોજકનું ટૂંકું વક્તવ્ય અવશ્ય રજૂ થાય. (૨) એક વિષય અને એક વક્તાવાળી એકાધિક દિવસોની વ્યાખ્યાનમાળામાં બધા દિવસો માટે એક જ તજ્જ્ઞ એવી અધિકારી વ્યક્તિ પ્રમુખ હોય, જેથી સમગ્રપણે સંપૂર્ણ વ્યાખ્યાનને અંતે યથાર્થ મૂલ્યાંકન થઈ શકે. (૩) પ્રમુખે મુખ્ય એકાગ્ર શ્રોતા બનીને વક્તવ્યને પૂરેપૂરું ઝીલવાનું હોય, જરૂરી ટાંચણી કરવાની હોય અને છેવટે સુરુચિ અને સમત્વ જાળવીને વક્તવ્યના ગુણ-દોષની નિખાલસ સમાલોચના પણ કરવાની હોય, અને વ્યાખ્યાતાના વક્તવ્યમાંથી સમગ્રપણે ઊપસતી મુખ્ય વાત સારકથનરૂપે શ્રોતાની ગાંઠે બરોબર બંધાવવી પણ ઘટે, વ્યાખ્યાતા અને વ્યાખ્યાનને સાવ જ કોરાણે મૂકીને, તેની અવગણના કરીને, પ્રમુખે પોતે જ અપ્રસ્તુત એવું સ્વતંત્ર વક્તવ્ય આપવું તે ભારે મોટી કર્તવ્યર્ચ્યુતિ અને બે-અદબી જ ગણાય. પ્રમુખની પસંદગી સુચિંતિત રૂપે જ થવી ઘટે. (૪) શ્રોતાઓનાં નામ-સરનામાં સાથે એમનાં શિક્ષણ અને રસવિયો બતાવતી માહિતી સફળ આયોજન દ્વારા એકત્ર કરી એનો પછીના અવસરો માટે ઉપયોગ કરવો. (૫) શ્રોતાઓના પ્રતિભાવ, પાછળથી વિશેષ વિનંતી દ્વારા મેળવવા. વ્યાખ્યાન કે લખાણની ભાષા વિષે થોડીક સ્પષ્ટતા ઉપયોગી થશે. દિવસે-દિવસે ગુજરાતી માધ્યમ પ્રત્યે સમાજમાં વિસ્તરતા ઘાતક પૂર્વગ્રહને કારણે તથા સંસ્કૃત ભાષાનું સંગીન શિક્ષણ અને ખાસ તો તેનાં સમૃદ્ધ શબ્દભંડોળનો અત્યંત જરૂરી એવો રુચિવર્ધક વિશ્લેષણાત્મક પરિચય આપવા બાબતની અત્યંત અવિચારી અવગણનાને લીધે, ધીમે ધીમે ગુજરાતીઓ પાસેથી સારી, સુંદર ગુજરાતી તો શું, નબળી ગુજરાતી પણ છિનવાઈ રહી છે, ને માત્ર બેવકૂફીભરી હોડમાં દોડવા માટે અને ઠાંસ મારવા માટે, અધકચરી જ શિખાતી અંગ્રેજી જબરો ઘેરો ઘાલી રહી છે. એટલે આજે નવી પેઢી માટે અને માત્ર પૈસામાં જ મૂલ્ય માનતા ધંધાદારીઓ માટે ધોરણસરની સાદી ગુજરાતી પણ અઘરી બની રહી છે, તો પછી વિશિષ્ટ વિષયને ન્યાય આપવા વાપરેલી, સંસ્કૃત શબ્દભંડોળના પ્રમાણસરના કે મર્યાદિત ઉપયોગવાળી ગુજરાતીની તો વાત જ શી કરવી ? એટલે “તમારી ભાષા અઘરી પડે છે” એવી કૌતુકજનક ફરિયાદ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ મારા જેવા ઘણાને સુશિક્ષિતો પાસેથી પણ સાંભળવી પડે છે. જો પ્રજાને ગેરરસ્તે દોરનારાઓ ભાષાશિક્ષણ બાબત પોતાના આત્મધાતક પૂર્વગ્રહો છોડવા તૈયાર ન હોય, અને પ્રજા તેના ભાર તળે “ગોળ કાણામાં ચોરસ ખીલો’’ જેવી કઢંગી પરિસ્થિતિમાં વધુ ને વધુ ભૂંડી રીતે રગદોળાયા કરવાની હોય, તો જેની પાસે જીવનપોષક જ્ઞાનસમૃદ્ધિ છે તેણે ગુજરાતીમાં જાહેરમાં બોલવાનું કે લખવાનું છોડી દઈને વિનાશલીલા નિરખવી એ જ ઉપાય ને ? અમે તો આ બોલવા-લખવાની ધૃષ્ટતા કરી જ નાખી છે ત્યારે શું કરીએ ? શ્રોતા સહકાર આપો કે ન આપો; છેવટે એક જ ઉત્કટ પ્રાર્થના : “સવો સન્મતિ રે માવાન !” લખાણમાંનાં પુનરાવર્તનો બને ત્યાં સુધી સકારણ હશે. છતાં અતિરેક લાગે ત્યાં ક્ષમા પ્રાર્થુ છું. ‘અર્થશાસ્ત્ર’માંના સ્થાનનિર્દેશો પ્રા. કંગલેની આવૃત્તિ મુજબ છે. જે વ્યાખ્યાનો લિખિતરૂપે તા. ૨૮થી ૩૦ માર્ચ, ૨૦૦૫ એ વ્યાખ્યાન-તારીખો પહેલાં કે ત્યાં સુધીમાં સોંપાય તે અપેક્ષિત હતું, તેમાં થયેલા વિલંબ માટે પ્રથમ તો હાર્દિક ક્ષમાયાચના. આ માટે કેટલાંક કારણો હતાં. વ્યાખ્યાન પૂર્વેનો ગાળો આવા વ્યાખ્યાન માટે તો ચોક્કસ ખાસ્સો ટૂંકો હતો. એથી ઉપર કહ્યું છે તેમ લિખિત રૂપે પૂરતા વિસ્તારથી નિરૂપણ કરવાનું ઉચિત લાગતાં બીજા વ્યાખ્યાન વખતે જ મેં એ વાત સહુને કરેલી. વિષયને બરોબર ન્યાય આપવા માટે, સારો એવો સમય આપવો પડ્યો. એમાં તા. ૩-૧-૨૦૦૭ને રોજ જમણા પગના પહોંચા પાસે બે હાડકાં ભાંગતાં આજ સુધી એની વ્યથાઓ ચાલુ રહી છે. એ બધાં વચ્ચે પણ એક વિસ્તૃત સંદર્ભગ્રંથની ગરજ સારે તેવું સમગ્ર લખાણ સુચારુ રૂપે થયું છે, એટલે સંસ્થાના કાર્યવાહકો અને ઉત્સુક (મીઠી ઉઘરાણી સુધ્ધાં કરતાં !) વાચકોની ક્ષમાને પાત્ર થયો છું. ગ્રંથને પક્ષપાત વિના પૂરો ચકાસો અને કહેવા-સૂચવવા જેવું મને પ્રેમથી નિઃશંક પહોંચાડજો. આભારના પ્રથમ અધિકારી છે સંસ્થાની વિનંતિ હૃદયથી સ્વીકારી ત્રણ વ્યાખ્યાનોનું પ્રમુખસ્થાન શોભાવનારા સ્વજનો, અનુક્રમે : (૧) સરકારી ઉચ્ચ દોદ્દાઓ ઉચ્ચતર કાર્યનિષ્ઠા-વિદ્યાનિષ્ઠાથી આરાધનારા મારા અંતરંગ મિત્ર શ્રી મંગળભાઈ છ. નાયક, (૨) આજીવન વિદ્યાપ્રેમી કેળવણીકાર ડૉ. કુલીનચંદ્ર યાજ્ઞિક અને (૩) મધુરદર્શી રસજ્ઞ ડૉ. ભોળાભાઈ પટેલ. હાર્દિક'આભાર આ સૌનો તો ખરો જ : લા.દ.ના નિયામકશ્રી ડૉ. પં. જિતેન્દ્ર શાહ, પ્રા. કાનજીભાઈ, પ્રા. કનુભાઈ, અન્ય વિદ્વાનો, નમ્ર સેવકગણનો; ટાઈપ-સેટિંગના કુશળ સહયોગીઓ તેમ જ મુદ્રકનો પણ. વળી પ્રૂફ-વાચનમાં ઊલટથી સહયોગ આપનાર અને મારા લખાણને પોતાની રીતે માણનાર પત્ની ઉષાને કેમ ભૂલું ? ૬, અમૂલ કો. હા. સોસા., નવા શારદામંદિર પાસે, સુખીપુરા મ્યુ॰ બાગ સામે, પો॰ પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ટે. નં. (૦૭૯) ૨૬૬૦૬૪૦૮ તા. ૧-૪-૨૦૦૯ For Personal & Private Use Only નીતીન ર. દેસાઈ Page #17 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ કૌટિલીય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ कृत्स्नं हि शास्त्रमिदमिन्द्रियजयः । अर्थशास्त्रम् : १.६.३) (“આ આખું શાસ્ત્ર – અર્થશાસ્ત્ર – તે ઇન્દ્રિયજયરૂપ છે.”) आपदां कथितः पन्था इन्द्रियाणामसंयमः । તન્મય: સંપાં મા યે છે તેની સ્થિતામ્ | (સુભાષિત) (“આપમાર્ગ ગણાયો છે ઇન્દ્રિયોનો અસંયમ, સંપ-સિદ્ધિ જયે તેના; ઇષ્ટ માર્ગે જ સંચરો.”) For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ કૌટિલીય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ કૌટિલીય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ એક–પ્રાર્થના (૧) સર્વેડત્ર સુવન: સન્તુ સર્વે સન્તુ નિરામય: | सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखमाप्नुयात् । (સર્વે આંહી સુખી થાઓ, સર્વે આરોગ્ય પામજો, રૂડાં વાનાં સહુ પામો, કોઈ મા દુઃખ પામશો.) तेजस्वि नावधीतमस्तु । मा विद्विषावहै । (અમારું બંનેનું અર્થાત્ મારું અને જગત્નું અધ્યયન તેજસ્વી હજો . [જેથી] અમે બે પરસ્પર વિદ્વેષ ન સેવીએ.) (૩) મિત્તી સવ્વમૂકું વેર મળ્યું ન ડુ (મારે મૈત્રી સહુ સાથે, કોઈ સાથે ન વેર છે.) સહુને એકપિંડરૂપ બનાવે તેવી, મનુષ્ય પરાપૂર્વથી સાક્ષાત્ અનુભવેલી ઉપર્યુક્ત ભાવનાઓ આ વિદ્યાસંબંધના પવિત્ર અવસર નિમિત્તે આપણામાં પડેલું નૈસર્ગિક એકત્વ ધબકતું કરો. આપણા આ વિષયને પણ આ પ્રાર્થનાઓમાંની ભાવનાઓ પોષે તેવી છે તે આગળ ઉપર જોઈશું. એવું મનાયું છે, કે વિદ્યાનું વિધિપૂર્વકનું પ્રદાન વક્તા, શ્રોતા અને જ્ઞાન-વિષયનો અભેદ સાધી આપે છે. એ ન્યાયે વક્તાનો આ પ્રતિપાદન-યત્ન પણ આ સભામાં નિરંતર સત્-ચિત્—આનંદરૂપ એક તત્ત્વને વિલસતું કરી દો. સનિષ્ઠ આદાન-પ્રદાનને યોગ્ય એવું આમાંનું જ્ઞાન આપણા લોહીમાં ભળીને શરીર અને સર્વ જ્ઞાનેન્દ્રિયો-કર્મેન્દ્રિયોને પણ પ્રેરો. જીવનનો ઘાટ સત્યાનુરૂપ અને તેને લીધે ટકાઉ બનો- એવા ભાવથી આ વિષયને અત્રે નિરૂપવો છે. પુણ્યસ્મરણ આ વ્યાખ્યાનમાળા આદરણીય શ્રી કસ્તૂરભાઈની સ્મૃતિમાં છે એનો ખરેખરો મહિમા પણ અનુભવીએ. “મૃતિ' એટલે મનમાં જે-તે વ્યક્તિની આકૃતિ હાજર કરવી કે એમની લૌકિક વિગતો For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ કૌટિલીય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ સંભારવી એટલો જ અર્થ થતો નથી. સ્મરણપાત્ર વ્યક્તિની વિચારસમૃદ્ધિ, ભાવનાં સમૃદ્ધિ અને કર્માભિમુખ ગુણસમૃદ્ધિ વીજચમકારની ઝડપે હૈયે ઊભરાય તે ખરી સ્મૃતિ. આપણી પરંપરામાં તો સ્મૃતિ'નો એથી યે વધુ ઊંડો અર્થ છે. વૈદિક સાહિત્યને શ્રુતિ અને સ્મૃતિ એમ બે વર્ગો પૈકી કોઈ એકમાં સમાતું બતાવાય છે. શ્રુતિરૂપ સાહિત્ય કે શાસ્ત્ર તે ઋષિઓને જેનું સીધું દર્શન કે શ્રવણ થયું તે વાણી, અને સ્મૃતિ એટલે શ્રુતિમાં પ્રતિપાદિત શાશ્વત સત્યો કે મૂલ્યો નિત્યના વ્યક્તિગત કે સામુદાયિક જીવનમાં મૂર્ત બને તેવી, વિવિધ ક્ષેત્રને લગતી ભાવનાઓ અને તદનુરૂપ વાચિક કે કાયિક આચારોની વિચારણા કરતા અને તેના આદેશો આપતા ધર્મસૂત્રાદિ ગ્રંથો. એટલે આમ “મૃતિ' એટલે મનનપૂર્વક અંતરથી ઝીલેલાં ઋષિવચનોનું, વ્યવહારુ જીવનમાં પ્રત્યેક ડગલે અનુસંધાન – એવો ગંભીર અર્થ થાય છે. અહીં એ અર્થને પણ અપનાવીને આપણે એવું સમજવું કે કોઈની સ્મૃતિ એટલે એણે આચરેલા કે પ્રબોધેલા આદર્શોને હૈયે ધરીને તેના અમલનો સંકલ્પ કરવો તે. એ દૃષ્ટિએ જોઈએ તો શેઠશ્રી કસ્તૂરભાઈના વિચારરાશિમાં અને કર્મપરંપરામાં સમજણપૂર્વક અને ઊલટપૂર્વક અમલમાં મૂકી શકીએ, એટલે કે એનું સાતત્ય જાળવી શકીએ તેવી વિપુલ સામગ્રી છે. તેમાં સમજણ અને ઉદ્યમ એવી બે પાંખોથી ઊડતા જ રહીએ તો આપણું બહુમુખી કલ્યાણ પણ સધાતું રહે. વળી, જોગાનુજોગ આ વ્યાખ્યાનમાળાનો વિષય પણ શેઠશ્રીની આદર્શલક્ષી વહીવટી કુશળતાનો અને ઊંચી મુત્સદ્દીગીરીના ક્ષેત્રભેદે પણ સરસ પડઘો પાડે છે. એથી એમના વિદ્યાપ્રેપના મૂર્ત આકારરૂપ એવી આ જે સંસ્થા છે, તેમાં યોજાતી આ વ્યાખ્યાનમાળામાંનું આ વ્યાખ્યાન પણ અગાઉનાં વ્યાખ્યાનોની જેમ, એમની ભાવનાઓની પરિપુષ્ટિરૂપ સાચી “સ્મૃતિ' બનીને એમના આત્માને જરૂર પૂજશે અને પોરસાવશે એવી વિનમ્ર શ્રદ્ધા છે. હું અંતરથી ઇચ્છું છું કે ભલે ગમે તે કારણોસર આ પ્રસંગે મુ.શ્રી કસ્તૂરભાઈના સત્કાર્યનિરત સુપુત્ર આદરણીય શ્રી શ્રેણિકભાઈ કે તેમના કોઈ પણ પરિવાર-સભ્ય ઉપસ્થિત ન રહ્યાં હોય, પરંતુ તેઓ સુધી આ વ્યાખ્યાનો ગ્રંથાકારે પણ પહોંચે અને એમાં સવિસ્તર નિરૂપાયેલી ધર્માનુકૂળ વ્યવહારકુશળતાની કે વહીવટી સૂઝની વાતો બરોબર ઝિલાય અને મૂલવાય. શાસ્ત્રજ્ઞાન જીવનપોષક કઈ રીતે બને? પ્રાચીન-ભારતીય સાહિત્ય અને ભાષાઓના, તેમ જ તેમાં પ્રતિબિંબિત થતી દીર્ઘકાલીન બાહ્યઆંતર સ્વદેશી સંસ્કૃતિના પ્રેમીઓ કે જ્ઞાતાઓ આ શ્રોતૃવંદમાં મોટી સંખ્યામાં હોવા સંભવ છે. કદાચ આ અંગેની તેમની જાણકારી પાંખી હોય તો યે તે માટે તેમની ભરી-ભરી જિજ્ઞાસા હોવાનું, સહુની મુખાકૃતિ દ્વારા પણ અત્રે જરૂર અનુભવું છું. એટલે તેમને માટે આ વિષય કંઈક અંશે શાસ્ત્રીય અને અઘરો હોવા છતાં, તે ભારેખમ ન બનતાં રોચક બનશે એવી હૈયાધારણ બંધાવવા, શાસ્ત્ર અને જીવનનો કેવો ગાઢ, મૈત્રીપૂર્ણ અને લચીલો સંબંધ છે તે બતાવતી કેટલીક રુચિવર્ધક વાતો, પસંદ કરેલાં સુભાષિતો દ્વારા બતાવવી છે. મારી એવી દઢ માન્યતા છે કે એ દ્વારા, સ્વદેશી શાસ્ત્રગ્રંથોની વિપુલતા અને વિરલ અંતઃસમૃદ્ધિ બાબત આપણે સમજણપૂર્વક માત્ર ગૌરવ જ નહિ, પણ ઉત્કટ રુચિ પણ અનુભવતા જરૂર થઈશું, અને એનું માત્ર ઐતિહાસિક મૂલ્ય ન આંકતાં સાંપ્રત વાસ્તવિક જીવનમાં પણ તેની કેવી કેવી For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ ઉપકારકતા હોઈ શકે છે તે જરૂર સમજી શકીશું. એ કદી ન ભુલાય કે છેલ્લી દોઢેક સદીથી વિશેષતઃ યુપીય કે અમેરિકી દેશોમાં સાતત્યપૂર્વક અહીંની પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત-પાલી-અપભ્રંશ ભાષાઓમાં અને આધુનિક મુલ્કી ભારતીય ભાષાઓમાં પણ રચાયેલા શાસ્ત્રીય-લલિત ઉભય સાહિત્યનું પણ ઊંડું અને સુરુચિપૂર્ણ અધ્યયન-સંપાદન-મૂલ્યાંકન થતું રહ્યું છે. મનુષ્યની મનુષ્યતાની પરિપૂર્ણ ખિલવટ માટે આ અમર વારસો ભારે ખપનો છે. શાસ્ત્ર અંગેના એક સુભાષિતનો આવો અભિપ્રાય છે : “અનેક સંશયોને ઉચ્છેદનાર અને પરોક્ષ વિષયોનો બોધ કરાવનાર એવું સર્વના લોચનરૂપ શાસ્ત્ર જેને હૈયે નથી, તે અંધ જ છે.’૧ અહીં એટલું સ્પષ્ટ કરીએ કે મૂળે તો ચોક્કસ ઘાટ પામેલી પ્રૌઢ વિચાર-૫રં૫રા જ શાસ્ત્ર છે. તે માત્ર મૌખિક (આમ્નાયરૂપ) પણ હોઈ શકે. નિરક્ષ૨ મનુષ્ય પાસે પણ, વિશિષ્ટ ચિત્તશુદ્ધિના બળે, કોઈ પણ વસ્તુનું એવું કસાયેલું સાચું જ્ઞાન હોઈશકે, જેને ‘શાસ્ત્ર’નો દરજ્જો આપી શકાય. ‘શાસ્ત્ર' શબ્દના પાયામાં શાસ્ ધાતુ (ક્રિયા) છે, જેનો અર્થ ‘કોઈ પણ વિષયની બરોબર પકડ કે પાકી સમજણને આધારે પાકે પાયે માર્ગ બતાવવો કે સાચા વર્તનનો આદેશ કરવો' એવો થાય. આથી ‘શાસ્ત્ર’નો અર્થ ટૂંકમાં ‘આજ્ઞાવાક્ય’ એવો પણ કરી શકાય – આજ્ઞા સત્તાધારીની નહિ, પણ નિઃસ્પૃહ જ્ઞાનીની કે ઋષિની; એટલે કે તારક આજ્ઞા. બધા પાસે સત્યાસત્યનો વિચાર કરવાની શક્તિ ન હોય એ દૃષ્ટિએ ઋષિઓની કરુણાયુક્ત એક પદ્ધતિ તે પોતાના ઉચ્ચ જ્ઞાનબળને આધારે સામાન્ય જીવોને પણ અનિષ્ટમાંથી બચાવે તેવી આજ્ઞા આપવાની હતી. સદાચારી શ્રદ્ધાળુ મનુષ્યને શ્રદ્ધેય વ્યક્તિની આજ્ઞા પાળવાનું ખૂબ-ખૂબ ગમે; ભેજાબાજી ફાવે ય નહિ અને આવડે ય નહિ. એટલે શાસ્ત્રાજ્ઞાઓની નિર્ભય, તેજસ્વી, હૃદયશુદ્ધિ સહિતની સમાલોચના કરનાર વિદ્યાસાધક જેટલો જ, બલ્કે કદાચ તેથી ય વધુ મહિમામય છે આ પરિપૂર્ણ શ્રદ્ધાથી આજ્ઞા-પાલન માટે સર્વથા સજ્જ અને નિત્ય-ઉદ્યત એવો સુવિપુલ આમ પ્રજાસમુદાય. પ્રાધાન્યભેદે પણ પરિપુષ્ટ જ્ઞાનબળ અને પરિપુષ્ટ શ્રદ્ધાબળ એ સમાજરૂપી રથનાં બે ખમતીધર અને અન્યોન્યપૂરક એવાં પૈડાં જ સમજવાં. ૫ અહીં ઉપલા સુભાષિતમાંના ‘પરોક્ષ વિષયોનો બોધ કરાવનાર' (પરોક્ષાર્થસ્ય વર્શ) એ શબ્દો દ્વારા એ પણ સમજાય છે કે પ્રત્યક્ષ એટલે કે ઇન્દ્રિયગ્રાહ્ય વિષયો કે પદાર્થોના જ્ઞાન માટે કાંઈ શાસ્ત્ર તરફ જોવાનું ન હોય – હાથકંકણને આરસી શી ? શંકરાચાર્યે દૃષ્ટાંત આપ્યું છે કે સો શાસ્ત્રો પણ જો અગ્નિને શીતળ કહે તો તે વાત કોઈ જ ન માને, માનવાની હોય પણ નહિ; કારણ કે ઇન્દ્રિયાનુભવ જ તેમાં સાચું જ્ઞાન આપી દે છે. આમ માત્ર પોતાની શુદ્ધ જ્ઞાનશક્તિની મર્યાદાની બહારની બાબતમાં જ શાસ્ત્રનું શરણ જરૂરી હોઈ શકે – એ રોકડી વાત પણ આમાંથી સમજાય છે. વળી શાસ્ત્ર પ્રગટ કરનાર ‘આપ્ત’ (અર્થાત્ મનથી દુનિયાનું બધું પામી ચૂકેલો એટલે કે નિઃસ્પૃહ અને તેથી માત્ર સર્વનું હિત જ જોઈ જીવનાર ને બોલના૨) છે કે કેમ તે પણ તપાસવું જ પડે, અનાપ્ત (અન્ + આપ્ત) ન ચાલે – એ પણ શાસ્ત્રને ‘શબ્દપ્રમાણ’ સંજ્ઞા આપનાર ભારતીય પ્રમાણશાસ્ત્ર ઘૂંટી-ઘૂંટીને એકમતી સાથે કહે છે. ઉપલા સુભાષિતમાં ગર્ભિત રહેલી છેલ્લા ફકરામાં કહેલી વાત બરોબર ધૂંટી આપનાર અન્ય સુભાષિત કહે છે : “જેને પોતાની બુદ્ધિ નથી, તેને શાસ્ત્ર શું કરે ? આંખો-વિહોણાને દર્પણ શો લાભ કરે?”૨ દરેક (ભણેલા કે અભણ) સ્વસ્થ મનુષ્યને પ્રકૃતિએ મન સહિતની જ્ઞાનેન્દ્રિયો અને પ્રાથમિક For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ કૌટિલીય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અનુમાનશક્તિ (પ્રત્યક્ષ વસ્તુના પુરાવા પરથી તેની સાથે અનિવાર્ય રૂપે સંકળાયેલી પરોક્ષ બાબતનો બોધ પામનાર બુદ્ધિશક્તિ) પણ આપી છે. વળી એનાથી ચઢિયાતી પ્રજ્ઞા (કોઠાસૂઝ) અને અનેક પરોક્ષ વિષયોનો સાક્ષાત્કાર કરાવનારી, ચિત્તશુદ્ધિજન્ય અડીખમ ધ્યાનશક્તિ પણ કુદરતે મનુષ્યને આપેલી છે. કોઈ શાસ્ત્રને ઝીલવા અને ચકાસવા માટે એ બધાંનો ઉપયોગ કરવો જરૂરી છે; નહિતર શાસ્ત્ર બાબત ગેરસમજ થવાને કારણે નુકસાન પણ થઈ શકે. તેથી ધર્મ જેવા પરોક્ષ ગણાતા (ગુપ્ત રહેલા - ખુદાયાં નિતિમ્) વિષય અંગે પણ ‘મનુસ્મૃતિ’માં કહેવાયું છે : “જે, વ્યક્તિ તર્કથી કોઈ પણ વાતનું અનુસંધાન કરે છે, તે જ ધર્મને બરોબર સમજે છે; બીજો નહિ.”ૐ આમ કોઈ પણ શાસ્ત્ર મનુષ્યની સ્વાધીનતાને, સ્વાવલંબનશક્તિને તોડી પાડનાર ન જ હોઈ શકે. શાસ્ત્રનો પ્રાથમિક સ્વીકાર ભલે શ્રદ્ધાશક્તિથી થાય, પણ તેની પ્રતીતિ (આધારભૂત સમજણ) માટે શાસ્ત્ર ઝીલનારે પોતાની વત્તી-ઓછી જે કોઈ સૂઝ-સમજ હોય તે વાપરવી જરૂરી છે. ઘણી વા૨ જ્યારે આખા ને આખા માનવસમુદાયનાં જામી ગયેલાં આળસ અને પ્રમાદ તેમને વિચારવામાત્રમાં પૂરા વિમુખ બનાવી દે છે, ત્યારે તેમની અંધશ્રદ્ધાનો ગેરલાભ લઈ મિથ્યાશાસ્રો દ્વારા તેમનું વધારે ને વધારે શોષણ થયેલું પણ ઇતિહાસમાં વારંવાર નોંધાયું છે. તે દૃષ્ટિએ તો જરૂર કહી શકાય કે કહેવાતા શાસ્ર(indoctrination)નો દુરુપયોગ શસ્ત્ર કરતાં પણ વધુ ઘાતક રીતે વ્યાપકપણે થઈ શકે છે, અને ખરેખર થતો રહ્યો પણ છે. તેથી ઉપર્યુક્ત સુભાષિતની ચેતવણી ખૂબ ખૂબ જરૂરી છે. એનો ભાવાર્થ એ પણ તારવી શકાય કે શાસ્ત્ર પ્રજ્ઞામાંથી જન્મે છે, તેથી પરંપરાપ્રાપ્ત શાસ્ત્રનાં અર્થઘટન અને મુલવણી પણ નવા-નવા મનુષ્યોની પોતપોતાની પ્રજ્ઞા (વિશુદ્ધ જ્ઞાનશક્તિ) દ્વારા થતાં રહેવાં જોઈએ અને એમાં સમયાનુરૂપ પરિવર્તનો પણ એ દ્વારા જ નિર્ભયપણે થતાં રહેવાં ઘટે. અને ખરેખર, સર્વ ભારતીય શાસ્ત્રપરંપરાઓ આવી રીતે જ ઊછરીને, કદાચ ઓછાવત્તા સંઘર્ષ કે ગજગ્રાહોમાંથી ય પસાર થઈને, છેવટે નવા-નવા સોહામણા જન્મો પામતી રહી છે. આ સુભાષિતમાં સુપ્રતિષ્ઠિત ‘પ્રજ્ઞા’ શબ્દ વાપરીને ઉછાંછળા કે છીછરા તર્કને લગામ સોંપી દેવાનો નિષેધ પણ સૂચવાયો છે. ૬ એક સુભાષિત ત્રીજી વાત પણ આની સાથે, જરૂરી પુરવણીરૂપે જોડે છે : “શાસ્ત્રો શીખી-સમજીને પણ મૂર્ખ રહેનારા હોય છે. તો જે પુરુષ ક્રિયામાં ઉદ્યમી હોય છે, તે જ શાસ્ત્રનો સાચો જાણકાર કે શાસ્ત્રમર્મજ્ઞ ઠરે છે.’૪ આ જ વાત ઊલટી રીતે, એટલે કે શાસ્ત્ર કોને ન કહેવું તે દૃષ્ટિએ આમ કહેવાઈ છે : “ગમે તેવાને ઉપદેશ ન દેવો; જુઓ ને [સાચું શિખવાડતી] ‘સુગૃહી’(સુધરી)ને મૂર્ખ વાનરે ‘નિર્ગૃહી’(ઘર વિનાની, માળા વિનાની) કરી નાખી !”પ આ ઉક્તિઓ શાસ્ત્રના અધિકારી(યોગ્ય ઝીલનાર)ની વાત ચીંધે છે. જેને કોઈ પણ બાબત પરત્વે ‘સાચું શું’ ને ‘ખોટું શું’ એવી તાલાવેલીભરી જિજ્ઞાસા હૈયે ઉભરાય તેને જ શાસ્ત્રનો ઉપદેશ આપવા ભલામણ કરાઈ છે. તેમાં એ લાભ પણ છે કે એવો શિષ્ય ગુરુના શાસ્ત્ર અંગે ય વારંવાર માર્મિક શંકાઓ ઊભી કરીને શાસ્ત્રમાં રહી ગયેલા દોષો દૂર ક૨વામાં પણ ફાળો આપશે. પ્રાચીન ભારતીય અનેક શાસ્ત્રગ્રંથો આવા ગુરુ-શિષ્ય વચ્ચેના, અથવા તો જે-તે શાસ્ત્રકાર અને તેના પ્રખર વિરોધી વચ્ચેના પણ સંવિવાદોથી જીવંત રીતે ગાજતા અને રસપ્રદ બની રહેલા છે અને એ પ્રક્રિયામાં જે તે શાસ્ત્રધારાની પરિશુદ્ધિ અને નૂતનતા પણ સધાતી જોવા મળે છે. ઉપર્યુક્ત સુભાષિત જ્ઞાનના અમલ પર ભાર આપે છે તે ન ભુલાય. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ આપણે આ વાર્તાલાપમાં આગળ ઉપર જોઈશું કે કૌટિલીય ‘અર્થશાસ્ત્ર' શાસ્ત્ર પ્રત્યેનો આવો સર્વાંગી વિવેક જાળવીને જ ગૂંથાયું છે. ,, શાસ્ત્ર અંગેની ઉપર્યુક્ત મર્યાદાઓ જાળવતા બૌદ્ધિકોનો, વિવિધ શાસ્ત્રો સાથે કેવો સંબંધ શક્ય છે તેની પણ એક સુચિંતિત ઉક્તિ ઘણી બોધક છે : “બુદ્ધિયુક્ત મનુષ્યોનો સમય કાવ્ય થકી કે શાસ્ત્ર થકી મળતા વિનોદથી (જીવનપોષક મનોરંજનથી) પસાર થાય છે; જ્યારે મૂર્ખ મનુષ્યોના સમય વ્યસનસેવનમાં, ઊંઘ્યા ક૨વામાં કે ઝધડાઓમાં વીતે છે. અહીં ‘વિનોદ’ શબ્દ [વિ ઉપસર્ગ સહિતના નુર્ (ધકેલવું) ધાતુ પરથી] એના મૂળ અર્થમાં વાપર્યો છે. : ‘વિશિષ્ટ (સચોટ) રીતે દુ:ખ કે કંટાળાને ધકેલે તે વિનોદ'. (આવો ઉપાય બૌદ્ધિક, હાર્દિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિરૂપ એમ ગમે તે સ્વરૂપનો હોઈ શકે.) શાસ્ત્રનું જિજ્ઞાસાપ્રેરિત મનભર અધ્યયન પણ ચૈતન્યસભર બુદ્ધિયુક્તને માટે તો નરવા શોખરૂપ હોઈ અત્યંત જીવંત અને રસપૂર્ણ બની રહે છે તે વાત અનુભવસિદ્ધ છે. એનાથી મનુષ્યચેતના અનેક રૂપની મુક્તતા કે ઊંડી મોકળાશ અનુભવે છે. વળી અહીં કાવ્ય (ગદ્ય-પદ્ય બધું લલિત સાહિત્ય) અને શાસ્ત્ર બંનેને એક કક્ષાએ મૂકીને પણ વિશેષે ભારતીય પરંપરામાં શાસ્ત્ર અને કાવ્ય (સાહિત્ય) સમાન રીતે કેવાં જીવનસ્પર્શી અને પરસ્પરપૂરક છે તે પૂરી સચ્ચાઈથી, અનુભવને આધારે કહેવાયું છે. શાસ્ત્ર અને કાવ્યની આ ગાઢ મૈત્રીની વાત તો ‘કવિ’ શબ્દના આવા બેવડા અર્થથી પણ સિદ્ધ થાય છે : ૧. રસાળ વાણી ઉચ્ચારનાર, ૨. શાણો મનુષ્ય કે ઋષિ. એક પાશ્ચાત્ય ચિંતક દ્વારા પણ ઉચ્ચ કાવ્યને તો બધી જ જ્ઞાનશાખાઓનું સૂક્ષ્મતમ – મધુરતમ રૂપ (finest essence of all knowledge) કહેવામાં આવ્યું છે. - શાસ્ત્રમાત્ર તરફ આવી ભરીભરી આશાયુક્ત શ્રદ્ધા ધારણ કરીને આ વાર્તાલાપમાં ‘અર્થશાસ્ત્ર’ ગ્રંથના વિશ્લેષણ દ્વારા આપણી પ્રજ્ઞાને સમૃદ્ધ ક૨વી છે. કોઈ વિદ્યાને સર્વાંગી રીતે શીખવા-સમજવાના સંકલ્પ સાથે કરાયેલા તે માટેના વ્રતયુક્ત સ્થિર પ્રયત્નને માટે ઉપયોગ' શબ્દ વપરાતો હોવાનું પાણિનિએ નોંધ્યું છે. જૈન ધર્મવ્યવહારોમાં આ શબ્દ કદાચ આ અર્થને આધારે જ ‘પોતાને માટે શ્રદ્ધેય બનેલા જ્ઞાન અનુસાર કરાયેલું પ્રત્યેક વર્તન' એવો એટલે કે ‘જ્ઞાનપૂર્ણ સાવધ પ્રવૃત્તિ’ એવા સુંદર અર્થમાં ચલણી બન્યો છે. તો એક નરવા શાસ્ત્રને જાણીને એના પ્રત્યે પણ આપણો ‘ઉપયોગ’રૂપ ભર્યોભર્યો સંબંધ બંધાય તે માટેનો આ નાનકડો પ્રયત્ન છે. માનવજીવનમાં રાજનીતિનું સ્થાન શ્રી જવાહરલાલ નેહરૂએ એમના એક ગ્રંથમાં માનવ-ઇતિહાસના નિરૂપણનું વિષયવસ્તુ ચીંધતાં એનો હેતુ પણ આ રીતે કહ્યો છે : “બર્બરતામાંથી સંસ્કૃતિ સુધીનો મનુષ્યનો વિકાસ એ ઇતિહાસનું વિષયવસ્તુ છે” (Man's growth from barbarism to civilisation is the theme of History). પૃથ્વીના પોપડાના જીવનપોષક નિર્માણ સાથે ઉદ્ભવેલા જીવોની ઉત્ક્રાંતિના ક્રમે જ્યારે આજનો મનુષ્ય સાકાર થયો, ત્યારે ભૂમિ મુખ્યત્વે જંગલોથી આચ્છાદિત હતી અને મનુષ્ય કંદ-પાન-ફૂલ-ફળ ઇત્યાદિ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ કૌટિલીય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ઉપરાંત શિકાર કરેલાં વિવિધ પ્રાણીઓના માંસ પર જીવતો હતો. એ હતો અરણ્યયુગ. કોઈ ચોક્કસ તબક્કે મનુષ્ય ખેતીની શોધ કરી. તે સાથે આવાસ-નિર્માણ, અગ્નિ પેટાવવાની કળા, માટી-પાત્રોનું નિર્માણ, સ્ત્રીપુરુષના સુસ્થિર-રસાળ સંબંધ પર આધારિત સામાજિક સહજીવનની સૂઝ સાથે ગ્રામ-નિર્માણ ઇત્યાદિરૂપે કૃષિસંસ્કૃતિ સ્થિર થઈ. જૈન-જૈનેતર ઉભય સાહિત્ય જેમની ઐતિહાસિકતા ચીંધે છે, તેવા યુગપુરુષ ઋષભદેવને નામે આવી કેટલીક સંસ્કૃતિસ્થાપક પાયાની શોધો અને તેનું વત્સલ પ્રશિક્ષણ ચઢેલાં છે. ખેતીની આવડત એક ક્રાંતિકારક પાયો બન્યો, જેણે સમાજ-નિર્માણ, ગ્રામનિર્માણ દ્વારા માનવની વ્યક્તિગત પ્રતિભાનાં વધુ ગહન રચનાત્મક લક્ષણો ખોલી આપ્યાં, અને તેમના સામુદાયિક જીવનની વધુ ને વધુ મનોહર ભાત ખીલે તે માટેની મોકળાશ કરી આપી. આ આખો કૃષિ-યુગ બની રહ્યો, જેમાં પશુપાલન, ગ્રામોદ્યોગ, વેપાર વગેરેએ કૃષિને પૂરી સ્થિરતા અને સામાજિક પ્રતિષ્ઠા આપી. આમાંથી વ્યક્તિજીવન અને સમાજ-જીવનની જે ચોક્કસ, વ્યાપક અને ચિરસ્થાયી ભાત ઊભી થઈ, તે ઉત્તમ રીતે ગુણકર્માધારિત સામાજિક વર્ણવ્યવસ્થા અને વ્યક્તિગત આશ્રમ-વ્યવસ્થારૂપ મૌલિક ભારતીય પ્રણાલીમાં પ્રતિબિંબિત થાય છે. કવિવર રવીન્દ્રનાથે બરોબર નાડી પારખીને કહ્યું છે, કે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ તે અરણ્ય-સંસ્કૃતિ છે. એ કથનનું તાત્પર્ય એ છે કે વનોને જ માનવીય સાધનાના ઉત્તમ અધિષ્ઠાન તરીકે પારખી ચૂકેલા ઋષિઓએ પોતાની પારદર્શી પ્રજ્ઞાથી અને સર્વાશ્લેષી કરુણાથી જે સત્યદર્શન તટસ્થભાવે કર્યું અને અટલ વ્યવહારલક્ષી માર્ગદર્શન સુધ્ધાં આપ્યું, એના આધારે ભારતમાં માનવસંસ્કૃતિ ઘાટ પામી છે. વેદો રૂપે પ્રગટેલી એ ઋષિવિદ્યામાં પરમાર્થ અને તેને પામવા માટે માર્ગ તૈયાર કરનારી સમાજવ્યવસ્થા અને પ્રત્યેક વ્યક્તિની સાધનાપૂર્ણ જીવનચર્યા એ બંને વિષયો – જેમને કોઈકે અનુક્રમે વિદ્યા અને અવિદ્યા, કોઈકે પરાવિદ્યા અને અપરાવિદ્યા, કોઈકે શ્રુતિ અને સ્મૃતિ કહી તે – ઉત્તમ રીતે મૂર્ત થયા છે. એટલે તો વેદના જ અંતર્ગત ભાગ તરીકે છ વેદાંગો, અને વળી ‘ઇતિહાસ-પુરાણ' રૂપ બે ગ્રંથપ્રકારો પણ અચૂક સમાવાય છે. મનુષ્યની બૈગુણ્યાત્મક અને ત્રિગુણાતીત સમગ્ર પ્રકૃતિને પારખીને ઋષિપરંપરાએ જીવનનાં સામાજિક, આર્થિક, રાજકીય, આધ્યાત્મિક એમ સર્વ પાસાં વિષે અધિકૃત અને શ્રદ્ધેય માર્ગદર્શન આપ્યું, અને એને આધારે તંતોતંત જીવવાનો અપૂર્વ પ્રયોગ ભારતવર્ષમાં પરાપૂર્વથી આજ સુધી વત્તે ઓછે અંશે થતો આવ્યો છે. છ વેદાંગો પૈકી યાજ્ઞિક અને ઘરગથ્થુ કર્મકાંડ ઉપરાંત સમગ્ર સામાજિક જીવનચર્યાનો માર્ગ આંકતા કલ્પ' નામના વેદાંગમાં ધર્મશાસ્ત્ર' નામની સમૃદ્ધ શાસ્ત્રશાખા પણ સ્થાન પામી છે. તેમાં વર્ણાશ્રમધર્મોના સર્વાગી પ્રતિપાદનના ભાગરૂપે રાજધર્મનું પણ ઉત્તમ અંકન થયેલું છે. આ બતાવે છે કે રાજધર્મ પણ પૂર્ણપણે પારમાર્થિક અનુબંધ (જોડાણ) ધરાવે છે–અર્થાત્ રાજધર્મનો નમ્ર પ્રતિનિધિ બની રહેતો રાજા જાતે ઉચ્ચતમ જ્ઞાનનો અને તેનું જ્ઞાન ધરાવતા જ્ઞાનીઓનો અંકુશ પૂર્ણપણે સ્વીકારીને જ પ્રજાજીવનને ઉત્તમ માનવોચિત રીતે અંકુશમાં રાખે છે. “રાજકારણમાં ધર્મ હોવો જોઈએ કે નહિ એવો પ્રશ્ન જ “ચાલવા ધરતી જોઈએ કે નહિ' તેવા પ્રશ્નની જેમ નર્યો મૂઢતાજન્ય છે. રાજકારણ માટે ધર્મના સંગની આવશ્યકતા સ્વતઃસિદ્ધ છે. ઋગ્વદાદિ વેદોમાં સહજપણે જ તે વખતનાં રાજકીય એકમો અને અન્ય રાજકીય સંદર્ભોના મૂલ્યવાનું પ્રાસંગિક ઉલ્લેખો ઠેર-ઠેર મળે છે. વિવિધ વસ્તીસ્થાનો તરીકે “ગ્રામ', ‘વિશ” (આજના તાલુકા કે જિલ્લા જેવો ગ્રામસમૂહ), “રાષ્ટ્ર'ના ઉલ્લેખો મળે છે. રાજકાજ માટેના સામુદાયિક મિલનરૂપ કે મિલનસ્થાનરૂપ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ સભા' શબ્દ (સહ મતિ મત્ર સા સમા – જેમાં સહુ સાથે શોભે અર્થાત્ જ્યાં સૌને સમાન ગૌરવ અને અભિવ્યક્તિનો અધિકાર હોય છે તેવું ઔપચારિક કાર્યસાધક મિલન, યા તેવા મિલન માટેનું ખાસ સ્થાન) ઉપરાંત સભામાં ભાગ લેવા માટેના અનુરૂપ સર્વ સંસ્કાર પામેલી વ્યક્તિ માટે ‘સમય’ કે ‘સખ્ય’ શબ્દો વિવિધ સંદર્ભે વેદોમાં મળે છે. “અથર્વવેદ'માં સમેય બનવા માટેની પ્રાર્થનાનું એક ખાસ સૂક્ત મળે છે. પ્રાચીન પરિભાષા મુજબ વર્ણાશ્રમધર્મને સુદઢ રીતે પ્રવર્તાવવા માટે – સાદી ભાષામાં : સમાજજીવનને સર્વાગીપણે સુદઢ કરવા માટે - રાજધર્મ હતો. એ રાજધર્મના હાર્દરૂપ માનવ-વર્તનના નિયમનનો પ્રાકૃતિક પાયો હતો રાષ્ટ્રના જ લઘુતમ નમૂનારૂપ સ્ત્રી-પુરુષ-સંબંધમાં લગ્ન-સંસ્થાદિ રૂપે પ્રવર્તતા નિયમનમાં, તેમ જ વેદમાં ટ્રમ એવા મહિમાયુક્ત શબ્દથી ઉલ્લેખાતા પરિવારગૃહમાં સ્થપાયેલા નિયમબદ્ધ માનવસંબંધોમાં. પરિવારના વાસસ્થાનરૂપ ગૃહને ‘રમ' સંજ્ઞા એટલે મળેલી કે એમાં પરિવારની સુદઢતા સિદ્ધ થાય તેવા ટ્રમ કે રમત(આત્મસંયમ)નું પ્રવર્તન હોય છે. પરિવારનો પાયો છે સંયમ-કૌશલ પર આધારિત એવો સ્ત્રી-પુરુષનો બહુમુખી સહયોગ. સ્ત્રી-પુરુષ-સંબંધમાં નીપજતી “રતિ' (સંભોગજન્ય આનંદ)ની અવનવી મનોહારિતા, ચિરંજીવિતા અને કલ્યાણકારિતાનો આધાર પણ સંયમ પર છે. એવી સ્થિર રતિના અનુભવથી યુગલમાં સધાતો સ્થાયી સંતોષ જ પરિવારને વિશિષ્ટ સંબંધોથી ગૂંથાયેલા મનુષ્યોનો, આનંદ અને સહયોગથી ગુંજતો વડલો બનાવે છે. ધર્મશાસ્ત્ર સમાજનાં આ યુગલરૂપ અને પરિવારરૂપ ઘટકોનાં હાદરૂપ નિયમનોને મનોવૈજ્ઞાનિક ઔચિત્ય કે આનુકૂલ્ય જાળવીને સ્થાયી રૂપ આપ્યું. આ છેક પાયાના સામાજિક ઘટકથી માંડીને તેના આધારે વિકસેલાં ઉચ્ચાવચ સામાજિક ઘટકાને ટકાવનારાં બહુમુખી નિયમનોને પણ સ્થિર કર્યા. અનુભવને આધારે લચીલી વિવેકિતા વાપરીને નિયમોના અનેક અપવાદોને પણ, વાજબીપણું જોઈને માન્ય કર્યા. સમયાનુરૂપ અનિવાર્ય નિયમ-પરિવર્તનો પણ કાળે કાળે અનેક ધર્મશાસ્ત્રકારો દ્વારા થતાં રહ્યાં, માન્ય કરાતાં રહ્યાં. આના જ ભાગરૂપે એક નૈસર્ગિક બૃહત્ મુલ્કમાં સ્થિર થયેલાં અનેક સ્થાનિક, સ્વયંપૂર્ણ પ્રજાજૂથોનાં સામૂહિક ધારણ, પાલન અને પોષણ અર્થે સમાજના જ ઘટકરૂપ ક્ષત્રિય વર્ણ અને તેમાંના રાજન્ય-વર્ગમાંથી નીપજેલી રાજ્યસંસ્થા (અર્થાત્ ક્ષત્રિયોમાંના એક કે અધિક પુરુષવિશેષની રાહબરીમાં દંડનું પ્રવર્તન કરી સમાજના સ્થાયી વિકાસને અનુરૂપ સુવ્યવસ્થા; ન્યાય અને મહિમામય અર્થપ્રવૃત્તિ માટેનું સમગ્ર સાધનજાળ ઊભું કરનારી તંત્રવ્યવસ્થા) અસ્તિત્વમાં આવી. ભારતીય અનેક સુચિંતિત, સમતોલ પરંપરાઓની જેમ, મૂળમાં વર્ણવ્યવસ્થા, ભગવદ્ગીતાએ સ્પષ્ટ બતાવ્યું છે તેમ, વ્યક્તિના નિસર્ગદત્ત આગવા સહજ ગુણને અનુરૂપ/અનુકૂળ કર્મની પ્રેમળ મનોવૈજ્ઞાનિક ભલામણરૂપ કે માર્ગદર્શનરૂપ હતી; વ્યક્તિ અને સમાજ એ બંનેનું હિત એક સાથે એક કાંકરે બે પક્ષી'ના ન્યાયે સધાઈ જાય તેવી કૌશલયુક્ત વ્યવસ્થા હતી. એમાં ન કોઈ વર્ણના ચઢિયાતાઊતરતાપણાનો ભાવ હતો, ને અહના સંઘર્ષોને અવકાશ હતો, ન એક વર્ણ દ્વારા બીજા વર્ણની હીલનાનો કે શોષણનો ભાવ. તો આને આધારે પ્રસ્તુત ચર્ચામાં એ સમજવાનું છે કે ક્ષત્રિયવર્ણ દ્વારા થતું વિશાળ મુલ્કનાં પ્રજાજૂથોનું નિયમન પણ સમગ્ર વર્ણવ્યવસ્થાના ભાગરૂપે, નિરહંકાર કર્તવ્યરૂપ હતું અને તેથી સર્વ વર્ણોની, અર્થાત્ આખા સમાજની અદબ બરોબર જાળવવાની હતી. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ કૌટિલીય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ હવે શરૂઆતમાં રાજ્યસંસ્થાની મુખ્ય ફરજ હતી નવું-નવું સહજીવન શીખતા વિશાળ સમુદાયોમાં પ્રવર્તતી વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની કે જૂથ-જૂથ વચ્ચેની બહુવિધ વિષમતાઓ, ઉદંડતાઓ(આડાઈઓ)નું નિયમન, શમન કે ઉચ્છેદન બળ અને કળ એ બંને માનવીય ઉપાયોથી કરવાની. એટલે એ આધારે રાજ્યના એ કર્તવ્યને નામ મળ્યું ‘દંડનીતિ’. દંડનું કામ હતું દમન એટલે કે પાકું નિયમન કરવાનું. એમાં શક્તિનો ફટાટોપ અને લાલ આંખ બતાવવાનું પ્રસ્તુત હતું. તેથી દંડનું વર્ણન કરતાં તેને ‘લાલ આંખવાળો' (રોહિતાક્ષઃ) કહેવાયો છે. પણ કૌટિલ્ય સુધ્ધાં કહે છે તેમ એ દંડશક્તિએ પ્રથમ તો આત્મસંયમ દ્વારા આત્મનિયમન કે પાકું સ્વદોષનિરસન કરવાનું હતું. સ્વયં વિનીત હોય તે જ સર્વાંગી આત્મબળથી વિશાળ, ભાતીગળ સમુદાય-જાળનું નિયમન કરી શકે એવું સુભગ દર્શન ઋષિ-પ્રેરિત ભારતવર્ષને થયેલું. ૧૦ એટલે રાજ્યતંત્રે જે-જે વિવિધ દંડ કે શિક્ષાઓ નિયમન માટે પ્રવર્તાવવાનાં હતાં, તે જાતે મનમાની રીતે ઉપજાવેલાં નહોતાં, પણ ઉક્ત ધર્મશાસ્ત્રો દ્વારા જ સૂચવાયેલા પ્રબુદ્ધ આયોજનના વિનીત અનુસરણરૂપ હતાં. ખ્રિસ્તી ચર્ચ અને રાજ્યસંસ્થા વચ્ચે પ્રાચીન કાળથી પશ્ચિમના દેશોમાં જે હોંસાતુંસી, દારૂણ ગજગ્રાહ કે સંઘર્ષ હતાં, તેનો એકંદરે ભારતીય પરંપરામાં અભાવ હતો. બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ણ પોત-પોતાની મર્યાદાને અને પરસ્પર પ્રત્યેના સમબલ આદરને બરોબર જાળવતા. બ્રાહ્મણવર્ણના રાજ્ય સાથે જોડાયેલા પ્રતિનિધિરૂપ પુરોહિત કે દરબારમાં બેઠેલા પંડિતો કે ઋષિઓ સાથે રાજા કે તેના મંત્રીઓનો એકંદરે અત્યંત સહયોગી સંબંધ જળવાતો. બ્રાહ્મણ-અગ્રણીઓ અને ક્ષત્રિય-અગ્રણીઓ પરસ્પર કેવા આદર અને વિનય જાળવતા એના અનેક પ્રસંગો વિવિધ પુરાણોમાં તેમ જ મહાભારત-રામાયણમાં અંકિત થયેલા છે. અલબત્ત, આના અપવાદો પણ એમાં જરૂર અંકિત થયેલા છે. પણ ‘અપવાદ નિયમને દઢ કરે છે' એવા ન્યાયથી એ અપવાદોને જોવા ઘટે. ઉપર ચર્ચા મુજબ, રાજા અને સમગ્ર રાજન્ય-વર્ગે જાળવવાની એક અગત્યની અદબ, પ્રાચીન-ભારતીય રાજનીતિના અનેક મૌલિક અધ્યેતા અને પ્રવક્તા પૈકીના એક જૈન મુનિ સોમદેવસૂરિના નીતિવાળ્યામૃત ગ્રંથના એક સૂત્રમાં આમ સરસ રીતે કહેવાઈ છે : ‘શસ્ત્રાધિકારીઓ તે શાસ્ત્રાધિકારીઓ ન બને.’’૮ મહાન અનર્થોમાંથી સમાજને અને રાષ્ટ્રને બચાવનારી આ કેટલી મહત્ત્વની મર્યાદા છે તે અનુભવીઓની કે વિચારશીલોની નજર બહાર નહિ જ રહે. તો હવે મૂળ વાતનું અનુસંધાન કરીએ. રાજ્યતંત્રની સૌથી પાયાની જે દંડપ્રવર્તનની એટલે કે સુચિંતિત નિયમનોના અમલની ફરજ હતી, તે કેટલી વ્યાપક અને સમાજજીવનનાં સર્વ અંગો કે પાસાંને સ્પર્શનારી હતી તે જોઈએ. સ્ત્રી-પુરુષ-સંબંધ અન્વયે સામાજિક અને આર્થિક ન્યાય બંને પક્ષે જળવાય તે માટેનાં તેમ જ યૌનસંબંધ અંગેના કર્તવ્યો બાબતનાં અનેક નિયમનો સ્થિર થયેલાં. બહુપત્નીત્વના અન્વયે, તો વળી સ્ત્રી દ્વારા વફાદારી-ભંગ અન્વયે ઊભા થતા પ્રશ્નોના ઉકેલ અર્થે અને તે અન્વયે સંતાનોની આર્થિક-સામાજિક સુરક્ષા અંગે પણ અનેક નિયમનો સ્થિર થતાં ગયેલાં. પિરવારમાં નવી પેઢીના વારસાહક તથા સ્ત્રીની જીવાઈ અંગે અનેક નિયમનો અને દંડવિધાન સ્થપાયાં. તેનાથી આગળ વધીને જમીનની માલિકી, ઘર કે જમીનની સરહદો, વેપારી ભાગીદારી, માલિક અને નોક૨ દાસ વચ્ચેનો સંબંધ, ખરીદ-વેચાણ જેવા For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ આર્થિક સંબંધો, શારીરિક કે વાચિક હિંસા અંગેના અપરાધો, નાગરિકે રાજયસંસ્થા પ્રત્યે જાળવવાની વાજબી અદબ અંગે – આમ વિવિધ મોરચે દંડવિધાન દ્વારા નિયમન કરનારા કાયદા બન્યા. આ બધાન હેતુ પારસ્પરિક સામાજિકતા જાળવીને સંબંધોમાં ન્યાય અને સમાનતા આણવાનો અને તે દ્વારા મનુષ્યન માણસાઈનો વિકાસ કરવાનો હતો. ‘કલ્પ’-વેદાંગ-અંતર્ગત પ્રથમ રચાયેલાં ‘ધર્મસ્ત્રો'માં સમાજનુ નિયમન કરનારા ઉપર્યુક્ત વિવિધ કાયદાઓ નિરૂપાયા હતા. તેમાંથી જ પાછળના ધમશાસ્ત્ર-ગ્રંથો અને વિવિધ ‘સ્મૃતિગ્રંથો’ રચાયા. માનવસ્વભાવનો બરોબર વિચાર કરીએ, તો અનેક વ્યક્તિઓના આત્મસંયમના બળે નિર્માણ પામેલા પરસ્પર વિશ્વાસના સહજ-સંગીન પાયાને આધારે જ ‘સમાજ’ નામનું અમૂર્ત પણ વાસ્તવિક શરીર અસ્તિત્વમાં આવ્યું. સમાજ ભલે વિશાળ હોય અને વિશાળ પ્રદેશમાં ફેલાયેલો હોય, પણ રોજિંદા પ્રત્યક્ષ સંબંધ વિકસે તો વિવિધ ફળિયાં કે મોહલ્લામાં અને અનેક ફળિયાં ધરાવતાં એકજથ્થુ, એકરાગે વસેલાં ગામમાં. વળી જરૂરી સમૃદ્ધ સમૂહબળ નિપજાવવા અર્થે નજીક-નજીકનાં ગામોના બહુમુખી અર્થપૂર્ણ સંબંધ વિકસાવવા વેદકાળમાં ‘વિ' નામનું ગ્રામસમૂહરૂપ ઘટક પણ મૂર્ત થયું. પ્રાકૃતિક (ભૌગોલિક) એકમમાં સમાનારાં ગામોનું જ એક નૈસર્ગિક જૂથ નીપજી આવવાનું પણ વ્યાપક રીતે બને. ધીમે ધીમે આવા ગ્રામસમૂહના લોકોની દ્વિતીય કક્ષાની કે જીવનને વિશેષ સંસ્કારનારી જરૂરિયાતોની ખરીદી માટે કે સ્વનિર્મિત વધારાની ખાદ્ય-અખાદ્ય ચીજોના વેચાણ માટે નાનાં નગરો કે કસ્બા, ખાસ વેપારી નગરો, પરદેશ સાથે દરિયામાર્ગે માલની આયાત-નિકાસનો સાહસિક ઉદ્યમ ખિલવનારાં બંદરો ઇત્યાદિ પણ સાકાર થયાં. કૌટિલ્યે તેમના જમાનાની પરિસ્થિતિ મુજબ દસ ગામ, બસો ગામ, ચારસો ગામ અને આઠસો ગામ વચ્ચે અનુક્રમે ‘સંગ્રહણ', ‘ખાર્વટિક’, ‘દ્રોણમુખ' અને ‘સ્થાનીય’ એવાં પ્રકારનામો ધરાવતાં ઉચ્ચાવચ મથકોના નિર્માણની નોંધ લીધી છે. તેમાંનું છેલ્લા પ્રકારનું નગર રાજધાની હોય તેમ જણાય છે. રાજધાનીમાં આખા રાષ્ટ્રનાં વહીવટ, રક્ષણ, વ્યવસાય-પ્રવર્તન અને પરિપોષણનું સંકુલ તંત્ર ગોઠવાતું. તેને કારણે રાજધાની એ કોઈ પણ રાષ્ટ્રનું હૃદય બની રહેતી. તેથી જ શત્રુરાજા જે-તે રાષ્ટ્રને જીતી લેવા રાજધાનીની ચોટી પકડીને તેને જ કબજે કરી લે તે પર્યાપ્ત થતું. આ કારણે રાજધાનીનું પાકે પાયે રક્ષણ જરૂરી બનતાં તેની આસપાસ પ્રાકૃતિક દુર્ગ કે એક સંકુલ રૂપે માનવ દ્વારા નિર્મિત દુર્ગ (નરદુર્ગ – કિલ્લો) રચવાની જોગવાઈ થઈ. એને કારણે ખુદ રાજધાની માટે પણ ‘દુર્ગ’ શબ્દ પ્રચલિત બન્યો; એટલું જ નહિ, રાજ્યનાં અનિવાર્ય સાત ઘટકો પૈકી ‘દુર્ગ’ એક ઘટક બની રહ્યો. ૧૧ મનુષ્યજાતિના ઇતિહાસમાં પ્રાથમિક જ્ઞાન પરથી પણ એ જણાય છે કે વિવિધ દુર્લભ લાભો મેળવવા માટે સમાજમાં રહેવાનું તો મોટા ભાગના મનુષ્યોને પસંદ છે, પણ તે માટે બીજાનાં સુખનો કે લાભનો પણ પૂરો ખ્યાલ રાખીને સ્વેચ્છાએ પોતાના વર્તનનું નિયમન કરવા તત્પર વર્ગ ઘણો જ નાનો છે. (એક સંસ્કૃત સુભાષિત કહે છે : “મનુષ્યો ધર્મનું ફળ ઇચ્છે છે, પણ ધર્મ આચરવાનું ઇચ્છતા નથી’ ધર્મસ્ય મિન્તિ ધર્મ નેતિ માનવા: !) હા, દંડના પાકા ભયથી સીધો ચાલનારો વર્ગ મોટો છે ખરો ! તો વળી સમાજને છૂપી રીતે ફોલી ખાનારો વર્ગ (કૌટિલ્યોક્ત ગૂજનીવિન:) સંખ્યામાં વત્તોઓછો હોય તો યે રાજ્યતંત્રની ઊંઘ હરામ કરી દે તેટલી કુટિલતાને For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ કૌટિલીય “અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ કારણે બહુસંખ્યક લાગે તેવો અને વળી રાષ્ટ્રભરમાં ફેલાયેલો જોવા મળે છે. તો નાનો પણ અતિ ઉગ્ર વ્યવહારો આચરનારો એક વર્ગ તો સમાજ સામે ઉઘાડે છોગે બહારવટે ચઢેલો (ત્રાસવાદી) હોય છે. આમપ્રજામાં અન્યોન્ય પ્રત્યે આચરાતા ને ફરિયાદી દ્વારા જ લક્ષમાં આવતા અપરાધો બાબત જેટલી દંડશક્તિની સાતત્યયુક્ત અને વ્યાપક જરૂર છે, તેથી અનેકગણી સજ્જ, સંગઠિત અને બહુરૂપી સામર્થ્યવાળી દંડશક્તિની જરૂર અત્રે ચીંધેલા સમાજશત્રુઓ માટે છે. આવા અપરાધીઓ સામે તો રાજયતંત્રે પૂરેપૂરી જાતચોકીદારીથી, દેશદાઝથી, પોતાની રાજયકર્તા તરીકેની લાયકાતને અને કર્તવ્યભાવનાને પુરવાર કરવા પણ નિત્ય જાગૃત અને સક્રિય રહેવું પડે છે. પ્રજાનો તો આમાં આડકતરો સહકાર જ ખપનો ગણાય. આ વર્ગ માટે પ્રાચીન ભારતીય દંડનીતિમાં “કંટક' એવું ઉપમાયુક્ત નામ ખૂબ વાજબી રીતે જ અપાયેલું છે. આમ જો સ્વરાષ્ટ્રમાં જ ઠેરઠેર સમાજવિરોધી રાષ્ટ્રશત્રુઓ પ્રત્યેનું કઠોર કર્તવ્ય ઊભું થતું હોય, તો પછી રાષ્ટ્રની બહારના વિવિધ શત્રુઓની તો વાત જ શી ? વિશેષ કરીને તો પ્રજાને નામે રાજય કરનાર પડોશી રાજાઓ કે તેના હાથ નીચેના ઉચ્ચતર મંત્રી-આદિ રાજપુરુષો પૈકી કોઈ ને કોઈ, પોતાની અંગત અસામાજિક મલિન મહત્ત્વાકાંક્ષા, સત્તાલાલસા કે આસુરી ધનલાલસાને વશ થઈને – અર્થાત્ રાજ-કારણ કે સત્તા-કારણને વશ થઈને, પણ શુદ્ધ પ્રજા-કારણે તો નહિ જ – પોતે જમાવેલાં વિપુલ સત્તા-સાધનોનો બળજરીપૂર્વક દુરુપયોગ કરીને, નિશાન બનાવેલા પડોશી રાષ્ટ્રનાં તંત્રોને અને ભ્રષ્ટ અધિકારીઓને બહેકાવી-લલચાવીને, તે રાષ્ટ્ર પર ખુલ્લા આક્રમણ સહિત સર્વ પ્રકારની શત્રુતા દાખવે છે. આવા, ખરેખર તો માનવીય સંસ્કૃતિના બેઠા શત્રુરૂપ, પડખેના આક્રમક રાષ્ટ્ર સામે પોતાના રાષ્ટ્રનું – બલ્ક તત્ત્વત: માનવીય સર્વકલ્યાણકર સંસ્કૃતિનું – રક્ષણ કરવાની સૌથી વધુ અટપટી અને બહુવિધ ચિરસંચિત સામર્થ્યની અપેક્ષા રાખતી, ટાળી ન શકાય તેવી જવાબદારી નરવા રાજ્યતંત્ર સમક્ષ આવી પડે છે. અનેક રાષ્ટ્રોરૂપી રાજકીય એકમોથી નિરંતર ભરેલા વિશાળ મુલ્કમાં આવી અણધાર્યા વેર અને સીધા આક્રમણની સંભાવના નિત્ય ગાજતી રહે છે. તેથી પરદેશનીતિ એ કોઈ પણ દઢમૂલ રાજયની દંડનીતિનું સૌથી મહત્ત્વનું અનિવાર્ય અંગ બની રહે છે. પરદેશનીતિ માટે કોઈ કાળે રૂઢ થયેલો ‘કાવાવ' શબ્દ ખૂબ અર્થવાહી છે. તેનો શબ્દાર્થ છે ‘વાવણી'. તો વિવિધ પરરાષ્ટ્રોમાં અતિ-વિપુલ અને અતિસંકુલ ગુપ્તચર-જાળ રૂપે ધ્યાન, સાવધાની અને પ્રતાપનું વાવેતર કરવાનું હોય છે – એવો અર્થ આ શબ્દપ્રયોગ પરથી તારવી શકાય. ઉપર વર્ણવેલાં વિવિધ રાજકર્તવ્યો એકંદરે રાષ્ટ્રનું – બલ્ક વ્યાપક માનવ-સમાજનું કે સૃષ્ટિનું – સંસ્કૃતિ-રક્ષક-અંગ છે, વિશુદ્ધ ધર્મરૂપ અંગ છે એ વાત ભારતવર્ષમાં નિરંતર વિવિધ રીતે વિચારમાં અને આચારમાં ઘૂંટાતી રહી છે. સફળપણે ધર્મરક્ષા કરનારી ચાતુર્વણ્ય-વ્યવસ્થાના ભાગ તરીકે જ રાજધર્મની વિભાવના વિકસિત થયેલી છે. ખાસ નોંધપાત્ર વાત એ છે કે રાજનીતિની સર્વાગી રૂપરેખા મુખ્યત્વે ઋષિ-પરંપરાની સહજ નીપજ છે. આ વાત મહાભારત-રામાયણ અને પુરાણો તપાસતાં પણ વ્યાપકપણે ધ્યાનમાં આવે છે. અસ્ત્ર-શસ્ત્રવિદ્યામાં સુધ્ધાં અગત્ય-આદિ અનેક ઋષિઓનું પ્રદાન હતું ! અસલ નરવો ક્ષત્રિય-વર્ગ પ્રાયઃ આવી સર્વથા અંતઃસજજ ઋષિપરંપરાને વૈચારિક રીતે પ્રમાણીને તેના For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ માર્ગદર્શનને, પોતાની આગવી પ્રતિભા જાળવીને પણ આચરણમાં મૂકતો. રાજ-દરબારમાં પણ ઋષિઓ ઉપરાંત શ્રેષ્ઠ જ્ઞાની બ્રાહ્મણોને, પંડિતોને આદરભર્યું કાયમી સ્થાન અપાતું. વૃદ્ધ-સેવન એ રાજાનું તો નિત્યનું કર્તવ્ય ગણાતું. રાજા માટે ખૂબ પ્રચલિત બનેલા ‘ગો-બ્રાહ્મણ-પ્રતિપાલક' બિરુદમાં રાજા અને તેના તંત્રની, સમસ્ત સજીવ સૃષ્ટિ અને નરોત્તમો (બલ્કે મનુષ્યમાત્ર) પ્રત્યેની પૂર્ણ પ્રતિબદ્ધતા સૂચવાય છે. રાજ્યના હોદ્દેદારોમાં ‘પુરોહિત’ (=‘આગળ કરાયેલા' એવા વેદવિદ્ બ્રાહ્મણવિશેષ)નું મહિમાયુક્ત સ્થાન હતું. પુરાણોમાં રાજાઓ દ્વારા ઋષિઓ, પુરોહિતો, બ્રાહ્મણો(જેમ કે ખુદ કૌટિલ્ય !)નાં ઘોર અપમાનના કિસ્સાઓ પણ નોંધાયેલા છે અને તેમાં એનાં ઘોર દુષ્પરિણામો પણ બતાવાયેલાં છે. એટલું ચોક્કસ કે એકંદરે આ બ્રહ્મનિષ્ઠ નરોત્તમોની રાજ્યતંત્ર પ્રત્યે બેદખલી, અલિપ્તતા અને નિઃસ્પૃહતા રહેતી. તેમનું અદોષ કર્તવ્ય તો રાજ્યકર્તાના માત્ર અતંરંગ સાથી અને માર્ગદર્શક બની રહેવાનું હતું. ‘બ્રહ્મ-ક્ષત્ર’નો આવો અત્યંત સંવાદી સંબંધ જ પ્રાયઃ રાજાઓને મનમાન્યા રાજકર્મથી અંતરંગપણે રોકતો. “સત્યે સર્વ પ્રતિષ્ઠિતમ્” (“સત્યમાં સર્વકાંઈ પ્રતિષ્ઠા પામે છે’”) એ ન્યાયના પૂર્ણ સ્વીકારમાંથી જ સકલસત્યગ્રાહી પ્રજ્ઞા કે બુદ્ધિને જીવનરચનામાં ટોચનું સ્થાન અપાયું. તેથી ભગવદ્ગીતા પણ ભારપૂર્વક કહે છે; “બુદ્ધિમાં શરણ શોધ” (યુદ્ધૌ શળમન્વિત્ઝ). પરમોચ્ચ બુદ્ધિનાં લક્ષણો છે : સર્વગ્રાહિતા, તટસ્થતા, સમત્વ. એટલે શરીરબળની મહત્તા સાથે તેની ગંભીર મર્યાદાઓને પણ પારખી લઈને એને યોગ્યતા મુજબનું સ્થાન જ અપાયું અને બહુ જ લાક્ષણિક રીતે કહેવાયું : “જેની બુદ્ધિ, તેનું બળ” (“વુદ્ધિર્ય વતં તસ્ય’”). ગાંધીજી ઘૂંટતા રહેલા કે સત્યમાંથી જ અહિંસા ફલિત થાય છે. તેથી પૂર્ણસત્યગ્રાહી બુદ્ધિ પણ અહિંસા તરફ લઈ જાય તેમ માનવું પડે. એ દૃષ્ટિએ રાજધર્મની ઉત્પત્તિ કે સ્થાપનાના સંજોગો બતાવતા એક પૌરાણિક શૈલીના વૃત્તાંતમાં એ વાત ઘૂંટાઈ છે કે રાજા જેવી કોઈ હસ્તીના અભાવે માનવ-સમૂહમાં ‘બળિયાના બે ભાગ’ એ ન્યાય અથવા તો ‘માત્મ્યન્યાય’ (મોટું માછલું નાના માછલાને ગળી જાય તેવો સંદર્ભ) પ્રવર્તતો હતો. એ અટકાવવા જ રાજાનું તેના સહાયક તંત્રના સહયોગથી સધાતું આધિપત્ય બ્રહ્મા (અર્થાત્ જગન્નિયન્તા) દ્વારા સ્થાપવામાં આવ્યું. ડાર્વિન-પ્રતિપાદિત સંઘર્ષવાદથી વિપરીત એવા સમન્વય અને સહયોગના નૈસર્ગિક નિયમના પુરસ્કાર પર સંસ્કૃતિઓ ચિરકાળ ટકે છે. બળ એ અસલ સામર્થ્યનો એક સંભવિત પ્રકાર ખરો, પણ તેના રચનાત્મક કે સંરક્ષણલક્ષી ઉપયોગ થકી જ; નહિતર ગળે ઘંટીનું પડ (દાખલો : અમેરિકા) ! બાકી ‘નિર્વતજે વત્ત રામ’ એ ન્યાયે સ્થૂળ બળની ન્યૂનતા ધરાવનારામાં પણ અન્ય અનેક જીવનવિધાયક દુર્લભ સામર્થ્રો હોઈ શકે છે. એટલે સરવાળે સર્વના મહત્તમ કલ્યાણ માટે, બળ સાથે કળ એટલે કે ઊંડી મનોવૈજ્ઞાનિક સૂઝ ઇત્યાદિ વધુ ઠરેલ અને અસ૨કા૨ક સામર્થ્યના યોગથી માત્મ્યન્યાય અટકાવવો તે જ સાફલ્યગામી ઉપાય છે. આવી સમજણ ઉપર રાજપદની ઉપયોગિતા અને ચિરપ્રતિષ્ઠા નિર્ભર (આધારિત) છે. એ જ કારણે ભારતીય રાજનીતિમાં સામ-આદિ ચાર ઉપાયોમાં દંડ’નો અગ્રતાક્રમ છેલ્લો છે. એથી જ એવી રાજનીતિમાં સર્વ વર્ણના સામાન્ય લોકની રચનાત્મક પ્રકૃતિ વિપુલપણે ખપની બની રહે છે. ક્ષાત્ર પ્રતિભાથી સધાતી સર્વ જીવોની રક્ષામાંથી જ સર્વની બહુવિધ રચનાત્મક શક્તિઓ સક્રિય બનીને બહુવિધ સ્થૂળ-સૂક્ષ્મ સમૃદ્ધિનો રાષ્ટ્રસંવર્ધક ચિરંતન રાશિ સર્જે છે; એટલું જ નહિ, એનું પીઠબળ માનવજીવનના ઉચ્ચતમ પારમાર્થિક કલ્યાણનો માર્ગ પણ સાફ કરી આપે છે. આવું રાજ્ય જેમ સ્થૂળ ૧૩ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કોટિલીય અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ જડ બળના આધિપત્યને અટકાવે છે, તેમ કોઈ પણ જાતની કટ્ટર મનોવૃત્તિને પણ જામવા દેતું નથી. તેથી સર્વ ધર્મપરંપરા, સર્વ જાતિ, સર્વ બોલી, સર્વ લિંગ ઇત્યાદિની નિજ-નિજ પ્રતિષ્ઠા તેમાં સધાય છે. પ્રાચીન ભારતીય શાસન-વ્યવસ્થાના સિદ્ધાંતગ્રંથો જોતાં અને દીર્ઘકાલીન ઐતિહાસિક વસ્તુસ્થિતિ તપાસતાં, એકંદરે “એકરાજ્ય'-પદ્ધતિ ચિરપ્રતિષ્ઠિત રહી છે. “એકરાજય' એટલે એક શાસકના આધિપત્યવાળું તંત્ર. વત્તેઓછે અંશે અજમાવાયેલા અન્ય સંભવિત શાસનપ્રકારો પૈકી રાજય” (બ વ્યક્તિના સંયુક્ત આધિપત્યવાળું રાજય), “વૈરાજય' (એકાધિક શાસકો દ્વારા શાસિત રાજ્યતંત્ર – આ કાં તો ઉમરાવશાહી હોય યા અન્ય મતે લોકતંત્ર; પ્રા. કંગલેના મતે વિદેશી રાજાનું શાસન), સંઘતંત્ર કે ગણતંત્ર (પ્રજાપ્રતિનિધિઓનું કે ઉમરાવોનું શાસન) ઇત્યાદિના ઉલ્લેખો મળે છે. આ બધામાં પ્રાચીન ભારતમાં સમાજની સંસ્કારદશાના અન્વયે “એકરાજય'-પદ્ધતિ (રાજાશાહી) પૌરાણિક-ઐતિહાસિક એ બંને ગાળામાં કારગર અને પ્રતિષ્ઠિત જણાય છે. એકંદરે એનાથી સમાજ-રક્ષા, સંસ્કૃતિ-રક્ષા ગણનાપાત્ર કક્ષાએ દીર્ઘકાળ સુધી સધાતી રહી. એટલે પ્રાચીન-ભારતીય રાજનીતિવિષયક ગ્રંથો આ રાજાશાહીને સ્વીકારીને જ નિરપવાદપણે ચાલ્યા. ભારતીય સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-સાંપ્રત ભારતીય ભાષાઓમાં રચાયેલું લલિત સાહિત્ય પણ પ્રાણવાનું રાજ-પ્રતિભાનાં વિવિધ નિદર્શન રજૂ કરે છે. રાજનીતિવિષયક પ્રાચીન ભારતીય ગ્રંથોનું પંખીદર્શન કરીએ : ધર્મસૂત્રો અને તજજન્ય ધર્મશાસ્ત્ર-ગ્રંથોમાં મુખ્યત્વે સામાજિક-આર્થિક-વહીવટી કાયદાઓ અને તેમને લગતું દંડવિધાન જ પ્રાધાન્ય ધરાવે છે. પાછળથી રાજધર્મના વિસ્તરણ સાથે અર્થતંત્ર, વહીવટીતંત્ર, ગુપ્તચરતંત્ર, કરતંત્ર, પરદેશનીતિ, યુદ્ધતંત્ર ઇત્યાદિનાં નિરૂપણ ઉમરાતાં ગયાં. ધર્મશાસ્ત્રગ્રંથોમાંથી યાજ્ઞવલ્કય, પારાશર, નારદ, મનુ આદિને નામે ચડેલાં સ્મૃતિગ્રંથો આવશ્યક સંક્ષેપ કે વિસ્તારથી રચાયા. તે પૈકી સુપ્રસિદ્ધ “મનુસ્મૃતિ'માંના સાતમા અધ્યાયમાં વિસ્તૃત રીતે રાજધર્મનાં મોટા ભાગનાં અંગો નિરૂપાયાં છે. “મહાભારતમાં આમ તો ઠેર-ઠેર રાજનીતિની ચર્ચાઓ કે તે અંગેનાં દીર્ઘ સંભાષણો ગૂંથાયાં છે. છતાં ‘શાંતિપર્વમાં એક-સો ચાળીસ અધ્યાયનું સુદીર્ઘ “રાજધર્મપર્વ' (પેટાપર્વ તરીકે) અલગ જોવા મળે છે. “મનુસ્મૃતિ” અને “મહાભારત'ના આ ભાગો “અર્થશાસ્ત્ર'ની પછી પ્રક્ષિપ્ત થયેલા અને “અર્થશાસ્ત્રનો પ્રભાવ ઝીલનારા જણાય છે. કૌટિલ્ય “અર્થશાસ્ત્ર પોતાના વિષયના પૂર્વાચાર્યોનાં પ્રસ્થાપિત થયેલાં મોટા ભાગનાં અર્થશાસ્ત્રોનું દોહન કરીને સ્વપ્રતિભા અનુસાર રચ્યું છે તેવું તેઓ પોતે જ ગ્રંથારંભે કહે છે. આ ગ્રંથ કોઈ રાજાને ઉપયોગી બને તે રીતે પોતે રચ્યો હોવાનું પણ કહ્યું છે. આ ગ્રંથ એની પ્રભાવકતાને કારણે કામંદક, જૈનમુનિશ્રી સોમદેવસૂરિ ઇત્યાદિ રાજનીતિવિષયક ઉત્તરવર્તી ગ્રંથકર્તાઓ માટે આધારગ્રંથ બન્યો છે. મહાભારતમાં મુખ્ય કથાનકના અંતરંગ ભાગ તરીકે અને અનેક સંબદ્ધ ઉપાખ્યાનોના સહજ અંશ તરીકે રાજનીતિની ઘણી જ પ્રૌઢ, મૌલિક ચર્ચાઓ સમાવેશ પામી છે. વાલ્મીકિકૃત ‘રામાયણમાં પણ અનેક પ્રૌઢ રાજધર્મચર્ચાઓ જોવા મળે છે. પ્રાચીન પુરાણોમાં અનેક રાજવૃત્તાંતોમાં અને સ્વતંત્ર શાસ્ત્રીય ચર્ચાઓ રૂપે રાજધર્મની ચર્ચાઓ ગૂંથાયેલી છે. આ બધી સામગ્રી ઠીક-ઠીક અંશે તે-તે ગ્રંથના કે ગ્રંથાંશના કાળની પરિસ્થિતિનું પ્રતિબિંબ પાડતી પણ ગણી શકાય. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ કૌટિલ્ય : ઉપલબ્ધ તથ્યો અને પ્રતિભા-પરિચય ‘અર્થશાસ્ત્ર’માં તેના કર્તાનું નામ ‘કૌટિલ્ય’ o. o. o૦.માં આપેલું છે. ગ્રંથના છેડે, વિદ્વાનો દ્વારા પ્રાયઃ પ્રક્ષિપ્ત મનાતા શ્લોકમાં ‘વિષ્ણુગુપ્ત' નામ અપાયું છે. ‘અર્થશાસ્ત્ર'ની કેટલીક દક્ષિણ ભારતની હસ્તપ્રતોમાં ગ્રંથકર્તાનું નામ ‘ૌટલ્ય’ એવા આકારે મળે છે. પરંતુ મોટા ભાગની પરંપરામાં ‘કૌટિલ્ય’ નામ જ જોવા મળે છે. એથી એને સ્વીકારી શકાય. કદાચ ‘કૌટિલ્ય’ શબ્દનો માઠો અર્થ ટાળવા ‘કૌટલ્ય’ એવી મનમાની સુધારણા પણ થઈ હોય. કદાચ ભિન્ન આકારનું ગોત્રનામ પણ હોય. કૌટિલ્ય માટે જ અન્ય ગ્રંથોમાં ‘ચાણક્ય’ અને ‘વિષ્ણુગુપ્ત’ નામો પણ મળે છે. ‘અર્થશાસ્ત્ર’ના અધ્યયન-સંશોધન-અનુવાદમાં પંદર વર્ષ ગાળનાર સુવિદ્વાન્ પ્રા. આર.પી. કંગલે એમ તારવે છે કે ‘વિષ્ણુગુપ્ત’ એમનું વિશેષનામ છે. જામન્વય-નીતિસારમાં ‘અર્થશાસ્રરૂપી મહાસાગરમાંથી નીતિશાસ્ત્રરૂપી અમૃત તારવી લેનાર' તરીકે વિષ્ણુગુપ્ત ઉલ્લેખાયા છે૧૦. ‘ચાણક્ય’ એ ચળ કે ભિન્ એવા પિતૃનામ ઉપરથી પ્રયોજાતું નામ હોવાનું પ્રા. કંગલે તારવે છે. જ્યારે ‘કૌટિલ્ય’ એ ‘કુટિલ’ ગોત્ર સૂચવતું વિશેષણ હોવાનું તેમનું તારણ છે. આમ ‘કુટિલગોત્રના ચણક કે ચણન્ના પુત્ર વિષ્ણુગુપ્ત’ એવી એમની વ્યક્તિગત ઓળખાણ ઠરે. મૈસૂરની ‘અર્થશાસ્ત્ર'ની આવૃત્તિમાં વાળયનીતિસૂત્ર' નામે આઠ અધ્યાયમાં કુલ ૫૬૨ સૂત્ર સમાવતો સૂત્રાત્મક ગ્રંથ છાપવામાં આવ્યો છે. એ ઉપરાંત ‘વાળયનીતિ’ નામે પણ અનેક શ્લોકોનો સંગ્રહ મળે છે. ‘કૌટિલ્ય’ શબ્દ વિષ્ણુગુપ્તની કપટપરાયણતા (કુટિલતા) સૂચવવા વપરાતું હુલામણું નામ કે વિશેષણ હોવાની વાત તો અધિકૃત વર્તુળોમાં નકારાઈ જ છે. એ માત્ર લોકસ્તરે હળવાશથી બંધ બેસાડાયેલું અર્થઘટન હોવા સંભવ છે. બાકી અનેક વિચિત્ર લાગતી અટકોની જેમ ‘કૌટિલ્ય’ શબ્દ સ્વીકારાય તે ઇષ્ટ જણાય છે. ૧૫ ‘અર્થશાસ્ત્ર’ની પૂર્ણાહુતિમાં – ખરેખર, અત્યંત સુયોગ્ય તબક્કે ઘણું માર્મિક, અર્થસભર વિધાન પદ્યરૂપે કરાયું છે, જેનાથી સુંદર શ્લેષ દ્વારા ગ્રંથકારની સમગ્ર પ્રતિભાનો – તેમના લૌકિક જીવનકાર્યનો – પૂરો સાર સહૃદયોને હૈયે સ્થપાય છે. એ શ્લોક૧૧નો અર્થ આમ છે : “જેના થકી શસ્ત્ર, શાસ્ત્ર અને નંદ રાજાના તાબામાં ગયેલી ભૂમિ [એ ત્રણે ય], [વધારે] સહન ન થતાં, ઝડપથી ‘ઉઠાવાયાં’ (ઉદ્ભૂતાનિ) તેણે આ શાસ્ત્ર રચ્યું છે.” - મૂળમાંના ઉદ્ધૃત્તિ પદમાં રહેલો શ્લેષ શસ્ત્ર, શાસ્ત્ર અને ભૂમિ – એ દરેકને અન્વયે જુદી અર્થછાયા ધરાવતો હોવા છતાં એ ત્રણેનો ઉદ્ધાર કેવો પરસ્પર ઓતપ્રોત છે તે સુંદર રીતે સૂચવે છે. એ પ્રતાપી સમયમાં બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણો પણ પ્રસંગવિશેષે ન્યાયસ્થાપના અર્થે શસ્ત્ર સુધ્ધાં વાપરી જાણતા તે વાત આમાં કૌટિલ્યના સંદર્ભે કહેવાઈ છે જેમ મહાકવિ ભાસની પ્રતિજ્ઞાૌધરાયળ નાટ્યકૃતિમાં અમાત્ય યૌગન્ધરાયણના સંદર્ભે. અહીં સૂચવાતી શરીર, મન અને બુદ્ધિની સમાન ઉચ્ચતા, સમાન સજ્જતા અને સમાન સાફલ્યશક્તિ દ્વારા પરિપૂર્ણ મનુષ્યનો જ્વલંત આદર્શ રજૂ કરાયો છે. ભૂમિનો ઉદ્ધાર એટલે ભૂમિ પર વસતી રાજપીડિત પ્રજાની મુક્તિ. નંદનું લોભપ્રધાન અતિદૂષિત શાસન કૌટિલ્યથી સહી શકાયું નહિ; એથી જ દેખીતી રીતે તો કુટિલ એવા રાજનૈતિક અને અભિચારવિદ્યારૂપ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ કૌટિલીય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ઉપાયજાળ દ્વારા, તે શાસનને કાળનો સંકેત દર્શાવીને પ્રજાભિમુખ સુશાસન સ્થાપવાનો ‘લોકસંગ્રહ’ કૌટિલ્યે સાધ્યો. શસ્રબળ પ્રયોજતી વખતે તેથી ય ચઢિયાતું પ્રજ્ઞાબળ વાપરવું પણ જરૂરી હતું. આટલું પર્યાપ્ત ન લાગતાં, માનવજાત માટે કોઈ ચિરસ્થાયી પ્રદાન તેજસ્વી વિચારનું કે સર્વહિતકર બુદ્ધિયોગનું પ્રદાન – મૂકી જવા, ઉદ્ધારક રાજનીતિ બાબતનું પ્રબોધન એક શકવર્તી ‘અર્થશાસ્ત્ર' ગ્રંથ દ્વારા કર્યું. ઇતિહાસના દૂર-સુદૂરના ગાળાઓથી સંચિત થતી આવેલી નિસ્તેજતા અને અકર્મણ્યતાને કારણે પરંપરાગત દંડનીતિવિદ્યાની અતિ દુર્દશા પારખીને, પૂરી અપ્રમત્તતાથી કઠણ પરિશ્રમ અંગીકારીને, કહેવાની વાતમાં કશું ગોળગોળ ન હોય તેવી નિખાલસતાવાળું તેજસ્વી ‘અર્થશાસ્ત્ર’ રચ્યું – જેવા હોય તેવા પૂર્વેના તદ્વિષયક ગ્રંથોને અવગણ્યા વિના, તેમને પૂરા આત્મસાત્ કરીને. ૧૬ અહીં બીજો એક ધ્વનિ પણ ધ્યાન-બહાર ન જવો જોઈએ : ‘જેણે પોતાનાં પગલાંથી જ અગાઉ શાસ્ત્રનો પણ ઉદ્ઘાર કરી દીધો છે, તેણે તે શાસ્ત્રને માત્ર ગ્રંથદેહ જ અત્યારે આપ્યો' એવો ધ્વનિ. ‘શાસ્ત્રનો ઉદ્ધાર કર્યો” એ વિધાનનો મૂળ અર્થ એ કે જે-તે પ્રયોગરૂપી, એટલે કે આચરણરૂપી વિદ્યાને અર્થાત્ એના ભાગરૂપ પ્રવૃત્તિના કે ક્રિયાજાળના સ્વરૂપને અવનતિમાંથી બહાર આવ્યું – તે પ્રયોગાત્મક વિદ્યા શોભે તેવી ઊજળી રીતે તેનો સાચા નૂતન આકારે અમલ કરી બતાવ્યો. કોઈ પણ શાસ્ત્ર મૂળ તો બોધાત્મક અને ક્રિયાત્મક હોય છે. જે-તે શાસ્ત્રનો બુદ્ધિપૂત નૂતન બોધ કેળવીને તેનો અમલ સમુચિત ક્રિયા કે પગલાં દ્વારા કરતાં જરૂરી પરિવર્તનો પણ મૂળ શાસ્ત્ર માટે સૂચવવાં તે જ ખરો શાસ્રોદ્વાર. આગલા ગ્રંથો કરતાં સર્વાંગે વધુ તેજસ્વી વિચારસમૃદ્ધિવાળો ગ્રંથ રચવાનું કામ તો એ ક્રિયાત્મક શાસ્ત્રોદ્વાર બાદનું પૂરક કાર્ય છે. આને બુદ્ધિયોગ, ક્રિયાયોગ અને વાગ્યોગ એ ત્રણેયનો એ ક્રમે કરાયેલો સર્વસમાવેશક પ્રવૃત્તિયોગ કહેવો ઘટે. વળી આની ચાલના મળી છે અમર્ત્ત(પુણ્યપ્રકોપ)માંથી. - કૌટિલ્ય વિષે પરંપરાગત મુખ્ય વિગત આટલી મળે છે. મગધમાંના નંદવંશના ધનનંદ રાજાના દરબારમાં વિદ્વાન્ શ્રોત્રિય (વેદાનુસારી) બ્રાહ્મણ તરીકે તેમને સ્થાન મળેલું. કોઈક વિશિષ્ટ સંજોગોમાં તે રાજા કૌટિલ્ય પર ક્રોધે ભરાયા અને તેમણે અત્યંત ઉદ્ધતાઈથી તેમની ચોટલી પકડીને આસન પરથી ખેંચી કાઢી તેમનું ઘોર અપમાન કર્યું. કૌટિલ્યે સમગ્ર વસ્તુસ્થિતિને પારખીને કોઈ ઘાસના એક ગુચ્છને ધરતીમાંથી ખેંચી કાઢે તેમ નંદવંશને મૂળ સાથે પૂર્ણપણે ઉચ્છેદવાની તત્કાલ ઉગ્ર પ્રતિજ્ઞા લીધી. તેઓ દંડનીતિ ઉપરાંત તેના વિકસિત અવતારરૂપ અર્થશાસ્ત્રના પણ મર્મજ્ઞ હતા, અભિચારવિદ્યા અને અથર્વવેદના જ્ઞાતા અને પ્રયોગવિદ્ પણ હતા અને વખત આવ્યે તેને અજમાવવા જરૂરી આત્મબળ પણ ધરાવતા હતા. આમ તો તેઓ વિશેષે સામવેદજ્ઞ હતા અને યજ્ઞાદિ શ્રૌત (વૈદિક) આચારમાં જ રત (‘શ્રોત્રિય' ) વેદમર્મજ્ઞ પણ હતા. પોતાની ઉચ્ચ શીલસંપત્તિને કારણે માન-અપમાનને સમ કરી જાણનાર અને કામાદિ છ શત્રુઓને જીતનાર પણ હતા. ‘શમપ્રધાન તપોધનોમાં ગૂઢ દાહાત્મક તેજ હોય છે' એ પ્રસિદ્ધ ન્યાય મુજબ જ એમનો નંદવંશી રાજાના પોતાની પ્રત્યેના ઉદંડ વ્યવહાર તરફ બિન-અંગત રૂપે પુણ્યપ્રકોપ જાગેલો. એમણે એ અન્વયે કરેલી પ્રતિજ્ઞા અંગત વેર વાળવાની ક્રિયા ન હોતાં, પોતાની સક્રિય સત્યનિષ્ઠામાંથી જન્મેલી કર્તવ્ય પ્રત્યેની દૃઢ પ્રતિબદ્ધતાના જ ઉદ્ગારરૂપ હતી. લોભના વાજબી For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું ઃ રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ સીમાડાઓ સારી પેઠે વટાવી ચૂકેલા પૂરા પ્રજાભક્ષક રાજવંશને ઉચ્છેદવાનો વિધિદત્ત સંકેત પારખનાર રૂઢિમુક્ત ક્રાંતદ્રષ્ટારૂપે તેઓ આ પ્રસંગે ઊપસી આવ્યા. તેથી તેઓ વર્ણવ્યવસ્થાનો આદર ગીતાનિર્દિષ્ટ સ્વરૂપે કરતા હોઈ સમયધર્મ નિઃશંક રીતે જોઈ શક્યા. રાજ્ય થોડા સમય માટે પણ રાજા વિનાનું હોય તો મહાન્ અનર્થો સંભવી શકે તે તેઓ બરોબર સમજતા હતા. એમ લાગે છે કે આ ઘટનાથી ઘણા સમય અગાઉ તેમણે રાજભવનની ‘મુરા’ નામની દાસીના એક પુત્રની અસાધારણ તેજસ્વિતા, પ્રસંગે પારખી લીધી હશે અને ગીતોક્ત લોકસંગ્રહની ઊંડી રુચિથી એ બાળકને કેળવ્યું પણ હશે. એનામાં વિનય અને પ્રતાપ બંનેની અસાધારણતા પણ પોતાની જબરી કોઠાસૂઝથી પારખી લીધી હશે. આ પૂર્વભૂમિકા સાથે રાજદરબારમાંથી ઉપર્યુક્ત ઘટના બનતાં એમને નંદવંશના ઉચ્છેદ બાદ મગધનો નવો નાથ આપી તેને અરાજકતાથી મુક્ત રાખવાનો માર્ગ પણ સાફ-સાફ દેખાયો હશે. આમ પૂર્ણ પ્રશાશક્તિને અને પૂર્ણ પ્રાણશક્તિને કામે લગાડીને પોતાની સર્વાંગી પ્રતિભા વડે, જગત્ના ઇતિહાસમાં પણ વિરલ ગણી શકાય તેવો પ્રયોગ કૌટિલ્યે સફળ રીતે કર્યો. અગાઉ સૂચવ્યા મુજબ જીવનવ્યાપી સ્થિર વેદનિષ્ઠાને કારણે કૌટિલ્ય માટે રાજનીતિ કે અમાત્યકર્મ પસંદ કરેલો કાયમી વ્યવસાય નહોતો; માત્ર લોકસંગ્રહ અર્થે સાવ જ પ્રાસંગિક રૂપે અંગીકારાયેલું નૈમિત્તિક કર્મ જ હતું. નિષ્ઠાએ તો તેઓ નિત્ય યજ્ઞરત ધર્મદર્શી યાજ્ઞિક હતા. ‘મુદ્રારાક્ષસ’માં આપેલા કૌટિલ્યની કુટિરના વર્ણનમાં, છાપરે સુકાવા મૂકેલાં લાકડાંનો ઉલ્લેખ પણ આ વાતની પુષ્ટિ કરે છે. “જે પુરુષ ક્રિયાવાનૢ છે, તે જ વિદ્વાન્ છે” એ ન્યાયે તેમનો પરંપરાગત યજ્ઞધર્મ પણ, ગીતાએ ચીંધેલા સ્વરૂપના અર્થાત્ લોકનિષ્ઠ એવા ‘યજ્ઞાર્થ કર્મ’માં પરિણત થઈ શકે તેવો ગતિશીલ, અને વળી ગીતાએ જ કહ્યા પ્રમાણે કર્મજન્મ બંધનથી આત્માને બાંધે નહિ તેવો અર્થાત્ ચિત્તલેશરહિત હતો. ૧૭ મુદ્રારાક્ષસમ્ નાટક તેના કર્તા વિશાખદત્તની કૌટિલ્ય વિષેની જાણકારી, કૌટિલ્યકૃત ‘અર્થશાસ્ત્ર’ના તેમના ઊંડા અભ્યાસ અને કૌટિલીય પ્રતિભાની તેમની સહૃદય સર્વાંગી પિછાણના આધારે યોજાયેલું જણાય છે; તેથી કૌટિલ્યને સમજવામાં વિશ્વસનીય આધાર બની રહે તેમ છે. વિશાખાદત્ત સામે કૌટિલ્ય વિષેનાં અર્ધ-ઐતિહાસિક, પૌરાણિક શૈલીના કે અનુશ્રુતિરૂપ ચરિતો હોવાનો પૂરો સંભવ છે. બાકી આ નાટકમાં નિરૂપાયેલા કૌટિલ્યના સમગ્ર રાજનૈતિક ઉપાયજાળને જોતાં, તેમ જ તેમાં આવતા અનેક રાજનૈતિક પારિભાષિક શબ્દોને જોતાં, વિશાખદત્તે કરેલું ‘અર્થશાસ્ત્ર'નું તલસ્પર્શી અધ્યયન અભ્યાસીઓને સતત પ્રતીત થતું રહે છે. એટલે કૌટિલ્યની પ્રતિભાને બરોબર આકારવા એ નાટકના ઉપયોગી અંશો જોઈએ. નાટકમાં નિરૂપાયેલા કૌટિલ્યના સમગ્ર કાર્યકલાપ બાબત એક તો એ તથ્ય સ્પષ્ટ થાય છે કે રાજકાજ તે તેમનો પસંદગીનો વ્યવસાય નથી, પણ કેવળ નિર્વ્યાજ કર્તવ્યપૂર્તિ અર્થેનું નૈમિત્તિક કર્મ જ છે. તેમની કુટિરનું નાટકમાં આપેલું આ વર્ણન પણ એ જ વાતને ટેકો આપે છે અને અગાઉ કહ્યા મુજબ શ્રોત્રિય બ્રાહ્મણ તરીકેની જ તેમની જીવનચર્યા સૂચવે છે : “આ છે છાણાં ભાંગવા માટેનો નાનો પથ્થર. આ છે છાત્રોએ આણેલાં દર્ભોની ઝૂડી. સુકાતાં ઇંધણોથી છાપરાના નમી ગયેલા છેડાવાળું શરણ (આશ્રયસ્થાન, ધર) પણ જર્જરિત દીવાલોવાળું છે.૧૨” આ ઘરના દીદાર જોતો કંચુકી (વૃદ્ધ સેવક) For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ બોલી ઊઠે છે : “વાહ ભાઈ, શી છે રાજાધિરાજના મંત્રીના ગૃહની રોનક !” વળી કહે છે : “એટલે પછી આ મંત્રીજી મહારાજ ચંદ્રગુપ્તને ‘વૃષલ’ (શૂદ્ર) એવા વર્ણવાચક અડવા પદથી જ સહજપણે બોલાવતા હોય એમાં શી નવાઈ ?” ૧૮ કૌટિલ્યના ઉપલક બરછટપણા પાછળ અકબંધ રહેતી ભરી-ભરી ગુણજ્ઞતા અને વત્સલતા તેમને નંદરાજાના પણ ‘રાક્ષસ' નામના વફાદાર મંત્રીના ઉચ્ચ ગુણોની સ્થિર કદર કરવા પ્રેરે છે. રાક્ષસની, નંદરાજાઓના નાશ પછી પણ માત્ર અકબંધ જ નહિ રહેલી, પણ સ્વામીકુળ-નિકંદનનું વેર વાળવા સુધ્ધાં પ્રવૃત્ત બનેલી વફાદારી વિષે પણ કૌટિલ્ય પૂરા માહિતગાર છે. રાક્ષસ ચંદ્રગુપ્તને પદભ્રષ્ટ કરીને, કંઈ નહિ તો છેવટે અન્ય વંશના પણ એક રાજપુત્રને મગધપતિ બનાવવા વ્યૂહ રચે છે ! આ પાછળની વિશુદ્ધ વફાદારીને અને વળી મંત્રી તરીકેની રાક્ષસની ઉચ્ચ દક્ષતાને પણ કૌટિલ્યે બરોબર પિછાણી લીધી છે. એટલે કૌટિલ્યની પાકી ઇચ્છા છે કે રાક્ષસને તેના આ તત્કાલીન સંકુલ કાર્યકલાપમાં, પોતાની અજેય રાજનૈતિક વ્યૂહરચનાથી સંપૂર્ણપણે અચૂક નિષ્ફળ કરવો અને એવી નાજુક પરિસ્થિતિ ઊભી કરવી કે છેવટે તે ચંદ્રગુપ્તના જ અમાત્ય તરીકેનું પદ, પોતાનાં સહજ આભિજાત્ય અને સ૨ળ-પરિણામિતાથી પોતાની પ્રખર વિરોધિતાને પણ અસાધારણ નિરભિમાનપણાથી પૂરેપૂરી સમેટી લઈને, સ્વીકારવા સંમત થઈ જાય. કૌટિલ્યે એ પારખી લીધું છે કે જૂના સ્વામી પ્રત્યેની વફાદારીમાં પણ રાક્ષસ છેક જ મૂઢ અને અક્કડ તો નથી જ નથી. તેથી જ કૌટિલ્ય એની રાજાને સ્થાનચ્યુત કરવાની અટપટી પ્રાસંગિક વ્યૂહરચનાને, પોતાની સવાઈ ચતુરાઈ અને દક્ષતાથી સાવ નિષ્ફળ કરીને ખરેખર તો એ રત્નસમાન અમાત્યને જીવનમાં નવી સફળતા બક્ષવા માગે છે. આ બે અમાત્યો પૈકી કૌટિલ્ય નાટ્યક્રિયાના નાયક જરૂર છે, પણ એકમાત્ર વિજેતા નથી કે નાટકમાં નથી કોઈ ખલનાયક; બંને વચ્ચેની શત્રુતા પણ કર્તવ્યભાવનામાંથી જન્મેલી ‘દાની દુશ્મનાવટ’ છે. એથી જ વિશાખદત્ત જેવા કવિવરને આ પાત્રો અને એમનો કૌતુકવર્ધક કાર્યકલાપ નાટ્યક્ષમ લાગ્યાં. રાક્ષસને આમ વશ કરીને શત્રુરાજાના અમાત્યપદમાં સ્થિર કરવો તે એના એક ભવમાં બીજો ભવ ઊભો કરવા જેવું કાઠું કામ છે. અધ્યાત્મવિદ્યામાં જેને ‘આત્મવત્તા’ કહે છે, પોતાના શરીરથી પર એવી આત્મસ્વરૂપતાની અનુભૂતિ કહે છે, તેમાંથી જન્મતી અનેક લોકોત્તર શક્તિઓ વિના, આવું, શત્રુના મનને જીતવા સુધીનું અટપટું કામ પાર ન જ પડે. પોતાના જબરા આવેશમાંથી બહાર ન નીકળે તેવા લાગતા માણસને પણ, છેવટે તો ભલભલાને હોંશે-હોંશે નમ્ર બની રહેવા પ્રેરે તેવા પોતાના ઉચ્ચ હૃદયબળથી જ વશ કરવાનું બીડું કૌટિલ્યે ઝડપ્યું હતું. પોતે માનેલી ફરજના ભાગરૂપે શત્રુતા આચરી રહેલા મહાનુભાવને પોતાની સાચી ફરજનું ભાન કરાવી – પોતાની મંત્રી તરીકેની અનેક રચનાત્મક શક્તિઓનું ભાન કરાવી – નંદવંશનિકંદનનું પણ લૌકિક ન્યાયીપણું સમજવાની તેમની તટસ્થ બુદ્ધિશક્તિ જગાડીને, ઈશ્વરદત્ત એકમાત્ર પ્રજાકીય વફાદારીને હૈયે સ્થાપીને, કાળદેવતા દ્વારા વિધિપૂર્વક લોકનિષ્ઠ રાજપદે બિરાજેલા નવા રાજાનું મંત્રીપદ સ્વીકારવા રાજી કરવાનું માથે લેવામાં કૌટિલ્યનું કેવું અપૂર્વ રચનાત્મક મનોવિજ્ઞાન ! અને પ્રજાને ઉત્તમ શાસન નિરંતર મળતું રહે એ માટેની કેવી દિલદાર જદોઝદ ! દેખીતી રીતે કપટોથી ભરેલા આવા અટપટા રાજનીતિના ખેલ, કેવા રચનાત્મક હેતુથી For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલુંઃ રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ ૧૯ કૌટિલ્ય ખેલેલા, અને તેમનું રાજનૈતિક અને જીવનલક્ષી વિચારજગતું કેવું લચીલું, પ્રગતિશીલ અને ઉદાર હતું, તેનું વિસ્તૃત નિરૂપણ વિશાખદત્તે પ્રયોગવીરો માટે કર્યું છે. “અર્થશાસ્ત્રમાં રાજનીતિના વક્તા તરીકે ઊપસતા કૌટિલ્ય તેની અગાઉ રચનાત્મક રાજનૈતિક ખેલ ખેલીને રાજનીતિના પ્રયોક્તા તરીકે પ્રસિદ્ધ થયેલા. “અર્થશાસ્ત્ર'માં ગણાવાયેલી રાજાએ જાણવી જરૂરી ચાર વિદ્યાઓ પૈકીની “વાર્તા'-વિદ્યા અને દંડનીતિવિદ્યા, રાજાએ તે બંને વિદ્યાનો પ્રયોગ કરી ચૂકેલા સુનિપુણ વક્તા પાસેથી (વસ્તૃપ્રયોજ્જુ પાસેથી) શીખવી – તેવી પોતે જ કહેલી વાત, કૌટિલ્ય “અર્થશાસ્ત્રના વક્તા અને પ્રયોક્તા એમ બંને બની રહીને બરોબર પાળી બતાવી છે ! કૌટિલ્યની અંતરંગ નમ્રતા અને હૃદયની સહજ કોમળતા નાટકના પ્રથમાંકમાં જ શિષ્ય પ્રત્યેની તેમની નાનકડી પણ નાજુક ઉક્તિ પરથી પ્રગટ થાય છે. તેઓ જ્યારે કાર્ય-વ્યગ્રતાના માર્યા શિષ્યને બેસવાના આસન વિષે આકળા થઈ પૂછે છે, ત્યારે શિષ્ય એ ખંડમાં વેત્રાસન ગોઠવેલું જ છે તે બતાવે છે. તે વખતે કૌટિલ્ય પોતાની અધીરાઈથી નાનકડો શિષ્ય પણ ઓછું આણે નહિ, તે માટે કહે છે : “કાર્યવ્યગ્રતા જ અમને આકુળ બનાવે છે, નહિ કે સામાન્યતઃ ઉપાધ્યાયમાત્રમાં હાજર હોય એવી તોછડાઈ.૧૩” અન્ય પ્રસંગે જ્યારે રાજનૈતિક મજબૂરીને કારણે કોઈ નિર્દોષ સેવકનો (વૈરોચકનો) ય જાન લેવાનું બન્યું, ત્યારે તે મરનાર માટે “તપસ્વી' ('બિચારો') શબ્દ વાપરવામાં પણ એમના ચિત્તની અંતરંગ કોમળતા અને વ્યર્થ હિંસા બાબતની નાપસંદગી વ્યક્ત થાય છે. નાટકના ત્રીજા અંકમાં ચંદ્રગુપ્તનો કૌટિલ્ય માટેનો ભર્યો-ભર્યો આદર ખૂબ ઘૂંટવામાં આવ્યો છે. તેમના પ્રતાપથી જ પોતાને અકલ્પિત રીતે આવું ઊંચું રાજાધિરાજનું પદ મળ્યું હોવા છતાં, તેઓ મંત્રી તરીકે અને ગુરુ તરીકે પોતાનું (= ચંદ્રગુપ્તનું) પૂરેપૂરું ગૌરવ જાળવવા ઉપરાંત પોતાનામાં રાજપદને યોગ્ય આત્મવિશ્વાસ ઉત્તમ રીતે પોષાય તે માટે પોતાને નિર્ણયસ્વાતંત્ર્ય અને કર્મસ્વાતંત્ર્ય પણ આપે છે; માત્ર ભૂલ થતી હોય ત્યાં જ રોકે છે – એમ ચંદ્રગુપ્ત કહે છે. પોતાને સંબોધતાં કૌટિલ્ય પોતાને પોતાની હીન-જાતિના વાચક અડવા (નર્મા) વૃષલ' શબ્દથી જ બોલાવે તેમાં પણ, પોતાની કોમ પ્રત્યે આત્મીયભાવ અનુભવતા (!) ચંદ્રગુપ્તને સહેજ પણ અપમાન નથી લાગતું. પોતાના આ વત્સલ, ઉદ્ધારક વડીલ સાથે, એમની જ આજ્ઞાથી, જ્યારે રાજાને કલહનું માત્ર નાટક કરવાનું હોય છે, ત્યારે પણ તેને જે ખેદનો તીવ્ર અનુભવ થાય છે, તે ગુરુની ભરી-ભરી મહાનુભાવતાનો જ પડઘો છે. આવા મહાનુભાવે પોતાની પ્રતાપી પ્રકૃતિ મુજબ વ્યવહારમાં સાચે જ પ્રયોજેલી અને પોતાના ગ્રંથ દ્વારા પ્રબોધેલી, ઉપલક દૃષ્ટિએ કપટજાળ પ્રધાન લાગતી રાજનીતિને કારણે તેઓ કુટિલમતિવાળા હોવાની વાયકા વ્યાપક હતી. પણ કૌટિલ્યનું અંતરંગ જાણનાર તેવું માને નહિ જ. આથી વિશાખદત્તે નાટકના આરંભે (‘પ્રસ્તાવના'-દશ્યમાં) કૌટિલ્યના પ્રવેશ વખતે જ આ લૌકિક છાપ, સૂત્રધારના મુખમાં તેમને માટે કુટિનમતિઃ વિશેષણ વાપરીને વ્યક્ત કરી છે. વળી ત્યાં “કોટિલ્ય' નામના ઉચ્ચાર સાથે જ નટી ભયનો અભિનય કરે છે એવી રંગસૂચના પણ આપી છે. આ બધું નાટ્યકારે માત્ર પૂર્વપક્ષરૂપે જ બતાવ્યું છે. પણ આખા નાટક દરમિયાન કૌટિલ્યની ઋજુમતિ જ ક્રમશ: છતી કરવામાં આવી છે; અને એ જ સાચી સમજ છે, તે તેમણે રચેલા આ ગ્રંથના સમતોલ અધ્યયનમાંથી તારવી શકાય છે. કૌટિલ્ય For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય અર્થશાસ્ત્ર દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અર્થશાસ્ત્રમાં પોતાના ક્ષેત્રના પૂર્વાચાર્યોના અત્યંત ઘોર કે કુટિલ મતો, રાજનીતિનાં અનેક મુદ્દા કે પાસાંની ચર્ચા કરતાં ડગલે-પગલે આપેલા છે, અને તેની સામે પોતાના ઠરેલ, માનવતાપોષક મત તેતે સ્થળે નમ્રભાવે રજૂ કર્યા છે. કૌટિલ્ય, સરવાળે, બુદ્ધિનું શરણ લેવાની ગીતાની વાતને નિરંતર અનુસરતા હતા – એ વાત બીજા વ્યાખ્યાન વખતે વિગતે જોઈશું. પણ વિશાખદત્તે ય આ આંતરપ્રવાહની નોંધ, જયારે શિષ્ય ચંદ્રગુપ્તના પક્ષના અનેક સેવકો શત્રુપક્ષમાં ચાલ્યા ગયા હોવાના સમાચાર લાવી-લાવીને પોતાની આકુળતા બતાવે છે, ત્યારે કૌટિલ્યના મુખમાં મુકાયેલી આ ધન્ય ઉક્તિ દ્વારા બરોબર લીધી છે: “કાર્યની સિદ્ધિની પ્રક્રિયામાં સેંકડો સૈન્યોથી ય અધિક અને નંદોને ઉખેડી ફેંકવામાં જેના સામર્થ્યનો મહિમા પ્રત્યક્ષ થયો છે એવી એક મારી બુદ્ધિ જશો મા.”૧૪ કૌટિલ્ય, એકંદરે વ્યવહારુ આદર્શજીવી હતા. પોતાની અતિ ગહન વાસ્તવદર્શિતાને કારણે, તેઓ માનવમનની, ઝટ પકડવી કઠિન એવી જટિલતા અને તજન્ય પ્રાસંગિક ઘોર કુટિલતા પણ જોઈ લેતા, અને જરૂરિયાતના માપમાં નિઃશંકપણે આત્મસંરક્ષક કુટિલ યુક્તિ-પ્રયુક્તિઓને ન્યાપ્ય અને અનિવાર્ય માનીને પ્રયોગમાં મૂકતા. પણ પ્રસંગે ઉપેક્ષાને પણ ઉપાયરૂપે અંગીકારવામાં માનતા. એકંદરે પોતાના સમય સુધીમાં વારસારૂપે મળેલી રાજનીતિને તેઓએ આદરથી સ્વીકારેલી જરૂર; પણ એમનામાં ઊંડે-ઊંડે ધર્મ અને અધ્યાત્મ બંને પ્રત્યેની દઢ નિષ્ઠા પડેલી હતી. એથી તેમણે સત્યશોધક વ્યક્તિ માટે કાયમી વ્યવસાય તરીકે (ગાંધીકુળની જેમ) રાજનીતિકાર્ય અયોગ્ય માનેલું. રાજનીતિ ખેલી જાણીને પણ, રાજનીતિને દૂર રહ્યાં-રહ્યાં અસાધારણ ચારિત્રબળથી અંકુશમાં રાખવાનું અને વ્યવહારુ સ્વપ્નદ્રષ્ટા તરીકે સમગ્ર રાજનીતિનું કે માનવપ્રકૃતિનું ઊર્ધીકરણ કરવાનું પણ તાકતા હોવા જોઈએ – એ વાત આપણે આગળ ઉપર “અર્થશાસ્ત્રના પરીક્ષણ-પ્રસંગે જોઈશું. આ રીતે જોતાં તો કૌટિલ્યને કાળભેદે ગાંધી-વલ્લભકુળના રાજપુરુષ કે મહામાનવ માનવાનું ન્યાપ્ય લાગે છે.સાચા રાજપુરુષની સંકુલ લોકકલ્યાણકારી પ્રતિભાનો એક ખૂબ અગત્યનો અંશ છે આત્મગૌરવસ્થાપક, સત્યસ્થાપક છતાં વૈષમુક્ત એવો પ્રતાપ કે “મન્યુ' (પુણ્યપ્રકોપ) – જે સરવાળે શત્રુને પણ પાવન કરી સહુને સત્યમાં પ્રતિષ્ઠિત કરે છે. ગાંધીજીમાં પણ એ પ્રતાપ જ દેશકાળાનુરૂપ અભિનવ સ્વરૂપે – શાંત પણ વિજયી સ્વરૂપે – નિરવધિ ક્ષમા અને પ્રેમથી મિશ્રિત રૂપે જોવા મળે છે. પશ્ચિમના ઍરિસ્ટોટલ, મૅકિયાવેલી આદિ રાજપુરુષો સાથે તુલના કરતાં પણ કૌટિલ્યમાં પરમાર્થચિજન્ય સમતુલા અને ગરિમા (મોટાઈ) ચઢિયાતી જ જણાઈ આવે. કૌટિલ્યની વિશિષ્ટ કુટિર, વળી જરૂરી રાજનૈતિક પરિવર્તન પોતાના જમાનામાં શક્ય અને સરવાળે વાજબી ઠરે તેવા ઉપાયથી સફળ રીતે પાર પાડીને છેવટે રાજકાજ અને સત્તાથી પર થઈને રચનાત્મક રીતે ધાર્મિક-આધ્યાત્મિક જીવન ખિલવવાની ઉત્કટ તમન્ના, ને તેમ છતાં પોતે આણેલા પરિવર્તનને ચિરસ્થાયી બનાવવા માટે અને રાજવંશીય ક્રાંતિને લોકમાન્ય અને લોકહિતકર માનવીય સ્વરૂપની બનાવવા માટે જરૂરી પૂરક મહાપુરુષાર્થ પણ કરવા બાબત દિલચોરી વિનાનો સફળ ઉદ્યમ – આવા પાયાના મુદ્દે કૌટિલ્યનું ગાંધી સાથેનું સામ્ય ખૂબ જ સૂચક અને બોધક છે. કૌટિલ્ય એ હેતુસર For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ માદરેલું રાક્ષસ-વશીકરણ-કર્મ અને ગાંધીએ સ્વરાજયની ઘડીએ અંગીકારેલો નોઆખલી-શાંતિસ્થાપનરુષાર્થ – બંને સમાન રીતે સત્તામાંનરપેક્ષ, સ્વાર્થરહિત અને કર્તવ્યનાં સ્થૂળ-સૂક્ષ્મ સર્વ અંગો બાબત જ જાગૃત અને ઉઘત જણાય છે. પોતાના ‘ભવ્ય સાફલ્ય’ને ટાણે અભિનંદનોની ‘ભવ્ય’ કહેવાતી ઝડીઓ ઝીલવાની સ્ટેજ પણ રુચિ બેમાંથી એકેયને નથી ! બંન્નેમાં જે બાહ્ય ફેર છે તે તે-તે કાળની ભિન્ન પરિસ્થિતિ, ભિન્ન વૈચારિક ઉત્ક્રાંતિને કારણે છે. પણ બંનેનું સત્ત્વ સમાન રીતે પારમાર્થિક, નિરહંકાર, શોલાલસા વિનાનું, નિર્મોહપણે લોકસંગ્રહપરાયણ જણાય છે. ગાંધીજીએ આખી સ્વાતંત્ર્ય-વીર કૉંગ્રેસને માટે સત્તાથી અળગા રહેવાની પાકી સમજણ કેળવીને સંકલ્પદઢતા સાથે લોકસેવકસંઘરૂપે પરિવર્તિત થવાની સોનેરી ભલામણ, પોતાની હત્યાના દિવસે જ, અસંદિગ્ધપણે લિખિત સ્વરૂપે તૈયાર કરી હતી. શ્રીકૃષ્ણ પણ આ જ પંથના પ્રવાસી રાજા ન બનતાં રાજસ્થાપક (Kingmaker), રાજનિયામક અને સ૨વાળે લોકસંગ્રહરત જ બની રહેવામાં ખરી કર્તવ્યપૂર્તિ અને ધન્યતા સમજનાર ! - કૌટિલ્ય વિષે આટલી પાયાની જાણકારી અને સમજણ સાથે તેમના ગ્રંથનો પ્રાથમિક પરિચય મેળવવાથી તેનું આપણે નિર્ધારેલું દ્વમુખી પ૨ીક્ષણ સ૨ળ, અર્થપૂર્ણ અને આત્મવિકાસસાધક બની રહેશે. ૨૧ કૌટિલીય અર્થશાસ્ત્ર’ : પરિચય ગમે તે કારણોથી વચગાળામાં અદશ્ય થયેલો આ ગ્રંથ આધુનિક સમયમાં ઈ.સ.૧૯૦૯માં શ્રી ખાર. શામશાસ્ત્રી દ્વારા શોધાઈને પ્રકાશિત કરાયો, ત્યારથી ભારતમાં અને પરદેશમાં એની આસપાસ અનેક અભ્યાસો થઈ રહ્યા છે અને પ્રકાશિત પણ થઈ રહ્યા છે. શીર્ષક : આ ગ્રંથનું ‘અર્થશાસ્ત્ર’ એવું નામાંકન, તે શબ્દના, જીવન-સંદર્ભ ગુમાવી ચૂકેલા આજના પ્રચલિત ખર્થથી સ્વરૂપતઃ ભિન્ન, તેનાથી વધુ વ્યાપક ક્ષેત્ર અને અનેક અનુબંધો ધરાવનારું અને મનુષ્યકેન્દ્રી છે. બેમાંનો અર્થ શબ્દ, મૂળમાં તો ‘ત્રિ-વર્ગ’ (ત્રણનું જૂથ) કહેવાતા ત્રણ લૌકિક પુરુષાર્થો – ધર્મ, અર્થ, કામ પૈકીના ‘અર્થ’-પુરુષાર્થના અર્થમાં છે; તે પુરુષાર્થની સિદ્ધિ માટેનું શાસ્ત્ર તે ‘અર્થશાસ્ત્ર’. પરંતુ શબ્દોને નૂતન રચનાત્મક રીતે પ્રયોજી જાણનાર કૌટિલ્યે આ શાસ્રનામને વિશિષ્ટ રીતે સમજાવીને એ દ્વારા અર્થ-પુરુષાર્થ સાથે ગાઢ સંબંધ ધરાવતું એનું ચોક્કસ અને કાર્યસાધક એવું લૌકિક કાર્યક્ષેત્ર પણ તારવી આપ્યું છે. (કાવ્યશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો તેમણે અહીં ‘અર્થ’ શબ્દને કારણમાં કાર્ય જોતી ‘લક્ષણા’ નામની શબ્દશક્તિથી ઘટાવ્યો છે.) અર્થ શબ્દનો પ્રાથમિક અર્થ (-ૠતિ - એ ‘જવું’ અર્થના ધાતુને આધારે) ‘ઇન્દ્રિયો જેની પાસે પહોંચે છે તે' એટલે કે ઇન્દ્રિયગ્રાહ્ય વસ્તુઓ – એવો થાય. પરંતુ અર્થ (અર્થયતે ઇચ્છવું, માગવું) ધાતુ પરથી બનેલો અન્ય ગર્થ શબ્દ, જેનાથી નિર્વાહ થઈ શકે તેવી વસ્તુઓ માટે વપરાય છે; અહીં એ પ્રસ્તુત છે. તે દૃષ્ટિએ કૌટિલ્યે વધુ ચોક્કસ અર્થ આપવા માટે અર્થ શબ્દનો અર્થ ‘ગુજરાન ચલાવતી વસ્તુઓ’ને For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ બદલે “ગુજરાન (વૃત્તિ) એવો – તેવા લૌકિક ભાષાપ્રયોગને આધારે – કર્યો. (આપણો દેશી છવાઈ શબ્દ જેમ ગુજરાન, ગુજરાનનાં સાધનો કે તે ખરીદી શકાય તેવું રોકડ નાણું – એવા સ્ટેજ ભિન્ન-ભિન્ન અર્થો સંદર્ભભેદે ધરાવે છે તેમ “અર્થ શબ્દના પણ આવા ભિન્નભિન્ન અર્થો સંદર્ભ પ્રમાણે સમજવાની સહજ સૂઝ મનુષ્ય ધરાવે છે.) પણ અર્થ' શબ્દના મૂળ અર્થમાંથી સ્થળ-કાળ-વ્યક્તિભેદે નવા-નવા અર્થ પ્રયોજવાની મનુષ્યની તાસીર પ્રમાણે અહીં કર્થ શબ્દના ત્રણ ઉક્ત અર્થો : (૧) ઇન્દ્રિયગ્રાહ્ય વસ્તુઓ, (૨) ગુજરાન નભાવતી વસ્તુઓ, અને (૩) એવી વસ્તુઓના ફળરૂપ ગુજરાન-ક્રિયા પોતે – ઉપરાંત પણ એક ચોથો ને છેલ્લો અર્થ પણ કૌટિલ્ય તારવે છે; તે અર્થ છે એ ગુજરાન માટે ખપની ચીજો જેમાંથી પેદા થઈ શકે તેવી “મનુષ્યોથી ભરેલી ભૂમિ' (મનુષ્યવતી ભૂમિ:). (એ ન ભુલાય કે વિકસિત ભાષામાં એક શબ્દના મૂળ અર્થમાંથી આવા નવા-નવા લક્ષ્યાર્થી, સ્થળ-કાળ-મનુષ્યપ્રકૃતિના ભેદે સહજપણે વિકસતા અને સમજાતા રહે છે. કૌટિલ્ય આવા છેવટના અર્થની તારવણી સહજ ભાષાશક્તિને આધારે જ કરી છે.) જીવનોપયોગી બધી ચીજો છેવટે ધરતીમાંથી મળે છે ખરી; પણ બધી ચીજો એમનેમ મળતી નથી; મોટા ભાગની ચીજો તો મનુષ્યની જ્ઞાનપૂર્ણ ક્રિયાના પરિણામે જ મળે છે. આથી કૌટિલ્ય અહીં અર્થ એટલે “મનુષ્યોવાળી ભૂમિ' એવો ખૂબ પ્રસ્તુત અર્થ આ શાસ્ત્રનામના સંદર્ભે બતાવ્યો છે. આવી ભૂમિ જ માણસને જોઈતી પાયાની વસ્તુ છે – વસ્તુઓનું અક્ષયપાત્ર છે. એટલે જ આચાર્ય વિનોબાએ સૌના ભૂમિ પરના સમાન હકની સ્થાપનાને આખી માનવજાતની કાયમી અને સાર્વત્રિક દઢ સુખશાંતિ અને નિત્યનૂતન સમૃદ્ધિ અર્થે ગુરુચાવી (master-key) રૂપ ઉપાય કહ્યો. વળી આ પ્રસંગે સંસ્કૃતમાં સાકાર થયેલો એક ખાસ ધરતીવાચક શબ્દ પણ ઉલ્લેખવા યોગ્ય છે: વસુંધરા શબ્દ (વસુન્ - ધનને, ધરી - ધારણ કરનારી). એ જ અર્થમાં વસુધા શબ્દ પણ છે. એ પણ નોંધીએ કે આ બંને શબ્દો “ધન ધારણ કરનારી' એવો અર્થ આપે છે; નહિ કે “ધન દેનારી' એવો અર્થ ! પાકી માતા સંતાનોની પરીક્ષા કરવા ધન સંતાડીને રાખે છે ! એટલે એવી ધરતી ધન દેનારી બને તે માટે આવશ્યક છે મનુષ્યો અને તેમનો ખંતીલો પુરુષાર્થ. આ આખી વાત સંસ્કૃતમાં પ્રચલિત બે પરસ્પરપૂરક ઉક્તિઓ દ્વારા સરસ રીતે કહેવાઈ છે : (૧) “વસુંધરા પુષ્કળ રત્નો(એટલે કે શ્રેષ્ઠ વસ્તુઓ)વાળી છે” (વદુરના વસુંધરા). (૨) “વસુંધરા વીરો વડે જ ભોગવવા યોગ્ય બને છે” (વીરમાયા વસુંધરા), (અહીં ‘વીર' શબ્દનો અર્થ માત્ર યુદ્ધકુશળ યોદ્ધો' જ ન કરતાં “જીવનપોષક કર્મોનો ઉત્સાહી મનુષ્ય” એવો કરવો.) ‘મર્થ' શબ્દના આ અર્થ દ્વારા કૌટિલ્ય ઘણી માર્મિક વાત કરી દીધી છે. એમાં સૃષ્ટિ અને માનવ ઉભયનું સમાન ગૌરવ કરીને બંનેના તાલબદ્ધ, વિધિસરના સહયોગને જીવનસમૃદ્ધિનું મૂળ બતાવ્યું છે. આ દૃષ્ટિએ શ્રી ટી. ગણપતિશાસ્ત્રીની આખા અર્થશાસ્ત્ર પરની ટીકાનું ‘શ્રીમૂનમ્' (‘લક્ષ્મીનું મૂળ') એવું નામ કૌટિલ્યના ગ્રંથનામના મર્મનું પ્રગટન સુંદર રીતે કરે છે. કૌટિલ્યકૃત આ શાસ્ત્રનામ દ્વારા “ધરતી પરના મનુષ્યોની બરોબર ખિલવટ થવી જોઈએ” – એ સૌથી પાયાની સાંસ્કૃતિક વાત પણ, તેનાથી મળનારાં ભૌતિક સુફળ પ્રત્યેના ઇંગિત સાથે, સરસ રીતે કહેવાઈ જાય છે, કારણ કે પૂરતું પોષણ-શિક્ષણ ન પામેલા મનુષ્યોવાળી ભૂમિ નિર્વાહનાં પૂરતાં સાધનોવાળી ન બની શકે. (અત્રે સ્મરણીય છે ભારતસરકારે શિક્ષણ માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રચલિત કરેલું લાંબું પણ ખૂબ અર્થવાહી એવું માનવસંસાધન-વિકાસ” [અંગ્રેજીમાં Human Resource Development – HRD] નામ તો ખરેખર For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું ઃ રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ સુંદર છે, પણ કેળવણીની ગતિ એ ઉચ્ચતર દિશામાં કરાઈ રહી છે કે ભયાનક અધોગતિની દિશામાં ?) જેમ “ધાર્મિકો વિના ધર્મ નહિ” (ન ધર્મો ધાર્મિવૈવિના ) તેમ ભૂમિ-સમૃદ્ધિના સાથમાં ધિંગી બની રહેતી પ્રજા વિના રાષ્ટ્ર અધોગામી જ બને એમાં શક નથી. વ્યાકરણ દ્વારા મનુષ્યવતી શબ્દ-પ્રયોગ તપાસતાં પણ આ જ વાત ફલિત થશે. વત્ (સ્ત્રીલિંગમાં વતી) પ્રત્યય ‘પ્રાશસ્ત્ય’ (ઉત્તમતા) સૂચવવા પણ વપરાતો હોય છે જે શબ્દને તે પ્રત્યય લગાડો તે શબ્દથી સૂચવાતી વસ્તુની ઉત્તમતા; દા.ત. ધનવત્ એટલે પુષ્કળ કે ઉત્તમ ધન ધરાવનાર. તે જ રીતે મનુષ્યવતી એટલે ‘જેમાં પુષ્ટ અને ધિંગા એવા ઉત્તમ મનુષ્યો છે તેવી’ – એવો અર્થ થાય. - આ પ્રયોગમાંથી બીજો બોધક અર્થ એ પણ નીકળે છે કે મનુષ્યના નિત્યના જાગૃત અને દક્ષતાપૂર્ણ પુરુષાર્થ વિના ધરતીમાં છુપાયેલી, એવી લક્ષ્મી કે સમૃદ્ધિ કે જે માનવ અને અન્ય જીવોના નિત્યના જીવનને પ્રતિષ્ઠિત કરનારી હોય, તે પ્રગટ થતી નથી. વિપુલ સૃષ્ટિ-અવલોકન, સૃષ્ટિ-નિયમો સમજવાની વેધક કોઠાસૂઝ, જ્ઞાત સૃષ્ટિની વિવેકી ખિલવટ, ખિલવેલી સૃષ્ટિનું માપસરનું – સૃષ્ટિ ખમે અને ક્ષીણ ન થાય તેટલું – દોહન, પ્રાપ્ત પ્રાકૃતિક દ્રવ્યોનું, શક્ય હોય તેટલા પ્રમાણમાં તેમનું મૂળ સ્વરૂપ જાળવીને સેવન, અન્ય પ્રાકૃતિક દ્રવ્યો ૫૨ જરૂર પ્રમાણેની લઘુતમ પ્રક્રિયા કરીને જીવનોપયોગી સ્વરૂપે રૂપાંતર અને એવી ઉપયોગી ચીજોનું સર્વલોકવ્યાપી વિતરણ – આવાં અસંખ્ય કામો નિપુણ મનુષ્યવ્યાપારની રાહ જુએ છે. એમાં એકેએક પરિવારની ઉચ્ચાવચ દક્ષતાવાળી વ્યક્તિને અનુરૂપ કાર્યવિધિમાં પરિવારનિર્વાહક્ષમ રોજગારી મળવી ઘટે; એટલે કે ધરતીનાં કુલ ક્ષમતાયુક્ત નરનારીઓની (અને કાર્યક્ષમ પશુઓની) સામૂહિક શ્રમશક્તિથી ઉપયોગી ચીજોનું નિર્માણ (production by masses) થવું જોઈએ – એ પણ અત્યંત મહત્ત્વની પાયાની વાત ધ્વનિત થાય છે. આમ મનુષ્યવતી પ્રયોગ દ્વારા ‘સર્વકોઈ મનુષ્ય ભૂમિ પરની આરાધ્ય વિભૂતિ છે' એ મૂલ્યવાન્ વાત પણ કહેવાઈ છે. કોઈને આમાં થયેલી અન્ય જીવો – પશુ, પંખી, જળચરો આદિ – ની બાદબાકી કદાચ ખૂંચે તો એનું વાજબી સમાધાન એ છે કે અહીં મનુષ્યનો ઉલ્લેખ વસ્તુઓના મુખ્ય નિર્માતા રૂપે સમજવો ઘટે, એકમાત્ર નિર્માતા અને ઉપભોક્તા તરીકે નહિ. ઉપભોગ તો સ્વસ્થ મનુષ્ય યથાશક્તિ પોતાની પ્રિય શેષ જીવસૃષ્ટિમાં વહેંચીને જ ક૨શે એ વાત ગૃહીત સમજવી. વળી આ શબ્દપ્રયોગથી સુશિક્ષણ દ્વારા મનુષ્યના કૌશલોની વ્યાપક ખિલવટની આવશ્યકતાની વાત પણ સૂચવાય છે. ૨૩ આમ કૌટિલ્યે આપેલો ઞર્થ શબ્દના ખરેખરા હાર્દને ખુલ્લું પાડતો વિશિષ્ટ અર્થ જાણ્યા પછી ‘ઊર્થશાસ્ત્ર' શીર્ષકનો તેમણે આપેલો અર્થ જોઈએ. : ઞર્થ એટલે મનુષ્યવસ્તીવાળી ભૂમિ; તેના લાભ એટલે કે ભોગવટા કે અધિકારના અને તેના પાલન અર્થાત્ રક્ષણ અને પોષણના ઉપાયરૂપ શાસ્ત્ર તે અર્થશાસ્ત્ર. આ અર્થઘટન પણ આ સુવિદ્વાન્ની ઠરેલ સમજણનું પ્રતિબિંબ પાડે છે. આમાં ‘અર્થશાસ્ત્ર’ ભૂમિ સાથે સંબંધિત બે પુરુષાર્થોના ઉપાયોનું ચિંતન કરે છે – એમ કહેવાયું છે. ભૂમિનો ામ એટલે તે પરનો માલિકી-હક કે તે પર શાસન કરવાનો હક. એ કાંઈ અન્યની જમીન માત્ર હડપ કરી લેવાથી સ્થાયી રૂપે મળતો નથી, પરંતુ રાજ્યકર્તાના ગુણસમૂહ પર આધારિત પ્રતાપ અને આજ્ઞા-સ્થાપન-શક્તિ દ્વારા સાંપડે છે. આમ અહીં તામ શબ્દ સામર્થ્યજનિત અધિકાર કે વિશુદ્ધ કર્તવ્યપૂર્તિના સાધનરૂપ અધિકાર – એવો ગૌરવપૂર્ણ અર્થ ધરાવે – For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ છે. પાનન શબ્દ બે પરસ્પર-પૂરક કર્તવ્યો સૂચવે છે: રક્ષણ અને પોષણ –આંતરિક (રાષ્ટ્રની અંદરના) અને બાહ્ય (રાષ્ટ્રની બહારના) શત્રુઓ કે પ્રાકૃતિક પ્રકોપોમાંથી રક્ષણ અને જીવનોપયોગી ચીજોના વ્યાપક અને નિરંતર ઉત્પાદન દ્વારા સર્વ પ્રજાસમૂહોનું સર્વાગી પોષણ. આમ માત્ર બે જ વાક્યો દ્વારા અર્થશાસ્ત્ર શબ્દની જે સમજૂતી કૌટિલ્ય ગ્રંથના છેક છેલ્લા (!) અધિકરણમાં જ આપી છે, તે દ્વારા રાજનીતિશાસ્ત્ર કેવી આવશ્યક સંસ્કૃતિ પોષક સામાજિક વિદ્યા છે તે વાત ખૂબ ચોટદાર રીતે, બોધક રીતે કહેવાઈ છે. શાસ્ત્ર એ સર્વનું ખરું લોચન છે” એ વાતની સાર્થકતા આવા જીવનમર્મગ્રાહી શાસ્ત્રકારોના બુદ્ધિગ્રાહ્ય અને હૃદયગ્રાહ્ય શાસ્ત્રોપદેશમાં કરેલા મનભર સ્નાનથી જરૂર સમજાશે. આ શીર્ષક અંગે એક જાણવા-સમજવા જેવી વાત એ પણ છે કે રાજનીતિવિદ્યા માટેનું, કૌટિલ્યના ગ્રંથ પૂર્વેનું પરંપરાગત નામ તો ઇનીતિ હોવાનું, “અર્થશાસ્ત્ર' ૧.રમાંની ચાર વિદ્યા-પ્રકારની ચર્ચાના અન્વયે, અધ્યાયના આરંભે જ જાણવા મળે છે. તે શબ્દની દ્વિ-અર્થી વ્યુત્પત્તિ પણ કૌટિલ્ય અન્યત્ર આપી છે. તે પરંપરાગત શીર્ષકનું ખંડન કર્યા વિના આ અધ્યાયની અગાઉ ગ્રંથારંભે જ કૌટિલ્ય આ શાસ્ત્રને અર્થશાસ્ત્ર નામ આપે છે. પૂર્વાચાર્યોના આ વિષય અંગેના ગ્રંથોનો પણ તેઓ, સંભવતઃ પોતાની પસંદગીને અનુસરીને “અર્થશાસ્ત્રો' તરીકે ઉલ્લેખ છે. કૌટિલ્યની પછીના આ વિદ્યાના ગ્રંથોનાં નામ, સંભવતઃ એ જૂના “દંડનીતિ’ શબ્દના ટૂંકા રૂપ તરીકે નીતિ’ શબ્દ જ સમાવે છે ! દા.ત. નીતિસાર, નીતિવાવામૃત, -નીતિ ઇત્યાદિ. (આવી કંઈક વિલક્ષણ વસ્તુસ્થિતિનું કારણ ઊંડી તપાસ જરૂર માગે છે.) મજાની વાત એ છે કે કૌટિલ્ય આ આખા ગ્રંથની વિષયગોઠવણી દ્વારા જ સમજદારોને આડકતરી રીતે એ બતાવી આપે છે કે પોતે આ શાસ્ત્રને અર્થશાસ્ત્ર' કેમ કહે છે. કદાચ એથી જ પોતે ગ્રંથના પહેલા જ અધ્યાયમાં પાડેલા આ નવા શાસ્ત્રનામની વિશિષ્ટ સમજૂતી તો આખા યે ગ્રંથના છેક છેલ્લા અધ્યાયમાં આપી છે ! એ સમજૂતી સાવ ટૂંકી પણ માર્મિક હોવાથી, એના દ્વારા “અર્થશાસ્ત્ર' શીર્ષક રાજનીતિ તરફ જોવાની કેવી ક્રાંતિકારી – વધુ સુસંગત, વધુ માનવીય - દૃષ્ટિનું સૂચક છે એ વાત, ઉપર એ શીર્ષકની કૌટિલ્ય આપેલી સમજૂતીનું જે વિશ્લેષણ કર્યું છે તેનાથી પણ સ્પષ્ટ થાય એમ છે. પરંપરાગત શીર્ષકના ખંડન વિના, ખૂબ નમ્ર અને સૌમ્ય રીતે કૌટિલ્ય જાણે શીર્ષકથી જ આ શાસ્ત્રના નૂતન અવતારનાં મંડાણ કર્યા છે ! આ શીર્ષકનું જ પ્રતિબિંબ ગ્રંથની વિષયગોઠવણીમાં કઈ રીતે પડે છે તે હમણાં જ આપણે જોઈશું. તે પહેલાં પરંપરાગત ઇનીતિ શીર્ષકનું મહત્ત્વ પણ સમજી લઈએ. તેની કૌટિલ્યોક્ત બે સમજૂતી દ્વારા તેનાં બે મહત્ત્વનાં પાસાં કે લક્ષણ સ્પષ્ટ થાય છે : (૧) જે દંડને દોરવણી આપે, એટલે કે શાસકે પ્રયોજવાની દંડશક્તિનું વિવિધ મુદ્દે સાચું, સમતોલ કે ચિરસ્થાયી સાફલ્ય આપનારું સ્વરૂપ બતાવે તેવું શાસ્ત્ર (‘દોરવવું અર્થનાં ની ધાતુ પરથી નીતિ શબ્દ “દોરવણી' અર્થમાં; તું નતિ તિ), (૨) જે દંડથી દોરવાય કે નિયમન પામે તેવું શાસ્ત્ર, અર્થાત્ જે શાસ્ત્રના ઘટકરૂપ નિયમો દંડશક્તિથી અંકુશિત થાય કે દોરવાય તેવું શાસ્ત્ર (બ્લેન નીયતે રૂત્તિ). હકીકતે પણ રાજનીતિવિદ્યામાં ઉપરની બે ય વ્યુત્પત્તિ પ્રમાણેની બંને લાક્ષણિકતાઓ હોય છે; એટલે કે એમાં રાજાએ દંડશક્તિ કેવા વિવેકથી વાપરવી એની વિસ્તૃત ને સર્વાગી ચર્ચા પણ હોય છે અને એમાંનાં બધાં તંત્રોના વ્યવહારો જે ચોક્કસ દંડશક્તિથી અંકુશિત થઈને જ ચાલે છે, તેની પણ ચર્ચા છે. પ્રથમ વ્યુત્પત્તિ સ્વયં દંડશક્તિ કેવી અંકુશિત For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલુંઃ રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ કે માનવોચિત હોય તે પર ભાર મૂકે છે, બીજી વ્યુત્પત્તિ શાસનનાં સર્વ તંત્રોના ક્ષમતાયુક્ત કે સફળ કારોબાર માટે દંડશક્તિના પ્રમાદરહિત ઉપયોગની આવશ્યકતા પર ભાર મૂકે છે. આ બંને વ્યુત્પત્તિઓનો સમન્વય ભારતીય રાજનીતિ કેવો તટસ્થ અને સમતોલ બૌદ્ધિક અભિગમ જાળવી માનવીય બની રહે છે તે વાત સ્પષ્ટ કરે છે. દંડનીતિ’ નામ મૂળમાં તો તે તબક્કે પડેલું જણાય છે, જયારે રાજયનું મુખ્ય કામ સજાઓ દ્વારા સમાજના વિવિધ અપરાધોનું નિયમન કરવાનું રહેતું. એમાં ક્રાંતિ આણીને કૌટિલ્ય વ્યક્તિ અને સમાજની સમગ્ર અર્થોત્પાદન-પ્રવૃત્તિ પોષાય તેવી રીતે રાષ્ટ્રપ્રદેશનો બાધારહિત ભોગવટો એટલે કે સ્વાયત્ત વહીવટ કરવા દ્વારા સમાજનું પાલન” (રક્ષણ + પોષણ એ બંને પાસાંનું બનેલું) કરવું તેને સમગ્ર રાજકર્તવ્ય તરીકે ઓળખાવ્યું. રાજાએ કે તેના તંત્રે વ્યક્તિ અને સમાજના સર્વાગી ભૌતિક વિકાસ માટે અને તેના પાયારૂપ સર્વાગી સુવિધામાળખા (infrastructure) માટે જરૂરી આર્થિક જોગવાઈઓનું નેતૃત્વ કરવાનું અપેક્ષિત છે. આમ રાજનીતિમાં કૌટિલ્ય સ્વરાષ્ટ્રની તળ પ્રજાઓના અન્ય સર્વ પ્રકારના સામાજિક, નૈતિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક) વિકાસના પાયારૂપ વિસ્તૃત અને ભાતીગળ એવા આર્થિક ઉપાર્જનના ઉદ્યમરૂપ સ્વદેશનીતિનું પ્રાધાન્ય સ્થાપીને રાજનીતિને રચનાત્મક, શાંત અને માનવકેન્દ્રી બનાવવાની દિશા ચીંધી છે. આ મુદ્દાની વિશેષ ચર્ચા ત્રીજા વ્યાખ્યાન વખતે કરીશું. ગ્રંથનો વિષયક્રમ : શીર્ષકની આટલી ચર્ચા પછી આ ગ્રંથના વિષયક્રમ પાછળની દૃષ્ટિ સમજીને તે ક્રમ મનમાં બરોબર ગોઠવી લઈએ. પ્રથમ કેટલીક સ્થૂળ વિગતો નોંધીએ. ગ્રંથમાં મુખ્ય ઘટક (વિભાગો) તરીકે ૧૫ અધિકરણો છે. દરેક અધિકરણ પ્રકરણો ધરાવતાં અધ્યાયોમાં વહેંચાયેલું છે. દરેક અધ્યાયમાં એક કે વધુ પ્રકરણ” સમાવાયા છે, તો કેટલીક વાર એક જ પ્રકરણ એકથી વધુ અધ્યાયોમાં પથરાયેલું હોય છે. આ રીતે ગ્રંથના કુલ અધ્યાયો ૧૫૦અને પ્રકરણો ૧૮૦ છે. ‘અર્થશાસ્ત્ર'ના પ્રથમ અધ્યાયમાં સૂત્ર ક્ર. ૭.૨.૧૮માં ગ્રંથનો વિસ્તાર – ગદ્ય-પદ્ય મળીને – “છ હજાર શ્લોક-પરિમાણ' બતાવાયો છે. અગાઉ ઉલ્લેખ્યા પ્રમાણે ગ્રંથના અંતિમ – સંભવતઃ પ્રક્ષિપ્ત – શ્લોકમાં જણાવ્યા પ્રમાણે કૌટિલ્ય જાતે જ સૂત્રો અને તે પરનું ભાષ્ય – એમ ઉભય સ્વરૂપનો ગ્રંથ રચ્યો. પરંતુ ખરેખર ગ્રંથમાં “સૂત્ર' શબ્દના મૂળ અર્થ પ્રમાણેનાં ખરાં લક્ષણો ધરાવતાં સૂત્રોની રચના નથી. દરેક અધ્યાયમાં મુખ્યપણે ટૂંકા વાક્યો ધરાવતું સરળ ગદ્ય અને મોટે ભાગે અધ્યાયને છેડે પ્રાસંગિક પદો મળે છે. આમાં સૂત્ર અને ભાગ્ય એવા ભિન્ન ભાગો જોવાને અવકાશ જ નથી. દરેક પ્રકરણના નામને સૂત્ર ગણવાનું કોઈકે કરેલું સૂચન તો સાવ જ બાલિશ ગણાય. ગ્રંથમાંનાં કુલ પદ્યો ૩૮૦ છે. આમાંનાં અનેક, અન્ય ગ્રંથોમાંથી લીધેલાં હોવાનું જુદી-જુદી રીતે સ્પષ્ટ થાય છે. તો વળી કેટલાંય પદ્યો કૌટિલ્ય પોતે રચેલાં હોવાનું પણ સમજાય છે. ગ્રંથનું કદ છ-હજાર શ્લોકપરિમાણ (શ્લોક = અનુરુપ છંદના ૩૨ અક્ષર) હોવાની વાતમાં પણ કંઈક ચૂક જણાય છે. ગઘાત્મક કે ગદ્યપદ્યાત્મક ગ્રંથોને શ્લોક-પરિમાણમાં બતાવવાની પ્રાચીન-ભારતીય For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર': દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પ્રણાલી મુજબ ગણીએ તો હાલનું “અર્થશાસ્ત્ર ૪૮૦૦ શ્લોકમાપ જેટલું જ છે. આમ ગ્રંથમાં નિર્દિષ્ટ પરિમાણના પાંચમા ભાગ (૧૨૦૦ શ્લોકપરિમાણ) જેટલી સામગ્રી હાલના “અર્થશાસ્ત્ર'માં ઓછી જોવા મળે છે. તેથી ઉપર્યુક્ત ગ્રંથગત વિધાન પ્રક્ષિપ્ત હોવાની શંકા પણ કરાય છે. પણ એ નોંધવું જોઈએ કે અર્થશાસ્ત્રની પાટણની એક ખૂબ પ્રાચીન હસ્તપ્રતમાં પણ આ વાક્ય મળે છે. વળી દંડીકૃત શકુમારરિતા એ ગદ્યકથામાં “આચાર્ય વિષ્ણુગુપ્ત અત્યારે મૌર્ય માટે આને (દંડનીતિને) છ હજાર શ્લોકરૂપે સંક્ષેપમાં કહી છે”૧૫ એવો ઉલ્લેખ કથાના આઠમા ઉવાસમાં મળે છે. એટલે સમસ્યા ગૂંચવાય છે. દંડનીતિ-વિદ્યા તંત્ર અને માવા તરીકે ઓળખાતા બે મુખ્ય વિભાગો ધરાવે છે એવું સોમદેવસૂરિના નીતિવીવામૃતમ્ ગ્રંથમાં રૂ૦.૧૪-વદ્દ એ ત્રણ સૂત્રોમાં થઈને બતાવ્યું છે. તત્ર એટલે પોતાના રાષ્ટ્રના પાલન માટેની વ્યવસ્થા અને બાવા એટલે વાવણી – અન્ય રાષ્ટ્રો ઉપર કાબૂ રાખવાના અને જેનો શાસક નબળો હોય તેવા રાષ્ટ્રને પોતાના તાબામાં લઈને પોતાના સુશાસન નીચે લાવવાના પુરુષાર્થરૂપ વાવણી. અર્થશાસ્ત્રની વિષય-ગોઠવણી, આ બે શબ્દોના ઉપયોગ વગર પણ, આવા વિભાગ પ્રમાણે જ થઈ છે. અધિકરણ ક્ર. ૧થી ૫માં સ્વદેશનીતિનાં બધાં પાસાં આવે છે, અધિ.ક્ર. ૬થી ૧૩માં પરદેશનીતિનાં વિવિધ પાસાંની વિચારણા છે અને અધિ. ક્ર. ૧૪, ૧૫માં પરિશિષ્ટરૂપ સામગ્રી છે. આમાં દેખીતી રીતે સ્વદેશનીતિનાં પાંચ અને પરદેશનીતિનાં આઠ અધિકરણો હોવા છતાં ગ્રંથપરિમાણની રીતે સ્વદેશનીતિની અને પરદેશનીતિની સામગ્રી અનુક્રમે ૫૮% અને ૪૨% નજીકની ગણી શકાય. પ્રથમ વિભાગના ૯૬ અધ્યાય છે, બીજા વિભાગનાં ૪૯ અને પરિશિષ્ટ-વિભાગના પાંચ અધ્યાય. આ રીતે આખા ગ્રંથના કુલ ૧૫૦ અધ્યાય થાય છે. આ પ્રાથમિક પૃથક્કરણ એટલું બતાવે છે કે સ્વદેશનીતિની વિચારણા જ કૌટિલ્યને મન ખૂબ માવજત માગે છે. એમાં પણ એમણે ૩૬ અધ્યાયોના સૌથી વિસ્તૃત બીજા અધિકરણમાં રાષ્ટ્રનાં સર્વ ક્ષેત્રોને દઢ કરનારી અર્થોત્પાદનપ્રવૃત્તિની તલસ્પર્શી વિચારણા રજૂ કરી છે. આ રીતે અર્થશાસ્ત્ર' શીર્ષકને પણ સાર્થક કરી બતાવ્યું જણાય છે. સ્વદેશનીતિનાં પાંચ અધિકરણો પૈકી પ્રથમ વિનયથારમ્ અધિકરણમાં રાજા ઉપરાંત અમાત્ય, મંત્રી, પુરોહિત, રાજદૂત, ગુપ્તચરતંત્ર જેવા રાજકાજના પાયાના કાર્યકરોની પોતપોતાની લાયકાતો અને એમણે કાર્યની બજવણી દરમિયાન નિયમનકાર્યોમાં બતાવવાની દક્ષતાની વાત મુખ્ય રૂપે છે. ઉપરાંત સામાન્ય પ્રજાની વફાદારીની તપાસ, અન્ય રાષ્ટ્રોની પ્રજાનાં બિનવફાદાર તત્ત્વોનો પોતાના રાજકીય હેતુઓની સિદ્ધિ માટે સંગ્રહ, રાજયના વિવિધ હોદ્દેદારોનું વિવિધ યોગ્યતાઓનાં પાસાંઓ પરત્વે ગુપ્ત પરીક્ષણ, રાજાએ રાજપુત્રથી, રાણીવાસથી, મહેલમાંનાં અન્ય અનિષ્ટ તત્ત્વોથી કરવાનું આત્મરક્ષણ – એવા સ્વ-પર-નિયમન(વિનય)સંબંધી મુદ્દાઓની અનુભવાશ્રિત ચર્ચાઓ છે. ૩મધ્યક્ષyવાર: નામનું ૩૬ અધ્યાયનું બીજું અધિકરણ, હમણાં કહ્યું તેમ, ગ્રંથનું સૌથી વિસ્તૃત અધિકરણ છે. રાજાની સમસ્ત રાજનીતિ કે દંડનીતિની સફળતાનો માપદંડ કે તેનું ટોચનું ધ્યેય છે નિપુણ અર્થનીતિ થકી વ્યક્તિમાત્રની અને સરવાળે સમસ્ત રાષ્ટ્રની સર્વ પ્રકારની જીવનપોષક અને યુદ્ધકાળમાં પણ અડીખમ પીઠબળ પૂરું પાડનારી ચીજોનાં નિર્માણ, પરિરક્ષણ અને વિતરણ. આવા વિવાદાતીત ઉત્તમ ધ્યેયને આકાર આપતી, રાજયતંત્ર અને પ્રજાસમૂહો એ ઉભય દ્વારા સાકાર થતી નિર્માણ પ્રવૃત્તિનાં – For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું ઃ રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ ભૂમિદત્ત અનેક ચીજોની માનવીય ખિલવટનાં – અનેક ક્ષેત્રોનું અનુભવ-સમૃદ્ધિથી ભરપૂર એવું નિરૂપણ આ અધિકરણમાં આકાર પામ્યું છે. આજે જેમ રાષ્ટ્રપોષક પાયાની પ્રવૃત્તિનાં નિગમો, સંસ્થાનો (કમિશન, કૉર્પોરેશન) રચાય છે અને તેના અલગ-અલગ નિયામક નિમાય છે, તેમ તે વખતે પણ વિવિધકાર્યક્ષેત્રીય અધ્યક્ષો નિમાતા. અધ્યક્ષપ્રવાર શીર્ષકનો અર્થ છે આવા વિવિધ અધ્યક્ષોનાં કાર્યક્ષેત્ર(પ્રવાર)નું નિરૂપણ. આગળ કહ્યા મુજબ કૌટિલ્યે આ શાસ્ત્રને આપેલા ‘અર્થશાસ્ત્ર' નામનો કેવો અખૂટ મહિમા છે તે આ અધિકરણથી સારી પેઠે સમજાય છે. કાલિદાસે રાજા માટે રઘુવંશમાં એક સ્થાને અર્થપતિ: પર્યાય વાપર્યો છે એમાં પણ આ જ વસ્તુસ્થિતિનું પ્રતિબિંબ પડે છે. આમાં અર્થપ્રવૃત્તિનો સુદૃઢ અને છિદ્રરહિત પાયો રચવા માટે કેટલીક અગત્યની આર્થિકસંગઠનલક્ષી કામગીરીઓ રાજ્યતંત્ર દ્વારા સીધા નિયુક્ત કરાયેલા રાષ્ટ્રીય સ્તરના ઉચ્ચ અધિકારીઓ અને તેમની વિશિષ્ટ કાર્યક્ષેત્ર દ્વારા નિપુણ રીતે સિદ્ધ કરાય છે. સન્નિધાતા, સમાહર્તા, અક્ષપટલ નામે રાષ્ટ્રીય હિસાબ તેમ જ હિસાબ-તપાસ (audit) માટેના કાર્યાલયના નિયામક, પણ્યાધ્યક્ષ (પુરવઠામુખ્યાધિકા૨ી), માપતોલ-મુખ્યાધિકારી, મુદ્રા એટલે કે ઓળખપત્રો (સ્થાનિક ‘પાસપોર્ટ') આપનાર ઉપરી (‘મુદ્રાધ્યક્ષ’), શુલ્કાધ્યક્ષ (વેપારી માર્ગે માલ-પરિવહનનો કર ઉઘરાવનાર નિયામક) જેવા અનેક અધિકારીઓ રાષ્ટ્રની મુખ્યત્વે આર્થિક પ્રવૃત્તિનું ન્યાયી વ્યવસ્થાપન કરે છે. રાજ્યની કોશની સમૃદ્ધિ અર્થે સુવર્ણાધ્યક્ષ અને પરીક્ષણપૂર્વક રત્નસંગ્રહ કરનાર ઉપરી, ઉપયોગી અને કીમતી ખનીજદ્રવ્યોની ખાણોનાં સ્થાપન-નિયમન કરનાર આકરાધ્યક્ષ, જંગલ-પેદાશોનું વ્યવસ્થાપન કરનાર ‘કુપ્પાધ્યક્ષ', ખેતી-પશુપાલન-વસ્ત્રનિર્માણ-ગોચરક્ષેત્ર(વીવીત)ના અલગ-અલગ અધ્યક્ષો, જળમાર્ગે આવન-જાવન માટે નાવધ્યક્ષ, ઉપરાંત પ્રજા-વર્ગોની માંગના સંદર્ભે સુરાનિર્માણ, માંસનિર્માણ તેમ જ ગણિકાસંસ્થાના અધ્યક્ષો, સેનાનાં ગજાદિ ચારે અંગોના અલગ અધ્યક્ષો, સેનાપતિ, રાજધાનીના નાગરિક-જીવનના નિયમન માટે ‘નાગિરક' નામનો મુખ્યાધિકારી – આવા અનેક સુપરીક્ષિત, કસાયેલ અધ્યક્ષો રાષ્ટ્રના અર્થતંત્રના તે-તે ક્ષેત્રને સંગીન રીતે ધમધમતું રાખી રાષ્ટ્રને સમૃદ્ધ કરે છે. આ બીજા અધિકરણના આરંભે સાત રાજ્યાંગો પૈકીના સૌથી વધુ વિસ્તાર ધરાવતા ‘જનપદ’ (રાષ્ટ્ર કે તળ વસ્તીપ્રદેશ) નામના અંગના નવેસર સ્થાપન અંગેની તેમ જ આર્થિક-સામાજિક નિયમન અંગેની માર્મિક માર્ગદર્શક વાતો છે. એ જ રીતે ‘દુર્ગ’ નામના અન્ય રાજ્યાંગના અન્વયે બે અધ્યાયોમાં ઘણી માર્ગદર્શક અનુભવાશ્રિત સામગ્રી અપાઈ છે – જે પૈકીના આગલા અધ્યાયમાં મનુષ્યકૃત દુર્ગ(કિલ્લા)ના નિર્માણ અંગેની વિસ્તૃત દોરવણી અને પાછલા અધ્યાયમાં કિલ્લાની અંદર આવેલી રાજધાનીના નગર-આયોજન અંગેની વિસ્તૃત ચર્ચા છે. પછીના બે અધ્યાયોમાં થઈ રાજ્ય-કર્મચારીઓની કામચોરી અને દામચોરીની રીતોનું અનુભવાશ્રિત વિસ્તૃત દિગ્દર્શન છે અને તેને અટકાવવાના અનુભવસિદ્ધ ઉપાયોનું બોધક વર્ણન છે. રાજા માટે કૌટિલ્યે ખાસ પ્રયત્નથી તૈયાર કરેલું, રાજનૈતિક પત્રના આદર્શની સર્વાંગી ચર્ચા કરતું અનોખું પ્રકરણ પણ દસમા અધ્યાયમાં છે, જેની છેલ્લા વ્યાખ્યાનમાં ચર્ચા કરીશું. = ૨૭ જેમ અર્થોત્પાદન-પ્રવૃત્તિ પોતે પણ ઘણી ઘનિષ્ઠ શિસ્ત માગે છે, તેમ તેની ખૂબ જરૂરી પૂર્વભૂમિકારૂપે બહુમુખી સામાજિક સંવાદિતા, તે સામાજિકતાને જ ખૂબ સારી રીતે મૂર્ત કરનારા કૌટુંબિક For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર': દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ કે વ્યાવસાયિક શુદ્ધ આર્થિક વ્યવહારો અને આખા રાષ્ટ્રની પ્રજાઓમાં નિત્યની સહયોગિતા અને એકરસતા પેદા કરે તેવા દ્રષમુક્ત સર્વ સામુદાયિક વ્યવહારો પણ ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. આ દષ્ટિએ ગ્રંથનું ત્રીજું અધિકરણ – થર્મસ્થીયમ્ (ન્યાયાધીશના કર્તવ્યો) – આવી સામાજિક સંવાદિતાનું સ્થાપન થાય તેવાં વિવિધ સામાજિક ક્ષેત્રો અને પાસાંઓને લગતા સુચિતિત કાયદાઓનું ઘણી ઝીણવટથી અને સમગ્રતાથી નિરૂપણ કરે છે. કાયદા માટે પ્રાચીન-ભારતીય સુપ્રતિષ્ઠિત “ધર્મ' શબ્દ હતો. ભારતીય ધર્મસૂત્ર-સાહિત્ય અને તે પરથી રચાયેલા ધર્મશાસ્ત્ર-ગ્રંથો મુખ્યત્વે આવા વાસ્તવમાં અમલી કાયદાઓનું નિરૂપણ કરે છે. તે જ સામગ્રી પાછળથી દેશ-કાળ મુજબના ફેરફારો ઝીલતા રહીને મનુસ્મૃતિ, યશવર્ચસ્કૃતિ જેવા પદ્ય, લોકભોગ્ય ગ્રંથરૂપે વ્યક્ત થઈ. મુખ્યત્વે તેને જ આધારે વીસ અધ્યાયનું ત્રીજું અધિકરણ રચાયું છે. ન્યાયાધીશ માટેનો એક પરંપરાગત શબ્દ હતો પ્રાદ્ધિવ (પ્રદ્ + વિવી અર્થાત્ પ્રશ્નો પૂછનાર + વિવિધ ઊલટતપાસ કરનાર). તેને સ્થાને કૌટિલ્ય વધુ ઉચ્ચ અને પ્રતિષ્ઠિત ધર્મથ શબ્દ ન્યાયાધીશ માટે કદાચ નવેસર પ્રયોજીને ન્યાયકાર્યની ધર્માશ્રિતતા ઉત્તમ રીતે પ્રગટ કરી છે. ધર્મ એટલે કે ન્યાયી કાયદાના પ્રવર્તન માટે જે ન્યાયાધીશના Dિરાસને બેસે તે ધર્મસ્થ. કદાચ “જે પોતે ધર્મમાં સ્થિત હોય' એ અર્થ પણ સાથે અભિપ્રેત હોય. ન્યાયાધીશનું નિર્મળ, ધર્મપાલક જીવન જ એને ન્યાય તોળવાનો સાચો, ઠરેલ અધિકારી બનાવી શકે. આજે પણ ન્યાયાધીશની તટસ્થતા, વિદ્વત્તા, ઉચ્ચ સંસ્કારિતા ઠીક-ઠીક જળવાઈ રહી છે. આ ત્રીજા અધિકરણના પ્રથમ અધ્યાયમાં સમગ્ર ન્યાયવિધિનું ખૂબ સુસંગત, સ્પષ્ટ અને વિગતવિસ્તારવાળું વર્ણન છે. બાકીના ૧૮ અધ્યાયો પૈકી ત્રણ અધ્યાયોમાં દાંપત્યનાં વિવિધ પાસાંઓનાં નિયમનોનું ક્રમિક વર્ણન, પછી વારસાહક્કનાં નિયમનો અંગેના ત્રણ અધ્યાય, સ્થાવર મિલ્કતોના ભોગવટા માટેના નિયમનો સંબંધી ત્રણ અધ્યાય, દેવા અને થાપણના પરસ્પર-સંબંધિત વ્યવહારોના નિયમન માટેનો એક-એક અધ્યાય, માલિકના દાસ અને સેવક સાથેના વહેવારો અંગેનો દોઢ અધ્યાય, વ્યાવસાયિક ભાગીદારીના ન્યાયી વહેવારો અંગે અર્થો અધ્યાય, ખરીદ-વેચાણની શિસ્ત સંબંધી એક અધ્યાય, દાન-વેચાણ-માલિકી અંગેની અનિયમિતતાઓનાં નિયમનો વિષેનો એક અધ્યાય, તીવ્ર ઠેષ પર આધારિત ત્રણ દોષક્ષેત્રો – વાચિક દ્વેષ, કાયિક દ્વેષ અને ઉઘાડી લૂંટ – ને લગતા એક-એક અધ્યાયો ને છેવટે જુગાર, હોડ અને અન્ય પ્રકીર્ણ વ્યવહારો અંગેના અપરાધોને લગતો એક અધ્યાય - એમ કુલ વીસ અધ્યાયો સમકાલીન સમાજના જીવનનું વાસ્તવિક ચિત્ર પણ આડકતરી રીતે રજૂ કરે છે. ત્રીજા અધિકરણની જેમ ચોથું વટવલશોધન અધિકરણ પણ રાષ્ટ્રના સભ્ય સમાજને છાજે તેવાં કડપદાર દઢ નિયમનોને લગતું છે. પણ બંને અધિકરણના વિષયવસ્તુમાં ભેદ એ છે કે ત્રીજું અધિકરણ સામાન્ય મનુષ્યોના બનેલા સમાજમાં સંભવતા અપરાધો નિરૂપે છે, ત્યારે ચોથું અધિકરણ ઉઘાડી કે ગુપ્ત રીતે સમાજ-વિઘાતક આચરણ કરની વ્યક્તિઓ દ્વારા આચરાતા વધુ ગંભીર અને ગૂંચવણભર્યા અપરાધોનું નિયમન કરે છે. તે મુજબ ચોથા અધિકરણના ઉક્ત શીર્ષકનો અર્થ છે: કાંટાઓનું નિવારણ. આમાં કષ્ટ શબ્દ રૂપકાત્મક છે. શરીરમાં પેઠેલા કાંટાની જેમ સમાજને તીવ્ર પીડા કરનારાં અસામાજિક સમાજઘટકોને અહીં “કાંટા' કહ્યાં છે. આગલા અધિકરણમાં એવા કાયદાઓનું નિરૂપણ છે, જેમાં અપરાધ-સંબંધી For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ ફરિયાદને આધારે ન્યાય તોળાય છે – એવા વ્યક્તિગત અપરાધો કે જેની સામે ફરિયાદ કરવાની હિંમત – સામાન્ય માણસ કરી શકે એમ છે. એવા અપરાધો સામાન્ય રીતે તો સામાજિક પ્રકૃતિ ધરાવતા મનુષ્યના સામાન્ય દોષો પર આધારિત છે. જ્યારે કંટકરૂપ વ્યક્તિના અપરાધો તો તીવ્ર દ્વેષ પર આધારિત, હિંસક અને ભયોત્પાદક હોઈ સામાન્ય રીતે વ્યક્તિ કે વ્યક્તિજૂથો એની સામે ફરિયાદ કરવા હામ ભીડી શકતાં નથી; એવા અપરાધોને તો રાજ્યતંત્રે પોતાની સ્વયંભૂ, પાયાની ફરજ તરીકે જ, પોતાના સર્વથા સજ્જ એવા ગુપ્તચરતંત્ર દ્વારા જાણીને પોતાના અભિક્રમથી (suo moto) કાબૂમાં રાખવાના હોય છે. એમાં કાયદેસર કાર્યવાહી ચાલુ ન્યાયાધીશો (ધર્મસ્થો) નથી ચલાવતા, પણ સમાહર્તા, પ્રદેષ્ટા, ગોપ, સ્થાનિક વગેરે ઉચ્ચતર બુદ્ધિ, કૌશલ, શીઘ્રતા, સત્તા અને આત્મબળ ધરાવતા વહીવટી અને સુરક્ષાકારી અધિકારીઓના સંકુલ પ્રયત્ન દ્વારા યુદ્ધ-ધોરણે હાથ ધરાય છે, અને જરૂર પડ્યે રાજા પોતે પણ પોતાના અસાધારણ અભિક્રમ (પહેલ) દ્વારા ઉકેલ આણે છે. આજની પરિભાષા મુજબ ત્રીજું અધિકરણ એકંદરે ‘દીવાની’ (civil) અપરાધો ચર્ચે છે, ચોથું અધિકરણ ‘ફોજદારી’ (criminal) અપરાધો નિરૂપે છે. ૨૯ રાજ્યનાં કાંટારૂપ ઘટકો અંગેની કૌટિલ્યની ગણના પણ વિશિષ્ટ છે. અર્થતંત્રમાં કપટી કારીગરો અને વેપારીઓ, વહીવટી તંત્રમાં નાના-મોટા પ્રજાહિતભક્ષક અધિકારીઓ, ખુદ ભ્રષ્ટ ન્યાયાધીશો, ગુપ્તપણે હીનતમ અસામાજિક વહેવારોથી સંપત્તિ બનાવનારાં અસામાજિક તત્ત્વો, ધોરી માર્ગો પર પ્રવૃત્ત ધાડપાડુઓ, બળાત્કારી કામુકો – આ બધા છે રાષ્ટ્રકંટકો, જે સમાજ પર અસાધારણ ત્રાસ અને સંકટો પ્રવર્તાવી આખા રાષ્ટ્રજીવનને તેમ જ રાજ્યતંત્રને પણ અસહ્ય જફા પહોંચાડે છે. વળી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પાકભક્ષી પક્ષીઓ, ઉંદરો, અગ્નિ, જળપૂર, મારક ચેપી રોગો, હિંસક પ્રાણીઓ વગેરે ઝડપથી વ્યાપીને વ્યાપક વિનાશ વેરનારી પ્રાકૃતિક આપત્તિઓ (૩પનિપાત) પણ રાષ્ટ્રકંટકરૂપ ગણાવાઈ છે. આ સૂચવે છે કે પ્રાકૃતિક આપત્તિઓનું સમર્થ નિયમન-તંત્ર (Disaster-Management) પણ રાજ્યતંત્ર સામેનો એક મહા-કસોટીરૂપ પડકાર છે – મનુષ્યની અસાધારણ હામ, નવાં-નવાં સાધનો ઊભાં કરવાની કોઠાસૂઝ (resourcefulness), ખુવારીઓ વચ્ચે પ્રજાના ધૈર્યને ટકાવી રાખે તેવું ધીરવત્સલ નેતૃત્વ, નિર્ભય સમર્પણવૃત્તિ, અતૂટ રાષ્ટ્રભક્તિ ઇત્યાદિ મહાગુણોને નિમંત્રણ. ઉપર્યુક્ત વિવિધ કંટકોનું ‘શોધન’ એટલે કે તેમને દૂર કરવાનું કામ જુદા-જુદા અધ્યાયોમાં વિગતે નિરૂપાયું છે. આ ઉપરાંત આ પ્રકારનાં ગુનેગારો કે તત્ત્વો સામે કેવી-કેવી રીતે પ્રસંગ પાડવો તે પણ પ્રકરણવાર બતાવાયું છે. આવાં તત્ત્વોને પકડવા માટે માર્ગદર્શક બનતાં બાહ્ય લક્ષણો, શંકાસ્પદ રીતે મરેલી વ્યક્તિની મરણોત્તર શારીરિક (Post-Mortem) તપાસ, ગુનેગારની ઘનિષ્ઠ ઊલટતપાસ, આવશ્યકતાનુસાર સંયમપૂર્વકના શારીરિક પીડનપ્રકારો દ્વારા ગુનેગારો પાસે ગુનો કબૂલાવવાની કામગીરી – આવાં વિવિધ પાસાંઓનું અનુભવાશ્રિત સ્પષ્ટ નિરૂપણ કરાયું છે. વળી કૌટિલ્ય વ્યક્તિગત રીતે કેટલા જાગૃત અને વિચારશીલ છે તે એ પરથી જણાય છે કે આવા ગુનાઓની સજાઓમાં કે ઉપર નિર્દેશેલી ગુના સિદ્ધ કરવાની કે કબૂલાવવાની પદ્ધતિઓમાં અમાનુષી અતિરેકો ટાળવા માટે નરવા કે મધ્યમસરના વિકલ્પો પણ ઠેર-ઠેર સૂચવાયા છે – ભલે, સંજોગોવશાત્ તેમાં કૌટિલ્યનું પાયાની ક્રાંતિ ક૨વાનું વલણ કોઈને ન દેખાતું હોય. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' ઃ દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ બારમા અધ્યાયમાં દાંપત્યસંબંધી ગંભીર અપરાધોનું જે નિરૂપણ છે, તેમાં સ્ત્રી અને પુરુષ બંનેના દોષોની તેમની સમતોલ જાણકારીની પણ પ્રતીતિ થાય છે. તે સાથે સ્ત્રીઓ પ્રત્યે પુરુષો દ્વારા આચરાતા અતિ-ગંભીર દુરાચારો વિષેની તેમની તીવ્ર સંવેદનશીલતા પણ જણાય છે. ત્રીજા અધિકરણને અંતે જેમ પ્રકીર્ણ સામગ્રી આપી છે, તે જ રીતે જ વિવિધ ક્ષેત્રનાં અતિચરણો માટેના દંડનું નિરૂપણ આ અધિકરણના છેલ્લા તેરમા અધ્યાયમાં આપ્યું છે. આ પરથી પોતાનું નિરૂપણ બને એટલું સર્વાગી રહે તે માટેની ગ્રંથકર્તાની ખાંખત ઊપસી આવે છે. પ્રકીર્ણ વિષયો સાથે કૌટિલ્યનું અનુભવે ઘડાયેલું ને ઘૂંટાયેલું યુગધર્મરૂપ સુસ્થિર રાજનૈતિક નિદાન સમજવાની ચાવી પણ પાંચમા અધિકરણમાં મળે છે. તેનું “યોવૃત્તમ્' એવું શીર્ષક અર્થઘટન કરનારનું કંઈક પરીક્ષણ જરૂર કરે છે. થોડા શબ્દ કૌટિલ્ય દ્વારા પ્રાયઃ “ગુપ્ત આચરણ”, “ગુપ્ત યુક્તિ એવા અર્થમાં આ ગ્રંથમાં સ્થાને-સ્થાને વપરાતો જણાય છે. પણ એ શબ્દ આ ગ્રંથમાં પણ, મૂળમાં યોગદર્શનમાંના જ યોગ શબ્દનો પાયાનો અર્થ પણ બધે સમાવે છે; એ અર્થ છે “ચિત્તવૃત્તિનો અર્થાત્ ચિત્તના આવેગોનો નિરોધ (પ્રસાદન કે શમન), અને તેમાંથી સધાતી ચિત્તની વસ્તુલક્ષી અનન્ય એકાગ્રતા'. એટલે અહીં યોવૃત્તિનો અર્થ એકાગ્ર વર્તન, એટલે કે એકાગ્રતાથી કે સાવધાનીથી સાધવા લાયક ઉપાય કે હાથ ધરવાની કાર્યવાહી – એવો કરવો યોગ્ય લાગે છે. ગ્રંથના આયોજનની દષ્ટિએ સ્વદેશનીતિની ચર્ચાનું આ છેલ્લું અધિકરણ છે. કૌટિલ્ય જે વિષય હાથમાં લે છે, તેનાં બધાં પાસાં વિષે મહત્ત્વનું બધું જ કહેવાઈ જાય તેવી તીવ્ર વૃત્તિ ધરાવે છે. એટલે આગલાં અધિકરણોમાં ગમે તે કારણે જે બાબતો સમાઈ શકી ન હોય, તે બધી બાબતો, એનું મહત્ત્વ સમજીને, છેલ્લે પરિશિષ્ટ જેવા અધિકરણમાં પણ કહેવાનું ચૂકતા નથી. એ દષ્ટિએ આ અધિકરણ મુકાયું જણાય છે – કોઈ મહત્ત્વના કામ માટે મોકલાતી વ્યક્તિને છેલ્લે અપાતી બાકી રહેતી અગત્યની વ્યવહારુ સૂચનાઓ(tips)ની જેમ. કૌટિલ્ય પોતે “પ્રામાણિક એટલે કે શુદ્ધ બૌદ્ધિક તરીકે પોતાના દેશ-કાળમાં મનુષ્યના શ્રેય માટે રાજાની રાહબરીવાળી દંડનીતિને કે શાસનક્રિયાને અનિવાર્ય સમજે છે. એ રાજાશાહી સમયે-સમયે ઊભા થતા પડકારોમાં ટકી રહે તે માટેની કેટલીક મહત્ત્વની, અનુભવસિદ્ધ વાતો આ અધિકરણમાં સમજદારોની ગાંઠે બંધાવાઈ છે. તેમાંના કુલ છ અધ્યાયોમાં અનુક્રમે અતિદુષ્ટ અધિકારીઓનો ગુપ્ત નિગ્રહ કે વધ, આપત્તિકાળમાં રાજયનો કોશ (ખજાનો) પૂરતો સમૃદ્ધ કરવાના વિવિધ લૌકિક કે વહીવટી ઉપાયો, સમગ્ર રાજશાસન ટકી રહે તે માટે નાના-મોટા સર્વ રાજયકર્મચારીઓના નિર્વાહ વાજબી રીતે સધાય તેવા પગાર માટેની પાકા-પાયાવાળી નીતિ અને જોગવાઈ, રાજસેવકોએ ખૂબ જવાબદારીપૂર્વક સાચવવાની રાજા પ્રત્યેની શિસ્ત (બે અધ્યાયમાં), રાજાના મૃત્યુ સમયે શાસનવ્યવસ્થા તૂટી પડ્યા વગર એકધારી જળવાઈ રહે અને કાર્યદક્ષ એવો ચાલુ રાજવંશ પણ અકારણે પ્રજાનિષ્ઠ રાજપદથી વ્યુત થયા વિના લોકહિતાર્થે ટકી રહે તે માટેની રાજકીય પ્રક્રિયાઓ – આટલા, ખૂબ જ પાયાનું મહત્ત્વ ધરાવતા સ્વદેશનીતિસંબંધી વિષયો ચર્ચાયા છે. આમાંના છઠ્ઠા અધ્યાયમાં ગૂંથાયેલી એક ઉત્તમ ચર્ચા રાજાશાહી પ્રત્યેની કૌટિલ્યની અપ્રતિમ બુદ્ધિપૂત નિષ્ઠાની પ્રતીતિ કરાવે છે. છ “ઇનયોનિ' નામનું અધિકરણ માત્ર બે જ અધ્યાયનું હોવા છતાં ગ્રંથકારની વિષય For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ ઉપરની દૃઢ પકડ કે સર્વાંગી સમજણને કારણે સરસ અને સરળ સંક્ષેપ (brevity) દ્વારા રાજાની પ્રતિભાનું અભ્યાસપૂર્ણ વિશ્લેષણ કરીને તેના સમગ્ર ગૌરવયુક્ત, ઠરેલ રાજકાજનું સ્પષ્ટીકરણ કરે છે. તેમાં રાજકાજની કુદરતી મર્યાદાઓ પણ બરોબર ચીંધી બતાવી છે. મતયોનિ: એવા વિશિષ્ટ શીર્ષકનો ટૂંકો અર્થ થાય ‘મંડલરૂપ યોનિ (આધાર કે પાયો)'. ‘યોનિ’નો મૂળ અર્થ તો થાય સ્ત્રીનું પ્રજનન-અંગ. તે પરથી ઉત્પત્તિસ્થાન, આધાર કે પાયો – એવા અર્થો વિકસ્યા છે. અહીં પરદેશનીતિની ચર્ચાના આરંભે ગ્રંથકાર સમગ્ર રાજનીતિ એટલે કે સ્વદેશનીતિ અને પરદેશનીતિ એ બંનેના વિશાળ કે વ્યાપક પાયાની, વ્યાપક કાર્યક્ષેત્રની વાત કરવા માગે છે. અહીં મઽત્તને સમગ્ર રાજનીતિના પાયા તરીકે બતાવ્યું છે. મળ્યુત્ત એટલે રાજમંડલ, રાજાઓનો સમુદાય, કે જેમાં વિવિધ રાજનૈતિક સંબંધો આપોઆપ ફાલે તેવા એક ઘટક(unit)રૂપ વિશાળ મુલ્કના પાસેપાસેના અનેક રાજાઓ અને તેમનાં સહાયભૂત રાજ્યાંગોનો સમાવેશ થાય છે. રાજ્યાંગો સહિતના અનેક રાજાઓના આવા સંકુલ(complex)માં જુદાં-જુદાં રાજ્યો વચ્ચે સારા, માઠા, તટસ્થ એવા જે ભાતભાતના સંબંધો હોય છે, તેને જ અહીં રાજનીતિના આધારરૂપ કે પ્રવૃત્તિક્ષેત્રરૂપ કહ્યા છે. આમાં કહેવાની મૂળ વાત એ છે કે કોઈ પણ રાષ્ટ્રની રાજનીતિનો આધાર માત્ર પોતાના મુલ્કના લોકો અને રાજ્યતંત્ર ૫૨ જ નથી, પણ આ સમગ્ર રાજસમૂહ કે રાજ્યોના સમૂહ પર પણ આડકતરી રીતે હોય છે. કોઈ પણ રાષ્ટ્રે પોતાની સમગ્ર રાજૂનીતિ ઘડવામાં આજુબાજુનાં રાષ્ટ્રોની કે રાજાઓની એકબીજા પ્રત્યેની પ્રગટ કે ગુપ્ત હીલચાલોને બરોબર ગણતરીમાં લેવી જ પડે; એ જ છે સફળ રાજનીતિનો પાયો. ૩૧ આમાંના પ્રથમ અધ્યાયમાં કોઈ એક રાજ્યના ભાવિનિર્માણ માટે જવાબદાર કે આવશ્યક ગણાય એવાં, રાષ્ટ્રનાં સાત અંગો – જેમને ‘સપ્ત પ્રકૃતિ’ કહી છે – તે બધાંનાં મુખ્ય લક્ષણોનું કથન છે. અહીં ‘પ્રકૃતિ’ એટલે ઉપાદાન-સામગ્રી કે એક સંકુલ વસ્તુને કે શરીરને કાર્યક્ષમ બનાવનારાં તેનાં અંગો કે પેટા ઘટકો. રાજ્યની તે સાત પ્રકૃતિઓ આ છે ઃ રાજા, મંત્રી, જનપદ (ગ્રામ-કસ્બાઓવાળો તળ મુલ્ક; તળરાષ્ટ્ર), દુર્ગ (કિલ્લેબંદ રાજધાની), કોશ (ખજાનો), દંડ (સૈન્ય), મિત્ર (મિત્ર-રાજા). પ્રથમ અધ્યાયમાં આ સાતે ય પ્રકૃતિની ઇષ્ટ લાક્ષણિકતાઓ (ગુણસંપત્તિ) ટૂંકમાં કહી છે. આમાંની મિત્ર-પ્રકૃતિ મિત્ર-રાજા તરીકે રાજ્યની બહાર વસે છે. છેલ્લે સ્પષ્ટ કરાયું છે કે રાજા માટે પોતાના સિવાયની બાકી છ પ્રકૃતિઓ પોતાનાં અંગરૂપ છે, અને એકમાત્ર રાજાની પ્રતિભા જ એ છયેને પ્રાણવાન્ બનાવીને કે પ્રાણવાન્ રાખીને ઉત્તમ સિદ્ધિ તરફ લઈ જઈ શકે છે. બીજા અધ્યાયમાં રાજકીય સંબંધોના એકમરૂપ કોઈ વિશાળ મુલ્કના રાજાઓનું, પરસ્પરના રાજકીય સંબંધોના સ્વરૂપ પર આધારિત પ્રકાર-ભેદવાળું રાજમંડલ નિરૂપાયું છે. આ રાજમંડલ કોઈ પણ એક રાજાના દૃષ્ટિકોણથી, તેના પ્રતિભાયુક્ત સફળ રાજકર્મ માટેના એક મહત્તમ (વિશાળતમ) કાર્યક્ષેત્ર તરીકે નિરૂપાયું છે. ધિંગી, નરવી, સર્વાંગી ક્ષાત્ર-પ્રતિભા ધરાવતા કોઈ પણ રાજાને વિનિશીપુ (વિજયાકાંક્ષી) એવું સૂચક બિરુદ અપાયું છે. તેવા રાજાના દૃષ્ટિકોણથી શત્રુ, મિત્ર, મધ્યમ અને ઉદાસીન – એવાં વિશેષણોથી ઓળખાતા અન્ય પડોશી રાજાઓ રાજકીય પુરુષાર્થને મહત્તમ ચાલના આપનારાં કેન્દ્રો છે; બીજી રીતે કહીએ તો મહત્તમ જાગૃતિવાળો દષ્ટિવ્યાપાર અને ઉપાયવ્યાપાર પ્રેરનારા રાજકીય For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પડકારો છે. તે વિજિગીષની ત્રિવિધ શક્તિ પૈકીની ઉત્સાહશક્તિને ઉત્તમ કાર્યક્ષેત્ર પૂરું પાડે છે. વિજિગીષએ પોતાના રાજયની મંત્રી વગેરે પાંચ પ્રકૃતિઓ વડે અને છઠ્ઠી, પ્રાય: રાજયની સરહદની બહારની, મિત્રરૂપ પ્રકૃતિના સહયોગથી શત્રુ, મધ્યમ અને ઉદાસીન – એ પ્રકારોમાંના દરેક રાજા અને તે દરેકની પોતપોતાની પાંચ પ્રકૃતિની કક્ષા વિષે, પોતાના રાજ્યના ગુપ્તચર-વિભાગના સંકુલ વ્યાપારો દ્વારા જાણી-સમજીને, પોતાનું પ્રબુદ્ધ ઉચ્ચ રાજનૈતિક કર્તવ્ય આગવી પ્રતિભા વડે ઓળખીને, તે બજાવવા અને તે રીતે જગતમાં અનોખી રાજનૈતિક ચેતના જગવવા, સમગ્ર રાજકીય બૃહ તે-તે સમયે રચતા રહેવાનું અને પાર પાડતા રહેવાનું જરૂરી બને છે. આ બધું, અન્ય રાજાઓ કે તેમનાં રાજયોને વ્યર્થ, અણછાજતી હાનિ ન પહોંચે અને શક્ય હોય તો કાળબળે તેમની સાથેની અવનવી મૈત્રીથી અને તેમના સહકારથી મહત્તમ લોકહિત કે સર્વહિત સધાય તેવી રચનાત્મક દૃષ્ટિએ આદરવાનું છે. કૌટિલ્ય પોતાના અનુભવબળે, પ્રાચીન પરંપરામાં ‘નરેન્દ્ર (નરોમાં શ્રેષ્ઠ) એવો સૂચક પર્યાય જેના માટે વપરાયો છે તેવા રાજાની, રાષ્ટ્ર અને તેમાંના નિવાસીઓના આવશ્યક હિત માટેની ‘અનિવાર્ય’ કહી શકાય તેવી કાર્યપ્રણાલી આ સમગ્ર અધિકરણમાં લાઘવથી ઉત્તમ રીતે ચીંધી છે. માત્ર પોતાની પ્રજાનાં આંતરિક રક્ષણ અને પાલનથી રાજાની કામગીરી પૂરી નથી થતી; મુલ્કના અન્ય રાજાઓના ગતિવિધિ બાબતે મહત્તમ સતર્કતા અને પ્રતિકાર-સજ્જતા દાખવવી એ પણ વધુ અગત્યનું રાજકર્તવ્ય છે. એથી રાજા માટે, પરદેશનીતિ – જેને માટે પાછલા ગ્રંથોમાં, અગાઉ કહ્યા મુજબ, સૂચક ‘બાવાપ' (વાવણી – સતર્કતાની અને ગુપ્તચરોની ચોપાસ વાવણી) શબ્દ યોજાયો છે, તે પ્રજાપાલનનું જ અંગભૂત કર્તવ્ય છે. આ આખું રાજકીય સંબંધ-જાળ માનવમનના પ્રવાહોની ઊંડી પરખને આધારે ઊભું થાય છે એ પણ ધ્યાનમાં રહે. આ દ્વારા માનવીનો સૌથી વધુ જાગૃત રાજકીય કાર્યવ્યાપાર કેટલા ક્ષેત્રમાં અને કેવો હોઈ શકે તેનું નિદર્શન કરવામાં આવ્યું છે. આ દૃષ્ટિએ આ અધિકરણમાંની સાત પ્રકૃતિઓની અને રાજમંડલની ઓળખાણ હવે પછીના પરદેશનીતિને લગતા ઉત્તરાર્ધ માટે સબળ ભૂમિકા બની રહે છે. | વિજિગીષ રાજાએ આ સમગ્ર રાજમંડલ અને દ્રવ્યપ્રકૃતિઓનો (સાધનરૂપ પ્રકૃતિઓનો) ખ્યાલ કરીને સરવાળે રાષ્ટ્રની ક્ષયદશા ટાળીને સ્થાનમાં અર્થાત્ સમધારણદશા કે સામાન્ય કાર્યક્ષમતા ટકી રહે તેવી દશામાં આવવાનું છે, અને જાગૃતિ અને ઉદ્યમ વિસ્તારીને ક્રમશઃ, તેનાથી આગળની વૃદ્ધિ’દશામાં આગળ વધવાનું છે. આ બધા માટે મંત્ર/પ્રભુ ઉત્સાહ-શક્તિરૂપ ત્રિવિધ શક્તિના વ્યાપાર થકી ત્રિવિધ સિદ્ધિ હાંસલ કરવાની આવશ્યકતા રહે છે. એકંદરે વિજિગીષએ અન્ય કે સર્વ રાજાઓથી ચઢિયાતા બનવાનું ધ્યેય, સ્થિર પુરુષાર્થ થકી, એક નર્યા કર્તવ્યરૂપે નિભાવવાનું છે; વિકૃત રીતે અહંકારને ફુલાવવા કે નર્યા જુલ્મી બની રહેવા નહિ. સમજવાનું એ છે કે અહીં શ્રેષ્ઠતાની ગાંડી હોડની કે ગળાકાપ હરીફાઈની વાત અભિપ્રેત નથી, પણ આખી માનવજાતિના છૂપા સત્ત્વને જાગૃત કરવા માટે “નરેન્દ્ર ગણાતા રાજાએ શ્રેષ્ઠ અને સમર્પિત એવા માનવ-પ્રતિનિધિ તરીકે નિરહંકારિતા અને અદ્વેષ જાળવીને રાજકીય – બકે પ્રજાકીય – અપ્રમાદની ઉપાસના કરવાની જ વાત છે. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ - આ વાત આ અધિકરણના બીજા અધ્યાયને આરંભે કરેલી એક અત્યંત ટૂંકી, પણ ખૂબ બોધક લાગતી આ તત્ત્વચર્ચાને આધારે સમજાય છે : રાજાની આવશ્યકતા માનવસમાજના ‘યોગક્ષેમ’ના સમર્થ પ્રવર્તન માટે છે. ‘યોગ' એટલે જોડાણ – જીવનોપયોગી વસ્તુઓ સાથે જોડાણ; અર્થાત્ એમની પ્રાપ્તિ - અને ‘ક્ષેમ’ એટલે, કૌટિલ્ય મુજબ, સુરક્ષિત રીતે કે શાંતિ-સંતોષ સાથે, મેળવેલી જરૂરી ચીજોનો ઉપભોગ. (કૌટિલ્યે અહીં ‘ક્ષેમ’ના ‘પ્રાપ્ત વસ્તુનું પરિરક્ષણ' એ પરંપરાગત અર્થનું બહુ સમજણભર્યું રૂપાંતર કે વિસ્તરણ કર્યું છે તે ધ્યાનપાત્ર વાત છે.) આમાંના ‘યોગ’ માટે ‘વ્યાયામ’ની અર્થાત્ ઉત્સાહપૂર્વકના પ્રયત્નની જરૂર છે અને ‘ક્ષેમ' માટે ‘શમ’ની ચિત્તની શાંતિની, ગાંડી તૃષ્ણાના અભાવની જરૂર છે. આથી વ્યાયામરૂપ અને શમરૂપ પરસ્પરપૂરક અને સમતુલા-સાધક મનોદશા એ યોગક્ષેમની યોનિ છે, તેનો આધાર છે. રાજાની રાજનીતિ સમગ્રપણે એ બંનેના કુશળ મિશ્રણરૂપ જ હોય છે. પરદેશનીતિના અન્વયે વિકસેલી છ પ્રકારની રાજનીતિ, કે જે છ પ્રકારનાં અભિગમ-કૌશલો છે, તે ‘છ ગુણો' (ષાનુખ્યમ્) તરીકે ઓળખાય છે. સાતમા અધિકરણમાં મુકાયેલી એ અંગેની વિસ્તૃત ચર્ચાને તપાસતાં તે આ શમ અને વ્યાયામનો જ મિશ્ર કાર્યક્રમ પ્રતીત થાય છે. વળી, અહીં એ પણ સ્પષ્ટ કરાયું છે કે કોઈ પણ સિદ્ધિ માટે જેટલી આવશ્યકતા ‘દષ્ટ’ (જાણીતા) એવા મનુષ્યયત્નની છે, તેટલી જ ‘અદૃષ્ટ’ (અજાણ્યા, અગોચર) એવા દૈવની પણ છે. વળી મનુષ્યયત્ન પણ ‘નય’ એટલે કે સાચા પુરુષાર્થરૂપ જોઈએ, ‘અપનય’રૂપ (અવળી નીતિ રૂપ) નહિ. તો બીજી બાજુ દૈવ પણ અનુકૂળ એટલે કે લાભસાધક જોઈએ, પ્રતિકૂળ એટલે કે અ-લાભસાધક નહિ. આથી, ટૂંકમાં, મનુષ્ય તો કેવળ નય એટલે કે સાચો પુરુષાર્થ કરે તે જ તેનું કર્તવ્યક્ષેત્ર છે. દૈવ મનુષ્યના હાથની વાત નથી, તેથી તે તેના ચિંતનનો વિષય ન હોય; તે માત્ર આદરયોગ્ય હોય. “કર્મફળ ૫૨ તારો અધિકા૨ નથી” એવી ગીતા-વાણી પણ આ જ વાત કહે છે. જીવનનાં આ પરિબળોને સમગ્રપણે જાણીને દઢપણે, પણ નમ્રતા સાથે પુરુષાર્થ કરનાર રાજા ‘આત્મવાન્' કહેવાય છે. રાજાએ તેવા થવાનું છે. ૩૩ આમ પ્રખર પરદેશનીતિની ચર્ચાના આરંભે આ તટસ્થ જીવન-વિજ્ઞાન પણ ઉપર્યુક્ત રીતે આ અધિકરણમાં સુંદર રીતે વણી લીધું છે. તે બીજા અધ્યાયનું ‘શમ-વ્યાયમિમ્’ એવું પ્રકરણ-નામ પણ આ પાયાની ચર્ચા પર આધારિત કાર્યક્રમને જ ઘૂંટી આપે છે. આવી નરવી જીવન-મીમાંસાની પાર્શ્વભૂમિકામાં સ્વસ્થ અને જાગૃત પરદેશનીતિ, જે સ્વદેશમાં સુરાજ્ય સ્થાપવા-ટકાવવા ઉપકારક બને, તેની અનુભવાશ્રિત વ્યવહારુ ચર્ચા, વિગતોના પથરાટ સાથે સાતમા પાશુન્ય નામના અઢાર અધ્યાય અને ઓગણત્રીસ પ્રકરણના અધિકરણમાં મળે છે. જેમ સાંખ્યદર્શનમાં પ્રકૃતિનાં ઘટકોને ‘ત્રણ ગુણ’ કહ્યાં છે, કંઈક તેવા જ અર્થમાં – ‘તંતુ’ કે ‘તાણા-વાણા’ અર્થમાં – પરદેશનીતિના ‘છ ગુણ’ (પાસાં કે ભાવાત્મક પ્રકારો યા ગુણ કરનારી નીતિઓ) કહ્યા છે, અને તેની સંકુલ ગૂંથણીને, સાંખ્યના ‘બૈગુણ્ય'ની જેમ, પાત્ક્રુણ્ય કહી છે. આવી છ પ્રકારની રાજનીતિનું મૂળ (યોનિ) છે આજુબાજુના વિવિધ રાજાઓની ભિન્ન-ભિન્ન ‘પ્રકૃતિ’ઓ (રાજ્યાંગો અને રાજાઓના સ્વભાવો – બંને અર્થ પણ લઈ શકાય) – એટલે કે સમગ્ર રાજમંડલ, જેનાં ઘટકો છઠ્ઠા અધિકરણમાં સમજાવાયાં છે. એક રીતે કહીએ તો આખી રાજનીતિ અને તેમાં યે પરદેશનીતિ વ્યક્તિચિત્તની અને સમૂહચિત્તની ઊંડી, For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ગતિશીલ પરખ પર મંડાય છે. વિજિગીષુનું (રાજાનું) અને તે દ્વારા તેના સમગ્ર તંત્રનું તેમ જ તેની સમગ્ર પ્રજાનું ન્યાયોચિત આત્મસ્થાપન તે સમગ્ર ષાગુણ્યનું, પરદેશનીતિનું ધ્યેય છે. આથી માનવની સાંસ્કૃતિક જીવન કે સભ્ય વ્યવહાર માટેની મથામણ પણ તેમાં આંતર-પ્રવાહરૂપે જરૂર ચાલે છે. માનવમાં, સ્વભાવને લીધે કે પરિસ્થિતિને લીધે દઢમૂલ બનેલી વેર-દ્વેષની ઘો૨ વૃત્તિઓની અને તજન્ય ઉચ્છેદક પ્રવૃત્તિઓની કાયમી ખબરદારી દ્વારા તેને વાજબી રીતે નિયંત્રણમાં રાખીને, માનવમાં સંભવિત એવી, તેનાથી ઊલટા સ્વરૂપની મૈત્રી, વિશ્વાસ અને સહયોગની વૃત્તિઓને પણ ઓળખી, તેનો રચનાત્મક, સર્વહિતકર ઉપયોગ કરવાની દૂરંદેશિતા આ ષાદ્ગુણ્યમાં સમાયેલી છે. સંધિ-વિગ્રહ, આસન-યાન, સંશ્રય-દ્વૈધીભાવ એવી ત્રણ જોડીઓરૂપ ખાદ્ગુણ્ય શમ-વ્યાયામના સમતોલ પ્રયોગરૂપ સંકુલ રાજનીતિ છે. ૩૪ ગ્રંથના બે વિભાગો પૈકીના બીજા પરદેશનીતિસંબંધી વિભાગનું આ સૌથી વિસ્તૃત અને સૌથી મહત્ત્વનું અધિકરણ છે. આગલા છઠ્ઠા અધિકરણમાં એ પણ સ્પષ્ટ કરાયું છે કે ષાદ્ગુણ્ય એ શમ અને વ્યાયામરૂપ દ્વિવિધ કાર્યપદ્ધતિની ‘યોનિ’ અર્થાત્ તેને સાકાર કરનારી, પરિસ્થિતિભેદને અનુસરનારી વિસ્તૃત યોજના છે. આમાં શક્ય હોય ત્યાં સુધી પ્રજ્ઞાજન્ય શાંત ઉપાયો અને અભિગમો દ્વારા પોતાના રાષ્ટ્રની અન્ય રાષ્ટ્રો સાથેની રાજનૈતિક સમસ્યાઓનો ઉકેલ શોધવાની યોજના છે. છ ગુણો કે નીતિઓ પૈકી ત્રણ તો સ્પષ્ટપણે અહિંસક અને રચનાત્મક છે. આમાંના એક-એક ગુણના કે એકાધિક ગુણોના શક્ય દરેક સંયોજનના પ્રયોગની જે દિશા વિગતવાર, તે-તે પરિસ્થિતિના અન્વયે બતાવી છે, તે ધ્યાનથી સમજવા જેવી અને મૂલવવા જેવી છે. દેખીતી રીતે તો આમાં નગ્ન રાજનૈતિક સ્વાર્થને સર્વત્ર પ્રાધાન્ય અપાયું છે. પણ ધ્યાનથી વાંચનારને તેની પાછળ ઝલમલતી ક્ષત્રિયોચિત ધીટતા (બેધડક હિંમત), ન્યાયસ્થાપન બાબતની દૃઢ સંકલ્પશક્તિ, દુષ્ટનિગ્રહસજ્જતા, લોકહિતત્પરતા ઇત્યાદિ માનવોચિત સંસ્કૃતિ-વિધાયક વૃત્તિઓ દેખાયા વિના રહેતી નથી. વિવિધ કક્ષાની રાજકીય મૈત્રીઓના અત્યંત નિપુણ પ્રયોગો ખૂબ વિપુલ પ્રમાણમાં વિવિધ અધ્યાયોમાં વર્ણવાયા છે. અલબત્ત, પ્રત્યેક પગલે અત્યંત સાવધાન પરીક્ષણશક્તિ ગુપ્તચરતંત્ર વગેરે દ્વારા સક્રિય રાખવાની શીખ સર્વત્ર અપાઈ છે. એકંદરે ઉત્કૃષ્ટ બુદ્ધિવ્યાપાર જ સમગ્ર રાજનીતિનો નિયામક બતાવાયો છે. અધિકરણના છેવટના એક મર્માળા શ્લોકમાં કહેવાયું છે : “આમ અંદરોઅંદર ગૂંથણી પામતું સમગ્ર ષાદ્ગુણ્ય જેની દૃષ્ટિમાં સતત રહે છે, તે પોતાની બુદ્ધિરૂપી બેડીઓથી બાંધવામાં આવેલા અન્ય રાજાઓ સાથે મનમાની રમત રમે છે૧૭”. રાજનીતિનું કેવું દિલદાર વર્ણન ! આ વાતનું જ દર્શનીય નિરૂપણ વિશાખદત્તના ‘મુદ્રારાક્ષસ' નાટકમાં મળે છે. સમગ્ર રાજકાજ માટે અને ખાસ કરીને સંગીન પરદેશનીતિ આચરવા માટે સૌથી પાયાની વાત છે રાષ્ટ્રપોષક સાતે ય પ્રકૃતિઓનાં (રાજ્યાંગોનાં) શુદ્ધિ અને સામર્થ્યની જાળવણીની, તેની મહત્તમ વૃદ્ધિની. ભાગ્યદોષથી કે મનુષ્યદોષથી આ પ્રકૃતિઓ તે-તે દોષોથી ઘેરાઈ શકે છે. તેને કારણે રાજકાજમાં વત્તે-ઓછે અંશે બાધા કે સંકટ ઊભાં થઈ શકે છે. પરદેશનીતિમાં સફળતા માટે તો આ દોષોનું પૂર્ણ કે મહત્તમ નિવારણ અનિવાર્ય એટલા માટે બને છે કે તેમાં પરાયાં સાથે ઘોર દ્વેષ કે કપટો વચ્ચે કામ કરવાનું હોય છે. આવા, પોતાને પક્ષે બાધક બનતા સંભવિત દોષો કે પરિબળોને ‘વ્યસન’ એ વ્યાપક અર્થ ધરાવતા શબ્દથી ઓળખવામાં આવે છે. બાહ્ય આપત્તિઓ કે મનુષ્યના સ્વભાવજન્ય દોષો – એ બંને For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ • ૩૫ માટે “વ્યસન' શબ્દ વપરાય છે; અહીં હવે પછીના અધિકરણમાં પણ એ બંને ય અર્થો ધ્યાનમાં લેવાયા છે. “વ્યસન' શબ્દનો મૂળ અર્થ વિનમ્ (ફેંકવું) ધાતુ પરથી આવો થાય છે : “મનુષ્યને કલ્યાણથી કે સફળતાથી વિવિધ રીતે દૂર ફંગોળનાર પરિબળો'. તો, સાતમા અધિકરણમાં પરદેશનીતિની સાંગોપાંગ ચર્ચા કર્યા બાદ, એના અમલ માટે આવશ્યક એવી જે સાતે ય ધિંગી પ્રકૃતિઓ છે, તેમને લાગુ પડતાં વ્યસનોની અનુભવસમૃદ્ધ, સારગર્ભ ચર્ચા આઠમા વ્યસનાથિરિમ્ નામના માત્ર પાંચ અધ્યાયના અધિકરણમાં મળે છે. આ ચર્ચામાં જુદાં-જુદાં વ્યસનોનાં ભારેપણા-હળવાપણાની (ગુરુ-લધુભાવની, તારતમ્યની) ચર્ચા પણ એટલે ઉમેરી છે કે કેટલીક વાર બધી જ પ્રકૃતિઓની કે તેમાંનાં બધાં જ પેટા પરિબળોની પૂરેપૂરી શુદ્ધિ કે દોષરહિતતા સધાઈ ન હોય, તો ક્યા દોષને કેટલું મહત્ત્વ આપવું અને તે નિર્ણય મુજબ સાચા પગલાનો નિર્ણય કરવો તેની સૂઝ પડે. વળી આનાથી શત્રુપક્ષ અને સ્વપક્ષનાં પ્રકૃતિસ્થિત જુદાં-જુદાં વ્યસનો જાણી-સમજીને સરવાળે પોતાની સ્થિતિનું યથાર્થ મૂલ્યાંકન કરી શકાય છે અને તે મુજબ જે-તે રાજકીય પગલાનાં સ્થળ-કાળનો નિર્ણય કરી શકાય છે. આ અધિકરણના પ્રથમ અધ્યાયમાં રાજ્યઘટકરૂપ સાત પ્રકૃતિના પારસ્પરિક મહત્ત્વક્રમની બહુ જ મૂલ્યવાનું ચર્ચા, વિવિધ વિચારકોના ઊલટા-સૂલટા મતોની રજૂઆત દ્વારા હાથ ધરાઈ છે. તે દ્વારા તે-તે પ્રકૃતિનાં વ્યસનોને સમગ્રપણે કેટલાં મહત્ત્વનાં ગણવાં તેનો નિર્ણય થઈ શકે છે. એક પ્રકૃતિનાં વ્યસનોને ઢાંકવાનું કે નિવારવાનું તેંનાથી અન્ય શુદ્ધ ચઢિયાતી પ્રકૃતિ દ્વારા થઈ શકે છે – એ વાત પણ આમાં ઉપસાવાઈ છે. આ દષ્ટિએ સ્વપક્ષની અને પરપક્ષની સમગ્ર પરિસ્થિતિનું ચોક્કસ માપ કાઢીને, ક્રિયાકાળનો નિર્ણય કરવાનો છે. બીજા અધ્યાયમાં સમગ્ર રાજકાજમાં બાધક વિશિષ્ટ પરિબળોની તુલનાત્મક ચર્ચા, તેવાં સંભવિત બે-બે વિપરીત કે ભિન્ન પરિબળોની જોડી લઈને કરાઈ છે; દા.ત. શાસનમાં વધુ બાધક પરિબળ કયું : બાહ્ય કોપ કે આત્યંતર કોપ,વૈરાજય (બે શાસકથી ચાલતું રાજ્ય) કે વૈરાજ (ઝાઝા રાજપુરુષોથી ચાલતું રાજય), શાસ્ત્રજ્ઞાનહીન સરળ રાજા કે શાસ્ત્રજ્ઞાનયુક્ત કુટિલ રાજા, જૂનો રોગગ્રસ્ત રાજા કે રોગરહિત નવો રાજા, કુલીન પણ દુર્બળ એવો નવો રાજા કે હીનકુળનો બળવાન રાજા, શત્રુ દ્વારા થતો ઊભાં (તૈયાર) ધાન્યનો નાશ કે નવી વાવણીનો નાશ, અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ ? બધી ચર્ચાઓ ટૂંકી, પણ પ્રૌઢ અને માર્ગદર્શક છે. ત્રીજા અધ્યાયમાં ‘વ્યસન' શબ્દના “ખરાબ આદતો' એ વધુ પ્રચલિત અર્થને ધ્યાનમાં લઈને ચર્ચા છે. પ્રસિદ્ધ સ્મૃતિગ્રંથોએ ચીંધેલા ક્રોધજન્ય વ્યસનો અને કામજન્ય વ્યસનો પૈકીનાં અનુક્રમે ત્રણ અને ચાર સૌથી વધુ હાનિકર વ્યસનોની અને તેમની પારસ્પરિક ગુરુ-લઘુ-ભાવની સુંદર વ્યવહારુ ચર્ચા કરાઈ છે. તેમાં પણ પૂર્વપક્ષ-ઉત્તરપક્ષની ઢબે ચર્ચા થઈ હોઈ તે રસપ્રદ બની છે. પ્રથમ અધિકરણમાં કરાયેલી ઇન્દ્રિય-જયની ચર્ચાનું જ, અહીં રાજપુરુષો માટેનું વ્યવહારોપયોગી વિસ્તરણ જોવા મળે છે. સામાન્ય રૂપે રાજકાજમાં અવરોધરૂપ બનતી નાની-નાની, પણ પીડા જન્માવનારી કઠણાઈઓની ચર્ચા માત્ર નમૂનારૂપે ચોથા અધ્યાયમાં કરીને ગ્રંથકારે રાજકાજ કેવો નિત્યની અપ્રમાદ, કેવી નિત્યનવી સજ્જતા માગે છે તે વાત જ ઘૂંટી છે. તેમાં કુદરતી આપત્તિઓ ઉપરાંત સામુદાયિક (પ્રજાકીય કે For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ રાજકુળ સંબંધી) વિલાસિતા કે કલહશીલતા, સ્વ-પર-સૈન્યના ઉપદ્રવો, તંત્રાધિકારીઓ કે અસામાજિક જૂથોના ઉપદ્રવો, વ્યાપારી ઉપદ્રવો, ભૂમિનાં દબાણો તેમ જ વન્ય ઉપદ્રવોની ચર્ચા ગૂંથાઈ છે. એક રીતે જોતાં આ ચર્ચાઓ ચોથા કૃષ્ણોધન અધિકરણની વિસ્તૃત ચર્ચાઓનું લઘુરૂપ જ ગણાય તેવી છે. પણ લેખક કેટલીક વાતો જુદી-જુદી દષ્ટિએ કહેવા માટે પુનરાવર્તનને દોષરૂપ ગણતા નથી તે સમજી શકાય તેમ છે. (આ વ્યાખ્યાનોમાં પણ એવાં પુનરાવર્તનો આવી દષ્ટિએ જ હોઈ એમને દોષરૂપ ન ગણવાનું ન્યાયી ગણાશે. એ રીતે કેટલીક ધ્યાનપાત્ર બાબતો બરોબર ઘૂંટાય પણ છે.) સૈન્ય પણ રાજતંત્રનું ખૂબ સંવેદનશીલ અને કાર્યસાધક અંગ (“પ્રકૃતિ') હોઈ તેને ભૌતિક કે માનસિક પીડા જન્માવનારાં પરિસ્થિતિજન્ય અને વિશેષે તો તંત્રજન્ય પરિબળોની લગભગ સર્વસમાવેશક એવી ગણના, લેખક પાંચમા અધ્યાયના પૂર્વાર્ધમાં કરાવે છે. તેમાં યુદ્ધક્રિયા વખતની વિવિધ પરિસ્થિતિઓને પણ સમાવી છે. વળી તેમાં ક્રમશઃ બન્નેની જોડી લઈ તેમનો માંહોમાંહેનો ગુરુલઘુ-ભાવ પણ ચર્યો છે. આ ચર્ચામાં સૈન્યના સૈનિકોના વ્યક્તિગત કે સામુદાયિક દોષો કે પ્રજા પ્રત્યેના અનાચારો કે અત્યાચારોની ખૂબ જરૂરી ચર્ચાનો સદંતર અભાવ નવાઈ ઉપજાવે છે. (કદાચ સૈન્ય પોતે ક્યાં પરિબળોને કારણે પૂરતી કાર્યક્ષમતા ગુમાવે કે જેથી કોઈ રાજનૈતિક પગલું લેવામાં બાધા જન્મે તે સંદર્ભ જ અત્રે પ્રસ્તુત હોઈ આમ થયું હોય.) આ અધ્યાયના ઉત્તરાર્ધમાં મિત્રરાજારૂપ સાતમા રાજ્યાંગમાં બેદિલી સર્જનારાં પરિબળોની ચર્ચા માત્ર પદ્યોમાં જ કરવામાં આવી છે તે નોંધપાત્ર બાબત છે. આમાં પણ રાજા તરફથી મિત્રને પહોંચતી વિવિધકારણજન્ય જફાઓનો જ વિચાર કરાયો છે. એ રીતે કૌટિલ્ય રાજકીય મૈત્રીમાં વફાદારીના તત્ત્વને અહીં પણ સારી રીતે ઘૂંટી આપે છે. કૌટિલ્યને મન સત્યધર્મ એ રાજનીતિનો પણ સ્થાયિભાવ છે એ વાત એકંદરે સારી રીતે, ધ્રુવપંક્તિની જેમ, ઠેર-ઠેર ઘૂંટાતી રહે છે. આમ આ અધિકરણમાં સ્વામી(રાજા)થી માંડીને મિત્ર સુધીની સાતે ય પ્રકૃતિનાં વ્યસનોની ચર્ચા વત્તેઓછે અંશે ગૂંથાઈ છે. પરદેશનીતિના ચિંતનની શરૂઆતમાં સમગ્ર રાજકર્મને તાત્ત્વિક ઉચ્ચતમ ભૂમિકાથી છઠ્ઠા અધિકરણમાં મૂલવીને સમગ્ર પરદેશનીતિના, પરિસ્થિતિભેદે જુદા-જુદા રાજનૈતિક અભિગમોનો છ મુખ્ય પ્રકાર તરીકે સાતમા અધિકરણમાં વિચાર કરાયો. તેમાં સૌથી વધુ પ્રજ્ઞા, ઉત્સાહ અને ક્રિયાયોગ માગતો શત્રુ સંબંધી અભિગમ છે યુદ્ધના નિર્ણયરૂપ. તેમાં નિર્ણય, પ્રસ્થાન, યુદ્ધવ્યાપાર અને વિજયસિદ્ધિ-એ મુખ્ય પાસાં છે. તેમાં નિર્ણયપ્રક્રિયામાં મદદરૂપ પાસાંઓના ચિંતન પૈકી વ્યસનચિંતન આઠમા અધિકરણમાં કરાયું. હવે એ ઉપરાંત યુદ્ધનિર્ણય કરતાં પહેલાં બરોબર તપાસી લેવાની ગણતરી માંડી લેવા લાયક બાબતોનું ચિંતન નવમા અધિકરણમાં સાત અધ્યાયો દ્વારા કરાયું છે. તેનું શીર્ષક છે: માય (અર્થાત્ યુદ્ધનું અભિયાન કરવા સજ્જ બનવાની પૂર્વતૈયારીરૂપે કરવાનાં કામો કે તપાસી લેવાની બાબતો). કૌટિલ્ય પાથમાંના યાન (યુદ્ધપ્રમાણ)ને કે ચાર ઉપાયમાંના “દંડ ઉપાયને નછૂટકે હાથ ધરવા યોગ્ય – શક્ય હોય ત્યાં સુધી ટાળવા યોગ્ય– માને છે. છતાં એની અનિવાર્યતા ઊભી કરનારા ચોક્કસ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ સંજોગોને તેઓ બરોબર ઓળખે છે અને એ તબક્કે યુદ્ધ અંગે સાંગોપાંગ વિચારણા કરીને વિજયદાયી યુદ્ધ માટે અભિયાન કરવાના મતના છે. તો એ નિર્ણયની પ્રક્રિયામાં પ્રયાણ પૂર્વે કરવા યોગ્ય તટસ્થ વિચારણા અને પ્રયાણના નિર્ણયના ઔચિત્ય-પરીક્ષણ માટેનાં સર્વ ધ્યાનપાત્ર પાસાંઓનો કે સાવચેતીઓનો અનુભવ-આધારિત સંગ્રહ ગ્રંથકારે આ નવમાં અધિકરણમાં કર્યો છે. તેમાં આટલાં પાસાં નિર્દેશાયા છેઃ સ્વપક્ષની ત્રિવિધ શક્તિની કક્ષા, યુદ્ધકર્મ માટે ઉપલબ્ધ દેશ (પ્રદેશ કે ભૂમિ) તથા કાલ (ઋતુ કે સમયગાળો) – આ ત્રણે ય મુદે સ્વપક્ષ અને પરપક્ષનાં બળાબળનો હિસાબ, અનુરૂપ ઋતુકાળ, પોતાના પક્ષે લડી શકે તેવા સૈન્યના વિવિધ સામાજિક, રાજનૈતિક પ્રકારો પૈકી પ્રાપ્ત જે-તે પરિસ્થિતિમાં સંડોવવા લાયક એક કે અધિક ચોક્કસ સૈન્ય-પ્રકારો, એ પ્રકારોના લક્ષણભેદ કે સ્વભાવભેદ, સામાપક્ષના સૈન્યને અનુરૂપ પોતાની સેનાનાં ચતુરંગ (હાથી, ઘોડા, રથ, પાયદળ) પૈકી યોગ્ય અંગોની પસંદગી, યુદ્ધપ્રસ્થાનની કે યુદ્ધકર્મની સાથોસાથ રાજધાનીમાં કે સરહદ સહિતના બાકી રાજયમાં શક્ય લાગતા વિદ્રોહના શમન માટેના યોગ્ય ઉપાયોનું આગોતરું આયોજન, સમગ્ર યુદ્ધકર્મથી પરિણમતા સજીવોના ક્ષય, દ્રવ્યોના વ્યય અને તે સામે થનાર એકંદર લાભોની વાસ્તવિક ગણતરી, સ્વરાષ્ટ્રનાં દેશદ્રોહી તત્ત્વો સાથે શટાની શક્ય સાંઠગાંઠ સામેની યોગ્ય ઉપાયયોજના, તત્કાલનાં સારાં-નરસાં પરિણામોનાં પણ લાંબા ગાળાના પરિણામોની વિચારણા અને તે અંગે જરૂરી ઉપાય. આ આખું અધિકરણ કૌટિલ્યની ઊંડી અને સર્વાગી વ્યવહારુ સૂઝ ઉપરાંત વિશેષ તો યુદ્ધ અંગે કશું અવિચારી, અવિવેકી, મમતી પગલું ન ભરાઈ જાય, નરી વસ્તુલક્ષી રાજનીતિવિચારણા મુજબ બિન-અંગતપણે યુદ્ધનિર્ણય થાય તે માટેની ઊંડી નિસ્બત બતાવે છે. એ નોંધવું ઘટે કે આ અધિકરણની વિષયગૂંથણી ઠીક-ઠીકપણે અવ્યવસ્થિત છે – જેમ કે એક ને એક વાત જુદી-જુદી તરેહથી ફરી-ફરી ઉપાડાતાં સમજવામાં કાંઈક ગોટાળા થાય છે, ઘણે ઠેકાણે કહેવાની શત રસ્સી અસ્પષ્ટ જશ્ચય છે, કોઈક સ્થળે એક રિએક શ્વકીટ વસ્તુ સાથે રણજોડાયેલો જણાય છે ઈત્યાદિ. આમાંના ત્રીજા અધ્યાયનાં બે પ્રકરણોની ભેદરેખા ધૂંધળી કે પુનરાવર્તનને કારણે નહિવત્ જણાય છે. વળી આ અધ્યાયનું વસ્તુ પાછું થોડા ભિન્ન દૃષ્ટિકોણથી પાંચમા અધ્યાયમાં ફરી હાથ ધરાયું છે અને છઠ્ઠા અધ્યાયમાં પણ અંશતઃ પુનરાવર્તન પામ્યું છે ! એકંદરે છઠ્ઠા અધ્યાયના વિષયનું આગવાપણું બતાવી શકાય એમ નથી. “ભેદનીતિ કે ગુપ્તદંડ(વધ)નીતિ જ નવા-નવા આકારે વર્ણવી છે. સાતમા અધ્યાયનો વિષય અગાઉના ક્ષય-વ્યય-લાભ-વિમર્શનું જ રૂપાંતર લાગે છે; તેમ છતાં આખો અધ્યાય કહેવાની વાતને વિવિધ દૃષ્ટિકોણથી, સુસ્પષ્ટ રીતે, અનુરૂપ દષ્ટાંતો દ્વારા કહે છે. યુદ્ધનિર્ણયને ખૂબ તટસ્થપણે ચકાસવાની વાત પ્રૌઢપણે તેમાં ગૂંથાઈ છે. આવી બધી શૈલીગત કે રજૂઆતગત અવ્યવસ્થિતતા છતાં એકંદરે ગ્રંથકારની ઠરેલ બુદ્ધિનિષ્ઠા અવિચારી યુનિર્ણય સામે, વિવિધ રીતે આખા અધિકરણમાં ચેતવે છે. ઉત્સાહશક્તિમાં સમાતું શૌર્ય તે ક્રૌર્ય(કૂરતા)માં, ઝનૂનમાં, આસુરીપણામાં પરિણમતા વાર નથી લાગતી. કૌટિલ્ય સર્વદા મંત્રશક્તિને અર્થાત્ બુદ્ધિને માનવપ્રતિભાને સમતોલ બનાવતો શ્રેષ્ઠ ગુણ માને છે – ભલે પ્રસંગે, યોગ્ય મર્યાદામાં યુક્તિ કે કપટ પણ અપનાવાતાં હોય. અલબત્ત, આ બુદ્ધિ સમગ્ર સત્યને – એનાં વિવિધ સ્તરો કે For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આયામોને – જોનારી હોવી જોઈએ; સત્યના અંશમાત્રને જોનારી નહિ. બુદ્ધિ જ ગજાદાર, સામર્થ્યશાળી અહિંસાનું, સામપટુતાનું જન્મસ્થાન છે; નિરહંકારિતા અને સમત્વનું ધામ છે. મહાભારતનું નાયકપદ જે પાત્રને આપવું ઘટે તે વ્યક્તિનું નામ, ભવ્ય “જ્ઞાનમય દીવો’ પેટાવનાર વ્યાસજીએ “યુધિષ્ઠિર(‘યુદ્ધમાં સ્થિર') – એવું આપ્યું છે તે જોતાં, તથા એ આખા ગ્રંથના હૃદયરૂપ “ભગવદ્ગીતા'નું “જવરમુક્ત એવો તું લડી લે” (યુધ્વસ્વ વિપતન્વર:) એવું વિવેકી આદેશવાક્ય કે મહાવાક્ય ધ્યાનમાં લેતાં, જીવનનાટકમાં યુદ્ધ પણ તેનું એક સહજ અંગ બનવા નિર્માયું છે તે સમજુ જનોના હૈયે ઠરતી વાત બની રહી છે. યુદ્ધ પણ કોઈ સંસ્કૃતિધ્વંસક કે માનવદ્રોહી ઉપદ્રવ નહિ, પણ સંસ્કૃતિરક્ષા કે સંસ્કૃતિસ્થાપના કરનારો જીવનવિધિ બની શકે. એથી, સરવાળે એ દૈષપ્રસારક વિધિ નહિ, પણ પાવન પ્રતાપ દ્વારા મનુષ્યના પ્રમાદમાત્રને, વિકારમાત્રને પડકારી, જનજનને ઢંઢોળનારું, ઊર્ધ્વ જીવનયાત્રા માટે સજ્જ કરનારું વિધાયક સામાજિક પરિબળ બની રહે. એ જ સંસ્કારવારસો ઝીલનાર કૌટિલ્ય અર્થશાસ્ત્રના દસમા અધિકરણમાં એ પ્રતાપી, વિવેકયુક્ત યુદ્ધવિધિનાં બધાં મુખ્ય પાસાંઓની વાત, એક-એક અધ્યાયમાં પ્રાયઃ બે કે ત્રણ મુદ્દા ઊલટથી ઠાંસીને ‘સાગ્રામ (સંગ્રામસંબંધી વાતો) એવું અધિકરણ-શીર્ષક આપીને કરી છે. તેમાં સંગ્રામ' (= સુંદર માનવમેળો !)નું માનવીય પાસું બરોબર જાળવવા સાથે પૂરી બૌદ્ધિક ગણતરી, શક્તિ-આદિના અતિવ્યયનું નિવારણ, લાંબા ગાળાની જરૂરિયાતોનું તથા લાંબા ગાળાના પરિણામો અંગેનું આયોજન - આવી સર્વાગીણ કાળજીવાળું નિરૂપણ, પરંપરા અને સ્વાનુભવ એ બંનેના આધારે કરી, યુદ્ધવિશેષજ્ઞોને પણ ખપનું વિશિષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. જુદી-જુદી પરિસ્થિતિ મુજબ શ્રેણીબદ્ધ વિકલ્પો આપવાનું કૌટિલ્ય ભાગ્યે જ ચૂકે છે. ક્યાંય યુદ્ધનું ચિત્રાત્મક વર્ણન કરવાના મોહમાં ન ફસાતાં, દરેક પાસાના વ્યવહારોપયોગી મુખ્ય બધા જ મુદ્દાઓનું સંક્ષિપ્ત પણ નિઃશંક કરે તેવું માર્ગદર્શક નિરૂપણ કરે છે. વચ્ચેવચ્ચે – ભલે બહુ જૂજ સ્થળોએ – માર્મિક રીતે સિદ્ધાંતનિર્દેશ પણ સચોટ રીતે કરી દેવાની એમની ટેવ એમની પ્રૌઢતાનો ભર્યો-ભર્યો પરિચય કરાવે છે. કુલ છ અધ્યાયમાં યુદ્ધછાવણી, પ્રયાણ, સૈન્યરક્ષાના ઉપાયો જેવાં યુદ્ધનાં પૂર્વાગોથી માંડીને યુદ્ધભૂમિમાં ચાર અંગોવાળા (ચતુરંગ) સૈન્યની વિવિધ શકય ગોઠવણી, યુદ્ધભૂમિની લાક્ષણિકતાઓ, ચાર અંગો માટે જરૂરી ભૂમિવિશેષતાઓ, શત્રુસૈન્યની ગોઠવણી મુજબ સ્વસૈન્યની ગોઠવણીના અનુરૂપ વિકલ્પો, વિવિધ સૈન્યબૃહો અને તેમના ઉપયોગના તે-તે અનુરૂપ પ્રસંગો, ચાર સૈન્યાંગોની વિવિધ યુદ્ધપદ્ધતિઓ અને તેમના યોગ્ય ઉપયોગ પ્રસંગો, કૂયુદ્ધ અને પ્રકાશયુદ્ધના અનુરૂપ ઉપયોગ પ્રસંગો – આવાં પ્રત્યક્ષ યુદ્ધક્રિયાસંબંધી પાસાંઓ પણ નિરૂપ્યાં છે. સૈન્યને યુદ્ધ માટે મન, બુદ્ધિ અને પ્રાણથી સજ્જ કરવા માટે અનુરૂપ પ્રોત્સાહન-પ્રકારોનું નિરૂપણ પણ રસપ્રદ અને મુલવણીયોગ્ય છે. વિવિધ સૈન્યપ્રકારોના ઉપયોગ-પ્રસંગો, અહીં પુનઃ, લાઘવથી નિર્દેશ્યા છે. કૂટયુદ્ધની સરખામણીમાં પ્રકાશયુદ્ધનું ચઢિયાતાપણું પણ નિર્દેશ્ય છે. અધિકરણનો છેલ્લો શ્લોક માર્મિક વાત કરે છે : “ધનુષ્યમાંથી છોડેલું બાણ લક્ષ્યને વીંધે કે ન પણ વીંધે; પરંતુ બુદ્ધિરૂપી શસ્ત્ર તો ગર્ભમાં સૂતેલા શત્રુને પણ અવશ્ય હણે !૧૮”, કૌટિલ્યની પ્રગલ્ય પ્રતિભાને અનુરૂપ એવું આ યુદ્ધનિરૂપણનું સમાપન છે. “છાશ લેવી અને વળી દોણી For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ ૩૯ સંતાડવી?' – એવી નિર્ભય, નિ:સંદેહ વાત આ અધિકરણમાં પણ છે. અન્ય અધિકરણોની જેમ, આમાં પણ નિરૂપણમાં, ઉતાવળમાંથી અને કહેવા જેવી વાતોની વિપુલતામાંથી જન્મતી પ્રાસંગિક અવ્યવસ્થાઓ અને અસ્પષ્ટતાઓ જણાય છે; પણ તે ક્ષમ્ય અને સહ્ય છે. પ્રાચીન ભારતમાં લોકશાહીનો એક રસપ્રદ અને ગણનાપાત્ર પ્રયોગ “ગણરાજયો'રૂપે થયેલો તેની સંશોધનપૂર્ણ રજૂઆત પ્રાપ્ત વિવિધ પુરાવાઓને આધારે ભારતીય-વિદ્યાના વિવિધ વિદ્વાનોએ જુદી-જુદી રીતે કરેલી છે, જેમાંની એક ધ્યાનપાત્ર રજૂઆત શ્રી કાશીપ્રસાદ જયસ્વાલે તેમના “Hindu Polity' (‘હિંદુ રાજયવ્યવસ્થા') ગ્રંથમાં કરેલી છે. તે ગણરાજ્યોનાં સ્વરૂપ અને ગુણવત્તા બાબત ઘણા મતભેદો છે, અને રહેવાના જ. તેની ઐતિહાસિક જાણકારી પણ પાંખી ગણાય. કૌટિલ્યના સમયની અગાઉ જ તેવાં ગણરાજ્યો ખાસ કરીને ઉત્તર ભારતમાં અસ્તિત્વમાં આવેલાં અને વિવિધ પ્રકારે પ્રસિદ્ધિ પણ પામ્યાં હતાં. કૌટિલ્ય એ વિષે પણ પ્રત્યક્ષ-પરોક્ષ બંને પ્રકારની પાયાની અને વિશ્વાસપાત્ર જાણકારી મેળવી હોવાનું “અર્થશાસ્ત્રના અગિયારમા, માત્ર એક અધ્યાયના સંવૃત્ત નામના અધિકરણ પરથી સ્પષ્ટ થાય છે. કૌટિલ્ય પોતે સમજણપૂર્વક “#Iન્ય (જેમાં એક જ રાજા શાસક તરીકે હોય તેવું રાજ્યતંત્ર)ને પોતાના દેશ-કાળમાં ઉત્તમ શાસન-પદ્ધતિ માની હોવાનું “અર્થશાસ્ત્ર' અ..૬ના ઉત્તરાર્ધની વિસ્તૃત ચર્ચા પરથી, આઠમા અધિકરણના બીજા અધ્યાયના આરંભની કેટલીક ચર્ચાઓ પરથી, આ અગિયારમા અધિકરણમાં અને એકરાય-પદ્ધતિને જ સ્વીકારીને આખા ગ્રંથમાં કરેલી સર્વાગી ચર્ચાઓ પરથી પણ જણાય છે. સંસ્કૃતિ-પ્રેમીઓને કૌટિલ્યના એ ગણરાજ્ય અંગેના અનુભવજન્ય વિચારો જાણવાનું મન થાય જ. કૌટિલ્ય પોતે પૂર્વગ્રહમુક્ત, સર્વગુણગ્રાહી વિચારક તો છે જ. પણ તેઓ માત્ર તકશ્રિત સૈદ્ધાંતિક પાસાંનો જ વિચાર ન કરતાં વ્યવહારુ કે વાસ્તવલક્ષી પાસાંનો પણ ખૂબ ચીવટથી વિચાર કરે છે. તેમને પોતાના જમાનામાં ગણરાજ્યો એકંદરે આશાસ્પદ કે કસદાર લાગ્યાં નહિ હોય તે આ અધિકરણમાં સ્પષ્ટ થાય છે. ગણરાજ્ય માટે તેમણે “સ શબ્દ વાપર્યો છે – જે શબ્દ વિશેષતઃ જૈન અને બૌદ્ધ ધર્મસંગઠનો માટે પ્રચલિત બન્યો હતો. એથી આ અધિકરણનું નામ “ ઉત્તમ્' રાખ્યું છે. તેનો અર્થ “સંઘની વસ્તુસ્થિતિ' એવો કરવાનું સૌથી યોગ્ય લાગે છે. પ્રા.શ્રી કંગલેએ “સંઘો સાથેનું વર્તન' એવો અર્થ કર્યો છે, તે અધિકરણની મોટા ભાગની સામગ્રી જોતાં યોગ્ય લાગે, પણ તેમાં સંક્ષેપમાં સંઘોએ એકરાજયો સાથે પણ કેમ વર્તવું ને પોતાનું શાસન કેમ ચલાવવું તે વાત પણ કહી હોવાથી અને ભાષાકીય દૃષ્ટિએ પણ અગાઉ સૂચવેલો અર્થ સર્વસમાવેશક લાગે છે. કૌટિલ્ય આના આરંભે બે પ્રકારના સંઘો નિર્દેશ્યા છે એ પણ ઘણી મહત્ત્વની વાત છે; તે પ્રકારો છે : (૧) “વાર્તાશાસ્ત્રીપગીવી' એટલે કે ખેતી અને શસ્ત્રવિદ્યા બંનેથી જીવનારાઓનો સંઘ, અને (૨) રાનશબ્દોનીવી” – “રાજન્ય' બિરુદથી જીવતો અર્થાતુ કુળપરંપરાથી રાજવંશી અને રાજકાજનો જ વ્યવસાય કરતા ઉમરાવોનો સંઘ. જે મહત્ત્વનાં પ્રાચીન ભારતીય ગણરાજ્યો અનેક રીતે પ્રસિદ્ધ છે, તે બધાં લગભગ આ બીજા પ્રકારમાં જ સમાય છે, અને કૌટિલ્ય આ અધિકરણની સમગ્ર ચર્ચા એ પ્રકારને ધ્યાનમાં રાખીને જ કરવાનું ઉચિત માન્યું જણાય છે. એવા સાત રાજવંશોને આધારે ઓળખાતા ગણો કે સંધોનાં વિશેષનામો પણ આપ્યાં છે, જયારે વિદ્વાનોના મતે, પ્રથમ પ્રકારનાં પણ સંભવતઃ ચાર નામો For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ કૌટિલ્ય આપ્યાં છે. એ સંઘપ્રકાર ગ્રામીણ આમપ્રજાની ધિંગી, સ્વાધીન પ્રતિભામાંથી નીપજતો જણાય છે. એ એક પ્રાથમિક સમાજની લોકશાહી જણાય છે. બીજો પ્રકાર મુખ્યત્વે નગરરાજ્યોની શિક્ષિત, વરણાગી પ્રજાને લગતો જણાય છે. મુખ્યત્વે નગરજીવનની નૈતિક બદીઓ જ આ પ્રકારમાં સંકુલ ભ્રષ્ટાચારો રૂપે પ્રવેશતી જણાય છે. કૌટિલ્યના સમયમાં આવાં સંઘરાજ્યો (ગણરાજ્યો) અનેક ભ્રષ્ટાચારોથી ભ્રષ્ટ રાજપુરુષોથી ખદબદતાં હશે તે આ અધિકરણના એકમાત્ર અધ્યાયમાં નિર્દેશેલી વિવિધ આકારોવાળી ભેદનીતિપદ્ધતિઓ અને ગુપ્તવધ પદ્ધતિઓને આધારે જણાય છે. પ્રજાનિષ્ઠા વગરનાં ભ્રષ્ટ ગણરાજયોને નાથવાની આવશ્યકતા અને તાકીદ બરોબર સમજીને જ એમાં કપટી ઉપાયોની વૈવિધ્યસભર દીર્ધ પરંપરા આપી છે. દેખીતી રીતે એ સર્વ ઉપાયો સહૃદયોને ખૂંચે તેવા લાગે. પણ વ્યાપક સમુદાયના હિતમાં, સાચે રસ્તે લાવવી અશક્ય ગણાતી એક કે વધુ વ્યક્તિઓનો ભોગ લેવો પડે તો લેવો – એ ન્યાયે જ આ વર્ણન હોવા સંભવ છે. પંદરમી-સોળમી સદી આસપાસના સંસ્કૃત સાહિત્યમાં અનેક “પ્રહસન” તથા “ભાણ' પ્રકારની નાટ્યકૃતિઓમાં રાજાશાહીના પણ આવા ઘોર ભ્રષ્ટાચારો ઠઠ્ઠાચિત્રો દ્વારા પ્રગટ કરાયા છે તે વાત આની સાથે સરખાવી શકાય. આમ છતાં સૈદ્ધાંતિક રીતે સન્નિષ્ઠ હોય એવું સંઘરાજ્ય સારું હોઈ શકે છે અને તે વખતે પણ તેવા સારા સંઘો હશે – તે વાત આ અધિકરણના છેવાડાના એકમાત્ર ગવાક્ય અને છેલ્લા એક શ્લોક પરથી જણાય છે. અધ્યાયના આરંભે પણ સારા સંઘોની મૈત્રી મિત્ર-રાજય કે સ્વસૈન્ય કરતાં પણ ચઢિયાતી હોવાનું કહ્યું છે એ વાત, તથા અનુકૂળ સંઘોને સામ કે દાનથી જીતવાની અને પોતાના હેતુઓ માટે ખપમાં લેવાની વાત સંઘ બાબતના લેખકના તટસ્થપણાની અને છૂપા આશાવાદની સૂચક છે. કૌટિલ્ય, જેમ અન્યત્ર, તેમ અહીં પણ દુષ્ટ સંઘમુખ્યોના અન્વયે ભેદ કે ગુખવધની, નછૂટકે પ્રયોજવાની અકારી અને આકરી નીતિના પાયા તરીકે, કહેવાતા “ઊંચા લોકોમાં રહેલી અહંકાર, મત્સર, દ્વેષ, અસૂયા, ઊંચ-નીચભાવ, કામલોલુપતા, લોભ જેવી બેઠી વિકૃત મનોવૃત્તિઓને નિશાન બનાવવાનું નવા-નવા આકારે દષ્ટાંતરૂપ કહી બતાવ્યું છે. આજે આપણી પાસે જે પ્રબુદ્ધ મનુષ્ય કેન્દ્રી વિચારો ભારતના તાજેતરના ઊજળા સાંસ્કૃતિક-રાજકીય પુરુષાર્થના ફળરૂપે સંચિત થયા છે, તે દૃષ્ટિએ આવી મલિન યુક્તિના ઊજળા માનવીય વિકલ્પો પ્રયોજવાની એક પ્રબળ ભાવના સક્રિય થઈ છે. વધ જેવા હિંસક ઉપાયો ખતરનાક શસ્ત્રવૈવિધ્યના આ યુગમાં વ્યવહારુ કારણોસર પણ અપ્રસ્તુત બની રહ્યા છે. પણ આ બધો સમય-સમયનો ખેલ છે તે દૃષ્ટિએ સમત્વથી કૌટિલ્યના – બલ્ક એમના જમાનાના – વિચારજગતને મૂલવવાનું છે. કૌટિલ્ય સમ-સામયિક વાસ્તવિક સ્થિતિના આધારે “એકરાજય' શાસન-વ્યવસ્થા (રાજાશાહી)ને પસંદ કરે છે, પણ રાજાધિરાજના બૃહત્ એકહથ્થુ વિશાળ સામ્રાજ્યને અનિવાર્ય માનતા નથી. રાજા માટે એમણે લાક્ષણિક “નરેન્દ્ર (“નરોમાં ઉત્તમ') શબ્દ પણ પ્રયોજયો છે તે સૂચક છે. રાજાના રાજત્વનું હાર્દ તેની આગવી, મુક્ત પ્રતિભા છે, જેના માટે કૌટિલ્ય “આત્મવત્તા' એવો અધ્યાત્મપરક સાંસ્કૃતિક શબ્દ વાપર્યો છે. રાજાની અસ્મિતા વ્યક્તિગત અહંકારરૂપ નહિ, પણ સ્વ-સમુદાયની, સ્વ-રાષ્ટ્રની અસ્મિતા For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું: રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ ૪૧ સાથે એકરૂપ હોય છે. આથી નાના કે મોટા આવા જાતવાનું રાજા માટે કૌટિલ્ય આખા ગ્રંથમાં સર્વત્ર વિજિગીષ” (“વિજય-આકાંક્ષાવાળો) શબ્દ વાપરે છે. રાજા-રાજા વચ્ચે પ્રાસંગિક તારતમ્ય (‘તર'તમભાવ, ચઢિયાતાપણું-ઊતરતાપણું) ભલે હો, પણ વિકાસની સંભાવનાના માપદંડે સર્વ રાજાઓ સમાન છે – જેમ સર્વ વ્યક્તિ સમાન છે. એટલે કૌટિલ્ય ગ્રંથરચના પાછળ નાના કે મોટા એક-એક રાજયની આગવી અસ્મિતાની ખિલવટનું ધ્યેય માન્યું છે. ગમે તે દશામાં પણ કોઈ પણ રાજાના અને તેના રાષ્ટ્રના ઘડતરને માટે, તેમ જ દારુણ દુર્દશામાંથી તેની મુક્તિને માટે અવકાશ રહે જ છે; તેના માર્ગો શોધી શકાય તેમ છે. હા, એ માટે શમ એટલે કે ધીરજભરી રાહ જોવાનું અને વ્યાયામ એટલે કે પદ્મ સમયે અનુરૂપ ઉપાયનું ઉત્કટ આચરણ – એ બંનેને વારાફરતી કે મિશ્રરૂપે અજમાવવાના રહે. તો આ સમજના આધાર પર, સ્થૂળ બળની બાબતમાં શત્રુપક્ષથી નબળા (ગ-વનીયમ્ ચઢિયાતા બળ વિનાના) એવા રાજાએ અજમાવવાના વિવિધ ઠરેલ, વ્યવહારુ કે વાજબી જોખમવાળા ઉપાયોની વિચારણા માટે ગ્રંથનું બારમું શાસ્ત્રીયમ્ (ગવતીયમ્ રાજાને લગતું) અધિકરણ યોજાયું છે. કૌટિલ્ય આધુનિક ડાર્વિનવાદની (સૌથી લાયકના જ ટકાવની – survival of the fittest ની) વિચારસરણીથી ભિન્ન અભિગમના પ્રબુદ્ધ પુરસ્કર્તા હોવાનું પણ આ અધિકરણને આધારે જરૂર કહી શકાય. પ્રા.કંગલે આના અનુવાદના આરંભે જ નોંધે છે તેમ, સામગ્રીની દષ્ટિએ તો આ અધિકરણમાં, પરદેશનીતિનાં આગલાં અધિકરણોની અને ખાસ કરીને “પાગુણ્યવિષયક સાતમા અધિકરણના અધ્યાય ૧૪માથી ૧૭માની સામગ્રીનું જ વિસ્તરણ છે. આ વાત સાચી છે. પરંતુ આ અધિકરણમાં આપેલી બધી વિગતો ભલે નાવીન્ય ન ધરાવતી હોય, પણ વિગતો સંદર્ભભેદે નવી અને ભારપૂર્વક કહેવાવા જેવી છે. તે સંદર્ભ છે બળમાં પાછળ એવા રાજા કે શાસનની ઉન્નતિની ભરી-ભરી સંભાવનાને રાજનૈતિક આરોગ્ય સમતુલા અર્થે પોષવાની જરૂરનો. અહીં એ બાબત ખાસ ધ્યાન આપવા જેવી છે કે આમાં જે બળના ઊતરતાપણાનો સંદર્ભ છે તે સ્થૂળ સૈનિકબળ કે વ્યાયામબળના ઊતરતાપણાનો. કૌટિલ્ય ગ્રંથમાં બતાવેલી ત્રિવિધ શક્તિઓ પૈકીની મંત્રશક્તિ (બુદ્ધિબળ) તો અહીં ઉલ્લેખાયેલા નબળા રાજામાં સારી પેઠે હાજર છે તે વાત અધિકરણનું સમગ્ર નિરૂપણ જોતાં સ્પષ્ટ બને છે. અહીં જે બુદ્ધિબળ અભિપ્રેત છે તેનો પાયો આત્મબળ કે આત્મવિશ્વાસમાં પડેલો છે; એ જ છે આત્મવત્તા. ભર્તુહરિએ જે કહ્યું છે કે “વિક્નોથી ફરી-ફરી આઘાત પામતા ધીર-જનો નિશ્ચિત ધ્યેયની પ્રાપ્તિ સુધી પ્રયત્નમાંથી અટકતા નથી”૧૯, તે વાત આ અધિકરણના પાંચ અધ્યાયોમાં ચૂંટાઈ છે. પરદેશનીતિનાં જુદાં-જુદાં પાસાંઓમાં નિરંતર ભેદ-દંડ જેવા કાઠા, જોખમી ઉપાયોની વાત થયેલી છે. તેમાં “થાય એવા થઈએ, તો ગામ વચ્ચે રહીએ.' એ અટલ લૌકિક ન્યાય જ જળવાય છે. જેમ પરોક્ષતા કે સંબંધનું દૂરપણું વધે છે, તેમ માણસ નિપુર, નર્યો સ્વાર્થી અને અવિચારી બનતો જોવા મળે છે. આ અધિકરણનાં અધ્યાયો કે પ્રકરણો તપાસતાં એ ખ્યાલમાં આવે છે કે બળિયા શત્રુના પોતાના પરના સંભવિત આક્રમણની પૂર્વે કરવાના ઉપાયો, આક્રમણની પ્રક્રિયા દરમિયાન કરવાના ઉપાયો અને પોતે શત્રુથી કિલ્લામાં ઘેરાય ત્યારે કરવાના ઉપાયો – એમ ભિન્ન-ભિન્ન ઉપાય-તબક્કાઓનો વિચાર For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ થયેલો છે. તેમાં દૂતકર્મોરૂપે પ્રયોજાતા ચતુરાઈભર્યા સંધિઓ અને જેને ‘મંત્રયુદ્ધ' કહે છે તેમાં રાજકીય સંદેશાઓ વગેરે દ્વારા સામા પક્ષનો થતો મનોપચાર આ આયોજનોને ગરવાં અને ધોરણસરનાં રાજકીય પ્રતિભાકર્મો કહી શકાય. ત્યાર પછી આવે છે ધૃષ્ટતાથી – જાસૂસી હિંમત અને સાહસથી – સામા પક્ષના, પોતાના સૈન્યબળના અવાસ્તવિક અભિમાન પર આધારિત અવિચારી યુદ્ધનિર્ણયરૂપ કુછંદને તોડવા માટેના ઉપાયો. તેમાં સેનાના વડાઓ કે રાજ્યના મોકાના અધિકારીઓનો વધ, સૈન્યના માનવ-આહારને કે પશુ-આહારને વિષયુક્ત કરવો, રાજ્યનાં અન્ય અંગો(‘પ્રકૃતિઓ’)ના ઉચ્ચાધિકારીઓ(મહામાત્ર)ને ભેદ કે ગુપ્તવધરૂપ ઉપાયો દ્વારા ફરજસ્થાન પરથી કે પ્રાણથી ચ્યુત કરવા, તેમ જ યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા રાજાનો વધ કરવા જેવાં પગલાં પણ સમાવેશ પામે છે. આ ઉપાયજાળ ખરેખર તો બહારથી બળિયા દેખાતા શત્રુના અને તેના તંત્રના ખોખલાપણા પર, સૈન્યાદિ સ્થૂળ બળના મુદ્દે ઊતરતા, પણ પ્રતિભાબળ કે આત્મબળથી સમૃદ્ધ એવા રાજા દ્વારા થતા વાજબી પ્રહારરૂપ હોવાનું સમજાય છે. ન-છૂટકે પણ અમુક તબક્કે દઢ રીતે પ્રયોજવાનાં આ પગલાં છે. કોઈ પણ સાચો આદર્શવાદ ન નમાલાપણાનો પર્યાય હોય, ન આત્મગૌરવ બાબત બાંધછોડ કરનાર હોય. ૪૨ આ ઉપાયજાળમાં અધિકરણના ત્રીજા અધ્યાયના અંતમાં ‘મંડલપ્રોત્સાહન' નામનો એક ઉમદા અને પાયાનો ઉપાય ખાસ ધ્યાન ખેંચે છે. એક વિશાળ મુલ્કના વિવિધ રાજાઓના સમુદાયને તેમની વચ્ચે પ્રવર્તતા સારા-નરસા સંબંધને આધારે, ‘રાજમંડલ' તરીકે ઓળખવામાં આવે છે તે અગાઉ છઠ્ઠા અધિકરણના આધારે આપણે જોયું. એમાંના રાજાઓ વચ્ચે પરસ્પર વેરને પણ અવકાશ હોવા છતાં, એકંદરે, ‘વિના સહકાર નહિ ઉદ્ધાર' એ ન્યાયે એમની વચ્ચે એક ચોક્કસ પ્રકારની રાજનૈતિક સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવતી હોય છે. આખી પરદેશનીતિનો પાયો આ મંડલરૂપ રાજનૈતિક સમાજ છે તે વાત કૌટિલ્યે અગાઉ ઘૂંટી આપી જ છે. તો સૈનિકી રીતે નબળા રાજાએ પોતાંની નીતિનિષ્ઠા કે નીતિશ્રદ્ધાને આધારે આ મંડલને એના પ્રાણરૂપ ન્યાયનિષ્ઠ દૂરંદેશી તત્ત્વોને – ઢંઢોળવાની, તેની સમક્ષ બળપ્રદર્શનવાદની માઠી પરિણામ-પરંપરા ચીંધીને તે સામે તેને જાગૃત અને સુસજ્જપણે સક્રિય કરવાની વાત મુકાઈ છે. તે જ રીતે મંત્રયુદ્ધના ભાગરૂપે ખુદ શત્રુપક્ષને ઢંઢોળવાની, એના દુસ્સાહસનાં અનિષ્ટ પરિણામો આત્મગૌરવભેર ચીંધી બતાવી તેને ચીમકી આપવાની વાત પણ આ અધિકરણમાં સમાવીને કૌટિલ્યે પ્રગલ્ભ (ઠરેલ) રાજનીતિ તરફની પોતાની સ્થિર રુચિ અને નિષ્ઠા પ્રગટ કરી છે. આ અન્વયે આ અધિકરણના પ્રારંભે જ આક્રમણકારની ત્રણ શક્ય મનોવૃત્તિઓ બતાવવારૂપ જે લાઘવભર્યું સમર્થ વિશ્લેષણ કરાયું છે તે પણ ગ્રંથકારની વેધક પારદર્શિતા અને દૃષ્ટિની સમગ્રતા બતાવે છે. વળી આ વિશ્લેષણની પૂર્વે, નબળા રાજાએ અપનાવવાની નીતિ અંગે બે અંતિમવાદી પૂર્વપક્ષો રજૂ કરી, ગ્રંથકારે પોતાનો સમન્વયકારી મત જણાવીને આખા અધિકરણનો મુખ્ય સૂર રજૂ કરી દીધો છે. - આ અધિકરણમાં બતાવેલી કેટલીક અતિકુટિલ કે ક્રૂર લાગતી યુક્તિઓ બાબતે એટલું જ કહી શકાય કે એમાં તે વખતની ખરેખરી વસ્તુસ્થિતિ અને પરિસ્થિતિનું જ પ્રતિબિંબ સમજવું. લોક-સ્વભાવ બાબત તટસ્થ રહીને અને તે પ્રતિ સમજણભર્યો અવિરોધ જાળવીને પણ, પ્રસંગે-પ્રસંગે પોતાનો તાત્ત્વિક મત પૂરા વિનય સાથે દેઢતાપૂર્વક કહેવો એ કૌટિલ્યનો આરૂઢ સંસ્કાર છે. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ ૪૩ સામગ્રીની ગોઠવણીની દષ્ટિએ આખા ગ્રંથમાં જોવા મળતી વસ્તુસ્થિતિ અહીં પણ છે. તેમાંનાં પ્રકરણો માટે આપવામાં આવેલાં કેટલાંક શીર્ષકો દુર્બોધ કે અસ્પષ્ટ જોવા મળે છે. કેટલાંક પ્રકરણ-શીર્ષક તળે અનુરૂપ સામગ્રીનો અભાવ કે તેની અલ્પતા જોવા મળે છે. કોઈ એક અધ્યાયમાં એકાધિક પ્રકરણો હોય તો તેવા કેટલાક કિસ્સાઓમાં તે પ્રકરણોની સીમારેખા સ્પષ્ટ જણાતી નથી. કેટલાંક પ્રકરણોની સામગ્રી જે-તે અધ્યાય ઉપરાંત અન્યત્ર પણ અનિયમિતપણે ફેલાયેલી જોવા મળે છે. પણ એટલું ચોક્કસ જણાય છે કે લેખકને પોતાના તે-તે પેટા-વિષયની બને તેટલી ઉપયોગી સામગ્રી આપી છૂટવાની ખૂબ તાલાવેલી છે. શત્રુએ નબળા રાજાના દુર્ગનો પાકો ઘેરો ઘાલ્યો હોય, તે વખતે આચરવાની વિવિધ વૈકલ્પિક યુક્તિઓનું, આ અધિકરણના પાછલા ભાગમાં, આપેલું વર્ણન ઠીક-ઠીક વિસ્તારવાળું, કુતૂહલપોષક અને પીઢ હોવા ઉપરાંત ચર્ચાની એરણે ચઢાવવાનું મન થાય તેવું છે. જરૂર પડ્યે “જીવતો નર ભદ્રા પામશે એ ન્યાયે નબળા રાજાએ દુર્ગને પણ છોડીને, માત્ર પ્રાણ અને શક્યતા મુજબ સાથીઓને બચાવી ચાલી નીકળવાની ગ્રંથકારની સલાહ પણ રાજપ્રતિભા પરની તેમની અનુભવાશ્રિત પાકી આસ્થા સૂચવે છે. અર્થશાસ્ત્રના છઠ્ઠાથી તેરમા અધિકરણ સુધીના ભાગને કેટલીક હસ્તપ્રતોમાં “માવાઈ' નામ અપાયું છે. પહેલાથી પાંચમા અધિકરણના વિભાગને “વત્ર નામ અપાયું છે. આ યોજના પ્રમાણે તેરમું અધિકરણ માવાવ-વિભાગનું છેલ્લું અધિકરણ છે. કૌટિલ્ય પોતે ગ્રંથમાં ક્યાંય પણ આવા બે વિભાગનો ઉલ્લેખ નથી કર્યો એ જોતાં આ શબ્દો અને રાજનીતિશાસ્ત્રની આવી વિભાગ-યોજના પાછળના કાળની નીપજ જણાય છે. પરદેશ-નીતિનાં આ અધિકરણોની અધિકરણવાર સામગ્રી તપાસીએ તો એમાં પરસ્પર ચોખ્ખી, વિષયવસ્તુસંબંધી ભેદરેખા ઘણી ઓછી છે, અને એક ને એક જાતની ઘણી સામગ્રી માત્ર વિગતફેરેદૃષ્ટાંતફેરે જુદાં જુદાં અધિકરણોમાં ડોકાયાં કરે છે. એ રીતે કૌટિલ્ય ગ્રંથારંભે આ શાસ્ત્ર (= તેના ગ્રંથ) માટે વિમુક્ત ગ્રંથવિતરમ્ (ગ્રંથના લંબાણ વિનાનું) એવો જે દાવો કર્યો છે, તે અમુક અંશે ખોટો ઠરે છે. આખા ગ્રંથનું ચોખ્ખુંચણક અને લાઘવયુક્ત આયોજન કરવા જેટલી એકાગ્રતા, સંભવત: સમયાભાવે સાધી શકાઈ નથી. પણ સામે પક્ષે શાસ્ત્ર-રચનાને પ્રૌઢતા, ઉન્નતિ અને વૈચારિક ઔદાર્ય અર્પનારી જે ઉત્તમ પ્રતિભાશક્તિ લેખક-પક્ષે પ્રગટ થાય છે, તે સંતર્પક છે. ઉપર કહ્યું તેમ, આ અધિકરણોની અંદરની સામગ્રીમાં ઘણું એકવિધપણું કે વિગતભેદે ઘણાં પુનરાવર્તનો તો છે, પરંતુ અધિકરણોનાં શીર્ષક તપાસતાં વિષયનિરૂપણ માટે ઉપકારક એવાં તર્કબદ્ધ પગથિયાં ગ્રંથકારની બુદ્ધિમાં સ્પષ્ટ છે. પોતાના ગ્રંથના વિષયવિભાગોના નિરૂપણમાં રાજનીતિરૂપ મુખ્ય વિષયનું એક પણ મહત્ત્વનું પાસું ચૂકી ન જવાય, વિષયની માવજત જરા પણ અધૂરી, ચીલાચાલુ, ચોટ વિનાની, વાજબી પ્રયોગશીલતાને ન ઉત્તેજે તેવી ન રહી જાય એની ગ્રંથકારની તાલાવેલી સતત ડોકાયા કરે છે. આ ગ્રંથમાં સૈદ્ધાંતિક ચર્ચા છૂટી-છવાયી જ છે, અને તે-તે વિષયની વ્યવહારુ વિગતો કે તે અંગેનું વિગતવાર માર્ગદર્શન જ નિરંતર ખીચોખીચ ભરેલું છે, તેમ છતાં આવી બધી વિગતોની મુલવણી માટે વેધક બુદ્ધિ જાગતી રાખનારને એ વિગતો પાછળની ગ્રંથકારની સંસ્કૃતિપોષક ન્યાયબુદ્ધિની પ્રતીતિ સતત થયા જ કરે છે. હકીકતે તો ખરા કામ સાથે જ સીધો પ્રસંગ પાડનારી, અર્થાત્ સીધેસીધાં, ધરાતલ પર For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ४४ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આવી જનારી (down to earch) તેમની આ સીધીસટ પ્રકૃતિ જ છે. ક્યારેક-ક્યારેક જ, અત્યંત લાઘવથી – એક-બે વાક્યમાં જ – એમણે રજૂ કરેલ સિદ્ધાંત ઝીલતાં, એમાં એમનાં સર્વાગી બુદ્ધિબળ અને પરાક્રમબળની પાર્શ્વભૂમિકામાં રહેલું એમનું અચંચળ હૃદયબળ અનુભવાયા વગર રહેતું નથી. તેરમા અધિકરણનું શીર્ષક છે ગુનોવા (શત્રુનાગઢને જીતવાના ઉપાય).વિજિગીષ (રાજા)ની વિજયવાંછા પરધ્વંસી, વિકૃત, અહંકેન્દ્રી અને મહત્ત્વાકાંક્ષારૂપ નહિ, પણ વિશુદ્ધ રાજધર્મરૂપ કે લોકવિજયરૂપ રાજપ્રતાપની સ્થાપના અર્થે હોવાની વાત ઘૂંટવાનું કૌટિલ્ય ગ્રંથમાં ક્યાંય ભૂલતા નથી. આગલા બારમા અધિકરણના આરંભે ત્રણ પ્રકારના આક્રમણકારો(ત્રય: મોર:)ની જે ઉક્ત વાત લાઘવથી કરી છે, તે પરથી પણ આવું અ-દોષ વિનાપુત્વ કૌટિલ્યને અભિપ્રેત છે એ વાત બિલકુલ સાફ બને છે. આ સંદર્ભે જ આ તેરમા અધિકરણમાંની, શત્રુનો ગઢ જીતવાની વાત થયેલી છે તે બાબત, અધિકરણના કેટલાક ખૂણાઓમાં રજૂ થયેલા આદેશો ઉપરથી – ખાસ તો આ અધિકરણના છેલ્લા પાંચમા નાનકડા, સુંદર અધ્યાય પરથી – દીવા જેવી સાફ બને છે. આ સમજણ-માળખાને ધ્યાનમાં રાખીને આ અધિકરણમાં પણ અગાઉનાં અધિકરણોની જેમ જ, જે રાજનૈતિક યુક્તિ-પ્રયુક્તિઓ, કપટપ્રયોગો વગેરેનું પૂરણ ભરવામાં આવ્યું છે, તેને સમભાવથી જીરવવાનું છે, અને એની પાછળની અનિવાર્યતાઓને સમજવાની જરૂર છે. માનવકેન્દ્રી ઉમદા નૈતિક સચેતપણું સાફલ્યની ભૂહરચના દ્વારા સાકાર બને તે પણ ઇષ્ટ છે. આમાં પાંચ અધ્યાયો છે. પ્રથમ અધ્યાય છે “ઉપના : (‘કાનભંભેરણી'). જે રાજય જીતવાનું છે તેનું તંત્ર સારી પેઠે ખોખલું, ભ્રષ્ટ અને કર્તવ્યય્યત થયેલું છે અને પ્રજા-જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયેલું હોય છે. મોટે ભાગે સામાન્ય પ્રજા શ્રદ્ધા પર, ક્વચિત્ અંધશ્રદ્ધા પર ટકતી હોય છે. રાજ્યતંત્ર ખરાબ હોય તો યે રાજપદનો મહિમા તેમના મનમાં રૂઢ થઈ ગયો હોઈ તેમને મન પોતાનો રાજા દેવ જ છે. આ લોકમાનસને ખ્યાલમાં રાખીને, અહીં આમ-પ્રજાને ઉદ્દેશીને અને રાજાને વળગી રહેલા અધિકારીતંત્રને લક્ષીને (સંબોધીને) કાન-ભંભેરણીની વાત છે. પ્રજાની અને તંત્રવાહકોની રૂઢ શ્રદ્ધાઓ કે અંધશ્રદ્ધાઓને હચમચાવવાની છે, અને આવા રાજયને જીતવા ઇચ્છનારા આ પડોશી વિજિગીષના મહિમાની છબી વિવિધ રીતે તેમના માનસપટ પર અંકિત કરવાની છે. જેવા સાથે તેવા થવાની આ લૌકિક વાત છે, જેની સામે તટસ્થ દૃષ્ટિએ વાંધો ઉઠાવવા જેવું જણાતું નથી. વિજયવાંછુ રાજાની દિવ્યતા ઉપસાવવા તેના સર્વજ્ઞપણાની, તેને થયેલ દેવતા-સાક્ષાત્કારોની, તેની અમાનુષી શક્તિઓની વિવિધ વાતો, તેના યુક્તિપૂર્ણ બનાવટી પુરાવાઓ સાથે, વિવિધ રીતે વિજિગીષએ પોતાના અને શત્રુના રાજયમાં પ્રસારવાની છે. અલબત્ત, આ બધું અનેક દશ્યો કે ઘટનાઓ દ્વારા સિદ્ધ કરવાના પાયા તરીકે તો માત્ર ચતુર યુક્તિ-પ્રયુક્તિઓ જ હોય છે. પણ એકંદરે નવો રાજા જૂના રાજાને ઉથલાવીને તેના રાજયનો સ્વામી બને તે પહેલાં એના મહિમાનું દઢ સ્થાપન શત્રુરાજયની પ્રજામાં અને તંત્રવાહકોમાં કરવાની વાત છે. આજે જેને brainwashing (લોકમાનસમાં રૂઢ થયેલા વિચારોનું સંપૂર્ણ ધોવાણ કરી પસંદ કરેલા નવા વિચારોનું સ્થાપન) કહે છે, તેના જ નિર્દોષ પ્રકારની વાત, આમ તો, કહેવાય. અધ્યાયને છેડે શત્રુરાજયના મુખ્ય અધિકારીઓનાં હૃદય અગાઉથી જાસૂસો વગેરે દ્વારા જીતવાની વાત For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું ? રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ ૪૫ પણ છે. તેમને ધન, માન વગેરેથી પણ પોતાની તરફ વાળવાના છે. પ્રાપ્ત પરિસ્થિતિમાં આવા ઉપાયો પણ ધીર અને ધીટ (હિંમતબાજ) એવા રાજાએ અપનાવવાનું આવી પડે છે. બીજો અધ્યાય છે : યોગાવામામ્ (થોડા – કપટયુક્તિ; તેના દ્વારા વામનદ્ – બહાર કાઢવાની ક્રિયા. એકંદર અર્થ : કપટયુક્તિઓથી શત્રુરાજાને મહેલ કે કિલ્લામાંથી જાહેરમાં ખેંચી આણવાનું પગલું). શત્રુરાજાની ખોખલી ધર્મશ્રદ્ધાઓ, લોભવૃત્તિ, હાથીઘોડા ખરીદવાનો ગાંડો શોખ – આ બધાં નબળાં બિંદુઓ(“છિદ્રો')ને આધારે રાજાને મહેલ કે કિલ્લાની બહાર ખેંચી લાવવાની અને તેનો વધ કરવાની કે ક્વચિત્ કેદ કરવાની વિવિધ મનોવૈજ્ઞાનિક યુક્તિઓ આમાં આપી છે. વળી વિવિધ રીતે રાજાનું અમંગળ ભાખતી કે રાજાનો બલિ માગતી રાક્ષસોની, દેવતાઓની વાણી પ્રકાશિત કરવાની યુક્તિઓની પણ વાત છે. છેલ્લે જ શ્લોકો દ્વારા અન્ય વિવિધ દૈનિક પ્રમાદસ્થાનો પર રાજાનો વધ કરવાની વાત છે. સમુદાયને બચાવવા અનિષ્ટના મૂળરૂપ – ખરેખર તો ખોખલાપણાથી અંદર ખતમ થયેલા જેવી – એક મુખ્ય વ્યક્તિનો ભોગ લઈ વ્યાપક હિંસા નિવારવાની, પરિસ્થિતિ-સાપેક્ષ લૌકિક અનિઘ (બિનનિંદાપાત્ર) નીતિ આમાં છે. ત્રીજા અધ્યાયનું શીર્ષક કોઈ સાવ અલાયદો વિષય ન સૂચવતાં આખી પરદેશનીતિમાં અનિવાર્ય રૂપે યોજાતા ઉપાયનો જ ઉલ્લેખ કરે છે; એ શીર્ષક છે પસઈvorfધ: (“ગુપ્તચરનો કાર્યકલાપ'). અલબત્ત, અહીં ગુપ્તચરનો કાર્ય-કલાપ શત્રુનો ગઢ જીતવાના ને શત્રુને હરાવવાના એકમાત્ર હેતુ માટેનો જ છે – તે રીતે જ તેનું વર્ણન કરાયું છે. આમ તો પરદેશનીતિમાં ખૂબ વ્યાપકપણે ગુપ્તચરોનો ઉપયોગ થતો હોય છે, પણ કેટલાંક કામોમાં ગુપ્તચરતંત્રનો ઉપયોગ માત્ર ગુપ્ત વાતો જાણવા પૂરતો જ નહિ, પણ શત્રુ-રાજાને ત્યાં કે તેના રાજ્યમાં સેવકપણાના વિવિધ વેષ અદા કરીને વધાદિ આવશ્યક કાર્યો ગુપ્ત રીતે આટોપવા માટે પણ થતો હોય છે. તેમાં અનેક દેખાડા, દંભ કે નાટક પણ સફળ રીતે કરવાનાં હોય છે. દેખાવે માતેલા પણ માંહેથી ખોખલા થઈ ગયેલા શત્રને, સીધા યુદ્ધને બદલે આડકતરી જેટલી રીતોથી, ઓછામાં ઓછા કરે અને જીવોના ન્યૂનતમ ભોગે જીતી શકાય તે માટે પ્રયત્નો કરી છૂટવાનું છે. આમાં પણ રાજાના વધની વાત છે જ; તે ઉપરાંત શત્રુદેશના અધિકારીઓની કે તેના ભ્રષ્ટાચારીઓની કાનભંભેરણી દ્વારા તેના તંત્રનું મોટું ફેરવવાની વાત, ઊભા કરાયેલાં બીજા યુદ્ધમાં રાજાને સંડોવવાની વાત, રાજાના મિત્રોને તેના શત્રુ બનાવવાની વાત, પોતાના સૈનિકોને રાજયમાંના અનેક સેવકપદો પર ગોઠવી તેમના જ દ્વારા યોગ્ય વખતે શત્રુરાજા પર સફળ હુમલો કરાવવાની વાત, રાજાને કિલ્લામાંથી લડવા બહાર કાઢવાની વાત- એવું ઘણુંબધું સાહસભર્યું છતાં ચતુર ગુપ્તચરકાર્ય-જાળ અહીં રસપ્રદ રીતે વર્ણવાયું છે. આવો કાર્યકલાપ ભેજાબાજોને પોરસાવે (પ્રેરે) તેવી ડિટેટિવ-કથાઓનો સારો મસાલો જરૂર પૂરો પાડે ! ચોથો અધ્યાય આગળનાં બે પગથિયાં નિરૂપે છે: પાસનકર્મ (કિલ્લા ફરતે ઘેરો) અને નવમ: (શત્રુનો કચ્ચરઘાણ). આ અધ્યાયના આરંભે ને છેડે રજૂ થયેલી કેટલીક ઠરેલ વાતો ધ્યાન ખેંચે છે. પહેલાં તો એક વહેવારુ વાત કહી છે : શત્રુને આડકતરા ઉપાયોથી ખોખરો ને ખોખલો કરીને પછી જ ઘેરો ઘાલવો. હકીકતે શત્રુ પોતાના અનેક દોષોને કારણે જ વિરોધપાત્ર અર્થાત્ દુશ્મન બન્યો છે. તો એ દોષો ઉત્કટપણે ઉઘાડા પાડી, એની વાસ્તવિક નબળાઈઓને સપાટી પર લાવીને વિજય માટે For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વિજિગીષએ અંતિમ લડાઈનો પાકો દાવ લગાવવાનો છે. આટલું કહીને પછી અહીં કાળજીથી કહેવાયું છે કે શત્રુ-રાજાના દુર્ગની બહાર જે જનપદ (ગ્રામ-નગરમય તળ રાષ્ટ્ર) છે, તેમાંની આમ-પ્રજાને યુદ્ધના વિનાશથી મુક્ત રાખવાની છે. યુદ્ધનો સપાટો જ્યાં-જ્યાં ફેલાવાની શક્યતા હોય, તેટલા મુલ્કની પ્રજા જો ચાહે, તો તેને સલામત સ્થાને વસાવવાની છે અને જે જાતે બીજે જવા માગે, તેને તેમ કરવા દેવાનું છે. પ્રજાને વસાવવામાં પણ આર્થિક વગેરે ટેકો ને વેરામુક્તિ સુધ્ધાં આપવાનાં છે! ખરેખર, માનવતાપૂર્ણ, ધિંગો, કૌતુકપોષક, કાર્યકલાપ ! અનુકૂળ લાગે તો આવી સ્થાનાંતર-પાત્ર વસ્તીને અલાયદી ભૂમિમાં છુટ્ટી-છુટ્ટી કે એકજથ્થ પણ વસાવી શકાય. આમ કરવાનું એક જ કારણ છે કે જે રાજયને જીતવાનું છે, એ રાજ્ય સુખ-શાંતિ ભોગવતી પ્રજાવાળું થાય એ ઇષ્ટ છે. છેવટે પ્રજાને અતંત્ર કે કુતંત્રમાંથી બચાવીને સ-તંત્રથી સંતોષવાનો હેતુ આવી વિધિસરની રાજકીય કામગીરી પાછળ હોય છે. . ઘેરો ઘાલીને પ્રત્યક્ષ યુદ્ધ પણ કરવાનું અને યુક્તિઓથી શત્રુપક્ષને પીઠનો દ્વારા થકવવાનો પણ ખરો. શત્રુપક્ષને અસહાય બનાવવા કાં તો લણવાલાયક પાકનો, કાં તો નવી વાવણી (મુષ્ટિ)નો નાશ કરવાનો. દુર્ગમાં પુરવઠો કે સૈનિકી કુમક જતાં હોય, તો તે રોકવાનાં. દહનશીલ અનેક સંયોજનદ્રવ્યો કે રાસાયણિક દ્રવ્યો પશુ-પક્ષીઓ, બાણ-પ્રયોગો વગેરે દ્વારા દુર્ગમાં બહારથી કે અંદર સ્થાપવામાં આવેલા પોતાના ગુપ્તચરો દ્વારા ફેંકીને આગ લગાડવાના વિકલ્પ અજમાવાય. છતાં સ્પષ્ટ કહેવાયું છે કે પરાક્રમને અવકાશ હોય ત્યાં સુધી આગ જેવા અતિનાશક પ્રયોગો ન કરવા, જેથી છેવટે સાવ ક્ષીણ રાજય જ હાથમાં આવવાનો પ્રસંગ ન આવે. લાંબો ઘેરો ઘાલવાનું ત્યારે જ કરવું કે જ્યારે શત્રુપક્ષને અનેક રાજનૈતિક કે ભૌતિક પ્રતિકૂળતાઓ હોય. શત્રુપક્ષ સાથે સીધો મુકાબલો કરી શકાય તે માટે અનેક જાસૂસી કપટપ્રયોગો દ્વારા શત્રુરાજાને સૈન્ય સાથે કિલ્લામાંથી બહાર નીકળવા લલચાવવાનો છે. તે માટે મિત્ર-રાજાનો કે માસY(કુમક મોકલનાર રાજા)નો સ્વાંગ સજી, દૂત મોકલી વિવિધ રીતે શત્રુને ભરમાવવો. ઘેરો ઉઠાવી લીધાનો દેખાવ કરી, વનમાં છુપાઈ, બહાર નીકળેલા શત્રુ પર જોરદાર હુમલો કરવાનું પણ ગોઠવી શકાય ! સંધિ કરવાનો દેખાવ કરીને પણ આક્રમણની તક ઝડપી લેવાય. આ અધ્યાયને છેડે, શત્રુ સાથેના સીધા યુદ્ધમાં પણ ધર્મયુદ્ધનાં નિયમનો પાળવાનું કહેવાયું છે. પડી ગયેલા, ડરી ગયેલા, શરણે આવેલા, શસ્ત્ર ત્યજી ચૂકેલા, છુટ્ટા વાળવાળા, પીઠ ફેરવી ગયેલા – આવી લાચાર સ્થિતિમાં ફસાયેલા સૈનિક પર ઘા ન કરવો. કેવું ગંભીર ઔચિત્ય ! અધ્યાય-અંતે રજૂ થયેલી ચાર પ્રકારના પૃથ્વી-વિજયની વાત કૌતુક જન્માવે છે. એનો સાર એ લાગે છે કે પરદેશનીતિ એ રાજત્વની પરમોચ્ચ અને સાચી કસોટી છે. ખરા વિજિગીષએ પોતાની એવી રાજકીય મુદ્રા પોતાના પ્રતાપી અને ઉદાર રાજકર્મોના અણથક આચરણથી – એક પ્રકારના રાજકીય મહાયજ્ઞકર્મથી – ઉપસાવવાની છે, કે જેથી કાં તો પૂર્ણપણે અસ્તિત્વ ધરાવતા સમગ્ર રાજમંડલનો પોતે અધિરાજ કે સમ્રાટુ બને, અથવા વિસ્તૃત રાજમંડલના અભાવના સંજોગમાં, લાગતા-વળગતાં પડોશી રાષ્ટ્રોમાંનાં શત્રુરાષ્ટ્રો અને મિત્રરાષ્ટ્રોને પરાક્રમ અને પ્રતિભા બંનેથી જીતીને નિરંતર પોતાની આમન્યામાં રાખે. આ માર્મિક ટૂંકી ચર્ચા ત્રણ પ્રકારના આક્રમકો પૈકી અસુરવિજયી કે લોભવિજયી For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ રાજાની નહિ, પણ ધર્મવિજયી રાજાની પ્રતિભાને ધ્યાનમાં રાખીને થઈ છે તે સમજાયા વગર રહેતું નથી. ગીતાની ભાષામાં કહીએ તો લોકસંગ્રહ (સ્થિર લોકકલ્યાણ) અર્થે, માનવની અનેક સાંસ્કૃતિક આપ-લેથી કે આવ-જાથી ઊભરાતા વિશાળ મુલ્કમાં કે ખંડીય ભૂ-ભાગમાં અસહ્ય અંતરાયો ઊભા કરતાં માથાભારે રાજકીય અને ઉપદ્રવકા૨ી તત્ત્વોને, સારી પેઠે ખિલવાયેલી બાહોશીથી વશ કરીને સંગીન માનવ-જીવન સ્થાપવાની જ આ વાત છે. આ જ કારણે તો કૌટિલ્યે ઉચ્ચ વિવેકદૃષ્ટિએ ત્રિ-વર્ગમાં અર્થપુરુષાર્થને અને ચાર વિદ્યાઓમાં દંડનીતિને પ્રાધાન્ય આપ્યું છે. રાજસૂય યજ્ઞનું વિધાન પણ આ જ ઉદ્દેશ્ય અર્થે છે. આ અધ્યાયને અંતે વિજયી રાજાને સર્વ વર્ણો અને આશ્રમો વિધિપૂર્વક ધર્મમાર્ગે વિકસતા રહે તેવું રાજ્ય, તેવો સમાજ સ્થાપવા માટે નિત્ય સ્વધર્મપાલન દ્વારા શાસન કરવાની ભલામણ કરાઈ છે. આ જ તંતુને આગળ વધારે તેવો અધિકરણનો છેલ્લો (પાંચમો) અધ્યાય છે ન—પ્રશમનમ્ (જીતેલા રાજ્યમાં શાંતિસ્થાપન, અર્થાત્ સર્વ ઘટકોનું હૃદય જીતવાનું કામ). ટૂંકો સુંદર અધ્યાય છે. વિજયના સહાયકોને આપેલાં વચનોનું પાલન થાય અને પ્રજામાં નવા રાજ્ય બાબતે સંપૂર્ણ અભય અને વિશ્વાસ સ્થપાય તેવું પ્રિય-હિતસાધક સૌમ્ય આચરણ વિજિગીષુએ નિરંતર કરવાનું છે. રાજ્યનાં અનેક વ્યાવસાયિક, સામાજિક, સાંસ્કૃતિક સંગઠનોને પણ વિશ્વાસમાં લેવાનાં છે. સર્વ ક્ષેત્રના ગુણી-જનોની, ધર્મસ્થાનોની, આશ્રમાદિ સંસ્કૃતિ-સ્થાનોની માત્ર પૂજા જ નથી ક૨વાની, પણ તેમના યોગ-ક્ષેમ અંગે જરૂરી કાળજી કાયમ લેવાની છે. સમાજના સર્વ અસહાયોને હૂંફ અને ટેકો આપવાનાં છે. વિજયને વધાવવા સર્વ બંદીજનોને મુક્ત કરવાના છે. નિયત કરેલા સમયગાળે ઠેરવેલા દિવસોએ પશુઓ પરત્વે ‘અધાત’ (જેને જૈન-પરંપરામાં ‘અમારિ' પણ કહે છે) જાળવવાનો છે. રાષ્ટ્રના કોશ કે દંડ(સૈન્ય)ને હાનિ પહોંચાડે તેવા બધા વહેવારો અટકાવી ધર્મવ્યવહારો સ્થાપવાના છે. માથાભારે તત્ત્વો કે મર્મસ્થાનના અધિકારીઓનો સમયે-સમયે સ્થાનફે૨ કરતા રહેવાનું છે. સરવાળે વિજેતાએ પોતાના ગુણોને વિકસાવતા રહી પૂર્વરાજાના દોષોને કે ગુણોને પણ પ્રજા ભૂલી જાય અને સંતાપમુક્ત, શંકામુક્ત બને તેવું કરવાનું છે. ૪૭ આ રીતે પરદેશનીતિ અંગેનું આ છેલ્લું કળશરૂપ અધિકરણ કૌટિલ્યના સમગ્ર સાંસ્કૃતિક અભિગમની પણ સુંદર પ્રતીતિ કરાવે છે. ગ્રંથનાં છેલ્લાં (૧૪, ૧૫) બે અધિકરણ પરિશિષ્ટ તરીકે ગણાવાય છે. તેમાનું પહેલું તે પરદેશનીતિના પરિશિષ્ટરૂપ છે, જ્યારે બીજું તો આખા ગ્રંથના પરિશિષ્ટરૂપે લેખકની પોતાના આ ગ્રંથની શૈલીનું સદષ્ટાંત વિશ્લેષણ કરતી નોંધ જ છે. ચૌદમું અધિકરણ છે ઔપનિષદ્ – ૩પનિષદ્ એટલે કે ગુપ્ત-પ્રયોગો; તે બધાનું નિરૂપણ કરતું અધિકરણ. અત્યંત અસાધ્ય કે અધર્મિષ્ઠ શત્રુના વધ કે પ્રવંચન (છેતરપિંડી) માટે ગુપ્ત રીતે કરવાના ને જેની બનાવવાની રીત ગુપ્ત રાખવાની હોય તેવા પ્રયોગો આમાં નિરૂપાયા છે. કોઈને પ્રશ્ન થાય કે એવા પ્રયોગો આ ગ્રંથમાં નિરૂપવાથી તે ઉઘાડા પડી જાય તેનું શું ? શંકા સાચી છે. તેનું સમાધાન એ છે કે આ વિધિઓ તો માત્ર નમૂનારૂપ કે વધુ જાણીતા જ છે; બાકી ફળદ્રુપ માનવબુદ્ધિ તો જલદી પકડાય નહિ કે જાણી ન શકાય તેવા નીત-નવા નુસખા શોધી શકે જ છે. માનવ-પ્રતિભા સામે શક્યતાઓનો અમાપ સાગર છે. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ :: આના ચાર અધ્યાયો પૈકીના પ્રથમ અધ્યાયમાં શત્રુરાજા કે તેના માણસોના વધ માટેના કે રોગોત્પાદન માટેના વિષ-પ્રયોગો વર્ણવ્યા છે. બીજા-ત્રીજા અધ્યાયનું સંયુક્ત પ્રકરણ છે ‘છેતરપિંડી’ (પ્રત્તમ્બનમ્). તેમાં બીજા અધ્યાયમાં શત્રુને છેતરે તેવા આશ્ચર્યકા૨ક (અદ્ભુત) દેખાવો ઉત્પન્ન કરતાં સંયોજન-દ્રવ્યોનું તે-તે દેખાવ-વાર વર્ણન છે. આનો પ્રયોગ ગુપ્તચરોએ પોતાની જાત પર કરવાનો હોય છે – પોતાને નુકસાન ન થાય ને શત્રુપક્ષ આશ્ચર્યમાં મુકાય અને છેતરાય તે રીતે. એમાં શરીરનો દેખાવ કે વર્ણ બદલાય તેવા, શરીર પર આગનો દેખાવ સર્જાય તેવા, અંગારા પર ચાલી શકાય તેવા, અગ્નિશમન અંગેના, છતે અગ્નિએ રાંધવાની ક્રિયા ન થાય તેવા, મોંમાંથી અગ્નિ કે ધુમાડો પેદા થાય તેવા અને લાંબું ચાલી શકાય તેવા પ્રયોગો વર્ણવાયા છે. ત્રીજા અધ્યાયમાં ગુપ્તચરને પોતાની કાર્યસિદ્ધિ માટે ઇષ્ટ અમાનુષી સામર્થ્ય મળે તેવા ઔષધોના, ઉપરાંત મંત્રોના પણ સિદ્ધ-પ્રસિદ્ધ પ્રયોગો આપ્યા છે. ઉપરાંત યુદ્ધ-સમયે આજનાં રાસાયણિક શસ્ત્રો જેવું કામ કરતા ઔષધાદિ-પ્રયોગો આપ્યા છે ! છેલ્લા અધ્યાયમાં રાજપુરુષો પર કે સૈન્ય પર શત્રુ દ્વારા થતા આવા પ્રયોગોના નિવારણના ઉપાયો ય બતાવ્યા છે ! આ અધિકરણની સામગ્રીનું નૈતિક કે વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવું કઠિન છે. કૌટિલ્ય અહીં માત્ર વનજીવી માનવીની આત્મરક્ષક કોઠાસૂઝને આધારે આગળથી ચાલી આવતી, આત્મરક્ષક કાંટાળી વાડ જેવી, હાથવગાં ઔષધ-મંત્રાદિ પર આધારિત અડબંગ કે ઘોર કામગીરીઓનું તટસ્થ ભાવે, છતાં કૌતુકપૂર્વક દિગ્દર્શન ને પરિગણન (enumeration) કરાવે છે એમ કહી શકાય. અલબત્ત, ‘ચાતુર્વર્યના સંરક્ષણ માટે અધર્મિષ્ઠો ઉપર આવા પ્રયોગો કરવા ઘટે” એમ કહીને તેમનું વિવેકાપેક્ષ અનુમોદન, અધિકરણના આરંભે જરૂર કરે છે. સાચે જ સત્યનો અને જીવનસંઘર્ષનો માર્ગ ઘણો વિકટ છે, કઠિન છે. ગ્રંથનું છેલ્લું (પંદરમું) અધિકરણ છે તન્ત્રયુક્તિ: અહીં તન્ત્ર એટલે કોઈ પણ શાસ્ત્ર કે વિદ્યાવિષયને નિરૂપતો ગ્રંથ; તેની રચનામાં વપરાતી ચોક્કસ રજૂઆતપદ્ધતિઓ તે તંત્રયુક્તિઓ. કોઈ પણ શાસ્ત્રનો પરિપૂર્ણ બોધ જે-જે યુક્તિઓ એટલે કે નિરૂપણપદ્ધતિઓ દ્વારા સધાય, એની આ અધિકરણના એકમાત્ર અધ્યાયમાં એક પછી એક ટૂંકી સમજૂતી, આ જ ગ્રંથનાં અનુરૂપ અવતરણો દ્વારા અપાઈ છે. એવી બત્રીસ યુક્તિઓ અહીં તારવાઈ છે. એક રીતે જોઈએ તો અહીં આ ગ્રંથની નિરૂપણશૈલીનું વિશ્લેષણ કરાયું છે. એ દ્વારા જિજ્ઞાસુના બુદ્ધિતંત્રમાં જે-તે શાસ્ત્રનો સમગ્ર બોધ જન્મે તે માટે શાસ્ત્રગ્રંથોમાં કેવી બોધસહાયક રીતો પ્રયોજાતી હોય છે અને પ્રયોજવા જેવી છે તે બહુ મહત્ત્વની વાત કહેવાઈ છે. આ યુક્તિઓનું ધ્યેય છે જે-તે શાસ્ત્રની પરિપૂર્ણ સમજણ – એવી સમજણ કે જે પામ્યા બાદ એવી વ્યક્તિ એ શાસ્ત્રનો બોધ, એ જ રીતોનો ઉપયોગ કરી બીજાને પણ કરાવી શકે; એટલું જ નહિ, એ શાસ્ત્રનો તેના ક્ષેત્રની વિવિધ પરિસ્થિતિઓમાં કુશળ ઉપયોગ પણ કરી શકે. - આમાંની કેટલીક યુક્તિઓનું સ્વરૂપ અથવા તો તેની આપેલી સમજૂતી અસ્પષ્ટ લાગે છે; દા.ત. વ્યાઘ્યાન કે હૈં નું સ્વરૂપ, સ્વતંજ્ઞા નાં સ્વરૂપ અને આપેલી સમજૂતી એ બંને. વળી ૩પમાન અને નિવર્શન, For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું: રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ ४८ તેમ જ પત્ત અને નિયોના એ બે જોડીઓ પૈકી દરેકમાંની યુક્તિનું સ્વરૂપ એકબીજાથી કઈ રીતે ભિન્ન છે તે કળી શકાતું નથી. કેટલાંક સ્થળે આપેલું દષ્ટાંતરૂપ અવતરણ મુદ્દાને સ્પષ્ટ કરતું નથી. કેટલાંક અવતરણોનો પાઠ આ ગ્રંથના તે-તે મૂળ સ્થળના પાઠથી વત્તેઓછે અંશે ભિન્ન જોવા મળે છે. શાસ્ત્રગ્રંથોમાં તંત્રયુક્તિઓના નિરૂપણની પ્રથા કૌટિલ્ય-પૂર્વેની છે. સુશ્રુતસંહિતામાં ૩૨ અને વરíહિતામાં બે વધારાની સહિત ૩૪ તંત્રયુક્તિઓ આપેલી છે. આ પરંપરાનું મૂળ ન્યાયદર્શનના પ્રાચીનતમ ગ્રંથ ગોતમના “ન્યાયસૂત્રોમાં જરૂર શોધી શકાય. તે દર્શનનું પદ્ધતિસરનું નિરૂપણ સોળ ‘પદાર્થોના નિરૂપણરૂપે થાય છે. એક રીતે એ આખું શાસ્ત્ર વાદવિધિનું શાસ્ત્ર છે. કોઈ પણ શાસ્ત્ર વિષે જિજ્ઞાસુનો બોધ સર્વાગી અને કસદાર બને અને એ બોધ શૈક્ષણિક કે સામાજિક સ્તરે ખામીરહિત કે કાર્યસાધક બની રહે તે માટેનું એ સુવિકસિત પદ્ધતિશાસ્ત્ર બની રહે છે. કૌટિલ્યની આ ચર્ચા સાથે “અર્થશાસ્ત્રના અધ્યા૦ ૨.૨૦માંના શાસનાધિશ્વર પ્રકરણમાંની શાસનના ગુણો અને દોષોની ચર્ચા પણ સરખાવવા જેવી છે. કૌટિલ્યની પ્રતિભા માત્ર વૈવિધ્યપૂર્ણ રાજકીય કાર્યકલાપ પ્રતાપીપણે પાર પાડવામાં જ સમાપ્ત થતી નહોતી; તેઓ ઠરેલ શાસ્ત્રજ્ઞ, શાસ્ત્રપરંપરાપૂજક અને વત્સલ વિદ્યાગુરુ પણ હતા તે તેમના આ ગ્રંથનાં અનેક માર્મિક સ્થાનો પરથી પાકે પાયે સમજાય છે. આ છેલ્લા અધિકરણને અંતે, ગ્રંથસમાપ્તિમાંના પ્રથમ બે શ્લોકો દ્વારા આ ગ્રંથ કે શાસ્ત્રની ફળશ્રુતિ આપી છે તે જાણવા જેવી છે. એક શ્લોકમાં કહ્યું છે કે “આંવી સર્વ તંત્રયુક્તિઓનો ઉપયોગ કરી રચાયેલું આ શાસ્ત્ર આ લોક કે આ જગતુની પ્રાપ્તિ અને રક્ષા માટે તો ખપનું છે જ; સાથોસાથ તે પરલોકની પ્રાપ્તિમાં પણ સહાયક છે. ૨” આનો અર્થ એ કે કૌટિલ્ય અધ્યાત્મની અવિરોધી, અદોષ, કર્મબંધરહિત એવી રાજનીતિના પુરસ્કર્તા અને પક્ષપાતી હતા. બીજા શ્લોકમાં કહેવાયું છે કે “ધર્મ, અર્થ અને કામ એ ત્રણેયને આ શાસ્ત્ર પ્રવર્તાવે છે અને રક્ષે છે; એટલું જ નહિ, અધમોંને અને અર્થહાનિકારક સર્વ વહેવારોને આ શાસ્ત્ર નિવારી આપે છે. ૨૧" બીજા શબ્દોમાં કહીએ તો તે દુષ્ટશાસનનું સફળ રીતે નિરાકરણ કરવાનું સામર્થ્ય આપે છે. કૌટિલ્યના વ્યક્તિત્વમાં પડેલી જીવનપોષક ઊર્જા અને માનવતાપોષક મગરૂબીનું અહીં દર્શન થાય છે. અગાઉ કૌટિલ્યનો પરિચય આપતાં, આ ગ્રંથના અંતમાં આપેલા ત્રિવિધ શ્લેષ ધરાવતા ઉત્તમ શ્લોકની મીમાંસા પણ ટિપ્પણ ક્ર.૧૧ની આસપાસ) કરી જ છે તે ન દોહરાવીએ. જામન્વીય-નીતિસાર ગ્રંથના આરંભના શ્લોકો પૈકીના બે શ્લોકોમાં આ શ્લોકનો સરસ પડઘો પડાયો છે. આ શ્લોક પછી પણ મર્થરત્ર ની કેટલીક હસ્તપ્રતોમાં જે વધારાનો શ્લોક મળે છે, તેને વિષે પણ અગાઉ ચર્ચા કરી લીધી છે. અર્થશાસ્ત્રની રજૂઆત-શૈલી અને ભાષા-શૈલી : વાદ-શૈલીઃ શાસ્ત્રીય-વિષયમાત્રનાં અંગોપાંગો પરત્વે યથાર્થ બોધ પામવા માટે પ્રાચીન વિદ્યા-વર્તુળોમાં એક બહુ જ પ્રસિદ્ધ ઉક્તિ ચલણી સિક્કાની જેમ પૂરા વ્યવહારુ રણકા સાથે કહેવાતી રહેતી : વાદ્દે વાવે નાતે તત્ત્વવોધ: અર્થાતુ કોઈ સંશયગ્રસ્ત વિષયના સંદર્ભે ફરી ફરી વાદનો આશ્રય લેવાથી તત્ત્વબોધ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ (યથાર્થબોધ) પેદા થાય છે. જ્ઞાનના વાસ્તવિક વિકાસ અને સ્થિરીકરણ માટે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષના ક્રમિક સહેતુક કથનરૂપ વાદવિધિ માત્ર અત્યંત ઉપકારક જ નહિ, અનિવાર્ય ગણાયો હતો. સંસ્કૃતિવિધાયક એવી અનેક માનવીય પ્રવૃત્તિઓ પૈકીની જ્ઞાનોત્પાદન-પ્રવૃત્તિ પણ મનુષ્યની રચનાત્મક પણ તેજસ્વી એવી સામાજિકતા (સમાજ-અભિમુખતા) દ્વારા ખીલે છે. “તુષે તુષે મતિfપના' એવી અન્ય પ્રચલિત ઉક્તિ માનવ-સમાજમાં જોવા મળતી એક પ્રાકૃતિક ઘટનાની કાળજીભરી નોંધ લે છે કે “મસ્તકે-મસ્તકે ભિન્ન મતિ જોવા મળે છે.” તો આ વસ્તુસ્થિતિ પ્રત્યે રચનાત્મક અભિગમ લઈને અગાઉ કહેલા વાદવિધિનો આશ્રય પૂરી મૈત્રી અને સામાજિકતા સાથે લેવાની ભલામણ કરાઈ છે. મનુષ્યની ખરી સામાજિકતા મતભેદમાંથી મૌક્ય તરફ જવાની મથામણ દ્વારા સામાજિક સર્વસંમતિ અને તદ્-આધારિત સહકારિતા ખિલવવા મથે છે. પ્રમાણશાસ્ત્ર ઉપરાંત વાદશાસ્ત્ર પણ બની રહેતા એવા પ્રાચીન ન્યાયદર્શનના આદ્યગ્રંથરૂપ ગોતમમુનિરચિત “ન્યાયસૂત્ર' ગ્રંથમાં ન્યાયદર્શને તારવેલા વાદવિધિસંબંધી પદાર્થો (=વિષયાંગો)માંના ‘નિર્ણય-પદાર્થની ઠરેલ વ્યાખ્યા આમ છે : “કોઈ પણ વિષય અંગે પ્રસિદ્ધિ પામેલા પક્ષ અને પ્રતિપક્ષરૂપ મતોને ધ્યાનમાં લેવા દ્વારા તેમનાં બળાબળનો પૂરો વિચાર કરીને તે વિષયના સાચા સ્વરૂપ(થ)નો નિશ્ચય કરવો તે નિર્ણય.૨૩) એકંદરે સર્વ બુદ્ધિગમ્ય પ્રાચીન-ભારતીય શાસ્ત્રો આવા વાદવિધિનો ડગલે-પગલે છૂટથી ઉપયોગ કરીને નવા-નવા બૌદ્ધિક ક્ષિતિજોને બતાં રહ્યાં, સમય સાથે પૂરી ઊલટથી તાલ મિલાવતાં રહ્યાં. કૌટિલ્ય પણ જયારે વિધિસર અર્થશાસ્ત્ર રચવા બેઠા, ત્યારે આ વાદવિધિનો પૂરો આદર કર્યો અને ગ્રંથને સંક્ષિપ્ત રાખવાની પ્રતિજ્ઞા જાળવવા, પાછલાં કાળનાં શાસ્ત્રોથી ભિન્નપણે બંને પક્ષોના સામસામા લાંબા સંવાદોની પદ્ધતિ ટાળીને આગવી રીતે એનો અંગીકાર કર્યો. કૌટિલ્ય આ ગ્રંથના આરંભે જ એ સ્પષ્ટ કરે છે કે તેમના સમયમાં ઉપલબ્ધ તે પૂર્વેનાં બધાં અર્થશાસ્ત્રનું અધ્યયન કરીને, એમાંની સામગ્રીનો વિવેકી ઉપયોગ અને સમાવેશ પોતાના આ ગ્રંથમાં કરીને (સંહૃત્ય) પોતે આ શાસ્ત્રગ્રંથનું ઘડતર કર્યું છે. આ કારણે અર્થશાસ્ત્રનાં વિવિધ પાસાંઓના તે-તે વિવાદાસ્પદ મુદ્દાઓ પરત્વે, તેમણે આ અગાઉના ગ્રંથો દ્વારા અને અન્ય આધારો પરથી જે અન્ય આચાર્યોના ગણનાપાત્ર મતો જાણ્યા હશે, તે પૈકી પોતાના મતથી સાવ ભિન્ન જણાયેલા મતોની નોંધ, પૂરી પ્રામાણિકતા જાળવી, આ ગ્રંથમાં સ્પષ્ટ રૂપે લેવાનું રાખ્યું છે. અહીં એ પણ ધ્યાનમાં લઈએ કે કૌટિલ્ય અન્ય અનેક ચિંતકો જેમ પોતે વિદ્યાક્ષેત્રના જૂના-નવા દરેક ચિંતક માટે સમાન આદર ધરાવતા અને માનતા કે દરેક વિદ્વાનું કે આચાર્યનો મત પોતાના સમયનાં પરિબળો મુજબ અને દરેકની આગવી પ્રતિભા મુજબ ઘડાયો હોઈ આદરણીય છે. એ બધાના મતોની સાદર નોંધ લેનારા અનુકાલીન ચિંતકે સમયનાં નવાં પરિબળો મુજબ અને બુદ્ધિ કે જ્ઞાનશક્તિના વિકસેલા નવા આયામો મુજબ, એ મતોની ખાલી નોંધ ન લેતાં કે તેમને જેમ-ન-તેમ સ્વીકારી ન લેતાં, બદલાયેલા પરિપ્રેક્ષ્ય મુજબ એના સારાસારનું ધીરજભર્યું તોલન કરીને જરૂરી જણાય તો તેનો ચોખ્ખો અસ્વીકાર, સુબોધ કારણો આપવા દ્વારા કરીને, જ્ઞાનક્ષેત્રનું બંધિયારપણું તોડવું અને તાજી હવાનો પ્રવેશ કરાવવો. લાઘવ જાળવવા અને બૌદ્ધિક-સાંસ્કૃતિક વિકાસક્રમ બતાવવા, કૌટિલ્ય, જરૂર જણાઈ ત્યાં બધે, For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું? રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ ૫૧ મતાંતરો અને સ્વમત રજૂ કરવાની એક ચોક્કસ ઘાટીલી પદ્ધતિ અપનાવી છે. તેઓ પ્રથમ સૌથી નબળો મત રજૂ કરી, ત્યાર પછી ચઢતા ક્રમે વધુ ને વધુ વિચારપૂર્ણ મતો એક પછી એક, દરેક મત ધરાવનારના નામનિર્દેશ સાથે રજૂ કરે છે. આમાં રસપ્રદ આયોજન એ છે કે આમાંનો દરેક પાછલો મતવાદી તરતના આગલા મતનો દોષ ચીંધીને પછી પોતાનો મત કહે છે. કોઈ સ્થળે આવા છ-સાત પૂર્વપક્ષ મૂક્યા છે, તો કોઈ સ્થળે તેથી ઓછા કે માત્ર એક. બધા પૂર્વપક્ષોની આ રીતની રજૂઆતને છેડે કૌટિલ્ય પોતાનો મત “એમ કૌટિલ્ય [કહે છે]” – એ રીતે વ્યાકરણના ત્રીજા પુરુષનો ઉપયોગ, પોતાના નામનિર્દેશ સાથે કરીને રજૂ કરે છે. (પ્રાચીન સમયમાં અહંભાવ સૂક્ષ્મ રીતે પણ પ્રગટ ન થાય તે માટે ગ્રંથકાર પોતાનો ઉલ્લેખ આ રીતે કરે તેવી પદ્ધતિ પડી ગઈ હતી. એટલે ગ્રંથમાંની આ પદ્ધતિને કારણે આ ગ્રંથના કર્તા કૌટિલ્ય નહોતા – તેવો મત બાંધવાનું વાજબી ન ગણાય.) કૌટિલ્ય અપનાવેલા આવા વાદક્રમનો એક વહેવારુ લાભ એ પણ લાગે છે કે પ્રાચીન ખામીયુક્ત મતો, જે-તે નવા શાસ્ત્રકારના પોતાના સમયમાં પણ અમુક વર્તુળોમાં જો ચાલુ હોય, તો તે મોળા પડતા જાય. આ રીતે એક સમયની સર્વ પ્રજાઓમાં બૌદ્ધિક-સાંસ્કૃતિક એકરસતા વ્યાપકપણે જામતી જાય. કૌટિલ્ય પૂર્વમતો અને સ્વમત રજૂ કરવા અંગીકારેલી ઉપયુક્ત પદ્ધતિ અંગે કેટલીક સ્પષ્ટતાઓ જરૂરી છે. કૌટિલ્ય જ્યાં આગલા વાદીનું ખંડન પાછલો વાદી કરતો હોય તેવું બતાવ્યું છે, ત્યાં એવું ખાતરીપૂર્વક કહી ન શકાય કે એ વાદીઓએ જ ખરેખર એવું ખંડન કર્યું હશે, અને વળી એ વાદીઓ ઐતિહાસિક તથ્યની દષ્ટિએ એ રીતે જ આગળ-પાછળ થયા હશે. એવો પૂરો સંભવ છે કે માત્ર વિચારનો ક્રમિક વિકાસ બતાવવા કૌટિલ્ય પોતે દરેક સ્થળે પૂર્વમતનું ખંડન અને વાદીઓનો ક્રમ તો પોતાની કલ્પનાથી જ આપ્યાં હોય; અલબત્ત, જે-તે વાદીને નામે આપેલો જે-તે મત તો ઐતિહાસિક રીતે હકીક્તરૂપ હોવાનું ખાતરીપૂર્વક જરૂર કહી શકાય. અહીં એ પણ કહેવું જોઈએ કે ઉપર્યુક્ત અનેક વાદ-પ્રતિવાદનિરૂપણોમાં છેવટે મળતા કૌટિલ્યના જે-તે મતો ઘણા બુદ્ધિપૂત, ઠરેલ, ઉદાર અને પ્રગતિશીલ જણાય છે. એક ધ્યાનપાત્ર વસ્તુસ્થિતિ એ છે કે સ્વદેશનીતિ નિરૂપતાં પ્રથમ પાંચ અધિકરણના બનેલા પ્રથમ વિભાગમાં આવાં મતાંતરોનાં નિરૂપણો વિપુલ પ્રમાણમાં મળે છે. પણ વિદેશનીતિ-સંબંધી બીજા વિભાગમાં તેમનું પ્રમાણ ખાસ્સે ઘટી જાય છે. વિચારતાં લાગે છે કે એ બીજા વિભાગમાં નિર્દેશેલાં ઘણાં રાજનૈતિક પગલાં કે ઉપાયો વાંધાજનક જ નહિ, સામાન્ય જનની દૃષ્ટિએ ઘોર પણ લાગે છે. એ પરથી એવું તારવી શકાય કે આખો વિદેશનીતિનો વિષય એમના સમય સુધી ઋષિઓ કે ચિંતકોને પ્રાયઃ અસ્પૃશ્ય કે “અવદ્ય' (વાત નહિ કરવા જોગ) લાગ્યો હશે; કારણ કે એ ક્ષેત્રમાં તો પ્રાયઃ બર્બર વ્યક્તિઓ કે જૂથોએ સર્વ ઉધમાતો કે અભિક્રમોનો દોર પોતાના જ હાથમાં રાખ્યો હશે. કૌટિલ્ય પણ વિશેષે તો એ વિભાગમાં તે સમય સુધીમાં ખરેખર જામેલા ઘોર વહેવારોનું જ યથાતથ ચિત્ર આપ્યું જણાય છે. એમાં એમનું પોતાનું કર્તુત્વ અને તજ્જન્ય અનુમોદન પણ થોડા અંશમાં જરૂર હશે તે તેમણે સમકાલીન રાજનીતિમાં ભજવેલા ભાગ અંગેની આપણી જાણકારી પરથી જરૂર કહી શકાય. પણ એને માત્ર આપદ્ધર્મ તરીકે અપનાવી તેમણે મર્યાદા અને આત્મસંયમ ઉત્તમ રીતે જાળવ્યાં હતાં એ વાત પણ નિઃશંક જણાય છે. એ દૃષ્ટિએ કહી શકાય કે વિદેશનીતિનાં અનેકનિરૂપણો પોતાના કાળ સુધી નહિ અટકેલી માનવીની બર્બરતાઓના એકરાર રૂપે, તેમ જ એ સંસ્કારવાની For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ પર કૌટિલ્ય અર્થશાસ્ત્ર : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વિચારવાનોની જવાબદારી ચીંધવા માટે એમણે રજૂ કર્યા હશે. પેલું પૂર્વોક્ત નહેરૂવચન પ્રમાણેનું બર્બરતામાંથી સંસ્કૃતિ તરફની આગેકૂચ'નું સ્વપ્ન સિદ્ધ કરવા માનવજાતે હજી લાંબી ખેપો કરવાની છે એની યાદ જ, જાણે ગ્રંથકાર આપતા ન હોય! બાકી તો અનેક સ્થળોએ હૈયાને સંતોષ થાય તેવા નરવા સ્વમતો કૌટિલ્ય આ બીજા વિભાગમાં પણ આપ્યા જ છે. કૌટિલ્ય આખા ગ્રંથમાં થઈને કેટલા અને કયા પૂર્વપક્ષો ઉલ્લેખ્યા છે તે પર નજર નાખીએ. પ્રા. કંગલેની ગણતરી મુજબ ગ્રંથમાં કુલ ૧૧૨ વખત પૂર્વપક્ષોનો નામનિર્દેશ થયેલો છે, તો બે વાર “કેટલાક (પ) અને એક વાર “અન્યો' (અન્ય) એવા સામાન્ય નિર્દેશો આપ્યા છે. નામનિર્દેશવાળાં સ્થળો ત્રણ જાતનાં જોવા મળે છેઃ (૧) પ્રસિદ્ધ એવા કોઈ ચોક્કસ તે-તે શાસ્ત્રકારના અનુયાયી-જૂથને નામે, (૨) કોઈ ચોક્કસ નામવાળા વ્યક્તિગત શાસ્ત્રકર્તાને નામે, (૩) “આચાર્યો' એવા વ્યાપક નામે. ગ્રંથમાં આ ત્રણ પ્રકારના નામનિશવાળાં સ્થળો અનુક્રમે ૨૫, ૨૮ અને ૨૯ છે. પ્રથમ પ્રકારમાં સમાનારાં ચોક્કસ જૂથનામો કુલ પાંચ મળે છે: બાહસ્પત્યો, ઔશનસો (ઉશનસ્ એટલે કે શુક્રાચાર્યના અનુયાયીઓ), માનવો, પારાશરો અને આભીયો. બીજા પ્રકારમાં સમાતાં વ્યક્તિનામો છ છે : ભારદ્વાજ, વિશાલાક્ષ, પિશુન, કૌણપદંત, વાતવ્યાધિ અને બાહુદતીપુત્ર. આ વ્યક્તિઓની ઐતિહાસિક ઓળખાણ સ્થાપવાનું કામ ખૂબ કઠિન છે. તેમાંના કેટલાંક નામ તો અર્થદૃષ્ટિએ પણ વિચિત્ર છે. પણ કૌટિલ્ય આ અને બાકીના પૂર્વપક્ષોનાં ચોક્કસ ગ્રંથો કે શ્રુતપરંપરાઓનું પાકું અધ્યયન કર્યું હશે તેમ અવશ્ય કહી શકાય. આમાં અર્ધાથી વધુ સ્થળોએ તો “આચાર્યો એ વ્યાપક નામે જ પૂર્વમતો મળે છે. એ શબ્દથી કર્યું જૂથ સમજવું તે અંગે વિદ્વાનોએ ઘણો ઊહાપોહ કર્યો છે, પણ એમાંથી કોઈ ચોક્કસ ઓળખાણ નીપજી શકતી નથી. “અગાઉ ઉલ્લેખેલાં જૂથો કે વ્યક્તિઓ પૈકીના મોટા ભાગના શાસ્ત્રકારો' એવો અર્થ સામાન્ય બુદ્ધિથી તારવી શકાય. આચાર્યોના કેટલાક મતો સાથે કૌટિલ્ય સંમત હોવાનું એ પરથી સમજાય છે કે તે સ્થળોએ કૌટિલ્ય પોતાનો જુદો મત કહેતા નથી. આ પૂર્વાચાર્યમાં મતોનું વ્યક્તિવાર, જૂથવાર અને સમગ્ર રૂપે સન્નિષ્ઠ સંશોધન-અધ્યયન કરવા જેવું છે. રાજનીતિ તેમ જ તેના આનુષંગિક વિષયો અંગે કેટલું બધું મતવૈવિધ્ય, મતવૈચિત્ર્ય, પરસ્પર સાવ વિરોધી એવું ચિંતન-વલણ પ્રવર્તે છે એનું ખૂબ કૌતુકપોષક ચિત્ર મળવા સાથે અધ્યતામાં ખાસ્સી મતાંતર-સહિષ્ણુતા પણ પોષાય. “મહાભારત'માં તો ખૂબ વિપુલ પ્રમાણમાં આવું મતવૈવિધ્ય-મતવૈચિત્ર્ય આવી જ સમતાથી રજૂ થયું છે અને વ્યાસજીએ એ જ ગ્રંથમાં ક્યાંક માર્મિક રીતે “અતિવાદોની તિતિક્ષા કરવાની સોનેરી શીખ પણ ઘૂંટીને આપી છે. એક કૌતુકપોષક નમૂના તરીકે “અર્થશાસ્ત્રમાં વિવિધ ચર્ચાવિષયોના અનુષંગે અપાયેલા ભરદ્વાજના મતોને તારવી લઈ એ બધાની વિચિત્રતાનો, એમના ઘોરપણાનો ખ્યાલ કરવા જેવો છે. કૌટિલ્યની સહજ અન્યમતસહિષ્ણુતાનો સાચો અંદાજ એ હકીકત પરથી આવી શકશે કે પોતે જેમના જૂથના નામે ચઢેલા મતો સાથે ગ્રંથમાં એક પણ સ્થળે સંમત નથી, એવા બે પ્રસિદ્ધ આચાર્યો – બૃહસ્પતિ અને શુક્ર –ને કૌટિલ્ય ગ્રંથારંભે ગ્રંથમંગલ-રૂપે નમસ્કાર કર્યા છે– ૩ૐ નમશુગૃહસ્પતિગ્રામ્ એ રૂપે! For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું: રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથે ૫૩ વસ્તુગૂંથણીઃ ગ્રંથના વિસ્તૃત પરિચયના આરંભે કરેલી સ્પષ્ટ છણાવટને આધારે તેમ જ સમગ્ર ગ્રંથના વિષયવસ્તુનો ક્રમિક પરિચય આપવાને અનુષંગે ગ્રંથની વસ્તુગૂંથણીનું ચિત્ર શ્રોતાઓને સ્પષ્ટ રૂપે મોટે ભાગે મળી ગયું હશે. આ વિષયની જરૂરી પુરવણીરૂપે એ હકીકત ઉલ્લેખવી યોગ્ય છે કે ગ્રંથકારે પોતે ગ્રંથના શાસનધાર: નામના અધ્યાય ૨.૨૦માં રાજનૈતિક લેખો એટલે કે મહત્ત્વના પત્રો કે પરિપત્રો (શાસન) કેમ લખવા તેને અંગે, આડકતરી રીતે ગ્રંથલેખનમાં પણ ખૂબ ખપનું બને તેવું, અનુભવાશ્રિત જે ચોક્કસ માર્ગદર્શન આપ્યું છે, (જની ચર્ચા ત્રીજા વ્યાખ્યાનને છેડે કરી છે, તે આ ગ્રંથની વસ્તુગૂંથણીમાં પણ એકંદરે પળાયું છે એમ જરૂર કહી શકાય – ભલે, પ્રાયઃ કૌટિલ્યની વ્યક્તિગત અતિવ્યસ્તતાને કારણે, અગાઉ ગ્રંથપરિચય દરમિયાન ઠેર-ઠેર બતાવ્યા પ્રમાણે, તેમાં પ્રાસંગિક કે સ્થાનિક સ્કૂલનો હોય; સાચે જ સમરથ વશે નહીં રોષ ગુસારૂં! ગ્રંથની એકંદર વસ્તુગૂંથણી તો ઉત્તમ નમૂનારૂપ અને અનુકરણીય કહી શકાય એવી છે જ. આનું ખરું કારણ એ છે કે રાજનીતિનો વિષય એનાં સર્વ અંગ-ઉપાંગો પરત્વેની પોતાની સમાન અને ઊંડી નિસ્બતને કારણે અને પોતે એમાંનાં મોટા ભાગનાં અંગોપાંગોમાં દાખવેલા ને કેળવેલા રસ અને અનુભવને કારણે, કૌટિલ્યને એક સ્પર્શક્ષમ કાયારૂપ ભાસે છે – જેનાં અંગોપાંગો પરસ્પર ચોક્કસ સંબંધે જોડાઈને એક માનવપોષક વિશિષ્ટ મનોહારિતા જન્માવે છે. વસ્તુલક્ષિતાઃ પ્રસ્તુત વસ્તુ તરફ જ સતત લક્ષ રાખવું તે વસ્તુલક્ષિતા – આડી-અવળી વાતો ટાળી જેતે પ્રસ્તુત વિષયાંગની માર્મિક હકીકતો (વસ્તુ) પૂરેપૂરી તટસ્થતાથી રજૂ કરવામાં જ લક્ષ રાખવું તે. કૌટિલ્ય પોતાના ગ્રંથની આ વિશેષતા બાબત ગ્રંથના આરંભે જ સંકલ્પ કરી ચૂક્યા છે તે પ્રથમ અધિકરણના પ્રથમ અધ્યાયની છેડેના એક શ્લોક પરથી, તેમાં કે તેમાંનાં આ બે વિશેષણોથી સમજાય છે : (૧) તત્ત્વાર્થપશિતમ્ - હાર્દ (તત્ત્વ) રૂપ હકીકતો (અર્થ) કહેવા માટે જે ખપના શબ્દો હોય તેમાં જ સીમિત; અર્થાત્ આડીઅવળી કોઈ વાતો ન કરનારું શાસ્ત્ર, (૨) વિમુક્ત ગ્રંથવિસ્તરમ્ – જેમાં ગ્રંથનો વધુ પડતો પથરાટ (વિતર) ટાળવામાં આવ્યો છે તેવું. બંનેનો ભેગો અર્થ એવો થાય કે કહેવા જેવી મહત્ત્વની વાતો સંક્ષેપમાં, પણ ચોક્કસપણે મુદ્દો બરોબર સમજાઈ જાય તેવા સ્પષ્ટ શબ્દોમાં કહી છે, અને તે કહેવા સિવાય, જરૂરી ન હોય તેવી વધારાની કે આડીઅવળી કોઈ વાતો ગ્રંથમાં સમાવી નથી. વાચકને ગ્રંથમાં સર્વત્ર લાગે છે કે કૌટિલ્યના મનમાં દરેક વ્યવહાર પાછળના સિદ્ધાંતો સ્પષ્ટ હોવા છતાં તેઓ સૈદ્ધાંતિક ચર્ચા ઇરાદાપૂર્વક અતિ અલ્પ પ્રમાણમાં કરે છે અને જે-તે વિષય કે ક્ષેત્રમાં કરવા લાયક કર્મો, લેવા લાયક પગલાં, પ્રવર્તાવવા લાયક નિયમનો કે દાખવવા લાયક વલણોની વાત ખંતપૂર્વક, જરૂરી બધી વિગતે, છતાં સંક્ષેપમાં કહે છે. ઉપલક દૃષ્ટિએ તો આ ગ્રંથ આજના ધંધાદારીઓની ધંધાપોથી (handbook) જેવો જ વાચકને લાગ્યા વગર રહેતો નથી. છતાં તે નરી વ્યવસાયપોથી નથી જ. લેખક “તેજીને ટકોરો' એવા મતના છે, તેથી સિદ્ધાંતકથન ખૂબ જ જરૂરી હોય ત્યાં જ, અને મોટે ભાગે માર્મિક બે-ત્રણ વાક્યમાં કરી દે છે. અલબત્ત, અગાઉ બતાવ્યું છે તેમ, કોઈ વિવાદાસ્પદ વિષય અંગે સંક્ષેપમાં પણ વિવિધ પક્ષો વિષેની ચોખ્ખી વાત જરૂર રજૂ કરે છે, જેથી પ્રચલિત ખોટા મતોના દોષો સમજી સાચો મત અને સાચો વ્યવહાર સ્વીકારાય. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષા : વળી ગ્રંથના છેલ્લા શ્લોકો પૈકીના અગાઉ ચર્ચેલા એક શ્લેષયુક્ત માર્મિક શ્લોક સિવા ગ્રંથકારે પોતાનો કોઈ વધુ દુન્યવી પરિચય આપ્યો નથી. એક-બે સ્થળો સિવાય ક્યાંય ઐતિહાસિ કે રાજકીય ઘટનાઓ પણ ઉલ્લેખી નથી. વિવાદસ્થાનો સિવાય કોઈ ઐતિહાસિક વ્યક્તિઓ ઉલ્લે નથી કે જૂજ સ્થાનો સિવાય પૌરાણિક વ્યક્તિઓ પણ ઉલ્લેખી નથી. ઉપર્યુક્ત શ્લોક સિવાય ક્યાં નંદરાજા કે નંદવંશ વિષે પણ અન્ય વિગતો આપી નથી. અમાત્ય રાક્ષસના આખા પ્રસંગનો અણસાર સુધ્ધાં આપ્યો નથી! ચંદ્રગુપ્તનો કે તેની સાથેના પોતાના સંબંધનો પણ ઉલ્લેખ કર્યો નથી આ ગ્રંથ ગ્રંથકારના લાઘવ (ટૂંકાણ) અને વસ્તુલક્ષિતા માટેના નમૂનેદાર શોખનો સુજ્ઞજનોને જા ચેપ લગાડે છે ! કોઈ પણ ગ્રંથ આ ગુણને પોતાનામાં ગૂંથી લઈને પોતાના વિષયનાં ભિન્ન-ભિ અંગો વિષે, ઊલટું, ચોક્કસ અને નિશંક જ્ઞાન આપી શકે છે. ભાષા-શૈલી : ગ્રંથનું ગદ્ય પણ વિશિષ્ટ અને નમૂનેદાર છે. પોતાના શાસ્ત્રની લાક્ષણિકતા વર્ણવ શ્લોકમાંના હમણાં ઉલ્લેખેલાં બે વિશેષણો ઉપરાંત એક ત્રીજું વિશેષણ આ છે : સુહગ્રહવિજ્ઞેયમ્ અર્થા સુખેથી શબ્દાર્થ સમજાવાને લીધે કહેવાતી વાત બરોબર સમજી જવાય તેવું. એમ કહેવાય છે કે સહે લખાણ લખવું અઘરું છે અને અઘરું લખાણ લખવું સહેલું છે ! આ વાત બિલકુલ સાચી છે. જો કો વિષય ઉપર ઉત્તમ પકડ આવી હોય તો જ સાવ સામાન્ય માણસ પણ વાત સમજી શકે તેટલી સરળ રી અને સરળ ભાષામાં કહેવાની આવડત આવે. આ ગ્રંથમાં ક્યાંય ભાષાનો આડંબર નથી, આલંકારિક વાક્છટાનો ઉપયોગ નથી, ગોળ-ગો વાતો (minting of words) નથી. વાક્યો પણ અટપટાં, લાંબાં કે સંકુલ (complex) પ્રકાર (મુખ્ય વાક્યના પેટામાં એક કે વધુ પેટાવાક્ય હોય તેવાં) ભાગ્યે જ હોય છે. અવતરણરૂપે આપે પઘોમાં કે ગ્રંથકારના સ્વરચિત જણાતાં પઘોમાં પણ સમજાય તેવાં સાર્થક વિશેષણોવાળી, સર વાક્યરચનાવાળી શૈલી છે. એમણે અનેક પરંપરાગત પારિભાષિક શબ્દો ઉપરાંત પોતાની સૂઝથી નવા શબ્દો પણ કુશળ રી રચ્યા હોય તેમ લાગે છે. અલબત્ત, ક્યાંક એક જ બાબત માટે એકાધિક પારિભાષિક શબ્દો વાપર્યા હો ત્યાં ક્યારેક અર્થ અંગે સંશય જરૂર થાય છે. ઘણા પારિભાષિક શબ્દોના અર્થ અસ્પષ્ટ પણ લાગે છે. ગ્રંથ અનેક આધારગ્રંથોનો ઉપયોગ કરીને અન્ય રોકાણોના દબાણ વચ્ચે લેખકે તૈયાર કર્યો હોઈ અમુ અંશે આવું બનવું સ્વાભાવિક છે. કદાચ, માત્ર ગ્રંથનું ટૂંકાણ સાધવા ખાતર જ, પોતાના આ ગ્રંથના રાજકીય પત્રો વિષેના અધ્યા ૨.૧૦માં પોતે સમાસ-રચના વિષે રજૂ કરેલા પોતાના જ મતથી કંઈક ચાતરી જઈને (રસ્તાથી નીચે ઊત જઈને) વાક્યોમાં લેખકનું લાંબા અને ઝાઝા પેટા-સમાસોવાળા સમાસો વાપરવાનું વલણ ધ્યાન ખેંચે છે એવા ઘણા સમાસો વ્યાકરણદૃષ્ટિએ અશુદ્ધ પણ જણાય છે; તો કેટલાક સમાસોના વિગ્રહ (પદસંબંધ અંગે સંદેહ પેદા થતો હોય છે. આનું કારણ પણ લેખકનો કાર્યબોજ જ હોઈ શકે. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ અગાઉ ગ્રંથપરિચયમાં ઠેકઠેકાણે બતાવ્યું છે તેમ, અમુક વિષયો પ્રાયઃ ભિન્ન સંદર્ભે યોગ્ય રીતે પુનરાવર્તન પામ્યા છે, તો ક્યાંક વિષયનું બિનજરૂરી પુનરાવર્તન પણ લાગે. પ્રકરણનામોની વાત કરીએ તો કેટલાંકનો સ્પષ્ટ અર્થ સમજાતો નથી. ઘણી વાર અધ્યાયને આરંભે જે પ્રકરણનામ આપ્યું હોય તેને અનુરૂપ સામગ્રી અધ્યાયમાં મળતી નથી યા નામની મળે છે, ઘણી વાર એક જ અધ્યાયમાં જો એકાધિક પ્રકરણો હોય તો તેમાં બે પ્રકરણોની ભેદરેખા સ્પષ્ટ રીતે ક્યાં છે તે બતાવવું મુશ્કેલ કે અશક્ય લાગે છે. લેખકની સ્વચ્છ પ્રતિભા હૈયે ધરતાં આવા દોષોને વાચક સહેલાઈથી દરગુજર કરી દે એમ છે એ વાત ચોક્કસ. મૌલિકતા ઃ એમ લાગે છે કે કેટલાંય સ્થળે સમકાલીન કે પ્રાચીન રાજનીતિના અમલી વહેવારોથી બંધાયા વિના, અધ્યાત્મલક્ષી જીવનશાસ્ત્રની દૃષ્ટિએ, સ્વતંત્રપણે પોતાને અનેક કારણે ઇષ્ટ અને અનિવાર્ય લાગતા નૂતન સિદ્ધાંતો કહ્યા છે. કૌટિલ્યે વારંવાર વિવાદસ્થળોએ મતાંતરોની રજૂઆત કર્યાની જે વાત અગાઉ કરી છે, તેમાંના કૌટિલ્યના મતોને અન્ય મતો સાથે સરખાવીએ તો તેમની વિચારશક્તિની મૌલિકતાનો બરોબર અંદાજ મળે એમ છે. બુદ્ધિસ્વાતંત્ર્ય અને પ્રતિભાયુક્ત મૌલિકતા એ કૌટિલ્યના આ ગ્રંથના જાજરમાન ગુણો છે, જે ગ્રંથને ચિરંજીવિતા, સાર્વભૌમતા અને જીવંતતા બક્ષે છે. ૫૫ ચર્ચિલની ‘Second World-War' એ પુસ્તકશ્રેણી સાથે અર્થશાસ્ત્રની તુલના એટલા પૂરતી કરી શકાય કે બંને યુદ્ધકાળમાં સફળપણે રાજનૈતિક અને યુદ્ધસંબંધી સફળ રાહબરી કરનારા રાજપુરુષો હતા, અને બંનેએ અનુભવના પાયા ઉપર પોતાની આગવી પ્રતિભા અને પોતાનો આગવો સંદેશો વ્યક્ત કરતા ગ્રંથો લખ્યા છે. બંને એકંદરે યુદ્ધની પાછળ પ્રયોજાતા ઉધમાતોના ઠાલાપણા(futility of exercise)ને અને યુદ્ધ પાછળ કામ કરતી નરી બેવકૂફીને પણ સીધી કે આડકતરી રીતે કબૂલે છે. બંને આગવા અને આકરા મિજાજવાળી કે આખાબોલી છતાં સહૃદય એવી પ્રતિભા ધરાવનારા છે. ‘અર્થશાસ્ત્ર’નાં સંપાદનો, અનુવાદો ‘ અર્થશાસ્ત્ર’ના વિષયવસ્તુનું અગાઉ આપેલું સવિસ્તર વર્ણન અને એની મુખ્ય આગવી લાક્ષણિકતાઓનું, આની તરત પૂર્વે આપેલું બયાન એ ગ્રંથના મનભર સર્વાંગી અધ્યયનની રુચિ અનેક ધૈર્યશીલોમાં જગાડવા માટે જ આપ્યાં છે. તેથી અહીં તે ગ્રંથના અધ્યયન માટેની આધારરૂપ સામગ્રી નિર્દેશવી જરૂરી છે. મૂળ ગ્રંથનું પ્રથમ પ્રકાશન, અગાઉ કહ્યા મુજબ, શ્રી આર. શામશાસ્ત્રીએ મૈસૂરમાં ઈ.૧૯૦૯માં કર્યું હતું. તેમણે જ તેનો અંગ્રેજી અનુવાદ ૧૯૧૫માં બેંગલોરમાંથી પ્રસિદ્ધ કર્યો. મૂળ ગ્રંથની શામશાસ્ત્રીની સુધારેલી ચોથી આવૃત્તિ ઈ.૧૯૨૪માં પ્રગટ થયા બાદ એની પુનઃ સંપાદિત આવૃત્તિ ૧૯૬૦માં શ્રી એન.એસ. વેંકટાચાર્યે બહાર પાડી. ઈ.૧૯૨૪માં લાહોરમાંથી J. Jolly અને R. Schmidt દ્વારા બે ભાગમાં અનુક્રમે મૂળ ગ્રંથ અને મહામહોપાધ્યાય માધવયવની ટીકા ઉપરાંત નોંધો બહાર પડાઈ. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ૧૯૨૪-૨૫માં મહામહોપાધ્યાય ટી. ગણપતિશાસ્ત્રીએ ત્રણ ભાગમાં વહેંચીને પોતે રચેલી ‘શ્રીભૂતમ્’એ નામની વિસ્તૃત સંસ્કૃત ટીકા સાથે મૂળ ‘અર્થશાસ્ત્ર’ પણ પ્રગટ કર્યું. આજે પણ એની પુનર્મુદ્રિત આવૃત્તિ સુલભ છે. ૫૬ ૧૯૫૯માં કાશી મુકામે રામતેજ શાસ્ત્રી પાંડેયની હિંદી ‘રંઞના’ ટીકા સાથેનું ‘ઞર્થશાસ્ત્ર’ પ્રકાશિત થયું. ત્યાર પછી પણ હિંદી ટીકા અને અનુવાદ સાથે અન્ય આવૃત્તિઓ પણ બહાર પડતી રહી છે. ‘અર્થશાસ્ત્ર’ના અભ્યાસમાં ખૂબ જ મૂલ્યવાન્ મદદ મળે એવું કામ મુંબઈ-નિવાસી પ્રા.શ્રી આર.પી. કંગલેએ પ્રકાશિત કર્યું, જેની પાછળ પંદર વર્ષનો સન્નિષ્ઠ પરિશ્રમ હતો. તેમનું કામ ત્રણ ભાગમાં અનુક્રમે ૧૯૬૦, ૧૯૬૩ અને ૧૯૬૫માં ‘યુનિવર્સિટી ઑફ બૉમ્બ' દ્વારા પ્રથમ વાર પ્રકાશિત થયું, જેમાં પ્રથમ ભાગમાં પારિભાષિક શબ્દકોશ સહિતનો મૂળ ગ્રંથનો પાઠ છે, બીજા ભાગમાં વિસ્તૃત નોંધો સાથેનો અંગ્રેજી અનુવાદ છે અને ત્રીજા ભાગમાં ૨૮૩ પૃષ્ઠોમાં ‘અર્થશાસ્ત્ર’નાં અધ્યયન-યોગ્ય મુખ્ય બધાં પાસાંની, વિવિધ પ્રકરણોમાં વિસ્તૃત સમાલોચના છે. આ સુવિદ્વાને ‘અર્થશાસ્ત્ર'નાં દેશવિદેશનાં પોતાની અગાઉનાં મહત્ત્વનાં સંપાદનો, અનુવાદો, ટીકાઓ તેમ જ સ્વતંત્ર સમાલોચનાઓનો ખૂબ ખંતથી સુપરિચય સાધ્યો છે તેની પ્રતીતિ બીજા-ત્રીજા ભાગમાં સતત થયા કરે છે. તેમની સમજણશક્તિની પ્રાસંગિક સહજ મર્યાદાઓ છતાં તેમનો પ્રયત્ન એકંદરે ખૂબ સન્નિષ્ઠ, ખંતીલો, તેજસ્વી અને માર્ગદર્શક છે. આજે પણ એની નવી આવૃત્તિ પુસ્તક-બજારમાં સુલભ છે. આપ સમક્ષના આ વ્યાખ્યાતાએ અધ્યાપનકાળે તેમ જ આ વ્યાખ્યાનોની તૈયારીના અન્વયે આ ગ્રંથોનો ફરી-ફરી પૂરો ઉપયોગ કર્યો છે. તે માટે એ સુવિદ્વાનો અત્યંત ઋણી છું. દક્ષિણ ભારતમાં મૈસૂર યુનિવર્સિટી તરફથી શ્રી એન.એસ. વેંકટાચાર્ય દ્વારા સંપાદિત ‘ૌટલીયાર્થશાસ્ત્રમ્’ (સંપૂર્ણ) પાઠાંતરો, સંસ્કૃત પાદનોંધો અને અનેક ઉપયોગી પરિશિષ્ટો સાથે પ્રકાશિત થયેલું છે. અમદાવાદમાં ‘સસ્તુ-સાહિત્ય-વર્ધક કાર્યાલય' તરફથી ૧૯૮૨માં શાસ્ત્રીશ્રી વાસુદેવ મહાશંકર જોષીએ કરેલા ગુજરાતી અનુવાદ અને ‘ચાણક્ય-નીતિસૂત્રો' સાથેનું ‘અર્થશાસ્ત્ર' પ્રકાશિત થયેલું, જેની પુનરાવૃત્તિ પણ થઈ છે. અનુવાદ અને મૂળ પાઠ ડગલે-પગલે ભૂલો કે અયોગ્ય અર્થઘટનોથી ભરેલા છે, તેથી ઉપયોગ કરનારે ખૂબ સાવધ રહેવું જોઈએ. આ ઉપરાંત શરૂઆતના ગાળામાં ‘અર્થશાસ્ત્ર’ના અમુક અંશોનાં સંપાદનો કોઈ પ્રાચીન ટીકા સાથે કે ટીકા વગર પણ પ્રકાશિત થયાં હતાં. ‘અર્થશાસ્ત્ર’ના અનુવાદો અનેક ભારતીય ભાષાઓમાં તેમ જ વિદેશી ભાષામાં થયેલા છે. ગુજરાતીમાં ઉપ૨ નિર્દેશેલા ‘સસ્તુ-સાહિત્ય-વર્ધક-કાર્યાલય'ના અનુવાદની પૂર્વે ૧૯૩૦માં વડોદરાથી શ્રી જયસુખરાય પુરુષોત્તમરાય જોષીપુરા દ્વારા થયેલો અનુવાદ બહાર પડ્યો હતો. તેનું પુનઃ પ્રકાશન હમણાં જ ગુજરાત-રાજ્યની ‘સંસ્કૃત સાહિત્ય અકાદમી'એ ત્રણ ભાગમાં કર્યું છે. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલું ? રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ રાષ્ટ્રભાષા હિન્દીમાં એકાધિક અનુવાદો પ્રકાશિત થયેલા છે : (૧) લાહોરથી ૧૯૨૩માં પ્રાણનાથ વિદ્યાલંકારકૃત અનુવાદ, (૨) લાહોરથી ૧૯૨૫માં શાસ્ત્રી-ઉદયવીરકૃત અનુવાદ, (૩) દિલ્હીથી ૧૯૪૦માં શાસ્ત્રી ગંગાપ્રસાદજી-કૃત અનુવાદ, (૪) અલ્લાહાબાદથી ૧૯૫૭માં પ્રકાશિત શાસ્ત્રી-દેવદત્તકૃત અનુવાદ, (૫) વારાણસીથી ૧૯૬૨માં પ્રકાશિત વાચસ્પતિ નૈરોલાકૃત અનુવાદ. ત્યાર પછી બીજા પણ અવશ્ય પ્રકાશિત થયા હશે. આ ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓ પૈકી બંગાળી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, તમાળ, તેલુગુમાં અનુવાદો ૧૯૨૩થી શરૂ કરીને થતા રહ્યા છે. વિશ્વભાષાઓ પૈકી અંગ્રેજીમાં અગાઉ કહ્યું છે તેમ શામશાસ્ત્રી અને પ્રા. કંગલે દ્વારા અનુવાદો થયેલા છે. તે ઉપરાંત જર્મન, ઇટાલિયન, રશિયન વગેરે ભાષાઓમાં આખા ગ્રંથના કે તેના અંશના અનુવાદો ૧૯૧પથી શરૂ કરીને થતા રહ્યા છે. જર્મન ભાષામાં J.J. Meyerનો અનુવાદ છ ભાગમાં નોંધો સાથે પ્રકાશિત થયો છે તે ખાસ અભ્યાસપાત્ર છે. પ્રા. કંગલેએ પોતાના અનુવાદવાળા બીજા ભાગની ટિપ્પણોમાં આ અનુવાદ અને તેમાંની નોંધો અંગે પોતાના અભિપ્રાયો સતત રજૂ કર્યા છે. ખાસ કૌટિલ્ય વિષે જ રજૂ થયેલા અભ્યાસો પણ અનેક દ્વારા પુસ્તકાકારે પ્રકાશિત થયેલા છે. અંગ્રેજીમાં પ્રા. કંગલેના પુસ્તક (ત્રીજો ભાગ) ઉપરાંત આર. શામશાસ્ત્રી, એન.સી. બંદ્યોપાધ્યાય, એમ.વી. કૃષ્ણરાવનાં પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. સૌથી વધારે પુસ્તકો જર્મનીમાં પ્રકાશિત થયાં છે, જેમાંના કેટલાંકના લેખકોનાં નામ આ પ્રમાણે છે : B. Breloer, A. Hillebrandt, 0. Stein, Sten Konow, I. Topa, E. Whilhelm. મરાઠીમાં પ્રકાશિત એક અધ્યયન છે જી.જી. ટિપનિસનું “ૌટિલીય-અર્થશાસ્ત્ર-પ્રવીપ'. કૌટિલ્ય અને તેમનો ગ્રંથ એ બંનેના મહત્ત્વની દષ્ટિએ સતત સ્વદેશ-વિદેશમાં તેમના વિષેનાં જુદાં-જુદાં અધ્યયનો પ્રગટ કંતાં જ રહે છે. “અર્થશાસ્ત્ર વિષે દેશ-વિદેશના વિદ્વાનોએ લખેલા ખૂબ મહત્ત્વના અભ્યાસલેખો તો અગણિત છે. તેમનું સંકલન અને વિવિધ ગ્રંથોરૂપે વર્ગીકૃત પ્રકાશન પણ થાય તે ઘણું જરૂરી લાગે છે. પ્રા. કંગલેએ તેમના ત્રીજા ભાગમાં આવા અનેક લેખોની નોંધ લઈ તેમની જરૂરી સમાલોચના પણ કરી છે. ઉપરની વિગતો પ્રા. કંગલેના અર્થશાસ્ત્રની સમાલોચના માટેના ત્રીજા ભાગના આધારે આપી છે. એ પછીનાં પ્રકાશનોની નોંધ લઈ શકાઈ નથી. આ પ્રથમ વ્યાખ્યાનમાં જાણી-જોઈને વિષયના મુખ્ય કેન્દ્રને બાજુએ રાખીને હવે પછીનાં બે વ્યાખ્યાનોમાં કહેવાની અનેક રસપ્રદ અને મહત્ત્વની મુખ્ય વાતોનો દઢ અને ઉપકારક પાયો જ નાખ્યો છે. આડકતરી રીતે આમાં હવે પછી કહેવાની વાતોનાં બી પણ ઠેર-ઠેર વવાઈ ગયાં છે. અહીં આપેલો વિસ્તૃત ગ્રંથ-પરિચય હવે પછીની રજૂઆતોમાં ખૂબ ઉપકારક બની રહેશે. વળી આમાં આરંભે, સંસ્કૃત For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અને ભારતીય સંસ્કૃતિ માટે ગાઢ રુચિ ધરાવતા, પણ તેના અધ્યયનની તક ન પામેલા શ્રોતાઓને ખ્યાલમાં રાખીને, એમના હૃદયને આકર્ષવા માટે જીવન અને શાસ્ત્રના અન્યોન્ય-ઉપકારક સંબંધની સમજવા જેવી વાતો મૂકી છે. હવે આપણા મુખ્ય વિષયને જ બરોબર ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. આપ સહુનાં મન આજની દેશની પરિસ્થિતિના અન્વયે પણ આ વિષય અંગે અનેક રીતે ઉત્સુક હશે, તો આપણને સહુને અત્રે હોમેલાં સમય અને શક્તિનો બદલો મળી જશે. 000 ટિપ્પણો વ્યાખ્યાન પહેલું १. अनेकसंशयोच्छेदि परोक्षार्थस्य दर्शकम् । सर्वस्य लोचनं शास्त्रं यस्य नास्त्यन्ध एव सः ॥ २. यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम् । लोचनाभ्यां विहीनस्य दर्पणः किं करिष्यति ।। 3. आर्ष धर्मोपदेशं च वेदशास्त्राविरोधिना । यस्तर्केणानुसंधत्ते स धर्मं वेद नेतरः ॥ - मनुस्मृति' १२.१०६ ४. शास्त्राण्यधीत्यापि भवन्ति मूर्खा यस्तु क्रियावान्पुरुषः स विद्वान् ।। ५. उपदेशो न दातव्यो यादृशे तादृशे जने । पश्य वानरमूर्खेण सुगृही निर्गृही कृता ।। काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमताम् । व्यसनेन च मूर्खाणां निद्रया कलहेन वा ॥ ७. चातुर्वर्ण्य मया सृष्टं गुणकर्मविभागशः । – मगवाता ४.१३ शस्त्राधिकारिणो शास्त्राधिकारिणो न स्युः । -- सोमवसूरित 'नीतिवाक्यामृतम्' दृष्ट्वा विप्रतिपत्तिं बहुधा शास्त्रेषु भाष्यकाराणाम् । स्वयमेव विष्णुगुप्तश्चकार सूत्रं च भाष्यं च ॥ - अर्थशास्त्रम् १५.१.७३ ५छी छे। सो३५ (અર્થ શાસ્ત્રો અંગે ભાષ્યકારોની અનેક પ્રકારની ભૂલો જોઈને વિષ્ણુગુપ્ત જાતે જ સૂત્ર પણ રચ્યાં અને ભાષ્ય પણ રચ્યું.) For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પહેલુંઃ રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ ૫૯ १०. नीतिशास्त्रामृतं श्रीमानर्थशास्त्रमहोदधेः । य उद्दधे नमस्तस्मै विष्णुगुप्ताय वेधसे | - कामन्दकीयनीतिसारः १.६ (અર્થ જે શ્રીમાને અર્થશાસ્ત્રરૂપી મહાસાગરમાંથી નીતિશાસ્ત્રરૂપ અમૃત તારવી આપ્યું, તે વિધાતારૂપ વિષ્ણુગુપ્તને નમસ્કાર.) ११. येन शस्त्रं च शास्त्रं च नन्दराजगता च भूः ।। अमर्षेणोद्धृतान्याशु तेन शास्त्रमिदं कृतम् ॥ - अर्थशास्त्रम् १५.१.७३ १२. उपलशकलमेतद् भेदकं गोमयानां बटुभिरुपहतानां बर्हिषां स्तोम एषः । शरणमपि समिद्भिः शुष्यमाणाभिराभिः विनमितपटलान्तं दृश्यते जीर्णकुड्यम् ॥ - मुद्राराक्षसम् ३.१५ १३. कार्याभियोग एव अस्मानाकुलयति, न पुनरुपाध्यायसहभूः शिष्यजने दुःशीलता। - मुद्राराक्षसम् , प्रथमiमां मार शिष्य साथेन। संवाहमा १४. एका केवलमर्थसाधनविधौ सेनाशतेभ्योऽधिका नन्दोन्मूलनदृष्टवीर्यमहिमा बुद्धिस्तु मा गान्मम ॥ - मुद्राराक्षसम् १.२६B १५. इयमिदानीमाचार्याविष्णुगुप्तेन मौर्यार्थे षड्भिः श्लोकसहस्रैः संक्षिप्ता । - दशकुमारचरितम् , उच्छ्वास ८ १६. तन्त्रावापौ नीतिशास्त्रम् ॥५४|| स्वमण्डलपालनाभियोगस्तंत्रम् ॥५५॥ परमण्डलावाप्त्यभियोगः आवापः ॥५६॥ - सोमदेवसूरिकृतं नीतिवाक्यामृतम् , उद्देशक ३० १७. एवमन्योन्यसञ्चारं षाड्गुण्यं योऽनुपश्यति । स बुद्धिनिगडैर्बद्धैरिष्टं क्रीडति पार्थिवैः ॥ - अर्थशास्त्रम् ७. १८. ४४ १८. एकं हन्यान वा हन्यादिषुः क्षिप्तो धनुष्मता । प्राज्ञेन तु मतिः क्षिप्ता हन्याद् गर्भगतानपि ॥ - अर्थशास्रम् १०. ६. ५१ १८. विघ्नः पुनःपुनरपि प्रतिहन्यमाना न निश्चितार्थाद्विरमन्ति धीराः ॥ - नीतिशतकम् २७B २०. एवं शास्त्रमिदं युक्तमेताभिस्तन्त्रयुक्तिभिः । अवाप्तौ पालने चोक्तं लोकस्यास्य परस्य च ॥ - अर्थशास्त्रम् १५.१.७१ २१. धर्ममर्थं च कामं च प्रवर्तयति पाति च । अधर्मानर्थविद्वेषानिदं शास्त्रं निहन्ति च ॥ - अर्थशास्रम् १५.१.७२ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ૨૨. () શાસ્ત્રના ઉદ્ધાર અંગે જુઓ ઉપર ટિપ્પણ ક્ર.૧૦. (a) ભૂમિના ઉદ્ધાર માટે જુઓ : यस्याभिचारवज्रेण वज्रज्वलनतेजसः । पपातामूलतः श्रीमान् सुपर्वा नन्दपर्वतः ॥ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ कामन्दकीयनीतिसार: १.४ (અર્થ : વજ્રની આગ જેટલા તેજવાળા જે [પુરુષ]ના અભિચારરૂપી અર્થાત્ દાહક મંત્ર-તંત્રાત્મક વિદ્યારૂપી વજ્ર વડે સોહામણો દેખાતો નંદ[વંશ]રૂપી સુંદર અંગોવાળો પર્વત છેક મૂળથી ગબડી પડ્યો...) ૨૩. વિદૃશ્ય પક્ષપ્રતિપક્ષામ્યામર્થાવધારળ નિર્ણય: ॥ - D] ] न्यायदर्शनम्, सूत्र १.१.४१ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ‘દર્શન’-તત્ત્વની ઓળખ મનુષ્યના બાહ્ય (વાચિક, કાયિક) આવિર્ભાવોને સમજવા માટે, એટલે કે મનુષ્યને આંતરપ્રવાહોના અન્વયે બરાબર ઓળખવા માટે તેની સમગ્ર સંકુલ પ્રતિભાનાં ચોક્કસ ઘટકોનું બરાબર વિશ્લેષણ કરવું જરૂરી છે. એ બધાંને બરોબર ઓળખી લેવાથી જ પોતાનો અને સમાજનો સર્વાંગી પરિચય મળે છે, અને એને આધારે જ સર્વાંગી માનવજીવન જીવવાની કળા સર્વદા ટકી રહે છે; વિકસતી પણ રહે છે. આવું એક વિશ્લેષણ આ ગીતાવાક્યમાં મળે છે : શ્રદ્ધામયોઽયં પુરુષ: (૧૭.૩૦) (અર્થ : આ આત્મા શ્રદ્ધાસ્વરૂપ છે). આમ તો મનુષ્ય બૌદ્ધિક પ્રાણી કહેવાય છે. પણ એનો ય પાયો છે તેની આ શ્રદ્ધાળુતા. શ્રદ્ધા તો મંદબુદ્ધિના કે બુદ્ધિહીન ગણાતા મનુષ્યમાં પણ પડેલી હોય છે. શ્રદ્ધારૂપ અવ્યક્ત તત્ત્વમાંથી જ મનુષ્યની પ્રતિભાનાં વ્યક્ત પાસાં આવિર્ભાવ પામ્યાં છે. – વ્યક્તિએ વ્યક્તિએ આ શ્રદ્ધાનું સ્વરૂપ ભિન્ન-ભિન્ન હોય છે – વિશદતા(શુદ્ધતા)ના ભેદે કે વિષયના ભેદે. એ સમજાવતાં કહેવાયું છે : ‘જે જેમાં શ્રદ્ધા ધરાવતો હોય, તે જ તે છે.” સરવાળે માણસનું રૂપાંતર એની શ્રદ્ધાના લક્ષ્ય (વિષય) અનુસાર થાય છે. એ રૂપાંતરની પ્રક્રિયાનો આધાર એની શ્રદ્ધાની તીવ્રતા કે વિશદતા ઉપર અને તેનાથી પરિણમનાર આકારનો આધાર શ્રદ્ધાના વિષય ઉપર રહે છે. તત્ત્વવિદ્યાના અન્વયે પ્રચલિત ‘દર્શન’ શબ્દ ખરેખર તો આ શ્રદ્ધાનો જ પર્યાય છે. અધ્યાત્મનો માર્ગ ચીંધતા એક બહુ જાણીતા ઉપનિષદ્-વાક્યમાં કહેવાયું છે : ‘‘અરે, આત્મા દર્શનયોગ્ય, શ્રવણયોગ્ય, મનનયોગ્ય, નિદિધ્યાસન(સહજ ઉત્કટ ધ્યાન)-યોગ્ય છે.૨” આમાં પણ ‘દર્શન'ને શ્રદ્ધાના પર્યાય તરીકે, સૌથી પાયાની અવસ્થા ગણી હોવાનું સમજાય છે. જાણ્યા પહેલાં જાણવું તે જ દર્શન કે તે જ શ્રદ્ધા ! કોઈ પૂછશે : ‘‘જાણ્યા પહેલાં તે કાંઈ જાણી શકાય ?’’ હા— વિશેષ રૂપે નહિ, પણ સામાન્યરૂપે જાણવાની અહીં વાત છે; ખાસ તો જાણવાના વિષયને પસંદ કરવાની, જે-તે વિષયને નરી અંતઃસ્ફુરણાથી રુચિપૂર્વક ઝંખવાની વાત છે. દર્શન એ આત્માની એક સહજાવસ્થા છે, જ્યારે જ્ઞાન ઇન્દ્રિયાદિથી વસ્તુનું પ્રતિબિંબ ધારણ કરનારી ચલ કે પ્રાસંગિક અવસ્થા છે. જ્ઞાન એ દર્શનનું અંકુરણ, પલ્લવન કે ફલ છે. માણસ તે જ જાણે છે અથવા માણસને તેનું જ જ્ઞાન કરાવી શકાય છે, જેને એ અંતરતમથી પસંદ કરે છે, ઝંખે છે ને નોતરે છે. આત્માને જ્ઞાનધર્મી (જ્ઞ:) તરીકે ઓળખવામાં પણ આત્માની દર્શનશીલતાની જ વાત લાગે છે. આ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ કૌટિલ્ય અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ દર્શનરૂપ પાયો ન ધરાવતું જ્ઞાન જ્ઞાતાનું અંતરંગ (અંતર્ + અંગ – અંદરનું અંગ) કે જ્ઞાતાનો સ્વભાવ બની શકતું નથી. (કોઈ પણ શિક્ષણયોજના પણ આ પાયાની વાત ઉવેખવાથી વિકૃત અને વિફળ બને છે.) આ દર્શનતત્ત્વનું જ આડકતરી રીતે કરાયેલું ગૌરવ ઉપનિષદૂના આ વાક્યમાં પણ મળે છે : “ખરેખર તો આત્મા માટેની આકાંક્ષા પૂરવા જ તે-તે વસ્તુ પ્રિય લાગે છે.” દર્શનને નિર્વિકલ્પક જ્ઞાન કે શુદ્ધ ચૈતન્ય (awareness) તરીકે પણ ઓળખી શકાય. આ વસ્તુસ્થિતિનું જ સુંદર પ્રતિબિંબ જૈન પરંપરાએ ઘંટીઘૂંટીને પુરસ્કારેલી “રત્નત્રયી'માં સમ્યગુદર્શનનો પ્રથમ રત્ન તરીકે સમાવેશ કરવામાં જોવા મળે છે. સમ્યગુ જ્ઞાન અને સમ્યગુ ચારિત્ર – એ બાકીનાં બે રત્નોની પીઠિકા તરીકે સમ્યગુ દર્શન પુરસ્કારાયું છે. જે શ્રદ્ધા કે રુચિ પરમ સત્ય સાથે સુસંબદ્ધ છે તે સમ્યગ્ દર્શન. કાચાં, અધૂરાં, પાંખાં, ભ્રાંતિયુક્ત કે સંશયગ્રસ્ત દર્શનો ખરી પડતાં સાંપડતું પરિપક્વ, સર્વ-અવિરોધ-સાધક, પ્રસન્નતાવર્ધક દર્શન તે સમ્યગું દર્શન. ભારતીય કાવ્યશાસ્ત્રમાં પણ દર્શનનો આગવો મહિમા આમ થયેલો છે : “દર્શન અને વર્ણનના વૈશિસ્ય]ને કારણે લોકમાં કવિ તરીકેની ઓળખાણ સ્થપાય છે” કવિના દર્શનનું ઉચ્ચ માધુર્ય અને સૌંદર્ય જ કાવ્યમાંના વર્ણન થકી એટલે કે શબ્દાર્થરૂપી કાયા થકી મૂર્તિ બને છે. એમાં ભાવકની તન્મયતા સધાવા થકી જ રસાદિની અનુભૂતિ થાય છે. એ ધન્ય અવસ્થામાં અન્ય સાંસારિક વિષયો અંગેની બાધાકારક સંજ્ઞા (સભાનતા) છૂટી જતાં કાવ્ય અપૂર્વ આનંદ (વિમાનિતવેદ્યાન્તરમ્ ગાનન્દ્ર” – મમ્મટનું ‘ાવ્ય-પ્રકાશ' .રની સ્વપજ્ઞ ટીકા) સાધી આપે છે. એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે મનુષ્યમાત્રમાં પડેલો સમ્યગુદર્શનરૂપ સ્વભાવ જન્મમરણવશ અને રાગ-દ્વેષવશ જીવદશામાં મહદ્અંશે ઢંકાયેલો હોય છે. એના પરના આવરણને દૂર કરવા માટે જ પ્રાચીન ભારતે ઢમ (સંયમધામ) સંજ્ઞાથી ઓળખાતા પરિવારગૃહમાં પોષાતા પ્રેમવિધિની અને તેના જ માધ્યમથી પ્રયોજાતા જીવનભરના વિવિધ સંસ્કારવિધિઓની જીવંત રચના કરી છે. નરવો શિક્ષણવિધિ પણ એ સમ્યગદર્શન-વિધાયક સંસ્કારપરંપરાનું જ એક અદકું અંગ બની રહે છે; એ એક પરિવાર કાર્યનું જ વિસ્તરણ છે. “મહાભારત'ના દ્વિતીય પર્વરૂપ સમાપર્વમાંના “શ્વ-અધ્યાય' તરીકે જાણીતા બનેલા પાંચમા અધ્યાયમાં યુધિષ્ઠિર-નારદના નવી ઇન્દ્રપ્રસ્થ નગરીમાં થયેલા મિલન પ્રસંગે ઉચ્ચારાયેલી અનેક મહિમામય ઉક્તિઓ પૈકી નારદની એક ઉક્તિ આમ છે : “કૃત શીલ અને વૃતરૂપી ફળવાળું હોય છે. અહીં “શ્રુત' એટલે મનુષ્ય કાનથી ઝીલેલો ગુરૂપદેશ; અર્થાત્ વિધિસરનું શિક્ષણ. તેમાં કહેલાં, શિક્ષણનાં બે ફળ પૈકીનું શીલ પણ સમ્યગુદર્શનનો જ પર્યાય છે. એવા શીલનું ફળ છે મનુષ્યનું જીવનવ્યાપી વૃત્ત – તેની મન-વચનકાયા થકી મૂર્ત થતી વ્યક્ત જીવનચર્યા. ટૂંકમાં સર્વ ચિંતકોએ દર્શનને વ્યક્તિ અને સમાજની મૂર્ત વર્તનપદ્ધતિના, બલ્ક સમગ્ર સંસ્કૃતિના, અવ્યક્ત પણ ચોક્કસ સ્વરૂપ ધરાવતા વિધાયક પરિબળ તરીકે પ્રમાયું છે. એની વિશદતા કે પરિશુદ્ધિ પર જ સંસ્કૃતિની પરિશુદ્ધિ અને પરિવૃદ્ધિ નિર્ભર (આશ્રિત) છે. એટલે મિથ્યાદર્શનોના દુરિતકારી જાળને પરિહરતું “સમ્યગદર્શન’ જ મનુષ્યને ખપનું છે. સમ્યગદર્શનને “આત્મવત્તા તરીકે પણ ઓળખાવી શકાય. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય 66 આ દૃષ્ટિએ જર્મન તત્ત્વજ્ઞ નિત્શેનું આ મંતવ્ય અત્યંત માર્મિક જણાય છેઃ દર્શન (vision) વગરનું રાષ્ટ્ર નાશ પામે છે.’’ ‘દર્શન’ શબ્દનો ભાષાકીય અર્થવિકાસ જોઈએ. ‘દર્શન'નો મૂળ અર્થ તો છે આંખથી થતું જ્ઞાન. આંખ વિષય પર મંડાતાં બીજા જ્ઞાનની કશી અપેક્ષા રાખ્યા વિના આ ‘દર્શન’રૂપ ઇન્દ્રિય-જ્ઞાન સ્વયંભૂ રીતે પ્રગટે છે. તે પ્રગટ થઈને સામેના વિષય અંગેની પ્રાથમિક જિજ્ઞાસાને પૂર્ણપણે સંતોષે છે. આ જ્ઞાનની વિશદતા (સ્પષ્ટતા) ખાસ ધ્યાન ખેંચે છે. ‘દર્શન’રૂપ ચક્ષુજ્ઞાનની વિશદતાને આધારે ‘દર્શન’ શબ્દનો કોઈ પણ ‘વિશદ જ્ઞાન’ એવો નવો અર્થ પણ ધીરે-ધીરે સ્થિર થયો. કોઈ જ્ઞાનની વિશદતાનો પાકો પુરાવો એ કે એવા જ્ઞાનને આધારે એ વિષય પરત્વેની નિઃશંક ક્રિયા કરી શકાય છે. ૬૩ ‘દર્શન’શબ્દની અર્થવિચારણા કરતાં અનિવાર્યપણે પ્રૌઢ કે શિક્ષિત વ્યક્તિને ઊઠતા આ પ્રશ્નનો પણ ઉત્તર આપવો પડે : ‘‘ભારતીય પરંપરામાં તત્ત્વજ્ઞાનની વિવિધ શાખાઓ ‘દર્શન’ કેમ કહેવાય છે ?' ખરેખર તો તે-તે તત્ત્વજ્ઞાન-શાખાના તાત્ત્વિક સિદ્ધાંતોના સમૂહને ‘દર્શન’ કહે છે. બરોબર વિચારતાં સમજાય છે કે તે સિદ્ધાંતો પોતે પણ દર્શનરૂપ નથી હોતા, પણ તેના આદ્ય દ્રષ્ટા કે દ્રષ્ટાઓના દર્શનના (તેમને પોતાને થયેલા સત્યના સાક્ષાત્કારના) ફળરૂપ હોય છે. આમ જ્યારે સિદ્ધાંતોના સમૂહને ‘દર્શન’ તરીકે ઓળખાવવામાં આવે છે, ત્યારે એ ફળ, પરિણામ કે કાર્યનો તેના કારણ ઉપ૨ (અર્થાત્ તે કારણના ધર્મો ઉપર) આરોપ કરવામાં આવ્યો હોય છે. એવો આરોપ કરવા પાછળનો આશય એ સૂચવવાનો છે કે એ ફલિત સિદ્ધાંતોનું વિધિસરનું અધ્યયન તરત જ કે સરલતાથી દ્રષ્ટાઓના એ મૂળ દર્શનની પ્રતીતિ કરાવે છે. પ્રસિદ્ધ ભારતીય ષટ્-દર્શનો કે અન્ય દર્શનોમાં જોવા મળતું મતવૈવિધ્ય કે મતવૈચિત્ર્ય પણ ‘રુચિના (અર્થાત્ દર્શનના, શીલનાં) વૈચિત્ર્ય (ભિન્નત્વ)'માંથી જન્મે છે તે વાડ઼ પ્રસિદ્ધ સ્તોત્રકાર પુષ્પદંતે પોતાના ‘શિવમહિમ્નઃસ્તોત્ર’માં કરેલી છે.* આવું દર્શન એ એક સ્વયંભૂ અંતઃ-સત્યાનુભૂતિ છે, જેને જે-તે દ્રષ્ટા વિવિધ સિદ્ધાંતોના સમૂહ દ્વારા અભિવ્યક્ત કરે છે, પ્રગટ કરે છે. આમ, કહેવાતાં વિવિધ તાત્ત્વિક દર્શનો સત્યના દર્શન કે સાક્ષાત્કારમાંથી જન્મેલાં મનાયાં હોઈ ‘દર્શન’ સંજ્ઞા પામ્યાં. અહીં ‘અર્થશાસ્ત્ર’ના અન્વયે કૌટિલ્યના જે દર્શનની વાત કરવાની છે, તે આવી કોઈ ચોક્કસ તત્ત્વજ્ઞાન-શાખારૂપ દર્શનની વાત નથી, પણ કૌટિલ્યને હૃદયે વસેલા સમગ્ર જીવનદર્શનના ભાગરૂપ વિવિધ જીવનમૂલ્યો કે શ્રદ્ધાસ્થાનોની વાત છે. અલબત્ત, તત્ત્વજ્ઞાનની અમુક ચોક્કસ શાખાઓ રૂપ દર્શનની વાત પણ તેમાં સમાવેશ પામેલી છે જરૂર. તો આપણે આ વ્યાખ્યાનમાં કૌટિલ્યે રજૂ કરેલા વિવિધ રાજનૈતિક સિદ્ધાંતો કે વ્યવહારો પાછળ આવાં જીવનવિધાયક જે શ્રદ્ધેય મૂલ્યો પ્રેરક બનીને નિયામક પણ બની રહે છે, તે બધાંને બરાબર ઉપસાવવાં છે. એ દ્વારા આજના જિજ્ઞાસુ માટે આ ગ્રંથનું આજને તબક્કે શું મહત્ત્વ છે તે આપોઆપ સ્પષ્ટ થશે. કૌટિલ્ય માત્ર કુટિલ રાજનીતિના પ્રણેતા હોવાની સામાન્ય છાપ ‘અર્થશાસ્ત્ર'નું તટસ્થ અધ્યયન કરનાર માટે કઈ-કઈ રીતે અપ્રસ્તુત બને છે, તે વાત અત્રે લૂંટવી છે. અત્રે રજૂ થતી જીવનમૂલ્યોની વાત જેમની તેમ સ્વીકારી ન લેતાં, શ્રોતા પણ તટસ્થપણે સ્વયં For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' ઃ દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વિચારતો થાય એ અપેક્ષા અત્રે છે. કૌટિલ્યના આ ગ્રંથનું યથાર્થ મૂલ્યાંકન તો બહુમુખી સજ્જતા માગી લે છે. આ વક્તા તો માત્ર પોતાને અધ્યયન-અધ્યાપનમાં જે ચોખ્ખાં પ્રકાશસ્થાનો આમાં દેખાયાં, તેનું ઉલ્લાસભેર કથન જ કરવા માગે છે; કશું કોઈની ગાંઠે બંધાવવા નથી માગતો. સમતોલ મૂલ્યાંકન-શક્તિ ધરાવતી કોઈ પણ વ્યક્તિની દૃષ્ટિએ કૌટિલ્યને સમગ્રપણે વિવાદાસ્પદ વ્યક્તિ ગણવા-કહેવા માટે પૂરતું કારણ નથી; અલબત્ત, તેમણે એક ચોક્કસ પરિસ્થિતિમાં પ્રયોજેલી રાજનીતિ કોઈને વિવાદાસ્પદ લાગે એવું બને. ઉચ્ચ સમદષ્ટિ કેળવાતાં કદાચ એવા સંવેદનનું પણ શમન થઈ શકે. કૌટિલ્ય ખેલેલી એ રાજનીતિને ઉપલક રીતે જોનાર ભણેલા કે અભણ મોટો સમુદાય કૌટિલ્ય માટેના તીવ્ર અણગમામાં રાચતો જરૂર જોવા મળે છે. તે જ રીતે અર્થશાસ્ત્ર'માં શત્રુના ઉચ્છેદ વગેરે માટે અનેક સ્થળે જે ઉપાયો બતાવાયા છે, તે, કે ગ્રંથમાંની અન્ય કેટલીક વિવાદાસ્પદ લાગતી વાતોને આધારે પણ કૌટિલ્યને નિંદનારો વર્ગ ગણનાપાત્ર હશે. પ્રાચીનકાળમાં ય આવું વલણ હોવાના પુરાવા તરીકે બે પ્રસિદ્ધ સાહિત્યિક ઉલ્લેખો અત્રે ધ્યાનમાં લેવા જેવા છે : (૧) એક છે બાણકૃત “કાદંબરી' કથામાં મળતો ઉલ્લેખ, જે કથાના એક પાત્રના મુખમાં મુકાયો હોવા છતાં, તેમાં બાણભટ્ટના અભિપ્રાયનો રણકો પણ સાંભળી શકાય એમ છે. એ ઉક્તિ આવી છે : “જેમને મન, પ્રાય: અતિક્રૂર કહી શકાય એવા ઉપદેશને કારણે “નિર્દય' લાગતું કૌટિલ્યશાસ્ત્ર પ્રમાણરૂપ છે, અભિચારક્રિયામાં ક્રૂરતા દાખવે તેવા સ્વભાવવાળા પુરોહિતો જ ગુરુરૂપ છે... તેવાઓમાં શી યોગ્યતા માનવી ?' (૨) જૈન આગમગ્રંથોમાંના એક “નંદીસૂત્ર'માં મિથ્યાશાસ્ત્રોની ગણના કરતાં આવી એક યાદી મળે છે : ભારત (મહાભારત), રામાયણ, ભીમાસુરીય અને કૌટિલીયમ્. આ અને આવા અન્ય ઉલ્લેખોને અનાદરથી યા ચતુરાઈભર્યા અર્થઘટનથી અવગણી ન શકાય. પણ તેમની ભૂમિકાનો સમતોલ વિચાર જરૂર થઈ શકે. એ તો સ્વીકારવું જ પડશે કે વાસ્તવનિષ્ઠ અને સ્વધર્મપાલક એવા કૌટિલ્યને મન “સારી રીતે આચરાયેલા પરધર્મ' (અર્થાત્ અન્ય પરિસ્થિતિ ધરાવનાર માટે કર્તવ્યરૂપ બની રહેતા કર્મ) કરતાં ગુણરહિત દેખાતો સ્વધર્મ જ કલ્યાણકારક છે.” જેમાં કૌટિલ્યનો ગુણ કોઈ માણસ સામાન્ય રીતે ન સ્વીકારે, પણ છીછરી વિચારશક્તિને કારણે તેમનો દોષ કાઢવા જ અનેકો શૂરા થઈ જાય એવા સહજ કર્તવ્ય સાથે, સંજોગવશાત્ કૌટિલ્યને પનારો પડેલો. જલ્દી કોઈ પીઠ તો થાબડે જ નહિ તેવું કામ (thankless task) તેમને ભાગે આવેલું. પોતાનું રાજકર્મ અને લેખનકાર્ય તેમને માટે નાજુક કર્તવ્યો હતો. પ્રાપ્ત પરિસ્થિતિમાં તો તેમણે તે પોતાની ઉત્તમ સૂઝસમજ પ્રમાણે જ કરેલાં. તેમ છતાં ઉમદા આધ્યાત્મિક-ધાર્મિક મૂલ્યોના તાજા જ પ્રચલનવાળા એ સંક્રમણકાળ(transition period)માં સામાન્ય રીતે ધર્મનિષ્ઠ ગણાતા આળા મનુષ્યોને તે રુચે તેવાં નહોતાં જ – ભલે કૌટિલ્ય માટે પ્રવાહપ્રાપ્ત હોઈ ધર્મરૂપ હોય. ખુદ કૌટિલ્ય પણ, શંબૂકવધ કરતા પ્રબુદ્ધ રામની જેમ પ્રાયઃ અંગત વ્યથા સાથે જ, પ્રયત્નપૂર્વક તટસ્થતા જાળવીને જ તે આચર્યાં હોવાં જોઈએ. પોતાના આ ગ્રંથમાં રાજનીતિનાં ઘોર પાસાંઓના ત્યાગનો ઉઘાડો બોધ આપવા માટે તેમને અપક્વ સમય લાગ્યો હશે. એ દષ્ટિએ વિચારીએ તો ઉપલી બે સમાલોચનાઓ પોતપોતાને સ્થાને For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ઉચિત જ છે. કૌટિલ્યને પણ ઊંડે ઊંડે તો તે ગમે પણ ખરી. સજ્જનો એમની સજ્જનતાને, નવાં સામાજિક-માનવીય પરિમાણો સિદ્ધ થાય તેવી અપૂર્વ કક્ષાએ સુવિકસિત કરીને પરંપરાગત અર્ધજંગલી રાજનીતિને નામશેષ કરી દે તે કૌટિલ્યને પણ અંતરતમથી તો ઇષ્ટ જ લાગે છે. એટલે સિદ્ધ ધર્મપુરુષો કલ્યાણક૨ ધર્મના પ્રસ્થાપન અર્થે પોતાની આવી ટીકા કરે તે કૌટિલ્યને તો અંતરતમથી આવકાર્ય કે ઇષ્ટ જ લાગે. તેઓ તો અર્ધજંગાલિયતવાળા માનવ-સમાજમાં, પોતાનાથી ન ટાળી શકાય તેવા કર્તવ્યમાં, પરિમિત સમય પૂરતા માત્ર નિમિત્તરૂપ જ બન્યા. અહિંસાનું વિધિસર અને અધિકારપૂર્વક ઊંડું ખેડાણ કરનારી જૈન પરંપરા તો કૌટિલ્યના શાસ્ત્રને મિથ્યાશાસ્ત્ર કહે તે સર્વથા ઉચિત, અપેક્ષિત અને માનવજાત માટે આશાની કાંતિ લાવનારું જ ગણી શકાય. અલબત્ત, ‘નંદીસૂત્ર’ની ઉપર્યુક્ત યાદીમાં ‘ભારત’ અને ‘રામાયણ’ પણ સમાવિષ્ટ હોઈ એ અવતરણની અધિકૃતતા કંઈક અંશે સંદેહપાત્ર તો બને જ છે. હવે, સ્નેહ અને સખ્યના પ્રબળ ધા૨ક અને પુરસ્કર્તા એવા બાણભટ્ટ પણ કૌટિલ્યના શાસ્ત્ર માટે અણગમો બતાવે તો તે માટે તેઓ અધિકારી છે, અને તેમ છતાં કૌટિલ્યનો આંતર-મહિમા સમજવાનો માર્ગ, ગીતાપ્રતિપાદિત સમત્વ ધારણ કરીએ, તો ખુલ્લો જ રહે છે. ખરેખર તો, કૌટિલ્ય પોતે પણ આવા ધર્મપુરુષાર્થના પરમ અનુમોદક અને સાધક પણ હતા એ બતાવનારાં ગ્રંથગત અનેક ચોક્કસ પ્રમાણો રજૂ કરીને ઉપર નિર્દેશેલા બુદ્ધિભેદને શમાવવાનો આ બીજા વ્યાખ્યાનરૂપે નમ્ર પ્રયત્ન છે. ત્રીજા વ્યાખ્યાનનો વિષય પણ જુદી રીતે એ જ દિશાનો પ્રયત્ન છે. પ્રસિદ્ધ બાઈબલ-વચનને પ્રમાણીને કોઈ વિશે લૂખો-સૂકો ન્યાય ન તોળતાં, દરેકનું પરિસ્થિતિ-સાપેક્ષ મૂલ્યાંકન કરવાની સહૃદયતા દાખવીએ. જો પશ્ચિમના પ્રાચીન-અર્વાચીન રાજનીતિ-મીમાંસકો પ્લેટો, ઍરિસ્ટોટલ, મૅકિયાવેલી વગેરેના ગ્રંથસ્થ વિચારોનું તટસ્થ અધ્યયન કરીએ તો તેની તુલનામાં ભારતની દીર્ઘકાલીન સ્થાયી સાંસ્કૃતિક ભૂમિકાનું પીઠબળ પામેલા કૌટિલ્યનાં જીવન, ચિંતન અને નેતૃત્વ વ્યક્તિ અને સમાજનાં કસાયેલાં જીવનમૂલ્યો સાથે સુસંકલિત અને બેજવાબદાર બાંધછોડ વગરનાં જરૂર જણાઈ આવશે. તેમનામાં સાધનશુદ્ધિની સભાનતા રાજનીતિ-ક્ષેત્રે પણ દેશકાળની મર્યાદામાં-જરૂર જોવા મળે છે. આપણે હવે પછી અનેક મુદ્દાઓ દ્વારા એ જોઈશું કે તેમણે પરંપરાપ્રાપ્ત રાજનૈતિક વિચારઆચારને વધુ માનવીય બનાવવાનું મનીષી-કાર્ય જરૂર કર્યું છે. ૬૫ - અહીં ‘ઈશાવાસ્ય’-ઉપનિષદ્દ્ન અત્યંત મહત્ત્વનું સર્વગ્રાહી માર્ગદર્શન સંભારવું ખૂબ ઉપકારક બની રહેશે. તેમાંનો નવમો મંત્ર છે : જેઓ અવિદ્યાને ઉપાસે છે, તેઓ ગાઢ અંધારામાં પ્રવેશે છે. પણ જેઓ વિદ્યામાં જ રચ્યાપચ્યા રહે છે, તે તો જાણે તેનાથી પણ વધુ ગાઢ અંધારામાં પ્રવેશે છે.૧૦” પછી અગિયારમા મંત્રમાં કહે છે : જે વિદ્યા અને અવિઘા એ બંનેની જોડીને એકસાથે ઓળખે છે, તે અવિદ્યાથી મૃત્યુને તરીને વિદ્યાથી અમૃત પામે છે.૧૧૪ કૌટિલ્યનાં જીવન અને વિચારજાળને સમજવા માટેનો સાચો માપદંડ અહીં મળે છે. વાસ્તવવાદ અને પરમાર્થવાદ (આદર્શવાદ) એ બે ય છેડા એકાંગી છે. બંનેનો સમન્વય સમગ્રદર્શી ધીરતાથી કરવો For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય અર્થશાસ્ત્ર': દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ એ જ મનુષ્યનું ખરું કર્તવ્ય છે. “પરમાત્મા માયાથી સર્વ ભૂતોને જગત-ચાકડે ચઢાવીને ભમાવે છે૧૨” એમ ગીતા કહે છે. એ જગત-પ્રપંચને પાર જવા માટે તેનાથી દૂર ભાગવામાં મહા-અજ્ઞાન છે. તેને સ્વીકારીને, અવિદ્યાથી એટલે કે “આવ્યા તેવા દેવાશે'ની કે “જેવા સાથે તેવા’ની સાંસારિક રીતિને પણ અલિપ્તભાવે અપનાવીને, હૈયે પરમાર્થની જયોતિને પણ જલતી રાખીને, મૃત્યુથી ભરેલો, જયપરાજયાદિ વંદ્વોથી ભરેલો સંસાર તરી જવાનો છે. સંસાર એને સ્થાને સત્ છે, પરમાર્થ એને સ્થાને સત્ છે. સંસાર એ પરમાત્માની લીલા (રમત,ક્રીડા) હોઈ એને ખેલદિલીથી સ્વીકારવાથી જ પરમાર્થનો સાચો માર્ગ મળે છે. કૌટિલ્ય શ્રોત્રિય બ્રાહ્મણ હતા, વૈદિક કર્મકાંડ સહિતની વેદવિદ્યાના ઉપાસક હતા. તેથી ઉપનિષદુ-વિદ્યાના જ્ઞાતા પણ અવશ્ય હોવા ઘટે. તેમણે દર્શનવિદ્યા, ભગવદ્ગીતા ઇત્યાદિનું પણ જીવનલક્ષી ગાઢ સેવન કર્યાની છાપ અર્થશાસ્ત્રમાં ઠેર-ઠેર ઊપસતી રહે છે. આપણે પ્રથમ વ્યાખ્યાનમાં જોયેલું તેમ, આ સુશિક્ષણને વફાદાર રહીને જ, કૌટિલ્ય ગીતાપ્રોક્ત “લોકસંગ્રહ'-અર્થે જ અભિચારવિદ્યા અને પરંપરામાન્ય રાજનૈતિક કાર્યકલાપને ખંતથી અપનાવીને ન્યાયી રાજ્યપરિવર્તન સાધેલું, અને એને માટે જરૂરી ઉત્તર-કાર્ય પણ અપ્રમાદથી પાર પાડેલું. અધ્યાત્મનો દંભ અને સાચું અધ્યાત્મ એ બે પરસ્પર વિપરીત છેડા છે. પગ તળેની ભોંય પ્રત્યેની વફાદારી અદા કરવા પૂરતું જ એમણે રાજપુરુષપદ અપનાવ્યું, અને એ અવિદ્યામાર્ગ સમુચિત પ્રકારે છોડવાનું પણ પરિપક્વ ક્ષણે અવશ્ય કર્યું. એમના આ ગ્રંથમાં અત્યલ્ય ભાગ રોકતાં, પણ એમનાં દર્શનને અને અંતરંગને વ્યક્ત કરતાં જે વચનો, ખંડો ગ્રંથમાં વેરાયેલાં પડેલાં છે, તે જ અહીં આપણા ચિંતનનો વિષય છે; કારણ કે તે, ગ્રંથની સામગ્રીને મૂલવવાની ચાવીરૂપ છે, ગ્રંથના હાર્દરૂપ છે. ઉપનિષદૂના એક પ્રસિદ્ધ વચન : “કોઈની માત્ર વાણીની વિશેષ મીમાંસા ન કરતાં, તેના મૂળ વક્તા બાબત – તેના તાત્પર્ય અને અંતરંગ બાબત – વિશેષ જિજ્ઞાસા દાખવીએ૧૩ મુજબ આપણે અહીં વર્તી રહ્યાં છીએ. આ વક્તા પણ હજી કૌટિલ્યના અંતરંગની આ વાતો જ ઘૂંટી રહ્યો છે, તેમાં રમી રહ્યો છે. એમાં નિરૂપાયેલી અટપટી રાજનીતિ, ગ્રંથમાંની અનેક અટપટી શાસ્ત્રીય કે હુન્નરવિષયક વિગતો કે એ બધાં સાથે સંકળાયેલી સંકુલ દક્ષતાઓ બાબતે આ વક્તા હજી સાવ બિનજાણકાર છે, ગભરૂ છે. આપણે તો માત્ર નિર્મળ શ્રદ્ધાઓથી અહીં નાવ હંકારવાનું છે. તેથી ગ્રંથમાં વર્ણવેલી રાજનીતિ માટે પણ સૂગ ત્યજી એકંદર આદર જાળવવાનો છે. સ્વદેશ-વિદેશ માટેની રાજનીતિની, યુદ્ધાદિ રાષ્ટ્રરક્ષાવિદ્યાની, નગર કે કિલ્લાઓની નિર્માણવિદ્યાઓની – એમ વિવિધ વિષયોની, ભિન્ન-ભિન્ન દેશ-કાળના ઉચ્ચાવચ વિશેષજ્ઞો રસથી મૂલવી શકે, સંમત થઈ શકે એવી ઘણી સામગ્રી આ ગ્રંથમાં પડેલી જણાય છે. આપણે તો એની મહત્ત્વની પૂર્વભૂમિકારૂપ, એના મહાદ્વારરૂપ એવું એમનું સ્થાયી મૂલ્યજગત્ જબરાબર જાણીશું, સમજીશું, માણીશું. આ વ્યાખ્યાનના શીર્ષકમાંનો દાર્શનિક’ શબ્દ એના વ્યાપક, અને સામાન્ય મનુષ્ય માટે વધુ પ્રસ્તુત એવાં જીવનમૂલ્યોના સંદર્ભમાં વાપર્યો છે એ વાત બરાબર યાદ રાખીએ. નાનો-મોટો દરેક મનુષ્ય પોતે પારિવારિક, સામાજિક, શૈક્ષણિક સંસ્કારોથી પોતાના વ્યક્તિત્વમાં વણી લીધેલાં આવાં ચોક્કસ જીવન-મૂલ્યોથી જ જીવનની બધી આસમાની-સુલતાનીમાં સાચા સાફલ્યદાયી માર્ગનો નિર્ણય પ્રાયઃ આપબળે કરી શકે છે. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૬૭ ગ્રંથમાંનાં ચોક્કસ આધારસ્થાનો પરથી કૌટિલ્યને અભિમત આવાં સ્પષ્ટ દાર્શનિક મૂલ્યો એક પછી એક જોઈએ અને એ બધાંથી આપણાં પોતપોતાનાં જીવનોને પણ સમૃદ્ધ કરીએ. (૧) અનન્ય બુદ્ધિનિષ્ઠા ભગવદ્ગીતાએ બુદ્ધિનિષ્ઠા સંબંધી આખી ભારતીય પરંપરાનો સારસંગ્રહ પોતાની રીતે કર્યો છે. કૌટિલ્ય એમાંથી ભરપૂર પ્રેરણા ઝીલી છે. ગીતા ૨.૪૬Bમાં આ અંગેનું એક કાયમ રવાયોગ્ય મહાવાક્ય છે : યુદ્ધ શરામવિંછ પI: હેતવ: (““બુદ્ધિમાં શરણ શોધ, ફળ અર્થાત્ પરિણામ પાછળ પડેલાઓ તો લોભિયા કે મુંજી છે'). આની આગલી પંક્તિમાં કહ્યું છે: “બુદ્ધિયોગ કરતાં કર્મ ઘણી જ નીચી પાયરીએ છે.” આ “બુદ્ધિ તે સર્વદર્શી, સત્યદર્શી જ્ઞાનશક્તિનો પર્યાય છે. આ જ્ઞાનશક્તિને ઇન્દ્રિય દ્વારા મન અને બુદ્ધિમાં પ્રવેશીને બેસી ગયેલો કામક્રોધરૂપ દોષ ઢાંકી દે છે એમ પણ ગીતાના ત્રીજા અધ્યાયના છેડે આવેલી કામમીમાંસામાં કહેવાયું છે. બુદ્ધિને વિશુદ્ધ રાખવા પ્રથમ ઇન્દ્રિયોને, પછી મનને નિયમબદ્ધ અને કામદોષરહિત કરવાનાં છે. આવો સંયમ સાધનાર “યુક્ત” (યોગવાળો, સત્ય સાથે જોડાણ ધરાવનાર) કહેવાય તેવા યુક્તને જ બુદ્ધિ એટલે કે પ્રજ્ઞા કે પૂર્ણ જ્ઞાનશક્તિ હોઈ શકે, અને જ્ઞાનને આત્મસાત્ કરવારૂપ “ભાવના' પણ તેવા સાધકને જ સંભવે. આવી બુદ્ધિ સાથે નિત્યનો યોગ (જોડાણ) જ “બુદ્ધિયોગ” કહેવાય. બુદ્ધિસંબંધી અત્રે જાણવા-સમજવા યોગ્ય એક અન્ય વાત પણ ગીતામાં સરસ રીતે કહેવાઈ છે : “બુદ્ધિયુક્ત વ્યક્તિ સુકૃત અને દુષ્કૃત (પુણ્ય અને પાપ) બંનેને (એટલે કે બંને વચ્ચેના ભેદભાવને અને બંને વિષેની પોતાની આસક્તિને) છોડે છે. ૧૪ જે એ બંને બાબત નિરાગ્રહી અને સમચિત્ત બને છે, તેને નિર્ભેળ અને પરિપૂર્ણ એવા સત્યનો સાક્ષાત્કાર સરળ બને છે. અંગ્રેજીમાં પણ આને મળતા ત્રણ શબ્દો છે : moral (નીતિમાનું, પુણ્યવાનું), immoral (અનીતિમાનું, પાપી) અને a-moral (નીતિ-અનીતિ અંગેના ભેદભાવથી પર, અતિનૈતિક). કૌટિલ્યને સમજવા આ માપદંડ પણ ઘણો ખપનો છે. પાપ-પુણ્યભેદ સાધનાના આરંભે ખપનો છે, પરંતુ ઉચ્ચતર સાધનામાં અને પરમ સત્યનો સાક્ષાત્કાર અને અંગીકાર કરવામાં એ બાધક જ છે. સામાન્ય માણસે પાપ-પુણ્યનો ભેદ છોડી દેવાનો નથી એ જેટલું સાચું છે, તેટલી જ સાચી, ઉચ્ચતર આરોહણ માટે એ અંગેનું અનાગ્રહીપણું કેળવવાની જરૂરિયાત પણ છે. પાપીના પાપને શમાવવા માટે કે પ્રજાનું સમત્વપૂર્ણ શાસન કરવા માટે તેમ જ ધાર્મિક કટ્ટરતાથી શાસક અને શાસનને મુક્ત રાખવા માટે આ સમતોલ વલણ ખપનું છે. બુદ્ધિ અંગે અત્રે સમજવા જેવી છેલ્લી સૂક્ષ્મ છતાં ખૂબ મહત્ત્વની વાત છે બુદ્ધિની ચોખ્ખી મર્યાદા સમજવી તે. માનવ-વ્યક્તિત્વમાં ઇંદ્રિયો ખૂબ ખપની છે. ઇન્દ્રિયોનું નિયમન કરનાર અને તેની કાર્યપૂર્તિ કરનાર છે મન. વળી મનનાં સંકલ્પ-વિકલ્પો કે સંવેદનોનું વ્યવસ્થાપન અને For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ નિયમન કરે છે બુદ્ધિ. આ બુદ્ધિનું પણ નિયમન કરે છે તે' (એટલે કે પરમાત્મા, ઈશ્વર).૧૫ આનો અર્થ એ પણ ખરો કે ઈશ્વર બુદ્ધિને પેલે પાર છે. એ સર્વને જાણી શકે છે, પણ એને બુદ્ધિ વગેરે સાધનો જાણી શકતાં નથી. તેમ છતાં બુદ્ધિ સહિતનાં સર્વ સાંસારિક સાધનો હોમવા થકી (માનવપ્રતિભાનાં લૌકિક તત્ત્વો હોમવા થકી – પુરુષને હોમવા થકી) ઈશ્વરરૂપ થવાય છે જરૂર! બુદ્ધિથી પણ ઉપર ઊઠવાની વાત ઉપનિષદોમાં ખૂબ ઘૂંટાઈને ગીતામાં આવી છે. આનો અર્થ : બુદ્ધિનિષ્ઠ થવું, પણ બુદ્ધિ-માત્ર-વાદી ન થવું. “અર્થશાસ્ત્રને ધ્યાનથી અવલોકતાં અનેક સ્થાને સીધી કે આડકતરી રીતે બુદ્ધિમહિમાની વાત ઘૂંટાઈ છે. આ વાત કવિ વિશાખદત્તે પણ બરાબર પારખી હોઈને, આપણે આગલા વ્યાખ્યાનમાં કૌટિલ્યની પ્રતિભા અંગે મુદ્રાક્ષસ નાટકમાંની કૌટિલ્યની આ ઉક્તિ જોયેલી તે ફરી સ્મરીએ : “બધું જજો, પણ મારી બુદ્ધિ મા જજો.” (જુઓ પ્રથમ વ્યાખ્યાન ટિ. ક. ૧૪.) . . ઉપર બુદ્ધિતત્ત્વ વિષે ગીતાની જે સમાલોચના જોઈ એમાંનાં સર્વ પાસાં અલગ-અલગ ઊપસતાં હોય તેવાં આ ગ્રંથમાંનાં સ્થાનો જોઈએ : રાજાની કે રાજ્યની ત્રિવિધ શક્તિ આ પ્રકારે બતાવાઈ છે : મંત્રશક્તિ, પ્રભુશક્તિ, ઉત્સાહશક્તિ. આ શક્તિઓનું તારતમ્ય (ઉચ્ચાવચતા) બતાવતાં કૌટિલ્ય સ્પષ્ટપણે મન્નશક્તિને એટલે કે બુદ્ધિશક્તિને મંત્રણાશક્તિને) શ્રેષ્ઠ ગણી છે. ૧૬ આનો અર્થ એ કે કોઈ રાજયતંત્ર કે રાષ્ટ્ર માટે રાષ્ટ્રજીવન અને સુશાસન અંગેની તટસ્થ, પૂર્વગ્રહમુક્ત, સર્વાગી સમજણ કોઈ પણ સફળ કામગીરી અને સિદ્ધિ માટેનો મજબૂત અને અનિવાર્ય પાયો છે. જ્ઞાન વગરની સાધનસંપન્નતા (પ્રભુશક્તિ) કે પ્રાણશક્તિ (ઉત્સાહશક્તિ) પુષ્કળ વેડફાટમાં અને નિષ્ફળતામાં – ક્યારેક મહાવિનાશમાં – પરિણમે. મંત્રશક્તિ બાકીની બે શક્તિઓને ગાણિતિક ચોકસાઈ દ્વારા અને તેમના નિયમનયુક્ત પ્રવર્તન કે વ્યાપાર દ્વારા અભીષ્ટ સાફલ્ય તરફ દોરી શકે. મંત્રશક્તિના સફળ વ્યાપાર માટે રાજયતંત્રના, પડોશી રાષ્ટ્રોના અને પ્રજાજીવનના સર્વ ગુપ્ત પ્રવાહો સહિતની બધી તલસ્પર્શી અને આધારભૂત આવશ્યક માહિતી સતત મળતી રહે તે માટે જ અત્યંત સંકુલ, વિશાળ, સર્વવ્યાપ્ત, ચુનંદા અને વફાદાર એવા ગુપ્તચરતંત્રને કૌટિલ્ય ગ્રંથમાં સર્વત્ર ખૂબ મહત્ત્વ આપ્યું છે. રાજાની દિનચર્યામાં પણ દોઢ-દોઢ કલાકના ત્રણ અલગ-અલગ દૈનિક વિભાગોમાં ગુપ્તચરો સાથેની રાજાની અલગ-અલગ સ્વરૂપની મુલાકાતની યોજના સૂચવાઈ છે. અહીં એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે બુદ્ધિશક્તિને માત્ર રાજયના સાંકડા સ્વાર્થો (અર્થસંચયાદિ) માટે કે શત્રુવિનાશ માટે જ પ્રયોજવાની નથી, પણ સમગ્ર રાષ્ટ્રમાં આર્થિકસામાજિક ન્યાયસ્થાપના માટે, સર્વ પ્રજાઓના પ્રવૃત્તિ સ્વાતંત્ર્યને સતત નભાવે તેવા દુષ્ટનિગ્રહ માટે પણ પ્રયોજવાની છે. એ માટે ખૂબ વિશાળ સત્તાક્ષેત્ર અને ભારે મોટી જવાબદારી ધરાવતા સમાહર્તા' (‘કલેક્ટર') નામના એક ઉચ્ચતમ અધિકારીની જોગવાઈ પણ રાજયતંત્રમાં કરવામાં For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૬૯ આવી છે. તે નિમિત્તે પ્રજાહિતકર શ્રેષ્ઠ બુદ્ધિવ્યાપાર કામે લગાડાય છે – જેની વાત વિગતે ત્રીજા વ્યાખ્યાનમાં કરવામાં આવશે. અયુક્તને (અસંયમીને) બુદ્ધિ ન હોય” એ ગીતાવચનનો ચોખ્ખો પડઘો ગ્રંથના અધ્યાય ૨.૬માંના ઇન્દ્રિય-જય-પ્રકરણના પ્રથમ વાક્યમાંના વિદ્યાવિહેતુ: દ્રિયન: એ અંશમાં પડે છે. આ અંશનું સાચું અર્થઘટન કરતાં ‘‘વિદ્યા-વિનયનું (વિદ્યાને ઝીલવાનું, પચાવવાનું) કારણ ઇન્દ્રિયજય છે” એવો અર્થ મળે છે. સંયમીને જ વિદ્યાની ભૂખ લાગે ને તેને જ વિદ્યા પચે – એવો બેવડો અર્થ અહીં કાઢવો યોગ્ય છે. યાદ રહે : આ વાત ખુદ રાજાની જીવનચર્યાના સંદર્ભે કરાઈ છે. ધર્મ પણ બુદ્ધિગ્રાહ્ય હોય છે એવો “મનુસ્મૃતિ'નો ચોખ્ખો-અભિપ્રાય પ્રથમ વ્યાખ્યાનમાં ઉલ્લેખ્યો છે. આમાંથી જ ફલિત થાય છે ધાર્મિક અંધશ્રદ્ધાનો નિષેધ. ધર્મ બુદ્ધિગ્રાહ્ય હોવા ઉપરાંત શ્રદ્ધાગ્રાહ્ય કે ધ્યાનગ્રાહ્ય પણ ખરો. પણ એમાંની શ્રદ્ધા બુદ્ધિની અવિરોધી હોય; અંધશ્રદ્ધા ન હોય. અર્થશાસ્ત્ર'માં આડકતરી રીતે આવી અંધશ્રદ્ધા પ્રત્યેનો અણગમો ઘૂંટાઈને વ્યક્ત થયો છે. લોકોની વ્યાપક અને બહુવિધ ધાર્મિક અંધશ્રદ્ધાઓના જ્ઞાનનો ઉપયોગ, રાજ્યનાં તંત્રો પૈકીના ગુપ્તચરતંત્રમાં ગુપ્તચરોએ સજવાના વેષો માટે, ખાલી ખજાનો ભરવાની વિવિધ લૌકિક યુક્તિઓ માટે, શત્રુરાજાનાં કે અન્ય મોકાના અધિકારીઓનાં વધ કે બંધન માટે – આમ વિવિધ રીતે વ્યાપકપણે કરવાની ભલામણ કરાઈ છે. આના પાયામાં છે અંધશ્રદ્ધાળુઓને, આવશ્યક રાજનૈતિક કે વહીવટી હેતુઓ માટે, કશા ખટકા વિના ઉલ્લુ બનાવવાની વાત. ધાર્મિક અંધશ્રદ્ધાઓ એ કાંઈ સાચો ધર્મ નથી; મનોવિકૃતિ જ છે – એવી ચૂંટાયેલી સમજને કારણે જ તેનો આવો ધીટ (bold) ઉપયોગ કરવાની કલ્પનાશીલતા આખા ગ્રંથમાં જુદા-જુદા આકારે પુરસ્કારાતી જોવા મળે છે. અલબત્ત, સાચી ધાર્મિકતાને દંડવા-ઉચ્છેદવાની વાત તો ઠીક, એનો સ્ટેજ પણ અનાદર કરવાની વાત પણ ગ્રંથમાં ક્યાંય નથી. આ સમગ્ર વલણ નિર્મળ બુદ્ધિનિષ્ઠાને જ પ્રતિબિંબિત કરે છે. “જેની બુદ્ધિ, તેનું બળ” (દ્ધિાર્થ વ« તો એવા ધિંગા શાણપણના વિપુલ ઉપયોગ પર જ રાજયતંત્ર અને તેના થકી પ્રજાજીવન જયવંતુ રહે છે. વ્યાપક સંયમ આ જયદાયી બુદ્ધિમત્તાને નિત્ય બળવત્તર કરે છે તે ન ભુલાય. બુદ્ધિનિષ્ઠા એ અહીં એકાંતિક બુદ્ધિવાદ નથી એ વાત પણ ગ્રંથમાં યોગ્ય રીતે ઘૂંટાઈ છે. એટલે કૌટિલ્ય rational (બુદ્ધિ-પ્રયોજક) છે, પણ rationalist (એકાંતિક બુદ્ધિવાદી) નથી એમ ચોક્કસ કહી શકાય. અંગ્રેજી શબ્દો પૈકીના બધા ist-પ્રત્યયાત શબ્દો, એકાંતિક દાવાના યોગમાં, “અનિષ્ટ'રૂપ જ છે ! આ વાત સરસ રીતે ફલિત થાય છે રાજા કે રાજપુરુષો માટે આવશ્યક મુખ્ય વિદ્યાઓની ચર્ચામાં. તેવી વિદ્યાઓમાં દંડનીતિ (રાજનીતિ), વાર્તા (નિર્વાહવિદ્યા) અને ત્રયી (વેદવિદ્યા) ઉપરાંત આન્વીક્ષિકી (દર્શનવિદ્યા) પણ જરૂરી છે એવો અભિનવ મત કૌટિલ્ય જ પહેલવહેલો રજૂ કર્યો એ વાત એ ચર્ચામાંથી ફલિત થાય છે. એ દર્શનવિદ્યા મનુષ્યને અંતર્મુખ, ધ્યાનપરાયણ, ધીર અને આધ્યાત્મિક અર્થમાં નમ્ર બનાવે છે. આગળ આ વાત વધુ ચર્ચીશું. પણ કૌટિલ્ય બુદ્ધિને પણ પેલે પાર જવામાં દઢપણે માનતા હતા તે વાત અહીં દીવા જેવી સ્પષ્ટ દેખાય છે. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ SO કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ એક બીજી વિગત જોઈએ. રાજ્યનાં સાત અંગો કે ઘટકો(સાત પ્રકૃતિઓ)નો ચોક્કસ પાસ્પરિક અગ્રતાક્રમ, કૌટિલ્ય વિસ્તૃત વિવાદપ્રધાન ચર્ચા દ્વારા ચીંધી બતાવ્યો છે. તે મુજબ સૌથી મહત્ત્વનું પ્રથમ અંગ છે રાજા અને બીજા ક્રમે આવે છે મંત્રી. રાજ્યતંત્રની દૃષ્ટિએ “મંત્રી ચઢે, કે રાજા ?' એવા પ્રશ્નની તેજસ્વી ચર્ચા દ્વારા કૌટિલ્ય રાજાના અનન્ય મહિમાની વાત બુદ્ધિપૂત સહૃદયો આગળ સંક્ષેપમાં પણ સમગ્ર રીતે મૂકી છે (જુઓ અર્થશાસ્ત્રમ્ ૮.૨.૨૨-૨૮). આમાં પ્રસ્તુત વાત એ છે કે કૌટિલ્ય બુદ્ધિનિષ્ઠ હોવા છતાં એમણે રાજ્યાંગોના અગ્રતાક્રમમાં મંત્રીને પ્રથમ ન મૂકતાં રાજાને પ્રથમ મૂક્યા છે; અલબત્ત, મંત્રીને તરત બીજા ક્રમે તો મૂક્યા જ છે. આનું મૂળ કારણ છે રાજાની સર્વાગી પ્રતિભા બાબત કૌટિલ્ય રજૂ કરેલી સુઘટિત વિચારણા. એકંદરે રાજામાં બુદ્ધિગુણો હૃદયગુણોથી રસાયેલા અને તેનાથી જ સમુન્નતિ પામેલા હોય છે. તેથી રાજા બાકીનાં રાજયાંગોને જોડનારું અને એકરસ રાખનારું ખૂબ મહત્ત્વનું પરિબળ બની રહે છે. આના પડઘારૂપે જ પેલું જાણીતું શ્રદ્ધાવાક્ય પ્રાચીન કાળથી વહેતું થયું : “ના જાતસ્ય ફાર” (““રાજા જમાનાને ઘડનારું પરિબળ છે”). આપણી પ્રસ્તુત આધ્યાત્મિક ચર્ચાના અન્વયે કહી શકાય કે રાજા બુદ્ધિસંચાલિત રાષ્ટ્રને પણ ઈશ-વ્યાપ્યું (શાવસ્થ) રાષ્ટ્ર બનાવવાની સુપ્ત ક્ષમતા ધરાવે છે. આજના અમેરિકાના મુખ્ય રાજકીય ક્લેવરરૂપ “કોંગ્રેસમાં પણ નવા પ્રમુખના પદગ્રહણસમારંભ વખતે ઈશને (‘ગૉડને') ભાવથી સ્તવવામાં આવે છે. કર્થશાસ્ત્ર-અ૦૬.રમાં રાજયની “સાત પ્રકૃતિ પૈકીની દરેકના ગુણોની ગણનાના પ્રસંગે રાજાના ગુણોની સૌથી વધુ વિસ્તૃત વાત થઈ છે. તેમાં રાજાના ગુણો કુલ ૪૭ વિશેષણો દ્વારા વર્ણવાયા છે. તે ચાર વિભાગ દ્વારા કહેવાયા છે. તે પૈકીનો એક વિભાગ છે : માત્મસંપન્ (અહંભાવથી મુક્ત એવા આત્મગુણો). ૪૭માંથી ર૩ એટલે કે લગભગ અર્ધી વિશેષણો આ વિભાગમાં મૂક્યાં છે તે હકીકત ઘણું કહી જાય છે. રાજનીતિના ગ્રંથમાં પણ આવી ચર્ચા આવે તે ભારતવર્ષની કપરી (-પરા અર્થાત્ શ્રેષ્ઠ કરતાં ઊતરતી) વિદ્યાઓના પરી (શ્રેષ્ઠ) એવી અધ્યાત્મવિદ્યા સાથેના ગાઢ અનુસંધાન કે સખને જ આભારી છે. આ સમગ્ર ચર્ચાનો ઉપયોગી સાર એ છે કે મનુષ્ય પોતાનાં ઇન્દ્રિયો અને મનને સંયમ દ્વારા ઉત્તમ કૌશલવાળાં કરીને તે થકી ઉત્તમ બુદ્ધિનું નિર્માણ કરવું અને તે બુદ્ધિને પણ નિત્ય ઈશ્વરાર્પણ કરીને પ્રયોજવી. વિનીત બુદ્ધિનું ફળ છે સર્વ-ઉદય. આ ચર્ચાના પૂરક એવા પછીના મુદ્દામાં પ્રવેશીએ. (૨) કેળવણી-વિચાર જુદી-જુદી રીતે કેળવણી” અર્થ જ સૂચવતા આ ત્રણ શબ્દો સંસ્કૃતમાં છે વિનયન, ૩પનયન, શિક્ષા. અહીં નયનનો અર્થ (ની ધાતુ પરથી) “દોરવણી” કે “લઈ જવાની ક્રિયા' એવો સમજવાનો છે. વિ-નયન એટલે વિશિષ્ટ દોરવણી અને ૩૫-નયન એટલે શિષ્યને ગુરુ પાસે લઈ જવાની ક્રિયા; For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૭૧ વધુ વ્યાપક અર્થ કરીએ તો સમજદાર બાળકને સત્ય-શિવ-સુંદર પાસે લઈ જવાની ક્રિયા. વિનયનનો પણ વ્યાપક અર્થ કરીએ તો વ્યક્તિને દેહ-દશામાંથી આત્મ-દશામાં લઈ જવી યા અન્નમય કોશથી આનંદમય કોશ સુધીની યાત્રા કરાવવી. મૂળ રે ધાતુના ઇચ્છાદર્શક રૂપ શિક્ષાનો મૂળ અર્થ છે ચેતનાને શક્તિમાન્ કરવાની ઉત્કટ ઇચ્છા અને તજજન્ય પ્રયત્ન. હમણાં જ આગલા મુદ્દામાં ‘ઇન્દ્રિય-જય તે વિદ્યા આત્મસાત થવા માટેનું કારણ છે' એવો કૌટિલ્યનો મત જોયો. આ વાત બરાબર સમજાય તે માટે કૌટિલ્ય એ અધ્યાય ૨.૬માં જ ઇન્દ્રિયજયની ત્રણ વૈકલ્પિક સરળ વ્યવહારુ વ્યાખ્યા કે કસોટીઓ બતાવી છે. “ઇન્દ્રિય-જય'નો શબ્દાર્થ તો થાય પોતાની ઇન્દ્રિયો પરનો વ્યક્તિનો કાબૂ. ઇન્દ્રિયો પોતાની આજ્ઞાને અધીન થઈને વર્તે અને પોતાના જીવનરથને ખાડે ન નાંખે તે ઇન્દ્રિય-જય. અહીં મનને પણ એક આંતરિક ઇન્દ્રિય (મંત:ક્ટર) જ સમજવાની છે, જે બાહ્ય ઇન્દ્રિયોના જ્ઞાનનું સંકલન અને વહન પણ કરે છે. આ બધી ઇન્દ્રિયોનો જય તેમના ઉપયોગને અટકાવવામાં સમાતો નથી, પણ પૂર્ણ નિયમનપૂર્વક તેમનો ઉપયોગ કરવામાં સમાયો છે. હવે કૌટિલ્ય આપેલી એ ત્રણ વૈકલ્પિક વ્યાખ્યાઓ કે કસોટીઓ જોઈએ : (૧) મનુષ્યના જે છ આંતરિક શત્રુઓ (પ રિપત્ર:), રૂપે કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષરૂપ ચિત્તદોષો ગણાવ્યા છે, તેમનો ત્યાગ ઇન્દ્રિયજયરૂપ છે યા ઇન્દ્રિય-જય સધાયાના પુરાવારૂપ છે. (૨) ચક્ષુ વગેરે પાંચ ઇન્દ્રિયો તથા મન એ સર્વ ઇન્દ્રિયોનું પોત-પોતાના વિષયોમાં વિવેકી પ્રવર્તન તે ઇન્દ્રિયજય. પોતાનો અવિવેક વિસ્તરે તેવા અનુચિત વિષય-સંપર્કનો આમાં નિષેધ સૂચવાય છે. કોઈ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરાયેલા વિષય પાછળ મનને દોડવા દેવાય ત્યાં ઇન્દ્રિય વ્યક્તિનો સ્વામી બની તે જીવને અનેક અનર્થોમાં નાખે છે – આવી વાત ભગવદ્ગીતામાં પણ જોવા મળે છે (૨.૬૭). (૩) શાસ્ત્રોના અર્થનો (ઉચ્ચ ઉપદેશનો) અમલ તે ઇન્દ્રિયજય૭ આ વાત ક્યાં શાસ્ત્રોના અન્વયે સમજવી તેનો ફોડ પડાયો નથી તે એક ગૂંચવતી બાબત છે. અલબત્ત, સંદર્ભ પરથી વિવેકબુદ્ધિને આધારે એમ કહી શકાય કે ધર્મશાસ્ત્ર જેવાં આચારશાસ્ત્ર, ઉપનિષભગવદ્ગીતા જેવાં સર્વાગી અધ્યાત્મશાસ્ત્ર કે દર્શનશાસ્ત્ર જેવાં તટસ્થ શાસ્ત્રોના અમૂલ્ય ઉપદેશોરૂપ અર્થનું અનુસરણ અહીં સમજી શકાય. બીજી રીતે કહીએ તો શાસ્ત્રોમાંથી ફલિત થતી શુદ્ધ ધર્મરૂપ બાબતોનું અનુસરણ સમજવું. ઉપનિષમાં “સ્વાધ્યાય બાબતે પ્રમાદ ન કરવો’ એ જે હેતુલક્ષી, જીવનશુદ્ધિલક્ષી આદેશ અપાયો છે, તેના તરફ અહીં ઇંગિત છે. આપણે જોઈશું કે રાજાની દિનચર્યામાં પણ નિત્ય શાસ્ત્રાધ્યયનની વાત છે જ. ઉપર્યુક્ત ત્રણ વ્યાખ્યાઓ પૈકીની બીજી વ્યાખ્યા ઇન્દ્રિયજયનું સ્વરૂપ સીધેસીધું કહે છે, તો બાકીની બે વ્યાખ્યાઓ ઇન્દ્રિયજયનું વધુ સૂક્ષમ અને માર્મિક સ્વરૂપ કહે છે. એ બંનેમાં બીજી વ્યાખ્યાની વાત તો સમાઈ જ જાય છે, પણ સીધા ઇન્દ્રિયજયને પગલે અવશ્ય સધાતી વધુ ઊંડી અને સ્થાયી જીવનશુદ્ધિરૂપ બાબતો પણ ઉચ્ચતર જીવનસાધના માટે ચીંધાય છે. બરોબર વિચારીએ તો બીજી વ્યાખ્યામાં પણ ઘણી જીવનશુદ્ધિ સમાઈ જ જાય છે. વિવિધ અધિકારીઓ કે અધ્યયનકર્તાઓની રૂચિ કે સમજણશક્તિને ધ્યાનમાં રાખીને આમ વિવિધ મર્મસ્પર્શી વ્યાખ્યાઓ અપાઈ છે. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આ ચર્ચાને અંતે ઊંચો અહોભાવ જન્માવતું એક ભવ્ય વાક્ય છે : “આ આખું શાસ્ત્ર (=અર્થશાસ્ત્ર) ઈન્દ્રિયજયરૂપ છે. ૧૮' આનો સાચો અર્થ એ જણાય છે કે રાજનીતિશાસ્ત્ર તે રાજયના સાતે ય અંગો કે ઘટકોએ પોતપોતાની રીતે સાધેલા ઇન્દ્રિયજય દ્વારા જ ચરિતાર્થ થાય છે અને પોતાનો પરિપૂર્ણ અપૂર્વ મહિમા પામે છે. આનો અર્થ એ પણ ખરો કે સમગ્ર રાજયતંત્ર એના પ્રત્યેક ઘટકમાં સધાતા – પળાતા ને પળાવાતા – ઇન્દ્રિયજય દ્વારા જ દીર્ઘકાળ ટકે છે, નવી-નવી રીતે વિકસે છે અને અસાધારણ ગજુ કાઢીને અપૂર્વ રીતે વિજયી, યશસ્વી બને છે. અહીં વિવેકી જનને એ પણ સમજાશે કે અહી જે બહુ મોટા સમુદાયના વ્યાપક ઇન્દ્રિયજયની અપેક્ષા બતાવી છે, તેમાંની દરેક વ્યક્તિ પોતે શાસ્ત્રીય સમજણ પામીને સ્વયંભૂ રીતે ઇન્દ્રિયજય અપનાવે એ એક જ રીત તો સામુદાયિક ધોરણે શક્ય નથી. એટલે એમાં ઓછી કે નહિવત્ સમજણશક્તિ ધરાવતા મનુષ્યોને પણ ઇન્દ્રિયજયને માર્ગે ચડ્યા સિવાય ચાલે જ નહિ એવા સ્વસ્થ સામાજિક-રાજકીય પર્યાવરણમાં મૂકવાની વાત પણ અભિપ્રેત માનવાની રહે. અને હકીકતે સ્વસ્થ રાજ્યતંત્ર કે સ્વસ્થ સમાજ આવી જ જોગવાઈ ઊભી કરતાં હોય છે. જેમ ઇન્દ્રિયજયનો મહિમા સ્વયં સમજીને એના ઊંચા લાભો પમાય, તેમ ઇન્દ્રિયજયને સમજયા વિના પણ એનું ફરજિયાત કે ઘડીક લાગતી મજબૂરીથી કરાતું પાલન દીર્ઘકાળે વ્યક્તિને ક્રમશઃ લાભદાયી જણાયા વગર રહેતું નથી. રાજયતંત્રે સાચી દૃષ્ટિથી ઊભાં કરેલાં દંડવિધાનો દોષિતો તરફની આવી પ્રચ્છન્ન સ્થાયી વત્સલતા પર જ ટકે છે અને સાર્થક બને છે. એટલું ખરું કે જે રાષ્ટ્રમાં સ્વયંભૂ રીતે અધ્યયનશીલ કે ધ્યાનનિષ્ઠ પ્રકૃતિના લોકો દ્વારા મોટી સંખ્યામાં ઇન્દ્રિયજય તરફની સ્થિર પ્રવૃત્તિ ચાલતી હોય, તે રાષ્ટ્ર વ્યાપકપણે આમસમુદાયને પણ, સરવાળે નિર્દોષ એવી – કઠોર લાગતી કે હળવી – યુક્તિઓ દ્વારા પ્રચ્છન્ન વત્સલતાથી ઇન્દ્રિયજયની આશીર્વાદરૂપ આદતમાં સ્થિર કરી શકે છે. એવું રાષ્ટ્ર અવિજેય બની રહે છે. જે ઇન્દ્રિયજય પાળી જાણે, તે અવશ્ય સફળપણે પળાવી પણ જાણે. ઇન્દ્રિયજય-પ્રકરણ આ રીતે “આત્મસંયમ એ કેળવણીનો અને રાષ્ટ્ર-ઉત્થાનનો પ્રાણ છે એ વાત ટૂંકાણમાં પણ બહુ સમર્થ રીતે કહે છે. ઇન્દ્રિયજય જેવું વ્યક્ત, રોકડું કે સામાજિક અધ્યાત્મ જીવનનાં સર્વક્ષેત્રોને પાકી ઉન્નતિનો માર્ગ બતાવે છે. એથી રાજનીતિમાં પણ એને નિર્વિવાદપણે પાયાનું સ્થાન છે એવો મનીષી કૌટિલ્યનો સ્પષ્ટ અભિપ્રાય છે. શિક્ષણની સોપાનબદ્ધ પ્રક્રિયા અંગે પણ ત્રણેક ખૂબ મહત્ત્વની વાતો .. ૨.૬માં મળે છે. તેના છઠ્ઠા સૂત્રમાં કહ્યું છે : “તે-તે વિદ્યાના વિનય અને નિયમ એ બંને, જે-તે વિદ્યાના આચાર્યના માર્ગદર્શન મુજબ અંગીકારવા.૧૯!' આમાં વિનય' શબ્દથી જે-તે વિદ્યાવિષયનાં સર્વાગી બોધ કે તાલીમ (training) અભિપ્રેત જણાય છે અને નિયમ'નો અર્થ જે-તે વિદ્યા આત્મસાતુ થઈ જીવનવ્યાપી બને તે માટે જરૂરી વ્રતચર્યા કે સંયમી જીવનચર્યા – એવો જણાય છે. કોઈ પણ વિદ્યા બુદ્ધિ ઉપરાંત સંવેદનશક્તિ, પ્રાણશક્તિ, ક્રિયાકૌશલ થકી સમગ્ર જીવનવિધિને ઉન્નત કરવા માટે ઝીલવાની છે, જેમાં શ્રવણ-મનન-નિદિધ્યાસનની સમગ્ર પ્રક્રિયા ઉપકારક બની રહે છે. વિદ્યાગ્રહણની કાર્યસાધક શારીરિક-માનસિક-બૌદ્ધિક પાત્રતા આવે છે નિયમથી, અર્થાત્ જે For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૭૩ તે વિદ્યાના સ્વરૂપ મુજબની વિશિષ્ટ તેમ જ કેટલીક સર્વસામાન્ય એવી ચોક્કસ વ્રતચર્યાથી; મનવચન-કાયાના એકંદર સંયમથી. મુખ્યત્વે ખુદ રાજાની કેળવણીના અન્વયે આ વાત કહેવાઈ છે તે ન ભુલાય. “ઇન્દ્રિયજય એ વિદ્યાવિનયનો હેતુ છે” એ અગાઉ નિર્દેશેલું કૌટિલ્યોક્ત વિધાન પણ આ જ વાત કહે છે. વળી એ જ અધ્યાય(.)ના સોળમા સૂત્રમાં ગુરૂગમન થકી થતો શિક્ષણવિધિ કેવી વિકાસપ્રક્રિયાથી સફળ બને છે તે કહ્યું છે. તે વાક્યને ૨૦ આમ સમજી શકાય : “વિદ્યાના એકાગ્ર શ્રવણથી પ્રજ્ઞા એટલે કે જે-તે વિદ્યાનો પૂર્ણ બોધ જન્મે છે. એવા બોધમાંથી, સહજ માનવવૃત્તિ મુજબ “યોગ” એટલે કે સમજાયેલી વિદ્યાના જીવનમાં પ્રયોગ કે વિનિયોગ(application)નો તબક્કો આવે છે. અને એવા સુસ્થિર દીર્ઘકાલીન પ્રયોગથી આત્મબળ કે આત્મવિશ્વાસ આવે છે – એવું છે વિદ્યાનું સામર્થ્ય” આ વાત, ભારતમાં સદીઓ સુધી, વિશેષતઃ આશ્રમોમાં કે અન્યત્ર ગાઢ ગુરુ-શિષ્ય-સંબંધથી જે અધ્યયન-પ્રક્રિયા ખરેખર ઘૂંટાઈ-ઘૂંટાઈને ચાલતી હતી અને સમૃદ્ધ થતી રહેતી હતી, તેનું જ સાચું સંક્ષિપ્ત કથન છે. આવી વિદ્યાપ્રક્રિયા દ્વારા કૌટિલ્ય પોતે પણ ખૂબ પળોટાયેલા હશે અને પોતે ઉત્તમ ગુરુ પણ હશે તેના પૂરતા નિર્દેશો ગ્રંથમાંથી અને બીજી રીતે પણ મળી રહે છે. કૌટિલ્યની કલ્પનાનાં રાજા, વિવિધ-પદધારી રાજપુરુષો અને એકંદરે આખું રાજ્યતંત્ર આ વિદ્યાસામર્થ્યથી સારી પેઠે રસાયેલાં હશે એમ ચોક્કસ માની શકાય. રાજયસત્તાને બર્બરતામાંથી વિનીતતા તરફ દોરી જવા માટે કૌટિલ્ય આવા આદર્શરૂપ શિક્ષણવિધિમાંથી રાજાને અને ઉચ્ચ રાજપુરુષોને પણ પસાર થવાનું ભારે કાળજીથી સૂચવીને, તેમને પશુબળ છોડી સર્વાંગસુંદર આત્મબળ (‘આત્મવત્તા') ધરાવતા કરવાનું ધ્યેય રાખ્યું છે. આ જ અધ્યાયના પાંચમા સૂત્રમાં૨૧ કૌટિલ્ય વિદ્યાગ્રહણના વિધિનાં પરિપક્વ જ્ઞાન તરફ લઈ જતાં, ચિત્તાવસ્થાનાં ક્રમિક પરિવર્તનોરૂપ ચોક્કસ સોપાનો નિરૂપતી એક પ્રસિદ્ધ પ્રાચીન પરંપરા ઊંડા અનુમોદનપૂર્વક ટાંકી છે. એ સૂત્રનો અર્થ છે : “શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન અને ઊંહ-અપોહ દ્વારા તત્ત્વાભિનિવેશયુક્ત (પરમાર્થની કે જ્ઞાન-વિષયના ખરા સ્વરૂપની અનુભૂતિરૂપ) બુદ્ધિ ધરાવનારને જ વિદ્યા વિનીત (વિશિષ્ટ રીતે કેળવાયેલો) બનાવે છે, અન્યને નહિ.” આમાં ઊહ અને અપોહને બે અલગ અવસ્થાઓ ગણતાં તત્ત્વાભિનિવેશ એ અંતિમ અવસ્થા સહિત કુલ આઠ અવસ્થાઓનો સમગ્ર વિદ્યા-વિનય-વિધિ બને છે. આજના આદર્શલક્ષી મનોવિજ્ઞાનના જ્ઞાન-પ્રક્રિયા-નિરૂપક પ્રકરણની દૃષ્ટિએ પણ વિદ્યાવિધિનું આ વિશ્લેષણ સમજવા જેવું છે અને કોઈ પણ કેળવણી-પ્રક્રિયાને મૂલવવા માટે તે એક ઉત્તમ માપદંડ બની શકે એમ છે. આ સોપાનોનું સ્વરૂપ બરાબર સમજીએ. “શુશ્રુષા”નો મૂળ અર્થ છે સાંભળવા માટેની ઇંતેજારી – ગુરૂપદેશ સાંભળવાની તીવ્ર ઇચ્છા. આ ઇચ્છા તેના બીજરૂપે જિજ્ઞાસાનું અસ્તિત્વ સૂચવે છે. અમુક ચોક્કસ જ્ઞાન કે વિદ્યાની તીવ્ર ભૂખ, તીવ્ર જિજ્ઞાસા જન્મે તેનામાં જ આ “શુશ્રુષા' સંભવે. શુશ્રુષામાં જિજ્ઞાસા કરતાં વધુ વિકસિત ચિત્તદશા રહેલી છે : તે છે જિજ્ઞાસાશમન માટે ગુરુના વિધિપૂર્વકના, સાતત્યપૂર્વકના સેવનની પ્રેરણા થાય તેવી નમ્રતા. આ ધ્વનિને કારણે For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ શુશ્રુષા'નો પ્રચલિત અર્થ “સેવા' પણ થયો. અલબત્ત, તેમાં આજ્ઞા સાંભળવાની ઇચ્છા મુખ્ય બને છે, પણ એ શબ્દનો મહિમામય અર્થ તો આ જ છે : વિદ્યાપ્રાપ્તિ માટે ગુરુ-સમાગમનું સેવન. આ શબ્દ એ મૂળ વાતની પણ યાદ અપાવે છે કે ભાષા કે જ્ઞાન એ તત્ત્વતઃ તો બોલવા-સાંભળવાની, અનુભવવાની વસ્તુ છે; માત્ર તેના સંગ્રહની આવશ્યકતાના સંદર્ભે જ તે બંને વાંચવા-લખવાની વસ્તુ ગણાય છે. શુશ્રુષામાં ગુરુસેવનનો અંશ પણ સમાવેશ પામ્યો તેનું ખરું કારણ છે જ્ઞાનપ્રાપ્તિવિષયક એક ઘૂંટાયેલી ભારતીય વિભાવના, જે જ્ઞાન માટે ગુરુની અનિવાર્યતા સૂચવે છે. એની યોગ્યાયોગ્યતાની ચર્ચા અન્ને છેડ્યા વગર પણ એ આદેશના ખરા હાર્દને ધ્યાનમાં લઈને જ ઉચ્ચ શંકા-સમાધાન પામીએ. વિદ્યા અર્થે ગુરુસેવનની ઇચ્છાનું મૂળ છે મનુષ્યની અસલની નિરહંકારિતામાં, નમ્રતામાં, સર્વગુણપૂજક્તામાં કે હાડની સામાજિકતામાં. સાચું વિદ્યાભિમુખ ચિત્ત અન્યથી પોતાનો જુદારો કે ભય ત્યજીને સર્વવ્યાપી આત્મવિસ્તરણમાં રાચવા લાગે છે. બીજા પાસેથી જ્ઞાન મેળવવામાં એને પરાવલંબન નહિ, પણ ભરીભરી નમ્રતાને કારણે તથા આત્મવિસ્તરણને કારણે સ્વાવલંબન જ લાગે છે. એટલે જ્ઞાનાભિમુખ ચિત્ત અકુતોભયતા (નિર્ભયતા) અને ગીતા-આદિષ્ટ “સર્વભૂતાત્મભૂતાત્મતા' (સર્વજીવો સાથેનું એકત્વ) અંગીકારીને પૂરા સૌભાગ્ય સાથે જ્ઞાનમાર્ગે ચઢે છે અને તે માટે ઉલ્લાસભેર ગુરુસેવન કરે છે. કોઈ ચોક્કસ વ્યક્તિને ગુરુ બનાવવા પર, એની વ્યક્તિપૂજા પર કે સ્થળ ગુની અનિવાર્યતા પર પણ આ વિભાવનાનો ભાર નથી. આ વિભાવના તો જ્ઞાન માટે ભાવાત્મક સ્વરૂપની નમ્રતાની અનિવાર્યતા ચીંધે છે. આ છે આ વિભાવનાનું નિર્વિવાદ હાર્દ, જ્ઞાન માટે જ્ઞાનદાતા વ્યક્તિની ઉચ્ચાવી સામાજિક-આદિ સ્થિતિને અવગણીને તેનું સાદર વિનયયુક્ત સેવન કરવાનો અતિ ઊજળો અને અનર્થનિવારક આદેશ અપાયો છે. આજે જ્ઞાન ચોરી લેવાની, બીજાને હરાવનારી કે માણસના અસામાજિક મેલા ઇરાદા પોષવા માટેની વસ્તુ બની છે તેમાં કેટલું શાણપણ છે, કેટલી સુખશાંતિની પ્રાપ્તિ છે તેનો સુજ્ઞો વિચાર કરે. શુશ્રુષા પછી સહજપણે ફલિત થતું સોપાન છે એ ઇચ્છાને સંતોષે તેવું ગુરૂપદેશનું વિધિપૂર્વકનું, સાતત્યભર્યું શ્રવણ. એમ કરવામાં અગાઉની ચર્ચામાં આવતા નિયમનું એટલે કે વતચર્યાનું પાલન પણ સમાઈ જ જાય છે. એવો ભર્યોભર્યો છે શ્રવણવિધિ. ત્રીજું પગથિયું છે ગ્રહણ. ગ્રહણ એટલે પકડ (grip) કે બરાબર ઝીલી લેવાની ક્રિયા. આમાં ગુરુમુખ દ્વારા પ્રગટ થયેલાં વચનોના પ્રત્યેક વાક્યઘટકના વાર્થનો તેમ જ વાક્યસમૂહના તાત્પર્યનો સુનિશ્ચિત બોધ અભિપ્રેત છે. વક્તા દ્વારા ઉચ્ચારાયેલાં વચનોમાં ક્યાંક અટપટાં વાક્યો હોય, કોઈ કઠિન લૌકિક કે પારિભાષિક શબ્દો હોય, રૂઢિપ્રયોગો હોય – એ બધાં અંગે જરૂર પડ્યે પૂછી લઈને પણ તેમનો બોધ કરીને વાક્યર્થ અને તાત્પર્યરૂપ પિડિત (એકંદર) અર્થ સમજવાનો પુરુષાર્થ આ તબક્કે આવે. આ પ્રયત્નમાં પણ કચાશ ન જ ચાલે, નહિતર પછીનાં પગથિયાં પણ ખોટાં પડે. બીજા પગથિયારૂપ શ્રવણવિધિ એકાગ્ર કર્મેન્દ્રિય ઉપરાંત મન-બુદ્ધિના પૂરા વ્યાપાર સાથે For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૭૫ થવો જોઈએ એ વાત આ ગ્રહણરૂપ ત્રીજા પગથિયામાંથી ફલિત થાય છે. એક-એક પગલું બરાબર ભરવા થકી જ સાચું આરોહણ થઈ શકે છે. ત્રીજા સોપાને સાંભળેલી વાત બરાબર સમજાઈ તો ગઈ. હવે આગળ વધવા માટે સમજાયેલી વાતને બુદ્ધિ જેવી ને તેવી દીર્ઘકાળ સુધી ધારણ કરી રાખે, સંઘરી રાખે તો જ તેના પરીક્ષણનો, કસોટી માટે તેની અજમાયશનો આગલો વિધિ પણ ચાલી શકે. આથી ચોથા પગથિયાનું નામ અપાયું “ધારણ” – જાણેલા જ્ઞાનનો સ્થિર ટકાવ. ધારણ ક્રિયાનું સાધન તો, અલબત્ત, સ્મૃતિશક્તિ જ છે. આના પછી કૌટિલ્યના ઉપર્યુક્ત વાક્યમાં “વિજ્ઞાન'રૂપ પગથિયું બતાવ્યું છે. જયારે આમાં હેજ ક્રમફેર બતાવતી અન્ય પરંપરાના સૂચક એક શ્લોકમાં ૨ ઊહ-અપોહ એ બંનેની બાદ અર્થવિજ્ઞાન” એ રૂપે આ કૌટિલ્યોક્ત પાંચમું પગથિયું સાતમા ક્રમે મૂકેલું છે; એ વધુ વાસ્તવિક ક્રમ જણાય છે. કૌટિલ્યોક્ત ક્રમફેર કંઈક અંશે તપાસનો વિષય બને છે. હાલ તો પેલા શ્લોક પ્રમાણેનો ક્રમ સ્વીકારીને આગળ વધીએ. એમાં પાંચમું પગથિયું છે ઊહ, છઠ્ઠ છે અપોહ. સામાન્ય રીતે આ બે પગથિયાં એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલાં હોઈ બંનેનો “ઊહાપોહ' એવા સમાસરૂપે સંયુક્ત ઉલ્લેખ કરાય છે. ગુજરાતીમાં બૌદ્ધિકરૂપે આ શબ્દ ‘ઉગ્ર વાદવિવાદ કે “ચકચાર' અર્થમાં પણ વપરાતો હોય છે. એમાં પણ બતાવેલો મૂળ અર્થ તો જળવાય જ છે. ઊહ બે પ્રકારે સંભવી શકે. એ રીતે “ઊહ'નો અર્થ કાં તો “સ્વતંત્ર તર્ક, કાં તો “ઊઠતી શંકા' એમ કરી શકાય. મનુષ્ય બુદ્ધિશાળી હોઈ સ્વતંત્ર પ્રતિભા ધરાવતો હોવાથી પોતે ગુરુમુખે મળેલા જ્ઞાનને ધારણ કરી તેના વિષે સ્વયં મનન કરતાં ગુરુએ કરેલી કોઈ રજૂઆત અંગે યા તો નરી શંકા અનુભવે યા તે વસ્તુના સ્વરૂપ અંગે તર્ક દ્વારા નવી ધારણા ઊભી કરે; તે શંકા કે ધારણા તે “ઊહ. આવી શંકા કે નવી ધારણા ગુરુ સમક્ષ પણ ચકાસણી માટે રજૂ કરાઈ હોય. “ઊહ પણ કોઈ સિદ્ધ પક્ષ કે સિદ્ધ જ્ઞાન રજૂ કરતો નથી. માત્ર શ્રવણ કરનાર શિષ્ય અગાઉ સંચિત કરેલા કોઈ ભિન્ન જ્ઞાન કે વિપરીત જ્ઞાનને કારણે સમગ્ર જ્ઞાનશુદ્ધિ અર્થે તે નિખાલસપણે શંકા કે પોતાની વસ્તુસ્વરૂપવિષયક નવી ધારણા સ્વયં કરે છે ને ગુરુ સમક્ષ વ્યક્ત કરે છે. એમાં પોતાની શંકા કે પોતાની ભિન્ન ધારણા બ્રાંતિયુક્ત હોવા અંગેની સંભાવના પણ શિષ્યના મનમાં ગર્ભિત રહે જ છે. અપોહ' (અપ+ઊહ) એટલે ઊહનો પ્રતિકાર (અપનયન) કરતો તર્ક. એ પણ ઊહ જેમ સ્ટેજ-સ્ટેજ ભિન્ન સંદર્ભે કાં તો જ્ઞાતામાં પોતાના તર્ક સામે સ્વયં ઊઠતો પ્રતિતર્ક હોઈ શકે, યા શિષ્ય ગુરુ સમક્ષ શંકા કે પોતાની નવી ધારણા રજૂ કરી હોય ત્યારે ગુરુ દ્વારા કરાતા શંકાનિરસનરૂપ હોઈ શકે. એમાં પણ ગુરુ દ્વારા પ્રતિતર્ક વડે થતું શંકાનું નિરસન હોઈ શકે યા અન્ય રીતે પણ નિરસન હોઈ શકે. આમ ઊહાપોહરૂપ મનોઘટનાઓ પરંપરાપ્રાપ્ત જ્ઞાનની નવા જ્ઞાતા દ્વારા પોતાની સ્વતંત્ર For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પ્રતિભાને કારણે થતી તાવણીરૂપ કે સ્વતંત્ર તપાસરૂપ અને તેમાંથી સધાતી નિઃશંકતારૂપ હોય છે. આને કારણે પછીના સાતમા પગથિયારૂપે “વિજ્ઞાન” કે “અર્થવિજ્ઞાનનો ઉદય થાય છે. ભારતીય પરંપરામાં પ્રાયઃ જ્ઞાન સાથે વિજ્ઞાનરૂપ વિકસિત તબક્કાની આવશ્યક્તા બતાવાય જ છે. જ્ઞાન માત્ર શાબ્દિક હોઈ શકે, ધૂંધળું હોઈ શકે; તેથી શંકાયુક્ત કે પ્રતીતિવિહોણું હોઈ શકે (- જે આજની પ્રાય: છીછરી શિક્ષણપદ્ધતિમાં થાય છે !). તેવું જ્ઞાન પ્રયોગક્ષમ કે ક્રિયાપ્રેરક ભાગ્યે જ બને; કારણ કે તે આત્મસાત થયું હોતું નથી. ઊહ-અપોહ દ્વારા જ્ઞાતા સ્વયં યા ગુરુની સહાય દ્વારા પ્રાપ્ત જ્ઞાનનું બરાબર પરીક્ષણ કરે ત્યાર પછી જ જ્ઞાન એ “વિશિષ્ટ જ્ઞાન” (“વિજ્ઞાન') એટલે કે પ્રતીતિરૂપ જ્ઞાન યા અનુભૂતિરૂપ જ્ઞાન બને છે. તે જ્ઞાતા દ્વારા આત્મસાત થાય છે અને તેથી પ્રયોગક્ષમ કે ક્રિયાન્વિત બની શકે છે. “અર્થવિજ્ઞાન' શબ્દનો અર્થ વસ્તુ કે જ્ઞાનવિષય(‘અર્થ’)નું વિશિષ્ટ (પ્રતીતિરૂપ) જ્ઞાન – એવો કરવો યોગ્ય છે. આ “વિજ્ઞાન’ કે ‘અર્થવિજ્ઞાન' બાદ જ્ઞાનપ્રક્રિયામાં કશું બાકી નથી રહેતું –- એવું સામાન્ય રીતે લાગે. પરંતુ જ્ઞાનનાં નવાં-નવાં પરિમાણો સુધી પહોંચેલી ભારતીય પરંપરા એક વિદ્યાવિષયનો અન્ય વિદ્યાવિષયો સાથેનો યા પરમસત્ય સાથેનો અનુબંધ યા સંવાદી સંબંધ સ્થાપવામાં કે સમજવામાં દઢપણે માને છે. ઉપનિષમાં “સત્યના પણ સત્ય (સત્યસ્થ સત્ય)ની જિજ્ઞાસા બતાવાઈ છે. કોઈ પણ વિદ્યાવિષય છેવટે તો પરમસત્ય તરફની યાત્રામાં જ કોઈ ને કોઈ રીતે સહાયક બને છે તેમ મનાય છે. આને કારણે અધ્યયન-પ્રક્રિયામાં વિજ્ઞાન અવસ્થા સિદ્ધ થયા બાદ પણ એનો અન્ય વિદ્યાઓ અને પરમસત્ય સાથેનો અનુબંધ તપાસવાની મથામણ ચાલે છે. વિદ્યાઓ ભલે જીવનનાં અલગ-અલગ પાસાંને લગતી હોઈ, પરસ્પર ભિન્ન હોય, પણ અનેક પાસાં ધરાવતું જીવન તો અખંડ અને એક છે. જીવન જીવતાં તેનાં જુદાં-જુદાં પાસાં પરસ્પર મેળમાં રહે તો જ જીવનની અખંડતા અને સત્યારાધકતા જળવાય અને જીવનમાં સ્વાર્થ અને પરાર્થ એ ઉભયને સમાવતા પરમાર્થની સાધના નિરંતર ચાલી શકે. આવા પરસ્પરના સંવાદી સંબંધને “અનુબંધ' કહે છે. વિજ્ઞાનરૂપે જાણેલી વિદ્યાનો આવો અનુબંધ શોધતાં એ વિજ્ઞાનમાં જે રૂપાંતર આવે તે રૂપાંતર પામેલી વિદ્યા તે તત્ત્વબોધરૂપ બને છે. વિદ્યાનું આ શિખર છે. આ છેલ્લા પગથિયામાં, અગાઉ ઉલ્લેખેલી બુદ્ધિથી ઉપર ઊઠવાની વાત પણ સમાઈ જાય છે. કૌટિલ્ય સર્વાગી કેળવણીને આટલું મહત્ત્વ આપતા હોવાથી જ તેમણે અનેક સ્થળે, રાજ્યના વિવિધ ઉચ્ચ અધિકારીઓની લાયકાતો નિર્દેશતાં પ્રજ્ઞા અને શૌચ' એ પરસ્પરપૂરક ગુણજોડીને પ્રજ્ઞાશૌચયુક્ત’ એવા સમાસથી ઉલ્લેખેલી જોવા મળે છે. “મતિ' એ કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં શીઘ માર્ગનિર્ણય કરનારી બુદ્ધિ છે, તો “પ્રજ્ઞા' ત્રણે ય કાળને ધ્યાનમાં રાખી નિર્ણય કરનારી બુદ્ધિ છે. “શૌચ' (શુચિતા) એટલે ચારિત્ર્યશુદ્ધિ – વિશેષતઃ લોભ અને કામ પર કાબૂ અને એકંદર ઇન્દ્રિયસંયમ. હકીકતે પ્રજ્ઞા-શૌચરૂપ ગુણયુગલ અન્ય અનેક પ્રતિભાગુણોનું પણ જન્મસ્થાન છે. શુદ્ધ અને સામર્થ્યયુક્ત રાજયતંત્ર આવા અનેક અધિકારીઓના ગાઢ સહયોગથી જ નિર્માય છે, જે શાંતિમાં, કટોકટીમાં કે યુદ્ધમાં ઉત્તમ રીતે લોકની કલ્યાણયાત્રાને આગળ ધપાવે છે. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય : કેળવણી બ્રહ્મચર્યાશ્રમમાં ઘનિષ્ઠ અને એકાગ્ર રીતે ચાલે તેની જેટલી જરૂર છે, તેટલી જ જરૂર છે તે પારિવારિક કે જાહેર-જીવનની જવાબદારીઓના સમગ્ર ગાળા દરમિયાન નિરંતર ચાલતી રહે, પુષ્ટ અને શુદ્ધ પણ થતી રહે તેની. એટલે તો ઉપનિષમાં અધ્યયન-સમાપ્તિ વખતે જીવન જીવવા વિદાય થતા શિષ્યને આચાર્ય આદેશ આપે છે ઃ ‘સ્વાધ્યાયમાં કદી પ્રમાદ ન ક૨વો.'' કૌટિલ્યે આનો પડઘો અધ્યાય ૧.૨૬(રાનપ્રનિધિ: રાજાનાં દૈનિક કર્તવ્યો)માંની રાજાની દિનચર્યામાં પાડ્યો છે. તેમાં રાત્રિચર્યાના દોઢ-દોઢ કલાકના આઠ વિભાગો પૈકી બીજામાં પાનભોજન ઉપરાંત સૂતા પૂર્વેના સ્વાધ્યાયની અને નિદ્રાત્યાગ બાદ આવતા રાત્રિના છઠ્ઠા વિભાગમાં (રાત્રિના દોઢ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીમાં) દિવસે કરવાનાં વ્યવહારુ કામોની વિચારણા પૂર્વે શાસ્ત્રચિંતનની ભલામણ કરેલી છે. વૃદ્ધસેવનની આવશ્યકતા પણ એટલે જ બતાવી છે. - (૩) રાજપદયોગ્ય બૌદ્ધિક વિદ્યાઓ આગલા મુદ્દામાં જ આ મુદ્દો સમાયેલો છે, છતાં આ મુદ્દો સામાન્ય કેળવણીને લગતો નહિ, પણ રાજકર્તવ્યબોધક જ્ઞાન-વિસ્તરણ સાથે સંકળાયેલી વિશિષ્ટ કેળવણીને લગતો હોઈ, તેના ઉપર ખાસ ભાર મૂકવા આ ચર્ચા અલગ કરી છે. વળી આ ચર્ચામાં કૌટિલ્યનું એક આગવું પ્રદાન પણ જાણવા મળે છે, તેથી તે તરફ ધ્યાન દોરવા પણ આને અલગ મુદ્દો બનાવવાનું વિચાર્યું. ૭૭ અહીં વિચારવાની બાબત એ છે કે રાજાની માનવીય અને ક્ષત્રિયોચિત કેળવણી ઉપરાંત તેની બૌદ્ધિક સજ્જતા અને એકંદરે સમતોલ રાજપ્રતિભાના નિર્માણ માટે ક્યાં શાસ્ત્રોની, કઈ વિદ્યાઓની તાલીમ જરૂરી છે, આનું ચિંતન ભારતીય રાજનીતિશાસ્ત્રના વિવિધ આચાર્યોનાં વર્તુળોમાં ભિન્ન ભિન્ન રીતે થયું હોવાની વાતનો નિર્દેશ કૌટિલ્યે કર્યો છે. આ મતભેદ ચિંતનના સહજ અને કાળસાપેક્ષ વિકાસક્રમને લીધે પણ માની શકાય. આમાં ભલે સ્પષ્ટતા ન કરી હોય, પણ સામાન્યતઃ રાજા કે ઉચ્ચતમ રાજપુરુષોએ જાણવા યોગ્ય વિદ્યાઓની આ ચર્ચા સમજવી. ઔશનસો (ઉશનસ્ અર્થાત્ શુક્રાચાર્યના અનુયાયીઓ) ‘દંડનીતિ’ (રાજનીતિ) એ એક જ વિદ્યાને રાજા માટે આવશ્યક ગણે છે. બાર્હસ્પત્યો (બૃહસ્પતિના અનુયાયીઓ) દંડનીતિ અને ‘વાર્તા’ (વૃત્તિ એટલે નિર્વાહસાધનો; તે પેદા કરવાનાં વિદ્યાકૌશલો) એ બે વિદ્યાઓને આવશ્યક ગણે છે. ‘માનવો’ (મનુના અનુયાયીઓ) દંડનીતિ, વાર્તા ઉપરાંત ત્રયી(વેદવિદ્યા)ને પણ આવશ્યક ગણે છે. તો કૌટિલ્ય પોતે આ ત્રણ ઉપરાંત આન્વીક્ષિકી(અન્વીક્ષા એટલે પ્રમાણ-વિદ્યારૂપ મનનશક્તિ; તેનાથી સધાતી તત્ત્વવિદ્યા કે દર્શનવિદ્યા)ને પણ આવશ્યક ગણે છે. અર્થશાસ્ત્રનું પરંપરાગત વિઘાનામ રજ્જુનીતિ હતું તે પ્રથમ વ્યાખ્યાનમાં જોયું. સ્વ-૫૨રાષ્ટ્રનાં ઘટકોનું દમન કરવાનું (અંકુશમાં રાખવાનું) કામ શીખવતી વિદ્યા તે દંડનીતિ. એમાં ખુદ દંડધારકો(દમનકર્તાઓ)નું પણ નિયમન કરવાનું છે અને તેમના થકી બાકી રાજ્યતંત્ર, પ્રજા તથા પડોશી રાષ્ટ્રો દ્વારા સ્વરાષ્ટ્ર પ્રત્યે થતાં અપકૃત્યો પર પણ કાબૂ રાખવાનો છે. ‘વાર્તા’ તે ‘વૃત્તિ’ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ (ગુજરાત) સાથે સંકળાયેલી વિદ્યા છે – ગુજરાતનાં મુખ્ય સાધનો એવાં ખેતી, પશુપાલન અને વેપારનો વિચાર અને અમલ શીખવતી વિદ્યા. સમાજની પ્રવૃત્તિઓનું વિસ્તરણ થતાં તેમાં હુન્નરો અને ધીરધારની પ્રવૃત્તિઓ પણ સમાવેશ પામી. “ત્રયી' એટલે ઋગ્વદ, સામવેદ, યજુર્વેદ સંબંધી વિદ્યાઓ; તદુપરાંત જ્ઞાન-ક્રિયાત્મક સમગ્ર વેદવિદ્યામાં અને તે અંગેનાં કૌશલોની તાલીમમાં શિક્ષાઆદિ છ વેદાંગો અને પાછળથી ચોથા વેદ તરીકે માન્યતા પામેલો અથર્વવેદ (તેનાં કર્મોના કૌશલ સહિત), “પંચમવેદ' કે “ઇતિહાસવેદ' તરીકે ગણના પામેલ મહાભારત-રામાયણ અને પ્રાચીન પુરાણો પણ ‘ત્રયી'ના બૃહત્ ક્ષેત્રમાં સમાયાં. વેદાંગો પૈકીના કલ્પ-વેદાંગમાં શ્રૌતગૃહ્ય/ધર્મ/શુલ્વસૂત્રોના સમાવેશથી વેદવિદ્યા એ યજ્ઞધર્મપ્રરૂપક વિદ્યા ઉપરાંત સમાજવિધાયક વિદ્યા (પ્રબુદ્ધ સમાજવિદ્યા) પણ બની રહી. વર્ણાશ્રમધર્મ એ વેદવિદ્યાના લોકોપકારક સાર તરીકે ઊપસી આવ્યો. આમ ત્રયીની કેળવણી રાજા માટે સમાજશાસ્ત્રની કેળવણી બની રહી. આન્વીક્ષિક-વિદ્યા “અન્વીક્ષા પર નિર્ભર ચિંતનવિદ્યા છે. “અન્વીક્ષા' (અનુ+ઈક્ષા)નો અર્થ છે પાછળથી થતું (મન) જ્ઞાન (રૂંક્ષા)'. કોની પાછળ થતું? પ્રત્યક્ષ જગતના જ્ઞાનની પાછળ થતું. ઇન્દ્રિયપ્રત્યક્ષ જગતના અનુભવને આધારે ખીલેલાં અનુમાન, શબ્દ જેવાં પરોક્ષગ્રાહી પ્રમાણોથી જેમાં જગત-તત્ત્વસંબંધી ચિંતન-તારણ સધાય તે આન્વીક્ષિકી-વિદ્યા. તેને દર્શનવિદ્યા કે તત્ત્વવિદ્યા પણ કહે છે. કદાચ કાળ પાક્યો નહિ હોય એટલે કૌટિલ્ય-પૂર્વે રાજાના ઘડતરમાં આ વિદ્યાની પાયાની આવશ્યકતાની વાત કોઈ રાજધર્મચિંતકના ધ્યાનમાં આવી જ નહોતી. રાજનીતિનો ગાઢ પ્રાયોગિક અનુભવ નર્યા પ્રાસંગિક ધર્મ તરીકે હોરનાર કોઈ એવા ધર્મ-કર્મશૂરની કાળદેવતા રાહ જોઈ રહ્યા હશે, કે જે પ્રખર બુદ્ધિબળ ઉપરાંત પૂરી સમતાથી ગુપચૂપ રીતે પોતાના રાજકીય કાર્યકલાપને પણ હૃદયબળ અને આત્મબળનું રક્ષાકવચ આપે. એ રાહ જોવાનું કૌટિલ્યમાં ફળ્યું. કૌટિલ્ય પોતાના જન્મજાત સંસ્કાર તથા કાર્યાનુભવથી વિશદ બનેલી પોતાની પારદર્શી, નવનવોન્મેષ ધરાવતી પ્રતિભાથી દંડધારકો માટે પણ આન્વીક્ષિકીની સવિશેષ આવશ્યકતા પારખી લીધી – એ વિદ્યાને ઉપનિષત્પરંપરામાં અપાયેલા “પરા(શ્રેષ્ઠ) વિદ્યા” એવા બિરુદનો મહિમા નાણી લીધો. બરાબર સમજીએ તો આ એક ક્રાન્તદર્શન હતું – રાજનીતિવિદ્યાને માનવીય અને ધર્મરક્ષિત રચનાત્મક વળાંક આપનારી મંગલ મહાઘોષણા હતી. આમ તો “રાજર્ષિ (રાજારૂપી ઋષિ)ની કલ્પના ઘણી પ્રાચીન હતી, પણ રાજનીતિવિદ્યાની પરંપરામાં એનું અવતરણ નહોતું થયું. ગ્રીક-પંરપરામાં જેમ તત્ત્વચિંતક પ્લેટોએ પોતાના The Republic ગ્રંથમાં તત્ત્વનિષ્ઠ રાજા (Philosopher King)ની કલ્પના પુરસ્કારી, તેમ લગભગ એ જ સમયમાં ભારતવર્ષમાં કૌટિલ્યને પણ એવું જ સૌભાગ્યવંતું દર્શન થયું. ગ્રંથમાં આ ચોથી વિદ્યા ભારપૂર્વક ઉમેરી “ચાર જ વિદ્યાઓ છે – એમ કૌટિલ્ય કહે છે” એમ ઘોષિત કર્યું. રાજાના રાજર્ષિપણાના સ્વરૂપની ઝલક આપતો અધ્યાય ૨.૭ રષિવૃત્તનું એ જ શીર્ષકે મૂકવા ઉપરાંત આખા ગ્રંથમાં જુદાં-જુદાં સ્થળોએ થઈને આવા ઉચ્ચ રાજત્વનું સ્વરૂપ કૌટિલ્ય ઉત્તમ રીતે ઘૂંટી આપ્યું છે – જેનો વિચાર ત્રીજા વ્યાખ્યાન સમયે બરાબર કરાશે. વિદ્યાસંખ્યા અંગે આવો પોતાનો મત કેમ બંધાયો તે બતાવતાં સુદઢ કારણો કૌટિલ્ય For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૭૯ અ. ૨.૨ના ઉત્તરાર્ધમાં નમૂનેદાર લાઘવ (સંક્ષેપ) જાળવીને પણ અત્યંત માર્મિક રીતે કહ્યાં છે; તે આ છે : (૧) રાજકાજમાં ત્રયીવિદ્યા ધર્મ-અધર્મ-નિર્ણયમાં મદદ કરે છે, વાર્તાવિદ્યા અર્થ-અનર્થ (લાભહાનિ)નો નિર્ણય કરાવે છે, તો દંડનીતિ નય-અપનયનો (કોઈ પગલાથી પરિણમનારી રાજકીય સફળતા-નિષ્ફળતાનો) નિશ્ચય કરાવે છે. જ્યારે આન્વીક્ષિકી આ ત્રણે ય વિદ્યાઓનાં ખુદનાં જ એકંદર બળાબળનો નિર્ણય ઉચ્ચતમ સત્યધર્મની દૃષ્ટિએ, યોગ્ય ઉચ્ચતર હેતુઓ દ્વારા કરવાનું સામર્થ્ય આપે છે. માત્ર નજીકની અને પ્રત્યક્ષ દેખાતી પરિસ્થિતિને જ જોઈને ટૂંકા ક્ષેત્રમાં જ પ્રવર્તતાં જ્ઞાનસાધનો દ્વારા કોઈ ઉચ્ચ સમતોલ નિર્ણય લેવામાં, મહદ્અંશે અહંકેન્દ્રી પ્રતિભાને કારણે પૂર્વગ્રહો અને આવેગો બેકાબૂ રીતે ભળવાથી, લાંબા ગાળાનું અને પ્રતિહિંસા ન નોતરનારું હિત થાય તેવો નિર્ણય લેવાનું પ્રાયઃ અશક્ય બની રહેતું હોય છે. તેવે વખતે કોઈ ગુરુવર્યની કૃપાથી મળેલી દર્શનવિદ્યાની સંગીન તાલીમથી સ્વચ્છ, પૂર્વગ્રહમુક્ત અને વિનીત બનેલી પ્રતિભા કાળસ્થળનો વધુ વ્યાપ સંવેદીને કાલાતીત તત્ત્વોમાં પાકી શ્રદ્ધા અનુભવીને સમગ્રતાથી અપૂર્વ નિર્ણય લઈ શકે છે; મનુષ્યની ઉચ્ચતર પ્રકૃતિના આલંબન થકી ઓછી ક્રિયાથી અને ન્યૂનતમ સંઘર્ષથી ઇષ્ટ ફળ મેળવી શકે છે. (૨) દર્શનવિદ્યાનો આજીવન પ્રભાવ આપત્તિકાળમાં કે ઉન્નતિકાળમાં બુદ્ધિને સ્થિર રાખે છે (સ્થિતપ્રજ્ઞતા આપે છે), બુદ્ધિને નિરાશાથી કે અભિમાનથી મુક્ત રાખે છે. (૩) મનુષ્યની પ્રજ્ઞાને, વાણીને અને ક્રિયાશક્તિને દક્ષ અને કાર્યસાધક બનાવે છે. ૨૩ આન્વીક્ષિક-વિદ્યાની મહત્તા બાબત જરા ય અવગણના કે શંકા ન પોષાય તે માટે આ ચર્ચાને અંતે, પૂરી જવાબદારી અને પ્રતીતિ સાથે આન્વીક્ષિકીનો મહિમા ગુંજવતા સ્વરચિત કે કદાચ પરંપરાપ્રાપ્ત એવા એક શ્લોક દ્વારા કૌટિલ્ય કહે છે : “આન્વીક્ષિકી સદાકાળ સર્વવિદ્યાઓના મહાદીપ(પ્રદીપ)રૂપ, સર્વ કાર્યસિદ્ધિઓના ઉપાયરૂપ અને સર્વ ધર્મોના આશ્રયરૂપ મનાઈ છે.”૨૪ ભગવદ્ગીતાના “વિભૂતિયોગ’(અધ્યાય ૪.૧૦)માં “વિદ્યાઓમાં હું અધ્યાત્મવિદ્યા છું” (અધ્યાત્મવિદ્યા વિદ્યાનામ્ -ભ.ગી. ૨૦.૩૨) એમ જે સ્પષ્ટરૂપે કહેવાયું છે, તેનો અને મુકુન્નોપનિષત્ દ્વારા અધ્યાત્મવિદ્યાની જે પ-વિદ્યા (શ્રેષ્ઠ વિદ્યા) એવી ઓળખાણ અપાઈ છે તેનો જ પડઘો વિશાળ દૃષ્ટિથી કૌટિલ્ય આ ચર્ચામાં પાડ્યો છે. રાજનીતિ પણ પરમ-સત્યનો આદર કરીને જ (સત્યમેવ નયતે – એવી સાચુકલી પ્રતીતિ હૈયે ધારણ કરીને જ) ચિરકાળ સુધી સાર્થક અને જયવંતી બની શકે એવો ચોખ્ખો મત કૌટિલ્ય અહીં પુરસ્કારે છે; એટલું જ નહિ, આપણે આ વ્યાખ્યાનમાં આગળ અને પછીના વ્યાખ્યાનમાં પણ જોઈશું તેમ ગ્રંથમાં વ્યાપક રીતે તેમના આ અભિપ્રાયનો પ્રભાવ રાજનીતિનાં વિવિધ પાસાંનાં તેમનાં નિરૂપણોમાં ફરી-ફરી ડોકાયા કરે છે. એ વાત અત્રે ઉલ્લેખયોગ્ય છે કે ઉપનિષદો દ્વારા ભારતીય વિદ્યાઓમાં શ્રેષ્ઠ, શ્રદ્ધેય અને જીવંત રૂપે જે અધ્યાત્મવિદ્યા વ્યક્ત થઈ છે, તેની ઉત્પત્તિ અને ખિલવટમાં ક્ષત્રિય રાજાઓ – જનક, પ્રસેનજિત્, પ્રવાહણ જૈવલિ ઈત્યાદિનો ફાળો ગણનાપાત્ર છે. વિશાળ હૃદયના રાજાઓએ દિલદાર રાજકાજ વચ્ચે ટકાવી રાખેલી મુક્ત માનવીય ચિંતનશક્તિને કારણે પોતાના રાજકાજની કે યુદ્ધોની અનેક નબળી, વિફળ કે અમાનુષી બાજુઓ ફરી-ફરીને તીવ્રપણે અનુભવીને For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૦ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ તાલાવેલીપૂર્વક માનવોચિત ઉપાયો માટેની અને માનવોચિત જીવનરીતિ માટેની પોતાની ખોજ ચાલુ રાખી હશે. પોતાની પ્રતિભાથી અને વિદ્યાનિષ્ઠ ઋષિઓ કે બ્રાહ્મણો સાથેના પોતાના પ્રેમાદરયુક્ત સંબંધોથી રાજન્યોએ પોતાના પ્રખર રાજકીય કાર્યકલાપ વચ્ચે પણ વિશિષ્ટ વિદ્યાવર્તુળોમાં (આશ્રમાદિમાં) સત્યની આત્મતત્ત્વરૂપે, બ્રહ્મતત્ત્વરૂપે ખોજ અને સમાંતર સાધના પણ જરૂર ચાલુ રાખી હશે તે હકીકત અનેક ઉપનિષદોમાં સચવાયેલી જીવંત તાત્ત્વિક ચર્ચાઓ પરથી પણ જણાય છે. કર્મકાંડગ્રસ્ત બ્રાહ્મણોની બુદ્ધિને ન જડ્યું હોય તેવું ઘણું આવા રાજર્ષિતુલ્ય રાજાઓને જડ્યું હોવાના વિપુલ પુરાવા ઉપનિષદોમાં, મહાભારત-રામાયણમાં, પુરાણોમાં સચવાયા છે. એથી એવાં પણ અનેક દૃષ્ટાંતો નોંધાયેલાં છે, જેમાં સરળ, જિજ્ઞાસુ બ્રાહ્મણો આવા તત્ત્વદર્શી રાજાઓના શિષ્ય બન્યા હોય – જેમ કે યાજ્ઞવક્ય જનકરાજાના શિષ્ય તરીકે. ધર્મમાર્ગોની શુદ્ધિના પ્રખર ભારતીય દ્રષ્ટા મહાવીરસ્વામી અને બુદ્ધ પણ ક્ષત્રિય જ હતા ! ઉપલક દૃષ્ટિએ વ્યવહારુપણું અને આદર્શનિષ્ઠાને પરસ્પર વિરોધી વલણો માનવામાં આવે છે. પણ કૌટિલ્યની આ ચર્ચામાં તેમ જ પ્રાચીન ભારતીય તાત્ત્વિક-ધાર્મિક સાહિત્યમાં અને પ્રશિષ્ટ લલિત સાહિત્યમાં પણ આ બંને વલણો એક જ પ્રતિભાનાં પરસ્પરપૂરક અને શોભાવર્ધક પાસાં હોય તેવા જીવંત સિદ્ધાંતોનાં કે તેવી વિભૂતિઓનાં રસપૂર્ણ ચિત્રો મળે છે. આ સમન્વયનો મહિમા જ જનકાદિ જેવા ઉત્તમ રાજાઓ માટે “રાજર્ષિ' શબ્દના ચલણ દ્વારા અને લોકભોગ્ય ચિરકાલીન સાહિત્યરચનાઓમાંનાં, આવી અનેક વિભૂતિઓના જળહળતાં ચિત્રણો દ્વારા ભારતભૂમિના આમઆદમી સુધી વ્યાપ્યો. અગાઉ ઉલ્લેખ્યા પ્રમાણે “અર્થશાસ્ત્રના અo ૨.૭માં, આગલા અધ્યાયના ઇન્દ્રિય-જય અંગેના પ્રકરણના જ ભાગરૂપે રાજાના રાજર્ષિ-ચરિતનું ખૂબ સંક્ષિપ્ત પણ બોધક અને પ્રેરક આલેખન મીઠા આદેશની શૈલીથી કરાયું છે. આ ચાર વિદ્યાઓ પૈકી ત્રયી અને આવી લિકીનું શિક્ષણ શિષ્ટો એટલે કે સદાચારપૂત જ્ઞાનીઓ પાસેથી, “વાર્તાનું શિક્ષણ રાજ્યની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓના અધ્યક્ષો પાસેથી અને દંડનીતિની કેળવણી સિદ્ધાંતજ્ઞાન અને તેનો ગણનાપાત્ર પ્રાયોગિક અનુભવ એ બંનેથી સમૃદ્ધ બનેલા ગુરુઓ પાસેથી (વવતૃપ્રયોજીંગ:) મેળવવાની વાત પણ આ વિદ્યાઓને ખરેખરા જીવનમાં પરમસાફલ્યદાયી બનાવવા માટેના સચોટ ઉપાય જ જણાય છે. રાજાને યોગ્ય બૌદ્ધિક કેળવણીની ઉપર્યુક્ત ચર્ચા સાથે જ રાજાના જીવનમાં ધર્મ-અર્થ-કામ એ ‘ત્રિવર્ગ'(ત્રણ પુરુષાર્થોના જૂથ)નું કેવા પ્રકારનું સ્થાન હોવું જોઈએ એ અંગે રાજ્ઞવૃત્ત અંગેના ઉપર્યુક્ત અધ્યાય ૨.૭માં મુકાયેલી નાનકડી રસપ્રદ ચર્ચા તરફ ધ્યાન આપવું જરૂરી છે. ચાર વિદ્યાઓ અંગેની અને આ એમ બંને ચર્ચાઓને સાથે ધ્યાનમાં લેવાથી આ વિષય અંગેની કૌટિલ્યની ચોક્કસ દૃષ્ટિ સમગ્ર રૂપે સમજાય છે. એ જોતાં પહેલાં, પેલી ચાર વિદ્યાઓના પારસ્પરિક સંબંધ બાબતનું એક વિધાન પણ તપાસવું જરૂરી છે. અધ્યાય ૨.૪માં એક વિધાન છે : “દંડ તે આન્વીક્ષિકી, ત્રયી અને વાર્તા એ ત્રણ વિદ્યાઓના યોગક્ષેમ (એટલે કે તેમની સાધના અને તેમના પ્રયોગ માટેની પૂરી મોકળાશ) For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૮૧ સાધનાર છે૨૫” (૨.૪.૩). એ દૃષ્ટિએ દંડનીતિવિદ્યાનો પાકો સ્થાયી અમલ બાકીની ત્રણ વિદ્યાનાં શિક્ષણ, પ્રસાર અને પ્રયોગ માટે જરૂરી છે. જો દંડનીતિ દ્વારા શાંતિપૂર્ણ, રચના-તત્પર સમાજ સ્થપાય તો જ માનવતાપોષક, જીવનપોષક, સત્ય-શિવ-સુંદરતાપ મહામૂલ્યોની ઉપાસક અનેક સ્થાયી વિદ્યાઓનું ખેડાણ શક્ય છે એ વ્યવહારુ વાત નકારી નહિ શકાય. આ વાતનો એ અર્થ પણ થયો કે દંડનીતિ તો સરવાળે પ્રજાનું સ્વયંભૂ રચનાત્મક જીવન પોષવા માટેનું સાધન છે, અને નહિ કે પ્રજાનાં પીડન-શોષણનું સાધન – જેવું ‘વૈશ્વિકીકરણ” અને “ઉદારીકરણ' એવાં છેતરામણાં નામોથી આજની નઘરોળ સરકારો કરી રહી છે. વળી બીજી બાજુ, આપણે હમણાં જ જોયું તેમ, કૌટિલ્ય અને સમસ્ત પ્રાચીન ભારતીય ચિંતન-પ્રણાલીઓએ દંડનીતિ સહિત સર્વ અન્ય વિદ્યાઓ માટે માર્ગદર્શક વિદ્યા તરીકે તો આન્વીક્ષિકી(દર્શનવિદ્યા)ને જ નવાજી છે. આમ સૌથી વધુ વ્યવહારોપયોગી વિદ્યા દંડનીતિ અને સૌથી વધુ કલ્યાણસાધક વિદ્યા આન્વીક્ષિકી – એવો સમન્વયકારી વિવેક કૌટિલ્ય દાખવ્યો છે. બસ, એવો જ અભિગમ ધર્મ-અર્થ-કામ પુરુષાર્થોના પારસ્પરિક સંબંધને સમજવા બાબત કૌટિલ્ય દાખવ્યો છે. ધર્મ એટલે સદાચાર, વ્યવહારશુદ્ધિ, ઈશ્વરનિષ્ઠા વગેરે. અર્થ એટલે જીવનનિર્વાહનાં સર્વ સાધનો, દ્રવ્યો, સેવાઓ. કામ એટલે વ્યક્તિગત, પારિવારિક કે સામાજિક કક્ષાએ જીવનને માણીને આનંદયાત્રારૂપ બનાવવાની શક્તિ, અને એ આનંદની વિકસિત પ્રવૃત્તિરૂપે લલિતકલાઓનું સર્જન અને ભાવન. “કામ” એ પરિપુઓમાં સ્થાન પામવા છતાં અભિગમભેદે ઉચ્ચ પુરુષાર્થ પણ ગણાયો – જો તે ધર્મ અને અર્થ સાથેના અવિરોધ અને સુસમન્વય દ્વારા સેવાય તો. કામની દોષરૂપતા ટળીને તેની ગુણરૂપતા નિખરે તેવી કુશળતાની ખિલવટ તે કામપુરુષાર્થ. આ ત્રણ પુરુષાર્થોના પારસ્પરિક સંબંધ કે અગ્રતાક્રમ અંગે એક મત એવો છે કે ત્રણેયનું સેવન સમાન રીતે કરવું. તો “મહાભારતમાં આવતા એક સાવિત્રી-મંત્રરૂપ ગણાતા શ્લોક મુજબ ધર્મમાંથી જ અર્થ અને કામ સિદ્ધ થાય છે, માટે ધર્મ સેવનયોગ્ય મૂળ પુરુષાર્થરૂપ બતાવાયો છે (ધર્માદ્રર્થગ્ર મશ સ મિર્થ ન સેવ્યસ્ત છે. ત્યારે કૌટિલ્ય પોતાના મૌલિક ચિંતન મુજબ આ મતોને સદોષ ગણીને સાવધતાથી કહે છે : “અર્થ જ પ્રધાન છે એમ કૌટિલ્ય કહે છે; કારણ કે ધર્મ અને કામ અર્થમૂલક (અર્થના આધારની અપેક્ષા રાખનાર) છે.૨૬” જીવનનિર્વાહનાં સાધનો વગર ધર્મ કે કામ પુરુષાર્થો આચરી શકાતા નથી એ તો અનુભવસિદ્ધ નિર્વિવાદ વાત છે. આમ, જેમ ચાર વિદ્યાઓમાં વ્યવહારદષ્ટિએ (સર્વ વિદ્યાઓના રક્ષણની દૃષ્ટિએ) કઈ વિદ્યા ઉત્તમ તેનો ઉત્તર આપવામાં કૌટિલ્ય કુશળ વલણ અપનાવ્યું, તેમ તેવું જ અદોષ વલણ આ ચર્ચામાં પણ બતાવ્યું છે. આ જોઈ કોઈને ઉપરટપકે જોતાં સામ્યવાદના ગુરુ માનો મત કદાચ યાદ આવે. પણ બંનેમાં પાયાનો જ ફેર છે. અહીં અર્થપુરુષાર્થને ધર્મ અને કામની પૂર્વભૂમિકારૂપે, પોષકરૂપે જોયો છે; જયારે માર્ક્સ તો ભ્રાંતિના માર્યા નર્યા ભૌતિકવાદી બની રહ્યા છે. તેમને મન ધર્મ તો એક જાતનું અફીણ હોઈ ત્યાજ્ય છે ! કૌટિલ્ય તો અર્થની કિંમત ઉચ્ચતર મૂલ્યોના આરાધક સાધન તરીકે જ કરે છે. આ રીતે આડકતરી રીતે “મહાભારત' દ્વારા કહેવાયેલી વાત જ વધુ વ્યવહારુ રીતે કૌટિલ્ય For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૨ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ કહી છે તે સમજાશે. અલબત્ત, આમાં કૌટિલ્ય ધર્મ અને કામ બંનેને સમાન રીતે અર્થને આરાધ્ય બતાવીને પોતાની લોકસમાવેશક સમદષ્ટિ – બલ્ક મનોવૈજ્ઞાનિક દૃષ્ટિ – બતાવી છે. કામ-પુરુષાર્થ પ્રત્યેનો હીનભાવ એ ગમે તે કારણે શુદ્ધ ભારતીય પરંપરામાં પેઠેલી વિકૃતિ જ ગણાય. એથી તો ઊલટું, દંભ અને અનાચાર જ પોષાયાં છે. શ્રીકૃષ્ણનું અદોષ ચરિત અન્ય અનેક પરંપરાઓની જેમ આ પુરુષાર્થચતુષ્ટયની પણ મૂળ પરંપરાનું ઉદ્ધારક અને સંરક્ષક છે. આ બંને (વિદ્યાઓ અને પુરુષાર્થો વિષેના) ચર્ચાપ્રવાહોમાં કૌટિલ્યની દૃષ્ટિ કેવી સમન્વયકારી અને કુશળ છે તે સમજવા માટે એમણે દંડનીતિના ધ્યેય વિષે જે કહ્યું છે તે ધ્યાનમાં લેવા જેવું છે : “[દંડનીતિ] અપ્રાપ્તની પ્રાપ્તિના હેતુવાળી, પ્રાપ્તને પૂર્ણપણે રક્ષનારી, રહેલા [અર્થ]ને વધારનારી અને વૃદ્ધિ પામેલાં [ધન કે દ્રવ્યો]ને “તીર્થોમાં (સુપાત્રોમાં) પહોંચતું કરનારી છે. ૨૭” આ શાસ્ત્ર માટે મૌલિકપણે ‘અર્થશાસ્ત્ર' શીર્ષક યોજીને, તેને અનુરૂપ રીતે એ કહેવાતી દંડનીતિ'ના ધ્યેયની અને કાર્યક્ષેત્રની કેવી અભિનવ વ્યાખ્યા ! અર્થશાસ્ત્રની ધર્મશાસ્ત્રના જ ધિંગા વ્યવહારુ અંગ તરીકેની કેવી અપૂર્વ પ્રતિષ્ઠા ! સુપાત્ર એવા સર્વ કોઈ ખપી – જેમાં મહદ્અંશે તો આમપ્રજા જ સમાય છે, તેને – માટે મહામહિમાયુક્ત “તીર્થ' શબ્દ વાપરવામાં કેવું વેધક સત્યદર્શન ! “સર્વભૂતોને આત્મતુલ્ય અનુભવવાની ગીતાની ઝળહળતી ભલામણ અર્થશાસ્ત્ર તો ભૂલવાની નથી જ' એવી તેજસ્વી ટકોર અહીં ગર્ભિત જણાય છે. બાવીશી એટલે કે દર્શનવિદ્યાને રાજા/રાજપુરુષો માટેની આવશ્યક વિદ્યા ગણાવી, કૌટિલ્ય પ્રાચીન-ભારતીય પ્રસિદ્ધ છ દર્શનોના જૂથ(પદ્દર્શન)માંથી તેમ જ કહેવાતાં નાસ્તિક દર્શનો પૈકી, ખાસ કયાં દર્શનોનું અધ્યયન ઉચ્ચ રાજ્યકર્તાઓ માટે વિશેષ ઉપકારક છે, તે પણ, કાન્હાજીની મૂળ વ્યાખ્યારૂપે જ – “આટલાં દર્શનો તે આન્વીક્ષિકી' એ ઢબે – કહે છે એ ઘણું સૂચક છે. ક્યાં છે એ દર્શનો? એ છે સાંખ્ય, યોગ અને લોકાયત (ચાર્વાક) દર્શનો. કૌટિલ્ય કોઈ એક નાનકડા વાક્યમાં પણ જે વાત સૂત્રાત્મક રીતે કહેતા હોય છે, તેનું સમર્થન એ વિધાન પાછળનાં સમર્થ પરિબળો કે કારણોના ખુલાસારૂપ સુંદર ચર્ચા દ્વારા જિજ્ઞાસુઓ માટે અવશ્ય કરવું પડે. અત્યંત મિતભાષી અને પોતાની નમૂનેદાર કર્મઠતાને લીધે એકાગ્રપણે વ્યવહારનિરૂપણમાં જ દત્તચિત્ત જણાતા આ ગુરુ ભીતરથી કેવા સહૃદય, જાગૃત, સજ્જ અને પરિશ્રમી વિદ્યોપાસના કરનારા છે એની પ્રતીતિ આવી છણાવટો કરીએ તો જ થાય. તો આ વિધાનને પણ આ રીતે તપાસીએ. આ ત્રણ દર્શનો પૈકીનાં સાંખ્ય અને યોગ એ પદર્શન-જૂથમાંનાં બે દર્શનો છે અને લોકાયત એ “નાસ્તિક' કહેવાતાં દર્શનોમાંનું એક છે. સાંખ્યયોગ પરંપરાગત રીતે જોડિયાં એટલે કે પરસ્પરપૂરક દર્શનો ગણાય છે. સાંખ્ય મુખ્યત્વે જ્ઞાનાત્મક છે અને યોગ તે જ સ્વઅનુકૂળ જ્ઞાનભૂમિકાને અપનાવીને એ જ જ્ઞાનને પૂર્ણ જીવનસાફલ્યમાં પરિણત કરે તેવી વિકસિત અંતર્મુખ સાધનાપરંપરાઓનું, એક સુગ્રથિત સર્વાગી સાધનામાર્ગ તરીકે નવાવતરણ કરીને રજૂ કરે છે. એ રીતે બંને દર્શન મળીને એક પ્રસિદ્ધ સાધનામાર્ગનું પ્રદાન સર્વ ખપી જીવો માટે કરે છે. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૮૩ એ પણ ધ્યાનમાં લેવા જેવી વસ્તુસ્થિતિ છે કે ભગવદ્ગીતા છ દર્શનો પૈકી ઘૂંટી-ઘૂંટીને ફરીફરી આ બે દર્શનોને જ અને તેમાં કહેલી વિવિધ વાતોને ઉલ્લેખ છે. આમ તો દર્શનોના અધ્યેતાઓ વાજબી રીતે જ તત્ત્વ-અદ્વૈત(અંતિમ તત્ત્વ એક જ હોવાની વાત)ને પ્રસ્થાપનારા વેદાંત-દર્શનને શિખરરૂપ ગણીને પરમ-દર્શનરૂપે સ્વીકારે છે. આમ હોવા છતાં એ ન ભૂલીએ કે વિવિધ દર્શનો ભલે સ્થૂળ દૃષ્ટિએ જુદાં-જુદાં પરમ તત્ત્વો સ્થાપતાં જણાય, પણ તે દરેક પાછળ જે-તે સમયના પ્રબળ વૈચારિક પ્રવાહોની અસર હોય છે અને વળી દરેક દર્શન સત્યનાં જે-તે ચોક્કસ પાસાંઓ વિષે સહુને માટે સદા-ઉપયોગી એવો જ્ઞાનપ્રકાશ ખોલી આપતાં હોય છે. એ રીતે વેદાંત-દર્શનના વિવિધ આચાર્યો દ્વારા થયેલાં તત્ત્વનિરૂપણોમાં વત્તેઓછે અંશે સાંખ્યદર્શનનાં સૃષ્ટિ-વિશ્લેષણોનો સ્વીકાર અને સમાવેશ થયેલો જોવા મળે છે; ભલે તેનું સમગ્ર માળખું ન સ્વીકારાયું. ખાસ તો સાંખ્ય-દર્શનનો, પુરુષ અને પ્રકૃતિનું વૈત નિરૂપતો વાદ અને પ્રકૃતિ-સ્વરૂપની ચર્ચાના અંગરૂપ ત્રિગુણવાદ વસ્તુતત્ત્વને સમજવામાં ખૂબ ઉપયોગી જણાયો છે. પુરુષનું નિર્વિકાર એવું નિત્યપણું પ્રસ્થાપવાની સાંખ્યદર્શનની વાત પણ ઊંડી સાધનાનું ફળ જણાય છે. તેની સામે જગતમાં દેખાતાં વૈવિધ્યો અને નિત્યનાં પરિવર્તનોને સમજવા માટે સત્ત્વ-રજ-તમસૂ એ ત્રિગુણ વિષેની વિસ્તૃત ચર્ચાઓ ઉપકારક છે. આ ચર્ચાઓને આધારે પુરુષ એટલે કે આત્માને બંધન કેમ થાય છે અને મુક્તિ કેમ કરીને સધાય એ પણ બતાવાયું છે. વળી જગતની ઉત્પત્તિ કયા ક્રમે થાય છે એ ચર્ચા પણ ગહન અને બોધક છે. એમાં ખાસ ધ્યાન ખેંચે તેવી એક વાત એ પણ છે કે બુદ્ધિ(જેને “મહત” પણ કહે છે તે)માંથી નીપજતા અહંકારમાંથી પંચમહાભૂતોની મૂળ સામગ્રીરૂપ “તન્માત્રા” નીપજતી બતાવી છે. આનો અર્થ એ થયો કે ભૌતિક દ્રવ્યોનું મૂળ જગતમાં પ્રવર્તતી સંકલ્પશક્તિમાં પડેલું છે, ચિત-શક્તિમાં પડેલું છે. પુરુષાર્થવાદીને ચિતતત્ત્વ અને ભૌતિક જગતના કાર્ય-કારણભાવનું આવું નિરૂપણ આશાની અપૂર્વ ક્રાંતિ કરનારું નિઃશંક લાગે. કૌટિલ્ય પણ મંત્રશક્તિને પ્રથમ ને પ્રભુશક્તિને બીજું સ્થાન આપે છે. વળી લોકસ્વભાવની ત્રિગુણાત્મકતા નિરૂપતી પાયાની અવધારણા (postulate) અને તેને આધારે સંસારીઓના સ્વભાવો અને વ્યવહારોમાં અનુભવાતી ભિન્નતાનું વિસ્તૃત વિશ્લેષણ નિત્ય વ્યવહારોપયોગી કે કાર્યયોજનામાં ઉપકારક એવા મનોવિજ્ઞાનની ગરજ સારે છે. આધુનિક યુગની ઉત્તમ ઓળખાણ તો, પ્રસિદ્ધ અંગ્રેજ ચિંતક બન્ડ રસેલ વગેરે કહે છે તેમ, મનોવિજ્ઞાનયુગ તરીકે આપી શકાય તેમ છે. પાપ-પુણ્યનાં રાગ-દ્વેષપ્રધાન કુંડાળાં ભેદીને માનવમાત્રના અને પ્રાણીજગતના પણ સારા-માઠા કહેવાતા સર્વ વ્યવહારોના કારણભૂત માનસિક પ્રવાહો ઓળખવા એ સામાજિક જીવનવિધિનું અનિવાર્ય એવું પાયાનું અંગ છે. ગહન એવી જૈન જ્ઞાનમીમાંસામાં પણ એક જ્ઞાનપ્રકારે બતાવ્યો છે “મન:પર્યાયજ્ઞાન' (જુદા-જુદા જીવોની ચિત્તવૃત્તિની વિવિધ ધારાઓનું જ્ઞાન). રાજા જેવા લોકશાસક માટે તો નરવું મનોવિજ્ઞાન તે સાફલ્ય માટેની એક અનિવાર્ય જરૂરિયાતરૂપ જ ગણાય. દરેક જીવને, તે જેવો છે તેવો, તેની જ પ્રકૃતિદત્ત ચિત્તધારાની ઓળખ દ્વારા સમજવો, તેવા સ્વરૂપે જ તેને નિઃશંક અપનાવવો અને સામાજિક જીવનવિધિમાં યુક્તિપૂર્વક તેને અનુરૂપ રીતે જોતરવો એ જ શાસકનો કે નેતાનો સાફલ્યગામી કાર્યવિધિ છે. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' ઃ દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ એક અત્યંત રસપ્રદ વાત એ છે કે ગીતાકારે જગતના માત્ર તાત્ત્વિક વિશ્લેષણ માટે જ નહિ, પણ લોકના આહાર, દાન, તપ ઇત્યાદિ વ્યવહારોમાં જોવા મળતા વર્તનભેદને સમજવા માટે પણ ગ્રંથના છેલ્લા બે (સત્તરમી-અઢારમા) અધ્યાયોમાં સાંખ્યશાસ્ત્રનો છૂટથી ઉપયોગ કર્યો છે. તે રીતે ભારતીય આયુર્વેદચિંતકોએ પણ સાંખ્યશાસ્ત્રના ઊંડા જ્ઞાનનો આરોગ્યશાસ્ત્રની ખિલવટમાં વિપુલ ઉપયોગ કર્યો છે. ભારતીય પરંપરામાં સાચું તત્ત્વજ્ઞાન પામવા માટે માત્ર ગમે તે એક દર્શનનો અભ્યાસ પૂરતો મનાયો નથી – જેમ પેલા દસ અંધો પૈકી કોઈ પણ એક દ્વારા થયેલું હાથીના સ્વરૂપનું જ્ઞાન કે વર્ણન હાથીના યથાર્થ સ્વરૂપને સમજવા માટે પૂરતું નથી. ‘શિવમહિમ્નઃસ્તોત્રકાર કહે છે તેમ, એક-એક દર્શન મનુષ્યની કોઈ ને કોઈ આગવી રુચિથી જે-તે આકાર પામ્યું હોય છે – કોઈનો વિચારપથ સીધો-સાદો (ઋગુ) છે, કોઈનો વાંકોચૂંકો (દિત). આ સ્થિતિમાં મનુષ્ય પોતાની આગવી પ્રતિભાથી તે-તે દર્શનના વિશ્લેષણનો આદરથી અને નિદિધ્યાસન (ધ્યાનયોગ) સહિતના પરિશ્રમથી બોધ તારવીને પોતાની વરણ-શક્તિ મુજબ તેમાંથી અનુરૂપ વાતો જ અપનાવવાની હોય છે. વળી દરેક વ્યક્તિ બધાં બૌદ્ધિક દર્શનોનો અભ્યાસ કરે એ ન જરૂરી છે, ન શક્ય. તેથી વ્યક્તિસ્વભાવભેદ કે વ્યવસાયભેદે દર્શનો પૈકી અમુકના અધ્યયનની ભલામણ સમજદારો દ્વારા કરાય છે તે તો ભાર મૂકવા માટે. એટલે એમાં અન્ય દર્શનોના અધ્યયનનો નિષેધ ન સમજવો. છેવટે તો દર્શનોનું અધ્યયન બુદ્ધિને સૂક્ષ્મ, સમગ્રદર્શી અને તટસ્થ બનાવવા માટે છે; તેમાંના કોઈ આદેશો અવિચારે માથે ચઢાવી લઈ માત્ર આજ્ઞાંકિત બનવા માટે નહિ. મનુષ્ય માત્ર બહિર્મુખ થવા જ સર્જાયો નથી; અંતર્મુખતા એના સ્વભાવનું, એના અસ્તિત્વનું પાયાનું પાસું છે. એ દૃષ્ટિએ જોતાં, “સાંખ્ય-દર્શનમાં એના નામ પ્રમાણે સંસારસ્વરૂપનું જે તટસ્થ પરમોચ્ચ જ્ઞાન (સં-રો – સારી રીતનો બોધ) આપવામાં એના દ્રષ્ટાઓની પ્રતિભા પ્રયોજાઈ છે, તે તો મુક્તિતત્ત્વની ગહન શ્રદ્ધા પર આધારિત મુક્તિસાધનાના ધ્યેયનું જ અંગ છે. એટલે જ એમાં પુરુષના મૂળ સ્વરૂપ અંગેની પારદર્શી ઉજ્જવળ કલ્પના પણ બરાબર સ્થાન પામી છે. પુરુષને એ સ્વરૂપની અનુભૂતિમાં જે મહાબાધા છે, એની નિવૃત્તિ માટેની સાધનાનો જ ખપ છેવટે તો સાંખ્યચિંતકોને છે. એ સ્થિતિમાં અગાઉ સૂચવ્યા પ્રમાણેની પરસ્પરપૂરકતાની પ્રતીતિના સંદર્ભે જ સાંખ્યયોગની જોડી જામી. આથી કૌટિલ્ય અન્ય અનુશીલનયોગ્ય દર્શન તરીકે ‘યોગનો ઉલ્લેખ કર્યો છે. તે મુખ્યત્વે ચિત્તવૃત્તિના સંસ્કરણ અને સમાયોજનની કેળવણી આપનારી પ્રાયોગિક દર્શનશાખા છે. વૈદિક, જૈન, બૌદ્ધ એ ત્રણે ય મુખ્ય ધર્મધારાઓમાં કોઈ ને કોઈ સ્વરૂપે બહુ જ પ્રાચીન સમયથી યોગ કે ધ્યાન નામે ચિત્તનિયમનની કેળવણી, સંન્યાસી ઉપરાંત ગૃહસ્થવર્ગમાં પણ સ્થાનિક સ્વાયત્ત સ્વરૂપે, વ્યક્તિ અને સમાજના પાયાના સાંસ્કારિક ઘડતર અર્થે, તેમ જ સુખશાંતિથી ભરેલી નિર્મળ-મનોહર જીવનશૈલી અર્થે સ્વયંભૂ રુચિથી વ્યાપકપણે અપનાવાતી હોવાનું જાણકારો દ્વારા કહેવાતું હોય છે. આજના વિષમતાપૂર્ણ વિશ્વમાં એવી તાતી જરૂર સમજીને વૈશ્વિક વ્યાપકતા સાથે, સંપ્રદાયનિરપેક્ષ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૮૫ ભાવે એ પરંપરાઓ પુનઃ વિધિપૂર્વક અપનાવાવાની મથામણો શરૂ થઈ છે. પતંજલિએ પ્રાચીન પરંપરાઓમાંથી એક સમન્વિત સર્વગ્રાહી અષ્ટાંગી માળખું ઊભું કરીને તે સર્વ અંગો વિષે, ઉચ્ચ પ્રતિભાના અને યોગાનુશીલનના આધારે પોતાના યોગશાસ્ત્ર દ્વારા ઉત્તમ અને ઊંડાણવાળું માર્ગદર્શન આપ્યું છે. એ રીતે યોગશાસ્ત્ર શરીર-મનની ઉત્તમ કેળવણી દ્વારા પ્રબુદ્ધ અને ગુણગણસમૃદ્ધ એવા માનવનું નિર્માણ કરવાનો મહામાર્ગ બની રહે છે. તેની સંગીન તાલીમ સમાજનું વધુ અર્થપૂર્ણ સાંસ્કૃતિક નવનિર્માણ કરવાની પણ ઉત્તમ રુચિ જગાડે એમ છે. તેથી રાજા અને રાજપુરુષો માટે પોતાની વિદ્યાસંપન્ન પ્રતિભાને સમતોલ, આંતરિક કેળવણીયુક્ત અને આત્મબળસભર કરવા માટે યોગશાસ્ત્રની સમજણ અને તેની યથાશક્ય નિત્યની સાધના ખૂબ ઉપકારક બને. રાજાને મુખ્ય વ્યાવસાયિક તાલીમ (વિનય) તો શસ્ત્રાસ્ત્રપ્રયોગ, અસવાર-વિદ્યા ઉપરાંત દંડનીતિ અને વાર્તા વિદ્યાઓ દ્વારા મળે છે, પણ એની પ્રતિભા ‘નિયમ” (વ્રતબદ્ધ સંયમી જીવનશૈલી) પામે છે ત્રયી અને આન્વીક્ષિકી દ્વારા – આન્વીક્ષિકીમાં સવિશેષ યોગની નિયમિત સાધના દ્વારા. યોગનું ધ્યેય છે આત્મદર્શનનું – પોતે દેહ, ઈન્દ્રિય, મન, બુદ્ધિથી પર એવો આત્મા છે તેની પ્રતીતિનું. એટલે, અગાઉ કહ્યું છે તેમ, કૌટિલ્ય રાજાના ગુણોના એક જૂથને “આત્મસંપ’ એવું નામ આપે છે. એ ગુણજૂથની ખિલવટમાં યોગસાધનાનો મોટો ફાળો રહે છે. આવા આધ્યાત્મિક સંસ્કારથી રાજા પ્રજાની માત્ર બાહ્ય સુખાકારી માટે જ નહિ, તેમના ઉચ્ચતમ કલ્યાણ માટે પણ માર્ગો મોકળા કરે છે. યોગનું યોગ્ય શિક્ષણ અગ્રણી રાજપુરુષોને પણ વધુ કાબેલ અને ઠરેલ અધિકારી અવશ્ય બનાવે છે. આજકાલ I. Q. (Intellectual Quotient – બુદ્ધિમાનાંકો ઉપરાંત E. O.(Emotional Quotient - ઊર્મિમાનાંકોનો પણ મહિમા સમજાવા માંડ્યો હોઈ, ઉચ્ચ અધિકારીઓને એ માટેના ખાસ શિબિરોમાં અપાતી વિવિધ તાલીમોમાં યોગની તાલીમ પણ સમાવેશ પામે છે. ' ગીતા કહે છે તેમ વ્યવહારદૃષ્ટિએ યોગ એ કર્મનું કૌશલ છે, એ કૌશલ ગીતાકારને માત્ર બાહ્ય એટલે કે કાર્યદક્ષતારૂપ જ અભિપ્રેત નથી; વિશેષે તો ચિત્તવૃત્તિની દક્ષતારૂપ – સમસ્વરૂપ, અનાસક્તિરૂપ – અભિપ્રેત છે તે તરત પૂર્વે આપેલી યોગની બીજા વ્યાખ્યાથી સ્પષ્ટ થાય છે (યો 1: ર્મસુ ઋીશનમ્ – ૨.૧૦ અને સમવં યોગ ૩mતે ૨.૪૮ એમ સુંદર બે સમીકરણો !). એવા વિનીત રાજનું રાજય તઘલખી અતિરેકોવાળું કે જુલ્મી ન જ હોય, શૈવધર્મ ઉપરાંત બૌદ્ધધર્મને જીવનમાં અપનાવનાર કનોજના વર્ધનવંશમાં થયેલા ભારતના છેલ્લા સમ્રાટ્ હર્ષવર્ધનનું અત્યંત સમર્થ, કાબેલ, ઉદાર શાસન દષ્ટાંતરૂપે સ્મરવા યોગ્ય છે. આ બે પરસ્પરપૂરક ઉત્તમ દર્શન-પરંપરાઓની સાથે “લોકાયત'(ચાર્વાક)-દર્શનના અધ્યયનની-ભલામણ સમાવીને કૌટિલ્ય આપણને વિચારતા કરી મૂક્યા છે. “લોકાયત” એટલે લોકમાં આયત (ફેલાયેલું) દર્શન. એનું વધુ પ્રસિદ્ધ નામ છે “ચાર્વાકદર્શન'. અન્ય પરંપરાઓ દ્વારા એને (જેમ જૈન તથા બૌદ્ધ દર્શનોને) “નાસ્તિક દર્શન” તરીકે ઓળખવામાં આવે છે. વેદનિંદા અને શ્રદ્ધાના મુખ્ય વિષયોરૂપ ઈશ્વર, કર્મતત્ત્વ, પુનર્જન્મ, મુક્તિ ઇત્યાદિ અલૌકિક તત્ત્વોને ન માનવાના For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અર્થમાં ચાર્વાક-દર્શન તો ખરેખર નાસ્તિક છે. જૈન-બૌદ્ધ પરંપરાઓ તો મુખ્યત્વે વેદનિંદા અને ઈશ્વર-નિષેધને કારણે નાસ્તિક ઠરાવાઈ છે. ચાર્વાકો ઇન્દ્રિયપ્રત્યક્ષ જગત્ અને જીવનને જ વાસ્તવિક માનીને ગમે તે રીતે ભોગો માણવામાં માને છે. ‘‘પુનર્જન્મ કોણે દીઠો છે?” એમ તે કહે છે. ૮૬ આ દર્શનનું ‘લોકાયત’ નામ ઘણું કહી દે એવું સચોટ છે. ઉદ્યમ અને સાચા-ખોટા ઉધમાતો એ બંને દ્વારા, સમાજમાં પ્રદર્શન થાય તેવા ઠઠારા સાથે અવનવી ને અજનબી સુખ-સગવડો ભોગવતો સમાજનો એક વર્ગ તો એશ-આરામ ને વિપુલ સાહ્યબીના ભોગવટાને જ જીવનનું ધ્યેય માને એ તો સમજાય એવું છે, પણ એની સામાજિક અસર બરાબર તપાસીએ ત્યારે ખબર પડે છે કે સાવ સાધનહીન દશામાં જેવા-તેવા ખોરડામાં કે ઝૂંપડપટ્ટીમાં રહેનારો કે ગામડામાં રહેનારો દીન-હીન મનુષ્ય પણ, પ્રથમ તો આવા એશઆરામ અને આવી સુખસાહ્યબીને અહોભાવથી જોતાં, ધીરે-ધીરે પોતાને માટે ય તેને ઝંખતાં, છેવટે તક મળે તો પોતે ય એ મેળવવાની ગાંડી દોડમાં જોડાઈને જોરાવરી અને ચંચળ ભાગ્યના પ્રતાપે અણધારી સુખસાહ્યબીનો ધણી પણ બની બેસે છે. આ રીતે મૂડી ધરાવતો કે ન ધરાવતો દરેક આદમી સામાન્ય રીતે મૂડીવાદી જ હોય છે એવી સહજ લોકસ્થિતિ છે. એને જ ધ્યાનમાં રાખીને ‘લોકમાં લાંબું-પહોળું પથરાયેલું' એવા અર્થમાં આ ભૌતિકવાદી દર્શનને ખૂબ જ યથાર્થ રીતે ‘લોકાયત' નામ અપાયું છે. તેથી કૌટિલ્યે ‘ચાર્વાક’ એ સંભવતઃ વ્યક્તિવાચી (અથવા કદાચ ‘ચારુવાક્' – ‘મીઠીમધ વાત બોલનારો' એ અર્થ ધરાવતો) પર્યાય ન પસંદ કરતાં આ રોકડી વાત કહેતો પર્યાય પસંદ કર્યો જણાય છે. વળી આ દર્શન આ લોકની સુખ-સાહ્યબીને શ્રેષ્ઠ ધ્યેયરૂપ માનીને પણ અટકતું નથી. સંભવતઃ પોતાના અજ્ઞાત ભયોને ગમે તેમ દબાવી દેવાની પેરવી રૂપે તે, અન્ય આસ્તિક દર્શનોની, પારલૌકિક મૂલ્યો કે વિભૂતિઓ અંગેની સાતત્યપૂર્ણ રજૂઆતોને ભૌતિકવાદી અને પ્રત્યક્ષપ્રમાણવાદી દલીલથી યા અંશતઃ મંડનરહિત ઊડઝૂડ ખંડનરૂપ વિતંડાશૈલીના આશ્રયથી ઉગ્ર રીતે તોડી પાડે છે, ઉતારી પાડે છે; ગાળો પણ ભાંડે છે (એવા દર્શનકારોને ભાંડ, ધૂતારા, નિશાચરો સુધ્ધાં કહે છે !) વેદાદિ શાસ્ત્રોને પણ નર્યા દાંભિક ઘોષિત કરે છે ! ‘સર્વદર્શનસંગ્રહ'માં આ દર્શનનું લગભગ આવું વર્ણન આપ્યું છે તે પૂરું પ્રામાણિક હોવા સંભવ છે. ‘મહાભારત'માં પણ આવો મત ધરાવતા એક નાસ્તિકે લોકમાં મચાવેલા ભ્રાંતિઓના તરખાટનું વૃત્તાંત આવે છે. ભારતીય પ્રજ્ઞાએ આવાં અનેક દર્શનોને પણ સમભાવથી જોયાં-જીરવ્યાં છે. માનવમનનું સાચું સ્વરૂપ સમજવા આવા ઉગ્રવાદો કે સ્વતોવિરોધી પ્રજ્ઞાવાદોને પણ પૂરા સમભાવથી જેવા ને તેવા સ્વરૂપે સુજ્ઞોએ તો જાણવા જોઈએ અને એ માટે જવાબદાર પરિબળોને પારખીને, આવા વાદો કઈ રીતે ભીંત ભૂલ્યા હોય છે ને ખોટે રસ્તે ફંગોળાઈ ગયા હોય છે તે સમજીને તેમની પ્રત્યે પ્રશાંત સાક્ષી-ભાવ જાળવી રાખવો જોઈએ, અને સાચા ધાર્મિકો કે આસ્તિકોની આસ્થાઓને પણ અચળ રાખવામાં એમના ભેરુ બની રહેવું જોઈએ; છેવટે ઘીના ઠામમાં ઘી આવી રહેવાનું છે એની ખાતરી રાખવી જોઈએ. આ દૃષ્ટિએ ‘મહાભારત’માંની ‘અતિવાદોની તિતિક્ષા કરવાની' સલાહ ઘણી જ અનુરૂપ છે. આવા મતો ધરાવનાર બધા દુરાચારી કે જીવનમૂલ્યદ્રોહી જ હોય છે એવું પણ નથી. એવા For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૮૭ વાદીઓ મૂળમાં તો પ્રામાણિક અને નિખાલસ હોય છે. તેઓ પ્રત્યક્ષપ્રમાણ અને બહુ-બહુ તો લૌકિક અનુમાન – આ બે પ્રમાણો સિવાય બીજાં જ્ઞાનસાધનોને જાણતા કે માનતા નથી. એટલે હૈયે તે હોઠે લાવે છે. દંભી આદર્શવાદ સામે એમને સાચી ફરિયાદ પણ હોય છે. “શબ્દપ્રમાણ” તરીકે અંગીકારાતાં શાસ્ત્રોને તેઓ પ્રમાણ માનતા નથી, તેથી તેમાંની બધી વાતોને એક ઝાટકે નકારવામાં પાછું વળીને જોતા નથી. એટલે મૂળમાં તો જ્ઞાનસાધનો બાબતની મનુષ્યની મૂંઝવણ જ આવા મતોના અસ્તિત્વ માટે જવાબદાર છે. એટલે આવા મતોને કે તેમાં માનનારાઓને માત્ર વગોવીને અવગણવામાં નથી સાચી સામાજિકતા કે નથી કર્તવ્યપૂર્તિ. એમની પ્રત્યક્ષ-પરાયણતાના મૂળમાં પણ છે ભૂખ-તરસ-ટાઢ-તાપ બાબતે એમના દ્વારા અનુભવાતી લાચારી. જ્યાં સુધી મનુષ્ય આપસૂઝથી શરીર સિવાયના પોતાના સ્વરૂપને સંવેદતો ન થાય, ત્યાં સુધી ઇન્દ્રિયો સિવાયનાં બીજાં જ્ઞાનસાધનો એ પારખી નહિ શકે કે જીવન અંગેની પોતાની સમજણ બદલી નહિ શકે. આ વસ્તુસ્થિતિની નોંધ ઉપનિષમાં આમ લેવાઈ છે : “સ્વયંભૂ(બ્રહ્મા)એ ઈન્દ્રિયોને બહારની બાજુએ મંડાયેલી ઘડી, એટલે જીવ બહાર જ જુએ છે, પોતાની માંહેના આત્માને નહિ.૨૯” માનવઅસ્તિત્વ સાથે જોડાયેલી આ પ્રમાણ સંબંધી કટોકટી કે સમસ્યાને ધ્યાનમાં લઈને જ અનેક સહૃદય ભારતીય ચિંતકોએ પ્રમાણવિચાર અર્થે પોતાનાં મહત્તમ સમયશક્તિ હોમ્યાં છે. યોગવિદ્યાએ મનુષ્યનું પ્રમાણક્ષેત્ર વિસ્તારવા ખૂબ જ પાયાનું એવું ચિત્તશુદ્ધિના ઉપાયો શીખવવાનું કામ કર્યું છે. એટલે રાજાએ કરવાના દર્શનોના અભ્યાસમાં એક ધ્યાનયોગ્ય પૂર્વપક્ષ તરીકે અને લોકમાનસની વસ્તુસ્થિતિ ધ્યાનમાં લેવા માટે કૌટિલ્ય લોકાયત-દર્શનનું પૂર્વગ્રહમુક્ત અધ્યયન પણ આવશ્યક બતાવ્યું હોવાનું સમજાય છે. “અવિઘાને અવગણીને એકલી વિદ્યાનું સેવન એ વિશેષ અંધારો માર્ગ છે” એવી આ બીજા વ્યાખ્યાનમાં અગાઉ (ટિપ્પણ ક્ર. ૧૦, ૧૧ સાથે) ઉલ્લેખેલી “ઈશોપનિષદ્'ની વાત અહીં પણ લાગુ પડે છે. અન્ય આસ્તિક દર્શનમાં દેખીતી રીતે શ્રદ્ધા ધરાવનારનું મન પણ ઝટ દ્વિધા ન છોડતું હોઈ તેને પણ વ્યવહારમાં લોકાયત-દર્શન તરફ અભાન આકર્ષણ તો હોય જ છે. એથી પોતાનું ડગમગતું જ્ઞાન પાકું કરવા પણ વિરુદ્ધ દર્શનનો સમતાથી અને તેજસ્વી બુદ્ધિથી અભ્યાસ કરવો ઘટે. દંડનીતિવિદ્યાના અતિપ્રાચીન આચાર્યો પૈકી પણ અનેક લોકાયત-દર્શન તરફની વણકહી એવી પણ સક્રિય રુચિ ધરાવનારા હોવાનું અર્થશાસ્ત્રમાં ઉલ્લેખાયેલા તેમના મતો તપાસતાં જરૂર લાગે; દા.ત. બૃહસ્પતિ, શુક્ર(ઉશનસ્), ભારદ્વાજ વગેરે અને તેમના અનુયાયીઓ. એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે આસ્તિક અને આદર્શરૂપ (અર્થાત્ મનુષ્યની સુપ્ત ઉચ્ચતર પ્રકૃતિ કે પ્રતિભા અન્વયે “આદર્શ એટલે કે અરીસાની ગરજ સારતાં) દર્શનો અને તેમના જ આધારે વિભિન્ન દેશ-કાળના વિશાળ પટમાં ઉદય પામેલી મૌલિક વિભૂતિઓની ઉન્નતિગામી, તેમ જ પોતપોતાના સમાજોની શુદ્ધિ સાધનારી જીવનચર્યાને આધારે વિકસેલા ધર્મો – જેમાં સદાચાર પર પ્રતિષ્ઠિત આધ્યાત્મિક વિકાસપથનો દિવ્ય વારસો, ખપી જીવો માટે ખુલ્લો મુકાય છે - એ ઉભય, સુદીર્ઘ માનવઇતિહાસની દૃષ્ટિએ હજી ઉંમરમાં નાનાં અને પ્રમાણમાં અર્વાચીન ગણાય તેવાં છે. કદાચ એમ પણ હોય કે અનેક પ્રાચીન પરંપરાઓ બતાવે છે તેમ, અત્યારે ક્રમશઃ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ૮૮ નબળા યુગો તરફ માનવજાત આગળ વધતી હોઈ આ દર્શન અને ધર્મો એનો મૂળ ઉચ્ચ મહિમા ગુમાવીને પણ, માનવજાતને અને એની નરવી સમાજવ્યવસ્થાને યથાશક્ય ટકાવવા મોજૂદ છે. સમય ગમે તેટલો વિષમ હોય, ધર્મ પાળવો ભલે ખૂબ મુશ્કેલ હોય, તો પણ ધૈર્યને પૂરો અવકાશ છે એમ સમજીને સમજદારોએ કર્તવ્યબુદ્ધિથી ધર્મની પડખે ઊભા રહેવું જોઈએ અને ધર્મતત્ત્વોની સમજણ ખિલવતા જઈને તે મુજબ યથાશક્ય ધર્મ જીવનમાં ઉતારવાનું નિઃશંક ચાલુ રાખવું જોઈએ. (ભ.ગીતા કહે છે : “આ ધર્મનો અલ્પ અંશ પણ મહા-ભયમાંથી બચાવે છે” – સ્વલ્પમધ્યસ્થ ધર્મસ્થ ત્રાયતે મતો મયાત્ | ૨.૪૦B.) વળી સમભાવથી જીવનની વિષમતાઓ શમાવવાના ઉપાય તરીકે આવાં અધ્યાત્મલક્ષી ધર્મો-દર્શનોનો લોકમાં પ્રસાર પણ કરવો ઘટે. કૌટિલ્ય પણ આ બાબત પૂરતા જાગૃત અને શ્રદ્ધાવાનું છે. એથી એમણે રાજપુરુષો માટે ખપની વિદ્યાઓની યાદીમાં પૂરી સમજણ સાથે અને યોગ્ય હેતુનિર્દેશ સાથે આન્વીક્ષિકી-વિદ્યાનો પહેલી જ વાર સમાવેશ જાહેર કર્યો. વળી અધ્યયનયોગ્ય ચોક્કસ દર્શનોનાં નામ પણ પૂરેપૂરી સાવધતા જાળવીને દીધાં. એ સિવાયનાં દર્શનોના અધ્યયનનો નિષેધ તો એમને અભિપ્રેત ન જ હોય. વળી જે ત્રણ દર્શનો ઉલ્લેખ્યાં તેમનો ક્રમ પણ પૂરા ઔચિત્યનો વિચાર કરીને જ આલેખ્યો છે. જ્ઞાનશુદ્ધિ માટે પ્રથમ સાંખ્યશાસ્ત્ર ઉલ્લેખ્યું. જ્ઞાન વગરનો આચાર કર્મકાંડમાત્ર બની રહે અને કાળક્રમે ઝનૂનમાં ય પરિણમે અને સમજણના અભાવે, પોતાના ઉપરનો સ્થૂળ અંકુશ જેવો દૂર થાય યા પોતાના ઉપર ચઢેલો વળ જેમ દૂર થતો જાય તેમ તે આચાર સદંતર છૂટી જઈ પણ શકે. આમ જીવનનું ધ્યેય બૌદ્ધિક સ્તરે સમજી લીધા બાદ બીજા ક્રમે એ જ્ઞાન દીવા જેવું સાફ બની પોતાનામાં ઓતપ્રોત અને આત્મસાત્ થઈ જાય તે માટે, જરૂરી ચિત્તશુદ્ધિના પીઠબળ દ્વારા પરમશક્તિના અસ્તિત્વને સાક્ષાત્ સંવેદતા જઈને એના સાન્નિધ્યનું સેવન કરવા યોગદર્શનનું, પ્રયોગકૌશલસાધક સેવન કરવાનું સૂચવવામાં આવ્યું છે. આવું ઈશ્વરપ્રણિધાન' (ઈશ્વરસ્વરૂપમાં નિજ સ્વરૂપનું સમર્પણ) ક્રમશઃ લૌકિક પુરુષના સર્વ દોષો અને તેની સર્વ મર્યાદાઓની નિવૃત્તિમાં પરિણમતાં, પુરુષમાં જ ઈશ્વરત્વનો, આત્મામાં જ પરમાત્મરૂપતાનો ઉદય થાય છે. એ તો અવશ્ય માનવું પડે કે આમ થતાં યુવરાજની કે જે-તે રાજપુરુષની પ્રતિભાનો ઉજ્વળ-નિર્મળ પિંડ બંધાય, એનામાં અખંડ સમતા અને તેજસ્વિતા બંને સ્થપાય. આજે પણ અતિયાંત્રિક જીવનનાં માઠાં પરિણામોનો, તનાવોનો અનુભવ અસહ્ય બનતો જાય છે તેમ, ભારત ઉપરાંત જગતના અનેક દેશોમાં પણ યોગ તરફ આકર્ષણ વધવા માંડ્યું છે – ભલે હજી એમાં અનેક ભ્રમો, આવેશો અને છીછરાપણું પણ હોય. પરંતુ એ દ્વારા, એકંદરે, માનવની સાચા-સમતોલ જીવન માટેની ઉત્કટ રુચિ અને ભૂખ એ બંને બરાબર પરખાય છે. આવી રીતે અનુક્રમે જ્ઞાનપ્રધાન અને સાધનાપ્રધાન બે દર્શનોમાં થયેલા હૃદયપ્રવેશથી અંત:સમૃદ્ધ થયેલ અભ્યાસીને ત્રીજા ક્રમે, ઉપર કહ્યું તેમ, પ્રતિપક્ષના સમતાપૂર્ણ પરિચયથી સરવાળે પોતાની આગલાં બે દર્શનોની સમજણને શંકામુક્ત અને સુદઢ કરવા અર્થે જ, લોકાયત-દર્શનના અધ્યયનની ભલામણ કરાઈ છે. એનો નિર્દેશક્રમ પણ કૌટિલ્યનો આ જ અભિપ્રાય સૂચવે છે. વળી For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૮૯ પ્રજાને સંતોષવાની દૃષ્ટિએ લોકસ્તરે રાજાએ લોકાયતદર્શનનું અનુસરણ કરીને પ્રજાની ભૌતિક સુખો માટેની ઇચ્છા પોષવાની વાત પણ અંકે થાય છે. (એક સુભાષિતમાં પૂરી લોકવન્સલતા સાથે કરાયેલું આ વિધાન અને નિદાન યાદ રાખીએ : “લોક પારમાર્થિક નથી”– નો: પરમથ: .) ‘ઉત્તરરામચરિત' નાટકમાં ભવભૂતિએ માર્મિક રીતે આને “પ્રજાઓનું અનુરંજન' કહ્યું છે. “અનુરંજન' એટલે કોઈ વ્યક્તિને કે કોઈ સમુદાયને, તેનું કોઈ સ્થાયી હિત ન હણાય તે રીતે, તેની નરવી ઇચ્છાઓને પૂરતા પ્રમાણમાં સંતોષીને રાજી રાખવાં તે. ન તો પ્રજાઓને આળસુ, એશઆરામી અને પરોપજીવી બનાવવાની છે, ન તો રેઢિયાળ શાસનપદ્ધતિ અપનાવી એના જીવનને અનુચિત અભાવોથી કે અગવડોથી લૂખું-સૂકું અને નર્યું બોજારૂપ થવા દેવાનું છે. એકંદરે ઉક્ત દર્શનના અધ્યયનનું આવું વ્યક્ત પરિણામ કૌટિલ્યને અભિપ્રેત જણાય છે. કોઈ પણ સમાજ કે રાષ્ટ્ર વિવિધ મનુષ્યોના તેમ જ વિવિધ વિદ્યાઓના પારસ્પરિક અનુબંધ(સુમેળ)થી અને સમન્વયથી જ ધન્ય, સમર્થ અને ચિરંજીવી બને છે; નિત્ય વિકસતાં રહે છે. રાજપુરુષોની કેળવણીની આ ચર્ચાના ઉપસંહારમાં એક મહત્ત્વની વાત ઉલ્લેખીએ. ‘અર્થશાસ્ત્ર'માં, દંડનીતિના અન્ય ગ્રંથોમાં, તેમ જ સ્મૃતિગ્રંથોમાં અને “મહાભારત', પ્રાચીન પુરાણો ઇત્યાદિમાં રાજા માટે નિત્ય વૃદ્ધસેવનની ભલામણ ખાસ કરવામાં આવતી હોય છે. અર્થશાસ્ત્ર'ના અધ્યાય ૪.૧નું શીર્ષક જ છે “વૃદ્ધસંયોn:'. અહીં “વૃદ્ધ'નો અર્થ ઉંમરથી ઘરડાં નહિ, પણ વૃદ્ધિ પામેલા અર્થાત્ જ્ઞાન, અનુભવ કે મહત્ત્વનાં કૌશલોમાં આગળ વધેલાં – એવો સમજવાનો છે. સમાજમાં જે કોઈ પાકા જ્ઞાનીઓ કે જુદી-જુદી કોઠાસૂઝ ધરાવનારાઓ છે, તે જ રાષ્ટ્રનું ખરું સ્થાયી બળ છે. તે સૌ વિષે સામેથી પૂરી જાણકારી કાયમી રૂપે રાજ્યના દફતરમાં જાળવતા રહીને તેમની પાસે સામેથી જઈને જ્ઞાન, માર્ગદર્શન મેળવતા રહેવાની રાજવંશની નમ્રતા અને તત્પરતા એ કોઈ પણ રાષ્ટ્ર માટે ખરેખરી સુરક્ષાનું અને સદા ઠરેલ રાજનીતિ જાળવીને સર્વના સર્વાગી વિકાસનું કારણ બની રહે છે. “પૂછે પંડિત થાય' એ કહેવત મુજબ રાજા માત્ર પોતે યુવાવસ્થામાં મેળવેલા જ્ઞાન પર કે માત્ર નિમાયેલા મંત્રીઓ કે અમાત્યોના જ્ઞાન પર બધા નિર્ણયોનો આધાર ન રાખતાં, રાષ્ટ્રમાંનાં વિવિધ ગામો કે નગરોમાં સ્થિર થયેલાં, સાદું જીવન જીવતાં, ઉચ્ચ જ્ઞાન પામેલાં નરનારીઓ કે વનવાસી ઋષિઓનો સમાગમ, પોતાના રાજપદનું અભિમાન સદંતર ત્યજીને સાધે, તો રાજકાજનાં વિવિધ અંગો વિષે અભિનવ અને સંસ્કારપૂર્ણ જ્ઞાન મેળવી શકે, અને એથી એના રાજકાજમાં નવી જ નિર્ણયશક્તિ ખીલે. નમ્રતા એ જ જ્ઞાનનું મૂળ કારણ છે; કારણ કે જ્ઞાન સહુને જોડનારું પરિબળ છે; અતડા, અભિમાની કે એકલપેટાને સાચું જ્ઞાન મળતું નથી. એવું કહેવાય છે કે જ્ઞાન કરતાં જ્ઞાનનો આદર ચઢે. પશ્ચિમના અમેરિકા-યુરોપનાં રાષ્ટ્રોમાં કૉલેજો-યુનિવર્સિટીઓના અધ્યાપકોના કોઈ પણ બાબતના મતનું ઊંચું મૂલ્ય આંકવામાં આવે છે અને તેમનો અભિપ્રાય સામેથી પુછાય છે. ઉદ્યોગો વગેરે વ્યવહારજગતની મોકાની સંસ્થાઓ પણ તેમના અભિપ્રાયનો આદર કરે છે, એની કીમત કરે છે. એમને સરકારી કે અન્ય અનેક મહત્ત્વની સલાહસમિતિઓમાં ખાસ સ્થાન અપાય છે. કમનસીબે આજના ભારતમાં આવી સ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' ઃ દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વૃદ્ધસેવનની પ્રાચીન પરિપાટીની આવી બેવકૂફીભરી અવગણનાને લીધે ભારતના પ્રખર બુદ્ધિશાળીઓ પોતાની સાચી કદર થાય તેવાં અન્ય રાષ્ટ્રોમાં સ્થાયી બની, ત્યાંના સમાજને પોતાના જ્ઞાનનો ખરેખરો લાભ પણ આપે છે અને પોતાને છાજતાં ગૌરવ અને કદર પણ પામે છે. સ્વાધીન ચેતનાવાળો મનુષ્ય સ્વભાવથી જ ગુરુ કે ગ્રંથ વિના પણ નિત્ય ચોપાસ વ્યાપેલી પ્રકૃતિમાંથી અને આત્મીય લાગતા ચોપાસના ભાતીગળ સમાજમાંથી પોતાની નૈસર્ગિક જ્ઞાનશક્તિ અને ધ્યાનશક્તિ દ્વારા ઘટનાઓ અને પદાર્થોના આંતર-સંબંધ પ્રગટ કરતું જ્ઞાન તારવતો જ રહે છે. બસ, આ જ નૈસર્ગિક સ્વાધ્યાયશીલતાની ભલામણ કૌટિલ્ય રાજકર્તા-વર્ગ માટે ભારપૂર્વક કરી છે. આને કારણે રાજા નરેન્દ્ર (નરશ્રેષ્ઠ) બની રહી પોતાની સર્વાગી, અહંકારમુક્ત પ્રતિભાના બળે ‘કાળનું કારણ' અર્થાત્ લોકની પ્રકૃતિદત્ત ઉત્ક્રાન્તિનું પ્રકૃતિનિર્મિત વાહન કે નિમિત્ત બની શકે છે. આવો રાજા મૂલ્યોના પરિવર્તનનું અને મનુષ્યજીવનના નિત્ય વિકાસનું વાહન પણ બની શકે છે. રાજધર્મના સમયાનુરૂપ નવા-નવા આયામો, નવો-નવો કર્તવ્યબોધ જન્મે છે; એટલું જ નહિ, રાજારૈયતના સંબંધનું વધુ સંવાદી, માનવીય અને ઘનિષ્ઠ સ્વરૂપ ખીલી શકે છે. ભારતનાં છેલ્લાં રજવાડાંઓમાંથી આવા કેટલાક દૃષ્ટાંતરૂપ રાજ-વિશેષો, કદાચ ગાંધીયુગના પ્રભાવ તળે અનુભવવા મળ્યા હતા. એ રીતે કૌટિલ્ય નિરૂપેલા આ પ્રકરણ દ્વારા “તે રાજયતંત્ર શ્રેષ્ઠ છે, જે ન્યૂનતમ શાસન કરે છે” એ વાતને, ગાંધીજીના, પોતાને માટેના પ્રબુદ્ધ અરાજકતાવાદી'ના દાવાને કે વિનોબાના, “રાજકારણના દિવસો ગયા છે; તેનું સ્થાન વિજ્ઞાન લેશે” એવા વેધક નિદાનને ચોક્કસ લીલી ઝંડી મળે છે. (૪) કર્મ-દૈવ-વિભાગ-બોધ (પુરુષાર્થ અને પ્રારબ્ધ) ભ્રાંતિરહિત તત્ત્વજ્ઞાનનું પાયાનું કામ છે જે કાંઈ જેવું હોય તેવું, પૂર્વગ્રહમાત્રથી ઉપર ઊઠેલા ધીર જ્ઞાતાને નિઃશંકપણે બતાવવું, કે જેથી તેને કર્તવ્યમાર્ગનો નિશ્ચિત બોધ થાય, તે મુજબ કાર્યયોજના થઈ શકે અને અવાસ્તવિક આશા-અપેક્ષાઓ ટળતાં કોઈ પણ પરિણામ બાબત નિરાશા કે ફરિયાદને અવકાશ ન રહે. અવાસ્તવિક ઇચ્છાઓ કે તૃષ્ણાઓ બુદ્ધિને કાં તો રૂંધે છે, કાં તો તેની પાસે અશક્ય માગણીઓ કરે છે. એથી ધ્યાનસિદ્ધ તટસ્થ જ્ઞાનશક્તિથી, અનુભવશક્તિથી કૌટિલ્ય, આપણે પ્રથમ વ્યાખ્યાનમાં ગ્રંથપરિચય કરતાં જોયું હતું તેમ, પરદેશનીતિના વધુ નાજુક પ્રકરણના આરંભે – બલ્બ બે વિભાગ વચ્ચેના ઉંબરે – અધ્યાય ૬.રની શરૂઆતમાં જ, માનવની, આ જગતુમાં શી સ્થિતિ (predicament) છે તેનું સાદું-સીધું પણ ઝટ હૈયે વસે તેવું સંક્ષિપ્ત આલેખન કરેલું છે. જીવનમાં કશા ક્ષોભ કે આવેગોની ઉથલપાથલ વિના હેતુલક્ષી પુરુષાર્થ કરી છૂટવા ઇચ્છનારને એ વર્ણન બહુ અસરકારક માર્ગદર્શન પૂરું પાડીને બધી હાલતમાં હૃદયને સમાધાન આપે એમ છે. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય જગત્માં પ્રવર્તતાં મુખ્ય પરિબળોને નિશ્ચયપૂર્વક સમજીને, જીવનની પરિસ્થિતિઓની વિવિધ વિષમતાઓ વચ્ચે મનુષ્ય પોતાનાં મન અને બુદ્ધિને સમતામાં રાખી શકે તે માટે આ વર્ણન છે. ગ્રંથકારનો મુખ્ય હેતુ તો રાજાને કે રાજપુરુષોને રાજયકાર્યની દરેક પરિસ્થિતિમાં સાબદા અને લચીલા રહી કેમ પોતાના સત્ત્વને ટકાવવું અને કર્તવ્યનો તે-તે ક્ષણે નિશ્ચય કરવો તે બતાવવાનો છે. એ વર્ણન તેનું બરાબર પૃથક્કરણ (analysis) કરીને આમ સમજાવી શકાય : દરેક જીવ જીવનમાં ‘સુખ-શાંતિ' શોધે છે. ‘સુખ-શાંતિ’ અર્થ માટે એવો જ બે પદોના સમાસરૂપ, પણ વધુ ઊંડા અર્થવાળો ‘યોગ-ક્ષેમ' શબ્દ સંસ્કૃતમાં ચલણી બન્યો. પ્રથમ વ્યાખ્યાનમાં બતાવ્યા મુજબ, સામાન્ય રીતે ‘યોગ’નો અર્થ ‘અપ્રાપ્તની પ્રાપ્તિ’ અને ‘ક્ષેમ’નો અર્થ ‘પ્રાપ્તનું પૂરેપૂરું રક્ષણ' એવો કરવામાં આવે છે. પણ કૌટિલ્ય, અન્ય કોઈ પણ કુશળ શાસ્ત્રકારની જેમ, કોઈ પણ પ્રચલિત શબ્દનો વધુ સૂક્ષ્મ કે હાર્દ પ્રગટ કરનારો અર્થ કરે છે. તે મુજબ તેઓ ‘યોગ'નો અર્થ, નહિ મળેલાની ગમે તે રીતે થયેલી પ્રાપ્તિ નહિ, પણ આયોજિત કર્મની સિદ્ધિરૂપે કે તેના ફળરૂપે થયેલી પ્રાપ્તિ – એવો અનર્થનિવા૨ક અર્થ કરે છે. તેથી ચોરને થયેલી ધનની પ્રાપ્તિ ‘યોગ’ રૂપ નહિ ઠરે. તે જ રીતે મળેલાની માત્ર સાચવણી કે સુરક્ષા એમની દૃષ્ટિએ ‘ક્ષેમ' નથી, પણ વસ્તુઓની સાચવણીના અંતિમ ફળરૂપ ઉપભોગ તે ‘ક્ષેમ' છે. સંઘરાખોરે ખૂબ સુરક્ષા-વ્યવસ્થાથી રક્ષિત ધન-માલ તે ‘ક્ષેમ' નથી, પણ એનો પૂરા જીવનરસ સાથે, પૂરી કળાથી, હ્રદયપૂર્વક સ્વજનો-અતિથિઓમાં વહેંચીને કરેલો ઉપભોગ તે સાચો ‘ક્ષેમ’ છે. આ વ્યાખ્યા કેટલી બધી સૂક્ષ્મ અને અનર્થનિવા૨ક છે ! પૈસો, માલ કે સેવાશક્તિ અત્યારના કે ભવિષ્યના ઉપભોગમાં પરિણમવાનાં ન હોય તો તે ક્ષેમ નથી. ઉપભોગ પોતાના માટે, સ્વજનો માટે કે આમ-જન (૬તિથિ) માટે પણ હોઈ શકે. આમ સરવાળે ધન કે લક્ષ્મી રસપૂર્ણ, જીવનપોષક ઉપભોગ માટે કે ખરેખરી જરૂરિયાત(need)ની પરિપૂર્તિ માટે છે; જીવનનાશક લોભ (greed) પોષવા નહિ એ વાત અહીં ઉપસાવાઈ છે. અહીં ‘ક્ષેમ’ના અર્થમાં ઉપભોગ કરતાં પણ એ ઉપભોગને અનુકૂળ આંતર-બાહ્ય શાંતિ મુખ્યતત્ત્વ છે. આવો છે સ્વસ્થ સંસારીનો ખરેખરો યોગક્ષેમ. તો હવે આવો યોગક્ષેમ સિદ્ધ કરવા શું કરવું જોઈએ તે પ્રશ્ન થાય. તેનો ઉત્તર કૌટિલ્યે આમ આપ્યો છે : યોગ એટલે કે કર્મસિદ્ધિ માટે જરૂરી છે વ્યાયામ (પરિશ્રમ). કર્મનો સંકલ્પ કરીએ, તેનું મનમાં કે કાગળ ઉપર, બરાબર આયોજન પણ કરીએ, ને પછી બેસી જ રહીએ કે શીઘ્રતા ને દક્ષતા વિના જેમ-તેમ કરીએ તો ‘જીયાતી પુલાવ' જ ખાવા મળે – જેનાથી પેટ ન ભરાય. આ પરિશ્રમ માટે અહીં બહુ સમજણપૂર્વક ‘વ્યાયામ’ શબ્દ પ્રયોજ્યો છે. એ દ્વારા એ માર્મિક વાત પણ સૂચવાઈ છે કે ફળ મેળવવા એટલે કે નિર્વાહ અર્થે જે દિલદાર મહેનત કરીએ, તે જ અસલ ‘વ્યાયામ' છે; બેઠાડુ જીવનનાં દુષ્પરિણામોથી બચવા ભયના માર્યા હાંફળાં-ફાંફળાં થઈને કસરતો, દોડ, યોગાસનો વગેરે કરીએ એ મુખ્ય વ્યાયામ નથી. ૯૧ આ વ્યાયામ (એટલે કે ક્રિયા) અનિષ્ટ એવો કર્મબંધ કરે તેવો પણ હોઈ શકે. તેથી તે નિવારવાના ઉપાયો પણ ચિંતવવા જોઈએ – એ વળી વિચારપાત્ર અન્ય જ્ઞાનશાખા છે. એનો For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય અર્થશાસ્ત્ર : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ લાઘવયુક્ત ઉત્તમ ઉત્તર ભગવદ્ગીતામાં આમ છે : “યજ્ઞાર્થ કર્મ સિવાય આ સંસાર કર્મ દ્વારા બંધન જ નોતરે છે” (ભ. ગીતા : રૂ.૨). એટલે આ મુજબ યજ્ઞાર્થ કર્મ એટલે કે એકસાથે પોતાનું અને અન્યનું હિત સાધે કે જાળવે તેવું કર્મ અ-દોષ, અ-બાધક વ્યાયામ છે. આ વ્યાયામ જ રાજ્યતંત્રની પણ સફળતા સાધતું અંગ છે – જેને માટે આત્મનિયમન સાધતા રહીને પરનિયમનમાં પણ સાબદું રહેતું દેખરેખ-તંત્ર (Vigilance) જરૂરી બને છે. કૌટિલ્યની પ્રતિભાની સમતુલા વર્તાય છે વ્યાયામના જોડીદાર એવા શમના નિરૂપણમાં. એમાં આડકતરી રીતે કર્મના અતિરેકરૂપ જવરનું નિવારણ અથવા ઉપર નિર્દેશ્યા પ્રમાણે અધ્યાત્મવિજ્ઞાનમાં ચિંતવાયેલું કર્મની બંધકતાનું નિવારણ પણ સમાઈ જાય છે. યોગક્ષેમ' શબ્દમાંના ‘ક્ષેમ' સાથે શમને સાંકળવામાં આવ્યો છે. શમ એટલે ચિત્તની શાંતિ અને આત્મશ્રદ્ધા, તેમ જ તેની ઉપર આધારિત નિરુપદ્રવી રચનાત્મક કે રસાત્મક પ્રવૃત્તિ. કૌટિલ્ય આવી શમદશાને કર્મફળોના પરિપૂર્ણ ઉપભોગના ક્ષેમ(નિશ્ચિતતા)ની આરાધના કરનારી, અર્થાત્ તેને અવકાશ કે મોકળાશ આપનારી કહી છે. વળી આ શમરૂપ મનોવલણ મનુષ્યને તાત્કાલિક કાબૂ બહારના દૈવતત્ત્વને જીરવવાનું ધૈર્ય પણ આપે છે. આમ થવાનું કારણ એ છે કે શમને પણ યથાસમય અવકાશ આપનાર વ્યાયામ તો સ્વરૂપથી જ આગ્રહમુક્ત, કર્મફળ બાબત અનાસક્ત, આવેશોથી રહિત અને હમણાં કહેવાયું તેમ યજ્ઞાર્થ-કર્મરૂપ હોય છે. એમાં સ્વ-ગતિ-નિયંત્રણ ગમે તે ક્ષણે સાધી શકાય તેવું લચીલાપણું હોય છે. એટલે જ દૈવને પારખી લેવાની સભાનતા સદા જાગૃત હોય છે. એથી દૈવની આજ્ઞા થતાં વેંત મનુષ્ય શમમાં સહજતાથી સ્થિર થઈ શકે છે, અને એ દિશામાં પણ ચિત્તની શાંતિ સાથે પોતાને સહજપણે લાધેલાં વત્તાઓછાં કર્મફળને માણવાની સ્વસ્થતા અને આત્મનિષ્ઠ સહજ આનંદિતા પણ પ્રગટ થાય છે. શંકરાચાર્યે આ જ વાત એમના એક સ્તોત્રમાં સુંદર રીતે આમ કહી છે : “પોતાના કર્મથી મેળવેલું જે ધન હાજર હોય તેનાથી ચિત્તને હળવુંફૂલ બનાવ.”૩૧ ઉપર કહ્યું તેમ “શમ'ને કૌટિલ્ય સ્વકર્મના ઉપભોગરૂપ ક્ષેમ સાથે સાંકળ્યો છે. પરંતુ તેમની સમગ્ર ચર્ચા પરથી શમનું સાચું સ્વરૂપ પ્રગટે છે અનારંભનો (કર્મશક્તિને સ્થગિત રાખી શકાય તેવા આત્મસંયમનો) સાચો નૈસર્ગિક મહિમા સમજી લઈને અનારંભ-કાળને જીરવવામાં અને કશા જ કચવાટ વગર સ્થિર ચિત્તે તેને અપનાવી જાણવામાં. આ કારણે દૈવની પ્રતિકૂળતાને સ્વયં સમજી લઈને મનુષ્ય કર્મરૂપ તલવારને શમરૂપ મ્યાનમાં સમાવી લેતાં ખચકાતો નથી. આ રીતે વ્યાયામ અને શમ બંનેના પોતપોતાના મહિમાને સમજીને બંનેને માણી જાણવાના છે, બંને દ્વારા નિરંતર આત્મવિકાસ સાધી જાણવાનો છે. આ વાત ભગવદ્ગીતાના આ વચનમાં ખૂબ સુંદર રીતે અભિવ્યક્ત થઈ છે : “જે વ્યક્તિ કર્મમાં અકર્મ જુએ અને અકર્મમાં કર્મ જુએ તે મનુષ્યોમાં ખરો બુદ્ધિમાનું છે, તે કર્મને સમગ્ર રૂપે કરનારો યોગી છે. ૨” આમાં સમજવા જેવો મુદ્દો એ બતાવાયો લાગે છે કે વ્યક્ત સ્વરૂપે કે અવ્યક્ત સ્વરૂપે દરેક જીવન સમાંતર રૂપે (એકસાથે) કર્મતત્ત્વ અને અકર્મતત્ત્વ બંનેની ગૂંથણી પામીને જ પુષ્ટ થાય છે. આ જ વાત ભગવદ્ગીતાના આ આદેશવાક્યમાં લાઘવથી For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૯૩ સમન્વિત રૂપે કહેવાઈ છે : “જવરમુક્ત એવો તું યુદ્ધ કર” (રૂ.૩૦d) શમનું હાર્દ આમ સમજ્યા પછી તેમાં સ્વકર્મફળના ઉપભોગનો મહિમા પણ આત્માની આનંદસ્વરૂપતાના અન્વયે બરાબર સમજી શકાશે. નિર્મળ આત્મામાં વ્યાપેલી શાંતિનું શ્રેષ્ઠ ફળ છે નિરંતર થતી આનંદાનુભૂતિ, કે જે વિષયનિરપેક્ષ છે. ‘આનંદી કાગડો' એ બાળવાર્તાનો ય આ જ સંદેશ છે. કૌટિલ્ય આ શમ-વ્યાયામની જે આખી ચર્ચા કરી છે તેની પ્રેરણાનું મૂળ સંભવતઃ ગીતાના આ વચન(શ્લોક ૬.૩)માં હોવાનો સંભવ છે : “યોગ પર આરોહણ વાંછનાર મુનિને માટે કર્મ [આરોહણનું] કારણ કહેવાય છે અને યોગ પર આરોહણ પામી ચૂકેલા સાધક માટે શમ [યોગની સ્થિરતાનું કે મુક્તિનું] કારણ કહેવાય છે.”૩૩ કૌટિલ્ય આમાં “કર્મ'ને સ્થાને તેનો વધુ બોલકો વ્યાયામ’ એ પર્યાય વાપર્યો છે – એટલો જ બંને વચ્ચે ફેર જણાય છે. શમનું મહત્ત્વ ગીતાના અન્ય એક વાક્યમાં પણ આમ અંકિત થયું છે : “અશાંતને સુખ ક્યાંથી ?” (પ્રશાંતણ્ય ત: સુવમ્ – શ્લોક ૨.૬૬) (અહીં અશાંત એટલે શમરહિત.) વળી ગીતાના શ્લોક ૨૮.ર૬મામાં સાત્ત્વિક કર્તાનું લક્ષણ આપતાં કુલ ચાર વિશેષણો પૈકી પૃત્યુત્સાહિન્વિત: એ વિશેષણ પણ છે, જેમાં ધૃતિ તે શમનો અને સત્સદ તે વ્યાયામનો પર્યાય છે. ખરેખર, ભારતવર્ષની સાધનાએ જીવન-આકાશમાં ઊડવા માટેની બે સમર્થ પાંખો વિકસાવી છે : શમ અને વ્યાયામ ! કૌટિલ્ય આ આખી વાત મૂકી છે રાજનીતિના એકંદર સ્વરૂપને સ્પષ્ટ કરવા માટે. એ વૈરપ્રધાન, યુદ્ધખોર, સત્તાવિસ્તારવાદી કે આસુરી નથી જ. સમાજમાંનાં શાંતિપ્રેરિત વિધાયક પરિબળોની સક્રિયતાને વિશાળ અવકાશ આપવા, તેમ જ સર્વપોષક સૃષ્ટિમાતાનું જતન કરવા માટે જ રાજનીતિ છે, રાજસત્તા છે. હા, આત્મરક્ષણ માટેની વીરત્વયુક્ત વળતો થા માફ. આત્મરક્ષણ કે સ્વગૌરવરક્ષણ માટે “હા”; અકારણ વેરની “ના' ! અહીં બ્રિટનના એક સાહિત્યકારનો લાક્ષણિક પ્રસંગ, ઉપરની ચર્ચાનો મર્મ સમજવા જાણવાજોગ છે. જાણીતા બ્રિટિશ સાહિત્યકાર ગિલ્બર્ટ મને કોઈએ બીજા વિશ્વયુદ્ધ વખતે પૂછ્યું : “જ્યારે ગ્રેટબ્રિટન ભયંકર યુદ્ધમાં સંડોવાયું છે, ત્યારે તમે તેને ટેકો કરવાને બદલે તમારી સાહિત્ય-પ્રવૃત્તિમાં જ મશગૂલ કેમ છો?” ત્યારે જાગૃત મનીષીનો જવાબ હતો : ““જે સાંસ્કૃતિક મૂલ્યોના મોરચે, તેના નિત્ય જતનમાં જીવનની પળેપળ અમે ખર્ચીએ છીએ, તે મૂલ્યો મોજૂદ છે, તો તેના રક્ષણ માટેના યુદ્ધનો કંઈક પણ અર્થ રહે છે. નહિતર આવું યુદ્ધ લડવામાં શાણપણ શું?” આગળ રાજનીતિના – એના કાર્યક્રમરૂપ પાડ્યુષ્યના – સંદર્ભે આ ચર્ચાની આગલી કડી આમ કહેવાઈ છે : યોગક્ષેમના જન્મસ્થાનરૂપ આ શમ-વ્યાયામ પોતે “જન્મે છે (અમલી બને છે) પરદેશનીતિરૂપ ષાગુષ્યમાંથી – બબ્બેની ત્રણ જોડીરૂપ આ છ નીતિ-ઘટકોથી : સંધિ-વિગ્રહ, આસન-યાન, સંશ્રય-વૈધીભાવ. અગાઉ પ્રથમ વ્યાખ્યાનમાં ચર્ચા મુજબ અહીં “ગુણ' શબ્દ રાજનીતિના અંગ કે ઘટક (constituent) રૂપ ઉપાયો, નીતિઓ કે અભિગમોના અર્થમાં છે. ‘ગુણકારી નીતિઓ' એવો અર્થ પણ કદાચ અભિપ્રેત હોય. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આ છ “ગુણો' થકી શમ-વ્યાયામ કઈ રીતે અમલી બને તે બરોબર સમજીએ. આ છે નીતિઓ દ્વારા વારાફરતી શમ અને વ્યાયામ બંનેની ગૂંથણી થતી હોય છે. એટલે કે આમાંની કેટલીક નીતિઓ શમપ્રધાન છે, કેટલીક વ્યાયામ-પ્રધાન. આનો અર્થ એ કે આ પરદેશ-નીતિ નર્યા વ્યાયામરૂપ એટલે કે નર્યા ઉધામાઓ કે ઉથલધડાની બનેલી, કે મારફાડરૂપ જ નથી. એમાં કળ દ્વારા કામ ચાલે, તો બળ વાપરવામાં આવતું નથી – ટાઢે પાણીએ ખસ કાઢવા પ્રયત્ન કરાય છે. હમણાં ભગવદ્ગીતામાંથી ચીંધી બતાવેલાં ધૃતિ અને ઉત્સાહ બંનેને જરૂર મુજબ શાણપણથી પાળુણ્યરૂપે કામે લગાડાય છે. આ છમાંની દરેક બન્નેની જોડીમાંની એક-એક નીતિ શમરૂપ, એકએક વ્યાયામરૂપ છે – કેવી સમતુલા ! ત્રણ જોડીમાંની આ ત્રણ પહેલી-પહેલી નીતિમાં – સંધિ, આસન અને સંશ્રયમાં – શમ છે. જોડીઓમાંની બાકી (બીજી-બીજી) ત્રણમાં – વિગ્રહ, યાન અને વૈધીભાવમાં – વ્યાયામ છે. આવું જાડી રીતે જરૂર કહી શકાય. એટલું ખરું કે રાજનીતિના શમમાં બુદ્ધિબળજન્ય યુક્તિજાળનો તો સમાવેશ જરૂર થાય છે. રાજનીતિ સંભાળનારને સ્વરાષ્ટ્રના વિપુલ પ્રજાસમૂહોનાં જીવનવિધાયક પાયાનાં હિતો રક્ષવામાં ચૂક કરવાનું પાલવે નહિ, છાજે નહિ તે બરાબર સમજીએ તો આ રાજનૈતિક શમના ગાળામાં પણ કોઈનો સીધો નાશ ન કરતાં એની ગાફેલિયત માટે એને ઉલ્લુ બનાવીને આપણા રાષ્ટ્રને હાનિ કરતો અટકાવવામાં કે એના વકરેલા ખાસ દોષોને, અર્થાત્ એનાં “છિદ્રો'(weak points)ને પકડી પાડીને એના દ્વારા જ એને ભેરવવામાં કે ભેખડે ભરાવવામાં એકંદરે કુદરતી ન્યાય જ છે; એ એકંદરે ધિંગી જીવન-રમત તરીકે ખપે એમ છે. વળી એનાથી સરવાળે તો શત્રુપક્ષને પણ દોષશુદ્ધિ માટે લાંબા ગાળે સાબદા રહેવાનું સૂઝે એ ઘણું શક્ય છે. જાગવું અને જગાડતા રહેવું એ જ ન્યાયી કે ધિંગું સહજીવન છે ને ! પાગુણ્ય વિષે અત્યારે આટલું ઇંગિત પૂરતું છે. આ શમ અને વ્યાયામની વાતનું મહત્ત્વ ચીંધવા આજના જગતની સ્થિતિ પર એક નજર નાખવા જેવી છે. જયારે રાજનીતિનું અસલ લોકપરક સમર્પિત સ્વરૂપ (dedication) ભૂલી જવાય છે અને જ્યારે રાજનીતિ માત્ર મારફાડથી પરાણે સત્તા પર ચઢી બેઠેલા કહેવાતા રાજપુરુષોના પોતાના સર્વવિનાશક અહમને અને ધનપરાયણતાને અનેકગણાં ઘૂંટવાની ગાડી રમત જ બની જાય છે, ત્યારે નર્યા વ્યાયામનો જ કેટલો બધો અતિરેક થાય છે તેનો વિશ્વ-રાજકારણમાંનો તરત નજરે ચઢે તેવો દાખલો છે કહેવાતા “વૈશ્વિક' () રાજકારણનો. અમેરિકન માંધાતાઓને હવે જગતના બધા ય દેશોના જાતે બની બેઠેલા “મોટા ભાઈ'(Big Brother)નો ભાગ ભજવવાનો ભારે ચસ્કો લાગ્યો છે. કુદરતે દીધેલી અખૂટ ભૌતિક સમૃદ્ધિ, યુરપમાંથી આવીને પગદંડો જમાવી બેઠેલી ને નર્યા સ્વકેન્દ્રી સાહસો અને મહત્ત્વાકાંક્ષામાં રચીપચી રહેનારી પ્રજાઓ દ્વારા ખિલવાયેલી અટપટી યંત્રવિદ્યા અને શસ્ત્રાસ્ત્રવિદ્યા, સ્વગૌરવ બાબત સમાન રીતે સાબદી વિવિધ આગંતુક સાહસી પ્રજાઓમાં જામેલી નમૂનેદાર ભૌતિકવાદી આંતરિક-લોકશાહીના તાલમાં બેફામ રીતે ફાલેલી મુક્ત મૂડીવાદી અર્થવ્યવસ્થા અને પ્રમુખમાં સત્તાનું અસાધારણ કેન્દ્રીકરણ થાય તેવું અળવીતરું રાજબંધારણ – આ બધાં, નવાજૂની કર્યા વિના ન રહે તેવાં પરસ્પરપૂરક પરિબળોને કારણે “આધુનિક વિશ્વના પ્રારંભકાળમાં જ અમેરિકાનું આ સંયુક્ત રાજ્ય, કહેવાતી સર્વાગી આધુનિક સમૃદ્ધિના અજોડ ધામ તરીકે નિર્વિવાદપણે આખા જગતના For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૯૫ જામેલા અહોભાવનું માન્ય કેન્દ્ર બની રહ્યું. “આધુનિક સ્વર્ગ' તરીકે પંકાઈ તે બેહાલ રાષ્ટ્રોને સુધ્ધાં લલચાવી રહ્યું. થોડીક સાચી રીતે અને વળી ખોટી રીતે પણ મળતી વધુ પડતી પ્રસિદ્ધિ અને પ્રશંસા તો ભલભલાને ગાફેલ બનાવી, અજાણપણે તેના પતનનાં બીજ પણ વાવી દે છે. અસાધારણપણે મળેલી અણછાજતી વિપુલ સત્તાએ અમેરિકન પ્રમુખોની સત્તાલાલસાને ભૂંડી રીતે ભડકાવી. તેમાં ભળ્યો અસાધારણ અસ્ત્રબળનો ને સૈનિકબળનો ટેકો. પરિણામસ્વરૂપે, આજના તબક્કે અસ્ત્રબળના અમાનુષી અતિરેકોમાં, ઔદ્યોગિક મહત્ત્વાકાંક્ષાઓના અતિરેકોમાં, પ્રસિદ્ધિબળે જગતના અનેક બેહાલ દેશોની રાજનીતિમાં “જરૂરી માનેલી દખલના ઓઠે તે-તે દેશોની પ્રાકૃતિક કે અન્ય સંપત્તિ લૂંટી લેવાની મહત્ત્વાકાંક્ષાઓના અતિરેકોમાં, જગતભરનાં, માત્ર ભૌતિક ચીજોનાં જ નહિ, પણ “સાંસ્કૃતિક માલ'નાં બજારોને પણ કજે કરી લેવાની યુક્તિ-પ્રયુક્તિઓના અતિરેકોમાં અમેરિકા હવે માત્ર વિશ્વ-રાષ્ટ્રોના આર્થિક-સામાજિક અસ્તિત્વના ટકાવની દૃષ્ટિએ જ નહિ, પણ આ ધરતીના ભૌતિક-પર્યાવરણીય અસ્તિત્વની દૃષ્ટિએ પણ બાકીના જગત માટે તો એક મહાપ્રશ્નરૂપ બની જ ગયું છે. પણ આ ૨૦૦૮ની સાલમાં તો જગતનાં અન્ય ગજાં કાઢી રહેલાં મૌલિક પ્રતિભાશીલ રાષ્ટ્રો સામે પોતાના “એકડા'ના ટકાવ બાબત ઘેરી ચિંતામાં સરી પડીને આજની તારીખની એની આર્થિક મહામંદી વચ્ચે પોતે પોતાને માટે જ હવે મહાપ્રશ્નરૂપ બની ગયું છે ! અહીં પ્રસ્તુત બને છે કૌટિલ્ય-પ્રતિપાદિત શમ-વ્યાયામની પરસ્પરરક્ષક જોડીના મહત્ત્વની વાત. ઉદ્યમી(active) થવામાં જયવારો છે, અતિ-ઉદ્યમી(proactive)થવામાં વિનાશ. કૌટિલ્ય હકીકતે તો અહીં એક સામાજિક શાસ્ત્ર પ્રસ્તુત કરી રહ્યા હોઈ, રાજનીતિમાં ઇન્દ્રિય-જયના પુરસ્કર્તા હોવા છતાં, ફળત્યાગની વૃત્તિને નકારીને ફળસિદ્ધિના લક્ષ્યને અનિવાર્ય માને છે; કારણ કે તેમાં કોઈ એક આદર્શરૂપ વ્યક્તિ માટેના લક્ષ્યની વાત નથી, પણ ભૌતિક હિત માટે વાજબી રીતે તલસતી ભાતીગળ સામાન્ય પ્રજાનું હિત જાળવવાની વાત છે. લોકપ્રતિનિધિ તરીકેના કર્તવ્યની વાત છે, એટલે વાતનો તંતુ આગળ વધારતાં કૌટિલ્ય કહે છે કે એ શમવ્યાયામયુક્ત ષાગુણ્યનાં ત્રણ પરિણામ શક્ય છે : (૧) ક્ષય, (૨) સ્થાન એટલે કે સામાન્ય સ્થિતિ અને (૩) વૃદ્ધિ. રાજયકર્તાએ ક્ષયરૂપ સ્થિતિ હોય તો તેનાથી આગળ “સ્થાન” એટલે કે મૂળ મધ્યમ સ્થિતિરૂપ વિકાસ માટે અને “સ્થાન'ની સ્થિતિએ પહોંચેલા રાષ્ટ્ર માટે વૃદ્ધિ-અવસ્થા સાધવા પૂરેપૂરો ઉદ્યમ કરવાનો રહે છે. વિકાસનો આવો વાજબી લોભ રખાય તો જ રાજ્યતંત્રમાં પોતાના દોષોની શુદ્ધિ સહિતની ઉદ્યમશીલતા જાગે અને લોકપોષક અને રાષ્ટ્રસંવર્ધક વૃદ્ધિ તરફ આગેકૂચ ચાલે. આમાંથી જ એ પ્રશ્ન વિચારણીય બને છે કે પાશ્ણ્ય એટલે કે કોઈ પણ શમ-વ્યાયામયુક્ત રાજનૈતિક પગલાંઓનાં ઇષ્ટ-અનિષ્ટ પરિણામોનો આધાર કયાં પરિબળો પર છે, અથવા તો પરિણામો પર કાબૂ કેટલે અંશે અને કેવી રીતે શક્ય છે. કૌટિલ્ય આ પરિબળો આમ બતાવ્યાં છે : માનુષ એટલે કે મનુષ્યના કાબૂમાં રહેલાં પરિબળ તરીકે બે પ્રકારનાં કર્મ હોઈ શકે છે : (૧) નયરૂપ કર્મ એટલે કે ખરા ઉપાયરૂપ નીતિ, (૨) અપનયરૂપ કર્મ એટલે કે અયોગ્ય ઉપાયરૂપ નીતિ. આ બે મનુષ્યના કાબૂમાં રહેલાં પરિબળ હોઈ “માનુષ” પરિબળો કહેવાયાં છે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ મનુષ્યના કાબૂમાં ન હોય એવું પરિબળ તે દેવ'પરિબળ. દેવ એટલે જગત પર કામ કરતી પરમ શક્તિઓ, યા આ બધી શક્તિઓના સરવાળારૂપ ઈશ્વરતત્ત્વ; તો તેના પર આધારિત પરિબળ તે “દેવ’ પરિબળ કે દૈવ કહેવાય. હવે આવું મનુષ્યના કાબૂ બહારનું દૈવ પણ બે જાતનું હોઈ શકે છે : (૧) જય રૂપ પરિબળ. અય એટલે લાભ. બીજા શબ્દોમાં કહીએ તો ઇષ્ટ ફળ સાથે સંયોગ કરાવનારું દૈવ (ભાગ્ય). (૨) મન (-ય) રૂપ બળ. અન–મય. એટલે અલાભ યા પ્રતિકૂળ પરિણામ. અર્થાત્ અનિષ્ટ ફળ સાથે સંયોગ કરાવનારું દૈવ. આ બંને (અય અને મન) પરિબળો કર્મફળશાસ્ત્રની રીતે અનુક્રમે કર્મનો અનુકૂળ કે ઇષ્ટ વિપાક અને કર્મનો પ્રતિકૂળ એટલે કે અનિષ્ટ વિપાક – એ રીતે પણ ઓળખાવાય છે. ઉપર ગણાવેલાં માનુષ પરિબળો “દષ્ટ' (જોવાયેલાં – જોઈ શકાય તેવાં) પરિબળો કહેવાય છે; તે મનુષ્યના કાબૂમાં છે. જયારે દૈવ પરિબળો તે “અદેષ્ટ' (ન જોવાયેલાં – ન જોઈ શકાય, ન કળી શકાય તેવાં) પરિબળો કહેવાય છે; તે મનુષ્યના સીધા કાબૂમાં નથી. અલબત્ત, કર્મશાસ્ત્ર એમ જરૂર કહે છે કે દૈવ પરિબળ પણ જે-તે મનુષ્યના જ પૂર્વભવનાં માનુષ કર્મો પ્રમાણે નિયત થયું હોય છે. એને પ્રારબ્ધ (બંધાઈ ચૂકેલાં) કર્મો પણ કહે છે; ટૂંકમાં “પ્રારબ્ધ' કહે છે. શુભ કર્મોનો વિપાક (પરિણામ) શુભ એટલે કે લાભ(ય)દાયી હોય છે, અશુભ કર્મોનો વિપાક અશુભ એટલે કે અ-લાભ(મનું-ય)દાયી હોય છે. સરવાળે માનુષ કે દષ્ટ પરિબળોને કૌટિલ્ય અચિંત્ય (મનુષ્ય વિચારવા લાયક) કહે છે, દેવ કે અદૃષ્ટ પરિબળોને “અ-ચિંત્ય' (મનુષ્યની વિચારશક્તિની બહારનાં) કહે છે. ચિત્ય પરિબળોની મનુષ્ય એવી કુશળ વિચારણા કરી શકે છે કે જેથી “અપનય’(ખોટી નીતિ)નો ત્યાગ કરીને નય(સાચી નીતિ)નો જ અમલ કરવાનું શક્ય બને. ‘નય’ અને ‘અપ-નય’ શબ્દો “દોરવણી આપવી” એ અર્થના સંસ્કૃત ની (૫) ધાતુ પરથી બનેલા છે. તે જ ધાતુમાંથી એવા જ અર્થમાં નીતિ અને અનીતિ શબ્દો બનેલા છે. કૌટિલ્ય બંનેની સુંદર વ્યવહારુ વ્યાખ્યા આપતાં કહ્યું છે : “જેનાથી યોગ-ક્ષેમ નીપજે તે નર્યું અને જેનાથી યોગક્ષેમ વિપત્તિમાં મુકાય (મુશ્કેલ બને કે નાશ પામે) તેવું પગલું તે અપનય.” આ વ્યાખ્યા દ્વારા ખૂબ મહત્ત્વની એ વાત ફલિત થાય છે કે ઇષ્ટ ફળની માત્ર પ્રાપ્તિ (યા) નહિ, પણ એનો ભોગવટો (લેમ) પણ થઈ શકે તેવું જ (યોગક્ષેમ ઉભય આણનારું) પગલું નય-રૂપ બતાવાયું છે. એનો રોકડો ને સુખદાયી અર્થ એ થયો કે અન્યાયી રીતે શત્રુ પાસેથી મેળવાયેલું ફળ કે પરિણામ કાયમી દુશ્મનો જ સર્જતું હોવાથી તેવા ફળનો ભોગવટો અશક્ય બની રહે છે. તેથી તેવા ફળને મેળવી આપતી નીતિ કે તેવું રાજકીય પગલું તો નવરૂપ નહિ, કપ-નવરૂપ જ ઠરે ! કેવું શાણું, માનવોચિત માર્ગદર્શન ! આ ચર્ચાનો સાર એ થયો કે જીવનમાં કે રાજકાજમાં સફળતા મેળવવા માટે “નયરૂપ ગણાય તેવો યથાર્થ કે શાણો મનુષ્યયત્ન કરવો એટલી જ મનુષ્યના હાથની વાત છે, એ જ મનુષ્યનું કર્તવ્ય છે. ગાંધીજીએ “ધર્મ-તત્ત્વ સમજાવતાં એક લેખમાં એવું કહ્યું છે કે જેમ સ્ટીમરમાં For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય મુસાફરી કરનારને માત્ર તૂતક (ડેક) પર આંટા મારી શકાય તેટલી જ મોકળાશ કે હલચલની તેટલી જ સ્વતંત્રતા હોય છે, તેમ જીવનમાં પણ મનુષ્યના હાથમાં તેવી જ મર્યાદિત મોકળાશ, સ્વતંત્રતા કે તક હોય છે. તેટલી મર્યાદિત સ્વતંત્રતાનો ઉપયોગ પણ જરા ય પ્રમાદ કે નિરાશા રાખ્યા વગર કરી છૂટવું અને એવી દૂરંદેશી કે ઠરેલ રીતે કરી છૂટવું કે જેથી પસ્તાવા વારો ન આવે અને પોતાની સાંસારિક ઉન્નતિ અને ઉચ્ચતર કલ્યાણ એ ઉભયની આરાધના થઈ શકે. એ જ છે ધર્માચરણ. કૌટિલ્ય રાજનીતિક્ષેત્રે, રાજપુરુષોને પણ એવી જ સાવધતાથી પોતાનું રાજનૈતિક કર્મ આચરવાની સોનેરી સલાહ આપે છે. અગાઉ જે વ્યાયામ અને શમ ગણાવ્યા છે, તેમને અનુક્રમે આ માનુષકર્મ અને દૈવકર્મ સાથે જોડવાનું યોગ્ય લેખાશે (ભલે કૌટિલ્યે સ્પષ્ટ ન કર્યું હોય); અર્થાત્ ચિંત્ય માનુષકર્મ પ્રત્યે વ્યાયામનો અમલ અને અચિંત્ય દૈવકર્મ પ્રત્યે શમનો અમલ. વળી હમણાં ચર્ચેલું તેમ ખુદ માનુષ કર્મ પોતે પણ એકલા વ્યાયામરૂપ નહિ, પણ વ્યાયામ અને શમ બંનેના વિવેકી ઉપયોગવાળું બની રહેશે. આ ગણતરીએ જોતાં એકંદરે જીવન શમપ્રધાન ઠરે છે; વ્યાયામપ્રધાન નહિ. આનો એ અર્થ પણ થયો કે શુદ્ધ કર્તવ્યરૂપ વ્યાયામ ઉત્તમ રીતે, પ્રખર રીતે અને પ્રમાદ-આળસ બંનેના ત્યાગપૂર્વક પૂરા કે ઉત્સાહ સાથે છતાં નિરહંકારિતા પૂરી જાળવીને આચરવાનો રહે છે. - - ૯૭ કૌટિલ્યે રજૂ કરેલા આ મૂલ્યવાન્ વિશ્લેષણને એક સૃષ્ટિ-વ્યાપી સંવાદિતાના વિશ્લેષણ કે કથન તરીકે પણ સમજી શકાય : આખું વિશ્વ વ્યષ્ટિ (વ્યક્તિ) અને સમષ્ટિ(સજીવો સહિતની સૃષ્ટિ)ના પારસ્પરિક તાલથી પ્રવર્તે છે જાણે કે સામ-સામી દડાફેંકની રમત ચાલે છે ! અજ્ઞાનજન્ય સંઘર્ષદર્શનને સ્થાને આ વ્યાપક સંવાદિતાને બરાબર ઓળખી લેવાય, તો મનુષ્યના ભવરોગરૂપ અહંકારનું, તેમાંથી પેદા થતી જીવનવિઘાતક સંઘર્ષશીલતાનું આપોઆપ નિરસન સધાય. બાઈબલ સાથે પૂરી સમજણપૂર્વક સંમત થઈને શાણો દરેક મનુષ્ય પૂરા આત્મસંતોષ સાથે પરમશક્તિ કે ઈશ્વર પ્રત્યે આમ કહી શકે : ‘‘તારા સંકલ્પ મુજબ થજો, મારા સંકલ્પ મુજબ નહિ” (Let thy will be done, not mine). મનુષ્યસંસ્કૃતિના ઉત્તમ પરિપાકરૂપ ઘીર (ધી એટલે કે બુદ્ધિને -ર્ડરતિ એટલે કે પ્રેરનારો; તટસ્થ અને અધ્યયનશીલ) શબ્દ છેક ‘ઋગ્વેદ’માં પણ અનેક ઋષિઓ દ્વારા, તેનો ખૂબ મહિમા કરાઈને પ્રયોજાતો રહ્યો છે. મહાકવિ કાલિદાસે પણ એ મહિમાને સ્થાયી બનાવે એવી ‘ધીર’ની ઉત્તમ વ્યાખ્યા પ્રાસંગિક રૂપે તેમના કુમારસમ્ભવમ્ મહાકાવ્યમાં આમ આપી છે : ‘‘વિકારનું કારણ હોય, છતાં જેમની ચિત્તધારા વિકાર ન પામે તે જ ધીર૪.' રાજા કે રાજપુરુષ માટે આવું ધીરત્વ જ સર્વસમાવેશક મહાગુણ તરીકે ખપનું છે તે વ્યાયામ અને શમના સંદર્ભે થયેલી ઉપર્યુક્ત સમગ્ર ચર્ચાનો સાર છે. સંસ્કૃત કાવ્યો-નાટ્યકૃતિઓના નાયકપ્રકારોમાં પણ ધીરત્વ સર્વસામાન્ય લક્ષણ હોય છે. સંભવતઃ શમ-વ્યાયામની આ ચર્ચાનો જ પડઘો રાજનીતિના ઉપાયોની ખૂબ જાણીતી યાદી સામ, દાન, દંડ, ભેદ માં પાંચમા ઉપાય તરીકે કામંદક જેવા રાજનીતિશાસ્ત્રકારો દ્વારા For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ‘ઉપેક્ષા’નું ઉમેરણ થવા રૂપે પડ્યો છે. અહીં ‘ઉપેક્ષા’ શબ્દનો અર્થ સાચા સ્વરૂપે સમજવાની જરૂર છે, જેથી એના અર્થ વિષેની વ્યાપક ખોટી સમજણ ટળે. ‘ઉપેક્ષા' એટલે પ્રમાદ, બેદરકારી, અવગણના કે તિરસ્કાર – એવી સમજણ ભૂલભરેલી છે. આ ગેરસમજ ટાળવા જૈન પરંપરામાં ચાર ભાવનાઓમાં પણ, અન્ય પરંપરાઓમાં સ્થાન પામેલી ‘ઉપેક્ષા'-ભાવનાને માટે, ગેરસમજ સાવ જ ટળે તેવો ‘મધ્યસ્થભાવ' પર્યાય પસંદ કર્યો છે. (‘મધ્યસ્થભાવ' એટલે તટસ્થતા, રાગદ્વેષમુક્ત સમદષ્ટિ.) ૯૮ પેક્ષા શબ્દ ‘નજીક' એવા અર્થના ૩૫ ઉપસર્ગ સહિતના સ્ (જોવું) ધાતુમાંથી બનેલું ભાવવાચક (મનોભાવસૂચક) નામ છે. ૩પ-ક્ષા એટલે નજીકથી (૩૫) કરેલું દર્શન (ક્ષા); એટલે કોઈ વ્યક્તિ કે વસ્તુને નજીકથી (close quarterથી) તપાસવાની ક્રિયા. જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે ઘટના ગૂંચવણભરી, સમસ્યા(riddle)રૂપ કે વધુ તપાસને લાયક લાગે ત્યારે તેના તરફ કોઈ અવિચારી કે ઉતાવળું પગલું ભરાઈ ન જાય, એ માટે તેને તટસ્થ મન-બુદ્ધિથી, આવેગ કે પૂર્વગ્રહથી મુક્ત બનીને તપાસવાની જરૂર છે; જેથી ખોટો શક્તિક્ષય ન થાય કે એને અન્યાય ન થાય તેવો, પ્રાપ્ત ગૂંચનો કે સમસ્યાનો ઉકેલ થઈ શકે. તો આમ કોઈ ગૂંચવણભરી વસ્તુ, પરિસ્થિતિ કે વ્યક્તિ બાબત સમભાવયુક્ત બનીને તેને શ્રેષ્ઠ ધ્યાનશક્તિ દ્વારા તપાસવી, સાચા સ્વરૂપે પારખવા મથવું તે ઉપેક્ષા કહેવાય. કાનૂનશાસ્ત્રમાં આવી બાબતને sub-judice (તપાસને અધીન કે ન્યાયાધીન) કહે છે; જેને વિષે તપાસ બરાબર પૂરી થાય ત્યાં સુધી એને વિષે કશો અભિપ્રાય આપવામાં આવતો નથી, મૌન રખાય છે. ‘ઉપેક્ષા' સાથે જોડાયેલા આ મૌનના વલણ પરથી જ તેનો અર્થ અણસમજુ વર્તુળોમાં ‘અવગણના’ કે ‘તિરસ્કાર’ એવો પ્રચલિત બન્યો હોવો જોઈએ; પણ તે અર્થ મૌન પાછળના હેતુને ન સમજવાથી જ ખોટો સિદ્ધ થાય છે. તો રાજનીતિમાં પણ અટપટી કે ગૂંચવણભરી લાગતી કોઈ ઘટના કે વ્યક્તિની ધૈર્યયુક્ત તપાસ માટે ખામોશી રાખવી, શમ અપનાવવો તે પગલું કે તે નીતિ તે ઉપેક્ષારૂપ નીતિ કહેવાય. તે ધૈર્યયુક્ત બુદ્ધિવ્યાપાર હોઈ ભાવાત્મક નીતિ બની રહે છે. આ ચર્ચામાં કોઈ પણ ઘટનાની કારણસામગ્રીમાં કરાયેલા દૈવરૂપ પરિબળના પણ સમાવેશ વિષે થોડીક સ્પષ્ટતા ઉપયોગી થશે. આમ તો કૌટિલ્યે એને અટ્ઠષ્ટ' પરિબળ તરીકે ઓળખાવી ‘અચિંત્ય’– વિચારણા ન કરી શકાય તેવું કહ્યું છે. અને તેથી જ તેનો નમ્રપણે સ્વીકાર યા એને જીરવવા માટેની માનસિક સજ્જતા તે જ માણસનું કર્તવ્ય બની રહે છે. એક રીતે ગીતાની આ પ્રસિદ્ધ શીખનો જ એ પડઘો છે : કર્મ પર તારો અધિકાર (કાબૂ) છે, કદી પણ ફળો બાબત નહિ” (ર્મત્યેવાધિારસ્તે મા તેવુ વાચન / ૨.૪૭). વળી દૈવ કોઈ પણ ઘટના કે વસ્તુની કુલ કારણ-સામગ્રીમાંનું એક આવશ્યક ઘટક હોવાની વાત પણ કારણરૂપ પાંચ ઘટકોની ગીતાની યાદીમાં મળે છે. સમગ્ર ‘મહાભારત’માં પણ ઘટનાપ્રવાહના જુદા-જુદા તબક્કે દૈવ-તત્ત્વનો સ્વીકાર ઘૂંટાતો રહ્યો છે. પણ ખાસ ધ્યાનપાત્ર બાબત એ છે કે એ દૈવવાદ કે દૈવસ્વીકાર પ્રબુદ્ધ ઉદ્યમીઓને છાજે તેવો છે – જે કર્મ માટેના ઉત્સાહને તોડતો નથી અને ઊલટું અનાસક્તિનો અને ,, For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય અનાગ્રહનો મહાગુણ જીવનમાં આણે છે. વળી જડ કે હઠીલા બનીને જ્યારે કર્મને માટે અવકાશ ન હોય ત્યારે ય વ્યર્થપણે કર્મ કર્યા કરવું તેના કરતાં ભક્તિભર્યો કે નમ્રતાયુક્ત ક્રિયાત્યાગ એ જ ખરું સૂક્ષ્મ કર્મ (ગીતા-કથિત ‘અકર્મમાં કર્મ') ઠરે છે. આવા પ્રબુદ્ધોના દૈવવાદથી ભિન્ન છે નમાલાનો દૈવવાદ – જે માણસને સદા નિષ્ક્રિય, આળસુ, નિરાશ અને હતપ્રભ બનાવે છે. એવા દૈવવાદીને ભુલાવે છે દેહાત્મવાદ અને ચીકણો અહંકાર. - સામાન્ય વિવેક વાપરીએ તો પણ એ તો તરત જ સમજાય છે કે વિરાટ કે અફાટ સૃષ્ટિમાં આકૃતિની દૃષ્ટિએ મનુષ્ય કેટલો નાનો છે; એટલું જ નહિ, તેનાં મન કે બુદ્ધિની પહોંચ પણ મર્યાદિત જ છે. એ મર્યાદાઓ બરાબર સ્વીકારીને મનુષ્ય પોતાની જીવનનાવ હંકારવાની છે. પણ થોડા ધૈર્ય આ બિંદુ અને સિંધુ વચ્ચે જણાતો વિરોધ આભાસી હોવાનું સમજાય છે. માત્ર એ માટે પોતાની સહજ વિવેકશક્તિ જાગૃત કરીને, એ વિરોધના મૂળ કારણરૂપ અહંકારને ઓગાળતા જવાનું છે. અહંકારનાં જ ફરજંદરૂપ અમર્યાદ ઇચ્છાઓ, પરિગ્રહવૃત્તિ, કામવૃત્તિ, ક્રોધ ઇત્યાદિને નિયમનમાં આણીને તેમને દંશ વગરનાં અને નિષ્ફળ બનાવવાનાં છે. દેહ ઉપરાંત મન-બુદ્ધિથી પણ ઉપર ઊઠી જાણવાનું છે. તે સ્થિતિમાં મનુષ્યનો સૃષ્ટિ સાથેનો સબંધ સમૂળો બદલાઈ જાય છે – સંઘર્ષને બદલે નિત્ય સહયોગનો, દૈવ સાથેની એકરસતાનો સંબંધ રહે છે. એનું જ નામ છે દૈવનો ઊલટભર્યો સ્વીકાર. ભગવદ્ગીતામાં તો વળી દૈવના નિર્માતા દેવો અને મનુષ્યો વચ્ચેનો બરાબરીભર્યો ગાઢ સહયોગાત્મક સંબંધ આમ નિર્દેશ્યો છે : ‘‘તમે આનાથી (યજ્ઞથી) દેવોનું ભાવન કરો અને દેવો [વૃષ્ટિ-આદિથી] તમારું ભાવન કરો.૬, દૈવ અને મનુષ્ય વચ્ચેના વિરોધનું જ નહિ, દ્વૈતનું (જુદાપણાનું) ય નિરસન (સમાપન) ઉપનિષનાં આ બે જાણીતાં વાક્યોથી થાય છે : ‘હે શ્વેતકેતુ, તું તે (=૫૨મતત્ત્વરૂપ બ્રહ્મ) છે'', ‘‘હું તે છું” (અનુક્રમે ‘‘તત્ત્વમસિ શ્વેતતો’” અને ‘‘સોન્નુમ્''). વળી ‘મત્સ્યપુરાણ’માં એક આખો અધ્યાય મનુષ્ય-દૈવ-સંબંધ વિષે છે, જેમાંના એક શ્લોકમાં હમણાં ઉલ્લેખ્યા મુજબ કહેવાયું છે : ‘‘પૂર્વજન્મમાં [મનુષ્ય પોતે] કરેલું કર્મ તે જ ‘‘દૈવ” કહેવાય છે; તેથી [એ સિદ્ધ થાય છે કે] પુરુષાર્થ વગર દૈવ સર્જાતું નથી.૩૭” આમ મનુષ્ય એકંદરે તો પોતે જ પોતાનું દૈવ સર્જે છે. તેથી પ્રારબ્ધ અને પુરુષાર્થ પણ એક જ સિક્કાની બે બાજુ હોવાનું ઠરે છે ! ૯૯ આ દૈવસ્વીકારની પરાકાષ્ઠા કેવી હોઈ શકે એ તો કૌટિલ્લે જ આ ગ્રંથમાં એક સ્થળે કરેલી આવી ભલામણથી સ્પષ્ટ થાય છે : ‘‘પ્રતિકાર અશક્ય હોય તો સર્વકાંઈ છોડીને નાસી જવું; કારણ કે જીવતી વ્યક્તિને ફરી પ્રાપ્તિ થતી જોવા મળે છે જેમ સુયાત્ર (નલ) અને ઉદયનને૩૮.” — (૫) નરવું અર્થદર્શન અર્થશાસ્ત્ર નિરૂપતા જે-તે શાસ્ત્રકારની અર્થ પ્રત્યે જોવાની શી દષ્ટિ છે તે જિજ્ઞાસાનો પાયાનો વિષય કહેવાય. અગાઉ અર્થ કરતાં પણ વધુ મહત્ત્વના કેટલાક પાયાના દાર્શનિક મુદ્દા જોયા, એટલે For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ હવે સહજ ક્રમ આવે છે અર્થ અંગેના કૌટિલ્યના દર્શનનો. અગાઉ આ અંગે થોડું ઇંગિત કર્યું છે તેમ કૌટિલ્ય આ વિષયને નિરૂપતાં, વ્યવહાર અને આદર્શનો ખૂબ ઠરેલ સમન્વય કર્યો છે. અર્થ' શબ્દનો અર્થ કરવામાં કૌટિલ્ય તેનો વ્યાકરણગત કે કોશગત સામાન્ય અર્થ છોડી દીધો છે અને આખા અર્થશાસ્ત્રના ધ્યેય અંગેની એમની માનવકેન્દ્રી પરિપક્વ સમજણ મુજબ, ધબકતા માનવજીવનના સંદર્ભે એનો ઘણો વ્યવહારુ અને ભ્રાંતિનિવારક અર્થ કર્યો છે. પોતાની વાતનું હાર્દ બરાબર પ્રગટ થાય તે માટે “અર્થ’ શબ્દને સ્ટેજ-સ્ટેજ જુદા આકારે બે રીતે સમજાવ્યો છે. તે બે અર્થો ખરેખર તો એક જ વસ્તુની બે જુદા ખૂણાઓથી પાડેલી છબી જેવી ભિન્નતા ધરાવે છે. પ્રથમ સરળ અર્થ આપતાં કહે છે : “મનુષ્યોનો નિર્વાહ તે અર્થ.” હવે કૌટિલ્ય તો રાજનીતિશાસ્ત્રની રચના કરતાં આ ચર્ચા કરી રહ્યા છે, તેથી રાજ્યતંત્રની દૃષ્ટિએ સીધો પ્રસ્તુત હોય તેવો બીજો અર્થ આપે છે : “મનુષ્યોવાળી ભૂમિ તે અર્થ.” આ બે અર્થોની અ-ભિન્નતા સમજવા આટલી વાત ધ્યાનમાં લઈએ : રાજ્યતંત્રે પોતે દરેક મનુષ્યનો નિર્વાહ જાતે કરી આપવાનો નથી; નિર્વાહ તો દરેક વ્યક્તિ કે પરિવારે પોતાના પુરુષાર્થથી કરવાનો છે. પણ રાજયતંત્રનું કામ છે મનુષ્ય જાતે પોતાનો નિર્વાહ કરી શકે તેવાં સાધનો એને હાથવગાં કરી દેવાનું. હવે કૌટિલ્ય એ સાધનોનું સમાન ઉત્પત્તિસ્થાન પકડી લે છે : તે છે જમીન, મુલ્ક કે પૃથ્વી. પણ એકલી જમીન કાંઈ નિર્વાહ સાધનો એમનેમ જેવાં ને જેટલાં જોઈએ તેટલાં પૂરાં પાડતી નથી. એ માટે ભૂમિ કે તેના પરની સૃષ્ટિ કાંઈક કીમત માગે છે, નિર્વાહ ઇચ્છતા સચેતનોના અનુરૂપ વ્યાપારની અપેક્ષા રાખે છે. એ જ તો છે હમણાં યાદ કરેલી પેલી દેવો (સૃષ્ટિગત શક્તિઓ) અને મનુષ્યોના પરસ્પર સહયોગની વાત ! એ જ તો છે સૃષ્ટિ અને મનુષ્યોના દ્વતભ્રમનો ભેદક, એકત્વનો નિર્દેશક, નિત્યના ઉત્સવરૂપ મહારાસ ! અહીં એ પણ સમજવા જેવું છે કે અર્થની ઉત્પત્તિ માટે સૃષ્ટિ મનુષ્યોના વધુ પડતા કે આસુરી ઉધામાઓની અપેક્ષા નથી રાખતી; બબ્બે તેને તો મહા-અનિષ્ટરૂપ ગણે છે. દા.ત. માનવજાતે સંભાળેલી, ઇતિહાસના મોટા ભાગના દેશકાળમાં વ્યાપેલી સનાતન ખેતી મનુષ્ય જાળવેલા ઉપસ્થિતિ-વ્યાપાર, ઉર્વરતા-સંરક્ષક ભૂમિસેવા-વ્યાપાર, બીજના સંચય અને પુનરુત્પાદનનો વ્યાપાર, દેશ-કાળાનુસારી વાવણી-વ્યાપાર, વાવણીમાં પાકોના વૈવિધ્ય અને પરસ્પર સંમિશ્રણની જાળવણીનો વ્યાપાર – આવા આવા શમ-વ્યાયામના મિશ્રણરૂપ ઉદ્યમની, અપેક્ષા રાખે છે. તો આ દૃષ્ટિએ કૌટિલ્ય “અર્થની વ્યાખ્યામાં ભૂમિ માટે મનુષ્યવતી વિશેષણ વાપર્યું, પણ અનર્થ નિવારવા મનુષ્યવ્યાપારવતી એવું વિશેષણ વાપરવાનું સૂક્ષ્મ વિવેકથી ટાળ્યું ધરતીને અપેક્ષા છે મનુષ્યના ભર્યા-ભર્યા મૈત્રીપૂર્ણ સાન્નિધ્યની અને તજજન્ય સહજ અને નરવી (શમયુક્ત) ઉદ્યમની. આ અગાઉ, આ વ્યાખ્યાનમાં “રાજપુરુષયોગ્ય વિદ્યાઓ' એ ત્રીજા મુદ્દામાં દંડનીતિ-વિદ્યાના' બાકીની વિદ્યાઓ સાથેના સંબંધની ચર્ચારૂપે તેમ જ એને જ મળતી, ત્રિવર્ગમાં અર્થપુરુષાર્થના સ્થાન અંગેની ચર્ચામાં, કૌટિલ્યનો, રાજનીતિવિદ્યા તેમ જ અર્થપુરુષાર્થ એ બંને એક સિક્કાની બે બાજુઓ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧૦૧ જેવા વિષયો પ્રત્યેનો અભિગમ કેવો વ્યવહારુ છતાં આદર્શસંરક્ષક, સંસ્કૃતિ-સંવર્ધક છે તે આપણે બરોબર જોયું છે. તેમાં એ વાત ઘૂંટાઈ છે કે રાજનીતિ અને અર્થનિર્માણ-પ્રવૃત્તિની સાર્થકતા, સ્વપર-કલ્યાણ સાથોસાથ જ સધાય તેવી મનુષ્યની અસલ ઉચ્ચ પ્રકૃતિ અને તદનુરૂપ તેની કાર્યકુશળતાને માટે પૂરેપૂરો અવકાશ ઊભો કરવામાં અને જાળવવામાં જ છે, અર્થાત્ તેવા ઉચ્ચ હેતુનાં સેવક અને સાધન બની રહેવામાં છે; સ્વયં સાધ્ય બનીને સ્વસ્થ માનવજીવન કે ખુદ માણસનું અને અન્ય જીવોનું નર્યુ અસ્તિત્વ પણ ભૂંડામાં ભૂંડી રીતે રૂંધાય તે રીતે, અજગરની જેમ તે સહુનો ભરડો લેવામાં નહિ જ નહિ. આજના જગની કહેવાતી કે નામની લોકશાહીમાં, આખી ધરતીનું અને તે પરની સમસ્ત જીવસૃષ્ટિનું ધનોતપનોત જ્યારે નજર સામે નીકળી રહ્યું છે, ત્યારે કૌટિલ્ય જેવાનો આવો શાણપણભર્યો અવાજ કોણ સાંભળશે ને કેવી રીતે – તે પૂરા ધ્યાનયોગ સાથે આપણા અંતરતમમાં (દેશ) બેઠેલા સર્વશક્તિમાન્ ઈશ્વરને પૂછીએ અને આ ઘડીએ ભાંગી પડ્યા વિના માનવજીવનમાં શક્ય હોય તેવી અપૂર્વ ભક્તિ કરી છૂટીએ. અગાઉ આપણે દંડનીતિના ધ્યેયનું પણ કૌટિલ્ય કરેલું ટૂંકું પણ સચોટ વર્ણન જોયેલું. એ ધ્યેય ફરી આરીએ : અપ્રાપ્ત અર્થની પ્રાપ્તિ, પ્રાપ્ત અર્થનું રક્ષણ, રક્ષિત અર્થની વૃદ્ધિ અને વૃદ્ધિ પામેલ વિપુલ ધનનું તીર્થોમાં વિતરણ. આ ટૂંકી-ટચ રજૂઆતનો તેમ જ તેમાં છેલ્લે પ્રયોજેલા “તીર્થ' શબ્દનો મહિમા પણ આપણે સમજ્યા હતા. આ વર્ણન કૌટિલ્યના અર્થ અંગેના યથાર્થ દર્શનને સુપેરે વ્યક્ત કરે છે. રાજનીતિનું ધ્યેય નથી આંધળો કે આસુરી પ્રદેશવિસ્તાર, નથી માત્ર પ્રજાનાં દેહ-માલનું “મોટા-ભા' થઈને કરાતું રક્ષણ; ખરેખરું કર્તવ્ય તો છે ભૂમિ-પ્રાપ્તિ, રક્ષણ ઇત્યાદિ થકી પણ છેવટે તો પ્રજાના અભ્યદય (લૌકિક ઉન્નતિ) અને સ્થાયી આત્મ-કલ્યાણ એ બંને શક્ય બને તેવી જીવનોપયોગી પાયાની સાધનસંપત્તિ નરવી રીતે મેળવી આપવાનું – એટલે કે પ્રજા સ્વ-પુરુષાર્થ થકી તે પ્રાપ્ત કરી શકે તે માટે આખું પાયાનું સુવિધા-જાળ (infrastructure) ઊભું કરી તેને સતત નિભાવવાનું. આમ કૌટિલ્યની કલ્પનાની રાજનીતિ તે મુખ્યત્વે નવસર્જક અર્થનીતિ છે. કૌટિલ્યનું દર્શન સરવાળે પ્રજામાં સ્વાવલંબી નિર્વાહશક્તિ જગાડનારું છે; રાજ્યતંત્રને જ પ્રજાકલ્યાણના કર્તા-હર્તા કે મા-બાપ તરીકે ઉપસાવે તેવું કહેવાતું ‘કલ્યાણરાજ્ય' બનાવનારું નહિ. રાજનીતિ એ પ્રજાના અસાધારણ ખમીરને જગાડવાનું નિમિત્ત બનીને જ સાર્થક બને છે – એ છે કૌટિલ્યનું દર્શન. આને લીધે જ “અર્થશાસ્ત્ર'નું “અધ્યક્ષપ્રચાર' નામનું, બધાં અધિકરણોમાં ખાસું મોટું અધિકરણ રાષ્ટ્રની કુદરતી સંપત્તિ(natural resources)ને અત્યંત વૈવિધ્યપૂર્ણ મનુષ્યત્નોથી સારી પેઠે કેવી રીતે વિકસાવવી-વધારવી એની જ અનુભવસિદ્ધ મથામણો નિરૂપે છે. કૌટિલ્ય તે-તે અર્થપ્રવૃત્તિના સ્વાયત્ત અધ્યક્ષો અને તેમના હસ્તકનાં સ્વાયત્ત તંત્રોની જે વ્યવહારુ યોજના સવિસ્તર બતાવી છે, તે વિગતભેદે આજની સરકારો માટે પણ માર્ગદર્શક બની શકે એમ છે. “વાર્તા' એટલે કે હુન્નરો કે ઉદ્યોગો સહિતની વાણિજ્યવિદ્યા (Commerce)નું અધ્યાપન પણ આવા અધ્યક્ષો દ્વારા થાય તેવું કૌટિલ્ય કરેલું સૂચન૯ સાચા વિદ્યાdજની દષ્ટિએ અને ભરતીલાયક અર્થાત્ સ્વવ્યવસાયમાં કે નોકરીમાં જોડાતાં જ ઉત્તમ રીતે કામ સંભાળી શકે તેવા સુસજજ સુશિક્ષિતોની જ સંખ્યાની વૃદ્ધિની દૃષ્ટિએ અત્યંત પ્રસ્તુત છે. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ઉપર્યુક્ત વિચારોના પ્રકાશમાં, કૌટિલ્યની કલ્પનાનું અર્થતંત્ર કેવું હોય તે આપણે ત્રીજા વ્યાખ્યાનમાં જોઈશું. કૌટિલ્ય રાષ્ટ્રવ્યાપી માનવજીવન માટે અર્થપ્રાપ્તિની તાકીદ કેવી સમજે છે તે અધ્યાય ૨.૪ના ઉત્તરાર્ધમાંની અત્યંત અનુભવસિદ્ધ એવી વીસ મુદ્દાની લાભવિદનોની યાદી તપાસતાં સમજાય છે. તેમાંનાં મોટા ભાગનાં પરિબળો નબળી કે સદોષ મનોદશારૂપ છે. એને કારણે સામે આવેલી અર્થપ્રાપ્તિની તક પણ મનુષ્ય ગુમાવે છે. આમાંનું એક પરિબળ છે : “મંગલ તિથિ અને નક્ષત્ર જોવાનો અત્યાગ્રહ” (મફતિથિનક્ષત્રેષ્ટિતમ્). એ મુદ્દા અંગે એક શ્લોકમાં કટાક્ષપૂર્વક કૌટિલ્ય કહે છે : “અર્થ જ અર્થનું નક્ષત્ર છે; તારાઓ શું કરી આપવાના છે?” કોઈ આ ઉપરથી રખે ને એમ માની લે કે કૌટિલ્ય જ્યોતિષશાસ્ત્રને નકામું માને છે. અધ્યાય ૨.૨૬માં આપેલી રાજાની દિનચર્યામાં વહેલી સવારે જ રાજાની જ્યોતિષી સાથેની નિત્ય-ઉપયોગી એવી મુલાકાતની ભલામણ કરી છે – જેમ વૈદ્ય સાથેની મુલાકાતની. અન્ય કેટલાંક સ્થળોએ પણ કાર્યારંભે જ્યોતિષીની સલાહનું મહત્ત્વ બતાવાયું છે. યુદ્ધના રસાલામાં પણ જયોતિષીનો સમાવેશ થાય છે. પરંતુ કોઈ પણ વસ્તુ પરની અતિ-નિર્ભરતા(વધુ પડતો આધાર લેવાની વૃત્તિ)ને કૌટિલ્ય પસંદ કરતા નથી. ભયથી પ્રેરાઈને ન ધર્મ આચરવાનો હોય, ન જ્યોતિષ-વિચાર કરવાનો હોય. સામે પક્ષે, ગમે તેવી અન્યાયી રીતે યુદ્ધાદિ દ્વારા ભૂમિ-ધન-આદિના લાભને પણ તેઓ ઈષ્ટ માનતા નથી. શત્રુને સંપૂર્ણપણે પરાસ્ત કરીને તેના કિલ્લા પર પોતાનો કબ્દો કેવી રીતે મેળવવો તેના ઉપાયો બતાવતા તેરમા અધિકરણના છેલ્લા અધ્યાયનું નામ જ ઘણું સૂચક છે : “મેળવેલા રાજયાદિમાં વિશ્વાસસ્થાપના' (નવ્વપ્રશન). શંકરાચાર્યે તેમના એક પ્રસિદ્ધ સ્તોત્રમાં “ર્થનર્થ ભાવય નિત્ય” (“નિત્ય “અર્થ એ અનર્થ છે' એ સમજને ઘૂંટજે') એવી જે ચેતવણી આપી છે, તેનું તાત્પર્ય કૌટિલ્ય ઉપર્યુક્ત પ્રકારે અચૂક સ્વીકારે છે. આનો સરસ પુરાવો છે સૂત્ર ૬.૨.૨૦માં સાત રાજયાંગો પૈકીના કોશરૂપ રાજ્યાંગની લાક્ષણિકતા ગણાવતાં મૂકેલું પહેલું લક્ષણ : ધમffધાત: પૂર્વે સ્વયં વા (પૂર્વજો દ્વારા કે પોતાના દ્વારા ધર્મમાર્ગે પ્રાપ્ત કરાયેલો). પ્રસિદ્ધ જૈનાચાર્ય હેમચંદ્રસૂરિજી, ગૃહસ્થને માટે ન્યાયસંપન્નવમવ: (“ન્યાયયુક્ત સંપત્તિવાળો') એવું જે વિશેષણ મૂકે છે, એનો જ જાણે સુંદર પડઘો રાજનૈતિક ક્ષેત્રમાં કૌટિલ્ય અહીં પાડ્યો છે. | શ્રોતા સતત જોઈ શકશે કે વ્યક્તિગત જીવનનાં મૂલ્યો યથાશક્ય રાજ્ય સંસ્થા પણ જાળવતી રહે તે અંગે કૌટિલ્ય પૂરા જાગૃત અને આગ્રહી છે; કારણ કે તેમની પ્રજ્ઞા પારદર્શી કે સત્યદર્શી છે. (૬) લોકપૂજા ભગવદ્ગીતાના બારમા ‘વિતયોગ' અધ્યાયમાં ભક્તલક્ષણો કહેતાં, પંદરમા શ્લોકમાં એક લક્ષણ આમ કહ્યું છે : “જેનાથી લોક ઉદ્વેગ (પીડા, આશંકા) પામતો નથી અને લોકથી જે ઉદ્વેગ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય પામતો નથી.૪૧” એની પહેલાં તેરમા શ્લોકમાં ભક્તનું વર્ણન આવું છે : “સર્વભૂતો પ્રત્યે દ્વેષરહિત, મૈત્રીયુક્ત અને કરુણાયુક્ત ૨”. આ બે વર્ણનોમાં થઈને વિકસિત, પ્રબુદ્ધ ચેતનાના અનેક સ્થાયી ભાવો પૈકીનો આ એક સ્થાયી ભાવ સુંદર-સરળ રીતે કહેવાયો છે : લોકપૂજકતા. ઈશ્વરભક્તિનો મહિમા ઉત્તમ રીતે ઘૂંટતી ગુરુ નાનકની નાનકડી, રસાળ ઊર્મિકાવ્ય-શી રચના ‘નપુની’ના આરંભે મુકાયેલા જપમંત્રમાં આને મળતાં જ આ બે ઈશ્વરલક્ષણ અંકિત છે : નમસ નિવૈદુ (નિર્ભય અને નિર્વેર). અહીં એ ધ્યાનમાં આવવું જોઈએ કે આ વર્ણનમાં અને અગાઉના ગીતાના વર્ણનમાં જે ‘નિર્દેરતા’રૂપ લક્ષણ કહ્યું છે તે નિષેધાત્મક છતાં ખૂબ મહત્ત્વનું લક્ષણ છે; કારણ કે ‘માનવમનમાં શૂન્યાવકાશ ન હોઈ શકે” એ ન્યાયે તેમાં એક દૂષિત લક્ષણનું ન હોવું તે બીજા ઉદાત્ત લક્ષણના પ્રવેશનું સૂચક બની જાય છે. અને ખરેખર ઉપર્યુક્ત ગીતા-કથિત લક્ષણો પૈકીના પાછલામાં નિષેધાત્મક (‘અદ્રેશ') લક્ષણની પડખે જ એનું સ્થાન લેનારાં ભાવાત્મક લક્ષણો (મૈત્રી, કરુણા) સ્પષ્ટ રૂપે કહ્યાં છે. લોકપૂજકતા પણ મૈત્રી-કરુણાને સમાવતું ભાવાત્મક લક્ષણ છે. આપણા આ ઉત્થાન-સમયમાં સ્વામી વિવેકાનંદે આ ભાવ જ સૂચવે તેવો ‘જનતા-જનાર્દન’ એવો લોક પ્રત્યેની ભક્તિ કે નિષ્ઠા સૂચવતો પ્રેરક પ્રયોગ પ્રચલિત કર્યો છે. લોકપૂજા એ હકીકતે તો અદ્વૈત-દૃષ્ટિની જ એક આડ-પેદાશ છે. આ વાત ગીતાના આ પ્રસિદ્ધ વિશેષણ દ્વારા બરાબર સ્પષ્ટ થાય છે : સર્વભૂતાત્મભૂતાત્મા (‘જેનો આત્મા સર્વ ભૂતોના આત્મારૂપ બન્યો છે એવો મનુષ્ય'). તેમાંથી જ ફલિત થાય છે આ બીજું લક્ષણ : સર્વભૂતહિતે રતઃ (‘સર્વ ભૂતોના હિતમાં લીન'). બાઈબલમાં પણ unto this last (‘આ છેવાડાના જન સુધી') એવા પ્રયોગથી આ સર્વસમાવેશક લોકનિષ્ઠા જ સૂચવાઈ છે. ખરેખર, લોક-આરાધકતા એ મનુષ્યની પ્રતિભાની એક ઉચ્ચતમ કસોટી બની રહે છે. શ્રીકૃષ્ણમાં એ સુંદરતમ રીતે પ્રગટી છે. ૧૦૩ - અહીં એ વસ્તુસ્થિતિ ચીંધવી ઘટે કે લોક-પૂજકતાના આધારરૂપ યથાર્થ ધર્મ, અધ્યાત્મ કે માનવકેન્દ્રી સંસ્કૃતિ પારમાર્થિક રીતે શાશ્વત હોય તો પણ, વ્યવહારદૃષ્ટિએ વર્તમાનયુગને જોતાં કહેવું પડે કે આ વસ્તુ હજી બાલ્ય કે કદાચ કિશોર અવસ્થામાં જણાય છે, અને તેથી તેના અમલનું ક્ષેત્ર ઘણું નાનું છે – આજે દુનિયામાં વ્યાપેલી કહેવાતી લોકશાહી છતાં પણ યુગબળે સામાન્ય લોક પ્રત્યે અરુચિ, તિરસ્કાર અને દ્વેષ વ્યાપકપણે જોવા મળે છે. એનું મૂળ છે કહેવાતી શહેરી સંસ્કૃતિના આવરણમાં જામેલા અજ્ઞાનની છત્રછાયામાં વકરેલાં ભોગવાદ, ભૌતિકવાદ, સંગ્રહખોરી, હિંસ સંઘર્ષવાદ, વિકૃત અહમહમિકા (હુંપણું), ભીરુ ભાગ્યવાદ ઇત્યાદિ અપલક્ષણો. સામુદાયિક અભિમાનનો ચોકો વાળીને બેઠેલાં જૂથોમાં – જેમ કે પાશ્ચાત્ય ગ્રીક કે રોમન ‘સંસ્કૃતિ’-જૂથોમાં ‘બૂવા’ (ઉમરાવવર્ગ) અને ‘પ્રોલેટેરિયટ' (આમ-જનતા) એવા મત્સરપૂર્ણ જુદા પાકા ચોકા રૂપે – લોકદ્વેષ બેઠા ઝનૂન સાથે પોષાતો જોવા મળે છે. છતાં દરેક યુગમાં સત્ય માટેની જીવંત રુચિ કે લૌકિક ગરજ સુધ્ધાં અનુભવતાં નાનાં સમજદાર જૂથોમાં ઉત્તમ વિચારો ભાવનાઓમાં રૂપાંતરિત થઈને જુદા-જુદા દેશ-કાળમાં ઊછરતા અને જમાનાની પ્રતિકૂળતાઓ વચ્ચે પણ સંકલ્પબળે ફેલાતા જોવા મળે છે; જેમ કે વીસમી સદીથી માંડીને લોક-આરાધના પર આધારિત ‘લોકશાહી'ની For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વિભાવના આખા વિશ્વમાં, ભલે કાચા-પાકા કે પાંખા સ્વરૂપે પણ વ્યાપી ગઈ છે અને તેના અમલનાં મંડાણ પણ દુનિયાના દરેક ખંડના અનેક દેશોમાં થયાં છે. વળી અંધકારભર્યા ગણાતા દુનિયાના મધ્યયુગને છેડે ચાર-પાંચ સદી પૂર્વે યુરોપથી શરૂ થયેલા પુનરુત્થાનકાળ(‘રેનેસાં')ના ચાલુ રહેલા મોજામાં માનવકેન્દ્રી ચિંતન અને પ્રાચીન-અર્વાચીન જ્ઞાનનું પૂર્વગ્રહમુક્ત ઊંડું, અવનવું ખેડાણ – એ બંને વસ્તુઓ અસાધારણ નૂતન લક્ષણ તરીકે ઊપસી આવી છે. સાચા જ્ઞાન વિષેના અનેક ગંભીર ભ્રમો છતાં અને જ્ઞાનને વિકૃત કે એકાંગી બનાવી તેનો બહુજનવિરોધી ઘોર દુરુપયોગ પણ ઠીક-ઠીક વ્યાપ સાથે થવા છતાં, યુગબળે વિવિધ પ્રજાઓમાં જાગી રહેલા ઉત્કટ અને સંગઠિત આત્મગૌરવને કારણે અને કુલડીમાં ગોળ ભાંગવાની અંધારયુગોની રીતિઓને ઠીકઠીક રીતે અશક્ય બનાવે તેવાં સંદેશાનાં અને સંચારનાં સાધનોની અભૂતપૂર્વ સુલભતાને કારણે, અગાઉના યુગો કરતાં માનવગૌરવ માટે આજે અપૂર્વ અનુકૂળતા તો જરૂર પેદા થઈ છે. અને વળી વ્યવહારુ શાણપણની દૃષ્ટિએ તેમ જ અનેક અટપટા તનાવોમાંથી સહુને મુક્તિ અપાવે તેવા પારસ્પરિક અભયસ્થાપનની દૃષ્ટિએ, સમાજની છેલ્લામાં છેલ્લી કે હીનમાં હીન માનેલી વ્યક્તિને પણ સાર્વજનિક કલ્યાણયાત્રામાં સમાવવાનો સમજદારીભર્યો ઉદ્યમ આચરવા જેવો જ છે. “સહુના ભલામાં પોતાનું ભલું” એ વાતને નૈતિકતાની જ દૃષ્ટિએ કે અઘરા આદર્શની દષ્ટિએ નહિ, પણ પરિણામદાયી વ્યવહારુ એકમાત્ર પદ્ધતિ તરીકે અપનાવવી પડશે. આ દષ્ટિએ, સૌથી પ્રથમ, કૌટિલ્ય સાત રાજ્યાંગોમાંના એક એવા જનપદનું અર્થાત તળ પ્રજાઓનું સાપેક્ષ મહત્ત્વ કેવું આકાર્યું છે તે તપાસવાનું પ્રસ્તુત બને છે. આઠમા વ્યસનાધિકારમ્' અધિકરણમાં, સાતે ય પ્રકૃતિ પર આવી પડતાં વ્યસનોમાંથી કઈ પ્રકૃતિ પરનું વ્યસન વધુ હાનિકારક છે એ સમજવા માટે આ પ્રકૃતિના પારસ્પરિક સાપેક્ષ મહત્ત્વનો અગ્રતાક્રમ કૌટિલ્ય પોતાની દષ્ટિએ પ્રથમ રજૂ કરીને પછી નજીકની બન્ને પ્રકૃતિઓના સાપેક્ષ મહત્ત્વ અંગેના વિવાદો વિગતે રજૂ કર્યા છે. એ ક્રમમાં કૌટિલ્ય મુજબ જનપદનો ક્રમ રાજા અને મંત્રી એ બે પ્રકૃતિઓ પછી ત્રીજો આવે છે. ત્યાર પછી દુર્ગનો ક્રમ છે. જનપદના મહત્ત્વની સમજણની દૃષ્ટિએ, કૌટિલ્ય રજૂ કરેલા વિવાદો પૈકી મંત્રી સાથેની તેની તુલના તેમ જ ચોથે સ્થાને આવતા દુર્ગ સાથેની તેની તુલના આપણે માટે પ્રસ્તુત છે. અનેક વૈષમ્યો વચ્ચે પણ સર્વસંયોજક એવી બહુમુખી પ્રતિભા ધરાવનાર રાજા અને રાજયતંત્રનાં અનેક ઉચ્ચાવી કાર્યો સાધવા માટે જરૂરી એવું જ્ઞાન-વિજ્ઞાનબળ ધરાવનાર મંત્રીસમુદાય રાજ્યતંત્રના અનિવાર્ય આધારરૂપ હોઈ સહજપણે મહત્ત્વના ક્રમમાં સૌથી આગળ આવે છે. શુદ્ધ હૃદયગુણો ને બુદ્ધિગુણ સર્વાધાર બની રહે છે. આ બે અંગો પછીનાં ચાર અંગો રાષ્ટ્રની અંદરનાં છે, તો પાંચમું મિત્રરૂપ અંગ મુખ્યત્વે રાષ્ટ્રની બહારનું છે. એ અંતર્ગત ચાર અંગોમાં તળ ગ્રામીણ કે નગરો-કસ્બાઓ રૂપ પ્રદેશનું બનેલું “જનપદ' (આમ-જનતાનું થાણું) પ્રથમ સ્થાન ભોગવે છે તેવો આચાર્યમત છે, અને કૌટિલ્યનો પોતાનો મત પણ એ જ છે. રાજનીતિ અંગેના કેટલાક પ્રાચીન ભારતીય ગ્રંથોમાં (દા.ત. “મનુસ્મૃતિમાં) “જનપદ'ને સ્થાને “રાષ્ટ્ર’ એવો વધુ મહિમામય વ્યાપક શબ્દ પણ વપરાયો છે તે ઘણું સૂચવે છે. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય દાસ કે ગુલામ તરીકે રાખવાની પ્રથા, વેઠપ્રથા, ભારતમાં જામેલ અસ્પૃશ્યતાની દારુણ પ્રથા, પશ્ચિમમાં એવા જ વિદ્વેષ સાથે વ્યાપેલી ‘કાળિયાઓ' પ્રત્યેના વ્યાપક સામાજિક ભેદ-વ્યાપારની પ્રથા, સ્ત્રીવર્ગ પ્રત્યેના હીનભાવ અને જો૨-જુલ્મોની પ્રથા આવા આવા અનેક આકારે આખા જગમાં વ્યાપેલો લોકવિદ્વેષ માનવ-ઇતિહાસના મહાકલંકરૂપ જ નહિ, પણ ઈશ્વર પ્રત્યેની બેવફાઈરૂપ કે મહા-બેવકૂફીરૂપ પણ એટલા માટે છે કે જે વિશાળ સમુદાયે પેદા કરેલા અતિવિપુલ દ્રવ્યરાશિ ઉપર અને પૂરી પાડેલી સર્વ પ્રકારની સેવાઓ ઉપર સુખશીલિયા લોકોનો દૈનિક જીવનવ્યવહાર જ નહિ, પણ અનેક પ્રાચીન-અર્વાચીન કહેવાતી ‘સંસ્કૃતિ'ઓના બધા મૂર્ત આવિર્ભાવો પણ પૂર્ણપણે નભે છે, એના જ જીવવાના અધિકારનો સતત નિષેધ કરાતો આવ્યો છે !! આવી સ્થિતિમાં ધર્મશાસ્ત્રના ભાગરૂપે ઊછરેલી દંડનીતિવિદ્યામાં લોકનું રાજ્યાંગોમાં સાચું સ્થાન શું છે એ અંગેનું સત્યનિષ્ઠ, અહિંસાનિષ્ઠ ચિંતન ચાલ્યું હશે. અર્થશાસ્ત્રના ઉપર ઉલ્લેખેલા આઠમા વ્યસન,ધારિષ્ઠમ્ અધિકરણના પ્રથમ અધ્યાયમાં જનપદરૂપ રાજ્યાંગની, એની આગળ મુકાયેલા મંત્રીરૂપ અંગ સાથેની તેમ જ તેનાથી પાછળના ક્રમે મુકાયેલા ‘દુર્ગ’(કિલ્લેબંધ રાજધાની)રૂપ રાજ્યાંગ સાથેની તુલના કરતી જે ચર્ચા મળે છે, એમાં ન્યાયપૂર્ણ મૂલ્યાંકન માટેની પ્રાચીનકાલીન મથામણની મહત્ત્વની ઝલક મળે છે. – — આ પૈકી આગલી ચર્ચામાં લોકની વિશેષ તરફેણ કરતી એક કૌતુકજનક વિચારધારાનો પણ પરિચય થાય છે. જનપદ એટલે કે તળ ગ્રામ-કસ્બાઓના પ્રદેશ પર જ રાષ્ટ્રની મોટા ભાગની પશુ કૃષિ/ઉદ્યોગ-જન્ય પેદાશો માટે, જંગલ અને ખાણની પેદાશો માટે, સૈન્યના પુરુષબળ માટે, વાહનો (પશુઓ અને ગાડાં) માટે આધાર રાખવો પડે છે. જનપદ વિના જો આ બધું ન મળે, તો મંત્રીની કામગીરી અશક્ય બને આવી દલીલ અતિ-ઉત્સાહી ‘વિશાલાક્ષ’ નામના દંડનીતિના વિદ્વાનો નામે અપાઈ છે. દલીલનો તર્ક દેખીતી રીતે જ છીછરો છે. મંત્રીની સહાયતાવાળા રાજાનું યોજકપણું અને રક્ષકપણું આ બધા ઉત્પાદનોને શક્ય બનાવવા અનેક રીતે અનિવાર્ય છે એ સમજવું બહુ અઘરું નથી. આમ છતાં આ પૂર્વપક્ષ અમુક સત્યાંશ જરૂર ધરાવે છે. ગ્રામીણ પ્રજામાં પ્રાણબળ, હિંગુ આયોજનબળ, ઊંચી ક્લેશસહિષ્ણુતા, વિવિધ કૌશલો, સાદી-ધિંગી જીવનશૈલી – એ બધાં વાનાં પ્રકૃતિદત્ત છે. સામાન્ય સંજોગોમાં મંત્રી કે રાજાની કશી દરમિયાનગીરી વગર સ્વસંચાલિત રૂપે ગ્રામપ્રદેશમાં આ બધું લોક દ્વારા થતું હોય છે. ગાંધી-વિનોબાએ ઘૂંટેલા ગ્રામસ્વરાજ્યના વિચારનો પાયો પણ આ વાસ્તવિકતામાં જ છે. વિશાલાક્ષના મંતવ્યમાંના આ મહત્ત્વના સત્યાંશને જરૂર આવકારીએ. પરંતુ રાજા અને મંત્રીસમુદાયના અગ્રતાક્રમનો નિષેધ સમકાલીન વાસ્તવિક સ્થિતિ પર આધારિત ન હોઈ ગ્રાહ્ય નથી એ કૌટિલ્યે સારી રીતે બતાવ્યું છે. જ્યાં સુધી સામાન્ય, અસંગઠિત પ્રજા જીવોમાં ચાલતા ‘માત્મ્યન્યાય’(મોટી માછલી નાનીને ગળે તેવી સ્થિતિ; બળિયાના બે ભાગની સ્થિતિ)ને જાતે રોકવાનું સામર્થ્ય ન ધરાવતી હોય, ત્યાં સુધી કાઠી છાતી ધરાવવા સાથે દુષ્ટોના દમન માટે જરૂરી એવાં શૌર્ય, ન્યાયબુદ્ધિ, દક્ષતા ધરાવતા એક પ્રકૃતિનિર્મિત સામાજિક વર્ગને (ક્ષત્રિયવર્ગને) અને તેમાં ય તેમાંના કુદરતે ઉછેરેલ સમર્થ રાજપદયોગ્ય નરશ્રેષ્ઠને તેમના નેતા (‘વિજિગીષુ') તરીકે આગળ કરીને, તે સૌને (રાજા અને ૪૩ ૧૦૫ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' ઃ દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ સાથી રાજપુરુષોને) સુયોગ્ય માન-મોભો અને અનુરૂપ કાર્યસ્થળ આપીને પાકી સમાજસુરક્ષાવ્યવસ્થા કરવી જરૂરી છે. તેનાથી સરવાળે સમાજમાં પડેલી વત્તી-ઓછી દુષ્ટતા કાબૂમાં રહેતાં, દરેક જીવનું શ્રેષ્ઠ હીર પ્રકાશીને સાર્વત્રિક કલ્યાણ પ્રવર્તી શકે એમ છે. આ પછી આગળની ચર્ચામાં જનપદ અને દુર્ગ એ બંનેના મહત્ત્વની તુલના થઈ છે. પારાશરોના મતે જનપદ કરતાં દુર્ગ પરની આપત્તિ વધુ ચિંતાજનક ગણાય. એ માટેની દલીલમાં મુખ્યત્વે ગ્રામવાસીઓ અને નગરવાસીઓની સામાન્યરૂપે થયેલી તુલના છે તે ધ્યાનપાત્ર છે. નગરવાસીઓ ગ્રામજનો કરતાં વધારે શક્તિશાળી, કાયમી વફાદારીવાળા અને આપત્તિમાં રાજાને સહાય કરનારા કહેવાયા છે. વળી એમ પણ કહેવાયું છે કે રાજધાની દ્વારા જ ખજાનાની અને સૈન્યની ઉત્પત્તિ થાય છે, અને આપત્તિ વખતે જનપદને બચાવવાનું સ્થાન પણ કિલ્લેબંદ રાજધાની જ છે. “જનપદવાસીઓ શત્રુપક્ષ સાથે પણ સાંઠગાંઠ રાખતા હોય છે' એવો પૂર્વગ્રહયુક્ત અભિપ્રાય પણ ઉચ્ચારાયો છે. આ આખી નગરરાગપ્રેરિત, એકાંગી, પૂર્વગ્રહવશ થઈ વાસ્તવિકતાઓ તપાસવાની ધીરજ વિનાની અને તેથી છીછરી કહી શકાય તેવી રજૂઆતની સમાલોચના કૌટિલ્ય સમત્વપૂર્વક રજૂ કરી છે. પ્રથમ તો તેઓ એ ભૌતિક હકીકત કે વાસ્તવિકતા ચીંધે છે કે ખુદ દુર્ગ ઉપરાંત કોશ, દંડ (સૈન્ય), સેતુકર્મો (બંધ વગેરે સીંચાઈનાં બાંધકામો), વાર્તા(આજીવિકાસાધક કર્મો)ને લગતા કાર્યકલાપોનું મૂળ જનપદ એટલે કે વિશાળ ગ્રામીણ પ્રદેશ છે. ગ્રામીણ પ્રજામાં રહેલા ધિંગા માનવીય ગુણો – શૌર્ય, અંડગપણું, દક્ષતા, શિસ્તબદ્ધ સમૂહબળ – પણ આ કર્મોને ઉત્તમ રીતે નભાવે છે. વળી પર્વત કે ટાપુ દુર્ગસ્થાન તરીકે ઉત્તમ હોવા છતાં તેની આસપાસ રૈયત ન હોવાથી એવી રાજધાનીમાં કોઈ વસવા આવતું નથી. આમ છતાં, કૌટિલ્ય હંમેશાં ખૂબ લચીલા, પૂર્વગ્રહમુક્ત અને વાસ્તવદર્શી હોઈ, આ ચર્ચામાં એટલું ઉમેરે છે કે જનપદમાં ખેતી જ મુખ્ય વ્યવસાય હોય તો દુર્ગની આપત્તિ વધારે ચિંતાજનક ગણાય; પરંતુ જો જનપદમાં શસ્ત્રજીવી ખડતલ પ્રજાઓનું પ્રાધાન્ય હોય તો જનપદ પરની આપત્તિ વધુ ચિંતાજનક કહેવાય. કૌટિલ્યને નથી ખપતો ગ્રામવાદ, નથી ખપતો નગરવાદ; ખપે છે નિત્યના પૂર્વગ્રહરહિત અવલોકન પર આધારિત વાસ્તવવાદ. ઉપર રજૂ કરેલો પારાશરમત એ બતાવે છે કે છેક એ સમયમાં પણ મોહાશ્રિત નગરવાદ કેવો ધમધમતો હતો. નગરજનો સાચી-ખોટી રીતે સધાયેલી પોતાની સાધનસંપન્નતા રખે ને વીંખાઈપીંખાઈ જાય તેવા ડરથી અને પંડની જ આળપંપાળ કરવાના પાકા ને જડ બંધાણના માર્યા, પોતાનો પાકો ચોકો બાંધી લેવામાં જ સલામતી માનીને, “ગરજવાનને અક્કલ ન હોય' એ ન્યાયે, પોતાના સ્વાર્થી ચોકા બહારના તે બધા દુશ્મન અને દુર્જન’ એવી સગવડિયા માન્યતામાં રાચતા. તેથી તળ ગ્રામપ્રદેશને ઉપેક્ષાના દરિયામાં ડુબાડીને, પ્રકૃતિદર્શનની દૃષ્ટિએ પણ ગ્રામીણ પ્રદેશનો પરિચય ન રાખતા; તો ગ્રામીણ પ્રજામાં રસ લેવાની તો વાત જ કેવી ! પેટભરૂને તો બારણે મોંઘેરો મહેમાન આવેલો જાણીને ય થાળી સંતાડવાનું જ સૂઝે ને ! ભાગ પડાવનાર માનવમાત્ર દુશ્મન ! For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧૦૭ આ આખી ચર્ચામાં, છેલ્લે દુર્ગનો અગ્રક્રમ અંશતઃ સ્વીકાર્યા છતાં, મુખ્યપણે ઉપસાવેલી વાત છે નિસર્ગને ખોળે જીવતા, પ્રવર્તતા અને પાયાની સર્વ જીવનપોષક ચીજો, કર્તુત્વના કશા ઠઠારા વિના સર્જતા જનપદના રાજયાંગ તરીકેના અદકેરા મહત્ત્વની. આજે અભિમાનપૂર્વક વધુ ને વધુ પ્રસારાઈ રહેલી કહેવાતી નગરસભ્યતાએ માનવતા અને ધરતીના અસ્તિત્વના પાયા પર જ કેવા અંતિમ આઘાતો આરમ્યા છે એ જ્યારે ઝડપી સંદેશમાધ્યમો દ્વારા સારી પેઠે ઘેર-ઘેર સમજાઈ રહ્યું છે, ત્યારે જનપદનું અર્થાત્ ગ્રામીણ જીવનશૈલીનું પાયાનું મહત્ત્વ – એ પાછળનું બહુવિધ નૈસર્ગિક વિજ્ઞાન – સમજાયા વગર રહેવાનું નથી. માત્ર વાસ્તવિકતાને નિશ્ચયપૂર્વક જોઈ-સમજીને માનવસમાજે સાચી દિશામાં મોઢું ફેરવવાની તાતી જરૂર છે. હા, અત્યારની ગ્રામીણ પ્રજામાં પડેલા દોષો, જેવા કે દ્વિધાગ્રસ્તતા, નગરપરસ્તી, પોતાના વિષેનો હીનભાવ, જુનવાણીપણું, શ્રમગૌરવ વિનાનું મજબૂરીભર્યું શ્રમિકપણું, કુસંપ, કોમી વિષિતા, નિરક્ષરતા, સામુદાયિક ગંદકી ઇત્યાદિને, બહુસંખ્ય સજ્જનોની સાતત્યપૂર્ણ ગ્રામાભિમુખતા દ્વારા આરંભાવાપાત્ર પાકા જાગૃતિ અભિયાન વડે ક્રમશઃ નાબૂદ કરવાની અને રાજયસંસ્થાના, ગ્રામપ્રદેશ પ્રત્યેના ઓરમાયા જ નહિ, બલ્ક અત્યંત શોષણખોર વલણને પ્રબળ જાહેરમત દ્વારા પાયામાંથી બદલવાની જરૂર છે; તો જ ધરતી જીવવા લાયક રહી શકશે. લોકપૂજકતાસૂચક ગ્રંથગત પ્રમાણો : કૌટિલ્ય સમજપૂર્વક પુરસ્કારેલી આ લોકપૂજકતા આખા ગ્રંથમાં જુદા-જુદા સંદર્ભે જુદી-જુદી રીતે ઘૂંટાતી રહી છે; તેની તરફ ભરી-ભરી નજર નાખીએ : (૧) અગાઉ દંડનીતિના ધ્યેયની વાત કરતાં આ ગ્રંથમાં જણાવાયેલું કે નવી સંપત્તિનાં નિર્માણ, રક્ષણ અને પુનઃ પુનઃ વૃદ્ધિ દ્વારા છેવટે તો “તીર્થો સુધી વિપુલ સંપત્તિ જીવનવિકાસ માટે પહોંચાડવાની છે. અહીં તીર્થ શબ્દ પણ બહુવચનમાં (તીથૈષ એમ) પ્રયોજ્યો છે એ મહત્ત્વની હકીકત છે. તીર્થનો અહીં શો અર્થ લઈશું? તીર્થ શબ્દ તૂ (તરવું) ધાતુ પરથી “જેનાથી તરી જવાય તે તીર્થ' – એવી રીતે કરણ(=સાધન)વાચી (તરવાનું કે પાર જવાનું સાધન – એવા અર્થમાં) છે. સંસ્કૃતિનું બહુ રીતે વહન કરતી ભારતીય ભાષામાં આ શબ્દ અનેક સંદર્ભે ભિન્ન-ભિન્ન અર્થોમાં વપરાયો છે. અહીં આ શબ્દનો જે બહુવચનયુક્ત પ્રયોગ છે તેથી અર્થઘટન કરવામાં સરળતા થઈ છે. રાજય કે રાષ્ટ્ર જેનાથી તરી જાય તે તીર્થ. અગાઉની ચર્ચા પરથી સમજદાર વ્યક્તિ જરૂર કહી શકે કે આમપ્રજા તે તીર્થ; કારણ કે એના નિત્યના નિષ્ઠાયુક્ત, સમર્પિત પરિશ્રમથી જ સરવાળે રાષ્ટ્ર તરી જાય છે. એમાં માત્ર ગ્રામવાસી કે કસ્બાવાસી જ નહિ, પણ રાષ્ટ્રના સર્વ સામાન્ય નાગરિક સમાઈ જાય. એ નાગરિક રાજ્યના ઉચ્ચાવચ્ચ અધિકારીઓરૂપ કે સેવકો-રૂપ પણ હોઈ શકે અને પોતપોતાનાં ગરવાં નાનાં-મોટાં કાર્યક્ષેત્રોમાં મથતો સામાન્ય નાગરિક પણ હોય. અહીં સંપત્તિના સંદર્ભે જો ‘જરૂરિયાતમંદો’ અર્થ જ (“જરૂરિયાતમંદોમાં સંપત્તિનું વિતરણ'એ રીતે) કહેવો હોત તો થિન્ (જરૂરિયાતમંદ) શબ્દ પરથી થપુ શબ્દરૂપ વાપર્યું હોત. પણ એને બદલે આ મહાચિંતક તીર્થ એ અત્યંત સુંદર અર્થધ્વનિઓ પ્રસારતો ભારે ગૌરવયુક્ત શબ્દ વાપરીને એ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ જરૂરિયાતમંદો કેવા ઘન્ય (=ધનની પાત્રતા ધરાવનારા) છે એ પણ ચીંધીને એમનું ગૌરવ કર્યું છે, એમની પૂજ્યતા (આરાધનાયોગ્યતા) સ્થાપી આપી છે. ‘પોતે જાતે સંપત્તિ પેદા કરવામાં જરૂરી સીધું યોગદાન (સહકાર) કર્યા વિના, સાચી-ખોટી રીતે મેળવેલા માત્ર રોકડ પૈસા(currency)ના બળે વસ્તુના ઉપભોક્તા બની રહેનારો વર્ગ' એવા અર્થમાં આજે આધુનિક સમાજશાસ્ત્રમાં consuming unit (માત્ર ઉપભોગમાં સમજનારો વર્ગ) એવો ટીકા-સૂચક શબ્દપ્રયોગ યોજાયો છે. કૌટિલ્યે અહીં તીર્થ શબ્દ વાપરીને આવા અકર્મણ્ય (શ્રમ ટાળનાર) ઉપભોક્તાને રાષ્ટ્ર માટે મહાઅનિષ્ટરૂપ ગણીને, રાષ્ટ્રસંપત્તિના નિર્માણમાં સતત સમાનપણે સહયોગી બનતા રહેતા પ્રજાસમુદાયને જ ઇષ્ટ ગણીને આ સમતુલાસૂચક મર્માળો તૌર્થ શબ્દ વાપર્યો છે. અલબત્ત, પોતાના કાબૂ બહારનાં કારણોથી સંપત્તિનિર્માણ ન કરી શકનાર પ્રજાજનોની આ શબ્દથી બાદબાકી નથી જ થતી. એવા સર્વને પ્રેમપૂર્ણ પરિચર્યા અને પરિપોષણને પાત્ર જ ગણવા તે સ્વસ્થ સમાજનો આવશ્યક પરિવારધર્મ છે, એ જ નિસર્ગદત્ત સામાજિક સુરક્ષાયોજના (social insurance) છે. આમ અહીં પ્રયોજાયેલો ‘તીર્થ’ શબ્દ સુંદર અર્થસંકેતો પ્રગટ કરે છે. ૧૦૮ અહીં પ્રયોજેલો ‘તીર્થ’શબ્દ વાક્યાર્થ-સંદર્ભે આડકતરી રીતે સર્વ પ્રજાઓ અને તેમાંના પ્રત્યેક શક્તિમાન્ જનને રાષ્ટ્રનિર્માણકાર્યમાં સામેલ કરવાના વ્યાપક આયોજનની અનિવાર્યતા પણ સૂચવે છે. જેનું પેટ ભરવાનું છે, તેનાં બુદ્ધિ, હાથ અને હૃદયને (head, hand, heartને) પણ અનુરૂપ ક્રિયાયોગથી પોષવાનું આયોજન રાષ્ટ્ર કરવાનું છે. અહીં જન-જનની રોજગારીની માત્ર આર્થિક કે રાજનૈતિક જ નહિ, મનોવૈજ્ઞાનિક, આરોગ્યશાસ્ત્રીય, પર્યાવરણીય અને સાંસ્કૃતિક આવશ્યકતા તરફ પણ ઇંગિત અવશ્યપણે સમજાય છે. બાઈબલ કહે છે : માણસ માત્ર રોટલાથી જીવતો નથી. આધુનિક યાંત્રિકીકરણના સંદર્ભે આ સ્થાયી સત્યની અવગણના ન થાય તે જોયે જ છૂટકો છે. તેથી ગાંધીજીએ, યંત્રો દ્વારા ઓછા માણસે થોક-ઉત્પાદન (mass-production) કરી આ માનવમૂલ્યના મૂળમાં ઘા ન થાય માટે, અનેક લોકો દ્વારા ઉત્પાદન(production by masses)નું આયોજન કરવાની અનિવાર્યતા ચીંધી હતી. (૨) અધ્યાય ૧.માંના પ્રકરણનું નામ છે અનપનિવેશ: અર્થાત્ નવા જનપદ કે રાષ્ટ્રની સ્થાપના. આપણી આ ચર્ચાના અન્વયે આ પ્રકરણ તેના શીર્ષકમાત્રથી ય ધ્યાન ખેંચે તેમ છે. એમાં વસ્તીરહિત કોઈ વિશાળ માનવ-વાસ-યોગ્ય ભૂમિખંડમાં, દીર્ઘ દેશ-કાળના પટમાં વિશાળ આમ-જનસમુદાયના સર્વાંગી અને સર્વોત્તમ જીવનવિકાસની વ્યવહારુ સંભાવના જોનારા કલ્પનાશીલ વિજિગીષુ (રાજા) દ્વારા, મુલ્કનાં ભૂપૃષ્ઠવૈશિષ્ટ્યોની તપાસપૂર્વક, નાનાં-મોટાં વસ્તીનિવાસઘટકો અર્થાત્ ગામડાં, કસ્બા, નગરો અને દુર્ગ એટલે કે કિલ્લાબંદ રાજધાનીની સ્થાપનાનું અને તેમની સીમાઓનું આયોજન કેવી રીતે કરાય તે અંગે કરાયેલી સુચિંતિત રજૂઆત અધ્યયનપાત્ર છે. એ અંગે વિશેષ વાત તો આપણે ત્રીજા વ્યાખ્યાનમાં અર્થતંત્રની ચર્ચાના અન્વયે કરીશું. અહીં તો એ પ્રકરણમાં માત્ર જનજીવનનું જે વ્યવસ્થિત આયોજન કરાયું છે, તેના તરફ સામાન્ય રૂપે ધ્યાન દોરવું ઉપયોગી થઈ રહેશે. એમાં મુખ્યત્વે સર્વ પ્રજાઓના બનેલા આખા For Personal & Private Use Only - Page #126 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧૦૯ રાષ્ટ્રનું આર્થિક-સામાજિક કલ્યાણલક્ષી આયોજન, માત્ર માર્મિક રૂપરેખામાં પણ સમર્થ રીતે અપાયું છે. કોઈ રાષ્ટ્ર નવેસર સ્થાપવાનું હોય એની એમાં વાત છે. એમાં જમીનનો મહત્તમ ઉપજાઉ અને રચનાત્મક ઉપયોગ ઉદ્યમી મનુષ્યોના અભિક્રમ (હિંમત અને સમજદારીથી ભરેલા કાર્યારંભ) અને પરિશ્રમ દ્વારા જ થાય એ પર સૌથી વધુ ભાર અપાયો છે. આરંભના ગાળામાં કરમુક્તિ કે ધિરાણ જેવાં આર્થિક પ્રોત્સાહનો, નકામી લાગતી જમીન ખિલવનારને સામેથી માલિકીહક્કનું પ્રદાન, જમીનની બરાબર ખિલવટ ન કરનાર પાસેથી જમીન પાછી લઈને ખિલવટ કરનારને આપવાની નીતિ – આ બધું જનપદને સ્થાયી લોકશક્તિથી ખૂબ સમૃદ્ધ કરવાનું આયોજન છે. વળી રાજયના ઉચ્ચતમ બ્રાહ્મણ હોદ્દેદારો, અન્ય અગ્રણી બ્રાહ્મણો તેમ જ વિવિધ મુલ્કી રાજકર્મચારીઓને પણ આવા જનપદમાં ન્યાયી ભોગવટા-માત્ર માટે (માલિકીહક કે વેચાણ માટે નહિ) જમીનો આપવાનું આયોજન પણ રાષ્ટ્રના માનવધન પ્રત્યેનો ઉદાર છતાં વ્યવહારુ ચોકસાઈવાળો વત્સલભાવ સૂચવે છે. ગામના અનાથો, સગીરો વગેરે રક્ષણીય વર્ગોના નિજી ધનની સુરક્ષાની સામાજિક વ્યવસ્થા (દેશી બેન્કિંગ) પણ ગ્રામવૃદ્ધો દ્વારા પાકે પાયે થાય છે. માત્ર બાહ્ય રીતે નબળા દેખાતાં વ્યક્તિ કે સમુદાયનું ધન છિનવાવાની વાત તો રાજયતંત્ર માટે નાલેશીરૂપ જ ગણાઈ છે. ખુલ્લાં ખેતરો કે અન્ય કાર્યસ્થળોમાં સ્વયંભૂ (સ્વેચ્છાયુક્ત) પુરુષાર્થ કરતી પ્રજાનું ધ્યાન વિકૃત વિનોદો કે નાટક-ચેટકથી ભંગ ન પામે તે માટે તેવા વિવાદાસ્પદ વ્યાવસાયિકોની ગ્રામીણ પ્રદેશમાં થતી અવરજવરથી સંભવતી અયોગ્ય દખલ, પજવણી, ભેદનીતિ કે કોમી તિરસ્કિયા (તિરસ્કાર) પર નિયંત્રણ, બગીચા કે મનોરંજનગૃહોના નિર્માણનો નિષેધ – આ બધું ખરેખર તો પ્રજાના સહજ કાર્યાનંદને વિસ્તારવા માટેનું, અનેક જાતનું શોષણ અટકાવવા માટેનું અને જનપદ દ્વારા થતા સ્થાયી અને પાયાના રાષ્ટ્રવિકાસના વાતાવરણને ટકાવવા માટેનું ધિંગું આયોજન ગણાય. ગ્રામીણ પ્રજાનાં સ્વાતંત્ર્ય, આનંદ, તન-મનનાં આરોગ્ય અને સ્વાવલંબનને પોષે અને શોષણને અટકાવે તેવા સહજ કર્મયોગને પોષનાર આવું કૌટિલ્યોક્ત રાજયતંત્ર ખરેખર ઉ અર્થમાં પ્રજાપૂજક ગણાય. આ અધ્યાયના અંતે મુકાયેલા શ્લોકોમાં જનપદના સ્વસ્થ, એકાગ્ર, કર્મઠ જીવનને બાધા પહોંચાડનાર અનેક પ્રાસંગિક પરિબળો–ઉપદ્રવોને રાજાએ એકાગ્રપણે વારવાની વાત મૂકી છે. રોગચાળા, દુકાળ, શત્રુસૈન્ય, જંગલોના ખેરખાંઓ(“આટવિકો')ના ઉપદ્રવો, ખર્ચાળ રમતો, કૃષિઘાતક અન્યાયી ઠંડો-કરો-વેઠો, પશુધનને બાધક ચોરીઓ, હિંઠ્ય પશુઓ, મગર, વિવિધ વિષસંપર્કો, રાજાના વ્હાલેશ્રીઓ, કર્મકરો, સીમારક્ષકો વગેરેના પ્રજાજીવન પરના ઉપદ્રવો, વણિપથો (વેપારી માર્ગો) પરના ઉપદ્રવો – આ સર્વ સામે રાજાએ ઉદ્યમભર્યું રક્ષણ પૂરું પાડવું. આ બધાં દૂરંદેશીભરી પ્રજાપૂજા જાળવનારાં નિત્યનાં સંકલ્પબદ્ધ પગલાં છે. (૩) પ્રજાને રાજયતંત્ર અને રાષ્ટ્રની સેવામાં વિવિધ અને વ્યાપક રીતે ગૂંથવાનો એક ધ્યાનપાત્ર પ્રકાર છે ગુપ્તચરતંત્રમાં વિવિધ દેશ-વેષ-ભાષા-વ્યવસાયના સ્વાંગમાં સર્વ પ્રજાવર્ગોને For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ઊંચી શિસ્ત સાથે મેળવીને સમાવવાનો. વિવિધ પ્રજાજૂથો આ માટેની નૈસર્ગિક રૂચિ, આવડત અને નિષ્ઠા ધરાવતાં હોય છે. અને સાચું રાજયતંત્ર આ હકીકતની ઊંચી પરખ અને કદર જ નહિ, પ્રજાકીય રોજગારી-નિર્માણના લાભોનું જ્ઞાન પણ ધરાવતું હોય છે. આજે જયારે સરકારો પ્રજાની આવી નૈસર્ગિક શક્તિઓને અવગણીને તેને બદલે વ્યાપક યાંત્રિકીકરણનો યા વિદેશી સંસ્થાઓનો જ મોટે ઉપાડે વ્યાપક ઉપયોગ કરી, બેઠો પ્રજાદ્રોહ દાખવે છે, ત્યારે કૌટિલ્ય-કલ્પિત પ્રજાનિષ્ઠ રાજયતંત્ર શાણા અભિગમથી અનેક સમસ્યાઓથી બચીને ઊંચાં સાફલ્યો પામી શકે છે. આમ બેકારીનિવારણનો એક વિશાળ કાર્યક્રમ પણ બની રહે છે ને તંત્રને પણ વિપુલ સાફલ્ય મળે છે. આવી રીતે સંતુષ્ટ, લિંગી પ્રજામાંથી જ જોગવાયેલા ગુપ્તચરો ખરેખર જ રાજાનાં ચક્ષુ બની રહે છે. આખા ગ્રંથમાં નિરૂપાયેલી સ્વદેશનીતિ તેમ જ પરદેશનીતિ એ બંનેમાં આ અડીખમ સ્વદેશી સેવાનો અત્યંત કલ્પનાશીલ અને કુશળ ઉપયોગ ગૂંથાયેલો જણાય છે. રાજ્યતંત્રમાં સર્વ અંગોનાં ભરતીતંત્રો દ્વારા સર્વ પ્રજાજૂથોને અનુરૂપ રીતે તંત્રની સર્વ કામગીરીઓમાં ગૂંથીને, એવા ઉચ્ચારચા કાર્યકરોને અને એકંદરે સર્વ પ્રજાજૂથોને જાગૃત તંત્ર અને રાષ્ટ્ર બંને પ્રત્યે વફાદાર અને પોતાનાં નાનાં-મોટાં સર્વ કર્તવ્યોમાં પ્રમાદરહિત બનાવવાનું ઠરેલ આયોજન કરાય છે. આમાં રાજયતંત્રની ઊંચી હોશિયારી, શોભા અને લાયકાત પ્રગટ થાય છે. લોકના કાર્યક્ષમ દરેક અંગને રોજી મળી રહે તેવી જાજરમાન દષ્ટિ રાજ્યતંત્રમાં અવશ્ય હોવી જોઈએ – એ સમજણના અન્વયે જ રાજય દ્વારા વિવિધ પ્રજાવર્ગોને ખૂબ વ્યાપકપણે પૂરી પડાતી ગુપ્તચરોની કામગીરીરૂપ રોજીની વાત હમણાં કરી. પરંતુ તે તો અનેક રોજી-પ્રકારો પૈકીનો એક જ પ્રકાર થયો. તો રાષ્ટ્રપોષણ સાથે સ્થિરપણે પ્રજાનિર્વાહ સાધતા બીજા અનેક રોજી-પ્રકારોનું દિગ્દર્શન ગ્રંથના સૌથી વિસ્તૃત બીજા અધ્યક્ષpવાર અધિકરણના અધ્યાયોમાં વ્યાપકપણે મળી રહે છે. પ્રજાના અનાથ કે અપંગ વર્ગો, વનવાસી વિવિધ આદિમ જાતિઓ, વિધવા કે અનાથ સ્ત્રીઓ – આ બધાંને સમાવતા સર્વ પ્રજાવર્ગોને પોતપોતાની રુચિ, શક્તિ અને કુશળતા મુજબનું કામ પણ મળી રહે અને તે દ્વારા જ રાષ્ટ્ર જીવનપોષક સર્વ સાધનસંપત્તિથી નિત્ય સમૃદ્ધ પણ બનતું રહે એ આ અધિકરણનું મુખ્ય ધ્યેય કહી શકાય. એટલે તો અર્થ શબ્દની વ્યાખ્યા પણ ગ્રંથકારે “મનુષ્યવાળી ભૂમિ' એવી વિશિષ્ટ આપી છે. મનુષ્યના પોતાના પુરુષાર્થ અને વિકાસ દ્વારા ધરતી અને સમગ્ર રાષ્ટ્રની સમુન્નતિ સાધવાની સમતોલ વાત છે. આમ રાજા=રાજ્યતંત્ર પ્રજાઓ એવું ધિંગું, ભાગ્યવંતુ અને સાંસ્કૃતિક સમીકરણ સધાય છે. કોઈ પણ દેશકાળમાંના કોઈ પણ રાષ્ટ્રને આ સમીકરણ અપનાવવા ધરતીમાતાનું, સત્યનારાયણનું કાયમી ઇજન છે. (૪) સંસ્કૃતમાં સામાન્ય પરંપરા પ્રજ્ઞા શબ્દની કે સુર, વ એવા રાષ્ટ્રવાચી શબ્દોનો ઉપયોગ બહુવચનમાં કરવાની છે. તેનું વાસ્તવિક કારણ એ સમજાય છે કે એક રાષ્ટ્ર અનેક સ્વાયત્ત પ્રજાજૂથોનું કે આગવાં સાંસ્કૃતિક એકમોનું બનેલું હોય છે. દરેક પ્રજાજૂથની દેશ-વેષ-ભાષા-આહાર-કળા-રિવાજ ઇત્યાદિ મુદ્દે પરંપરાજન્ય આગવી ભાવાત્મક, જીવનવિધાયક લાક્ષણિકતાઓ હોય છે. એટલે તો એ ગંભીર સમાજશાસ્ત્રીય અધ્યયનનો મહત્ત્વનો વિષય પણ બની રહે છે. એ વિશિષ્ટતાઓમાં જ પ્રત્યેક પ્રજાજૂથ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧૧૧ ધિંગું-સ્વાધીન જીવન જીવીને સાથે-સાથે જ રાષ્ટ્રને પણ જબરી દિલદારીથી સમૃદ્ધ કરે છે. તેથી જ સામે પક્ષે રાષ્ટ્ર એટલે કે તેના રાજ્યતંત્ર અને પ્રબુદ્ધ સમાજે એની સમજભરી અદબ જાળવવાનું પણ જરૂરી બને છે. સામાન્ય રીતે આવાં પ્રજાજૂથો વચ્ચે જીવનશૈલીની ખાસ્સી ભિન્નતા હોય છે, પણ તેમાં એકંદરે પારસ્પરિક અનાદર, વિરોધ કે દ્વેષ નથી હોતો. એટલે કોઈ પણ ઠરેલ રાષ્ટ્ર અને રાજયતંત્ર દ્વારા આવા દરેક પ્રજાજૂથનું સ્વાયત્તપણું મહદઅંશે રક્ષાય છે; કારણ કે એના દ્વારા જ દરેક જૂથે પોતાનું ઉત્તમ પ્રદાન સહજપણે રાષ્ટ્રને પણ આપી શકે છે. અલબત્ત, આમાં રાષ્ટ્રહિત સાથે સતત અવિરોધ જળવાતો રહે તે માટે જરૂરી બાંધછોડ, સમય-પરિવર્તન પ્રમાણે તે-તે પ્રજાજૂથ અને શાસન બંને પક્ષે ચાલતી રહે છે. તે-તે પ્રજાજૂથની આવી આગવી જીવનશૈલી, સામાજિક ભૂમિકા, મનોભૂમિકારૂપ તાસીર – એ બધાં પ્રત્યેનો આદર કૌટિલ્યને મન કેવો મહત્ત્વનો છે, તે સામાજિક કાયદાઓને લગતું જે ત્રીજું ધર્મસ્થીયમ્ અધિકરણ છે તેના પ્રથમ અધ્યાયમાં, કાનૂન લાગુ પાડવાની અને ન્યાય તોળવાની સમગ્ર પ્રક્રિયાની ચર્ચાના અન્વયે પ્રગટ થાય છે. તેમાં કોઈ પણ કાનૂની વિવાદનો ફેંસલો આણવા માટે લાગુ પાડવા યોગ્ય કાનૂન કે તેની કલમની પસંદગી કયા દૃષ્ટિકોણથી થાય છે, એને લગતી ચર્ચા પણ મળે છે. તેમાંનો એક મહત્ત્વનો શ્લોક આમ કહે છે : “ધર્મ, વ્યવહાર, ચરિત્ર અને રાજશાસન – એમ વિવાદાધીન બાબત ચાર શક્ય વિકલ્પિક] પાયા (આધાર) પર ઊભી રહે છે, અને એ ચાર પૈકી પાછલો દરેક આધાર પૂર્વના આધારનો બાધક ગણાય છે. ૫' આ ચાર પૈકીની ત્રીજી બાબત - “ચરિત્ર' તે પ્રાયઃ જે-તે પ્રજાજૂથનો પોતાનો પરંપરાગત સદાચાર કે સામાજિક કાનૂન છે – જેને “મહાભારતમાં એક સ્થળે “લૌકિક સમયાચાર' કહેવામાં આવ્યો છે, કે જેનો ઊંડો અભ્યાસ અર્જુનને હોવાનું કહેવાયું છે. તે-તે પ્રજાજૂથનું ઔપચારિક-અનૌપચારિક શિક્ષણ, તેની જાતિગત લાક્ષણિકતાઓ, મનોરચનાસૂચક તાસીર – આવાં પરિબળો દ્વારા તે-તે પ્રજાનું જે નૈતિક કાઠું બંધાયું હોય, તેનો (અર્થાત્ ઉપર્યુક્ત વરિત્રનો) ખ્યાલ કરીને ન્યાય તોળવામાં પૂરું ઔચિત્ય છે એવો ભાવ આ ચર્ચામાં અભિપ્રેત જણાય છે. (૫) જિતાયેલા રાષ્ટ્રનું હૃદય જીતવાની વાત . ક્ર. ૨૩.૬માં છે, તેમાં પણ લોકનો મહિમા થયેલો છે તે છેલ્લા વ્યાખ્યાનમાં જોઈશું. ઉપર ચર્ચલા લોકપૂજાસૂચક જુદા-જુદા મુદ્દા એ બતાવે છે કે કૌટિલ્ય જે પરંપરાપ્રાપ્ત રાજનીતિનું દોહન કર્યું છે, તેમાં પ્રજાજૂથો એ માત્ર પશ્ચિમમાં જેને “ગિનીપિઝ” એટલે કે અખતરા માટે માત્ર વાપરવી-વરવા લાયક ભૂંડ કે પશુઓ નાપાં નથી, પણ રાષ્ટ્રના સન્માનપત્ર ભાગીદારો મનાયા છે. રાજા અને રાજયતંત્રને તેમની ખિલવટ જાળવવા સાથે જ સમાંતરપણે થતી રાષ્ટ્રની ખિલવટ ઇષ્ટ છે. ભર્તૃહરિ પણ “નીતિશતક'ના અગાઉ ઉલ્લેખેલા સુભાષિતમાં કહે છે : હે રાજનું, જો તું પૃથ્વીરૂપી ગાયને દોહવા ઇચ્છતો હોય, તો આ પ્રકારૂપી વાછરડાને પોષ.” યુગોને ચીરતો, અવિવેકને પડકારતો આ કીમતી સંદેશ કાયમ કદરદાનની રાહ જોતો ઊભો છે, ઊભો રહેશે. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ ૨ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ (૭) રાષ્ટ્રજીવન અને રાજનીતિની કર્મયોગરૂપતા અગાઉના ‘કર્મ-દિવ-વિભાગ-બોધ' એ ચોથા મુદામાંથી ફલિત થતા રાષ્ટ્રીય અને રાજકીય કર્મના સ્વરૂપની આગવી, બોધક ચર્ચા અહીં કરવા ધારી છે. અગાઉના ‘અર્થદર્શન તેમ જ ‘લોકપૂજા' એ મુદાઓમાં પણ અહીં હાથ ધરેલા મુદ્દા અંગે ઇંગિત થયેલાં છે. અહીં મુખ્ય મુદ્દો છે શીર્ષકમાં બતાવ્યા મુજબ કર્મ તરફના સામુદાયિક સ્વસ્થ-સમતોલ અભિગમનો – જે પ્રસ્થાપવામાં જાગૃત, પ્રતિભાશાળી રાજ્યતંત્ર ખૂબ મહત્ત્વનો ભાગ ભજવી શકે. એકંદરે ભગવદ્ગીતાએ કર્મ તરફનો જે અભિગમ પ્રબોધ્યો છે, તે જ “અર્થશાસ્ત્રમાં સતત ધબકે છે. કર્મ સાથે અનાસક્તિનો કે કર્મફળ અંગેના અનાગ્રહનો યોગ કૌટિલ્યના આદેશોમાં પણ એકંદરે ગૂંથાયેલો જોઈ શકાય છે. કૌટિલ્ય જયારે અધ્યાય ૨.૨(ગપનિવેશ:)ના છેવાડે ભારપૂર્વક કહે છે કે ગ્રામીણ પ્રદેશોમાં વિહાર માટે ન બગીચા હોય કે ન મનોરંજન માટે સભાગૃહો (‘શાલાઓ'), અને વળી કહે છે કે નટ, નર્તક, ગાયકો, વાદકો, કથકો કે ચારણો વગેરે જનપદમાં ધબકતા જીવનમાં કર્મવિદન ના કરે, ત્યારે એ માટે સ્પષ્ટપણે બે કારણો પણ આપે છે : (૧) ગામમાં કોઈ ફાલતુ આશ્રયસ્થાનને અવકાશ નથી તેથી, (૨) પુરુષો કાર્યરત હોવાથી. બીજા કારણની સ્પષ્ટતા કરતાં કહે છે કે પુરુષો ક્ષેત્ર-અભિરત હોવાથી જ રાષ્ટ્રનાં કોશ, શ્રમબળ ઉપરાંત જીવનોપયોગી પૂરક દ્રવ્યો, ધાન્ય, રસ આદિના સંચયરૂપ કોઠાર (કોપ્ટર) જેવી પ્રાણપોષક સંપત્તિ વૃદ્ધિ પામે છે. આ નાનકડો ખંડ ગીતાની આ સાદી-વિંગી વાતનું જ પ્રતિબિંબ પાડે છે : “પોતપોતાના કર્મમાં અભિરત મનુષ્ય સંસિદ્ધિ પામે છે'' (૧૮.૪૫A). વળી ગીતામાં નકારાત્મક રીતે આમ પણ કહ્યું છે : 'તું કર્મ ન કરે તે સ્થિતિમાં તારી શરીરયાત્રા (શરીરનિર્વાહ) પણ ન સધાય.”(રૂ.૮B) સ્વયંભૂ (તાત્ત્વિક) શ્રમ-મહિમા, શ્રમકળા, શ્રમની સર્વ સ્વસ્થજનો માટે અનિવાર્યતા, પ્રકૃતિભેદાનુસારી શ્રમપ્રકાર-વિભાજન – આવી પાયાની સમજણો અને તદ્અનુસારી પ્રવૃત્તિવ્યવસ્થાપન એ સ્વસ્થ, સર્વકલ્યાણકર જીવનશૈલીનો કેટલો બધો અગત્યનો ભાગ છે એ તો જયારે ગુલામી-વેઠ-આદિ પ્રથાઓની વિષમતાઓમાં ખદબદતી પ્રમાદપ્રધાન, શોષણ-પ્રધાન, પરાવલંબી, ‘દારણ' (=ચીરનારી!) શાસનપદ્ધતિઓ કે કહેવાતી સંસ્કૃતિઓનો વિશ્વ-ઇતિહાસ-સ્તરે પરિચય કરીએ, ત્યારે સમજાય છે. જેટલું મહત્ત્વ બૌદ્ધિક તેજસ્વિતાનું કે તજજૂન્ય સંકુલ મંત્રાદિસાધનસંપત્તિનું છે, તેટલું જ મહત્ત્વ સ્વાશ્રયી શ્રમસંસ્કૃતિનું એ દૃષ્ટિએ છે કે તેથી કોઈ પણ રાષ્ટ્ર સુખ-દુઃખ, જય-પરાજય, લાભ-અલાભમાં ભાંગી પડતું નથી; દા. ત. આજનું ક્યૂબા. આ દૃષ્ટિએ જ કૌટિલ્ય “અર્થ' શબ્દની, “મનુષ્યવાળી ભૂમિ' એવી ખૂબ લાક્ષણિક (લક્ષણસૂચક) વ્યાખ્યા કરી જાણે એના પડઘારૂપે જ ગ્રંથનું સૌથી મોટું, અતિવિસ્તૃત બીજું અધિકરણ વિવિધ અર્થપ્રવૃત્તિઓના અધ્યક્ષોની સંકુલ, વૈવિધ્યપૂર્ણ કામગીરીના અત્યંત કીમતી, અનુભવાશ્રિત વર્ણનને માટે રોક્યું છે. એમાં કૌટિલ્યની પોતાની પણ કેવી બહુમુખી, રસપૂર્ણ, For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧૧૩ બુદ્ધિનિષ્ઠ ઉદ્યમપરકતા છે એનું સાનંદાશ્ચર્યકારી પ્રતિબિંબ પડે છે. એ કર્મઠતા કર્મયોગ બની રહે તે માટે જ કૌટિલ્ય આન્વીક્ષિક-વિદ્યાની રાજપુરુષો માટેની આવશ્યકતાની, ઇન્દ્રિયજયની, રાજપુરુષો માટે વૃદ્ધસંયોગની અનિવાર્યતાની, રાજાના રાજર્ષિવૃત્તની વગેરે કીમતી વાતો પ્રથમ ‘વિનયધવારિશ'-અધિકરણમાં લાવવથી પણ સમર્થ રીતે ઘૂંટી આપી છે. એના જ વહીવટી પડઘારૂપે અધ્યક્ષપ્રચાર અધિકરણમાં, રાષ્ટ્ર કરેલું કર્મ નિષ્ફળ ન બને અને ઉત્પન્ન દ્રવ્યોનું પરિરક્ષણ (પૂર્ણ રક્ષણ) થાય તે માટે સન્નિધાતા, સમાહર્તા, ગાણનિક (ગણનાઅધિકારી – આજના A.G.) જેવા ચુનંદા, નિષ્ઠાવાનું મહા-અધિકારીઓ અને તેમનાં સંકુલ કાર્યાલયોનું આયોજન પ્રબોધ્યું છે. વળી એક બાજુ રાષ્ટ્રમાંનો વફાદાર (સત્ય) અને બેવફા (કૃત્ય) તત્ત્વોનું રાષ્ટ્રવ્યાપી પરીક્ષણ (તપાસ) કરનારું તંત્ર, તો બીજી બાજુ રાજયનાં અર્થોત્પાદક ઘટકોમાં વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓથી ઉત્પાદકોને હાથે ઉત્પન્ન દ્રવ્યોની ખાયકી ન થાય એ માટે સમાહર્તાની અધ્યક્ષતામાં પાકો પ્રબંધ (vigilance) – એ બંને આકાર્યા. માનવપ્રકૃતિ અંગેની કૌટિલ્યની સમજણ કેટલી ઝીણવટભરી અને વ્યાપક છે, તે તો એ વાત પરથી સમજાય છે કે અધ્યાય ૨.૮ના વીસમા સૂત્રથી આરંભીને ખાયકીના અનુભૂત ચાલીસ પ્રકાર વર્ણવીને તેને નિવારવાના ઉપાયો પણ બતાવ્યા છે. કર્મયોગમાં કર્મફળની આસક્તિ વ્યક્તિગત દષ્ટિએ વર્યું હોવા છતાં, આમ-પ્રજાસમુદાયમાં, એની મનોવૃત્તિને અનુરૂપ કર્મયોગ પ્રતિષ્ઠિત કરવા માટે, રાજયસંસ્થાએ વત્સલભાવે વ્યક્તિગત કે સંસ્થાગત પ્રામાણિક કર્મનું ફળ નાશ ન જ પામે એટલી ચિંતા અવશ્ય કરવી રહી. એ દષ્ટિએ ઉપર ચીંધેલી ચુસ્ત વ્યવસ્થાઓ ન્યાયી અને પ્રજાચારિત્રને દઢપણે પોષનારી જ લાગે છે. તેથી પ્રજામાં “ઉદ્યમ વિપતને ખાય' એવી ખાતરી અને એવો આત્મવિશ્વાસ પેદા થાય છે, જે રાષ્ટ્રને વિપત્તિકાળમાં પણ રહે છે. માત્ર પ્રજાના દેહને પોષવાને બદલે, તેમની નીતિભક્તિ (morale) પોષવી તેમાં વ્યવહારુપણું અને આદર્શનિષ્ઠા બંને સાથે જળવાય છે. આ છે લોકાભિમુખ રાજ્ય-વહીવટ. કર્મયોગનિષ્ઠા રાજામાં પોતાનામાં સૌથી ઉત્કટ રીતે પ્રતિષ્ઠિત થાય તેવી વાતો પણ કૌટિલ્ય અનેક સ્થળે સંદર્ભ-ભેદે વિવિધ રીતે ઉપસાવી છે. રાજા પોતે કે અન્ય છ રાજ્યાંગો પૈકીનાં એક કે અધિક રાજયાંગો જયારે વ્યસનાવસ્થા(આપત્તિ-અવસ્થા)થી ઘેરાયેલાં હોય ત્યારે રાજાની કર્મયોગજન્ય અનાસક્તિ, ધૃતિ કે શમવૃત્તિ જ કસોટી સહન કરીને રાજ્યની આપત્તિનાં વળતાં પાણી કરી સારો કાળ પાછો આણે છે. વ્યસનો અંગેનું આઠમું અધિકરણ, દુર્બળ રાજા અંગેનું (નાવતીયસમ્) બારમું અધિકરણ કે સાતમા પશુખ્ય અધિકરણમાં વર્ણવેલી (૧) હીનસંધિઓ, (૨) સંશ્રય કે (૩) વૈધીભાવની રાજનીતિઓ – આ બધું રાજાની નિરહંકાર ધર્મયાત્રા અને કર્મયોગી મનોવૃત્તિ ઘડનારાં જ નિરૂપણો છે. પ્રાચીન ભારતીય સાહિત્ય રાજાઓની આવી કૌતુકપોષક, રસપૂર્ણ ધર્મયાત્રાઓના અપાર દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરે છે. વખત આવ્યે રાજા રાજધાની સહિતનું બધું ગુમાવવા છતાં, માત્ર અંતઃસત્ત્વથી ટકી શકે છે For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર’: દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ એ વાત આ નાનકડા વાક્યથી પણ ઉત્તમ રીતે કહેવાઈ છે : “અનિત્ય ધન પ્રત્યે દયા ( આત્મીયતા) શી ?” બીજી બાજુ પૂરેપૂરું ફાલેલું યુદ્ધ-અભિયાન પણ કેવું સત્યાશ્રિત, સમતાપૂર્ણ અને માનવીય હોઈ શકે તે વાત આક્રમણકારના ત્રણ પ્રકાર બતાવતાં આમ કહેવાઈ છે : “ત્રણ પ્રિકારના આક્રમણકારો હોય છે : ધર્મવિજયી, લોભવિજયી, અસુરવિજયી. તે પૈકી ધર્મવિજયી રાજા, જિતાયેલો રાજા પોતાની આમન્યાનો સ્વીકાર (ગમ્યવપત્તિ) કરે તેનાથી જ સંતોષ પામે છે. તેવા ધર્મવિજયીને વશ થવું – અન્ય [દુષ્ટ] શત્રુઓના ભયના ખ્યાલ પણ (અર્થાત તેનાથી રક્ષણ પામવા માટે પણ) ૪૮” આ પ્રકારભેદકથન દ્વારા સરવાળે તો આક્રમણકાર અને તેના થકી પરાજિત રાજા – એ બંનેના રાજનૈતિક કર્મયોગ પર જ ભાર મુકાય છે. આમાંથી પ્રથમ ઇષ્ટ પ્રકારનો આક્રમણકાર પોતાના ન્યાયપૂર્ણ પ્રભુત્વરૂપ ધર્મથી વિજયી બની રહે છે અને સામો વશીભૂત (શરણાગત) રાજા પણ પોતાના અનૌદ્ધત્ય(નમ્રતા)રૂપ ધર્મથી વિજયી જ બની રહે છે; કારણ કે બંનેએ અહંકાર-નિવારણ કરીને રાજનીતિનું કર્મયોગરૂપે ઊર્ધ્વકરણ સાધ્યું છે. રાજપુરુષોની આવી સબૂરી જ નિત્ય પ્રજાનું કલ્યાણ સાધીને ધન્ય બની રહે છે. વિશાળ મુલ્કમાં પાસે-પાસે આવેલાં રાષ્ટ્રોના રાજમંડલની ભારતીય રાજનીતિશાસ્ત્રની કલ્પના આમ તો દુન્યવી સ્વાર્થ અને પડોશી રાષ્ટ્રોના ઇરાદાની ખબરદારીના પાયા પર મંડાઈ છે, છતાં કૌટિલ્ય પોતાની પારગામી અને સમગ્રગ્રાહી દર્શનશક્તિથી માનવપ્રકૃતિની ગુપ્ત-સુખ ભાસ્વરતા અને સર્વસમાવેશકતાનું સ્થિર અને ક્રિયાભિમુખ આકલન કર્યું હોઈ, આવા રાજમંડલની કલ્પના પણ છેવટની ઉચ્ચતમ કક્ષાએ અપનયને સ્થાને ઉચ્ચતમ નાની, રાષ્ટ્રો વચ્ચે મહત્તમ રચનાત્મક-સહયોગની સ્થાપના અર્થે પુરસ્કારી છે. જ્યારે કોઈ એક ઉદાત્ત રાજા શત્રુની કે શત્રુ-જૂથની દુષ્ટ આક્રમકતાનો ભોગ બને, ત્યારે એની પોતાની ઋજુતા (uprightness) છેવટે એને આખા રાજમંડલમાં પડેલાં ન્યાય-સહાયક કુલ પરિબળોને જાગૃત કરવા અને સ્વયં તેને શરણે જવા પણ પ્રેરી શકે છે. નબળા રાજાને લગતા (ાવતીયસ) બારમા અધિકરણના ત્રીજા અધ્યાયમાં આવું “ઇડુત્તપ્રોત્સાહનમ્” નામનું નાનકડું પ્રકરણ પણ ગૂંથાયું છે. આજની ધોકાપંથી અને ધોખાપંથી (અમેરિકા-છાપ) જાગતિક રાજનીતિના દારુણ દુઃસ્વપ્ન સામે કોઈ બડભાગી જગત-ભાગ્યવિધાતાના અંતઃસત્ત્વ પર આશ્રિત કેવી જાગતિકકલ્યાણાભિમુખી રાજનીતિની શક્યતાનું મહાસ્વપ્ન વાસ્તવિક ધરાતલ પર સાકાર થવા માટે મહાકાલની મહાકૃપાની રાહ જોઈ રહ્યું છે, તેની ઝલક અહીં તેમ જ તેરમા અધિકરણના ચોથા અધ્યાયને છેડે રજૂ થયેલી “પૃથ્વીજય'ની કૌતુકજનક વાતમાં પણ આ મનીષી દ્વારા રજૂ થઈ છે. આમ છેક તળ-પ્રજાથી માંડીને રાષ્ટ્ર-પરિવારની ટોચે બિરાજતા રાજા સુધીના અને વળી ઉપલા મહાસ્વપ્નને વધાવીને કહીએ તો આખા રાજમંડલના માન્ય કોઈ ઉદાત્ત અધિરાજ સુધીના સર્વ માટે રાષ્ટ્રજીવન (કે રાષ્ટ્રસમૂહજીવન) એક નિત્યની ભરીભરી અનુભૂતિરૂપ કર્મયોગ બની શકે એવી કૌટિલ્યની સંજીવક દૃષ્ટિ આખા ગ્રંથમાં જોવા મળે છે. માત્ર નાશવંત સાધનસંપત્તિ અને નાશવંત હિંસાબળ પર મુસ્તાક એક કહેવાતા અધિરાષ્ટ્ર For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧૧પ ("super power } 'big brother) 2410142 laasl 46 sis di 2418] 74151 Ellöldi gola એ ખરેખર ઈશ્વરે સર્જેલી નિયતિ નથી જ – એવી દઢ પ્રતીતિ આવા અનુભવાશ્રિત ગ્રંથની અનિવાર્ય ફલશ્રુતિ કહી શકાય. (८) निर्बल के बल राम આગલી ચર્ચામાં આમ તો અહીં કહેવા ધારેલો મુદ્દો ગૌણપણે કહેવાઈ ગયો છે. છતાં પણ અનેક ભ્રમો અને ઠાલી મનોવ્યથાઓ મિટાવનાર આ આગવા વિચારનો – બલ્ક, ઘૂંટાયેલી આગવી ‘ભાવના'નો – પણ કૌટિલ્યની ગુણિયલ દર્શનસૃષ્ટિના એક મહિમામય ઘટક તરીકે નિર્દેશ કરવો ઘટે. પશ્ચિમના “નવજાગરણ' (renaissance)ના ઉઘાડ અને ઉપાડના કોઈ તબક્કે ડાર્વિને રજૂ કરેલો પ્રકૃતિ દ્વારા પસંદગીનો વિચાર પણ જગત-માનસ પર ઠીક-ઠીક કબજો જમાવી ગયેલો અને હજુ આજે પણ “આધુનિક' કહેવાતા દરેક કુશિક્ષિત માનસ પર અભાનપણે કે સભાનપણે તેનો જ કબજો છે. તે વિચાર મુજબ કુદરતમાં જે વ્યક્તિ પૂરેપૂરી ક્ષમતાયુક્ત સાબિત થાય તેનો જ ટકાવ (survival of the fittest) થાય છે. જીવન એક હોડ છે, દોડ છે – જેમાં દરેકે પોતાની સરસાઈ સિદ્ધ કરવાનું અનિવાર્ય છે. તેમાં નિષ્ફળ થાય તે છેવટે કુદરતમાં ફેંકાઈ જાય છે. દેખીતી રીતે જ, ગળાકાપ હરીફાઈનો આજે ધમધમતો જવર આ વિચારની ઑથાર નીચે જ ફાલી રહ્યો છે. અલબત્ત, આધુનિક વિચાર-પરંપરાઓનો સ્વસ્થ અભ્યાસી એ બરાબર જાણે છે કે ઉચ્ચ ચિંતનશક્તિ દ્વારા અને વિજ્ઞાન દ્વારા પણ આ વિચાર નાપાયાદાર સાબિત થઈ ચૂક્યો છે, અને એના કરતાં ઘણું બધું આશાપોષક ઊજળું વિચાર-ભાથું માનવના અંતરાકાશમાં અને અનુભૂતિમાં પડેલું છે. કૌટિલ્ય પાસે જે અનેક વિનીત, સર્વાશ્લેષી વિભાવનાઓ છે, એમાંની આ ગ્રંથને શોભાવતી એક ખૂબ ધ્યાનપાત્ર વિભાવના છે જીવમાત્રમાં પડેલી વિકાસશીલતાની, વિજયક્ષમતાની. જીવોનું સહજીવન એક પૂરા મહિમાવાળી મજેદાર સર્વોદયી મહેફિલ છે, જેના નિરવધિ આનંદમાંથી કોઈને પ્રકૃતિએ બાકાત રાખ્યું નથી. પ્રત્યેકનો ઉદય એ કુદરતની બેઠી યોજના છે. કૌટિલ્ય પોતાના દેશકાળને તપાસીને પૂરી વૈચારિક પ્રામાણિકતાથી, સૃષ્ટિની શુભ નિયતિના ભાગ રૂપે રાજાને કલ્યાણકર ‘નર-નાયક' (૧નરેન્દ્ર) તરીકે સ્વીકારે છે. રાજાના એકત્વમાં નરસમુદાયનું – બબ્બે જીવસમુદાયનું – એત્વ, એકરસત્વ સાકાર થઈ શકે એમ છે. દેખીતી રીતે મનુષ્યો કે જીવોમાં માંહોમાંહે શક્તિની ઉચ્ચાવચતા જરૂર છે, પરંતુ તે શક્તિઓ સરવાળે પરસ્પર-બાધક બનીને નહિ, પરસ્પર-સાધક બનીને જ કાયમી શક્તિ તરીકે પ્રસ્થાપિત થઈ શકે એમ છે. સૃષ્ટિમાંનું વૈવિધ્ય કોઈ “પાનક-રસ' (પીણાના સ્વાદ)નાં ઘટકોના કે કોઈ સંગીતવંદનાં ઘટકોનાં વૈવિધ્ય જેમ પરસ્પર-ઉપકારક અને પરસ્પર શોભાવર્ધક હોય છે. જૈન આગમનું એક જાણીતું વિધાન પણ આ એકત્વની જ દુહાઈ દે છે : પક્ષ માપુના (મનુષ્યજાતિ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ એક છે). આ એકત્વની ઉત્તાન (ટટ્ટાર, સીધી-સટ) વિભાવનાને અનુસરીને જ કૌટિલ્યે ‘અર્થશાસ્ત્ર'માં પ્રજા પ્રત્યેનું ખરું નાયકત્વ (કોઈ યાત્રાસંધના સંઘવી સમું વત્સલ નેતૃત્વસામર્થ્ય) ધરાવતા કોઈ પણ કક્ષાના રાજાને માટે વિનિીપુ (વિજયાકાંક્ષી) એ મૂળ વિશેષણપદને રાજાનો લાક્ષણિક પર્યાય જ બનાવી દીધો છે. ગ્રંથમાં રાજાનો ઉલ્લેખ એ પદ થકી કરવામાં કૌટિલ્ય વિશેષ ઉમળકો અનુભવતા જણાય છે. ‘‘વ્યક્તિ જેનામાં શ્રદ્ધા ધરાવે તેવો જ તે બની જાય છે’’ એ ન્યાયે રાજાની ઉચ્ચાવચ પ્રતિભા વચ્ચે પણ એનામાં નિત્ય રહેલી નિરહંકાર પણ સ્થિર ઉત્સાહ કે મગરૂરી ધરાવતી વિજયાકાંક્ષા એ એની પ્રાણભૂત કે અનિવાર્ય લાક્ષણિકતા બની રહે છે. વળી એ રહસ્ય પણ ન ભૂલવું જોઈએ કે એ વિજયાકાંક્ષા જેટલી બાહ્ય શત્રુને લક્ષે છે, તેનાથી અનેકગણી રીતે આંતિરક શત્રુરૂપ દોષમાત્રને એના ઉપરના વિજયને લક્ષે છે. અહીં ‘વિજય’ એ પરપરાજયનો પર્યાય ન બનતાં સર્વ-સમાવેશક આત્મવત્તાનો, સર્વ દોષોને પડકારીને તે-તે વ્યક્તિના અસલ મહિમાને જગાડે તેવા નૈસર્ગિક આત્મપ્રભુત્વનો પર્યાય બની રહે છે. તેમાં સંભવતો બાહ્ય શત્રુ પરનો સ્થૂલ જય પણ છેવટે એવા શત્રુના દોષક્ષયને લક્ષે છે. આવો રાજા ગાયત્રીમંત્રમાંના આદેશને માથે ચઢાવી ‘પ્રેરક દેવના (સવિતુ: વૈવસ્ય) વરણયોગ્ય તેજ'નું નિત્ય ધ્યાન ધરી પોતાની ક્ષણ-ક્ષણની બુદ્ધિને દિવ્ય પ્રેરણાથી ભરતો રહે છે. જગત્માં એ જ ઓળખાય છે ‘રાજપ્રતાપ’ તરીકે. આવી દિવ્યતાની સરણીએ ચઢેલો કોઈ પણ રાજા પ્રકૃતિના બહુવિધ પ્રસાદનું (કૃપાનું) પાત્ર બની રહે છે. ૧૧૬ આ દૃષ્ટિએ જ કૌટિલ્યે ગ્રંથનું બારમું અધિકરણ आबलीयसम् બળની બાબતમાં શત્રુપક્ષથી હીન (અવત્તીયસ્) એવા ‘ચંડ-મહાસેન’ (પ્રદ્યોત) સામે ‘વત્સરાજ' ઉદયન જેવા રાજાએ શત્રુનો પરાજય કેમ કરવો તેના ચિંતન અંગે જ ખાસ આકાર્યું છે. સૌથી પ્રથમ એ ધ્યાનમાં રાખવું કે અવલીયમ્ એટલે ‘અસમર્થ’ એવું સમીકરણ કરવું યોગ્ય નથી. અહીં વત શબ્દ પ્રતિભાના એક ચોક્કસ અને સીમિત પાસારૂપ અર્થ જ ધરાવે છે. વત્ત એ ઉપનિષત્કથિત ‘પંચકોશ’નિર્દેશક વર્ગીકરણની દૃષ્ટિએ બીજા ‘પ્રાણમય કોશ'નો પર્યાય કહી શકાય. આયુર્વેદ વત્તને ‘વ્યાયામથી જેનું અનુમાન થઈ શકે તેવી શ૨ી૨શક્તિ' તરીકે સમજાવે છે. ઉથલઘડા કરવાની કે ક્લેશ ખમવાની શરીરની શક્તિ તે બલ. બલ એના સ્થાને જીવનનો આવશ્યક ભાગ તો છે જ છે. પણ એ સર્વ સામર્થ્યના સ૨વાળારૂપ તો નથી જ. જ્યાં સુધી બલ કરતાં ઉચ્ચતર પણ સૂક્ષ્મતર એવી અન્ય શક્તિઓની બરાબર પિછાણ ન થાય, ત્યાં સુધી જ, માત્ર બાલબુદ્ધિ બળનો જ મહિમા કરે છે. આવી બાલબુદ્ધિને ઢંઢોળવા જ રાજનીતિનું એક સૂત્ર પ્રચલિત થયું : “જેની બુદ્ધિ, તેનું બળ'' (બુદ્ધિર્મસ્ય વજં તસ્ય). એ દૃષ્ટિએ જ સ્ત્રી માટે પ્રચલિત બનેલું ‘અવતા' વિશેષણ પણ, ખરેખર તો માત્ર પારિભાષિક એટલે કે સ્ત્રીની નિસર્ગ-નિર્મિત શારીરિક રચનાના તટસ્થ વર્ણન તરીકે જ સમજવાનું છે અસમર્થતાના કે હીનતાના પર્યાય તરીકે નહિ જ નહિ. એ શબ્દ ખરેખર તો વ્યંજનાથી પોતાના ખરા અર્થને આમ ઉપસ્થિત કરે છે : ‘જેનો મહિમા બળ થકી નહિ, પણ અન્ય સૂક્ષ્મ સ્વરૂપે પ્રગટ થાય છે, તે અવત્તા”. એટલે સુદીર્ઘ પરંપરા તો સ્ત્રીને યથાર્થ રીતે શક્તિના અવતાર તરીકે જ ઓળખાવે છે એ ન ભુલાય. આવો બલ-તત્ત્વ-વિવેક ખૂબ જરૂરી લાગે છે. For Personal & Private Use Only - - Page #134 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧૧૭ બલ વિષેની ઉક્ત ચર્ચા એ સૂચવે છે કે સર્વાગી જીવનસિદ્ધિ માટે મનુષ્ય બલ સિવાયની બાધા-આંતર બંને પ્રકારની જીવન-વિધાયક શક્તિઓની ખોજ એકાગ્રપણે નમ્રતા અને આત્મવિશ્વાસ એ બંને કેળવીને કરવી રહી. અને એ ખોજ સફળ પણ બને જ છે. હા, આમ કરવામાં બલનું જે નિશ્ચિત મહત્ત્વ છે તેને પણ અવગણવું નહિ, અને તેથી બલની પ્રાપ્તિના પ્રમાણસરના પુરુષાર્થમાં પણ પ્રમાદ ન કરવો – જેથી દુનિયાદારીમાં મનુષ્ય પ્રમાદને કારણે જ પાછો ન પડે. એથી તોપનિષમાં સાવધતાથી આમ પણ કહ્યું છે : “જીવનમાં બળને અવગણનારા દ્વારા પણ આ આત્મા પ્રાપ્ત થતો નથી.” બાકી સરવાળે જગત-ઇતિહાસ તપાસવામાં આવે, તો વખતે બળમાં પાછી પડતી, પણ આત્મસંયમ કે આત્મશક્તિની પૂર્વભૂમિકાને લીધે સૂક્ષ્મતર સામથ્ય-કૌશલો અને એકંદર સૌભાગ્ય ધરાવતી પ્રજાઓની વિજયગાથાઓ એમાંથી મળી રહે – જેમ કે આધુનિક ભારતના સ્વાતંત્ર્યપ્રાપ્તિ-પુરુષાર્થની અને લોકોત્થાનના અનેક પાયાના પુરુષાર્થોની ગાથા. કેટલીક વાર તો સત્તાધારીઓના પક્ષે ખરું બળ નહિ, પણ પોતાનું નરદમ નમાલાપણું અમુક સમય પૂરતું છૂપાવે તેવું શસ્ત્રબળ, યંત્રબળ અને શોષણની મજબૂરીમાં ધંધવાતા સૈનિકોનું ભ્રામક સૈન્યબળ જ હોય છે એ વાત ગાંધી-પ્રેરિત આધુનિક પ્રજાઓ બરાબર સમજતી થઈ છે. એક અંગ્રેજી કહેવત છે : Nature abhors superlatives (‘પ્રકૃતિ શ્રેષ્ઠતાના દાવાઓને ફગાવી દે છે”). એ ન્યાયે બળ કે શક્તિનાં બણગાં ફૂંકનારાથી ડરી ગયા વગર, પોતે સમજણભરી પૂર્ણ નમ્રતા અને આત્મશક્તિ ધારણ કરીને મનુષ્ય પોતાની શરીરશક્તિ અને પ્રાણશક્તિ ઉપરાંત મનોમય, વિજ્ઞાનમય અને આનંદસમાધિરૂપ શક્તિઓની એકાગ્ર ખોજ ચાલુ રાખવી અને સાથોસાથ ખીલેલી શક્તિઓને કાર્યસિદ્ધિ માટે નિપુણતાથી અને એકાગ્રતાથી પ્રયોજતા રહેવું. ‘દુનિયા સૂતી હૈ – યુવાનેવાતા દિ’ એ વાત કાયમી વરદાન તરીકે સૃષ્ટિમાં ઊભી છે. એ પણ અહીં ધ્યાન આપવા જેવી બાબત છે કે બળ સિવાયનાં સામથ્ય-કૌશલ્યો થકી થતી વિજયની ખોજ સરવાળે આયાસ, સંઘર્ષ અને ક્ષય-વ્યયને ઘટાડવાની શક્યતા પણ ચોક્કસ વધારે છે. એથી સામ-સામે આવી ગયેલા બંને પક્ષોની હાનિ ઘટે છે, અને તેને લીધે શત્રુતાની માત્રા પણ ઘટે છે; સંભવતઃ મૈત્રી માટેની પૂર્વભૂમિકા પણ સર્જાય છે. છેવટે તો નિર્ભેળ વિજયને વાંછનારે પેલું બુદ્ધવચન કદી ન અવગણવું ઘટે : “તે જ શ્રેષ્ઠ વિજય છે, જેમાં કોઈનો પરાજય નથી” (જેમાં victor અર્થાત વિજેતા છે, પણ કોઈ victim અર્થાત્ પરાજિત કે ધ્વસ્ત થનારો નથી) ! “ક્ષમા એ વીરનું ભૂષણ છે” (ક્ષમા વીરસ્ય ભૂષણમ્) – આવું તારણ પણ શુષ્ક લાગતા વ્યવહાર-જીવનની પેલી પાર પડેલી દિવ્ય સંભાવનાઓને જ ચીંધે છે. સર્વ સામાજિક રોગોના મૂળરૂપ અહંકારને શમાવવાની શીખ સમાવતી પેલી નરી વ્યવહારુ દેખાતી, છતાં આધ્યાત્મિક મહિમા ધરાવતી કહેવત પણ કેમ ભૂલીએ ? – વાણિયા-મૂછ-નીચી', તો કહે “સાત વાર નીચી”.” આ મુદ્દાનાં શીર્ષકમાં જે જાણીતા ભજનની પંક્તિ ટાંકી છે, તેમાં આપેલાં પ્રાચીન દૃષ્ટાંતોમાં તો ઈશ્વર ભક્તની ભીડ વખતે કેવી અકલ્પિત રીતે સહાયભૂત થાય છે એ અંગેની શ્રદ્ધગમ્ય દિવ્ય ઘટનાઓ નિર્દેશી છે. પણ કૌટિલ્લે તો નિર્બલની રક્ષા બળિયા સામે કઈ રીતે થઈ શકે તેની જે વાતો For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર': દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ મુખ્યત્વે આવતીયસત્ એ બારમા અધિકરણમાં કરી છે, તે તો લૌકિક સ્તરની છે. એમાં કોઈ આકાશમાંથી અચાનક ઊતરી આવીને સંકટગ્રસ્તને તારે છે એવી કોઈ વાત નથી. એમાં મનુષ્યયન, ઈશ્વરકૃપા' એ વચનના પણ પૂર્વાર્ધની જ વિગતો રાજનૈતિક ક્ષેત્રના અન્વયે આપી છે. ચર્ચા નર્યા બૌદ્ધિક સ્તરની હોઈ એમાં ઈશ્વરકૃપાનો કોઈ સધિયારો આપવામાં ગ્રંથકાર પડ્યા નથી. અલબત્ત, એવી શક્યતાનો કોઈ વિરોધ પણ એમણે નથી કર્યો. સૃષ્ટિમાં પડેલા બેઠા ઔદાર્યમાં તો કૌટિલ્ય જરૂર શ્રદ્ધા ધરાવે જ છે. કૌટિલ્ય તો ભક્તિના પાયાના લક્ષણ તરીકે, મનુષ્ય સંકટ સમયે પોતાની પ્રકૃતિદત્ત બધી જ શક્તિનો ઉપયોગ આળસ, પ્રમાદ, ભય કે અશ્રદ્ધાને વશ થયા વગર કરી છૂટવું અને ફળ બાબત અનાગ્રહી બની રહેવું – એ ગીતા-પ્રતિપાદિત મનોવૃત્તિને જ પુરસ્કારે છે. બારમા સાવિત્નીયસમ્ અધિકરણનો આવો સારાંશ ધ્યાનમાં લેવો જોઈએ. પ્રથમ વ્યાખ્યાનમાં આખા ગ્રંથની અધિકરણવાર સામગ્રીનો સાર ઠીક-ઠીક વિગતે આપ્યો જ છે, તેમાંની આ અધિકરણ અંગે આપેલી વિગતો ધ્યાનમાં લેવી જોઈએ. એનું અત્રે સંક્ષેપમાં પુનઃકથન કરવું તે અભ્યાસીઓ માટે વધુ સગવડભર્યું બની રહેશે. એમાં આખી મથામણનો પાયો બતાવવો હોય તો તે છે અડગ આત્મગૌરવ, આત્મવિશ્વાસ અને બુદ્ધિબળનો સર્વાગી અને એકાગ્ર એવો ઉપયોગ. શત્રુનાં પાકાં સામર્યો અને પાકાં અસામર્થોના વિસ્તૃત જ્ઞાન પર પોતાનું સમગ્ર પૌરુષ પ્રયોજવાનું છે. તે માટે રાજાએ પોતાનું અને મંત્રીઓનું સજ્જ જ્ઞાનબળ વિશ્વાસ્ય ગુપ્તચરતંત્રની પૂરેપૂરી સક્રિયતાના સાથમાં, પ્રત્યેક પગલે સાવધાની રાખી પ્રયોજવાનું છે. ઉચ્ચતમ બુદ્ધિબળ એકરસ રાજયતંત્રને એવો અડીખમ આત્મવિશ્વાસ આપે છે કે જેથી શત્રુના બધા પ્રખર પ્રયત્નો, ઉધામા કે ધમપછાડાઓ વચ્ચે ક્ષોભ કે કંપ વિના તંત્ર શત્રુ સામે ધર્મ અને હિંમત જાળવીને વધુમાં વધુ ઝીંક ઝીલી શકે છે, રમત રમી શકે છે અને સંજોગાનુસાર પૂરા પરાજયની ઘડી આવે તો રાજા તંત્રને, નિકટતમ સાથીઓને કે છેવટે નરી પોતાની જાતને સમેટી લઈને કેવળ પોતાના આંતરિક ખમીર કે ધિંગા આત્મબળને આધારે ઊજળા ભવિષ્યનો માર્ગ ખુલ્લો રાખી શકે છે. પોતાના સ્થળ અતિ-બળની સાચી કે ખોટી ધારણા કરીને અભિમાનમાં ઝૂમતા શત્રુમાં – એને પોતાનામાં અને એના તંત્રમાં – અનેક શિથિલતાઓ અને વ્યસનોનો પ્રવેશ શરૂ થઈ જ જતો હોય છે તેવું બરાબર સમજીને નબળો પણ જાગૃત રાજા અને તેનું વફાદાર તંત્ર, શત્રુ પોતાના પરના શક્ય આક્રમણમાં વિલંબ કરવા મજબૂર કે શિથિલ બને એવી અનેક ચતુર યુક્તિઓ કરે છે. આત્મવિશ્વાસ ભલ-ભલી પરિસ્થિતિમાં રસ્તાઓ બતાવી શકે છે. દૂતો દ્વારા સંધિઓ કરવાના દેખાવો કરવા, શત્રુ અનેક રીતે ડરી જાય એવી વાતો વહેતી કરવી, બનાવટી મંત્રણાઓ રૂપ મંત્રયુદ્ધ ચલાવવું – આવા બધા નરવા બૌદ્ધિક પ્રયત્નો એ નિર્દોષ અને અહિંસક એવો પ્રાથમિક તબક્કો છે. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય અગાઉ જોયેલું તેમ બળિયા શત્રુ સામે પ્રતિકારના શક્ય ત્રણ તબક્કા હોય છે : (૧) આક્રમણની પૂર્વેનો તબક્કો, (૨) આક્રમણની શરૂઆતની પ્રક્રિયાઓનો તબક્કો, (૩) આક્રમક દુર્બળ રાજાને દુર્ગનો ઘેરો ઘાલી હંફાવતો હોય એ અંતિમ તબક્કો. આ ત્રણ તબક્કા પ્રમાણે ‘ખપ તેનો છોછ નહિ' એ ન્યાયે આત્મરક્ષણ માટે ચાર ઉપાયો પૈકીના આકરા ઉપાયોરૂપ ભેદ અને દંડનો પ્રયોગ પણ કરી છૂટવાનું છે. શત્રુ પર જરૂરી પગલાં ભરી જાણનાર ગુપ્તચરો દ્વારા શત્રુપક્ષનાં વિવિધ રાજ્યાંગોના અધ્યક્ષો કે મોકાના અધિકારીઓને ફોડવા, તેમનામાં પરસ્પર અવિશ્વાસ ઊભો કરવો, તેમને કેદ કરવા કે છેવટે તેમનો ગુપ્તવધ કરવો એવા તબક્કા પણ આવી શકે. ખુદ શત્રુ-રાજાનો વધ કરવાની નોબત પણ આવી શકે. અગાઉ ખાસ ધ્યાન દોરેલું તેમ આખા મુલ્કી રાજમંડલને ખાસ તો તેમાંના સમજદાર સમર્થ રાજાઓને આખા મુલ્કના રાજનૈતિક સ્વાસ્થ્ય માટે, શક્ય મહા-અનર્થો સામે પાળ બાંધી લેવા માટે પણ જુદી-જુદી રીતે ઢંઢોળવા અને તેમાંથી જન્મતા સંગઠિત રાજનૈતિક કે સૈનિકી સામર્થ્યથી, માઝા મૂકી ચૂકેલા શત્રુને સીધો કરવો એવા પુરુષાર્થની પ્રેરણા આપનું મળ્યુતપ્રોત્સાહનમ્ નામનું એક માર્મિક પ્રકરણ પણ આમાં મુકાયું છે. ચીલા-ચાલુ ઉપાયો વચ્ચે પોતાને ઇષ્ટ લાગતા એકાદ ઉપાયની વાત પણ ધીમે રહીને મૂકી દેવાની કૌટિલ્યની નમ્ર રજૂઆતશૈલી છે તે આપણે જાણીએ છીએ. ૧૧૯ 1 આમ નિર્બળ ગણાનારે પણ પોતાનો આત્મરક્ષણનો પૂરો પ્રયત્ન કરી છૂટવામાં માત્ર સાંકડા સ્વાર્થને જાળવવાની જ મથામણ નથી હોતી, પણ દુષ્ટને પડકારીને, વશ કરીને મુલ્કની રાજનૈતિક સમતુલા કે માનવીય મર્યાદા જાળવવાની સર્વકલ્યાણકર મથામણ પણ જળવાય છે. સૃષ્ટિ ઉલાળધરાળ સરખા કરીને જ “વધ્યું-ઘટ્યું તેનું કરે બરાબર, સૌની લે સંભાળ”. આ છે નિર્વતને વલ રામની વાતનો ખરો મર્મ, પોતાને નિર્બળ માનનારે અને પોતાને બળિયો માનનારે પોતપોતાની ભ્રાંતિમાંથી બહાર આવીને સ્વરૂપમાં સ્થિર થવાનું છે અને છેવટે તો મૈત્રી તેમ જ સહયોગ દ્વારા જ પોતાના અસ્તિત્વને સાર્થક કરી જાણવાનું છે. (૯) સપ્ત-પ્રકૃતિ, રાજમંડલ અને ષાદ્ગુણ્યની દાર્શનિક ભૂમિકા ભારતીય રાજનીતિમાં રૂઢ બનેલાં ઉપર્યુક્ત ત્રણ સૌથી પાયાનાં માળખાં દાર્શનિક દૃષ્ટિએ પણ તપાસવાં જેવાં છે. આ એક પ્રકારનાં રાજનૈતિક સ્પંદનશીલ શરીરો છે, જેનાં અંગોને જીવંતતા બક્ષે છે તે પાછળના માનવીય હેતુઓ. તેની સમજણ રસપ્રદ બની રહેશે. સપ્ત-પ્રકૃતિ : ‘પ્રકૃતિ’ એટલે મૂળ દ્રવ્ય, ઉપાદાન-સામગ્રી કે ઘટકો; તેને ‘અંગો' પણ કહી શકાય. કોઈ રાષ્ટ્ર કે રાજ્યતંત્ર જેમના વ્યાપાર થકી પોતાનું સમગ્ર સંકુલ કર્તવ્ય પાર પાડે તે અંગો તે પ્રકૃતિઓ. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨0 કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અગાઉ જોયેલા કૌટિલ્યોક્ત અગ્રતાક્રમ (મહત્ત્વ-ક્રમ) પ્રમાણે તે સાત પ્રકૃતિઓ આ છે : સ્વામી (રાજા કે વિજિગીષ), અમાત્ય (મંત્રી), જનપદ (રાષ્ટ્ર), દુર્ગ, કોશ, દંડ (સૈન્ય) અને મિત્ર (રાજકીય દષ્ટિએ સહાયક અન્ય રાજા ને તેનું રાજયતંત્ર). આમાં જનપદ જ રાષ્ટ્રનું મૂળભૂત શરીર હોઈ તેને માટે વિકલ્પ થતો “રાષ્ટ્ર એવો સમગ્રવાચી શબ્દનો ઉપયોગ એનો મહિમા સૂચવે છે. અર્થ'ની આપણે જોયેલી કૌટિલ્યોક્ત વ્યાખ્યામાં પણ “મનુષ્યોવાળી ભૂમિ' એમ જે કહ્યું છે, તે દ્વારા પણ આ જનપદની રાષ્ટ્ર તરીકે, પાયાના અંગ તરીકે મહત્તા સૂચવાય છે. જયાં નિસર્ગને ખોળે મનુષ્ય પરિશ્રમ કરતો, ભાવ-ભક્તિ અનુભવતો, સમાજ અને સૃષ્ટિ સાથે તાલ મિલાવતો જીવે છે, તે તળ ગામ-કસ્બા-નેસડાથી છવાયેલો પ્રદેશ તે ‘જનપદ' – જયાં જન પદ (પગલાં) માંડે છે. જયારથી માણસ ખેતી, આવાસ-રચના, રસોઈકળા, માટીકામ શીખ્યો ત્યારથી સ્થિરવાસવાળો રચનાત્મક, શાંતિપ્રધાન કૃષિયુગ આરંભાયો. અનેક ગામોનો બનેલો વાસયોગ્ય મુલ્ક શરૂઆતમાં ‘વિશ” (માનવ-પ્રવેશયોગ્ય વિસ્તાર) કહેવાયો; કાળાંતરે તે ‘જનપદ’ કે ‘રાષ્ટ્ર' પણ કહેવાવા લાગ્યો. મોટા ભાગના માણસો કૃષિ, પશુપાલન, ગૃહોદ્યોગ, વેપાર-વણજ, માલની ખમીરવંતી આયાત-નિર્યાત જેવાં સંકુલ કાર્યોમાં રસ-રુચિથી સ્થિર થવા લાગ્યાં. છતાં આવા કાર્યપટુ, સયોગી સમાજનું અંગ બની રહેવાને બદલે લોકને રંજાડીને જીવવાનો ધખારો ધરાવતાં અસામાજિક તત્ત્વો સમાજના ટકાવ સામેનો એક વસમો પડકાર બની રહ્યાં. એવાં તત્ત્વો બળિયાના બે ભાગ” કે “મોટું માછલું નાનાને ગળે' (‘માસ્યન્યાય') એવા ન્યાયમાં જ સમજતા હતા. જયારે બાકીનો શાંતિચાહક વર્ગ બહુમતીમાં આવ્યો અને આવા સમાજભંજકોને વશ કરવા માટેની આવશ્યકતા અને શક્યતા એ બંનેની પૂરી પ્રતીતિ તેને થઈ, તે તબક્કે એની નજર બાહુબળિયા પણ સમાજરક્ષક વૃત્તિ ધરાવતા ક્ષત્રિયવર્ગ અને તેમાંના ઉચ્ચતમ વંશના નરશ્રેષ્ઠ પર સ્થિર થઈ. માસ્યન્યાય રોકવામાં તેને નેતૃત્વ લેવા વિનવીને પોતે ય તેનો આજ્ઞાંકિત સહયોગી બની રહેવા તત્પર બન્યો. એમ શાસનપદ્ધતિનો પાયો નંખાયો. શાસનક્રિયા પણ કેવળ પ્રાણાધારિત નહિ, પણ “પ્રજ્ઞા-શૌચ”-પ્રધાન બનીને ગરવી અને કાર્યસમર્થ બની શકે એવી પ્રતીતિના તબક્કે મંત્રી-મડળ' રૂપ અંગ ઉમેરાયું. શાસન અસામાજિક તત્ત્વોની દખલ વિના બરાબર સુરક્ષિત અને એકાગ્ર રીતે ચાલે તે માટે જનપદથી જુદી આવાસ-રચનાવાળા દુર્ગ(કિલ્લેબંદ નગર)ની રચનાનો તબક્કો આવ્યો. કિલ્લો અને એની અંદરના નગરનું આયોજન - એ બંને ઘણાં સંકુલ, વિપુલવ્યયસાધ્ય બની રહ્યાં. એની જોગવાઈ માટે ક્રમશઃ ધાતુ-નાણું અને રત્નાદિ સાર્વભૌમ મૂલ્ય ધરાવતાં દ્રવ્યોના સંચયરૂપ “કોશ' (ખજાનો) નામનું અલગ રાજ્યાંગ વિકસ્યું. વળી સંકુલ આંતરસંબંધોવાળા, ગીચ નગરોની વૃદ્ધિવાળા અર્થપરાયણ રાષ્ટ્રમાં આંતરવિગ્રહ કે શાસન સામેના વિદ્રોહ વધતાં અને એવા જ સંકુલ પડોશી રાષ્ટ્રોના પણ ઉચ્ચાવચ ઉપદ્રવો વધતાં, કેવળ જનપદવાસીઓના સામાન્ય બાહુબળ અને ખમીરથી આ તત્ત્વોને વશ કરીને નિષ્ફળ બનાવવાનું અશક્ય બનતાં, આખા રાષ્ટ્રમાંના, મિત્ર-રાજ્યોના, જંગલવાસી પ્રજાજૂથોના કે પોતાને શરણે આવેલાં શત્રુ-રાજયોના બાહુબળિયા, શસ્ત્રાસ્ત્રકુશળ જનોનો સ્થાયી સંગ્રહ કરી “દંડ' (સેના) રૂપ અંગ પણ કાયમ કરાયું. સાથે જ મનુષ્યની શાંતિપ્રધાન સંસ્કૃતિરુચિની ખિલવટ રૂપે પડોશી રાષ્ટ્રો For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧ ૨૧ પૈકીનાં ધાર્મિક ભદ્ર પ્રકૃતિનાં સહયોગી રાષ્ટ્રો (રાજ્યતંત્રો) સાથે પારસ્પરિક આદર, સંયમ અને વફાદારીના બળે ટકાઊ મૈત્રી કેળવવાનું પણ શક્ય બનતાં રાજયશાસન-વ્યાપારમાં પ્રસંગે-પ્રસંગે તેનો પણ સહયોગ લેવાતાં મિત્ર(મિત્રરાજય)રૂપ અભિનવ રાજ્યાંગ પણ સ્થાયી બન્યું. આમાં કયા અંગનો કેવો ને કેટલો ઉપયોગ કરવો એ શાસકોના સંસ્કાર પ્રમાણે અને પ્રજાજીવનના ભૌતિક-સાંસ્કૃતિક સ્તર મુજબ નક્કી થતું હોય છે. લાંબે ગાળે વિવિધ રાષ્ટ્રો ચાલુ જમાનાને નાણીને, પોતાના અને પડોશી રાષ્ટ્રોના વ્યવહારોને, અનુભવોને તપાસીને કંઈક એકધારી રીતે આ અંગોનો મહત્તાક્રમ તારવતાં ને ગોઠવતાં પણ જોવા મળે છે. અલબત્ત, એનો નિર્ણય દેશકાળ મુજબ બદલાઈ શકે; બદલવો પડે. એ રીતે કૌટિલ્ય પણ કેટલાંક સ્થાયી, ઠરેલ, વસ્તુલક્ષી ધોરણોના આધારે અગાઉ બતાવ્યા મુજબનો મહત્તાક્રમ આ રાજયાંગો વચ્ચે ઠેરવ્યો છે. એની કેટલીક ચર્ચા ‘લોકપૂજા'ના મુદ્દા સાથે અગાઉ ગૂંથી લીધી છે. કૌટિલ્ય-પ્રતિપાદિત આ મહત્તાક્રમ એ સૂચવે છે કે તેમણે કહ્યુંલું રાષ્ટ્ર પ્રજાના સ્વયંભૂ જીવનને નૈસર્ગિક ક્રમે પાંગરવા દેવા માટે છે. સાંસારિક સુખ-શાંતિ અને પરમ કલ્યાણ એ બંને સધાય તેવી જીવનની પાયાની નવી સર્વ જરૂરી ચીજો કે સેવાઓ સાર્વત્રિક રૂપે, સર્વ પ્રજાવર્ગોને સ્વનિર્ભરપણે (સ્વાવલંબનથી) મળી રહે તેવા સર્વોદયકારક સર્વાગી અર્થોત્પાદનની ઘનિષ્ઠ પ્રવૃત્તિનું પ્રાધાન્ય ધરાવતું રાષ્ટ્ર કૌટિલ્યને ઇષ્ટ જણાય છે. તે માટે રાષ્ટ્રના ઉચ્ચાવી સર્વ ભૂ-ભાગોની અપ્રમત્તપણે મહત્તમ ખિલવટ થતી રહે તેવું જાગૃત-સક્રિય રાજ્યતંત્ર કૌટિલ્ય આકાર્યું છે. સપ્તપ્રકૃતિનાં લક્ષણ-વર્ણનમાં જનપદનાં જે લક્ષણો કહ્યાં છે તે પૈકીનું એક લક્ષણ બતાવતું આ વિશેષણ ખાસ ધ્યાન ખેંચે એવું છે : સાર-વિત્ર-વૈદું-પN: એટલે કે જનપદ શ્રેષ્ઠ, વૈવિધ્યસભર, પુષ્કળ માલ તેનાં સર્વ બજારોમાં સુલભ રહે તેવું હોવું જોઈએ. આ લક્ષણ મનુષ્યયત્નસાધ્ય હોઈ વિકેન્દ્રિત એવા મહત્તમ સર્વ-પ્રાકૃત પુરુષાર્થ દ્વારા જ તે સિદ્ધ કરવા અને નિત્ય નિભાવવા માટે તો કૌટિલ્ય ગ્રંથનું સૌથી વિસ્તૃત બીજું અધ્યક્ષપ્રવીર અધિકરણ આલેખ્યું છે. આના ટેકામાં જ ગ્રંથના તરત પછીનાં બે અધિકરણો અનુક્રમે સામાજિક-આર્થિક ન્યાયની સ્થાપના અર્થે અને સમાજનાં વ્યાપક સુખશાંતિ અને પુરુષાર્થને રૂંધનારાં ખૂંખાર અસામાજિક તત્ત્વોના સફળ નિયમન અર્થે આકાર્યા છે. વળી આ ત્રણ અધિકરણોની મજબૂત પૂર્વભૂમિકારૂપે રાજ્યતંત્રના, રાજા સહિતના મુખ્ય નિર્વાહકોના ‘વિનય (તાલીમ + આત્મસંયમ) માટે ગ્રંથનું પ્રથમ અધિકરણ છે. આમ પ્રથમ ચાર અધિકરણો અને એના પરિશિષ્ટરૂપ અધિકરણ પાંચમા દ્વારા કૌટિલ્ય પોતાને ઇષ્ટ એવા આત્મનિષ્ઠ, સ્વાવલંબી, સર્વકલ્યાણાભિમુખ રાષ્ટ્રનો વિસ્તૃત આલેખ આપી દીધો છે. બાકી જેને અંગે કૌટિલ્યની પોતાની પસંદગી સાકાર થવા બાબત દેશ-કાળ અનુકૂળ નથી, તેવી પડોશી રાષ્ટ્રોની વિષમ રાજદ્વારી ચેષ્ટાઓ સામે ઝીંક ઝીલવા તો છટ્ટાથી તેરમા સુધીનાં અધિકરણો પૂરી તટસ્થતા અને પૂરા સામર્થ્ય સાથેની વ્યવહારુતા જાળવીને આકારાયાં છે. ગ્રંથકાર આક્રમક નહિ, પણ આત્મ-ગૌરવ-સંરક્ષક પરદેશનીતિમાં જ માને છે. તે માટે કર્તવ્યબુદ્ધિથી ક્ષત્રિયોચિત સર્વ પ્રખર રણભૂમિવ્યાપારો કે આવશ્યક કૂટનીતિવ્યાપારો માટે સફળ રીતે પૂરતાં જ્ઞાન અને કૌશલ્યો વાપરી શકે છે. આ બધાં For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વચ્ચે પણ પોતાની મૂળ રચનાત્મક રાજનીતિ પ્રત્યેની ઘડાયેલી રુચિ જાળવી રાખે છે અને જ્યાં અને જ્યારે આવા સૈનિકી કાર્યકલાપ વચ્ચે પણ તક મળે ત્યાં તેને પુરસ્કારી જાણે છે. ૧૨૨ સાત પ્રકૃતિઓમાં સ્વામી અને મંત્રીને યાદીના આરંભે મૂકવાની આવશ્યકતા, અગાઉ ‘લોકપૂજા’ના મુદ્દામાં ચર્ચી છે. રક્ષણ, અસહાયોનું પાલન, અર્થપ્રવૃત્તિઓનું આવશ્યક સંકલન, ગ્રામનિર્માણમાં જરૂરી સહકાર, માર્ગનિર્માણ-માર્ગસુરક્ષા જેવી પાયાની સામાજિક સવલતોનું નિર્માણ, ન્યાયસ્થાપના, કંટકશોધન જેવાં સમાજસંરક્ષક કર્તવ્યો માટે રાજાનું પ્રતિભાબળ, સંયમજન્ય આત્મબળ અને અમાત્યો સહિતના મંત્રીઓનું બુદ્ધિબળ-વ્યવસ્થાપનબળ અનિવાર્ય હોઈ તે બે રાજ્યાંગોને પ્રાથમિકતા અપાઈ છે. જ્યાં સુધી પાંખા આત્મસ્થાપનવાળો કે તેવા જ સંગઠનવાળો સમાજ ઘાંઘો થઈને જ જીવતો હોય, ત્યાં સુધી આત્મસંયમ દ્વારા આત્મબળ પામેલા, ભલે નાના સંખ્યાબળવાળા પણ મહત્ત્વના મનુષ્યો જ, ‘એક દીવે લાખો પેટાય' એ ન્યાયે આખા સમાજની સ્થિર ઉન્નતિ માટે અને સામુદાયિક શક્તિ માટે રાજા/મંત્રી-પદ સ્વીકારીને ભાગ ભજવે તે જ કાલ-સાપેક્ષ ઈશ્વરેચ્છા ગણાય. જેમ-જેમ આત્મબળશાળી મનુષ્યોની સંખ્યા બરાબર વિસ્તરતી જાય, તેમ-તેમ રાજા-મંત્રીની કે બાકીનાં રાજ્યાંગોની આવશ્યકતા અવશ્ય બદલાય એ ગાંધીયુગને પારખનારા અભ્યાસીઓને સમજાયા વિના નહિ રહે. દરેક વ્યક્તિ સંયમબળે પૂર્ણ બને, પોતે જ પોતાના પર શાસન કરે, ત્યારે તો હોંસા-તૂંસીમાંથી, ઝઘડા-રગડામાંથી બહાર નીકળી ગયેલા અભૂતપૂર્વ નવા સમાજ માટે લૌકિક અને દિવ્ય બંને સ્તરના જીવનની અપૂર્વ સાધના જ નિરંતર સહયોગવૃત્તિથી કરવાની બાકી રહે. એવું સ્વપ્ન કેમ ન સંઘરીએ ? કેમ ન પોષીએ ? કેમ ધરાતલ પર ન લાવીએ ? બાકી પોતાના સમયના સિદ્ધ થયેલા અનેક લોકગુણો પારખીને અને પુનઃ પુનઃ અનુભવીને કૌટિલ્યે પોતાની ગુણજ્ઞતાથી અને સમયની પરખથી બહુ જ સ્પષ્ટપણે જનપદ અને દુર્ગ એ બે અંગો વચ્ચે જનપદને જ અગ્રતા આપી છે. આ વસમા કાળમાં એ કહેવું તો મુશ્કેલ છે કે ભલે નામની – લોકશાહીઓ છતાં રાજ્યાંગ તરીકે લોકને પ્રથમ ક્રમ ક્યારે, કેવી રીતે મળશે. તો યે ખરા માનવપ્રતિનિધિઓ એવા દિવસનું સ્વપ્ન તો સાચવી જ રાખશે. વિશ્વવ્યાપી - જનપદ એ ખરેખર તો માનવજીવન નરવી-નૈસર્ગિક રીતે જીવવાનું સહજ મહાસ્થાન છે. જનપદની લક્ષ્મી સર્વપોષક હોઈને જ ‘લક્ષ્મી' નામને પાત્ર છે. એ લક્ષ્મી ચિત્તને લલચાવીને વિકૃત કરનારી, અસાધારણ લોભથી સમાજ પ્રત્યેના દ્રોહ દ્વારા સંચિત થનારી કે સડનારી હોતી નથી. એટલે તો યુદ્ધકાળે પણ જનપદના જીવનને પ્રાયઃ વીંખવા-પીંખવામાં આવતું નથી. ત્યાં કીમતી લક્ષ્મીનું સર્જન બહુ હાથો દ્વારા બહુ બધાં મોઢાં માટે થાય છે. તેથી જનપદ ખૂંખાર લૂંટારાઓનું લક્ષ્ય ભાગ્યે જ બને છે. (સંચયની મૂર્ખામીથી જ જીવનારા ‘આ વત્તા, પડ ાતા' એ ન્યાયે અભાગિયાઓ ન કહેવાય ?) જનપદવાસીઓની ગુપ્ત ખમીરે ભરેલી છતાં ભભકા વગરની જીવનપદ્ધતિ દુષ્ટ તત્ત્વોનાં લોભ-લાલચને ભડકાવે તેવી હોતી નથી. કોઈ વિજિગીષુ જ્યારે શત્રુ ઉપર આક્રમણ કરવા ધારતો હોય, ત્યારે તેણે આડકતરી રીતે પણ ગ્રામીણ પ્રદેશની પ્રજાને જરૂર For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧ ૨૩ જોગું વ્યવસ્થિત સ્થળાંતર કરાવવું એમ કહેવાયું છે. (હા, કાઠા શત્રુને હંફાવવા જ શત્રુ-દેશની ખેતીની નવી વાવણીને ઉખેડી નાંખવાની વાત કે તાજા લખેલા પાકને લૂંટી લેવાની વાત રાજનૈતિક વ્યુહરચના તરીકે આવે ખરી.) વિનોબાજીએ અભિનવ ભૂમિ-વહેંચણી-આંદોલન આરંભેલું, ત્યારે બહુ જ માર્મિક રીતે કહેતા કે ગ્રામદાન (ક ગ્રામસ્વરાજય) તે ‘ડિફેન્સ-મેઝર' (રાષ્ટ્રસુરક્ષાનો ઉપાય) છે. આ વાત ભારતની પ્રાચીન સાતત્યયુક્ત પરંપરાની પૂરી પરખથી ગંભીર ભાવે, તટસ્થ બુદ્ધિથી, સાચી વસ્તુસ્થિતિના પ્રગટનરૂપે જ કહેવાયેલી. સમજવા બુદ્ધિ ખુલ્લી હોય તો આજે તો અણુબોંબના અભરખાઓ વચ્ચે એ વાત અત્યંત પ્રસ્તુત છે. વિકેન્દ્રિત સંપત્તિનો અને તેનાથી ય વિશેષ, તેવી સંપત્તિના નિર્માણની ક્ષમતા ધરાવતી વિકેન્દ્રિત જીવનકળાનો નાશ કરવો મુશ્કેલ છે. દુર્ગરૂપ રાજ્યાંગનું મહત્ત્વ સામાન્ય સંજોગોમાં આખા રાષ્ટ્રનાં કાયદો-વ્યવસ્થાની જાળવણીનું સમગ્ર સંકલન કરવામાં, રાષ્ટ્રવ્યાપી આર્થિક પ્રવૃત્તિઓનું અને કરગ્રહણનું સંકલન-સંચાલન કરવામાં, ગુપ્તચર પ્રવૃત્તિઓનાં સંકલન-સંચાલન કરવામાં અને રાજપરિવાર ઉપરાંત મંત્રીઓઅમાત્યો સહિતના ઉચ્ચતમ અધિકારીઓને સારી રીતે વસાવી એમને સાબદાં-શુદ્ધ રાખવામાં રહેલું છે. દુર્ગનો “પુર' એવો પ્રાચીન વૈદિક પર્યાય સૂચવે છે તેમ આપત્તિકાળમાં પ્રજાને જરૂરી રક્ષણ કે આશ્રયસ્થાન આપવામાં, શત્રુના ઘેરા સામે ઝીંક ઝીલી શત્રુને મારી હઠાવવામાં તેનો ખપ રહેતો. દુર્ગ એક રીતે માનવ-શરીરમાંના મગજ જેવું કામ કરે છે – મગજ જ્ઞાનતંતુઓના સંદેશાઓ ઝીલે છે અને સંદેશ લઈ જનાર જ્ઞાનતંતુઓ દ્વારા તે તે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને સમગ્ર શરીરતંત્રને આદેશો પણ આપે છે. સાથે એ પણ ન ભુલાય કે સત્તા અને સંપત્તિના વધુ પડતા કેન્દ્રીકરણને કારણે દુર્ગ એ ચોરી, ધાડ, કાવાદાવા, રાજવિદ્રોહ જેવી બદીઓનું પણ ધામ બની રહે છે. આ પરિસ્થિતિમાં રાજાની વ્યક્તિગત ચર્યા જેટલી શુદ્ધ, તેને કુલપરંપરાથી મળેલી શાસનની દીક્ષા અને તાલીમ જેટલી સગીન અને ઉદ્યમ-નિષ્ઠ, તેમ જ મંત્રીઅમાત્યાદિની ચર્યા જેટલી નિત્ય-સુપરીક્ષિત, તેટલું રાજ્યતંત્ર વધુ કાર્યક્ષમ અને જયવંતું. કૌટિલ્ય રાજમહેલ અને તેમાંના રાણીવાસ સહિતની રાજધાની કેવું અગ્નિગૃહ (કાલિદાસે પોતાના એક ઉત્તમ નાટકમાં એક તાપસના પારદર્શી કથનમાં રજૂ કરેલા હતવપરીત ગૃહમ્ – આગથી ઘેરાયેલા ઘર રૂપ) છે તે જાણે છે. તેથી જ તેમણે અધ્યાય ૨.૨૬માં રાજાની અપ્રમત્ત, ઋષિતુલ્ય (સાંખ્યદર્શન-પ્રરૂપિત શુદ્ધ પુરુષતુલ્ય !) દિનચર્યા આકારી છે અને પછીના અધ્યાયમાં રાજમહેલમાં સંભવતા મનુષ્યકૃત દુરાચારોથી રાજાએ પોતે કેવી નિપુણતાથી બચવું તેનું પણ વાસ્તવદર્શી વિસ્તૃત નિરૂપણ કર્યું છે. રાજાની દિનચર્યાનો પ્રાતઃકાલીન કાર્યારંભ ન્યાય-ઝંખના સાથે પ્રજાવર્ગોમાંથી છેક રાજધાની સુધી આવેલી ભાતીગળ વ્યક્તિઓને, ચોક્કસ અગ્રતાક્રમ જાળવીને, અલ્પતમ વિલંબે (દ્વારા સન્ – દરવાજે વધુ રોક્યા વિના) અપાતી ધીરજભરી મુલાકાતથી થાય છે એ પણ ઘણી જ મહત્ત્વની વાત જણાય છે. કોશરૂપ રાયાંગનું ટૂંકું વર્ણન પણ માર્મિક છે. કોશ રાજાએ પોતે કે તેના પૂર્વજોએ ધર્મથી સંચિત કરેલો હોય તે ખૂબ ઊંચી વાત આરંભે જ કહી છે. આવા કોશનો અસલ હેતુ તો આવી For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પડેલો કોઈ લાંબો ને વસમો – કુદરતી કે મનુષ્યકૃત – આપત્તિકાળ, કે જેમાં નવી આવક સદંતર બંધ હોય, તે પાર કરવાનો છે. તે દૃષ્ટિએ તેમાં જીવનની પ્રાથમિક-જરૂરિયાતરૂપ ચીજો નહિ, પણ ઊંચા પ્રતીકમૂલ્યવાળી અને સર્વ રાષ્ટ્રોને માટે સ્વીકાર્ય – સોનું, રૂપું, વૈવિધ્યયુક્ત રત્નો અને રોકડનાણું - જ પ્રધાનપણે ખૂબ વિપુલ પ્રમાણમાં હોય તે જરૂરી છે. આ વસ્તુઓ ભલે સીધી ખવાય-પિવાય નહિ, પણ તેની મૂલ્યવત્તા આંતરરાષ્ટ્રીય-રૂપે બિનવિવાદાસ્પદ ને સર્વસ્વીકૃત હોઈ જીવનજરૂરિયાતોની છતવાળાં અન્ય રાષ્ટ્રો પાસેથી તે વસ્તુઓ મેળવવામાં તે પ્રતીકસંપત્તિ પૂર્ણપણે ચલણી બની રહે તેમ છે. યુગોથી ચાલતી આ જગત-વ્યાપી વિશ્વાસ-વ્યવસ્થા આજે પણ રાષ્ટ્રોએ નભાવેલી સોનાની અનામત (bullion કે sterling) તરીકે ચાલુ જ છે. આ વર્ણનનો મહત્ત્વનો ફલિતાર્થ પણ ધ્યાન-બહાર ન જાય. કોશની સંપત્તિ સામાન્ય કાળમાં વેડફવા-વાપરવા માટે નથી જ નથી; એ તો ખરેખર કોઈ રાષ્ટ્ર સંચિત કરેલી સર્વરાષ્ટ્રમાન્ય એવી ટકાઉ શાખ(credit)નું કે સ્થાયી આબરૂનું પ્રતીક છે – જે રાષ્ટ્રના કાયમી મંગલના પ્રતીકરૂપે ઇષ્ટદેવની મંત્રાભિષિક્ત મૂર્તિની જેમ પૂજા-આદરથી પૂરી અદબ સાથે જાળવી રાખવાની છે; એની સાથે કોઈ છેડ-છાડ સ્વપ્ન પણ નથી કરવાની. એ રાષ્ટ્રના સુદીર્ઘકાલીન શીલનું, તન્ય ઊંચી આબરૂનું મૂર્ત પ્રતીક છે – જેને રાષ્ટ્રના ભાગ્યદેવતાની આજ્ઞા મુજબ જ આપત્તિકાળ તરવા વિવેકથી વાપરવાની છે અને પાછી વહેલામાં વહેલી તકે એની એવી ઘટ પૂરી કરવામાં પ્રસાદ કરવાનો નથી; જો કે વસમા કાળની તરત પછી તો એ કાર્ય અશક્ય જેવું પણ લાગે. એ જ રીતે ઘટ પુરાયા વગરનો કોશ હોય ને વળી કોઈ આપત્તિ આવી પડે તો તે વખતે કોશ માટે દ્રવ્ય-સંચય કરવા લોકમનોવિજ્ઞાનનો આધાર તેમ જ કમાતા વર્ગો પર થોડી વધારે રાજકીય ભીંસનો પ્રયોગ – એમ વિવિધ નવી રીતો કૌટિલ્ય પ્રધાનપણે સૂચવી છે તે ખૂબ નોંધપાત્ર બાબત છે. આ માટે અગાઉ ગ્રંથપરિચય વખતે પાંચમા અધિકરણના કોશfમસંદરમ્ પ્રકરણની થોડી વાત કરેલી છે. વળી કોઈ આક્રમણ વખતે આખા કોશને સરહદ પર કે કોઈ અજાણ્યા સુરક્ષિત સ્થાને ખસેડવાની જોગવાઈ પણ કરવી પડે છે. એ માટે કોશ અત્યંત મૂલ્યવાનું દ્રવ્યોનો હોવા પર ભાર છે, જેથી તેના પરિમિત કદને લીધે સફળ અને સરળ રીતે તેનું સ્થાનાંતર થઈ શકે. આનો અર્થ એ પણ ખરો કે સામાન્ય આપત્તિકાળ તો ખાસ અનામત રાખેલા જીવનજરૂરિયાતોના વિપુલ, વૈવિધ્યપૂર્ણ કોઠારના ટેકા સાથે શક્ય તેટલો પ્રજા-ઉદ્યમ જીવતો રાખવાના રાજ્યતંત્રીય અભિક્રમો અને વ્યક્તિગત અભિક્રમો દ્વારા જ કરવાનો છે. જેમ આજનો ઠરેલ વાહનચાલક અનામત ઊર્જાનો ન્યૂનતમ ઉપયોગ કરીને તેને અનામત જ રહેવા દે છે, તેવી નીતિ રાખવાની છે. આનું જ તો નામ છે ને ઇન્દ્રિયસંયમ-સ્વરૂપ અર્થશાસ્ત્ર (અર્થ સાથેનો શાસ્ત્રશુદ્ધ, પ્રકૃતિવિજ્ઞાન-આધારિત વ્યવહાર) ! કોશ વિષેનો આવો સ્વાવલંબનપ્રધાન ઉમદા વિવેક જે રાષ્ટ્રમાં હોય, તેને ધનભૂખ્યા વિજિગીષ બનીને પોતાના પશુબળને આધારે અનેક રાષ્ટ્રોનાં કીમતી ધનને (આજના અમેરિકા જેમ!) લૂંટ્યા કરવાની નાદારી અને નાદાની ભાગ્યે જ દાખવવી પડે. વ્યક્તિ અન્યનું ધન For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧૨૫ અન્યાયથી લૂંટે તો તે લૂંટ ગણાય અને એક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્ર કે રાષ્ટ્રોનું ધન અન્યાયથી લૂંટે તો તે વિજયલક્ષ્મી કહેવાય – એવા જુદા માપદંડ કૌટિલ્યને માન્ય ન જ હોય. આવો સર્વકલ્યાણ અર્થે અનામત રખાયેલો કોશ ખુદ રાજા, રાજકુળ, ઉચ્ચ સત્તાધારી રાજપુરુષો કે રાજાના હાલેશ્રીઓ દ્વારા પણ કદી ન વેડફાય એનું ધ્યાન દક્ષ-તટસ્થ રાજયતંત્રે અહર્નિશ રાખવું ઘટે. એ કોશ સાથે છીછરી છેડછાડ કરનાર કે ચલાવી લેનાર રાષ્ટ્રના ચારિત્ર્યનું અને ભાગ્યનું તળિયું આવી રહ્યું એમ જ સમજવું. રાજ્યાંગો મધ્યે કોશને છેક પાંચમા સ્થાને મૂકીને પણ કૌટિલ્ય એને માત્ર અનામત રાજ્યાંગ તરીકે ઘોષિત કરીને સરવાળે જનપદની નિત્ય-ઉસ્થિત, અડીખમ પ્રતિભાને જ સર્વોચ્ચ મહત્ત્વ આપ્યું જણાય છે. એ પણ ન ભુલાય કે હમણાં યાદ દેવડાવ્યું તેમ અસાધારણ સંજોગોમાં, કોથહીન રાજાએ માનવની પૂર્ણ પ્રતિભાથી, તટસ્થપણે ને ઝનૂની કે જુલ્મી વ્યવહાર વિના સર્વ ઉપાય કરી છૂટવાનું છે. તેથી આગળ વધી, છેવટે અન્ય રાષ્ટ્રો સાથેના વિવિધ પ્રકારના સંબંધોનો ઉપયોગ કરવાની અનેક અનુભવસિદ્ધ વિગતો સાતમા પાગ્ય અધિકરણમાં આપી છે. ને છેવટે કોશ પણ જાય ત્યારે રાજાએ સ્વપ્રતિભાનો અને કીમતી સ્વપ્રાણોનો કોશ કદી ન છોડવાનું અને તે રક્ષવા ગમે તે કરી છૂટવાનું ધૈર્ય ને સમત્વ જાળવવાની સર્વકાલીન પ્રેરણારૂપ વાત પણ કૌટિલ્ય દિલદાર બનીને સૂચવી છે. તે જ રીતે કૌટિલ્ય છઠ્ઠા દંડરૂપ રાજ્યાંગને પણ આવું અનામત રાજ્યાંગ ઠરેલપણે માન્યું છે. આજના યુગમાં અણુશસ્ત્રો વિષેનો એક ખૂબ ઠરેલ અભિપ્રાય આવો છે : ““અણુ-શસ્ત્રનો ઉત્તમ ઉપયોગ છે તેને ન વાપરવું તે !” એવો જ અભિગમ દંડ વિષે એકંદરે રાખવાનો છે. તો સામે પક્ષે કોશની જેમ દંડની પણ આવશ્યક્તા ઊભી થાય તો તેની જમાવટ માટે બુદ્ધિ-આશ્રિત બધા ઉપાય કરી છૂટવા. રાષ્ટ્રને ભયભીત કરનાર સામે પાકો ડારો તો ઊભો કરવો પડે; ન ડરી જવાય કે ન પલાયન કરી જવાય. દંડના એટલે કે સૈન્યના વિવિધ પ્રકારોની કૌટિલ્ય કરેલી ચર્ચા પણ ઘણું કહી જાય છે. અધ્યાય ૧.૨ના પૂર્વાર્ધમાં એની સવિસ્તર ચર્ચા છે. દંડ સામાદિ ચાર ઉપાયોમાં પણ છેલ્લે અજમાવવા લાયક ઉપાય છે એ વાત કૌટિલ્ય વારંવાર ઘૂંટી છે. તેઓ ધ્યાન દોરે છે કે એના ઉપયોગમાં બંને પક્ષે ક્ષય, વ્યય અને દીર્ઘ-પ્રવાસરૂપ મોટા ગેરલાભો કે મોટી બાધાઓ (પ્રત્યવાયા:) છે. યુદ્ધમાં ન સંડોવાવું પડે તે માટે યુદ્ધ અનિવાર્ય કરનાર, અધર્મિષ્ઠતાને વરેલી એકાદ રીઢી વ્યક્તિનો વધ પણ, એ દેશકાળમાં, કૌટિલ્યને ધર્મરૂપ લાગ્યો હતો. દંડ(સેના)ના પ્રકારો તપાસતાં એ ધ્યાનમાં આવે છે કે રાજ્ય પગારદાર (મૃતક) સૈન્ય તો મર્યાદિત જ રાખવાનું છે. સૌથી કીમતી છે પોતાના રાજવંશ પ્રત્યે વંશપરંપરાગત વફાદારી ધરાવતું, નિર્ચાજ ભક્તિ ધરાવતું સૈન્ય – મૌન અર્થાત્ ઊંડાં મૂળ ધરાવતું સૈન્ય. વળી એક પ્રકાર છે શ્રેજી-સૈન્ય – કોઈ વિશિષ્ટ જનજાતિએ પોતાના હેતુઓ માટે પોતાના સમુદાયમાંથી જ સંગઠિત કરેલું સ્વતંત્ર સૈન્ય. તે વિશિષ્ટરૂપે કસાયેલું, પણ પોતાના સંગઠન તરફની પ્રથમ વફાદારી ધરાવતું For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર’: દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ સૈન્ય છે; તેથી ત્રીજા ક્રમે ગ્રાહ્ય છે. પછીના ક્રમે છે મિત્ર-સૈન્ય – રાજ્યના સાતમા અંગ એવા કોઈ મિત્રરાજાનું સૈન્ય. જોવાની વ્યવહારુ વાત એ છે કે રાજકીય મિત્રને આંધળા ભરોસાને પાત્ર ન ગણીને એના સૈન્યને આમ છેક ચોથા ક્રમે મૂક્યું છે. ત્યાર પછી આવે મિત્ર-સૈન્ય – હા, શત્રુસૈન્ય ! પણ તે છે વિજિગીષને શરણે આવેલા શત્રુરાજાનું સૈન્ય, કે જે તેની વિજિગીષ પ્રત્યેની તાબેદારીના ભાગરૂપે વિજિગીષને પ્રાપ્ત થયું હોય છે. તે દગો તો દઈ શકે; પણ છતાં વિવેકે ઉપયોગ કરી જાણો તો મોકાનાં સમયે કામ લાગી જાય ખરું. (દગાખોરી પણ ગમે ત્યારે કરવી સહેલી નથી હોતી !) યુદ્ધ જેવી વસમી બાબતમાં, કાઠી છાતીએ, વસમા, જોખમી નિર્ણયો પણ કરી છૂટવાનું છે; વિપ્નભયે કોચલું વાળીને બેસી રહેવાનું નથી. સૌથી વધુ અવિશ્વસનીય છતાં પ્રસંગે સાવધ રહી ખપમાં લેવા જેવું સૈન્ય તે મટવી-વેત્ત – જંગલનાં વિશિષ્ટ જૂથોનું સૈન્ય. એ વિફરે તો ઝાલ્યું પણ ન રહે. કૌટિલ્યના આ સૈન્ય બાબતના આવા મધ્યમ કે સાવધાનીભર્યા વલણ પરથી આજના તબક્કે કહેવાનું મન થાય છે કે જંગલો અને તેમાંની પ્રાણીસૃષ્ટિ, વનસ્પતિસૃષ્ટિ અને આંતરિક વફાદારીથી ને વણલખ્યા નિયમનતંત્રથી સુઘટિત સમાજજીવન રચીને જીવતી ધિંગી વન્યજાતિઓ – આ બધાં તરફ એ વખતનો કહેવાતો સભ્ય માનવ કુતૂહલથી યે નહિ, પણ અંધારભર્યા અવિશ્વાસથી જ જોતો. એના અનેક સંકેતો પણ પ્રાચીન સાહિત્યમાંથી મળે છે. તે અવિશ્વાસનાં કેટલાંય કારણો કદાચ વજૂદવાળાં પણ હશે. છતાં ખુદ વ્યાસજી જેવા પ્રબુદ્ધ આત્મા દ્વારા “મહાભારત' જેવા “જ્ઞાનમય પ્રદીપ'ના અજવાળે પણ જ્યારે કૃષ્ણાર્જુન જોડી થ કી થતા ઘોર ખાંડવવનદહનનું ચિત્ર અપાયેલું જોઈએ ત્યારે હૈયું થંભી જાય, બુદ્ધિ બહેર મારી જાય. આજના માપદંડે આ બધું કેમ કરી મૂલવશું ? ભાગ્યવશાત્ ભારતમાં તો આ વન્ય જાતિઓની પડખે અડીખમ ધર્યથી ઊભા રહેનારાં દૂધમલ યુવક-યુવતીઓનાં વાવડ સાંભળીએ છીએ. અવિશ્વાસનું ઔષધ હોતું નથી, વિશ્વાસનું કારણ હોતું નથી ! આવાં વિવિધ સૈન્યો પૈકી, સંજોગો જોઈને, તે-તે પ્રકારના સૈન્યના લાભાલાભની કરેલ ગણતરી સાથે તેનો સાવધ ઉપયોગ કરવાનો આ અભિગમ છે. ‘ઈશાવાસ્ય’ની શીખ મુજબ વિદ્યાને પણ અપનાવી જાણવાની છે. સૈન્યસંબંધી ભૌતિક અને મનોવૈજ્ઞાનિક (માનવીય) બાધાઓનું જે વર્ણન અધ્યાય ૮.૧માં છે તેની વાત પ્રથમ વ્યાખ્યાનમાં ઉલ્લેખી છે. યુદ્ધ વિષે પુનર્વિચાર કરવામાં આ યાદી આજના તબક્કે વધુ વિસ્તૃત કરીને ખપમાં લેવા જેવી છે. પૂર્વનિર્દિષ્ટ છ રાજયાંગો રાષ્ટ્રની સીમાની અંદરનાં છે, ને એકંદરે પોતાનાં છે; જયારે મિત્ર'-સંજ્ઞાવાળું સાતમું રાજ્યાંગ મુખ્યત્વે સીમાની બહારનું છે – પડોશી મિત્ર-રાજા રાજ્યરૂપી અંગ. એ તો માનવજાતનો કાયમી સામાન્ય અનુભવ છે કે રાજકીય મંત્રી પ્રાયઃ સ્વાર્થ કેન્દ્રી હોઈ સગવડિયા અને અનિત્ય હોય છે – વિરલ અપવાદોને બાદ કરતાં. એટલે રાજયાંગોની યાદીમાં એને અગ્રતાક્રમમાં છેલ્લે સ્થાન અપાયું છે. છતાં ગાજરની પીપૂડીની જેમ, અનુકૂળતા જોઈ આપત્તિકાળમાં કે શાંતિકાળમાં તેના કલ્પનાશીલ અનેક ઉપયોગો જરૂર થઈ શકે; પણ અંદરનાં છે For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય અંગો જેમ એનો સ્વાધીન કે મુખ્ય ઉપયોગ સામાન્ય રીતે ટાળવો ઘટે. પરિસ્થિતિવશ ક્યારેક કોઈ અસાધારણ વફાદારીવાળું મિત્રરાજ્ય ખરેખર અસાધારણ રીતે ઉપકારક થઈ પણ શકે. આ અંગના સ્વીકારનું મહત્ત્વ દાર્શનિક-સાંસ્કૃતિક દૃષ્ટિએ અગાઉ નિર્દેશ્યું જ છે. જે-તે સમયના રાજકીયસાંસ્કૃતિક માહોલ મુજબ આનો રચનાત્મક ઉપયોગ થઈ શકે. બાકી આજે કહેવાતા મિત્ર-રાજ્યો સાથેના સારા રાજકીય સંબંધોના આડંબર નીચે કાં તો દાદાગીરી પર જીવતું રાષ્ટ્ર એવા રાષ્ટ્રને ગુલામ બનાવી દે છે, કાં તો એમાં બે રાષ્ટ્રોના વડાઓ વચ્ચે વ્યક્તિગત આર્થિક લાભને તાકીને કોઈ સોદાનો કડદો થાય જે બંને રાષ્ટ્રોને પોતાને તો અપાર હાનિ જ કરે છે. - કૌટિલ્યને એકંદરે સ્વનિર્ભર અને સાબદું છતાં અન્ય રાષ્ટ્રો બાબત ખુલ્લી રચનાત્મક મનોવૃત્તિ ધરાવતું રાષ્ટ્ર ઇષ્ટ છે એ વાત રાજ્યાંગોના આંતરસ્વરૂપ અંગેની આ ચર્ચામાંથી સ્પષ્ટપણે તારવી શકાય. છેવટે આવા રાજ્યને ઇષ્ટ છે છેવાડામાં છેવાડાની વ્યક્તિનો પણ સ્વાધીન વિકાસ. તેમને મન રાષ્ટ્રનો નાગરિક રાષ્ટ્રરૂપી મહાયંત્રનો કોઈ પરાધીન પૂર્વે નથી, પણ રાષ્ટ્રજીવનનો સન્માનનીય ભાગીદાર છે; બલ્કે આરાધ્ય ‘તીર્થ’ છે. એનું બહુવિધ કડક નિયમન પણ એ વ્યક્તિ અને રાષ્ટ્ર બંનેના પરમ હિત સાથે સુસંગત હોય તેવી રીતે થાય છે. પોતાનો વરવો એકાધિકાર એ રાજ્યતંત્રનું આરાધ્ય તત્ત્વ નથી, બલ્કે સમાજ અને સૃષ્ટિ એ બંનેની મહત્તમ શ્રીનું સર્વકલ્યાણકર ઉત્થાપન (જગાડવાનું કામ) એનું ઈશદીધું સ્થિર કર્તવ્ય છે. રાજમંડલ : ગર્ભિત ઉચ્ચ મહિમા ધરાવતી કૌટિલ્ય-પ્રતિપાદિત રાજમંડલ-સંબંધી વિભાવના જોતાં ઉપર્યુક્ત રાજ્યાંગો પોતે પૂર્ણ બને છે રાજમંડલ સાથેના વિધાયક સંબંધથી અને એ રાજ્યાંગો અંગેની ચર્ચા પૂર્ણતા પ્રાપ્ત કરે છે રાજમંડલ અંગેની ચર્ચા દ્વારા. યાતાયાતનાં મર્યાદિત સાધનો છતાં, તે કાળમાં ભૌતિક વિસ્તારની દૃષ્ટિએ નહિ, પણ ભાવના અને ક્ષમતાની દૃષ્ટિએ તો વૈશ્વિકતા, માર્ગો અને સાધનોની પહોંચ પ્રમાણેના સુવિશાળ મુલ્કના ઘેરાવામાં ફેલાયેલી રહેતી. ખુદ કૌટિલ્યને પણ આ રાજમંડલની કલ્પના ઠીક-ઠીક પ્રાચીન પૂર્વપરંપરા પાસેથી મળી હતી. કૌટિલ્યે આ કલ્પનાને કોઈ એક રાષ્ટ્રની સાવધતાની કે આત્મરક્ષાની દૃષ્ટિએ જ નથી અપનાવી, પણ એક ન્યાયસ્થાપક કે કલ્યાણસ્થાપક મહામુલ્કી નૈતિક અધિરાજ્યના આદર્શની દૃષ્ટિએ પણ વધાવી છે. ‘મહાભારત’માં યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞનું વિસ્તૃત નિરૂપણ કરતાં તે કાળમાં પ્રવૃત્ત વિષમયુગના સંદર્ભે છૂટાં-છૂટાં અનેક રાજ્યોને એક સમ્રાટ્ કે અધિરાજની આમન્યા તળે લાવવાની આવશ્યકતા અંગેની તેજસ્વી ચર્ચા પણ ગૂંથવામાં આવી છે. એ જ યુગધર્મની દૃષ્ટિએ કૌટિલ્યે આ રાજમંડલ પરના અધિરાજત્વના આદર્શને પણ પોતાની ચર્ચામાં નાનકડું, પણ મહત્ત્વનું સ્થાન આપ્યું છે. અલબત્ત, એનો પ્રાથમિક હેતુ કોઈ પણ રાષ્ટ્રને સાવધ પરદેશનીતિ (ઞાવાપ સાવચેતીની ‘વાવણી') અપનાવવાની આવશ્યકતા ચીંધવાનો તો છે જ. ૧૨૭ રાજાના હેતુલક્ષી પર્યાય તરીકે પ્રવર્તાવાયેલ ‘વિજિગીષુ' શબ્દ સાપેક્ષ શબ્દ છે. ‘કોના ઉપર કે શેના ઉપર વિજય ?' · એ પ્રશ્નના ઉત્તર વિના ‘વિજિગીષુ’પણું ન સંભવે. એ પ્રશ્નનો ઉત્તર – For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કૌટિલ્ય અર્થશાસ્ત્ર': દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ છે – શત્રુ પર વિજય. જો ધરતી પર “શત્રુ' કહી શકાય એવી કોઈ હસ્તી ન હોય તો “વિજિગીષ' બિરુદ પણ ન સંભવે. કદાચ કોઈ રાજા કે રાષ્ટ્ર પોતે સામે ચાલીને કોઈ અન્ય રાજા કે રાષ્ટ્ર સાથે શત્રુતા ન દાખવે, તો પણ એ સામી વ્યક્તિ કે સામું રાષ્ટ્ર પોતાના પૂર્વગ્રહો કે અન્યાયી સ્થાપિત હિતોને વશ થઈને એકતરફી (unilateral) શત્રુતા દાખવી શકે. એ સ્થિતિમાં નિરુપદ્રવી રાષ્ટ્ર એવા અકારણ શત્રુને પણ શત્રુ તરીકે સ્વીકાર્યા વિના છૂટકો નથી. રાજકીય ક્ષેત્રમાં આવી શત્રુતાનું પહેલું કારણ મુલ્કવિસ્તારની મહત્ત્વાકાંક્ષા છે. આથી જ સરહદી રાષ્ટ્ર કોઈ પણ રાષ્ટ્ર માટે સહજ શત્રુ બની રહે છે. હવે એ સરહદી રાષ્ટ્રની પોતાની સરહદે આવેલું, પણ પ્રથમ રાષ્ટ્રની સરહદથી દૂર હોય તેવું રાષ્ટ્ર એ સરહદી રાષ્ટ્રનું શત્રુ ઠરે – ઉપર કહેલા નિયમ મુજબ. તો “શત્રુનો શત્રુ તે મિત્ર' એ લૌકિક ન્યાયે પ્રથમ રાષ્ટ્ર માટે તે મિત્ર ગણાય. એમ સીધી એક રેખા પરનાં રાષ્ટ્રો ક્રમશઃ શત્રુ-મિત્ર-શત્રુમિત્ર-મિત્રમિત્ર ઇત્યાદિ સ્વરૂપનાં બની રહે. દેખીતી રીતે તો આ સ્થળ તર્ક પર આધારિત યાંત્રિક વર્ણન લાગે. પણ જયાં અજાણ્યાપણું હોય અને એવા અજાણ્યાનો તટસ્થ પરિચય કેળવવાની નિર્ભયતાનો કે ઉદ્યમભરી હિંમતનો અભાવ હોય, ત્યાં માત્ર અજાણ્યાપણાને આધારે જ શત્રુત્વશંકા યાંત્રિકપણે રૂઢ બને અને પછી વ્યવહાર પણ એ પ્રમાણે જ ગોઠવાય. એ ન્યાયે જ પ્રાચીન રાજનીતિશાત્રે સરહદની પડખેથી શરૂ થતી રાજયાંતરોની પરંપરાની સંભવિત મનોવૃત્તિ આવી ઊલટસૂલટ હોવાનું સ્વીકારીને, તે રીતે દરેક રાષ્ટ્રને પોતાની પરદેશનીતિ ઘડવા સાવચેત કર્યું. વળી જ્યારે સરહદની એક બાજુએ કોઈ રાજય પડોશી સાથે યુદ્ધમાં સંડોવાયું હોય, ત્યારે તેનાથી ઊલટી દિશાની સરહદે આવેલું કોઈ રાજ્ય એની મજબૂરીનો સંજોગ જોઈને એને આક્રમણથી યા અન્ય રીતે પીડવાની ચેષ્ટા કરી શકે છે. તો વળી એની પણ પેલી પારનો પડોશી પ્રથમ રાષ્ટ્રનો મિત્ર બની એની આ ભીડ ભાંગવા પોતાના ય સહજશત્રુરૂપ પેલા પાછલા આક્રમકને પીડીને આક્રમણ કરતો રોકી શકે. આવી રીતે પૂંઠે આક્રમણ કરનારને પાણિગ્રહ (પૂંઠ પકડનાર) અને એને સીધો કરનારને મોન્ટ (મિત્રના શત્રુ સામે અવાજ ઉઠાવનાર') કહે છે. પાછો એને સીધો કરનાર હોઈ શકે છે પાષ્ણિગ્રાહનો મિત્ર એવો બન્દાસાર (પેલા અવાજ ઉઠાવનારને ભીડાવીને નિષ્ફળ બનાવનાર; નાસાર એટલે હુમલો કરનાર). આવી શત્રુતા કે મિત્રતા હાલતાં ને ચાલતાં આચરાય એવું તો ન જ સમજી શકાય; કારણ કે ભ ટૂંડા થવું પણ સહેલું નથી ! માત્ર આવી શક્યતાની કાયમી સભાનતા રાખીને કોઈ પણ રાજ્યતંત્રે પૂરા સજ્જ રહેવું, જેથી રાષ્ટ્રના આંતરિક વિકાસમાં અણધારી બાધા ન આવી પડે – એ વાત અહીં પ્રસ્તુત છે. યુદ્ધ વખતે જો સરહદ પરના એક ભાગ પર જ મોટા ભાગનું સૈન્ય કાર્યરત હોય તો ઉપર કહ્યું તેમ પાણિગ્રાહના આક્રમણની શક્યતા રહે છે. તે ઉપરાંત ખુદ સ્વરાષ્ટ્રમાં અસંતુષ્ટ કે બળવાખોર તત્ત્વો મુખ્યત્વે રાજધાનીમાં યા ક્વચિત્ રાજ્યના અન્ય ભાગમાં બળવો કરે છે, જેને “અન્તઃકોપ' (આંતરિક વિદ્રોહ) કહે છે. આ માટેની સાવચેતી અને અનુરૂપ પ્રતીકારની જોગવાઈ રખાઈ હોય તો રાષ્ટ્ર ભારે મોટી બેહાલીમાંથી બચી શકે એ માટે પણ ઉપર્યુક્ત ચર્ચા ઉપકારક બને છે. બાકી તો આજના યુગના યાંત્રિક-આદિ વિકાસે રચનાત્મક અને મૈત્રીપ્રધાન રાજનીતિની નૂતન સંભાવના ચોક્કસ ઊભી કરી છે. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧૨૯ પ્રથમ વ્યાખ્યાનમાં ઉલ્લેખ્યા મુજબ અધ્યાય રૂ.૪ના સૂત્ર ક્ર. ૫૪થી ૬૦માં કૌટિલ્ય પૃથ્વીજય'ની અવનવી – કંઈક તરંગી લાગે તેવી – વાત સાવ સંક્ષેપમાં નિર્દેશી છે. એમાં પૃથ્વીજયની ચાર વૈકલ્પિક રીતો ઉલ્લેખી છે. એ ચર્ચામાં કૌટિલ્યને મુખ્યત્વે આ સમસ્ત રાજમંડલ પરનો “જય’ – એક પ્રકારનું ગરવું, સર્વહિતકર અધિરાજત્વ, મોવડીપણું – અભિપ્રેત જણાય છે. તેના પ્રથમ પ્રકારમાં રાજમંડલમાંની સમસ્ત “અરિપ્રકૃતિને (બધા બરોબરિયા શત્રુઓને) જીતી લીધા બાદ, જેમના જયમાં રાજપ્રતાપની અસાધારણતાનો ખપ પડે તેવી મધ્યમ અને ઉદાસીન રાજપ્રકૃતિઓને જીતવાની વાત છે. (રાજમંડલમાં ગણાવાતા રાજપ્રકારો ભિન્ન-ભિન્ન પ્રકૃતિઓ અર્થાત રાજકીય તાસીર ધરાવતા હોઈ એમનો ઉલ્લેખ પણ “પ્રકૃતિ' શબ્દ દ્વારા થતો હોય છે !) મધ્યમ રાજા શત્રુ કે મિત્ર બંને “પ્રકૃતિ' તરફ યથેચ્છ સરસાઈ ભોગવતો હોય છે. શત્રુ ને મિત્ર એક થયેલા (સંહત) હોય કે અળગા (કે વિરુદ્ધ) (સંત) હોય; તે બંને સ્થિતિમાં બંને પર અનુગ્રહ (ઉપકાર) કરવા સમર્થ હોય છે અને બંને પરસ્પર શત્રતા(અસંહતપણા)ની સ્થિતિમાં હોય ત્યારે બંનેના નિગ્રહ (નિયમન) માટે પણ સમર્થ હોય છે (૬.૨૨). આવા સમર્થ મધ્યમ રાજાને પણ વિજિગીષએ બધી અરિપ્રકૃતિ પર જય સાધ્યા બાદ જીતવાનો છે. તેથી પણ વધુ સમર્થ – સહુથી સમર્થ – રાજા ‘ઉદાસીન પ્રકૃતિ' તરીકે ઓળખાય છે. તે શત્રુ, મિત્ર કે મધ્યમ પ્રકૃતિથી “પર” – ચઢિયાતો અને તેથી તે બધા બાબતે નિર્ભય અને બેતમા – બની રહે તેવો બલવત્તર હોય છે. વળી એ બધી પ્રકૃતિ એક થયેલી (સંત) કે ફાટ-ફૂટવાળી (સંત) હોય ત્યારે એ દરેક પર અનુગ્રહ કરવા સમર્થ હોય છે અને એ બધા પરસ્પર શત્રુતામાં હોય ત્યારે એ દરેકનો નિગ્રહ કરવા સમર્થ હોય છે (૬.૨.૨૨). આવી જબરી ઉદાસીન પ્રકૃતિને પણ જો વિજિગીષ જીતે તો તે પ્રથમ પ્રકારનો ( શ્રેષ્ઠ ) પૃથ્વીજય કરનાર સિદ્ધ થાય છે. એ ધ્યાનમાં રહે કે આ પૃથ્વીજય તે રાજપ્રતિભાના ઉત્કર્ષ થકી અર્થાત્ નૈતિક (સાંસ્કારિક) અને રાજનૈતિક બંને પ્રકારના સામર્થ્યના ઉત્કર્ષ થકી સિદ્ધ થનારો ઉત્કૃષ્ટ ધર્મવિજય સમજવાનો છે. એનાથી સરવાળે તો વિશાળતમ માનવસમૂહમાં બંધુત્વના કે રચનાત્મક રાજકીય મૈત્રીના અસાધારણ વિકાસનો માર્ગ મોકળો બને છે. ધર્મશાસ્ત્ર જેને ધર્મરૂપ માને તેવો આ વિજય છે. (પૃથ્વીજયના બાકી ત્રણ પ્રકાર એ મર્યાદિત પરિસ્થિતિમાં સધાનારા મર્યાદિત પૃથ્વીજયરૂપ હોઈ, અત્રે ઉલ્લેખનીય ગણ્યા નથી.) આ રીતે કૌટિલ્ય અધ્યાય ક્ર. ૬.રમાં (પરદેશનીતિના વિભાગના આરંભે) સમસ્ત રાજમંડલની રૂપરેખા આપીને એ જ વિભાગના અંતિમ અધ્યાય રૂ.૪માં ઉપર નિર્દેશેલી પૃથ્વીજયની માર્મિક વાત કરી છે, તેથી સુજ્ઞજનોને આખી રાજમંડલની વિભાવના માનવસંસ્કૃતિની દષ્ટિએ મૂલ્યવાનું લાગ્યા વગર રહેતી નથી. આને કારણે આપણે એવા વિશ્વને ઝંખતા થઈએ છીએ, જેમાં આત્મજય અને પૃથ્વીજય તે એક જ સિક્કાની બે બાજુ હોય, અર્થાત્ એકની સિદ્ધિમાં બીજાની પણ સિદ્ધિ થઈ જાય. પ્રબુદ્ધ વિશ્વરાજકારણની આ વાત છે; ભલે આજે માનવ-જાત એનાથી સાવ બીજા છેડાનું રાજકારણ જોઈ રહી હોય. અર્થશાસ્ત્રમાંના આ બીજા વિભાગમાં તાત્ત્વિક રીતે સૌથી મૂલ્યવાનું અધિકરણ છે સાતમું For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ( પાળ્ય) . એમાં કૌટિલ્ય સામે, આ સમસ્ત રાજમંડલ વચ્ચે વિજિગીષ કેમ રક્ષિત બની રહે તે જ મુખ્ય વિષય છે. તે અધિકરણના સમાપનમાં (૭.૮.૪૪માં) આવતા સુંદર શ્લોકની વાત ફરી જોઈએ : “જે વિજિગીષ આમ્ ષષ્યને અર્થાત્ છ રાજનીતિઓને એકબીજામાં પ્રવેશનારી સતત સમજે છે, તે પોતાની બુદ્ધિરૂપી બેડીઓથી બંધાયેલા જાતજાતના રાજાઓ સાથે મનગમતી રીતે રમે છે. ૨૯આ છે કૌટિલ્યનું સ્વપ્નિલ રાજનૈતિક ક્ષિતિજ ! (કૌટિલ્યને આ રમત સરવાળે પ્રભુની લીલા જેવી ભવ્ય જ અભિપ્રેત હોય એ ન ભુલાય.) षाड्गुण्य : જેમ કોઈ રમત એને લગતાં ક્ષેત્ર, સાધનો અને રમતની પ્રક્રિયા એમ ત્રણ પાસાંથી બનેલી હોય છે, તેમ “ષાગુર્ય'રૂપ રાજરમત પણ એ ત્રણ પાસાંની બનેલી છે. ભૂમિગત વસ્તુ-ઓછું નજીકપણું ધરાવતા અનેક રાષ્ટ્રોને સમાવતો મોટો મુલ્ક અર્થાત તેમાંનાં રાષ્ટ્રો યા વિશાળ રાજમંડલ એ તેનું ક્રીડાક્ષેત્ર છે. એ રાજમંડલમાંના સામાન્ય રૂપે બાર પ્રકારમાં સમાવાયેલા રાજાઓ અને એ રાજાઓનાં સહાયક પાંચ-પાંચ મતરિક રાજયોગો (‘પ્રકૃતિઓ'), એટલે કે એકંદરે ૬0 પ્રકારની પ્રકૃતિઓ તે રમતનાં સાધનો છે. અને રમતની પ્રક્રિયા ષાગુણ્યરૂપ – છ પ્રકારના રાજનૈતિક અભિગમો(‘ગુણો')રૂપ હોય છે. આમ થાળુણ્ય પ્રવર્તે છે રાજમંડલ અને તેમની પોતપોતાની પ્રકૃતિઓ વચ્ચે. પાડ્યુષ્યનાં ઘટકોનું સ્વરૂપ સંક્ષેપમાં જોઈએ : “સંધિ' એટલે સામેના રાજય સાથે ચોક્કસ કરાર દ્વારા કરાયેલો મૈત્રીનો સંબંધ. ‘વિગ્રહ એટલે આડાઈ કરતા.સામાં રાજય પર વિવિધ રીતે અપકાર કે આડાઈ કરતા રહેવું તે. “આસન' એટલે ચઢિયાતા સજ્જ શત્રુ પ્રત્યે સમજણપૂર્વક ઉપેક્ષા (મધ્યસ્થતા, તટસ્થતા દ્વારા તેની તપાસ) અપનાવીને પોતાની સજ્જતા વધારવાની મથામણ. “યાન' એટલે પોતાની પૂરી સજ્જતાની ખાતરી કરી, યુદ્ધની અનિવાર્યતા ચકાસી, શત્રુ પ્રત્યે વિધિપૂર્વક સસૈન્ય પ્રયાણ. “સંશ્રય' એટલે વસમા કે ઉગ્ર શત્રુની અપેક્ષાએ પોતાની નબળાઈ પારખી લઈને પોતાની સુરક્ષા અર્થે શક્તિશાળી મિત્રરાજા કે તટસ્થ રાજાનો રાજકીય આશ્રય લેવો તે, અથવા પોતાના બંધ દુર્ગનો આશ્રય લેવો તે. ‘તૈધીભાવ' એટલે એક શત્રુ સાથે વિગ્રહ (અપકાર) નિભાવવા અન્ય અનુકૂળ રાજા સાથે ચોક્કસ સ્વરૂપની મૈત્રીનો કરાર (સંધિ) કરવો તે. અગાઉ બતાવ્યા પ્રમાણે, આ ષાગ્રુણ્ય વ્યાપકપણે જોતાં રાજનીતિમાં શમ અને વ્યાયામના શાણા અભિગમોના વારાફરતી કરાતા અંગીકારરૂપ છે. આ છ ગુણોમાં બબ્બે નીતિનાં ત્રણ જૂથ તરી આવે છે. એ દરેક જૂથમાં એક શમપ્રધાન છે તો અન્ય વ્યાયામપ્રધાન – ભલે શમ અને વ્યાયામનાં બાહ્ય આકારો અને ઉત્કટતા બદલાય. પ્રથમ જૂથમાં સંધિ શમપ્રધાન છે, વિગ્રહ વ્યાયામપ્રધાન. બીજા જૂથમાં આસન શમપ્રધાન છે, તો યાન ઉત્કટપણે વ્યાયામપ્રધાન. ત્રીજા જૂથમાં સંશ્રય શમપ્રધાન છે, તો કૈધીભાવ, અંશે શમનો યોગ રાખીને પણ સરવાળે વ્યાયામપ્રધાન છે. આટલી પ્રારંભિક ચર્ચામાંથી મહત્ત્વનું કારણ એ નીકળે છે કે આ આખી રાજનીતિ ન તો For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧૩૧ માત્ર અવિચારી ઝનૂન, દૈષ કે પ્રાણબલ પર ચાલે છે, ન તો મિથ્યાભિમાન પર ચાલે છે. એ ચાલે છે પ્રજ્ઞાબલની રાહબરીમાં દેવ-કૃત લાભ-અલાભ, જય-પરાજય જેવાં કંકોના નમ્ર કે ખેલદિલીભર્યા સ્વીકાર દ્વારા. હા. એમાં સતત આત્મગૌરવ જાળવવાનું છે. પોતાનાં “ક્ષય’ કે ‘સ્થાન' (સામાન્ય સ્થિતિ) છેવટે “વૃદ્ધિ'-ગામી બને તેની ખાંખત રાખવાની છે; પણ અધીરાઈ, ઉતાવળ કે મિથ્યાભિમાન સેવવાનાં નથી. ‘પંચતંત્ર'માંના એક શ્લોકવાક્ય મુજબ તેમાં “કુશળ યુદ્ધ પણ અપનાવાય છે, તો પ્રસંગે કુશળ પલાયન પણ !” (સુયુદ્ધ સુપલાયનમ્ I) એમાં નથી નિષ્ક્રિય પ્રજ્ઞાબળ કે આંધળું આત્મઘાતક પ્રાણબળ. રાજનીતિ ટકે છે આ બંનેના કાર્યસાધક સમન્વયથી. ટૂંકમાં, આ આખી પવિધ રાજનીતિ ક્ષત્રિયના રાગદ્વેષમુક્ત કે અનાસક્ત સ્વધર્માચરણરૂપ જ છે. ‘‘ગામ વચ્ચે રહીએ, તો થાય એવા થઈએ” એ સહજ લૌકિક ન્યાય એમાં કર્તવ્યરૂપે જ અનુસરાય છે. રાષ્ટ્રવાસી પ્રજાઓની શરીરયાત્રા માટેની અનિવાર્ય રાષ્ટ્રીય મૂડીને કીમતી થાપણ જેમ ઉત્કટ ધર્મબુદ્ધિથી સાચવવાની હોઈ એ મૂડી (સાધનો) ન જ જોખમાય તેવું નિત્યનું જાગરણ કરવાનું છે. એટલે વ્યક્તિગત જીવનમાં શક્ય એવાં અહિંસા, ક્ષમા, ત્યાગ જેવાં મૂલ્યો રાજનીતિમાં તે જ રૂપે અપનાવવામાં ધર્મ નથી. અલબત્ત, એ લૌકિક હિતો સરવાળે વધુ સારી જાળવણી ને વૃદ્ધિ પામે તેવા ઘેર્યાદિ ગુણો રાજનૈતિક ઔચિત્ય મુજબ અપનાવવામાં દોષ નથી જ. એવી સ્થિતિમાં પ્રજાને કષ્ટો વેઠવાં પડે તો પણ એમાં પ્રજાને બરાબર હૂંફ આપવાની છે અને એમની પૈર્યયાત્રા બરાબર ચાલે તે માટે એમને શક્ય રાહતો પૂરી પાડવા પણ મથવાનું છે. આમાં ‘વિગ્રહ’ અને ‘યાન” એ બે ગુણો વચ્ચેનો ભેદ થોડું સ્પષ્ટીકરણ માગે છે. વિગ્રહની વ્યાખ્યા ‘અપકાર' શબ્દથી અને યાનની વ્યાખ્યા “અમ્યુચ્ચય' (સંન્યાદિ સર્વ સાધનોની સંપન્નતા અને સજ્જ સ્થિતિ) શબ્દથી આપી છે. આથી એમ કહી શકાય કે વિગ્રહ શત્રુ તરફના વિશિષ્ટ અભિગમરૂપ છે, યાન વિજયસજ્જતારૂપ. વિગ્રહની સ્થિતિમાં પોતાની દંડાદિશક્તિ પૂરી સજ્જ ન હોઈ પોતાના તરફ વેર સેવતા સામા રાજ્યને ચાહીને આડકતરી રીતે (કોથળામાં “પાનશેરીની ઢબે) જુદી-જુદી રીતે હાનિ પહોંચે યા એને ટેકો ન અપાય તે રીતે વર્તવાનું મુખ્ય છે. તેના કોઈ ને કોઈ હીન રાજનૈતિક વલણ-વર્તનના સંદર્ભે તેને ભીંસમાં લેવા માટે જ તેના પ્રત્યે આવો વિગ્રહ નિભાવવાનો છે. બીજી બાજુ, જયારે શત્રુ જોખમી બની યુદ્ધ માટે તોળાયો હોય, યા બીજી રીતે ઉચ્છેદયોગ્ય હોય તે સ્થિતિમાં, યુદ્ધ માટે પોતાની પૂરી સજ્જતા (કમ્યુવી) જોઈને, દેશ-કાળની યોગ્યતા મુજબ વિધિપૂર્વક કર્તવ્યબુદ્ધિથી યુદ્ધપ્રયાણ પણ કરવાનું હોય છે. તે છે ‘યાન'. પાગુષ્યના દાવ-પેચનાં વર્ણનો પરથી એવું તારવી શકાય છે કે સંધિ, આસન કે સંશ્રય જેવો શમપ્રધાન ગુણ અપનાવતાં પણ સ્ટેજે ગાફેલિયત ન પોષાય, સામાનો અતિવિશ્વાસ ન કરાય કે સ્વરાષ્ટ્રને સરવાળે હાનિ ન થાય તેમ સ્વકેન્દ્રી રીતે જ વર્તવાનું છે; ભાવુકતાથી તણાવાનું નથી. વિશ્વાસનો દેખાવ કરીને પણ માનેલા મિત્ર કે આશ્રયદાતાને, પોતાની ગરજ મટતાં, સહસા છોડી દેવાનો છે. લાગ જોઈને અન્યાયી શરતી સંધિઓનો પણ ભંગ કરી પોતાના સ્વાર્થને થતી હાનિ અટકાવવાની છે. આવું સ્વાર્થપ્રધાન વર્તન, ખરેખર તો રાજનૈતિક ક્ષેત્રનું લૌકિક સ્વરૂપ સમજી For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ સ્વીકારીને, નર્યા ધર્મરૂપે નિભાવવાનું છે; અંગત નિષ્ફરતાથી નહિ. એમાં ફરી ફરી પરખાયેલા કે વંશપરંપરાગત એવા નિત્ય મિાને છેહ દેવાપણું સમાતું નથી એ પણ યોગ્ય પ્રસંગોએ કૌટિલ્ય સ્પષ્ટ કહેલું છે. મૂળ વાત તો જ્યાં વાજબી ભૌતિક હિતો સંડોવાયેલાં હોય, તેવી બાબતોમાં ‘જેવા સાથે તેવા' થવાની નીતિ વાજબી કારણોથી નિભાવવી તે છે. સાંસ્કૃતિક પરંપરાની દષ્ટિએ કે આન્વીક્ષિકી’-પ્રેરિત દાર્શનિક ભૂમિકાની દૃષ્ટિએ, શત્રુ સાથે થયેલા ઉચ્ચતર ઠરેલ વ્યવહારો પણ પ્રતિભાશાળી રાજાની રાહબરીના બળે સ્વપક્ષે કે ઉભય પક્ષે સાફલ્ય આણે તે શક્ય છે. આન્વીક્ષિકીનું રાજનૈતિક ક્ષેત્રે પણ મહત્ત્વ પ્રસ્થાપતા કૌટિલ્યને તો આવું પ્રગતિશીલ પ્રયોગવીરપણું ઇષ્ટ જ હોય. કૌટિલ્ય તેરમા અધિકરણના સંબૂ શમન પ્રકરણમાં, જિતાયેલા શત્રુની રૈયત સાથે તો વિજિગીષએ પોતાની રૈયતની જેમ જ પૂરી સલુકાઈથી અને સહજ વત્સલતાથી વર્તવાનું શીખવ્યું છે. રાજનીતિક્ષેત્રમાં પણ દીર્ધદષ્ટિ રાખી નિભાવેલી વફાદારીઓ જ વિજિગીષને નિત્ય જયવંતો અને સન્માનનીય બનાવે છે. યુદ્ધ વખતે પણ ધર્મયુદ્ધના વ્યાપક રીતે સ્વીકારાયેલાં નિયમનોને અને એકંદરે અક્રૂરતા કે માર્દવને જાળવવાનાં છે. વિધિપૂર્વક સ્વાર્થસંરક્ષક બની જાણે, એનો પરમાર્થ માટેનો દરવાજો પણ ખુલ્લો જ રહે છે. રાજયે પ્રજાનાં નિર્વિવાદ, સંગીન હિતો માટે સાબદા રહેવું એ એક વાત છે અને રાજ્ય પોતે મૂડીવાદી બનીને રાજયના કોશ અને કોઠારને સાચી-ખોટી રીતે ભરવા અર્થે માત્ર માનેલા અવાસ્તવિક સ્વાર્થ ખાતર શત્રુ પર અણછાજતા ત્રાસ ને લૂંટફાટ આચરવાનો માર્ગ અપનાવવો એ સાવ ઊલટી અને અન્યાયી વાત છે. એવું રાજ્ય છેવટે પોતાની પ્રજાને પણ લૂંટનારું બની રહે છે. તેનાથી “પ્રજાના સુખે જ રાજાનું સુખ છે અને પ્રજાના દુઃખે દુઃખ” એવી કૌટિલ્ય બતાવેલી પરિપાટીનો સદંતર છેદ ઊડી જાય છે. પાંખી એવી પણ લોકશાહીઓના આજના વાતાવરણમાં પરરાષ્ટ્રોની પ્રજાને લૂંટવાની વાત ઝટ શક્ય ન હોઈ પોતાની જ બહુસંખ્ય પ્રજાઓને માત્ર લૂંટવાની જ નહિ, બલ્ક એમના જીવનનાં પાયાનાં સાધનોને જ ખાલસા કરીને ઇતિહાસમાં કદી ન બન્યું હોય એવું આસુરી વર્તન કરતી સરકારો જોવા મળે છે. એવી લોકશાહીઓ છેવટે આત્મઘાતક જ બની રહે છે. આવી નઘરોળ લોકશાહીઓને પડકારવી તે પણ વિધિનો સંકેત છે તે વાત પણ કૌટિલ્યની આ ચર્ચાઓ પરોક્ષપણે ચીંધે છે. D B D. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧૩૩ ટિપ્પણો : વ્યાખ્યાન બીજું १. यो यच्छ्रद्धः स एव सः । - म. गाता १७.३D २. आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यः मन्तव्य: निदिध्यासितव्यः । – बृहदारण्यक-उपनिषद् २.४.५ आत्मनस्तु कामाय सर्वं प्रियं भवति । - बृहदारण्यक-उपनिषद् २.४.५ सने ४.५.६ दर्शनाद्वर्णनाच्चाथ रूढा लोके कविश्रुतिः । - म तौत ५. शीलवृत्तफलं श्रुतम् । – महाभारतम् २.५.१०१ त्रयी सांख्यं योगः पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च । रुचीनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषां नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव || -- शिवमहिम्न:स्तोत्रम् 9405 ७ ७. किं वा तेषां साम्प्रतं येषामतिनृशंसप्रायोपदेशनिघृणं कौटिल्यशास्त्रं प्रमाणं अभिचारक्रियाकूरैकप्रकृतयः पुरोधसो गुरवः । - कादम्बरी ८. भारहं रामायणं भीमासुरक्कं कोडिल्लियम्... । – नन्दीसूत्रम् श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् । - (भ. [ीत। ३.३५ अन्धं तमः प्रविशन्ति येऽविद्यामुपासते ।। ततो भूय इव ते तमः य उ विद्यायां रताः ॥ - ईशावास्योपनिषद् ९ ११. विद्यां चाविद्यां य यस्तद् वेदोभयं सह । अविद्यया मृत्यु तीर्ला विद्ययाऽमृतमश्नुते ॥ - ईशावास्योपनिषद् ११ १२. भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया । - म. साता १८.६१B १३. न वाचं विजिज्ञासीत, वक्तारं विजिज्ञासीत । – कौषीतकि-ब्राह्मण-उपनिषद् ३.८ १४. बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते । - (. ollता २.५०A १५. इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः । मनसस्तु परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ॥ - म. गीता ३.४२ १६. नेति कौटिल्यः - मन्त्रशक्तिश्श्रेयसी । प्रज्ञाशास्त्रचक्षुर्हि राजा अल्पेनापि प्रयत्नेन मन्त्रमाधातुं शक्तः, परानुत्साहप्रभाववतश्च सामादिभियोंगोपनिषद्भ्यां चातिसन्धातुम् । - अर्थशास्त्रम् ९.१.१३-१५ (अर्थ : "न" योम टिल्य ४ छ : “भंत्रशस्ति यढियाती छ; ॥२९॥ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ કે પ્રજ્ઞા અને શાસ્ત્રરૂપી ચક્ષુવાળો રાજા થોડા જ પ્રયત્નથી મંત્રને ખપમાં લેવા અને ઉત્સાહશક્તિ અને પ્રભુશક્તિ ધરાવતા શત્રુઓને સામાદિ ઉપાયોથી અને યુક્તિઓ તેમ જ मिया विद्याथी २५ ४१। शक्तिमान् होय छे."). १७. विद्याविनयहेतुः इन्द्रि यजयः कामक्रोधलो भमानमदहर्ष त्यागात् कार्य: । कर्ण - त्वगक्षिजिह्वाघ्राणेन्द्रियाणां शब्दस्पर्शरूपरसगन्धेष्वविप्रतिपत्तिः इन्द्रियजयः । शास्त्रार्थानुष्ठानं वा। - अर्थ. १.६.१,२ १८. कृत्स्नं हि शास्त्रमिदमिन्द्रियजयः । - अर्थ. १.६.३ १८. विद्यानां तु यथास्वमाचार्यप्रामाण्याविनयो नियमश्च । - अर्थ. १.५.६ २०. श्रुताद्धि प्रज्ञोपजायते । प्रज्ञया योग: । योगादात्मवत्ता इति विद्यासामर्थ्यम् । – 'अर्थ. १.५.२६ शुश्रूषाश्रवणग्रहणधारणविज्ञानोहापोहतत्त्वाभिनिविष्टबुद्धि विद्या विनयति, नेतरम् । – अर्थ. १.५.५ शुश्रूषा श्रवणं चैव ग्रहणं धारणं तथा । ऊहापोहोऽर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः ॥ २3. धर्माधर्मों त्रय्याम्, अर्थानौँ वार्तायाम्, नयापनयौ दण्डनीत्याम् । बलाबले चैतासां हेतुभिरन्वीक्षमाणा आन्वीक्षिकी लोकस्योपकरोति । व्यसनेऽअभ्युदये च बुद्धिमवस्थापयति । प्रज्ञावाक्यक्रियावैशारद्यं च करोति । – अर्थ. १.२.११ प्रदीपः सर्वविद्यानामुपायस्सर्वकर्मणाम् । आश्रयः सर्वधर्माणां शश्वदान्वीक्षिकी मता ॥ - अर्थ. १.२.२२ २५. आन्वीक्षिकी-त्रयी-वार्तानां योगक्षेमसाधनो दण्डः । - अर्थ. १.४.३ "अर्थ एव प्रधान'' इति कौटिल्य: । अर्थमूलौ हि धर्मकामाविति । - अर्थ. १.७.६,७ २७. .....दण्डनीतिः अलब्धलाभार्था, लब्धपरिरक्षणी, रक्षितविवर्धनी, वृद्धस्य तीर्थेषु प्रतिपादनी च । - अर्थ. १.४.२ . २८. ४ो ५२ टि५ . त्रीहुँ २२९१. २८. पराञ्चि खानि व्यतृणत्स्वयंभूस्तस्मात्पराङ् पश्यति नान्तरात्मन् । – कठोपनिषद् २.४.१ शमव्यायामौ योगक्षेमयोोनिः । कर्मारम्भाणां योगाराधनो व्यायामः । कर्मफलोपभोगानां क्षेमाराधनश्शमः । शमव्यायामयोर्योनिष्पाड्गुण्यम् । क्षयः स्थानं वृद्धिरियुदयास्तस्य । मानुषं नयापनयौ, दैवमयानयौ । दैवमानुषं हि कर्म लोकं यापयति । अदृष्टकारितं दैवम् । तस्मिन्निष्टेन 30. शमव्याचा For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧૩૫ फलेन योगः अयः, अनिष्टेनानयः । दृष्टकारितं मानुषम् । तस्मिन्योगक्षेमनिष्पत्तिर्नयः, विपत्तिरपनयः । तच्चिन्त्यम्, अचिन्त्यं दैवमिति । - अर्थ. ६.२.१-१२ 3१. यल्लभसे निजकर्मोपात्तं वित्तं तेन विनोदय चित्तम् । - द्वादशपञ्जरिका-स्तोत्रम् १B ३२. कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः । स बुद्धिमान्मनुष्येषु स युक्त: कृत्स्नकर्मकृत् ॥ - म. गाता ४.१८ आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते । योगारूढस्य तस्यैव शम: कारणमुच्यते ॥ - म. गीत। ६.३ विकारहेतौ सति विक्रियन्ते येषां न चेतांसि त एव धीराः । - कुमारसम्भवम् १.५९B अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् । विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमम् ॥ - म. oीता १८.१४ 3६. देवान्भावयतानेन ते देवा भावयन्तु वः । - (म. old! ३.११A 3७. पूर्वजन्मकृतं कर्म तदैवमिति कथ्यते । तस्मात्पुरुषकारेण विना दैवं न सिध्यति ॥ - मत्स्यपुराणम् 3८. अशक्ये सर्वमुत्सृज्यापगच्छेत् । दृष्टा हि जीवत: पुनरापत्तिः यथा .सुयात्रोदयनयोः । - अर्थ. ९.७.३५,३६ 3८. वार्तामध्यक्षेभ्यः । - अर्थ. १.५.८ ४०. अर्थो ह्यर्थस्य नक्षत्रं किं करिष्यन्ति तारका: । - अर्थ. ९.४.२६B यस्मान्नोद्विजते लोको लोकान्नोद्विजते च यः । - म. old १२.१५A ४२. अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च । - म. त। १२.१३A नेति कौटिल्यः । अमात्यमूलास्सर्वारम्भाः । जनपदस्य कर्मसिद्धयः, स्वतः परतश्च योगक्षेमसाधनं, व्यसनप्रतीकारः, शून्यनिवेशोपचयौ, दण्डकरानुग्रहश्चेति । - अर्थ. ८.१.२२,२३ (अर्थः "ौटिल्य मानो निषेध ४२ छ. समात्य होय तो ४ [20 Mi ] म. सपाय छ : જનપદમાં થતાં કામોની સફળ પૂર્ણાહુતિ, અપ્રાપ્તની પ્રાપ્તિરૂપ યોગની અને એવી પ્રાપ્ત સંપત્તિના રક્ષણ સહિતના ઉપભોગરૂપ ક્ષેમની સ્વભૂમિ કે પરભૂમિમાંથી સધાતી સિદ્ધિ, આપત્તિઓનો સામનો, ખાલી ભૂમિઓમાં વસવાટ અને વૃદ્ધિ, દંડ અર્થાત્ શિક્ષા અર્થે લેવાતું ધન; અથવા સૈન્યના માણસો; તેમ જ કરરૂપે [કોશને] થતો લાભ [ઇત્યાદિ].) For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ४४. कर्षकप्राये तु दुर्गव्यसनम्, आयुधीयप्राये तु जनपदे जनपदव्यसनमिति । - अर्थ. ८.१.३२ ४५. धर्मश्च व्यवहारश्च चरित्रं राजशासनम् ।। विवादार्थश्चतुष्पादः पश्चिम: पूर्वबाधकः ॥ - अर्थ. ३.१.३९ ४६. राजन्दुधुक्षसि यदि क्षितिधेनुमेतां तेनाद्य वत्समिव लोकममुं पुषाण । – नीतिशतकम् Page #154 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન-ત્રીજું જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા સમિ(ઈંધણ)રૂપ નમ્ર અર્ધ્ય અર્પીને, વિધિપૂર્વક દીર્ઘકાળ ગુરુચરણ ઉપાસીને એકાગ્રતાથી ઝીલેલું શ્રુત (વિદ્યાપ્રવચન) શિષ્યમાં ઊજળું શીલ (ચેતનાની સર્વાંગી શિષ્ટતા કે આત્મવત્તા) અને સંસાર-વ્યવહારમાં જોડાતાં જ તેને ઉજાળે તેવું વૃત્ત (સર્વક્ષેત્રીય વ્યવહાર-કૌશલ) સાકાર કરે છે એ વાત આગલા વ્યાખ્યાનમાં શીતવૃત્તાં શ્રુતમ્ એ મહાવાક્ય અન્વયે કરેલી. આવા શિક્ષણના બળે જ મનુષ્ય સંસારક્ષેત્રમાં સમયોચિત નવાં-નવાં સંસ્કૃતિ-આકારો મૂર્ત કરી શકે છે. રાજનીતિ-ક્ષેત્રને પણ આ વાત પૂરેપૂરી લાગુ પડે છે. અગાઉના વ્યાખ્યાનમાં નિર્દેશેલો રાજપુરુષનો વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય સ્વરાષ્ટ્રમાંનાં, પરિવારરૂપ પાયાનાં સામાજિક ઘટકોથી માંડીને સમસ્ત રાષ્ટ્રના સ્વરૂપને અને તેની સીમા બહારના સમસ્ત રાજમંડલ સુધીનાં મૂર્ત સંગઠનોના સ્વરૂપને સાંસ્કૃતિક અને વધુ સંવાદી એવો અભિનવ ઘાટ કે આયામ (dimension) આપી શકવાની ક્ષમતા ધરાવે છે. જેમ કાવ્યસર્જન જેવા અત્યંત સજીવ ને રચનાત્મક ક્ષેત્ર અંગે કહેવાયું છે કે ‘‘જો પ્રતિભાગુણ હોય તો નવા-નવા કાવ્યાર્થોને મૂર્ત કરવામાં કોઈ સીમા કે મર્યાદા નડતી નથી.૧', તેમ રાજનીતિ જેવા દુન્યવી લાગતા ક્ષેત્રમાં પણ જેની ઊંચા દર્શનરૂપ પ્રતિભા બરાબર ખીલી હોય, તેને સમસ્ત રાષ્ટ્રનાં વિવિધ ક્ષેત્રોમાં નવાં જ માનવીય સાંસ્કૃતિક લક્ષ્યો મૂર્ત ક૨વાનું કે છેવટે તેનો આરંભ કરવાનું સૌભાગ્ય અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે. આગલા વ્યાખ્યાનમાં વર્ણવેલું બહુ-આયામી કે વૈવિધ્યપૂર્ણ મૂલ્યદર્શન જે રાજપુરુષમાં સ્થિર થયું હોય અને જેની નિપુણ પ્રતિભા થકી અને ઉચ્ચ ભાગ્યશક્તિ થકી પોતાની આસપાસ ચુનંદુ અધિકારીવૃંદ, કાર્યકરવૃંદ અને સેવકવૃંદ પણ જામ્યું હોય, બલ્કે જમાવાયું હોય, તેવો રાજા અવશ્ય સ્વરાષ્ટ્રમાં અને અવસરે સમસ્ત રાજમંડલમાં નવી સાંસ્કૃતિક સંભાવનાઓ મૂર્ત કરી શકે એમ બને. ભલે રાજાની દર્શનશક્તિ અસાધારણ ન હોય, પણ છતાં તેની પ્રકૃતિ ઠીક-ઠીક સંસ્કારી અને નવા-નવા સંસ્કારો માટેની રુચિ ધરાવનારી હોય, તો પણ તેના રાષ્ટ્રનાં વિવિધ સાંસ્કૃતિક ક્ષેત્રો ટકાઉ ક્ષમતાવાળાં અને સચેતનો માટે કલ્યાણોની પરંપરા સર્જનારાં બની શકે છે. આગલા વ્યાખ્યાનમાં નિર્દેશેલાં દાર્શનિક મૂલ્યોના, વ્યવહારમાં કરેલા અમલથી રાષ્ટ્રનાં વિવિધ તંત્રો કેવી વિવિધક્ષેત્રીય સાંસ્કૃતિક ઊંચાઈ સિદ્ધ કરી શકે તેની વાત આ વ્યાખ્યાનમાં કરીશું. એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે જો દર્શનશક્તિ પ્રથમ કક્ષાની અને મૌલિક એટલે કે રાજાની પ્રતિભાનું અંતર્ગત અંગ બની ગયેલી હોય, તો વ્યવહારમાં એનું પૂરું અવતરણ અવશ્ય થાય અને એનાં ચોખ્ખાં પરિણામો પણ દેખાયાં વિના ન રહે. દર્શનશક્તિ જેટલી વિનયયુક્ત અને ઘૂંટાયેલી, તેટલા પ્રમાણમાં તેમાંથી ખિલવાયેલી સંસ્કૃતિ નિત્ય લચીલી બની લાંબું ટકે. દર્શનની નિર્મળતા અને ઉજ્જવળતા જેટલી ઊંચી, તેટલે અંશે ક્રિયાશક્તિમાં સાતત્ય અને દઢતા આવે અને નિયમનોનો પાકો અમલ કરાવવામાં પણ વિનયયુક્ત અને વત્સલ એવી રાજકીય અનુનયશક્તિ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ (સમજાવટ-શક્તિ)ને જ કામે લગાડવાની ધીરજ આવે. આવી પ્રક્રિયા જે ધેર્યશીલ રાષ્ટ્રમાં સતત ચાલતી રહે, તે રાષ્ટ્ર, સંસ્કૃતિ કેવી ટકાઉ અને હૃદયગ્રાહી ચીજ છે તે બતાવી અનેક સન્નિષ્ઠ રાષ્ટ્રોને રચનાત્મક પ્રવૃત્તિઓમાં પ્રેરી શકે. આપણે રાષ્ટ્રજીવનનાં જુદાં-જુદાં મૂર્તિ પાસાંને એક પછી એક હાથ ધરીને તેનું અસલ સાંસ્કૃતિક સ્વરૂપ જાળવવામાં રાજ્યતંત્ર કેવી-કેવી રીતે સહાયભૂત થઈ શકે તે તપાસતાં જઈશું. રાજા પોતે જ રાષ્ટ્રજીવનનું પાયાનું પરિબળ હોઈ તેનાથી આરંભ કરીશું. રાજર્ષિ : શીલ અને દિનચર્યા (વૃત્ત). શીલજન્ય ગુણો : અનેક અજ્ઞાની, બ્રાંત, પીડિત જનોથી ભરેલો આ સંસાર નર્યો જડ કે પરિવર્તનથી સાવ વિમુખ તો નથી જ હોતો. સંસાર ઊજળા દૃષ્ટાંત આગળ ઝૂકે છે. માનવમાત્રમાં પડેલું શ્રદ્ધાતત્ત્વ શ્રદ્ધયને નિત્ય શોધે છે. સામાન્યજન પોતે જે અવસ્થામાં હોય છે તેમાં પોતે અનિચ્છાએ ધકેલાયો હોવાનું પણ એને ઊંડે ઊંડે લાગે છે. “મહાભારત'માં અન્યત્ર કહ્યું છે : ““સપુરુષોમાં જે વિશ્વાસ બંધાય છે તે તો પોતાની જાતમાં પણ હોતો નથી.” વિશાળ પ્રજાસમૂહની આવી અનન્ય શ્રદ્ધાનું કેન્દ્ર બની શકે તેવી પ્રતિભા, કાળક્રમે, સર્વપ્રજાક્ષિક અને પાલક એવા રાજામાં મૂર્ત થઈ. પ્રજાનું ઉન્નતિકર રંજન (અનુરન) કરવાની ક્ષમતાથી જ તેને “રાજા' એવું બિરુદ મળેલું; તો વળી મનુષ્યના ઉત્તમ ગુણોના પ્રતિનિધિ તરીકે તે ‘નરેન્દ્ર (નરોમાં ઇન્દ્ર જેવો અર્થાત્ નરશ્રેષ્ઠ) કહેવાયો. ભારતીય સમાજવિધાન પ્રમાણે રાજા ક્ષત્રિય તરીકે “ગો-બ્રાહ્મણ-પ્રતિપાલક' (‘ગુણસમૃદ્ધ પોષણ આપતા ગો-વંશનો અને જ્ઞાન-શીલ-તપના ઉપાસક, બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણવર્ણનો રક્ષક) ગણાયો. વિશેષે તો ક્ષત્રિયતા સાથે ભારતવર્ષમાં વિશિષ્ટરૂપે ગૂંથાયેલી ઉદાર દર્શનશક્તિને કારણે રાજા બ્રાહ્મણો અને ઋષિઓના સર્વપ્રજાહિતકર સાંસ્કૃતિક આદેશોને સાદર ઝીલીને તે બધાનો પ્રવર્તક બની રહ્યો. ક્ષત્રિયતા સાથે ગૂંથાયેલી ઉચ્ચતમ પ્રાણશક્તિ પર ઉચ્ચ કેળવણી દ્વારા ઉત્તમ પ્રજ્ઞાનો પુટ ચઢ્યો, તેની નથ ઘલાઈ. આમ અસલ રાજત્વનો પિંડ અભિમાન અને ઝનૂનથી નહિ પણ વિનીત એવી સર્વહિતકર કર્મશીલતાથી બંધાયેલો હોય છે. તેનામાં અતિરેકી ક્રિયાથી જન્મતી માઠી પ્રતિક્રિયાનું ચોખ્ખું ભાન હોઈ પોતાનું પ્રત્યેક પગલું સુચિંતિત હોય તેવી તેની નિત્યની જાગૃતિ રહે છે. કાળક્રમે, રાજાનું મુખ્ય કર્તવ્ય માત્ર શસ્ત્રપ્રયોગ દ્વારા પ્રજારક્ષણનું ન રહેતાં, ભૂમિદત્ત પ્રાકૃતિક સંપત્તિમાંથી વ્યાપકપણે માનવજીવન વધુ સુખપૂર્ણ અને અનુકૂળ બને તેવાં સાધનસંપત્તિના ઉત્પાદનમાં પ્રજાને સારી રીતે પરોવવાનું બની રહ્યું. એટલે એની એક અભિનવ ઓળખાણ બની રહી “અર્થપતિ' તરીકેની. વળી આ અર્થોત્પાદનનું લક્ષ્ય પણ સાંસ્કૃતિક વિકાસરૂપ - બલ્ક આત્મવિકાસરૂપ – રહ્યું. અહીં આપણે રાજત્વ કેટલી માનવીય ઊંચાઈને આંબી શકે તેની વિચારણા કરીએ છીએ તે ન ભુલાય. એવી ઉચ્ચતા વિશાળ દેશ-કાળ-પટમાં થયેલા અગણિત રાજાઓમાંથી ભલે થોડા જ રાજાઓમાં મૂર્ત થઈ હોય, પણ તેવા થોડા રાજાઓ પણ જુદા-જુદા દેશ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા કાળમાં વ્યાપીને ફરી-ફરી પેદા થતા રહ્યા હોઈ, જાણ્યે-અજાણ્યે અન્ય સામાન્ય રાજાઓ માટે પણ શ્રદ્ધેય બની રહ્યા, અને વિવિધ પ્રજાઓના હૃદયમાં તો સમજણભરી ઊંડી ભક્તિ જગવતા રહ્યા. પ્રાચીન ભારતીય સાહિત્ય દ્વારા એવા અનેક રાજાઓ અમર થઈને સમાજહ્રદયમાં નિત્ય બિરાજે છે. આવા ઊંચા રાજત્વથી રાજા ‘રાજર્ષિ’ (‘રાજારૂપી ઋષિ') બિરુદ પામ્યો. કૌટિલ્યે પોતાના ગ્રંથમાં, અગાઉ જોયેલું તેમ, એક નાનકડો અધ્યાય ક્ર. ૨.૭ આવા રાજર્ષિના શીલની રૂપરેખા આપવા માટે જ ફાળવ્યો છે. રાજાની એક સર્વસામાન્ય કલ્પના જ લોકહૃદયમાં એવી ભક્તિ અને શ્રદ્ધા જગવતી રહી છે કે સંસ્કૃત કે ઇતર પ્રાચીન, મધ્યકાલીન સાહિત્યમાં રાજાનું વ્યક્તિત્વ રોમાંચકારી, રસભોક્તા નાયક તરીકે જીવનરસિકોને બહેલાવતું રહ્યું છે. સામાન્ય રીતે આવો જનહૃદયસ્થિત રાજા એના મનસ્વી કે કઠોર વ્યવહાર માટે નહિ, બલ્કે ઉદાર, સર્વસંગ્રાહક પ્રકૃતિ માટે જ પંકાયેલો હોય છે. આત્મસમર્પણ જાણે એનો સ્વભાવ બની રહ્યો હોય તેવી સર્વસાધારણ કલ્પના સ્થિર થયેલી છે. તેથી જ આવા રાજાને માટે અત્યંત ભક્તિશીલ એવી આ લોકોક્તિ પ્રસરી : ‘‘લાખો મરજો, પણ લાખોનો પાલણહાર ન મરજો.' તેથી અને વળી માનવપ્રતિભાના શક્ય આયામ (વિસ્તરણ) સમજવાની દૃષ્ટિએ પણ રાજપ્રતિભાનો વિસ્તૃત પરિચય ઇષ્ટ છે. અહીં એટલી સ્પષ્ટતા કરીએ કે મનુષ્યનો ગુણ-સમુદાય એ એના દર્શન અને બાહ્યવર્તન (વૃત્ત) વચ્ચેનો, થોડેક અંશે અમૂર્ત પણ મહદ્ અંશે મૂર્ત એવો ભાગ હોઈ, અહીં સાંસ્કૃતિક પાસાની ચર્ચામાં રાજાના ગુણસમુદાયની વાત સમાવી છે. કૌટિલ્યે રાજા અંગેની પોતાના અંતરમાં સ્થિર થયેલી વિભાવના આખા ગ્રંથમાં અનેક અવસરે મન મૂકીને અંકિત કરી છે, રમતી કરી છે. રાજાના પદ માટે ‘વિજિગીષુ’ શબ્દ તો પૂરા ઔચિત્ય સાથે તેમણે પ્રેમપૂર્વક વિશેષ્ય તરીકે જ ચલણી બનાવ્યો છે. એનું વિજિગીષુપણું (વિજયાકાંક્ષીપણું) લોકપ્રતિનિધિ તરીકે છે, લોકવિજયનું પ્રતીક છે એ ન ભુલાય. (સુજ્ઞજનો આજની કહેવાતી લોકશાહીના સત્તાધારીઓની ભૂમિકા આની સાથે જરૂર સરખાવશે.) ગમે તેટલા પરાજયો વચ્ચે રાજા પ્રજાહિતનો તંત મૂકે એમ નથી તેથી તે ‘વિજિગીષુ' કહેવાયો છે. ગાંધીની પરિભાષામાં તે સત્યાગ્રહી છે, તો વિનોબા તેની પુરવણીરૂપે જે ‘સત્યગ્રાહી’ એ પૂરક-ગુણવાચી પદ ઉમેરતા તેવો પણ તે છે જ છે. ભાસકવિએ પોતાના એકાંકી સત્યનું ગ્રહણ કરનારો વર્ઝમામાં કહ્યું છે કે ‘રણભૂમિમાં નિષ્ફળતા નથી” (નાસ્તિ નિતતા રળે). તે પણ કૌટિલ્યોક્ત વાતનો જ પડઘો છે. - = ૧૩૯ રાજાના ગુણ-ગણ વિષેનું કૌટિલ્યનું પૂરેપૂરું તારણ અધ્યાય ક્ર.૬.ના સૂત્ર ક્ર. ૨થી ૬માં, રાજ્યની સપ્ત પ્રકૃતિઓનાં લક્ષણકથનના પ્રસંગે રાજારૂપી પ્રથમ પ્રકૃતિના વર્ગીકૃત ગુણ-ગણ-વર્ણન તરીકે જોવા મળે છે. વળી આની જ પુરવણીરૂપ વર્ણન છે રાજાની દિનચર્યાનું અધ્યાય ક્ર. ૨.શ્માંનું બોલકું વર્ણન. પહેલાં આપણે સર્વાંગી એવું રાજગુણવર્ણન વિગતે તપાસીને રાજા કેવી રીતે નરશ્રેષ્ઠ (‘નરેન્દ્ર’) છે તે બરાબર સમજીશું. અહીં એ ન ભુલાય કે આ ગુણો લોક વચ્ચે જીવનાર અને For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર’: દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ લોકનું નેતૃત્વ કરનાર મનુષ્યના અત્યંત કાર્યસાધક ગુણો હોઈ રાજાની નરશ્રેષ્ઠતા પ્રગટ કરે છે. એમાં નેતૃત્વથી પણ વિશેષ લોક-માંગલ્ય સાધનારા અરણ્યવાસી ઋષિની પરમ ઉચ્ચતાનો નિષેધ નથી. ઊલટું રાજા ઋષિરૂપ બની રહીને જ આ ગુણગણ ધારણ કરે છે એ તો કૌટિલ્ય અન્યત્ર સ્પષ્ટ કર્યું જ છે. આ વર્ણન સમજીને તેને આધારે રાજાની દિનચર્યા તપાસવાનું રસપ્રદ બનશે. આરંભે એક સમજવા યોગ્ય વસ્તુસ્થિતિ ઉલ્લેખીએ. ધર્મશાસ્ત્રો અને તેના દોહનરૂપ મૃતિગ્રંથોએ વર્ણધર્મો અંગે એક વાત એ મૂકી છે કે જેમ દરેક વર્ણના આગવા ધર્મો હોય છે, તેમ ચારે ય વર્ણોનાં કેટલાંક સર્વસામાન્ય લક્ષણો પણ હોય છે. એટલે આજની રીતે કહી શકાય કે સમાજનાં વિવિધ કાર્યોની સમાંતર વ્યવસ્થા જળવાય તે માટે ગુણ અને કર્મ એ ઉભયની નૈસર્ગિક રૂપે ભિન્ન એવી નિજ-નિજ સંપત્તિ મુજબ તે-તે વર્ણનાં કાર્યો ભલે ભિન્ન હોય, પણ સર્વ વર્ણોમાં માનવ તરીકેના પાયાના ગુણો તો સમાનપણે ઇચ્છનીય છે. એ ગુણો જ વર્ગો માંહે ઊંચનીચપણાની કે વિરોધિતાની સમજણનો છેદ ઉડાડી દઈને એ સર્વને એક દોરામાં પરોવી સમાજજીવનના બરોબરિયા ભાગીદાર બનાવે છે. એ દૃષ્ટિએ, કૌટિલ્ય વર્ણવેલા રાજગુણો પૈકીના ઘણા ગુણો કોઈ વર્ણ-વિશેષનો જુદારો ઉપસાવવાને બદલે સહુ મનુષ્યોએ પોતપોતાની અનુકૂળતા મુજબ અપનાવવા લાયક માનવીય ગુણોની રસપ્રદ યાદી બની રહે છે. આ યાદી અન્વયે એવું જરૂરી સૂચવી શકાય કે કોઈ પણ ઉચ્ચ સંસ્થાના ઉચ્ચાવી અધિકારીઓની વરણી માટે અને વળી દરેકના સેવાકાળના વિવિધ તબક્કે તેમની વિવિધલક્ષી કાર્યક્ષમતાની અને વ્યક્તિત્વની આંતરિક સમતુલાની જાળવણી કે ખિલવટ માટે આ આખી યાદીને વરણીનો કે તાલીમી કાર્યક્રમનો પાયો બનાવી શકાય. આ ગુણ-યાદી ચાર જૂથોમાં વિભાજિત છે : (૧) આભિગામિક ગુણો, (૨) પ્રજ્ઞાગુણો, (૩) ઉત્સાહગુણો અને (૪) આત્મસંપરૂપ ગુણો. માત્ર સ્થળ વિશેષણપદોની ગણતરી કરીએ તો તેમાં જૂથવાર અનુક્રમે ૧૪,૭,૪ અને ૨૧ (કુલ ૪૬) ગુણદર્શી પદો છે – હકીકતમાં ઘણાં વિશેષણોમાં એકાધિક ગુણો સમાયા છે. પણ આખી યાદી આટલી પ્રાથમિક સ્થળ તપાસથી જ ઘણી વાસ્તવનિષ્ઠ જણાય છે. વિભાજન માટેનાં આ ચાર જૂથો અંગે પણ થોડું અવલોકન કરીએ. એમ લાગે છે કે માનવમાત્રના ગુણો ટૂંકાણમાં જેટલાં જૂથોમાં વહેંચી શકાય તેટલાં આ જૂથો છે. એનાથી સમતોલ પ્રતિભાવાળો કાર્યક્ષમ માનવ મૂર્ત થાય છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થા કે સંકુલ પોતાનો પરિપૂર્ણ કેળવણી-ક્રમ ગોઠવવામાં આ યાદીને પૂરેપૂરી ખપમાં લઈ શકે. પ્રથમ જૂથરૂપ “આભિગામિક ગુણો જોઈએ. “અભિગમ' એટલે કોઈની પાસે જવું કે કોઈનું સાન્નિધ્ય (સમીપપણું) સેવવું. વ્યક્તિના જે ગુણો અન્યોને તેની પાસે જવા પ્રેરે, તેનું સેવન કરવા પ્રેરે તે ગુણો અભિગામિક ગુણો. પ્રજાજીવન કે માનવસમૂહ સાથે લેવા-દેવા રાખનાર અધિકારી માટે તો આવા ગુણો ખૂબ જરૂરી છે. જેનાથી મનુષ્ય સહજપણે લોકપ્રિય બની રહે તેવા આ ગુણો છે. યાદ કરીએ પેલું અગાઉ નિર્દેશલ ગીતા-પ્રોક્ત ભક્તલક્ષણ : “જેનાથી લોક ઉદ્વેગ ન પામે અને For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૪૧ જે લોકથી ઉગ ન પામે”. એ ન ભુલાય કે મનુષ્યના ગમે તે ઉચ્ચતમ ગુણની પરિપક્વતાની ખરી કસોટી આ આભિગામિકતા જ છે. અભિગામિક એવો અત્યંત મહિમાયુક્ત શબ્દ વાપરીને કૌટિલ્ય ખરેખર તો ગુણમાત્રનું હાર્દ સૂચવી દીધું છે – જેનાથી મનુષ્યોનું જોડાણ થાય અને તે દ્વારા સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક એમ વિવિધલક્ષી નિર્માણ સંગીનપણે પ્રવર્તે તે ખરા ગુણો. ‘ગુણ'નો મૂળ અર્થ થાય છે સૂત્ર કે દોરી. જેમ સૂત્રો આડા-ઊભા ગૂંથાઈ પટ બને છે, યા જેમ એક દોરીમાં અનેક મોતી કે મણકા પરોવાય છે, તેમ ગુણ પણ નવનિર્માણમાત્રનો આધાર છે યા તેની ઉપાદાનસામગ્રી છે. ગુણની આ ખરી સાર્થકતા, એની આ જોડનારી શક્તિ ચૂકી જવાય તો ગુણમાત્ર ગુણીજનનાં અહંકારનું વાહન બનીને તેને લોકથી અતડા રાખે યા લોકને દબાવે કે માત્ર ડરાવે; તેથી કોઈ સુંદર સામાજિક હેતુ સિદ્ધ થતો નથી. એવો ગુણ શોભાના ગાંઠિયો જ બની રહે છે. પ્રજાનું રંજન કરે તે રાજા' એ વ્યાખ્યા મુજબ તો રાજા માટે આભિગામિક ગુણો સૌથી પાયાના ગણાય. તે દૃષ્ટિએ એની પ્રથમ રજૂઆત કરી કૌટિલ્ય ઘણું ઔચિત્ય જાળવ્યું છે. રાજાનું સૌથી વધુ પાયાનું કાર્ય તો લોકનાં ઉત્તમ ગુણો અને સામર્થો પ્રગટ થાય તેવી રીતે તેમના નિત્યના સહયોગી અને પ્રેરણાદાતા બની રહેવાનું છે. કોઈ પણ દેશકાળમાં રાજા જેવા ઉત્તમ લોકનિષ્ઠ જન માટે આ પાસું મહત્ત્વનું બની રહે છે. વિનોબા આ જમાના માટે જે કહે છે કે “હવે નેતાના દિવસો ગયા, ‘ગણસેવક' (સમુદાયની સેવા કરનાર)ના દિવસો આવ્યા છે” તે વાત પણ આવા લોકાભિમુખ ગુણોનો જ મહિમા કરે છે. એ ન ભુલાય કે આવી સુંદરતા પામેલા શીતળ ગુણો “ઊંચા” કહેવાતા મનુષ્યોના જીવનમાં પણ જલ્દી દેખાતા નથી; કારણ કે ગુણોની ઉચ્ચતા સાથે અભિમાનનો ત્યાગ પણ કરવો પડે છે, પોતાનું ગુણસમૃદ્ધ વ્યક્તિત્વ લોકને કે સૃષ્ટિને સમર્પિત કરવું પડે છે. સામાન્ય રીતે તો રાજાનું ડરામણાપણું જ લોકમાં પ્રચલિત હોય છે. “શત્રુથી પ્રજાનું રક્ષણ કરવા તો રાજાનું રૌદ્ર સ્વરૂપ જ ખપનું છે' એમ પણ સમજવા-સમજાવવામાં આવતું હોય છે. એમાં ય વળી રાજા અને એમનાં વ્હાલાંઓ જો વિલાસી હોય તો તેમને પોતાના સ્વચ્છંદો પોષવા આવું રૌદ્રપણું અને અતડાપણું જ સગવડભર્યું લાગે છે; ને રાંક પ્રજા તો એ સ્વીકારી જ લે છે. રાજા અને રૈયત વચ્ચેની આવી કહેવાતી વાસ્તવિકતાને પડકારીને, નિષેધીને કૌટિલ્ય આ ગુણયાદી આપી છે. કૌટિલ્ય સામે નંદોની પ્રકૃતિનો સ્વાનુભવ પણ આ યાદી રજૂ કરતી વખતે મનમાં હોય. કાલિદાસે કૌટિલ્યનું “અર્થશાસ્ત્ર' આદરથી અને એકાગ્રતાથી જોયું હોવાના અનેક આધારભૂત પુરાવા તેમની એકાધિક કૃતિઓમાંથી મળે છે તે પૈકી આ અભિગામિક ગુણવાળી વાતનો પડઘો રઘુવંશ'માં આમ પડ્યો છે : “ભયોત્પાદક અને પ્રતિકારક એમ દ્વિવિધ ગુણોને કારણે તે સેવકો માટે [એક બાજુ] ક્ષોભ વગર પાસે ન જઈ શકાય તેવો, [તો વળી બીજી બાજુએ] મનમોકળાશથી કે ક્ષોભ વગર પાસે જઈ શકાય તેવો (‘અભિગમ્ય') પણ બની રહેતો.૪” કવિએ વાપરેલો ૩ : શબ્દ ‘અર્થશાસ્ત્રના જ “આભિગામિક' પદનો પડઘો હોવાનું સમજાય છે. વળી “રઘુવંશ'માં ના દિલીપના રાજગુણો વર્ણવતા આ પ્રથમ સર્ગના શ્લોક ક. ૨૦માં દિલીપરાજા માટે For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ જે સંવૃતમન્ત્રસ્ય પદ વાપર્યું છે, તે કૌટિલ્યની આ યાદીમાંના છેલ્લા આત્મસંપ ્-રૂપ ગુણજૂથમાંનાં સંવૃત: એ વિશેષણનો પડઘો હોવાનું ચોક્કસ કહી શકાય. કાલિદાસનો કૌટિલ્યના ગ્રંથ પ્રત્યેનો આવો ભર્યોભર્યો આદર ન ભુલાય. ૧૪૨ આમ આભિગામિક ગુણજૂથને પૂરા ઔચિત્ય સાથે રજૂઆતમાં પ્રથમ સ્થાન આપીને, કૌટિલ્ય પોતે પ્રજ્ઞા(સર્વાંગી બુદ્ધિ)ને ગુણગણનો ખરો આધારસ્રોત ગણતા હોઈને પ્રજ્ઞાગુણોના જૂથ તરીકે, આગલા વ્યાખ્યાનમાં કેળવણી-વિચારના મુદ્દામાં ગણાવેલા વિદ્યાગ્રહણનાં સાત પગથિયાંને (શુશ્રુષાદિને) જ રજૂ કરે છે. રાજાની ત્રણ શક્તિઓમાં કૌટિલ્યે ઉત્સાહશક્તિને ખૂબ ઠરેલપણે છેલ્લું સ્થાન આપેલું હોઈ આ યાદીમાં પણ ઉત્સાહગુણોને પ્રજ્ઞાગુણોની બાદ મૂક્યા છે. ઉત્સાહ પ્રજ્ઞાથી અંકુશિત હોય તો જ એ નિર્ભેળ ગુણરૂપ નીવડે છે એવો સંકેત એમાંથી જરૂર સમજી શકાય. આ ત્રણ જૂથ (આભિગામિક ગુણો, પ્રજ્ઞાગુણો અને ઉત્સાહગુણો) દરેક રાજા માટે પાયાનાં કર્તવ્યો અર્થે આવશ્યક અને વ્યવહારદષ્ટિએ જરૂરી ગણીને પ્રથમ અપાયાં છે, અને રાજત્વનો ઉત્કર્ષ કરતા અનિવાર્ય નહિ, પણ ઇચ્છનીય ગણાય તેવા ગુણોને જાણે કે પરિશિષ્ટરૂપે, ‘આત્મસંપ ્’રૂપ ગુણજૂથ તરીકે છેલ્લે મૂક્યા છે. અલબત્ત, આ જૂથ બધાંમાં સૌથી વિસ્તૃત છે ! કૌટિલ્ય તો રહ્યા રાજાના રાજર્ષિ તરીકેના ઉત્કર્ષના સ્થિર આશક ! - હવે આમાંના પ્રત્યેક જૂથને થોડું નજીકથી તપાસીએ : આભિગામિક ગુણજૂથ પુરુષાર્થી, સ્વમાની અને સંસ્કારી એવી પ્રજાને, જે ગુણસમુદાયથી રાજા શ્રદ્ધેય અને કાર્યક્ષમ લાગે છે તે ચોક્કસ ભાવાત્મક ગુણોને હેતુલક્ષી રીતે રજૂ કરે છે. એ ગુણોને લીધે પ્રજા કે રાજ્યતંત્રના નાના-મોટા સેવકો રાજા પાસે જઈને દિલ ખોલી શકે છે, વાજબી ફરિયાદ કે મુશ્કેલી નિર્ભયપણે રજૂ કરી શકે છે; એવા હૂંફાળા એ ગુણો છે. તેથી જ એને ‘આભિગામિક’ એવું ખૂબ સાર્થક વિશેષણ આપ્યું છે. આમાં પહેલો જ ગુણ ‘માનીન’ એમ કહ્યો છે. આ વાત ખુલાસો માગે છે. પ્રાચીનભારતીય સામાજિક ધોરણમાં મનુષ્યના સારા કુળનો મહિમા સર્વમાન્ય છે. અનેક પેઢીઓથી અવિચ્છિન્નપણે જે કુળના ઊંચા આચારો એકંદરે જળવાતા રહ્યા હોય, એવા કુળમાં જન્મેલા પ્રાયઃ દરેક સંતાનના વિવિધ ગુણોમાં વધુ ઊંડાણ, દઢતા અને કાર્યક્ષમ એવી સ્થિરતા હોવાની સંભાવના રહે છે. એનાથી વ્યક્તિત્વમાં સર્વપ્રિયતા, ઔદાર્ય અને ઊંચી કાર્યદક્ષતા પણ ઊતરી આવે છે અને વ્યક્તિ, સરવાળે, સમાજનો સર્વાંગી ને સર્વવ્યાપક ઉત્કર્ષ સાધનારી એક મજબૂત કડી બની રહે છે, તેમ જ બીજાઓના પ્રતિભા-ઉત્કર્ષમાં સહાયક થઈ સમાજજીવનની અનેક અન્ય કડીઓને પણ મજબૂત કરી શકે છે. આમાં એ વાત ખાસ ધ્યાનપાત્ર ગણાય કે આ મહાકુલીનતાની ખાતરી પણ ત્યારે જ થાય અને તે ગુણરૂપ પણ ત્યારે જ ઠરે, જ્યારે તેની સાથે સહજ (આડંબરરહિત) નમ્રતા અને નવી-નવી વિનયવાંછા જોડાયેલી હોય. સાચી મહાકુલીનતા અવશ્યપણે સમર્પણવૃત્તિમાં, પ્રદાનશીલતામાં બલ્કે આત્મદાનમાં ઘસાઈને ઊજળા થવામાં રાચે છે. એ દૃષ્ટિએ આ –, - For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૪૩ ગુણનો ખરો સંબંધ કુળના માત્ર સ્થૂળ કે આડંબરી ઇતિહાસ સાથે નહિ, પણ એના પરિણામે સિદ્ધ થતી ઊંચી સામાજિકતા સાથે છે. એ રીતે જોતાં આ એક ઇચ્છનીય ગુણ છે, પણ સ્થૂળ રૂપે અનિવાર્ય નથી. કોઈ વ્યક્તિનું કુળ અજાણ્યું હોય કે ઊંચી પૂર્વપરંપરા વિનાનું હોય, પરંતુ ગમે તે કારણે તે વ્યક્તિ ઊંચી, દઢ અને અનેક પ્રસંગોએ કસાઈને પ્રગટ થયેલી પ્રતિભા ધરાવતી હોય, તો એને ઊંચા પદ માટે લાયક કે અજમાવવા યોગ્ય તો ગણવી જ રહી. સદીઓના પસાર થવા સાથે કુળની ઉચ્ચતા બાબત, પ્રાચીન કાળથી ચાલ્યા આવતા સમાજમાં અનેક ભ્રમો, મિથ્યાભિમાન કે દંભ પ્રવેશતાં જોવા મળ્યાં છે. એટલે કુળને મુદ્દે સમજણ વગરની ચુસ્તતા ઘણી નકામી રુકાવટો ઊભી કરી બિનજરૂરી સામાજિક બદિલી જન્માવે છે. અહીં કુળના મુદ્દે મહાકવિ-મનીષી ભાસની ભૂમિકા પણ જાણવા-સમજવા યોગ્ય છે. તેમના વિમારમ્ નાટકમાં એક સ્થળે આવું વિધાન છે : “કુળની બાબતમાં ઊણપવાળી વ્યક્તિમાં આચારશુદ્ધિ સધાતી નથી” (“ન તુ વિનાનાં વર્તત વૃત્તશુદ્ધિઃ '' વિરમ્ ૨.૫b) આ વિધાન ભલભલા ઉદાર વિચારકોને મૂંઝવે તેવું જરૂર છે. પણ મનીષી ભાસમાં વૈચારિક ઉદારતાનું સાતત્ય જોતાં આ વિધાનને ઠરેલપણે, તટસ્થપણે મૂલવવું જરૂરી છે. અનેક ઊંચાં શીલ અને આચાર ધરાવતી વ્યક્તિઓ બાબતે એવું બને કે સ્થળ જાણકારી મુજબ તેનું કુળ નીચું હોય; પરંતુ તેના જન્મ બાબત કોઈ ને કોઈ ખરી હકીકત જુદાં-જુદાં કારણે દબાઈ ગયેલી હોય. સમાજમાં રૂઢ બનેલું મિથ્થા વર્ણાભિમાન કે જાતિ-અભિમાન પણ ઘણી વાર અન્યની આવી સાચી હકીકતોને જાણ્યેઅજાણ્યે દબાવી દેતું જોવા મળે છે. ટૂંકમાં કહેવું હોય તો કુળની મહત્તા બાબતનું ભાસનું કે કૌટિલ્યનું સમાન દિશાનું જણાતું ચિંતન એ નૃવંશશાસ્ત્રીય ઊંડી વૈજ્ઞાનિક સમજણનું ફળ છે; પણ એને સમાજમાં રૂઢ બનેલા ઊંચ-નીચના પૂર્વગ્રહો સાથે કે મિથ્યાભિમાન સાથે કોઈ સંબંધ નથી. કુળની ઉચ્ચતા અનેક પૂર્વ પેઢીઓની ઉચ્ચતામાંથી જ જન્મે એવું પણ માનવું જરૂરી કે ન્યાયયુક્ત લાગતું નથી. કુળના કોઈ વ્યક્તિવિશેષના અસાધારણ પુરુષાર્થના કારણે અગાઉની પેઢી કરતાં નવી પેઢીનું ઉચ્ચપણું સંભવે છે. વ્યક્તિના ગુણ પરિવારની ઊંચી આંતરિક પરંપરાથી કસાઈને સરળતાથી સુદઢ બની શકે છે. પરંતુ બીજી બાજુએ ભારતીય જીવનદર્શન મનુષ્યોના અનેક જન્મોમાં, તેમ જ અનેક જન્મો બાદ સધાતા, પૂર્વના એક કે અધિક જન્મોના સંસ્કારના પરિપાકમાં પણ માને છે. એ મુજબ ગમે તેવા કુળમાં પણ તેમાંના વ્યક્તિવિશેષની ઉચ્ચગુણતા તેના પૂર્વ જન્મોના કારણે અને એ જન્મોમાં સાંપડેલા કુલસંપર્કોના કારણે પણ સંભવી શકે. બહુમુખી આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક અંતર્દષ્ટિ વિના માત્ર છીછરા પૂર્વગ્રહોના ધક્કાથી કોઈ વ્યક્તિની ઊંચનીચતાના ન્યાયાધીશ થવાનું કુદરતને માન્ય નથી. એવા પૂર્વગ્રહોથી જ વ્યક્તિઓને મૂલવતો સમાજ પડતીમાં ઊંડો ને ઊંડો ખૂંપતો જાય છે. ભાસકવિ અને કૌટિલ્યની કુળગત ઉપર્યુક્ત સમાન સમજણ પણ ઉદાર જ છે તે વાત, બંનેના અન્વયે કેટલીક અન્ય વિગતો તપાસતાં પણ સમજાશે. ભાસની બાબતમાં તેમની રાક્ષસજાતિવિષયક ઉદાર સમજણ જુઓ. તેમનાં મધ્યમવ્યાયો 1:, કૂતપટોવમ્ અને દૂતવાક્યમ્ – For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આટલાં એકાંકીઓમાં તો રાક્ષસજાતિ માટેનો તેમનો ભર્યો-ભર્યો આદર પ્રતીતિકારક રીતે વ્યક્ત થયો છે. ઊંચા કહેવાતા આર્યો અનેક હીન વ્યવહારોના કર્તા પણ બનતા જોવા મળે છે. મહાભારત'રૂપ જ્ઞાનમય પ્રદીપ પ્રગટાવનાર વ્યાસજીએ પણ રાક્ષસ-જાતિ અને અન્ય અનેક જાતિઓ વિષે પૂર્વગ્રહમુક્ત ધિંગું ચિંતન અનેક નિદર્શનો દ્વારા પ્રગટ કર્યું છે. કુળ બાબત પણ એમના વિચારો ક્રાંતદર્શી છે, પણ વિદ્રોહપૂર્ણ કે છીછરા નથી. કૌટિલ્યનો પક્ષ પણ જોઈએ. કૌટિલ્ય નંદવંશનો સંપૂર્ણ નાશ કરીને તેની ગાદીએ એક દાસીપુત્ર કે શૂદ્ર એવા ચંદ્રગુપ્તને સ્થાપવાનો હિંમતભર્યો કે કદાચ ઉદંડ લાગતો નિર્ણય પણ ઠરેલપણે, સમયધર્મ સમજીને કરેલો જણાય છે; કારણ કે એ નિર્ણય મુજબ રાજપદ પામનાર ચંદ્રગુપ્ત પોતાની પાછળ પણ ટકી શકે તેવો સમર્થ રાજવંશ પ્રવર્તાવ્યો હતો. વિશાખદત્તે “મુદ્રારાક્ષસમ્” નાટકના ત્રીજા અંકમાં સવિશેષપણે ચંદ્રગુપ્તની સુવિનીત રાજપ્રકૃતિ સુંદર રૂપે પ્રગટ કરી છે. તો આમ ઉચ્ચ કુળપરંપરાનો મહિમા પૂરી સમજણથી કે ઉત્કટતાથી સ્વીકારીને પણ કુલાભિમાન પોષતા કુળવાદને તો ન જ સ્વીકારીએ. એ રીતે જ આ “મહાકુલીન' વિશેષણને કદરદાનીથી ઝીલીએ ખરેખર તો આ પ્રથમ વિશેષણ પછી ત્રણ પરસ્પરપૂરક ગુણોનો, એક સમાસમાં સંયુક્ત ઉલ્લેખ કરતું બીજું વિશેષણ, જે-તે વ્યક્તિમાં મહાકુલીનતાનો અભાવ હોય તો પણ તેનામાં ઊંચો વિશ્વાસ – બલ્ક ‘વિશંભ' (પોતાપણાનો ભાવ, આત્મીયતા) – જગવતું પાસું કહે છે. તે ત્રણ પરસ્પરપૂરક બાબતો છે : ઊંચું ભાગ્ય (દેવ), એ ભાગ્યને ફળવામાં મદદરૂપ બને તેવી બુદ્ધિ અને એવું જ સત્ત્વ (પરાક્રમસામર્થ્ય). આ ત્રણ ગુણો પરસ્પર સહયોગથી લોકહૃદયમાં રાજાને વિશ્વાસપાત્ર બનાવે છે; તેનાથી મહાકુલીનતા પણ પાર્શ્વભૂમિકામાં જતી રહે છે. ભાગ્ય જેવી અમૂર્ત વસ્તુ તે વ્યક્તિને નિત્ય મળતી સફળતાથી અને તેની પ્રસન્ન પ્રકૃતિને આધારે પ્રતીત થાય છે. અગાઉ નિર્દેશ્યા પ્રમાણે શુભ દૈવ (ભાગ્ય) મનુષ્ય પૂર્વજન્મમાં ઉપાસેલા ઊંચા શુભકર્મને આભારી છે. આ પછીનાં પાંચ વિશેષણો રાજાના અન્ય સાથેના સંબંધમાં વિવિધ રીતે પ્રગટતો વિનય સૂચવે છે : “વૃદ્ધદર્શી' એટલે કે જ્ઞાનાદિમાં વૃદ્ધિ પામેલાઓનું નિયમિત સેવન કરનારો, ‘ધાર્મિક’ એટલે પરંપરાગત ધર્મમૂલ્યો સેવનાર. વળી સત્ય બોલનાર, અને “અવિસંવાદક' એટલે કહેણી ને કરણી વચ્ચે એકરૂપતાવાળો. કૃતજ્ઞ એટલે કોઈના પણ પોતાના પ્રત્યેના ઉપકારને વિનય સાથે સ્વીકારનારો. આ પછીનાં ચાર લક્ષણો એની કર્મશક્તિનો મહિમા દર્શાવે છે : પૂનત્તક્ષા એટલે વિશાળ ધ્યેય કે ઉદ્દેશ્ય રાખનાર. ‘મહોત્સાહ” ઊંચી પ્રાણશક્તિ સૂચવે છે. “અદીર્ઘસૂત્ર' એટલે કોઈ પણ નિર્ણય કરવામાં કે કાર્ય સાધવામાં વિલંબ ટાળનારો. વયસામન્ત: એટલે સરહદ પરના પડોશી રાજાઓ પોતાના વશમાં રહે તેવા સામર્થ્યવાળો. આ પછીનાં છેલ્લાં ત્રણ લક્ષણો એની આંતરિક પ્રગતિશીલતા કે ધ્યેય પ્રત્યેની અચળતા સૂચવે છે : કૃઢવૃદ્ધઃ એટલે દઢ નિશ્ચયવાળો – અડગ સંકલ્પ ધરાવતો. બીજું લક્ષણ છે તુચ્છ રુચિ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૪૫ ન હોય તેવા સાથે જ ઊઠતા-બેસતો. વિનામ: એટલે નવાં-નવાં જ્ઞાન, કૌશલ કે ગુણની ઊંડી સ્પૃહા (ઝંખના) રાખનારો. આવો રાજા પ્રજાહૃદયમાં પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ બંનેને પાત્ર બની રહે, ચલણી સિક્કો બની રહે. કેટલાક વિચારકો એ વાત તરફ ધ્યાન દોરે છે કે અધ્યાય ૨. ના આરંભે ગણાવેલાં જરૂરી મંત્રી-લક્ષણોમાં પહેલું જ લક્ષણ નાનપદ (પોતાના જ રાષ્ટ્રના તળપ્રદેશમાં, જનપદમાં જન્મેલો) છે. જેનો રાજલક્ષણોની યાદીમાં સમાવેશ નથી. આનો અર્થ એ કે મંત્રી સ્વરાષ્ટ્રનો જ મુળ વતની હોવો જોઈએ; જ્યારે રાજા માટે એ આવશ્યક નથી – આવું તારણ કેટલાક કાઢે છે. એમના મતે રાજા પરરાષ્ટ્રની ભૂમિનો મુળ વતની પણ હોઈ શકે. માત્ર અન્ય રાજલક્ષણો બરાબર ધરાવતો હોવો જોઈએ. આવું તારણ યોગ્ય છે કે કેમ તે વિચારણીય છે. રાજા, સામાન્ય રીતે તો, સ્વભૂમિનો જ મૂળ વતની (native) હોય તે ઇષ્ટ લાગે છે, જેથી તે પ્રજાને સ્વીકાર્ય બનવામાં કોઈ બાધા ન આવે. વળી રાષ્ટ્ર પ્રત્યેની તેની વફાદારીનો પ્રશ્ન પણ જન્મ. આજે લોકતંત્રમાં પણ રાજ્યતંત્રના સર્વોચ્ચ-પદધારી માટે આવી ચર્ચા ચાલે જ છે ને ! આમ છતાં કૌટિલ્ય રાજગુણોના અન્વયે આ લક્ષણ નથી ઉલ્લેખ્યું, તેથી કૌટિલ્યને મતે રાજા યોગ્યતાની દષ્ટિએ સાર્વભૌમ ગણાવા પાત્ર હોય – ખાસ કરીને એના બિન-અંગત ઉચ્ચ માનવગુણો અને એની બિન-અંગત લોકવત્સલતા જોતાં. આમ છતાં ઉપર નોંધેલું વિચામઃ (સરહદી રાજાઓને વશમાં રાખી શકે તેવો) લક્ષણ આડકતરી રીતે એવું સૂચવે છે કે સામાન્યતઃ રાજા સ્વરાષ્ટ્રનો તળ નિવાસી હોય તો જ પડોશી સરહદી સામન્તો કે રાજાઓ વશમાં રહે તે શક્ય બને; નહિતર એવા રાજાઓ એમ વિચારે કે આ રાજા પોતે જ પારકી ભૂમિને પચાવીને તેનો રાજા બનેલો છે તો અમે એવાને વશ શાને રહીએ. ગમે તેમ પણ આ ચર્ચા તો ઉઘાડી જ રાખવી પડે તેવી છે. બીજું ગુણજૂથ છે પ્રજ્ઞાગુણોનું. તેમાં તો કૌટિલ્ય અધ્યાય 8.4માં નિર્દેશેલાં અને આગલા વ્યાખ્યાનમાં “કેળવણી-વિચાર'માં ચલાં વિદ્યાગ્રહણનાં જે સાત પગથિયાં (શુશ્રુષાદિ) છે, તે જ ફરી ઉલ્લેખ્યાં છે તે ધ્યાનપાત્ર બાબત છે. આમ જોઈએ તો પ્રજ્ઞાનો એટલે કે સમગ્રદર્શી બુદ્ધિનો એક જ ગુણ ઇષ્ટ છે – તેજસ્વિતા કે પરિપક્વતા (તેનસ્વિ નાવધીતમસ્તુ – “અમારા બંનેનું અધ્યયન તેજસ્વી થાઓ” એ પ્રાર્થના મુજબ). આવી જ્ઞાનની તેજસ્વિતા જ્ઞાનપ્રાપ્તિનાં આ સાત પગથિયાંરૂપી મહિમાયુક્ત વિધિથી અવશ્ય ઉત્પન્ન થાય – એવી કૌટિલ્યને દઢ પ્રતીતિ લાગે છે. એ અંગેની ચર્ચા અગાઉ વિગતે થઈ ગઈ હોઈ અહીં એનું પુનરાવર્તન જરૂરી નથી. એમ કહી શકાય કે એ પગથિયાં જ્ઞાનને ‘વિજ્ઞાન (બરાબર ખપમાં લગાડી શકાય તેવું ચોક્કસ અને શંકામુક્ત – અનુભૂતિરૂપ – જ્ઞાન) બનાવી જીવનશક્તિને મોકળી કરે છે. પછી આવે છે ઉત્સાહગુણોનું નાનું પણ આવશ્યક જૂથ. એમાં ચાર લક્ષણ આપ્યાં છે, પણ તે દરેક ચોક્કસ, ભાવાત્મક અને મહત્ત્વની ચેતનાગત વિશેષતા ચીંધે છે. ઉત્સાહ મૂળમાં પ્રાણબળ છે, સ્વયંભૂ ક્રિયાબળ છે; રજોગુણના ખૂબ ઉપકારક રચનાત્મક આવિર્ભાવરૂપ છે. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આ ચાર પૈકીનાં પ્રથમ બે લક્ષણ મનોવૈશિષ્ટયરૂપ છે, તો બાકી બે ક્રિયાની વિશિષ્ટતા સૂચવે છે – એમ સરવાળે ઉત્સાહનું પરિપૂર્ણ બંધારણ સમજાય છે. ‘ઉત્સાહ’ શબ્દ પોતે ‘ઉત્' ઉપસર્ગપૂર્વકના “સ (ખમવું) ધાતુમાંથી બન્યો હોઈ ‘ઉચ્ચપણે સહેવું | ખમવું જીરવવું બરોબરિયા થવું' એવી સંદર્ભનુસારી ભિન્ન અર્થછાયાઓ આપે છે. આચાર્ય હેમચંદ્રસૂરિના ‘મથાન્તિામણિ' શબ્દકોશમાં ઉત્સાહનો આવો અર્થ સૂચવતો ધિંગો પર્યાય “થેયાનું સંરમ:' (વધુ ટકાઉ કે સ્થિર જુસ્સો) એમ આપ્યો છે. કોઈ કઠિન પરિસ્થિતિ પ્રસંગે આ ઉત્સાહરૂપ ભરીભરી મનોવૃત્તિ ઉમટી આવે છે. એમાં બે પાસાં તારવી શકાય : લાંબા ગાળા સુધી ફ્લેશ ખમવાની શક્તિ અને ફળપ્રાપ્તિ સુધી ટકે તેવી જબરાઈ કે પ્રતીકારશક્તિ. આવા અર્થને કારણે ભારતીય “નાટ્યશાસ્ત્રમાં ઉત્સાહને વીરરસનો સ્થાયીભાવ કહ્યો છે. ઉત્સાહવૃત્તિનું પરિપૂર્ણ વિશ્લેષણ કરતાં કૌટિલ્યોક્ત ચાર લક્ષણો પૈકી પ્રથમ છે “શૌર્ય. શૌર્ય એટલે પરાક્રમશક્તિ કે વીરવૃત્તિ – “કાં તો કાર્ય સિદ્ધ કરું, કાં તો દેહને હોમી દઉં” (‘ાર્ય સાધયામિ વી ટેરં પતિયામિ વા') એવો સ્થિર સંકલ્પ. કબીરે પણ આડકતરી રીતે ‘સૂર’નું આવું જ લક્ષણ આપ્યું છે : “શૂર સંગ્રામો ટેવ મને નાહીં, તેવું માને તો શૂર નાહીં |'' આ રીતે શૌર્ય એ દેહ-સંવેદનોને ઓળંગી જનારો આત્મગુણ ઠરે છે. શૌર્ય જેટલું ઓજસ્વી શત્રુવલમાં પ્રગટી શકે, તેટલું કે તેથી અનેકગણું વધારે સ્વદેહબલિદાનમાં પણ પ્રગટી શકે છે. કાલિદાસના “રઘુવંશ'માં વર્ણવ્યા પ્રમાણે રાજા દિલીપ સિંહને પોતાનો દેહ “માંસના લોચાની જેમ ધરી દે છે. બીજું ઉત્સાહલક્ષણ છે સમર્ષ (મર્પ– “જતું કરવું, માફ કરવું' પરથી ચલાવી ન લેવું તે.) સરવાળે તેનો અર્થ થાય : સામે દેખાતી ખોટી વસ્તુને ચલાવી ન લેતાં તેનો યોગ્ય ફેંસલો લાવવાનો ટકાઉ પ્રકોપ - પુણ્યપ્રકોપ (ન્યાયસ્થાપક પવિત્ર કોપ). તે સાચી વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેના અનુરોધ (ઉપકારેચ્છા) અર્થે ખોટું કરનાર પ્રત્યે જાગતી દાઝરૂપ કે ચિત્તની દીપ્તિરૂપ હોય છે. આમ જોઈએ તો ‘ઉત્સાહ'રૂપ મૂળ વૃત્તિમાં સહનશક્તિની મહત્તા બતાવાઈ છે અને તેના જ એક પાસારૂપ ‘મમ'માં સહન ન કરવાની મહત્તા ! આ વિરોધાભાસનું શમન એ રૂપે છે કે પ્રકૃતિદત્ત પરિસ્થિતિને સહન કરવામાં જેવો ચેતનાનો ઉત્કર્ષ છે, તેવો જ ઉત્કર્ષ દમનયોગ્ય કે નિવારણયોગ્ય વ્યક્તિ કે પરિસ્થિતિનો સફળ સામનો કરવાની સ્થિર વૃત્તિમાં પણ રહેલો છે. જૈન ચિંતનપરંપરામાં આત્મામાં ચાર પ્રકારના “અનંતો' (અમર્યાદ ઉત્કર્ષ ધરાવતા ગુણો) કલ્પાયા છે; તેમાં એક અનંત છે “અનંત-વીર્ય”. “અમર્ષને આ અનંત વીર્યનો જ પ્રકોપરૂપે થતો આવિર્ભાવ કહી શકાય. એ ચિત્તદોષરૂપનહિ, પવિત્રતાને સ્થાપનાર આત્મગુણ હોઈ “પુણ્યપ્રકોપ' પણ કહેવાય છે. ક્યારેક પરિસ્થિતિ અનુસાર તે પાપિઠના વધથી પણ પાપનું નિયમન કરી તે દ્વારા જ પાષિષ્ઠ પર પણ અનુગ્રહ કરવાનું દિવ્ય સામર્થ્ય ધરાવે છે. ત્રીજો ઉત્સાહગુણ છે શીઘતા – કર્મમાં ઝડપ, અવિલંબ. “ધરમના કામમાં ઢીલ નહિ તે ન્યાયે આ ગુણથી કરવા જેવા કામ માટેની ઉત્કટતા વ્યક્ત થાય છે. કર્તવ્યનિર્ણયમાં કશું બાકી નથી, તો જાગૃત વ્યક્તિ બિનજરૂરીપણે સ્ટેજ પણ વિલંબ કર્યા વિના પોતાના વીર્યને ઉચ્ચતમ ગતિશક્તિથી કાર્યસિદ્ધિના ચરણે સમર્પી દે છે. મૂળ ઉત્સાહવૃત્તિને કારણે શીવ્રતાનો થડકો વ્યક્તિ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૪૭ ન જ અનુભવે. આ શીધ્રતા એ કાંઈ કોઈ અવિચારી કર્મ (“સાહસ') નથી, પણ શુદ્ધ સંકલ્પનું ધર્મમય અનુસંધાન છે. આજના યુગમાં દેખાતી શીઘતા શું આવા ગુણરૂપ છે ખરી ? ચોથો ઉત્સાહગુણ દાક્ય – કર્મની દક્ષતા, નિપુણતા. આ ગુણ આગલા શીવ્રતા-ગુણનો પૂરક અને તેની સમતુલા સાધનારો ગુણ છે. શીઘ્રતામાં ઊડઝૂડપણું કે નર્યો શક્તિક્ષય હોઈ શકે; દક્ષતાથી તેનું નિવારણ થાય. શીધ્રતા પ્રાણગુણ છે, જયારે દક્ષતા પ્રાણ-પ્રજ્ઞાજન્ય સંકુલ ગુણ. તેમાં ચોક્કસ ગણિત, તર્કશક્તિજન્ય ચતુરાઈ અને પ્રાણશક્તિ પર રચનાત્મક નિયંત્રણ – એટલો પ્રજ્ઞાવ્યાપાર, એટલી તટસ્થતા કે વસ્તુલક્ષિતા (objectivity) હોય છે; સાથે પ્રાણજન્ય શીઘ્રતા અને બળ પણ ખરાં. ‘ાફ્ટ' શબ્દના મૂળમાં રહેલો ટ્રમ્ ધાતુ ‘ઝડપથી જવું' કે “ખતમ કરવું’ એવા એકબીજાને મળતા પાયાના અર્થો ધરાવે છે. એને આધારે તેનો ‘નિપુણ થવું' એવો અર્થ પણ વિકસ્યો. શ્રીઅરવિંદે યોગ્ય રીતે જ દ્રશ્ન ધાતુને અંગ્રેજી dash (જોરદાર રીતે જવું; ત્રાટકવું) ધાતુ સાથે સાંકળ્યો છે. ટ્રમ્ ધાતુ અને dash ધાતુ ઇન્ડો-યુરોપિયન કુળના કોઈ મૂળ ધાતુમાંથી સમાન અર્થ સાથે વિકસ્યા હશે. એ કારણે એમાં હિંમત’ કે ‘બેધડકપણું' (નિર્ભયતા) એવો અર્થ પણ ગૂંથાયેલો સમજી શકાય. વાસ્તવમાં તો ‘દાક્ય માત્ર ક્રિયાની દક્ષતા જ નહિ, નીતિ કે નિર્ણય સંબંધી દક્ષતા કે વિવેકિતા પણ સૂચવે છે. એ રીતે વિચારતાં દાક્ય તે આગલા ત્રણ ઉત્સાહગુણોમાં રહેલા પ્રાણપ્રાધાન્યમાંથી નીપજતાં જોખમ કે સદોષતાને પ્રજ્ઞાના પાશથી દૂર કરીને કળશરૂપ ઉત્તમ ઉત્સાહગુણ બની રહે છે. સમગ્રપણે જોતાં, કૌટિલ્ય આભિગામિક ગુણોને પ્રથમ સ્થાન, પ્રજ્ઞા ગુણોને બીજું સ્થાન અને ઉત્સાહગુણોને ત્રીજું સ્થાન આપીને ઘણું બધું સૂચવી દીધું છે, ઘણી વિવેકિતા દાખવી છે. રાજપ્રતિભામાં માનવોચિત સ્થિર શોભાને પ્રાધાન્ય મળે તે કૌટિલ્યને ખૂબ ગમતી વાત છે. પ્રાણબળ તે પ્રેમબળ અને પ્રજ્ઞાબળથી નિયંત્રિત થાય તેમાં જ માનવતાનો, માનવના ભાવિનો વિકાસ છે – એવો સંકેત જાણે કૌટિલ્ય આપી રહ્યા છે. તેમને ખૂંખાર ચંગીઝખાનની પ્રતિભાને રાજર્ષિ જનકની પ્રતિભામાં પલટવાનું ઇષ્ટ છે; એમાંથી જ આગળ સંસ્કૃતિવિધાયક અને સંસ્કારાશ્રિત એવી “અરાજકતા' એટલે કે માનવ પોતે જ પોતાનાં વૃત્તિ અને વૃત્ત (વર્તન) બંને પર શાસન કરે તેવું બાહ્ય રાજા વિનાનું ‘સ્વ-રાજ' સિદ્ધ થઈ શકે. (જુઓ ગ્રંથનું પરિશિષ્ટ.) અગાઉ સૂચવ્યા મુજબ આ પછીના “આત્મસંપરૂપ ગુણજૂથને આપણે પરિશિષ્ટરૂપ જૂથ એટલે કે અનિવાર્ય ગુણોરૂપ નહિ, પણ પ્રતિભાનાં ઉત્કર્ષ કે શોભા માટે ઇચ્છનીય જૂથ ગણી શકીએ. દષ્ટિસંપન્ન શાસ્ત્રકાર પારદર્શી હોઈ સ્વપ્નદ્રષ્ટા પણ હોય છે. આજે જે વસ્તુસ્થિતિ દેખીતી રીતે નથી, તે પણ દીર્ધદષ્ટિને કારણે શાસ્ત્રકારને ભાવિના ગર્ભમાં દેખાય છે. વળી એવાં કેટલાંય વૈશિસ્યો એકલદોકલ વ્યક્તિમાં નિસર્ગદત્ત વિરલ પ્રસાદીરૂપે જોવા પણ મળ્યાં હોય છે. અગાઉ કહ્યા મુજબ, કદ કે ગુણસંખ્યાની દૃષ્ટિએ આ ગુણજૂથ, લગભગ આગલાં ત્રણેયને ભેગાં કરીએ એટલું મોટું છે ! એ માનવીય ગુણો હોઈ સામાન્ય મનુષ્ય પણ એમાંથી સ્વપ્રતિભાને ઘડવા ઘણું બધું અપનાવી શકે એમ છે; અલબત્ત, આગલાં ત્રણ જૂથોમાં પણ એવી ઘણી સામગ્રી પડેલી છે. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આ યાદીમાં કેટલાંક પ્રતિભાને ઉચ્ચતર, સુંદરતર કે સૂક્ષ્મતર કરનારાં લક્ષણો છે, કેટલાક ચાતુર્યગુણો કે ભૂતકૌશલ વધારનારા ગુણો છે, કેટલાક સામાજિકતા વધારનાર ગુણો છે. તે પૈકી પ્રથમ આ જૂથમાંના આત્મશુદ્ધિકારક ગુણો જોઈએ : (૧) ૩૯ : એટલે ઉન્નત કે ઉદાર ચિત્તવાળો, (૨) સ્વ: એટલે સ્મલન થતાં સહેલાઈથી પોતાની જાતને અંકુશિત કરનારો, અર્થાત્ રાજત્વના નશાથી ભાન ભૂલી સાર્વત્રિક નિયમનો તોડવાથી દૂર રહેનારો અને તે ભૂલથી તોડ્યાં હોય તો ભૂલ તરત સુધારી લેનારો, (૩) વ્યસની એટલે કે વ્યસનો(હાનિકારક ટેવો કે શોખ)થી મુક્ત, (૪) શ્રીમાન એટલે પ્રસિદ્ધિ ટાળીને પૂરી નિરભિમાનતામાં, આત્માનંદમાં રાચનાર, (૫) બદ્રીનામદાસી – દીન કે પીડિત વ્યક્તિની હીન મશ્કરી નહિ કરનાર – અર્થાત્ જીવમાત્રની ઉચ્ચાવચતા ધ્યાનમાં લીધા વિના સાર્વત્રિકપણે વાત્સલ્ય રાખનાર, (૬) નર્તપૃરીક્ષM: – વક્ર-ભૂભંગયુક્ત આંખો કદી નહિ કરનાર અર્થાત્ ભવાં વિકૃત કરીને કોઈ પ્રત્યે પણ દ્વેષ, પ્રકોપ કે ધમકી જેવા મલિન ભાવો ન દર્શાવનાર, (૭) કામ-ક્રોધ-લોભ-અકડાઈ-ચંચળતા-પરપીડાપરનિંદા જેવા હીન રજોગુણી ભાવોથી દૂર રહેનાર, અને (૮) વૃદ્ધો દ્વારા વત્સલ હિતબુદ્ધિથી અપાયેલા માર્ગદર્શનને આદરથી અનુસરનાર. આ ગુણગણ ધ્યાનથી તપાસતાં ખ્યાલ આવે છે કે ઉત્તમ રાજા પોતાના ઉચ્ચતમ પદને માત્ર કર્તવ્ય-બજવણીનું સાધન માનીને અંતરથી તો સતત મુક્તિવાંછુ સરળ મનુષ્ય બની રહીને, જીવમાત્ર પ્રત્યે વિનયધર્મ જાળવીને આત્મશુદ્ધિ જ સાધતો રહે છે. આમાં એકંદરે નિરભિમાનતા, જીવમાત્ર પ્રતિ વિનય અને અપ્રમાદ જેવા આધ્યાત્મિક ગુણો ઊપસી આવે છે. આ લક્ષણો રાજામાં રાજર્ષિપણું પ્રગટાવે છે. બાકીના ગુણોમાં ઉચ્ચ પ્રતિભા દ્વારા સહૃદયોને આકર્ષે તેવા ગુણો માત્ર ત્રણ બતાવ્યા છે, પણ એ ખૂબ મહત્ત્વના કે ચાવીરૂપ પ્રતિભાગુણો છે – જે આ પ્રમાણે છે : (૧) વામી એટલે કે ભરીભરી (અર્થસભર) વાણીથી કોઈ પણ વાતને મનોહર અને પરિપૂર્ણ રીતે કહેવાની શક્તિ ધરાવનાર, (૨) પ્રગર્ભ' એટલે કે ગમે તેટલા મોટા સમુદાય સાથે કે ગમે તેવી વિશિષ્ટ વ્યક્તિઓ સાથે, સતત આત્મગૌરવ અને ધીરગંભીર વર્તનની શોભા જળવાય તેમ પ્રસંગ પાડનારો, અને (૩) શિન્ય: એટલે મનગમતી સંગીતાદિ વિવિધ કળાઓમાં પરિશ્રમ અને એકાગ્રતા દ્વારા નિપુણ બનેલો. આવા પ્રતિભાગુણો પણ રાજાને અક્કડ, અતડો ને અભિમાની ન બનાવતાં, ઊલટું, ભીતરથી વધુ મૃદુ અને સરળ બનાવે છે, તેને માત્ર સ્થૂળ કે ભૌતિક સૌંદર્યનો જ નહિ, જીવનસૌંદર્યનો અને ઊંચી સંસ્કારિતાનો પણ ઉપાસક બનાવે છે. વળી એને લીધે કર્તવ્યકર્મો વચ્ચેના અવકાશનો પણ રચનાત્મક ઉપયોગ કરવાની તેની નિત્યની વૃત્તિ રહે છે, પ્રજામાં પડેલી વિવિધ કળાઓને પોષવાનું-પુરસ્કારવાનું વલણ પણ બંધાય છે. ભારતના ઇતિહાસકાળમાં થઈ ગયેલો કનોજના વધનવંશનો રાજા હર્ષવર્ધન આવા કળાપ્રેમી, પ્રતિભાશીલ, ધર્માભિમુખ રાજાનું ઉત્તમ ઉદાહરણ છે. તેવો જ મહિમામય હતો નાનકડા વત્સદેશનો રાજા ઉદયન. આવાં અનેક ઉદાહરણો પ્રાચીન-ભારતીય સાહિત્ય દ્વારા અમર થયાં છે. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૪૯ રાજા તરીકેનાં પાયાનાં વ્યવહારુ કર્તવ્યો બજાવવામાં ઉપયોગી લક્ષણો માત્ર ચાર વિશેષણો દ્વારા કહ્યાં છે તે ધ્યાનપાત્ર વાત છે. આ આખી ગુણગણનામાં ખૂબ વિચારપૂર્વક અને ઔચિત્યપૂર્વક કૌટિલ્ય માનવગુણોને જ પ્રાધાન્ય આપ્યું જણાય છે. કૌટિલ્યને મન આગવા વર્ણધર્મો કરતાં સર્વસામાન્ય પણ સર્વાગી એવા વિવિધ માનવગુણો જ વ્યક્તિ અને સમાજને સબળ, પરસ્પર ગાઢ-સહયોગી અને સફળ બનાવવા માટે ખૂબ મહત્ત્વના બની રહે છે; અલબત્ત, વર્ણભેદ માત્રા કાર્યભેદ પુરતા રહે છે. વળી સર્વસાધારણ માનવગુણોમાંથી જ સ્વ-સ્વ કાર્યવિશેષને અનુરૂપ આગવા કર્મગુણો સરળતાથી મેળવી શકાય એમ છે એવું પણ કૌટિલ્યનું દૃષ્ટિબિંદુ હોવાનું તારવી શકાય. એટલે અહીં રાજકાજમાં ઉપયોગી માર્મિક ચાર જ ગુણો માત્ર દાણો ચાંપવાની દૃષ્ટિથી કે નમૂનારૂપે જ આપ્યા જણાય છે; તે ગુણોની યાદી સંપૂર્ણ (exhaustive) નથી જણાતી. તે ચાર ગુણો આ પ્રમાણે છે : (૧) ટૂણ્વનાથી એટલે સૈન્યની આગેવાની કરીને જાતે પણ યુદ્ધમાં જોડાવા તૈયાર રહેનાર અને એ દ્વારા સર્વ યોદ્ધાઓના આત્મવિશ્વાસને સતત ટકાવનાર, (૨) અન્ય વ્યક્તિ કે રાજાએ પોતાના ઉપર કરેલા ઉપકાર કે અપકાર મુજબ રાજાની પીટતા(=બેધડકપણે વર્તવાની હિંમત)ને છાજે તેવો વળતો વહેવાર કરી જાણનાર. આ લક્ષણ રાજાની પરદેશનીતિને નિત્ય રચનાત્મક, વિજયશીલ ઉપરાંત સ્વાર્થસાધક પણ બનાવે છે. આમાં રાજાની ભીષણતા અને પ્રાસાદિકતા (કૃપાદૃષ્ટિ) એ બંનેનો વિવેકી સમન્વય રાજપ્રતિભાને માત્ર વિજયી જ નહિ, શોભાયુક્ત પણ બનાવે છે. (૩) નીચેનાં કંકો વિરુદ્ધ લક્ષણોની જોડીઓ)માં ક્યારે દરેક જોડીમાંના કયા વિકલ્પના આચરણનો અવસર છે તે બરાબર પારખનાર : સંધિ કે વિક્રમ (આક્રમક પગલું), ત્યાગ (જતું કરવું) કે સંયમ (મચક ન આપવી, નમતું ન જોખવું), કરાર પાળવો કે સામાની નબળાઈ જોઈ તેનો ભંગ કરવો. આમાં પણ એકંદરે રાજાની સામર્થ્યયુક્ત મધ્યસ્થતા (તટસ્થતા કે સમતા) પ્રગટ થાય છે. નીતિમત્તાના કલ્પિત ભાર નીચે દબાવાનું પણ નથી અને સામાના ગુણ પારખી, અસ્થાને કર્કશતા કે ચિત્તની સંકુચિતતા બતાવવાની ભૂલ પણ કરવાની નથી. એકંદરે પોતાનું સામર્થ્ય સદા જાળવીને નિપુણતાથી મૈત્રીઓ પણ દેશ-કાળ મુજબ ઊભી કરવાની છે. શમ અને વ્યાયામ બંનેની ક્ષમતા પ્રસંગાનુસાર દાખવવાની છે. (૪) સંવૃત: – મંત્રણાને કે મનોભાવોને કુશળતાથી ગુપ્ત રાખનાર. કરેલા રાજનૈતિક નિર્ણયો પર્ઘકાળ સિવાય સંપૂર્ણપણે ગુપ્ત રાખવાના છે. એમાં ન અંગત કે પારિવારિક સંકુચિત સ્વાર્થ આડે આવવા.ઘટે, ન ભાવુકતાને વશ થવું ઘટે. મંત્રણાની ગુપ્તતા જાળવવી અને મનોભાવોને પણ ઇંગિતમાત્રથી ય પ્રગટ ન થવા દેવાની પૂરેપૂરી સાવધાની રાખવી એ રાજકર્તવ્યોની સફળ બજવણી માટે અત્યંત જરૂરી છે. બાકીનાં આ વિશેષણો રાજાની નિત્યની સમતોલ કાર્યશેલી કે કાર્યકુશળતા બતાવનારાં છે : (૧) મૃતિ-મતિ-વર્તવાન્ – સંચિત જ્ઞાનને સ્મૃતિભંડારમાં જતનથી સાચવનાર, તેના ઉપયોગ દ્વારા “મતિ એટલે કે ઉપસ્થિત સારા-માઠા અસાધારણ પ્રસંગને અનુરૂપ તાત્કાલિક કર્તવ્યનિર્ણયક્તિ ધરાવનાર અને નિર્મીત કર્તવ્યનો અમલ કરવા માટે જરૂરી સમગ્ર બળથી સજ્જ રહેનાર. આમ આ સંકુલ વિશેષણમાં કોઈ પણ કર્તવ્યના અનુષંગે ખપમાં આવે તેવી ત્રણ લાગતીવળગતી શક્તિના સાગમટા વ્યાપારની વાત છે. (૨) ના પ્રત્યાન્વિનિયોજી – આપત્તિનો સમય હોય કે સામાન્ય (normal) સમય, તે બંનેનો For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ રાષ્ટ્રના વિકાસમાં સમાન સ્ફૂર્તિ, શક્તિ અને ચુસ્તીથી જુદી-જુદી રીતે નિત્યની સૂઝથી ઉપયોગ કરી જાણના૨. આનો અર્થ એ કે રાજા આપત્તિને પણ વિકાસના અવસરમાં પલટી શકાય તેવી નિપુણ રીતે જ તેનો સામનો અને ઉકેલ કરનાર અને સામાન્ય કે શાંતિના સમયમાં પણ ભવિષ્યનાં સંકટોની નિપુણ કલ્પનાથી અને પ્રજાકીય આર્થિક-સામાજિક-સાંસ્કૃતિક વિકાસની જબરી સૂઝ અને અણથક તમન્નાથી નવાં નવાં ભવ્યોદાત્ત કર્તવ્યોનું દર્શન કરનાર અને પોતાની સાથે સૌને પણ બધી પરિસ્થિતિમાં જુદીજુદી રીતે ઉદ્યમી રાખનાર બની રહે છે. સામાન્યતઃ અદોદળાં (ઉઘમમાં શિથિલ) રાજપુરુષો અને તેમનાં તંત્રોમાં માત્ર કટોકટી વખતે જ ગરજના માર્યા સાચો-ખોટો ઉદ્યમ કરવાનું વલણ હોય છે; શાંતિકાળમાં આળસ અને પ્રમાદને વશ થઈ સુખનું નશાની જેમ સેવન કરવાનું જ સૂઝે છે. એમાંથી જ નવી-નવી કટોકટીઓને સામેથી નોંતરું મળે છે ને ! આ વિશેષણ અત્યંત ઊંચી કાર્યકુશળતા બતાવવા સાથે જ ઊંચી અનાસક્તિ પણ સૂચવે છે. આ લક્ષણની આવી સૂક્ષ્મતા જોઈને જ તેને પ્રથમ જૂથમાં નિર્દેશ્યું નથી. (૩) રીર્ઘતૂરવર્શી – અનુક્રમે કાળના અને સ્થળના મોટા વ્યાપ સુધી જોનાર અને એ દ્વારા ઘણા આગળના કાળનું ભવિષ્ય અને ઘણા વિશાળ પ્રદેશ સાથેનું સંબંધજાળ દૃઢ બને તે માટે મથનાર. રાજા માત્ર ટૂંકા દેશ-કાળનો જ લાભ જોનાર – ‘મહાભારત' પ્રમાણે તાત્વિજ (તત્કાળનો લાભ જોના૨) – ટૂંકઘૂંજિયો નહિ, પણ સમગ્ર રાષ્ટ્રના સુદીર્ઘકાલીન હિતનું આયોજન કરવા જેટલો સ્વસ્થ, ધૈર્યવાન્ અને વિચક્ષણ હોય. ઘણી વાર ટૂંકા તાત્કાલિક લાભ સામે લાંબા ગાળે રાષ્ટ્રનું ભારે અહિત થતું હોય છે યા વેરનાં વસમાં વાવેતર થતાં હોય છે. પ્રજાકલ્યાણના પ્રતિનિધિ તરીકે રાજાને ફળ બાબત અનાસક્ત થવાનું તો ન પરવડે, પણ જે ફળ વાંક્યું હોય તે ટકાઉ અને દીર્ઘકાલજીવી હોય એ તો વ્યવહારુ રીતે પણ આવશ્યક છે. આમ ટકાઉ સ્વાર્થની સિદ્ધિની વાતમાં વ્યવહારુપણું અને અધ્યાત્મ એ બંનેનું સામસામે અર્ધે રસ્તે મિલન તો જરૂર થાય છે. ૧૫૦ (४) देशकालपुरुषकारकार्य प्रधानः પોતાની સૂક્ષ્મ વાત ચોક્કસપણે કહેવાની તાલાવેલીમાં કૌટિલ્ય અવારનવાર વાચકને ગૂંચવે તેવા વિચિત્ર ઘાટવાળો સમાસ રચી બેસે છે; એવો આ સમાસ છે. પણ જે-તે શાસ્ત્ર અંગેના પાયાના જ્ઞાનની સામાન્ય સમજ (common sense) ધરાવતો સાબદો વાચક આવા ડ્યુટીભર્યા સમાસમાંથી પણ યોગ્ય અર્થ તારવી શકે. (અહીં ‘નિરુક્ત'ના રચયિતા યાસ્કનો એવો મત સ્મરણીય છે કે કોઈ શાસ્ત્ર તેને સાવ જ ન જાણના૨-સમજનારને ન કહેવું. સ્વતોવિરોધી લાગતી ખુદ આ વાત પણ સામાન્ય સૂઝ ધરાવનાર એ રીતે સમજી શકે કે પુસ્તકના શબ્દોની પોતાની મર્યાદાને લીધે, તેમ જ ગ્રંથકારની અનેક વ્યક્તિગત કે સામાજિક મર્યાદાઓને કારણે, વાચક પાસે જે-તે શાસ્ત્ર અંગેની પૂર્વસંચિત પાયાની જાણકારી તે અંગેનાં રસ કે જિજ્ઞાસામાંથી જન્મેલી – હોય એ ઇચ્છનીય છે, જેથી એને આધારે ગ્રંથની મર્યાદાઓ છતાં તેના ત્રુટીપૂર્ણ શબ્દોમાંથી પોતે સાચો અર્થ આવી સૂઝથી તારવી શકે.) પ્રા. કંગલેએ આ સમાસના અન્ય અર્થઘટનનો અસ્વીકાર કરીને સુયોગ્ય અર્થ તારવ્યો છે. રાજા, પોતાનું કાર્ય અવશ્ય પાર પડે તે માટે કેવી નીતિને અનુસરે છે તે વાત અહીં કહી જણાય છે. અહીં હ્રાર્યપ્રધાન: એ બહુવ્રીહિ સમાસ છે અને આગલાં ત્રણ પદ ભેગાં મળીને ાર્ય પદનું એક સંકુલ વિશેષણ બને છે. એટલે સમગ્ર અર્થ આવો થશે : પ્રાપ્ત (આવી પડેલા) જે-તે દેશ અને કાળમાં પૌરુષ-(પુરુષપ્રયત્ન, For Personal & Private Use Only - Page #168 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ઉદ્યમ)યુક્ત કાર્યને પ્રધાન ગણનારો, એટલે કે તેવા કાર્યના આગ્રહવાળો. તાત્પર્ય આમ છે : દેશ (સ્થળ) અને કાળ સદા અનુકૂળ હોય જ એવું ન બને; એ બંને યા એમાંનું કોઈ એક, કાર્ય ઉકેલવામાં રુકાવટ પણ ઊભી કરી શકે. તેમ છતાં સમર્થ રાજા પોતાના પૌરુષને જગાડી, દેશકાળની વિષમતાને ઓળંગીને કામ કરવાનો આગ્રહ, તેવી સૂઝબૂઝ અને તેવું કૌશલ ધરાવનાર હોય છે. પ્રતિકૂળતા સામે ફરિયાદ કરીને તે કાર્યતત્પરતામાં ઓટ આવવા દેતો નથી. સંકલ્પ હોય ત્યાં સિદ્ધિ હોય જ. ભાસકવિ તેમની સ પ્રતિજ્ઞાૌનધરાયળમ્ નાટ્યકૃતિમાં કહે છે : “ઉત્સાહી નરોને કશું અસાધ્ય નથી; સાચા માર્ગે આરંભેલા સર્વ યત્નો ફળે છે.!” પ્રાપ્ત પરિસ્થિતિમાં પોતાની સૂઝ અને પોતાનો સાતત્યયોગ શું કરી શકે એમાં જ રાજાનું દિલ લાગેલું હોય. (૫) શુન્ત: આનો અહીં વિશિષ્ટ અર્થ છે : ‘પ્રિય કે મધુર બોલનાર’. કાર્યો અનેકોના સાથ-સહકારથી થતાં હોય છે. તે માટે સહુ સાથે મધુર સંબંધ જાળવવો જરૂરી છે. મધુર વાણી એ માટેનો હૃદયો વચ્ચેનો મજબૂત સેતુ બની રહે છે. (૬) સ્મિતોપ્રાભિમાપી આમાં રાજાની પાવન પ્રકૃતિનું ચિત્રાત્મક મનોહર વર્ણન છે. અર્થ છે : સ્મિત સાથે ઉન્નત (ઉદાર અર્થવાળાં) વચનો સામા પ્રત્યેની અભિમુખતા (આત્મીયતા) સાથે (મિ) ઉચ્ચારનાર. આમાં સામાના હૃદયને સ્પર્શે તેવાં વાણી-સંબંધી આટલાં વૈશિષ્ટ્યો સમાયાં છે : ‘સ્મિત’ એટલે મુકુલિત (મુકુલ એટલે કે કળી; તેની જેમ સ્હેજ હોળા થયેલા) ગાલ અને દંતપંક્તિના આછેરા દર્શનવાળો મલકાટ, જે હૃદયની સ્વચ્છતા સૂચવે છે. વળી બોલ, બોલના૨-સાંભળનાર બંનેની ઉન્નતિ સાધે તેવા ઉત્કટ (પ્ર) હોય છે. વળી એ બોલ ઉચ્ચારાય છે સામાની અભિમુખ થઈને એટલે કે સામાની આંખમાં પોતાની આંખ પરોવીને અને સામાને પ્રેમપાશમાં લઈને. અહીં મુખ્ય વાત છે સાંભળનારની ચેતના સદ્બોધથી અવશ્ય ઉન્નતિ પામે તેવા સમર્પિતભાવે અને સંકોચમુક્ત હૃદયે બોલવાની. આ વિશેષણ ઝીલતાં ઋગ્વેદમાંનું પ્રસિદ્ધ ‘વાત્સૂક્ત ’(કે ‘વિદ્યાસૂત') (૨૦.૭૬) સુજ્ઞજનોને અવશ્ય સાંભરે. તેમાં ચારણીથી લોટ ચાળતા હોય'' તેવા ઋષિઓની ‘‘મિત્રો બનાવે તેવી'' અનુપમ વાણીનું વર્ણન છે. — આ આખું રાજગુણસંપત્તિનું વર્ણન વિસ્તારથી તપાસવાનો હેતુ કૌટિલ્યનું ઉચ્ચ સંસ્કૃતિદર્શન અને તેમની સ્થિર સંસ્કૃતિભક્તિ એ બંને ચીંધવાનો છે. ત્રીજા વ્યાખ્યાનમાં જ્યારે રાજનીતિનાં અનેકક્ષેત્રીય સાંસ્કૃતિક લક્ષ્યો તપાસવાનો આપણો નિર્ધાર (નિર્ણય) છે, ત્યારે એ બધાંના મૂળમાં રહેલી રાજાની ઉચ્ચ, સ્થિર સંસ્કારિતા તપાસવાનો પ્રયત્ન અહીં આપણે કર્યો છે. હવે એ સંસ્કારોમાંથી ફલિત થતી વ્યક્તિગત સંસ્કૃતિ જેને કહી શકાય, એવી રાજાની દિનચર્યા ‘અર્થશાસ્ત્ર’ના અધ્યાય ક્ર. ૬.૧ (રાનપ્રનિધિ: ‘રાજાનો કાર્યકલાપ')ના આધારે તપાસીએ. ૧૫૧ દિનચર્યા : અ.ક્ર. ૬.૪૬ના પ્રકરણ-શીર્ષક( રાનપ્રનિધિ: )માંનો પ્રિિધ શબ્દ ઘણા ઊંડા અર્થવાળો, સૂક્ષ્મ અર્થવાળો છે. કોઈ પણ ભાષા કે જે સુદીર્ઘ કાળપટમાં સતત નવું-નવું ચૈતન્યપોષણ પામી હોય, એના શબ્દોનાં મૂળ ઘટકો, તે ઘટકોનો અર્થ, તેમાંથી વિકસેલો આખા શબ્દનો અર્થ, એ અર્થમાં કાળબળે તે શબ્દ વાપરનારાઓની સૂઝના વિકાસ સાથે થયેલો વિકાસ, વિસ્તાર કે વિલક્ષણ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ રીતે તેમાં થયેલું રૂપાંતર – આ બધું તપાસતા રહીએ તો ભાષાનું જ્ઞાન આપણને નવા-નવા સંસ્કારોથી સમૃદ્ધ કરે છે. પ્રધિ શબ્દમાં , ઉપસર્ગ સાથે નિધિ નામપદ છે. નિધિ શબ્દ પોતે પણ ન ઉપસર્ગ સહિતના ધા (સ્થાપવું, સ્થિરરૂપે ટકાવી રાખવું) ધાતુમાંથી “જેમાં કીમતી દ્રવ્ય સ્થાપવામાં આવે તે એવી વ્યુત્પત્તિથી કે “જેને ધરતીમાં દાટવામાં આવે તે’ એવી અન્ય વ્યુત્પત્તિથી ધન ભંડારવાના સાધન કે સ્થાનરૂપ ચરુ વગેરે માટે રૂઢ થયો. હવે પ્રધાનો પ્રાથમિક અર્થ થાય ‘દઢ સ્થાપન'. એમાંથી ‘ખોડવું, ધરબવું' (installation) એવો ભૌતિક અર્થ પણ નીપજે અને ‘સમર્પણ' એવો ચૈતન્યની વિશિષ્ટતા સૂચવતો અર્થ પણ નીપજે. સમર્પણ પણ એક રીતે નિષ્ઠાનું કે એકાગ્રતા(ધ્યાન)નું સ્થાપન જ છે. તે પરથી એવું ધ્યાનનું સમર્પણ જે વિષય માટે કરવાનું હોય તે, એટલે કે “કર્તવ્યરૂપ કર્મો' એવો અર્થ પણ નીપજયો – જે અર્થ અહીં પ્રસ્તુત ગણાય. એટલે અહીં offધનો અર્થ કર્તવ્યસમુદાય કે કાર્યક્ષેત્ર – એવો કરવો. પણ ઉપલી વ્યુત્પત્તિઓ તપાસતાં “આ કાર્યો ખૂબ એકાગ્રતાથી જ સિદ્ધ થાય છે એવી અર્થછાયા આ પ્રધિ શબ્દ સમાવે છે. યોગશાસ્ત્રમાં આ જ ધાતુ વગેરેમાંથી બનેલો પ્રણિધાન શબ્દ પણ અષ્ટાંગયોગના ક્ષેત્રે ‘ચિત્તનું કે એકાગ્રતાનું સ્થાપન” એવા મૂળ અર્થ સાથે લાગુ પડે છે. તે રીતે “ધ્યાન” (meditation) અર્થ ધરાવે છે. તો આમ આ અધ્યાયમાં રાજાએ એકાગ્રપણે કરવાનાં દૈનિક કાર્યોની વાત છે. રાજા માટે રાજકર્તવ્યોમાં બરાબર જોતરાવાનું કેમ જરૂરી છે તે લાઘવથી, પણ સચોટ રીતે, અધ્યાયના આરંભે આમ કહેવાયું છે : “જે-જે વર્તન શ્રેષ્ઠ મનુષ્ય કરે, તે-તે વર્તન ઇતરજન કરવા પ્રેરાય છે” એ ન્યાયે રાજા ઊઠતો-બેસતો-કામ કરતો રહે, તો એની પાછળ-પાછળ સ-વેતન સેવકો પણ ઉદ્યમ કરતા રહે છે, અને રાજા પ્રમાદ સેવે તો સેવકો પણ લહેરીલાલા બની રહે છે; એટલું જ નહિ, રાજાએ સફળપણે પાર પડાવેલાં કર્મોના ફળ પણ ઓળવી લે છે, તો પોતે નવાં ફળ પેદા કરવાની તો વાત જ કેવી ? વળી રાજા શત્રુઓ દ્વારા પણ મૂર્ખ બનાવાય છે. સેવકો પણ લોકો માટે કરવાનાં કામો બાબત રાજાને ઊંધે રસ્તે દોરે છે. માટે રાજાએ પોતાની જાતને અપ્રમાદમાં સ્થિર કરવી જોઈએ. દિનચર્યાનાં ઘટકો તરીકે રાત્રિ અને દિવસ બંનેને દોઢ-દોઢ કલાકના આઠ-આઠ પ્રહરમાં વહેંચવાની પદ્ધતિ અપનાવાતી હતી. એ દરેક પ્રહરનાં કર્તવ્યો – અંગત કે રાજકાજનાં – નક્કી કરીને તેનું સાતત્યપૂર્વક પૂરી જાગૃતિથી રાજાએ અનુસરણ કરવું તે અનિવાર્ય અને ઇષ્ટ ગણાયું. રાજા જ્યારે અન્ય કોઈ તાકીદના કે બહારનાં કર્તવ્યમાં ન રોકાયો હોય ત્યારે આ દિનચર્યાનું અનુસરણ અપેક્ષિત હતું. આવી દિનચર્યાનું પાકું અનુસરણ રાષ્ટ્રનાં સુદીર્ઘકાલીન વિકાસ અને નિર્માણની દૃષ્ટિએ, તેમ જ આવતી રહેતી આપત્તિઓ સામેની સજ્જતાની દષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવે છે. હમણાં જ કરેલા રાજાના ગુણોના વર્ણનમાં એક મુદ્દો હતો આપત્તિ અને સામાન્ય સ્થિતિ (પ્રતિ) બંનેનો રાજાએ પૂરો ઉપયોગ કરી જાણવાનો. તેમાંના સામાન્ય સમયનો પૂરાં ઉદ્યમ અને દીર્ધદષ્ટિથી ઉપયોગ કરવાની જ આ વેતરણ છે. રાજાનો આવો નિત્યનો અપ્રમાદ એ જ સફળ રાજત્વનો, રાષ્ટ્રના સૌભાગ્યનો ઉપાય છે. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા આખી દિનચર્યાની યોજના પાછળની કૌટિલ્યની દૃષ્ટિ વિષે થોડા મુદ્દા સ્પષ્ટ કરી લઈએ. પ્રથમ તો એ વાત ધ્યાન ખેંચે છે કે રાજાની અંગત સુખશાંતિ જળવાય તેવી જોગવાઈ પણ આમાં બરોબર છે; ને સાથે રાજકાજ પણ તંતોતંત સધાતાં રહે તેની પણ સર્વાંગી જોગવાઈ આમાં જોવા મળે છે. વળી જે કામો કુલ વધુ સમયની ફાળવણી માગે છે, તે કામોનાં બધાં મહત્ત્વનાં પાસાંઓ આવરાઈ જાય તેમ દિવસ-રાતમાં વહેંચાયેલા જુદા-જુદા પ્રહરોમાં કાળજીભરી જોગવાઈ કરાઈ છે. વળી કોઈ પણ કામની તાકીદ(ઉતાવળ)ના પ્રમાણમાં દિનચર્યામાં તેને યોગ્ય ક્રમ અપાયો છે. કેટલાંક કામો માટે દિવસ કે રાત્રિનો અમુક કાળખંડ જ વધુ અનુકૂળ ગણાયો હોય, તો તે પ્રમાણે આયોજન કરાયું છે. આમાં સંગીત, આરોગ્ય, જ્યોતિ, દૈનિક ધર્માચાર, શાસ્રાધ્યયન જેવાં રાજાનાં અંગત વિશેષ સાંસ્કૃતિક પાસાંઓ પણ ગૂંથાયેલાં છે. ‘સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરવો' તે વાત પણ બરાબર ધ્યાનમાં રખાઈ છે. કાલિદાસે જેની નોંધ વિક્ર્મોર્વશીય નાટકમાં લીધી છે તેવો રાજાને મોકળા થવા માટેનો સ્વૈરવિહાર પણ એક વિભાગમાં સ્થાન પામ્યો છે. આ આખી દિનચર્યા ચુસ્ત અને જડ ન બની રહે તે માટે એ પણ સ્પષ્ટ કરાયું છે કે આ દિનચર્યા એક સામાન્ય રીતે સૂઝતા નમૂનારૂપ જ સમજવી. તેથી રાજા પોતાનાં વિવેક અને અનુકૂળતા મુજબ આમાં કાયમી કે પ્રાસંગિક ઘટતા ફેરફાર કરી શકે છે. છેવટે તો સર્વાંગી કાર્યસિદ્ધિનું ધ્યેય જ અગત્યનું છે. જો અગાઉ વર્ણવેલો શીલજન્ય ગુણગણ હોય, ઇન્દ્રિયજય સધાયો હોય અને વળી ઉક્ત ચાર વિદ્યાઓનો યોગ હોય, તો એમાંથી કઈ જાતનું સવૃત્ત કે કેવી દિનચર્યા ખિલવી શકાય અને તેને ક્યારે કેવી રીતે બદલી શકાય તેનું સતત નિઃશંક ભાન થતું જ રહે. ૧૫૩ હવે પહેલાં તો દિવસ-રાતના આઠ-આઠ વિભાગોનું કાર્યવિભાજન જોઈએ. સામાન્ય બુદ્ધિથી આ સમયપત્રક અંગે એવું સમજી શકીએ કે દિવસ સવારે છ વાગ્યાથી શરૂ થતો ગણવો અને રાત્રિ સાંજે છ વાગ્યાથી (સંધ્યાથી) ગણવી. આ રીતે નીચેનું સમયપત્રક સમજવું. દિવસનું કાર્યવિભાજન (દોઢ-દોઢ કલાકના વિભાગ મુજબ) : (૧) રક્ષણવ્યવસ્થાના અને આવક-જાવકના અહેવાલોનું શ્રવણ (૨) નગરજનોનાં અને જનપદવાસીઓનાં કાર્યો / મુશ્કેલીઓ અંગે રૂબરૂ મુલાકાતો સ્નાન-ભોજન-સ્વાધ્યાય (૩) (૪) રોકડ નાણાંનો (મહેસૂલ વગેરેનો) સ્વીકાર અને વિવિધ કાર્યના અધ્યક્ષો(નિયામકો)નાં કામકાજની તપાસ કે નવા અધ્યક્ષોની નિમણૂક (– જે અધ્યક્ષોનાં કાર્યોની ચર્ચા બીજા અધ્યક્ષપ્રા અધિકરણમાં છે.) (૫) મંત્રીગણ સાથે પત્રની આપ-લેથી મંત્રણા અને ગુપ્તચરોએ આણેલી ગુપ્ત માહિતીનો સ્વીકાર (૬) સ્વૈરવિહાર અથવા જરૂર પડ્યે મંત્રણા For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિકલ્સાંસ્કૃતિક પરીક્ષણ (૭) હાથી, ઘોડા, રથ અને પગપાળા સૈનિકો – એ ચતુરંગ (ચાર અંગોવાળા) સૈન્યનાં અંગો સાથે મુલાકાત સેનાપતિની સાથે કરવાનાં વિજય-કાર્યોની વિચારણા રાત્રિનું કાર્યવિભાજનઃ (૧) ગુપ્તચરો સાથે મુલાકાત (બેઠક) (૨) પાન-ભોજન અને સ્વાધ્યાય (૩) વાઘઘોષ સાથે શયનગૃહમાં સહશયન માણવું (૪-૫) શયન (૬) વાઘઘોષ સાથે જાગીને ચિંતન અને કાર્યવિચાર (૭) મંત્રણા માટે મંત્રીપરિષદ્ ભરવી અને ગુપ્તચરને કામો સોંપી તેમનું સંપ્રેષણ (મોકલવાની ક્રિયા) (૮) ઋત્વિક, આચાર્ય અને પુરોહિતના સેવન દ્વારા આશીર્વચન-ગ્રહણ – ચિકિત્સક, રસોડાના નિયામક અને મુહૂર્તશાસ્ત્રીની મુલાકાત - વાછરડા સાથેની ગાય અને બળદની પ્રદક્ષિણા કરીને આસ્થાનમંડપ(મુલાકાત ખંડ)માં પહોંચવું આખી દિન/રાત્રીચર્યા કેટલી સુચિંતિત, વ્યવહારુ, સમતોલ અને કાર્યસાધક છે તે તો થોડાક એકાગ્ર અવલોકનથી પણ સમજાશે. ખરેખર તો માનવજાતિ માટે જે કાંઈ અને જેટલી રાજનીતિ કે રાજસહાય જરૂરી છે તે ધર્માનુકૂળ રીતે અને માનવસંસ્કૃતિ ક્રમશઃ વિકસે તે રીતે બનાવવી હોય, તો રાજાનાં દૈનિક અંગત આચાર અને નિત્યનો રાજનૈતિક વ્યવહાર એ બંને કેવા હોય તેનો આ નમૂનો છે. આમાં એક બાજુ વ્યાપકપણે જામેલા માનવદોષો પડકારાવાથી પાતળા પડતા જાય તેવી વ્યાપક અને ઊંડી તપાસવ્યવસ્થાના સાથવાળી, આત્મબળ-આધારિત નિયંત્રણ-વ્યવસ્થા પણ છે, તો સાથેસાથે લોકોના સમાજાભિમુખ ચારિત્ર્યઘડતર સાથે તેમના આત્મગૌરવયુક્ત અભિક્રમો વધતા-. વિસ્તરતા જાય તેવી લૌકિક સ્વઉથાન અને સ્વકલ્યાણની સાધના માટેની મોકળાશની જોગવાઈ પણ છે. આટલી વિગતે આપેલું સમયપત્રક એ પણ સૂચવે છે કે વિપુલ શાંતિકાળ(શમકાળ)ને કૌટિલ્ય પ્રાધાન્ય આપી રહ્યા છે, અને એવો કાળ વિપુલ પ્રમાણમાં મળી રહે તેને રાજનૈતિક રીતે શક્ય પણ માને છે. રાજા મોટા ભાગના સમય માટે રાજધાનીમાં જ સમગ્ર રાજકીય કાર્યકલાપના અધ્યક્ષ તરીકે બિરાજતો હોય તેવી પરિસ્થિતિને પણ શક્ય માનવામાં આવી છે. પણ સાથે જ આ કાર્યસૂચિ પરથી એટલું જણાય છે કે આખા રાજ્ય પર અને પરરાજય-વ્યાપારો પર ખૂબ જ સાબદા થઈને, કોઈ પણ ગફલતને અવકાશ ન મળે તે રીતે પૂરેપૂરું ધ્યાન, વફાદાર સેવકો અને અધિકારીઓના For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૫૫ સક્યોગથી રાખવામાં આવે છે. તે પરથી દુર્ગ (કિલ્લેબંધ રાજધાની) એ એક અલગ રાજ્યાંગ તરીકે કેટલું અનિવાર્ય છે તેની પ્રતીતિ પણ થાય છે. રાજાની આવી નમૂનેદાર, તલસ્પર્શી દિનચર્યાથી રાજધાની અને સમગ્ર રાષ્ટ્ર કેવાં ધમધમતાં રહી શકે ! કેટકેટલી સાંસ્કૃતિક સરવાણીઓ ફૂટે અને વિસ્તરે ! સામન્તો પર પણ કેવો જબરો ચૉપ રહે ! આ સમગ્ર કાર્યસૂચિ ઘણું બધું સૂચવી જાય છે. સૌથી વધુ ધ્યાન ગુપ્તચરના કાર્યકલાપ પર અને મંત્રણા પર કેન્દ્રિત થાય તેવું આમાં મળતું આયોજન કેટલું બધું ઉચિત છે ! આજની I.T. (Information Technology) હોય, કે પ્રાચીન ગુપ્તચરતંત્ર; મહત્ત્વ છે માહિતી મેળવવા માટેની જબરી તત્પરતાનું અને એના આધારે સાબદું તંત્ર ગોઠવવાની તાકીદનું. વળી મળેલી માહિતીને ઉપયોગમાં લેતી રોજિંદી મંત્રણાનું આયોજન પણ ખૂબ ઉચિત છે. એમાં મધ્યાહન-સમયની મંત્રણા મંત્રીઓને રૂબરૂ મળ્યા વિના પત્ર મોકલીને કરવાની વાત પણ કાળક્ષય અને શક્તિક્ષય ઘટાડવા ઉપરાંત દરેક મંત્રી સાથે અલાયદી, ક્ષોભરહિત અંગત આપ-લેની અનુકૂળતાની દૃષ્ટિએ પણ ખૂબ અનુરૂપ લાગે છે. છઠ્ઠા સ્વૈરવિહારકાળમાં વિકલ્પ મંત્રણાને પણ અવકાશ આપ્યો છે એ પરિસ્થિતિનો તકાજા અને રાજાની અંગત રુચિ – એ બંનેની દૃષ્ટિએ મોકળાશ ઊભી કરે છે. ઠરેલ કે કાર્યનિષ્ઠ રાજાને રોજ સ્વૈરવિહારના સેવનની આવશ્યકતા ન રહે તે દૃષ્ટિએ રાજાની સ્વયંભૂ વિવેકબુદ્ધિને અવકાશ મળે તે માટે આ વિકલ્પનું આયોજન ન્યાયી લાગે છે. છતાં રાજાના સ્વૈરવિહારનું પણ મહત્ત્વ, તેના માનસિક આરોગ્યની ઉત્તમ માવજત દ્વારા તેની એકંદર સહજ કાર્યનિષ્ઠાને જાળવવાની દષ્ટિએ જરા પણ ઓછું ન કહી શકાય; સંસ્કૃત લલિતસાહિત્ય તેની સાક્ષી પૂરે છે. એ રીતે જ આ સૂચિમાં રાજકર્તવ્યમાં પ્રથમ સ્થાન ધરાવતી સુરક્ષાની કામગીરીને પણ ત્રણ વિભાગોમાં સ્થાન મળેલું છે. – દિવસના પ્રથમ વિભાગમાં અને છેલ્લા બે વિભાગોમાં. સવારના પહેલા વિભાગમાંનાં બે કામો પૈકી સંભવતઃ નગર અને જનપદ બંનેની સુરક્ષા-વ્યવસ્થા અંગે સુરક્ષાતંત્રના નિયત અધિકારીઓને રૂબરૂ બોલાવી તે વ્યવસ્થા અંગેનું બયાન મેળવવાને અને માગ્યા પ્રમાણેના જરૂરી ખુલાસાને બરાબર અવકાશ રહે છે. રાજા સાથેના દરરોજના મિલનનું કેવળ ફરજિયાતપણું પણ અધિકારીઓને અને તેના તંત્રને સાબદા રહેવાની તાકીદ કરે છે. વળી આને લીધે, સામા પક્ષે, સાચા અધિકારીને રાજા પાસેથી હૂંફ, ઉચિત પ્રશંસા અને ધનમાન ઉપરાંત કોઈ કાર્યસંબંધી પ્રાસંગિક ગૂંચના ઉકેલ મેળવવાની તક પણ મળે છે, અને તેથી કાર્ય માટેનો ભર્યોભર્યો ઉત્સાહ નિત્ય જળવાઈ રહે છે. રાજા પણ જેમ ખોટું હોય તેને પડકારે છે, તેમ સાચું કરનારને હૂંફ, પ્રેમ, નક્કર કદર અને પ્રોત્સાહન આપવાનો મહિમા પણ બરાબર જાણે છે. દિવસના સાતમા ભાગમાં, સાંજે ચારે ય પ્રકારની સેના સાથેની પ્રત્યક્ષ મુલાકાત પણ સુરક્ષાકાર્યના અને શત્રુ સામેની ઉચિત કામગીરીઓના પાયાને મજબૂત કરે છે. તે રીતે દિવસના આઠમા વિભાગમાં સેનાપતિ સાથેની મુલાકાત તો વિશેષ પુરુષાર્થ અને રાજતેજનો પ્રકર્ષ માગે તેવી વિજયસિદ્ધિની ઠરેલ વિચારણા માટે ફાળવાઈ છે તે હકીકત ખાસ ધ્યાનપાત્ર છે. રણભૂમિ કે કાર્યક્ષેત્ર પરની સિદ્ધિઓના મૂળમાં હોય છે “આ વસ્તુ તો કર્યે જ છૂટકો’ એવો દ્વિધામુક્ત, ફ્લેશ-નિરપેક્ષ સંકલ્પ અને એ સંકલ્પના સિદ્ધિપથની, તેજસ્વી ઇન્દ્રિય-મન-બુદ્ધિના For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વ્યાપારથી અને તદ્વિદોના જરૂરી સહયોગથી થતી મૂર્ત યોજના. કરવાના ભૌતિક કાર્યનું આ એક બૌદ્ધિક પૂર્વાભિનયન (rehersal) બની રહે છે. “અભ્યાસ (=સાતત્યયુક્ત પ્રવૃત્તિ) કર્મમાં કૌશલ આણે છે' એ મમ્મટોક્તિ કે “Practice makes man perfect” એ અંગ્રેજી કહેવત ખૂબ માર્ગદર્શક છે. આ રીતે કોઈ પણ કાર્ય અવિચારે કે ઉતાવળે કરવાનું ટાળવાથી કાર્યસિદ્ધિ લગભગ નિશ્ચિત બને છે. પેલું ભારવિના વિરતાળુનીયમાંનું વચન યાદ કરીએ : “ખરેખર, વિચારપૂર્વક ક્રિયા કરનારને ગુણની શોખીન સંપત્તિઓ જાતે જ પસંદ કરે છે.' રાષ્ટ્રની પ્રજાઓની શરીરયાત્રાની સુરક્ષા નભે છે સર્વાગી અર્થસંકલન પર, તે માટે રાષ્ટ્રની ભૂમિમાંથી થતી વૈવિધ્યપૂર્ણ પ્રાકૃતિક દ્રવ્યોની પ્રાપ્તિ, તેમને જીવનોપયોગી બનાવવા તેમની ઉપર કરાતી સંસ્કારજનક વિવિધ પ્રક્રિયાઓ, ઉત્પન્ન ચીજોની ખાયકી સહિતનાં વિનાશક પરિબળોને ટાળીને કરાતી તેમની જાળવણી, ચીજોની સર્વવ્યાપક અને ન્યાયી વિતરણવ્યવસ્થા, વસ્તુમૂલ્યની ચોકસાઈભરી આપ-લે માટે માત્ર આવશ્યકતા જેટલું પ્રતીક-નાણા(ચલણી સિક્કા)નું નિર્માણ – એ બાબતો આવશ્યક છે. આનું પણ બરાબર પ્રતિબિંબ આ દિનચર્યામાં પડ્યું છે. દિવસના પહેલા વિભાગમાં રાષ્ટ્ર-દુર્ગવ્યાપી રક્ષણવ્યવસ્થા જેવા ખૂબ તાકીદના વિષય સાથે આવક-જાવકના અહેવાલોના શ્રવણરૂપ એટલા જ મહત્ત્વના વિષયને પણ સ્થાન અપાયું છે – ભલે અર્ધા જ વિભાગમાં. કેટલીક બાબતોમાં રોજરોજ માત્ર દાણો ચાંપતા રહેવાનું જ વધુ મહત્ત્વ હોય અને મોઢામોઢ થતી નાનકડી એવી પણ મુલાકાતનું. વળી પાછું દિવસના ચોથા વિભાગમાં મહેસૂલ વગેરે, રાજયને ફાળે આવતાં નાણાંના પ્રત્યક્ષ સ્વીકારનું મહત્ત્વનું કાર્ય નિયત કરાયું છે. આ દરેક કામમાં અધિકારીઓ અને તેમના સહાયકોનો સાથ તો હોય જ – એમણે રૂબરૂ જ હાજર થવું પડે. સમર્થ રાજા દ્વારા થતું પ્રત્યક્ષ નિરીક્ષણ-પરીક્ષણ જે કામને સ્પર્શે, એ કામને પારસમ્પર્શ મળ્યો સમજો; મહત્ત્વ છે રાજાની ખાંખતનું, સમગ્ર રાજકાજ પ્રત્યેની નિત્યનૂતન જીવંત નિસ્બતનું, ઊંડા રસનું. વળી આ જ ચોથી બેઠકમાં વિવિધ અર્થોત્પાદનપ્રવૃત્તિના અધ્યક્ષોના કામકાજની તપાસ અને જરૂર પ્રમાણે નવા અધ્યક્ષોની નિમણૂકનો સૌથી વધુ પાયાનો આર્થિક કાર્યક્રમ પણ રાજાની સુદષ્ટિનો વિષય બને છે. આમ આર્થિક પાસા માટે પણ, ભલે અર્ધા-અર્ધા, પણ ત્રણ વિભાગો ફાળવાયા છે. આ આખું સમયપત્રક માનવીય છે; રાજાએ માનવજીવનના ભાગરૂપ સત્ય-શિવ-સુંદરનું અનુસંધાન યથાશક્ય ચાલુ જ રાખવાનું છે. એક બાજુ ઉપનિષની નિત્યસ્વાધ્યાયની ભલામણનો સુંદરતમ પડઘો પણ આમાં જોઈ શકાય છે; દિવસના અને રાત્રિના ભોજન માટેના કાલખંડમાં જ સ્વાધ્યાયને પણ જોડ્યો છે. ભોજન સાથે એને જોડવાનો સૂચિતાર્થ એ પણ લાગે છે કે આ સ્વાધ્યાય સહજ વાચન-ચિંતનરૂપ છે – ભારેખમ નહિ, પણ મનોવિનોદ સાધી પાચનક્રિયાને પણ પોષનારો સ્વાધ્યાય કલ્પાયો જણાય છે. પ્રૌઢ ઉંમરે તો સ્વાધ્યાય તરફ માત્ર મનને પ્રેરવા થકી – માત્ર તે માટેની મનોવૃત્તિ ખુલ્લી રાખવા થકી – પણ નવો-નવો પ્રકાશ સહજપણે ચેતના મેળવી શકે છે અને પોતાના સત્ત્વની શુદ્ધિ વધારી શકે છે. ભોજન સાથે કે ભોજન પછી, આજની જેમ, મનોરંજનના છેતરામણા નામે કુત્સિત સંસ્કારો ચિત્તમાં ભરવાની અહીં વાત નથી. વળી બીજી For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૫૭ નોંધપાત્ર વાત એ છે કે દિવસના ભોજન બાદ શયનનો કાર્યક્રમ નથી. આયુર્વેદ દિવસ દરમિયાનની ઊંઘ(વિવાદ્વીપ)નો નિષેધ કરે છે. વળી ધર્મશાસ્ત્ર અને સ્મૃતિગ્રંથોમાં પણ તેને કામજન્ય વ્યસનોની યાદીમાં મૂકેલ છે આ ઉપરાંત રાત્રિચર્યાના છઠ્ઠા ખંડમાં બ્રાહ્મ-મુહૂર્ત, જયારે સુંદરતમ નિદ્રાથી ચિત્ત અને બુદ્ધિ પૂર્ણ નિર્મળતાને પામ્યાં હોય, તે ઘડીએ શાસ્ત્રચિંતનની ભલામણ કરાઈ છે. તે હળવા સ્વાધ્યાય કરતાં કંઈક વિશેષ એકાગ્ર વિદ્યાયોગ જણાય છે. રાજકાજ માટે ય નિત્ય નવા-નવા આયામોનાં જ્ઞાનનો ખપ પડે છે, તે દૃષ્ટિએ પણ આ જોગવાઈ આવશ્યક છે. વળી આની જ સાથે કાર્યચિંતન – આગામી દિવસમાં ઉપાસવાનાં કાર્યોનું વ્યવસ્થિત સ્મરણ – પણ સાંકળવામાં આવ્યું છે. શાસ્ત્રચિંતન અને કાર્યચિંતન બંને એકબીજાનાં પુરક છે. કદાચ એક સિક્કાની બે બાજુ સમાન છે; કારણ કે સાચું શાસ્ત્રચિંતન હંમેશાં પરિપક્વ એવી જીવન-અભિમુખ જિજ્ઞાસાના ઉત્તરાંગરૂપ જ હોય છે; માત્ર છોગારૂપ નહિ. અહીં કૌટિલ્ય ઇન્દ્રિયજયના પ્રકરણમાં ઇન્દ્રિયજયની સિદ્ધિની ખાતરી કરવા માટેની ત્રણ વૈકલ્પિક કસોટી પૈકી એક કસોટી તે “શાસ્ત્રાર્થોનુષ્ઠાન' (શાસ્ત્રના અર્થનો કે તાત્પર્યનો અમલ) કહેલ છે તે યાદ કરીએ. રાજાએ પોતાના આરોગ્ય અંગે પણ પ્રતિદિન વિશેષજ્ઞની અનુભવજન્ય દોરવણી મુજબ યોગ્ય નિયમનો, દેઢ-આરોગ્યજન્ય, દીર્ઘકાલીન પ્રજાસેવા અર્થે પાળવાનાં છે. તે માટે રાત્રિચર્યાના છેલ્લા આઠમા વિભાગમાં જીવનવ્યવહાર માટે મહત્ત્વનાં વૃદ્ધસેવનો પૈકી ચિકિત્સક(રાજવૈદ્ય)ની મુલાકાત પણ લેવાની છે, જેથી તેમના ખૂબ જવાબદારીભર્યા સૂક્ષ્મ પરીક્ષણ અને માર્ગદર્શન મુજબનાં આહારવિહાર અંગેના નિયમનો પાળીને શરીરયાત્રાની, કાર્યભારને અનુરૂપ ઇષ્ટ કક્ષા ટકાવી શકાય. આગળ રાજગુણવર્ણનમાં આપણે એક ગુણ એ તો જોયો જ છે કે રાજા જ્ઞાનવૃદ્ધોએ આપેલા માર્ગદર્શન પ્રમાણે વર્તનાર (વૃદ્ધોપદેશાવર:) હોય, એટલે અહીં પણ જે વિશિષ્ટ વૃદ્ધસેવનોની વાત છે, તે તેમના માર્ગદર્શનના પરિપૂર્ણ પાલનના જ આશયથી, તે ન ભુલાય. ચિકિત્સકની મુલાકાતના જ વ્યવહારુ અનુસંધાનના એક ભાગરૂપે, પોતાના તે દિવસના આહાર વિષે અને એ આહારને તૈયાર કરવાના ચોક્કસ વિધિ અંગે મળવાનું છે રાજરસોડાના અધ્યક્ષ(મહીનાસિક)ને. સામાન્ય મનુષ્યો પ્રાયઃ આહારનાં દ્રવ્યો, વાનગીઓ એનાં યોગ્ય સંયોજનો, એનો પાકવિધિ વગેરે બાબત બેતમાં હોય છે. પણ રાજપદ જેવું ઉચ્ચતમ જવાબદારીનું પદ જાગૃતપણે સંભાળનારને આવી બેદરકારી ન જ પરવડે. એની કાર્યનિષ્ઠા જ એને યોગ્ય ખટકો રાખવા પ્રેરે. શાસ્ત્રમાં ખાસ કહેલું પણ છે કે “આહારશુદ્ધિ દ્વારા સત્ત્વશુદ્ધિ (પોતાની કર્મશક્તિનો ઉત્કર્ષ સાધતી શુદ્ધિ) સધાય છે” (માદા શુદ્ધ સત્ત્વશુદ્ધિ). આમાં બંને ભોજન અંગેના સમયો તપાસતાં સવારના ભોજન બાબત એમ લાગ્યા વગર રહેતું નથી કે તે વધારે પડતું વહેલું (ત્રીજા દિનવિભાગમાં અર્થાત્ સવારે ૯-૦૦ થી ૧૦-૩૦ વચ્ચે) જણાય છે. જયારે સાંજનું ભોજન બીજા રાત્રિવિભાગમાં (૭-૩૦ થી ૯-૦૦ વચ્ચે) યોગ્ય સમયનું લાગે છે; પણ સવાર-સાંજના ભોજન વચ્ચે નવ કલાકનો ગાળો વધારે પડતો લાગે છે. તેથી સવારનું ભોજન ત્રીજા દિનવિભાગને બદલે ચોથામાં તો અવશ્ય રાખી શકાય એમ છે. એક બીજી વસ્તુ ધ્યાન ખેંચે છે કે ક્યાંય શારીરિક વ્યાયામ, યોગાસનો કે ધ્યાનનો કાર્યક્રમ નથી For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ સૂચવાયો. ચિકિત્સકની મુલાકાતના ગાળામાં તો અન્ય બે મુલાકાતો પણ હોઈને તે સમયે આ વસ્તુનો સમાવેશ કરી શકાય તેમ કહી શંકાનું સમાધાન કરી શકાય તેમ નથી. એ વાત અહીં ઉલ્લેખવી ઘટે કે વૃદ્ધસંયોગ: એ પ્રકરણવાળા અધ્યાય ૧.માં રાજાની દિનચર્યા વિષે એક વ્યાપક વિધાન આમ છે : ‘‘દિવસના પૂર્વભાગમાં હાથી-ઘોડા-રથ-અસ્ત્રશસ્ત્રવિદ્યાની તાલીમ લેવી અને પાછલા ભાગમાં ઇતિહાસનું શ્રવણ કરવું.” ત્યારબાદનો ઇતિહાસની વ્યાખ્યાવાળો સંભવતઃ પ્રક્ષિપ્ત ગણાતો ભાગ જવા દઈએ. ત્યારબાદ કહ્યું છે : “દિવસ અને રાત્રિના બાકી ભાગમાં નવા જ્ઞાનનું ગ્રહણ અને સમજાઈ ગયેલા જ્ઞાનનો વિશેષ પરિચય કરવો. અને બરાબર ન સમજાયેલા જ્ઞાન અંગે ૧૫૮ ફરી-ફરી શ્રવણ કરવું.૮' આ ઉલ્લેખો અને આ દિનચર્યાના પ્રકરણ વચ્ચે મેળ બેસતો નથી. વૃદ્ધસંયોગના પ્રકરણવાળી વાતમાંની ક્ષત્રિયોચિત તાલીમની વાત દિનચર્યાના પ્રકરણમાં પણ પ્રસ્તુત ગણાય. આ શંકાનું સમાધાન કદાચ એ હોઈ શકે કે અગાઉના એ પ્રકરણની વાત રાજાની કારકિર્દીના આરંભકાળની યા કદાચ તેના યુવરાજપદકાળની અભિપ્રેત હોઈ શકે; જ્યારે રાજાની દિનચર્યાની વાત તે રાજકાજમાં સુપ્રતિષ્ઠિત થયા બાદની હોઈ શકે. તો પણ વ્યાયામ, યોગ, ધ્યાન જેવી મહત્ત્વની બાબતોની બાદબાકી તે ખૂંચે જ છે. મોટી ઉંમરે પણ તે બધાંની રાજા માટે તો ખૂબ આવશ્યકતા ગણાય જ. કૌટિલ્ય જ્યોતિશાસ્ત્રનો વધુ પડતો આધાર લેવામાં ન માનતા હોવા છતાં સામાન્ય જીવનવ્યવહારમાં તેના આદેશોનું મહત્ત્વ તો સ્વીકારે જ છે. આપણે બીજા વ્યાખ્યાનમાં કૌટિલ્યના દૈવ અંગેના પણ જે વિચાર તપાસેલા, તેને આધારે પણ આ વાત જરૂર કહી શકાય. જ્યોતિશાસ્ત્ર સૃષ્ટિમાંનાં જ્યોતિઓના નિયમિત અવલોકનો અને તે પર આધારિત પ્રૌઢ અનુમાનો દ્વારા નિર્માણ પામેલું એક પ્રતિષ્ઠિત વિજ્ઞાન જ હોઈ તેનો અનાદર કરવાનું કૌટિલ્યને કારણ નથી. તેથી રોજિંદા જીવનમાં રાજા જેવા અત્યંત સંકુલ પ્રજાકીય જવાબદારીઓ ધરાવતા પદાધિકારીએ તો સમગ્ર રાજ્યની કલ્યાણચિંતાની દૃષ્ટિએ પણ – અલબત્ત, નિર્ભય-નિઃશંક ચિત્તથી — જ્યોતિસંબંધી પ્રાકૃતિક આદેશો, જ્ઞાનમાં સુપ્રતિષ્ઠિત એવા રાજ્યોતિષી પાસેથી રોજેરોજ જાણવા-સમજવા અને અનાસક્તપણે અનુસરવા યોગ્ય જ છે. તેનાથી માનસિક સજ્જતા પણ સધાવાથી રાજાના મુખ્ય ધૈર્યગુણને પણ અવકાશ મળે છે. રાજકાજ પાછળ રાજાની નમ્રતા, શુદ્ધ શ્રદ્ધા અને અસલ ધાર્મિકતા નિત્ય જળવાય તેની કાળજી પણ આ દિનચર્યામાં લેવાઈ છે. અંતિમ રાત્રિવિભાગમાં (પરોઢિયે) સૂચવાયેલા અનેક વૃદ્ધસંયોગો પૈકી ઋત્વિક્, આચાર્ય અને પુરોહિતનું સાન્નિધ્ય સેવીને તેમનાં અર્થપૂર્ણ હાર્દિક આશીર્વચનો (સ્વત્ત્વનાનિ – મંગલ પ્રસ્થાન વાંછતાં વચનો) ઝીલવાની ભલામણ કરાઈ છે. અગાઉ રાજાનું રાજર્ષિવૃત્ત વર્ણવતા અધ્યાય ૧.૭માં આવેલા આઠમા સૂત્રમાં એમ કહ્યું છે : “આચાર્યોને કે અમાત્યોને પોતાની મર્યાદા તરીકે (જેની આજ્ઞા લોપી ન શકાય તેવા વડીલો તરીકે) સ્થાપવા જે રાજાને વિનાશના જન્મસ્થાન[રૂપ અયોગ્ય આચારો]થી વારે, અથવા રાજા પ્રમાદ સેવતો હોય, ત્યારે [તે વડીલો] એકાંતમાં સમયસૂચક છાયાયંત્ર કે નલિકાયંત્રરૂપી પરોણી ભોંકવા દ્વારા તેને સારી રીતે ટોકે,’ વળી મંત્રી અને પુરોહિતની નિમણૂક બાબતના અધ્યાય ૧.૬ના દસમા સૂત્રમાં આમ કહે છે : ‘‘જેમ શિષ્ય આચાર્ય પ્રત્યે, પુત્ર પિતા પ્રત્યે કે સેવક સ્વામી પ્રત્યે આજ્ઞાંકિત બની રહે, For Personal & Private Use Only - Page #176 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧પ૯ તેમ રાજાએ પુરોહિતની આજ્ઞા અનુસાર વર્તવું." આ રીતની વિધિપૂર્વકની અર્થપૂર્ણ વૃદ્ધપૂજા ખરેખર તો લૌકિક લાગતા રાજપદનું આમૂલ રૂપાંતર કરી નાખે છે. અનાસક્તિ જાળવીને જ્ઞાનથી પરિપૂર્ણ બનેલા આપ્ત ગુરુજનોને પોતાની વિનયયુક્ત પ્રતિભાથી નિત્ય પ્રાતઃકાળે ભાવપૂર્ણ વંદન કરીને આશિષુ ઝીલવાનો રાજા દ્વારા અપનાવાતો વિધિ માત્ર નાટકીય (દેખાવનો) કે ઔપચારિક ન રહેતાં, રાજપદને સત્યનિષ્ઠા દ્વારા પ્રેમ અને કરુણાનું વાહન બનાવે છે. આમ રાજત્વ વંદનીયોને સમર્પિત થઈને અનેકગણો શક્તિસ્ફોટ પામે છે. આ વૃદ્ધપૂજા સાથે બીજો પણ એક મહત્ત્વનો પ્રતીકાત્મક વિધિ કરવાનો છે : વાછરડા સાથેની ગાયની અને બળદની પ્રદક્ષિણા કરવાનો વિધિ. ત્યારબાદ સીધા મુલાકાત-ખંડ(બારસ્થાન)માં જવાનું છે. અહીં સમસ્ત ગોવંશની પૂજાનો સંકેત છે. માંસાહાર અને યજ્ઞમાં પશુહોમની અવસ્થામાંથી મનુષ્યમાં સ્વસ્થ બુદ્ધિયોગના પ્રભાવથી જે અહિંસા-સંકલ્પ બંધાયો, તેના અમલના આરંભે ખૂબ મહત્ત્વનું જે કદમ લેવાયું તે ગોવંશના વધના નિષેધનું. ભલે આનો આરંભ એક વિશેષ સીમિત પ્રજાસમૂહમાં થયો, પણ એ આખી માનવજાતના સાંસ્કૃતિક-ભૌતિક બેવડા ઉત્થાનના મહાપથના નિર્માણરૂપ ઘટના બની રહી. છેક ઋગ્વદમાં ગાયના મળ્યા (ન હણવાયોગ્ય) પર્યાય દ્વારા એના પ્રવર્તનનો સંકેત મળે છે. ભારતવર્ષમાં સર્વ મનુષ્યના આધ્યાત્મિક, ભૌતિક, આર્થિક એવા બહુમુખી વિકાસની ક્ષમતા ધરાવતો અહિંસાધર્મ ખૂબ વહેલો આરંભાઈ ગયો. અહિંસાનો પાયો બુદ્ધિયોગથી સંભવેલો સત્યવિચાર જ છે; માત્ર કાચી-પોચી દયા કે ભાવુકતાનો ઊભરો નહિ. રવીન્દ્રનાથે ‘બલિષ્ઠ દયા' એવો શબ્દ વાપરી દયાની બહુમુખી ક્ષમતા ચીંધી છે. આ આખા સંસ્કૃતિપથ પ્રત્યેના હાર્દિક સ્વીકારરૂપે રાજાની દિનચર્યામાં આ ગોવંશની પ્રાત:કાલીન પ્રદક્ષિણા સમજવાની છે. રાજાના બ્રાહ્મણપ્રતિપાન એવા સ્થિર થયેલા બિરુદમાં માનવ સમાજ અને સમસ્ત સૃષ્ટિ તરફના મનુષ્યના સ્થિરધર્મનો સાર આવી જાય છે. ભારતીય પરંપરામાં કામપુરુષાર્થની પણ અનુભૂતિમૂલક ઊંડી વિભાવના સ્થિર થયેલી છે. એક બાજુ કામ પરિપુઓમાંનો એક રિપુ (શત્રુ) ગણાવાયો છે; તેમ છતાં, કામવૃત્તિનું એક ધર્માવિરુદ્ધ ઓજસ્વી પાસું પણ અનુભવાતાં, તે સ્વરૂપે તે જીવનપોષક ઊર્જા તરીકે સ્વીકારાઈ છે. રાજાની દિનચર્યામાં એનો પણ બરાબર સમાવેશ થયેલો છે. સૌથી સુંદર ઉલ્લેખ છે શયન અને ઉત્થાન વખતે વાઘઘોષના શ્રવણનો. સંગીતના એક મહત્ત્વના ઘટકરૂપ વાદ્યઘોષ કેવી અદ્ભુત સંજીવની, ચેતનાને ઉત્તાન (ર્તિયુક્ત) કરવાનો કેવો સુંદર ઉપાય છે તે તો અનુભવગમ્ય વાત છે. શામક, નિઃસ્વપ્ર નિદ્રા શરીરયાત્રા માટે ઉત્તમ સંજીવની (tonic) છે. કામનો મૂળ અર્થ છે ઉત્કટ ઇચ્છા. ઇચ્છા જયારે રચનાત્મક બની સત્ય-શિવ-સુંદરને લક્ષે છે, ત્યારે તે જીવનને સમૃદ્ધ જ કરે છે. આ દિનચર્યામાં એવી ઇચ્છાના જ એક પ્રસિદ્ધ ઉત્કટ આવિર્ભાવરૂપ રતિક્રીડાનો પણ રાત્રિના ત્રીજા વિભાગમાં સમાવેશ થયેલો જોવા મળે છે – સંવિB: (‘સહશયન માણતો') પદ દ્વારા. દિવસના છઠ્ઠા વિભાગમાં સ્વૈરવિહારનો સમાવેશ કરીને પણ રાજાનાં તન-મનને સુખશાતામાં અને આનંદમાં આણતા ઉજજવળ, લાઘવયુક્ત પ્રેમવિહારની ઉચિત કદર કરાઈ છે. આ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ કાર્યક્રમ રાજાની ઇચ્છા કે રુચિને સંમતિ આપવારૂપે જ સમાવાયો હોઈ કામાવેગોથી પરવારી ચૂકેલા રાજા માટે રાજકાજના ભાગરૂપ મંત્રણાદિનો વિકલ્પ પણ અપાયો છે. આ દિનચર્યામાં બીજા દિવસ-વિભાગમાં, રાજયભરમાંથી આવેલ દુર્ગનિવાસી કે સમસ્ત જનપદનાં ગામો-નગરોમાંથી આવેલાં પ્રજાજનો, આશ્રમાદિ સંસ્થાઓના પ્રતિનિધિઓ, વ્યક્તિજૂથો ઇત્યાદિને, તેમની મુશ્કેલીઓ કે ફરિયાદો ધ્યાનથી સાંભળવા માટે મુલાકાત આપવાનું આયોજન થયેલું છે. રાજાની પ્રજાવત્સલતાનો એ ખૂબ મહત્ત્વનો કાર્યક્રમ છે. પ્રજાનાં સુખદુઃખ વિષે સેવકો દ્વારા પરોક્ષ જ્ઞાન મેળવવામાં સત્યના ઢાંકપિછોડાને વિપુલ અવકાશ રહે છે, અને કાળપ્રવાહ સાથે તે બદી વધવાની પૂરી શક્યતા રહે છે. આ બધું ટાળવા પ્રજાને નિયમિત પ્રત્યક્ષ મુલાકાત આપવાનું આયોજન છે. હકીકતે આ આખી દિનચર્યા, ઉચ્ચતમ અધિકારી પોતાનો સમસ્ત કારોબાર ગફલત વિના પાર પાડવા પ્રજા અને તંત્ર પ્રત્યે કેટલે અંશે પ્રત્યક્ષપણે સભાન અને જાગૃત રહી શકે તેનો નમૂનો છે. આ કાર્યક્રમના અન્વયે ખાસ કહેવાયું છે કે મુલાકાતીઓને દરવાજો ખોટો વિલંબ કરી રોકી રાખવાના નથી. વળી આવનાર જુદાં-જુદાં ક્ષેત્રના કે કાર્યની જુદી-જુદી તાકીદવાળા મુલાકાતીઓ પૈકી કોને વ્હેલા સાંભળવાની જરૂર છે, તેનો ઉચ્ચ વિવેક કરીને મુલાકાતનો એક ન્યાયી ક્રમ નક્કી કરાય છે, ને તે ક્રમે મુલાકાત અપાય છે. કાર્યાર્થીની ભૂમિકા મુજબ એક નમૂનારૂપ ક્રમ પણ અપાયો છે તે જાણવા જેવો છે. પ્રથમ ક્રમ અપાયો છે દેવતાસંબંધી એટલે કે ધર્મસ્થાનસંબંધી કામને. ધર્મસ્થાનોનું પ્રજાજીવનની દષ્ટિએ અને એક સ્વતંત્ર જીવન-મૂલ્યની દષ્ટિએ સમાજમાં સ્થિર થયેલું મહત્ત્વ સમજીને આમ કરાયું છે. પછીના ક્રમે છે આશ્રમવાસી કાર્યાર્થી. ગામ કે નગરની તુલનામાં માનવજીવનના નિત્યનૂતન વિકાસનું આશાસ્પદ સંસ્કૃતિવર્ધક કામ ઉત્તમ ઋષિઓ, આચાર્ય કે કુલપતિની પ્રબુદ્ધ રાહબરી નીચે આશ્રમોમાં ચાલતું હોય છે. આશ્રમોએ ભારતીય સંસ્કૃતિનાં પિયરનુ કામ કર્યું છે. પછીના ક્રમે આવે છે પાષાણું એટલે કે કહેવાતા નાસ્તિક કે અવૈદિક નાના-નાના, નવા-નવા કે પરભૂમિમાં ઉદ્દભવ પામેલા સંપ્રદાયોના સાધુ-સંન્યાસીઓ. આ બતાવે છે કે કૌટિલ્ય અવૈદિક કે વેદભિન્ન ધર્મદષ્ટિ ધરાવતા સંપ્રદાયોને પણ અપેક્ષા કરતાં ઘણા ઊંચા ક્રમે આદરપાત્ર ગણે છે. તેથી જ આશ્રમવાસીઓ બાદ તરત જ તેમનાં કાર્યોને મહત્ત્વ આપવાની ભલામણ કરી છે. આમ પ્રથમ ત્રણ ક્રમ જુદાં-જુદાં ધાર્મિક કામોને આપીને કૌટિલ્ય ધર્મો અને તેના સંપ્રદાયોને, નિષ્પક્ષ કે સમાન આદર સાથે, માનવજીવનનાં અત્યંત વિધાયક પરિબળ તરીકે, અત્યંત ઠરેલપણે નવાજયા છે. ત્યારબાદ સંસારીઓ પૈકી પ્રથમ સ્થાન શ્રોત્રિયો(વેદાધ્યયન અને વૈદિક યજ્ઞાદિ અનુષ્ઠાનમાં આજીવન રત બ્રાહ્મણો)ને આપે છે. (જોગાનુજોગ કૌટિલ્ય પોતે પણ એવા શ્રોત્રિય બ્રાહ્મણ જ છે ! પોતે પોતાનું જીવનધ્યેય અને જીવનકાર્ય ખૂબ ઉચ્ચ ભૂમિકાનું પસંદ કર્યું છે.) પછી આવે છે પશુસંબંધી કાર્યો, ને ત્યારબાદ પુણ્યકાર્ય તરીકે ઓળખાવાતાં કૂવા-વાવ-તળાવ-ધર્મારામ વગેરેને લગતાં કામો. ત્યારબાદ સામાજિક વર્ગો માટે આવો વિવેકી ક્રમ આપ્યો છે : બાળકો, વૃદ્ધો, રોગીઓ, આપત્તિગ્રસ્તો, અનાથો અને સ્ત્રીઓનાં કામો. વળી આ ક્રમને ચુસ્તપણે (જડપણે) વળગી For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૬ ૧ ન રહેતાં કામના ચોક્કસ સ્વરૂપ અને કામ પાર પાડવાની તાકીદને આધારે ક્રમ નક્કી કરવાની ખાસ ભલામણ કરી છે. આ અધ્યાયને છેડે મુકાયેલા શ્લોકો કેટલાક નવા કે ખાસ મુદ્દા ઉમેરવા સાથે મુખ્યત્વે રાજાના ઉત્થાન (જાગૃત ઉદ્યમ)નો મહિમા સરસ રીતે ઘૂંટે છે. તાકીદનાં કામો અંગે ખાસ ભારપૂર્વક કહેવાયું છે કે એવાં કામો અંગે સાંભળવામાં અને તેમને પૂરી તાકીદથી યોગ્ય રીતે પાર પાડવામાં વિલંબ ન કરવો; કારણ કે વિલંબને લીધે કાં તો તે મહામુશ્કેલીથી સાધી શકાય, કાં તો અસાધ્ય થઈ હાથમાંથી જતાં રહે. બીજી ખાસ ભલામણ એ છે કે વિદ્યા-ઉપાસકોનાં કામ અને તપસ્વીઓનાં કામ વિષે પોતાના ભવનના અગ્નિગૃહમાં પોતાના પુરોહિત અને આચાર્યને સાથે રાખીને જ સાંભળવાનો શિરસ્તો રાખવો. આનું કારણ એ કે અગ્નિગૃહના પવિત્ર અગ્નિનું સાક્ષીપણું રહે અને પોતાના ધાર્મિક-વિદ્યાકીય ગુરુજનોને સાથમાં રાખવાથી આવાં કાર્યોને પાર પાડવા માટે સાચા માર્ગદર્શન અને પ્રેરણા મળે. વિદ્યા અને તપનો કૌટિલ્યની દૃષ્ટિએ અપાર મહિમા છે. કાલિદાસના અભિજ્ઞાનશાકુંતલ' નાટકના પાંચમા અંકના નિરૂપણ પ્રમાણે શકુંતલાને પતિગૃહે મૂકવા આવેલા તાપસી અને તાપસી સાથેની મુલાકાત અગ્નિગૃહમાં જ ગોઠવવામાં આવી છે તેમાં કૌટિલ્યની આ ભલામણનો સ્પષ્ટ પડઘો વાંચી શકાય. વળી તાપસો, ઐન્દ્રજાલિકો (જાદુગરો), મન્નૌષધિપ્રયોક્તાઓ જેવા વિશિષ્ટ વર્ગની વ્યક્તિઓનો કોપ અજાણતાં પણ વ્હોરવો ન પડે તે માટે તેમની મુલાકાત સમયે પોતાની સાથે ત્રણ વેદોની વિદ્યાઓના નિષ્ણાતો(ત્રવિદ્ય)ને સાથે રાખવાની મહત્ત્વની ભલામણ કરાઈ છે. તેવા અઠંગ વેદવિદ્યાઉપાસકો ગૂઢ મનોવિજ્ઞાનમાં અને ગૂઢવિદ્યામાં પણ કુશલ મનયા હોઈ આમ કહેવાયું લાગે છે. ‘વૈવિદ્ય' શબ્દને અહીં ઉપલક્ષણરૂપ (મુખ્ય નમૂના કહેનાર) માની એમાં ચોથા વેદ અથર્વવેદ્રનો સમાવેશ માનવો આ વિશિષ્ટ સંદર્ભે જરૂરી લાગે છે. છેલ્લે રાજાના ઉત્થાનનું મહત્ત્વ ઘૂંટીઘૂંટીને તેજસ્વી રીતે કહેવાયું છે. તેની સાથે રાજાના પોતાની વૃત્તિઓ પરના કાબૂને પણ ખાસ મહત્ત્વ અપાયું છે. રાજકાજને મોટા યજ્ઞકાર્યરૂપે વર્ણવવામાં આવ્યું છે. પ્રજાના સુખમાં જ રાજાનું સુખ છે. પોતાનું જ પ્રિય કરવું અને પ્રજાની ઉપેક્ષા કરવી – આજના કહેવાતા રાજકારણીઓ જેમ – તેમાં સરવાળે રાજાનું હિત નથી, બલ્ક અનર્થને આમંત્રણ છે. કૌટિલ્ય જયારે પોતાના દેશકાળને બરાબર તપાસીને એકરાજાના શાસન (પરમ) માટે જ પોતાની પસંદગી બતાવે છે, ત્યારે તેમની સમક્ષ કેવો ઉચ્ચ રાજા છે તે ઉપરની વિસ્તૃત ચર્ચા પરથી સારી પેઠી સમજાય તેમ છે. ખરેખર તો શાસન રાજા કરતો હોય કે કોઈ લોકપ્રતિનિધિ કરતો હોય, શાસક તરીકે તે-તે વ્યક્તિએ કેવી સંગીન અને ઉચ્ચ માનવપ્રતિભાને ખિલવવાની છે અને પોતાની ઉચ્ચ ગુણસમૃદ્ધિ પ્રમાણે રોજ-બ-રોજના જીવનમાં સાતત્યથી કેવી ઉદ્યમી અને જાગૃત જીવનચર્યા રાખવાની છે, તે વાત જ અહીં મુદ્દાની છે. કૌટિલ્યની શુદ્ધ બુદ્ધિનિષ્ઠામાંથી જ આ આખી માનવીય, સંસ્કૃતિવર્ધક રાજનીતિની સંકુલ વિભાવના વિકસી છે; જરૂર છે પ્રયોગવીરની. For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અગાઉ ઉલ્લેખ કરેલો છે તેમ દંડનીતિવિદ્યાનો યોગ્ય ગુરુ તે માત્ર શાસ્ત્રજ્ઞ નહિ, પણ શાસ્ત્ર અને પ્રયોગ બંને જાણનારો – વસ્તૃતૃ – હોય તે જ ઇષ્ટ છે. કૌટિલ્ય આવા વેતૃપ્રયતૃ તરીકે જ આ ગ્રંથની રચનાના સાચા અધિકારી બની રહે છે. આખા ગ્રંથમાં સર્વત્ર કથનોની જે સબળતા કે સચોટતા છે, કોઈ વિષયના મતાંતરો જણાવવાને પ્રસંગે અન્ય મતોની રજૂઆતને છેડે રજૂ થયેલા તેમના મતોમાં જે પ્રૌઢતા છે, અનેક ઠેકાણે ગદ્ય કે પદ્ય ઉભયમાં તેમની જે પારદર્શિતા તરવરે છે, તે બધું આ ગ્રંથના અર્થ-દેહને એક સાચવવા લાયક – બલ્ક વાવવા લાયક – સાંસ્કૃતિક વારસા તરીકે સ્થાપી આપે છે. રાજાનું સમગ્ર સ્વરૂપ સમજવા માટે અત્રે અર્થશાસ્ત્રના મુખ્યત્વે ખપમાં લીધેલા એ. કે. ૬.૨ (પૂર્વાર્ધ) અને અ. ક્ર. ૨.૨૬ ઉપરાંત પ્રથમ અધિકરણના અ.ક્ર. ૫, ૬, ૭ પણ ખપના છે. વળી અ. ક. . (જમાં જીતેલા શત્રુરાજયનાં તંત્રનાં તથા પ્રજાનાં હૃદય જીતવાના ઉપાયોની વાત છે. તે) પણ ખપનો છે. બાકી તો આખા ગ્રંથમાં અન્ય અનેક સ્થળો પણ આ માટે ઉપયોગી છે. રાજાની ગુણસંપત્તિ અને તેના વૃત્તરૂપ અંગત જીવનચર્યા એ પોતે જેમ સંસ્કૃતિરૂપ છે, તેમ તે સમસ્ત રાજયની કે રાજમંડલની બહુમુખી સંસ્કૃતિનો પાયો પણ છે. રાષ્ટ્રની બહુમુખી સંસ્કૃતિના પાયારૂપ રાજપ્રતિભાની ચર્ચા, ઔચિત્ય જોઈને આરંભે કરીને હવે “સંસ્કૃતિના સ્વરૂપ અંગેની ચર્ચા, રાષ્ટ્ર-સંસ્કૃતિનાં ભિન્ન-ભિન્ન પાસાંઓની ચર્ચાની પૂર્વે કરીશું તો ખૂબ ઉપયોગી થશે. સંસ્કૃતિ' એટલે શું ? યજુર્વેદ, અથર્વવેદ આદિ વેદોમાં ચોક્કસ ઘડતરક્રિયા દ્વારા સુસંસ્કૃત બનેલા મનુષ્ય માટે મેય કે શબ્દ શોખથી પ્રયોજાતો હોય છે. તેના પાયામાં છે મહિમાયુક્ત સમા શબ્દ. સભામાં શોભે યા ભળી જાય તે સમેય કે સમ્ય. સમ શબ્દ સદ(સાથે)ના ટૂંકારૂપ સ અને મા (શોભવું) ધાતુથી બનેલો છે – જેમાં બધા એકસાથે (સ૬) શોભે તે “સભા” (સ૬ માન્તિ સત્ર). આવા અર્થને કારણે સમા શબ્દ સુગઠિત સમાજ કે સમુદાય માટે પણ ક્યારેક વપરાતો હોય છે – દા.ત. પ્રાર્થનાસભા' (પ્રાર્થનામાં તત્પર સમાજ), બ્રહ્મોસમાજ ઇત્યાદિ. સભા તે એવું જૂથ કે એવો સમુદાય છે, જેમાં સમાયેલી વ્યક્તિઓનાં અંતઃકરણ એકબીજા પ્રત્યે મૈત્રી અને સદ્યોગવૃત્તિ દ્વારા એક સ્થાયી જોડાણ અનુભવે છે. એને કારણે એવી વ્યક્તિઓ સાથે ભેગી થઈ હોય ત્યારે, કે ભેગી ન થઈ હોય ત્યારે પણ એકબીજાની હૂંફ અને એકબીજાથી પોતાની શોભા અનુભવે છે; એકલા (અતડા) પડીને કે એકલપેટા બનીને નહિ. તો એવા સમુદાયમાં, પોતાની ઉચ્ચ હાર્દિકતાને કારણે જે વ્યક્તિ ભળી જાય અને તેવા સમુદાય સાથે સંવાદી સંબંધ નભાવી જાણે, તે ‘સમેય' કે “સખ્ય' કહેવાય. ‘અથર્વવેદ'માં ‘સમેય' થવા માટેની ખાસ પ્રાર્થના પણ મળે છે. આ સર્ગ શબ્દ પરથી ભાવવાચક શબ્દ બન્યો ‘સતા'. તેનો અર્થ થાય સભ્યમાં રહેલો જરૂરી ગુણ, ચિત્તનો અનુરૂપ સંસ્કાર. વળી સંસ્કારમાંથી જન્મેલી જીવનશૈલી માટે પણ તે શબ્દ વપરાય. આને લીધે હિન્દીભાષામાં “સભ્યતા’ શબ્દ યોગ્ય રીતે જ “સંસ્કૃતિ' અર્થમાં વપરાય છે. For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૬૩ ‘સંસ્કૃતિ' સાપેક્ષ શબ્દ છે. એનો જોડિયો એક શબ્દ છે પ્રકૃતિ, બીજો શબ્દ છે “વિકૃતિ'. ‘પ્રકૃતિ' એટલે વસ્તુની ઉત્પત્તિમાત્રથી કે હયાતીમાત્રથી સિદ્ધ અવસ્થા કે તેના મૂળ સ્વભાવ. એ તો છે સૃષ્ટિની સર્વ સંપત્તિનો પાયો. હવે, મોટા ભાગની પ્રકૃતિ રૂપાંતર પામવાની ક્ષમતા ધરાવતી હોય છે. જો એ રૂપાંતર કાર્યસાધક, સુંદરતર કે અનુકૂળતા વધારનારું હોય, તો તે રૂપાંતરને ‘સંસ્કૃતિ' અથવા તો ‘સંસ્કરણ’ કે ‘સંસ્કાર' પણ કહે છે. તેથી ઊલટું, જો એ રૂપાંતર હીન, અસુંદર કે કાર્યબાધક બને તો ‘વિકૃતિ’ કે ‘વિકાર' કહેવાય છે. (સાંખ્યદર્શન ઇત્યાદિમાં ‘વિકાર' શબ્દ સારા કે માઠા ગમે તે રૂપાંતર માટે વપરાય છે.) “સંસ્કૃતિ' મૂળમાં કોઈ પણ ઇન્દ્રિયગ્રાહ્ય કે ભૌતિક વસ્તુ સાથે સંકળાયેલા સચેતનના આંતરપ્રવાહ કે આંતરિક વૈશિશ્ય સાથે સંકળાયેલી હોય છે યા એને લાગુ પડે છે. બાહ્ય પદાર્થ કે કિયા તો માત્ર એ અંતઃસત્ત્વનાં વાહક જ હોય છે, તેથી તે સંસ્કૃતિની પાકી પ્રતીતિ ન કરાવી શકે. અલબત્ત, એ વાહકનું પણ મહત્ત્વ હોઈ ક્યારેક એ વાહક દ્રવ્ય કે ક્રિયાને પણ “સંસ્કૃતિ' કહેવામાં આવે છે. આના અંગ્રેજી પર્યાય civilizationની સ્થિતિ અંશતઃ આને મળતી, અંશતઃ જુદી છે. મૂળ લૅટિન શબ્દ civis (નગરવાસી) પરથી civil વિશેષણપદનો અર્થ થયો નગરવાસીને યોગ્ય કે છાજે તેવું. તે પરથી નામધાતુ બન્યો civilize એટલે કે નગરવાસીને શોભે તેવું કરવું. ને તે પરથી ભાવવાચક (આખી ક્રિયાનો વાર ક) શબ્દ બન્યો civilization, એટલે કે નગરવાસીને શોભે તેવો તે-તે ક્ષેત્રનો વ્યવહાર કે નગરની જીવનશૈલી. તે પરથી “સંસ્કૃતિ' શબ્દની જેમ, આ શબ્દ પણ તેવા વ્યવહાર કે આંતર-વૈશિષ્ટટ્યનાં વાહક એવાં સ્થાપત્ય, રાચરચીલું, કલાકૃતિ વગેરેને માટે પણ રૂઢ થયો. આ શબ્દમાં “સંસ્કૃતિ' શબ્દથી પાયાનો ફેર એટલો કે આમાં પાયાનો શબ્દ ‘નગરવાસી'નો વાચક છે; એટલે કે civilization શબ્દ એવું સ્વીકારીને ઘડાયો છે કે સંસ્કૃતિને આવશ્યક પાયો છે નગર. જયારે ‘સંસ્કૃતિ' શબ્દ એ પાયો ધરાવતો નથી. એનો વિશાળ પાયો છે વસ્તુમાત્રની પ્રકૃતિ – જે પણ મોટે ભાગે સુંદર કે રુચિકર જ હોય છે. તેવી પ્રકૃતિમાં પણ બહુગુણી ચૈતન્યના વ્યાપારથી વિશેષ સંવાદિતા, સૌંદર્ય કે નવનિર્માણ સાધવાં તે સંસ્કૃતિ. નગર તરફના વલણમાં પ્રાચીનકાળથી પૂર્વ અને પશ્ચિમના સમાજોમાં પાયાનો ભેદ જણાય છે. આપણે જોયું છે કે કૌટિલ્ય તો રાજ્યના એક અંગ તરીકે બહુમુખી નિર્માણ અને નૈસર્ગિક ઉત્પાદનના ધામરૂપ જનપદને (નૈસર્ગિક નિવાસસ્થાનરૂપ અગણિત ગામડાં અને જીવનયાત્રા માટેનાં પૂરક દ્રવ્યોની આપ-લેનાં પીઠારૂપ થોડા કસ્બાના સંકુલને) રાજધાની (દુર્ગ) કરતાં પણ વધુ મહત્ત્વ આપે છે. સંસ્કૃતિનો ખરેખરો પાયો સમજવા ભારતીય ઇતિહાસ-પુરાણાદિમાં અને ધર્મશાસ્ત્ર કે તર્જન્ય સ્મૃતિગ્રંથોમાં લગભગ જોડીરૂપે વપરાતા બે શબ્દો સમજવા યોગ્ય છે : રમ અને શN. મ એટલે આત્મસંયમ, આત્મનિયમન અને શમ એટલે ચિત્તની શાંતિ કે કંકરહિત સંવાદી સ્થિતિ. આ અર્થો જોતાં એમ સમજાય છે કે આ બંનેનો સાથે ઉલ્લેખ એ બંને પરસ્પરપૂરક ચિત્તધર્મો હોઈ કરાય છે. તુમ (આત્મસંયમ) એવો આનુકૂલ્યરહિત કે શુષ્ક ન હોય કે કે જે ગમ એટલે કે ચિત્તશાંતિ નષ્ટ કરે, અને શમમાંની ચિત્તશાંતિ ભોગજન્ય અને તેથી અસ્થાયી ન હોય, કે જેમાં For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ જીવનમાં આનંદ-માંગલ્ય સ્થાપનારો સહજ આત્મસંયમ ન હોય. આ બંને મળતાં એક જીવનવિધાયક ભવ્ય ચમત્કાર સર્જાય છે. સંસ્કૃતિના પાયામાં રમ-ગમથી બનેલો ગરવો કે ઊજળો સંયમ (self-discipline કે selfgovernance) હોય છે. એમાં નથી stoicism (એકાંગી સંયમવાદ) કે નથી epicurianism (એકાંગી ભોગવાદ), સંસ્કૃતિ સામાજિક, આર્થિક, રાજકીય, લલિત-કળા જેવાં દરેક ક્ષેત્રમાં હોય છે. પણ તે દરેક ક્ષેત્રની સાચી ને ટકાઉ સંસ્કૃતિના પાયામાં નિરવધિ આનંદનું નિમિત્ત બનનાર આત્મસંયમ કે આત્મવત્તા હોય છે. એવા સંયમ માટે મુકાદમની જરૂર નથી; કારણ કે એ સ્વયંભૂ હોય છે. જ્ઞાનીને સંયમ સહજ હોય છે, તે તેની પ્રકૃતિરૂપ બની જાય છે – એ વાત અને વ્યક્તિમાત્રની શુદ્ધ પ્રકૃતિને જાગૃત કરીને જ સ્થાયી સંયમની સ્થાપના થઈ શકે; બાહ્ય નિયંત્રણથી નહિ – એવો અભિપ્રાય ભગવદ્ગીતામાં આ રીતે રજૂ થયો છે : “જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર જ કર્મ કરે છે. પ્રાણીમાત્ર પ્રકૃતિને શરણે જતાં હોય છે; નિગ્રહ (બળજોરી કે બાહ્ય નિયમન) શું કરશે ?૧૧” એટલે ગીતાની દષ્ટિએ એમ કહી શકાય કે સાચી સંસ્કૃતિ વાસ્તવમાં તો વસ્તુમાં પડેલી સુષુપ્ત ઉચ્ચ પ્રકૃતિ જ હોય છે. સંસ્કૃતિનું હાર્દ સમજવા ઉપર્યુક્ત રૂમ-શમની જોડીની જેમ જ અન્ય જોડી – પર્વવઆર્નવની – પણ જાણવા જેવી છે. મૃદુ (કોમળ) એ વિશેષણ પરથી બનેલો ભાવવાચક શબ્દ છે Hવ – કોમળતા, મૃદુતા; જે મુખ્યત્વે મનની વિશેષતા તરીકે સમજવાની છે. આથી તે ‘દયા’ (અન્ય માટે આત્મભાવ)નો પર્યાય બની રહે છે. તે રીતે સેટનુ (સરળ, નિખાલસ) એ વિશેષણનું ભાવવાચક નામ તે બાર્ગવ – સરળતા, નિખાલસપણું. મૂળમાં એ સત્યપરાયણતાનો પર્યાય છે. આ બે ગુણો પણ સાથે હોય તો જ એકબીજાની મર્યાદા દૂર કરીને એકબીજાને યોગ્ય રીતે ટકાવી રાખે છે. કોઈ પ્રત્યેની મનની કોમળતા કે દયા (વર્તવ) એવી ન હોય, જે એને સત્ય કહેતાં કે નિખાલસ અભિપ્રાય (ભાર્ગવ) પ્રગટ કરતાં પોતાને રોકે. વળી સત્યપરાયણતા કે નિખાલસતા (માર્નવ) એવી ન હોય, કે જે સામા પ્રત્યે મનની કોમળતા કે મધુરતા (માર્ક) દાખવવાની આવશ્યકતાને અવગણે. આ રીતે આ બંને ગુણો પણ એકલા નહિ, સાથે રહીને જ ગુણરૂપ બની રહે તેમ છે. માદવ એ વ્યક્તિ કે શ્રોતામાં રહેલા ચિત-તત્ત્વનો (સંવેદનનો) ખ્યાલ કરે છે, તો આર્જવ જગમાં વ્યાપેલા સત્-તત્ત્વનો ખ્યાલ કરે છે. વ્યક્તિસ્થિત ચિત્ અને જગસ્થિત સત્ એ બંનેના સમન્વયથી જ સત્ય અખિલાઈમાં પ્રગટે છે; ને તે જ કલ્યાણકર છે. તો સાચી સંસ્કૃતિમાં પટપટમેં હૈ સૉર્ડ રમતા એ ન્યાયે પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેની સ્થાયી અદબ પણ હોય છે અને વળી પરમ સત્ય તરફની અદબ પણ હોય છે. ચિરંજીવ સંસ્કૃતિ સહુને સાથે લેતાં-લેતાં જ સત્યની સાથે જોડાવામાં રહેલી છે. અહીં આગળ વધતા પહેલાં એ જણાવવું ઘટે કે સંસ્કૃતિના આંતર સ્વરૂપ અંગે આટલી ચર્ચા એટલે કરી છે કે આ ત્રીજા વ્યાખ્યાનના આરંભે રાજયતંત્રના મજબૂત પાયારૂપ રાજાનાં જે હૃદયહારી સંસ્કાર (ગુણસમૃદ્ધિ) અને સંસ્કૃતિ (દિનચર્યા) અવલોક્યાં છે, તેના આધારે રાજ્યતંત્રના For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૬૫ આગવી ભાત સાથે પ્રવર્તતા વિવિધક્ષેત્રીય વ્યવહારોને આપણે અહીં પૃથક્કરણ કર્યા મુજબના અંતઃસત્ત્વવાળી સંસ્કૃતિ તરીકે જોઈએ. અહીં વિવિધ તંત્રોની માત્ર સ્થળ માહિતીનો નીરસ ગંજ ખડકવો નથી, પણ એવી માનવાચિત સંસ્કૃતિની ઝલક મેળવવી છે, કે જે આત્મસાક્ષાત્કાર કરાવી ‘નિઃશ્રેયસ' (જનાથી વધુ ઉચ્ચ અવસ્થાની ઝંખના ન રહે તેવી મુક્તિ) સુધીનો સમગ્ર માર્ગ ખુલ્લો કરી આપે, તેમ જ આજે આપણે જે કાળબિંદુએ ઊભાં છીએ, તેમાં આધુનિકતાના ભ્રમને વશ થઈ જે કહેવાતી સંસ્કૃતિની બોલબાલા થાય છે, તેને ટકાઉ રીતે માપવા-મૂલવવાનો એક વિશ્વાસપાત્ર, સ્થિર માપદંડ આપણને આપે અને ભવ્ય કહેવાતી આ આધુનિક “સંસ્કૃતિને ખોળે જે વિસ્ફોટક, સર્વવિનાશક સમસ્યાઓ, વિષમતાઓ બેઠી છે, એમાંથી ઊગરવાનો ચોખ્ખો રાજમાર્ગ આપણને બતાવે. આ વ્યાખ્યાનશ્રેણી દ્વારા માનવને કાયમ સદે એવી સંસ્કૃતિની ભૂખ જગાડી શ્રોતાઓની અને તેમના દ્વારા વ્યાપક સમાજની ચેતનામાં “સંવેગ' (અમંગળમાંથી છોડાવે તેવો વૈરાગ્યજન્ય આધ્યાત્મિક વેગ, તેવી આધ્યાત્મિક સક્રિયતા) પણ જગાડવાનો વ્યાખ્યાતાનો એક નાનો-અમથો અનાસક્ત પ્રયત્ન છે. એ પણ સ્પષ્ટ કરવું ઘટે કે જે રાજ્યતંત્રનાં વિવિધ પાસાંની કે તંત્રોની સંસ્કૃતિરક્ષક હેતુલક્ષિતાનું વર્ણન અહીં કરવા ધાર્યું છે, તે કોઈ આધ્યાત્મિકતાનો દાવો કરનારું રાજ્યતંત્ર નથી જ નથી. દેખાવે તો તે લૌકિક જ છે. તેમાં મનુષ્યોને અનેક રીતે નિયંત્રિત કરનારું સુ-વિશાળ નિયમ-જાળ છે. અનેક સ્થળે, રાષ્ટ્રમાં પેધી પડેલી પેચીદી સમસ્યાઓ ઉકેલવા માટે યોજવાના હિંસક, પ્રપંચી લાગતા વિવિધ ઉપાયોની પણ ભલામણ છે. અટપટી પરદેશનીતિની, યુદ્ધનીતિની વ્યવહારુ, વિજયલક્ષી વાતો છે. વળી આ ગ્રંથમાં વ્યક્ત રીતે તો કૌટિલ્ય મોક્ષ સિવાયના બૌદ્ધિક ત્રણ પુરુષાર્થો જ – ધર્મ, અર્થ, કામ – ઉલ્લેખ્યા છે. આમ છતાં, આગલા વ્યાખ્યાનમાં જે વિવિધ દાર્શનિક ભાવનાઓ કે રટણાઓ વર્ણવી છે, તેમનો પ્રભાવ રાજા, તેના સમગ્ર તંત્ર તથા છેવટે પ્રજાસમૂહ પર પણ અવશ્ય પડે છે. માનવજીવનની પાયાની સ્થાયી ઉન્નતિ સાધે તેવી સંસ્કારિતાનો ખટકો રાજાને અને તેના જીવંત અધ્યક્ષપણાને લીધે રાજ્યનાં વિવિધ તંત્રોનો કારોબાર સંભાળનાર કર્મશીલોને, સતત અને સવિશેષપણે, કોઈ પણ નિર્ણયના અને કાર્યવાહીના પ્રસંગે એકંદરે રહે છે. તેને લીધે શ્રદ્ધાપ્રધાન, ઉદ્યમતત્પર એવી લચીલી આમપ્રજાને તો મનગમતો જીવનમાર્ગ પણ મળી જાય. આમાં રાજાને પક્ષે, વધારામાં તેનો દર્શનશાસ્ત્રનો જીવંત પરિચય પણ નિત્ય ઘણો ઉપકારક બની રહે છે. એ રીતે સર્વ ઉદ્યમોની પાર્શ્વભૂમિકારૂપે અહીં મોક્ષરૂપ ચોથા ધ્યેય તરફ પણ આદર અને રુચિ પેદા થઈને સતત જળવાઈ રહે છે. “આ આખું [અર્થ-]શાસ્ત્ર એટલે ઇન્દ્રિયજય” આવું હિંમતભર્યું, ચોખું, નિઃશંક વિધાન ગ્રંથના આરંભે છઠ્ઠા અધ્યાયમાં કૌટિલ્ય કરી શક્યા છે તે નાની-સૂની ઘટના નથી. એ આદેશરૂપ વચન નથી, પણ માનવની મૂળ, સહજ પ્રકૃતિનું ગ્રંથકારે કરેલું તટસ્થ દર્શન છે. હાડના સંયમ સહિતનો વિનય (સંગીન તાલીમ) પામેલો ઉચ્ચતમ અધિકારીગણ અને તેના વિશ્વાસે નીચેનો બહુસંખ્યક કાર્યકરગણ આખા રાષ્ટ્રમાં કેવી નીતિનિષ્ઠા અને કાર્યનિષ્ઠા પાકે પાયે સાતત્યથી For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પ્રવર્તાવી શકે તેનું સત્યદર્શન-આધારિત અને તેથી સાકાર થઈ શકે તેવું આ એક સ્વપ્ન છે. પથભ્રષ્ટ, ત્રસ્ત સર્વ પ્રજાઓ અને રાજ્યતંત્રો ધારે તો એમાંથી સાચા ઉદ્યમનો રાજપથ પામી શકે એમ છે. ગ્રંથનું આ વિધાન નિરંતર વિકાસશીલ સાંસ્કૃતિક રાજનીતિનાં દ્વાર ખોલે એવું છે. આમ તો કૌટિલ્ય પોતાની કોઈ અસાધારણતાનો દાવો નથી કરતા કે ગ્રંથમાં તે-તે વિષયોનાં નિરૂપણોમાં પૂર્વપરંપરાઓનો અનાદર પણ નથી કરતા; તો પણ સહજપણે કેળવાયેલી પોતાની સર્વક્ષેત્રીય મૌલિક દૃષ્ટિ, આખા ગ્રંથમાં, અનેક સ્થળોએ અનેક વિષમ પૂર્વપક્ષોની આદરભરી રજૂઆત કરીને પણ પોતાના ઠરેલ મત દ્વારા રજૂ કરતા રહે છે. એ દ્વારા તેઓ આશાસ્પદ માનવીય રાજનીતિ માટેની પોતાની શાંત ઉદ્યમશીલતા પણ દર્શાવે છે. અન્ય આધારો પરથી, અગાઉ આપણે જોયું છે તેમ, તેઓએ રાજનીતિને જીવનની કાયમી કારકિર્દી તરીકે પસંદ નહોતી જ કરી. પોતે નિષ્ઠાથી અને નિત્ય-અનુષ્ઠાનથી શ્રોત્રિય બ્રાહ્મણ તરીકે જ જીવતા હતા. સાવ અપરિગ્રહી જીવનશૈલી હતી. તેમ છતાં દેશ-કાળ પ્રમાણે જેમાં પોતાને લોકસેવાધર્મ બજાવવો આવશ્યક લાગ્યો, ત્યાં હૃદય, બુદ્ધિ અને દેહના પૂરા સમર્પણ સાથે ઉત્કટ કર્મયોગ યજ્ઞભાવનાથી આચરી બતાવ્યો. બરોબર તપાસવામાં આવે તો જગના ઇતિહાસોમાં જે પુરુષોએ કૌટિલ્યની જેમ નરી કર્તવ્યભાવનાથી, બિનવ્યાવસાયિક રીતે, પણ પૂરી સર્વાગી સજ્જતા સાથે, રાજનૈતિક ક્રાંતિધર્મ પ્રાસંગિક રીતે બજાવી જાણ્યો છે, તેઓએ જ સંસ્કૃતિની પાયાની સેવા કરી છે. બાકીનાઓએ તો રાજનીતિથી પોતાના સાંકડા સ્વાર્થો અર્થે પ્રજાઓને ઇંધણરૂપે જ વાપરી છે. આ સમગ્ર દૃષ્ટિ રાખીને હવે રાષ્ટ્રજીવનના તે-તે ક્ષેત્રમાંની કૌટિલીય અર્થશાસ્ત્ર'માં નિરૂપાયેલી કાર્યવાહીઓનું સાંસ્કૃતિક પરીક્ષણ કરીએ. (૧) કાયદો-વ્યવસ્થા જાળવનારું રાષ્ટ્રવ્યાપી વહીવટી તંત્ર અંગ્રેજીમાં એક વિચારણીય વચન છે : “To know all is to forgive all” (અર્થાત્ સર્વ કોઈ વિષે સમગ્રપણે વ્યાપક જ્ઞાન મેળવતાં સર્વ પ્રત્યેનો ક્ષમાભાવ પ્રગટે છે), જીવમાત્ર પ્રત્યેનો, બાહ્ય નિમિત્તથી નિરપેક્ષ એવો સહજ પ્રેમાદર તે દરેકની ચાલુ હાલત અને તેમનાં મૂળ સ્વરૂપ માટેની જિજ્ઞાસા જગાડે છે, અને તે સમભાવયુક્ત જિજ્ઞાસા સંતોષાતાં જ આપોઆપ સર્વ સદોષનિર્દોષ જીવો પ્રત્યે સમભાવ, પ્રેમ અને કરુણા જાગે છે. એ જ્ઞાન મુજબ સદોષનું નિયમન અને નિર્દોષને પરિપોષણપૂર્વક પ્રોત્સાહન (પરિત્રાણાય સાધૂનાં વિનાશાય રે સુતા...ભ. ગીતા ૪.૮ મુજબ) પણ, સમભાવમાંથી કે સભાવમાંથી ચળ્યા વગર, અવશ્ય આચરી શકાય છે. આમ એકંદરે, બીજા વ્યાખ્યાનમાં ઉલ્લેખેલી લોકપૂજકતાને જ સમર્થ રાજ્યતંત્ર, પોતાનું પ્રવાહપ્રાપ્ત નિયમનકાર્ય આચરતાં નિભાવે છે. રાજ્યતંત્રનું પાયાનું પ્રથમ કર્તવ્ય છે પ્રજાનું અન્યોન્યથી રક્ષણ અને સમસ્ત પ્રજાનું આંતરિક અસામાજિક તત્ત્વોથી તેમ જ બાહ્ય આક્રમણોથી રક્ષણ. આમાંનું શારીરિક રક્ષણ તો રક્ષકદળ (સૈન્ય) દ્વારા થઈ શકે, પણ પારસ્પરિક શોષણ કે પીડનથી રક્ષણ કાર્યસાધક કાયદાઓની નિત્ય For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૬૭ સંસ્કારાતી રહેતી સંહિતાના અસ્તિત્વમાત્રથી પણ, ઉપરાંત સાબદા ગુપ્તચરતંત્રના નિયમિત અહેવાલોને આધારે વહીવટીતંત્ર દ્વારા લેવાતાં પગલાં દ્વારા, તેમ જ વ્યક્તિગત ફરિયાદોને આધારે અંગીકારાતી ન્યાયિક કાર્યવાહી દ્વારા થઈ શકે. આ પૈકી ન્યાયતંત્ર પર વધુ-પડતું કાર્યભારણ ન આવે તે માટે ગુનો થતો જ અટકી શકે તેવા કાર્યદક્ષ, પ્રમાદરહિત વહીવટીતંત્રની ખૂબ મહત્તા છે. તેનું એક પૂરક આર્થિક કામ પ્રજાએ ભરવાની મહેસૂલની કાર્યક્ષમ ઉઘરાણીનું પણ છે; કારણ કે તેનો પાયો પણ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા સધાયેલી વ્યાપક પ્રજાકીય શિસ્તબદ્ધતા અને નીતિમત્તામાં છે. આ રાષ્ટ્રવ્યાપી પાયાના નિયમનતંત્રની પરમ ઉપકારકતા જોઈને જ ખૂબ વ્યાપક વૈવિધ્યપૂર્ણ કર્તવ્યો અને વિશાળ સત્તા ધરાવતા એક ઉચ્ચતમ અધિકારીની તે નિયમનતંત્રના સમર્થ પ્રવર્તક તરીકે જોગવાઈ પરંપરાગત ભારતીય રાજનીતિમાં કરાઈ છે અને કૌટિલ્ય પણ એને પૂરા અનુમોદન સાથે પુરસ્કારી છે. એ અધિકારી “સમાહર્તા' કહેવાય છે – શબ્દબંધારણ અને કાર્યક્ષેત્રની દષ્ટિએ આજના કલેકટરને મળતો. સન્ અને આ ઉપસર્ગ સહિતના ટૂ (હરતિ) (લેવું) ધાતુ પરથી ‘વ્યવસ્થિત રીતે ભેગું કરનાર’ અર્થમાં સમાહર્તા, collect (ભેગું કરવું) પરથી ‘ભેગું કરનાર' અર્થ જ બતાવનાર Collector મળતો અધિકારી છે. તે, પ્રજાએ રાજ્યને ભરવાની મહેસૂલ પોતાના કાર્યકરો દ્વારા ભેગી કરવાનું એક મહત્ત્વનું આર્થિક કર્તવ્ય બજાવે છે; ઉપરાંત બીજાં લાગતા-વળગતાં અનેક કર્તવ્યો પણ બજાવે છે. તે, રાજયનાં આર્થિક, રક્ષાસંબંધી, ન્યાયિક-આદિ તંત્રોનો યોજક ને એમનો જવાબ લેનાર પણ છે. તેથી સમાહર્તા' – ધન અને જવાબદારી બંને ઉઘરાવનાર – કહેવાય છે. આજના કલેક્ટરની જેમ મહેસૂલઉઘરાણી ઉપરાંત સમગ્ર મુલ્કનાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું પણ સમાહર્તાનું કર્તવ્ય છે. સમાહર્તાના હાથ નીચે તેના સમગ્ર કાર્યક્ષેત્રમાં ‘પ્રદેષ્ટાથી માંડીને ઉચ્ચારી કર્મચારીઓનું રાષ્ટ્રવ્યાપી રક્ષકતંત્ર (પોલિસતંત્ર), ‘ધર્મસ્થો' દ્વારા ચાલતું ન્યાયતંત્ર, રાષ્ટ્રવ્યાપી ગુપ્તચરતંત્ર, પ્રદેષ્ટા વગેરેની સહાયથી ચાલતી કંટકશોધનની (અસામાજિક કે ત્રાસવાદી તત્ત્વોને દૂર કરવાની) પ્રવૃત્તિઓ, તે-તે અલગ અધ્યક્ષો નીચે ચાલતી રાષ્ટ્રવ્યાપી સર્વાગી આર્થિક પ્રવૃત્તિઓ, દુર્ગ(રાજધાની)નાં કાયદો-વ્યવસ્થા જાળવનાર નાગરિક' નામના અધિકારીની કામગીરી, જનપદનાં કાયદો-વ્યવસ્થાની જાળવણી, ઉપરાંત તેમાંના પ્રત્યેક ગામ-કસ્બાના પ્રત્યેક પરિવારનાં સભ્યસંખ્યા, વ્યવસાય ઈત્યાદિની નોંધણી (વસ્તીનોંધણીની આજના સેન્સસ-અધિકારીની કામગીરી), સરહદના “અંતમાલો'ની કામગીરી – આટલો વૈવિધ્યપૂર્ણ અને વિપુલ કાર્યવિસ્તાર રહે છે. એક પ્રકારના નાયબ રાજા' જેવો આ ભારે મહત્ત્વનો હોદ્દો છે. એ વખતનાં રાષ્ટ્રો ભાગ્યે જ આજના જેવાં વિશાળ કે અતિવિપુલ વસ્તીવાળાં હશે તે સંદર્ભે આ વ્યવસ્થા હતી, તેથી તે પ્રમાણસર કે પહોંચી વળાય તેવી (managable) જ હશે. આવો રાજપદથી થોડો જ નીચો, પણ ઘણી સત્તા અને સ્વતંત્રતાવાળો ઊંચા ગૌરવનો હોદ્દો આપવાની રાજયબંધારણીય જોગવાઈ રાજાની ખમીરવંતી વિશ્વાસશક્તિ, ગુણપરીક્ષણશક્તિ અને પાકા જાપ્તા (vigilance)ની ક્ષમતા વગર ન સંભવે. વળી “ગા વિઠ્ઠી, જોવો માર' જેવી નમાલી રીતે મોટા ભાગનું રાજકાજ અને ઉત્તરદાયિત્વ બીજાને સોંપી રાજા પોતે એશ-આરામમાં રચ્યોપચ્યો રહે એવી રાજનીતિ પણ આમાં અભિપ્રેત નથી. ખરેખર તો કૌટિલ્યની સમગ્ર રાજનીતિ અનેક મનુષ્યોના ગુણવિકાસના મુક્ત વાતાવરણના પાયા ઉપર For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ જ આગળ વધનારી બહુમુખી રચનાત્મક પ્રવૃત્તિ છે. રાજા મુખ્યત્વે સર્વને જોડનાર, પ્રેરનાર, યોગ્યતા મુજબ હૂંફ કે કડકાઈ દ્વારા સેવકોને સમતોલ રાખનાર પરિબળ બની રહે છે. રાજા પોતાની સત્તા એકહથ્થુ ન રહેતાં સૌના સહયોગ અને ક્ષમતાવિકાસનો ચૉરો (platfom) બની રહે તેને શાણો વ્યવહાર લેખે છે. રાજાની ગેરહાજરી, બીમારી, યુદ્ધવ્યસ્તતા કે પક્વ સમય પહેલાં જાહેર ન કરાતી ગેરહયાતી (મૃત્યુ) સુધ્ધાંમાં આવા મહત્ત્વના હોદ્દેદાર દ્વારા રાજકાજ વણથંભ્યે ચાલી શકે એવી આ માનવીય જોગવાઈ છે. દેખીતી રીતે વ્યક્તિપ્રધાન લાગતી રાજાશાહી કૌટિલ્યની સુચિંતિત વિભાવના (કલ્પના) પ્રમાણે તો, જવાબદારી અને સત્તાના વ્યાપક વિભાજન દ્વારા, બહુમુખી માનવીય રીતે, અસંખ્ય ગુણવંત ભાગ્યશાળીઓના સહયોગથી ચાલે છે. શ્રી અરવિંદ તેમના ‘ગીતા-નિબંધો’માં કહે છે તેમ ‘બિનવૈયક્તિક કે નિરહંકાર પ્રતિભા'(impersonal personality)ના નરવા આદર્શને કૌટિલ્યની કલ્પનાનો રાજા ચાહીને અનુસરે છે. કોઈ પણ સંસ્કૃતિ વ્યક્તિવિશેષની પૂજા અને માત્ર તેના પરની જ નિર્ભરતાને ટાળીને બહુજનની સહયોગી ગૂંથણી દ્વારા જ દીર્ઘજીવી અને ખમીરવંતી બની શકે છે. ૧૬૮ અહીં એ ભૂલવું ન જોઈએ કે બહુમુખી કે વિકેન્દ્રિત તંત્ર, કૌટિલ્યે ભારપૂર્વક સૂચવેલા વિશિષ્ટ સ્વરૂપના ઇન્દ્રિયજયના વ્યાપક અમલ સિવાય નભી શકતું નથી. ઉચ્ચ ગણાતી વ્યક્તિ પોતે પૂરી સમજણ અને આત્મબળ સાથે પોતાની જાત પર સુદૃઢ ઇન્દ્રિયજય સિદ્ધ કરી તેમાંથી જ અનેકોને તે માટે પ્રેરીને કાર્યક્ષમ, ઊજળો માનવસમૂહ નિપજાવી શકે છે. ‘પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જી’ – એ વચનનો પણ આ જ મર્મ છે. વળી આત્મસંયમમાંથી જન્મતાં માનવીય નિયમનોમાં અનુભવજન્ય વાસ્તવિકતાનું, પ્રમાણભાનનું તત્ત્વ પણ જળવાય છે, તો બીજી બાજુ નિઃશંકતા અને ક્ષોભરહિતતામાંથી જન્મતી દૃઢતા નિયમનોના પ્રવર્તકના પક્ષે સધાય છે. તેથી આવાં નિયમનોમાં ભાગ્યે જ બાંધછોડ કે પાછા ફરવાપણું હોય છે, ભાગ્યે જ નિષ્ફળતા હોય છે. સંયમભંગ બદલ અપાતી ‘શિક્ષા’ પણ આવાં સંદર્ભે સાચા ‘શિક્ષણ’રૂપ જ બની રહે છે. આવી પ્રક્રિયા દ્વારા જ સંયમ એકંદરે આખા તંત્રનો, આખી પ્રજાનો, આખા રાષ્ટ્રનો સ્વભાવ બની રહે તે શક્ય બને છે. આમાં એ વાત ગર્ભિત છે કે આવી વિશાળ સત્તા પામતા સમાહર્તાની પસંદગી પણ ખૂબ ઊંડા અને સર્વાંગી પરીક્ષણથી કરવાની હોય અને તેનું પરોક્ષ પરીક્ષણ પણ સતત, તેને ખ્યાલ પણ ન આવે તે રીતે, ગુપ્તચરતંત્ર દ્વારા તેમ જ વિવિધ કસોટીઓ દ્વારા થતું રહે. સમાહર્તાનાં કર્તવ્યો અને સત્તાક્ષેત્રનું સંક્ષિપ્ત છતાં ઘનિષ્ઠ નિરૂપણ, તે માટે અનુરૂપ એવા બીજા અધ્યક્ષપ્રા અધિકરણના અ. છઠ્ઠા અને પાંત્રીસમામાં કરાયું છે. તે સિવાય ગ્રંથમાં અન્યત્ર પણ જુદા-જુદા સંદર્ભે તેનાં પ્રાસંગિક કર્તવ્યોનો ઉલ્લેખ થયેલો છે. મુખ્યત્વે ઉપર્યુક્ત બે અધ્યાયોને આધારે અહીં મહત્ત્વના મુદ્દા જોઈએ. સમ્યમ્ બાહર્તા (‘ચોપાસથી સારી રીતે લઈ આવનાર કે ભેગું કરનાર') એવી વ્યુત્પત્તિવાળો ‘સમાહર્તા’શબ્દ આ અધિકારીના મુખ્ય અને પાયાનાં કર્તવ્યો તરીકે રાજ્યતંત્રને જુદી-જુદી રીતે મળવા પાત્ર થતા રોકડરૂપ-વસ્તુરૂપ ધનની ચુસ્ત અને વ્યવસ્થિત ઉઘરાણી, તેની રાજ્યકોશમાં સોંપણી, તેના હિસાબની વિધિસર માંડણી, યોગ્ય તંત્ર દ્વારા રાજ્યની આવકોના હિસાબોની તપાસ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૬૯ – એટલાં કામો સૂચવે છે. પણ આ તો આખા રાજયના વિકાસના ફળને માત્ર એકત્ર કરવાનું મહત્ત્વનું છતાં તંત્રસાધ્ય યાંત્રિક કામ જ થયું. અલબત્ત, એ ઉઘરાણીમાં સહજપણે આવતી કે લોકો, વ્યાવસાયિકો કે અસામાજિકો દ્વારા ઊભી કરાતી અડચણોના નિવારણનું કામ સમાહર્તાપદની ને તેના તંત્રની કસોટી કરનારું અગત્યનું કામ જરૂર કહેવાય. છતાં સામાન્ય સ્થિતિમાં એ મોટા પડકારોનું કામ ન બને. તેથી સમાહર્તા માટે આ કામ દેખીતી રીતે મુખ્ય કામ ગણાય, પણ પૂર્ણ સમયની કાળજી માગતું કામ ભાગ્યે જ ઠરે. આ ઉઘરાણીના કામના પાયારૂપ, ઊંડું ચિંતન અને સંકુલ કર્મજાળ માગી લેતાં કામોમાં જ સમાહર્તાપદની કસોટી છે. સમસ્ત રાજયમાં મહત્તમ કક્ષાએ ન્યાયી અર્થોત્પાદન, પૂરેપૂરી સાર્વત્રિક રોજગારી સ્થપાય તે રીતે, પ્રત્યેક ક્ષમતાયુક્ત મનુષ્યના જાગૃત ઉદ્યમથી પાકે પાયે થાય તેવા સીધા-આડકતરા ઉપાયો અંગેનું સમર્થ ચિંતન અને તેવા ઉપાયોનું પાકું પ્રવર્તન – એ છે સમાહર્તાની સમગ્ર કામગીરીનો ધબકતો સત્ત્વશીલ પ્રાણ. એ રીતે સમાહર્તાની ઉચ્ચતમ રાષ્ટ્રભક્તિ, બુદ્ધિશક્તિ, લોકનિષ્ઠા અને કાર્યદક્ષતા દ્વારા જ આ હોદ્દો એની. ખરી ગરિમા (મહત્તા) બતાવી શકે એમ છે. આ રીતે સમાહર્તાએ સમસ્ત રાષ્ટ્રની રચનાત્મક બેઠી પ્રતિભાને નિરંતર જગાડતા રહેવાનું સાંસ્કૃતિક કર્તવ્ય બજાવવાનું છે. એ દૃષ્ટિએ જ તેની એક નિયત થયેલી ફરજ છે દુર્ગ અને જનપદના સમસ્ત પરિવારો અને એમાંની પ્રત્યેક વ્યક્તિનું આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ઇત્યાદિ સર્વેક્ષણ અને સમુદાયોનું વિવિધલક્ષી સંખ્યાકીય ચિત્ર રજૂ કરતા રહેવાનું. તેની પાકી નોંધણી રાખવાનું પણ પોતાના કાબેલ તંત્રથી કરવાનું છે તે હમણાં જ આપણે થોડી વિગતે જોઈશું. આમ તેણે ખરા ‘વિકાસ-અધિકારીનું અને તે માટે “જનગણનાઅધિકારી’નું કર્તવ્ય પણ બજાવવાનું છે. પ્રજા વિષેની એવી તળ-કક્ષાની જાણકારી અને કાળજી દ્વારા પ્રજાને “જોડો ક્યાં ડંખે છે” એનો સતત ખ્યાલ રાખનાર વિભાગ તરીકેનું રચનાત્મક કર્તવ્ય આ અધિકારીને ભાગે આવ્યું છે. એ કર્તવ્યની નિયમિત બજવણીનું કાયમી પરીક્ષણ કરવા ગુપ્તચરતંત્ર દ્વારા પણ ઉપર્યુક્ત કામગીરીઓ ગુપ્ત રીતે સમાંતરપણે અવારનવાર કરતા રહી તાળો મેળવતા રહેવાની જોગવાઈ કરાઈ છે. રાજપુરુષે જેમ વિશ્વાસ કરી જાણવાનું છે, તેમ બીજી બાજુએ અપ્રમાદ અર્થે નિખાલસપણે અવિશ્વાસ પણ કરી છૂટવાનું છે – જેથી વસ્તુસ્થિતિ બાબતની ગંભીર ગાફેલિયતથી અને એનાં હિતવિનાશક પરિણામોથી બચી શકાય. સમાહર્તાએ, સરળતા ખાતર, આખા જનપદને ચાર વિભાગમાં વહેંચવાનું છે અને તે દરેક વિભાગના અધિકાર “સ્થાનિક' નામના, પોતાના હાથ નીચેના સહાયક મુખ્યાધિકારીને સોંપવાનો છે. એ સ્થાનિકનો મુખ્ય રક્ષાસહાયક અધિકારી “પ્રદેષ્ટા' છે અને ગ્રામજૂથો સંભાળનાર તેનાથી નીચલી કક્ષાનો અધિકારી “ગોપ' કહેવાય છે, જેને હસ્તક પાંચ કે દસ ગામોની કામગીરી રહે છે. પૂર્વકથિત વિભાગાધિકારી એવા સ્થાનિકને અને ગોપને પ્રદેટા પોતાના સહાયકો દ્વારા ખૂબ જરૂરી એવા રક્ષાકાર્યમાં મદદરૂપ થાય છે. વળી સમાહર્તાએ ગ્રામોનું વર્ગીકરણ ઉત્તમ-મધ્યમ-કનિષ્ઠ એવા વડમાં પણ કરવાનું છે અને રાજયને તેમાંથી પ્રાપ્ત થતી સમૃદ્ધિના દૃષ્ટિકોણથી (૧) કરમુક્ત, (૨) શસ્ત્રધારી સૈનિકો પૂરા For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭) કૌટિલ્ય “અર્થશાસ્ત્ર’: દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પાડનાર કે (૩) ધાન્ય, પશુ, નાણાં, હલકી પેદાશો, વેઠ (ફરજિયાત મજૂરી) વગેરે રૂપે કરી ભરનાર – એવા વર્ગોમાં વહેંચીને કુલ ગામોની અલગ-અલગ પાકી નોંધ રાખવાની છે. સરકારી ચોપડામાંની આવી નોંધ સામસામા બે હેતુ સારે છે – એ ગામો માટે શું કરવા જેવું છે અને શું કરી શકાય એમ છે તેનો અંદાજ અને એ ગામો રાજયકોશને કેટલો સમૃદ્ધ કરશે તેનો અંદાજ. આમ આ ચોપડો બની જાય છે ‘વ્યક્તિ અને સમુદાય (રાષ્ટ્ર) અન્યોન્યને પુષ્ટ કરતા રહેવાનું છે” તે પરમ કર્તવ્યની સામાજિક પ્રતિજ્ઞા. ગામોનું ઉપર બતાવેલું બીજું વર્ગીકરણ રાજયતંત્રને તેનાં વિવિધ કર્તવ્યોમાં સમતોલ રીતે મદદરૂપ બને છે. કૌટિલ્યને અર્થ (સમૃદ્ધિ) અને સુરક્ષા બંને દષ્ટિએ આત્મનિર્ભર રાષ્ટ્ર ઇષ્ટતમ લાગે છે. ગામોનાં વિવિધલક્ષી સર્વેક્ષણોનું પાયાનું કામ પાંચ કે દસ ગામોના જૂથમાં ફરજ બજાવતા ગોપ' દ્વારા થાય છે. સર્વપ્રથમ એણે પાયાનાં બે કર્તવ્યો બજાવવાનાં છે : ગામોનાં અને જમીનોનાં સીમાંકનોનાં. દરેક ગામના તાબાની સીમા મોટે ભાગે કોઈ ને કોઈ પ્રાકૃતિક એંધાણ (નિશાની) દ્વારા નક્કી કરવાની છે. તે સીમામાં ગામનાં ખેતરો અને ગામનાં પશુઓનું ચરિયાણ (ચરવાનું ક્ષેત્ર, ગોચર) સમાવેશ પામે છે. આ સીમા કેવળ વહીવટી વ્યવસ્થા અને સુગમતા માટે જાળવવાની છે; ગામો વચ્ચેના અન્યોન્ય સહયોગમાં તે બાધક ન જ હોય. બીજું કર્તવ્ય છે વ્યક્તિઓ પરિવારો સાર્વજનિક હેતુઓ સંસ્થાઓના વિવિધલક્ષી જમીનખંડોનું સીમાંકન. પ્રજાના સર્વ વર્ગો એકબીજાની અદબ જાળવીને, બીજાના જીવનમાં બાધા પહોંચાડ્યા વગર પોતપોતાનાં વિવિધ કર્તવ્યો બજાવતા રહે તે સ્થિતિ રાષ્ટ્રને પાકે પાયે સુસમૃદ્ધ, સંસ્કારસંપન્ન, આત્મનિર્ભર અને સ્વરક્ષિત બનાવવાનો એક સહુથી વધુ મહત્ત્વનો પાયો છે. વળી તેથી યુદ્ધાદિ અમાનવીય, અપ્રાકૃતિક, રાષ્ટ્રસમૃદ્ધિના નાશક ઉપાયોથી પ્રાયઃ બચી શકાય. આજે જેમ યુરોપમાં સ્વિટ્ઝર્લેન્ડ અસાધારણપણે શાન્તિચાહક, યુદ્ધથી અલિપ્ત રાષ્ટ્ર ગણાય છે, તેવું રાષ્ટ્ર કૌટિલ્યને પણ ઇષ્ટતમ લાગે છે. આ જમીનોના જે વિવિધ હેતુઓ કે માન્ય કરેલા ઉપયોગો છે, તેની પણ ગોપે વ્યવસ્થિત નોંધ રાખવાની છે. એનું એક પ્રયોજન એ જણાય છે કે રાષ્ટ્રમાં આવા હેતુઓનું વૈવિધ્ય જળવાય તો રાષ્ટ્રનો વિકાસ થાય તે દૃષ્ટિએ આ નોંધમાંથી જરૂરી ચિત્ર ઊપસી શકે અને જરૂર પ્રમાણે હેતુવૈવિધ્ય કે ખૂટતા હેતુઓની પરિપૂર્તિ પણ કરી શકાય. બીજું પ્રયોજન એ કે જો જાહેર કરેલા હેતુથી અન્ય હેતુ માટે કોઈ ક્ષેત્રનો (જમીનનો) ઉપયોગ થતો હોય તો પ્રાયઃ તે પાછળનું કારણ હોય અસામાજિક હેતુ કે છેતરપિંડી. તો તે પણ પકડી તે ક્ષેત્રની સોંપણી સુયોગ્ય અન્ય વ્યક્તિને સંસ્થાને કરીને જે તે ઉપયોગી હેતુને થતું નુકસાન રોકી શકાય. વળી આવી નોંધથી પ્રત્યેક હેતુ માટે કેવડાં, કેટલાં સ્થાનો છે તેનું એક આર્થિકસામાજિક-સાંસ્કૃતિક સર્વેક્ષણ પણ મળી રહે. પ્રત્યેક ક્ષેત્ર(જમીન)-દીઠ વિવિધ હેતુઓ કે પ્રકારોનું જે વર્ગીકરણ આપ્યું છે, તે પણ અનેક રીતે ઉપયોગી લાગે છે : ખેતીની દષ્ટિએ ખેડાણવાળી ખેડાણરહિત ખેતી, કોરી | પીયતવાળી ખેતી (‘સ્થલ' અને કેદાર'), બાગ, શાકભાજીની વાડી, પુષ્પ-ફળની વાડી, સેતુ આદિ સીંચાઈ-સ્થાનો – એટલા પ્રકારો; પ્રાકૃતિક અને હેતુલક્ષી હરિયાળીની દષ્ટિએ વન અને ગોચરો; માનવવસ્તીની દૃષ્ટિએ રહેણાક, For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા અન્નસત્ર, માર્ગો, પરબ, સ્મશાન; ધાર્મિક દૃષ્ટિએ ચૈત્ય (પ્રાકૃતિક સ્થાનકો), મંદિરો, પુણ્યસ્થાનો. આ ઉપરાંત દરેક સીમા, વન કે માર્ગનાં માપ; દરેક ક્ષેત્રની પ્રાપ્તિસંબંધી આર્થિક વ્યવહારની દૃષ્ટિએ દાન, વેચાણ, આર્થિક પ્રવૃત્તિના પ્રોત્સાહન માટેનું અનુદાન (અનુગ્રહ) કે મહેસૂલ(યા અન્ય વેરા)થી મુક્ત ક્ષેત્ર – એવું ચતુર્વિધ વર્ગીકરણ; ઘરોમાં કરદાતા-અકરદાતા એવું આર્થિક વર્ગીકરણ; સામાજિક રીતે વર્ણવાર વર્ગીકરણ; વ્યવસાયની દૃષ્ટિએ ખેડૂત, પશુ-પાલક, વેપારી, કારીગર, નોકર અને દાસ • એવું વર્ગીકરણ; વસ્તીસંખ્યાની દૃષ્ટિએ માનવસંખ્યા, પશુસંખ્યા; વળી કુળો વગેરેમાંથી રાજ્યને થતા ઉપાર્જનની દૃષ્ટિએ થતી વેચાણની કે કરોની નીપજ; વેઠ (ફરજિયાત મજૂરી fafe), es (માલપરિવહન પરનો કર), દંડની કુલ ૨કમ; વળી પ્રત્યેક કુટુંબમાંનાં સ્ત્રી-પુરુષોમાંનાં બાળકો અને વૃદ્ધોની સંખ્યા, પરિવારની દરેક વ્યક્તિનાં કર્મ (વ્યવસાય) અને આખા કુટુંબનાં આવક-ખર્ચ. આમ સમસ્ત રાષ્ટ્રની જડ-ચેતનરૂપ કુલ સંપદાનું હેતુલક્ષી રીતે વર્ગીકૃત સંકુલ ચિત્ર મળે છે, જેની વિગતો રાષ્ટ્રનાં વિવિધ આયોજનોમાં ખપ લાગે છે. આ ચિત્ર શાંતિકાળના વિકાસના આયોજન માટે અને કટોકટીકાળનાં યુદ્ધાદિના આયોજન માટે ય સતત ખપમાં આવતું રહે એવું છે. દરેક રાષ્ટ્ર કે સમાજ માટે આવું હેતુલક્ષી સંકુલ આંકડાશાસ્ત્ર અનિવાર્ય છે. અલબત્ત, કૌટિલ્યે રજૂ કરેલું આ આંકડાશાસ્ત્રીય ચિત્રણ તો, તેમની ગ્રંથશૈલી મુજબ, માત્ર નમૂનાનું કે દિશાદર્શક છે. એમાં દેશ-કાળભેદે, હેતુભેદે ફેરફાર અને ઉમેરણને વિપુલ અવકાશ રહે જ છે. વળી આ માહિતી ફરીફરી ગુપ્તચરતંત્ર દ્વારા અને બીજી રીતે ચકાસાતી રહીને જ કોઈ પણ આયોજનનો વિશ્વાસ્ય પાયો બની શકે તે મહત્ત્વની વાત પણ કૌટિલ્યે ઘૂંટી છે. અવાસ્તવિક કે આડેધડ તૈયાર કરાયેલું આંકડાશાસ્ત્ર ખરે પ્રસંગે નકામું સાબિત થઈ અત્યંત ભયાવહ પણ બની શકે; જ્યારે પૂરી કાળજીથી કસીને તૈયાર કરાયેલું આંકડાશાસ્ત્ર પ્રજા અને રાજ્ય વચ્ચેનો વ્યવહારસાધક સેતુ બની રહે. ૧૭૧ આ જ ૨.૩૫મા અધ્યાયના પાછલા ભાગમાં, સમાહર્તાની આજ્ઞા પામેલા વિવિધવેષધારી ગુપ્તચરોએ, ઉપર્યુક્ત ગોપ અને સ્થાનિક એ બે અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા ઉપર્યુક્ત બાબતો સંબંધી આંકડાઓની પ્રમાણિકતાને, પોતપોતાની ગુપ્ત તપાસ દ્વારા ચકાસવાની વાત વિગતે થયેલી છે. એ કામગીરીમાં કેટલીક નવી બાબતોની તપાસની વાત પણ સામેલ કરાઈ છે; દા.ત. પ્રત્યેક ગામનાં કુળોની તપાસમાં અનર્થ-નિવારણની દૃષ્ટિએ, ગામમાં પ્રવેશતી અને ગામમાંથી બહાર જતી વ્યક્તિના અનુક્રમે પ્રવેશ કે પ્રવાસના કારણની તપાસ રાખવાની છે; તે રીતે અસામાજિક તત્ત્વરૂપ જણાયેલાં સ્ત્રી-પુરુષોની આવન-જાવનનાં કારણોની ખાસ તપાસ રાખવાની છે. શત્રુઓના જાસૂસો બાબત પણ કોઠાસૂઝને આધારે પૂરી સાવધાની રાખવાની છે. આ તપાસ ‘ગૃહપતિ’ એટલે કે પરિવારધારી ખેડૂતના વેષમાં રહેલા ગુપ્તચરોએ રાખવાની છે. વેપારી(વૈવેદ)-વેષધારી ગુપ્તચરોએ આર્થિક ઉપાર્જનસંબંધી આંકડાઓનું સમાંતર સર્વેક્ષણ ગુપ્તપણે હાથ ધરવાનું છે. તેમણે રાજ્યની માલિકીનાં ખાણ, સેતુ (બાંધેલાં જળાશયો), વન, ઉદ્યોગગૃહો અને ખેતર જેવાં અર્થોત્પાદનસ્થાનોમાં પેદા થયેલા સરકારી માલનાં માપ અને કીમત જાણવાનાં છે. તે જ રીતે જળમાર્ગે કે સ્થળમાર્ગે વિદેશોમાંથી આવેલા કીમતી અને સામાન્ય જાતોના For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ માલ પર લાગેલાં શુલ્ક (પરિવહન-કર), માર્ગવેરા, વળાવિયા(escort)ના લાગા, સિપાઈ-થાણાના લાગા, નદી તરવાના લાગા, સામા રાજયને આપવાના થતા ‘ભાગ' (ઉપાર્જનના નિયત અંશરૂપ કર), સેવકોની ખાધા-ખોરાકી, અધિકારીઓને આપવાની થતી ભેટ (‘પેશગી') – એ બધાંના આંકડા જાણી લેવાના છે. સમાહર્તા-પ્રેરિત તાપસવેષધારી ગુપ્તચરોએ ખેડૂત-પશુપાલક-વેપારી જેવા વ્યવસાયીઓની અને વિવિધ અર્થપ્રવૃત્તિ સંભાળતા “અધ્યક્ષોની પ્રામાણિકતા કે ભ્રષ્ટતા (શવાનં) શોધી કાઢવાની છે. રાષ્ટ્રમાં વિવિધ સ્થાને સક્રિય અસામાજિક તત્ત્વોની તપાસ રીઢા ચોરના વેષમાં રહેલા ગુપ્તચરોએ બરાબર કરતા રહેવાનું છે. તેમણે ચૈત્યો, ચાર રસ્તા, ખાલી મકાનો, જળાશયો, નદી, નવાણ, ઓવારા, મંદિર, આશ્રમો, જંગલ, પહાડી જંગલો, ગુપ્તસ્થાનો વગેરેમાં ચોરો કે શત્રુના ત્રાસવાદીઓનાં પ્રવેશ, નિવાસ કે પ્રસ્થાન પાછળનાં પ્રયોજનો જાણી લેવાનાં છે. ' છેવટે એ પણ કહેવાયું છે કે સમાહર્તા દ્વારા પ્રયોજાયેલા ઉપર્યુક્ત ગુપ્તચરો ઉપરાંત ગુપ્તચરતંત્રે સ્વયંભૂ રીતે પણ આવી તપાસ રાખ્યા કરવાની છે. આવા જાગૃત રાજયતંત્રને સાચા અધ્યાત્મને વરેલું કેમ ન કહીએ – સવાયું અધ્યાત્મ કેમ ન કહીએ ? આટલી વિગતો એ બતાવે છે કે સમાહર્તાએ રાજયના ગુપ્તચરતંત્રનો ખૂબ ઘનિષ્ઠ, હેતુલક્ષી ઉપયોગ કરીને પણ રાષ્ટ્રમાંની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક ઉત્તમ સર્જકતાઓને, કાયદો અને વ્યવસ્થાની અત્યંત ઘનિષ્ઠ અને કલ્પનાશીલ સાચવણી દ્વારા ઉત્તેજીને સક્રિય બનાવવાની છે. રાજાની સત્ત્વશીલ, શુચિ (નિર્મળ) પ્રતિભા, ગુણવાનોનો નિત્ય સંગ્રહ કરવા બાબતની તેની મમતાભરી તત્પરતા અને માણસ-પારખુ વેધક દષ્ટિ જ ઉપર સૂચવેલાં સંકુલ, રાષ્ટ્રવ્યાપી કાર્યો કરવાની નિષ્ઠા અને દક્ષતા ધરાવનાર આવા સમર્થ સમાહર્તા-પદધારીને શોધી લાવીને, તેની નિત્યની કદરથી તેને રાષ્ટ્રવિકાસની ઉપર સૂચવેલી અને અન્ય ઉમદા કામગીરીઓમાં રચ્યોપચ્યો રાખી શકે. ભાસ કવિના વનવાસવદ્રત્તમ્ નાટકમાં નાયકમુખે ઉચ્ચારાયેલી આ ઉક્તિ અત્રે સ્મરણીય છે : ‘‘વિશાળ ગુણોના કે વિશાળ કર્મોના કર્તાઓ તો સંસારમાં કાયમ સુલભ હોય છે. પણ તેવાઓને પારખનાર મળવા મુશ્કેલ છે.૧૨” સમાહર્તાએ રાજ્યની સમસ્ત ભૂમિના પ્રેમી, નિરીક્ષક અને જાણતલ (જાણકાર) બની રહેવાનું છે. વસુ (સંપત્તિ) ધારણ કરે તે વસુંધરા (ધરતી). એ કારણે સમાહર્તાએ રાજયની ભૂમિના ખૂણે-ખૂણાના રસ-કસ જાણવાના-સમજવાના-પારખવાના છે. લોભ, આમ તો ઉત્તમ આધ્યાત્મિક દૃષ્ટિએ દોષ જ કહેવાય, પણ સાંસારિક વ્યવહારમાં લોભ જેમ સર્વ-અહિતકર પ્રકારનો હોઈ શકે છે, તેમ સાચી દષ્ટિ હોય તો સર્વહિતકર પ્રકારનો પણ હોઈ શકે છે. સંસારવ્યવહાર પૂરતો એ બીજા પ્રકારનો લોભ ખપનો કે ધર્મરૂપ છે. એ લોભ બિન-અંગત હોઈને જ ખપનો કે ગુણરૂપ હોય છે. સમાહર્તાએ પણ એ ઊજળો લોભ દાખવીને જુદી-જુદી પ્રવૃત્તિઓ દ્વારા ધરતીમાંથી માનવ-સમાજની જીવનયાત્રામાં ખપની વિવિધ ચીજો મહત્તમ માત્રામાં કેમ પેદા કરી For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૦૩ શકાય એનો નિત્ય સર્વાગી વિચાર કરવાનો છે. અલબત્ત, આજે માનવ-પ્રવૃત્તિઓના અતિરેકોમાંથી જન્મતી સમસ્યાઓની પરિભાષામાં એટલી ચેતવણી તો ઉમેરવી જ જોઈએ કે ધરતીનું કે સૃષ્ટિનું અતિદોહન કરીને વ્યાપક માનવ-સમાજને કે નિત્ય-કલ્યાણ કર પર્યાવરણને કાયમી કે અતિદીર્ઘકાલીન નુકસાન ન પહોંચાડાય એનું ધ્યાન તો રાખવાનું જ છે. કૌટિલ્યની કલ્પનાના રાજ્યતંત્રમાં દરેક પ્રવૃત્તિના અતિરેકો પર નિયંત્રણની જોગવાઈ પ્રાયઃ હોય જ છે. કોઈ ઉત્પાદનકેન્દ્રમાં વધુ પડતું ઉત્પાદન થયું હોય તેની ય તપાસ કરવાનો આદેશ આ ગ્રંથમાં મળે જ છે ! ખરેખર તો હિતકર કે દીર્ધદષ્ટિવાળો લોભ – વધુ સાચો શબ્દ વાપરીએ તો દિવ્ય અસંતોષ (divine dis-content) – લાંબે ગાળે અર્થપ્રાપ્તિને થનારા કાયમી નુકસાનને ગણતરીમાં લીધા વગર રહે જ નહિ. એ સમયની અર્થપ્રવૃત્તિની દષ્ટિએ અધ્યાય ક. ૨.૬માં રાષ્ટ્રીય અર્થોત્પાદનનાં સાત ક્ષેત્રો ગણાવાયાં છે, કે જેમાંની સમગ્ર પ્રવૃત્તિઓ પર સમાહર્તાએ નિત્ય ધ્યાન આપવાનું છે, તે ક્ષેત્રો આ છે : દુર્ગ (રાજધાની), રાષ્ટ્ર (ગામો-કસ્બા-બંદરો સમાવતું જનપદ), ખાણ, સેતુ (સીંચાઈ માટેની મનુષ્યકૃત રચનાઓ), વન, વ્રજ (નેસડા, પશુપાલક ગામો) અને વણિપથો (વેપાર માટેના માર્ગો). આ સાતમાં સેતુ કે વણિપથ જેવી મનુષ્યકૃત રચનાઓ સીધું અર્થોત્પાદન ન કરતાં અર્થોત્પાદન માટે જરૂરી માળખા (infrastructure) તરીકેનું મહત્ત્વ ધરાવે છે. અલબત્ત, એ સગવડો વાપરનાર દ્વારા તેના ઉપયોગ માટે નિયત કીમતરૂપે કે લાગારૂપે ચુકવાતું રોકડ ધન રાજયતંત્રની આવકરૂપ બને જ છે. સરવાળે આ સાત ક્ષેત્રોમાંથી માનવસમાજનો સમતોલ જીવનનિર્વાહ સુપેરે ચાલી શકે એવી બહુવિધ સામગ્રી સતતના ઉદ્યમથી મળતી રહે છે. આમાંના ખાણો સિવાયના ધનગ્નોતો પુનઃ પુનઃ પુષ્ટ થનારા (renewable) હોઈ અર્થની નિત્યપ્રાપ્તિ કરાવનારા (sustainable) કહી શકાય – અલબત્ત, વિવેકિતાથી સેવાય તો. આ ધનપ્રાપ્તિ મુખ્યત્વે ચીજોરૂપે થવા સાથે નાણારૂપે પણ થતી હોય છે; કારણ કે આ સંકુલ સમાજનું અર્થતંત્ર હોઈ, તેમાં વિનિમયના માધ્યમ તરીકે માનવનિર્મિત નાણાનો પ્રવેશ પણ થઈ ગયો છે. એ વખતે આ પ્રથા આરંભના તબક્કે હોઈ એમાંથી અર્થતંત્રમાં ઊભી થઈ શકે તેવી અટપટી સમસ્યાઓ દેખાવા પામી નહિ હોઈ, જેથી એવી કોઈ સમસ્યા (દા.ત. ફુગાવાની) ચર્ચાઈ નથી. અલબત્ત, ખોટા સિક્કા બનાવવાની પ્રવૃત્તિ પર બરાબર જાપ્તો રાખનાર ખાસ અધિકારીની જોગવાઈ કરાયેલી છે. સિક્કાઓને વિધિપૂર્વક ટંકશાળમાંથી અર્થતંત્રમાં, એની કીમત વસૂલીને દાખલ કરાય છે. ઉક્ત અધ્યાયમાં આ સાતે ય ક્ષેત્રોમાંથી કયા-કયા પ્રકારે અર્થપ્રાપ્તિ (ચીજો કે નાણાંની પ્રાપ્તિ) થઈ શકે છે તે લેખકના વાસ્તવિક સ્થિતિના સુપરિચયને કારણે અનેક રસપ્રદ વિગતે બતાવાયું છે; દા.ત. દુર્ગના અર્થોતો આ બતાવાયા છે : શુલ્ક (પરિવહન-કર), શુલ્કચોરી-દંડ, માપતોલની તપાસના લાગા (તd), “નાગરિક' (નગરાધ્યક્ષો દ્વારા થતી દંડની આવક, ટંકશાળના અધ્યક્ષ (તૈક્ષપાધ્યક્ષ) દ્વારા સિક્કા પૂરા પાડવા માટે લેવાતો ૮% લાગો, સિક્કાચકાસણીના લાગા વગેરે; મુદ્રાધ્યક્ષ (‘પાસપોર્ટ'-અધિકારીઓ દ્વારા પરદેશી કે બહારની વ્યક્તિને For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અપાતા પ્રવેશ-પરવાનાના લાગા; સુરા-ઉદ્યોગ, કતલખાન, સૂતર-ઉદ્યોગ, તેલ-ઘી-ખાંડ-ગોળના ઉદ્યોગો પૈકી રાજયકૃત ઉદ્યોગોની આવક કે અન્યકૃત ઉદ્યોગોના લાગા; સૌવર્ણિક(સુવર્ણાધ્યક્ષ)ના તંત્ર દ્વારા ખાનગી રાહે થતી સોનાની લે-વેચ, વસ્તુનિર્માણ ઇત્યાદિના નિયમ મુજબના લાગા કે રાજયનાં તેવાં ઉત્પાદન-એકમોની આવક; રાજયનિર્મિત બજારોની આવક, વેશ્યાસંસ્થાનાં નિયમનો, ધૂતસંસ્થાનાં નિયમનો, ઘરવેરા, કારીગરો-કસબીઓના સંઘ પાસેથી લેવાતા લાગા, દેવમંદિરોના અધ્યક્ષો દ્વારા ઉઘરાવાતા લાગા, દુર્ગપ્રવેશનો કર (?!), દુર્ગમાં પ્રવેશ ઇચ્છતા અજાણ્યા પરદેશીઓ પાસેથી લેવાતા વિવિધ કર ઇત્યાદિ. આ થયો સમૃદ્ધિનો એક મધપુડો; એવા સાત મધપુડામાંથી રાજયને આવક મળે ! આ મહાધનરાશિનો દષ્ટિસંપન્ન, સંયમપ્રધાન ઉપયોગ થાય તો રાષ્ટ્રભરમાં સાંસ્કૃતિક નવનિર્માણો ચાલ્યા કરે. જનપદના અર્થસ્રોતો આ છે : રાજયસંચાલિત ખેતી, ભાગ (આવકના નિયત ભાગરૂપ મહેસૂલ), બલિ (પ્રાસંગિક કર – cess) (?), વેપારીઓએ આપવાના લાગા (વેચાણવેરો?), નદીપાલ (સરહદની નદીઓ ઓળંગવાના લાગા), બાકીની નદીઓ નાવોથી પાર કરવાના નક્કી દર (કે કર), રાજયની પોતાની નૌકાઓનાં ભાડાં, બંદર (પટ્ટન) પરના લાગા, ગોચરોના નક્કી દર, માર્ગવરો, માપણી(survey)ના દર, ચોર પકડવા માટેનો રાજ્યકર. ‘ખાણ' (નિ)નો વ્યાપક અર્થ કરી તેમાં સમુદ્રતળનો પણ સમાવેશ થાય છે. એ દષ્ટિએ ખાણમાંથી થતી અર્થપ્રાપ્તિના આવા પ્રકારો નિર્દેશ્યા છે : સોનું, ચાંદી, વજ કે મણિ જેવાં રત્ન, મોતી, પરવાળાં, શંખ, લોહ (લોઢું, તાંબુ, જસત વગેરે હલકી ધાતુઓ), મીઠું (સિંધાલૂણ વગેરે પ્રસ્તરરૂપ મીઠું; દરિયાઈ મીઠું પણ ખરું ?), ભૂમિ-પ્રસ્તરજ-રસ (પ્રવાહી)જન્ય કાચી ધાતુઓ (ores). પ્રાચીન ભારતીય ધાતુવિદ્યા ઘણી વિકસિત હતી તે તો જાણીતી વાત છે. સમુદ્રની તો “રત્નાકર' (રત્નભંડાર) તરીકે જ પ્રાચીન ભારતમાં પ્રસિદ્ધિ હતી. બંધ, સરોવર, વાવ-કૂવા જેવાં કૃત્રિમ જળાશયો માટે “સેતુ' (‘બંધ') શબ્દ પ્રાધાન્યને આધારે સમુદાય ઓળખાતાં હોય છે” (પ્રાધાન્યન પદ્દેશા મર્યાન્તિ) એ ન્યાયે રૂઢ થયો ગણાય – કારણ કે આવાં જળાશયોમાં “સેતુ’ મુખ્યતા ધરાવે છે. આ બધા સીંચાઈ(પિયત)નાં સ્રોતો છે. એના દ્વારા મુખ્યત્વે કૃષિના સુકુમાર અંગરૂપ બાગાયતની ખિલવટ થાય છે. તેમાં અર્થપ્રાપ્તિના વિવિધ સ્રોતો આ હોય છે : પુષ્પ-ફળની વાડી (વોટ), શાકભાજીની વાડી (પા), ક્યારાની અર્થાત્ પિયતની ખેતી (ડાંગર, શેરડી ઇ.) અને મૂળની વાવણીથી થતી ખેતી (મૂવીપ) અર્થાત્ કંદમૂળની ખેતી. માંસાહારમાંથી બહાર નીકળતા જઈ દુષ્પાહાર, અન્નાહાર તરફ અને ત્યાંથી આગળ વધી ચોખા-શેરડીના વૈભવી આહાર ઉપરાંત શાક-ભાજી-ફળના આરોગ્યરક્ષક આહાર તરફની કૂચ આ માનવનિર્મિત જળાશયોના સંગમાં આરંભાઈ લાગે છે. વાવ-કૂવા-તળાવના નિર્માણને પ્રાચીન સમયમાં પુણ્ય-કર્મ ગણવામાં આવતું – પૂર્ત એ દ્વિવિધ પુણ્યો પૈકીના પૂર્વ કર્મ તરીકે. હકીકતમાં બંધોનું નિર્માણ એ સમયમાં વધુ પડતા પ્રમાણમાં પ્રજાહિત જોખમાય તેવા સ્થાપિત હિતો અર્થે ન થતું હોઈ એમાંથી જન્મતાં પર્યાવરણીય અને અન્ય જોખમો વિરલ જ હશે. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૭૫ વનમાંથી થતી અર્થપ્રાપ્તિના પ્રભેદોનું વર્ણન સાવ ટૂંકું છે; શ્રી કંગલે મુજબ ઉપયોગી વસ્તુઓના ચાર મુખ્ય પ્રભેદો નિર્દેશ્યા છે : પશુવન એટલે કે ગવયાદિ પશુઓનું વન, મૃગવન, દ્રવ્યવન અને હસ્તી-વન. આ દરેક પ્રકારનો સ્વતંત્ર અને મહત્તમ વિકાસ થાય તે હેતુથી તેમના અલગ રૂપે નિર્ધારિત કરેલા નિયંત્રિત સ્વતંત્ર વિભાગો (પરિપ્રદ) સમજવાના છે. અહીં એમ સૂચવવાનું જરૂરી લાગે છે કે “પશુ-મૃગ' શબ્દ એક સંયુક્ત એવો વિભાગ (પરિપ્રદ) સૂચવે છે, જેમાં ‘પશુ' શબ્દ પાલતુ પ્રાણીઓ, મૃગ અને હાથી એ ત્રણ વર્ગો સિવાયનાં જંગલી પ્રાણીઓ સૂચવે છે અને ‘મૃગ' એટલે વિવિધ હરણજાતિઓ. વિચારતાં એમ લાગે છે કે એ જંગલી પ્રાણીઓ અને હરણજાતિઓ મળીને એક આખો શિકારયોગ્ય પ્રાણીઓનો વર્ગ સૂચવાય છે – જેમનો શિકાર વિવિધ માંસ ઉપરાંત ચર્મ, નખ, શિંગડાં, કસ્તુરી-આદિ સુગંધી યા ઔષધયોગ્ય દ્રવ્યો વગેરે માટે કરાય છે. દ્રવ્યવન એટલે વનસ્પતિજ અસંખ્ય દ્રવ્યો આપતો વનવિભાગ. અને હસ્તીવન એટલે હાથીઓના ઉછેર અને તેમને જીવતા પકડવા માટેનું ખાસ વન. હાથીઓનો મહત્તમ ઉપયોગ સેના માટે થાય; ઉપરાંત તે રાજકુળ વગેરેમાં સવારી માટે, શોભા માટે પ્રયોજાય. ‘પશુમૃગ'નો ઉપર સૂચવેલ અર્થ ન કરીએ તો મૃગ સિવાયના શિકાર યોગ્ય ગણાતાં પ્રાણીઓ બાકાત રહી જાય છે. એટલે ‘પશુ' શબ્દથી ગવય જેવાં વનસ્પત્યાહારિ પ્રાણીઓ સમજવાનું યોગ્ય લાગતું નથી. અલબત્ત ગવય (નીલગાય કે રોઝ) કોઈ પણ રીતે ઉપયોગી નહિ, પણ ખેતીને ગમે તે રીતે પુષ્કળ નુકસાન કરનાર પ્રાણી હોઈ શિકારયોગ્ય પ્રાણી તરીકે ગણવામાં આવતું હશે એમ માની શકાય. પરંતુ તે માત્ર માંસ આપતું પ્રાણી હોઈ “ગવયાદિ’ એવો ટીકાકારસૂચિત અર્થ હિંસક પ્રાણીઓનો અર્થ સૂચવી શકે નહિ. વળી આમ તો ગવયનું માંસ પણ અમુક માનવજાતિઓના અપવાદ સિવાય ખપમાં પણ લેવાતું નથી ! અલબત્ત, અહીં ‘પશુ' શબ્દનો ઉપયોગ ‘હિંસક પ્રાણીઓ'ના અર્થમાં માનવાનું પણ વિચિત્ર લાગે છે. આ દષ્ટિએ એક કલ્પના એવી કરી શકાય કે અહીં સાચો પાઠ પશુમૃNI નહિ, પણ કૃપશુ હશે અને તે સ્થિતિમાં મૃ શબ્દનો મૂળ વ્યુત્પતિ-આધારિત આ અર્થ લેવો ન્યાયી બને – મૃ51 (શોધવું) ધાતુ પરથી “જે મનુષ્ય દ્વારા શિકાર માટે શોધાય તે મૃ' એવો વ્યુત્પત્તિ-જન્ય અર્થ. હરણ માટે પણ “મૃા' શબ્દ આ અર્થમાં જ રૂઢ થયો છે. પણ તે ઉપરાંત મૃNI' શબ્દ શુદ્ધ વિશેષણ તરીકે ઉપર બતાવેલા વ્યુત્પત્તિ-જન્ય અર્થમાં કે જંગલી પ્રાણીઓના અર્થમાં વપરાતો જોવા મળે છે; દા.ત. સિંહ માટે વપરાતો ‘મૃગપતિ' શબ્દ – મૃગોનો પતિ એટલે કે જંગલનાં પ્રાણીઓનો પતિ. આ રીતે કૃપશુનો અર્થ શિકારયોગ્ય બધાં પ્રાણીઓ – માંસાહારી કે હરણ જેવા તૃણાદિ વનસ્પતિ ખાનારાં પ્રાણીઓ – સમજાય. બાકી પશુમૃગ પાઠ તો સમસ્યારૂપ જ છે. અહીં એ પણ ધ્યાનપાત્ર વાત છે કે આ ગ્રંથમાં અન્યત્ર મોટે ભાગે વનના બે જ વિભાગો નિર્દેશાતા જોવા મળે છે : દ્રવ્યવન અને હસ્તીવન; દા. ત. ૨.૨.૨૨માં ‘જનપદસ્થાપન' વર્ણવતાં જે અર્થપ્રાપ્તિક્ષેત્રોની વાત છે, તેમાં આ બે પ્રકારો જ નિર્દેશ્યા છે. એ દષ્ટિએ ‘દ્રવ્યવન' શબ્દમાંના ‘દ્રવ્ય' પદમાં પ્રાણી-જ અને વનસ્પતિ-જ એમ બંને પ્રકારનાં દ્રવ્યો સમાવિષ્ટ ગણી શકાય. હસ્તી For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વનનો અલગ ઉલ્લેખ ઉપર બતાવ્યા મુજબ હાથીના સૈન્યસંબંધી અને સવારી-સંબંધી અસાધારણ મહત્ત્વને કારણે સમજવો. હાથીને બાણભટ્ટે તેમના હર્ષચરિતમાં “ફરતા કિલ્લા' (સૌંરતુ:) કહ્યા છે. નવાઈની વાત એ છે કે બીજા અધ્યક્ષપ્રાર: અધિકરણમાં અર્થપ્રવૃત્તિના અનેક અધ્યક્ષોની કામગીરી માટે એક-એક અલગ અધ્યાય આપવામાં આવ્યો છે, પણ વનાધ્યક્ષ જેવા અધિકારીનો તો ઉલ્લેખ સુદ્ધાં નથી ! ખરેખર તો સમાહર્તાના તાબા નીચેનાં અનેક અર્થપ્રવૃત્તિ-ક્ષેત્રોના અલગ અધ્યક્ષોના કાર્યકલાપનાં વર્ણનો ઉક્ત બીજા અધિકરણમાં છે જ, તેમ સમાહર્તાના જ તાબા નીચેના મુખ્ય સાત અર્થક્ષેત્રોમાંના જ એક વનરૂપ મહાન અર્થક્ષેત્રના અલગ અધ્યક્ષની જોગવાઈ તો અત્યંત આવશ્યક લાગે છે. તો કૌટિલ્ય આટલી મોટી બાદબાકી કેમ કરી હશે ? અલબત્ત, રાજયના વિવિધ કોઠારોમાં એક પ્યJદ કહેવાતો કોઠાર વન્ય પેદાશો માટે અલગ રખાતો હોવાની વાત જરૂર છે. પ્રાચીન સમયમાં આજના જેવી પર્યાવરણ-પ્રદૂષણની સમસ્યા ન હોવાથી વનો દ્વારા પર્યાવરણરક્ષણ અને તે દ્વારા અર્થતંત્રને થનારા આડકતરા લાભની વાત આ ગ્રંથમાં ક્યાંય ઉલ્લેખાઈ નથી. તે જ રીતે અર્થપ્રાપ્તિ માટે વનોના વ્યાપક વિનાશનું વલણ પણ એ કાળે સામાન્યત: નહિ હોય એમ લાગે છે. સામે પક્ષે કૃષિયુગના મંડાણના પગલે સ્થાયી વાસસ્થાનોમાં સમાજ તરીકે જીવવાની શૈલી વિકસતાં જનપદ માટે વનોના અમુક ભાગો ઉચ્છેદતા રહેવાની આવશ્યક્તા પણ ઊભી થઈ હશે તે વાત “મહાભારત'નો ખાંડવદાહ-પ્રસંગ પણ ચીંધે છે. એથી ઊલટું, નવા જનપદની સ્થાપના સાથે કરવાનાં ઉપર્યુક્ત દ્વિવિધ વનોના નિર્માણની વાત રસપ્રદ છે. કાયદાઓના પ્રકરણમાં રાજયની મંજૂરી વિના વૃક્ષોચ્છેદ માટેના દંડની જોગવાઈનો ઉલ્લેખ મળે જ છે. કૌટિલ્ય પશુપાલનના મુખ્ય ધામરૂપ વ્રજોમાં ઉછેરાતાં આઠ માનવ-ઉપયોગી પશુઓ ઉલ્લેખ્યાં છે : ગાય-ભેંસ, ઘેટાં-બકરાં, ગધેડાં-ઊંટ અને ઘોડા-ખચ્ચર, જે આહાર, માલ કે મનુષ્યની હેરાફેરી, વસ્ત્ર, યુદ્ધ જેવા માનવીય હેતુઓમાં ખપ લાગે છે. વ્રજો ઉપરાંત ચાલુ ગામોમાં પણ આ પશુઓ પરિવારોના પોતાના ઉપયોગ માટે ઉછેરાય છે. તેથી દરેક ગામની વસ્તીગણતરીમાં પશુસંખ્યા પણ નોંધાય છે. રાજ્યતંત્ર દ્વારા ખાસ નિર્માણ પામેલા માર્ગો મુખ્યત્વે વેપાર-વણજ માટે વપરાતા હોઈ વણિપથ (વેપારી માર્ગો) કહેવાય છે. માલની લાવ-લઈ જા કરતા વેપારીઓના પ્રવાસી સમુદાયરૂપ ‘સાર્થ (વેપારી કાફલા)ના ઉલ્લેખો પણ ગ્રંથમાં મળે છે, અને એના જાનમાલ માટેની રાજ્યતંત્રની જવાબદારીના સંદર્ભો મળે છે. એ માર્ગો માટે વેપારીઓ પાસેથી માર્ગવેરો (વર્તની), શુલ્ક (માલ-પરિવહન-વેરો), લૂંટ-ધાડ સામે માર્ગ પર અપાતા રાજયરક્ષણ માટેનો કર (તિવાહિ), નદીઓ ઓળંગવાનો કર (તર) – જેવા વિવિધ લાગા પણ ઉઘરાવાતા. આવા વેપારી માર્ગોને આજના રાજયમાર્ગો (state-highway) સાથે સરખાવી શકાય. લોકોની હેરફેર પણ આવા માર્ગો પર જરૂર થતી હશે, પણ એનું પ્રમાણ આજે જોવા મળે છે તેટલું વ્યાપક નહિ હોય. નાનાં ગામો વચ્ચેના સ્થાનિક વહેવાર માટે ગાડામાર્ગો કે સાંકડા માર્ગો પણ જરૂર હશે. તેમનો ઉલ્લેખ સમાહર્તાની કામગીરી અંગેના પ્રકરણમાં નહિ, પણ સૈન્યની આગેકૂચ અંગેનાં યુદ્ધસંબંધી પ્રકરણોમાં મળે છે. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૭૭ વણિપ્રથોના બે પ્રકાર બતાવ્યા છે : સ્થલપથ (ભૂમિમાર્ગ) અને વારિપથ (જળમાર્ગ). બંનેના લાભાલાભ બતાવાયા છે. જનપદના ભાગરૂપ “પયપત્તનો' (વેપારી નગરો) પ્રાયઃ નદીકાંઠે કે સમુદ્રકાંઠે હોવાના ઉલ્લેખ સૂચક છે. જે-તે રાષ્ટ્રની ભૌગોલિક પરિસ્થિતિ અનુકૂળ હોય તો વેપાર માટે જળમાર્ગોની પસંદગી વધારે થતી હશે; કારણ કે એ પ્રકૃતિનિર્મિત માર્ગો છે. વણિપથોનું મહત્ત્વ રાજય અને વેપારીઓને થતા અર્થલાભની દષ્ટિએ જેટલું છે, તેટલું જ પ્રજાને સ્થાનિકપણે સુલભ ન હોય તેવી પૂરક જીવનજરૂરિયાતોની થતી પ્રાપ્તિની દષ્ટિએ પણ છે. રાષ્ટ્રભરમાં માલનો પુરવઠો સમાન રીતે પહોંચાડવા માટે અને વસ્તુના ભાવનિયમન માટે પણ આ માર્ગો મહત્ત્વના છે. આ કામો માટે પપ્પાધ્યક્ષ (પુરવઠા-અધ્યક્ષ) પણ નિયુક્ત કરાય છે તે આગળ જોઈશું. વણિપથ' શબ્દ એટલું બરાબર સ્પષ્ટ કરે છે કે કૌટિલ્ય સામે વેપારપ્રધાન સંકુલ અર્થતંત્રનું ચિત્ર છે. અર્થપ્રાપ્તિના સાત રાષ્ટ્રીય સ્રોતો પૈકીના એક સ્રોત તરીકે વણિપથની ગણના થાય છે. તેમાંથી રાજયતંત્રને જાતજાતના કર કે લાગાઓ મળે છે, વેપારીઓને સ્વપ્ન-શા નફા મળે તેવા પોતાનાં દૂરંદેશીભર્યા કે અજાયબ લાગતાં વેપારી સાહસો અજમાવવાની મનભર મોકળાશ મળે છે અને પ્રજાને પ્રાયઃ સ્થાનિક રીતે મળેલી પાયાની નિર્વાહ સામગ્રી ઉપરાંતની વધારાની જરૂરિયાતો નિમિત્તે સુખદાયક કે કૌતુકજનક અવનવી ચીજો તેમ જ જીવનશૈલી ઘાટીલી કે રંગીન બને તેવાં નવાં સાધનો પણ મળે છે. આ છે સૌ-સૌના પોતપોતાના લાભ. આ વણિકૂપથ ગામો અને નગરો બંનેની જીવનશૈલી પર ગણનાપાત્ર પ્રભાવ પાડે છે એ પણ સ્વીકારીએ. છતાં અહીં રાષ્ટ્રીય અર્થતંત્રના આ પાસા પરત્વે તેની મર્યાદાથી યે વિશેષ તેની સાથે જોડાયેલ સંભવિત સાંસ્કૃતિક સંકટ તરફ માત્ર આંગળી ચીંધવી છે; તે છે એકાંગી અર્થ કેન્દ્રીપણારૂપ કે અર્થપરાયણતારૂપ સાંસ્કૃતિક સંકટ, કૌટિલ્ય ત્રિવર્ગમાં અર્થને જ પ્રધાન કહીને તો પોતાની વિવેકિતા જ બતાવી છે તે તેનું સાચું અર્થઘટન ચીંધતાં, આગળ બતાવવામાં આવ્યું જ છે. ધર્મ-કામ અર્થમૂલક છે” એ વાક્ય આ ચર્ચાને સમજવાની ચાવી હોવાનું અગાઉ ચીંધ્યું છે. વણિપથોનું નિર્માણ કરવાનું વિશાળ-સંકુલ આયોજન અને વેપારને ઊલટભર્યું સમુચિત પ્રોત્સાહન – એ પણ મૂળમાં તો રાજયતંત્રના પાયાના કર્તવ્યનો જ ભાગ છે. એક રીતે જોઈએ તો લોકસ્વભાવ અને પાયાની માનવીય વૃત્તિઓને પારખીને, તેની સાથે સંઘર્ષને બદલે સહયોગનો સંબંધ સ્થાપીને જ રાજ્યતંત્ર પોતાની મધ્યસ્થતા અને વિવેકિતા દર્શાવી શકે છે; અને તે જ તેને તેના સમગ્ર ધ્યેયમાં સફળ પણ બનાવે છે. પણ એ મધ્યસ્થતા તે નથી જડતા કે નથી નરી યાંત્રિકતા. જાતવાનું રાજ્યતંત્રમાં સ્વાધીન દર્શનશક્તિ ગર્ભિતરૂપે હોય જ છે. રાજાના માધ્યમથી રાજયતંત્ર માનવસંસ્કૃતિના ઉલાળ ધરાળ જાળવવા જેટલું દષ્ટિસંપન્ન હોય જ છે. મનુષ્યની વૃત્તિઓ પરનો તેનો હિતકર સાંસ્કૃતિક જાપ્તો સીધો, દેખીતો કે આક્રમક ન હોતાં પરોક્ષ અને ચતુરાઈભર્યો હોય છે. “અર્થશાસ્ત્રીને સમગ્રરૂપે તપાસવાથી પ્રતીતિ થશે કે કૌટિલ્ય વેપારી વૃત્તિના સંભવિત અતિરેકો બાબત પૂરેપૂરા જાણકાર અને જાગૃત પણ છે. શુલ્કાધ્યક્ષ, પપ્પાધ્યક્ષ, “રૂપદર્શક' (ચલણી સિક્કાની પરીક્ષા કરતો રહેતો અધિકારી) ઇત્યાદિ અનેક અધિકારીઓના કાર્યક્ષેત્રોનાં વિસ્તૃત વર્ણનો કે માત્ર નિર્દેશો પણ વેપારી લોભનાં તોફાનોને અટકાવવા રાજ્યતંત્ર કેટલું સાબદું હોય છે તે બતાવે છે. સમાહર્તાના બૃહત્ કાર્યક્ષેત્રમાં આ બધું For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પણ આવી જાય છે. આગળ અર્થતંત્રની ચર્ચા દરમિયાન આ વાત વધુ છેડીશું. કાયદો અને વ્યવસ્થાની જાળવણી સંકુલ અને બહુઆયામી કામગીરી છે એ દષ્ટિએ પણ અહીં વહીવટીતંત્રની ચર્ચામાં અર્થતંત્રની બાબતોની ય સંડોવણી સાવ આડવાત બની રહે તેમ નથી. ઉપર રાજયને અર્થપ્રાપ્તિ કરાવતા જે સાત સ્રોતો વર્ણવ્યા છે, તે બધા મળીને સ્વસ્થ, વિકાસશીલ માનવજીવનનો આધાર બને તેવા છે. એ દરેક સ્રોતમાં જેટલાં મુખ્ય પુરુષાર્થસ્થાનો છે, તેનો થયેલો લાધવપૂર્ણ ઉલ્લેખ, સ્વસ્થ રાષ્ટ્ર કેવા સર્વજનહિતકર અભિક્રમ અને ઉદ્યમથી નિત્ય ધમધમતું હોય, તેનો પ્રેરક ચિતાર શાણા જનોને આપે છે. અગાઉ આપણે દંડનીતિવિદ્યાનું જે કૌટિલ્યોક્ત સ્વરૂપવર્ણન જોયેલું તે ફરી ઘૂંટીએ : “તે (દંડનીતિ) ન મેળવેલું મેળવનારી, મેળવેલાનું રક્ષણ કરનારી, રક્ષિત સમૃદ્ધિની વિવિધ રીતે વૃદ્ધિ કરનારી અને વૃદ્ધિ પામેલી સમૃદ્ધિનું ‘તીર્થોમાં (સત્પાત્રોમાં) વિતરણ કરનારી છે. એ વાતનું જ સમાહર્તાના કાર્યક્ષેત્રના આ વર્ણનમાં પાકે અનુસંધાન જણાય છે. આજે કહેવાતા સ્વાતંત્ર્યના કે લોકશાહીના જમાનામાં વિવિધ રાષ્ટ્રોની અજબ-ગજબ કે અવનવી ચાલ જોઈએ છીએ, ત્યારે પ્રૌઢજનને આ વર્ણનમાં સાંસ્કૃતિક ઠરેલપણું, રચનાત્મકતા અને પારદર્શકતા લાગ્યા વગર રહેતાં નથી. સમાહર્તાના કર્તવ્યક્ષેત્ર વિષેના આ અધ્યાય ૨.૬ના ઉત્તરાર્ધમાં ખૂબ ચીવટથી ખાતાવાર કે પ્રકારવાર કરવાની, આવકની અત્યંત કાળજીભરી નોંધની વાત, આવક-જાવક-સિલકના પાકા હિસાબની વાત, તેના યોગ્ય દેશકાળ-નિર્દેશની વાત, બાકી લેણાંની વાત – એવી બધી, સર્વ સાથે સમતુલાસાધક ધનવિનિમય જાળવનારા શુદ્ધ વ્યવહારની વાતો ઉલ્લેખવાનું ચુકાયું નથી. પ્રાયઃ પૂર્વના રાજનૈતિક દીર્ઘદર્શી મનીષીઓ દ્વારા વિચક્ષણ પ્રતિભા વડે પુરસ્કારાયેલા, ઉદ્યમી રાજનૈતિક પેઢીઓ દ્વારા સાતત્યપૂર્વકની અજમાયશોથી દઢમૂળ બનેલા અને રાજાની પ્રમાદરહિત વત્સલ અધ્યક્ષતાથી કસાયેલા આ સમાહર્તાપદના વિશાળ અને અત્યંત જવાબદારીભરેલા કાર્યક્ષેત્રને જયારે ચિંતન અને પ્રયોગ એ બંનેનાં ઊંચાં ધોરણ જાળવનાર કૌટિલ્યની અનુમોદના (સ્વીકૃતિ) મૌલિકપણે મળે છે, ત્યારે તેની ભવ્યતાને એક વાસ્તવિક ધરાતલ પણ મળે છે. સર્વાગી રીતે કસાયેલા અને પ્રતિભાશુદ્ધિ પામેલા મનુષ્યથી જ આવા પદનો સંતાપ અને કાર્યભાર જિરવાય. ઇન્દ્રિયજયના મહામંત્રનું સાતત્યયુક્ત, ઊંડાણભર્યું સેવન જ આવા મનુષ્યને નિપજાવી શકે. અલબત્ત, સમાહર્તાએ વિવિધ તંત્રોમાંના કાર્યકર-સમૂહની મદદ સતત લેવાની છે, અને સાથે જ એમની કાર્યનિષ્ઠાની તપાસ અને મુલવણી ગુપ્તપણે કરતા રહેવાની છે. સમાહર્તાએ ‘પ્રદેષ્ટા' બિરુદવાળા, રાષ્ટ્રસ્તરના અધિકારીઓ, જે અમાત્યની સમકક્ષ ગણાય, તેમની મદદ લેવાની છે. પ્રદેટાને શ્રી કંગલે આજના મૅજિસ્ટ્રેટની બરાબરીના સમજે છે. પ્રદેષ્ટાએ, આ મુદ્દાની ચર્ચામાં અગાઉ ઉલ્લેખેલા ‘ગોપ' (પાંચથી દસ ગામના વિકાસ-અધિકારી) અને સ્થાનિક’ (આખા જનપદના ચાર પ્રખંડ પૈકી દરેકના મહા-વિકાસઅધિકારી) દ્વારા, સાથે આખા રાષ્ટ્રમાં ગોઠવવામાં આવેલા રક્ષાપુરુષો(પોલિસ-અધિકારીઓ)ને સતત મદદમાં રાખીને સમાહર્તાના આદેશ મુજબ મુખ્યત્વે આ બે કામો કરવાનાં છે : “કંટકશોધન' (રાજયતંત્રની પોતાની પહેલથી – suo moto– કરાતું વિવિધ અસામાજિક તત્ત્વોનું નિયમન) અને For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૭૯ ‘બલિપ્રગ્રહ' (રાજયને મળવાપાત્ર કરવેરા અને જાતજાતના પ્રાસંગિક લાગાઓ ભરવામાં થતી ચૂક કે ચોરી પકડી પાડીને તેની પૂરી ઉઘરાણીનું કામ – છાપામાર વેરા-અધિકારીનું કામ). (એક નવાઈની વાત એ છે કે રક્ષકતંત્ર એટલે કે પોલિસતંત્રની વાત અધ્યક્ષpવાર જેવા અનુરૂપ અધિકરણમાં કે ગ્રંથમાં બીજે ક્યાંય કરાઈ નથી !). સમાહર્તાએ સતત ગુપ્તચર તંત્રનો વિપુલ ઉપયોગ, જરૂરી વિવિધ સામાન્ય જાણકારીઓ અને વિવિધ અપરાધોની જાણકારી વિશ્વાસપાત્ર રીતે મેળવવા કરવાનો છે. વળી અગાઉ જોયું તેમ ગોપ અને સ્થાનિકે જનપદમાં કરેલી વિવિધલક્ષી મોજણીઓની ખરાઈ ચકાસવા પણ ગુપ્તચરતંત્ર દ્વારા તેવી જરૂર મુજબની સમાંતર મોજણીઓ કરાવવાની છે. તદુપરાંત ગામ-કસ્બા-વેપારીમથકોના વિવિધ ધંધાદારીઓની તથા અધ્યક્ષપ્રવીર અધિકરણમાં બતાવ્યા મુજબના, રાષ્ટ્રની મુખ્યત્વે વિવિધ આર્થિક પ્રવૃત્તિઓના નિયમન માટે રાજ્ય દ્વારા નિમાયેલા અધ્યક્ષની પ્રામાણિકતા અને કાર્યદક્ષતાની ગુપ્ત તપાસ પણ ગુપ્તચરતંત્ર દ્વારા કરતા રહેવાની છે. આમ સમાહર્તાએ કાયદો અને વ્યવસ્થા જાળવીને જાળવવા એકંદરે તો રાષ્ટ્રની અર્થપ્રવૃત્તિઓને નિયમબદ્ધ અને કાર્યદક્ષ બનાવવા સંબંધી ખૂબ પાયાની મહત્ત્વની કામગીરી કરવાની છે. (૨) રાજધાનીનું નગરનિયમનતંત્ર દુર્ગ એટલે કે રાજધાનીના અધ્યક્ષને નાગરિક કહે છે, જે નગરચર્યાનું નિયંત્રણ કરે છે. એના કાર્યકાળનું સ્વરૂપ આજના “મૈયર' અને સવિશેષપણે ‘શહેર-પોલિસ-કમિશ્નરની ફરજોના મિશ્રણરૂપ જણાય છે. ‘નાગરિકની ફરજો પણ સમાહર્તાના સત્તાક્ષેત્રના અંગરૂપ ગણાય છે, તેથી તે અધિકારી સમાહર્તા પ્રત્યે જવાબદાર ગણાય. પાણિનિના વ્યાકરણમાં પણ ‘નાગરિક' શબ્દનો આ વિશિષ્ટ અર્થ નોંધાયેલો છે. નગરવાસી માટે પાણિનિએ કોઈ શબ્દ બતાવ્યો નથી, પણ એક ઘણી રસપ્રદ વાત એ છે કે તેમણે “નાગરક' શબ્દના બે પ્રચલિત લાક્ષણિક (ગુણસૂચક) અર્થો આપ્યા છે, જે નગરવાસી વિષેની અનુક્રમે ખરાબ અને સારી છાપ આમ બતાવે છે : “નાગરક'નો એક અર્થ છે “ખરાબ માણસ' અને બીજો અર્થ છે “પ્રવીણ એટલે કે કાર્યદક્ષ વ્યક્તિ ૧૫ ! નગરજીવન પાણિનિ વખતે પણ ખાસ્સે પ્રાચીન હશે; તો જ તે જીવન વિષેની આજના જેવી જ બે વિરુદ્ધ છાપ તે વખતે પણ રૂઢ થઈ ગયેલી હશે. નગરજીવન એક ગૂંચવણભરેલી સાંસ્કૃતિક દ્વિધા તરીકે મનુષ્યના શાણપણ સામનો એક પડકાર છે, સામનો ન ટાળી શકાય તેવો બળતો પ્રશ્ન છે. કાલિદાસનો નગરજીવન વિષેનો પરિપક્વ અભિપ્રાય અભિજ્ઞાનશાકુંતલ' નાટકના પાંચમા અંકમાં શકુંતલાને દુષ્યતને ત્યાં મૂકવા આવેલા બે તાપસોના મુખમાં મુકાયેલી, સમાન અભિપ્રાયો ધરાવતી એક-એક ઉક્તિ દ્વારા સમર્થ રીતે પ્રગટ થાય છે૧૬ . એક અસાધારણ મહામાત્ય તરીકેની ધીરતા(જબરાઈ)ની જોડાજોડા જ અંતરતમથી શમપ્રધાન માનવીય સંસ્કૃતિના સ્વપ્રને વરેલા કૌટિલ્ય, નગરજીવન માનવીની અતિવિષમ પ્રકૃતિ અને તેને અનુરૂપ અસંખ્ય કુટેવોથી કેવું બળબળતું અને બણબણતું બની રહે છે તે સમજે છે. પણ પૃથ્વી પરના સમકાલીન For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ માનવસમાજની વાસ્તવિક પ્રકૃતિના અન્વયે, રાજયની એકંદર મહત્તમ સુવ્યવસ્થાની દૃષ્ટિએ કિલ્લેબંદ રાજધાનીની કે અન્ય નગરોની પણ આવશ્યક્તા પારખીને તેઓ નગરજીવનને, સંભવિત બદીઓને અંકુશિત કરતાં નિયંત્રણોથી સુવ્યવસ્થિત બનાવવાનું જરૂરી માને છે. એ કામની વિશિષ્ટતા અને સંકુલતા સમજીને નગરના નિયંત્રક તરીકે વિશિષ્ટ ઉચ્ચાધિકારી ‘નાગરિક'ની જોગવાઈની પરંપરા સ્થપાઈ હશે. તે અધિકારીનાં કર્તવ્યો નગરક્ષેત્રમાં સમાહર્તા જેવાં જ હોવાનું અ. ક. ૨.રૂદ્દના આરંભે જ કહેવાયું છે. નાગરિકે કાઠા નગરપરિવારના હિંમતબાજ પણ વત્સલ એવા મોભીનું કે કાર્યદક્ષ એવા નિત્યના હિતચિંતકનું કામ કરવાનું છે. આવા અધિકારીઓની માત્ર યાંત્રિક (કારકુની) કે ચીંધી શકાય તેવી સ્થૂળ ફરજો જ હોતી નથી, પણ પ્રબુદ્ધ મનુષ્ય તરીકે પોતાના અધિકારક્ષેત્રની સ્થૂળ-સૂક્ષ્મ સર્વાગી ફરજો પ્રત્યે અંતરતમથી સમર્પિત થવાનું છે. આવા અધિકારીની નિષ્ઠાનો આધાર રાજાની સમગ્ર પ્રતિભા પર અને રાજાએ જમાવેલા રાજ્યતંત્રની જીવંતતા અને સુદઢતા પર રહે છે. નારિ પ્રથ: (અધ્યાય ક્ર. ૨.૩૬)(‘નાગરિકનું ધ્યાનક્ષેત્ર') એ અધ્યાયમાં નાગરિકની સમગ્ર કાર્યદિશા ચીંધવા માટે નગરજીવનની સુવ્યવસ્થાને લગતાં પ્રાથમિક મહત્ત્વનાં કેટલાંક જ કર્તવ્યો નમૂનારૂપે જણાવ્યાં જણાય છે. સમાહર્તાના જેવા એક કર્તવ્યરૂપે સ્વક્ષેત્રનાં વિવિધલક્ષી પારિવારિક સર્વેક્ષણો સહાયકો દ્વારા નાગરિકે રાજધાની પૂરતાં કરવાના છે એ અનુક્ત વાત પણ સમજી લેવાની રહે છે. સમાહર્તાના કર્તવ્યક્ષેત્રરૂપ જનપદમાં જેમ કાર્યની સુગમતા માટે પાંચ-દસ ગામના સમૂહો કરાય છે, તે જ રીતે નાગરિકના રાજધાનીરૂપ કાર્યક્ષેત્રનો રોજિંદો વહીવટ વ્યવસ્થિત રીતે સંભાળવા દશ, વીસ કે ચાલીસ કુળ દીઠ એક “ગોપ” અને નગરના ચાર વિભાગ પાડી દરેક પર “સ્થાનિક' એ જનપદ જેવા અધિકારીઓ સહાયમાં રહે છે. તેમણે પોતાના તાબાનાં કુળો બાબત ઉપર ચીંધ્યાં તેવાં વિવિધ સર્વેક્ષણો કરી તેની પાકી નોંધ રાખવાની પણ હોય છે. વિશેષરૂપે રાજધાની અને સામાન્ય રૂપે અન્ય કોઈ પણ નગર એ મુખ્યત્વે તો સંપત્તિ અને સત્તાની જમાવટ માટેનાં જ ખાસ કેન્દ્ર હોઈ, તે બંને લલચામણી બાબતોમાં ભાગ પડાવવા, તેની ઓળવણી કરવા કે ચોરી-લૂંટ કરવા દુર્જનો કે સમાજનાં અસામાજિક તત્ત્વો નગરમાં જુદી-જુદી રીતે સક્રિય હોય જ છે. “ખોટા સિક્કા સાચા સિક્કાને ભગાડે' એવો અર્થશાસ્ત્ર તારવેલો નિયમ સમાજનાં અન્ય ક્ષેત્રોમાં પણ અમલી બનવાની સંભાવના રહે છે. નાગરિકે મુખ્યત્વે એવી પ્રવૃત્તિઓ સતતની ખબરદારીથી અટકાવતા રહી, રાજધાનીમાંના સંકુલ કાર્યકલાપ દ્વારા રાષ્ટ્રજીવનના હૃદયરૂપ એ ધામને કાર્યક્ષમ રીતે ધબકતું રાખવાનું છે. વળી સામુદાયિક રીતભાતો, આવન-જાવન, સ્વચ્છતા જેવા અનિવાર્ય નાગરિકધર્મો અંગેનાં અસરકારક નિયમનોનું પણ ખૂબ મહત્ત્વ છે. આ કામ નાગરિકે માત્ર ગોપ-સ્થાનિક દ્વારા જ નહિ, પણ અનુકૂળતા પ્રમાણે નગરનાં જીવંત વ્યાવસાયિક જૂથોને પોતપોતાના વ્યવસાયોનાં પાયાનાં હિતોના રક્ષણ માટે જાગૃત કરીને તેમના દ્વારા, તેમ જ ગુપ્તચરો દ્વારા પણ કરવાનું છે. કોઈ પણ સમાજનું રક્ષણ તેમાંના મોટા ભાગના સભ્યોનાં આત્મગૌરવ, જાગૃતિ, બુદ્ધિયોગ, ઉદ્યમશીલતા ઇત્યાદિ દ્વારા ઉત્તમ રીતે થઈ શકે છે. માત્ર તંત્રને ભરોસે બેસી રહેનારો સમાજ પડતો જ જાય છે. For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૮૧ વિવિધ વ્યાવસાયિક જૂથો અને સંસ્થાઓની પોતપોતાના કાર્યક્ષેત્રની આવી ચોકીદારી અંગે કેટલીક આવી વાતો રજૂ કરાઈ છે : ધર્મશાળાના આયોજકોએ પોતાને ત્યાં ઉતારા માટે આવતા પાખંડધર્મીઓને (અર્થાત પ્રચલિત સંપ્રદાયોનું ખંડન કરનારા નવસાંપ્રદાયિકોને) ઉતારો આપતા પહેલાં નાગરિકના તંત્રને જાણ કરવી. બાકી અપરિચિત સંપ્રદાયોના તપસ્વીઓને કે શ્રોત્રિય બ્રાહ્મણોને તો નાગરિકે કે તેના તંત્ર જાતે ખાતરી કરીને જ ઉતારાની સંમતિ આપવી. નગરના કારીગરોનાં કે કલાકારોનાં જૂથોએ પોતાના ધંધામાં નવા ઉમેરાતા ધંધાર્થીને પોતાના જ મહોલ્લામાં વસાવવો. વેપારીઓએ પણ એમ જ કરવું. તેમણે અયોગ્ય સ્થાને કે અયોગ્ય સમયે માલ વેચનાર અંગે કે વેચવાના માલની માલિકી બાબત શંકાસ્પદ વ્યક્તિ અંગે તંત્રને જાણ કરવી. દારૂના, માંસખાદ્યોના કે અન્નખાદ્યોના વેપારીઓએ તેમ જ રૂપજીવિનીઓ(વેશ્યાઓ)એ પૂરી પરખ કરીને જ પોતાના નવા ધંધાભેરુને મહોલ્લામાં વસાવવા. ખૂબ ખર્ચાળ કે મારફાડ કરનાર ધંધાદારી અંગે પણ જાણ કરી દેવી. કોઈ ચિકિત્સક પોતાની પાસે ગુપ્તપણે ઘાની ચિકિત્સા કરાવવા ઇચ્છનાર વ્યક્તિ અંગે કે અપથ્ય આહાર-વિહાર સેવનાર રોગી અંગે ગોપ કે સ્થાનિકને જાણ કરીને જ, પછીથી ઊભા થનાર સંભવિત આળથી બચી શકે; નહિતર તે પોતે એવી વ્યક્તિના અપરાધનો સાથી લખી શકાય. ઘરના વડાએ રાત્રે પોતાના ઘરે આવનાર કે ઘરેથી બહાર જનાર અંગે પણ તંત્રને જાણ કરીને તેવી વ્યક્તિ દ્વારા રાત્રે થનારા સંભવિત ગુન્હાના આળથી બચવું. અત્યંત મલિન ઇરાદાવાળાં અસામાજિક તત્ત્વોને વેળાસર પકડી પાડવા માટે મુખ્ય માર્ગો, ગલીઓ અને નિર્જન સ્થાનોમાં – નગરની અંદર કે બહાર – ગુપ્તચરોએ ફરતા રહેવું અને ઘાયલ, વાંધાકારક ઓજારો ધરાવતા, માથે મોટો બોજો ઉપાડી જાતને છુપાવવા મથનાર, ઉશ્કેરાટવાળા, વધુ પડતી ઊંઘ લીધા કરનાર યા સાવ અજાણ્યા લાગતા મનુષ્યને પકડીને તપાસ કરવી. એ જ રીતે નગરની અંદર ખાલી જગાઓ, શિલ્પસ્થાનો, મદિરાલયો, ખાણાગૃહો, જુગારખાનાં, પાખંડધર્મીઓનાં સ્થાનો વગેરેમાં પણ ભાળ કાઢતાં રહેવું. અહીં પાખંડધર્મીઓના ઉલ્લેખના સંદર્ભે ખુલાસો કરવો જોઈએ કે કૌટિલ્ય પોતે આવા લધુસંખ્યક વિશિષ્ટ સાંપ્રદાયિકો બાબત પણ સર્વસામાન્ય આદર જ દાખવે છે. તેથી જ તો, અગાઉ જોયું તેમ, રાજાએ રોજ પોતાના જાહેર મુલાકાતના સમયમાં આ વર્ગને દેવકાર્ય અને તાપસકાર્યની તરત પછી સ્થાન આપ્યું છે. જયારે અહીં તો સંભવિત ગુન્હેગારોની આગોતરી ભાળ મેળવવાના સંદર્ભે, ઓછા લોકોને મળવાને કારણે અમુક અંશે અતડા રહેતા, પણ સાચા એવા પાખંડધર્મીના વેષનો દુષ્ટો દ્વારા દુરુપયોગ થવાની શક્યતા વધુ રહે છે – એવા વિચારે જ, અને વળી અનુચિત સ્થાનનો આશ્રય લેવાને કારણે, આવા વેષધારી પાખંડધર્મીઓ બાબત શંકાશીલ બની છૂટવાનો વ્યવહારુ આદેશ આપ્યો હોવાનું માનવું યોગ્ય ગણાશે. આવાસો અને ભવનોથી નિરંતર (ખાલી અવકાશો વિના) ઘેરાયેલું નગર આગ જેવી સર્વનાશક હોનારતથી પ્રાય; મુક્ત રહે તે માટે વિવિધ સાવચેતીઓનું ચુસ્ત પાલન થાય તે નાગરિકના તંત્રનું એક ખૂબ મહત્ત્વનું કર્તવ્ય છે. અન્યત્ર રાષ્ટ્રીય આપત્તિઓની ચર્ચામાં પણ For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અગ્નિકૃત આફતની ગણના ખાસ કરાઈ છે તે આપણે જોઈશું. પહેલાં ઘરોના નિર્માણમાં લાકડાનો ઉપયોગ ખાસ્સો કરાતો તે દૃષ્ટિએ, ખાસ કરીને ઉનાળામાં દિવસના વચલા બે ચતુર્થ ભાગોમાં, અગ્નિ ઘરમાં ન પેટાવતાં, આંગણામાં જ પેટાવવાની ભલામણ કરાઈ છે. અગ્નિનો ઉપયોગ કરવો પડે તેવા વ્યવસાયોને નગરમાં એકજન્થે વસાવવા. રસ્તાઓ, ચારરસ્તા, દરવાજા, રાજ્યની માલિકીનાં સ્થાનો વગેરેમાં પાણી ભરેલા પુષ્કળ ઘડાઓ રાખવા. ઘાસ, સાદડી જેવી દહનશીલ સામગ્રીનાં માળખાંને જાહેરમાં ન રહેવા દેવાં. આવા ઉપાયો આગ ન લાગે તે માટે સૂચવાયા છે. ૧૮૨ આગ લાગે ત્યારે સામાજિક સહયોગ ખૂબ જરૂરી છે. કૌટિલ્યે તે માટે જરૂરી કાનૂની જોગવાઈઓની સુધ્ધાં ભલામણ આગના સંદર્ભે ખૂબ વાજબી રીતે જ કરી છે. આગ લાગે ત્યારે સાધનદાન અને કાર્યસહયોગ એ બે વાત ખૂબ મહત્ત્વની છે. કૌટિલ્ય સામે હજી ઉઘમતત્પર સહયોગી સમાજ અને તેની સહજીવનની તમન્નાનું ચિત્ર છે; બધું સ૨કા૨-માબાપ કે ખાનગી ધંધાદારીઓ જ કરે એવું સામાજિક ચિત્ર નથી. આવો જીવંત સમાજ જ માનવીય સમાજ છે, ટકાઉ સમાજ છે, વિજયી સમાજ છે. આગ ઓલવવાનાં જળપાત્રો અને ફસાયેલાંને બચાવવાનાં વિવિધ સાધનો સ્થાનિક લોકોએ પણ જરૂર મુજબ અને પોતાની સગવડ મુજબ પૂરાં પાડવાં તે તેમની નૈતિક ઉપરાંત કાનૂની ફરજ પણ છે. તે રીતે મકાન-માલિકોએ કે ભાડે રહેનારાઓએ પણ આગ બુઝાવવાના અને જાનમાલના બચાવકાર્યમાં સહયોગ આપવો તે તેમની કાયદેસર ફરજ છે. નગરમાં ગમે ત્યાં આગ ચાંપનાર વ્યક્તિના તો વધની જ ભલામણ કરાઈ છે. ઉપર કહ્યું તેમ, ચોથા ટશોધન-અધિકરણમાં કેટલીક ખાસ કુદરતી આપત્તિઓ(૩પત્તિપાત)ના પ્રતીકારના પ્રકરણમાં આગરૂપ આપત્તિનો સમાવેશ થયેલો જ છે. શત્રુનો કિલ્લો જીતવા વિષેના તેરમા અધિકરણ(દુર્વ્યતમ્મોપાય:)માં પણ ઘેરો ઘાલનાર શત્રુએ બહારથી કિલ્લાની અંદર આગ લગાડવાના ઉપાયો તો વર્ણવ્યા છે; પણ જો સાચી પરાક્રમશક્તિ બાકી હોય, તો આવા પ્રયોગ ટાળવા જ રહ્યા એમ કહીને ઉમેર્યું છે કે આગ એટલી બધી ખાના-ખરાબી કરી શકે કે પછી કિલ્લો જિતાય તો પણ તેના ભોગવટામાં કશી બરકત ન રહે યા નષ્ટ નગર હાથમાં આવે ! (રશિયામાં નેપોલિયનના આક્રમણ વખતે રશિયનોએ છેવટે ‘ધીકતી ધરા’ની નીતિ મુજબ પોતાનાં જ નગરો બાળીને પીછેહઠ કરેલી, જેથી શત્રુઓ હાથ ઘસતા રહી જાય !) નગરની ચોખ્ખાઈ જેવા, પાયાનું બહુમુખી મહત્ત્વ ધરાવતા વિષયમાં ટૂંકાણમાં પણ યોગ્ય નિયમનો સૂચવ્યાં છે. રસ્તાઓમાં કે રાજમાર્ગ પર માટી કે કાદવ નાખવા-પાથરવા માટે માર્ગપ્રકાર મુજબ દંડ સૂચવ્યા છે; જો કે દંડ (એક અષ્ટમાંશ ‘પણ’ અને તેથી બમણો) ઘણા નીચા લાગે છે. તે રીતે ધાર્મિક સ્થાનો, જળાશયો, રાજ્યતંત્રનાં સ્થાનોએ મળ-મૂત્ર-વિસર્જન અંગે, સ્થાનના મહત્ત્વ મુજબ નાના-મોટા દંડ સૂચવ્યા છે; તો સાથે વાજબી માનવ-સહજ કારણોથી એમ થયું હોય ત્યાં માફીની જોગવાઈ પણ છે. વધુ ગંભીર પ્રકારની ગંદકી છે નગરમાં ગમે ત્યાં જીવજંતુ, પ્રાણીઓ કે માનવના મૃતદેહો રઝળતા મૂકી દેવાની. (મનુષ્ય હજુ કેટકેટલી જંગાલિયત, હેવાનિયત કે શેતાનિયતથી ભરેલો છે For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૮૩ એ અંગે તો માનવજાત વતી રાજ્યતંત્ર પાછળ પડી-પડીને, ટૂંકી-ફૂંકીને ખબરદાર રહે છે તે માનવજાતની જરા ય ઊતરતી સાંસ્કૃતિક સેવા નથી.) બિલાડું, કૂતરું, નૉળિયો, સાપ, ગધેડું, ઊંટ, ઘોડું, ખચ્ચર અને દૂધાળાં કે સેવાપ્રદ પાલતુ પ્રાણીઓના મૃતદેહો માટે ઊંચા-નીચા નિયત દંડો હોય છે; જયારે માનવશબ અંગે પચાસ પણ જેવા ખૂબ ઊંચા દંડની જોગવાઈ સૂચવાઈ છે. મનુષ્યની સ્મશાનયાત્રા માટે પણ નક્કી કરેલા માર્ગમાં કે નક્કી કરેલા દરવાજાઓમાં ફેરફાર કરીને જવું તે પણ દંડપાત્ર ગુન્યો છે, અને તે માટે દંડપરિમાણ પણ ઘણું ઊંચું છે. તેથી તેવો ગુન્હો ચલાવી લેનાર દ્વારપાળ માટે પણ ખાસ્સો ઊંચો દંડ (૨૦) પણ !) સૂચવાયો છે. સ્મશાન સિવાય બીજે શબ દાટવા-બાળવા માટે પણ દંડવિધાન છે. અધ્યાય ક. ૨.૪માં રાજધાનીની સામાજિક મર્યાદાઓની દષ્ટિએ બતાવેલી વ્યવસ્થાની વિગતોમાં જ્ઞાતિભેદ અનુસાર ભિન્ન સ્મશાનોની વાત પણ મળે છે; તેનો વિપર્યય (ફેરફાર) દંડપાત્ર બતાવ્યો છે. દેશકાળ મુજબ સમાજમાં રૂઢ પ્રણાલીને મનસ્વીપણે હલબલાવી નાખવી નહિ એ દષ્ટિએ આવી રજૂઆત થયેલી સમજવી. રાજ્યતંત્રે સીધા સમાજ-સુધારક બનવાનું ન હોય. આ તો માત્ર નમૂનારૂપ, દિશાદર્શક વર્ણન છે. ધર્મશાસ્ત્રના ગ્રંથોમાં વધુ વિસ્તૃત નિરૂપણો મળે છે. નગરજીવન અનેક સંભવિત માનવીય દુવૃત્તિઓ અને દુષ્કર્મોનું ધામ હોઈ, અનેક મોરચે પાણી પહેલાં પાળ બાંધવાની – ગુન્હો કરવાની અનુકૂળતા જ ઊભી ન થવા દેવાની – આવશ્યકતા છે. એવી કડક વ્યવસ્થા જ ખરેખર નિરુપદ્રવી નગરવાસનું નિત્ય ઘુંટાતું નવું-નવું સમાજનિષ્ઠ માનવીય શિક્ષણ' પણ બની રહે છે. એ ‘શિક્ષણ' (શક્તિ જગાડનાર ઉપાય) એટલા માટે છે કે એ શિસ્ત એળે કે બળે પણ પળાતાં-પળાતાં એના પગલે સમજણ પણ વિકસતાં, દરેક મનુષ્યની અસલ નિરુપદ્રવી ક્ષમતા મહત્તમ રીતે બહાર આવે છે અને સમાજ અને વ્યક્તિ બંને સાથે પુષ્ટ થાય એવો મંગધ રાજપથ કંડારાય છે. પોતાના વિકાસ માટે બીજાને હાનિ કરવી જરૂરી છે. એવી જેની-જેની અવળી સમજણ છે, તેમને પહેલાં તો દૃષ્ટિ-સંપન્ન તંત્રે પૂરેપૂરી પ્રતીતિ અને નમૂનેદાર દઢતા સાથે તેમ કરતા રોકવા માટે આ બધાં નિયંત્રણોનું ઋષિ-પ્રેરિત આયોજન છે. ખોટો રસ્તો જડબેસલાક રીતે બંધ જ થાય, તો બીજો ખરેખરો, સ્વાધીન, નરવો રસ્તો અવશ્ય દેખાય છે એવી કુદરતની રચના છે. બીજી બાજુ કૌટિલ્ય આ પ્રકરણમાં તેમ જ ગ્રંથમાં સર્વત્ર ખુદ નિયંત્રક અધિકારીઓ અને તેમના દ્વારા પળાવાતાં નિયંત્રણો વિવેકરહિત, નિર્મર્યાદ અને તેથી હેતુવિહીન કે ઇષ્ટ પરિણામ વિનાનાં ન જ બને તેની કાળજીભરી ભલામણો પણ ગૂંથી લીધી જ છે. આજે સિંગાપુર, ચીન જેવા અનેક દેશોમાં કાયદાના ભારે ઊંચા કડપથી ગુન્હાહિત બધી પ્રવૃત્તિ પાકે પાયે રોકવામાં આવતી હોવાની વાતો જરૂર સાંભળીએ છીએ, પણ એમાં થતા ચૈતન્યવિઘાતક અતિરેકોની પૂરી ચિંતા કર્યા સિવાય ચાલે એમ નથી. વાડ ચીભડા ગળે તો નહિ જ એ જોવું રહ્યું. રાજયતંત્ર માટે સર્વત્ર અને સર્વદા, સરવાળે માનવની ઉત્ક્રાંતિ સધાય અને નવી-નવી સાંસ્કૃતિક સરવાણીઓ ફૂટે તેમાં સહાયક For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ બને તેવો ઊંડો અને કસાયેલો આંતરિક વિનય એ અત્યંત આવશ્યક ગુણ બની રહે છે. આ જ કારણે આજે “માનવ-હક-સંગઠન”, “આંતરરાષ્ટ્રીય કેદીમુક્તિ-સંસ્થા (Human Rights Organisation, Amnesty International) ઇત્યાદિ સંગઠનો આખી દુનિયા પર આ દષ્ટિએ પૂરી સાવધાનીભરી વત્સલ ચોકી કરી રહ્યાં છે. આ વાત નગરમાં રાત્રે નગરજનોએ અવરજવર વગેરે માટે પાળવાનાં નિયમનોના વર્ણનમાં પણ બરાબર જોવા મળે છે. રાત્રિ એ સર્વ જીવો સહિતના નગરજનો માટે એકંદરે સંપૂર્ણ આરામનો, નીરવતાનો, ચેતનાના પ્રકૃતિકૃત નવસર્જનનો સમય છે. રાત્રિની આગળ-પાછળનો કેટલોક કાળ મોડા કાર્યસમાપન માટે કે વહેલા કાર્યારંભ માટે વાપરવો પડતો હોઈ, રાત્રિદિવસના કલ આઠ પ્રહરમાં રાત્રિના ત્રણ પ્રહર (‘યામ') ગણીને રાત્રિ માટે ‘ત્રિયામા' એવો પર્યાય રૂઢ થયેલો છે. તેને ધ્યાનમાં રાખીને અહીં કહેવાયું છે કે રાજમહેલની પાસે આગલા-પાછલા યામો(કુલ બે યામો)માં વાદ્યાદિના ધ્વનિ માટે સવા પણનો દંડ, વચલા કામ માટે એનાથી બમણો દંડ અને રાજભવનના અંદરના ભાગે આ બંને કાળખંડો માટે અનુક્રમે પાંચ “પણ” અને દસ “પણ” દંડ કરવો. આમાં બાકીના નગર માટે વ્યાપકપણે રાત્રિનું ધ્વનિ પ્રદૂષણ નિવારમાં કોઈ નિયમનો કેમ કહેવામાં આવ્યાં નહિ હોય ? બાકી, આ ઉલ્લેખો અત્યંત રસપ્રદ છે. રાત્રે નગરમાં સંચાર કરવા અંગેનાં પણ કેટલાંક નિયમનો ઉલ્લેખાયાં છે. રાત્રે નગરમાં પહેરેગીરોની યોગ્ય પ્રમાણમાં હાજરી હોવાના સંકેતો મળે છે. નગરમાં રાત્રિના બે છેડાનો છે નાલિકાઓ' (?) જેટલો સમય છોડીને પ્રહરસૂચક વાદ્યઘોષ કરવાનો હોય છે. ફરતા ચોકીદારો પરસ્પર આલબેલ (All Well !) પણ પોકારતા હશે એવો સંકેત પણ મળે છે. તેઓએ અયોગ્ય સ્થાને રહેલા, અયોગ્ય વેષ કે ચિહ્નો ધરાવતા કે ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા મનુષ્યને પકડીને તેની ઊલટતપાસ કરવાની હોય છે. રાત્રે રાજય-માલિકીનાં સ્થાનોમાં પ્રવેશેલી કે નગરનાં રક્ષાસ્થાનો પર ચઢી ગયેલી વ્યક્તિને “મધ્યમ સાહસદંડ કરવાનો છે. આમ છતાં વાજબી હેતુસર રાત્રે પણ બહાર નીકળવા પર પ્રતિબંધ નથી. પ્રસૂતિ, ચિકિત્સકસંપર્ક, મૃત્યુપ્રસંગ જેવાં શારીરિક કારણોથી નીકળવું, દીવા સાથે કે દીવાવાળા વાહનમાં નીકળવું, નાગરિક' દ્વારા કરાયેલા આપત્તિસૂચક વાઘઘોષ વખતે નીકળવું, નાટક-ચેટક જોવા નિમિત્તે (કેવું સરસ !) જવું-આવવું – આવા સંજોગો પ્રતિષેધથી મુક્ત ગણવા, વળી રાજમુદ્રા (સંચાર-પરવાના) સહિત નીકળનારને પણ રોકાય-ટપારાય નહિ. તહેવાર જેવા નિમિત્તે કોઈ રાત્રિ હરફરની છૂટવાળી (વારરાત્રિ) જાહેર થાય, ત્યારે માત્ર છૂપા કે વિપરીત વેષવાળાને, સંન્યાસીઓને (?), હાથમાં લાકડી કે શસ્ત્ર લઈ નીકળેલાને દોષ પ્રમાણે દંડવા. નિયમનોનું આ છે ગરવું લચીલાપણું. રક્ષકો ભક્ષકો ન બને તેની ચિંતારૂપે જે પહેરેગીરો ન વારવા લાયકને વારતા હોય કે વારવા પાત્રને ન વારતા હોય તેમને દંડવા. રક્ષકો પ્રજામાં સ્ત્રીઓનું જાતીય શોષણ કરે તે પ્રશ્ન આજનો જ નહિ, જુગજૂનો છે. અત્યારે કશ્મીરમાંથી, અસમમાંથી અસાધારણ રીતે અને બાકી બધેથી જ વ્યાપકપણે પોલિસો કે સૈનિકોના આવા ઉચ્ચાવચ દુર્વ્યવહારોના અહેવાલો આવતા જ રહે છે. તે For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૮૫ વખતની સ્ત્રીઓની સામાજિક કોટીઓ મુજબ સિપાઈઓના કારકર્મ બદલ વિવિધ કક્ષાના પણ ઊંચા દંડ બતાવ્યા છે – સ્ત્રી દાસી હોય, અદાસી (પણ કુંવારી) હોય, પરણેલી સામાન્ય સ્ત્રી હોય કે કુલસ્ત્રી હોય તે મુજબ “પૂર્વ-સાહસદંડથી આરંભી વધ સુધીનું દંડવિધાન છે. વળી સિપાઈ જડવસ્તુસંબધી કે ચેતનસંબંધી કોઈ પણ રાત્રિદોષની જાણ નાગરિકને ન કરે તો થયેલા દોષ (નુકસાન કે અપરાધ) મુજબ તેને દંડવો. તે જ રીતે સિપાઈના અન્ય પ્રમાદો બાબત પણ સમજવું. રાજપુરુષોએ પોતે અપ્રમાદનો સંતોતંત નિત્ય અભ્યાસ રાખીને, તેવી સબળ ભૂમિકાના પ્રભાવથી જ ઓછા અને મૃદુ પ્રયત્ન જુદી-જુદી કોટિના સેવકોના અપ્રમાદનું કુશળ-નરવું આયોજન કરવું તે જ છે આખા રાજયતંત્રનો – અર્થશાસ્ત્રનો – ઇન્દ્રિયજયરૂપી પાયો. આ જ છે ઉત્તમ રાજનીતિની અસરકારક, છતાં સાંસ્કૃતિક સમતુલાવાળી પ્રકૃતિ. નાગરિકે નગરજીવનની પ્રાણભૂત સુવિધાઓનાં સ્થાનોનું નિરંતર રક્ષણ થાય તે માટે કાયમી તપાસ રાખવી – જેમ કે જળ-પુરવઠાનું સ્થાન, સંચિત જળના નિકાલની પ્રણાલીઓ, ભૂમિગત ગુપ્ત માર્ગો, નગર-ફરતાં કોટ અને તેને રક્ષતી ટેકરા-દીવાલો (વપ્ર – rampart) અને અન્ય ચોકીલાયક સ્થાનો. પ્રાચીન-ભારતીય રાજયતંત્રમાં બંધનાગાર (જલ)ને તો સ્થાન છે જ, પણ ગુન્હાઓની દંડસંહિતામાં લાંબી જેલનાં વિંધાન મળતાં જ નથી એ આશ્ચર્ય છે. અલબત્ત, સાહિત્યિક ઉલ્લેખો – વત્સરાજ ઉદયન, વસુદેવ-દેવકી જેવા – અનેક મળે છે, જેમાં કદાચ મુખ્યત્વે રાજકીય શત્રુઓને જ લાંબો વખત જેલમાં ગોંધી રાખવાની વાત હોય. તો બીજી બાજુએ નવા રાજાનો અભિષેક, રાજાને ત્યાં પુત્રજન્મ જેવા રાજવંશની ખુશીના પ્રસંગોએ કે પૂનમ, વિશિષ્ટ તહેવારો જેવા જાહેર મંગળ દિવસોએ અમુક કે બધા કેદીઓને પણ છોડી મૂકવાની વાતો મળે છે. “અર્થશાસ્ત્રમાં પણ તેરમા અધિકરણના છેડે શત્રુરાજય જીતી લીધા પછીના લોકહૃદય-વિજયના ઉપાયો પૈકી સર્વ કેદીઓની મુક્તિની વાત મળે છે. આનો અર્થ તો દંડવિધાનમાં બંધનાગાર-નિવાસનો સમાવેશ થતો હશે એમ સમજાય છે. તો ખરેખર શું સમજવું ? આ પરસ્પર વિરુદ્ધ તથ્યોનો વિરોધ-પરિહાર (ઉકેલ) શો ? આજે ધરપકડ બાદ ગુન્હો પુરવાર થાય ત્યા આરોપી નિર્દોષ ઠરે ત્યાં સુધી રિમાન્ડ કે પોલિસ-કસ્ટડીમાં લેવાની વાત હોય છે, જેને માટે “કાચી જેલ' હોય છે. તો શું બંધનાગારનો ઉપયોગ મુખ્યત્વે તે હેતુ માટે થતો હશે ? પણ તો પછી સર્વ કેદીની મુક્તિની વાત અવ્યવસ્થા ન સર્જ? અત્યારે તો અહીં એટલું જ કહીએ કે બરાબર સંશોધન માગતી આ મજાની સમસ્યા છે. આ ગૂંચ છતાં એટલું તો કહી શકાય કે પ્રાચીન-ભારતીય રાજ્યતંત્રનો જેલ તરફનો અભિગમ આજથી જુદો હોવો જોઈએ. અલબત્ત, કૌટિલ્ય પણ “સન્નિધાતા' નામના ઉચ્ચ રાજ્યાધિકારીએ નિર્માણ કરવાનાં સંગ્રહાગારો પૈકી બંધનાગારનો પણ ઉલ્લેખ કર્યો છે જ. છતાં નરવા રાજ્યતંત્રમાં એ વિચાર પ્રતિષ્ઠિત થયેલો લાગે છે કે રાજ્યતંત્રનું લક્ષ્ય હોય છેરાષ્ટ્રમાં ગુન્હાઓ ઓછામાં ઓછા થાય તેવી સમગ્ર નીતિ; નહિતર ઘોડો તબેલામાંથી છૂટી ગયા બાદ પાછો પકડી લાવવાનું ખૂબ અઘરું છે. જેમ રોગ બાબત, તેમ ગુન્હા બાબત, તેનો ઉદ્ભવ જ ન થાય For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ તે સ્થિતિ, તે ઉદ્ભવ્યા બાદ તેના ઉપાય કરવા કરતાં અનેકગણી શાણી છે; બલ્કે રાજ્યતંત્રની સુવ્યવસ્થા માટે અનિવાર્ય છે. એટલે ગુન્હાની વૃત્તિને જ ઓછામાં ઓછો કે નહિવત્ અવકાશ રહે તેવી રાષ્ટ્રવ્યાપી અંત્યોદયપ્રધાન, સર્વોદયપ્રધાન નીતિ હોય. તે માટે પ્રથમ તો સર્વ ઉચ્ચ અધિકારીઓમાં ઉચ્ચ ‘પ્રજ્ઞા-શૌચ’ (જ્ઞાનશક્તિ અને ચારિત્ર્ય) આવશ્યક છે. તેને લીધે રાજ્યનું દરેક તંત્ર ઉચ્ચ રીતે કાર્યક્ષમ બને. આજકાલ તો રાજનીતિની અપરાધપોષકતાથી પણ આગળની પરિસ્થિતિ છે અપરાધીઓ દ્વારા અપરાધીઓ માટે ચાલતી અપરાધીઓની રાજનીતિ (Criminalisation of Politics)!! તટસ્થ કે સર્વ-આવેશમુક્ત એવી બુદ્ધિનિષ્ઠ વ્યક્તિને તો આમાં રાજનીતિની અને રાજકારણીઓની ચોખ્ખી આત્મઘાતકતા જ લાગે છે – રાજનીતિ જેના ઉકેલ માટે આરંભાયેલી તે ‘બળિયાના બે ભાગ'વાળી જ મૂળ દારુણ પરિસ્થિતિ ! શાણી માનવજાતને એમાં કદી જયવારો દેખાયો નથી, અને યુગબળના જેવા-તેવા સાથ પ્રમાણે પણ ફરીફરી એ અસ્થિરતામાંથી સ્થિરતા આણે તેવી નવરચનાની શોધ તો માનવી માનવી રહ્યો હશે ત્યાં સુધી તો કરતો રહેવાનો જ. એટલે જ વિનોબાએ ભાખ્યું છે કે રાજનીતિના દિવસો ગયા છે; તેને સ્થાને વિજ્ઞાનના દિવસો આવી પહોંચ્યા છે. તો ઉપર્યુક્ત બંદીમુક્તિની કૌતુકજનક પરંપરામાં ‘જેલ ખાલી રાખો'નું સુદૃઢ, સ્વસ્થ રાજનૈતિક વલણ જ જોવું રહ્યું; બેજવાબદાર ગુન્હાપોષક વલણ નહિ – નહિતર એ પરંપરા સુદીર્ઘ કાળ સુધી પોષાતી રહી ન હોત. રાજા અને એનું તંત્ર હોશમાં અને જોશમાં બરાબર સ્થિર થયેલું હોય તો તે બંનેના અસ્તિત્વથી જ અપરાધવૃત્તિ ઘણી નીચી સપાટીએ રહે. પેલું ધ્રુવતારક જેવું આંદર્શ વાક્ય યાદ આવે છે : That government is best that governs the least (“ન્યૂનતમ નિગ્રહ કરનારું રાજ્યતંત્ર ઉત્તમ”). ૧૮૬ ગુન્હાની શિક્ષાની યોજના મૂળમાં તો બદલાની દુનિયાદારી કે જંગલી વૃત્તિનું જ શિષ્ટ દેખાવવાળું, આડેધડ સરકારી સિક્કો પામેલું રૂપ હતું. પછી વળી એવી સમજ ઉમેરાઈ કે અપરાધીને કઠોર શિક્ષા થતી જાણીને અન્ય સંભવિત અપરાધીઓ અપરાધ કરતાં અટકે અને શિક્ષા પામેલો અપરાધી પણ ફરી અપરાધ કરતાં અટકે. અપરાધ ચલાવી લેવા કરતાં તો ઉપલા બે અર્ધદગ્ધ હેતુસર પણ અપરાધ સામે કંઈક શિષ્ટરૂપે, જે-તે મુલ્કે વ્યાપક સમજણથી માન્ય રાખેલાં પાયાનાં મૂલ્યો પ્રમાણે અને તે મૂલ્યોને પોષતા કાયદાના માપદંડ પ્રમાણે, વ્યાપક રાજબળ અને પ્રજાબળના ટેકા સાથે, વિધિસર ગુન્હેગારને પણ સ્વબચાવની વાજબી તક મળી રહે તે રીતે કામ ચલાવવું એ ઇચ્છનીય આગેકૂચ જ ગણાય. આવી ‘શિક્ષા’ પણ કંઈક અંશે સામાજિક ‘શિક્ષણ’રૂપ બની રહે. પણ શિક્ષા કે સજા અંગેના ઉપર્યુક્ત બંને હેતુઓ શિક્ષાને હળવી કરવા છતાં સધાઈ શકે તેવું પ્રતિભાબળ મૂલ્યનિષ્ઠ, વિધિસરની રાજનીતિમાં ખીલી શકે છે તેવો સંકેત પ્રાસંગિક બંદીમુક્તિની ઉપર્યુક્ત પરંપરા આપતી લાગે છે – જેમ પ્રસંગવિશેષે ઔચિત્ય જોઈ જાહેર દેવા માફ કરાય છે તેમ. ગુન્હો કરનાર અંધકારથી ઘેરાયેલો હોય છે (ભ. ગીતા કહે છે તેમ પાપી પાપ ‘અનિચ્છા છતાં કોઈથી જાણે બળજોરીથી આજ્ઞા કરાયેલો હોય તેમ૧૭’કરે છે). તેથી પ્રબુદ્ધ સમાજે એનો ગતિવિધિ સમજીને ખરેખર તો અપરાધ-નિવારક ઉપચાર-યોજના જ કરવાની છે. આવેશની અંધ ક્ષણ પાપીને ન સંભવિત બદલાનો ભય પામવા દે છે, ન બીજાને થયેલી સજામાંથી શીખવાની ધીરજ આપે છે. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૮૭ અત્રે ‘નાગરિક સંબંધી અધ્યાયને છેડે કૌટિલ્ય કરેલી બંદીઓને લગતી ભલામણો તપાસીએ : બાળક, વૃદ્ધ, રોગી અને અનાથ બંદીઓને રાજાના જન્મ-નક્ષત્રના દિવસે કે પૂનમના દિવસે મુક્ત કરવા. પુણ્યશીલ કેદીઓએ કે શરતથી બંધાયેલા કેદીઓએ કરેલા અપરાધ (પ) મુજબ યોગ્ય બદલો એટલે કે અનુક્રમે જાત-મુચરકો (પોતે પોતાની જામીનગીરી આપતો ખત) કે છોડામણી (મુક્તિ માટેની કીમત) આપવાં. વળી છેલ્લા બે શ્લોકોમાં કહ્યું છે : દરરોજ કે પાંચ દિવસે બંધનાગારમાં રહેલાઓનો યોગ્ય ફેંસલો (સજા કે મુક્તિરૂપ યોગ્ય નિવેડો) લાવવો. સજા મજૂરી વગેરે કામરૂપે, શરીરપીડારૂપ કાયદંડરૂપે કે દંડધનની વસૂલી રૂપે બજાવવી. નવા રાજ્યની પ્રાપ્તિના પ્રસંગે, યુવરાજના અભિષેક વખતે કે પુત્રજન્મ નિમિત્તે બંદીઓની મુક્તિનો શાસ્ત્રાદેશ છે. કૌટિલ્યનું આટલું નમૂનારૂપ વર્ણન પણ વિલંબ ટાળનારા, વિવેકી, અપ્રમત્ત, ગતિશીલ અને એકંદરે પ્રભાવશાળી કહી શકાય તેવા ન્યાયતંત્રનો સંકેત કરે છે. અહીં વાત તો છે નાગરિકનાં કર્તવ્યોની, પણ તેણે પ્રાયઃ રાજધાનીમાં જ આવેલાં (?!) બંદીગૃહો તરફ સમગ્ર રાજ્યતંત્ર વતી ધ્યાન આપીને ન્યાયતંત્રને સહયોગ આપતું આ મહત્ત્વનું કર્તવ્ય બજાવવાનું હોય તેમ લાગે છે. રાજ્યતંત્રના કોઈ પણ અંગના અધિકારીએ સમગ્ર રાજય વતી કે રાજાના પ્રતિનિધિ તરીકે વ્યાપક નીતિઓનું અમુક કર્તવ્ય પણ પોતાના કાર્યક્ષેત્રમાં રહ્યાં-રહ્યાં બજાવવાનું હોય છે. “નવરો માણસ શેતાનનું ઘર” એ ન્યાયે અપરાધીઓને ન્યાયપ્રક્રિયાના વિલંબ નિમિત્તે કે સજાની લાંબી બજવણી નિમિત્તે વધુ પડતા ગોંધી રાખવા એ ભારે જોખમી નીતિ જ ગણાય. એકંદરે તો અપરાધોની વૃદ્ધિનું મૂળ, અન્યાય-પ્રવર્તક એવું અને “સમાજ' એવા ખોટા નામે ઓળખાતું દુષ્ટપ્રધાન સંગઠન અને તેના ફરજંદરૂપ અને તેનાં જ સ્થાપિત હિતોને પોષતું, માત્ર કહેવાતું ‘રાજ્યતંત્ર' પોતે જ હોય છે. એ બે ઘટકોએ આત્મનિરીક્ષણ કરતાં રહી સાચી આત્મસુધારણા કરતા રહેવું તે અપરાધશુદ્ધિનું પાયાનું અને વધુ કાર્યક્ષમ બુદ્ધિપૂત (rational) પરિબળ છે તે કદી ન ભૂલવું. ન્યાયતંત્ર, સજાઓ – એ બધાં તો માનવજાતની ઊંઘ ઉડાડવા આંખે પાણી છાંટવા જેવાં સાવ જ કામચલાઉ વાનાં છે; પાયાનો ઉપાય નથી જ. નવા દેશની પ્રાપ્તિ, યુવરાજનો અભિષેક કે પુત્રજન્મ જેવા અભ્યદયસૂચક પ્રસંગો રાજકુળ અને રાજ્યતંત્ર સામે નવી આશાઓ અને સમૃદ્ધ શક્યતાઓ અને તેને અનુરૂપ, પ્રતિભાની નવી ઊર્જા પ્રગટાવે છે. ત્યારે રાજયતંત્ર તરફથી બંદીઓ પ્રત્યે આચરાતું અસાધારણ ઔદાર્ય એ અવિચારી પગલું કે દુસાહસ નહિ, પણ રાજ્યતંત્રને સમૃદ્ધ કરનારો કલ્પનાશીલ પ્રયોગ જ લાગે છે; બબ્બે રાજાએ પોતાની બધી સુષુપ્ત સેવાક્ષમતા જગાડવા પોતાની જાતને આપેલો પડકાર જ સમજવો, બહારના કે બીજાના દોષોનું મૂળ પોતાનામાં શોધનારી રાજાની આત્મવત્તા જ સમજવી. સાવધાન શાસક પ્રજા પ્રત્યેની ઊંડી વત્સલતા ઘૂંટીને, પ્રજાનો વિશ્વાસ જગાડવાના કલ્પનાશીલ ઉપાયરૂપે તેનામાં અનેક ગુણોની સંભાવના કે આશા દાખવીને વિશ્વાસનો પ્રાસંગિક કે વચ્ચેવચ્ચે કરાતો માનવીય-મનોવૈજ્ઞાનિક પ્રયોગ કરીને તેમને ભરીભરી વૃદ્ધિકારક અર્થપ્રવૃત્તિઓમાં ગૂંથે તો ગુન્હાઓમાં જથ્થાબંધ ઘટાડો થયા વગર પણ રહે નહિ. જે રાજય સર્વપ્રજાજનોને સમાનપણે ગૂંથી લેતી For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ક્રિયાઓ નિત્ય પ્રવર્તાવવા જેટલું સાબદું, ઉદ્યમી અને પ્રતિભાશીલ નથી હોતું, તે જ, પ્રજાઓને પોતાની ભેંકાર ગરીબીમાંથી પેદા થતા દારુણ ખાલીપાના ઘડીભરના મારણરૂપે ગુન્હાઓમાં, તેમની અનિચ્છાએ પણ ધકેલે છે. બેકારી જ અનર્ગળ (રોકાય નહિ તેવાં) પાપોનું મૂળ છે. આજે દેશ-વિદેશમાં જેલીની જે હાલત છે, તેની સાથે ઉપર્યુક્ત પરંપરાને સરખાવવા જેવી છે. ગુન્હાખોરી વધી રહી નથી, પણ વધારાઈ રહી છે એમ જ કહેવું પડે; કારણ કે સજાઓનું (શિક્ષાનું નહિ) સડેલું તંત્ર વધુ ને વધુ મરણિયું થઈને આક્રમક બની રહ્યું છે. તેથી પોતા દ્વારા જ નક્કી કરાયેલા નિયમો તોડીને, તંત્ર દ્વારા જેલોમાં સમાઈ શકે તે કરતાં અનેકગણા વધારે કેદીઓને ઠાંસીને દુર્દશામાં સબડવા દેવામાં આવે છે – અમેરિકામાં પણ ! ખુદ જેલોમાં જ ભ્રષ્ટાચારની સહાયથી ખૂંખાર ગુન્હા ફાલી રહ્યા છે. બીજી બાજુ રાજનૈતિક દંભને કારણે રાજકીય કેદીઓને જેલમાં મહેલની સાહ્યબી છે. મનોવિજ્ઞાન-યુગમાં તો જેલોનું તંત્ર વધુ પ્રબુદ્ધ બનવું જોઈએ; તે ક્યારે થશે ? આ રીતે નાગરિકે રાષ્ટ્રના ધબકતા હૃદયરૂપ દુર્ગને પ્રાણવંત રાખી રાષ્ટ્રની બહુમુખી વૃદ્ધિની એક મહત્ત્વની કડી બનીને ધન્ય બનવાનું છે. પરસ્પર-પૂરક આ પ્રથમ બે વિભાગો દ્વારા દેખીતી રીતે તો આપણે અનુક્રમે જનપદ અને દુર્ગરૂપ બે વ્યાપક રાજઘટકોના બનેલા રાષ્ટ્રશરીરના વ્યાપક સુવ્યવસ્થાતંત્રની કે સામાન્ય વહીવટની જ – મનુષ્યના વ્યવહારોના પ્રાથમિક નિયમનની – વાત કરી છે ! હકીકતે, આ તંત્રનું કામ સમગ્ર રાષ્ટ્રના સર્વાગી વિકાસમાં અંગભૂત એવાં બાકીનાં સર્વ તંત્રોને, તંત્રવાહકોને અને રાષ્ટ્રના હૃદયરૂપ આમપ્રજાને માટે એક કાર્યાનુકૂળ, આત્મવિશ્વાસસ્થાપક પાયાની સુવ્યવસ્થા અને કાયદાની વ્યાપક આમન્યા સ્થાપવાનું છે. રાષ્ટ્રનાં અન્ય તંત્રોનું જેટલું મહત્ત્વ છે, તેટલું જ આ પ્રાથમિક લાગતા તંત્રનું પણ છે. એક મહાયંત્રનો એક પણ પૂર્ણો નકામો કે ઓછા મહત્ત્વનો હોતો નથી. આજના સચિવાલયમાં કે કોઈ પણ મોટા તંત્રમાં આવો વિભાગ G.A.D. (General Administration Department) યા અન્ય નામે, કોઈ ને કોઈ રૂપે હોય છે જરૂર. એને મળતો જ સર્વસહાયક એક અન્ય વિભાગ ભવનસંકુલ ધરાવતી મોટી સંસ્થાઓમાં Estate Department (સ્થાવર સંસ્થાસંકુલની ભૌતિક સુવ્યવસ્થા જાળવતો વિભાગ) નામે હોય છે. આવા વિભાગોને અન્ય સર્વ વિભાગો સાથે એકરાંગ થઈને કામ કરવાની ર્તિદાયક તક મળે છે. આમ તો બધાં જ તંત્રોને પારસ્પરિક એકરાગતા જાળવીને સાફલ્યો પર કળશ ચઢાવવાની ફરજ પણ સાંપડે છે, તક પણ. આજે જેને આપત્તિ-પ્રતીકારકાર્ય (Disaster Management) કહે છે, તે પણ હકીકતે સમાહર્તા અને નાગરિકનું સહયોગયોગ્ય સંયુક્ત કર્તવ્ય બની જાય – ભલે એ માટે કાર્યકુશળ નિષ્ણાતોનું કાયમી જૂથ એમની રાહબરી નીચે કાર્યાન્વિત કરાય. એ રીતે પ્રજામાં રાષ્ટ્રદ્રોહી તત્ત્વોને ગુપ્તચરતંત્રની મદદથી શોધી કાઢવાનું નિત્યનું કર્તવ્ય પ્રજાને અને રાષ્ટ્રશરીરને ઉચ્ચારી રીતે ખોરવી નાખનાર ઘોર વિદ્રોહોને ઊગતા જ ડામવા માટે ખૂબ જરૂરી હોઈ તે પણ આ બન્ને તંત્રના કાર્યક્ષેત્રમાં સમાવેશ પામે છે. બાકીના તે-તે તંત્ર સંબંધી For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ભ્રષ્ટાચારો રોકવાનું કર્તવ્ય જે-તે તંત્રનું ગણાય. અલબત્ત, તે દરેક તંત્રની અંતર્ગત આવતાં તે-તે મોકાનાં કર્તવ્યોની યોગ્ય બજવણીની વ્યાપક ચોકી (ખબરદારી) સમાહર્તાનાં કર્તવ્યોમાં સમાય જ છે. માણસ, કવિ ખબરદારની ભાષામાં ‘તેજ-અંધારનું પૂતળું' હોઈ, જાગતા રહેવું ને જગાડતા રહેવું તે જ રાજ્યતંત્રનો વ્યાપક ધ્રુવમંત્ર બની રહેવો ઘટે. (૩) અર્થતંત્ર આગલા વ્યાખ્યાનમાં આપણે કૌટિલ્યનું અર્થદર્શન જોઈને એનું હાર્દ સમજેલાં. ખાસ તો ‘ત્રિ-વર્ગ’(ધર્મ,અર્થ,કામ)માં તેમણે કયા તાત્પર્યથી અર્થને પ્રધાન કહેલો તે પણ તપાસેલું . અર્થાત્પાદનનો પ્રજાજીવન સાથેનો તેમણે ચીંધેલો અદબભર્યો અનુબંધ (સંબંધ) પણ જોયેલો. ‘અર્થ ખાતર અર્થ' એવું વિપરીત દર્શન કૌટિલ્યમાં હોવું મૂળથી જ અશક્ય હતું. શંકરાચાર્યની વ્યવહારુ ચેતવણી મુજબ અર્થ અનર્થરૂપ પુરવાર થઈ શકે એમ છે તે વાત પણ કૌટિલ્ય બરાબર સમજતા હતા. ગ્રંથના આરંભે ચાર વિદ્યાઓનાં ફલ નિર્દેશતાં ‘વાર્તા’-વિદ્યાથી અર્થ-અનર્થનો વિવેક ખીલે છે – એવું જે કહ્યું છે તે તો પ્રાયઃ દુન્યવી સ્થૂળ ગણતરીના અર્થમાં સમજવાનું છે. પરંતુ બાકીની ત્રણે ય વિદ્યાઓનાં ફલનાં બળાબળ જાણનાર ‘આન્વીક્ષિકી’-વિદ્યા તે વાર્તા-વિદ્યાજન્ય અર્થ-અનર્થવિવેકને પણ ઉચ્ચતર કસોટીએ ચઢાવી ઉચ્ચતર સત્યરૂપ અંતિમ નિર્ણય કરાવી આપે છે તે પણ કૌટિલ્યે કહેલું છે. આમ અર્થ વિષે સમજણની કોઈ ભ્રાંતિ કે કોઈ ગેરવાજબી અપેક્ષા ગ્રંથકારે બરાબર ટાળી દીધી હોઈ અર્થનું જે વાજબી મહત્ત્વ છે એ બાબતમાં તેમની દૃઢ નિષ્ઠા (પાકી લગન) બંધાઈ છે. તેથી તેનાં ઉત્પાદન, રક્ષણ, વૃદ્ધિ, વિતરણ ઇત્યાદિ બાબતો માટેની પૂરતી ચુસ્ત વ્યવસ્થાઓ બતાવી છે. વળી પરંપરાથી ‘દંડનીતિ’ તરીકે ઓળખાતી વિદ્યાને ‘અર્થશાસ્ત્ર' એવું હેતુલક્ષી ભાવાત્મક નામ આપવા દ્વારા પણ તે વિદ્યાનું છેવટનું ઉપાસ્ય તત્ત્વ અર્થ (જીવનસાધક ચીજો) હોવાનું બતાવ્યું છે. ૧૮૯ ‘મનુષ્યવાળી ભૂમિ તે અર્થ' એવી વેધક, સમગ્રલક્ષી વ્યાખ્યા દ્વારા આ લોકને સુખશાંતિદાયક કે નંદનવન સમાન બનાવવા માટે બે મૂળરૂપ તત્ત્વોની સમાન ઉપાસનાની આવશ્યકતા ચીંધી છે ભૂમિ અને મનુષ્ય. ભૂમિને ‘વસુમતી’ (સંપત્તિયુક્ત) કે ‘વસુંધરા’ ‘વસુધા’ (સંપત્તિ ધારણ કરનારી) તરીકે અનુભવવા માટે મનુષ્યની વૈવિધ્યપૂર્ણ હેતુલક્ષી સક્રિયતા આવશ્યક છે એ વસ્તુસ્થિતિ, મહત્ત્વની આડપેદાશ તરીકે, માનવનાં તન-મનની સહજ સ્વસ્થતાનું પણ અનાયાસ પ્રદાન કરે છે. આનો ચોખ્ખો અર્થ એ પણ ખરો કે મનુષ્ય રાજ્યતંત્રનો ઉપાસ્ય દેવ ગણાય રાજ્યતંત્રના પોતાના અંગત સ્વાર્થની સિદ્ધિ અર્થે પણ. આજે મનુષ્યની કેળવણી માટેના સરકારી ખાતાને ‘કેળવણી-ખાતું' ન કહેતાં, એક ઘણું જ અનુરૂપ નામ આપ્યું છે, જે મનુષ્ય તરફના કૌટિલ્યના વલણને બરાબર વ્યક્ત કરે છે : ‘માનવ-સંસાધન-વિકાસ-ખાતું’ (Human Resource Development ટૂંકમાં H.R.D. Department). આમાં માનવને રાષ્ટ્રની — For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ સમૃદ્ધિનાં અન્ય પ્રાકૃતિક સ્રોતો કે સંસાધનો (resources) જેવું એક સંસાધન ગણવામાં આવ્યું છે; તેથી તેની ખિલવણીને પણ ખનીજો વગેરેની ખિલવણીની જેમ રાષ્ટ્રની સમૃદ્ધિનો એક સ્રોત ગણવામાં આવી છે. તેથી કેળવણી એટલે એ માનવરૂપી સમૃદ્ધિસ્રોતના વિકાસનો કાર્યક્રમ' એવી વિભાવના આ નવા નામમાં અંકિત થયેલી છે. (ઊંડા ખેદ સાથે કહેવું જોઇએ કે આવા સુંદર, અર્થસભર નામ પ્રમાણે ભારતની સરકાર કેળવણીના વહેવારો તો ગોઠવતી જ નથી; ઊલટું એ જ મૅકોલે-શાહી શિક્ષણમાળખું ચાલુ છે, અને નથી ભણી શકનારની સમગ્ર ચેતનાનો વિકાસ થતો કે નથી શિક્ષણ સર્વ શિક્ષણવાંછુઓને સુલભ; ઊલટું, તે ગરીબ અને નીચલા મધ્યમ વર્ગ માટે હવે તો સાવ જ ગજા બહારનું બનવા દેવાયું છે.) ઉપર્યુક્ત નામમાં રાષ્ટ્ર માટે મનુષ્ય કેટલો બધો મહિમામય છે તેની જે ઉચ્ચ વિભાવના ગૂંથાઈ છે, તેનો જ પડઘો અગાઉ રજૂ કરેલી ભર્તુહરિકૃત નીતિશતક'ની આ ઉક્તિમાં પડેલો છે : “હે રાજા, જો તું ધરતીરૂપી ગાયને દોહવા ઇચ્છતો હોય, તો પેલા લોકરૂપી વાછરડાને સ્તનપાન કરવા દઈ પોષાવા દે. તે દિન-રાત સારી રીતે પોષાતાં, ભૂમિ કલ્પલતાની જેમ વિવિધ ફળો આપશે.” મનુષ્ય માત્ર અર્થનો ઉત્પાદક હોઈને જ કૌટિલ્યને ઉપાસ્ય લાગે છે એવું નથી. મનુષ્ય, સૃષ્ટિની પ્રબુદ્ધ અધિષ્ઠાત્રી (અધ્યક્ષ) થઈ શકે એવી ચેતના ધરાવતો હોવાથી જ મંગલરૂપ છે; એ ચેતનાને ખુલ્લી કરી પ્રવૃત્ત કરવા માટે જરૂર છે માત્ર મનુષ્ય પ્રત્યેના અદબભર્યા વહેવારની. પોતાને અપાયેલી સમુચિત મોકળાશથી સંતોષાયેલો મનુષ્ય નૈસર્ગિક રીતે જ પોતાની શ્રમશક્તિ, કોઠાસૂઝ વગેરે દ્વારા, પોતાની આનંદાનુભૂતિ પણ સધાય તેવી રીતે, જીવનોપયોગી ઉત્તમ ચીજોનું નિર્માણ કરી શકે છે. “અર્થશાસ્ત્ર'નું બીજું ‘અધ્યક્ષપ્રવાર' –અધિકરણ ધ્યાનથી તપાસતાં ઠેર-ઠેર એ વાત ઘૂંટાય છે કે કૌટિલ્યને સમસ્ત સજીવ-સૃષ્ટિની ખિલવટ અને સંડોવણી દ્વારા વિકસતું અર્થતંત્ર જ ઇષ્ટ લાગે છે. પ્રજાનું કે ઉત્પાદકોનું શોષણ કરીને કોઈ અધિકારી – કદાચ ઉપરીનો હાલેશ્રી બનવા – બમણી આવક ઊભી કરે તે સંજોગમાં, ભલે ને તે બધી જ આવક કોશમાં જમા કરાવે, તો પણ કૌટિલ્ય તે વર્તનને એટલા માટે ઠપકા કે દંડને પાત્ર દોષ ગણે છે કે તે એ દ્વારા જનપદનું શોષણ કરે છે. આ તો કૌટિલ્યની પ્રખર પ્રજાનિષ્ઠા બતાવતો સાવ નાનો નમૂનો જ છે; બાકી એ વલણ ઠેર-ઠેર સ્થાયી રૂપે ગ્રંથમાં દેખાય છે. દા.ત. જનપદની સ્થાપના અંગેના અધ્યાય ક. ૨.૨માં જમીનના મહત્તમ ઉપયોગની ચર્ચાના અન્વયે સૂચન એ છે કે “કોઈ સાવ વેરાન જમીનને જો કોઈ વ્યક્તિ આપમેળે ઉપજાઉ બનાવે તો તે જમીન પર તેને રાજયતંત્રે સામેથી માલિકીહક આપી દેવો. તો બીજે પક્ષે પોતાની ઉપજાઉ જમીનને પણ ખેડ્યા વિના અડવી પડી રહેવા દેનાર આસામીનો તે પરનો માલિકી હક રદ કરીને તેને ખંતથી ખેડે તેવા બીજા ખેડૂતને તે જમીન સોંપવી. અથવા ગામના મૃતકો (વસવાયા) કે વેપારીઓ તેને ખેડે. ૨૧:' આ આખું જનપદસ્થાપનાસંબંધી પ્રકરણ પ્રજાની નૈસર્ગિક ખિલવટ સાથે જ તેમને કોઈ પણ હિસાબે ઉદ્યમ-તત્પર બનાવીને રાષ્ટ્રને સ્વાવલંબનથી ગુંજતું બનાવવા બાબતના કૌટિલ્યના સ્થિર ઉત્સાહનો સુંદર પરિચય કરાવે છે. આને લીધે મનુષ્ય અને ધરતી બંનેની સમાન અને સમાંતર ખિલવટ પર ખૂબ જ યોગ્ય ભાર મુકાય છે; અને આ જ તો છે કોઈ પણ અર્થતંત્રને સ્વાવલંબી અને સ્થિર વિક્રમોથી જયવંતું For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૯૧ બનાવવાનો, દરેક સ્થળ-કાળમાં પ્રસ્તુત ઉપાય. એનાથી ચાતરો (ચળી જાવ) અને સમસ્યાઓના જંગલમાં અટવાયા કરો. આ જ છે “યંત્રો દ્વારા ઝાઝા ઉત્પાદનનો લોભ છોડી ઝાઝા હાથો દ્વારા ઉત્પાદન”ની ગાંધી-ચીંધી દિવ્ય વાત. પ્રજામાંના ક્ષમતાયુક્ત દરેક મનુષ્યને એની ક્ષમતા અને જરૂરિયાત બંનેને ન્યાય મળે તેવી રોજી આપવી એ કોઈ પણ જવાબદાર રાજયતંત્રની ફરજ છે, અને એવી રોજીની અપેક્ષા રાખવી એ ગરવી પ્રજાનો નૈસર્ગિક હક પણ છે. આમાં જ “અર્થતંત્રનો અસલ પાયો મનુષ્ય-સ્વભાવના અંગરૂપ પરિશ્રમનિષ્ઠા છે” એ વાત પણ બરાબર વણાયેલી જોઈ શકાય છે – અલબત્ત, એ પરિશ્રમ શારીરિક, બૌદ્ધિક, માનસિક એમ કોઈ પણ પ્રકારનો સમજવો. અર્થતંત્રમાં પરિશ્રમ કે મજૂરીને આટલો ભાર આપવા સામે કોઈ જરૂર પૂછશે : “શું અર્થતંત્રનો પાયો મૂડી નહિ ?” તો ઉત્તર હશે : “જરૂર; એ પણ પાયારૂપ તો છે જ. પણ મૂડીનું મૂડીપણું માનવ-પરિશ્રમથી જ છે એ ન ભુલાય.” અહીં કૌટિલ્યની દૃષ્ટિએ પરિશ્રમનાં પણ બે પાસાં અલગ પાડીને એ દરેકની મહત્તા સમાન રીતે સમજી લેવાની જરૂર છે : બૌદ્ધિક પરિશ્રમ અને શારીરિક પરિશ્રમ. આગલા વ્યાખ્યાનમાં રાજયતંત્રની જે ત્રણ શક્તિની વાત કરી હતી તે અર્થતંત્રને પણ લાગુ પડતી હોઈ તેને અહીં યાદ કરીએ. ત્રણ શક્તિઓનો અગ્રતાક્રમ તેમણે આ બતાવ્યો છે : મંત્રશક્તિ પ્રભુશક્તિ, ઉત્સાહશક્તિ. એટલે અર્થતંત્રના છેક પાયામાં આવે શારીરિક પરિશ્રમથી ભિન્ન એવો અર્થોત્પાદન માટેનો બુદ્ધિપૂર્વકનો અભિક્રમ અને અણથક બૌદ્ધિક પરિશ્રમ (બુદ્ધિયોગ) – જેને “આયોજન' કહેવામાં આવે છે. બીજા ક્રમે આવે પ્રભુશક્તિ એટલે કે ભૌતિક મૂડી (સાધનો અને નાણાંરૂપી). ત્રીજા ક્રમે આવે ઉત્સાહશક્તિ એટલે કે પૂરતી કેળવણીથી વિકસેલો શારીરિક પરિશ્રમ – જેમાં કાર્યની શીધ્રતા અને દક્ષતા સહિતનું શૌર્ય એટલે કે ઊંચું ક્લેશ-સહિષ્ણુપણું સમાય. ઉપર મંત્રશક્તિ-અંતર્ગત પણ બે ભિન્ન પાસાં નિર્દેશ્યાં છે તેમની અલગ-અલગ બરાબર ઓળખ પણ કરી લેવી રહી; તે પાસાં એટલે બૌદ્ધિક અભિક્રમશક્તિ અને બૌદ્ધિક પરિશ્રમશક્તિ. અભિક્રમશક્તિને આજકાલ ‘સાહસ' તરીકે ઓળખવામાં આવે છે; આ સાહસ એક પ્રકારની વિશિષ્ટ હિંમતરૂપ સમજવાનું છે. (અંગ્રેજીમાં આ માટે enterprise શબ્દ વપરાય છે.) હકીકતે આજે વપરાતો ‘સાહસ’ શબ્દ મૂળમાં તો ઊંડો વિચાર કર્યા વગરના જુસ્સાદાર પગલાંનો અર્થ ધરાવે છે. એથી એમાં બૌદ્ધિકતા કે હોશ કમ અને જોશ વધારે પડતું હોય છે. જયારે “અભિક્રમ' તો કોઈ પણ વિષય કે વસ્તુને આરપાર જોઈ-જાણી લેવાની શક્તિમાંથી જન્મતી સંશયરહિત પ્રતીતિમાંથી આપોઆપ સાકાર બનતા નિર્ણયરૂપ હોય છે. એનો જ સુંદર અને અનુરૂપ પર્યાય છે વ્યવસાય, એટલે કે સંશયમુકત નિર્ણય. આવો અભિક્રમ કે વ્યવસાય તેને પગલે આરંભવાના મહાકાર્યને પાકે પાયે લીલી ઝંડી આપી દે છે; તે, મહાકાર્ય સાધવા માટે કરવાની હજારો પેટાક્રિયાઓ પરત્વે મનુષ્યની પરાક્રમશક્તિને સ્થિરપણે ટકાવી રાખે છે. અભિક્રમ જન્મે છે પ્રતિભાની નિર્મળતા અને તેજસ્વિતામાંથી, વસ્તુઓના બાહ્ય સ્વરૂપની આરપાર જોઈ શકનાર વેધકતામાંથી, જબરી કોઠાસૂઝમાંથી. અભિક્રમશક્તિને પગલે જન્મે છે પેલી બીજી બૌદ્ધિક પરિશ્રમશક્તિ, જે ઉપાડવામાં For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આવેલા મહાકાર્યને પાર પાડવા માટે જરૂરી પ્રક્રિયાઓનો સતત બોધ કરાવતી રહે છે. આ પ્રકારનો પરિશ્રમ શારીરિક પરિશ્રમથી જુદો છે; કારણ કે આ તો શરીર આરામની તનાવરહિત સ્થિતિમાં હોય ત્યારે સાધી શકાતા ધ્યાનયોગને આભારી હોય છે. બીજા વ્યાખ્યાનમાં કેળવણી-વિચારના અન્વયે કહેલું તેમ આ બૌદ્ધિક પરિશ્રમ પણ ‘નિયમ’ (વ્રતબદ્ધ એટલે સાદી જીવનચર્યા) અને ‘વિનય’ (પૂરેપૂરી તાલીમ) એ બંનેને આભારી હોય છે. જીવનની કૌટિલ્ય જેવી સાદગી જ બુદ્ધિની પ્રક્રિયાઓને અવશ્ય સાફલ્ય મળે એ રીતે પ્રદીપ્ત કરે છે. બૌદ્ધિક અભિક્રમમાં આયાસ કે કાળક્ષેપ (સમયનો ખર્ચ) ઓછો હોય છે, બૌદ્ધિક પરિશ્રમમાં સાદગીના વ્રતની જાળવણીનો અને ધ્યાનયોગનો પરિશ્રમ પણ જરૂરી છે અને સમય પણ ખૂબ આપવો પડે છે. ૧૯૨ કૌટિલ્યના સમયમાં યંત્રો આવી ચૂક્યાં હતાં. અર્થોત્પાદનમાં પણ યંત્રનો ઉપયોગ થઈ ચૂક્યો હતો. પણ યંત્રો સામે પરિશ્રમને ગૌણ સમજવાની દૃષ્ટિ કે ઢગલો ઉત્પાદન ઓછામાં ઓછા માણસો દ્વારા કરી આમજનતાવિરોધી અને પર્યાવરણ-પ્રદૂષક અર્થપ્રવૃત્તિની વાત મર્યાદિત ક્ષમતાવાળાં યંત્રોને કારણે પણ એ વખતે અર્થતંત્રમાં પ્રવેશેલી નહિ. કૌટિલ્ય તો પાકી સમજણથી પણ આવા શોષક અર્થતંત્રની હિમાયત કરે એમ નહોતું. આખા અધ્યક્ષપ્રાન્ત અધિકરણ પર માત્ર પ્રકરણ-યાદી દ્વારા વિહંગાવલોકન કરવામાં આવે તો પણ જણાશે કે સ્વયં-શિક્ષણથી કે પૈતૃક શિક્ષણથી વિવિધ કૌશલ્યો પામેલા પ્રજાવર્ગો થકી જ મોટા ભાગની અર્થપ્રવૃત્તિ વિકેન્દ્રિતપણે, જનપદનાં અસંખ્ય તળ સ્થાનોમાં જ થતી અભિપ્રેત છે. સૂત્રાધ્યક્ષ (અ.ક્ર. ૨.૨રૂ) પ્રકરણમાં જોઈએ છીએ કે વિધવા કે વૃદ્ધ સ્ત્રીઓને પણ સૂત્રોત્પાદનના કામમાં જોડવામાં આવતી હતી. આજે જેને આપણે ઔદ્યોગિક વિસ્તાર કહીએ છીએ તેવો કૌટિલ્ય સામેના અર્થતંત્રમાં મર્યાદિત રૂપે હોવાનું જણાય છે – તેને માટે ર્માન્ત (કર્મો કે ઉદ્યોગોનો વિસ્તાર) શબ્દ ગ્રંથમાં અનેક વાર વપરાયો છે. હમણાં જ આપણે ‘નાગરિક’નાં કર્તવ્યોમાં એ પણ જોયું કે નગરમાં આગ સાથેનો વ્યવસાય કરનારને એકજથ્થુ વસાવવાની પ્રથા ઇષ્ટ ગણાતી. પણ આખા વિસ્તૃત અધ્યક્ષપ્રવાર્ અધિકરણમાં માત્ર એક પ્રકરણ ર્માન્તને લગતું છે. તેમાં ખાણોની કાચી પેદાશોમાંથી જીવન-ઉપયોગી ચીજોનું ઉત્પાદન કરનારાં કારખાનાંની જ વાત છે. તે પ્રકરણનું આખું નામ છે આરાન્તિપ્રવર્તનમ્ (અધ્યાય ક્ર.૨.૨૨). આ બતાવે છે કે કૌટિલ્ય સામે અતિયાંત્રિક ઉદ્યોગપ્રધાન સમાજ નથી. અલબત્ત, એ સમયમાં ખનીજ-ઊર્જા (પેટ્રોલ-ડીઝલ વગેરે) અને તે પર ચાલતાં યંત્રોવાહનો નહોતાં એ ખરું. પણ ગમે તેવા બાહ્ય સંદર્ભમાં પણ આમપ્રજા શોષણ ન પામે એવું અર્થતંત્ર ગોઠવવા બાબતની કૌટિલ્યની ખાંખત પૂરેપૂરી જણાય છે. ઉત્પાદનોનાં વિવિધ સંગઠનો (agency) બાબત આ ગ્રંથમાં હેતુલક્ષી મિશ્ર અભિગમ જોવા મળે છે. ઉત્પાદન કાં તો રાજ્યતંત્ર પોતાના આયોજન-નિરીક્ષણ-પરીક્ષણ નીચે કરાવે, કાં તો ખાનગી રાહે વ્યક્તિઓ, પરિવારો કે જૂથો દ્વારા સ્વાયત્ત રીતે — અલબત્ત, વાજબી રાજ્યતંત્રીય નિયમનોની મર્યાદામાં થાય. વળી આજની જેમ જ આ રાજ્યતંત્રમાં પણ રાષ્ટ્રહિતની દૃષ્ટિએ આવશ્યક ગણાય તેવાં ઉત્પાદનક્ષેત્રો કેવળ રાજ્યહસ્તક રહે છે જેમ કે ચલણી સિક્કાનું - For Personal & Private Use Only – Page #210 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૯૩ ઉત્પાદન, ઓળખાણ માટે આવશ્યક એવા રાજકીય ઓળખપત્રો(મુદ્રા)નું ઉત્પાદન, માપ અને વજનનાં ધોરણોનું નિયમન (પૌતવ) વગેરે. આજે સરકારો આમાં પણ ખાનગીકરણ તરફ જઈને ભૂલ જ કરે છે. એ સિવાયનાં પણ અનેક ઉત્પાદનક્ષેત્રોમાં રાજ્ય પોતે પણ ઝુકાવે અને ભાગ લે તેવો અભિગમ આ અર્થતંત્રમાં છે. તેમાં ઔચિત્ય એ જણાય છે કે રાજય એ રાષ્ટ્રભાવનાનું, રાષ્ટ્રના સર્વ પ્રજાવર્ગોની હિતરક્ષકતાનું આશ્રયસ્થાન હોઈ એની પાસે જે-તે ઉત્પાદન પાછળનું ધ્યેયદર્શન પણ હોય છે અને તેને અનુરૂપ ઉત્પાદનનું સર્વાંગી ઉત્તમ કૌશલ પણ પોતાના રાજ્યવ્યાપી ઘનિષ્ઠ સંપર્કો અને સંબંધોને આધારે આવાં કામોમાં જોતરવાની ઉત્તમ સૂઝ, સમજ અને વૃત્તિ પણ હોય છે. રાજ્યતંત્ર કાચા માલની ધોરણસરની પ્રાપ્તિ, ઉત્પાદનકુશળ ઉત્તમ અધિકારીઓની અને કર્મચારીઓની વિધિસર કરાતી ભરતી અને તેમની સાતત્યપૂર્ણ માવજત, ઉત્પન્ન માલની ગુણવત્તાનું સાતત્ય, શોષણમુક્ત દક્ષ વેચાણ વ્યવસ્થા, ભાવનું ન્યાયી નિયમન – આ બધાં પાસાં પરત્વે વ્યાવસાયિક ઉત્તમતા(professional excellence કે integrity)નો એક આદર્શ કે અનુકરણીય નમૂનો પ્રસ્થાપે છે. એના આધારે તે જ ક્ષેત્રના ખાનગી ઉત્પાદકોને એક તો સમર્થ માર્ગદર્શન મળે છે, તો સામે પક્ષે રાજયે ઊભા કરેલા ઉત્તમ કાર્યધોરણને લીધે ખાનગી વ્યવસાય પર, એકદમ અકારું ન થઈ પડે તેવું પરોક્ષ નિયંત્રણ પણ સધાય છે. આ રીતે ઉત્પાદન જેવી રાષ્ટ્રની કરોડરજ્જરૂપ પ્રવૃત્તિમાં રાજ્યની પ્રતિભાયુક્ત સામેલગીરી સમસ્ત રાષ્ટ્રના સર્વ વર્ગોને હૂંફ, સ્વપ્નસિદ્ધિની આશા અને આત્મવિશ્વાસ આપીને દુન્યવી, લોભપ્રધાન ને ગળાકાપ હરીફાઈવાળા ગણાતા આર્થિક ક્ષેત્રમાં પણ એકસાથે વ્યવહારુ અને વળી આદર્શરૂપ પણ ગણાય તેવાં ઉત્તમ જ્ઞાન અને કર્મ ઉપરાંત રાષ્ટ્રભક્તિ પણ જગાડે છે. એવું બને કે રાજય તે-તે ઉત્પાદનક્ષેત્રમાં, પ્રજાની પ્રૌઢતા બરાબર ખીલેલી જોઈને પોતાની તે ક્ષેત્રમાંની સંડોવણી ઘટાડતું જાય અને કાળબળે ખડાં થતાં નવાં કર્મક્ષેત્રોમાં પોતે પદાર્પણ કરતું જાય; અને એમ નવાં-નવાં ક્ષેત્રોમાં પણ સર્વહિતકારક ઉત્તમતા સ્થપાય તે માટેનું નેતૃત્વ દાખવે. આમ રાજ્યતંત્રે અર્થતંત્રમાં પ્રબુદ્ધ અને વ્યવહારુ એવા શિક્ષકનું કામ કરીને રાજાને માટે પ્રચલિત બનેલા “અર્થપતિ' બિરુદનો મહિમા નિત્ય જાળવવાનો છે. અગાઉ આપણે જોયું છે કે રાજા માટેની ખાસ અધ્યયનયોગ્ય વિદ્યાઓમાં ‘વાર્તા'(આજીવિકા-સાધક વિદ્યા)ને પણ સ્થાન કૌટિલ્યની પણ પૂર્વે અપાયેલું હતું. એ પણ આપણે જોયેલું કે એનું શિક્ષણ પણ સિદ્ધાંત અને વ્યવહાર બંનેમાં નિપુણ (વવતૃ-પ્રયોજીં) ગુરુ દ્વારા જ મેળવવું એવો આગ્રહ હતો. માત્ર અંગત ફૂડ-કપટની કે સ્થૂળ શત્રુનાશની વંધ્ય પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવું એ કદી રાજધર્મ ન ગણાય. સંસ્કૃતિના આદ્ય-પ્રવર્તકોમાંના એક, જૈનો દ્વારા માન્ય ચોવીસ તીર્થકરોમાંના ‘આદિનાથ' બિરુદ પ્રસિદ્ધ બનેલા પ્રથમ તીર્થકર અને વળી પૂર્વ જીવનમાં ચક્રવર્તીપદ સંભાળી ચૂકેલા એવા ઋષભદેવે પોતે ખેતી, આવાસ, માટીનાં વાસણો ઇત્યાદિ ગ્રામીણ જીવનના પાયારૂપ નવાં કૌશલ્યો પણ માનવજાતને શિખવાડેલાં, એટલું જ નહિ, સ્ત્રી-પુરુષ-સંબંધને પણ નિયમનોના શિક્ષણ દ્વારા સાંસ્કૃતિક રૂપ આપેલું. આ બધા ઉપરથી એવો નિષ્કર્ષ કાઢી શકાય કે ભારતીય સંસ્કાર અને પરંપરાઓને અનુરૂપ રીતે, રાજા માત્ર પ્રજાઓનાં દેહ કે મિલ્કતનો રક્ષક For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ નહિ, પણ અનેક હુન્નરો અને કૌશલ્યોમાં પ્રજાને પ્રવર્તાવનારા સંસ્કૃતિરક્ષક કર્મગુરુ તરીકે ઊપસેલો. ગાંધીજીએ પણ અગિયાર વ્રતોની સાથે સમયાનુરૂપ અઢાર પ્રકારનો રચનાત્મક કાર્યક્રમ રાષ્ટ્ર-ઉત્થાનના પાયા તરીકે ખિલવીને પ્રાચીન “અર્થપતિ'ની અને નરેન્દ્રની (નર-શ્રેષ્ઠની) જ ગરવી જીવન-સંવર્ધક પરંપરાને પુરસ્કારી છે. એની સામે આજની નારી નપુંસક થતી જતી લોભગ્રસ્ત સરકારો રાજયહસ્તકનાં ઉત્પાદન-અભિક્રમોમાં, એક પછી એક, ઉલાળિયો કરતી જઈને જગક્ષક રીતે અર્થપ્રવૃત્તિ પર અડપેલાં (સવાર બનેલાં) અસામાજિક જાગતિક (બહુરાષ્ટ્રીય) જૂથોને સર્વ પ્રકારનાં અર્થોત્પાદનો જ નહિ, પ્રજાહિતરક્ષક નિયમનતંત્રો સુધ્ધાં (!!) ભળાવીને જગમાં અભૂતપૂર્વ બર્બરતાને, અરાજકતાને, સંસ્કૃતિ-વિનાશને નોતરી રહી છે. અહીં ઉલ્લેખેલી રાજધર્મની પ્રાચીન પરંપરાઓનું દૃષ્ટિસંપન્ન અધ્યયન કરીને, એમાંથી ભરપૂર પ્રેરણા અને કાયમી હૈયાધારણ પણ મેળવીએ અને એ પ્રમાણે ચાલવાની પાકી પહેલ પણ કરીએ. સાર્વત્રિક પરિશ્રમનિષ્ઠાથી અને પરિશ્રમકળાથી – બલ્ક અસલ જીવનકળાથી – વિવિધ મોરચે સ્વાવલંબી બની રહેનારું રાષ્ટ્ર અપરાજેય બની જગદ્ગુરુનું પદ પણ સહજપણે પામી શકે. અત્યારનું નાનકડું ક્યૂબા-રાષ્ટ્ર આ માપદંડે, ખરેખર, અધ્યયનપાત્ર રાષ્ટ્ર છે. કૌટિલ્ય અર્થોત્પાદન-પ્રવૃત્તિઓમાં મોભ (મુખ્ય આધાર) તરીકે કઈ પ્રવૃત્તિઓને ગણાવી છે તે જાણવું રસપ્રદ બનશે. “વાર્તા'-વિદ્યાનાં ત્રણ અંગ તેમણે બતાવ્યાં છે : કૃષિ, પશુપાલન અને વેપાર. આ વાત ઘણી સૂચક છે. આમાં તેમણે ઉદ્યોગોનો સીધો ઉલ્લેખ કર્યો જ નથી. અલબત્ત, આ ત્રણ પાયાની અર્થપ્રવૃત્તિના પૂરક અંગ તરીકે હસ્તોદ્યોગો અને મર્યાદિત કે મધ્યમ યંત્રોદ્યોગો પણ કૌટિલ્યને અભિપ્રેત હોવાનું જરૂર તારવી શકાય. વિસ્તૃત બીજું અધિકરણ ઉક્ત બે (કૃષિ, પશુપાલન) ઉત્પાદન-પ્રવૃત્તિ ઉપરાંત મનુષ્યજીવનને પોષનારી અનેક પૂરક પણ બિનસંકુલ પ્રક્રિયાઓવાળી અર્થપ્રવૃત્તિઓ પણ અનેક વિગતો સાથે નિરૂપે છે. - પણ “વાર્તા'ની ઉપર્યુક્ત મૂળ વ્યાખ્યા કૌટિલ્યની દષ્ટિએ માત્ર કૃષિપ્રધાન અર્થતંત્ર જ નહિ, કૃષિકેન્દ્રી સંસ્કૃતિ એક બુદ્ધિપૂત (બુદ્ધિમાંથી ગળાઈને સ્વચ્છ બનેલો) માનવીય આદર્શ હોવાનું સ્પષ્ટ કરે છે. પશુપાલન પણ કૃષિના પૂરક અંગ તરીકે જ પૂરી પ્રતિષ્ઠા પામે છે. જયારે વેપાર તો ઉત્પન્ન દ્રવ્યોની કુશળ વિતરણ-વ્યવસ્થા જ છે. માનવ-સંસ્કૃતિના સ્થિર ભવિષ્યની દૃષ્ટિએ કૌટિલ્યનો આ સમગ્ર વિચાર ખૂબ સ્થાયી મહત્ત્વ ધરાવે છે. કૌટિલ્યને અક્કડ કૃષિવાદ કે ગ્રામવાદ પણ અભિપ્રેત નથી. પરંતુ ધિંગુ માનવજીવન પરાધીન કે લોભ-મોહના ધક્કાવાળું ન બને તે પાયાની નિર્વિવાદ વાત તેમને મહત્ત્વની લાગે છે. બાકી કૃષિ-પશુપાલનથી પોષાતું સ્વાધીન જીવન જીવતી વૈવિધ્યપૂર્ણ પ્રજાઓને એ વ્યવસાયો માટેનાં સહાયક સાધનો, સામગ્રી, અન્ય વ્યક્તિગત-પારિવારિક-સાંસ્કૃતિક જરૂરિયાતો માટે પ્રાય: સ્થાનિક કે નાના પાયાના ગૃહોદ્યોગો/ગ્રામોદ્યોગો ને થોડા અનિવાર્ય મોટા-પાયાના ઉદ્યોગોની જોગવાઈ સહજપણે કરવી પડે. પણ ઉદ્યોગોનો હેતુ પણ જીવનસંવર્ધક ચીજો જ પૂરી પાડવાનો હોય; કૃત્રિમ જરૂરિયાતો ઊભી કરી, પ્રજાને ભરમાવી બિનજરૂરી ચીજો ઠઠાડવાનો નહિ. વાર્તા જીવી દરેક For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૯૫ વ્યાવસાયિકમાં પણ મુલ્ક પ્રત્યેની સાંસ્કૃતિક અદબ અને પ્રજાનિષ્ઠા અવશ્ય હોય. વળી બીજી બાજુએ જોઈએ તો જે જરૂરિયાતો પાયાની કે અનિવાર્ય સિદ્ધ થઈ હોય, તે પ્રજા-સંખ્યા મુજબ વિપુલ માત્રામાં પેદા થાય તેવું વ્યાપક અને કાળજીભર્યું આયોજન પણ હોવું જોઈએ. આયોજકોના કેવળ બુદ્ધિદોષને કારણે ખોટી અછતો અને તેને પગલે ઘોર નફાખોરી ન જ ઊભી થવી જોઈએ. વળી ઉત્પાદનની સ્થાનિકતાનો પણ જડ આગ્રહ કૌટિલ્યમાં જરા પણ નથી. પરદેશ સાથે અને સ્વરાષ્ટ્રના વિવિધ મુલ્કો વચ્ચે રાષ્ટ્રોપયોગી માલની આયાત-નિકાસનો, વેપારી સાહસથી સાધ્ય સંબંધ તો પ્રાચીન ભારતમાં ખૂબ વિકસિતરૂપે સાંસ્કૃતિક અનુરૂપતા સાથે બંધાતો રહ્યો હતો એ તો પ્રાચીન ભારતીય વિપુલ સાહિત્ય અને લોકપરંપરાઓ પણ રંગીન રીતે બતાવે છે. આ માટે અર્થશાસ્ત્રનું નાનકડું રાષ્ટ્રીય પુરવઠા-અધિકારી (પુષ્પાધ્યક્ષ) અંગેનું પ્રકરણ (અધ્યાય ક. ૨.૨૬) પણ જોવા જેવું છે. કોઈ પણ માલની અછત પેદા ન થાય, સંગ્રહખોરી ન થાય અને સર્વપોષક ભાવનિયમન જળવાય તેવી રાષ્ટ્રીય નીતિ તેણે પ્રવર્તાવવાની છે. “વાર્તા”-વિદ્યામાં વેપાર(વા )નો સમાવેશ, સાત રાજયમંત્રીય આવક–સ્રોતોમાં વણિપથની પણ ગણના, વેપારી સાર્થ પ્રત્યેનાં રાજયકર્તવ્યોના ઉલ્લેખો, જનપદમાં પણ નાના કે મધ્યમ નગરોને મળેલું સમુચિત સ્થાન, શુ ધ્યક્ષ: (અ.ક્ર.૨.) અને સુ વ્યવહાર: (અ.ક્ર. ૨.૨૨) એવાં, વેપારી માર્ગવેરા (જી)સંબંધી બે વિસ્તૃત પ્રકરણો, સુનામીનપૌતવમ્ (અ.ક્ર. ૨.૨૬) પ્રકરણમાં તોલ-માપનાં સુવિકસિત કડક રાષ્ટ્રીય નિયમનોની વાત – આ બધાં પર સ્ટેજ નજર નાખતાં પણ સમજાય છે કે વિવેકપૂર્વક વિકસિત એવા ગરવા વેપાર, આયોજનબદ્ધ ઉદ્યોગો, વિદેશો સાથે ઠરેલ છતાં ઊંચા ગજાની હિંમતથી સધાતા વેપારી સંબંધો – એ બધાંને પણ સમુચિત સ્થાન કૌટિલ્યની કલ્પનાના અર્થતંત્રમાં છે જ છે. અગાઉ ઉલ્લેખ્યા પ્રમાણે “જનપદ' એટલે કે આખા રાષ્ટ્રમાંનાં સર્વ ગામોનગરોનું એક આ લક્ષણ કૌટિલ્ય બતાવ્યું છે : સાર-ચિત્રવિદુપN:, અર્થાત્ એમાં સર્વત્ર જીવનજરૂરિયાતની ચીજો વિપુલ પ્રમાણમાં તો હોય, પણ તે ય ઉત્તમ ગુણવત્તાવાળી (સર) અને વૈવિધ્યસભર હોય. આટલામાં તો કૌટિલ્ય ઘણું-ઘણું સૂચવી દીધું છે. આજે આપણી કહેવાતી લોકશાહી સરકારો ક્યાં ઊભી છે ?) અર્થતંત્રના સમગ્ર સ્વરૂપ અંગે આવી સમતોલ વિચારસરણી સમજી લીધા પછી, કૃષિપ્રધાન તળ જનપદના ગ્રામપ્રદેશનું કૃષિવિષયક આયોજન પણ કેવું નિયમબદ્ધ અને એકંદરે માનવજીવનને સમૃદ્ધ અને સુખ-શાંતિ-સંતોષથી ભર્યું ભર્યું કરનાર હોઈ શકે તેની ઝલક મેળવવા અગાઉ ફરી-ફરી ઉલ્લેખેલું અધ્યાય ક. ૨.૨માં મળતું “વનપનિવેશ:' એ પ્રકરણ તપાસવા જેવું છે. એની સમજવા લાયક વિગતો જોઈએ : ગામ સોથી માંડી પાંચસો જેટલાં કુળોનું બનેલું હોય. કોઈ પણ ગામ અન્યોન્યના સહયોગ સહિતના પ્રત્યેક કુળના જિંદાદિલીભર્યા પુરુષાર્થ પર વિકાસકાર્યોના સમગ્ર ચક્રને બરાબર પૂરું કરી શકતું હોય છે. એ દષ્ટિએ વસ્તીપ્રમાણ સમતોલ, સર્વાગી અને સહયોગી સંબંધોને અનુકૂળ હોય તે ખૂબ ઇચ્છનીય છે. વસ્તી વધારે પાંખી હોય કે વધારે ગીચ હોય તે બંને સ્થિતિ હાનિકારક હોઈ For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અનિચ્છનીય - તેનાથી ગ્રામ-સ્વાવલંબનની સિદ્ધિ મુશ્કેલ બને છે. એ દૃષ્ટિએ કૌટિલ્યે વસ્તીસમતુલા માટે સામ-સામા બે વૈકલ્પિક વહીવટી પગલાંની એક પરંપરા પોતાના અનુમોદન (ટેકા) સાથે ઉલ્લેખી છે : (૧) જો કોઈ ગામની કે ગ્રામસમૂહની વસ્તી ઓછી હોય તો કાં તો સ્વરાષ્ટ્રના ગીચ વસ્તી ધરાવતા પ્રદેશમાંથી, કાં તો અન્ય રાષ્ટ્રમાંથી (પ્રાયઃ મિત્રરાષ્ટ્રમાંથી) પ્રમાણસરની વધારે વસ્તીને આકર્ષીને (અપવહનેન) વસાવવી. (અન્ય રાષ્ટ્રમાંથી સુધ્ધાં વધારાની વસ્તીને અકર્ષવાના વિકલ્પનો ઉલ્લેખ એ બતાવે છે કે કૌટિલ્યને મન વિદેશ-નીતિ પણ છેવટે તો, જ્યાં-જ્યારે શક્ય હોય ત્યાં-ત્યારે, રચનાત્મક સહયોગ, બરાબરીભર્યા પરસ્પરાવલંબન અને સાંસ્કૃતિક વિકાસ દ્વારા જ સાર્થક બને છે.) (૨) એથી ઊલટું, જો કોઈ ગામ કે ગ્રામસમૂહમાં વસ્તી વધુ ગીચ હોય તો થયેલા ભરાવા(મિક્ષન્દ્ર)ના, અન્ય અનુકૂળ (ઓછી વસ્તીવાળા) સ્વરાષ્ટ્રના કે પરરાષ્ટ્રના પ્રદેશમાં સ્થાનાંતર (વમન) દ્વારા વસ્તીની સમતુલા સ્થાપવી. રાષ્ટ્રના વિવિધ પ્રદેશોના વસ્તીપ્રમાણનું આમ વિવિધ સ્તરે દીર્ઘદષ્ટિપૂર્વક કરાતું નિયમન પ્રજાની અને અર્થતંત્રની એમ બંનેની સુખશાંતિનું નિમિત્ત બની રહે. કૌટિલ્યે રજૂ કરેલું આ સૂચન કોઈને વિવાદાસ્પદ લાગે તો ય રસપ્રદ જરૂર છે અને પ્રજાની પૂરેપૂરી અનુકૂળતા જળવાય તેમ અમલ કરવા યોગ્ય પણ લાગે છે. અમેરિકામાં એક વર્ષો-જૂનું વિચારમંડળ છે, જે શહેરો મધ્યમ વસ્તીપ્રમાણવાળાં રહે તેને અત્યંત આવશ્યક માને છે અને તે માટેના વહીવટી આયોજનમાં રાજ્યતંત્રે સક્રિય થવું જોઈએ એમ પણ માને છે. સંસ્કૃતિ-વિકાસ માટે, આ પ્રાચીન અને અર્વાચીન સમાન સમજણ ખૂબ જ પાયાનું મહત્ત્વ ધરાવે છે. એના અમલમાં આડે આવે છે કહેવાતું ‘આધુનિક' આસુરી, અવળું અર્થતંત્ર — જે અવિચારે આત્મઘાત તરફ ઊંધું ઘાલીને દોડી રહ્યું છે. ૧૯૬ પ્રત્યેક વહીવટક્ષમ પ્રદેશઘટક(ગ્રામજૂથ)ના મહેસૂલી અને વહીવટી નિયમન માટે અને પૂરક વ્યાપારી સુવિધા માટે અમુક મસંખ્યાના ઘટક દીઠ નાનાં-મોટાં નગરો કે કસ્બાઓની આવી યોજના સૂચવાઈ છે ઃ દશ ગામના ઘટક માટે ‘સંગ્રહણ’ તરીકે ઓળખાતું મથક, બસો ગામે ‘ખાર્વટિક’, ચાર-સો ગામ વચ્ચે ‘દ્રોણમુખ’ અને આઠસો ગામ વચ્ચે ‘સ્થાનીય’ એવાં ક્રમશઃ વધુ મોટાં અને આવાં પ્રકારનામોથી જુદાં તરી આવે તેવાં મથકો (નગરોરૂપ વેપારી-વહીવટી ધામો). આમાંનું છેલ્લું સ્થાનીય તે દુર્ગરૂપ એટલે કે રાજધાનીરૂપ નગર હોવાનું જણાય છે. જો એમ હોય તો કૌટિલ્યની દષ્ટિએ રાષ્ટ્રો બહુ વિશાળ ન હોય તે જ ઇષ્ટ સ્થિતિ ગણાય. (બ્રિટિશ ઉદ્યોગકાર શુમાખરે પ્રચલિત કરેલો Small is Beautifulનો વિચાર !) રાજ્ય-હસ્તકનાં ન્યાયાલયો પણ આવાં મથકોએ હોવાના અણસાર મળે છે. આવાં મથકો તળ ગામો અને રાજ્યતંત્ર વચ્ચેની જીવંત આપ-લે માટે કડીરૂપ બની રહે. કૃષિપ્રધાન ગામોના આયોજનના જ ભાગરૂપે દરેક ગામ માટે એક કે બે ક્રોશ (કોસ) લાંબી સીમનું ધોરણ સૂચવાયું છે. એ સીમમાં ગામના પરિવારોનાં ખેતરો, ઉપરાંત ગોચર-વિભાગો તેમ જ એનુકૂળતા મુજબ વન ઉપવનના ઉછેરનો પણ સમાવેશ થાય છે. સર્વ જીવોના વિકાસને અનુકૂળ કેવું સુંદર, સુસ્થિર આયોજન ! નિસર્ગ-ખોળે સહયોગપ્રધાન માનવજીવન ! બે ગામ વચ્ચેની સીમ પણ પ્રાકૃતિક નદી, પર્વત, વન, સેતુ, ગુફા કે કોઈ વિશિષ્ટ મહાવૃક્ષરૂપ ! - For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૯૭ રાષ્ટ્રસમૃદ્ધિ અને રાષ્ટ્રસુરક્ષા (વિનોબા-નિર્દિષ્ટ defence-measure) એ બંને ય દષ્ટિએ ગામનાં કૃષિયોગ્ય સઘળાં ખેતરો ઉપરાંત શક્યતા મુજબ બિન-ઉપજાઉં, અવડ કે વેરાન ગણાયેલા ભૂ-વિભાગોમાં પણ મહત્તમ કૃષિ-ઉત્પાદન થાય તે માટેનાં સમુચિત રાજયમંત્રીય ધોરણોમાં જરા ય ઢીલ ન થાય તે માટે, ખાસ તો ગામનાં પ્રમાદી કે અસામાજિક માનવઘટકોને યોગ્ય રીતે પડકારે તેવાં કેટલાંક નિયમનો સૂચવાયાં છે. એની પાછળનો મુખ્ય માનવીય ઉદેશ્ય એ છે કે તળ-પ્રજામાં પડેલી ધિંગી-સરળ પરિશ્રમશક્તિને અને કોઠાસૂઝને રાજયતંત્રના નૈતિક ટેકાથી સવિશેષરૂપે પ્રોત્સાહિત કરી જીવંત અને ક્રિયાશીલ રાખવી, અને એ રીતે તે-તે ગામની અને રાષ્ટ્રની સુખાકારી એકસાથે સાધવી. નિયમનનો પાયાનો મુદ્દો એ છે કે દરેક ખેડૂત-હસ્તકની જમીનમાંથી, અનુભવને આધારે સ્થપાયેલાં સ્થાનિક ધોરણો-અંદાજો પ્રમાણે અમુક લઘુતમ ઉત્પાદન તો થવું જ જોઈએ. જો તેનાથી ઓછું ઉત્પાદન થાય તો ખેડૂત ઘટાડા જેટલી ઊપજનો રાજભાગ વધારામાં દંડ તરીકે આપે. અગાઉ કહેલાં કેટલાંક નિયમનો ટૂંકમાં દોહરાવીએ : પોતાની જમીન ન ખેડનાર પાસેથી જમીન જપ્ત કરી ખેડનારને સોંપવી, યા ગામનાં વસવાયાં કે વેપારી દ્વારા ખેડાવવી. તેથી ઊલટું, જો રાજયહસ્તકની વેરાન જમીનને કોઈ ખેડૂત જાતે ઉપજાઉ બનાવે તો તે જમીન જપ્ત ન કરતાં તેને ખેડવા આપી દેવી. “ખેડે તેની જમીન' એ સુવર્ણનિયમ આમાં સહજપણે જળવાય છે ! વળી કોઈ ખેડૂત છતી જમીને સાધનો ખરીદવાની અશક્તિને કારણે ખેતી ન કરી શકતો હોય, તો તેમને ખાવા જેટલું અને બિયારણ તરીકેનું ધાન્ય, પશુઓ અને રોકડ ધનનું ઋણદાન (loan) કરી ખેતીમાં પરોવવો, અને તે અપાયેલ સહાય સગવડે પાછી વાળે. વળી ખેડૂતોને અનુદાન કે કરમુક્તિ પણ એવી કુશળ ગણતરી સાથે આપવાં, કે જેથી સરવાળે રાજ્યકોશમાં વૃદ્ધિ જ થાય; કોશઘાતક અવિચારી ધન-લ્હાણી ન જ કરવી. (આનાથી વિરુદ્ધ રીતે આજની મતભૂખી સરકારોના કોના બાપની દિવાળી ?' એવા અવિચારી ધન-વેડફાટો સાથે સરખામણી સહજપણે થઈ જાય છે!) આ સ્થળે કૌટિલ્ય એક જબરી ચેતવણી ઉચ્ચારી છે કે કોશનો અવિચારી ઉડાઉ ઉપયોગ કરનાર રાજા છેવટે આવાં સ્વયંસમૃદ્ધ ગામો, નગરોને લૂંટવાનો જ – જેવી રીતે આજનાં ‘વૈશ્વિકીકરણ', ‘ઉદારીકરણ'નાં રૂડાં નામોએ “ક્રાંતિ'નાં નગારાં પીટીને, ‘લોકશાહી'ના પાટિયા નીચે કામ કરતી સરકારો, મોટા ભાગની આમ-પ્રજાનાં સ્વાવલંબી જીવન-સાધનરૂપ ઘર-જમીનો સુધ્ધાંને ચાંઉ કરી જતા નવા પ્રજાવિદ્રોહી કાયદાઓના ઓઠે, પર્યાવરણ-વિનાશક, ધનિકપરસ્ત અને રાજકારણીઓનાં ઘર અને ચૂંટણી ફંડો ભરનારા ઔદ્યોગિકીકરણ ખાતર SEZ (Special Economic Zone) જેવા, રાક્ષસી' નહિ પણ આસુરી” કહેવા લાયક “આયોજનોથી રાજયના કોશને ભારે ફટકો પહોંચાડનારા, સંસ્કૃતિનો નાશ કરનારાં ઉધામા પણ બેધડક કરી રહી છે ! સમતોલ વસ્તીની નીતિને પ્રાપવા રાજ્યતંત્રે નવી-નવી વસાહતો ઊભી કરીને ત્યાં રહેવા માટે વિવિધ પ્રજાજનોને પ્રોત્સાહિત કરવા માટે, આજની સરકારોની જેમ, અમુક સમયાવધિ સુધી કરમુક્તિ પણ આપવી ને ધનસહાય યા ઋણદાન પણ. આ યોજના કાં તો વસાહત શરૂ કર્યા બાદના અમુક સમય સુધી રાખવી, યા જે-તે વ્યક્તિ કે પરિવાર વસવા આવે ત્યારબાદના નક્કી For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ કરેલા ગાળા સુધી આપવી. ઋણ સમયસર ચુકવનારને છેવટે થોડી ઋણમાફી પણ આપીને રાજાએ પ્રજા પ્રત્યે પિતા જેવો વત્સલ વહેવાર દાખવવો. કૌટિલ્યની દૃષ્ટિ એવી છે કે ન રાજયને અર્થહાનિ થાય કે ન પ્રજાહિત જોખમાય તેવી સમતોલ નીતિ રાયે રાખવી. વ્યક્તિ અને સમષ્ટિ એ બંને એક સિક્કાની બે બાજુ છે એવી સંગીન સમજણ જ સમાજ અને તેની સંસ્કૃતિને પોષે છે. રાષ્ટ્રની પરિશ્રમતત્પર બહુસંખ્ય ગ્રામ/નગર-વાસી પ્રજા સાતત્યપૂર્વક અને અગવડો સામેના સંઘર્ષમાં થતા પુષ્કળ શક્તિક્ષય વગર, તાલબદ્ધ-લયબદ્ધ રીતે, ભરપૂર કોઠાસૂઝ અને કાર્યાનંદ સાથે રાષ્ટ્રપોષક ખેતી, પશુપાલન, હુન્નરો તથા વેપારમાં રચીપચી રહે તે માટે, આજે જેને પાયાની સગવડોનું માળખું (infrastructure) કહે છે તેવાં પૂરતાં, ઉત્તમ સાધન-સામગ્રીનું અને સમયાનુરૂપ વિશાળ સુવિધાજાળનું ધોરણસરનું નિર્માણ અને તેની નિત્યની પૂર્તિ તથા પૂરતી સાચવણી ને સુરક્ષા કરવામાં જ પ્રજા અને રાજ્યતંત્ર બંનેનો જયવારો છે. એ દૃષ્ટિએ આકાશી ખેતી(જેને કવિવર ભારવિએ ટેવમાતૃકા કૃષિ – દેવોએ પોષેલી ખેતી કહી છે તે)ની આવશ્યક પૂર્તિ માટે સીંચાઈવાળી (પિયતવાળી, મવમાતૃશ) ખેતી પૂરતા વ્યાપ સાથે પોષવા સેતુબંધનું જરૂરી નિર્માણ તે રાજ્યતંત્રનું એક મહત્ત્વનું કર્તવ્ય બની રહે છે. આપણે સમાહર્તા નીચેના વહીવટીતંત્રની ચર્ચામાં જે સાત રાષ્ટ્રીય આવકના સ્રોતો ગણાવેલા તેમાં પણ સેતુબંધની ગણના હોવાનું જોયેલું. સેતુબંધ' શબ્દ અહીં માત્ર પ્રાધાન્યસૂચક હોઈ એમાં “સેતુ (બંધો) ઉપરાંત કૂવા, વાવ, તળાવ, સરોવર જેવાં કુદરતી કે કૃત્રિમ જળાશયોના નિભાવ અથવા અને નિર્માણની વાત પણ સમાઈ જાય. સેતુ-નિર્માણ વહેતી નદીમાં પણ થઈ શકે (જેને કૌટિલ્ય “સો' સેતુ કહે છે) અથવા ચોપાસથી આવતાં વર્ષાજળનાં સંચયથી કે નહેર દ્વારા આણેલા (હાર્ય) સરોવરજળથી પણ થઈ શકે (જેને કૌટિલ્ય મારા સેતુ કહે છે). બીજા પ્રકારમાં વિશેષતઃ પહાડી વિસ્તાર અનુકૂળ પડતો હોય છે. કૌટિલ્ય ક્યાંય ખૂબ વિશાળ મુલ્કને સીંચાઈનો લાભ મળે તે માટે શાખાઉપશાખાઓવાળી નહેરોના સંકુલ જાળ સહિતના બંધોની વાત ઉલ્લેખી નથી, તે પરથી તેમને નાના-નાના બંધો – જેને “બંધારો' યા આજકાલ “ચેકડેમ' શબ્દથી ઓળખવામાં આવે છે તે, યા કવચિત્ મધ્યમ બંધો જ અભિપ્રેત હોવાનું જણાય છે. કૂવા, વાવ, તળાવના નિર્માણની વાત કદાચ એટલે નથી કરી કે તે કર્તવ્યો {પૂર્તમાંનાં ‘પૂર્તરૂપ ધાર્મિક કર્તવ્યોમાં જ સમાઈ જાય છે. આવા બંધોના વ્યાપક મહત્ત્વનું પ્રતિબિંબ એ વાતમાં પડે છે કે કૌટિલ્ય આના નિર્માણ માટે ત્રણ વૈકલ્પિક સામુદાયિક પદ્ધતિઓ ઉલ્લેખી છે : કાં તો સેતુ રાજ્યતંત્ર પોતે બાંધે, કાં તો રાજય દ્વારા પ્રાથમિક સુવિધાઓ(infrastructure)નો ટેકો પામેલું ખાનગી સંગઠન (private sector) બાંધે, કાં તો લોકો પરસ્પરના સહયોગથી તેમ જ સમુચિત તાલીમ અને સંગઠનના બળે ખરેખરા સહકારી ધોરણે બાંધે. આ વિગત – એમાં ય ત્રીજી પદ્ધતિની વાત – સુવિકસિત રાષ્ટ્રવ્યાપી આર્થિક ચેતના અને તે માટેનાં અડીખમ પ્રાણબળ તેમ જ પ્રજ્ઞાબળ સૂચવે છે. સંકલ્પ – અને તે ય રાષ્ટ્રીય કે સામાજિક સ્તરનો – શું ચીજ છે તેની ઝલક અહીં મળે છે. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિંરક્ષકતા આમાંની ત્રીજી સહકારી પદ્ધતિ અંગે સ્પષ્ટતારૂપે કેટલીક વાતો પણ કૌટિલ્યે ઉમેરી છે. તેમાં લાભ પામનાર ગામોના કે વિસ્તારના પ્રત્યેક પરિવારે પોતાના પ્રતિનિધિ દ્વારા પ્રત્યક્ષ કાર્યમાં સાથ આપવાનો રહે છે. જો કોઈ પરિવારનો એક પણ સભ્ય શ્રમમાં સાથ ન આપે, તો તેના સેવકો અને બળદોને તે કામ માટે મોકલવાની ફરજ રહે અને ખર્ચનો ભાગ પણ આપવો પડે; પણ સેતુબંધથી થનારો લાભ તેને ન મળે ! આ છેલ્લી વિગત આકરી અને કદાચ કોઈને અન્યાયી પણ લાગે. આમ કેમ કહેવાયું હશે ? કદાચ કૌટિલ્ય દરેક સ્વસ્થ મનુષ્ય માટે શ્રમનિષ્ઠા આવશ્યક માનતા હોય અને તેના વાસ્તવિક પાયારૂપે તેવી શ્રમનિષ્ઠ વિવિધ તળ પ્રજાઓનાં દૃષ્ટાંતો પણ તેમની સામે તરવરતાં હોય. તળ મુસ્લિમ સમાજોમાં ગરીબ અને નિક પરિવારો વચ્ચે ધાર્મિક આચારો બાબતમાં તેમ જ કેટલાંક સામાજિક પાસાંઓ પરત્વે પણ સમાનતાની કે બિરાદરીની ભાવના જોવા મળતી હોય છે. માણસ ગમે તેટલાં સાધનો કે ધનથી બાંધેલા ચાકરો વસાવે, પણ જો પોતાના અંગત જીવનમાં વાજબી પરિશ્રમને સ્થાન ન આપે, તો તે સમાજ પ્રત્યે જેટલો અપરાધ કરે છે, તેટલો જ જાત પ્રત્યે – દેહ-મનનાં આરોગ્ય પ્રત્યે પણ કરે છે એ સુજાણ વ્યક્તિ તો જરૂર સમજી શકશે. કૌટિલ્ય હાડથી જ (પોતાના અંતર્ગત મૂળ સ્વભાવથી જ) દાસપણું (ગુલામી), વેઠ વગેરે પ્રથાને વ્યક્તિ અને સમષ્ટિ બંને માટે અભિશાપરૂપ સમજી, આપણે આગળ જોઈશું તેમ, તે પ્રથાઓને પાતળી અને નિઃશેષ કરતા જવાના પ્રગતિમાર્ગો શોધતા રહ્યા છે. આખું આ ખેતી અંગેનું પ્રકરણ પણ એ દિશાનું જ છે શ્રમના સામાજિક સમવિતરણની દિશાનું. - અધ્યાય ૪.૨.૨૪માંના સીતાધ્યક્ષઃ (‘ખેતીવાડીના નિયામક') પ્રકરણમાં રાજ્યના ખેતીવાડીના અધ્યક્ષનાં કર્તવ્યો વર્ણવ્યાં છે. તેમાંની, ખેતીવાડીનાં વિવિધ પાસાંઓ અંગેની અનુભવાશ્રિત થોડી, પણ મર્માળી વિગતો એ બતાવે છે કે રાજ્યે પોતે પણ કેવી નિપુણતાથી ખેતી કરવાની છે અને તે દૃષ્ટાંત દ્વારા સમસ્ત રાષ્ટ્રને ખેતીવાડીમાં કેવું ઉમદા નેતૃત્વ પૂરું પાડવાનું છે. સીતાધ્યક્ષ પોતે જે રાજ્યહસ્તકની કૃષિયોગ્ય જમીનોમાં ખેતી ન કરાવી શકે, તે જમીનો, પ્રજામાંથી વિવિધ શરતે ખેતી કરવા તૈયાર થનારા વિવિધ કોટિના ખેડૂતોને કે ખેત-મજૂરોને સોંપીને ખેતી કરાવે તેવો આદેશ છે. આખા અધ્યાયમાં ખેતી પૂરેપૂરી કસદાર થાય તે માટે બીજ-સંગ્રહ, વર્ષાપ્રમાણ સાથે કૃષિ-પ્રકાર આદિનો સંબંધ, આકાશી જ્યોતિઓના આધારે કરવાના વર્ષાના વર્તારા, ખેતીની ઉચ્ચાવચ કોટિઓ, સીંચાઈ-આધારિત ખેતીનો મહિમા, સીંચાઈ-પ્રકાર મુજબના રાજ્યભાગની વિવિધ કક્ષાઓ કે તે મુજબ કરવાની વિવિધ ખેતીની પસંદગી, બીજના પ્રકારભેદ મુજબની વિવિધ માવજતો, ઉત્પન્ન પેદાશોની કુશળ સંચયવ્યવસ્થા એમ કરાયેલી ઘણી વાતો, અર્થતંત્રમાં કૃષિના મહિમાયુક્ત સ્થાનને પણ સ્થાપી આપે છે. - ૧૯૯ સ્થાવર સજીવો (વૃક્ષાદિ વનસ્પતિ-જીવો, જે ધરતી ઉભેદીને અર્થાત્ વીંધીને જન્મનાર તરીકે ‘ઉદ્ભિજ્જ’ કહેવાય છે) કે જીવાણુથી માંડી પશુ-પંખી-મનુષ્યાદિ ‘જંગમ’ (હરતા-ફરતા) સજીવોની પ્રકૃતિને સમજીને અને નવી-નવી રીતે વધુને વધુ સૂક્ષ્મ ધ્યાનયોગથી સમજતા રહીને, અને તે સમજણને સદા વફાદાર રહીને, એ પ્રકૃતિની જ ખિલવટના ભાગ તરીકે કૃષિ અને For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પશુપાલનની પ્રવૃત્તિ કરીને માનવજીવનને નૈસર્ગિક રાહે સર્વાંગી રીતે પોષવાનું છે. એ જ મનોવૃત્તિથી કૌટિલ્યે કૃષિ માટે અયોગ્ય ગણાયેલી જમીનોની પણ પૂરેપૂરી નૈસર્ગિક સુષુપ્ત શક્તિને બહાર આણવાની ઉપાય-પરંપરાના ભાગ તરીકે ‘ભૂમિછિંદ્રાવિધાનમ્’(ભૂમિચ્છિદ્ર એટલે ભૂમિમાં પડેલા કાણા સાથે સરખાવી શકાય તેવી સાવ બિનઉપજાઉ જમીન અને અપિધાન એટલે આચ્છાદન; એથી સમગ્ર અર્થ : બિનઉપજાઉ જમીનને ગોચર, વન આદિથી હરિયાળાં વસ્ત્ર પહેરાવવાં તે) નામના અધ્યાય ક્ર. ૨.૨માં કેટલુંક નમૂનારૂપ માર્ગદર્શન રજૂ કર્યું છે. વાત્સલ્યસભર પશુપોષણ અર્થે ગોચરો એટલે ગાય વગેરે પાલતુ પશુઓ ફરીને ઘાસ વગેરે વાગોળી શકે તેવા ઘાસ-ઢાંક્યા પ્રદેશો તૈયાર કરવા તે એક કુશળ કર્મ. બીજું સંસ્કૃતિ-સંવર્ધક કામ છે વધુમાં વધુ ‘ગોરુત’-માપનાં (ગાયોનું ‘રુત’ એટલે કે તેમનો ભાંભરવાનો અવાજ પહોંચે તેટલા માપનાં આશરે બે હજાર ધનુષુ એટલે કે આઠ હજાર ફૂટ કે તેટલા હાથ જેટલાં લાંબાં), વેદાધ્યયન અને સોમયજ્ઞોને યોગ્ય એવાં તપસ્વીભોગ્ય તપોવનો ખિલવવાનું. વળી તેટલા જ માપનું, એક પ્રવેશદ્વારવાળું, ચોપાસ ખાઈથી રક્ષાયેલું, જેમાં વિવિધ વૃક્ષો-ઝાડીઓ મીઠાં ફળ આપતાં રહેતાં હોય તેવું, કાંટાળાં ન હોય તેવાં વૃક્ષોથી જ ભરેલું, છીછરાં જળાશયોવાળું, મૃગ અને પાલતુ પશુઓ સંયમમાં રહેતાં હોય તેવું, જેમાંનાં હિંસૢ પશુઓનાં દાઢ ને નખ ભાંગી નાખ્યાં હોય તેવું, શિકારયોગ્ય હાથી-હાથણી-મદનિયાંવાળું મૃગવન (પ્રાણીવન) રાજાના વિહાર અર્થે આકારવું-ઉછેરવું. તેની પડખે યા અન્ય અનુકૂળ ભૂમિમાં સર્વ પ્રાણીઓને અભય આપતું ‘અભયારણ્ય’ સ્થાપવું. (‘અભિજ્ઞાન-શાકુન્તલ' નાટકમાં આવાં પડખે આવેલાં બે ભિન્ન વનોનો ચોખ્ખો ઉલ્લેખ છે.) આ થયા ભૂ-પ્રદેશોના સાંસ્કૃતિક ઉપયોગો. તે સાધીને બાકીની આવી જમીનોમાં રાજ્યતંત્રને અને તે દ્વારા સરવાળે પ્રજાજીવનને સંપન્ન કરે તેવાં દ્રવ્યવનો અને નાગવનો (નાગ એટલે કે હાથીઓ વિપુલ સંખ્યામાં ઉત્તમ રીતે ઊછરે તેવાં વનો) વિકસાવવાં. હાથીઓ તે કાળે સૈન્યના વિજયદાયી અંગ તરીકે બાણભટ્ટ કહે છે તેમ ‘ફરતા કિલ્લાઓ’ તરીકે ગણાતા તે વાત અગાઉ કહી જ છે. (અગાઉ આપણે નોંધ્યું હતું કે ગ્રંથમાં ક્યાંય વનાધ્યક્ષનો ઉલ્લેખ નથી, પણ અહીં તેની વિસ્તૃત કામગીરીનો ઉલ્લેખ તો ખૂબ રસપ્રદ વિગતે છે જ !) હાથીઓના મહત્ત્વને ધ્યાનમાં રાખીને આ અધ્યાયમાં નાગવનોના અનેક પ્રકાર, હાથીઓની સંખ્યાગણતરીની રીતો, તેની વિગતવાર નોંધણી, વિશેષજ્ઞોની સલાહ મુજબ સૈન્ય-યોગ્ય હાથીઓનું ગ્રહણ ઇત્યાદિ અનુભવસિદ્ધ વ્યવહારુ વાતો નિરૂપી છે. પ્રકૃતિ પ્રત્યેનો સંપૂર્ણ વિનયધર્મ અને જતનધર્મ જાળવતું, સંસ્કૃતિના મોભરૂપ સાધક-શ્રેષ્ઠોને સવિશેષપણે પોષતું, એકંદરે સર્વ પ્રાણીઓ અને મનુષ્યોની ભારે અદબ જાળવતું અને તો યે ‘મહત્તમ કુલ સ્વદેશી ઉત્પાદન' (Gross Domestic Production G.D.P.) કરતું અને તે ય સંપૂર્ણ પ્રદૂષણરહિત, ‘કાર્બન-ક્રેડિટ'ના દંભી રાજકારણ વગરનું કેવું માનવીય ચિરંતન (sustainable) અર્થતંત્ર ! અને તેનું વિદેશ સાથેનું માથાદીઠ રાષ્ટ્રીય દેવું કેટલું ? આવા રાષ્ટ્રને દેવું કરવાની નવરાશ હોય તો તે ગણવાની નવરાશ કાઢવી પડે ને ! ૨૦૦ 1 - ઉપર બતાવ્યું તેમ, કૃષિ-પશુપાલન સાથે આ પ્રકારે બિન-ઉપજાઉ ભૂમિને પણ મનુષ્યના નિસર્ગાનુકૂળ સમર્પિત પુરુષાર્થથી સમૃદ્ધ આચ્છાદન મળતાં, મનુષ્ય-સંસ્કૃતિને પુનઃપ્રાપ્ય For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૦૧ (renewable) કે ચક્રવર્તી (ચક્ર જેમ આવર્તન કે ભ્રમણ કરતી રહેતી- recycling) દ્રવ્યસમૃદ્ધિ આપનારા કાયમી અર્થસ્રોતોનું મહાસૌભાગ્ય મળે છે. તેની આમન્યા જાળવીને, કોઈ પણ જાતના બેફામ વ્યવહારની આવશ્યકતા (પેલા ડાહ્યા' ઍડસ્મિથ જેમ) અનુભવ્યા વગર, તેના પૂરક વ્યાપાર તરીકે કર્માત એટલે કે માનવનાં વિવિધ ઉદ્યોગકર્મો માટેનાં કર્મસ્થાનો (કારખાનાં), રનિ (ખાણો અને સમુદ્રપેટાળ), સીંચાઈ માટેની વિવિધ મનુષ્યવૃત રચનાઓ (સેતુવન્થ) – એ બધું પણ ગરવું સ્થાન પામે છે. આમ અર્થતંત્રનું કૃષિપ્રધાનપણું એકાંગી, જડ કે ગ્રામ્ય નહિ પણ સંપૂર્ણપણે એકમાત્ર સાચી બુદ્ધિગમ્ય જીવનપદ્ધતિરૂપ સમજવાનું છે. મૂળ દ્રવ્યોના આ બધા સ્રોતો સાથે જ તે કાચી સામગ્રીમાંથી મનુષ્યાદિ જીવોને ઉપયોગી અનુકૂળ સાધનસામગ્રી બનાવવા માટે જનપદના ગ્રામવિસ્તારો, દુર્ગ, ખાણની નજીકના પ્રદેશો, જંગલમાંના કે તેની નજીકના પ્રદેશોમાં – એમ વિકેન્દ્રિત અને સ્થાનિક રીતે કારખાનાં (મન) સ્થાપવાની વાત ધ્યાનપાત્ર છે. કાચી સામગ્રીનું દૂર સુધી પરિવહન (transportation) કરવામાં જે અનેક પ્રકારનાં વ્યયો કે હાનિઓ સંભવે છે, તેનું નિવારણ આવી વિકેન્દ્રિત ઉત્પાદન-વ્યવસ્થામાં છે. પ્રાચીન સમયમાં ઉત્પાદનો માટે કૃત્રિમ રસાયણોના કે ઊર્જા તરીકે ખનીજ-તેલના ઉપયોગની કોઈ જાણકારી કે શોધ થઈ નહોતી; ન તો એ માટેની તાતી જરૂરિયાત ને એથી એ દિશાની મથામણ હતી. તેથી આધુનિક યંત્રપ્રવિધિ ટેકનોલોજી) અને તજ્જન્ય અમર્યાદ પ્રદૂષણની પેચીદી સમસ્યા ઉદ્ભવી નહોતી. એવું કહેવાયું છે કે એ soil(જમીન)-આધારિત અર્થતંત્ર હતું, આજે oil (તેલ)-આધારિત અર્થતંત્ર છે – જે પર્યાવરણ-વિનાશના અને જાગતિક સર્વવિનાશક યુદ્ધના મૂળરૂપ પણ છે. એથી પ્રાચીન પરિસ્થિતિમાં ચીજના ઉત્પાદન માટે ગૃહોદ્યોગો, ગ્રામોદ્યોગો, સીમોઘોગો, પડતર ભૂમિ પરના ઉદ્યોગો, નગરોદ્યોગો, ખાણો પાસેના તેને લગતા ઉદ્યોગો, વન્ય ઉદ્યોગો – એવા નરવા વૈવિધ્યપૂર્ણ ઉદ્યોગ-પ્રકારો હતા. એ ન ભુલાય કે કૌટિલ્ય સમક્ષના સમાજમાં, પ્રાય: જનપદમાં સ્થિર થયેલી પ્રજાની નરવી જીવનશૈલી પર આધારિત જબરી કોઠાસૂઝ, ઊંચું અને નિત્ય વિકસતું હસ્તકૌશલ, નિબંધ શ્રમનિષ્ઠા, શાણપણભર્યા વિકેન્દ્રિત વિતરણ-કૌશલોની જોડમાં દરિયાપારના દેશો સુધી ઊંડી કોઠાસૂઝ અને સાહસિકતાના પીઠબળે સફળપણે વિસ્તરણ પામેલું પ્રજાકીય વ્યાપાર-કૌશલ, રાજયમંત્રી અને વેપારીવર્ગ વચ્ચેની શિસ્તબદ્ધ પારસ્પરિકતા, રાષ્ટ્રવ્યાપી વ્યાપારમા(વનપથનું સ્થળમાર્ગ-જળમાર્ગના શાણા વિકલ્પવાળું સ્થાયી જાળ – આવો એક આદર્શ, કાર્યક્ષમ અને અર્થતંત્રની ચિરંજીવિતા નભાવે તેવો તે અર્થતંત્રનો સામર્થ્યયુક્ત વસ્તાર હતો. વેપારીવર્ગની, પ્રજા તરફની અને રાજયતંત્ર બંને તરફની આવશ્યક શિસ્ત જળવાય તે માટે પડ્યાધ્યક્ષ (પુરવઠા-અધ્યક્ષ) અને શુ ધ્યક્ષ(વેપારી માર્ગ-વેરાના અધ્યક્ષ)ના કારોબાર નભાવાતા હતા. તેમનાં કર્તવ્યોનું રૂપરેખાત્મક બોધક વર્ણન, અગાઉ જણાવ્યા પ્રમાણે અધ્યાય ક. ૨.૧૬માં અને ૨.૨૧માં મળે છે. વળી મહત્ત્વની દૃષ્ટિએ એ બંને પછી તરત મૂકી શકાય એવો કારોબાર છે, અગાઉ ઉલ્લેખ્યા પ્રમાણે, રાજ્યમાન્ય તોલ-માપના ઉચ્ચાવચ પ્રકારો ઠેરવી, તેવાં માપન-સાધનોનું રાજ્યતંત્ર દ્વારા નિર્માણ કરી તેને રાષ્ટ્રમાં પ્રસારનાર પૌતવાધ્યક્ષ(તોલમાપસ્થાપક અધ્યક્ષ)નો – અધ્યાય ક. ૨.૧૯માં વર્ણવ્યા પ્રમાણે. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આ વ્યાખ્યાનમાં અગાઉ વહીવટીતંત્રના મુદ્દે સમસ્ત રાષ્ટ્રનાં કાયદો-વ્યવસ્થા ઉપરાંત અર્થતંત્રમાં અગત્યનો ભાગ ભજવતા જે ઉચ્ચતમ અધિકારી સમાહર્તાના કાર્યક્ષેત્રની વાત કરી હતી, તેને ફરી યાદ કરીએ. કાયદો-વ્યવસ્થાનું સ્થાપન, વસ્તીનું વિવિધલક્ષી સર્વેક્ષણ અને તેની રાજયતંત્રના ચોપડે પાકી નોંધ – આ બધાંનો ગાઢ સંબંધ અર્થતંત્રના આયોજન સાથે છે. રાજ્યવ્યાપી સુવ્યવસ્થા અને શાંતિનો, અર્થતંત્ર સાથે પરસ્પરોપકારનો સંબંધ છે. સમાહર્તાનું સંકુલ કર્તવ્યોવાળું, બહુમુખી પ્રતિભા પર આશ્રિત પદ એ વાતની યાદ આપે છે કે રાષ્ટ્રજીવનનાં વિવિધ પાસાંઓના અન્વયે સમગ્રલક્ષી અભિગમ જ રાજયતંત્રના નિત્યના સાફલ્યનો પાયો છે. સમાહર્તાના કાર્યક્ષેત્રનું એક અત્યંત મહત્ત્વનું અંગ છે હિસાબ-તપાસણી-વિભાગ (રાજ્યનો ‘ઑડિટ’-વિભાગ કે “ઑડિટર-જનરલ’ – A.N.નું કાર્યાલય). તેને માટે “અર્થશાસ્ત્ર'માં અક્ષપટન (?) શબ્દ વપરાયો છે. તેમાં અન્ય વિભાગોએ તૈયાર કરેલા હિસાબો ચકાસવામાં પણ આવે છે અને તેના અંતિમ હિસાબોની પાકી નોંધ કરી તેવા ચોપડાઓની પાકી જાળવણી પણ કરવામાં આવે છે. આ વિષય સમાહર્તાના કાર્યક્ષેત્ર અંગેના અધ્યાય પછીના જ અધ્યાય ક. ૨,૭માં નિરૂપાયો છે. “હિસાબનીશ” (accountant) માટે વપરાતા “નિવ' (ગણના-અધિકારી) શબ્દ પરથી ‘હિસાબ' (accounts) માટે નિક્ય શબ્દ પ્રયોજાયો છે. આધુનિક સ્વતંત્ર ભારતના સરકારી તંત્ર માટે અર્થશાસ્ત્ર અને અન્ય પ્રાચીન-ભારતીય ગ્રંથોમાંથી ઘણા અનુરૂપ પારિભાષિક શબ્દો અને વ્યવહારક્ષમ વિભાવનાઓ મળી શકે એમ છે. માત્ર અંગ્રેજીના મોહમાં ફસાઈ રહેવામાં ખૂબ જરૂરી એવી સ્વતંત્ર રાષ્ટ્રીય અસ્મિતાનું દેવાળું જ છે. અગાઉ ખાણકામ અને તેની કાચી નીપજ પર આધારિત કારખાનાં (કર્માન્ત) અંગેના અધ્યાય ક્ર. ૨.૧૨નો ઉલ્લેખ કર્યો છે. ભારતીય ધાતુવિદ્યા પ્રાચીન જગત્-સંસ્કૃતિના ઇતિહાસમાં ઘણું ઊંચું સ્થાન ધરાવે છે. ભારતીય રસાયણવિદ્યાની દષ્ટિએ મિશ્ર ધાતુઓ બનાવવાનું પ્રાચીન-ભારતીય તંત્રજ્ઞાન ઘણું મહત્ત્વનું છે. આજે પણ તેના પુરાતત્ત્વગત અનેક અડીખમ નમૂના ભારતભરમાં જોવા મળે છે. એ ધાતુવિદ્યાનું એક સહુને સ્પર્શતું વ્યાવહારિક અંગ છે સિક્કા-નિર્માણનું. રાજ્યતંત્ર આખા રાષ્ટ્ર માટે અનુકૂળ ધોરણો વિચારીને નાનાં-મોટાં મૂલ્યના સિક્કા બહાર પાડે છે. સિક્કા-નિર્માણ કરનાર નિયામક માટે ગ્રંથમાં “નક્ષUTTધ્ધક્ષ' શબ્દ વપરાયો છે. તેની કામગીરીનો સંક્ષિપ્ત ચિતાર અલગ અધ્યાયને બદલે એ જ અધ્યાય ૨.૧૨મામાં રજૂ થયો છે. તેમાં મુખ્યત્વે ચાંદીના સિક્કાઓ અને તાંબાના સિક્કાઓ અન્ય ધાતુના જરૂરી આંશિક મિશ્રણ સાથે વધુ-ઓછાં કયાં-કયાં મૂલ્યના બહાર પાડવા તે વાત છે. સિક્કાના નિર્માણ જેટલું જ મહત્ત્વનું કામ સિક્કાને વિધિસર ચલણમાં મૂકવાનું અને સિક્કા અંગેના ભ્રષ્ટ વ્યવહારોને રોકવાનું છે. તેને માટેનો અલગ નિયામક છે “પર્શ'. તે એક તો રાજયના સિક્કાને બજારમાં મૂકતી વખતે રાજયે લેવાના થતા કેટલાક લાગા ઉઘરાવે છે. વળી સુ-વ્યવસ્થાની દૃષ્ટિએ ચલણી સિક્કાનો રાષ્ટ્રવ્યાપી વહીવટ રાજ્યતંત્ર-હસ્તક એકહથ્થુ ધોરણે જ ચલાવવાનો હોવાથી ખાનગી રાહે સિક્કા બનાવવા, વેચવા, ખરીદવા કે તપાસવા તે અપરાધ હોઈ રૂપદર્શકે તેવા અપરાધ આચરનારને ધોરણસર દંડવાનું કર્તવ્ય પણ નિભાવવાનું છે. બજારમાં ફરતા For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૦૩ સિક્કાઓનું પરીક્ષણ કરતા રહેવાનું પણ તેને ભાગે આવે છે. કોશ માટેના (revenue) અને બજાર માટેના અલગ સિક્કા રહેતા તેવો ઉલ્લેખ પણ ધ્યાનપાત્ર છે. એ તો આધુનિક અર્થશાસ્ત્રમાં પણ જાણીતી વાત છે કે નાણાનું ચલણ એ કોઈ પણ રાજ્યતંત્ર સામેનો પડકાર છે. ચલણનો સમગ્રપણે સફળ વહીવટ એ રાજયના સમગ્ર નિયમનતંત્રની સફળતાનો સૌથી અગત્યનો માપદંડ (acid-test) ગણી શકાય. સિક્કામાં વપરાતી ધાતુ વગેરે પરથી પણ રાષ્ટ્રની સધ્ધરતાનું માપ મળે છે. કૌટિલ્યના ઉપર્યુક્ત વર્ણનમાં સોના-નાણું ગેરહાજર છે તે એક તપાસવા જેવી બાબત ગણાય. આની સામે રોકડ નાણા માટે કૌટિલ્ય પ્રાયઃ ‘દિરથ' શબ્દ (સોનાનો પર્યાય કે રૂપાનો ?) વાપર્યો છે તે પણ એક ગૂંચવનારી હકીકત છે. રાષ્ટ્રની પ્રાકૃતિક, રાજકીય, સામાજિક ઇત્યાદિ કોઈ પણ કટોકટીમાં શક્ય એટલું ટકી રહેવા માટે રાજયની “સપ્તપ્રકૃતિ'માંના એક એવા કોશનું મહત્ત્વ છે; અલબત્ત, એ પ્રકૃતિઓમાં ખૂબ વિવેકપૂર્વક અગ્રતાક્રમની દૃષ્ટિએ તો કોશને છેક પાંચમું સ્થાન અપાયું છે. રાજ્યનાં પ્રથમ ચાર (રાજામંત્રીગણ-જનપદ-દુર્ગરૂપ) અંગો રાજ્યની નિત્યપ્રવૃત્ત, નવનિર્માણકારી સચેતન સંપદ્ છે; જયારે કોશ તો એ સચેતન અંગોના દીર્ઘકાલીન પૂર્વ-પુરુષાર્થોનાં મૂર્તિ ભૌતિક પ્રતીકોના સંચયરૂપ છે. એ રૂપે એનું આગવું મહત્ત્વ પણ છે. જેમ કોઈ પૂર્વનાં પરાક્રમી નરનારીઓની કવિરચિત રસાળ ગાથા દાયકાઓ કે સૈકાઓ સુધી અનેક સામાન્ય મનુષ્યોને પણ એ સુચરિતોનું પુનઃ પુનઃ સ્મરણ અને શ્રદ્ધાભર્યું ભાવન કરાવવા દ્વારા એવાં જ સુચરિતો એ સૌ મનુષ્યોમાં નવાં-નવાં સમયાનુરૂપ સ્વરૂપે જગવવા સમર્થ બને છે, તેમ કોશગત અત્યંત ગરવો અને પવિત્ર સંપત્તિસંચય રાજ્યનાં બાકી સચેતન અંગોના નિત્યનૂતન પરુષને ઉત્તેજીને પુનઃ પુનઃ નવાં-નવાં પરાક્રમો(ઉચ્ચ કર્મો)નું નિર્માણ કરાવવાનું ધ્યેય રાખે છે. એમાંની સંપત્તિ સ્થૂળ હોવા છતાં તે એના સહજ નિર્માણના પાયામાં રહેલાં, પૂર્વપુરુષોનાં લીલારૂપ પરાક્રમોનું સ્મરણ કરાવનાર દિવ્ય પ્રતીકોરૂપ છે. તેથી કોશ રાજયનું અત્યંત શ્રદ્ધેય, રક્ષણયોગ્ય અને ગોપનીય (ગુપ્ત રાખવા યોગ્ય) અંગ બની રહે છે. એ રીતે કોશ રાષ્ટ્રનો પૂર્વસંચિત અમીટ યશપુંજ બની રહે છે. ગમે તેમ ઊભા કરાયેલા કોશ માટે આ સાચું નથી; એ માટે જે કેટલાંક પાયાનાં અને ખૂબ મહત્ત્વનાં લક્ષણો તેમાં સહજપણે ઇષ્ટ છે, તે લક્ષણો ગ્રંથને આધારે અગાઉ આપણે જોયાં છે, તે વધારે ઘૂંટીએ (‘અર્થશાસ્ત્ર' ૬.૨.૨૦ના આધારે) : કોશનું પ્રથમ લક્ષણ છે તે રાજાના પૂર્વજો દ્વારા કે પોતાના જ દ્વારા ધર્મમાર્ગે પ્રાપ્ત કરાયેલો હોવો. ટકાઉ, સર્વકલ્યાણકર અને નિત્ય ઊજળા ભવિષ્યવાળી સંપત્તિ માટે ભારતીય પરંપરામાં લક્ષ્મીદેવીની કલ્પના છે. લક્ષ્મી’ શબ્દના બે અર્થ એક સિક્કાની બે બાજુરૂપ હોઈ તે શબ્દનો સંકુલ અર્થ થાય ‘શોભાયુક્ત સંપત્તિ'. ધર્મથી પ્રાપ્ત કોશ આવી લક્ષ્મીરૂપ છે. ટકાઉ, કસદાર, સર્વપોષક ધન કે સંપત્તિ ખરેખર તો બહુજન પ્રત્યેનો સામાજિક ન્યાય જાળવતા મૌલિક સમર્પિત પરિશ્રમમાંથી પેદા થાય છે અને તેના સંયમપૂર્ણ સાર્વત્રિક ઉપયોગ અને ઉપભોગમાંથી આપોઆપ બચતા રહેતા બાકી અંશનો સંચય પણ સમાજમાં વ્યાપક રૂપે એવા પરિશ્રમને અને તેની સાથે સંકળાયેલા આત્મવિશ્વાસને જીવતો-જાગતો રાખવા જ ખપ લાગી સાર્થક બની રહે છે. તેથી જ તેને સામાન્ય For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ સંજોગોમાં શ્રદ્ધેય પ્રતિમાની જેમ જાળવી રાખવાનું જ સૂઝે છે; રોજના કારોબારમાં ખર્ચવાનું કે ઉડાવી મારવાનું નહિ. તેથી ઊલટું, માત્ર બળજોરીથી આંચકી લીધેલી, બીજાના પરિશ્રમના ફળરૂપ સંપત્તિ દ્વારા નિર્મિત કોશ સમાજમાં માત્ર પારકામાં જ નહિ, પોતાની જાતમાં પણ અવિશ્વાસ (!), કપટ, ભયજન્ય હિંસા અને કાયમી અશાંતિનું જ નિમિત્ત બને છે. આજે વ્યાપક બનેલા ત્રાસવાદના મૂળમાં આવી અન્યાયોપાર્જિત સંપત્તિ જ કારણરૂપ છે; એને “લક્ષ્મી' કહી શકાય નહિ. વળી “જેવો રાજા તેવી પ્રજા” (યથા રીના તથા પ્રજ્ઞા) એ અનુભવસાર મુજબ, જો રાજા જ પોતાનો કોશ અન્યાય અને જુલ્મથી ભરવાનું રાખે, તો પ્રજા પણ એવું જ કરતી થઈ જશે. તેવો કહેવાતો સમાજ નથી હોતો સલામત, નથી હોતો ખુશાલ, નથી હોતો ટકાઉં. - અહીં ‘પૂર્વજો દ્વારા ધર્મથી અર્જિત (પ્રાપ્ત)' કોશને માન્ય એથી ગયો છે કે હાલના રાજાનો જ એ વંશ છે (અથવા ક્વચિત્ અન્ય સ્વસમાન અને મૈત્રીપૂર્ણ વંશ); તેથી નવા રાજા માટે, પોતે તે પૂર્વજોના સંસ્કારવારસાને પણ ઝીલવાની પ્રતિજ્ઞારૂપે આવા કોશનો વારસો સ્વીકારવો એ હકથી થ વિશેષ તો એને સાચવવા-વધારવાના કર્તવ્યના સ્વીકારરૂપ બની જાય છે. વળી એ કોશ તો રાજાનો અંગત વારસો નથી, પણ પ્રજાહિતને સમર્પિત નિધિ છે, થાપણ છે. રાષ્ટ્ર પરની કટોકટીમાં પણ સમૃદ્ધ કોશ જ એને પાર કરવાનું સાધન હોઈને રાજયતંત્રને પ્રતિક્ષણ એના અસ્તિત્વની આવશ્યકતા રહે છે. કોશ કોઈ પણ કારણોસર જો વારસામાં ન મળ્યો હોય, તો રાજાએ પોતે ગાદી પર આવતાં જ તે ઊભો કરવો પડે એ વાત પણ સમજાય તેવી છે. પૂર્વજો પાસેથી વારસામાં મેળવેલા કોશ કરતાં આવો સ્વ-અજિત કોશ ચઢિયાતો ગણાય – એવું પણ હંમેશા હોતું નથી; કારણ કે સ્વઅર્જિત કોશ પણ એકલા રાજાના પરાક્રમનું નહિ, પણ સમગ્ર રાજયતંત્રની ગુણવત્તા અને કાર્યદક્ષતાનું ફળ હોય છે. ખરો મહિમા મનુષ્યની નિર્મળ અને પ્રતાપવંતી પ્રતિભાનો છે. એવી પ્રતિભા હશે તો પૂર્વજોથી પ્રાપ્ત કોશ સાચવવા-વધારવામાં અને જરૂર પડ્યે પૂરી હિંમત અને વિવેકતાથી તે પૂરેપૂરો વાપરી છૂટવામાં પણ એનો પૂરેપૂરો પરચો મળવાનો જ છે. પ્રથમ લક્ષણમાંના “કોશ ધર્મથી ઊભો કરેલો હોવો જોઈએ' એવા આગ્રહને પણ સમતોલ રીતે મૂલવવાની જરૂર છે. જે ધારણ કરે, જીવનને પૂર્ણપણે ટકાવે તે ધર્મ – એવી વ્યાખ્યા જો સમજાઈ જાય તો બુદ્ધિનિષ્ઠ વ્યક્તિ ધર્મને વ્યવહારુપણાનો જ પર્યાય માની સાંસારિક કાર્યક્ષેત્રે તેને સફળતાનો સાચો માપદંડ જ માનશે. ધર્મ સરવાળે મિત્રો જન્માવે છે, અધર્મ શત્રુઓ. તેથી રાજયતંત્રના અંગરૂપ કોશ એકંદરે ધર્મથી જ સંચિત થયેલો હોય તે રાજયતંત્ર અને રાષ્ટ્ર બંનેનાં સ્થિર અસ્તિત્વ અને સુખશાંતિ અર્થે અને એના પીઠબળે શક્ય એવા નિત્યનૂતન વિકાસ અર્થે નિઃશંક રીતે ઇચ્છનીય છે. સમર્પિત રાજા અને રાજ્યતંત્રને માટે કોશ ધનપરસ્તીનું ફળ હોય તે ય ઇષ્ટ નથી કે વધુ ને વધુ ધનસંચયનું સાધન પણ નથી. એ તો છે રાષ્ટ્રની સર્વહિતકર વિજયિતા અને કલ્યાણનું પવિત્ર સાધન. For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૦૫ કોશનું બીજું લક્ષણ એના ભૌતિક બંધારણ વિષે અનુભવાશ્રિત વિશિષ્ટ વાત કહે છે : “કોશ મુખ્યરૂપે સોના-રૂપાના સંચયરૂપ હોય અને વિવિધ જાતમાં મોટાં રત્નો અને ચલણી નાણાંનો પણ એમાં સંગ્રહ હોય' (હેમUપ્રાય: ત્રિભૂતરત્નદિરખ્ય:). અહીં એ વાત ધ્યાનમાં લેવા જેવી છે કે સંપત્તિનાં બે સ્વરૂપો છે : પોષણદાયી સ્વરૂપ અને શોભાવર્ધક સ્વરૂપ. જીવનના સંકુલ સ્વરૂપની દષ્ટિએ એ બંને પોતપોતાની રીતે વિકસિત ટકાઉ સંસ્કૃતિના આવશ્યક ભાગરૂપ બની રહે છે. પોષણદાયી સ્વરૂપમાં રોટી-કપડાં-મકાન વગેરે જીવનોપયોગી ચીજો આવે, તો શોભા સાથે પરિતૃપ્તિ અને શણગાર સાધનાર ચીજોમાં વિવિધ કળાઓ પણ આવે અને તેનાં મૂર્તિ પ્રતીક અને પરિણામ એવાં આભૂષણો, શોભાવસ્ત્રો, ગૃહસુશોભનો ઇત્યાદિ પણ. એ દષ્ટિએ મનુષ્ય પથ્થર, લોઢું-તાંબુ-પિત્તળ-કાંસુ, કાષ્ઠ વગેરે નિર્માણક્ષમ ઉપાદાન-દ્રવ્યોનું મૂલ્ય આંકવા ઉપરાંત કળાસાધના દ્વારા સૌદર્યનિર્માણની પ્રબળ જિજ્ઞાસાને બળે, એક બાજુએ પુષ્પાદિ પ્રાકૃતિક સુશોભનોનું પણ મૂલ્ય આંક્યું, તો બીજી બાજુએ સોનું-રૂપું-હીરા-માણેક-મોતી વગેરેનું પણ મૂલ્ય આંક્યું. જીવનની શોભાની પરિપૂર્તિરૂપે એમાંથી બનતી કલાપૂર્ણ રચનાઓને ‘અલંકાર' (અલય્-પૂર્ણ, કાર-કરનાર; અર્થાત્ અપૂર્ણતામાં પૂર્ણતા આણનાર) એવું નામ આપ્યું. વળી સોનું, રૂપું, હીરા, મોતી એ બધાનું, આરોગ્ય વગેરે દષ્ટિએ પણ સૂક્ષ્મ મૂલ્ય પરખાયું. એથી વિકસિત સભ્યતાઓમાં પ્રતિભાયુક્ત પરાક્રમ અને પરિશ્રમથી પ્રાપ્ત થતાં એવાં દ્રવ્યોનું સ્થિર અને સાર્વભૌમ (સર્વ પ્રદેશોમાં સમાન) મૂલ્ય સ્થપાયું. એ દ્રવ્યો વણઘડાયેલા સ્વરૂપે હોય કે ઘડાયેલા; પણ એનું મૂલ્ય સંસ્કૃતિના કળશરૂપ ગણાતું રહ્યું છે. એમાં માણસની પ્રતિભાના ધેર્યગુણો અને શોભાગુણો ધરબાયેલા છે. એટલે વિવિધ માનવસમાજોમાં, યથાશક્તિ, એકબાજુ આ દ્રવ્યોની ધરતીમાંથી કે સાગરમાંથી પ્રાકૃતિક રૂપે પ્રાપ્તિ બાદ તે પરની આવશ્યક વિવિધ શુદ્ધિપ્રક્રિયાઓ અને પેઢી-દર-પેઢી પરંપરાગત કળાવારસો ઝીલીને ખંતથી નવા-નવા રૂપે તે વારસાને વિકસાવનારા સોની, ઝવેરી વગેરે દ્વારા આભૂષણોનું નિર્માણ - એ બંને ચાલતાં રહ્યાં. તો બીજી બાજુ જીવનકળા-કુશળ ઠરેલ પ્રજા દ્વારા અનુકૂળતા મુજબ આભૂષણાદિ પાછળ વિવેકી ધનવ્યય, તેનો સુરક્ષાપૂર્ણ સંચય અને જીવનચર્યામાં આવતા વિવિધ સામાજિક-સાંસ્કૃતિક-ધાર્મિક સુ-અવસરો ટાણે ઉલ્લાસની સુંદર અભિવ્યક્તિરૂપે તેનો સમુચિત ઉપયોગ પ્રવર્તતા રહ્યા. આ દ્રવ્યો પૈકી સોના-રૂપાને ઘડતરયોગ્ય જાણીને અને પ્રજાકીય શાંત પુરુષાર્થનાં પ્રતીકો સમજીને, પ્રજાજનો વચ્ચે ઠરેલ આર્થિક વિનિમયના સાધન તરીકે સોનારૂપામાંથી વિવિધ ઉચ્ચ મૂલ્યના સિક્કાઓ રાજ્યતંત્ર દ્વારા, સોના-રૂપા સંબંધી શુદ્ધિ અને વજનનાં ધોરણો ચુસ્તપણે જાળવીને, નિર્માણ કરાવા લાગ્યા અને વિધિસર રાજ્યકોશમાં અને પ્રજાજનોમાં પ્રવેશાવાયા. આવા સિક્કા સોનારૂપારૂપ કીમતી ધાતુઓને કારણે, આજના ઊતરતી ધાતુનાં કે કાગળ વગેરેનાં ચલણી નાણાંની જેમ માત્ર પ્રતીકમૂલ્ય ન ધરાવતાં, વિનિમયથી નિરપેક્ષ રીતે ભારોભાર દ્રવ્યમૂલ્ય પણ ધરાવતા હતા. ચલણી સિક્કા માટે “રૂપિયો (), “સોનામહોર' (સુવf) જેવા શબ્દો જ એના નિર્માણદ્રવ્યોની જાહેરાત કરતા હતા. આજે તો ‘રૂપિયો' શબ્દ “સાપ ગયો ને લિસોટા રહ્યા’ એ ન્યાયે જ ચાલુ છે ! એકંદરે ચલણી નાણાંનું ભૌતિક સ્વરૂપ અને એનું પૂર્ણ વિશ્વાસ્યપણું કોઈ પણ રાજયતંત્રની અને રાષ્ટ્રની પ્રતિભાનો માપદંડ બની રહે છે. રાષ્ટ્રની For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પરાક્રમશક્તિનું, સંચય માટે અનુકૂળ ટકાઉ સ્વરૂપ સોનું-રૂપું-હીરા-મોતી જેવાં દ્રવ્યોમાં તેમ જ સોના-રૂપા-નિર્મિત સિક્કાઓમાં જ હોઈ, કોશ તેના જ સંચયરૂપે ઊભો કરાય છે. સાંસારિક ભાષામાં કહીએ તો આવા કોશનું પરિમાણ, રાષ્ટ્ર દ્વારા પોતાના ઇતિહાસથી કમાવાયેલી આબરૂના પરિમાણ(જથ્થા)નું પ્રતીક બની રહે છે. જેમ ઠાવકા સંસારવ્યવહારમાં માણસની આબરૂ એ જાળવવા લાયક અને વધારવા લાયક ચીજ ગણાય છે, તેમ રાષ્ટ્રજીવનમાં કોશ પણ તેવો જ ગણાય છે. વળી આબરૂ જરૂર-જોગી વટાવવી પણ પડે, તેમ કોશને પણ જરૂર પડ્યે વટાવવો પણ પડે. પણ એમ વટાવવામાં જેટલાં પ્રમાણભાન અને સંયમ જળવાય તેટલો એ બંનેને લાભ છે. આ કારણે જ કોશ રોજ-બ-રોજના શારીરિક-ભૌતિક જીવન-વહેવારને ઉપયોગી એવી ચીજોના સંચયરૂપ નહિ, પણ ઉચ્ચતર પ્રતિભાગુણોના ફળરૂપ શોભાદ્રવ્યોના સંચયરૂપ હોય તેવી પરંપરા સ્થપાઈ જણાય છે. જીવનોપયોગી ચીજોના સંચય માટે તો છે “કોઠાર' (મોઝ IIT). કોશનાં ઉપરનાં બે લક્ષણોની સાર્થકતા બતાવે તેવી ત્રીજી લાક્ષણિકતાના નિર્દેશ સાથે કોશનું ટૂંકું પણ સચોટ વર્ણન પરિપૂર્ણ બની રહે છે. તે લાક્ષણિકતા આ બતાવી છે : ““કોશ આવકના અભાવવાળી લાંબી આપત્તિ(રાષ્ટ્રીય આપત્તિ)માં પણ ઝીંક ઝીલે તેવો, એટલે કે રાષ્ટ્રની આપત્તિને પાર કરાવે તેવો કસદાર અને વિપુલ હોવો ઘટે (વીર્ધામણા મનથતિં સહેત). કોશમાં અગાઉ બતાવ્યા પ્રમાણે, સર્વ રાષ્ટ્રોમાં સમાન રીતે માન્ય એવી ઊંચી મૂલ્યવત્તાવાળાં દ્રવ્યો હોવાથી, આપત્તિકાળે, જીવનદાયી ચીજોની છત ધરાવતાં અન્ય આપત્તિરહિત રાષ્ટ્રોને કોશમાંથી જરૂર મુજબની સંપત્તિ ચુકવીને, પૂરતાં નિર્વાહદ્રવ્યો મેળવીને, પોતાના રાષ્ટ્રને ભૌતિક રીતે ટકાવી શકાય. આ વર્ણન એ સૂચવે છે કે કોશ એ આંતરરાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રો વચ્ચે પરસ્પર વિશ્વાસની મૂડી ઊભી કરનાર અને જાળવનાર એક સાંસ્કૃતિક સેતુ છે. રાષ્ટ્રનું ચલણી નાણું એ રાષ્ટ્રીય ચલણ છે, તો કોશસંપત્તિ આંતરરાષ્ટ્રીય ચલણ. પણ કોશનું આ સ્વરૂપ ઉપર્યુક્ત ત્રણે ય લાક્ષણિકતાઓને એકસાથે જાળવવાથી જ નિર્માણ પામી શકે છે. એમાં પણ કોશ નિરંતર બળજોરીથી, અધર્મપરંપરાથી સંચિત હોય ત્યારે અન્ય રાષ્ટ્રો સાથેના વિશ્વાસને ટકાવી શકતો નથી એ વાત સ્પષ્ટપણે સમજાય તેવી જ છે. અહીં યાદ કરીએ પેલું ગ્રંથગત મહાવાક્ય : “આ આખું શાસ્ત્ર (ભૂમિના વહીવટને લગતું અર્થશાસ્ત્ર) ઇન્દ્રિયજયરૂપ છે.’ લાંબા ગાળે રાષ્ટ્રોએ સુદીર્ધકાળ સુધી ટકી રહેવું હોય તો તેમણે નજીકનાં કે દૂરનાં પડોશી રાષ્ટ્રોની ઓથ મળી રહે તેવી સંયમ-આધારિત (‘દમદાર') સામુદાયિક રહેણી-કરણી-કહેણી અપનાવવી જ પડે કૌટિલ્યની નિરૂપણશૈલીની એક વિશેષતા એ છે કે તેઓ પોતાની પારગામી દૃષ્ટિથી પોતાના નિરૂપણીય કોઈ પણ મુદ્દા અંગેનું તાત્ત્વિક સ્વરૂપકથન પણ કરે છે અને સાથોસાથ એ મુદ્દા પરત્વે માનવસ્વભાવની વક્રતાઓમાંથી જન્મતી લૌકિક વાસ્તવિકતાઓની પણ સભાનતા ગ્રંથમાં સર્વત્ર બતાવતા રહીને, એમાંથી જન્મતી વિષમતાઓમાં શો ઉકેલ કાઢી શકાય તે પણ જયારે-જયારે પ્રસંગ પડે ત્યારે-ત્યારે બતાવતા રહે છે. કોશ વિષેનાં તેમના નિરૂપણો બાબત પણ આ જ સ્થિતિ જોવા મળે છે. આવી કેટલીક કોશ વિશેની વ્યવહારુ બાબતો પણ જોઈ લઈએ. For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૦૭ કોશની સંપત્તિ મહા-આપત્તિની ઢાલરૂપ હોઈને રાષ્ટ્રની નાની-મોટી આપત્તિઓ પ્રસંગે કોશમાંથી ઓછા-વત્તો કે ખૂબ વિપુલ વ્યય કે હોમ પણ કરવો પડે. એવો એક મહત્ત્વનો સંદર્ભ છે બળવત્તર શત્રુ સામે પોતે નિરુપાય અને અસહાય હોય ત્યારે નબળા રાજા તરીકેનો એ સબળ શત્રુ સાથેનો સંધિ (હીનન્યિ) કરવાનો. તેવો સંધિ શત્રુને દેખીતી રીતે તો લાભ થાય તેવી શરતો દ્વારા જ સાધી શકાય છે. અધ્યાય ૪.૭.૩ના ઉત્તરાર્ધમાં આવા હીન (નબળા) રાજાએ કરવાના સંધિઓ વર્ણવાયા છે. (સંસ્કૃત ભાષાની પરંપરા મુજબ અહીં “સંધિ' શબ્દ, ‘વિધિ’ શબ્દની જેમ, પુલિંગમાં વાપરવાનું પસંદ કર્યું છે.) તેમાં ૨૭માથી ૩૧માં સૂત્રમાં ચાર પ્રકારના ઋોશોપનતક્ષશ્વિ (શત્રુને કોશની જુદી-જુદી કક્ષાની સોંપણી કરવામાં આવે તેવા સંધિઓ) રજૂ કરાયા છે. આ સંધિઓમાં કોશની સોંપણીનો જે પ્રકારનો કરાર શત્રુ સાથે થાય, તેમાં પોતાના રાજયને વાસ્તવિક રીતે ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે શક્ય એવી યુક્તિ-પ્રયુક્તિઓ પણ રાજયતંત્રની કુશળ મંત્રશક્તિ વાપરીને અજમાવવાની છે; અલબત્ત, કોશનો વત્તો-ઓછો અંશ ગુમાવવો તો પડે જ છે. પછીના બારમા કાવત્નીયસમ્ (“નબળા રાજા સંબંધી') અધિકરણમાં તો, કોઈક પરિસ્થિતિમાં કોશ પણ સંપૂર્ણપણે હોમવો પડે તો પણ તેની તૈયારી રાખવા અને રાજાને માત્ર પોતાના પ્રાણ બચાવી લેવા અનુરોધ કરાયો છે – “જીવતો નર ભદ્રા પામે” એ ન્યાયે. છેવટની તાત્ત્વિક ભૂમિકાએ તો કૌટિલ્ય રાજાના સત્ત્વને (રાજાની “આત્મવત્તાને) જ રાજયનો ખરો ખજાનો માને છે. અર્થશાસ્ત્ર'નું કાળજીભર્યું અધ્યયન કરનાર ભારતીય દર્શનશાસ્ત્રજ્ઞને કૌટિલ્યનો સાંખ્યદર્શન પ્રત્યેનો ચૂંટાયેલો પરમાદર જણાયા વગર રહેતો નથી. આગળ આપણે બીજા વ્યાખ્યાનમાં રાજા માટેની અધ્યયનયોગ્ય ચાર વિદ્યાઓની વિચારણા કરતાં જોયું જ છે કે દર્શનવિદ્યા(નાવીfક્ષી)માં પણ અધ્યયન-યોગ્ય જે ત્રણ દર્શન ગણાવાયાં છે તેમાં સાંખ્યદર્શન પ્રથમ ઉલ્લેખાયું છે. એથી ચૈતન્યની નિર્લેપતા અને સાક્ષિતા (તટસ્થ સાક્ષી જ બની રહેવાપણું) તેમને મન પરમોચ્ચ મનુષ્યલક્ષણો છે. તેઓ ચૈતન્યવાદી છે; જડવાદી નહિ. કોશ અત્યંત કીમતી દ્રવ્યોના સંચયરૂપ હોઈ એક મોટો લાભ એ છે કે કટોકટી પ્રસંગે તેનું ઝડપથી સ્થાનાંતર કરી રક્ષણ થઈ શકે છે. તેથી કટોકટી પ્રસંગે કોશનું સલામત સ્થળે સ્થાનાંતર કરવાની પણ ભલામણ કરાઈ છે. વળી એક વધારાનો અનામત (reserved) કોશ ('રિઝર્વ બેંક !) સરહદના કોઈ ગુપ્ત સ્થાને સ્થાપવાની ભલામણ પણ ભારપૂર્વક કરાઈ છે. એવા કોશનું સ્થાન ગુપ્ત જ રહે તે માટે એવી પણ જોગવાઈ સૂચવાઈ છે કે તે સ્થાનનું નિર્માણ વધની સજાનો નિર્ણય જેને માટે થઈ ગયો હોય તેવા (શિસ્ત) ગુન્હેગાર દ્વારા કરાવવું – જેથી પછી તરત અમલી બનનારા તેના વધને કારણે તે સ્થાનની માહિતી ગુપ્ત જ રહે. અત્રે ગ્રંથનો અધ્યાય ક. ૫.૨ પણ સ્મરણીય છે. તેમાંના પ્રકરણનું શીર્ષક છે : લોકસંદરમ્ (‘ખાલી કોશ ભરવાના ઉપાયો'). જેમ ગૃહસ્થ વ્યક્તિના જીવનમાં, તેમ રાષ્ટ્રના જીવનમાં ગમે ત્યારે અણધારી મહા-આપત્તિ પણ આવતી હોય છે. કાં તો આવી પડેલી આપત્તિના અણધાર્યા અતિભયાવહ વિશાળ કદને કારણે, કાં તો અગાઉનાં વિવિધ કારણોથી કોશ સાવ ક્ષીણ થયો હોય તેથી, રાજયની કોઈ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' ઃ દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પણ અણધારી આપત્તિને પહોંચવાનો ઉપાય રહે નહિ તેવું બની શકે. આવા સંજોગોમાં આપત્તિજોગો કોશ ટૂંકા ગાળામાં ઊભો કરવાના ઉપાયો સૂઝવા પણ જોઈએ અને બને ત્યાં સુધી પ્રજાને અનુચિત ઉદ્વેગ ન થાય તે રીતે કુશળતાથી પ્રયોજાવા પણ જોઈએ. તેવા ઉપાયોની સદૃષ્ટાંત વિચારણા કરતું આ પ્રકરણ છે. ઉપાયોનું અપાર વૈવિધ્ય સૂચવવા નમૂનારૂપ ઉપાયોનું જ આ નિદર્શન ગણાય. એ બધા ઉપાયોમાં પણ બળજોરી ન થાય, કે ન અશક્ય કે અનુચિત ઉપાય થાય; એકંદરે આખા રાષ્ટ્રમાં કે તેમાંની અમુક પ્રજાઓમાં બેદિલી ન જન્મે તેનું બરાબર ધ્યાન રાખવાનું છે. મનુષ્ય સંચયશીલ કે પરિગ્રહી હોવાનો એક લાભ પણ છે કે આપત્તિ વખતે સમજીને મનુષ્ય એ સંચયને બને એટલો બહાર કાઢીને, આપત્તિ પાર કરવા અર્થે જરૂર પ્રમાણે તેનો પૂરો પણ વિવેકી વ્યય કે હોમ કરવા તૈયાર હોય છે. વાજબી સંચયશીલતારૂપ આવા ઠરેલ પ્રજાકીય ગુણના આધાર પર જ, સરવાળે આમ-પ્રજાવર્ગોની જ કલ્યાણપરંપરા અખંડ રાખવા રાજયતંત્રે નિર્દોષ મનોવૈજ્ઞાનિક યુક્તિજાળ પ્રયોજવાનું છે. એક ઉપાય છે ખેડૂત, પશુપાલક, વેપારી જેવા પાયારૂપ કામઢા કમાઉ વર્ગો પાસેથી છઠ્ઠા કે એવા સામાન્ય રીતે નિયત થયેલા રાજભાગને બદલે વધારે ભાગ માગવાનો. એ ઠરાવના ન્યાયી અને લાભકારી ખરેખરા પાલન અર્થે રાજયે પોતાના ગુપ્તચરતંત્ર-આદિ દ્વારા આ વર્ગોની વ્યક્તિઓની ખરેખરી કમાણી કે ઊપજનો વાસ્તવિક અંદાજ મેળવવો જરૂરી છે, જેથી એમાં કોઈને પક્ષે દિલચોરી ન થાય. (૨૦૦૮ની સાલમાં ઊભી થયેલી વૈશ્વિક આર્થિક મંદીના સંદર્ભે ભારતીય પ્રજાની, આવકમાંથી બચત કરી તેવા ધનનો વ્યવસ્થિત અનામત સંચય સાચવવાની ટેવની ખૂબ પ્રશંસા વાજબીપણે જ થઈ છે !) આ સાથે જ જે વ્યક્તિઓ કે વર્ગો રાજય-હસ્તકનાં વિવિધ આર્થિક કાર્યોમાં કર્મસહાયક થવા સ્વેચ્છાએ તૈયાર થાય, તેવા પાસેથી આવો ભાગ ન લેવો. તે જ રીતે સરહદી વસ્તીઓ નારાજ થાય, તો તે શત્રુપક્ષમાં ભળવાની શક્યતા રહેતી હોઈ, તેમની પાસેથી પણ વધુ ભાગ ન માગવો. ઓછી આવકવાળા વર્ગને પણ બાકાત રાખવો. આપત્તિ વખતે પણ ઔચિત્યને નેવે મૂક્યા વગર અને ઘાંઘા થઈને, સરવાળે રાજ્યતંત્ર ખૂબ વગોવાય તેમ ઊડઝૂડ રાજકીય પદ્ધતિઓ કે યુક્તિઓ અપનાવ્યા વગર, રાજા-પ્રજાના સંબંધો ઊલટા વધુ ઘનિષ્ઠપણે સહયોગી બને તેવી રીતો જ કૌટિલ્ય જેવા ઠરેલ મનીષી રાજપુરુષને માન્ય છે. આપત્તિકાળ હો કે સંપત્તિકાળ; તેવા કોઈ બહાને પ્રકૃતિ કોઈ વ્યક્તિને કે મસમોટા રાજ્યતંત્રને પણ દુર્વ્યવહારો માટેનો પરવાનો નથી જ આપતી. અને આમ છતાં કૌટિલ્ય પરિણામદાયી અનેક નરવા ઉપાયો પોતાના લોકમનોવિજ્ઞાન દ્વારા રજૂ કરે છે. " રાષ્ટ્રમાં વત્તેઓછે અંશે પથરાયેલી પૂર્ણ બેકારી કે અર્ધબેકારી આપત્તિકાળ-નિમિત્ત બને એટલી ઘટે અને રાષ્ટ્રની આર્થિક ક્ષમતા વધે તે માટે અડવા (virgin) ભૂ-ભાગોમાં નવી વાસભૂમિઓ સ્થાપવી (શૂનિવેશ) એ પણ આપત્તિકાળનું એક કીમતી પગલું છે. અર્થાત્પાદન માત્ર નગરકેન્દ્રી કે અમુક જ પ્રદેશમાં કેન્દ્રિત બનવાથી સર્જાતાં અનિષ્ટો ટાળવા માટે પણ આ ખૂબ ઉપકારક કદમ છે. તેવાં નવાં-નવાં વાસસ્થાનોમાં હિંમત, કોઠાસૂઝ અને પરિશ્રમવૃત્તિ ધરાવતા લોકો નિઃશંક આવવા પ્રેરાય તે માટે શરૂઆતની મૂડીરૂપે ધાન્ય, ઢોર, નાણાં વગેરે નવા આવતા For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૦૯ જતા વસાહતીઓને રાહતરૂપે આપવાં. પણ તે સાથે આપત્તિનો સંદર્ભ ન ભુલાય તે માટે આ લોકો પાસે ખેતી કરાવી, તેમના ખાધા-ખોરાકીના અને બિયારણના જથ્થાને બાદ કરીને ધાન્યના બાકીના જથ્થાનો ચોથો ભાગ રાજ્યતંત્રને વેચાણે આપવાની ફરજ તેમના પર નાખવી. (દરેક તબક્કે રાજયના વ્યવહારમાં જળવાતું ન્યાયીપણું કે વાજબીપણું નોંધપાત્ર છે !) આ નિયમમાંથી વનજીવીઓની પેદાશોને અને શ્રોત્રિય(વેદનાં જ્ઞાન અને કર્મોમાં રત બ્રાહ્મણ)ની નીપજોને બાદ ગણીને તેમની સ્વચ્છા હોય તો જ અને તેટલી તેમની પેદાશો જ, તેમને લાભ થાય તે રીતે ખરીદવી. આ બંને વર્ગોની કાઠી (અનુક્રમે પરિશ્રમશીલ અને તપ-પ્રધાન) જીવનશૈલી તરફની અદબ જાળવવા આમ ઠરાવ્યું લાગે છે. આના વિકલ્પ સમાહર્તાના હાથ નીચે કામ કરતા ગોપ, સ્થાનિક વગેરે પ્રાદેશિક અધિકારીઓએ (સંભવતઃ રાજયમાલિકીની જમીનોમાં) ખેડૂતો પાસે ઉનાળામાં ખેતરો ખેતી માટે સજ્જ કરાવવાં અને વાવણીના સમયે રાજય તરફથી ચોક્કસ બિયારણનો જથ્થો ખેડૂતોને આપીને, બિયારણના સરકારી ચોપડામાં તેની નોંધણી કરવી. એ બિયારણના પ્રમાણમાં જે-તે દેશ-કાળના ધોરણ પ્રમાણે ખેડૂતે પાકનો લઘુતમ જથ્થો તો નિપજાવવો જ જોઈએ, નહિતર પાકની થયેલી ઘટથી બમણા પાક જેટલો દંડ ભરવો પડે. થયેલા પાકમાંથી અંગત જરૂરિયાત પૂરતું કે ધાર્મિક હેતુ અર્થે યા ગાય માટે “મૂઠી' (જે તે પ્રયોજન માટે પૂરતા એવા અમુક ચોક્કસ માપ જેટલું ?) શાક કે મૂઠી” દાણા સિવાય ખેતરમાં તૈયાર થઈ ઊભેલા પાકમાંથી ખેડૂતને પોતાની માલિકી માટે વધારે લણણી ન કરવા દેવી. લલા પાકના ઢગલા ઉપાડી લીધા બાદ ઢગલાના તળિયાના બચેલા દાણા વગેરે અંશો ભિક્ષુકો કે ગામના વસવાયાં (ગામમાં વસાવેલાં અને ગામનાં ઉપયોગી પરંપરાગત નિયત કામોની ફરજ બજાવતા પરિશ્રમીઓ) માટે રહેવા દેવા. તે બધું બાદ કરીને પોતાના હાથ નીચેના ખેતરમાંથી લણેલા પાકના ઢગલામાંથી ખેડૂત પોતાને માટે જેટલો પાક ઘરભેગો કરે, તેનાથી આઠગણી નુકસાની તેણે રાજયને ભરપાઈ કરવી. તે રીતે બીજાના ખેતરેથી ઉપાડનાર ખેડૂત પાસેથી પચાસંગણી નુકસાની લેવી, અને ખેડૂત સિવાયની વ્યક્તિ તેમ કરે તો તેનો વધ (!) કરવો. (અહીં અને આ ગ્રંથમાં ઘણાં ખરાં સ્થળોએ એમ સમજી શકાય કે કાગળ પર વધની ખૂબ આકરી સજા લખવા પાછળ ધાક બેસાડવાનો હેતુ રહેતો હશે. બાકી તેનો અમલ ન્યાયાધીશની સર્વાગી વિવેકબુદ્ધિ મુજબ કે જે-તે દેશકાળની સ્થિર થયેલી રૂઢિ પ્રમાણે રહેમથી વધુ હળવી સજા રૂપે કરાતો હશે. “વધની સજા' એવો દેખીતો ફેંસલો અપરાધી પર સામાજિક કલંકની પૂરી સભાનતા જન્માવી તેના મન પર જરૂરી ડારો ઊભો કરી એને ભવિષ્યમાં અપરાધ કરતાં પ્રાયઃ રોકી શકે છે. અલબત્ત, અમુક રીઢા ગુન્ડાઓ માટે તો વધ ખરેખર અમલી બનતો હશે જ.) ખેડૂતો પાસેથી લેવાના વધુ કર અંગે કૌટિલ્ય પાકેલી વસ્તુના સ્વરૂપ મુજબ એ વધારો વધુઓછો લેવા સૂચવે છે. એ જ રીતે વેચાણની ચીજના કે કામગીરીના સ્વરૂપભેદ મુજબ વેપારી પાસેથી જુદા-જુદા પ્રમાણમાં આપત્તિકાળે વધારાનો ભાગ કે કર લેવો. તે જ રીતે “યોનિપોષકો' અર્થાત પશુપાલકો For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અને વેશ્યાપોષકો પાસેથી, પશુઓની બાબતમાં કુલ પશુમાંથી નિયત કરેલા વિવિધ દ૨ મુજબ ઉછેરાયેલા પશુઓના ભાગ મેળવવા અને વેશ્યાપોષકો પાસેથી વેશ્યા યુવતીઓ પૈકીની રાજસેવાક્ષમ શ્રેષ્ઠ રૂપ અને યૌવન ધરાવતી વેશ્યાઓ રાજમહેલ માટે મેળવી આડકતરી કોશવૃદ્ધિ કરવી. (વેશ્યાસંસ્થા તત્ત્વતઃ સામાજિક બદીરૂપ હોવા છતાં, રાજ્યતંત્ર સામાજિક નૈતિકતા બાબત સુધારક બની બેસે તે તેના પોતાના ચોક્કસપણે ભિન્ન સ્વરૂપના કાર્યક્ષેત્રની દૃષ્ટિએ તેને માટે અનધિકાર ચેષ્ટારૂપ બની રહે અને ક્યારેક અનર્થને ઊલટો વધારનાર બની રહે. તેવો સુધારો સંતોની વિશુદ્ધ પ્રેરણા અને વ્યાપક સામાજિક જાગૃતિ દ્વારા જ થઈ શકે. રાજ્યતંત્રે તો સમાજમાં વત્તે-ઓછે અંશે રૂઢ બની ગયેલી બદી વધુ અનર્થ ન કરે તેની અને જો તેની સામે કોઈ સામાજિક જાગૃત આંદોલન ઊઠે તો તેને માટે સુરક્ષા અને અનુકૂળતાઓ પૂરી પાડવાની જ ફરજ રહે. રાજ્યતંત્રનો નૈતિક અતિ-ઉત્સાહ પણ આજના તાલિબાનો જેવો મહા-અનર્થ સર્જી શકે !) ૨૧૦ આપત્તિકાળે પણ આવા ભાગવૃદ્ધિપ્રયોગો એક જ વાર કરવા; વારંવાર નિહ. એક શક્ય ઉપાય એ છે કે આમ-પ્રજા પાસેથી રાજ્યે કરવાના કોઈ પ્રજાકીય કાર્યનું નામ પાડીને તે માટે દાન માગવાં. પ્રજાને પાણી ચઢાવવા રાજ્યના ગુપ્તચરો ખૂબ મોટી રકમ આપવાની જાહેરાત (દેખાવ-પૂરતી) કરે. છાત્રવેષધારી (ાટિવ્ઝ) ગુપ્તચરો ઓછું દાન આપનારની નિંદા કરે. વળી ધનિકો પાસેથી તેમની સંપત્તિના પ્રમાણમાં દાનધન માગે. પ્રેરણા અર્થે દાનના પ્રમાણમાં દાતાઓને વિવિધ માન-ચાંદ વગેરે આપવાની પણ જાહેરાત કરવી. તે ધોરણો મુજબ યા સ્વેચ્છાએ જે આપે, તેના પ્રમાણમાં પદવી, છત્ર, સાફો, આભૂષણ વગેરે માનાર્થે આપવાં. આપણે જોયેલું કે ધર્મતત્ત્વમાં પાકી અને ઊંડી શ્રદ્ધા ધરાવતા કૌટિલ્ય પણ અંધશ્રદ્ધા કે અર્ધદગ્ધ/ઉપરછલ્લી શ્રદ્ધા પર નભતી લૌકિક ધર્મભાવનાનું ઊંચું તાત્ત્વિક મૂલ્ય ન આંકતા હોઈ, તેવી ધર્મભાવનાનો રાજકીય વાજબી હેતુની સિદ્ધિ અર્થે, કશા નૈતિક ખટકા વિના ઉપયોગ કરવામાં કોઈ દોષ જોતા નથી. એમના આવા અભિગમમાં ક્યાંય સાચી ધર્મભાવનાનો પ્રજામાંથી ઉચ્છેદ થાય તેવી યુક્તિ-પ્રયુક્તિઓ તો નથી જ હોતી. કૌટિલ્ય ચિત્ત-વિજ્ઞાની તરીકે એટલું બરાબર સમજેલા છે કે લૌકિક રૂઢિગત કહેવાતા ‘ધર્માચારો'માં અજ્ઞાનજન્ય કલ્પનાનું, ભય વગેરે રૂપ ઉત્તેજનાઓનું કે ઉપરછલ્લી ભાવુકતાનું તત્ત્વ મુખ્ય હોય છે. એટલે એવી ધર્મભાવનાને ઉત્તેજીને ધન ભેગું કરવાનું પણ સરળ બની જાય છે. રાજપુરુષો કૃત્રિમ યુક્તિઓથી ક્યાંક મહિમાયુક્ત વૃક્ષ, ક્યાંક સ્થાનક વગેરે ખડું કરીને યા દેવતા-પ્રકોપનાં બાહ્ય લક્ષણો ઊભાં કરીને લોકોને, કાં તો ભક્તિથી, કાં તો ભયમાંથી રક્ષણ મેળવવા ધનદાન કરવા માસૂિક રીતે તૈયાર કરી દે છે. એ રીતે પણ કોશને અમુક અંશે ભરી શકાય છે. વળી, આજે જેમ સરકારો ધર્મસ્થાનોના સંચિત વિપુલ ધન પર રાષ્ટ્રહિતની દૃષ્ટિએ નજર રાખતી હોય છે અને રાષ્ટ્રીય કટોકટીમાં એના પર નિયંત્રણો લાવી એમાંનો પૈસો છૂટો કરાવવાના ઉપાયો કરે છે, તેમ અહીં પણ રાધધાનીનાં અને જનપદનાં દેવમંદિરોમાંના સંચિત ધનને મંદિરખાતાના રાજ્યાધિકારી દ્વારા એકજથ્થુ કરવાનો આદેશ, કોશની અને રાષ્ટ્ર પરની કટોકટી For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા વખતે આપવાની ભલામણ કરાઈ છે. એ જ રીતે પાખંડીઓ(વિરલ સંપ્રદાયો)ના સંસ્થાગત ધન બાબત પણ કરવું. કેટલાક દેખીતી રીતે અનૈતિક લાગતા ઉપાયો પણ, અનેક ઉપાયો પૈકીના એક તરીકે, માત્ર રાષ્ટ્રહિતાર્થે તાબડતોબ જોઈતા વિપુલ કોશની આવશ્યકતા પૂરવાના એક પ્રયત્ન તરીકે સૂચવ્યા છે. વેપારી, સોની, સિક્કા-પરીક્ષક અધિકારી (રૂપર્શ) જેવા ધંધાદારીઓના વેશ ભજવતા ગુપ્તચરો દ્વારા તે અજમાવવાના છે. વેપારીરૂપે પોતાના પુષ્કળ માલ સામે મોટું ધિરાણ શરાફ પાસેથી મેળવી, માલ વેચાઈ જતાં સંચિત થયેલું બેવડું ધન લૂંટાઈ ગયાનું નાટક ઊભું કરી, નાદારી નોંધાવી, તે ધન કોશભેગું કરવાની વાત છે ! સોનીના વેષધારી ગુપ્તચરે ઘડવા માટે ગ્રાહકનું સોનું લઈને અને સિક્કા-પરીક્ષકે તપાસવા માટેના વિપુલ સિક્કાઓ લઈને પછી લૂંટાયાનું નાટક કરી હાથ ખંખેરી નાખી તે પ્રાપ્ત સોનું કે સિક્કા કોશભેગા કરવા ! આવા ઉપાયો કૌટિલ્યને પોતાને કદાચ એકદમ ગ્રાહ્ય ન લાગ્યા હોય, છતાં પરંપરાથી વ્યવહારમાં આચરાતા અને રાજ્યતંત્રમાં પ્રચલિત હોવાના કારણે, માત્ર સારો અંતિમ હેતુ સિદ્ધ કરવા માટેના તાત્કાલિક આપદ્ધર્મ તરીકે પુરસ્કાર્યા જણાય છે. વળી આમાં જે ધંધાદારીને નુકસાન પહોંચાડવાનું છે, તે પૈકી એક છે ધીરધાર કરનાર શરાફ. શરાફોની વ્યાજખોરી તે વખતે પણ પ્રચલિત હોવાનો સંભવ છે. એટલે સમાજમાંથી એણે અન્યાયથી પડાવેલું તગડું ધન આખા રાષ્ટ્રના હિત માટે, ‘જેવા સાથે તેવા’ની નીતિથી, રાષ્ટ્રની કટોકટી વખતે, યુક્તિથી પડાવવામાં સામાજિક ન્યાય પણ છે. તે રીતે સોની કે સિક્કાપરીક્ષક દ્વારા છેતરવામાં આવનાર વ્યક્તિની પણ આને મળતી જ આર્થિક સધ્ધરતા જોઈને જ પગલું ભરાતું હશે એમ ચોક્કસ માની શકાય. ૨૧૧ બીજા એક ‘દૂષ્યો’ના વર્ગને પણ વિવિધ રીતે ખંખેરી લેવાની વાતમાં રાષ્ટ્રીય અને રાજકીય એમ બેવડી દૃષ્ટિએ ન્યાય છે. સ્વાર્થ ખાતર રાષ્ટ્રદોહ કરવાની બેઠી મનોવૃત્તિવાળા અધિકારીઓ કે પ્રજાજનો તે ‘દૃષ્ય’, અથવા દૂષણ ઝટ અપનાવી શકે, બગડી શકે તે દૃષ્ય. એમાં જે-તે વ્યક્તિની નબળી કડી જાણીને, વિવિધ યુક્તિઓ દ્વારા જે-તે દોષનું સેવન કરવા તેને ઉત્તેજી શકાય તેવી પરિસ્થિતિ ગુપ્તચરો દ્વારા ઊભી કરીને, એ દોષ-સેવનના બહાને તેની સંપત્તિ જપ્ત કરવાની યોજના હોય છે. તે ઉપરાંત તેને ખોટા આરોપમાં સંડોવી, એ આરોપનો ખોટો પુરાવો ઊભો કરીને તેની સંપત્તિ જપ્ત કરવાના વિકલ્પો પણ દર્શાવાયા છે. આ યુક્તિવર્ણનોને અંતે ભારપૂર્વક આદેશ અપાયો છે કે આવો વ્યવહાર અત્યંત અધાર્મિક એવી, દેશદ્રોહી વલણવાળી (દૂષ્ય) વ્યક્તિઓ સાથે જ કરવો; અન્યો સાથે નહિ. અધ્યાયને અંતે સુંદર ઉપમા દ્વારા કોશસંચયના આ કાર્ય અંગે આવો સોનેરી નિયમ કહે છે : ‘‘જેમ બગીચામાંથી, તેમ રાજ્યમાંથી પણ બરાબર પાકી ગયેલું ફળ જ ચૂંટવું. પ્રકોપ, રોગ, વિદ્રોહ જન્માવનારું કાચું ફળ, પોતાના છેદના ભયે ટાળવું.૨૨, અત્યંત લાઘવથી, ખૂબ મહત્ત્વનો વિવેક, કોશ-સંચય સિવાયની બીજી ઘણી બાબતોને પણ લાગુ પડે તેવી વ્યાપકતાથી કહ્યો છે. અહીં પાયાની વાત એ છે કે દીર્ઘકાલીન સુરાજ્ય સર્વ પ્રજાજૂથોને જીવવાની ઉત્તમ મોકળાશ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૨ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ કરી આપી એવાં સુખ-સંપત્તિનાં સ્વામી બનાવે છે, કે જેમાં ભવિષ્યની શક્ય અણધારી આપત્તિઓનો ઉપાય પણ નિત્ય ધરબાયેલો પડ્યો હોય છે (અર્થાત્ ગર્ભિત હોય છે.) શાંતિપ્રિય અને અર્થનું સ્થિર ઉપાસક એવું રાષ્ટ્ર પ્રાકૃતિક કે શત્રુ-નિર્મિત કોઈ પણ આપત્તિને પાર કરી જવાની સ્વયંભૂ (inherent) ક્ષમતાનું સૌભાગ્ય પામેલું હોય છે. ભારતીય પરંપરામાં ‘સ્થૂલભદ્ર' અર્થાત્ ‘વિપુલ કલ્યાણ'(કોઈ પણ વર્તમાન કે ભાવી અકલ્યાણ કે આપત્તિને પણ કાપે તેવો કલ્યાણનો પૂરતી વિપુલતાવાળો જથ્થો – buffer stock કે reserve fund)ની એક સુંદર વિભાવના અને તેના પ્રત્યેની ચેતનાની પ્રતિબદ્ધતા વિકસેલી છે. એનો સંદેશો એ છે કે મનુષ્ય એવી જીવનશૈલી અપનાવવી જોઈએ કે જેથી નૈસર્ગિક રીતે જ આવનારી કોઈ પણ કક્ષાની આપત્તિને તરી જઈ શકે તેવા પુણ્યના કે કલ્યાણનાં નિધિનો તે સ્વામી બની રહે. કોશ-સંચયના ઉપર વર્ણવેલા ઉપાયો રાષ્ટ્રમાંના આવા ઊજળા પ્રચ્છન્ન ધનબળને જ બહાર લાવવાના વૈધ (વિધિસરના - legitimate) પ્રયોગો બની રહે છે. સમધારણ (સમતોલ) રાજીવન આવી ધિંગી સર્વાગી (all-rounder) પ્રતિભાનું ઉછેરક્ષેત્ર જ બની રહે છે. આર્થિક ભ્રષ્ટાચારોનું નિયમન કાણા વાસણમાં જળ ટકી શકતું નથી. કાણું અર્થતંત્ર પણ રાષ્ટ્ર માટે અર્થહીન શક્તિક્ષયરૂપ જ બની રહે. એટલે ઉત્પાદન ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલો અર્થસમુદાય ઉત્પાદકો દ્વારા ઉચાપત ન કરાય કે અન્ય રીતે નાશ ન પામે છે, અને એવો ઉપદ્રવમુક્ત રખાયેલો અર્થ રાષ્ટ્રનાં સંચયસ્થાનોમાં વિધિસર સંચય પામે તે રાજયમંત્રનો એક મોટો ચિંતનવિષય અને, પૌરુષવિષય છે. એ દ્વારા જ રાજ્યના કોશ અને કોઠાર (ઝાર) બંને સમૃદ્ધ રહે છે. એ બે પૈકી પણ જાગતિક ભૌતિક પરિબળો સામે રાષ્ટ્રની ભૌતિક સમતુલા સાધવા માટે કોશનો મહિમા સર્વોચ્ચ સિદ્ધ થયેલો છે. કોશ એ રાષ્ટ્રના જાગતા અને ગાજતા અંતરાત્માનું મૂર્ત પ્રતીક છે, જેના થકી સમસ્ત રાષ્ટ્રનાં જન-જન, પ્રાણીઓ અને નૈસર્ગિક સૃષ્ટિ નિત્ય યથેચ્છ રીતે પોષાતાં રહે છે. કોઠારની સ્થિર સમૃદ્ધિથી પણ પુષ્ટ બનતા કોશની સમૃદ્ધિનો મહત્ત્વનો આધાર અનુકૂળ દેવ ઉપરાંત ઉત્તાન (કાર્યસજ્જ) ચેતનાથી સભર બુદ્ધિનિષ્ઠ મનુષ્યો છે. તો બીજી બાજુએ, મનુષ્યચિત્ત વ્યાપક રીતે વિકૃત થતાં કોશની અને રાષ્ટ્રની સુખશાંતિની સમૃદ્ધિ ભાંગ્યા વિના રહેતી નથી. ઉત્પાદનસ્થાનોના કાર્યકરો ને નિયામકોની વ્યાપક નિયમબદ્ધતા અને કર્મશીલતા નિરંતર ઉન્નત રહે તે દ્વારા કોશની સમૃદ્ધિ ટકી રહે છે. અર્થશાસ્ત્રનું બીજું અધ્યક્ષપ્રવીર-અધિકરણ રાષ્ટ્રની સૌથી મહત્ત્વની સર્વાગી અર્થપ્રવૃત્તિનું – ખાસ કરીને એ પ્રવૃત્તિઓના નિયામક અધ્યક્ષોનાં સત્ત્વશીલ કર્તવ્યોનું – ચિંતન કરવા માટે રચાયું છે અને રાજયના સૌથી ટોચના અધિકારીઓના વિનયની વિચારણા કરતા વિનયથરિમ્ એ પ્રથમ અધિકરણ પછી યોગ્યતાપૂર્વક તરત જ સ્થાન પામ્યું છે. એ અધિકરણના અધ્યાય ૪.૭,૮,૯ મુખ્યત્વે અર્થોત્પાદનક્ષેત્રના સંભવિત દોષોનું અનુભવાશ્રિત ચિંતન કરે છે. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા તે પૈકી સાતમો અધ્યાય છે. અક્ષપટલે શાનિયાથિજાર: (અક્ષપટત્ત એટલે હિસાબોની નોંધ અને ચકાસણીનું કાર્યાલય આજની A.G.ની Accountant Generalની કચેરી; તેમાંનું નિજ્ય એટલે તેમાંની રાષ્ટ્રીય હિસાબની કામગીરી). ગણિત અથવા હિસાબ એ આર્થિક કર્મઠપણું અને આર્થિક સમવિતરણ કે માનવીય ન્યાય સિદ્ધ કરનાર ખૂબ મહત્ત્વની અને કાયમી એવી ઉજ્જવળ બૌદ્ધિક પ્રવૃત્તિ છે; વિશિષ્ટ સામાજિક ચેતના છે. હિસાબમાં રજૂ થતી ચોક્કસ ગણના કોઈ પણ ઉત્પાદનાદિ આર્થિક પ્રવૃત્તિમાં થયેલા કે કરાયેલા દોષનો ધજાગરો કરે છે. આ પ્રકરણ રાજ્યની જુદી-જુદી આર્થિક પ્રવૃત્તિઓ સંભાળતા તે-તે અધ્યક્ષોનાં પોતપોતાનાં અર્થઉત્પાદન-ક્ષેત્રોમાં જુદા-જુદા કાળખંડો દરમિયાન થયેલા ઉત્પાદનના ૨જૂ ક૨વા લાયક ચોકસાઈભર્યા સંક્ષિપ્ત અને વિસ્તૃત હિસાબોના સ્વરૂપનો વ્યવહારુ પરિચય આપે છે. આવા હિસાબોને જેમ ને તેમ સ્વીકારી ન લેતાં, તેમાં સમાતા સંક્ષિપ્ત અને વિસ્તૃત વિવિધ હિસાબોની પરસ્પર સંગતિ તેમ જ પ્રત્યેક ગણનાની વાસ્તવિક સ્થિતિ સાથેની સંગતિ પણ ચકાસવાની હોય છે. અનુમાનથી અને ગુપ્તચરો દ્વારા આણવામાં આવતી વિવિધ પાકી જાણકારીઓ પરથી પણ દરેક હિસાબની ખરાઈ પાકે પાયે તપાસવામાં આવે છે. વળી રજૂ કરાયેલા આંકડાઓની ખરાઈના દસ્તાવેજી પુરાવાઓ પણ આપવાના હોય છે. હિસાબો અયોગ્ય (શંકાજનક) વિલંબ વિના રજૂ થાય તેની પણ કાળજી લેવાની હોય છે. આ છે લોકહિતને અંતરની નિષ્ઠાથી વરેલા રાજ્યતંત્રની સત્ય પ્રત્યેની સાતત્યયુક્ત પ્રતિબદ્ધતા, જેનો પાયો છે છેક ઉચ્ચતમ કક્ષાના રાજપુરુષોથી આરંભાતો પ્રતિભાશાળી, જ્ઞાનપૂર્ણ ઇન્દ્રિયજય. આજના પણ નરવા રાજ્યતંત્રનો હિસાબી કારોબાર એકંદરે આવો જ હોય છે. જ્યાં સુધી માનવસ્વભાવની પાયાની વસ્તુસ્થિતિઓ બદલાય નહિ, ત્યાં સુધી એકંદરે સમાજને વાજબી સુખ-શાંતિ મળી શકે તેવો આર્થિક પાયો પૂરતો સધ્ધર બનાવી રાખવા, આવી ચુસ્તીભરી કામગીરી જ સ્થિર-સ્વસ્થ બુદ્ધિને સૂઝે. આ પ્રકરણમાં ઉત્પાદનહાનિ કે ઉત્પન્ન દ્રવ્યની ખાયકી કેવી-કેવી માનવ-વક્રતાઓથી, સદોષ વહેવારોથી થઈ શકે તેની પણ એક રસપ્રદ યાદી દોષની તીવ્રતાના કે ગંભીરતાના ચઢતા ક્રમે આમ આપી છે : અજ્ઞાન, શરીરક્લેશ ઉઠાવવા બાબતની આળસ, વિષયાસતિજન્ય પ્રમાદ, વિરોધઅધર્મ-અનર્થ અંગેનો ભય, કાર્યસાથી પ્રત્યેના રાગને કારણે તેના પર અનુગ્રહ કરવા પ્રેરતો કામ, તેથી ઊલટું : કાર્યસાથી પ્રત્યેનો હિંસાજનક ક્રોધ અને તોલ-માપ આદિના છળમાં ધકેલે તેવો લોભ. આમાંના પછી-પછીના દોષો મનુના અનુયાયીઓના મતે ક્રમશઃ વધુ ને વધુ દંડને પાત્ર છે.૨૩ ૨૧૩ ઉપર કહ્યા મુજબ હિસાબની ખરાઈ માટે સમયબદ્ધતા પણ આવશ્યક છે. હિસાબમાં થતા વિલંબ અંગે મર્યાદિત છૂટછાટ કરતાં અધિક સમય ગાળનારને શિક્ષા કરવી જરૂરી છે. હિસાબની સાથે જ એ હિસાબમાં બતાવેલી કુલ ૨કમ કે શેષ રહેતી રકમ (નીવî- balance) તરત જમા થવી જોઈએ. અગાઉ આપણે રાજાની દિનચર્યા તપાસેલી ; તેમાં રોજ વિવિધ અર્થપ્રવૃત્તિઓના નિયુક્ત અધ્યક્ષો દ્વારા રજૂ થતાં વિવિધ અર્થકાર્યોના અહેવાલો અને હિસાબોની તપાસ પણ ખુદ રાજાની કામગીરીમાંના એક તરીકે બતાવાઈ છે ! ‘અર્થપતિ'ની, અર્થપ્રવૃત્તિની ઝીણામાં ઝીણી For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વિગતની સત્યતા અંગે કેવી અંગત નિસ્બત ! હિસાબોની તંતોતંત સચ્ચાઈ અને સર્વજનપોષણ પર જ પ્રતિષ્ઠિત થતી સંસ્કૃતિ – એ બંનેને એકબીજાથી અળગા કરી શકાય નહિ. આ પછી, થોડો ક્રમ બદલીને અધ્યાય ૪.૨.૯ તપાસીએ. પ્રકરણનું શીર્ષક છે ૩પયુવતપરીક્ષા – અધિકારીઓનું પરીક્ષણ. સામાન્ય રીતે ઉચ્ચ અધિકારી માટે યુક્ત શબ્દ અને તેના હાથ નીચે કામ કરનાર માટે ઉપયુક્ત શબ્દ વપરાય છે. પરંતુ ઉચ્ચ કે મુખ્ય અધિકારી પણ છેવટે રાજા કે એવા ઉચ્ચતમ ઉપરીનો તાબેદાર હોઈ એ અપેક્ષાએ તેને પણ ૩પયુક્ત ગણી શકાય એમ અહીં સમજવું પડે. તો આ નવમો અધ્યાય આ જ બીજા અધ્યક્ષ પ્રવીર અધિકરણમાં વર્ણવાનાર, વિવિધ અર્થપ્રવૃત્તિઓના રાજયનિયુક્ત અધ્યક્ષોને સર્વસામાન્યપણે લાગુ પડે છે. શ્રેષ્ઠ કે ઉચ્ચતમ પદે બેઠેલા મનુષ્યો જેવું આચરણ કરશે તેવું જ આચરણ હાથ નીચેના કાર્યકરો (કર્મચારીઓ) કરશે – એવા સામાન્ય ન્યાય મુજબ અને અર્થશૌચ (ધનવ્યવહારની શુદ્ધતા) એ રાષ્ટ્રજીવનનો પ્રાણભૂત અને પ્રાણરક્ષક અનિવાર્ય મહાધર્મ હોઈ, આ અધ્યક્ષોની કામગીરી પર અસરકારક તપાસની કાયમી વ્યવસ્થા જરૂરી છે. એ દૃષ્ટિએ આ ચાવીરૂપ વિચારણા આ અધ્યાયમાં હાથ ધરી છે. માત્ર ઊંચા અધિકારે બેસવાથી માણસ મોટો ને લાયક બની જતો નથી; એણે અનેક પ્રાસંગિક બાહ્ય આપત્તિઓ ઉપરાંત પ્રલોભનો વગેરે સ્વરૂપની આંતરિક બાધાઓ પાર કરી મોટાઈ કમાવવી પડે. એની જ કડક ચકાસણીની આવશ્યક્તાની વાત આમાં છે. અધ્યાય ૪.૧.૧માં મંત્રીની નિમણૂકની ચર્ચાના આરંભે મંત્રીના અપેક્ષિત ગુણોની એક ખૂબ અભ્યાસપાત્ર અધિકૃત યાદી આપી છે, જેમાં વીસેક વિશેષણો દ્વારા પચીસેક ગુણોને અંગત ગુણો, વ્યાવસાયિક ગુણો અને સામાજિક ગુણો – એવો ક્રમ જાળવીને રજૂ કર્યા છે. ત્યાં એ પણ કહેવાયું છે કે આમાંથી પા ભાગના ગુણો ઓછા હોય તો તે મંત્રીની મધ્યમકક્ષા ગણાય, અને અર્ધા ભાગના ગુણો ઓછા હોય તો તે “અવર' (નિમ્નતમ) કક્ષા ગણાય. એથી ઓછા ગુણો ન ચાલે. આ વર્ણનને યાદ કરીને આ અધ્યાય ક. ૨.૬ના આરંભે કહેવાયું છે કે અર્થપ્રવૃત્તિના આ અધ્યક્ષો આવી મંત્રીની ગુણસંપત્તિવાળા હોવા ઘટે. (કૌટિલ્ય “મંત્રી” અને “અમાત્ય' શબ્દો પ્રથમ અધિકરણમાં અનુક્રમે નવમા અને આઠમા અધ્યાયમાં ચોખ્ખ-ચોખ્ખા જુદા અર્થમાં વાપર્યા છે, પણ આ ૨.૨મા અધ્યાયમાં “અમાત્ય' શબ્દ મંત્રીના અર્થમાં જ વાપર્યો જણાય છે. આવું ગ્રંથમાં અન્યત્ર પણ ઘણે ઠેકાણે જોવા મળ્યું છે. આવી શિથિલતા જુદા-જુદા આધારસ્રોતોના કૌટિલ્ય કરેલા ઉપયોગને લીધે પણ સંભવી હોય. બીજા અનેક શબ્દોમાં પણ આવું આ ગ્રંથમાં બન્યું છે.) અધ્યક્ષો કેવી ઊંચી લાયકાત ધરાવતા હોવા જોઈએ તે આ પરથી સ્પષ્ટ થાય છે. એ લાયકાતો શરીર-મન-બુદ્ધિ-આત્મા (ઉપનિષદૂ-ઉક્ત પ્રાયઃ પેલા “પંચકોશ') એ સર્વને લગતી છે. તે-તે કાર્યનું નિષ્ણાતપણું તો હોય જ, પણ એ નિષ્ણાતપણું બરાબર ખપમાં પણ લાગે અને વિકસતું કે સમયાનુરૂપ પરિવર્તન પામી શકે તેવું લચીલું પણ રહે અને સરવાળે માનવનું રાષ્ટ્રીય ધોરણે વ્યાપક કલ્યાણ પણ થાય એ માટે પ્રતિભાની આવી સર્વાગિતા અને સમર્પિતતા (બિન-અંગતતા, નિરહંકારતા) જરૂરી માની છે. છતાં આ લાયકાતોમાં ઉત્તમ-મધ્યમ-અવર કક્ષાઓને પણ માન્ય રાખી છે તેમાં શાસ્ત્રકારનું માનવનિષ્ઠ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૧૫ લચીલાપણું પણ જળવાય છે અને સહજ કે નૈસર્ગિક વાસ્તવિકતાને પણ ન્યાય મળે છે. સાચો શાસ્ત્રકાર, વિશાખદત્તે “મુદ્રારાક્ષસ' નાટકમાં કૌટિલ્યના મુખે જ જે વર્ણન મૂક્યું છે – ઉપાધ્યાયમૂ શિષ્યનને દુ:શીનંતી (ગુરુમાત્રમાં ઘર ઘાલી ગયેલી શિષ્ય કે શિખાઉ સામાન્ય જનો તરફની કડકાઈ કે તોછડાઈ) – તેવો જડ અને માનવ પ્રત્યે કઠિન હૃદયનો ન હોય. માનવ અર્થે શાસ્ત્ર હોય, શાસ્ત્ર અર્થે માનવ નહિ. માનવવત્સલતા કે જીવવત્સલતા સાચા શાસ્ત્રની કસોટી છે. તો આવી ઉચ્ચાવી યોગ્યતાવાળા અધ્યક્ષોને પોતપોતાની કુલ શક્તિની કક્ષા મુજબ અનુરૂપ કામગીરી સોંપવાની ભલામણ છે. આ અધ્યક્ષોના સમગ્ર કાર્યકાળ દરમિયાન, તેઓના ચાલતા તે-તે કાર્યના સ્થળે કાયમ તેમની કામગીરી અને સમગ્ર હિલચાલ પર દેખરેખ રાખવી જરૂરી છે. અગાઉના અધ્યાય ક્ર. ૨.૭ના નવમા સૂત્રમાં તો સ્પષ્ટ કહ્યું છે કે દરેક અર્થપ્રવૃત્તિના કાર્યક્ષેત્ર(પ્રવાર)માં ગુપ્તચર(પ)ની સ્થાયી ગુપ્ત ગોઠવણી હોવી ઘટે. કૌટિલ્ય તટસ્થ અને વેધક જ્ઞાનશક્તિથી માનવની નાડ પારખીને આ સંદર્ભે કહે છે કે મનુષ્યની ચિત્તવૃત્તિ સદા એકધારી રહેતી નથી, તેથી (વિનિત્યસ્વાત) કશું વિશ્વાસે રેઢું મૂકી ન શકાય. આ જ વાતને આપણે ભાવાત્મક રીતે એમ રજૂ કરી શકીએ કે મનુષ્યની દુવૃત્તિમાંથી જન્મતી દુપ્રવૃત્તિને નિષ્ફળ બનાવવી તે તેની સવૃત્તિઓની વાટ સંકોરવા બરાબર છે, અને બીજાનું બૂરું નહિ, પણ ભલું કરવા દ્વારા સરવાળે મનુષ્ય વધારે સ્થાયી સફળતા અને આત્મસંતોષ બંને પામી શકે છે એવી સમજણનો રસ્તો ખૂલે છે – ખાસ કરીને રાજ્યતંત્ર જયારે ભગવદ્ગીતા-કથિત સજ્જનોનું પરિત્રાણ અને અપકૃત્ય કરનાર દુર્જનનો ઉચ્છેદ કરવામાં એકાગ્ર અને નિપુણ હોય ત્યારે. સર્વકલ્યાણસાધક નૂતન જગત-સંસ્કૃતિનું બીજ પડે છે આદ્ય ઋષિઓ (દ્રષ્ટાઓ)ના અતિમૂલક અહિંસાપ્રધાન ધર્મના નિત્યનૂતન વિશદતર દર્શનથી અને તદનુસારી ગહન આચરણથી, તેમ જ તેમની સેવા રમ્ય ધર્મની બોધક સંગીન વાણી દ્વારા, અને એ બીજને ખાતર-પાણી-પ્રકાશ મળે છે તેને પોષનારા જાગરૂક રાજયતંત્ર દ્વારા તેમ જ તેનો સમર્થ સધિયારો (સાથ) પામી આમપ્રજા દ્વારા આચરાતા વ્યક્તિગત અને સામાજિક કાનૂનોના પાલન સહિતના શ્રદ્ધાપૂર્ણ સદાચાર દ્વારા. રાજ્યની મુખ્ય કામગીરીરૂપ અર્થપ્રવૃત્તિના અધ્યક્ષો પર છેક પાયાની દેખરેખ રહે તે માટે રાજાની દિનચર્યામાં દરરોજ રાજ્યના મુખ્ય હિસાબોની તપાસ, ગુપ્તચરો દ્વારા આણવામાં આવેલાં બયાનનું શ્રવણ, ગુપ્તચરોને નવાં તપાસકાર્યોની સોંપણી ઉપરાંત અધ્યક્ષો સાથેની પણ રૂબરૂ મુલાકાત ગૂંથાયેલી છે તે આ ત્રીજા વ્યાખ્યાનના આરંભે આપણે જોયું છે. અધ્યક્ષોની કામગીરી અંગે તપાસવા યોગ્ય ભૌતિક પાસાં આ છે: ઉત્પાદન સંબંધે કર્તા, સાધન, દેશ, કાળ, કરવાનું કાર્ય, વાપરેલી સામગ્રી (‘પ્રક્ષેપ' – input), મળેલું ફળ (૩) – output); આ દરેક પાસા પરત્વે ધોરણસર અને અપાયેલા આદેશ પ્રમાણે વ્યવહાર થયો કે કેમ તે તપાસવાનું હોય. | ઉપલા અધિકારીઓના ઇરાદાની શુદ્ધિ જળવાય તે દૃષ્ટિએ તેઓ ન તો પરસ્પર મળી જઈને એટલે કે કોઈ ગુપ્ત મલિન ઇરાદા બાબત સંતલસ કરીને કામ કરે, ન તો પરસ્પર વિરોધ કે સંઘર્ષ દાખવીને કામ કરે તે પણ તપાસનો એક અગત્યનો મુદ્દો છે. જો મળી જઈને કામ કરે તો રાજયનો માલ ખાઈ જાય, જો સંઘર્ષથી વર્તે તો કામને સાવ જ બગાડે, નિષ્ફળ કરે. વળી For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર’: દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ તાત્કાલિક ઊભા થયેલા તાકીદના સંજોગ બાદ કરતાં, તેઓ દરેક નવું કે ભિન્ન પગલું રાજાને જણાવીને જ ભરે તે જરૂરી છે. આ તપાસ મુજબ દરેક દોષ માટે યોગ્ય સજા પણ કરવી ઘટે; તો સામે પક્ષે આદેશ મુજબ તંતોતંત કે વધુ સારી રીતે કામ આટોપનારને ઉચ્ચતર સ્થાન અને માન પણ આપવાં ઘટે. ઉચ્ચાધિકારીઓની અર્થશુદ્ધિની તપાસનું એક અનૌપચારિક છતાં અગત્યનું પાસું તે જે-તે વ્યક્તિની પારિવારિક-સામાજિક જીવનશૈલીની આધારભૂત જાણકારી પણ ગણી શકાય. અધિકારી સમાજમાં, પરિવારમાં કેવા પારિવારિક વૈભવથી, કેટલા ધનવ્યયથી જીવે છે તે પણ તેની વાસ્તવિક આવક અને ધનસંપત્તિ સૂચવતી હકીકત ગણાય. તેની ચોપડે નોંધાયેલી આવકનો અને તેના આવા અંગત વ્યયનો મેળ કેવોક જણાય છે તે સહજપણે ધ્યાનમાં આવ્યા વગર રહેતું નથી. તેની જાણીતી આવકના પ્રમાણ સાથે તેના ખર્ચાઓ તાલમાં હોય તો તે ભ્રષ્ટ વ્યવહારોથી વધારાનો પૈસો પચાવી પાડતો નથી એમ માની શકાય, અને જો ધ્યાનપાત્ર રીતે આવકના પ્રમાણમાં વધારે પડતો ખર્ચો હોય તો તે તેના ભ્રષ્ટ વ્યવહારનો સામાજિક આડકતરો પુરાવો બની રહે; અલબત્ત, તે માટેનો ખાતાકીય તપાસતંત્ર માટે માન્ય ગણાય તેવો આધારભૂત વ્યક્ત પુરાવો તો શોધવો જ પડે. સામાજિક સ્તરનો પુરાવો માત્ર પૂરક કે દિશાદર્શક બની શકે. કૌટિલ્ય આ બાબતે પોતાનો અનુભવસિદ્ધ મત આપતાં કહે છે કે સામાજિક રીતે સારી કે વાંધાજનક દેખાતી હકીકત આમ કે તેમ પાકો નિશ્ચય ન કરાવી શકે; ગુપ્તચર દ્વારા થતી આધારભૂત તપાસ દ્વારા જ નિર્ણય થઈ શકે. આપણે જ્યારે ‘અર્થશાસ્ત્ર'માં વર્ણવેલી રાજનીતિની સામાજિક-સાંસ્કૃતિક અભિમુખતા ચાહીને પૂરી ઉત્સુકતાથી તપાસવા બેઠાં છીએ, ત્યારે આ ચર્ચાનું એક સુંદર લોકપૂજક પાસું જાણીને આપણને સંતોષ થશે; અલબત્ત, આ વ્યાખ્યાનમાં અન્યત્ર આનો ઉલ્લેખ કર્યો પણ છે. એ મુદાને અહીં વધુ સભાનપણે આપણા હૃદયમાં ઘૂંટીએ. મુદ્દો એ છે કે અર્થોત્પાદનના કોઈ પણ કાર્યસંગઠન દ્વારા ગમે તેમ કરીને વધારેમાં વધારે ઉત્પાદન થાય એવું લક્ષ્ય કૌટિલ્યને અભીષ્ટ નથી, પણ ઔચિત્ય જળવાય તે રીતે જ મહત્તમ ઉત્પાદન થાય તે જરૂર ઇષ્ટ છે. એટલે એવા મહત્તમ ઉત્પાદનમાં અધ્યક્ષના સંભવિત અજ્ઞાનાદિ-દોષથી જેટલી ઘટ આવે, તે સામે અધ્યક્ષના જે-તે ચોક્કસ દોષની કક્ષા ધ્યાનમાં રાખીને તેની પાસેથી તે ઘટ એટલા-ગણી વસૂલ કરવી ! સુંદર ન્યાય! એ અજ્ઞાન વગેરે સાત દોષો હમણાં જ આપણે અધ્યાય ૨.૭ના પરિચય દરમિયાન જોયા છે તે યાદ કરીએ. તે-તે દોષની ગંભીરતાના પ્રમાણ મુજબ ઘટની તેટલાગણી (યથા [v) વસૂલાત એટલા માટે આકારાઈ છે કે નાનકડો દોષ પણ વસ્ત્રમાંના કાણાની જેમ વિસ્તરતા વાર થતી નથી – ખાસ તો રાષ્ટ્રીય કક્ષાએ મોટી લાયકાતની અપેક્ષાએ ઊંચાં સ્થાન-માન પામતા અધિકારીની બાબતમાં. આથી ઊલટું, જો કોઈ અધ્યક્ષ પોતાના કાર્યક્ષેત્રમાંથી અપેક્ષા કરતાં બમણું કે ખૂબ વધારે ઉત્પાદન કરી બતાવે તો તેવી કામગીરીને પણ આવકારપાત્ર ન ગણતાં તેને પણ સદોષ માનવી; કારણ કે તે રાષ્ટ્રને કે મુલ્ક(જનપદ)ને એટલે કે આમપ્રજાને “ખાઈ જાય છે – તેમનું ભયંકર શોષણ કરે છે. (આજના કહેવાતા ‘ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ'ના, એટલે કે નઘરોળ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા બહુરાષ્ટ્રીય ધંધામંડળીઓ અને તેનાં જ વાજાં વગાડનારાં વિશ્વ-વ્યાપાર-સંગઠન, વિશ્વબેંક, ‘ગેટ'કરાર વગેરેના લોકહિતનાશક ને સરવાળે તો આત્મઘાતી, બેવકૂફીભર્યા, લોહિયાળ અતિરેકોના જમાનામાં તો કૌટિલ્યની આ લોકચિંતા અને સાથે સૃષ્ટિચિંતા પણ કેટલી બધી સાચી છે !) આવો અધિક-ઉત્પાદન-કારી અધિકારી એવું વૃદ્ધિ સહિતનું સર્વ ઉત્પાદન રાજ્યને ચરણે ધરી દે તો પણ એનો અપરાધ નાના પાયે – ઓછું લોકશોષણ, સૃષ્ટિદોહન કરનારો હોય તો એને માત્ર ઠપકા દ્વારા રોકવો; પણ જો પ્રજા વગેરેનું દારુણ શોષણ ઇત્યાદિ ગંભીર દોષ હોય તો અપરાધ પ્રમાણે અનુરૂપ ઊંચો દંડ અવશ્ય કરવો. રાજ્યતંત્રનો સમગ્ર ખટાટોપ છેવટે તો કૌટિલ્યે જેને માટે તીર્થ (તારનાર) એવો ઊંચો શબ્દ વાપર્યો છે તેવી આમ-પ્રજાના રાષ્ટ્રહિતકર ઉત્થાન અર્થે છે એ પાયાની વાત કદી ન ભુલાવી જોઈએ. (આ સ્થિતિમાં ‘નેનો’-કાર જેવી વાતોને રાજ્યતંત્ર પોતાની ફરજ નેવે મૂકીને પોંખે અને લોક-શોષણ ભરપટ્ટ થાય તેમ લાલ જાજમ બિછાવે એવું તો શે બની શકે?) ભારતવર્ષે એની અસલ પરંપરામાં ધર્મ કે અધ્યાત્મ સાથે રાજનીતિનો અભેદ સાધ્યો છે. — ઉપર જે ધર્મ અને રાજનીતિના ઓતપ્રોતપણાની વાત કહી, તેને જ અનુરૂપ કહી શકાય એવી એક બીજી પણ ધ્યાનપાત્ર ચર્ચા આ નવમા અધ્યાયમાં જોવા મળે છે – તે છે આમ-પ્રજાના ધન-વ્યવહારની વ્યાપક સામાજિક જાણકારી અંગેની. આ મુદ્દો સાંસ્કારિક કે સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતો હોઈને કૌટિલ્યે એક વધારાની ભલામણ તરીકે જ નિર્દેશ્યો જણાય છે; રાજ્ય એમાં કોઈ તંત્રગત પગલાં ભરે એવું કૌટિલ્યને અભિપ્રેત નથી. પણ રાજ્યે સરવાળે વ્યક્તિ અને સમાજના જીવનની પરિશુદ્ધિ માટેનું અનુકૂળ રાષ્ટ્રીય માળખું તો ઊભું કરવાનું જ છે એવી કૌટિલ્યની પાકી સમજ આ મુદ્દો રજૂ કરવા પાછળ જણાય છે. આ અધ્યાયમાં આમ તો રાજ્યનિયુક્ત અધ્યક્ષોની જ અર્થશુદ્ધિની વાત છે. પણ સાથે-સાથે જાગૃત સમાજશાસ્ત્રી તરીકે કૌટિલ્ય રાજ્યને માત્ર પરોક્ષ રીતે આવી સામાજિક કામગીરીમાં પણ – કદાચ સ્વૈચ્છિક સામાજિક મંડળો દ્વારા – નિમિત્ત થવા પ્રેરે છે. આગળ જોયા પ્રમાણેની સમાહર્તાની કામગીરીમાં રાષ્ટ્રના ઘ૨-૨ના સર્વેક્ષણમાં પણ આ જીવંત તપાસ સાંકળી લેવાયેલી જ છે એ પણ ન ભુલાય. ૨૧૭ પાયાનો મુદ્દો છે પ્રજાનો પોતાના ધન સાથેના વ્યવહારનો. જો એ વ્યવહાર નરવો કે સમતોલ હોય, તો તેમાંથી જ આવતા રાજ્યતંત્રના કર્મચારીઓના અર્થવ્યવહારો પણ નરવા રહેવાની મોટી સંભાવના રહે છે. ધનનો માલિક એકલો હોય કે પરિવારવાળો; પણ ધન વેડફવા માટે નહિ, પણ પ્રત્યેક પ્રાણના પૂરતા પોષણ માટે છે. વળી સમાજના વ્યાપક સહકાર વિના વ્યક્તિ પોતે કમાયેલ ધન પણ ન કમાઈ શકત. એથી મનુષ્ય ધનનો સામાજિક રખેવાળ (ટ્રસ્ટી) જ છે; વેડફનારો માલિક નહિ. એ દૃષ્ટિએ ધન સાથેના ત્રણ જાતના વહેવારો કરનાર વ્યક્તિ અટકાવવા પાત્ર બતાવાઈ છે : બાપદાદાથી ચાલ્યું આવતું બધું ધન અન્યાયથી એકલી જ હડપ કરી જનાર વ્યક્તિ તે ‘મૂલહર’. બીજી છે પોતે જેટલું ચાલુ ધન કમાય, તેમાંથી સહજ થતી બચત ન કરતાં બધી કમાણી આવ્યા ભેગી વાપરી નાખનાર. તેને ‘તાદાત્વિક’ કહી છે. ચાલુ જીવનની જ પરવા કરનાર તે તાદાત્વિક. (પશ્ચિમમાં ને તેમાં યે અમેરિકામાં અમેરિકનો તો આવી રીતે જીવવામાં માને છે ! ૨૦૦૮માં શરૂ થયેલી મહામંદીનું મૂળ આ ટેવમાં જ For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર’: દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પડેલું છે ! એકંદરે ભારતીયો આ બાબતે ખૂબ વિવેકી ઠર્યા છે!) તાદાત્વિક પોતાના કે પરિવારના ભાવિ માટે, નવી કમાણીના અભાવમાં પણ ટકી રહેવા કશી જોગવાઈ કરતો નથી. ત્રીજી વ્યક્તિ છે કંજૂસ (ાર્થ:), જે પોતાના માટે કે પરિવાર માટે પોતાના ધનનો વાજબી ઉપયોગ પણ કરતી નથી.! તેવો મનુષ્ય જો આશ્રિતો વિનાનો કે પરિવાર વિનાનો હોય, તો તેનું સંચિત ધન કાયદેસર રાજયે લઈ લેવા પાત્ર બને છે. આ ઉપરાંત કંજૂસ પોતાનું વિપુલ ધન સાચવવા-વધારવાના શા ઉપાયો કરે છે એ તપાસ પણ સમાજને કે રાષ્ટ્રહિતને થનાર શક્ય હાનિની દૃષ્ટિએ કરવાની જરૂર બતાવાઈ છે. કાં તો ધન પોતાના ઘરમાં ભંડારી રખાય, કાં તો નગરજનોમાં કે ગ્રામજનોમાં ઊંચા વ્યાજે ફેરવાય, કાં તો રાષ્ટ્રહિતને પાયાનું નુકસાન થાય તેમ અન્ય રાષ્ટ્રમાં કે શત્રુ-રાષ્ટ્રમાં પણ, દેશદ્રોહી ઇરાદા સાથે મોકલાય. આ ત્રીજા પ્રકાર પરત્વે એ ધનની હેરફેરમાં સલાહકાર, મિત્ર, સેવક કે સગા વગેરે પૈકી કોણ-કોણ સંડોવાયેલું છે તેની અને પરદેશ સાથે ધનની થતી આવન-જાવનની – તેના સ્વરૂપની – તપાસ ગુપ્તચર દ્વારા બરાબર થવી જોઈએ. ખાસ તો ધનની લાવ-લઈજા કરનાર વ્યક્તિને વિશ્વાસમાં લઈને તે પ્રવૃત્તિ પાછળનું રહસ્ય જાણવું. જો દેશદ્રોહી હેતુનો નિશ્ચય થાય, તો શત્રુએ મોકલેલા પત્ર તરીકે ઠેરવાય કે પુરવાર કરી શકાય તેવો નકલી પત્ર (જૂટશાસન કે ટલેa) ઊભો કરી, તે નકલી પુરવાર ન થઈ શકે તે રીતે એવા કંજૂસ ધનપતિનો ઘાત કરાવવો. ' અર્થ-અધ્યક્ષોનાં કામોની, અવ્યવસ્થાથી કે ભ્રષ્ટતાથી મુક્તિ માટે તે દરેકનાં કાર્યાલયો હિસાબનીશ, નોંધણી-અધિકારી, આવેલાં ચલણી નાણાંની ખરાઈ તપાસનાર (રૂપર્શવા), સિલક જમા કરાવનાર (તીવી ગ્રાહ) અને કાર્યનિરીક્ષક (મુકાદમ – supervisor કે જે શસ્ત્ર, અસવાર વગેરેથી સંપન્ન પણ સાદા વેશનો અધિકારી હોય) – આ બધાંથી સજ્જ હોય. ગુપ્તચરોની જુગલબંદીમાં પ્રવૃત્ત શસ્ત્રકુશળ અધિકારી કટોકટી-પ્રસંગે ખપ લાગે છે. બીજી એક જોગવાઈ એવી સૂચવાઈ છે કે એક કાર્યક્ષેત્રમાં એકાધિક અધ્યક્ષો હોય, જેથી ખોટા વ્યવહારની શક્યતા ઘટે; અલબત્ત, આવી જોગવાઈમાં અગાઉ ઉલ્લેખ્યા પ્રમાણે જો એવા સમકક્ષ અધિકારીઓ ખોટા ઇરાદા માટે એક થઈ જાય તો રાજયને મળવાપાત્ર ઘણી આવક ખાઈ જઈ શકે, અને જો એ એકબીજાનો પાકો દ્વેષ કે વિરોધ કરવામાં રત હોય તો કાર્યોને કાં તો ટલ્લે ચઢાવે, કાં તો બગાડે. આને મળતી પરિસ્થિતિમાં, અન્ય સંદર્ભે, એવો ઉપાય સૂચવાયો છે કે બેથી વધુ વ્યક્તિને મુખ્ય બનાવવા, જેથી તેમની વચ્ચે ઉપર્યુક્ત બે શક્યતાઓ ન રહે. કૌટિલ્ય બે રાજાવાળી વૈરાજ્યપદ્ધતિને તો રાજ્યતંત્ર માટે અનિચ્છનીય ગણી છે એ અહીં નોંધવું ઘટે. પણ ત્યાં રાજા ઉપર કોઈ ઉપરી નથી હોતો, જયારે અધ્યક્ષોની બાબતમાં તો રાજા ઉપરી હોય છે એ ભેદ છે. આ ઉપરાંત આવા ઉચ્ચાધિકારીઓની, કાર્ય સાથીઓ સાથે કે પ્રજાજનોમાંની કોઈ વ્યક્તિઓ સાથે ખોટા કામ અંગે સાંઠગાંઠ ન થાય તે માટે, આજની જેમ, એના કાર્યસ્થળની અવાર-નવાર બદલી કરવાની ભલામણ એ સમયે પણ કરાઈ છે ! રાગદ્વેષમુક્ત, વ્યક્તિનિરપેક્ષ સત્યપાલન અને કર્તવ્યપાલન જ અર્થતંત્રને અને પ્રજાને બેઠાં કરવાની, આબાદ કરવાની જડીબુટ્ટી છે. કણ નાશ પામ્ય ધન ક્યાંથી ?” એવી સૂક્તિ મુજબ ઉપર્યુક્ત થયેલા ભ્રષ્ટાચારની For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ઉત્તરક્રિયા એ છે કે રાજ્યના અધિકારીઓએ ઉચાપત કરેલાં ઉત્પાદનને કે ધનને પાછું મેળવવાના ઉપાયોનું પણ એક કાયમી તંત્ર કાર્યક્ષમ રીતે નભાવવું. આ બાબતનું નિરૂપણ કરતો અધ્યાય ઉક્ત બે અધ્યાયોની વચ્ચે (૨.૮) છે. એ સારગર્ભિત ચર્ચામાંની કેટલીક બાબતો ખાસ ધ્યાન ખેંચે તેવી છે; તે જોઈએ. આરંભમાં જ કોશવૃદ્ધિનાં અને કોશક્ષયનાં કારણોની અનુભવસિદ્ધ યાદી આપી છે, અને પછી માત્ર કોશક્ષયના એ દરેક કારણની વ્યાખ્યા કે સ્પષ્ટતા રજૂ કરી છે, જેથી પ્રકરણના મુખ્ય વિષયનો પાયો બંધાય. ૨૧૯ કોશવૃદ્ધિનાં પણ અહીં ગણાવેલાં આ કારણો જાણવા-સમજવા જેવાં છે : (૧) ‘પ્રચારસમૃદ્ધિ’ એટલે કે કાર્યક્ષેત્રની સમૃદ્ધિ. કેટલાક ટીકાકારો અહીં ‘પ્રાર’નો અર્થ ‘દેશ’ કે ‘પ્રદેશ’ કરે છે, જ્યારે શ્રી કંગલે ‘જે-તે અર્થોત્પાદન-વિભાગની પ્રવૃત્તિની સમૃદ્ધિ' એવો કરે છે. ઉત્પાદન પામતી જે વસ્તુ હોય તેના ઉત્પાદન-યત્ન માટેની અનુકૂળતા; કાચી સામગ્રીની સુલભતા, કાર્યકરોની સુલભતા અને ઉત્પન્ન વસ્તુનું કીમતીપણું – આ બધું આમાં સમાઈ શકે. (૨) કાર્યકરોના કે મુલ્કના રીત-રિવાજોનું સન્માન કે એની જાળવણી (ચરિત્રાનુગ્રહ), (૩) ચોરોનું કાર્યક્ષમ ગ્રહણ, (૪) કાર્યકરો પર જાપ્તો, (૫) મુલ્કમાં અન્નની છત, (૬) અન્ય જીવનજરૂરી ચીજોની જે-તે પ્રદેશમાં વિપુલતા, (૭) પ્રાકૃતિક ઉપદ્રવોમાંથી સંતોષકારક મુક્તિ (ઉપસńપ્રમોક્ષ:), (૮) ઋણદાનમાં, અનુદાનમાં કે કરમુક્તિ(પરિહાર)માં ક્રમિક ઘટાડો, (૯) રોકડમાં અપાતી ભેટ (ઉપાયન —‘બોનસ’; આ કર્મચારી-સંદર્ભે સમજવું ?) આ આખી યાદી સુચિંતિત અને પ્રબુદ્ધ કોટીની લાગે તેવી સમતોલ અને સર્વાંગી લાગે છે, માનવમહિમાને કેન્દ્ર બનાવનારી છે. તેમાં માનવીય પરિબળોની અને પ્રાકૃતિક-ભૌતિક પરિબળોની અનુકૂળતાની સમતોલ વિચારણા થયેલી હોઈ, કોઈ પણ દેશ-કાળમાં ખૂબ માર્ગદર્શક અને રાષ્ટ્રવર્ધક બની રહે તેવી છે. કૌટિલ્યને મન કોશ અને કોઠાર એ કેવાં પરિબળોનું કે રાષ્ટ્રની કેવી ચેતનાનું નિત્યોપકારક મૂર્ત સ્વરૂપ છે તે આ યાદીને સમગ્રતાથી જોતાં સમજાયા વગર રહેતું નથી, અને આજના વિષમ વૈશ્વિક અર્થપ્રવાહોમાં તો તેની તાતી પ્રસ્તુતતા જણાય છે. આમાંનાં પ્રથમ બે પરિબળોને સૂચવતાં સામાસિક વિશેષણોમાંના શબ્દોની પારિભાષિક સંદિગ્ધતા છતાં ધિંગી અનુભવાશ્રિત વિવેકબુદ્ધિથી તેના પણ સાચા અર્થો સૂઝી આવ્યા વગર રહેતા નથી. આમાંના પ્રચાર અને રિત્ર શબ્દો ગ્રંથમાં અન્યત્ર પણ અહીંના જેવા જ ચોક્કસ અર્થમાં વપરાયા છે. આ નવ બાબતોના ક્રમમાં પણ ડોકાતી કુશળતા ધ્યાનપાત્ર છે. એમાં બબ્બેની સંલગ્ન ચાર જોડી છે અને છેલ્લે એક પૂરક બાબત છે. વળી મહત્ત્વની દૃષ્ટિએ, કૌટિલ્યની સામાન્ય શૈલી પ્રમાણે, અહીં પણ આ પરિબળોની ગણના તીવ્રતાના ઊતરતા ક્રમે છે. પ્રથમ જોઈએ અર્થઘટનમાં ગૂંચવતી પહેલી જોડીને. પ્રથમ પ્રચારસમૃદ્ધિ પરિબળમાંનો ‘પ્રચાર' શબ્દ ક્રિયાવાચક (પ્રસરણ કે પ્રવર્તન) તરીકે પણ વપરાય છે અને લાક્ષણિક (લક્ષણા-શક્તિજન્ય) રીતે એ ક્રિયાના આધારરૂપ સ્થાન કે ક્ષેત્ર માટે પણ વપરાય છે. અહીં એ બીજો અર્થ પ્રસ્તુત છે. For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પ્રવારમાં ક્રિયા છે પ્રવર્તન કે પ્રવૃત્તિરૂપ. એ વાચ્યાર્થ પરથી ‘તે ક્રિયાનો આધાર કે તેનું ક્ષેત્ર’ એવો લક્ષણા' નામની શબ્દશક્તિથી સમજાતો અર્થ મળે છે. આ “ક્ષેત્રના જે-તે સ્થળરૂપ અર્થ ઉપરાંત પ્રવૃત્તિનાં આધારભૂત પરિબળોનું જૂથ' એવો વ્યાપક અર્થ પણ લઈ શકાય. ઉપર મુદ્દાની ગણતરીમાં એનો આ વ્યાપક અર્થ આપ્યો છે. અર્થપ્રવૃત્તિમાંનાં જે પરિબળોની અનુકૂળતાને કારણે એ પ્રવૃત્તિને “સારો ધંધો' એ રૂપે વ્યવહારુ દષ્ટિએ ઓળખાવી શકાય એ બધાંનો સમૂહ આ શબ્દ(પુવાર કે “ક્ષેત્ર')થી અહીં સમજી શકાય. આમાંનું કીમતીપણારૂપ પાસું પણ જે-તે ચીજની જીવનગત ઉપયોગિતા અને બજાર મૂલ્યવત્તા એ બંને ય અર્થમાં સમજવું. આ જ “પ્રચારસમૃદ્ધિ'; દા.ત. હીરાની ખાણોના પ્રદેશમાં હીરા-ઉદ્યોગ યા આરબદેશોનો ખનીજ-તેલનો ધંધો. દરેક રાષ્ટ્ર પોતાની પાસે આવી પ્રાકૃતિક સંપત્તિની સગવડવાળા થોડાક ઉદ્યોગો યા એકાદ ખૂબ મોટા પાયે શક્ય ઉદ્યોગ ઝંખે એ સ્વાભાવિક છે; કારણ : તે, પ્રજાની સમૃદ્ધિને સ્વપ્નસિદ્ધિની જેમ વધારે છે અને તે દ્વારા આપોઆપ કોશને પણ સમૃદ્ધ કરે છે. અહીં એ વાત તરફ ખાસ ધ્યાન દોરવાની જરૂર છે કે “પ્રચારસમૃદ્ધિમાં પ્રાકૃતિક સંપત્તિ જેટલું જ, બલ્ક ક્યારેક તેથી ય વધુ મહત્ત્વ, કસાયેલું, પ્રતિભાશીલ માનવબળ ધરાવે છે. આના સંદર્ભે પરસ્પર-પૂરક બે સંસ્કૃત સૂક્તિઓ માર્ગદર્શક છે. “ધરતી અનેક રત્નો શ્રેષ્ઠ વસ્તુઓ) ધરાવે છે” (વદુરના વસુંધરા) અને “ધરતી વીરો દ્વારા ભોગવી શકાય તેવી છે” (વીરમાયા, વસુંધરા). આ બંને સુવચનોનો સંયુક્ત પડઘો જ કૌટિલ્ય આપેલી મર્થની મૌલિક વ્યાખ્યામાં પડ્યો છે : “મનુષ્યવાળી ભૂમિ તે અર્થ.” આ ઉક્તિઓ અને કૌટિલ્યોક્ત વ્યાખ્યા એવી નૈસર્ગિક શુભ રચના સૂચવે છે, જેમાં ધરતીમાં ધરબાયેલી બહુવિધ પ્રાકૃતિક સંપત્તિનું મહત્ત્વ અને તેના નિમિત્તે જાગતી માનવચેતનાની શરીર, મન, બુદ્ધિ થકી પ્રગટતી બહુવિધ જીવનવિધાયક શક્તિઓનો મહિમા – એ બંનેના મિલનનો જ સ્થિર મહા-મહિમા ઊપજી આવે છે. માનવયત્ન વિના ધરતી જીવનવિધાયક બધી સંપત્તિ આપતી નથી એ વસ્તુસ્થિતિ બરાબર તપાસતાં પ્રકૃતિના મહાન આશિષરૂપ જ લાગે છે. આ દૃષ્ટિએ દરેક રાષ્ટ્ર ચિરંજીવ અને ચિરયશસ્વી તો બને છે આખી પ્રજાના મહિમાયુક્ત પુરુષાર્થને ઉત્તેજનાર ઊંચાં સ્વપ્રો વડે, મહેચ્છાઓ વડે. પૂર્વગ્રહમુક્ત, લોભપાશમુક્ત હૈયાઉકલત હોય તો સ્વાવલંબનસાધક ગૃહોદ્યોગોના મંગળકારી યોગમાં કૃષિ અને પશુપાલન શાતાદાયક પરિશ્રમકળાની દૃષ્ટિએ તેમ જ પ્રકૃતિ સાથેના મૈત્રીપૂર્ણ ગાઢ યોગને કારણે, દેશ-કાળની અનેક મર્યાદાઓ અને ઊંચા ખર્ચાળપણાને કારણે અનેક બાધાઓ જન્માવતા અન્ય વ્યવસાયો કરતાં આ પ્રચારસમૃદ્ધિની દષ્ટિએ ઉત્તમ સાર્વભૌમ વ્યવસાયો બની રહે છે. અનેક દેખીતી મર્યાદાઓ વચ્ચે પણ, અનેક પ્રાકૃતિક, સ્થાનિક ઉપાયો વડે ઓછાં સાધનો દ્વારા પણ સામાન્ય કોઠાસૂઝથી ખેતી સાર્વભૌમ વ્યવસાય બની રહે છે અને જીવનપોષક પાયાની જરૂરિયાતો પૂરી પાડી, સાથે મળતા પૂરા ફાજલ સમયને કારણે સ્વાવલંબનચક્ર પૂર્ણ કરતા સ્થાનિક ઉદ્યોગોથી જીવનની પરિપૂર્ણતા સાધીને સંતોષ અને વિશ્વમૈત્રીનાં અમૃત પ્રગટાવે છે. સરવાળે તો સમૃદ્ધિનો અસલ સ્રોત (જન્મસ્થાન) છે સમૃદ્ધ માનવચેતના. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ચરિત્રાનુગ્રહ તે પ્રથમ લક્ષણનું પૂરક અને તેના દોષ નિવારતું બીજું લક્ષણ છે. ‘ત્રિ’નો મૂળ અર્થ છે વર્તનપદ્ધતિ કે જીવનશૈલી; તેને ‘ચાલચલગત’ કે ‘તાસીર' પણ કહી શકાય. ‘પ્રચારસમૃદ્ધિ’રૂપ પ્રથમ લક્ષણથી કોઈ વ્યવસાય કે ઉદ્યોગ સ્થૂળ સંપત્તિ ઝડપથી અને ખૂબ વિપુલ માત્રામાં તો સાધી શકે; પણ એવું બને કે માનવજીવન સાથે એટલે કે તળપ્રજાની સ્વાધીન-સ્વયંભૂ જીવનશૈલી સાથે, તેમ જ તેનાં શરીર-મન-બુદ્ધિની સહજ આરોગ્યરક્ષા સાથે એ સિદ્ધિ મેળ ન ખાતી હોય. વળી સિદ્ધ થતી વિપુલ નીપજ સ૨વાળે માનવજીવનને સ્થાયીરૂપે પોષનારી અને ઉન્નત કરનારી ન હોય એમ પણ બને. રિત્ર શબ્દનો એક અર્થ રિવાજ કે રૂઢિ પણ છે. તો અહીં જીવનશૈલીના જ નરવા કે સહજ અંગરૂપ નિર્દોષ રૂઢિઓ પણ ચરિત્ર શબ્દના અર્થરૂપે જરૂર સ્થાન પામે છે. કોઈ આર્થિક પ્રવૃત્તિની સ્થિરતા અને વૃદ્ધિકારકતા માટે એવી રૂઢિઓની જળવાતી આમન્યા પણ એક સહાયક પરિબળ ગણાય. વળી અહીં અર્થવિસ્તાર કરીને વરિત્ર શબ્દ જે-તે સ્થાનના ભૂમિવિસ્તાર અને સમગ્ર પર્યાવરણને પણ લાગુ પાડી શકાય; એટલે કે ભૂપૃષ્ઠનું સ્વરૂપ, ઋતુચર્યા, હવામાન, વન-ઉપવનરૂપ વનસ્પતિજગત્ પણ ચરિત્ર શબ્દથી સમજી શકાય. ટૂંકમાં જનજીવનનું અને સૃષ્ટિનું પરિપોષણ તે ચરિત્રાનુપ્ર. લોભાંધતાના ગુલામ બની અવિચારીપણે થયેલું ‘કીમતી’ લેખાતું વિપુલ ઉત્પાદન પણ સરવાળે પ્રજાજીવનને અને કોશને પણ સમૃદ્ધ ન કરી શકે એ આ પૂરક બીજું લક્ષણ બતાવે છે. આજે તો જનજીવન અને પર્યાવરણ બંનેને વધુ ને વધુ જર્જરિત કરતું જતું, કહેવાતું ‘વૈશ્વિક' અર્થતંત્ર, એવા જ માયાવી ‘ઉદારીકરણ'ના નામે ફાલી રહ્યું છે. અહીં સુજ્ઞજનને તરત એ સમજાયા વગર રહેતું નથી કે અહીં કોશની વૃદ્ધિ કરનારાં પરિબળોની સમગ્ર ગણના રૂપે પરોક્ષપણે નરવા અર્થતંત્રનાં જ લક્ષણો કહેવાઈ રહ્યાં છે. એકંદરે માનવકેન્દ્રી, સૃષ્ટિકેન્દ્રી ધિંગુ અર્થતંત્ર જ કોશની સાચી ચિરંજીવ વૃદ્ધિ કરે છે, જેના આરંભ, મધ્ય, અંત ઉપકારક બની કલ્યાણનું સાતત્ય સર્જે છે. ૨૨૧ ઉપર ગણાવેલાં પ્રથમ બે લક્ષણ કોઈ પણ રાષ્ટ્રના અર્થતંત્રના મોભરૂપ છે. એ જેટલાં બળવત્તર હોય તેટલા પ્રમાણમાં આ પછી ગણાવેલાં બાકી લક્ષણોની સિદ્ધિ સરળ બની રહે. વળી એક બાજુ એ બાકી લક્ષણો પ્રથમ બેને લીધે સરળપણે સિદ્ધ થાય છે, તો બીજી બાજુ તે લક્ષણો એ બેને પ્રબળ અને પરિપૂર્ણ બનાવે છે. પછી ગણાવેલાં બે લક્ષણો, સમાજમાં અલ્પસંખ્યામાં પણ હાનિકારક બની રહે તે રીતે ઠેરઠેર ફેલાયેલાં અસામાજિક તત્ત્વોના ઉચ્છેદરૂપ કે અસરકારક નિયમનરૂપ છે : ચોરોનો નિગ્રહ અને ખાયકી કરનાર નાના-મોટા અધિકારીઓ-ક્રાર્યકરો(યુ)નો નિગ્રહ. ચોરો સંચયસ્થાનોમાંથી બળજોરી અને સાહસ દ્વારા, સંચિત ધન પૈકીનું ઉઠાંતરી કરવામાં સરળ એવું ઓછાં કદ-વજનવાળું પણ ખૂબ કીમતી એવું ધન જ પ્રાયઃ ગુપ્ત કામગીરી દ્વારા ઉઠાવે છે, તો અધિકારીઓ-કર્મચારીઓ પોતપોતાનાં અર્થાત્પાદન-સ્થાનોમાંથી જ ઉત્પન્ન થયેલા માલને યા તેના વેચાણથી આવેલા ધનને બારોબાર અનેક યુક્તિઓથી ઘરભેગાં કે સગેવગે કરે છે. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૨ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આ બે લક્ષણોમાંના નિગ્રહકાર્યમાં પ્રયોજાતી રક્ષાપુરુષોની અને ન્યાયતંત્રની સંયુક્ત કામગીરીનું સાંસ્કૃતિક મૂલ્ય પણ સમજી લેવું ઘટે. મનુષ્યને માત્ર સ્થળ બળજોરી પરની મુસ્તાકી દ્વારા હીનતર બનાવતી જતી અને સરવાળે તો જીવનને કલંકિત, તિરસ્કારપાત્ર અને નિષ્ફળ જ બનાવતી મનુષ્યની આ બે અસામાજિક વૃત્તિ-પ્રવૃત્તિઓનો પ્રસાર-માર્ગ પાકે પાયે રોકી દઈને તેને પ્રામાણિક અને ગૌરવયુક્ત જીવન તરફ પ્રેરવામાં એવી રાજયતંત્રપ્રેરિત કામગીરીઓ નિમિત્ત બની રહે છે – જો એ પ્રમાદ વિના વિધિસર અમલી બનાવાય તો. એ પણ ન ભુલાય કે ચોરોને અને ખાઉકણિયાઓને વધુ ને વધુ ફાવતા જોઈને દેખાદેખી દ્વારા ગતાનુગતિકતા(સાચી-ખોટી ગમે તે બાબતના અનુકરણ)માં રાચતા પ્રજાજનોની સંખ્યા પણ વધતી જ જાય છે અને પ્રામાણિક નાગરિકોની નીતિનિષ્ઠા (morale) પણ તૂટતી જાય છે. સરવાળે, જીવનને સર્વાગી પ્રફુલ્લતા બક્ષતી પ્રજાકીય ધિંગી કર્મનિષ્ઠા ઘટી અન્યની સંપત્તિ પર તરાપ મારવાની નરી અનુત્પાદક-પ્રવૃત્તિ જ વધતી જાય છે – ખાસ કરીને અસામાજિકતાને ઉશ્કેરતી જોખમી નાણાપ્રથાવાળા અને કીમતી દ્રવ્યોના અતિસંચયમાં રાચતા શોષણખોર વરણાગી પ્રજાજનોવાળા સમાજમાં. આનાથી દેખીતી રીતે જ કોશને વધુ ને વધુ માનિ જ થતી જાય છે. એવા રાષ્ટ્રને સાચી અને કલ્યાણકારી પરિશ્રમજન્ય લક્ષ્મી ત્યજી જાય છે. જામેલી દુવૃત્તિઓ અને તજ્જન્ય દુષ્કર્મો નાબૂદ કરવાનો તાત્ત્વિક કે અસલ ઉપાય તો છે માનવચિત્તનું શુદ્ધીકરણ – જે સદાચારી પ્રેમમૂર્તિ સંતો જ સફળપણે કરી શકે. પરંતુ ખાસ કરીને કળિયુગમાં તો એવા ખરા સંતો સર્વદા, સર્વત્ર સુલભ હોતા નથી; એ સ્થિતિમાં રાજય-સંસ્થા દ્વારા સત્ય અને ઔચિત્યને મહદ્ અંશે જાળવીને નિશ્ચય અને કાર્યદક્ષતા સાથે બજાવાતી નિગ્રહની કામગીરી પણ માનવસંસ્કૃતિનો આશાસ્પદ બીજો ગઢ છે. તેનાથી દુષ્કર્મોની તીવ્રતા અને વિપુલતા અસરકારક રીતે ઘટીને રાષ્ટ્ર અને સમાજના વિકાસ અને કલ્યાણનો માર્ગ ઠીક-ઠીક પ્રમાણમાં સાફ થાય છે. અલબત્ત, સંતોના અભાવમાં વચલો પણ તાત્ત્વિક ઉપાય છે નાણાસંસ્થા અને પ્રજામાં વધતી જતી પરિગ્રહવૃત્તિ – એ બંને દૂષણો અંગેની પ્રજાકીય અને રાજયમંત્રીય જાગૃતિ અને નિગ્રહદક્ષતા. બાકી ચોરો અને ખાઉકણિયાઓના વ્યાપકપણે થતા કાર્યદક્ષ નિગ્રહની ચીલાચાલુ રાજયતંત્રીય કામગીરી પણ સંસ્કૃતિરક્ષાનું એક પ્રારંભિક કદમ તો અવશ્ય બની રહે છે. સંતોનાં અભાવ કે અછતના સંદર્ભે જો સમાજમાં ને રાષ્ટ્રમાં વ્યાપકપણે ખરેખરા સજ્જનોની હયાતી હોય તો તેમના દ્વારા પ્રમાદિત્યાગપૂર્વક સંગઠિત રૂપે કે અસંગઠિત રૂપે પણ રાષ્ટ્રના પ્રજાસમૂહોમાં થતું સદ્ગુણવિકાસ અને સગુણવૃદ્ધિનું સાતત્યપૂર્ણ કામ પણ એ રાજયમંત્રી નિગ્રહકાર્યને ખાસ્સે સરળ અને હળવું કરી શકે. એ દૃષ્ટિએ એવા રાષ્ટ્રીય સજ્જનવ્યાપારને રાજ્યતંત્રે પણ સક્રિયપણે આવકારીને, ઉત્તેજીને જરૂરી માળખાકીય સગવડો વગેરે દ્વારા વત્સલતાથી પોષવો જોઈએ. ત્યાર પછીનાં બે લક્ષણો કે મુદ્દાઓ રાજ્યતંત્રના સેવકો અને આમપ્રજાની જીવનયાત્રા અંગેની પાયાની સુખાકારી – વિશેષતઃ શરીરમનની સ્વસ્થતા અને સુદઢતા – અર્થે જરૂરી એવી પાયાની જીવનપોષક ચીજોની સુલભતારૂપ છેક પાયાની વાત ઉપસાવે છે. તેમાં અન્નની છતનો મુદ્દો For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૨૩ વાજબીપણે આગળ મુકાયો છે અને ત્યાર પછી અન્ય જીવનજરૂરિયાતો સંતોષતી ચીજોની છતનો મુદો. અહીં કોઠારની નહિ પણ કોશની સમૃદ્ધિ સાધનારાં પરિબળો પ્રસ્તુત હોવા છતાં દેખીતી રીતે કોઠારની સમૃદ્ધિ સાથે સંકળાયેલાં આ બે લક્ષણોનો ઉલ્લેખ ખૂબ સમજપૂર્વક કરાયો છે. એક તો આ બે બાબતો રાષ્ટ્રના સર્વ પ્રજાસમૂહોના સર્વાગી પોષણરૂપ પાયાની સિદ્ધિ દ્વારા સહજપણે કોશની સમૃદ્ધિનું પ્રબળ નિમિત્ત બને છે એ વાત આમાં ગર્ભિત છે, અને વળી આ બંને પ્રકારની ચીજોનું રાષ્ટ્રીય સ્વાવલંબન પણ આમાં ગર્ભિતપણે સૂચવાયું જણાય છે; કારણ કે આવી સાવ પાયાની ચીજો બાબતનું પરરાષ્ટ્રો પરનું અવલંબન તો કોશને ભોગે જ કોઠારને સમૃદ્ધ કરે અને તે પણ અનિશ્ચિત રીતે અને ખર્ચાળપણે. તેમાં પરરાષ્ટ્રો સાથેના રાજકીય પ્રશ્નો પણ ભારે બાધક બની શકે. આપણા સમયમાં સંયુક્ત-રાષ્ટ્ર-અમેરિકાના અણછાજતા ઘોર વિદ્વેષ અને નાકાબંધીનો ભોગ બનેલું નાનકડું રાષ્ટ્ર ક્યૂબા અન્નાદિ પાયાની ચીજો બાબત પૂર્ણ સ્વાવલંબનનો સંકલ્પબદ્ધ, સમયબદ્ધ, સંપૂર્ણ લોકજાગૃતિ અને લોકસહયોગ પર આધારિત આર્થિક કાર્યક્રમ પાર પાડીને જ આજે આત્મગૌરવથી ટકી રહ્યું છે. એ મોજામાં એ રાષ્ટ્ર દેશી સાધનોવાળી ઉત્તમ સજીવખેતી પણ નમૂનેદાર રીતે ખીલવી છે. કોશસંપત્તિસાધક લક્ષણોની દૃષ્ટિએ તો આ બે મુદ્દા સમસ્ત તળ જનપદના સ્વાધીન અને દેશી ઉદ્યમોથી ધમધમતા – બબ્બે મઘમઘતા – જીવનની આવશ્યકતા સૂચવે છે. આ આખી ચર્ચામાં એ વાત પણ બરાબર ઘૂંટાય છે કે અર્થોત્પાદનોનું સમતોલ, વિવેકી વૈવિધ્ય જ કોશને રાષ્ટ્રોપકારક રીતે સમૃદ્ધ કરતું રહે છે. રાષ્ટ્રની અર્થપ્રવૃત્તિ ઉત્પાદનોના જીવનપોષક સમતોલ વૈવિધ્યથી અને સર્વ કાર્યક્ષમ પ્રજાજનોની સ્વાધીન સામેલગીરીથી સધાતા રાષ્ટ્રરક્ષક સ્વાવલંબનથી ચિરકાળપર્યત કાર્યસાધક અને બહુવિધ રીતે જયવંતી બની રહે છે. આના અનુસંધાનમાં એ ખૂબ મહત્ત્વની વાત પણ અહીં નોંધવી ઘટે કે પ્રાચીનકાલીન ભારતવર્ષમાં દષ્ટિસંપન્ન રાજયતંત્રો દ્વારા કાર્યકરોને રોડ વેતન ઉપરાંત અન્ન જેવી પ્રથમ જરૂરિયાતને પોષતી ચીજો મરૂ (ભાત વગેરે ખોરાકી ચીજો) એવા યથાર્થ નામ સાથે નિયમિત અપાતી હતી. રોકડ નાણું એ માયાવી ધન હોઈ નાણા સામે મળતી વસ્તુના પ્રમાણની કોઈ નક્કી માત્રાની બાંહેધરી જગનું કોઈ રાજ્યતંત્ર આપી શકતું નથી. એથી અન્ન જેવી પાયાની ચીજ તો વેતનના ભાગરૂપે સીધી જ સેવકોને અપાય તો પરિવારોના નિર્વાહમાં પાયાની સ્થિરતા સધાય છે. શરીર-મનને સંયુક્ત રીતે પોષનાર અન્ન જ જીવનનો ખરો આધાર હોઈ ભારતમાં બે સૂત્રો વહેતાં થયાં: (૧) “અન્ન તે સ્વયં પ્રાણ છે” (બન્ને વૈ પ્રાણા:) અને (૨) “અન્ન સ્વયં બ્રહ્મ છે” (બન્ને વૈ બ્રહ્મ). આના જ પડઘારૂપે ઉપનિષદૂ જેવા આધ્યાત્મિક ગ્રંથે પણ આખા રાષ્ટ્રમાં અને વિશ્વમાં દયાનું રાજય સ્થપાય એવું વ્યવહારુ સૂત્ર આપ્યું : “પુષ્કળ અન્ન ઉગાડવું; આ તો વ્રત છે” (અન્ન વ૬ ર્વીત | ઉતર્ વ્રતમ્ I). આજે તો મસ્ત શબ્દ પરથી ઊતરી આવેલો ‘ભથ્થુ' શબ્દ જ રહ્યો, પણ એની સ્થૂળ પ્રથા બદલાતાં એ નામ પાછળની પ્રજાહિતરક્ષક સાર્થકતા નાશ પામી. ‘ભળ્યું કે વળી નવા વિચિત્ર નામે અપાતું “મોંઘવારી-ભથ્થુ પણ વેતનની જેમ રોકડ નાણામાં જ અપાતાં એ હકીકતે પ્રજાની મશ્કરી કે જબરી છેતરપિંડી બની રહ્યું છે. એ રકમ વધે તેમ-તેમ બજારમાં મોંઘવારી તો તેનાથી પણ વધુ ઊંચા પ્રમાણમાં વધે છે ! એટલે હકીકતે મોંઘવારીનો For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વાજબી સામનો કરવામાં એ વધારો સાવ જ નિષ્ફળ રહે છે; ઊલટી વધુ આકરી મોંઘવારીને એ નોતરે છે. એટલે “મોંઘવારી-ભથ્થુ'નો સરકારના મનમાં રહેલો ખાનગી અર્થ “મોંઘવારી વધારે તેવું ભથ્થુ' છેવટે ઉઘાડો જ પડી જાય છે અને પ્રજામાં વ્યાપક બેદિલી જન્માવે છે ! આ પછીનાં બે લક્ષણ, કોશનો ગંભીર ક્ષય કરી શકે તેવાં બે મહાવ્યયસ્થાનોના નિયંત્રણને લગતાં છે; એ બે વ્યયસ્થાનો આ છે : (૧) કુદરતી પ્રકોપો અને (૨) પ્રજાની વિવિધ રીતની વ્યાપક બેહાલીના પ્રસંગે પ્રજાના સત્ત્વ(જીવનશક્તિ)ને બેઠું કરવા માટે રાજયતંત્રે ફરજરૂપે વ્યાપકપણે પ્રજાને આપવી પડતી વિવિધ કરમુક્તિઓ (પરિહાર) કે અપાતો વિપુલ આર્થિક ટેકો. અગાઉથી આ સંદર્ભે બને એટલા સર્વાગી કુશળ આયોજન દ્વારા કોશનાં આ બે દેવકૃત સંભવિત મહાછિદ્રોને પણ વત્તે ઓછે અંશે મર્યાદિત તો જરૂર કરી શકાય. આ બે લક્ષણો છેઃ (૧) ૩૫સપ્રમીક્ષા (કુદરતી આપત્તિઓમાંથી વ્યવસ્થિતપણે સધાતી મુક્તિ), (૨) પરિહારક્ષય: (રાષ્ટ્રની પ્રજાઓને કરમુક્તિ વગેરે વ્યાપક આર્થિક રાહત પૂરી પાડવી પડે તેવી કાઠી પરિસ્થિતિઓનું શક્ય આયોજનો દ્વારા ગણનાપાત્ર નિવારણ). કૌટિલ્ય ગ્રંથના અધ્યાય ક્ર.૪.૩માં વાપરેલો ૩પનિપાત શબ્દ અત્રે પ્રયોજાયેલા ૩૫ શબ્દનો જ પર્યાય જણાય છે. આવો શબ્દફેર કૌટિલ્ય તપાસેલા એકાધિક આધારગ્રંથોમાંથી સંભવ્યો લાગે છે. એ દષ્ટિએ એ અધ્યાય આ ‘ઉપસર્ગ-પ્રમોક્ષ'ની જ વિસ્તૃત ચર્ચારૂપ ગણી શકાય. એ વખતના દેશ-કાળ પ્રમાણે પ્રાધાન્ય ધરાવતા પ્રાકૃતિક કે જૈવિક ઉપદ્રવો ‘ઉપનિપાત’ કે ‘ઉપસી' તરીકે ગણાવાયા જણાય છે. આજે તો હકીકતે પોત-પોતાના પૂરા શાસનકાળ દરમિયાન આસુરી રીતે – બલે અકથ્ય રીતે – વ્યાપકપણે આમપ્રજાને આર્થિક રીતે ધ્વસ્ત કરવામાં રચી-પચી રહેનારી સરકારો દેખાવ ખાતર જ “આપત્તિના વહીવટ' (disaster-management) માટેનું સરકારી માળખું જાહેર કરે છે. આપત્તિના આગોતરા પાકા અટકાવની તો એની દાનત હોતી જ નથી,ઊલટું. પર્યાવરણને દારુણપણે બગાડી આપત્તિઓને નોતર્યા જ કરે તેવી સર્વનાશકારી કહેવાતી ‘ઔદ્યોગિક નીતિ’ જાહેર કરીને ‘ઉદારીકરણ'ના રૂડા નામે ખાનગી ઉદ્યોગોને બે-રોકટોક પ્રવૃત્તિ કરવા દે છે અને તેમને ઘરજમાઈઓ બનાવે છે ! એક બાજુ રાયતંત્ર પ્રજાનિષ્ઠ, દૃષ્ટિસંપન્ન અને ઉદ્યમી હોય અને બીજી બાજુએ સમાજમાં તીવ્ર બુદ્ધિશક્તિ અને ઠરેલ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓની છત હોય તો મનુષ્યકૃત આપત્તિઓ પ્રાય: ન જ ઉદ્ભવે યા ઉદ્ભવે તેવી જ ડામી શકાય તેવા વ્યાપક નાગરિક-શિક્ષણની કાયમી જોગવાઈ હોય. વળી પર્યાવરણ-વિશેષજ્ઞો કે ભૂમિવિશેષજ્ઞોની હૈયા-ઉકલત દ્વારા પ્રાકૃતિક આપત્તિઓનાં આગોતરા વરતારા કે અનુમાન કરીને, “પાણી પહેલાં પાળ બાંધીને ઘણા ક્ષય-વ્યય નિવારી કોશરક્ષા કરી શકાય. વળી આપત્તિકાળમાં કે તેના પછી પણ પ્રજાનાં સત્ત્વ (સામર્થ્ય) અને નીતિનિષ્ઠા ટકાવીને રાજ્યતંત્ર પ્રજાને આપત્તિ વીત્યે જલ્દી બેઠી કરી શકે. આનું જોડિયું લક્ષણ છે પરિહારક્ષય – પ્રજાને આપવી પડતી વિવિધ કરમુક્તિઓ કે આર્થિક રાહતોમાં શક્ય બનતો ક્રમિક ઘટાડો. અધ્યાય ક્ર.૨.૨(નાનપનિવેશ:)માં સ્પષ્ટપણે કહેવાયું છે કે For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૨૫ નવા જનપદમાં સ્થાયી થવા આવનારાઓને “અનુગ્રહ' (ધન/સાધન-દાન) અને પરિહાર' (કરમુક્તિ) સરવાળે કોશમાં વૃદ્ધિ થાય તેવી યોજનાથી આપવા; કોશ પર ગંભીર ફટકો પડે તેવા ટાળવા. 6'' સદા-સર્વત્ર સંયમપાલન કરવાથી જ રાજ્યતંત્ર અને પ્રજાનો પરસ્પર-લાભકારક અને ઉન્નતિકારક રચનાત્મક સંબંધ બંધાય છે એ વાત મુખ્ય છે. અહીં પ્રસ્તુત ચર્ચામાં કોશવૃદ્ધિકર લક્ષણ તરીકે, ગમે તે કારણે, પરિહારનો જ ક્ષય કહ્યો છે, સાથે “અનુગ્રહનો ઉલ્લેખ નથી કર્યો. તેમ છતાં તાત્પર્યની દૃષ્ટિએ તેનો પણ સમાવેશ અભિપ્રેત માની શકાય. અનુગ્રહનું સ્વરૂપ થોડું જુદું અને રચનાત્મક હોઈને પણ કદાચ એનો ઉલ્લેખ અહીં ન થયો હોય. મનુષ્ય જયારે કશા સાધન વગરનો હોવા છતાં શરીર-મનથી નરવો હોય અને એકલો કે સપરિવાર નવી વસ્તીમાં આવવા તૈયાર થયો હોય, ત્યારે તેનામાં પડેલી ઉત્પાદનક્ષમતા બહાર લાવવા માટે પહેલાં તેની જીવનયાત્રાને અન્ન-વસ્ત્ર-નિવાસનો પ્રાથમિક આધાર તો આપવો જ પડે તે સાવ વહેવાર, રચનાત્મક અને સરવાળે દેનાર-લેનાર બંનેને લાભ કરનાર ધર્મમાર્ગ છે. વળી આવું અનુદાન રાજયતંત્ર દ્વારા વાજબી એવી ચોક્કસ અપેક્ષા સામે અપાય છે; આ કાંઈ ખાલી પારલૌકિક પુણ્યપ્રાપ્તિ અર્થે થતું દાન નથી. અલબત્ત, આમાં પ્રજા તરફની વત્સલતા અને વિશ્વાસ મૂકવાની શાણી સૂઝ જરૂર હોય છે; રાજા-પ્રજા વચ્ચેનો એક દઢ સેતુ હોય છે. પણ આખરે તો વ્યક્તિ પોતાના સત્ત્વથી જ તરે છે; કાયમ બીજાનો આશ્રય શોધ્યા કરવાથી નહિ – એ દષ્ટિએ રાજકીય અનુગ્રહ એ આડકતરી રીતે એક જાતનું ઋણદાન (loan) જ બની રહે છે – ભલે તે સ્થૂળરૂપે કદાચ વસૂલ ન કરાય. તે રીતે કરમુક્તિ (પરિહાર) પણ મનુષ્યને કોઈ પણ નવા આર્થિક અભિક્રમના (હિંમતભર્યા કોઈ કાર્યસ્વીકારના) આરંભે, પોતાનું સપરિવાર પોષણ થાય તેવા વાજબી નફાની પાકી ખાતરી કરવા માટેનો સમયગાળો મળી રહે તે માટે હોય છે. એટલે ચોક્કસ તબક્કે રાજ્યતંત્રે જે-તે વ્યક્તિને અપાતો “પરિહાર' પણ બંધ કરવો તે તેને પક્ષે ધર્મરૂપ છે અને એવા ન્યાયી પગલાને સમજણપૂર્વક આવકારવું તે પ્રજાજન માટે ધર્મરૂપ છે. આજની ચૂંટણી-પ્રધાન લોકશાહીમાં સરકારો ચોક્કસ કોમો કે અન્ય ચોક્કસ વલણોવાળાં વ્યાવસાયિક કે અન્ય પ્રકારનાં જૂથોના મત ખરીદવા ખાતર કોના બાપની દિવાળી?” એમ વિચારીને રાજ્યની તિજોરીના ભોગે લાંબા વખત સુધી તેમને લ્હાણીઓ કરે છે. પણ તેથી રાષ્ટ્ર દેવાળિયું બનીને પતનને માર્ગે જ ઝડપથી આગળ વધે છે. આમ ઉપર્યુક્ત બે લક્ષણો કોશનાં સંભવિત મહાછિદ્રો નિવારવાની જોગવાઈરૂપ છે. છેલ્લે એક લક્ષણ છે – રોકડ-નાણાંની પ્રાસંગિક ભેટ (ફિરોપાયનમ્ ; આ ગ્રંથમાં દિગ્ય શબ્દ “રોકડ નાણું' એવા અર્થમાં રૂઢ શબ્દ તરીકે વપરાયો છે). આ લક્ષણ પ્રજાને મોંઘવારીજન્ય નાણા-ભીડથી બચાવતા રહેવાના સમજદારીભર્યા રાજ્યતંત્રીય પગલારૂપ જણાય છે; એક જાતની ‘બૉણી' કહી શકાય. જયારે રાજ્યતંત્રને એમ લાગે છે કે પ્રાસંગિક રૂપે જીવનની પાયાની જરૂરિયાતો સંતોષતી ચીજો બજારમાં આકસ્મિક કારણોથી જ મોંઘી થઈ ગઈ છે અને તેથી પ્રજા તે ગાળો પૂરતી નાણાભીડ વ્યાપકપણે અનુભવતી હોય, ત્યારે પ્રજાનાં આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા ટકાવી રાખવા પ્રાસંગિક રીતે પૂરક નાણાભેટ રાહતવેતન તરીકે આપવી જરૂરી થઈ પડે છે. અહીં એ સ્પષ્ટ કરવું જોઈએ કે બજારમાં બેફામ રીતે સંગ્રહખોરો વગેરે દ્વારા ભાવો વધારી For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ દેવાય ત્યારે પાયાનો ઉપાય તો એવી નિરંકુશ સ્થિતિ રાજયમંત્રીય પાકા-પાયાનાં સર્વાગી પગલાંઓથી અટકાવવી તે જ છે. આ માટે ગ્રંથમાં અધ્યાય ક. ૨.૧૬માં ૫ળ્યાધ્યક્ષ(રાષ્ટ્રીય પુરવઠાઅધ્યક્ષ)ની કામગીરીનું સંક્ષિપ્ત છતાં ખૂબ મહત્ત્વનું જે નિરૂપણ છે, તે તપાસવા જેવું છે. બીજી એક વાત એ પણ ધ્યાનમાં લેવા જેવી છે કે રાનમ્ શબ્દની વ્યુત્પત્તિ આમ અપાય છે : “પ્રજાનું રંજન કરે અર્થાત પ્રજાને સુખશાંતિમાં સ્થાપી પ્રસન્ન રાખે તે રાજા' (Tના પ્રશ્નતિરક્સનાત). આ વાત ભવભૂતિએ ઉત્તરરામરતમ્ નાટકમાં રામને વસિષ્ઠમુનિ દ્વારા પાઠવાયેલા સુચિંતિત સંદેશમાં આવી રીતે મૂકી છે : “પ્રજાના અનુરંજનમાં સદા-તત્પર રહેજે; તેમાંથી જ યશ પ્રાપ્ત થાય છે – જે યશ તમારા સહુનું (રઘુવંશીઓનું) પરમ ધન છે૨૫” (૩.રા.વ., ૨.૨૨). પ્રજાને નિયંત્રણોથી નિત્ય કસતા રહેતા રાજાએ સરવાળે તો પ્રજાના માનવીય કામ-પુરુષાર્થના પણ ભેરુ થવાનું છે; એને સાદા જીવનના, સહિષ્ણુતાના કે “ચલવી લેવા'ના મિથ્યા ઉપદેશોથી મુરઝાવીને તેના જીવનને રસકસવિહોણું કરવાનું નથી. કૌટિલ્ય રાજાને અનુગ્રહકારી પિતાની ઉપમા આપી છે (અધ્યાય ક્ર.૨.૧). અનુગ્રહ કે અનરંજન એટલે પ્રજાના સત્ત્વને વિકૃત ન કરે તેવું તેનું આરાધન. વળી વિશિષ્ટ પ્રજાકીય ઉત્સવ વખતે પણ આ પ્રકારની “આનંદ-ભેટ આપવાની પરંપરા તરફ પણ અહીં કૌટિલ્યનો નિર્દેશ જોઈ શકાય. આગળ જોયું તેમ કોશમાં રત્નાદિ કીમતી વસ્તુઓ ઉપરાંત રોકડ નાણાનો પણ સંચય હોય છે જ. એમાંથી આવો રચનાત્મક, પ્રજાસત્ત્વસંવર્ધક વ્યય સરવાળે તો ઊલટી કોશની વૃદ્ધિ કરનારો જ સમજી આવી વાવણીરૂપ ધન-પ્રસાદી ઠરેલપણે વહેંચવાની છે. આ લક્ષણો પર સમગ્ર રૂપે નજર નાખતાં જરૂર કહી શકાય કે કોશ એ રાજ્યતંત્ર સંગ્રહેલી રાષ્ટ્રની ઊંચી ને ટકાઉ આબરૂ-રૂપ, રાષ્ટ્રની બહુમુખી સંસ્કૃતિના નિધિરૂપ, તેમ જ વિશેષે તો રાષ્ટ્રના, નિત્ય-નૂતનતા અને પુષ્ટિ પામતા રહેતા ક્ષમતના મૂર્ત પુરાવારૂપ રાષ્ટ્રમાણ છે. એમાં જડતા-પોષક નહિ, પણ ચૈતન્યપોષક ઉપર્યુક્ત સુલક્ષણો રાષ્ટ્રની સંયમી-ઉદ્યમી પ્રતિભામાંથી નીપજે છે. કોશનાં આ લક્ષણોની જાળવણી અર્થતંત્રને ઘાતક ફુગાવાથી અચૂક મુક્ત રાખી શકે. રાજ્યની અંગભૂત સાત પ્રકૃતિઓમાં કોશને દંડ અને મિત્ર એ બે પ્રકૃતિઓની અગાઉ અને જનપદ તથા દુર્ગ પ્રકૃતિઓની પછી મૂકવામાં પણ કૌટિલ્યની પારદર્શક સૂઝ જણાય છે. કોશ એ સ્વામી (રાજા) અને અમાત્યની પ્રભાવક અધ્યક્ષતામાં જનપદ અને દુર્ગના સંયુક્તપણે પ્રવર્તતા સચેતન પૌરુષનું નિત્ય નવીકરણ પામતું, રાષ્ટ્રના અંતઃસત્ત્વની રક્ષા કરતું અને દંડ (સૈન્ય) કરતાં વધુ રચનાત્મક અને દષ્ટિસંપન્ન એવું ઉપકારક જીવંત અંગ છે. કોઈ પુણ્ય જગવતી સતીના સતની જેમ, શિયળ(શીલ)ની જેમ, કોશના ચૈતન્યપ્રધાન સત્ત્વની રક્ષા કરવા માટે એની પ્રત્યે પૂરા વિનયથી, અદબથી વર્તીને એની કોઈ પણ જાતની અવિવેકી છેડછાડથી દૂર રહેવાનું છે. કોઈ પણ તઘલઘી (મનસ્વી) શાસન કોશની યથાર્થ રક્ષામાંથી ટ્યુત થઈને કોશને જેમ-તેમ બરબાદ કરવા દ્વારા પોતાની જ સંપૂર્ણ બરબાદીને નોતરે છે. કોશની આવી પવિત્ર સ્વરૂપની સમૃદ્ધિ દંડના (સૈન્યના) વ્યાપારને ખાસ્સો ઘટાડી શકે છે તે વાત કદાચ જગત્-ઇતિહાસનાં ઊલટા પ્રકારનાં દષ્ટાંતો(‘વ્યતિરેકો’)થી દઢ રીતે તારવી શકાય. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા આની સાથે જ કૌટિલ્યે કોશક્ષયનાં જે આઠ કારણો નિર્દેશ્યાં છે, તે મુખ્યત્વે જે-તે ઉત્પાદનસ્થાનમાં કે અર્થસેવાના સ્થાનમાં કરવામાં આવતા શક્ય આર્થિક દુર્વ્યવહારોની યાદી બની રહે છે. તે કારણો આ છે ઃ (૧) ‘પ્રતિબંધ’ (નીપજ ન થવી), (૨) ‘પ્રયોગ' (રાજકીય નાણા પર અંગત વ્યાજખોરી), (૩) ‘વ્યવહાર’ (ઉત્પન્ન માલ પર યા ધન પર વેપાર), (૪) ‘અવસ્તાર’ (અવધિભંગ-?), (૫) ‘પરિહાપણ’ (ઘટાડો), (૬) ‘ઉપભોગ’ (રાજ્યના ધન કે માલનો અંગત વપરાશ), (૭) ‘પરિવર્તન’ (માલબદલી), (૮) ‘અપહાર’ (ઉઠાંતરી) . આ યાદીને મુદ્દાવાર અને સમગ્ર રૂપે સમજીએ. આ બાબતો મુખ્યત્વે સરકારી આર્થિક અભિક્રમો(enterprise)ને લાગુ પડતી સમજી શકાય. પરંતુ ખાનગી ઉત્પાદકોને પણ આમાંથી મહત્ત્વનું માર્ગદર્શન મળતું હોઈ તેમાં પણ આ કારણો ધ્યાનમાં લેવાતાં હશે. આમાંના કેટલાક મુદ્દા ઉત્પાદનસ્થાનોને સીધા ન લાગુ પડતાં ઉઘરાણીની ફરજોને લાગુ પડતા જણાય છે. (૧) પ્રથમ ‘પ્રતિબંધ’રૂપ મુદ્દો છે આળસ કે બેદરકારીરૂપ અનુદ્યમમાંથી કે અલ્પ ઉદ્યમમાંથી જન્મતો. કાં તો કોઈ કરવાનું ઉત્પાદન કરવું જ નહિ, કાં તો અધૂરી પ્રક્રિયા કરી ઉત્પાદન પૂર્ણતાએ ન પહોંચાડવું – કાચી સામગ્રી વેડફવી, કાં તો માલના યોગ્ય સંચયના અભાવે તેનો નાશ થવા દેવો. ૨૨૭ (૨) ‘જર જોઈને મુનિવર ચળે' એ ન્યાયે વિશાળ સંસ્થાનું વિપુલ સંચિત ધન જોઈને જાતે જ પોતાના મનને દઢસંસ્કારબળે લાલચથી મુક્ત રાખનાર કર્મચારી વિરલ જ હોય છે. ‘મનુસ્મૃતિ’ સાચું જ કહે છે : “ચોખ્ખો માણસ મળવો મુશ્કેલ છે” (ટુર્નામો હિ ન્રુત્તિર્નર: -‘મનુસ્મૃતિ' ૭.૨૨). ઉપલા અધિકારીઓના પ્રમાદનો ગેરલાભ લઈને, તેમની આંખમાં ધૂળ નાખીને કે તેમની સાથે લાભની ભાગીદારીરૂપ સાંઠ-ગાંઠ કરીને પણ કોઈ સરકારી ઉત્પાદન-સ્થાનમાં કે ઉઘરાણી-તંત્રમાં સંચિત થયેલા રોકડ ધનના નાના-મોટા અંશને ખાનગી રાહે ઊંચા વ્યાજે ફરતું કરી વ્યાજ ભોગવવું તે ‘પ્રયોગ’. “ગરજવાનને અક્કલ ન હોય” એ ન્યાયે આમ કરનારને, મોટે ભાગે, એ ભાન રહેતું હોતું નથી કે સાબદા તંત્ર દ્વારા પોતાની આવી ખાયકી વ્હેલી-મોડી પકડાવાની પાકી શક્યતા છે. પણ એમાં થતા વિલંબના પ્રમાણ મુજબ કોશને ગણનાપાત્ર ફટકો તો પડે જ. વ્યાજખાદ એ પ્રાયઃ વ્યાજપ્રથા નભાવતા સંકુલ અર્થતંત્ર દ્વારા ગણતરીમાં લેવાતું મોટું આર્થિક નુકસાન ગણાય છે. (૩) કોશગત ત્રીજું દૂષણ છે અધિકારી દ્વારા પોતાના ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા સરકારી પાકા માલનો ખાનગી વેપાર – તેને કહ્યો છે ‘વ્યવહાર'. ખૂબ મોટા જથ્થામાં પ્રાયઃ જે માલ પેદા થતો હોય, તે માલમાંના તરત ધ્યાન ન જાય એટલા જથ્થા પર આવી રમત રમાઈ શકે. આવો ભ્રષ્ટાચાર શક્ય બને બજાર કરતાં માલ સસ્તો વેચવાથી. એક રીતે આ એકકેન્દ્રી જથ્થાબંધ ઉત્પાદનની પ્રથામાંથી જન્મતું પ્રદૂષણ છે, જે પ્રાચીન કાળમાં પણ હયાત હતું ! કોશનાં વૃદ્ધિ કે ક્ષયનાં કારણોની આ આખી ચર્ચા ચિંતનશીલને પરંપરાથી રૂઢ બની બેઠેલા કહેવાતા ‘માતબર' (બલ્કે ‘માતેલા’ !) અર્થતંત્રમાં પાયાની ક્રાંતિની જરૂરત બાબત વિચારતો કર્યા સિવાય રહે એમ નથી. હા, એ માટે જરૂરી બને માનવચેતનાની પાયાની ક્રાંતિ. કૌટિલ્ય પોતે અંતરતમથી ક્રાંતિના હિમાયતી જ નહિ, રાહબર બનવાની ક્ષમતાવાળા પણ હોવા છતાં, પ્રવાહપ્રાપ્ત રૂઢ માનવપ્રકૃતિના જ સંદર્ભે આ ગ્રંથમાં તો નમ્રતાથી મુખ્યત્વે વ્યવહારુ સ્તરે ચર્ચાઓ કરે For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર': દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ છે; અલબત્ત, આમાં માનવ-સ્વભાવ સહી શકે તેવી ક્રાંતિનાં છીંડાં તો અવશ્ય ચીંધતા રહે છે! (૪) હવે જોઈએ ચોથો દૂષિત અર્થવહેવાર : “અવસ્તાર'. આની ગ્રંથગત વ્યાખ્યા કશા ઉદાહરણ કે સંદર્ભના અભાવમાં સમજાય તેવી નથી. (આ ગ્રંથનું લાઘવ અવાર-નવાર અર્થઘટનના પેચીદા પ્રશ્નો પેદા કરે છે.) શ્રી અધ્યા. કંગલે પણ આ પ્રસંગે માત્ર શાબ્દિક અનુવાદ કરી ટિપ્પણમાં નર્યું મૌન (બાંધી મૂઠી !) રાખે છે. મવસ્તારના પરસ્પર મળતા આવતા ભૌતિક અર્થો છે : ચાદર, કનાત; તંબૂ ચટાઈ. તેનો ધાતુજ અર્થ છે કશુંક ઢાંકવાની ક્રિયા કે ઢાંકવાનું સાધન. દેખીતી રીતે જ અહીં ધાતુજ ક્રિયાવાચક અર્થ – “કશુક ઢાંકવા કે છુપાવવાની ક્રિયા' – લેવાનો રહે છે. તેની કૌટિલ્યોક્ત વ્યાખ્યા આવી છે : “અધિકારી સિદ્ધ થયેલા (પાકેલા) કાળને “એ અસિદ્ધ છે' એમ બતાવે (ક્રોતિ ) અને અપ્રાપ્ત (અસિદ્ધ, નહિ પાકેલા) કાળને પ્રાપ્ત થયેલો (સિદ્ધ, પાકી ગયેલો) બતાવે તે'. ટીકાકારો બંધબેસતો અર્થ આપવાની દષ્ટિએ આ દૂષણને સરકારી કર-ઉઘરાણી-તંત્ર સાથે સાંકળે છે. કર-ઉઘરાણીનો સમય થઈ ગયો હોય ત્યારે “તે નથી થયો” એમ કહીને પછી ખરેખર મોડું થયું હોઈ “મોડું થયું છે” એમ કહી ચૂક બતાવી લાંચ માગે, અને બીજી બાજુ ઉઘરાણીનો સમય ન પાક્યો હોય ત્યારે “સમય થઈ ગયો છે” એમ કહી અજ્ઞાન ભોળી પ્રજા પાસેથી ધનની વહેલી ઉઘરાણી કરી લે, યા વિલંબની વાત કહી તે બહાને દંડ કરી પોતાનું ખિસ્સે ભરે ! એ રીતે પ્રાયઃ કોશના ધનમાં આડકતરી રીતે હાનિ કરીને યા અબૂધ પ્રજાને માત્ર રંજાડીને ભ્રષ્ટ અધિકારી પોતાનું ખિસ્સે ભરે છે. આ અર્થઘટન “અવસ્તાર' શબ્દ જોતાં બરોબર બંધબેસતું નથી. અનુભવી ઉચ્ચવહીવટકાર દ્વારા આનું સાચું અર્થઘટન જાણવું જોઈએ. (૫) “પરિણાપા' શબ્દ પૂરિ + ર (ત્યજવું) ધાતુ પરથી પ્રેરકક્રિયાવાચક શબ્દ તરીકે સિદ્ધ થાય છે; તેથી શબ્દાર્થ થાય “ચોપાસથી (પરિ) ઘટાડવું. કોઈ અર્થસ્થાનમાં ચોખ્ખી રીતે નીપજેલી આવકને હિસાબના ગોટાળાઓ દ્વારા સીધી જ ઓછી બતાવવી અથવા તો તે સામે થયેલો ખર્ચ વધારે બતાવી બાકી રહેતી આવક ઓછી બતાવવી તે. આ મુદ્દામાંની આવક કોઈ ચીજના ઉત્પાદનસંબંધી પણ હોઈ શકે કે ઉઘરાણી-સંબંધી પણ હોઈ શકે. માલના સંદર્ભે નીપજેલા ભાવ અંગે ઘાલમેલ કરી ઓછી રકમ જમા કરાવવી – એમ પણ સમજી શકાય; કારણ કે માલ ઓછો પેદા થયેલો બતાવવામાં તો તે ઉપરાંત ખરેખર ઉત્પન્ન થયેલા બાકીના માલના અપહરણની વાત આવી પડે – જે માટે તો આગળ માદાર એ જુદો મુદ્દો છે જ. વળી ઉઘરાણીની કામગીરીનો સંદર્ભ હોય તો હકીકત કરતાં ઓછા લોકો પાસેથી ઉઘરાણી થયાનું બતાવી શકાય. ટૂંકમાં થયેલા ખરા ઉત્પાદનને કે થયેલી ખરી ઉઘરાણીને ઓછાં બતાવીને ખાઈકી કરવી તે “પરીપળ'. (૬) “૩ામો' રૂપ દૂષણ આમાંનાં ધનલોભજન્ય દૂષણોથી થોડી ઓછી તીવ્રતાવાળું છે, કારણ કે એમાં નીપજેલા માલનો સીધો જ જાતે કે સગાં-સંબંધીમાં થતો મફત ઉપભોગ (વપરાશ) હોય છે. સારો માલ જોઈને તે અનધિકૃત રીતે પણ વાપરવાનું મન થાય એ ધનલોભ જેટલું ખાનાખરાબી કરનારું અને નિત્ય વધતું જનારું દૂષણ નથી. ઉપભોગની તો શારીરિક મર્યાદા આપોઆપ આવી જાય. અન્યોને પણ ઉપભોગ અર્થે આપવાની મર્યાદા, પોતાના ઉપભોગને For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨ ૨૯ સલામત રીતે ગુપ્ત રાખવાની દૃષ્ટિએ – આંખે ન ચઢી જવાની દૃષ્ટિએ – પણ આપોઆપ આવી જાય. અલબત્ત, આ સામે ધનદંડ વસ્તુની કક્ષા મુજબ ઉચ્ચાવચ પણ ખાસ્સા ઊંચા બતાવાયા છે. (૭) નીપજેલા અસલ માલને સ્થાને અન્ય નકલી – હલકી કક્ષાનો અને સસ્તો – માલ મૂકીને અસલ કીમતી માલ ઘરભેગો કરવો તે છે પરિવર્તન' (અદલ બદલ). આમાં છેતરવાનો વધુ ચતુર પ્રયત્ન છે; તે ખાસ તો આબરૂદાર ઉત્પાદનસંસ્થાની શાખ તેના અજાણતાં જ તોડીને વેપારી-જગમાં બેદિલી અને ક્યારેક લાંબા ગાળાનો ઘાતક અવિશ્વાસ પણ જન્માવી શકે. ધનહાનિ કરતાં અનેકગણી ખરાબ છે આબરૂ અને વિશ્વાસ(good-will)ની હાનિ. એ દૃષ્ટિએ આ દોષ તો સતત ચાંપતી નજર રાખી અટકાવવા જેવો અને સખત રીતે દંડવા જેવો છે. (૮) “અપહાર'-દોષ નીપજની સીધી – અલબત્ત, છૂપી – ઉઠાંતરીરૂપ જ છે. તે ‘પ્રતિબંધ એ પ્રથમ દોષથી ઊલટું અને વધુ ઘાતક સ્વરૂપ ધરાવે છે. ત્યાં આળસ અને પ્રમાદ છે, અહીં વધારે પડતો, પણ અવળો ઉદ્યમ છે ! એમાં બે પ્રકારે લૂંટ શક્ય હોવાનું સૂચવાયું છે : (૧) થયેલી માલની કે ધનની નીપજ ગોટાળા વાળીને – ખોટા અહેવાલો વગેરે દ્વારા – સંસ્થાને સોંપવી નહિ, અથવા (૨) બીજી બાજુ વસ્તુ પેદા કરવામાં કે ઉઘરાણી કરતી સંસ્થાના સંદર્ભે ધનની ઉઘરાણી કરાવવામાં, જે-તે કામ કરી ચૂકેલ હકદાર વ્યક્તિને ચુકવવાપાત્ર મહેનતાણું હોય તે ગોટાળા વાળીને ખરેખર ચુકવવું નહિ, ને મૂળ સંસ્થાને ચુકવાયાનો ખર્ચ બતાવી એવું ધન ઘરભેગું કરવું! આ બીજો પ્રકાર એ રીતે પણ સંભવે કે સંસ્થાના મુખ્ય હિસાબનીશે માલના વેચાણની આવકમાંથી થયેલ ખર્ચ બાદ કરીને વધેલી જે ચોખ્ખી સિલક (“નવી' - balance) સંસ્થાના મુખ્ય અધિકારી પાસે જમા કરાવી હોય, તે એ અધિકારીએ રાજયકોશમાં જમા ન કરાવવી. આ દોષ ખૂબ ગંભીર પ્રકારનો હોઈ ઉચાપત કરાયેલી રકમથી બારગણો દંડ સૂચવાયો છે ! કોશની વૃદ્ધિ કરનારાં અને ક્ષય કરનારાં પરિબળોની આ બંને યાદીઓમાં બીજાં ઘણાં વધારાનાં વાસ્તવિક પરિબળો ઉમેરી શકાય તેમ છે. આ અપૂર્ણતાનું સંભવિત વ્યવહારુ કારણ એ જણાય છે કે આ બંને યાદીઓ ગોલમાલ કરાયેલાં માલ કે ધનને પાછો કેમ મેળવવા તેને લગતા પ્રકરણના સંદર્ભે અપાઈ છે. આ અધ્યાયનો મુખ્ય વિષય છે ઉત્પાદકસંસ્થાના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા ઉચાપત કરાયેલા માલને કે ધનને સમગ્રપણે કે મહદ્ અંશે રાજયતંત્રની સ્થાયી તકેદારી-સંસ્થાઓ (vigilance organisation) દ્વારા કે જે-તે ઉત્પાદનતંત્રની વિશેષ કાનૂની જોગવાઈઓ દ્વારા કાયમી રીતે રાષ્ટ્રવ્યાપી ધોરણે પાછાં મેળવવાં તે. સંકટ-સમયની સાંકળ જેવા કોશરૂ૫ રાજયાંગને ક્ષીણ થતું રોકવાનો આ પણ એક ખૂબ મહત્ત્વનો ઉપાય છે. વળી ખોટી વાત સાથે બાંધછોડ એ રાષ્ટ્રજીવનની ખાનાખરાબી નોતરનારું એક મોટું છિદ્ર બની રહે. અહીં આ અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા ગોલમાલ માટે અજમાવાતા અનુભવાશ્રિત ચાલીસ યુક્તિપ્રકારો બતાવ્યા છે. તેનો પાયો છે. માનવસ્વભાવની જલ્દી ન છોડાવી શકાય એવી સાર્વત્રિક For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩) કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ નબળાઈમાં. માનવપ્રકૃતિની પાયાની સુધારણાનું કામ તો ઋષિઓ, આચાર્યો વગેરે ઉચ્ચ સાધક-વર્ગ પર અને ગામ-ગામના સંસ્કાર અને જ્ઞાનથી સજ્જ સજ્જનોના સંગીન શિક્ષણકાર્ય પર નિર્ભર છે. જયાં સુધી એવું માનવચેતનાની વાટ સંકોરનારું શિક્ષણકાર્ય સમાજમાં બરોબર ગોઠવાયું ન હોય કે પ્રભાવશાળી ન બન્યું હોય, ત્યાં સુધી કાંઈ સમૃદ્ધ કોશનાં ફળોથી આખા રાષ્ટ્રને વંચિત રહેવાનું તો ન જ પરવડે. તેથી મનુષ્યની સહજ ભય-સંજ્ઞા અને ઊંડ-ઊંડે પડેલી પાપભીરુતાને ધ્યાનમાં લઈને ગરવા કાનૂનો કે સિપાઈતંત્રીય બળપ્રયોગ દ્વારા ખોટું કરનારને અટકાવવારૂપ અને ડારવારૂપ પ્રશાસન-કર્મ રાજયસંસ્થાને માટે કર્તવ્યરૂપ બને છે. જે રાજયમાં પાયાના પ્રશાસકોની પૂર્ણ જાગૃતિને કારણે વ્યાપક ભ્રષ્ટાચારને ઊગતો જ ડામવાની ધિંગી-સાબદી અનુભવસિદ્ધ વ્યવસ્થાઓ સતત ક્રિયાશીલ રહે છે, તે રાષ્ટ્ર પોતાના ધ્યેયરૂપ ‘અર્થની નિત્યની આવશ્યક સિદ્ધિઓથી વંચિત રહેતું નથી અને સરવાળે “પ્રામાણિકતા જ સમૃદ્ધિની માતા છે” (Honesty is the best policy) એ ચિરંજીવ સંદેશ સારા-નરસા સર્વ દેશવાસીઓને આપી પ્રજાનું નૈતિક સ્તર પણ વ્યાપકપણે સુધારે છે. ઉચાપતના ચાલીસ ઉપાયોની યાદી કૌટિલ્યને ઘણે ભાગે પૂર્વપરંપરાથી જ મળી હોવી જોઈએ. જે રાષ્ટ્રમાં સદીઓ-જૂની પ્રામાણિક શાસકોની પરંપરા જીવંત રહી હોય, તેની નજરમાં ને બુદ્ધિમાં બધી દુર્જનલીલાઓ પણ વહેલી-મોડી તંતોતંત પ્રતિબિંબિત થયા વગર ન જ રહે. ધાર્મિક સ્તરે એવો માર્મિક બોધ અપાય છે કે જે કોઈ મનુષ્ય એકાંતમાં પાપ કરીને એમ સમજતો હોય કે “અહીં મને કોઈ જોતું નથી, એટલે મારા પાપની કોઈને ખબર નહિ પડે”, તો ખરેખર ત્યાં પણ ઈશ્વર (કે અટલ કર્મનિયમ) તો સાક્ષી હોય જ છે, અને સરવાળે પાપ છૂપું રહી શકતું જ નથી. ખરેખર તો જાગૃત, સંયમી રાજ્યશાસન આવા વ્યાપક ઈશ્વરતત્ત્વનું જ માનવસમાજમાં મૂર્ત થયેલું જાજરમાન (પ્રતિભાશાળી) સ્વરૂપ છે. કૌટિલ્યના કાળમાં જાગૃત પ્રશાસનો દ્વારા ચાલીસ ગોલમાલ-પ્રકારો ધ્યાનમાં આવ્યા હશે, તો કદાચ આજના વધુ જાગૃત હોય એવાં લોકશાહી પ્રશાસનો સમક્ષ ચારસો કે તેથી પણ અનેક-ગણા વધારે ભ્રષ્ટાચારો ધ્યાનપાત્ર બન્યા હોય. આ બધાને ગણનાપાત્ર રીતે કાબૂમાં લેવામાં પ્રશાસન જાગૃત સમાજના વ્યાપક ટેકાની જરૂર ચોક્કસ અનુભવે છે. જો સજ્જનો અને જીવનનિષ્ઠ-પ્રજાનિષ્ઠ જ્ઞાનીઓના સાતત્યયુક્ત પ્રયત્નથી રાષ્ટ્રની સમગ્ર સંસ્કૃતિના અંગરૂપ સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય, કળાવિષયક વહેવારોમાં સત્યની ગરવી ઉપાસના નવા-નવા રૂપે ખીલતી હોય, તો તેની સમગ્ર અસર રૂપે રાષ્ટ્રમાં સાચું, સરળ, સમૃદ્ધ જીવન જીવવાની તમન્નાનું જ વ્યાપક પ્રાધાન્ય સ્થપાતું હોઈ થોડી પણ વ્યાપક અને સાતત્યયુક્ત સામાજિક જાગૃતિથી ખૂંખાર પણ અલ્પસંખ્યક એવાં અસામાજિક તત્ત્વોને પણ વશમાં આણવામાં રાજયતંત્રની દઢતા અને કાબેલિયત પ્રાયઃ સંતોષકારક સફળતા પામ્યા વગર રહેતી નથી. આ સ્થિતિમાં નવો-નવો કોઈ બૂરાઈ-પ્રકાર પણ ન અજાણ્યો કે વણપરખાયેલો રહે કે ન ઉકેલાયા વગર રહે. મૂળમાં નર્યો સાંસ્કૃતિક એવો આ શુદ્ધિ-સંકલ્પ વિનીત રાજ્યતંત્ર દ્વારા જુદી-જુદી રીતે સાકાર થઈને કાર્યસદ્ધિમાં પરિણમતો રહે છે. રાજયનું સ્થાયી, વૈવિધ્યપૂર્ણ, વ્યાપક, સતત ચકાસાતી અને પોષાતી રહેતી વફાદારીવાળું, હિંગી લોકશક્તિ પર ઊભેલું ગુપ્તચરતંત્ર આ સંકલ્પના ખમતીધર For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૩૧ પાયારૂપ પ્રથમ મૂર્ત સ્વરૂપ છે. વળી નરવી ઉદ્યમપ્રિય પ્રજામાં વ્યાપક રીતે પડેલી અસત્ય સામેની દાઝ અને તેને ઉઘાડું પાડવાની નિઃસંશય કર્તવ્યબુદ્ધિ અને તમન્ના પણ એનું એવું જ પાયાનું મૂર્ત સ્વરૂપ છે. આ ભૂમિકાના અન્વયે કૌટિલ્ય કહે છે કે કોઈ પણ એક ભ્રષ્ટ વ્યવહાર અનેકોના છૂપા સહકારથી જ શક્ય બને છે. એ દષ્ટિએ આવા સહકારીઓમાંના એક-એકની આકરી ઊલટતપાસ થવી જોઈએ, જેથી આવા સહકાર આપવા સામેનો કાયમી ડારો મુલ્કમાં ફેલાય. વળી આવી ખોટી સાંઠ-ગાંઠને ન્યાયી અને સમર્થ એવી ભેદનીતિથી, એવી ભ્રષ્ટતામાં અજ્ઞાનથી સક્યોગ આપનારાઓને “જૂઠ સાથેની મૈત્રીનાં ફળ વિષયુક્ત હોય છે એનું ભાન કરાવી ભ્રષ્ટાચારીઓથી અલગ પાડી, તેમને તેમનાથી સાવચેત કરી, થયેલા ભ્રષ્ટ વહેવારને ઉઘાડો પાડવામાં તેમનો કીમતી સાથ મેળવી શકાય છે. ભ્રષ્ટાચારીઓ થાક પણ બેઠા શુદ્ધ સંકલ્પથી નિત્ય સ્કૂર્તિ દાખવતું તંત્ર ન થાકે એવું સાબદું, ધીર અને લોકસ્વભાવ સાથે રમત રમી જાણનારું હોય. આવું ખમતીધર તંત્ર માનવસ્વભાવની ઉત્ક્રાંતિમાં ઘણો મહત્ત્વનો ફાળો આપી શકે, સંસ્કૃતિનું જયોતિર્ધર બની શકે. સમર્થ તંત્રે તો વ્યાપક અભય સ્થાપી ભ્રષ્ટ વહેવારથી નુકસાન પામેલાઓને રાજ્ય સમક્ષ ન્યાયતંત્ર દ્વારા ફરિયાદ કરવા પણ પ્રેરવા જોઈએ, પોરસાવવા જોઈએ, અને તેમને થયેલી હાનિ ગુન્હેગાર પુરવાર થયેલ વ્યક્તિ પાસેથી ભરપાઈ પણ કરાવવી જોઈએ અને વધારામાં ગુન્હેગારને આકરો દંડ પણ થવો જોઈએ. વળી અનેક આરોપોને નકારતા આરોપીનો એકાદ આરોપ પણ સાચો ઠરે તો બાકીના આરોપો પણ સાચા હોવાની સંભાવના કરીને આગળની પાકી-પૂરી કાર્યવાહી કરવી જોઈએ. જાહેર હિત અર્થે તંત્રને ભ્રષ્ટાચારની સચ્ચાઈપૂર્વકની જાણ કરનાર (સૂક્ષ) રાષ્ટ્રપ્રેમીના ઉત્સાહને રાજયતંત્રે રક્ષવો અને પોષવો ઘટે. એને આરોપીની સંભવિત વેરવૃત્તિ સામે પાકું રક્ષણ (અવસ્થા) આપવું. વળી એની ફરિયાદ સાચી ઠરે તો સિદ્ધ (પુનઃપ્રાપ્ત) થયેલી વસ્તુના મૂલ્યનો છઠ્ઠો ભાગ તેને બક્ષિસ તરીકે આપવો. બતાવ્યા કરતાં ઓછી ખાયકી પુરવાર થાય તો પણ તેનો વાજબી અંશ ભેટ તરીકે આપવો. તો તેથી ઊલટું, માત્ર વેરબુદ્ધિથી ખોટી ફરિયાદ કરનારને, તે ફરિયાદ ખોટી હોવાનું પુરવાર થયે આકરો દંડ કરવામાં પણ પ્રમાદ ન કરવો, જેથી ઝેરીલા માણસોમાં આવાં જૂઠાણાં ઉડાડવા સામે ડારો ઊભો થાય. બીજી બાજુ, આરોપો સિદ્ધ થયાના તબક્કે જો ગુન્હેગારની ચઢવણીથી મૂળ ફરિયાદી ભય કે લાલચનો માર્યો પોતાની ફરિયાદ પાછી ખેંચી લે અથવા ભાગતો ફરે, તો રાષ્ટ્રના અસામાજિક તત્ત્વ સાથેની તેની તત્કાલીન અને ભવિષ્યની પણ સંભવિત સાંઠગાંઠ ડામવા તેને આકરામાં આકરી (વધની !) સજા કરવી એમ પણ કહેવાયું છે. આમ તંત્રની અને પ્રજાની સંયુક્ત જાગૃતિથી સરવાળે ભ્રષ્ટ અર્થ-વ્યવહારો આદિ પ્રત્યેનું, રાહ ભૂલેલાં પ્રજાઘટકોનું આકર્ષણ ઘટાડીને “સરવાળે પ્રામાણિકતા જ સર્વની સાચી સમૃદ્ધિ વધારનારો જયવંતો સામાજિક ગુણ છે' તેવી સમજણ પ્રસારવી તેવો કૌટિલ્યનો સાંસ્કૃતિક આશય અહીં પરખાય છે. સર્વદા મનુષ્યની દર્શનશુદ્ધિ પણ સાધતાં જઈ સંસ્કૃતિ પોષક વહેવારો સ્થાપવા એ પાયાની વાત પણ ભારતીય રાજધર્મચિંતકોના મનમાં દઢ થયેલી હતી. For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ કરનીતિ : પ્રાયઃ કૌટિલ્યની અતિવ્યસ્તતાને કારણે ‘અર્થશાસ્ત્ર' ગ્રંથમાં રાજયતંત્ર અંગેના કેટલાંક નાનાં પાસાંઓનું અલાયદું નિરૂપણ છૂટી ગયું હોય એવું બને છે. ઉપર્યુક્ત પાસા બાબત પણ એમ બન્યું લાગે છે. આવા વિષયોને લગતાં પણ પાયાના સિદ્ધાંતો કે તારણો વેર-વિખેર રીતે ગ્રંથમાંના બીજા વિષયોની ચર્ચા સાથે લગભગ રજૂ થયેલાં જોવા મળે છે. કરનીતિ વિષેના પણ માર્ગદર્શક સિદ્ધાંતો એવી રીતે વેરાયેલા પડ્યા છે. કદાચ કર-ધોરણો દેશકાળ પ્રમાણે બદલાતાં રહેતાં હોવાથી જુદાંજુદાં કરનાં ધોરણો આંકડાકીય રીતે નથી આપ્યાં. “મહાભારત'ના ‘શાંતિ-પર્વ' અંતર્ગત રાજધર્મપર્વમાં કરનીતિ વિષે વિસ્તૃત અલગ ચર્ચા મળે છે. કરનિર્ધારણ અંગે બંને છેડાના અતિરેકો ટાળતી પ્રજાભિમુખ નીતિ ઇષ્ટ લેખાઈ છે. ખેતી, પશુપાલન, હુન્નર, વેપાર કે વિવિધ સેવા-વ્યવસાયો પર કુલ મળતરના અમુક પરંપરાગત ઉચિત ઠરાવાયેલા ‘ભાગ' (અંશ)રૂપ કર લેવાતો. કોશ ખાલી થઈ જવાની કટોકટી પ્રસંગે યોજવાના ઉપાયોની ચર્ચા અગાઉ કરવામાં આવી છે, તેમાં આ કારધોરણ પ્રાસંગિકરૂપે વધારવાની વાત પણ આપણે જોઈ છે. એવો કર ન બળજોરીથી વસૂલ કરવો, ન ફરી-ફરી – એ પણ જોયું. પ્રજાની આર્થિક શક્તિ સંતોષકારક રીતે નિર્માણ થાય તે જોવાની રાજયની ફરજ ગ્રંથમાં વારંવાર સ્વીકારાયેલી જોવા મળે છે. એથી “જનપદસ્થાપના' પ્રકરણ (અધ્યાય-ક. ૨.૧)માં પણ નવા જનપદસ્થાન(વસાહત)માં સ્થાયી થવાની પહેલ કરનારને શરૂઆતમાં બે પાંદડે થવા દેવા માટે તે-તે વ્યક્તિ કે પરિવારના પ્રવેશ-કાળથી માંડી અમુક સમયગાળા સુધી કરમુક્તિ (રિદાર) આપવાની નીતિ, આજની સરકારોની જેમ, અપનાવવા ભલામણ કરાઈ છે. વળી સાધનહીન સ્થિતિમાં આવેલા પરિવારોને યોગ્ય મર્યાદામાં રાજ્ય તરફથી શરૂઆતમાં અનુદાન (અનુપ્ર) કરવાની પણ ભલામણ છે. ત્યાં પણ, આપણે જોયેલું તેમ, સ્પષ્ટ કહેવાયું છે કે સરવાળે કોશને ચોખ્ખી હાનિ (૩૫ધતિ) કરે તેવા પરિહાર અને અનુગ્રહ ન કરવા; સરવાળે એ પામનાર પ્રજાજનોની ક્ષમતા બંધાતાં તેમના આર્થિક અભિક્રમો કોશની પણ સ્થિર વૃદ્ધિમાં પરિણમવા ઘટે. વાવણીરૂપ સુપાત્રદાન જ કર્તવ્ય ગણાય; દેશકાળ જોયા વિનાનું અપાત્રદાન નહિ. આજની સરકારોમાં બેઠેલા રાષ્ટ્રભક્ષક વડેરાઓ કોશના ભોગે પોતાનાં ઘર ભરાય તે રીતે માતબર અને માતેલા સાંઢ જેવા ઉદ્યોગ-સમ્રાટોને અનુગ્રહ-પરિહારની ભેટ ધરે છે, અને ખરેખરા જરૂરતમંદ સામાન્ય જનને ભિખારી બનાવતા જાય છે ! કરસંબંધી એક વૈકલ્પિક વ્યવસ્થા પણ કરનીતિની માનવીયતા બતાવે છે. જે વ્યક્તિ પોતાને ભરવાપાત્ર થતો કર રોકડમાં ન ભરી શકે તેમ હોય, તે કરને સ્થાને તેનું સાટું વાળવા રાજયના કોઈ ને કોઈ કામ માટે શ્રમદાન કરે; તેવી વ્યક્તિ R-પ્રતિર (કરના સાટે શ્રમશક્તિ આપનાર) કહેવાય છે. ઉભય પક્ષે વધુ ગુણકારી બની રહેનારો કેવો સુંદર વિકલ્પ ! પ્રજાની વિવિધ વાસ્તવિક સ્વયંભૂ શક્તિઓ આખા મુલ્કના ખૂણે-ખૂણે જાગતી રહે, ખીલતી-વિકસતી રહે તેવી સંગીન શાસન-વ્યવસ્થા ઉપજાવીને પ્રજાની વૃદ્ધિ પામેલી તે શક્તિના જ અંશ તરીકે કર ઉઘરાવવો એ ખૂબ ન્યાયી વ્યવસ્થા છે. For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૩૩ બીજી બાજુએ છતી શક્તિએ પ્રમાદ, અતિલોભજન્ય કપટીપણું ઇત્યાદિ કારણે કર આપવાનું ટાળનારને બરાબર ઠેકાણે લાવીને એની પાસેથી તંતોતંત કરવસૂલાત કરવી એ પણ પાયાનું રાજયકર્તવ્ય છે; નહિતર પ્રામાણિકો વધુ ને વધુ દંડાય અને અપ્રામાણિકો રાજયકોશનું છિદ્ર બની મહાલતા રહે. એવું દુષ્ટનિગ્રહ વગરનું વૈષમ્યપોષક શાસન કાળક્રમે સ્વયં ઉશ્કેરાયા વગર રહે નહિ. આ દષ્ટિએ જ અગાઉ જોયા પ્રમાણે રાજ્યતંત્રના ખૂબ મહત્ત્વના ઘટકરૂપ ઉચ્ચતમ વિકાસઅધિકારી તરીકે “સમાહર્તા'ના પદનું આયોજન કરાયું છે. પદનું નામ જ “સારી રીતે ઉઘરાણી કરનાર' એવો ધનપરક માર્મિક અર્થ ધરાવે છે. રાજ્યતંત્રે સુચિંતિત રીતે નક્કી કરેલા કરો, લાગાઓ વગેરેની પૂરી ચુસ્તતાથી ઉઘરાણી કરવી એ રાજયતંત્રની કસોટીરૂપ ખૂબ મહત્ત્વની અને પાયાની કામગીરી છે - બહુફળદાયી કામગીરી છે. ખરેખર બધી રીતે સાબદી, કસાયેલી ને કામઢી રાજયસત્તા જ પોતાની બેઠી પ્રતિભાથી પ્રજામાં વ્યાપકપણે સહજ ડારો પેદા કરીને પોતાનું છિદ્રરહિત ઉઘરાણીતંત્ર ગાજતું રાખે છે, જેથી બરોબર બજવણી પામતા આકરા દંડવિધાનથી બચવા પ્રામાણિકતાથી કરી ભરી દેવામાં જ ભલભલા ભૂંડાઓ પણ સલામતી જુએ છે. “મહાભારત'માં નવી બનેલી ઇન્દ્રપ્રસ્થનગરીમાંથી પ્રવર્તેલા યુધિષ્ઠિરના સુશાસનના વર્ણનના આરંભે જ કરોની સંગીન વસૂલાત(વત્નીનાં સંસ્થાન)નો મુદ્દો પણ ખાસ ચીંધવામાં આવ્યો છે. એટલે સમાહર્તપદમાં એવી સંભાવના ભરવામાં આવી છે કે પ્રદેષ્ટા, સ્થાનિક, ગોપ આદિ તેના તાબા હેઠળના કાર્યકરજાળ દ્વારા કરવસૂલીમાં પડતાં છીંડાંઓની ભાળ સતત થતી રહે અને એ સામે શક્તિશાળી ઉપાયોથી છીંડાં પુરાતાં પણ રહે. વળી કરવસૂલીમાં, પ્રત્યેક વસતીમાંના પ્રત્યેક પરિવારનું થતું ઝીણવટભર્યું આર્થિક, સામાજિક નિયમિત સર્વેક્ષણ પણ ચોક્કસ મદદરૂપ થાય. જનપદના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પરસ્પર-સંબંદ્ધ આંતરપ્રવાહો પર વાજબી ચોકીદારીમાં, વફાદાર અને કાર્યદક્ષ એવું વૈવિધ્યપૂર્ણ ગુપ્તચરતંત્ર પણ ખૂબ મહત્ત્વનો ફાળો આપે છે. ખેતી, પશુપાલન, હુન્નર, ઉદ્યોગ, વેપાર, વ્યાવસાયિક સેવાઓ એ બધી પ્રજાકીય આર્થિક પ્રવૃત્તિમાં કઈ વ્યક્તિ કે કયું જૂથ ઉપાર્જન અને સંપન્નતામાં ક્યાં ઊભાં છે તેની જાણકારી આવા ખુલ્લા અને વિકેન્દ્રિત અર્થોત્પાદનોવાળા પ્રત્યક્ષ સમાજમાં લાંબો સમય છૂપી રહી શકતી નથી. અગાઉ વહીવટીતંત્રની ચર્ચાના અન્વયે સમાહર્તાનાં કાર્યો વિચારતાં રાજયતંત્રની આવકના સાત સ્રોતો પૈકી વળHથ ને પણ એક સ્રોત ગણાવેલો જોયો હતો. રાષ્ટ્રમાં વેપાર પણ એક ખૂબ મહત્ત્વની પ્રવૃત્તિ તરીકે એ પ્રાચીનકાળમાં પણ બરોબર સ્થપાયેલો હતો, જેનાથી પ્રજાજીવન પણ વિશેષ સુવિધાપૂર્ણ બનતું હતું. વેપારની પ્રવૃત્તિ કરનારાઓમાં, વિવિધ દેશ-પ્રદેશોમાં માલની હેરફેર કરનાર હિંમતબાજ, કાઠી છાતીવાળા, ચતુર શાહ-સોદાગરોનો પણ એક મોટો ગણનાપાત્ર વર્ગ હતો. આવા વેપારનું સ્થળ ધ્યેય તો રહેતું અંગત નફારૂપે મળતું અતિવિપુલ ધન. અનેક હિંમતબાજ, કે પોતે ધંધાચતુર હોવા છતાં હિંમતે કાચા કે કાચાપાકા એવા વિવિધ વેપારીઓને દૂરનાં સ્થાનોમાં વેપાર કરવામાં સરળતા રહે તે માટે મોટા વ્યવસ્થિત સમુદાયરૂપે પણ વેપારીઓ વેપાર કરવા નીકળતા, જેને “સાર્થ' (કાફલો) કહેતા. આવા સમુદાયમાં અનેક માનવગુણો કે સામુદાયિક સક્યોગિતાના અને સામાજિકતાના ગુણો પણ નમૂનાપાત્ર સ્વરૂપે જરૂર પ્રગટતા હતા અને અનેક પ્રદેશો સાથે તેમના દ્વારા સ્થાયી મૂલ્યવત્તાવાળી સાંસ્કૃતિક આપ For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ લે પણ થતી. છતાં લોભની પ્રેરણા પણ તેમના વ્યવસાયના સ્વરૂપ અનુસાર વત્તે-ઓછે અંશે રહે જ. હવે રાજ્યતંત્ર દ્વારા જે વણિક્ષથો આ વેપારપ્રવૃત્તિને દૃઢ પાયો એટલે કે પાયાનું સુવિધામાળખું પૂરું પાડવા કાયમી ધોરણે નિર્માણ અને નિભાવ પામતા, તેના ખર્ચને સરભર કરવા આ માર્ગોનો વેપારી ઉપયોગ કરનારાઓ પાસેથી શુલ્ક એટલે કે વેપાર માટેનો માર્ગવેરો ‘શુલ્કાધ્યક્ષ' નામના ઉચ્ચ મુખ્યાધિકારીની કુશળ રાહબારીમાં પ્રવૃત્ત રહેતા અલગ તંત્ર દ્વારા વસૂલ કરાતો. માલનાં જાત, જથ્થો ઇત્યાદિ પાસાં મુજબ ઉચ્ચાવચ શુલ્ક નક્કી કરાય. એની વસૂલી અચૂકપણે થાય અને એને ટાળવા કે એમાં ઘટાડો કરવા માટેનાં શક્ય વિવિધ કપટો, છેતરપિંડીઓ ઉઘાડાં પાડવા માટેનાં સ્થાયી નાકાં પણ માર્ગો પર રહેતાં. ‘શુલ્કાધ્યક્ષ’નાં આ બધાં કર્તવ્યોનો વિચાર અધ્યાય ક્ર.૨.૨૧, ૨૨માં મળે છે. આજના ઑક્ટ્રોય જેવો એ કર જણાય છે. આ કરની જવાબદારીમાંથી પ્રજા માટે પાયાની આવશ્યકતારૂપ ચીજોને કે ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં મહત્ત્વ ધરાવતી ચીજોને મુક્તિ પણ અપાતી. બાકીની ચીજોના વેપારીઓ દ્વારા જે અનેક અટપટી યુક્તિઓ થતી, એનાં વર્ણનો પણ આવા રાજનીતિના કે ધર્મશાસ્ત્રના ગ્રંથોમાં મળે છે. એવાં કપટોને શુલ્કતંત્રના વિવિધ કર્મચારીઓ દ્વારા, જરૂર પ્રમાણે ગુપ્તચરોના વ્યાપક સહયોગથી ઉઘાડાં પાડી આકરા દંડ સાથે શુલ્ક વસૂલ કરાતાં. એમાં શિથિલ હોય એવા રાજ્યતંત્રનો જયવારો અવશ્ય ટળે; કારણ કે એનો કોશ ઘસાતો જાય. ૨૩૪ કૃષિ-પશુપાલન-પ્રધાન અને ગ્રામપ્રધાન સમાજમાં કૃષિ અને પશુપાલનની આવકો પર પણ નિયત રાજભાગ કે કર લેવાતો એ પણ અહીં ફરી ભારપૂર્વક નોંધવું જોઈએ. જો આમ ન કરાય તો કોશને ભારે મોટો ફટકો પડે. આ ઉપરાંત રાજ્ય તરફથી જે કેટલીક વ્યાપક જાહેર સેવાવ્યવસ્થાઓ કરાય છે, તે પર પણ સેવા વાપરનારા પાસેથી કરરૂપ રકમ લેવાય છે; દા.ત. રાજ્યની નૌકાસેવા, વિણપથો પર લૂંટારાઓથી બચવા અપાતી વળાવિયા(અતિવાહિ)ની સેવા (escort), ચોરોના સતત-ઉપદ્રવવાળાં સ્થાનોમાં ચોરોને પકડી આપવાની જે તે મુલ્ક માટેની સેવા ઇત્યાદિ. પ્રાકૃતિક, રાજકીય, સામાજિક નિમિત્તોએ જ્યારે કોઈ પ્રદેશવિશેષમાં કે આખા રાષ્ટ્રમાં પ્રજા પ્રાસંગિક આપત્તિથી ગ્રસ્ત હોય ત્યારે વ્યાપક કરમુક્તિ (પરિહાર) પણ જાહેર કરાય છે. આમ ન્યાયી કર-વ્યવસ્થા રાજા-પ્રજાને સમ-ઉદ્યમી અને પરસ્પર સહયોગી બનાવી રાષ્ટ્રની સર્વાંગી ઉન્નતિનો સ્થિર પાયો રચે છે. (૪) ગુપ્તચરતંત્ર કહેવાયું છે : “સત્યમાં સર્વ પ્રતિષ્ઠિત છે” (સત્યે સર્વ પ્રતિષ્ઠિતમ્). બાહ્ય વસ્તુ(સત્)નું ચેતનામાં પડતું યથાર્થ પ્રતિબિંબ અથવા આપ્ત ઋષિઓ દ્વારા પ્રગટ થયેલા પરમ સત્-તત્ત્વ સાથે મેળમાં હોય તેવાં વિચાર-વર્તન તે સત્ય. એવું સત્ય જ સર્વનો આધાર હોઈ જે-તે કાળે જે-તે બાબત અંગેનું સત્ય પ્રમાદ ત્યજી જાણવું જોઈએ અને એને આધારે જ કોઈ પણ વિચાર કે આચાર For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૩૫ અપનાવવો જોઈએ. તેથી “સત્ય એ જ ઈશ્વર” કે “સત્ય-નારાયણ” એવાં સમીકરણો પણ પ્રચલિત બન્યાં છે. જેવું પરમાર્થના ક્ષેત્રમાં, તેવું વ્યવહારના ક્ષેત્રમાં સત્ય તો આરાધ્ય છે જ છે – ભલે સત્યનાં જુદાં જુદાં સ્તર આવશ્યકતા અને સૂઝ પ્રમાણે તે-તે જીવનક્ષેત્રે આરાધાય. સત્ય સ્તરભેદે બાહ્ય જ્ઞાનેન્દ્રિયોથી, મનથી, બુદ્ધિથી કે આત્માથી જ્ઞાત બને છે. જ્યાં સુધી ઐહિક જીવન છે, ત્યાં સુધી આ વિવિધ સ્તરનાં સત્યો, જુદા-જુદા સંદર્ભે, અહીં બતાવેલાં જુદાં-જુદાં ઇન્દ્રિયાદિ સાધનોથી ઉપાસાવાં, અંકે કરાવા આવશ્યક છે. રાજ્યતંત્રે પણ એનાં બધાં કર્તવ્યો પાર પાડવા નિરંતર જુદાંજુદાં સત્યોનાં સિદ્ધિ અને સંગ્રહ તે-તે જ્ઞાનસાધનોથી – જેને માટે તત્ત્વવિદ્યામાં “પ્રમાણ' શબ્દ વપરાય છે ને વ્યવહારક્ષેત્રે “પુરાવા' શબ્દ વપરાય છે તેના દ્વારા – કરતાં રહેવાનું છે. આ માટે સંક્ષેપમાં કહીએ તો બહિર્મુખ અવલોકન-યત્ન અને અંતર્મુખ ચિંતનયત્ન યજ્ઞ-ભાવનાથી નિરંતર કરવાનો છે. આ યજ્ઞનું અધ્વર્યપણું એક છેડે રાજાએ ને બીજે છેડે સાબદા જનપદવાસીઓએ કરવાનું છે, અને વચ્ચે પાછું સંકુલ અધિકારી જાળ, કર્મચારીજાળ પણ એમાં પૂરેપૂરો સાથ આપવા સજ્જ રહે તે અપેક્ષિત છે. આ રીતે જોતાં, આખા રાષ્ટ્રના સત્યાધારિત સફળ પ્રવર્તન અને નિયમન અર્થે રાજા કે રાજ્યતંત્રના ચક્ષુનું (યા સર્વ બહિરિન્દ્રિયોનું) કામ કરવા માટે સહજ વફાદારી (અનુરાગ)માં સ્થિર થયેલા અને બહુવિધ કૌશલો ધરાવતા પ્રજાજનોમાંથી ખડું થયેલું રાષ્ટ્રવ્યાપી ગુપ્તચરજાળ સર્વત્ર અને સર્વદા ખપનું બની રહે છે. આ જ છે અસલ માહિતીખાતું, જેમાં માનવપ્રતિભામાંથી જ માહિતી કૌશલ (I.T.) પ્રભવે છે. વિશાળ મુલ્કમાં પથરાયેલા વિવિધ ને વિપુલ એવા પ્રજાવર્ગોના અને રાજ્યના કર્મકારોના ભૌતિક જીવન-વ્યવહારનું આવશ્યકતાનુસાર તલસ્પર્શી અવલોકન કરીને, તેને આધારે સન્માર્ગથી ચાતરી ગયેલા (શ્રુત થયેલા) સર્વ વ્યવહારોને મર્યાદામાં સ્થાપી, તેમ જ મનુષ્યોની જાણવા મળેલી એષણાઓ (ઇચ્છાઓ) અને જરૂરિયાતો પૂરી પાડવાની જોગવાઈઓ ઊભી કરીને સરવાળે પ્રજાઓનું વ્યક્તિગત, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કલ્યાણ સિદ્ધ કરવું તે છે રાજનીતિનું શાશ્વત ધ્યેય. આ માટે આવા વિશાળ પ્રજાસમૂહોના અને ખુદ રાજયતંત્રના, રાષ્ટ્રમાં સર્વત્ર પથરાયેલા કર્યકરોના નિત્યના નવા-નવા વહેવારોના યથાર્થ જ્ઞાનની જરૂર સતત રહે છે. રાજા કે રાજપુરુષો પોતે બધું જ જાતે જોવા ન જઈ શકે; તેમને તો પોતપોતાનાં પ્રવાહપ્રાપ્ત નિયમનકર્તવ્યોમાં રત રહેવાનું હોય. તેથી જરૂરી છે એક વિપુલ વિશ્વાસ્ય સેવકસમુદાય, કે જે પોતાની કુશળ ઇંદ્રિયોથી અને પોતાનાં દોષમુક્ત, પૂર્વગ્રહમુક્ત મનોવ્યાપાર કે મનનશક્તિ થકી મનુષ્યોનાં તે-તે વર્તનોની, મનોવલણોની, જે-તે હેતુ માટે ખપની બધી વિગતો ભરોસાપાત્ર રીતે રાજયતંત્ર સમક્ષ ઉપસ્થિત કરી શકે. આપણે જોયું છે તેમ કૌટિલ્ય પ્રમાણે અર્થશાસ્ત્ર તે ઇન્દ્રિયજયનું શાસ્ત્ર છે. તે મુજબ અખંડ અર્થસિદ્ધિ અર્થે સર્વત્ર, સર્વદા ઇન્દ્રિયસંયમ સ્થપાતો રહે ને જળવાતો રહે તેમાં સૌથી સમર્થ સાધન છે આ ગુપ્તચરતંત્રની ખંતીલી કામગીરી. ને ઇન્દ્રિયજયથી છેવટે સધાતાં સુફળની પ્રાપ્તિમાં પણ આ તંત્રનો ફાળો સૌથી મહત્ત્વનો છે. “પાપી પાપ પં ચૈન વહ ?” – એ ન્યાય મુજબ સંસ્કૃતિનો સૂર્યોદય પામી ચૂકેલા સમાજમાં For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ દોષોનું સેવન કરનાર દરેક વ્યક્તિના મનમાં ઊંડે ઊંડે ક્ષોભ, અથવા તો પોતે અસહાયપણે (ગીતાવચન મુજબ ઃ નજીગ્ન પ – અનિચ્છાએ પણ) ખોટું કરી રહી છે એવું ભાન પ્રાય: હોય જ છે. એથી જ દોષોનું સેવન પ્રાયઃ ગુપ્તપણે થતું હોય છે – પ્રજાજન દ્વારા યા રાજસેવક દ્વારા. (આ પણ સંસ્કૃતિનું એક સુફળ ગણાય !) પોતાના દોષને આમ ઢાંકવાનું વલણ, એવા દોષોમાંથી છૂટવાની મનુષ્યની સુષુપ્ત ઝંખનાનું સૂચક છે. આ વસ્તુસ્થિતિના અન્વયે જ કોઈ પણ સંસ્કૃતિનિષ્ઠ રાજનીતિનો પ્રયત્ન આવા દોષો ઉઘાડા પાડી, એને વિવેકી રીતે દંડીને, સરવાળે જે-તે વ્યક્તિનો સગુણ તરફનો માર્ગ સાફ અને વિજ્ઞાહિત કરવાનો જ હોય. અકાર્યની આ માંહ્યલામાં પડેલી લજ્જા જ માણસને જગાડી તેને સંસ્કૃતિના રાજમાર્ગ પર સ્થાપવાની અનુકૂળ ભૂમિકા બની રહે છે. અહીં એ પણ ચીંધવું જોઈએ કે સમાજમાં, હજી પોતાના જીવનમાં આવો સંસ્કૃતિનો સૂર્યોદય ન થયો હોય એવી વ્યકિતઓ પણ ઠેર-ઠેર જોવામાં આવે છે. એ, સમાજને તો શું, પ્રાયઃ પોતાના પરિવારને ય શત્રુ ગણતી હોય છે. કુકર્મ એનો સ્વભાવ બની રહે છે. એવાનો વિશિષ્ટપણે નિગ્રહ પણ રાજયતંત્રનું કર્તવ્ય ગણાય. મનુષ્યત્વની ઉત્ક્રાન્તિ અને લલિત ખિલવટમાં અપૂર્વ ભાગ ભજવવાની અપાર ક્ષમતાવાળા જગદ્રવ્યાપી વિવિધ ધર્મો, સવૃત્તિઓને સતત જીવંત અને મનોહર એવા નવા-નવા આકારે જનહૃદયમાં સીંચનારા, વિવિધ દેશ અને કાળમાં પાકતા રહેતા સંતોના પ્રેમપ્રધાન માધ્યમથી, માનવજીવનમાં દિવ્યતા સીંચી વ્યક્તિઓને પણ પરસ્પરાભિમુખ કરી ચૂપચાપ દિવ્ય સમાજના ઉદયનો યજ્ઞ કરી રહ્યા છે. એમાં ય પૂર્વના દેશોમાં ભારતભૂમિ નિર્વિવાદ રીતે બડભાગી ગણાઈ છે. એ ધર્મોએ કેવો ઉચ્ચ માનવસમાજ કંડારી આપ્યો છે તેની સાચી ઝલક પૂર્વગ્રહમુક્ત ચિત્તે પ્રકૃતિના પૂજક-સંરક્ષક બનીને પ્રકૃતિ વચ્ચે જીવતા જનપદવાસીઓમાં ને એમના એકંદરે સહયોગી સમાજમાં મળ્યા વગર ન રહે. આ ધિંગા સત્યને લીધે જ, કૌટિલ્ય બહુ જ ઊંચી સૂઝ-સમજથી, રાજયનાં ઘટકોમાં જનપદને, નિયામક ચૈતન્યના પ્રતીકરૂપ રાજા અને મંત્રીરૂપ બે સર્વોપકારક ઘટકો બાદ તરતનું સ્થાન, એના મહિમાને કારણે, એની અનંત ઉપકારકતાને કારણે આપ્યું છે. જનપદસમાજમાં જ્ઞાન-ભક્તિ-કર્મની ત્રિવેણીનો અપૂર્વ સંગમ, સહજપણે સમતોલ રૂપે થયેલો અનુભવી શકાય છે. તો ઉપર બતાવેલા રાષ્ટ્રવ્યાપી દોષોના નિયમનના અને શમનના કાર્યમાં રાજયતંત્રને સાથ આપવા માટે સજ્જ એવું ચુનંદું ચૈતન્યબળ જનપદમાં વ્યાપકપણે અને વિપુલ માત્રામાં પડેલું છે. (એ માટે પરદેશના જ્ઞાનને કે પરદેશીઓને, માત્ર તેનાથી ઉપરછલ્લી રીતે અંજાઈને, સ્વરાષ્ટ્ર પર ઠોકી બેસાડવાની જરૂર ઊભી થતી નથી.) ઉપર્યુક્ત રાષ્ટ્રવ્યાપી દોષોના અધિકૃત જ્ઞાન માટે આવાં, સૃષ્ટિ અને સમાજ તરફ જ્ઞાનપૂર્ણ ભક્તિ ધરાવતાં જાનપદ (જનપદવાસી) નરનારીઓને પ્રેમાદર સાથે રાજસેવક બનવા નોતરી, તેમને ગુપ્તચર્યા દ્વારા રાષ્ટ્રના ખૂણે-ખૂણે પડેલા દોષો ઉઘાડા પાડવાના પાયાના કામમાં સ્થાયી રૂપે જોતરવા તે દૃષ્ટિસંપન્ન રાજ્યતંત્રની ફરજ બની રહે છે. વળી આવું સ્વદેશી પ્રજાકીય ગુપ્તચરતંત્ર રાષ્ટ્રની દોષશોધનપ્રક્રિયામાં એકંદરે મોટા ભાગની નવી પ્રજાનો પણ ટેકો અને સાથ અવશ્ય પામે છે. For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૩૭ અર્થશાસ્ત્રમાં કેટલાક આખા અધ્યાયો દ્વારા, કેટલાક અધ્યાયોના અમુક અંશો દ્વારા, તેમ જ આખા ગ્રંથમાં આવશ્યકતા મુજબ થતા રહેતા વિશિષ્ટ પ્રાસંગિક ઉલ્લેખો દ્વારા કૌટિલ્યની ગુપ્તચરતંત્ર અંગેની સમગ્ર વિભાવના જાણી-સમજી શકાય છે. એ વિભાવના કૌટિલ્યની સ્વકલ્પનાની જ નથી, પણ પ્રાચીન ભારતવર્ષનાં વિકસિત રાજયતંત્રોમાં વાસ્તવિક રીતે ઊપસી આવેલાં પ્રૌઢ, નમૂનેદાર, ગુપ્તચરતંત્રોના જ્ઞાનમાંથી અને વળી પોતે પ્રાસંગિક રીતે પ્રયોજેલા રાજનૈતિક કાર્યકલાપને આધારે પણ નીપજી આવેલી છે. કૌટિલ્ય તેને અનુમોદનપૂર્વક પુરસ્કારી છે. આને લગતી આખા ગ્રંથમાંની વિવિધ વિગતો વાગોળતાં, સુજ્ઞ જનના ધ્યાનમાં તરત આવે એવું રસપ્રદ પાસું એ છે કે રાજયતંત્રનું કદાચ સૌથી વધુ વિપુલ રોજગાર આમપ્રજાને પૂરા પાડનારું આ ખાતું છે. આ પ્રકારનું આયોજન કોઈ પણ રાજ્યતંત્રની કેવી ઊંડી અને વ્યાપક પ્રજાનિષ્ઠા અને પ્રજાવત્સલતા હોઈ શકે એનો પ્રખર પુરાવો પૂરો પાડે છે. નિરક્ષર, ગ્રામીણ કે આદિવાસી વિવિધ તળ-પ્રજાઓમાં મન-બુદ્ધિ-શરીરની કેટકેટલી વિપુલ, રચનાત્મક, રાષ્ટ્રતારક શક્તિઓ પડેલી છે એ અંગેની રાજ્યતંત્રના રાહબરોમાં પડેલી ઊંડી સૂઝ પ્રાચીન ભારતીય રાજનીતિના આ પ્રકૃષ્ટ ગ્રંથમાંનાં, આ તંત્ર અંગેનાં વર્ણનો પરથી સુપેરે ઊપસી આવે છે. પ્રજામાં ધ્યેયસિદ્ધિ અર્થે તે-તે ચોક્કસ સામાજિક, વ્યાવસાયિક, ધાર્મિક, લૈંગિક (સ્ત્રી-પુરુષ-જાતિ અંગેના), જાતિગત, વયોગત વૈશિસ્યોવાળી વ્યક્તિનું – દા.ત. ખેડૂતનું, છાત્ર(વિદ્યાર્થીનું, વેપારીનું, સેવકનું, સંન્યાસીતાપસાદિ ધર્મોપાસકોનું, પુરુષ દ્વારા સ્ત્રીનું, કિરાતાદિ જાતિવિશેષોનું, વૃદ્ધનું – હૂબહૂ અનુકરણ કરી સફળ રીતે ધાર્યું કાર્ય – કોઈ વિષેની ગુપ્ત જાણકારી ગુપ્ત રીતે મેળવવાનું અને / અથવા કોઈ પગલું ભરવાનું – પાર પાડવાની જબરી શક્તિઓ પડેલી હોય છે. કોઈ પણ પ્રતિભાશાળી પ્રજામાં ઉત્તમ અભિનયશક્તિ – ભાષા, વેષ, હાવભાવો, ટેવો, પ્રાદેશિક વિશેષતાઓના અદ્દલ અનુકરણની આવડત – સામાજિક એકરસતાને કારણે સહજપણે સારી રીતે ધરબાયેલી પડી હોય છે. વિવિધ સામાજિક, આર્થિક, રાજદ્વારી, ધાર્મિક, સાંસ્કૃતિક ઇત્યાદિ અનાચારો કે અપરાધો પુરાવા સહિત જાણી લેવા માટે અને વિશેષ પ્રતિભા કે સજ્જતા હોય તો અપરાધીને પકડવા કે દંડવા માટે પણ આવા વિવિધ વેષ ભજવતા ગુપ્તચરો અત્યંત ખપના છે. આમાં નોંધપાત્ર વાત એ પણ છે કે સામાજિક અને બીજી બધી અનુકૂળતા મુજબ સ્ત્રીઓની પણ સેવા છૂટથી લેવામાં આવે છે; અપંગો, નપુંસકો જેવા નિમ્ન કે ગંભીર શારીરિક ખામી ધરાવતા વર્ગોની સેવા પણ સારી રીતે પ્રજાપાલન કરતું રાજયતંત્ર, સ્વયંભૂ રીતે, પોતાના પ્રજાવર્ગો(‘તીર્થ)માંથી જ રાષ્ટ્રને અત્યંત વફાદાર એવા અને રાષ્ટ્રહિતમાં જુદી-જુદી રીતે અત્યંત ખપનાં નર-નારીઓનો અત્યંત વિપુલ સેવકસમૂહ પેદા કરી લે છે. અન્યને જફા પહોંચાડતી બૂરાઈમાત્રથી પ્રાયઃ મુક્ત એવા, ધરતીના લૂણ સમા આમ-પ્રજાસમૂહોમાં વફાદારી અને કાર્યનિષ્ઠાના સંસ્કાર તો લોહીમાં જ વણાયેલા હોય છે. આમપ્રજાસમૂહોમાંથી વ્યાપકપણે પ્રાયઃ યુવાવયે જ આ રીતે અસંખ્ય વ્યક્તિઓને રાજયની ખૂબ જવાબદારીભરી કામગીરીમાં સ્થાયીરૂપે ભરતી કરવાની નીતિ સર્વ પ્રજાજનોમાં, ખરેખર અન્નદાતા (અને નહિ કે આજના કપટી વૈશ્વિકીકરણ ને ઉદારીકરણના ઓઠે અન્નહર્તા) બની રહેલા For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ રાજ્યતંત્ર પર આસ્થા અને સ્થિર વફાદારીના ભાવો પેદા કરે એમાં નવાઈ નથી. તેથી મોટા ભાગના પ્રજાજનો પણ આવા ગુપ્તચરોને અજાણપણે પણ સહકાર જ આપતા રહે. આને પરિણામે રાષ્ટ્રકંટકરૂપ ભ્રષ્ટ કે દુષ્ટ તત્ત્વો લઘુમતીમાં આવી, એકલા પડી, જુદાં તરી આવ્યા વગર રહે નહિ. જે રાષ્ટ્રના મોટા ભાગની પ્રજાની ઊંચી નીતિભક્તિ (morale) ટકી રહે, એ રાષ્ટ્ર દુનિગ્રહ દ્વારા સજજનોના કાળજીભર્યા પરિરક્ષણ માટે નિત્યસજજ ગણાય. ભારતીય રાજનીતિશાસ્ત્રમાં રાજાઓને વારંવક્ષ: (વીર અર્થાત્ ગુપ્તચરો – તે સ્વરૂપની આંખ ધરાવતા, એટલે કે ગુપ્તચરો જેમની આંખો છે તેવા) કહ્યા છે. અગાઉ આપણે રાજાની જે દિનચર્યા જોયેલી, તેમાં કાર્યોની સમયબદ્ધ ગોઠવણીમાં એ પણ જોયેલું કે દિવસ દરમિયાન રાજાના જાગૃતિના કુલ તેરેક વિભાગોમાં ત્રણ વિભાગો ગુપ્તચરો સાથેની, પરસ્પર ચોક્કસ ભિન્ન સ્વરૂપની મુલાકાતો માટે ફાળવાયેલા છે. એ પરથી એ તંત્રનું પણ રાજ-કાજમાં કેવું ચાવીરૂપ મહત્ત્વ છે તે સમજાય છે. જેમ કોઈ તબીબને માટે પ્રથમ દર્દીની કાળજીભરી તપાસ સૂક્ષ્મ નાડી જ્ઞાન, રોગલક્ષણો-સંબંધી જ્ઞાન કે આધુનિક ઢબનાં યાંત્રિક પરીક્ષણો દ્વારા કરી લેવાનું અનિવાર્ય છે, તેમ રાષ્ટ્રહિત અર્થે, શાસન કરનારે વ્યાપકપણે અને ઝીણવટથી લોકમાંના જુદા જુદા વર્ગો કે તેમાંની વિવિધ વ્યક્તિઓની હિલચાલોની કે તેમના ઇરાદાઓની તપાસ કરવી આવશ્યક બને છે. એવી તપાસ પાછળ કોઈ વ્યક્તિ કે પ્રજાજૂથ તરફ તોછડાઈ, તિરસ્કાર કે વાંકદેખાપણું હોતાં નથી, પણ તે-તે દેશકાળમાં લોકપ્રકૃતિનાં કે રાજસેવકોનાં ક્યાં-કયાં અને કેવા-કેવાં શુભ કે અશુભ લક્ષણો પ્રવર્તી રહ્યાં છે, તેની ધ્યેયલક્ષી, કર્તવ્યબોધજનક પૂર્ણ સભાનતા જ સ્થાપવાનો હેતુ હોય છે. એ જ રીતે પડોશી રાજયોની તેમનાં રાજયોમાં થતી, તેમ જ તેમના ગુપ્તચરો દ્વારા આપણા રાજયમાં થતી મલિન ઇરાદાઓવાળી કે ચોખ્ખી રીતે શત્રુતાભરી હિલચાલો પણ જાણવા ચુનંદા, વફાદાર ગુપ્તચરોની વિસ્તૃત સેવાની કાયમપણે જરૂર પડે છે. “શત્રુને અને રોગને ઊગતો જ ડામવો જોઈએ” એ શાણી નીતિ અનુસાર, આવા સ્થાયી ગુપ્તચરતંત્રની આવશ્યકતા પ્રસ્થાપિત થાય છે. આનાથી જેમ રાષ્ટ્રનું સ્થળ કે ભૌતિક અહિત સમયસર અટકી શકે છે, તેમ તે-તે મલિન ઇરાદાઓને સમયસર નિષ્ફળ કરવા દ્વારા દુષ્ટવનિવારણરૂપ સામાજિક શુદ્ધિનો ક્રાંતિકારી માર્ગ પણ ખૂલે છે. વળી આવી તપાસ રાજાને પોતાના તંત્રનું અને સાથી-તંત્રવાહકોનું મૂલ્યાંકન કરી, તેમાં જાગૃતિ સુધારણા કરતા રહેવાની સૂઝ પણ આપે છે. કોઈ વ્યક્તિ કે સમુદાય માટેની ઊંડી નિસ્બત જ તેની ઉપર આવવા પાત્ર શક્ય સંકટની આગોતરી શંકા કે ચિંતા કરાવે છે તે વાત કાલિદાસે પોતાના મશાનીનતત્તમાં પાત્રમુખે ઉચ્ચારાયેલી આ ઉક્તિથી સરસ રીતે ચીંધી છે : “કોઈ પ્રત્યેનો ખૂબ ઊંડો સ્નેહ તેના પ્રત્યે આચરાનારા કે તેના દ્વારા અંજ્ઞાને થનારા પાપરૂપ કાર્યની આગોતરી શંકા કરાવે છે” (“ગતિને વનુ પાપશી” અંક ચોથો, શ્લો. ૨૧મા પછી). આમ રાજયતંત્રની પ્રબુદ્ધ પ્રતિભાની દૃષ્ટિએ જોઈએ તો, ગુપ્તચરતંત્ર પારકી પંચાતરૂપ નહિ, પણ સરવાળે તો સતતના પ્રામાણિક આત્મપરીક્ષણરૂપ છે. “બધું બરોબર ચાલે છે એવા મિથ્યાભિમાન કે મિથ્યા આત્મસંતોષમાં રાચનાર રાષ્ટ્ર દારુણ પતન જ પામે છે. તેથી ધોરણસર ઊભું કરાઈને સતત કાળજીથી અને ન્યાયી રીતે નિભાવાતું ગુપ્તચરતંત્ર કોઈ પણ રાજયતંત્રને નિત્ય-નમ્ર, નિત્ય-ઉદ્યમી અને વાસ્તવિકતાના For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૩૯ નિત્યપરીક્ષક બનાવી લાંબે ગાળે અપૂર્વ ગૌરવ અપાવે છે. અલબત્ત, રાજા અને રાજપુરુષોના અંગત રાગદ્વેષ પોષવાનું સાધન બનાવ્યા વિના તેને માન્ય ધોરણો મુજબ મોકળાશથી કામ કરતું રહેવા દેવું તે પણ અતિ આવશ્યક છે એ વાત પણ આ અંગેનાં નિરૂપણોમાં ગર્ભિત જણાય છે. કૌટિલ્યની આ વિષયની ચર્ચાઓમાંથી તેમ જ પ્રાચીન ભારતીય રાજનીતિના અન્ય ગ્રંથોમાંનાં નિરૂપણોને આધારે, ગુપ્તચરનાં અત્યંત આવશ્યક લક્ષણોનું ચિત્ર પણ બરોબર ઊપસી આવે છે. આ તંત્રમાં અત્યંત વિશાળ પાયે અસંખ્ય ગુપ્તચરોને ભરતી કરવામાં આવે છે એ વસ્તુસ્થિતિ નભે છે તળપ્રજાઓમાં વ્યાપકપણે પડેલી સ્વયંભૂ અને રાજ્યતંત્રના ન્યાયી વ્યવહારોથી ખૂબ પોષણ અને સધિયારો પામેલી, સમાજ અને સમગ્ર રાષ્ટ્ર તરફની અતૂટ વફાદારી પર. સાચું જ બોલવું, કોઈનું બૂરું કરવું નહિ, સમર્થ સ્વામીની આજ્ઞા ઉત્તમ રીતે પાળવી, ‘લાખો મરજો, પણ લાખોનો પાલનહાર મરશો મા એવી જ્ઞાનપૂર્ણ દઢ રાજભક્તિ સેવી જાણવી, જે કામ કરવાનું હોય એ કામ તંતોતંત વિગતે જાણીસમજી લઈને, એ પાર પાડવા માટે પોતાનામાં ખૂટતું કૌશલ પણ નવેસર આપસૂઝથી કે બીજાની મદદથી કેળવી લઈને તે કામ ઉત્તમ રીતે જ કરવું – આવા ધિંગા ગુણોની સમૃદ્ધિ, જુદી-જુદી, પણ નરવી પોતપોતાની આગવી કોમી જીવનપદ્ધતિવાળી તળ પ્રજાઓમાં અચૂક હોય છે – જેમ વનસ્પતિઓમાં આગવાં શ્રેષ્ઠ વર્ગો, આકારો, સ્પર્શી, સુગંધો, સ્વાદો અને દિવ્ય પોષણશક્તિ સ્વયંભૂ હોય છે. અલબત્ત, માનવસ્વભાવ મુજબ ક્યારેક આમાંની છૂટીછવાયી વ્યક્તિઓનો પગ ઉપર્યુક્ત સચ્ચાઈના રસ્તેથી ખડી પડે એવું બને. પણ ‘તેજીને ટકોરો' એ ન્યાયે બીજા દ્વારા ટપારાવાથી કે વાજબી શિક્ષા પામવાથી ને કદીક પોતાના જ ખટકાને લીધે, આવાં સ્કૂલનો જલ્દી ઉકેલાઈ જતાં હોય છે. નિરક્ષર પ્રજાઓ હાડથી અશિક્ષિત નહિ, સુશિક્ષિત અને નવું-નવું શીખવા તત્પર હોય છે. એક વાર એમની શક્તિને પારખીને, એને થોડી નાથીને એમને કોઈ કામગીરીમાં વિશ્વાસથી જોતરવામાં આવે તો કામ ઉત્તમ રીતે પાર પાડે તેવી એ હોય છે. અલબત્ત, વફાદારી નિભાવવા ગુપ્તચરે કામ, ક્રોધ, લોભ, ભય જેવા વિનાશક આવેગોને પ્રયત્નથી સતત વશમાં રાખવા પડે છે. વળી વિપુલ શારીરિક કે માનસિક ફલેશ જીરવવાની શક્તિ પણ ગુપ્તચર્યાના અટપટાં કર્તવ્યો પાર પાડવા માટે જરૂરી બની રહે છે. અવાર-નવાર ભૂખ-તરસ, માનઅપમાન, દિવસ-રાત જોયા વગર તેણે પોતાનું કર્તવ્ય પાર પાડવું પડે છે. કાર્યની ચોક્કસ ઘડી ચૂકવાનું ગુપ્તચરને પાલવી ન શકે. મુખ્યત્વે રાષ્ટ્રનાં દુષ્ટ તત્ત્વોને નાથવા અંગેની જ કાર્યવાહીઓ ગુપ્તચરે કરવાની હોઈ અવાર-નવાર તેણે પ્રાણના જોખમે પણ કામ કરવાનું હોય છે. આવાં કાર્યોમાં તત્પરતાથી જોડાનાર તળ મનુષ્યની જન્મજાત બેઠી સચ્ચાઈ અને નિષ્ઠા જ તેમને આ બધા કષ્ટ વચ્ચે અકથ્ય આત્મબળ આપે છે. તેને લીધે જ રાજયતંત્રને આ પાયાની કામગીરીમાં જબરું પીઠબળ મળી રહે છે. અહીં ગુપ્તચરની ખૂબ જ ચાવીરૂપ મહત્ત્વની અને સતત ઝળુંબતાં શક્ય બધાં સ્મલનસ્થાનોથી મુક્ત રાખવા લાયક કામગીરીને ધ્યાનમાં રાખીને એ સ્પષ્ટ કરવું જોઈએ કે ઉપર કહી તેવી આમપ્રજાની એકંદાર વિશ્વાસ્થતા એક વાત છે, પણ જે-તે ગુપ્તચરની તે-તે કાર્યક્ષણે તંતોતંત વફાદારીની અચૂક જાળવણી બીજી વાત છે; કારણ : ભલભલા મનુષ્યનું ચિત્ત ક્વચિત્ અંદરથી, ક્વચિત્ બાહ્ય કારણોથી બદલાઈ શકે છે. મનુસ્મૃતિ'નું પેલું વચન ફરી સ્મરીએ : “ચોખ્ખો મનુષ્ય ખરેખર દુર્લભ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ છે” (કુર્તમ દિ સુવિર્નર: | – “મનુસ્મૃતિ ૭.૨૨). પ્રજાહિતાર્થે રાજયતંત્ર પ્રવર્તાવનારે ડગલેપગલે અવિશ્વાસ પણ કરી છૂટવાનું છે. મનુષ્ય સ્વયં વિશ્વાસ્ય બને તે માટેનો પાયાનો તાત્ત્વિક ઉપાય સૃષ્ટિમાં નથી એમ નહિ, પણ તે જલ્દી હાથ લાગતો નથી કે લાગુ પાડી શકાતો નથી. આ સ્થિતિમાં ગુપ્તચરોની મનોમલિનતા (“અશૌચ') અને તજજન્ય બેવફાઈ જલ્દી જાગે નહિ અને જાગે તો ઉઘાડી પડે તે માટેની વ્યવહારુ જોગવાઈ પણ તંત્રમાં પાકે પાયે રખાય જ છે. એ દોષ જાગતો અટકાવવા માટેની મહત્ત્વની જોગવાઈ એ હોય છે કે કોઈ વ્યક્તિ ગુપ્તચર (જાસૂસ) છે તેની ખબર સામાન્ય લોકોને કે રાજકર્મકારોને તો ન જ પડે, પણ ગુપ્તચરોને પણ અંદરોઅંદર તેની ખબર ન પડે એવી ગુપ્તતા જાળવવામાં આવે છે. નહિતર સામાન્ય લોક કે રાજકર્મકર ખોટું કરતાં ચેતી જાય, ગુપ્તચરો પરસ્પર તંત્રને ખોટો અહેવાલ આપી રોકડી કરવા બાબતે મળી જાય અને જરૂરી ગુપ્તચરકર્મ થાય નહિ; અને જોઈતી સત્ય હકીકત હાથ ન લાગતાં રાજયતંત્ર પોતાનું અગત્યનું કર્તવ્ય ચૂકી જાય. આનો અર્થ એ કે રાજાના ખૂબ વિશ્વાસ્ય એવા સુપરીક્ષિત અધિકારીઓ જ અથવા તો ખુદ રાજા જ ગુપ્તચરોને જાતે નીમે અને ગુપ્તચરોની વાત કોઈ રીતે બીજા અધિકારી સુધી ના પહોચે. આ નિયમના સાથમાં બીજો એક નિયમ પણ જાળવવામાં આવે છે, જેથી બંને નિયમોના સંયુક્ત પરિણામરૂપે જે તે ગુપ્તચરની સચ્ચાઈ અને વફાદારીની પાકી કસોટી થઈ જાય અને તેને આધારે તેની સાથે યથાયોગ્ય વ્યવહાર કરી શકાય. એ બીજો નિયમ એવો છે કે એક જ કામ ત્રણ ગુપ્તચરોને અલગ-અલગ રીતે સોંપવું. હવે આગળ જોયેલા નિયમ મુજબ તે ત્રણે ય એકબીજાને ચાર (ગુપ્તચર, જાસૂસ) તરીકે તો જાણતા જ નથી હોતા. આથી ત્રણે ય પોતપોતાને સોંપાયેલું એક જ કામ કરવામાં કોઈ સંતલસ કરીને, લાંચ ખાઈ, જાહેર થઈ જવાથી જે-તે વ્યક્તિને નુકસાન કરે તેવી ગુપ્ત હકીકતનો અહેવાલ ન આપીને એકધારી રીતે એને નુકસાન ન થાય તેવી ખોટી હકીકતનો જ અહેવાલ આપે તેવું બની શકશે નહિ. તે ત્રણે ય હકીકત જાણીને પોતપોતાની રીતે જ અહેવાલ રાજાને આપશે. તે ત્રણેયના અહેવાલ જો એકરૂપ હોય તો જે તેમની જાણકારીને અને ગુપ્તચરોને સાચાં માનવા. જો તે ત્રણે ય અહેવાલ એકબીજાથી જુદા પડે ત્યા એકનો અહેવાલ બીજા બેના અહેવાલથી જુદો પડે, તો પ્રથમ કિસ્સામાં સાચ-જૂઠનો નિર્ણય અન્ય વિશ્વાસ્ય ગુપ્તચરના સ્વતંત્ર અહેવાલથી કે અન્ય કસોટીથી જ કરવો પડે અને બીજા કિસ્સામાં જેનો અહેવાલ બાકી બેના સરખા અહેવાલથી જુદો પડતો હોય તે અવિશ્વાસ્ય ઠરે. તે ગુપ્તચરની વૃત્તિની, અન્ય કસોટીઓ દ્વારા બરોબર ચકાસણી કરીને તેવા ગુપ્તચર સામે યોગ્ય લાગે તેમ વધ કે બરતરફીનું પગલું ભરવું આ ઉપરાંત અન્ય રાષ્ટ્રોના, આપણાં રાષ્ટ્રમાં ફરતા ગુપ્તચરોને પણ ઓળખી પાડવા સતત ચેતતા રહેવાનું ખૂબ જરૂરી ગણાય. “જે-તે કાળે અસ્તિત્વ ધરાવતી જે-તે વસ્તુસ્થિતિની ભાળ મેળવીને તે અંગે અનુરૂપ પગલાં લેવાં જ જોઈએ” (સ્થિતી તિ: વન્તનીયા) એ વ્યક્તિ, સમુદાય કે જૂથને લાગુ પડતો જાડો નિયમ પાળ્યા સિવાય જીવનનો માર્ગ બાધારહિત બનતો નથી. રાજનીતિનું પૂર્ણ માનવીય ધ્યેય નિર્મળ ઋષિતુલ્ય પ્રજ્ઞાથી આત્મસાત્ કરી ચૂકેલા અને પોતાના જીવનમાં સામેથી શુદ્ધ કર્તવ્ય તરીકે આવી પડેલા રાજપરિવર્તનના કાર્યને, સત્તા પ્રત્યેની પૂર્ણ અલિપ્તતા સાથે, બુદ્ધિ અને કર્મના ઝંઝાવાતી સામર્થ્યથી પાર પાડી ચૂકેલા કૌટિલ્ય ગુપ્તચરોની For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા બહુવિધ અટપટી પરિણામદાયી કામગીરીઓનો ગાઢ અનુભવ ધરાવતા હોઈ, એની પ્રસાદીરૂપે ગ્રંથમાં અલપ-ઝલપ નમૂનારૂપે પણ જે એને લગતી રસપ્રદ વિગતો આપે છે, તે ઘણી સૂચક અને બોધક છે. ગ્રંથના પ્રથમ વિનયાધિારિષ્ઠ અધિકરણના અધ્યાય ક્ર. ૧૧ અને ૧૨માં ગુપ્તચરતંત્રની શાખા-પ્રશાખાઓની પાયાની વિગતો આપી છે અને ત્યાર પછીના બે અધ્યાયોમાં એ તંત્રની કામગીરીનો વાસ્તવિક ચિતાર આપવા, તેના અનુક્રમે સ્વદેશમાંના અને પરદેશમાંના એક પાયાના મહત્ત્વના કાર્ય અંગેના વ્યાપારની રસપ્રદ વિગતો આપી છે. તેરમા અધ્યાયમાં ગુપ્તચરો કઈ રીતે સ્વરાષ્ટ્રના અધિકારીઓમાંનાં કે પ્રજાજનોમાંનાં વફાદાર તત્ત્વો (અનૃત્યપક્ષ ) અને લોભ-લાલચને વશ થઈ રાષ્ટ્રદ્રોહ કરે તેવાં તત્ત્વો(સ્ત્યપક્ષ )ને પારખી શકે તે વાત છે અને ચૌદમા અધ્યાયમાં ૫૨૨ાષ્ટ્રનાં એવાં તત્ત્વો જુદાં પાડી તેમાંનાં રાષ્ટ્રદ્રોહ કરવાની શક્યતાવાળાં તત્ત્વોને પોતાના રાષ્ટ્રના હિતમાં કેવી રીતે ઉપયોગમાં લેવાં એ વાત પણ વર્ણવી છે. એ ઉપરાંત ચોથા ટશોધનમ્ અધિકરણમાં, યુદ્ધનીતિસંબંધી નવમાથી તેરમા અધિકરણોમાં – તેમાં યે ખાસ કરીને નબળા રાજાએ પણ શત્રુ સામે કેમ ટકી રહેવું એને લગતા બારમા આવતીયમ્ અધિકરણમાં, અને શત્રુના કિલ્લાનો ઘેરો ઘાલી ચૂકેલા વિજિગીષુએ કિલ્લો કેમ કબજે કરવો તેને લગતા તેરમા ટુર્નાલોપાય: અધિકરણમાં – ગુપ્તચરોની અટપટી કામગીરીઓનાં અનેક ચિત્રો મળે છે. વળી પાંચમા યોવૃત્તમ્ અધિકરણમાંના પ્રથમ અધ્યાયમાં પણ અયોગ્ય અધિકારીઓનો યુક્તિઓથી ફેંસલો લાવવાના સંદર્ભે વિવિધ ગુપ્તચરકર્મો વર્ણવાયાં છે. આ પૈકી અત્રે પ્રથમ અધિકરણના ૧૧-૧૨મા અધ્યાયના આધારે ગુપ્તચરતંત્રનું સમગ્ર માળખું સમજીએ. પ્રવૃત્તિના ભૌતિક સ્થાન અને કામગીરીના સ્વરૂપની સંયુક્ત દષ્ટિએ ગુપ્તચરતંત્રની બે મુખ્ય શાખાઓ સ્થાપવામાં આવે છે : ‘સંસ્થા' અને ‘સંચાર’. ‘સંસ્થા' (સ્થિર) શાખા સ્થાનની દૃષ્ટિએ કોઈ પણ ગામ કે નગરને મથક બનાવી ત્યાં રહીને જ પોતાનો કાર્યકલાપ ગોઠવે છે. વળી તેની કામગીરીનું સ્વરૂપ છે ગુપ્તચરોને તે-તે મુલ્કના વિસ્તારમાં કરવાનાં કાર્યોની સોંપણીનું. ગુપ્તચરોએ રાષ્ટ્રમાંના નિયત મુલ્કમાં જુદાં-જુદાં સ્થાનોએ જઈને કરવાનાં કામોની વ્યવસ્થિત ફાળવણી કરતું આ સ્થાયી મથક (Head-Quarter) હોય છે (ભલે ગુપ્તતાની જાળવણીની દૃષ્ટિએ કાર્યાલયનું ચોક્કસ મકાન ન હોય). આ કાર્યાલયે નવા-નવા લોકોને ગુપ્તચરની કારકિર્દી તરફ આકર્ષીને, તેમની બરોબર ચકાસણી કરીને. તેમની ભરતી પણ કરવાની હોય છે. ૨૪૧ બીજી ‘સંચાર’ (ફરતી) શાખા ચોક્કસ ગામ કે નગરને મથક બનાવી કામ નથી કરતી, પણ જ્યાં-જ્યાં કોઈ કામ પાર પાડવાનું હોય, તે-તે સ્થાનમાં જઈને પોતાની કામગીરી પાર પાડે છે. એકબીજાને ગુપ્તચર તરીકે ન જાણતા હરતા-ફરતા કાર્યકરો તે જ આ સંચાર-શાખા. આ ગુપ્તચરો પોતાને સાધવાના કાર્યના સ્વરૂપની દૃષ્ટિએ અનુરૂપ વિવિધ સામાજિક-વ્યાવસાયિક વેષે પોતાની કામગીરી સાધે છે. તેમણે કામગીરી પૂરી કરીને ગુપ્તચરોની સાંકેતિક લિપિ અને સાંકેતિક ભાષા(codeword)માં (ત્તિપિસંજ્ઞામિ:) પોતે જાણેલી વસ્તુસ્થિતિ પોતપોતાને કામ સોંપતી ‘સંસ્થા’ને વિદિત કરવાની હોય છે. For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આ આખું તંત્ર જે-તે ગુપ્તચરને ગુપ્તચર તરીકે કોઈ મનુષ્ય નાનામાં નાના અણસારથી ય ન ઓળખી શકે તેવા અત્યંત વિવિધતા-સભર વ્યાવસાયિક-સામાજિક-ધાર્મિક-પ્રાદેશિક માનવવેષોના અદલ અભિનય-આચારાદિથી જ કાર્ય પાર પાડી શકતું હોઈ, કૌટિલ્ય ગુપ્તચરતંત્રની ઉપર્યુક્ત બે શાખામાં અપનાવાતા જે વેષવિશેષો બતાવ્યા છે, તે તો નમૂનારૂપ જ અને પ્રાધાન્યની દૃષ્ટિએ જ રજૂ કરાયા હોવાનું માનવું જોઈએ. આપણે તે વેષોની વિગતો સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી તપાસીએ. સંસ્થા'-શાખા પ્રજામાંની મુખ્યત્વે એવી વ્યક્તિઓના સહયોગથી નભે છે કે જે પોતાના કોઈ ચોક્કસ વ્યવસાય કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિમાં સંજોગવશાત્ નિષ્ફળ બની હોય, પરંતુ પ્રજ્ઞા અને શૌચ (ચારિત્રશુદ્ધિ) બાબતે ઉત્તમ હોય. નિષ્ફળતા જ સફળતાનું ખાતર બની શકે છે' એવા ન્યાયે પ્રજાવત્સલ રાજયતંત્ર ઘડીક નિરાશ થઈ કર્તવ્યપથ શોધતા સન્નિષ્ઠ પ્રજાજનોને ગુપ્તચરની અનુરૂપ કામગીરીમાં નોતરે છે ને અનુકૂળતા જોઈ જોતરે છે. આટલી નાની હકીકત પણ એ વાત સરસ રીતે ગાઈ-વગાડીને કહે છે કે રાજયે પોતાનાં કાર્યોની સિદ્ધિ માટે જે વિવિધ તંત્રો સ્થાપવાનાં છે અને એમાં ઘણા-બધા સેવકોને ભરતી કરવાના છે, તે તંત્રો પોતાના રાષ્ટ્રની જ વધુમાં વધુ સ્થાનિક પ્રજાઓને સંતોષકારક અને ગૌરવપ્રદ રોજી આપીને એમના જીવનમાં સ્થિરતા પણ આણે એ પણ અપેક્ષિત છે. ધમધમતું પ્રજાનિષ્ઠ રાજયતંત્ર પોતે જ પ્રજાને સુસ્થિર અને સન્માર્ગ-વ્યસ્ત કરવા સૌથી વધુ મહત્ત્વનો સંતોષકારક રોજીનો અધિકાર પૂરો પાડતું એક મહાક્ષેત્ર બની રહે છે. આજે એથી ઊલટી જ દારુણતમ સ્થિતિ, વરવી રાજનીતિને કારણે જોવા મળે છે. સંસ્થા’-શાખામાં કૌટિલ્ય ઉપર વર્ણવેલી મનોદશાવાળા જે વ્યાવસાયિકોને પોતાની દૃષ્ટિએ મહત્ત્વના ગણીને રજૂ કર્યા છે તે આટલા છે : તેજસ્વી વિદ્યાર્થી, સંન્યાસમાંથી પાછી ફરેલ વ્યક્તિ, નિષ્ફળતાથી નિરાશ બનેલો ખેડૂત, તેવો જ વેપારી અને મુંડન કે જટા ધારણ કરીને પણ આજીવિકાનો વ્યવસાય શોધતો સંન્યાસી. યાદી ઘણી સૂચક છે – રાજ્યતંત્રની, સામાજિક સભાનતા અને સામાજિક પુનઃસ્થાપન (social rehabilitation) માટેની સહજ ઊલટ ને તત્પરતા સૂચવનારી. ભર્તુહરિ દ્વારા રાજાને ઉદ્દેશીને અપાયેલી પેલી શીખ – ધરતીરૂપ ગાયને દોહવા માટે પ્રજારૂપ વાછરડાને પોષવાની – અહીં રાજ્યતંત્ર દ્વારા સહજ રીતે પળાઈ રહી છે ! હા, રાજ્યતંત્રનો દયાધર્મ પૂરો પ્રબુદ્ધ અને સ્વ-પર સર્વનું સમાનપણે હિત સાધનારો જ હોય. એક જૈન આગમવાક્ય સહુ સંસ્કૃતિરસિયાઓએ જીવનમાં ગૂંથી લેવા જેવું છે : “પહેલું જ્ઞાન, તે પછી દયા” (ઢાં નાનું તો રયા). અલબત્ત, આના ઉત્તરાર્ધરૂપ પેલી તુલસી-ઉક્તિ પણ અપનાવાવા-યોગ્ય છે જ : “યા ધરમ | મૂલ હૈ, પાપ-મૂન મન ” અહીં ઉપર નિર્દેશેલા વ્યાવસાયિકોને, તેમનો પોતાનો વ્યવસાય પણ રાજયના પૂરા ટેકા સાથે સફળતાથી કરતા રહીને, સાથોસાથ સંપૂર્ણ સામાજિક ગુપ્તતા સાથે ગુપ્તચરની કામગીરી અપનાવીને પોતાની જેમ જ ગુપ્તચર બનવા ચાહનારા જરૂરિયાતમંદ અને ઉત્સાહી એવા અન્યજનોને પણ તે કામ માટે આકર્ષવાનું, યોગ્યતા ચકાસી તેમને પણ વિધિસર ભરતી કરવાનું અને એકંદરે ગુપ્તચર્યાનાં વિવિધ કાર્યોનું એક સ્થળે રહ્યાં રહ્યાં સમગ્ર સંચાલન કરવાનું ખૂબ મહત્ત્વનું, જવાબદારીભર્યું અને For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૪૩ ગૌરવયુક્ત કામ સોંપાય છે. મજાની હેતુલક્ષી વાત એ પણ છે કે પોતાની જાતને પોતાના મૂળ વ્યવસાયમાં સ્થાપવા સાથે, આવી રાજયનો ટેકો પામેલી વ્યક્તિએ પોતાના એ વ્યવસાયને રાજયદત્ત પુષ્કળ ધન અને સહાયકો દ્વારા વિશાળ પાયે ઊભો કરીને, પોતાના જેવી જ પરિસ્થિતિથી અકળાતા અનેક સુપાત્રજનોને પ્રથમ તો એ વ્યવસાયમાં સારી પેઠે ઠરીઠામ કરવાનું અને નિપુણ બનાવવાનું અપેક્ષિત છે. એ ભૂમિકા સધાયા બાદ જ તેમને પોતાની કારકિર્દી અને પ્રતિભાના વિકાસરૂપે ગરવી રાજયસેવારૂપ ગુપ્તચરનું સમાંતર કામ કરવા કાનમાં કહેવાનું છે. આમ સમાજોપયોગી પાયાના વ્યવસાયોને પણ પુષ્ટ કરીને સમાંતરપણે અને પ્રાયઃ સંસ્થાના તેડાના ટાણે, એટલે કે પ્રાસંગિક રૂપે જ, ગુપ્તચરસેવા અપાય તેવું અપેક્ષિત છે. આમ સમાજમાંના જરૂરતમંદ અને આર્થિક-સામાજિક ટેકો ઝંખતા એવા સુપાત્રજનોને પોષવા સાથે, તેમને સન્નિષ્ઠ ગુપ્તચરની કામગીરી સોંપવાની બહુ ઠરેલ માનવીય યોજના અહીં રજૂ થઈ છે. આને લીધે ગુપ્તચરતંત્ર સ્વયંભૂપણે ઊંચી ક્ષમતા અને વિશ્વાસ્યતા અંકે કરી શકે છે. સમાજનું ધારણ-પોષણ કરતા વ્યવસાયોને ખોરવી નાખી માત્ર કમાણી ખાતર ગુપ્તચર બનવાની, પાયાનો જીવન-રસ સૂકવી દેવાની શેરબજારિયા વાત અહીં નથી. અંગ્રેજોથી આરંભી આપણા આધુનિક કહેવાતા ભારતમાં તો ધિંગા સમાજ-ધારક વ્યવસાયોને ખોરવીને, પ્રજાને કારકૂનારૂપ ગુલામો બનાવવાની રાષ્ટ્રનાશક ચેષ્ટા ચાલી છે. કૌટિલ્યને એવું લોકજીવનની ખુમારીને અને એના ખમીરને હણનારું રાજયતંત્ર કે અર્થતંત્ર ખપતું નથી. તેજસ્વી છાત્રને રાષ્ટ્રનાં અહિતકર તત્ત્વો મર્મજ્ઞતાથી પકડવાની પ્રવૃત્તિમાં જોતરવાની વાત છે. એને કાપટિક' એવું જાસૂસી બિરુદ અપાયું છે – “કપટ પારખી લેનારો' એવો એનો અર્થ કરી શકાય. શક્ય છે કે વિદ્યાર્થી તરીકે ચાલુ અભ્યાસે ફાજલ સમય જોગવીને કે પ્રાસંગિક રૂપે આ પ્રવૃત્તિ કરવાનું અભિપ્રેત હોય. અથવા તો કોઈ છાત્રનું દિલ જો પરંપરાગત ભણતરમાં લાગતું જ ન હોય (deschooling !) તો, અથવા આવી કામગીરી સ્વીકાર્યા બાદ બરોબર ફાવટ અને લગાવ ઊભા થતાં સ્થળ ભણતર ઔપચારિક રીતે છોડીને પણ આવી ગુપ્તચર્યામાં પૂરો સમય ભરતી થઈ જાય; અલબત્ત, અંગત રીતે અધ્યયન ચાલુ પણ રાખે. બિનકુદરતી, અમાનવીય શિક્ષણપ્રથાના અતિરેકો સામે આજના સમયમાં “શાળામુક્ત સમાજની કલ્પના ઊભી થઈ. બાકી તે વિચારનું અમલીરૂપ તો, અર્થકેન્દ્રી શિક્ષણપ્રથાથી મુક્ત સહજ સમાજમાં પ્રાચીન સમયમાં વિદ્યમાન હોવાનું તો સાહિત્યના પુરાવાઓને આધારે પણ તારવી શકાય એમ છે. આપણે અગાઉ જોયેલું કે કૌટિલ્ય ધર્મમર્મજ્ઞ અને ધર્મોપાસક હોવા સાથે ધર્મને નામે ચાલતાં દંભો, અંધભક્તિ, અકર્મણ્યતા, સામાજિક બેજવાબદારી વગેરેને અનિષ્ટરૂપ ગણીને બુદ્ધિનિષ્ઠાપૂર્વક આવા ભ્રાંત ધર્માચારોના પ્રચલનનો રાજકાજજોગ ઉપયોગ કરવામાં પૂરું ઔચિત્ય જોતાં; એટલું જ નહિ, અનુકૂળતા મુજબ એવા આચારોને સાચી દિશામાં વાળવા ચીલાચાલુ ધાર્મિકોને રાજકીય સેવામાં પણ જોતરવાનું યોગ્ય લેખતા. એટલે ઉપર્યુક્ત યાદીમાં સંન્યાસ સાથે સંકળાયેલાં બે જૂથોનો સમાવેશ પણ આપણે જોઈ શકીએ છીએ. તે પૈકી એક સામાજિક વર્ગ સંન્યાસ માફક ન આવતાં સંસારમાં પાછી ફરેલી વ્યક્તિઓનો છે. સંન્યાસમાં પેઠેલી બદીઓને પારખીને નિખાલસ રીતે સંન્યાસ For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' ઃ દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ છોડનાર વ્યક્તિને કૌટિલ્ય અભિનંદનીય અને સાચા માર્ગે ચઢવામાં પ્રોત્સાહન આપવા યોગ્ય માને તે સમજી શકાય છે. ખરેખર ભગવદ્ગીતામાં ચૂંટાયેલા આવા વિચારો સાથે કૌટિલ્ય પૂરા સહમત છે. આજે પ્રચલિત બનેલા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કે રામકૃષ્ણ મિશનમાં સંન્યાસીઓ માટે પણ જેમ ઉત્કૃષ્ટ કર્મયોગની આવશ્યકતા બરોબર સ્વીકારાઈ છે, તેમ કૌટિલ્ય પણ સંન્યાસથી નિરાશ થઈ પાછી ફરેલ વ્યક્તિ માટે કર્મયોગને જ સાચા ઉપાય તરીકે પુરસ્કારે છે. એ કર્મયોગ અહીં ‘વાર્તા કર્મ (ખેતી વગેરે) રૂપે ઉપાસવાનું કહેવાયું છે. આ માટે ઉમેદવારને “વાર્તા-કર્મ માટેની ખાસ ભૂમિ આપવાની વાત જોતાં અહીં “વાર્તા' શબ્દથી ખેતી, પશુપાલન, વેપાર એ પ્રાથમિક અર્થમાં સમાતા વ્યવસાયો ઉપરાંત પાછળથી ઉમેરાયેલા વ્યવસાયો પૈકી હુન્નર કે ઉદ્યોગ પણ અભિપ્રેત હોવાનું તારવી શકાય. તે સ્થિતિમાં આજના જેવા ઔદ્યોગિક વિસ્તાર કે જે રાજયતંત્ર દ્વારા અલગ ફાળવાયા હોય, તેનો સંકેત પણ સમજી શકાય. ટૂંકમાં : આવો કોઈ મહેનત માગતો વ્યવસાય સ્વીકારી રાજય તરફથી પૂરાં પડાતાં ધન અને જનની મદદથી બહોળું આર્થિક ઉપાર્જન કરવાનું છે અને તેમાં ઉદ્યમરુચિવાળા અનેક ચોખ્ખા અન્ય લોકોને પણ નોતરવાના છે અને એમની ઇચ્છાશક્તિ મુજબ જોતરવાના છે. એમાંથી પેદા થતા ચોખ્ખા લાભ(નફા)નો ઉપયોગ વિવિધ પંથોના સંન્યાસીઓ માટે અન્ન-વસ્ત્ર-નિવાસની જોગવાઈ અર્થે પણ કરવાની, પહેલી નજરે વિચિત્ર લાગતી વાત કરાઈ છે. કૌટિલ્યને મન સંન્યાસ-સંસ્થા એના મૂળ સ્વરૂપમાં આવકારપાત્ર જીવનમાર્ગ ખિલવનાર માધ્યમરૂપ છે અને સાધનારત અનેક પંથોના સાચા સંન્યાસીઓને દૈહિક સગવડો પૂરી પાડવી એ સાધનસંપન્ન ગૃહસ્થવર્ગ અને રાજયતંત્ર માટે કર્તવ્યરૂપ છે; બલ્ક ધર્મરૂપ છે. આની સાથે ગુપ્તચરકર્મ-સંદર્ભે આગળનું રાજયતંત્રને ખપનું આયોજન પણ રજૂ કરાયું છે; તે છે. આ રીતે પોષાતા સંન્યાસીઓ પૈકી જેઓ સ્વપરિશ્રમથી વિશિષ્ટ આજીવિકા મેળવવાની વૃત્તિ અને શક્તિ ધરાવતા હોય, તેમને માટે રાજયના ગુપ્તચરકર્મનો પ્રસ્તાવ. તેમને ગુપ્તચરકર્મના હેતુ માટે પોતાનો સંન્યાસીનો વેશ છોડ્યા વગર આ સેવા આપવાનું અપેક્ષિત અને અનુરૂપ ગણાવાયું છે. આવી, પરંપરાગત ભિક્ષાધર્મયુક્ત સંન્યાસમાં સ્થિર થયેલી વ્યક્તિઓ, પોતાને સ્વપરિશ્રમથી ભાવપૂર્વક આજીવિકા પૂરી પાડતા ગૃહસ્થવર્ગ પાસેથી જ ઉદ્યમની પ્રેરણા મેળવે છે. સંન્યાસ તરફની હિંમતભરી છતાં ઉચ્ચ પ્રજ્ઞાને અનુરૂપ ક્રાંતિકારી દૃષ્ટિને આધારે કૌટિલ્ય આ અપૂર્વ યોજના અહીં સૂચવી છે – જે ગીતાના જીવનદર્શનને અનુરૂપ હોવાનું અવશ્ય કહી શકાય. સંન્યાસી ગુપ્તચરકર્મ કરે તેમાં સંન્યાસના પણ હાર્દને લાંછન નથી લાગતું એવું કૌટિલ્ય સૂચવતા હોય, ત્યારે આપણે નમ્રપણે તે સ્વીકારવું પડે; કારણ કે અગાઉ આપણે જોયું તેમ, ગુપ્તચરની સેવા અસલમાં રાષ્ટ્રજીવનનો શુદ્ધિયજ્ઞ છે. આ ગુપ્તચર-પ્રકારને “ઉદાસ્થિત' (ઉદ્+આસ્થિત – ઊંચે બિરાજેલો, તટસ્થ, એવું બિરુદ (ઓળખનામ), સંભવતઃ ગુપ્તચરકર્મ કરતાં સંન્યાસીની મધ્યસ્થતા કે અલિપ્ત ચિત્તવૃત્તિને ધ્યાનમાં રાખીને આપ્યું છે. અધ્યાત્મનો અને રાષ્ટ્રધર્મનો કેવો ભવ્ય સમન્વય ! યાદીમાં ત્યાર પછી આવે છે. ખેડૂત, ઉત્ક્રાંતિક્રમે કૃષિકેન્દ્રી અભિનવ જનપદસંસ્કૃતિના પ્રસ્થાપન બાદ પણ કૃષિકારની દુર્દશા સતત પ્રબુદ્ધ જનો અને સમાજ માટે ચિંતા અને ચિંતનનો વિષય છે; કારણ કે તે પૂર્ણપણે પ્રકૃતિના રંગઢંગ પર નભતો વ્યવસાય છે. “અર્થશાસ્ત્ર'માં આના For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૪૫ નિવારણનું ચિંતન ખૂબ ઊંડાણપૂર્વક થયું હોઈ, તેમાં, પાયાનાં અનેક સ્થાયી ઉપાયો અને આયોજનો આગ્રહપૂર્વક પુરસ્કારાયાં છે. આ પરિપ્રેક્ષ્યમાં ગુપ્તચરતંત્રના અન્વયે દર્શાવાયેલા આ પ્રકારની ચર્ચાને જોવાની છે. દુર્દશા પામેલા સન્નિષ્ઠ ખેડૂતને રાજ્યતંત્ર અગાઉના પ્રકારની જેમ નક્કર ધનસાધનનો ટેકો આપી, એને પોતાને સફળ કૃષિમાં સ્થિર કરી, એના જ દ્વારા, આગલા પ્રકાર જેમ, અનેક અન્ય સમાનધર્મા ખેડૂતોને પણ બહોળી ખેતીમાં સ્થિર કરાવી, છેવટે એમાંથી ઇછુકોને ગુપ્તચરસેવામાં જોતરે છે. ખેતી એ સમગ્ર જનપદમાં ફેલાયેલો પ્રતિષ્ઠિત વ્યવસાય છે. વળી એમાં ખેડૂતનો આખો પરિવાર જોતરાય છે. તેથી ખેડૂત માટે “ગૃહપતિ' કે “કુટુંબી' (તે પરથી દેશી ભાષામાં “કણબી) એવા અનુરૂપ પ્રતિષ્ઠાસૂચક શબ્દો પણ રૂઢ બન્યા. કુટુંબ તો દરેક દંપતીને હોય, પણ એકરસ બની ખેતીમાં સહયોગી બનતા આખા કુટુંબના અધ્યક્ષ માટે આ શબ્દો રૂઢ થયેલા સમજાય છે. આ શબ્દો એ પણ સૂચવે છે કે કુટુંબનું ઘનિષ્ઠ અને ગાઢ સહયોગવાળું સહજીવન ખેતીના વ્યવસાયમાં ઉત્તમ રીતે પાંગરે છે. વિકૃત મૂલ્યોથી મુક્ત સમાજમાં તો ગામમાં આબરૂ અને યોગ્યતાની દૃષ્ટિએ પણ કૃષક-પરિવાર ઊંચા સ્થાને જ બિરાજે છે. તો જો ખેડૂત ગુપ્તચરસેવા પણ આપે તો તેના ગામની કે આજુબાજુનાં અન્ય ગામોની પણ વાંધાકારક બાબતો સરળતાથી ઉઘાડી પડી શકે અને રાજયતંત્ર તેમ જ રાષ્ટ્ર મજબૂત બને. ખેડૂતને ગામના મોટા ભાગના હુન્નરના કારીગરો સાથે ય ગાઢ સંબંધ રહેતો હોય છે. વળી તેનું જીવન ગામ સાથે વર્ષના મોટા ભાગ માટે જોડાયેલું છે રહે છે. આ પ્રકારના ગુપ્તચર માટે ગૃહપતિ-વ્યંજન” (ગૃહપતિના વેશમાં રહેલો) એવો શબ્દપ્રયોગ ગ્રંથમાં સર્વત્ર થયો છે. ગુપ્તચરતંત્રનું નિર્માણ આવા સંગીન સામાજિક કે સમાજશાસ્ત્રીય પાયા ઉપર કરવામાં આવે છે એ જ એનું ઊંચું સાંસ્કૃતિક શાણપણ સૂચવે છે. તેવી જ રીતે રાજ્યતંત્રે પ્રાસંગિક નિષ્ફળતાથી ગ્રસ્ત છતાં હાડથી સન્નિષ્ઠ એવા વેપારીનો હાથ પકડીને, તેના વેપારને સ્થિર કરવા સાથે, તેની જ પ્રેરણાથી સંભવતઃ ગુપ્તચરકર્મમાં પણ જોડાય તેવા અન્ય વેપારીઓને ઊંચે ઉઠાવવાની અને તૈયાર કરવાની વાત પણ છે. સમાજજીવનમાં વેપારી તો સર્વવ્યાપી હોઈ સમાજના શુભાશુભ પ્રવાહો પકડી પાડવાનું તેને માટે સરળ બની રહે છે. એની પ્રતિષ્ઠા પણ ખેડૂત પછીના ક્રમે તો જરૂર ગણાય. આ વર્ગને નામ આપ્યું ‘વૈદેહકવ્યંજન' (વેપારીવેષી ગુપ્તચર). આટલાં જૂથો સમાજનાં સ્થાયી અંગરૂપ હોઈ તેમની ઊંચી પ્રતિષ્ઠાનો લાભ ગુપ્તચરકર્મની સફળતા બાબતે પણ મળે છે. એથી જ કૌટિલ્ય લાક્ષણિક અને મહત્ત્વના નમૂના તરીકે આ જૂથોને કેવી રીતે કામમાં લેવાં તેનું વર્ણન કરવાનું અહીં પસંદ કર્યું જણાય છે. આ વર્ગો પોત-પોતાના વ્યવસાય ચાલુ રાખવા સાથે પોતાની રાષ્ટ્રભક્તિના પીઠબળથી પ્રેરાઈને રસપૂર્વક ગુપ્તચરકર્મ બજાવી શકે એમ છે. આ વર્ગોની પાયાનાં જીવનમૂલ્યો તરફની નિષ્ઠા અને ઉદ્યમશીલતા જ ગુપ્તચરકને ખમીરવંતુ બનાવી અવનવી દક્ષ કામગીરીઓમાં મહોરે એવી છે. આ યાદીમાં છેલ્લે જે બે એકબીજાને મળતા સંન્યાસીવર્ગો ઉલ્લેખ્યા છે તે છે જટાધારીઓ અને મુંડનધારીઓ. આ વર્ગો કૌટિલ્યના સમયમાં ચાલુ ધર્માચારોથી અનેક રીતે જુદા તરી આવતા For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આચારોના પ્રવર્તક હોવાથી “પાખંડ’ (ઉગ્રપંથીઓ) એવા કંઈક શંકા કે હીનતાના સૂચક બિરુદથી ઓળખાવાતા હતા. પરંતુ કૌટિલ્યની દૃષ્ટિએ તે પણ સમાજને સંગીન રીતે ખપના બની શકે એમ છે. આ વગ ઘોર તપસ્યાથી પણ ખાસ જુદા પડતા હોઇ ‘તાપસ' તરીકે પણ ઓળખાતા. ભારતીય સમાજમાં બનતું આવ્યું છે, તેમ પ્રજાવગ ધર્મના નવા-નવા પ્રવાહો તરફ, એકંદરે આદરયુક્ત કુતૂહલવાળા અને તે દ્વારા નવી-નવી આસ્થાઓ વિકસાવનારા રહ્યા છે. એટલે આવા “પાખંડ' (પાખંડી) કહેવાતા અનેક સાધકો પાસે પણ પ્રજા ધીરે-ધીરે આસ્થાથી જવા માંડે છે અને પોતાની ઇષ્ટસિદ્ધિના માર્ગોની તેમની પાસેથી શ્રદ્ધાભરી જિજ્ઞાસા રાખે છે. આ જાતના સંન્યાસીઓમાં પણ વત્તેઓછે અંશે અનેક સાંસારિક અપેક્ષાઓવાળા જોવા મળવાના જ. કોઈ ને પોતાની જીવનજરૂરિયાતો વધારે હોય, અને ભિક્ષા, ભેટ વગેરે સમાજમાંથી જોઈતા પ્રમાણમાં ન મળતું હોય તે સંજોગમાં, કેટલાય એવા નીકળે કે જે કોઈ ને કોઈ આર્થિક વ્યવસાય કે ધંધો સીધી રીતે કે પ્રાયઃ આડકતરી રીતે કરી-ખાવા માગતા હોય. આવો અટપટા માનસ-પ્રવાહવાળો, પણ ખુશીથી ખપમાં લઈ શકાય તેવો સામાજિક મસાલો ધિંગો રાજપુરુષ કેમ એળે જવા દે ? દરેક યુગમાં અંધશ્રદ્ધાળુ પ્રજાવર્ગો તો ઠેર-ઠેર જોવા મળે જ છે. કોઈ બાવા કે સંન્યાસી વિષે કશુંક ચમત્કારી હોવાની વાયકા સાંભળીને પણ એવા લોકો શ્રદ્ધાથી ‘બાપજી' પાસે દોડી જતા હોય છે. એમને જે-તે ચમત્કારની વાયકાની સચ્ચાઈમાં ઊંડા ઊતરવાની જરૂર નથી લાગતી. વળી કાકતાલીય ન્યાયે અંધશ્રદ્ધાઓ પણ અઠે-કઠે અવારનવાર ફળતી હોય છે કે તેવો અહેસાસ ઊભો થાય છે; એમ ‘પૂજયશ્રી’ અને ‘ભક્તો'નું ગાડું ગબડતું હોય છે ! અલબત્ત, પૂજયશ્રીના શિષ્યોઅંતેવાસીઓએ ચમત્કારના દેખાવ યુક્તિપૂર્વક ઊભા કરવા પડે ! તો ક્યારેક વળી કેટલીક સહજ વાસ્તવિક સિદ્ધિવાળા તાપસાદિ પણ મળી આવતા હોય છે. એના આધારે જ નકલી સિદ્ધો પણ ચલણી બની શકતા હોય છે. આવો ભક્તિ-આચાર ઘણા-ખરા કિસ્સામાં તો સમાજનું ગંભીર પ્રકારનું કે વ્યક્ત અહિત કરનારો હોતો નથી એટલે સમાજને તે તરફની ઉદાસીનતા પાલવી શકે. અહીં આ લોકસ્થિતિનો ગુપ્તચર્યા અર્થે રચનાત્મક ઉપયોગ કરવાની ખેલદિલીભરી વાત છે. જે તાપસ ગુપ્તચર બની સન્નિષ્ઠ સેવાથી આજીવિકા રળવા સંમત થાય છે, તે એ માટે ગુપ્તચર્યાના સફળ નિર્વહણ (સિદ્ધિ) માટેની પાકી ભૂમિકા તૈયાર કરવા, અંતિમ શુદ્ધ હેતુની દષ્ટિએ નિર્દોષ ઠરે તેવું સમગ્ર નાટક કરવામાં સહયોગ આપે છે. તે, પોતે સિદ્ધ તાપસ છે એવી પ્રતીતિ વિપુલ પ્રજાવર્ગમાં સ્થિર થાય તે માટે પોતાની જેમ જ સંન્યાસી-વેશે રહી ગુપ્તચરકર્મ કરવા ઇચ્છતી અને તે માર્ગે આગળ પણ વધેલી વ્યક્તિઓને, પોતાના શિષ્ય તરીકેના સ્વાંગમાં ગોઠવી તેમના સહયોગથી જરૂરી યુક્તિઓ યોજે છે. આવી યુક્તિ સંન્યાસીના તપની ઉગ્રતા બાબત, તેના જ્ઞાનની અલૌકિકતા બાબત કે તે જેની ઉપર તુષ્ટ થાય, તે ભક્તની ઇષ્ટસિદ્ધિ કરવા સમર્થ દિવ્ય પ્રભાવ બાબત શ્રદ્ધાળુઓને પાકો વિશ્વાસ બેસે તેવા ઘટનાક્રમો ઊભા કરવા અંગે પ્રયોજાય છે. એ બધી યુક્તિઓ લૌકિક ચતુરાઈ પર જ આધારિત, પણ કોઈને શંકા ન જાય તેવી હોય છે. વળી જે અંધશ્રદ્ધાળુ કે દુઃખપીડિત વર્ગ સામે આવા દેખાવ કરવાના હોય છે, એ તો આવા બનાવોની ચકાસણી કરવા બુદ્ધિ વાપરી વધુ ઊંડા For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ઊતરવાની ઇચ્છાશક્તિ જ ન ધરાવનારો હોઈ યુક્તિની કોઈ નબળી કડી રહી ગઈ હોય તો યે સત્ય ઉઘાડું પડવાપણું ખાસ રહેતું નથી ! છે ને ગંભીર હેતુ માટેની હિંમતભરી રમત ! શરૂઆતમાં વિશ્વાસ ઊભો કરવા અન્ય ગુપ્તચરો જ વેપારી કે એવા કોઈ સાંસારિક વેશમાં આઘભક્તો તરીકે ઉપસ્થિત થાય છે અને એમની વ્યક્તિગત કે પારિવારિક અંગત અજ્ઞાત હકીકતો સચોટ કહી આપવા રૂપે કે એમના વિષે અમુક ઘટનાની કે ઊંચા લાભની ભવિષ્યવાણી કરી, તે અન્ય ગુપ્તચરોની મદદથી સાચી પાડવારૂપે બાકીના ઉપસ્થિત ભક્તવૃંદમાં સંન્યાસીના પ્રભાવની સત્યતાની ધેડ બરોબર બેસાડાય છે. આ ગુપ્તચર-પ્રકાર ‘તાપસ-વ્યંજન' (તાપસવેશધારી) કહેવાય છે. ૨૪૭ - એક વાર આવા તાપસ તરફનો લોકપ્રવાહ શરૂ થાય, એટલે ગાડરિયો પ્રવાહ ચાલે. આ રીતે આવનાર વર્ગોમાં કોઈ ને કોઈ કક્ષાનું ખોટું કામ કરનારાઓ પોતાનાં અપરાધ કે પાપમાંથી મુક્તિ મેળવવાની લ્હાયના માર્યા પણ આવતા હોય છે • કાં તો પ્રજાજનો, તો રાજ્યસેવકો. આવા તપસ્વી (lie-detector !) આગળ તો તેઓ પેટછૂટી વાત પણ, કશી શંકા વગર કરે છે. આ બિંદુએ જ ગુપ્તચરકર્મ સિદ્ધ થાય છે – દેશદ્રોહીઓ, ભ્રષ્ટાચારીઓ વગેરે ખુલ્લા પડી જાય છે. આવનારાઓમાંથી કેટલાક એવા પણ હોઈ શકે, કે જેમને રાજસેવક તરીકે કોઈ ખરેખરો અન્યાય થયો હોય અને તેના ઉદ્વેગથી. ખરેખર ખૂબ દુ:ખી હોય. એટલે આવી ગુપ્તચર્યાનાં તારણો મુજબ દુષ્ટોને જુદી-જુદી કક્ષાના યોગ્ય દંડ દ્વારા અને વાજબી કારણે દુભાયેલી વ્યક્તિના અસંતોષને યોગ્ય ધન-માનથી શમાવવા દ્વારા રાજ્યતંત્રનું અને રાષ્ટ્રનું હિત નિત્ય સાચવી શકાય. માત્ર કેટલાક નમૂનાઓના નિદર્શન દ્વારા ગુપ્તચરતંત્રની ‘સંસ્થા’શાખાની જે ઉ૫૨ મુજબની રૂપરેખા રજૂ થઈ છે, તે સુજ્ઞજનોને એ વાત બરોબર બતાવે છે કે લોકસ્વભાવની ધિંગી સૂઝ-બૂઝને આધારે પૂરી લોકવત્સલતાથી સમાજના વિવિધ વર્ગો પ્રત્યેની ભરપૂર કલ્યાણકારિતા જાળવીને, કેટલા વ્યાપક રૂપમાં ગુપ્તચરતંત્રનું સ્થાયી સંગઠન અને બેઠું વ્યવસ્થિત આયોજન પ્રાચીન રાજનીતિજ્ઞોને ઇષ્ટ હતું. જેમ વ્યક્તિના જીવનમાં, તેમ એક જીવંત રાષ્ટ્રના જીવનમાં નિરંતર વહેતી બહુમુખી ચોક્કસ જ્ઞાનધારાની પ્રત્યેક પગલે તાતી જરૂર હોય છે. સમ્યગ્-જ્ઞાન જ જીવનસાફલ્યની ચાવી છે. એટલે ગૂઢચર(ગુપ્તચર)-તંત્ર માટે ઉચ્ચતમ સંગઠન, મહત્તમ સંખ્યાબળ, નિયમિત અનુરૂપ કાર્યસોંપણી, જાસૂસોની અને તેમના અહેવાલની ખરાઈની ચકાસણી, ગુપ્તતાની પૂર્ણ જાળવણી અને સમુચિત ધનવ્યય એ ઠરેલ રાજનીતિનું અદકું અંગ બની રહે છે. ‘સંસ્થા’-શાખાની ચર્ચા કરતાં આ અગિયારમા (૧-૧૧) અધ્યાયને અંતે આપેલા શ્લોક પરથી એ પણ જણાય છે કે સંસ્થા-શાખામાં અનુકૂળતાની દૃષ્ટિએ ઉપર ગણાવેલા પાંચ પ્રકારના ગુપ્તચરોની એક ખૂબ ઘૂંટાયેલી પરંપરા બની હશે; પછી પાછળથી સંભવતઃ બીજા પ્રકારો પણ ઉમેરાયા હશે. આ સંસ્થા-શાખા ગુપ્તચરતંત્રનો એક સુદૃઢ, સુગુપ્ત વ્યવસ્થા-વિભાગ છે, જે આખા રાષ્ટ્રમાં જ્યાં-જ્યાં જે-જે પ્રકારની ગુપ્ત જાણકારી મેળવવાની હોય, ગુપ્ત તપાસ કરવાની હોય, ત્યાં-ત્યાં તે For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર': દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ તે કાર્યને અનુરૂપ હોય તે પ્રકારના ગુપ્તચરને કાર્યની ચોક્કસ સોંપણી કરીને સમયબદ્ધ આજ્ઞા સાથે મોકલે છે. આ માટે, મોટે ભાગે, આખા જનપદની માનવવસ્તીઓમાં જ રહેનારા અને આ કાર્ય કરવાની વૃત્તિ ને શક્તિ ધરાવતા લોકોને પોતપોતાના વ્યવસાય સામાન્ય સમયમાં ચાલુ રાખીને, જરૂર મુજબ તંત્ર દ્વારા કહેણ આવ્યું તે-તે વેશમાં ગુપ્તચરકર્મની સોંપણી થતી હશે. આવા હંગામી (temporary) કે ખંડસમયના કાર્યકરોની જ મોટી સંખ્યા રહેતી હશે. આવી વ્યવસ્થાથી કાર્યકરોનું માનવ-જીવન અને સમધારણ (normal) વ્યક્તિત્વ અકબંધ રહેતું હશે, અને ગુપ્તચર્યા છતાં ખોટી ખણખોદવૃત્તિ એમના વ્યક્તિગત કે પારિવારિક જીવનમાં મગજ પર ચઢી જતી નહિ હોય. “સંસ્થા દ્વારા નિમાયેલા અને તેને તે સ્થળે તપાસ માટે સંચરતા (ફરતા) ગુપ્તચરો ‘સંચાર-શાખાનો ભાગ બની રહે છે. સંચાર'-શાખાની એક વિશેષતા એ હોય છે કે તેમાં ગુપ્ત જાણકારી મેળવવા ઉપરાંત જાણકારીના અનુસંધાનમાં જયાં અનિવાર્યતા કે તાકીદ જણાય ત્યાં કેટલાંક પગલાં – વધ, વંચના (મૂર્ખ બનાવવા તે) ઇત્યાદિ– પણ ગુપ્તપણે લેવાનાં હોય છે. એટલે તેવી બેવડી સજ્જતાવાળા ગુપ્તચરો પણ “સંચાર'શાખામાં ભરતી કરાય છે; જયારે કેટલાક માત્ર ગુપ્ત બાતમી લાવનારા હોય છે. વળી આ કાર્યકરોમાં જુદી-જુદી અનુકૂળતાઓ મુજબ સ્ત્રીઓનો પણ કાર્યકર તરીકે સમાવેશ થાય છે - મુખ્યત્વે સંન્યાસ કે ભિક્ષાચર્યા ગ્રહણ કરનાર સ્ત્રીઓનો; તે ઉપરાંત વિધવા, અનાથ, વેશ્યા વગેરે પ્રકારની ચાલુ ગૃહસ્થજીવનથી વંચિત કે ચાતરી ગયેલી જરૂરિયાતમંદ સ્ત્રીઓ પણ ખરી. આનાથી સધાતું અસહાયોનું કે પતિતોનું પુનરુત્થાન પણ દાદ માગે છે ! આ પ્રકારો તરફ વિશિષ્ટ નજર નાખીએ. આ નિદર્શન પણ નમૂનારૂપ અને પ્રાધાન્ય-આધારિત જ લાગે છે; અર્થાત્ તેમાં અન્ય અનેક પ્રકારો (વશો) સંભવે છે અને દેશ-કાળાનુસાર તે પ્રચલિત પણ બન્યા હશે. કૌટિલ્ય રાજયના ચાવીરૂપ હોદા ધરાવતા – “મહાભારત'માં જેમને અઢાર ‘તીર્થ ગણાવ્યા છે તે – અધિકારીઓ પર ગુપ્તચરો દ્વારા, તેમની બહારની ચર્ચા (હિલચાલ) વખતે અને તેમના નિવાસમાંની તેમની ચર્ચા વખતે, અવારનવાર તેમનાં સારાં-ખોટાં વર્તનો (વાણી, ક્રિયા વગેરે) બાબત ગુપ્તપણે તપાસ કરવાની વાતને જ, રાષ્ટ્રહિતની દષ્ટિએ તેનું ખૂબ જ વધારે મહત્ત્વ સમજીને, આ અધ્યાય ક્ર. ૧.૧૨માં કેન્દ્રમાં રાખી છે. “સંચાર' પ્રકારના ગુપ્તચરોની કામગીરીનું સ્વરૂપ નિર્દેશવા લાક્ષણિક (લક્ષણ બતાવતા) નમૂના રૂપે જ આ રજૂઆત થઈ છે. બાકી આ શાખાના ગુપ્તચરોની કામગીરીનું ક્ષેત્ર તો ખૂબ વિશાળ છે – અન્ય ઉચ્ચ, મધ્યમ, નિમ્ન (નીચી પાયરીના) રાજસેવકો કે અધિકારીઓ, વિવિધ વ્યાવસાયિકો, આમપ્રજામાંનાં રાષ્ટ્ર પ્રત્યે વફાદારબિનવફાદાર તત્ત્વો અને અગાઉ ઉલ્લેખ્યા પ્રમાણે પરરાષ્ટ્રમાંના, આપણા રાજયમાં ગુપ્તપણે ગોઠવાયેલા કે તે-તે રાષ્ટ્રમાં પ્રવૃત્ત વ્યક્તિવિશેષો વગેરે. કૌટિલ્ય આમાં બતાવેલા “સંચાર'-શાખાના ચાર પ્રકારો પૈકી બે માત્ર જાણકારી મેળવનારા કે અન્ય મેળવેલી જાણકારી યોગ્ય સ્થાને ગુપ્તપણે પહોંચાડનાર છે અને બે જરૂર પડ્યે ગુપ્ત પગલાં પણ ભરી જાણનાર છે. આમાંના પ્રથમ વર્ગમાં સ્થાન પામનાર એક સમુદાય પુરુષોનો છે, અન્ય સમુદાય સ્ત્રીઓનો; જ્યારે, સ્વાભાવિકપણે, બીજો વર્ગ પુરુષોનો જ છે. For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૪૯ પહેલા વર્ગના પુરુષ-પ્રકારનું બિરુદ (ઓળખનામ) છે “સત્રી'. અહીં આમાં રહેલા “સત્ર' શબ્દના બે અર્થ બંધ બેસી શકે : (૧) ગુપ્ત વેષ, (૨) ધારેલી તક માટે લાગ જોતાં છુપાવાની ક્રિયા (ambush). એ પરથી “સત્રી’ એટલે કાં તો ગુપ્તવેશધારી, કાં તો તકની રાહમાં કોઈથી જરૂરી સમય પૂરતો છૂપો રહેનાર પુરુષ. આ પ્રકારના ગુપ્તચરમાં, ખરેખર તો આ બે ય બાબતો હાજર હોય છે; અલબત્ત, લાગ જોતાં છુપાવાની ક્રિયામાં તે છેવટે જેનાથી છૂપો રહ્યો હોય છે એ વ્યક્તિ કે જૂથ પર આક્રમણ કરે એ અભિપ્રેત નથી; માત્ર ચોક્કસ હકીકત જાણવા માટે જ લાગ જોતો અર્થાત્ રાહ જોતો બેસે છે. રસપ્રદ વાત એ છે કે આ વર્ગ રાષ્ટ્રના એવા મનુષ્યોમાંથી ઊભો કરવામાં આવે છે કે જેઓ અનાથ હોઈ જેમની આજીવિકાની જવાબદારી રાજયતંત્ર ઉપાડવાની હોય છે. એટલે રાજ્યતંત્ર એના પોતે પોષેલા વર્ગના મનુષ્યો, જે તબક્કે જવાબદાર-સમજદાર બને તે તબક્કે તેમને આવા સાદા ગુપ્તચર બનાવે છે. તેમને માટેના વેશોની પસંદગી લોક-પ્રચલિત એવી અંશતઃ અંધશ્રદ્ધાપોષક “વિઘાઓ જાણનારની હોય છે – જેમ કે લક્ષણવિદ્યા (શરીર પરનાં ચિહનોના અર્થઘટનની વિદ્યા), અંગવિદ્યા (અંગસ્પર્શથી ભવિષ્ય કહેવાની વિદ્યા), જંભકવિદ્યા (જાદુગરી), અંતરચક્રવિદ્યા (દિશાના ૩૨ ભાગોમાં બનતી પ્રાકૃતિક ઘટનાઓ પરથી ભવિષ્યવાણી કરવાની વિદ્યા), નિમિત્તશાસ્ત્ર (શુકન-અપશુકનનું શાસ્ત્ર), માયાગત (ભ્રમો ઉત્પન્ન કરવાની વિદ્યા ?), આશ્રમધર્મોનું શાસ્ત્ર, સંસર્ગવિદ્યા (લોકો જેનાથી ભેગા થાય તેવી નૃત્ય-નાટ્ય-સંગીતાદિ વિદ્યા ?) વગેરે. આવી કેટલીક વિદ્યાના દાખલા “મુદ્રારાક્ષસ' નાટકમાં મળે છે : જેમકે યમપટિક (યમલોકનાં ચિત્રો બતાવનાર) કે આહિતુંડિક (મદારી). સામાન્ય લોકોમાં આ બધી વિદ્યાઓ તરફ પાકું કુતૂહલ કે પાકી શ્રદ્ધા જામેલાં હોઈ ઘેર-ઘેર ફરવામાં પણ શંકાસ્પદ ન બને તેવા આ વેષો બની રહે છે. આ રીતે આ વર્ગ પોતાની અનાથતાના પાકા ઉકેલથી ઊંડો સંતોષ પામી ગુપ્ત જાણકારી શોધી લાવવાનું કે એવી જાણકારી યોગ્ય અધિકારી સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. રાજયના ઊંચા અધિકારીઓ પર ગુપ્તચરકર્મ કરવા માટે સ્ત્રીવર્ગમાંથી મુખ્યત્વે પ્રાચીન ભારતીય સમાજમાં સ્વીકૃત, ચલણી અને પ્રસિદ્ધ બનેલ પરિવ્રાજિકાના સામાજિક પ્રકારનો, તેની અનેક રૂઢ લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને, અજબ-ગજબ ઉપયોગ, સમાજમાં વ્યક્તિએ વ્યક્તિએ પ્રગટ થતી માનવસ્વભાવની વિલક્ષણતાઓમાંથી ઊભી થતી શક્યતાઓને આધારે સફળપણે કરવાની વ્યવહારુ પરંપરા ઊભી થઈ હતી. કોઈ રખે ને એમ માને કે સંન્યાસીવર્ગના આવા રાજકાજ-સંબંધી ઉપયોગથી સ્વયંપ્રતિષ્ઠિત સંન્યાસ-સંસ્થાની ઉચ્ચ આધ્યાત્મિક મહત્તા પ્રત્યેનાં અવગણના અને અનાદર વ્યક્ત થાય છે. અગાઉ જે જટાધારી કે મુંડનધારી સંન્યાસીનો ઉલ્લેખ અને અહીં પરિવ્રાજિકાનો ઉલ્લેખ થયો છે, ત્યાં બંને સ્થળે તે સંન્યાસીઓ/સંન્યાસિનીઓ માટે અનુક્રમે વૃત્તિમ: અને વૃત્તિઝામ (અર્થાત્ આજીવિકાની તલાશમાં હોય તેવા કે તેવી) એવું વિશેષણ મુકાયું છે. જયારે કોઈ ઉચ્ચ વિચારમાંથી કોઈ મૂર્ત પ્રથા આકાર લે છે, ત્યારે તેના સામાજિક પ્રસારને કારણે માનવમનની મલિનતાઓથી એ પ્રથા ખરડાય પણ છે, અને એવા કિસ્સાઓમાં એ પ્રથાનો For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વિધિસર (legitimate) ઉપયોગ થતો નથી, અને દંભ પોષાતાં એ પ્રથાની મથરાવટી એટલે અંશે મેલી થાય છે. આવી સામાજિક અશુદ્ધિઓ અટકાવવામાં જેમ શાણા સમાજસેવકો, તેમ જ શાણા રાજપુરુષો પણ પોતાની નિપુણ, મનોવૈજ્ઞાનિક આયોજનશક્તિ દ્વારા ખપના બની રહે છે. જે વ્યક્તિઓએ કોઈ પ્રથાનો અંગીકાર તેના પ્રાણભૂત મૂળ ઉદ્દેશ્ય અર્થે જ જો કર્યો હોય, તો તે એ પ્રથામાં જ ઉચ્ચ હેતુ સિદ્ધ કરવા રચીપચી રહેવાની છે. એમને ઠેકાણે પાડવાનો કે અન્ય સાંસારિક પ્રવૃત્તિમાં ખપમાં લેવાનો સવાલ જ પેદા થતો નથી. ત્યારે બાકીના અવિધિસરના અને માર્ગથી ફગી ગયેલા વેષધારીઓને જ એમની પ્રકૃતિને અનુરૂપ કામ અને રોજી આપવાથી એમણે જે અસહાયતાથી કે મૂંઝવણના માર્યા તે પ્રથા અવિધિસર અપનાવી માત્ર વેષ ધારણ કર્યો હતો, તે અસહાયતામાંથી તે નીકળી જઈને સાચો રાહ પામે છે, આજીવિકા પામે છે; અને વળી સમાજનાં જરૂરી કામોને યોગ્ય કાર્યકર મળે છે. તેથી બીજો મોટો લાભ એ થાય છે કે પેલી મૂળ સાચી આધ્યાત્મિક પરંપરા શુદ્ધ અને વિશ્વાસ્ય બને છે. અહીં પરિવ્રાજિકા માટે ઉપર કહેલું વૃત્તિમાં વિશેષણ વાપર્યા બાદ વાક્યમાં દ્રિા વિધવા અને પ્રાત્મા શ્રીમળી એમ બે સવિશેષણ વિશેષ્યો અને વળી અન્ત:પુરે તરી (પારિવારિક નિવાસોમાં સત્કાર પામેલી”) એવું વિશેષણ પણ વાપરેલું છે. આમ છતાં વાક્યનું ક્રિયાપદ એકવચનમાં છે, તેથી વાક્યનું અર્થઘટન થોડું મુશ્કેલ બને છે. શ્રી કંગલેએ તો ઉપર બતાવેલાં બે વિશેષ્યો અને એક વિશેષણ – એ ત્રણેયને “પરિવ્રાના' પદનાં જ વિશેષણ માનેલાં છે. તે યોજના સ્વીકારતાં ખમચાટ થયા વગર રહેતો નથી. તેમને મતે આ પરિવ્રાજિકા દરિદ્ર વિધવા પણ છે અને વળી સ્વાધીન મનોબળવાળી (પ્ર.ન્મા) બ્રાહ્મણી પણ છે ! સામાન્ય બુદ્ધિથી પણ આવું અર્થઘટન કંઈક અંશે સ્વતોવિરોધી અને વળી હાસ્યાસ્પદ પણ લાગે છે. વળી તેઓ કહે છે કે પ્રાચીન સમયમાં બ્રાહ્મણ સ્ત્રી જ સંન્યાસ લઈ શકતી. આ વાત પણ વિવાદાસ્પદ લાગે છે. પાછી આ વાક્યની મુશ્કેલી એ છે કે તેમાં ત્રણ જાતની સ્ત્રીઓનો વિકલ્પ અભિપ્રેત હોય એવું સૂચવતું વા' (‘અથવા') પદ પણ નથી, કે આડકતરી રીતે છેવટે વિકલ્પ સૂચવી શકે તેવું “” (“અને') પદ પણ નથી; અને વળી વાક્યનું ક્રિયાપદ એકવચનમાં છે ! સાચી વાત એમ લાગે છે કે વાક્યરચના બાબતે અવારનવાર જોવા મળતી કૌટિલ્યની શિથિલતા જોતાં અહીં “વા' પદનો અધ્યાહાર કરવો જોઈએ. અને વૃત્તિકામાં તથા મન્ત:પુર કૃતસર એ બે વિશેષણો અર્થના ઔચિત્યની દષ્ટિએ આ ત્રણે ય પ્રકારની સ્ત્રીઓ માટે અભિપ્રેત માનવાં જોઈએ. અથવા પ્રા.કંગલે વારંવાર ચીંધે છે તેમ અહીં પણ પાછળથી કોઈ ટીકાકારે પરિવ્રાજિકાના વિકલ્પમાં ઉપર્યુક્ત બે પ્રકારની સ્ત્રીઓ પણ ચાલે તે સૂચવવા હસ્તપ્રતના હાંસિયામાં એ સૂચવતાં બે શબ્દજૂથો મૂક્યાં હોય અને પછીથી કોઈ લહિયાએ મૂળમાં લઈ લીધાં હોય. એટલે એકંદર અર્થ એવો બંધ બેસે છે કે કોઈ પરિવ્રાજિકા અથવા દરિદ્ર વિધવા સ્ત્રી અથવા કોઈ સ્વાધીન મનોબળવાળી (કે હિંમતબા) બ્રાહ્મણી પૈકી કોઈ પણ સ્ત્રી જો રોજી પૂરી પાડતું કામ શોધતી (વૃત્તિમ) હોય અને કોઈ પણ પારિવારિક નિવાસોમાં માનથી આવકાર પામી શકે તેવી For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૫૧ ગરવી પ્રતિભાવાળી (કન્ત:પુરે તારા) હોય, તો તેણે રાજ્યતંત્રના ઉચ્ચ અધિકારીઓ(મહામાત્ર)નાં ઘરોમાં નિયમિત આવરો-જાવરો ઊભો કરી દેવો; એમાં જ એનું ગુપ્તચરકર્મ ચાલુ થઈ જાય. આવી સ્ત્રી-ગુપ્તચારિણીઓને પોતાની પ્રતિભાથી અને બુદ્ધિશક્તિથી રાજપુરુષો કે તેમના પરિવાર વિષેની ગુપ્ત માહિતી અને તેમના મનમાં ઊંડે-ઊડે રહેલા આશયો, વિચારો જાણી લાવવાનું અગત્યનું – બળથી નહિ, પણ કળથી જ સધાનારું – કામ સોંપવું જોઈએ. એમને પ્રાયઃ કોઈ ગુપ્ત ઉગ્ર પગલું ભરવાનું કામ સોંપવાનું અનુરૂપ ન ગણાય. એમની સુકુમારતાની જાળવણી જ એમની અગત્યની જાણકારી મેળવવાની સૂક્ષ્મતા અને એકધ્યાનતાનું રક્ષણ કરે છે. હા, સંદેશાની લાવ-લઈજાનું કામ જરૂર એમના માટે યોગ્ય ગણાય. કૌટિલ્ય અહીં પરિવ્રાજિકા ઉપરાંત ઉગ્રપંથી સંપ્રદાયોની શૂદ્ર મુંડનધારિણી સંન્યાસિનીઓ(મુઠ્ઠા: વૃષ:)નો પણ આવો જ ઉપયોગ કરવાની સંપ્રદાય-રાગ-મુક્ત, વ્યવહારુ ને કલ્પનાશીલ કહી શકાય તેવી દીર્ધદષ્ટિ બતાવી છે. બીજા બે પુરુષ-જાતિના ગુપ્તચરો દેખીતી રીતે સામાજિક દષ્ટિએ અપરાધના છોછ વગરના કે મોતની પરવા વગરના (આજના આત્મઘાતી હુમલાખોરોની બરોબરીના !) મનુષ્યોમાંથી ઊભા કરવાની ભલામણ થયેલી છે. દુનિયા યુક્તી હૈ, સુજાનેવીના વાહિયે એ ન્યાયે રાજનીતિનાં અટપટાં લૌકિક કર્તવ્યો માટે ગ્રંથિમુક્ત, બુદ્ધિનિષ્ઠ, માનસપારખું દષ્ટિ જ ખપની ગણાઈ છે. આ પૈકીનો એક પ્રકાર એવી પ્રકૃતિનો શૂરો એટલે કે ક્ષાત્રવૃત્તિવાળો કૌતુકજનક જનપદવાસી મનુષ્ય છે, જે શૌર્યકાળે પોતાના પ્રાણની જરા ય પરવા કરતો નથી અને પોતાના નિર્વાહ માટે હાથી કે અન્ય હિંસક પ્રાણી સાથે બાખડવા જેવા તમાશા કરવા માટે પણ થનગને છે. આવી વ્યક્તિને ગુપ્તચર તરીકે “તીક્ષ્ણ' (મારફાડિયો) બિરુદથી ઓળખવામાં આવે છે. પ્રથમ દષ્ટિએ જ પ્રશ્ન થાય કે ફરતા મુક્ત ગુપ્તચર તરીકે આવી વ્યક્તિની પસંદગી કેમ ઇષ્ટ મનાઈ હશે. ઠરેલપણે વિચારતાં એમ લાગે છે કે સમાજમાં તેને માટે અનુરૂપ કોઈ ધોરણસરના સામાન્ય વ્યવસાયના અભાવે, એવી ‘બાબરા ભૂત” જેવી વ્યક્તિ, આમ તો સમાજને પ્રાયઃ ત્રાસરૂપ જ બની શકે. તેને બદલે જવાબદાર રીતે અને આજ્ઞા મુજબ જ વર્તવું પડે તેવી ગુપ્તચર-પદની કામગીરીને નિમિત્તે, નવરાપણાની સ્થિતિમાં સમાજને અને સરવાળે પોતાની જાતને પણ ભારે પડી શકે તેવા આ પ્રકારના મનુષ્યને, આરંભમાં, રાજ્યતંત્રના કુશળઠરેલ તાલીમ-દાતા દ્વારા, તેના પ્રત્યેનો પ્રેમના અને સ્વીકૃતિના માધ્યમથી તેને સમાજવત્સલ બનાવાઈને. ‘તેને સોંપાયેલું ગુપ્તચરકર્મ રાજ્યતંત્રના એકંદર સર્વકલ્યાણપ્રવર્તક કાર્યકલાપના ભાગરૂપ છે' તેવું સમજાવાઈને તે પછી જ ચોક્કસ કામગીરીઓ સોંપાતી હશે. આ રીતે તેની પોતાના પ્રાણ પ્રત્યેની બેપરવાઈને પૌરુષયુક્ત ગુણ તરીકે ખપમાં લગાડી શકાય, અને તેના, સમાજને હાનિકર બને શકે તેવી વૃત્તિ-પ્રવૃત્તિના અતિરેકોને શમાવી શકાય. આમ એકસાથે વ્યષ્ટિ-સમષ્ટિનાં હિતરૂપ બે હેતુઓ સિદ્ધ થાય ! પ્રેમપ્રાપ્તિ અને તજજન્ય સામાજિકતા એ એવું દિવ્ય રસાયણ છે, કે તેનાથી ભલ-ભલા મનોજવરો અને વેષોને શમાવી શકાય. આ છે પ્રબુદ્ધ, લોકલક્ષી રાજનીતિની નિત્યનૂતન સંસ્કૃતિ-સંવર્ધકતા ! ગુપ્તચરકર્મની પોતાની આવશ્યકતાની દૃષ્ટિએ, આવા પ્રકારની વ્યક્તિ, ખાસ કરીને રાષ્ટ્રના વાજબી રાજકીય હિતને અને એકંદરે સમાજને નર્યા ઉપદ્રવરૂપ હોય તેવી, અસાધ્ય રોગી સમાન વ્યક્તિના ગુપ્તવધ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર': દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ જેવા અનિવાર્ય કાર્ય માટે ખપની હોય છે. એમ પણ લાગે છે કે તીક્ષ્ણ ગુપ્તચરે આવો વધ કાં તો યુદ્ધની પરિસ્થિતિમાં, કાં તો વધ્ય વ્યક્તિની ગાફેલિયતની ક્ષણમાં શસ્ત્ર દ્વારા કરવાનો હોય છે, કે જેમાં પ્રતિહિંસાની એટલે કે ગુપ્તચરના પોતાના પ્રાણ જોખમાવાની પણ શક્યતા રહે છે. એના અન્વયે જ આવી વ્યક્તિની, શરૂઆતમાં બતાવાયેલી લાક્ષણિકતાઓ ખપની છે. આમાંનો બીજો પ્રકાર છે “રસદ' (‘રસ' એટલે ઝર; તે દેનારો, અર્થાત્ ઝેરપાઉ તે ‘રસદ'). તે સામાજિક રીતે વધુ ખતરનાક છે. એ સ્વભાવથી જ પરિવાર પ્રત્યેની કોઈ પણ લાગણી વગરનો હોય છે; અર્થાત્ માણસ જેનાથી સામાજિક બની શકે એ પારિવારિક સંબંધરૂપ પાયો જ ન નાખી શકાય તેવી તેની ચિત્તભૂમિ છે. આ તો હજી નિરુપદ્રવી લાક્ષણિકતા થઈ; પણ એમાંથી ફલિત થનારી તેની મૂર્ત લાક્ષણિકતા છે ક્રૂરતા. તે માનવમાત્ર પ્રત્યે લાગણીશૂન્ય તો છે જ; તેમાં વળી હિંસારૂપી ખતરનાક શોખમાં રાચનારો છે ! આ લાક્ષણિકતાના સાથમાં ખતરનાક બની શકે તેવું તેનું ત્રીજું લક્ષણ છે આળસુપણું. આ બધાં લક્ષણોનો એકંદર અર્થ એ, કે એ નથી સમાજમાં કે દયામાં માનતો કે નથી ઉદ્યમમાં માનતો; પછી જોઈએ શું ? નવરું મન શેતાનનું ઘર ! આ તો ખરેખર છે જે-તે મુલ્કના પ્રત્યેક પરિવારની અને જન-જનની નિંદ હરામ કરનારો ખૂંખાર હત્યારો ! થોડાં વર્ષો પૂર્વે મુંબઈમાં આવા જ એક રમણ-રાઘવ' નામના શખ્સ લાંબા વખત સુધી હાહાકાર મચાવ્યો હતો. અવારનવાર દેશકાળભેદે આવા ખૂંખાર મનુષ્યો જોવા મળતા હોય છે. કેટલીક વાર એવું બને કે રાજયતંત્ર ચાહીને આવા ખૂંખાર મનુષ્યને પોતાનો સેવક બનાવવા ન ચાહતું હોય તો યે આવો કોઈ ખરેખરો ઉપદ્રવી જયારે સમાજને ધમરોળતો હોય, ત્યારે કોઈ દષ્ટિસંપન્ન, જ્યોતિઓમાંના એક અપૂર્વ જ્યોતિ (‘ળ્યોતિષાં વ્યોતિરમ્' “શિવસંકલ્પ’–સૂક્ત, યજુર્વેદ)રૂપ પ્રભાવક મનવાળો મંત્રી કે અન્ય રાજપુરુષ આવાને પ્રથમ અન્ય પરંપરાગત ઉપાયો થકી બાહ્ય રીતે વશ કરી, સમાજના અન્ય અધ્યાત્મવિદ્દ કે સંતની મદદ લઈને પણ તેના મનની કેળવણી કરીને, ક્રમશઃ આવા રાજસેવકપદમાં એને જોતરી, સમાજને નિર્ભય કરવા સાથે આવી વ્યક્તિને કલ્યાણપથ પર ચડાવી શકે. સૂક્ષ્મ મનોવિજ્ઞાન પર ઊભેલા અને વ્યવહારુ કૌશલ સૂઝાડતા સમાજવિજ્ઞાનની કેટલી ઊંચી કાર્યક્ષમતા શક્ય છે ! વિજ્ઞાનોમાંહેલું એ કેટલું ઊંચું વિજ્ઞાન છે ! આ પ્રકારનું “રસદ' નામ સૂચવે છે તેમ, આવા ગુપ્તચરે જરૂર પડ્યે જે તે વયોગ્ય રાજપુરુષનાં આહાર-પીણા-પાણી-આદિમાં ગુપ્તપણે ઝેર ભેળવી તેનો ખાતમો બોલાવવાની તૈયારી રાખવી પડે. માત્ર એટલા પ્રસંગ પૂરતી એની મૂળ પ્રકૃતિમાં ખપમાં લાગે; બાકી તો એની પોતાની ફરજ તરફની નવી સુખશાંતિપ્રદ લગની જ એને નાથતી રહેવાની અને સમાજાભિમુખ કરતી રહેવાની. એ “રસદ' કહેવાય છે. એનો અર્થ એ નથી કે એણે માત્ર ઝેર પાવાનું હોય ત્યાં જ ફરજ બજાવવાની છે. એવો ઉગ્ર ઉપાય ક્યાંક કરવાનો આવે તે વખતે આ પ્રકારનો ગુપ્તચર એ માટે સજજ હશે એટલો જ એનો અર્થ છે. બાકી એણે પણ પ્રાય: ગુપ્ત હકીકતો જાણી લાવવાનાં જ ગુપ્તચરકર્મો કરવાનાં છે. વળી ઝેરપાલ તરીકેની કામગીરી પણ તેણે જાતે નક્કી કરીને કરવાની નથી. આ ગુપ્તચરની કૌટિલ્ય બતાવેલી લાક્ષણિકતાઓ જોઈને, તે અન્યથા ગ્રાહ્ય ન લાગતાં, અત્રે For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૫૩ આવા ઊંડા હેતુની કલ્પના કરી આ સમજૂતી માત્ર સામાન્ય બુદ્ધિથી જ અહીં પ્રસ્તુત કરી છે. વ્યવહારમાં આવું કેટલે અંશે શક્ય બને તે તો દષ્ટાંત કે સ્વાનુભવ દ્વારા જ નક્કી થઈ શકે. પરંતુ ઉચિત કલ્પનાશક્તિથી અને બૌદ્ધિક અભિગમથી જ પ્રાચીન શાસ્ત્રોને ખપયોગ્ય બનાવવાં રહ્યાં. એટલું ચોક્કસ કે કોઈ પણ એક શાસ્ત્રનું કાર્યક્ષેત્ર અન્ય શાસ્ત્રોનાં કાર્યક્ષેત્રોથી ભલે અલગ હોય, પણ જીવન તો અનેક શાસ્ત્રોનાં સત્યોને ઓતપ્રોત કરીને જ ખીલે છે. કોઈ પણ હોનહાર, દીર્ઘજીવી રાજનીતિ પણ માનવમન અને માનવ-સમાજનાં સાંસ્કૃતિક બંધારણને અને સંદર્ભભેદે જુદી-જુદી રીતે સાકાર થતાં ગતિવિજ્ઞાનને (dynamicsને) નિત્ય સમર્પિત રહીને અને પોતાના ગજા મુજબ તેને ક્રમશઃ વિકસાવીને, નવાં-નવાં સાંસ્કૃતિક પરિમાણોની ઊંચાઈએ પહોંચી શકે છે. આ બધા સંચરતા ગુપ્તચરોનું સૌથી મહત્ત્વનું અને નિત્યનું કાર્યક્ષેત્ર છે આવશ્યકતાનુસાર ઘનિષ્ઠ સાતત્ય સાથે કે અમુક-અમુક ગાળે, રાજયતંત્રના ઉચ્ચતમ અધિકારીઓની આત્યંતર ચર્યા (ગૃહચર્યા) અને બાહ્યચર્યાનાં નિરીક્ષણ અને પરીક્ષણ કરતાં રહેવાનું. “જે-જે શ્રેષ્ઠો આચરે છે, તેને તે ઇતરજન આચરે છે” એ સર્વસ્વીકૃત સત્ય મુજબ શ્રેષ્ઠો તરીકે ગણાવાતા રાજયાધિકારીઓ પોતાના નિત્યના વાસ્તવિક જીવનના વિચાર-આચારમાં એ શ્રેષ્ઠત્વ કેવુંક જાળવે છે તે તપાસતા રહેવું તે રાજ્યતંત્રની યોગ્યતમ કામગીરીનું સાતત્ય જાળવવા માટે અતિ-આવશ્યક છે. એ પણ ન ભુલાય કે જે વ્યક્તિ પોતે સામુદાયિક સહજીવન માટે પૂરેપૂરી ધગશ ધરાવે છે, એ જ પોતાની જાતને પૂર્ણ સંયમમાં અને નિયમનમાં સ્થિર કરીને પ્રજામાં અને સેવકોમાં પણ તેની શક્તિ અને પહોંચ મુજબનાં સંયમ અને નિયમનો, વૈર્ય અને આગ્રહ એ બંનેની અનુરૂપ મેળવણીથી જરૂર ખીલવી-જાળવી શકે, અને તે દ્વારા વ્યક્તિ અને રાષ્ટ્ર બંનેના કલ્યાણના માર્ગો ધમધમતા કરી શકે. મુખ્ય અધિકારીઓ પરની તપાસ તો માત્ર અગ્રતાક્રમે થતી શરૂઆતમાત્ર છે. એ રીતે નાના-મોટા સર્વ અધિકારીઓ, વ્યાવસાયિકો, સમાજો, વ્યક્તિઓ પર પણ – અલબત્ત, વત્તી-ઓછી માત્રામાં – જાપ્તો રાખવાની જરૂર છે જ. સાચો તબીબ જેમ પોતાના દર્દીના શરીરનાં અંગોપાંગોની દશાની ઝીણવટભરી તપાસ કરીને જ તેનો સફળ ઉપચાર કરવાનું માથે લે, તેમ આ સર્વ વર્ગોની ચર્યાની તપાસ કરતા રહી, તેનાં તારણો મુજબ રાજયતંત્રે પોતાનો સંયમ વધુ દઢ અને પ્રભાવક કરીને જ રાષ્ટ્રશરીરમાં પેઠેલા દોષોના વિધિપૂર્વકના યથાર્થ ઉપાય મૂળમાંથી કરવાના છે. પ્રાચીન ભારતીય રાજ્યનીતિશાસ્ત્રમાં કોઈક તબક્કે પરિપૂર્ણ રાજયંતત્રના ઘટકરૂપે અત્યંત મહત્ત્વના અધિકારીઓ માટે “તીર્થ' શબ્દ ચલણી બન્યો. “અર્થશાસ્ત્રમાં એ શબ્દ આ અધ્યાય(૨.૧૨)ના વીસમા સૂત્રરૂપ શ્લોકમાં મળે છે. એ શબ્દ “મહાભારત'માં પણ મળે છે. જેનાથી તરી જવાય તે તીર્થ. રાષ્ટ્ર કે તેની પ્રજાઓ આવા ઉચ્ચતમ અધિકારીઓના શાસ્ત્રશુદ્ધ વહીવટ અને છિદ્રરહિત નિયમનતંત્ર થકી તરી જાય છે માટે તે અધિકારીઓ તીર્થ. (અગાઉ, કૌટિલ્ય રાષ્ટ્રની ખુદ પ્રજાઓને પણ સૂઝપૂર્વક “તીર્થ' કહ્યાની વાત તો આપણે જોઈ જ છે.) આ અધિકારીઓ શુદ્ધિમાં સ્થિર થતાં જ પોતાને નૈસર્ગિક બક્ષિસરૂપે અને કેળવણીથી લાધેલી પ્રતિભાની સંકુલ સમૃદ્ધિ દ્વારા રાજયતંત્રને જયવંતું કરે છે. એવા તીર્થ”-બિરુદયોગ્ય અધિકારીઓ કયા તે અંગે પણ રાજનીતિ-ચિંતકોમાં ખાસું મંથન ચાલ્યું હશે, For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વિવાદો થયા હશે. એમ એક તબક્કે રાજ્યતંત્રનાં આવાં ‘તીર્થો'ની સંખ્યા અઢારના આંકડે સ્થિર થઈ લાંબો વખત ટકી હશે. એ યાદીમાં રાજાની ગણતરી એટલા માટે નથી કે સિદ્ધાંત તરીકે રાજા તો રાજ્યતંત્રનો ‘સ્વામી’ જ ગણાયો હોઈ એનો મહિમા સ્વતઃસિદ્ધ છે – એ ગુણસમૃદ્ધ પ્રતિભાનો સ્વામી હોય તે અપેક્ષિત છે. એટલે રાજાના કાર્યકલાપનાં અંગો બની રહેનારા મુખ્ય અધિકારીઓ જ એ યાદીમાં છે. તેમાં રાજાની અત્યંત નજીક રહેનારા અને દરબારના મુખ્ય સદસ્યોરૂપ મંત્રી, પુરોહિત, સેનાપતિ અને યુવરાજથી શરૂ કરી રાજભવનના મુખ્ય દ્વારપાળ, આખા રાજભવનની સમગ્ર વ્યવસ્થા જાળવનાર ‘અંતર્વશિક’, રાષ્ટ્રની ભૌતિક સમૃદ્ધિનું અને તેને જાળવનારા માળખાનું જતન કરનારો સન્નિધાતા, મહામહિમાયુક્ત સમાહર્તા, પ્રશાસ્તા, પ્રદેષ્ટા, સૈન્યનો ‘નાયક’, રાજધાનીની સુવ્યવસ્થા જાળવનાર ‘પૌરવ્યાવહારિક’ (?–સંભવતઃ કૌટિલ્યે અધ્યાય ક્ર. ૨.૩૫માં વર્ણવેલો ‘નાગરિક’રૂપ નગરપતિ અથવા તો નગરનો મુખ્ય ન્યાયાધીશ), ઔદ્યોગિક વિસ્તારનો વડો કાર્યાન્તિક, વિવિધ અર્થપ્રવૃત્તિઓના જુદા-જુદા અધ્યક્ષો, કિલ્લાના રક્ષક દુર્ગપાલ, સેનારક્ષક દંડપાલ, સરહદરક્ષક વિવિધ અંતપાલો – આ બધા ‘મહામાત્રો’ (મોટા અધિકારીઓ) જ ‘તીર્થ’ બિરુદથી ઓળખાવાયા. ‘મહાભારત’ વગેરેમાં મળતી અઢાર તીર્થોની યાદી સાથે આ યાદી લગભગ મળતી આવે છે. આ સૂત્ર ૧.૧૨.૬માં ‘તીર્થ’ શબ્દનો ઉપયોગ અને ‘અઢાર' સંખ્યાનો ઉલ્લેખ નથી એટલો જ ફેર છે; સરવાળો અઢારની નજીક પહોંચે છે ખરો. પરંતુ આ પછી આવતા શ્લોકાત્મક વીસમા સૂત્રમાં એ બંને વિગતોનો ઉલ્લેખ મળે છે. ૨૫૪ મૂળ વાતનું ફરી અનુસંધાન કરીએ તો ગુપ્તચરતંત્રની આ ક્રિયાશીલ ‘સંચાર’-શાખાએ કેવળ શુદ્ધ રાષ્ટ્રહિતની દૃષ્ટિએ આ ઉચ્ચતમ અધિકારીઓની ગૃહચર્યા અને બાહ્યચર્યાનું સૂક્ષ્મ-નિપુણ નિરીક્ષણ-પરીક્ષણ કરતા રહેવાનું છે. માનવસ્વભાવ જે-તે કાળે પ્રવર્તતા યુગબળ મુજબ વત્તે-ઓછે અંશે ચંચળ હોય છે. પણ સદ્ભાગ્યે કળિયુગમાં પણ બધા મનુષ્ય ચંચળ કે ભ્રષ્ટ નથી હોતા. સૃષ્ટિ દરેક યુગમાં સમાજના ધા૨ક-પોષક થોડાં પણ શુભ પરિબળોને તો સાચવી રાખે છે એવું સુંદર તારણ ‘મત્સ્યપુરાણ'ના ‘ધર્મવૃષભ’નું રૂપકાત્મક વર્ણન કરતા એક આખા અધ્યાયમાંથી નીકળે છે. એ રીતે ‘દોષને ઊગતો ડામવો' એ લાઘવસાધક (ટૂંકાણ સાધતા) ન્યાયે, આડે રસ્તે ચાલતા ‘મહામાત્ર’(ઉચ્ચાધિકારી)ને સીધે રસ્તે ચાલતો કરવા સમયસર યોગ્ય શિક્ષાત્મક પગલાં ભરાવાં જોઈએ. અથવા અસાધ્ય લાગતા અધિકારીને, તે જે ઉપાયથી રાષ્ટ્રને હાનિ કરતો અવશ્ય અટકે તે ઉપાયથી નિયમનમાં રાખવો જોઈએ. આવી કડક શિસ્ત જે રાષ્ટ્રના રાજપુરુષો, રાજસેવકો અને એકંદરે આખી પ્રજા ઝીલીને પચાવી શકે અને એના દ્વારા પોતાના શુભ સંકલ્પોને પૂરેપૂરા જાગૃત અને સક્રિય કરી શકે, તે રાષ્ટ્ર સાચું સર્વકલ્યાણસાધક અને ધડો લેવા જેવું (અનુસરવા જેવું) રાષ્ટ્ર બને છે. આમપ્રજામાંથી જ ભરતી કરાયેલા ગુપ્તચરો આવા ઉચ્ચતમ અધિકારીઓના સમીક્ષક થાય તે ઉચિત છે, કે શક્ય છે એવો પ્રશ્ન થાય. અહીં એ યાદ રાખવું જોઈએ કે ઘણી વાર સાવ સામાન્ય મનુષ્ય પણ ઉચ્ચાશયી સ્વામીનું કે તંત્રનું સમર્પિત અંગ બનીને એની આજ્ઞાના જ પીઠબળે તેના પાલન દ્વારા અને પોતાની સાદી-સીધી-સ્વચ્છ પ્રકૃતિમાંથી જન્મેલી અડીખમ વફાદારી અને કુશળતા દ્વારા મોટાં કામ કરી શકે છે. વળી એ ન ભુલાય કે સમાજ પરસ્પર-સમીક્ષાથી જ ટકી - For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૫૫ શકે છે. મનુષ્ય બાહ્યપ્રકૃતિવશ થઈ બૂરાઈ તરફ પ્રેરાયા છતાં, તેની મૂળ પ્રકૃતિ તો સારું-સાચું કરવાની જ છે તે વાત આવા જાગૃત તંત્રના જાપ્તા દ્વારા ફળે છે. આપણે માત્ર સૃષ્ટિમાં પ્રવર્તતા શુભતત્ત્વના વાહક બનવા જેટલાં નમ્ર બની રહેવાનું છે. અહીં એક બીજી વસ્તુસ્થિતિ પણ બરોબર સમજી લેવા જેવી છે કે મનુષ્ય સ્વયં પોતાની પ્રજ્ઞાથી શુદ્ધ-સમર્થ બને એ માર્ગ ટૂંકામાં ટૂંકો અને ઉત્તમ હોવા છતાં તે બહુ ઓછી વ્યક્તિઓને સુલભ હોય છે. એક સુભાષિતમાં લોકને માત્ર અનુકરણશીલ (ાતાનુમતિ) કહ્યો છે. એટલે સામાજિક જીવનના ગમતા લાભો પામવાની પ્રબળ ઇચ્છાથી પ્રેરાયેલી વ્યક્તિ તે ઇચ્છા ફળવા માટે જુદાં-જુદાં સ્તરના સામુદાયિક નિયમનોને અનિવાર્ય સમજીને અમુક અંશે, બીજાઓનું જોઈને પણ તે પાળવા જાતે રાજી થાય છે, અથવા તો વિવિધ પ્રકારની સામાજિક કે રાજકીય શિક્ષાઓના હળવા કે સહી શકાય તેવા ભયથી (માટુર એટલે કે હળવા ડરના મિશ્રણવાળી આમન્યાથી) પણ ધીમે-ધીમે તેને પાળતો થઈ જાય છે. તેનાથી તેને સાંસારિક લાભ તો થાય જ છે, પણ વધારામાં તેના આંતરવ્યક્તિત્વનો પણ વિકાસ થવા લાગે છે. એક તબક્કે, એ કદાચ પોતાના મોહના અને પ્રમાદના કોચલામાંથી નીકળવાની ભૂમિકાએ પણ પહોંચી શકે, અને પછી બાહ્ય ડર વિના પણ સ્વેચ્છાથી અને પાકી સમજથી નિયમનોને સ્વભાવમાં જ વણી લઈ સાચો સામાજિક (સમાજભક્ત) પણ બની શકે અને એવા નિયમનતંત્રના નિયમન-પ્રવર્તક સેવક તરીકે સેવા આપવા પણ તત્પર બની શકે. અહીં એ વાત તરફ પણ ધ્યાન આપવું જરૂરી છે કે તંત્રકૃત બાહ્ય નિયમનો પણ મનુષ્યને વિચારવાની, અનુતાપ (પશ્ચાત્તાપ) કરવાની, સુધરવાની તક આપે તેવાં મધ્યમમાર્ગી અને માનવમાત્રના પાયાના આત્મગૌરવને ઊની આંચ ન આવવા દે તેવાં હોવા ઘટે. કેવળ નર્યા અવિચારથી સમાજને તત્કાલ અતિગંભીર હાનિ પહોંચાડવા તોળાયેલાં અપવાદરૂપ દુષ્ટ તત્ત્વો માટે જ પ્રાયઃ ગુપ્તપણે અજમાવવાનાં (ૌનિદ્રિ) આત્યંતિક નિયમનો (વિવિધ પ્રકારના ગુપ્તવધ) અપવાદરૂપે કદાચ ઉચિત ગણાય. સામાન્ય મનુષ્ય તો કાં તો પહેલેથી જ સમજીને આત્મસંયમપૂર્વક નિયમનો પાળે, કે પહેલાં માત્ર ભયથી નિયમનોને વશ વર્તી ક્રમશઃ એમાંથી આત્મસંયમનું મહત્ત્વ સમજતો થઈને છેવટે સ્વેચ્છાથી સહજ પાલન કરતો થઈ શકે. એ રીતે ઉત્તમ રાજાની નિશ્રામાં “તીર્થરૂપ ઉચ્ચાધિકારીઓએ રાગદ્વેષ વિના સામાજિક ઔચિત્યને સમજીને પ્રવર્તાવેલું, દેખીતી રીતે કડક એવું નિયમનતંત્ર સરવાળે સામુદાયિક એકરસતા, સંવાદિતા અને સ્વયંભૂ સંસ્કૃતિને પ્રસારીને રાષ્ટ્રની સમગ્ર પ્રતિભાને આત્મસંરક્ષક અને સ્વાધીન બનાવી શકે છે. (કદાચ તેમાંથી “અરાજક એટલે શાસક વગરના સ્વયંશાસિત પ્રબુદ્ધ સમાજનું દિવાસ્વપ્ન પણ મૂર્ત થઈ શકે !) ગુપ્તચરતંત્રમાં સર્વદા અને સર્વત્ર ગુપ્તતાનો મહિમા હોઈને, અગાઉ બતાવેલું તેમ ગુપ્તચરો અન્યોન્યને પણ ગુપ્તચર તરીકે ન ઓળખે (જેથી મળેલી ખરી બાતમીની વિકૃત રજૂઆતોની સંતલસ ન કરી શકે, તે તથા ગુપ્તચરનો સંદેશો લાગતા-વળગતા ઉપરીને વ્યક્તિગતરૂપે જ – મૂળ ગુપ્તચરે કે ગુપ્તચર-સાંકળની અંતિમ કડીરૂપ ગુપ્તચરે લીધેલી રૂબરૂ મુલાકાત દ્વારા – અથવા ગુપ્તચરોની ગુપ્તલિપિમાં વાહક ગુપ્તચર દ્વારા યથાસ્થાન પહોંચે તે જરૂરી છે. અધ્યાય ૧.૧૨ના છેવટના સાત શ્લોકો પોતાના રાજય દ્વારા પરરાજ્યોમાં નિયુક્ત થયેલા For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ગુપ્તચરોના અત્યંત ઝીણવટભર્યા અને સંકુલ એવા કાર્યકલાપનું લાઘવથી સુંદર પંખીદર્શન કરાવે છે. એમ પણ લાગે કે પરદેશનીતિના સંદર્ભે (અર્થાત્ ષાગુણ્યવિચારણા માટે) ગુપ્તચરોનો વધુ વ્યાપક, વધુ અટપટી ગૂંથણીવાળો અને સંખ્યામાં વધુ વિપુલ પુરવઠો જરૂરી ગણાય છે; અલબત્ત, દરેક દેશકાળના આંતરરાષ્ટ્રીય રાજકારણ મુજબ આ પરિસ્થિતિ જુદા-જુદા સ્વરૂપની હોઈ શકે. સ્વરાષ્ટ્રની કલ્યાણયાત્રાને બને એટલી નિર્વિઘ્ન રાખવા માટે માનવીય પ્રજ્ઞા અને પહોંચ પ્રમાણે, થાય તે બધું કરી છૂટવું એ જ વિશ્વવિધાતાએ સર્જેલી માનવીય નિયતિ છે એ અહીં સ્વીકારવું જ રહ્યું. બાહ્ય સૃષ્ટિમાંથી ઊભાં થતાં વિઘ્નો કરતાં યુગબળ મુજબ પ્રવર્તતી માનવોની અતિકુટિલ પ્રકૃતિમાંથી જન્મતાં વિદનો અનેકગણાં વધારે અને ગૂંચવણભર્યા હોય છે. પણ એને વશ થવા કરતાં તો સમગ્ર રાષ્ટ્ર તેના ક્ષત્રિય-વર્ગના (અર્થાત્ સંઘર્ષક્ષમ દઢ શરીર-પ્રાણ-મન-બુદ્ધિની શક્તિઓ ધરાવતા વર્ગના) સાતત્યયુક્ત દઢ નેતૃત્વમાં તેનો પૂરેપૂરો સામનો કરી છૂટવામાં જ ધન્યતા છે. એ માટે અતિસંકુલ ગુપ્તચરકર્મ એ અત્યંત મહત્ત્વનો અને મજબૂત પાયો બની રહે છે તે નિઃશંક. (પેલું કવિશ્રી અવિનાશ વ્યાસે લખેલું અને મન્ના ડેએ ગાયેલું ‘હુ-તુ-તુ-તુ હુતુતુતુ....' ગીત હૈયે ધરીને આવા કાર્યકલાપને ખેલદિલીથી વધાવીએ !) અહીં શાસકોએ ધ્યાન રાખીને જોગવાઈ કરવા જેવી મહત્ત્વની બાબત એ પણ છે કે મુલ્કી રાજમંડલનાં અનેક પડોશી રાજયતંત્રો પણ કોઈ એક વિજિગીષની પોતાની જેમ તેમના પોતપોતાના ગુપ્તચરોને વિજિગીષના સયમાં ઘુસાડી જાતજાતની ગુપ્તચર્યા કરાવતાં હોય છે. તો તેવા શત્રુના ગુપ્તચરોને ઓળખી પાડવાના અને પોતાના ગુપ્તચરો તે-તે પરરાજયમાં ન ઓળખાય-પરખાય તે માટે બધી જ સાવધાની રાખવાની – આવી દિલદાર રમત કે ભારે કઠિન જવાબદારી ગુપ્તચરતંત્ર પર અને સરવાળે સમસ્ત રાજ્યતંત્ર અને રાષ્ટ્ર પર આવી પડે છે. તે માટે જે રાષ્ટ્રનું આત્મસંયમ પર ટકેલું કુલ આત્મબળ અને તેમાંથી ખીલતી મંત્રશક્તિ, પ્રભુશક્તિ, ઉત્સાહશક્તિ એમ ત્રિવિધ શક્તિ વધુ જોરદાર હોય, તે રાષ્ટ્ર સરવાળે જયવંતું બને – અલબત્ત, દૈવબળને અધીન રહીને જ. અને આવી કસાયેલી, છતાં ખેલદિલીભરી જવરમુક્ત સ્પર્ધાથી એકંદરે માનવસંસ્કૃતિ પણ તેજસ્વી ને ખમતીધર જરૂર બની શકે. દર્શનશક્તિથી રક્ષિત વ્યવહારુપણું, કર્મઠપણું, સ્પર્ધાકૌવત એ અધ્યાત્મમાર્ગનો જ અંગભૂત ટપ્પો છે. અવિદ્યાથી મૃત્યુને તરીને જ વિદ્યાથી અમૃત પામવાની જોગવાઈ શક્ય છે. આ ચર્ચા પરથી, રાજાની દિનચર્યામાં ગુપ્તચરો સાથેની મુલાકાતના દોઢ-દોઢ કલાકના ત્રણ ખંડો પ્રતિદિન આયોજાયા છે તેની મહત્તા પૂરેપૂરી સમજાશે. રાષ્ટ્રની ગુપ્તતમ બાબતો સુવિનીત રાજા સિવાય કોઈને ન પહોંચે તે પણ ખૂબ જરૂરી ગણાય; કારણ કે આપણે ઉપર જોયું તેમ, રાજા માટે જે અત્યંત અંતરંગ ગણાય તે બધા અધિકારીઓ (‘મહામાત્રો') પણ, ચોક્કસ મનોભૂમિકાએ અવિશ્વાસ ગણાઈને ગહનતમ તથ્યોથી દૂર રખાતા હોય છે. અહીં યાદ રહે : કૌટિલ્યને મન એમની વિભાવનાનો રાજા સાંખ્ય-દર્શનની પુરુષસ્વરૂપની વિભાવનાનો સમાજસ્થિત ઉત્કૃષ્ટ પ્રતિનિધિ હોવાનું કહી શકાય. ઉચ્ચતમ સ્તરે રાજા કોઈ પણ હકીકત કે વસ્તુસ્થિતિ તરફ સૌથી વધુ નિર્લેપ એવો સાક્ષીરૂપ મનુષ્ય છે. એ કોઈ પણ વસ્તુ પ્રકૃતિનિયમે જે રીતે પલટાતી રહેતી (‘પરિણમતી For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૫૭ રહેતી') હોય તેનો જાગૃત સાક્ષી બની રહે છે. તેની નિર્લેપતા જ એને સત્યમાં કે ઘટનાક્રમમાં મધ્યસ્થી બનાવી, જે જેમ થવું જોઈએ તે તેમ થવા દેનારો અને દખલ નહિ કરનારો બનાવે છે. આમાંથી જ સામાન્યજનને સહજપણે એ પ્રશ્ન થાય કે ખુદ રાજા પર કોઈ ગુપ્તચરકર્મ કરવાની વાત આખા ગ્રંથમાં ક્યાંય થયેલી કેમ જોવા મળતી નથી. આ સાચા પરિપ્રશ્ન(દિલમાંથી ઊઠેલા પ્રશ્નોનો સાંસારિક ઉત્તર તો આ જ હોય : “ધણીનું કોઈ ધણી થયું છે?” પણ એ તો સત્તાશોખીનોના સ્થાપિત હિતનો માત્ર બચાવ છે. જ્યારે કૌટિલ્ય જેવા બૌદ્ધિક તો આ પરિપ્રશ્નને આવકારે જ. અને ખરેખર, આખા ગ્રંથમાં અનેક રૂપે આ પ્રશ્નના ઉત્તર સીધી યા આડકતરી રીતે જડી આવે એમ છે. વળી અગાઉ બતાવ્યા પ્રમાણે, છેવટે તો સમાજમાં પડેલી જીવનશુદ્ધિની અનિવાર્ય અને સ્વયંભૂ ભૂખ જ, અન્યોન્યની નિરંતર જાંચ-તપાસ બાબતે કર્તવ્યબુદ્ધિથી સૌને જાગતાં ને સાબદાં રાખીને આખી પ્રજાને, સરવાળે, ઊંચે ચઢાવે છે. એટલે રામરાજ્યની જેમ રાજા પર પણ પૂર્ણ જાગૃત રાષ્ટ્રના “તીર્થોની, અન્ય હજારો કર્મચારીઓની અને જાગૃત પ્રજાજનોની નજર જુદી-જુદી રીતે રહેતી જ હોય છે. વળી રાજાનું નિવાસસ્થાન રાજધાનીની સરહદે કે બહાર એકાંતમાં ન રખાતાં રાજધાનીના ધમધમતા વિસ્તારની વચ્ચોવચ રાખવાની જોગવાઈ પણ આડકતરી રીતે પ્રજાને રાજા પર જાપ્તો રાખવા અંગે પ્રોત્સાહક બનીને રાજાને પણ સ્વયં નિયમનમાં રહેવા બાધ્ય કરનારી બની રહે તેમ છે. વળી રાજા પ્રત્યે જો વિશુદ્ધ શ્રદ્ધાનો અભિગમ હોય તો એ શ્રદ્ધામાંની વિશુદ્ધિ જ જરૂર પ્રમાણે રાજાની ચોકી પણ કરી જાણે અને તાવણી પણ કરી જાણે. વળી રાજાના આચાર્ય (રાજગુરુ) અને પુરોહિત સાથેના પરંપરાગત ધોરણસરના સંબંધ પણ રાજાની વિશુદ્ધિ નિરંતર સાધતા રહે. રાજાએ આ બંને પ્રત્યે પુત્ર કે શિષ્યની જેમ જ વિનમ્ર થઈ વર્તવાનું છે તે આપણે અગાઉ જોયું છે. આમ તો રાજાની જેમ મુખ્યમંત્રી કે સેનાપતિ પણ આપખુદ બની રાજ્યતંત્રને સ્વહસ્તક કરી આપખુદ શાસનથી છેવટે સ્વ-પરની દુર્દશા કરે તેવી સંભાવના રહે જ છે. પણ કૌટિલ્યનો આ બધા પ્રશ્નોનો છેવટનો તાત્વિક ઉત્તર તો નર્યો સાંસ્કૃતિક સ્તરનો જ છે. રાજયતંત્ર એ હકીકતે ભોગવટાની વસ્તુ નહિ, પણ કાંટાળો તાજ છે. જે માત્ર ભોગવટાની દૃષ્ટિએ એને પચાવી પાડવા ચાહે છે, તે સરવાળે પોતે પણ બેહાલ થયા વિના રહેતો નથી; કદાચ ખમતીધર રાષ્ટ્ર તો પાછું પોતાના મૂળ ઉમદા કાઠા પ્રમાણે બેઠું થઈ પણ શકે. એટલે “અર્થશાસ્ત્ર'નું પ્રથમ અધિકરણ, શીર્ષકના “વિનયધારિ' એવા સાંસ્કૃતિક નિનાદ સાથે ગ્રંથનો આરંભ કરે છે તે હકીકતની કદર સહૃદયો કયા વગર રહે તેમ નથી. રાજા કે અન્ય આપખુદ બને તેનો જે ઉત્તર બાઈબલના આ પ્રસિદ્ધ વાક્યમાં છે : “જે તલવારથી મારશે, તે તલવારથી મરશે”, તેને મળતો ઉત્તર જ સમગ્રપણે કૌટિલ્યના આ ગ્રંથમાંથી પણ ફલિત થાય છે. આ વિષયની ચર્ચાને સમેટતાં બે પૂરક વાતો ઉમેરી લઈએ : અધ્યાય ક. ૧.૧૬માં પ્રકરણ-શીર્ષક છે : કૂતપ્રથ: (દૂતનો કાર્યકલાપ). કોઈ પણ પરરાજ્ય સાથેના સંબંધના અન્વયે જયારે કોઈ સારી-માઠી બાબત અંગે સંદેશાની આપ-લે ચાલતી હોય, ત્યારે કોઈ પણ કદમ ઉદ્ધત રીતે, પરસ્પર જાણ કે ચર્ચા વિના ન ભરાય તે માટે કાં તો માત્ર For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પત્રવાહક (શાસનદા) દૂત, કાં તો થોડી જ સીધી-સાદી (માહિતીલક્ષી) વાત કરવાની હોય તેવો (મિતાથી દૂત અથવા તો પોતાની બહુમુખી પ્રતિભા મુજબ રાજાએ ચીંધેલી નીતિ મુજબ આખી વાતની પોતાની પ્રગલ્સ (પ્રૌઢ) વિવેકબુદ્ધિથી પોતાની ઢબે રજૂઆત કરનાર (નિવૃષ્ટી) દૂત મોકલવામાં આવતો. તે ત્રીજા પ્રકારના દૂતની જ કામગીરીનું જે રસપ્રદ વર્ણન એ અધ્યાયમાં છે, તેમાં તેણે ગુપ્તચરનું કાર્ય પણ, જરૂર મુજબ, માત્ર તપાસ પૂરતું કરવાનું હોય છે તે તરફ અહીં ધ્યાન દોરવું જોઈએ. એ દૂતે ખાસ ધ્યાન રાખવાનું છે કે પોતાના દ્વારા એ પરરાજયના કોઈ ગુપ્તચરો પોતાના રાજયની કોઈ પણ મર્મરૂપ બાતમી ન મેળવી લે. ‘દૂત કાયમ અવધ્ય ગણાય” તેવી વ્યાપક રાજનૈતિક શિસ્ત હોવા છતાં, કોઈક વાર પોતાના પ્રાણ પર સામા રાજાના માણસો દ્વારા ભય જણાય તો તે સાવધાનીથી પારખી લઈને પોતાના પ્રાણ બચાવી પલાયન થઈ જવાનો આદેશ છે. આ બતાવે છે કે ગુપ્તચરકર્મની નિપુણતા જરૂર મુજબ અન્ય હોદાધારકોએ પણ બરોબર બતાવવાની હોય છે. ક્યાંય ખોટા વિશ્વાસના કે ભોળપણના ભોગ ન થવાય તે ખાસ જોવાનું છે. દરેક રાજા કે રાજયતંત્રની તાસીર મુજબ ગુપ્તચરતંત્રના વિધિસરના કે મેલી રીતના ઉપયોગ થતા હોય છે. તે બધા અંગે ખૂબ ચેતતા રહેવાની જરૂર છે. બીજી વાત છે “ઉપધાની એટલે કે અધિકારીના વિવિધલક્ષી ચારિત્ર-પરીક્ષણ માટે યોજાતા છટકાની (ઊભા કરાયેલા કસોટીરૂપ પ્રસંગની). આ એક પ્રકારની પ્રાયોગિક ગુપ્તચર્યા છે. ગ્રંથમાં, ગુપ્તચરતંત્રના વર્ણનના ઉપર્યુક્ત બે (૧.૧૧, ૧૨) અધ્યાયો પૂર્વેના અધ્યાય ક. ૧.૧૦માં આનું વર્ણન છે. તે કામ પણ ગુપ્તચરોએ જ કરવાનું છે. ઉપધામાં મનુષ્યની પ્રકૃતિના કોઈ મહત્ત્વના ચોક્કસ પાસાની ચોક્કસ કસોટી થઈ જાય તેવી પરિસ્થિતિવાળો પ્રસંગ ઊભો કરાય છે. ઉપધાનો પ્રયોગ મુખ્યત્વે અમાત્યો કે મંત્રીઓ પર કરવાનો છે; કારણ કે તેઓ જ રાષ્ટ્રનાં તે-તે કાર્યોના નિર્ણાયક અને વહીવટદાર હોય છે. તેમાં જે-તે સેવકની પાયાની સાચી ધાર્મિકતાની તપાસ કરતી “ધર્મોપધા', લોભવૃત્તિની પરીક્ષા કરતી “અથપધા', કામવૃત્તિની તપાસ કરતી “કામો પધા' અને બીકણપણાની તપાસ કરતી “ભયોપધા'નું વર્ણન છે. તેમાં ક્યો મંત્રી | અમાત્ય કઈ બાબતે કાચો ને કઈ બાબતે ચોખ્ખો છે તે તપાસીને તેને અનુરૂપ ખાતાની કામગીરી સોંપાય છે. આમાંનો કોઈ એકાદ દોષ કોઈમાં હોય તો યે વ્યક્તિને નકામી ગણવામાં નથી આવતી એ માનવીય અભિગમ નોંધપાત્ર છે. સર્વ ઉપધામાં શુદ્ધ ઠસ્સાને મંત્રી બનાવવો અને સર્વ ઉપધામાં અશુદ્ધ ઠરેલને પણ છૂટો કરી બેકાર અને સમાજ માટે ભયાવહ ન બનવા દેતાં તેના દોષો આડા ન આવે તેવી પાયરીનાં કામો આપવાં એવી દષ્ટિસંપન્ન વાત રજૂ થઈ છે. આમ ગુપ્તચર્યાનાં અનેક રૂપો હોય છે, અને તેની તપાસને અંતે નિર્ણય પણ ઠરેલ રીતે, મનોવૈજ્ઞાનિક ઔચિત્ય જાળવીને લેવાય છે. આમ વિવિધ રીતે જોતાં, ગુપ્તચર્યાની કામગીરી એના સ્વરૂપની દષ્ટિએ, સંકુલ પ્રકૃતિ ધરાવતા મનુષ્યોને આવી જુદી-જુદી રચનાત્મક શુદ્ધિસ્થાપક કામગીરીઓની નથ ઘાલીને રાષ્ટ્રકાર્યમાં તેમને સાર્વત્રિક રીતે પ્રવૃત્ત કરવાની અને તેના થકી રાષ્ટ્રને વિશુદ્ધિથી ઉજ્જવળ, સમર્થ અને નિત્ય જયવંતુ બનાવવાની ને રાખવાની શુદ્ધ સાંસ્કૃતિક પ્રવૃત્તિ બની રહે છે તે વાત સર્વ સંસ્કૃતિભક્ત સહૃદયોએ ગાંઠે બાંધવા જેવી છે. For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૫૯ (પ) ન્યાયતંત્ર માનવ આ પૃથ્વી પર આગવાં દેહ અને મનોવૃત્તિરૂપે પૂરો સાકાર થયો, ત્યારે શરૂઆતમાં પોતાની ક્ષાત્રામાં જ સવિશેષ એકાગ્ર થયેલો હોઈ મુખ્યત્વે વ્યક્તિગત સંઘર્ષપ્રધાન જીવન જીવતો હશે. ધરતી મુખ્યત્વે વનોથી આચ્છાદિત હોઈ વન્ય ફળ-ફૂલ-મૂળ-કંદ અને અનુરૂપ વન્યપ્રાણીઓના હણેલા દેહો વડે પોતાનો નિર્વાહ કરતો હશે. પ્રાણીઓનો શિકાર કરતાં, અન્ય મનુષ્યો સાથે સંઘર્ષ પણ વત્તે ઓછે અંશે થતા રહેતા હશે. કદાચ તે અસ્થાયી નાનાં જૂથો રચવા જેટલી સામૂહિક ભાવના તો ધરાવતો હશે. એવી સ્થિતિ સેંકડો નહિ, પણ હજારો વર્ષ ચાલી હશે. પરંતુ આ પૃથ્વી પર માનવજીવન, બલ્ક પ્રાણીમાત્રનું જીવન, યુગોથી ઉત્ક્રાંતિના નિયમને વરેલું જોવા મળે છે. એ ક્રમે માનવપ્રતિભામાં કૃષિનાં સૂઝ-કૌશલ ઊભાં થઈ, એમાંથી એક ચોક્કસ સામૂહિક જીવન નવેસર કંડારી શકાય તેટલી સમજણ ઊભી થઈ હશે. શરીરનિર્વાહનું વધુ વિશ્વસનીય, સ્થાનિક અને નિશ્ચિત એવું સાધન મળતાં, એ સાધનને બરોબર ખિલવવા ભટકુ જીવનને સ્થાને સ્થાયી, નિવાસકેન્દ્રી જીવનનો પાયો જરૂરી બન્યો હશે. તે માટે સામાજિક વિકાસ સાથે “ગ્રામ', ગ્રામસમૂહરૂપ “વિશે” અને “વિશુ'-સમૂહરૂપ જનપદ કે રાષ્ટ્ર પણ, ક્રમશ: નિશ્ચિત સ્વરૂપની સામુદાયિક અસ્મિતા કે સંવેદનશીલતા ધરાવતા મુલ્કી સામાજિક એકમ તરીકે સાકાર થતાં ગયાં. માણસ માત્ર પોતાના દેહની જ માવજતને બદલે અનેક સહજીવીઓ સાથેના સંબંધની માવજતમાં એકાગ્ર થઈ અનેક જાતની સ્થૂળ-સૂક્ષ્મ સમૃદ્ધિ અને જીવનસાર્થકતા અનુભવવા લાગ્યો. એથી સભાનપણે પોતાનાં દૈહિક-વાચિક વર્તનોને અને એનાં મૂળરૂપ વૈચારિક કે માનસિક-બૌદ્ધિક વર્તનોને પણ સ્વૈચ્છિક નિયમન(સં-યમ)માં સ્થાપવામાં ધન્યતા કે રસાળતા અનુભવવા લાગ્યો હશે. આવો સંયમ આખા સમુદાયમાં તો સ્વયંભૂપણે નહિ પ્રગટ્યો હોય, પણ દરેક જૂથમાંના થોડાક સ્વયંભૂ સંયમીઓ પ્રત્યેની શ્રદ્ધાના બળે, પ્રમાણભેદે પણ બાકીના સભ્યોમાં સંયમ અનુકરણ પામતો ગયો હશે. (“ઋગ્વદ'માંના યમદેવ, ખરેખર તો આવા સંયમીઓના પ્રથમ પૂર્વજરૂપ અને તે કારણે મૃત્યુ પછીના સુખશાંતિભર્યા મિલનસ્થાનરૂપ લોકને શોધી કાઢનારા ગણાયા છે !) સમાજરચનામાં સંયમના પ્રાધાન્યને કારણે કોઈ સમુદાયમાં જેનું પ્રાધાન્ય હોય તેના આધારે તે સમુદાય તેવું બિરુદ (પૂર્વેશ) પામે છે” (પ્રાધાન્ચન પદ્દેશ: મવતિ) એ પ્રસિદ્ધ ન્યાય મુજબ એ સમુદાય અજાણ્યાઓ માટે પણ પાસે જવા લાયક (fમાગ) બનતાં શબ્દભેદે “આર્ય' (પાસે જવા લાયક, મૈત્રીયોગ્ય) એવું બિરુદ પામ્યો હશે. વ્યક્તિગત રીતે સૂઝેલાં અને કેળવણીથી સમુદાયમાં ફેલાતાં જતાં સંયમો કે નિયમનો સમાજને સારી રીતે ટકી રહેવામાં ઉપકારક લાગતાં “ધર્મ' (ધારણ કરનારા એટલે કે ટકાવનારા નિયમો) તરીકે પણ ઓળખાવા લાગ્યાં. આખા સમાજમાં સુદીર્ઘકાળ સુધી અનુકૂળ અને સર્વોપકારક લાગેલાં અને તે રીતે સમાજ-દેહમાં બરોબર પચી ગયેલાં નિયમનો જ ભાષાબદ્ધ થઈ સંચિત થતાં ગયાં અને પેઢી-દર-પેઢી આવર્તન (રટણ) પામતાં ધર્મશાસ્ત્ર' તરીકે ઓળખાવા લાગ્યા, અને કંઠસ્થ – બલ્ક ‘આચાર' – અને ગ્રંથસ્થ એમ બે આકારે ટકી રહ્યાં. ધર્મશાસ્ત્રનું ચિંતનક્ષેત્ર વિશાળ હતું : વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાજાના ધર્મો અર્થાત્ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ કર્તવ્યોનો વિચાર એમાં મુખ્ય હતો. અહીં “ધર્મ'નો અર્થ છે વર્તનને સર્વ-હિતકર મર્યાદામાં સ્થાપતાં નિયમનો. હવે, રાજાના કર્તવ્યવિચારમાં, શરૂઆતમાં સમાજ-વ્યવસ્થાપક વર્ણાશ્રમધર્મોના પાલનને જ ટોચનું મહત્ત્વ મળેલું. એટલે રાજાએ સમાજમાં વ્યક્તિ, કુટુંબ, વેપાર, સમુદાયજીવનને લગતા પરંપરાગત એટલે કે ધર્મશાસ્ત્રના ગ્રંથો કે સ્મૃતિગ્રંથોમાં સંગૃહીત નિયમો(કાયદાઓનું પાલન કરાવવું તે મુખ્ય કર્તવ્ય હતું. કાયદા માટે તે વખતે ધર્મ' શબ્દ રૂઢ થયો હતો. રાજાના પદની સ્થાપના પણ સમાજમાં વ્યાપેલા “માસ્યન્યાય'(મસ્યો એટલે કે માછલાંઓમાં મોટું નાનાને ગળે તેવો “બળિયાના બે ભાગવાળો અવળો રિવાજ)ને દૂર કરવા માટે થયો હતો તેમ ભારતીય રાજનીતિના ઉદ્ભવનું પૌરાણિક વૃત્તાંત (‘મહાભારત', પુરાણો વગેરેમાં સચવાયેલું) કહે છે. બળ (શારીરિક જોર) કરતાં વધારે સર્જનશક્તિવાળાં માનવસામથ્થોને પ્રાધાન્ય આપી, તેને સધિયારો આપી, કાર્યશીલ બનાવવાનો જ એ ઉપક્રમ (હેતુલક્ષી કાર્યક્રમ) હતો. આના અન્વયે રાજાની સત્તા માટે “દંડ (દમન-સત્તા) શબ્દ રૂઢ થયેલો. એ સત્તારૂપી દંડ કેમ વાપરવો તે અંગે માર્ગદર્શન આપવું તે રાજધર્મ કે રાજનીતિના ગ્રંથોનું પ્રયોજન હતું. એટલે તેવા શાસ્ત્રને માટે “વહુનીતિ' (સત્તા વાપરવા માટેનું માર્ગદર્શન) એવું નામ રૂઢ થયું. નિષ્પક્ષ ન્યાય તોળીને એનો અમલ કરાવવાની પોતાની ફરજ બજાવવા માટે રાજામાં નિર્ભયતા, નિષ્પક્ષતા કે તોળેલા ન્યાયની પડખે ઊભા રહેવાનું ખમતીધરપણું કે ખમીર – એવા ગુણોની જરૂર પડતી. અદલ ઇન્સાફ એ જ ઉત્તમ રાજાની ઓળખ ગણાતી. ધર્મશાસ્ત્રમાં નિરૂપિત રાજધર્મમાં આમ કાનૂનોનું પાલન કરાવવું એ જ રાજા માટે મુખ્ય કર્તવ્ય ગણાતું. અલબત્ત, આંતર-બાહ્ય શત્રુઓથી રક્ષણ કરવાનું કર્તવ્ય પણ કટોકટીઓમાં જરૂર પ્રાધાન્ય પામતું. પણ મુખ્ય મુદ્દો એ છે કે પ્રાચીનતમ રાજધર્મવિચારમાં રાજાએ પળાવવાના કાનૂનોની ઝીણવટભરી રજૂઆત અને વિચારણા જ મુખ્ય બાબત હતી. ત્યાર પછી વિકસતી રહેલી રાજધર્મસંબંધી ભારતીય વિભાવના કે વિચારણાનું બરોબર ખીલેલું સમગ્ર રૂપ આપણને “અર્થશાસ્ત્રમાં ઉત્તમ રીતે જોવા મળે છે. એમાં કાનૂનોની વિચારણાને સ્થાન આપતાં અધિકરણો માત્ર બે છે – થર્મસ્થીયમ્ એ ત્રીજું અને દશોધનમ્ એ ચોથું અધિકરણ. એમાં કાયદેસર કામકાજ કરનાર પણ અલગ અધિકારીઓ – અનુક્રમે ધર્મસ્થ અને સમાહર્તાના તાબામાં કામ કરતાં પ્રદેષ્ટા વગેરે – હોય છે. ત્રીજા અધિકરણમાં વ્યક્તિઓ વચ્ચેના વિવાદો કે ઝઘડાઓને લગતા કાનૂનોની વિચારણા છે અને ચોથામાં આખા રાષ્ટ્રને ફોલી ખાતાં વિવિધ પ્રકારનાં અસામાજિક કે સમાજદ્રોહી તત્ત્વો તેમ જ માનવ-નિર્મિત કે પ્રકૃતિનિર્મિત વિપદાઓના નિયંત્રણની વિચારણા છે. એકમાં ન્યાયકાર્ય વ્યક્તિ કે જૂથની ફરિયાદને આધારે ચાલે છે અને બીજામાં વ્યક્તિગત ફરિયાદ પર નહિ, ક્વચિત સામુદાયિક બૂમ ઊડ્યાનું જાણીને, પણ પ્રાય: રાજયને ગુપ્તચરતંત્ર કે અધિકારીઓ દ્વારા મળેલી જાણકારીને આધારે રાજયના પોતાનાં અભિક્રમથી (suo moto) જ, અદાલતી કાર્યવાહીને બદલે સીધાં પગલાં લેવાની કામગીરી થતી હોય છે. સમગ્ર રાષ્ટ્રમાંના સ્વયંભૂ વિકાસને બાનમાં લેનારાં મુઠ્ઠીભર અસામાજિક તત્ત્વોની યથાયોગ્ય સફાઈ કરવાની રાષ્ટ્રભક્તિ ધિંગા, વિધિસરના રાજયતંત્રમાં હોય જ – એ આધાર પર ચોથું અધિકરણ રચાયું છે. સ્વસ્થ રાજયતંત્ર આવી જવાબદારીભરી, કર્તવ્યભાવનાયુક્ત સામાજિકતા અને જીવંતતાથી ધબકતું જ હોય એવી ભારતીય પ્રશિષ્ટ રાજનીતિની સમજ છે. ભારતીય For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૬૧ વિભાવના મુજબ સમાજનો પાયો સમધારણ (normal) વ્યક્તિજીવન છે, અને તેથી સરવાળે સ્વસ્થ વ્યક્તિજીવન આરાધ્ય મનાય છે. વ્યક્તિસ્વાતંત્ર્ય રાષ્ટ્રવર્ધક મૂલ્ય મનાય છે. વળી જડ ભૌતિક બળ સમાજના નિયામક એકમાત્ર સમર્થ પરિબળ તરીકે પણ સ્વીકારાતું નથી. “બળ કરતાં કળ ચઢે” એ વધુ સૂક્ષ્મ ન્યાયને પારખીને સાચું રાજયતંત્ર અનેક પ્રકારે કળ વાપરીને – અલબત્ત, ચોક્કસ આવશ્યકતા પ્રસંગે ધિંગું બળ પણ પ્રયોજીને -- આવા કહેવાતા બળિયાઓને નિષ્ફળ બનાવી, એમનું વાસ્તવિક અસામર્થ્ય પ્રગટ કરીને, સમાજનાં દેખીતાં દુર્બળોમાં પડેલું જીવનવિધાયક, વિવિધલક્ષી અપાર સામર્થ્ય બહાર આણીને રાષ્ટ્રનું વ્યાપક કલ્યાણ સાધી શકે છે. આજે માત્ર માતેલાં દુષ્ટ રાજયમંત્રોના પીઠબળથી દંભપૂર્વક ફેલાવાતા ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના કહેવાતા સિદ્ધાંતો કે અભિગમો એ તો હકીકતે રાજયતંત્રોએ કાઢેલું સ્વકર્તવ્ય-પાલનનું પૂરેપૂરું દેવાળું જ છે એ સંસ્કૃતિઓના સાચા અભ્યાસી એવા સંવેદનશીલોને લાગ્યા વગર ન જ રહે. કૌટિલ્યની સમગ્ર રાજધર્મવિભાવના(કલ્પના)માં ન્યાયતંત્ર ખૂબ અગત્યનું જરૂર છે, પણ રાજકર્તવ્યોનો એ અંશમાત્ર છે, અર્થનિર્માણરૂપ મુખ્ય રાષ્ટ્રીય પુરુષાર્થનું પૂરક સાધન છે એ વાત આપણે અગાઉ “અર્થશાસ્ત્ર' શીર્ષકની વિચારણામાં ધ્યાનમાં લીધી છે. અન્ય તંત્રોની જેમ ન્યાયતંત્ર પણ એના સામર્થ્યવાનું વિનીત અધિકારીઓ દ્વારા ચાલે છે અને સ્વયં રાજા પણ આવશ્યકતા મુજબ આત્યંતિક કિસ્સાઓમાં જાતે ન્યાયસ્થાપનાનું કર્તવ્ય બજાવે છે. રાજાની દિનચર્યામાં દિવસના આરંભનો જ એક કાળખંડ લોકોની સીધી ફરિયાદો સાંભળવા માટે નિયત કરાયો છે. સામાન્ય ન્યાયકાર્યોમાં ન્યાયતંત્રના સુપરીક્ષિત અધિકારીઓ દ્વારા થતો કાર્યનિર્વાહ ન્યાયમાં નિષ્ઠા અને કૌશલવાળા મનુષ્યોની વ્યાપક ખિલવટ કરીને બહુમુખી સંકુલ રાજકર્તવ્યોના નિર્વહણ માટે સંકલ્પબદ્ધ રાજાનો કીમતી સમય પણ ફાજલ રાખી શકે છે. રાજાની અધ્યક્ષતામાં રાજસત્તા અનેક ચુનંદા રાષ્ટ્ર-પુરુષોના બરોબરીભર્યા સહયોગ અને નિજ-નિજ પ્રબુદ્ધતાથી વિકેન્દ્રિતપણે સુંદર અને સરળ રીતે પ્રવર્તે છે. આજે જેને દીવાની (civil) વિવાદો કહીએ છીએ, તેનો ન્યાય તોળનારા અમાત્ય-કક્ષાના અધિકારીઓ માટે “અર્થશાસ્ત્ર'માં “ધર્મસ્થ” એવો ખૂબ અનુરૂપ ગરવો શબ્દ વપરાયો છે, જે અન્ય પ્રાચીન રાજનીતિવિષયક ગ્રંથોથી અલગ પડતો જણાય છે. પ્રાચીનતર ગ્રંથોમાં પ્રવિત્ર એવો ન્યાયાધીશના હોદ્દા માટેનો શબ્દ મળે છે. પ્રત્ એટલે પ્રશ્ન કરનાર અને વિવી એટલે વિવેચન કે સમાલોચના (વિચારણાપૂર્વકનો નિર્ણય) કરનાર – એવા પદગત અર્થો સાથે ન્યાયાધીશના કાર્યનાં બે પાસાં આ શબ્દમાં સમાવિષ્ટ છે. કૌટિલ્ય નાગરિક-કાયદાઓ માટે પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં પ્રવર્તાવેલો ધર્મ' શબ્દ જ અપનાવીને, તે પરથી ન્યાયાધીશ માટે “ધર્મ અર્થે અર્થાત ધર્મ કે ધર્મશાસ્ત્ર મુજબના ફેંસલા માટે સ્થિરાસને બિરાજનાર’ એવા અર્થમાં “ધર્મસ્થ” શબ્દ યોજયો છે. અહીં સરખામણી સૂઝે છે “ઋગ્વદ'માંનાં અગ્નિસૂક્તો વગેરેમાં, “યજ્ઞાગ્નિના તાપ (ઘામ-ધર્મ) વચ્ચે બેસનાર ()' અર્થાત્ દેવોની ઉપાસના અર્થે યજ્ઞવેદીનો તાપ જીરવનાર ઋત્વિજો માટે વપરાતા ધર્મસત્ શબ્દ સાથે. ધર્મસ્થ” શબ્દ ન્યાયતંત્રના અંતિમ ધ્યેયને – ધર્મસ્થાપનાને – ચીંધે છે. ખોટા માર્ગે જઈ અન્ય પ્રત્યે અજ્ઞાન કે મજબૂરીથી અપરાધ આચરનારને તેના અપકૃત્યથી મળેલા સ્થળ પણ વિષમય બનેલા કે For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ તકલાદી એવા ફળથી વંચિત (અલગ) કરીને, સમાજ વચ્ચે તેના મલિન ઇરાદા ઉઘાડા પાડીને, તેની તાત્કાલિક અપ્રતિષ્ઠા કરીને, તેમ જ “પોતાના સમાજમાં ધર્મ આચરવા દ્વારા પ્રતિષ્ઠા, તેમ જ પોતાને અને પરિવારને સદે અને પચે તેવી સફળતા મળે છે તેવી સમજણ ઉપજાવીને, સરવાળે માનવમાત્રમાં ઢંકાયેલી પડેલી પશ્ચાત્તાપવૃત્તિની અને શુદ્ધિની કકડીને ભૂખ જગાડવાનું કામ સાબદું ન્યાયતંત્ર કરે છે. બીજી રીતે કહીએ તો “પાપી, પાપ મેં વૈન દો ?” – એવા, પાપીના મનમાં આપમેળે ઊભા થતા હિતકર પ્રશ્ન દ્વારા અપરાધવૃત્તિ તરફ સહજ જુગુપ્સા (તિરસ્કાર, નફરત) જગાડવાનું કામ ઠરેલ ન્યાયતંત્ર કરી શકે છે. અપરાધ માટે કરાતા દંડને માટે જે “શિક્ષા' શબ્દ પણ વપરાય છે, તે એક બાજુએ અપરાધીને મળતું ચિત્તનું શિક્ષણ સૂચવે છે, તો વળી શિક્ષ ધાતુના મૂળમાં પણ શમ્ ધાતુ હોવાના અને તેના ઇચ્છાદર્શક સાધિત ધાતુ તરીકે શિશ્ન ધાતુ નીપજતો હોવાના વ્યાકરણશાસ્ત્રીય તારણ મુજબ, “શિક્ષા' શબ્દથી હિતકર ગુરુની કે ઉચ્ચ રાજયતંત્રની, અજ્ઞાની કે અપરાધી વ્યક્તિને શીલસમૃદ્ધિથી સમર્થ બનાવવાની ગુપ્ત પણ અનિવાર્ય એવી ઇચ્છા કે કરુણા પણ સૂચવાય છે. ન્યાયતંત્રને ધર્મનું ઉપકરણ ગણનાર ભારતીય પરંપરા ન્યાય તોળવા પાછળ માત્ર સ્થળ બદલાની ભાવના કે અન્ય શક્ય અપરાધી માટે અપરાધ કરવા સામે જબરો ડારો ઊભો કરવા વગેરે સ્વરૂપના કેવળ નકારાત્મક ધ્યેયની માન્યતાને નિવારે છે. ચોક્કસ વિધિઓમાં સ્થિર થયેલું ન્યાયતંત્ર ફેંસલા દ્વારા રાજ્યતંત્રની મનસ્વિતા, રાગદ્વેષવૃત્તિ કે નર્યો જુલ્મ અભિવ્યક્ત કરવાનું સાધન ન જ હોઈ શકે. કૌટિલ્ય અધ્યાય ૪.૧.૪માં “દંડનીતિ-વિદ્યાનું સ્વરૂપ ચર્ચતાં રાજાની દંડપ્રયોગસંબંધી યથાર્થ નીતિ અંગે એક ટૂંકી માર્મિક ચર્ચા કરી છે તે ન્યાયતંત્રના સ્વરૂપને પણ લાગુ પડે છે. સૂત્ર ક્ર.૧.૪.૫-૧૨માંની આ ચર્ચામાં રાજનીતિવિદ્યાના આચાર્યોએ કરેલી કડક દંડનીતિની ભલામણ ઉલ્લેખીને તેનું નિરસન (ખંડન) કરતાં કહેવાયું છે કે “રાજાએ ન “તીક્ષ્ણદંડ' (તીક્ષ્ણ છે દંડ જેનો તેવા અર્થાત્ દોષો કે અપરાધો સામે ઉગ્ર પગલાં જ ભર્યા કરનાર) થવું કે ન મૃદુદંડ. દીર્ધદષ્ટિ અને ઉચ્ચાશયી દૃષ્ટિ એમ બેવડા અભિગમથી મધ્યસ્થ(તટસ્થ)-ભાવે પરિસ્થિતિની સમીક્ષા કરીને રાજા દ્વારા લેવાયેલાં સમધારણ (moderate) પગલાં જ સફળપણે પ્રજાઓને ધર્મ-અર્થ-કામરૂપ ત્રિવર્ગ(ત્રણ પુરુષાર્થોના સમૂહ)માં નિરંતર સ્થાપી ધન્ય બનાવે છે અને રાજાની પ્રતિષ્ઠાને પણ દેઢ કરે છે. કામ, ક્રોધ કે તિરસ્કારથી પ્રયોજાયેલો દંડ વાનપ્રસ્થ અને પરિવ્રાજકો જેવા સૌમ્ય-શાંત પ્રજાવર્ગોમાં પણ પ્રકોપ જન્માવે છે, તો ગૃહસ્થ-જીવન જીવતા સામાન્ય પ્રજાજનોનું તો પૂછવું જ શું ?” કેવો માનવકેન્દ્રી, કૂણો અને અદબભય અભિગમ ! આવા રાજયતંત્રના પાયાના અભિગમમાં જ આજની માનવ-અધિકારની ચોકી કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની પ્રબુદ્ધતા (ઉચ્ચ જાગૃતિ) ગૂંથાઈ જાય છે. ન્યાયતંત્રને શીઘન્યાય માટે તાકીદ કરતી એક જાણીતી અંગ્રેજી ઉક્તિ છે : Justice delayed is justice denied (અર્થાત્ વિલંબે અપાતો ન્યાય તે ન્યાય નકાર્યા બરાબર છે). આ પરિસ્થિતિ નિવારવા ન્યાયતંત્ર વિકેન્દ્રિત સત્તાવાળું, બહુકેન્દ્રી અને કર્મઠ હોય તે આવશ્યક છે. For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ગ્રંથના ત્રીજા ધર્મસ્થીયમ્ અધિકરણના પ્રથમ અધ્યાયમાં ન્યાયતંત્રની સમગ્ર કાર્યપદ્ધતિ અને કોઈ પણ વિવાદની ન્યાયપાત્રતા માટેની શરતો કે ભૂમિકાની તેજસ્વી રસપ્રદ ચર્ચા હંમેશ મુજબના ચોક્સાઈભર્યા સર્વસમાવેશક લાઘવ(સંક્ષેપ)થી કરાઈ છે. તેમાં ઇષ્ટતમ ન્યાયતંત્ર સંબંધી ઘણા માર્મિક પ્રશ્નોના ઉત્તર મળી જાય તેવી સુબોધ, માર્ગદર્શક, તર્કબદ્ધ વાતો ગૂંથાયેલી છે. આજની જેમ, મળેલા ફેંસલાના પુનર્વિચાર માટે ઉચ્ચાવચ કક્ષાનાં અનેક ન્યાયાલયોની વ્યવસ્થા એમાં સૂચવાઈ નથી. અલબત્ત, રાજા પોતે જ આવા પુનર્વિચારનું સ્થાન હોવાનું, રાજાની દિનચર્યાની અગાઉ કરેલ વિસ્તૃત વાતમાં જોયા મુજબ, સૂચવાયું છે. આ અને બીજી અનેક જોગવાઈઓને કારણે ઉચ્ચતર ન્યાયાલયોની વિલંબકારી વ્યવસ્થા અનાવશ્યક બની રહેતી હશે. ન્યાયતંત્રની સત્યનિષ્ઠા, શીઘ્રતા અને દઢતાનો આધાર તો છે ધર્મસ્થો(ન્યાયાધીશો)નાં પ્રજ્ઞા (સર્વાંગી તેજસ્વી બુદ્ધિ), શૌચ (સર્વાંગી ચારિત્રશુદ્ધિ) અને કર્મઠતા પર અને તેની તકેદારીભરી જાળવણી ૫૨. તંત્રના મોટાં કે ઝાઝાં માળખાં તો પ્રાયઃ કરવાનાં કાર્યોને ઠેલે જ છે તે વાત આજની સ્થિતિના સંદર્ભે ‘પાર્કિન્સનના સિદ્ધાંત' (Parkinson's Law) તરીકે ઓળખાય છે ‘બાઈ-બાઈ ચાયણી’ની રમત તરીકે. ઝાઝા રસોઈયા રસોઈ બગાડે ! ૨૬૩ - ગામેગામના ન્યાયતંત્રનો સીધો ઉલ્લેખ તો ક્યાંય થયો નથી; પણ દરેક ગામમાં ‘મુખ્યો’ એટલે કે એકાધિક મુખીઓ કે વિશ્વસનીય અને શાણા એવા સજ્જનો ગામનાં સુલેહસંપમાં સહાયક હોવાનું અધ્યાય ૬. ૨.૧માં જરૂર સૂચવાયું છે. અનાથ, વિધવા વગેરેનું ધન, પરણેતરોનું ‘સ્ત્રીધન’ ઇત્યાદિ ગ્રામમુખ્યો પાસે અથવા તો એમની આમન્યા નીચે સલામત રીતે સચવાતું હોવાની પરંપરા પણ બતાવાઈ છે. આજના સ૨પંચ જેવી, પણ એકાધિક સંખ્યાને કા૨ણે વધુ વિશ્વાસપાત્ર એવી આ મુખ્યોની વ્યવસ્થા જણાય છે; એથી તો “પંચ કહે તે પરમેશ્વર” એવી કહેવત પ્રચલિત બની. આખા રાષ્ટ્રનાં સુખ-શાંતિ અને સુલેહ-સંપ સાચવવામાં, અગાઉ ચર્ચા મુજબ, સમાહર્તાની દેઢ નિશ્રામાં પ્રવર્તતી જાગૃત વહીવટી કામગીરી પણ અત્યંત ઉપકારક જણાય છે. તેના હાથ નીચેના રાષ્ટ્રવ્યાપી કે ગામગામના અનુક્રમે ‘સ્થાનિક', ‘ગોપ' ઇત્યાદિ કાર્યકર્તાઓ ઘરઘરની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક સ્થિતિનું વ્યક્તિદીઠ નિયમિત સર્વેક્ષણ રાષ્ટ્રના ઉત્થાન-આયોજનના દઢ પાયા તરીકે કરતા હોય છે. આને આધારે રાજ્યતંત્રની રાહબરીમાં સધાતી પ્રત્યેક વ્યક્તિની માવજત, ઉન્નતિમાં સર્વની શક્તિ જોડાય તે રીતે આયોજાતી સામાજિક સહભાગિતા અને પુરુષાર્થફળોનું સમવિતરણ (caring and sharing) ઊંચી સાંસ્કૃતિક ઘટના બની રહીને જે આર્થિક, સામાજિક સમાનતા અને સાંસ્કૃતિક એકરસતા નિરંતર વધારે છે ને ફેલાવે છે, તે જ વસ્તુસ્થિતિ સમાજમાં કલહો, વિવાદોને ઓછામાં ઓછો અવકાશ આપે છે. સામાજિક, આર્થિક ન્યાયનું નિરંતર ધૈર્યભર્યું પ્રજાકેન્દ્રી નિર્માણ જ અસલ ન્યાયતંત્ર છે. અન્યાયો ભરપટ્ટે ચાલવા દેવા અને તે સામે સ્થૂળ ન્યાયાલયોનું સંકુલ જાળ સ્થાપવું એ તો ‘ખાતર ઉપર દીવેલ' જેવી અવળી નીતિ છે. જેમ રોગને તેમ અન્યાયને પેદા જ ન થવા દેવા તે, તેના થવા દઈ પછી તેના ઉપચારના ઉધામા કરતાં વધુ શાણી, બલ્કે એકમાત્ર સાચી નીતિ છે. આ ઉપરાંત, આ અગાઉ સારી પેઠે ચર્ચાયેલાં શાણી For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ રાજનીતિ-સંબંધી અનેક પાસાં ધ્યાનમાં લેતાં લાગે છે કે સન્નિષ્ઠ, કર્મઠ રાજ્યતંત્ર રાષ્ટ્રની પ્રજાઓમાં કલહો અને વિવાદોની શક્યતા ખાસ્સી ઘટાડે છે. ૨૬૪ આ પરિસ્થિતિમાં, યોગ્ય રીતે જ અગાઉ નિર્દેશ્યા પ્રમાણે વધુ-ઓછાં ગામો વચ્ચે વડાં-મથક તરીકે ઓળખાતાં સંગ્રહણ, દ્રોણમુખ, સ્થાનીય પ્રકારનાં ગામોમાં ન્યાયાલયોની સ્થાપનાનો આદેશ છે. વળી સરહદ-પ્રદેશોમાં ૫૨રાષ્ટ્રની ગુન્હાહિત હિલચાલોને અને સ્વરાષ્ટ્રનાં રાષ્ટ્રદ્રોહી કે લોભલાલચવશ તત્ત્વોની રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિઓને વિપુલ અવકાશ હોઈને ત્યાં પણ સ્થાને-સ્થાને ન્યાયાલયોની ભલામણ કરાઈ છે; ન્યાયાલયોના સાથમાં સર્વત્ર ફેલાયેલું ગુપ્તચરતંત્ર તો ખરું જ. બીજી એક ધ્યાનપાત્ર બાબત એ છે કે સાચો તટસ્થ ન્યાય તોળાય તે માટે દરેક ન્યાયાલયમાં એક-એક ધર્મસ્થની નહિ, પણ ત્રણ-ત્રણ ધર્મસ્થોની સંયુક્ત જોગવાઈ આવશ્યક લેખાઈ છે. “ગૉળ નાખ્યા વિના ગળ્યું ન થાય' એવા ઠરેલ ન્યાય મુજબ કોઈ પણ તંત્ર એના ઇષ્ટ ધ્યેયને મહત્તમ કાર્યક્ષમતાથી પાર પાડે તે માટે જરૂરી પૂરેપૂરો ખર્ચ કાયમ માટે પણ માથે લઈને પૂરતાં જન અને સાધનની સ્થાયી જોગવાઈ કરવી જ ઘટે. ઓછો ખર્ચ ઘણી વાર પૂરતા ખર્ચ કરતાં અનેક દૃષ્ટિએ મોંઘો પડી રહે ! આજે પણ ઉચ્ચ ન્યાયાલયોમાં સહ-ન્યાયાધીશોનું જૂથ (bench) પરસ્પર સાથમાં કામ કરે તેવી જોગવાઈ હોય છે. એક વ્યક્તિ કાર્યમાં મનસ્વી બની શકે છે અને બે વ્યક્તિ ખોટી સંતલસમાં જોડાઈ કામને બગાડી શકે તે દૃષ્ટિએ લઘુતમ ત્રણ સહયોગીઓની જોગવાઈ ઇષ્ટ ગણાઈ છે – મંત્રીઓ, ગુપ્તચરો ઇત્યાદિમાં પણ. વળી આવી જોગવાઈને લીધે પ્રામાણિક એક ધર્મસ્થ દ્વારા સંભવિત શુદ્ધ બૌદ્ધિક દોષ કે નિર્ણયદોષ પણ ટળે છે. આને લીધે આપેલા ફેંસલા બાબત અસંતોષ કે ફરિયાદને અવકાશ મહદ્અંશે ટળે છે અને આજની જેમ ફરિયાદોનો વિચાર કરવા માટે ઉચ્ચતર ન્યાયાલયોની વ્યયકારી ને વિલંબકા૨ી જોગવાઈ કરવાનું ટાળી શકાય છે. અલબત્ત, અગાઉ જોયા પ્રમાણે ફેંસલા બાબત અસંતોષની સ્થિતિમાં રાજાની પ્રત્યક્ષ મુલાકાત લઈ શકાય છે. આ જોગવાઈનો મર્યાદિત પણ ચોખ્ખો ઉપયોગ થઈ શકે છે. એનું પ્રતીકાત્મક મૂલ્ય ઘણું છે, અને ન્યાય તોળનાર પર એક જરૂરી ડારો પણ રહે છે. રાજા પોતાની દિનચર્યામાં જે ઊલટ, વિવેક અને પ્રજાવત્સલતાથી એ મુલાકાતના કાર્યક્રમને સ્થાન આપે છે તે અગાઉ આપણે જોયું છે. એ વસ્તુસ્થિતિ રાષ્ટ્રનાં સર્વ ન્યાયાલયો અને તેમાં બેઠેલા ધર્મસ્થોને કેમ વર્તવું તેના પ્રબળ સંકેતો આપે છે. દીવાની વિવાદોમાં, જેમ અન્યાયનો ભોગ બનનારને, એની ફરિયાદને આધારે અદ્દલ ન્યાય મળે તે માટેની ઉત્કટ તાલાવેલી ઉચ્ચાશયી રાજ્યતંત્ર દાખવે છે, તેમ ફરિયાદીની સાચી કે નક્કર ભૂમિકાનું પરીક્ષણ કરવાની ખાંખત કે સમીક્ષક વૃત્તિ પણ તે બતાવે છે. ‘અર્થશાસ્ત્ર'માં સર્વત્ર કોઈ પણ વિવાદમાં સંડોવાયેલા સામ-સામા બંને પક્ષોના આશયોનું નિષ્પક્ષ, નિપુણ પરીક્ષણ કરવાનું વલણ જોવા મળે છે. તે રીતે ફરિયાદ કરવા માટેની પાત્રતા એટલે કે સાચી ભૂમિકા ઠેરવવા બે પક્ષ વચ્ચેનો કેવા સ્વરૂપનો સંબંધ કે કેવો પૂર્વકરાર માન્ય ગણવો તેની પણ વ્યવહારુ વિગતો આપેલી છે. જ્યાં એક વ્યક્તિએ બીજી વ્યક્તિ સાથે અમુક રીતે વર્તન કરવાનું જે તે સમાજનાં કે સમુદાયનાં નિર્વિવાદ ધારાધોરણો મુજબ અપેક્ષિત હોય, તેવા કિસ્સામાં જ તેનાથી જુદા અમાન્ય For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા વર્તન બદલ કરેલી ફરિયાદ માન્ય ગણાય. કેવળ મલિન કે સામાની બદનક્ષીના ઇરાદાથી ફરિયાદો કરી સામાવાળાને ખુવાર કે બેઆબરૂ કરવા કે સામાને ભોગે સ્વાર્થ સાધવા ન્યાયતંત્રનો દુરુપયોગ કરીને તેના પર ખોટો બોજો વધા૨વાનું પ્રજાકીય વલણ રોકવા આવી વાજબી મર્યાદા ન્યાયતંત્ર મૂકે છે. જેવાં ગેરવર્તનો વ્યક્તિનાં, સમુદાયનાં અને સરવાળે રાષ્ટ્રનાં ન્યાયી વિકાસ અને જીવનબળને બાધા પહોંચાડતાં હોય, તેવાં ગેરવર્તનો(અપરાધો)ની તેજસ્વી સમાલોચના કરી, સત્યાધારિત ફેંસલો આપી તેનો કડક અમલ કરવો તે ન્યાયતંત્રનું સહજ કર્તવ્ય બની રહે છે. વ્યક્તિઓ કે જૂથો વચ્ચેના કોઈ સંબંધ કે કરાર જેને લીધે અમાન્ય ઠેરવવા પડે, તેવા સંજોગોની યાદી અધ્યાય ક્ર. ૩.૧માં આપી છે – એનો માપદંડ છે સામાજિક પારદર્શકતાનો કે ગ્રાહ્યતાનો અભાવ. કોઈ બે વ્યક્તિઓ કે જૂથો વચ્ચે કોઈ સંબંધ કે કરાર જે સંજોગોમાં સ્થપાયેલો બતાવાયો હોય, તે સંજોગો સમાજસ્વીકૃત, ભૌતિક રીતે ચોખ્ખી ચકાસણી થઈ શકે તેવા અને સંબંધ કે કરાર કરનારાઓના આશયની (ઇરાદાની) શુદ્ધતાના પ્રદર્શક હોવા જોઈએ. દા.ત. કોઈ આર્થિક કે સામાજિક કરાર મધ્યરાત્રિએ, વનમાં, ઘરના ગુપ્ત ભાગમાં ઇત્યાદિ પ્રકારના શંકાસ્પદ કાળસ્થળરૂપ સંજોગોમાં થયેલા બતાવાય, તો તે કરારનો પાયો જ ખોટો ગણાય. તેથી તે આધારે થયેલી ફરિયાદ ન્યાયતંત્ર દ્વારા હાથ ધરવા લાયક ન ગણાય. પરંતુ જો અમુક કરારો જ એવી વિશિષ્ટતા ધરાવતા હોય, અથવા તો જે-તે કરાર ક૨વા વખતના સંજોગો જ વિશિષ્ટ હોય, તો આમ સામાન્યતઃ અમાન્ય ગણાતાં સ્થળ, કાળ કે વિધિને પણ માન્ય ગણવા તેવો સમતોલ વિવેક પણ આ ચર્ચામાં બતાવાયો છે. ૨૬૫ એક મહત્ત્વની ચોક્સાઈ એ કરાઈ છે કે પરિવારના દૃષ્ટિકોણથી જોતાં કોઈ પણ સામાજિક, આર્થિક વગેરે વ્યવહાર નક્કી કરવા માટે, જે-તે સમાજની સમજણ કે પરંપરા મુજબ, પરિવારની જે વ્યક્તિ માન્ય બૌદ્ધિક અધિકાર અને અનુરૂપ પારિવારિક મોભો (status) ધરાવતી હોય, તે જ માન્ય ગણાય. તે સિવાયની પારિવારિક અનધિકૃત ગણાતી વ્યક્તિએ કરેલા આવા વ્યવહારનિર્ણયો અમાન્ય ગણાય. અલબત્ત, અસાધારણ પરિસ્થિતિમાં, તે સંજોગ પૂરતી ચોખ્ખી રીતે માન્ય ગણાય તેવી અન્ય વ્યક્તિએ કરેલો નિર્ણય પણ માન્ય ગણાય. આ અંગે તે વખતની સામાજિક પરિસ્થિતિ મુજબ કઈ-કઈ પારિવારિક વ્યક્તિ માન્ય ગણાય તેની ગણના કૌટિલ્યે કરેલી છે. એ સામાજિક પરિસ્થિતિ મૂલ્યપરિવર્તન પ્રમાણે બદલાય તેમ આ નિર્ણય માટેની અધિકૃતતાનાં ધો૨ણ બદલાય જ એ પણ સુજ્ઞજને સમજી લેવું ઘટે. આ આખી વ્યવસ્થા ન્યાયતંત્ર માટે, ગ્રાહ્ય-અગ્રાહ્ય વિવાદોના વર્ગીકરણની બુદ્ધિગ્રાહ્ય વ્યવસ્થા ઊભી કરીને તંત્ર પર આવનારો અવાસ્તવિક કાર્યબોજ ઘટાડવા માટે જ છે. એક સ્પષ્ટતા એ પણ કરાઈ છે કે કોઈ સંબંધ કે કરાર અંગેનો નિર્ણય કાળાંતરે સ્પષ્ટ હેતુ અર્થે બદલાયો હોય, તો તેમાં પાછલો નિર્ણય જ ન્યાયપ્રક્રિયાના આધાર તરીકે ગ્રાહ્ય ગણવો. કોઈ પણ ન્યાયાલય કે ધર્મસ્થ (ન્યાયાધીશ) દ્વારા ‘કુલડીમાં ગોળ ભાંગવા'ની જેમ મનમાની કે પક્ષપાતી કાર્યવાહીથી ખોટો ન્યાય ન તોળાય તે માટે, અગાઉ બતાવ્યા પ્રમાણે, દરેક ન્યાયાલય(અધિરળ)માંના ત્રણ ધર્મસ્થો સમાન કક્ષાના અને પોતપોતાનું બૌદ્ધિક સ્વાતંત્ર્ય ધરાવનાર હોય છે. ધર્મસ્થો વાદી, પ્રતિવાદી અને તેમના સાક્ષીઓની ઊલટ-તપાસ જે-જે પ્રશ્નોથી કરે, તેની અને તે For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ દરેકના અપાયેલા તે-તે ઉત્તરની વિગતવાર પાકી નોંધ ‘લેખક' કહેવાતા અધિકારીએ કરવાની હોય છે. આજે જેમ વિજ્ઞાનની નવી-નવી શોધો મુજબ વિડિયોગ્રાફી ઇત્યાદિ સાથે પણ કેટલીક મહત્ત્વની કોર્ટ-કાર્યવાહી થાય છે, તે જ રીતે તે વખતનાં સાધનો પ્રમાણે ન્યાયવિધિ, તેની જાહેર ચકાસણી થઈ શકે તેવા ચોખ્ખા પુરાવા જળવાય તે રીતે થઈને વિશ્વાસ્ય બની રહેતો. વળી આવી નોંધ સરકારી દફતરમાં જળવાઈને સંભવતઃ પછીના કાળે હાથ ધરાતા સમાન અપરાધોના કિસ્સાઓમાં પણ નિર્ણય માટે માર્ગદર્શક બની શકતી હશે – જેમ આજે બને છે. ચોથા અટકશોધન અધિકરણમાં ભ્રષ્ટ ન્યાયાધીશોને પણ રાષ્ટ્રના કંટક ગણીને એમના ન્યાયવિધિસંબંધી જુદા-જુદા ભ્રષ્ટાચારો માટે પણ ચોક્કસ સજાની જોગવાઈ બતાવી છે. આખી ન્યાયપ્રક્રિયા અપરાધના ગ્રાહ્ય સ્થૂળ પુરાવાઓ (શ) તથા વાદી-પ્રતિવાદીની, તેમ જ સાક્ષીઓની ઝીણવટભરી ઊલટ-તપાસથી આગળ વધે છે અને ફેંસલા પર પહોંચે છે. દરેક કિસ્સામાં આ લાંબો ન્યાયવિધિ ન કરવો પડે તે માટે, વાદીના કે પ્રતિવાદીના અમુક-અમુક અમાન્ય અનુચિત વહેવારો પ્રકાશમાં આવતાં જ કાં તો આખી ફરિયાદ જ બનાવટી ગણી રદ-બાતલ કરાય છે અને એવા ફરિયાદીને આકરો દંડ પણ કરાય છે, અથવા તો વાદીની તરફેણમાં, ફેંસલો આપી દેવાય છે, અર્થાત્ ગુન્ડો સિદ્ધ ગણાય છે. આવા અમાન્ય કે વાંધાકારક વહેવારો-(પરોવતદેતવ:)ની અનુભવાશ્રિત બોધક યાદી પણ અપાઈ છે. ખોટી ફરિયાદો થતી જ રોકાય તે માટે વાદી (ફરિયાદી) પ્રતિવાદી (આરોપી) કરતાં પુરાવાઓ, દલીલો વગેરે બાબતે વધુ સજ્જ અને હાજરજવાબી હોવો જોઈએ એવી વાજબી અપેક્ષા રખાય છે. તેથી વાદી સામે પ્રતિવાદીએ ઊભા કરેલા મુદ્દાનો ઉત્તર આપવા માટે વાદીને ટૂંકી મુદત અપાય છે. તેથી ઊલટું, પ્રતિવાદીને વાદીએ ઊભા કરેલા મુદ્દાનો ઉત્તર આપવા માટે વધુ લાંબી મુદત અપાય છે. આજની જેમ આ ગ્રંથમાં પણ સાક્ષી પોતાની વાતમાં ફરી બેસે તો તેને પણ ઠીકઠીક કડક સજા આપવાની ભલામણ કરાઈ છે. સમાજે ન્યાયી રાજતંત્રનાં સુફળ ભોગવવાં હોય તો સમાજની વ્યક્તિઓ માટે જવાબદારીપૂર્વક અને પ્રામાણિક રીતે જે-તે ન્યાયવિધિમાં પોતાનો ફાળો આપવાનું નાગરિક-કર્તવ્ય અનિવાર્ય બની રહે છે. ન્યાયવિધિની અધવચ્ચે જો વાદી પ્રતિવાદી સાથે મળી જઈને પોતાની ફરિયાદ જ પાછી ખેંચી લે, તો તેવા વર્તનને અત્યંત બેજવાબદાર અને સમાજવિરોધી ગણીને તે માટે ખૂબ આકરી સજા સૂચવાઈ છે. ખરેખરું ન્યાયતંત્ર પાયામાં તો રાજાની, સમગ્ર રાજયતંત્રના સેવકોની અને અત્યંત નાની સંખ્યા ધરાવતા અસામાજિકોને બાદ કરતાં મોટા ભાગની બાકીની પ્રજાની, સ્વ-આલોચના દ્વારા સુખશાંતિવર્ધક, કલ્યાણગામી આત્મશુદ્ધિ સાધવાની જાગૃત ઝંખનાની જ મૂર્ત અભિવ્યક્તિ છે. તેથી પોતાને થયેલા અન્યાય બાબત ફરિયાદ કરનારી સ્વસ્થ વ્યક્તિ કોઈ પણ અન્યાયી વહેવારને જાહેરજીવનના ચોકમાં પડકારીને, માત્ર પોતાને થયેલો અન્યાય જ દૂર કરાવવા ન ઇચ્છતાં સમાજમાં શુદ્ધ વહેવાર જ પ્રતિષ્ઠિત અને હિંગી સુખશાંતિનો ટૂંકો, સરળ રસ્તો છે' એવી વ્યાપક સમજણ ફેલાવવામાં પણ સહાયભૂત બનવા ઇચ્છે છે. એ દષ્ટિએ કોઈ સામે સાચી ફરિયાદ કર્યા For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા બાદ, કશું વાજબી કારણ બતાવ્યા સિવાય, તે ફરિયાદ પાછી ખેંચીને, કાં તો તે પોતાની અતિભીરુતા બતાવે છે, કાં તો એ અપરાધી સાથે મળી જઈને, તેની સાથે કોઈ મેલી સંતલસ કરીને, એવા અપરાધી સાથે તેના અપરાધોમાં સાથી બનવાનો મેલો સંકલ્પ કરે છે, અને તે દ્વારા સમાજને પુષ્કળ ભૌતિક હાનિ કરવા ઉપરાંત ખોટા વિચારને સમાજમાં ફેલાવીને સ્વસ્થ સમાજભક્તિને તોડવા માંડે છે. એ કારણે ઉપર કહ્યા મુજબ તેને આકરી સજા કરવાનું સૂચવાયું છે તેમ સમજવું. પ્રતિવાદીને વાદી દ્વારા ને સંભવતઃ ધર્મસ્થ દ્વારા પણ પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપવા કે ખુલાસા કરવા મહત્તમ ત્રણ સપ્તાહનો સમય આપી શકાય છે. તે નક્કી કર્યા મુજબના ગાળામાં પણ જવાબ ન આપનાર આરોપી આપોઆપ ગુન્હેગાર ઠરે છે અને તે બદલ યથાયોગ્ય દંડ ધર્મસ્થ તેની પાસેથી વસૂલ કરાવવાનો રહે અને વળી તેના અપરાધથી વાદીને થયેલું આર્થિક ભૌતિક નુકસાન જો તે ભરપાઈ ન કરે, તો તેની આજીવિકાનાં સાધનોને બાકાત રાખીને બાકીની તેની મિલ્કતમાંથી તે વસૂલ કરાવવું. વળી જો તે દંડ ભરવા પણ અશક્ત હોય, તો, જો વાદી સંમતિ આપે તો, તે વાદીને પોતાના વતી દંડ ભરવા (!) વિનંતી કરીને તેના બદલામાં દંડની રકમને (અને તેને થયેલા નુકસાનને) અનુરૂપ સમયગાળા માટે વાદીનો ચાકર બને. તેના પણ વિકલ્પે પ્રતિવાદી પોતાની અવેજી (ધિ) રૂપ પોતાના પ્રતિનિધિને એવી કામગીરી અર્થે મોકલી શકે. ૨૬૭ ઉપરની છેલ્લી વિગતો પરથી તેમ જ આખા ધર્મસ્થીય-અધિકરણમાંનાં વિવિધ દંડવિધાનો પરથી ન્યાયતંત્રનું વલણ એકંદરે પૂરેપૂરું માનવતાપૂર્ણ અને લચીલું જણાય છે. છેવટે તો ઠરેલ રાજ્યનું ન્યાયતંત્ર સમાજ અને તળ સંસ્કૃતિ વતી પોતાનાં નિપુણ રીતે સંગઠિત કરાયેલાં સેવકબળ અને સાધનબળ દ્વારા સમાજની કોઈ પણ વ્યક્તિનો એવો દોષ, કે જે સમાજને અને સરવાળે ખુદ અપરાધીને પણ અચૂક બાધક બને તેવો હોય, તેને માન્ય પુરાવાઓ દ્વારા પ્રદર્શિત કરી, પોતાના તરફથી સીમિત માત્રામાં ધનદંડ યા કષ્ટદંડની ફરજ પાડીને તેને ઘડીક થોભવા અને પોતાના કૃત્ય બાબત સ્વસ્થ પુનર્વિચાર કરીને છેવટે અપરાધથી અટકવા સદ્ભાવપૂર્ણ ઇંગિત આપે છે. વળી સમાજના ચૉકમાં ન્યાયતંત્ર દ્વારા જાહેર કરાયેલી આવી અપરાધવૃત્તિ અને તેના ઓછાવત્તા સામાજિક વ્યાપરૂપ વસ્તુસ્થિતિ સમાજની વૈચારિક આળસને હલબલાવી, સમાજના જાગૃત-શાણા સજ્જનોની અને પ્રબુદ્ધજનોની વિચારશક્તિને સક્રિય ક્રિયાક્ષેત્ર, બલ્કે ઉપકારક્ષેત્ર, પૂરું પાડે છે. ઠરેલ ન્યાયતંત્રના અપ્રમત્ત ફેંસલા ખરેખર તો સામાજિક-સાંસ્કૃતિક ઉપચારવિધિનું આરંભબિંદુ બની શકે. ‘અર્થશાસ્ત્ર'માં બંદીગૃહ (જેલ) અને ચાર(કાચી જેલ)ના નિર્માણનું વિધાન ‘સન્નિધાતા’(સંગ્રહ-વ્યવસ્થાપક)ના કાર્યક્ષેત્રના ભાગરૂપે તો જરૂર છે; પરંતુ તેનો ઉપયોગ આરોપીને ન્યાયકાર્યવાહી દરમિયાન બંદી તરીકે રાખવા જ પ્રાયઃ થતો હોય તેવાં ઈંગિત મળે છે તે અગાઉ જોયું છે. દંડવિધાન તો મહદ્ અંશે ધનદંડથી ને વિશિષ્ટ અપરાધ માટે કષ્ટદંડ કે વધદંડથી જ બતાવાયું છે. વળી હમણાં જોયું તેમ, સંજોગાનુસાર અપરાધી વ્યક્તિ પોતાના અપરાધનો ભોગ બનનારનો દાસ કે સેવક નિયત કાળ માટે બની રહે તેવું પણ દંવિધાન જોવા મળે છે. અપરાધ સિદ્ધ થયા પછી ઓછા-વત્તા ગાળાના કારા-વાસનું વિધાન ક્યાંય જોવા મળતું નથી. તો કારાગૃહનું For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અસ્તિત્વ અને દંડવિધાનની ઉપર્યુક્ત સ્થિતિ વચ્ચેનો વિરોધ એક રસપ્રદ સમસ્યા બની રહે. આની વિસ્તૃત ચર્ચા આ વ્યાખ્યાનમાં રાજધાનીના વડા(નાગરિક')ના કાર્યક્ષેત્રના અન્વયે (પૃ. ૧૮૫૧૮૮ પર) કરેલી છે તે જોઈ લેવી. આજના વાચકને ખૂંચે તેવું તત્ત્વ છે આખા ગ્રંથમાં વ્યાપકપણે જોવા મળતું વધદંડનું વિધાન. ભારતીય રાજનીતિશાસ્ત્રના ધર્મશાસ્ત્રાનુસારી માનવીય વલણને જોતાં આ વસ્તુસ્થિતિ આશ્ચર્યકારક પણ લાગે છે. અલબત્ત, અમુક અંશે આ દંડા રીઢા કે સુધારી ન શકાય તેવા જણાતા ગુન્હેગારો કે ગુન્હાપ્રકારો માટે હોવાનું જણાય છે. વળી એમાં યે વધુ ઉપદ્રવકારી ગુન્હેગારો કે અત્યંત રાષ્ટ્રદ્રોહી રાજ્યાધિકારીઓ માટે ન્યાયતંત્રથી નિરપેક્ષ રીતે મુખ્યત્વે રાજાની પ્રાયઃ મંત્રી-અનુસારી વિવેકબુદ્ધિથી ગુપ્તવધ (ઉપાંશુવધ), અગાઉ ગુપ્તચરતંત્રની ચર્ચામાં બતાવ્યા પ્રમાણે, પ્રાયઃ “તીક્ષ્ણ' કે “રસદ' પ્રકારના ગુપ્તચરો દ્વારા કરાય છે. વળી ગુન્હાના સ્વરૂપ મુજબ આકરા કુલેશદંડો કે ‘ચિત્રવધ” (જાતજાતની રિબામણી દ્વારા વધુ) પણ ન્યાયતંત્ર દ્વારા આદેશાય છે. વધદંડ પ્રત્યેના આ અભિગમને સ્વસ્થપણે સમજવા પ્રયત્ન કરીએ. પ્રાયઃ રાયચંત્રના વાહકોએ તંત્રના અંગરૂપ નિર્ણયોમાં વ્યક્તિગત ભાવુકતાથી ઉપર ઊઠીને ઐતિહાસિક પરિસ્થિતિઓ મુજબ સ્થિર થયેલી પંરપરાને ધ્યાનમાં લઈને જ જે-તે નિર્ણય કે પગલાં લેવાનું કર્તવ્ય બની રહે છે. વળી પોતાના દેશકાળમાં રાષ્ટ્રની પ્રજાઓમાં પ્રવર્તતી વિવિધ વૃત્તિ-પ્રવૃત્તિઓનું પણ ચોક્કસ ચિત્ર ગુપ્તચરતંત્રની પણ વ્યાપક મદદથી મેળવીને તેમાં કારગર નીવડે તેવા દેશકાલાનુસારી નિર્ણયો તટસ્થપણે લેવા પડે. રામને અનિચ્છાએ શબૂકવધ કરવો પડે છે કે સીતાત્યાગ કરવો પડે છે. ઉપાયોની ઉગ્રતા ઘટાડવા માટે દીર્ઘકાલીન અને સાર્વત્રિક એવો સાંસ્કૃતિક પુરુષાર્થ કરવો પડે. વળી આજની આકરી સજાઓના વાસ્તવિક અમલ બાબત બને છે તેમ. પ્રાચીનકાળમાં પણ ફેંસલામાં આદેશાવેલી વધદંડાદિ ઉગ્ર સજાઓ પ્રજાકીય પ્રસિદ્ધિ દ્વારા અપરાધીમાં અને સમાજમાં ડારો ઊભો કરવાનો હેતુ ધરાવતી હશે; પણ અમલ વખતે પ્રાયઃ કૂણું વલણ રાખી સજાનું વિવેકી રૂપાંતર જ કરાતું હશે. ન્યાયતંત્ર સંબંધી અધ્યાય ક. ૩.૧માંની પ્રાથમિક ચર્ચામાં સાંસ્કૃતિક મહત્ત્વની એક ચર્ચા, અધ્યાયના છેડે, તે સંબંધી જુદા-જુદા સ્રોતોમાંથી ચૂંટેલા સહેજ મતાંતરોવાળા શ્લોક સંગ્રહીને તેના અનુમોદનરૂપે કરી છે. પૂર્વપરંપરાની પ્રૌઢ અને પૂર્ણપણે શ્રદ્ધેય સામગ્રી કે ચર્ચાઓના યથાતથ અવતરણનું પણ કૌટિલ્યનું વલણ ગ્રંથમાં દેખાય છે. બીજી બાજુએ, સમાલોચના-પાત્ર અનેક મતોનું નિરસન કરી “આમ કૌટિલ્ય કહે છે એ આકારે તેમણે પોતાના આગવા મત પણ હેતુકથન સાથે પુરસ્કાર્યા છે. અહીં રજૂ કરેલા શ્લોકોમાંના મતાંતરો પૈકી કૌટિલ્ય કોઈ એક મતને પુરસ્કારતા નથી; એ ભેદ દેશ-કાળભેદને આભારી હોવાનું સમજતા લાગે છે. અથવા તે વિવિધ મતોને સમબલ ગણી પસંદગી વાચક પર છોડે છે. આ ચર્ચા તળ પ્રજાઓનાં સુબદ્ધ સાંસ્કૃતિક વલણો કે સામાજિક મૂલ્યાંકનો પ્રતિ ન્યાયતંત્રનો ઉદાર અભિગમ સૂચવે છે. પ્રશ્ન એ છે કે ફરિયાદીની ફરિયાદને આધારે કોઈ પણ અપરાધનો ન્યાય કોઈ સર્વસામાન્ય શાસ્ત્ર, સંહિતા કે પરંપરાને આધારે જ તોળવો કે અપરાધીની સ્વસમુદાયગત ચોક્કસ સામાજિક For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૬૯ સાંસ્કૃતિક ભૂમિકાના માપદંડે તોળવો. આમ તો ન્યાયતંત્ર સંબંધી એક પ્રબુદ્ધ વિચાર મુજબ દોષિત અપરાધી નિર્દોષ ઠરી જાય તે પરવડે, પણ નિર્દોષ આરોપી ખોટી રીતે અપરાધી ઠરી દંડાય તે ન પરવડે. આમાં વિરલ કિસ્સાઓમાં વધુ વિકસિત વલણ એ પણ જોવા મળ્યું છે કે અપરાધીએ અપરાધ કર્યાનું સિદ્ધ થયું હોવા છતાં એ થવાના સંજોગોનું તટસ્થ-સહૃદય પરીક્ષણ કરી અપરાધીને માત્ર સજાથી પીડન આપવાને બદલે તેને આકસ્મિક અપરાધકર્મથી પણ દૂર રહેવા જોગ ચિત્ત-કેળવણીની તક મળે અથવા તો એના દેખીતા અપરાધની પૂર્ણ નિર્દોષતા સમગ્ર ન્યાયતંત્રના પ્રબુદ્ધો દ્વારા કાલાંતરે માન્ય બને તે રીતે તેના ઉપર દંડ પ્રયોજવાનું મોકૂફ રાખવામાં કે હળવું બનાવવામાં આવે છે. અહીં એ સ્પષ્ટ કરવું જોઈએ કે અત્રે પ્રસ્તુત ચર્ચામાં રજૂ કરેલી પરંપરા ઉપર ઉલ્લેખેલી કોઈ સભાન માનવતાવાદી દષ્ટિકોણથી નીપજેલી નહિ, પણ તે વખતની તળ સમાજસ્થિતિ પ્રમાણે નભતાં સ્વાયત્ત, સ્થાનિક વિભિન્ન પ્રજાજૂથોના અન્વયે વ્યવહારુ રીતે રૂઢ થયેલી જણાય છે. અલબત્ત, એની પ્રસ્તુતતા સહૃદયોને માનવીય દૃષ્ટિકોણથી પણ લાગે એમ છે. આ ચર્ચામાં પાયાની વાત આટલી છે : કોઈ પણ ન્યાયિક વિવાદ ચાર જુદાં-જુદાં માપદંડો, દૃષ્ટિકોણો કે વૈચારિક સ્તરોથી હાથ ધરી શકાય છે. એ ચાર સ્તરોમાં પસંદગીની ચોક્કસ ઉચ્ચાવચતા (મહત્તાક્રમ) પણ સ્થપાઈ હતી. હવે જયારે કોઈ વિવાદનો ફેંસલો એકાધિક શક્ય માપદંડો દ્વારા આપવાનું શક્ય હોય, ત્યારે, અથવા તો જ્યારે તે પૈકીના કોઈ એક માપદંડથી અપાયેલા ફેંસલા સામે કોઈ ધર્મસ્થાનો ઝોક એ માપદંડથી ભિન્ન બાકીના ત્રણ પૈકીના કોઈ એક માપદંડથી ફેંસલો આપવા તરફ હોય ત્યારે, નિયત ક્રમમાં રજૂ થતા તે ચાર પૈકીના પાછલા-પાછલા ક્રમે આવતા માપદંડ પ્રમાણેના ફેંસલાને ગ્રાહ્ય ગણવો – એવી વાત છે. એ ચાર માપદંડો આ ક્રમે બતાવાય છે : ધર્મ, વ્યવહાર, ચરિત્ર અને રાજશાસન૨૯. ધર્મ એટલે તટસ્થ કે તાત્ત્વિક સત્યવિચારણા પર આધારિત ધર્મશાસ્ત્રનો (કે તદાધારિત સ્મૃતિઓનો) માપદંડ. ‘વ્યવહાર' એટલે કોઈ પણ મિશ્ર માનવસમુદાયમાં કોઈ પણ જાતના શાસ્ત્રીય સિદ્ધાંત વિના, સામુદાયિક તાસીર અને અનુકૂળતા મુજબ ઊપજી આવેલી પ્રથા અથવા તેવો માપદંડ. “ચરિત્ર' એટલે કોઈ પ્રદેશવિશેષમાં સદીઓથી સ્થાયી થયેલી કોઈ સહજીવી કોમ કે જાતિનાં ધાર્મિક, સામાજિક, આર્થિક વગેરે પાસાંના ચોક્કસ આકારના રિવાજો. ‘લૌકિક સમયાચાર' કે “સમય' એવો શબ્દ પણ મહાભારત, પુરાણો વગેરેમાં આ જ અર્થમાં વપરાતો જણાય છે. રાજપુરુષોએ પ્રજાનિષ્ઠાના ભાગરૂપે આ “ચરિત્ર' કે “સમાચારોથી વાકેફ અને સભાન રહેવાનું આવશ્યક ગણાતું. “રાજશાસન' એટલે જે-તે દેશકાળમાં જેની આણ ચાલતી હોય, તે રાજાનો કાયદો. આ ચાર માપદંડો સત્યની સમજણના સ્તરના ભેદ પર કે મૂલ્યભેદ પર આધારિત છે. માનવસંસ્કૃતિઓની ન્યાયની સ્થાનિક વિભાવનાઓ જે-તે જૂથ દ્વારા ઓળખાયેલાં મૂલ્યો પર કે કોમની આત્મનિયમન-શક્તિ પર આધારિત હોય છે. ન્યાય તોળતાં આ સમૂહ-મનોવિજ્ઞાન ચકાવું ન જોઈએ એ મૂળ વાત છે. જે પ્રજાજૂથમાં ન્યાય તોળાતો હોય, તેને પોતાની ભૂમિકા પ્રમાણે લાગવું જોઈએ કે ખરેખર સાચો ન્યાય- અમને માન્ય ધોરણનો ન્યાય તોળાઈ રહ્યો છે. કોઈ પણ અપરાધ કે દોષની સમીક્ષા જે-તે પ્રજાજૂથને “આ બરાબર થયું” એમ લાગે તેવી વત્સલતાથી થવી ઘટે. For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭) કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આમાં ધ્યાન ખેંચતી વાત એ છે કે આમાંનો દરેક પાછલો માપદંડ ખરેખર તો સંકુચિત ક્ષેત્રવાળો, સંકુચિત મૂલ્યવાળો કે પરમસત્યથી વધુ ને વધુ દૂર ગયેલો જણાય છે ! પરંતુ કોઈ પણ રાષ્ટ્ર, મિશ્ર સમાજ કે ચોક્કસ પ્રજાજૂથમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા થયેલા વર્તનને જે-તે પરિસ્થિતિમાં એ ત્રણ પૈકી ફરિયાદી અને અપરાધીને સમાન રીતે લાગુ પડતા ચોક્કસ સમુદાયને જ્ઞાત અને માન્ય મૂલ્ય પ્રમાણેના ઉપલા ચાર (યા અન્ય) પૈકીના જે-તે સમયે પ્રસ્તુત બનતા માપદંડથી જ મૂલવવાનું યોગ્ય બની રહે છે. જેને જયારે જે સત્ય સમજાયું તે જ તેને માટે ત્યારે પ્રસ્તુત ગણાય. વાસ્તવિક જગતુમાં સત્ય સાપેક્ષ જ હોય છે એ વાત “ઈશાવાસ્ય ઉપનિષદ્દમાં થયેલી, અગાઉ નિર્દેશેલી અવિદ્યા અને વિદ્યાની સમતોલ રજૂઆતમાંથી પ્રતીતિકારક રીતે સમજાય છે. ઉપર્યુક્ત ચાર માપદંડો પૈકી જે-તે પ્રજાજૂથ કરતાં પણ જે-તે સમયે પ્રવર્તતી રાજસત્તાને વ્યવહારુ દૃષ્ટિએ સૌથી વિશેષ મહત્ત્વ આપીને “રાજશાસન' રૂપ માપદંડને સૌથી વધુ પ્રબળ ગણ્યો છે એ પણ નોંધપાત્ર બાબત છે. સમાજ જ્યાં સુધી રાજસત્તા વિના વ્યવસ્થિત અને ન્યાયી રીતે નભી શકતો નથી, ત્યાં સુધી જે-તે કાળે પ્રવર્તતી રાજસત્તાને અને એની જે-તે આજ્ઞાને વશ વર્તવું જ પડે એ સીધી વાત છે. તો આ ચાર માપદંડો એકંદરે, અનુક્રમે (૧) ઋષિદષ્ટ પરમ સત્ય, (૨) આ-તે પ્રજાજૂથથી નિરપેક્ષ એવી રાષ્ટ્રની સરેરાશ આમપ્રજામાં રૂઢ બનેલા સામાજિક-આર્થિક-સાંસ્કૃતિક વ્યવહારોરૂપે સત્ય, (૩) જે-તે વિશિષ્ટ પ્રાદેશિક (સ્થાનબદ્ધ) પ્રજાજૂથના સ્વાયત્ત સમાજમાં સ્થિર થયેલા સામાજિક-આર્થિક-ધાર્મિક-સાંસ્કૃતિક રિવાજો રૂપ સત્ય અને (૪) રાજાજ્ઞારૂપ સત્યને ક્રમશઃ પ્રબળતર ગણી જે-તે કાળે તેને જ પ્રસ્તુત કે અમલી બનાવવાનું માર્ગદર્શન આપે છે. આમાં એટલું સમજવું જોઈએ કે જે-તે કાળે સજા પામતા અપરાધી દ્વારા કે એની સાથે સંલગ્ન પરિવાર, કોમ, આમપ્રજા કે રાજયતંત્ર પૈકી કોઈ પણ દ્વારા ન્યાયતંત્રે તોળેલા ન્યાય બાબત વિરોધનો સૂર ન ઊઠે, તો પછી ચાર પૈકીના ક્યા માપદંડે ન્યાય તોળાયો તે જોવાનું રહેતું નથી. માત્ર વ્યક્તિમાં કે નાના-મોટા સમુદાયમાં કે રાષ્ટ્રમાં એ અંગે વિરોધનો સૂર ઊઠે ત્યારે જ ઉપલા મહત્તાક્રમ પ્રમાણે ન્યાયનો પુનર્વિચાર કરવાનું આવી પડે. ઘણા કિસ્સામાં પૂર્વપૂર્વનો માપદંડ પાછળ-પાછળના માપદંડ સાથે કોઈ વિરોધ ધરાવતો ન પણ હોય. ટૂંકમાં, ન્યાય ધર્મસ્થની મનોવૈજ્ઞાનિક સમજદારીથી ઠરેલપણે તોળાય અને સરવાળે અપરાધી કે કોઈ સમુદાયમાં લેવાયેલા જે-તે નિર્ણય બાબત કોઈ વાજબી અસંતોષ કે વિરોધભાવ ન ઊભો થાય, તો બધું સમું-સૂતરું ચાલે અને રાજસત્તા પણ વધુ પ્રતિષ્ઠા પામે. આની સાથે, આજનાં ન્યાયતંત્રો કેટકેટલા અંશે વકરી રહ્યાં છે, રાજસત્તાતરફી કે ધનિકતરફી બનીને સમાજમાં વ્યાપક બેદિલી ઊભી કરી રહ્યાં છે તેની સરખામણી ખાસ કરવા જેવી છે અને માનવજાતિના ભાવિ પરનો ખતરો નિવારવા સક્રિય થવાની તાતી જરૂર છે. ન્યાયતંત્ર માનવધ્વંસ અને સંસ્કૃતિધ્વંસ કરીને છેવટે તો આત્મધ્વંસ જ નોતરે છે. કોઈને ઉપરના માપદંડ સામે શક્ય વાંધો એવો હોઈ શકે કે કોમ-કોમ પ્રમાણે ભિન્ન કાનૂનો કે તેની સંહિતા અમલી ગણવાની હોય તો ભ્રષ્ટાચારો પણ પ્રવેશે અને અરાજકતા પણ આવે. અહીં યાદ રાખીએ કે ઉપરની વિચારદિશા તે કાળની સામાજિક-રાષ્ટ્રીય પરિસ્થિતિની દષ્ટિએ છે કે જ્યારે વિવિધ કોમો કે જાતિઓ મુલ્કવિશેષમાં સદીઓથી સ્થાનિક, સ્વાયત્ત અને આગવું જીવન જીવતી હતી. આજે વિપુલ સંચારસાધનો અને બેફામ શહેરીકરણને લીધે પરિસ્થિતિ આમૂલ બદલાઈ છે. એથી આજે ઉપરનાં ભિન્નસ્તરોના માપદંડની વાત પ્રસ્તુત રહી નથી. પણ આ ચર્ચાનો અગત્યનો For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૭૧ સાર એ છે કે દરેક કાળમાં કોઈ ને કોઈ જૂથો તો હોય જ છે – દા.ત. ઉચ્ચાવચ આર્થિક સ્તર મુજબનાં જૂથો, નિવાસભેદે ગ્રામીણ, શહેરી કે વિચરતાં જૂથો, ભણતરભેદ મુજબનાં જૂથો, ધાર્મિક જૂથો ઇત્યાદિ. અલબત્ત, આ દરેક માટે જુદા માપદંડે નહિ, પણ સામાજિક-મનોવૈજ્ઞાનિક સ્તર મુજબ લચીલા માપદંડે વિવેકબુદ્ધિ વાપરી ન્યાય તોળાવો ઘટે. આજે એવું વિવેકીપણું વિશેષતઃ આજનાં, સમાજ પર ચઢી બેઠેલાં વિવિધ સ્થાપિત હિતો – રાજકીય, વ્યાપારી, સાંપ્રદાયિક ઇત્યાદિ સ્તરનાં – પ્રત્યેની સભાન-અભાન માનસિક ગુલામીવાળા કે રાજદ્વારી દબાવો નીચે કામ કરતા ન્યાયતંત્રમાં વધુ ને વધુ લોપાતું જાય છે, જેથી ગુન્હાના મૂળરૂપ કે ગુન્હાનો દોરીસંચાર કરનાર વ્યક્તિ, જૂથ કે સંસ્થા પ્રતિષ્ઠા ભોગવતાં બિનધાસ્ત ફરે છે અને અજાણતાં કે કોઈ ને કોઈ મજબૂરી નીચે માત્ર સ્થૂળ રીતે કે દેખીતી રીતે ગુન્હો કરી બેસનાર વ્યક્તિ દંડાઈ-વધેરાઈ જાય છે; યા તો સીધો સરકારી ગોળીથી સામુદાયિક ફેંસલો પણ કરી નખાય છે ! હવે તો સ્થાપિત હિતોના લાભાર્થે તેમની પિટ્ઠ સરકારો દ્વારા રાતોરાત બિનબંધારણીય રીતે કાયદાઓ સુધ્ધાં બદલી નખાય છે ! ફેંસલા માટે ઉપર બતાવેલા ચાર માપદંડોના બતાવેલા મહત્તાક્રમથી ભિન્ન ક્રમ સૂત્ર ક્ર. ૩.૧.૪૪ માંના શ્લોકમાં આપ્યો છે, જે મુજબ જો અગાઉના ક્રમ મુજબના બીજા અને ત્રીજો એ માપદંડો (“વ્યવહાર” અને “સંસ્થા” એટલે કે ચરિત્ર યા પ્રથા) જો પ્રથમ માપદંડ(ધર્મ)થી વિરુદ્ધ જતા હોય તો પ્રથમ માપદંડ મુજબ ફેંસલો આપવો. એ તો સ્પષ્ટ સમજાય છે કે અગાઉ નિર્દેશેલો મત તાત્ત્વિક નહિ, પણ વ્યવહારુ અને મનોવૈજ્ઞાનિક કે લૌકિક છે, જયારે આ મત તાત્ત્વિક (આદર્શલક્ષી) છે. એમ લાગે છે કે કૌટિલ્ય, એ મતના શ્લોકને પાછળ સ્થાન આપવા દ્વારા, એક બાજુ તેના પ્રત્યે આદર દાખવીને તેને રદિયો નથી આપતાં, પણ બીજી બાજુએ તેની અવ્યવહાર્યતા પણ સૂચવતા જણાય છે. વળી આ મતમાં “રાજશાસન જો ધર્મથી વિરુદ્ધ જતું હોય તો ધર્મ કે ધર્મશાસ્ત્રને અનુસરવું' એવો આદેશ આપવાની ઋજુતા (સરળતા) કે હિંમત નથી એ વાત પણ ધ્યાન ખેંચ્યા વિના રહેતી નથી. તેની પછીના શ્લોકમાં તો આવી પરિસ્થિતિમાં, પ્રા.શ્રી કંગલેના મતને અનુસરતાં, “ન્યાય' એટલે કે રાજાજ્ઞા જ નિર્ણાયક બને એમ કહેવાયું છે. અલબત્ત, આ શ્લોકનું શ્રી કંગલેનું અર્થઘટન, ‘ચાય’ શબ્દનો “રાજાજ્ઞા' (edict) એવો અર્થ કરવાને કારણે વિવાદાસ્પદ જરૂર લાગે છે. સામાન્ય બુદ્ધિથી તો એ શ્લોક વાંચનારને નિઃસંદેહ એક જ અર્થ ફરે છે : “ધર્મનિર્ણય બાબતે (ધર્મે) એટલે કે ફેંસલા અંગે, જયારે કોઈ કિસ્સામાં તર્કસંગત વિચારણા સાથે એટલે કે સામાન્ય વિવેકબુદ્ધિ કે સમજ (common-sense view) સાથે (ચાયેન નવત્ ) વિરોધ ધરાવતો મત શાસ્ત્ર આપતું હોય (વિપ્રતિપત) તો ત્યાં સામાન્ય વિવેકબુદ્ધિજન્ય સમજ(ચાય)ને પ્રમાણભૂત ગણવી; કારણ કે તેવી બાબતમાં શાસ્ત્રનો સાચો મૂળ પાઠ નાશ પણ પામ્યો હોય.” આ વાત તો ગાંધીજી જે વાત ઘૂંટીઘૂંટીને કહેતા તે જ લાગે છે. શાસ્ત્રના શબ્દોને વળગી ન રહેવાય. ત્યાં શુદ્ધ હૃદયની વિવેકજન્ય સમજણને અનુસરવામાં કોઈ જોખમ નથી – આવું અર્થઘટન જ સ્વાભાવિક લાગે છે. હવે શિષ્ટ સમાજમાં થતા, આજે જેને દીવાની (civil) કહે છે તેવા અપરાધોની ત્રીજા અધિકરણમાં મળતી ચર્ચાનું અને અસામાજિક ખૂંખાર વ્યક્તિઓ કે જૂથો દ્વારા કરાતા કે પ્રાકૃતિક For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ કિૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર': દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પરિબળો દ્વારા થતા રાષ્ટ્રભંજક વ્યાપારોની ચોથા અધિકરણમાં મળતી ચર્ચાનું ઉપયોગી અવલોકન વારાફરતી કરીએ. એ સ્પષ્ટ કરવું ઘટે કે આ બે અધિકરણો માત્ર દંડસંહિતારૂપ કે વ્યવહારોપયોગી કાયદાપોથી જ નથી, પણ તેની અંદર ધબકતું સમાજદર્શન સુજ્ઞ-હૃદયોમાં સ્થાપવાનો ગર્ભિત હેતુ પણ તેમાં જણાય છે. આ હૃદયતર્પકતાં (હૃદયને ધરવવાની શક્તિ) વચ્ચે-વચ્ચે આવતાં જીવનમૂલ્યનિર્દેશક વાક્યોમાં, પ્રકરણોના ક્રમમાં, દરેક પ્રકરણમાંના અવાંતર (પેટા) મુદ્દાના ક્રમમાં, ધૂળ સાથે સૂક્ષ્મ દોષો-અપરાધોની કૌતુકપોષક નવી-નવી વિગતો આપતા જવા પાછળ ધબકતી લેખકની સુસંસ્કારસુસંસ્કૃતિ પ્રત્યેની ઉદાર-નમ્ર રુચિમાં અનુભવાય છે. અહીં કૌટિલ્યની બહુમુખી ભરીભરી સામાજિકતા નિર્દેશતા રહેવાનો જ મુખ્ય આશય (ઇરાદો) છે, જેથી પરિશ્રમી જિજ્ઞાસુ, હૃદયની તાલાવેલી સાથે, મૂળ ગ્રંથના યથેચ્છ અધ્યયન માટે પ્રેરાય. ત્રીજા (થર્મસ્થીયH) અધિકરણની સામગ્રી : મનુષ્યનું આગવાપણું માત્ર તેની સંકુલ બહુમુખી બુદ્ધિમાં કે તેમાંથી સધાતાં ધનાર્જન (ધનપ્રાપ્તિ) કે સર્જનોમાં જ નહિ, પણ એ બુદ્ધિના સંગમાં આત્મદર્શનનો ઊંડો તલસાટ સંતોષવા અર્થે થતા મનુષ્યના આત્મવિસ્તરણમાં એટલે કે તેની ભરી-ભરી સામાજિકતામાં અનુભવાય છે. એ જ મનુષ્યની ભાવાત્મક વૈવિધ્યપૂર્ણ ગુણસમૃદ્ધિનું મૂળ છે. સત્ત્વગુણમાં સ્થિર થયેલી કે વળી ત્રિગુણાતીત બની ગયેલી વિમલ પ્રકૃતિ પર તમોગુણ-રજોગુણનું, વિવિધ માત્રા અને મિશ્રણોવાળું સંકુલ આવરણ આવી જઈ મનુષ્યને દોષો કે અપરાધોમાં ધકેલે છે. એવા અપરાધકારક દોષોને સ્થૂળરૂપે નિશ્ચયપૂર્વક દંડવા દ્વારા, “પ્રાયઃ ક્ષોભ પામવા થકી મનુષ્ય પોતાનો આગવો મહિમા પાછો મેળવે છે” એવા, મજ્ઞાનશાકુન્તત્વના છઠ્ઠા અંક(શ્લોક ૬.૩૨)માંના કાલિદાસવચન મુજબ, માણસની પ્રકૃતિનું શોધન અને મહિમાનું ઉદીપન કરવામાં ન્યાયતંત્ર અને દંડસંહિતાની સાર્થકતા સમાયેલી છે એ વાત પણ કૌટિલ્ય આ અધિકરણમાં ઘૂંટે છે એમ જરૂર અનુભવી શકાય. મુખ્યત્વે પરમ-તત્ત્વના અનુસંધાનમાં એટલે કે તેનાં ધ્યાનપ્રધાન ચિંતન અને સાધનામાં નિરત ઋષિઓ ને દ્રષ્ટાઓ પોતાની લોકાભિમુખતા અને લોકસંગ્રહ' (લોકારાધન)-વૃત્તિને કારણે સમાજચિંતનમાં પણ ઉત્કૃષ્ટ રીતે પ્રવર્તતા હતા. એથી ઋષિઓમાં પોતાનું આગવું સમાજદર્શન પણ હતું. આવા ધર્મશાસ્ત્રકાર કે ઋતિકાર ઋષિઓના આગવા સમાજદર્શન મુજબ, તે-તે ઋષિના ગ્રંથમાં દંડસંહિતાના અન્વયે સમાજનાં વિવિધ પાસાંઓનો ચોક્કસ મહત્તાક્રમ નક્કી કરીને પ્રકરણોનો ક્રમ નક્કી થતો. મનુષ્યના વિવિધ સામાજિક વ્યવહારોમાં કયું મૂળ પાસું અને તેમાંથી ચોક્કસ ક્રમે ફલિત થતાં કયાં અન્ય અવાંતર (પેટા) પાસાં એની ચોક્કસ સમજણ મુજબ પ્રકરણક્રમ તે-તે ગ્રંથમાં અંગીકારાતો. આ વાતને ઉલ્લેખતો એક સંગ્રહશ્લોક (સારકથનરૂપ શ્લોક) કહે છે તેમ “મનુ ઋણને પાયાનો વ્યવહાર ગણે છે, ઉશનસ્ મિલ્કતને, બૃહસ્પતિ થાપણને અને કૌટિલ્ય વિવાહને તેવો વ્યવહાર ગણે છે.” કૌટિલ્ય વિષેનું આમાંનું વિધાન ‘અર્થશાસ્ત્ર'ના ત્રીજા અધિકરણને જોતાં સાચું ઠરે છે. કનિર્દિષ્ટ અન્ય આચાર્યોના વિવિધ વિષયો અંગેના મતો કૌટિલ્ય “અર્થશાસ્ત્ર'માંનાં For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા વિવિધ ચર્ચાસ્થળોએ ઉલ્લેખીને તેમના તે-તે મતોથી ભિન્ન પોતાનો મત પણ દરેક સ્થળે આપ્યો છે એ જોતાં, કૌટિલ્ય કાળક્રમે તેમની પછી આવે છે, ને સમજણની શ્રેષ્ઠતા પણ પામ્યા છે. જર્મન વિદ્વાન મેયરે (Meyer) વિસ્તૃત ચર્ચા કરી બતાવ્યું છે કે દંડસંહિતા સંબંધી ઉપલા ચાર મતોમાં કોટિલ્યમત સૌથી વધારે સુસંગત અને યોગ્ય છે. પ્રા. શ્રી કંગલે પણ આ વાતને ટેકો આપે છે. બરોબર વિચારતાં આપણને પણ આ મત ઉત્તમ લાગે છે. વિવાહ પર પરિવાર નભે છે, અને તે સંદર્ભે જ મિલ્કત, ઋણ, થાપણના વહેવારો, વ્યાવસાયિક વ્યવહારો વગેરે ઊભા થાય છે. અગાઉ જોયું તેમ, અધિકરણનો પ્રથમ અધ્યાય ન્યાયપ્રક્રિયાનાં વિવિધ પાસાં ચર્ચે છે. દંડસંહિતાનાં પ્રકરણો બીજા અધ્યાયથી શરૂ થાય છે. પ્રથમ પ્રકરણ છે વિવાહસંયુક્તમ્ જે પેટા પ્રકરણો સહિત ત્રણ અધ્યાય(રૂ. રથી ૪)માં ફેલાયેલું છે. આરંભનું જ વાક્ય છે : “વિવાદપૂર્વ: વ્યવહાર:' અર્થાત્ વિવાહ સર્વ સામાજિક વ્યવહારો(=સંબંધો અને આચરણો)નો પાયો છે. સમાજશાસ્ત્રીઓને, મનોવિજ્ઞાનીઓને, જીવનસ્વરૂપચિંતકોને વિચારતા કરી દે તેવું અર્થગર્ભ અને ચિંતનીય આ વિધાન છે. માર્ક્સના મતથી વિરુદ્ધ અને સ્થૂળ રીતે ફ્રોઈડના મતને મળતું વિધાન છે. અલબત્ત, કૌટિલ્યને અભિપ્રેત સાંસ્કૃતિક અનુબંધ (સંદર્ભ) જુદો જ છે. ઊંડું વિચારતાં કૌટિલ્ય ચૈતન્યવાદી અને સંસ્કૃતિકેન્દ્રી ચિંતક હોવાનું આ વિધાનમાં ઊપસી આવે છે. ૨૭૩ પોતાનાં દેહ, મન કે વ્યક્તિત્વમાં જ ‘હું’પણું અનુભવવામાંથી આગળ વધીને અન્ય વ્યક્તિ એક, અનેક કે અનંત માં તે એટલે કે આત્મદર્શન અનુભવવું તે જ છે મનુષ્યની સામાજિકતા કે મનુષ્યતા. પ્રાચીન ભારતીય ઋષિઓ અને ઋષિકવિઓએ સુનિશ્ચિતપણે એ વ્યાપક સત્ય નીરખ્યું કે પ્રેમનું શ્રેષ્ઠ, ટકાઉ અને દિવ્ય સ્વરૂપ પતિ-પત્ની વચ્ચે અંકુરિત થઈને અનેક સુંદરત૨ આવિર્ભાવો પામે છે. સામાન્યતઃ કોરા નીતિવાદીઓ દ્વારા તો પતિ-પત્નીનો સંબંધ કામ-કેન્દ્રી ગણાઈ ચંચળ, છલનારૂપ કે વિકૃતિરૂપ મનાય છે, પરંતુ સત્યદર્શી મનીષીઓ એ જાણે છે કે સ્ત્રી-પુરુષની પોત-પોતાની અસલ પ્રતિભા આડેનાં અવરોધો જ વિકૃતિઓ જન્માવે છે; નરવું પરસ્પરાપેક્ષ સ્ત્રીત્વ અને પુરુષત્વ તો જીવનનાં ઉચ્ચતમ સાંસ્કૃતિક શિખરો આંબી શકે છે, સમર્પણવૃત્તિ પર આધારિત ગાઢ સહયોગ દ્વારા ઉચ્ચતમ સામાજિક-સાંસ્કૃતિક મૂલ્યો અને તેને સાકાર કરતી નિત્યનવી રચનાઓ સાધી શકે છે. આ સત્યની સુંદર અભિવ્યક્તિ ‘રામાયણ’માં એક ધન્ય ઘડીએ સીતાના મુખમાં મુકાયેલ ઉગારમાં જોવા મળે છે, જે પિતા દ્વારા વનવાસની આજ્ઞા પામેલા ને નવપરિણીત સીતાને અકારણ વનમાં લઈ જવા ન માગતા રામને ઉદ્દેશીને ઉચ્ચારાયેલ છે. પોતે એક પત્ની તરીકે આમ કહે છે : “હે આર્યપુત્ર, પિતા, માતા, ભાઈ, પુત્ર તેમ જ પુત્રવધૂ પોતપોતાનાં પુણ્યો ભોગવતાં પોતપોતાના ભાગ્યને ઉપાસે છે. પરંતુ હે નરશ્રેષ્ઠ ! એક પત્ની જ પતિના ભાગ્યને પોતાના ભાગ્ય તરીકે અપનાવે છે. તેથી તમને વનનો આદેશ મળતાં હું ય ‘વનમાં વસવું' તેવી આજ્ઞા પામી છું.” હકીકતે આ ‘વાલ્મીકિ-રામાયણ’માં તો રામની પણ સીતા પ્રત્યેની અનન્ય નિષ્ઠા, તેમાંના ઘટનાચક્ર દ્વારા બતાવાતાં, માનવતાના શ્રેષ્ઠ વિકાસ માટે સ્ત્રી-પુરુષ-સંબંધમાં બંનેની અન્યોન્યનિષ્ઠામાં ઉત્તમ સંભાવનાઓ પડી છે એવું નિઃશંક ઋષિદર્શન પ્રગટ થયું છે. કવિવર ભવભૂતિએ તો વળી વિગત નવોન્મેષથી એ કથાના અંતમાં ,, - For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ કૌટિલ્ય અર્થશાસ્ત્ર : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પરિવર્તન કરીને એ ઋષિદર્શનને પરિણામ સુધી પહોંચાડ્યું છે. આ રીતે કૌટિલ્ય વિવાહને માનવસંબંધોનો શિરમોર ગણીને તેમની આવી જ ઉત્તમ દર્શનશક્તિ પ્રગટ કરી છે. એ તો સ્પષ્ટ છે કે સમાજના આંતરિક બંધારણ અને સંબંધ-સ્વરૂપનો પાકો પાયો છે જે-તે સમાજમાંના પરિવારોનું જીવનપોત, પરિવારોનો પાયો છે સ્ત્રી-પુરુષનું દાંપત્યપોત અને સ્ત્રીપુરુષસંબંધનો મજબૂત કે સ્થાયી પાયો છે ગીતાએ બતાવ્યા પ્રમાણે ૩૩ ધર્મથી અવિરુદ્ધ એવી કામવૃત્તિના આલંબન થકી વિકસતો અને સ્થિર થતો નિજ (બાહ્ય કારણ વિનાનો) અને સર્વને સમાવી લે તેવો પ્રેમ – પરસ્પરનો એકત્વાનુભવ. આ પાયા પર ખીલેલા પારિવારિક જીવનની પ્રક્રિયા દરમિયાન કેળવાતા ઉદાર માનવીય-સામાજિક ગુણોના સામર્થ્ય વડે જ સામાજિક જીવનનો ઉત્કર્ષ અને કાળક્રમે થતી રહેતી તેની અપૂર્વ નવરચના ઉત્તમ રીતે સધાય છે. એથી કૌટિલ્ય અધ્યાય-૪.૩.૨-૪માં વિવાહિત સ્ત્રીપુરુષના એવા ભાવાત્મક સંબંધમાં પ્રતિકૂળ બની રહેનારા વિવિધ ઉચ્ચાવી (નાના-મોટા) વર્તનદોષો માટેના નિયતદંડ, પ્રાયઃ પૂર્વપરંપરાને આધારે, પણ પોતાના તે પ્રત્યેના ગાઢ અનુમોદન સાથે, રજૂ કર્યા છે. એમાં સ્મૃતિપ્રોક્ત માન્ય-ધર્મી વિવાહપ્રકારોનું અને વિવાહિતોની પારસ્પરિક ફરજોનું (જાણે સપ્તપદીના સારનું) ટૂંકું પણ મર્મસ્પર્શી વર્ણન રુચિપૂર્વક મૂક્યું છે. સ્ત્રી અને પુરુષ બંનેના દોષોનો વિચાર કર્યો છે. અલબત્ત, સ્વસમાજમાં પ્રચલિત કુટુંબપદ્ધતિની પિતૃસત્તાકતાને સ્વીકારી લેવાના વ્યવહારુ વલણને લીધે વિવિધ આદિજાતિઓ કે તળ-પ્રજાઓની નોંધપાત્ર કે અનુમોદનપાત્ર ભિન્ન પ્રથાઓની વિચારણા કરવા જેટલો ક્રાન્તિકારી અભિગમ ગ્રંથકાર દાખવી શક્યા નથી. પણ એમ લાગે છે કે કેટલીય આવી ક્રાન્તિકારી બાબતો રાજનીતિ અંગે એક વ્યાપક પાયાની તાલીમ આપવાના લક્ષ્યવાળા આ ગ્રંથમાં તેમણે છેડવાનું ઉચિત ધાર્યું નથી; પણ અનેક મુદ્દે કે મોરચે તેમને હૈયે નવા આદશ વસેલા જરૂર છે, અને એનો અહેસાસ થાય તેવી ઘણી સામગ્રી આ ગ્રંથમાં પણ સહૃદયોને ઠેર-ઠેર જરૂર જડે છે; દા.ત. હમણાં જ રજૂ કરેલી ન્યાય તોળવા માટેના શક્ય ચતુર્વિધ માપદંડની એમની પરંપરાશ્રિત રજૂઆત પરંપરામાં પણ પડેલાં ક્રાન્તિકારક વલણો-વિચારો પ્રત્યેની તેમની અભિરુચિ બતાવે છે. કાં તો બહુપત્નીત્વની પ્રથાવાળા સમાજમાં પુરુષ દ્વારા મનમાની રીતે કરાતા અન્ય વિવાહોથી, કાં તો પતિ દ્વારા કરાયેલા પોતાના ત્યાગથી, કાં તો પતિ દ્વારા ધનોપાર્જન ન કરાતાં, કાં તો પ્રાસંગિક પારિવારિક આપત્તિથી સ્ત્રી અને તેનાં સંતાનોની આર્થિક નિરાધારતા ઊભી ન થાય તે માટેની સ્થિર આર્થિક જોગવાઈની સંક્ષિપ્ત પણ પરિસ્થિતિભેદ અનુસારની ચર્ચા ચોક્સાઈભરી વિગતો સાથે આમાં ગૂંથાયેલી છે. સામાન્ય રીતે પરિણીતા માટે કરાતી આર્થિક જોગવાઈને “સ્ત્રીધન” કહે છે અને પતિ દ્વારા અન્ય પત્નીઓ કરાતાં તેણે પૂર્વેની સ્ત્રી કે સ્ત્રીઓ માટે કરવાની આર્થિક વ્યવસ્થા “આધિવેદનિક” કહેવાય. અધિવેશન' એટલે પુરુષ છતી સ્ત્રીએ નવી સ્ત્રી (પત્ની) કરવી તે; તેને કારણે જૂની પત્ની કે પત્નીઓને પતિએ આપવું પડતું ધન તે “આધિવેદનિક'. આ બંને પ્રકારના ધન પરના સ્ત્રીના ભોગવટા-હકો અને એ હકો ઊભા રાખવા માટે સ્ત્રીએ પોતે પાળવાનાં નિયમનો – એ બંનેના સમતોલ નિરૂપણ દ્વારા કૌટિલ્ય નર-નારી બંને તરફનું પોતાનું સમત્વ For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા પ્રગટ કરે છે. દાંપત્યની દઢતા પણ એ પારસ્પરિકતા ઉપર જ સ્થપાય છે. સમતોલ દાંપત્યના અનુકૂળ સંજોગોમાં પણ સ્ત્રીને માટે પરિસ્થિતિવિશેષમાં પોતાનું આ આગવું ધન પણ યોગ્ય મર્યાદામાં, સહજીવન અર્થે વાપરવાની છૂટ સૂચવાઈ છે. ખાસ તો, પિતૃસત્તાક પરિવારમાં સ્ત્રી અયોગ્ય રીતે આર્થિક-સામાજિક મોરચે દબાય-ચંપાય નહિ એ જ સમભાવી શાસ્ત્રકારોનો ચિંતાવિષય રહ્યો છે. કૌટિલ્યે સમકાલીન સમાજના વિકાસસ્તર અને મૂલ્ય-ભાનની કક્ષાના પરિપ્રેક્ષ્યમાં સ્રી અને પુરુષની પારસ્પરિક નિષ્ઠા (વફાદારી) અચળ રહે, પરસ્પર આદર ટકી રહે તેવાં મુખ્ય-મુખ્ય વહેવારવર્તનો – સ્રીપુરુષની બહિશ્ચર્યા (ઘર બહારનાં સંબંધો અને વર્તનો), શારીરિક બળજોરી અંગેનાં નિયમનો, નિજ-નિજ પારિવારિક ફરજોનો અમલ ઇત્યાદિ – રુચિપૂર્વક સ્પષ્ટ રીતે ચીંધી બતાવ્યાં છે. ૨૭૫ પતિ પ્રવાસેથી દીર્ઘ કે અતિદીર્ઘ કાળ સુધી પાછો ન ફરે કે તેનો કોઈ સંદેશો પણ ન આવે તે સ્થિતિમાં સ્ત્રીના પ્રતીક્ષાધર્મની સમય-મર્યાદા ચીંધવા સાથે, તે કાળમર્યાદા બાદ સ્ત્રીને, ત્યારબાદના જીવનનું વૈવાહિક, પારિવારિક નવવ્યવસ્થાપન કરવા બાબત મળતા સ્વાતંત્ર્યની પણ વાત કરી છે. દેશ-કાળ પ્રમાણેની સમાજની એકંદર મનોદશાની મર્યાદામાં ખાસ કરીને સ્રીની મોકળાશ વધે તે કૌટિલ્યને અભીષ્ટ છે. ઉપર નવી સ્રી કરનાર પુરુષે આગલી સ્ત્રી કે સ્ત્રીઓને આપવાના થતા જે ‘આધિવેદનિક’ ધનની વાત કરી છે, તે મેળવવા-ભોગવવા અંગે સ્ત્રીએ પાળવાની મર્યાદાઓની પણ વાત થઈ છે. એવી સ્ત્રી જો બીજું લગ્ન કરે ને સાથે આગલા પતિથી થયેલાં સંતાનોને ન લઈ જાય, તો આધિવેદનિક-ધન એ સંતાનોને ફાળે જાય એવી ન્યાયી વ્યવસ્થા ચીંધી છે. પત્નીના જીવતાં પતિ મૃત્યુ પામે ત્યારે સ્ત્રીને તે પછીના પારિવારિક કે વૈવાહિક જીવન અંગે પસંદગીપૂર્વક નિર્ણય લેવાનું સ્વાધીનપણું કૌટિલ્ય વ્યાપકપણે તો સ્વીકારે જ છે. કાં તો સ્ત્રી સાસરે જ અન્ય પરિવારજનો સાથે જીવવાનું પસંદ કરે, કાં તો સંતાનો હોય તે સ્થિતિમાં તેમને લઈને અન્ય વિવાહ કરે, કાં તો બાળકોને આગલા પરિવારમાં જ મૂકીને વિવાહ કરે. તેવા પસંદ કરેલા જે-તે વિકલ્પ પ્રમાણે સ્ત્રીને માટે પોતાનું મળેલું અગાઉનું સ્ત્રીધન કાં તો અગાઉ જેમ પોતાની પાસે જ રહે યા પાછળ મૂકેલા સંતાન માટે છોડવું પડે. કૌટિલ્ય પોતાની સામે વિવિધ સાંસ્કૃતિક સ્તર ધરાવતાં વિવિધ સામાજિક જૂથો(કોમ)નો યા વિવિધ મનોવૃત્તિઓનો પરિપ્રેક્ષ્ય (દષ્ટિકોણ) રાખે છે. સ્ત્રીપુરુષનાં અને વિવિધ કોમોનાં વિધિદત્ત આગવાં સ્વાતંત્ર્યો પ્રત્યે કૌટિલ્ય સમજણભર્યો આદર ધરાવે છે. સ્ત્રી-પુરુષ-સહજીવન તેને લગતી અનેક સમસ્યાઓ અને દોષસંભાવનાઓને ઓળંગીને પણ સૃષ્ટિમાં પડેલી સંવાદિતા, સહયોગિતા અને એક-રસતાની સુંદર અભિવ્યક્તિ બની શકે તેમ છે તેવી કૌટિલ્યની શ્રદ્ધા પણ આ પ્રકરણોમાં ઝલમલે છે. એ સંવાદિતા કે એકરસતા જ ભાતીગળ વ્યવહારોમાં પરિણમતી સમસ્ત માનવીય સંસ્કૃતિને તાલબદ્ધ અને સાર્થક બનાવનારો પાયો હોઈ કૌટિલ્યે ‘‘વિવાદપૂર્વ: વ્યવહાર:” એવું પેલું મહાવાક્ય લખી દીધું ! પ્રસિદ્ધ અંગ્રેજ ચિંતક બર્ટ્રાન્ડ સેલના ‘Marriage and Morals’ (‘લગ્નજીવન અને નીતિનિયમો') એ ઠરેલ રસપૂર્ણ પુસ્તકનું અગત્યનું તારણ એ છે, કે જેમ અગ્નિ સાથે અદબભર્યો વ્યવહાર કરવાથી જ તેના મહત્તમ લાભ મળે છે, નહિતર અપાર જીવનહાનિ પણ થઈ શકે છે, તેમ સ્ત્રી-પુરુષસંબંધ પણ ઉભય દ્વારા થતી તેના નિયમોની For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર’: દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ જાળવણી થકી એક સુંદર રમતની ખેલદિલીથી અંગીકારાય તો જ તેમાંથી શ્રેષ્ઠ આનંદ અને કલ્યાણ પ્રગટ થઈ શકે છે; નહિતર જીવનને સાવ અસ્તવ્યસ્ત પણ કરી શકે છે. શેક્સપિયરનું ઋષિતુલ્ય કવિદર્શન તો વળી જિંદાદિલીથી કહી દે છે: પ્રેમ કદી નહિ કરવા કરતાં, પ્રેમ કરીને ખુવાર થવું પણ બેહતર છે” (“It is better to have loved and lost, rather than never have loved.') અને હા, પેલા કબીરજી પણ કહે જ છે ને “ઢા અક્ષર પ્રેમ છે પઢે સો પંડિત હોય” ! વેદમાં પારિવારિક ગૃહ માટે ર શબ્દ વપરાયાની વાત અગાઉ ઉલ્લેખી છે. ટ્રમ્ (ાતિ) ધાતુ (“જાતને નિયમનમાં રાખવી' અર્થ) પરથી તે શબ્દ બનેલો કહેવાયો છે. વર્તમાન ભારતીય ઋષિ એવા વિનોબાજી આ શબ્દને સમજાવતાં કહે છે કે જયાં દરેક પરિવારજન પોતાનાં વૃત્તિ-વર્તન કાબૂમાં રાખે તે દ્રમ. આ છે દાંપત્યના પાયા પર ઊભેલા પરિવારના મહિમા અંગેનું ભારતીય – બકે માનવીય– દર્શન. કૌટિલ્ય આ વિવાહ-પ્રકરણમાં મુખ્યત્વે ઊંચી મેડીના સુખશીલિયા (કાલિદાસવચન મુજબ “સુફી ) ધનપરાયણ પરિવારોને ધ્યાનમાં ન લેતાં એકરસ સ્ત્રી-પુરુષ-સંબંધવાળા ગ્રામીણ કે નગરવાસી મધ્યમવર્ગી પરિવારોને નજર સામે રાખ્યા જણાય છે. આમ પરિવારજીવનના પાયારૂપ વિવાહજીવન અંગે ધર્મવિચાર અને દંડવિધાનની રજૂઆતથી જ ન્યાયતંત્રની ચર્ચા ખૂબ ઔચિત્યપૂર્વક આરંભીને, પછી પણ પરસ્પર-સંલગ્ન વિવિધ સામાજિક પાસાંઓ અંગેની દંડસંહિતાની રજૂઆત ખૂબ મનોવૈજ્ઞાનિક ક્રમે કરી છે. એમાં બીજા ક્રમે પારિવારિક ભૌતિક વારસાની વહેંચણીનો વિષય પણ યોગ્ય સ્થાને જ છેડાયો છે. એના પણ ત્રણ અધ્યાયો છે, જેમાં મહત્ત્વના આનુષંગિક (મુખ્ય વિષય સાથે જોડાયેલા) વિષયોની ટૂંકી પણ જિજ્ઞાસાપોષક રજૂઆત છે. ભૌતિક ચીજોના વારસાની વહેંચણીના આ વિષય સાથે પારિવારિક સંસ્કાર-વારસાનાં પણ સાતત્યયુક્ત રક્ષણ અને સંવર્ધનનો ખ્યાલ સૂક્ષ્મ રીતે ગૂંથાયેલો હોઈને જ સુચિતિત દંડસંહિતામાંનો એ વિષય સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે. આમાં વિવિધ કક્ષાના પરિવારજનો વચ્ચે વારસાની વહેંચણીનો ક્રમ અને દરેકને મળવાપાત્ર અંશનું પ્રમાણ રજૂ થયાં છે. વળી સ્ત્રી-પુરુષ-સંબંધના સામાજિક-નૈતિક સ્તરના તળ વૈવિધ્ય મુજબ થતા પુત્રોના ઉચ્ચાવચ (ચઢિયાતા-ઊતરતા) પ્રકારોનું નિરૂપણ, તેમાં થતી વારસાની વહેંચણીના પરિમાણભેદ(પ્રમાણભેદ)ની દૃષ્ટિએ પણ હાથ ધરાયું જણાય છે. માનવપ્રકૃતિ પ્રમાણે રોકી ન શકાય તેવા યૌનસંબંધોના (મૈથુનસંબંધોના) રૂઢ બનેલા સામાજિક પ્રકારોને, તેમની યથોચિત સામાજિક ઉચ્ચાવચતા આકારીને પણ તેમને સમત્વભરી સ્વીકૃતિ આપવાનો આ ધર્મશાસ્ત્રીય અભિગમ છે. - ત્યાર પછી પરિવારને ભૌતિક આધાર અને શરણ આપનાર વાસસ્થાન(વાતુ)ને લગતાં નિયમનોનો વિચાર તેમના આનુષંગિક ખેતર, બાગ, જળાશય આદિ વિભાગોને પણ સમગ્રતાપૂર્વક સાંકળીને થયો છે. આવી સ્થાવર મિલ્કતનાં વેચાણને લગતાં, મિલ્કતો વચ્ચેની હદના નિર્ણયને લગતાં અને મિલ્કતના દબાણ (encroachment) કે નુકસાનને લગતાં નિયમનોનો અને ખેતર, ચરાણ કે માર્ગને લગતા નિયમોના ભંગને લગતા દંડનો વિચાર કુલ અઢી અધ્યાયમાં, સમજદારોને રસ પડે તેમ થયો છે. For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૭૭ સામાજિક અમન પર અસર કરતા એવા જ વિષયો છે દેવું (મેળવેલું ધિરાણ વગેરે પાછું આપવાની જવાબદારી) અને થાપણ (વિશ્વાસથી પોતાને સાચવવા માટે સોંપાયેલાં ધન, સાધન વગેરે અંગેની સર્વ જવાબદારી). સંજોગભેદ અનુસારનાં એ બંનેનાં અનેક પાસાંને લગતાં નિયમનોનો વિચાર એક-એક અધ્યાયમાં થયો છે. “વિશ્વાસ એ સમાજનો શ્વાસ છે” એવું વિનોબાજીનું માર્મિક વિધાન આ પ્રકરણોમાં ખાસ પ્રસ્તુત બને છે. ‘દાસ’ (ગુલામ) ગણાતા માણસ પર કાયમી માલિકી કરી તેને કર્મબોજથી મજબૂર કરવો એ સહૃદયોની દૃષ્ટિએ કોઈ પણ સંસ્કૃતિમાં પેઠેલો કારમો સડો છે. કૌટિલ્યના સમયમાં ભારતમાં પણ પરાપૂર્વથી (વેદકાળથી) ચાલી આવતી દાસપ્રથા હતી. તેને લગતાં નિયમનોના તેરમા અધ્યાયમાં કૌટિલ્યનો માનવીય અભિગમ બે મુદ્દે ધ્યાન ખેંચે છે : દાસ સાથેના વહેવારમાં સાચવવાની, માનવતાને છાજે તેવી મર્યાદાઓની પરિગણનાના મુદ્દે અને દાસ માટે દાસપણામાંથી પાકી કાયમી મુક્તિનાં દ્વાર પણ ખુલ્લાં રહે તેવી ભૂમિકા કે શરતોની વિચારણાના મુદ્દે. કૌટિલ્ય સામાજિક સુધારક બનવાનું પસંદ કર્યું નથી; કારણ કે તેમની સમસ્યાઓ પ્રત્યે આવેગ કે પૂર્વગ્રહથી મુક્ત અધ્યતાનો અને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણનો અભિગમ રહ્યો છે. તેમ છતાં એ તટસ્થતા જડ અને સત્પક્ષપાતરહિત નથી. તેઓ સહજપણે ગ્રંથમાં માનવોચિત અભિગમને પુરસ્કારતા પણ રહે છે. અહીં તટસ્થ અભિગમ જાળવીને દાસે પાળવાના નિયમોનો વિચાર પણ જોડી દીધો છે. સમાજમાં જેમ દાસપ્રથા સામાજિક અને નૈતિક અનિષ્ટ છે, તેમ ગણિકાનો વ્યવસાય પણ એ બંને રીતે અનિષ્ટ છે – સમાજની જ બહુવિધ અશુદ્ધિઓનાં અનેક વિષફળો પૈકીનું એક. એટલે કૌટિલ્ય પોતાની તટસ્થતા જાળવીને ગણિકા-સંસ્થા(-પ્રથા) સ્વય મર્યાદામાં રહે અને તેનાં, સમાજ સાથે સંકળાયેલાં વ્યાવસાયિક હિતો પણ જળવાય એવાં નિયમનોનો સુચિતિત સંગ્રહ કરવાનું ઉચિત ગયું છે. એ માટેની વિચારણા સંજોગવશાત્ એમણે આ ત્રીજા અધિકરણમાં નહિ, પણ બીજા (અધ્યક્ષ પ્રવીર:) અધિકરણમાંના સત્તાવીસમા અધ્યાયમાં “ગણિકાધ્યક્ષ'ની ફરજોરૂપે કરી છે. વિષયસામ્યની દૃષ્ટિએ તેનો ઉલ્લેખ અહીં કરવાનું ઉચિત માન્યું છે. તેમાં પણ ગણિકાપણામાંથી મુક્તિ શક્ય બનાવતા માનવતાપૂર્ણ નિયમો પણ ચીંધી બતાવ્યા છે. પ્રાચીન ભારતીય ગણિકા સંસ્થાનું અધ્યયન કરવા માટે પ્રાચીન શાસ્ત્રો ઉપરાંત પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત-પાલી-અપભ્રંશ જેવી પ્રાચીન ભાષાઓનાં કથાસાહિત્ય, નાટ્યસાહિત્ય વગેરેમાં પણ વિપુલ અને કીમતી સામગ્રી પડેલી છે. તેવી જ અધઃપતનકારી સામાજિક-અનિષ્ટરૂપ, પણ સમાજ સાથે કાયમ જોડાયેલી પ્રવૃત્તિ છે ધૂતની. તેને લગતાં વ્યવહારુ નિયમનોનો વિચાર ત્રીજા અધિકરણના છેલ્લા વીસમા અધ્યાયના પૂર્વાર્ધમાંના પ્રકરણમાં થયેલો છે. આમ તો ધૂત-પ્રવૃત્તિના નિયમન માટે અલગ ઘૂતાધ્યક્ષની પણ જોગવાઈનો ઉલ્લેખ ઉક્ત અધ્યાયના આરંભે જ થયેલો છે. પણ પ્રાયઃ ઉતાવળમાં કે સરતચૂકથી બીજા અધિકરણમાં તેના કાર્યક્ષેત્રની વાત સમાવાઈ નહિ હોય. અલબત્ત, ધૂતની અનિષ્ટતા વિષે આઠમા વ્યસનધારિમ્' અધિકરણમાં વિસ્તૃત વિચારણા થયેલી જ છે – મુખ્યત્વે રાજચરિત્રના સંદર્ભે. For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આજના યુગમાં વિશેષતઃ ગાંધીજીના અભિયાનને કારણે, વ્યક્તિ, પરિવાર, સમાજ અને અર્થતંત્રને સારી પેઠે છિન્નભિન્ન કરનારી દારૂની લત પ્રાચીન સમયમાં, કદાચ આજના જેવા વ્યાપક ને ગીચ શહેરીકરણના તથા ઔદ્યોગિકીકરણના અભાવે અત્યંત વ્યાપકપણે સમાજમાં ફેલાઈને જટિલ સમસ્યારૂપે વકરેલી નહિ હોય, તેથી કાયદાશાસ્ત્રમાં એનો ખાસ સમાવેશ થયેલો દેખાતો નથી. અલબત્ત, ધર્મશાસ્ત્રમાં કામ-જ વ્યસનોમાં તેની ગણના કરી, તેની અનિષ્ટતા પ્રરૂપાઈ છે. “અર્થશાસ્ત્રના આઠમા અધિકરણમાં તેની અનિષ્ટતાની ચર્ચા પણ “પાન-વ્યસન' નામે થઈ છે. વ્યાવસાયિક સંબંધો અંગે ઉપર્યુક્ત તેરમા અધ્યાયમાં દાસ અને સેવકો અંગેનાં કાનૂની વિધાનોથી આરંભ થયા બાદ ચૌદમા અધ્યાયના પણ પૂર્વાર્ધમાં સેવક(નોકર)ને લગતાં નિયમનોની ચર્ચા ચાલુ છે. તે જ અધ્યાયના ઉત્તરાર્ધમાં ધંધાકીય ભાગીદારીનાં નિયમનો નિરૂપાયાં છે. વ્યાવસાયિક સંબંધો પણ તેમાં સમાજના હાર્દરૂપ સામાજિકતા જાળવવાથી જ વ્યક્તિઓને અને સમાજને પુષ્ટ કરીને રાષ્ટ્રની સુખ-સમૃદ્ધિ વિસ્તારે છે. વ્યાવસાયિક સંબંધોમાં વેચનાર-ખરીદનારનો સંબંધ પણ સામાજિકતા પોષાય તેવાં ન્યાયી નિયમનોની અપેક્ષા રાખે છે. વસ્તુ એક વાર વેચ્યા બાદ કે ખરીદ્યા બાદ અનુકમે પાછી લેવાની કે પાછી આપવાની, યા કોઈ બાબતનો સોદો ઠરાવ્યા બાદ માલનું હસ્તાંતરણ (માલિકી-બદલો) યા કરવાની કામગીરી (સેવા) અદા ન કરવાની કે ગ્રાહકે તે ન સ્વીકારવાની વૃત્તિ-પ્રવૃત્તિ, સંજોગવિશેષ સિવાય, દંડપાત્ર ગણાય; કારણ કે તે એક યા બીજા પક્ષને ચીજલક્ષી કે નાણાંલક્ષી મુશ્કેલીમાં મૂકી શકે. ધર્મશાસ્ત્રથી આરંભાઈને નિરૂપાતી આવેલી બજાર સંબંધી આવા સૌજન્યની વિગતવાર દંડસંહિતા અહીં પણ લાઘવથી પંદરમા અધ્યાયમાં નિરૂપાઈ છે. સમાજમાં કોઈ સ્થાવર કે જંગમ વસ્તુ સંબંધી કેટલાક વ્યવહારો તે વસ્તુ પરની માલિકીના અનુચિત કે અપ્રામાણિક દાવા કે ખ્યાલના પાયા પર થતા હોય છે. તેવા વ્યવહારો રોકવા એ પણ અન્યાયી વ્યવહારનો ભોગ બનેલી તે-તે વ્યક્તિની વ્હારે ધાઈને ન્યાયસ્થાપના કરવાનું ન્યાયતંત્રનું કર્તવ્ય બની રહે છે. દાન, વેચાણ કે સ્થાવર-જંગમ વસ્તુનો દીર્ઘકાલીન ભોગવટો – એવા વ્યવહારો અંગે કેટલીક વાર નૈસર્ગિક, તાર્કિક કે સામાજિક ઔચિત્યની દષ્ટિએ વસ્તુની ખરી માલિકીનો નિર્ણય કરીને, એ પાયા પર તેવા વ્યવહારની ગ્રાહ્યતા કે અગ્રાહ્યતાનો નિર્ણય કરવો તે ન્યાયતંત્રનું કામ છે. માલિકીના મનમાન્યા દાવા પર થયેલા આવા વ્યવહારો અંગે લાંબી ઔચિત્યબુદ્ધિથી ફેંસલા આપી ન્યાયતંત્ર ખરેખર તો સમાજમાં પરિશ્રમ અને પ્રામાણિકતાના ગુણો પડખે અડીખમ ઊભું રહીને પ્રજામાં પાયાનું ચારિત્રઘડતર થાય તેવું નિમિત્ત પૂરું પાડે છે. અધ્યાય ૩.૧૬માં આવા વ્યવહારો અંગે અટપટા સંજોગોમાં કેવી રીતે ન્યાયસ્થાપના કરવી તેનું નિદર્શન કરાયું છે; જેમ કે વિધિસર દાન જાહેર કરીને તે દાનનો અમલ ન કરવો તે માટે દેવું ન ચુકવવાના કાયદા મુજબ ફેંસલો આપવાનું કહેવાયું છે. તો વળી તેથી ઊલટું, પૂરા વિચાર વિના કે લેનારની પાત્રતાની તપાસ વિના થયેલું દાન ફોક કરવાનો ફેંસલો આપવાની વાત પણ છે ! For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા એ રીતે, ચોરેલી કે ઓળવી લીધેલી (પચાવી પાડેલી) વસ્તુના વેચાણને તે વસ્તુના મૂળ માલિકની પુરાવા સાથેની ફરિયાદ પરથી ફોક ઠેરવી દંડવાની અને વસ્તુ મૂળ માલિકને પરત કરવાની વાત છે. તેથી ઊલટું, કોઈ વેચાણ વિરુદ્ધ પુરાવા વિનાની એવી ખોટી ફરિયાદ કરનારને દંડવાની વાત પણ છે. તો ઘણી વાર કોઈ વસ્તુના માલિકની ઉદાસી, સુદીર્ઘ ગેહાજરી વગેરે સંજોગોમાં, તે વસ્તુના સુદીર્ઘકાલીન ભોગવટાને આધા૨ે ભોગવટો કરનારની માલિકી સ્થાપી આપવાના ફેંસલા પણ ગ્રાહ્ય ગણાયા છે ! છેવટે તો કોઈ પણ વસ્તુના મૂળ માલિકે પોતે માલિકી બાબત જાગૃત અને આગ્રહી હોવું જરૂરી છે. જો તેને જે-તે વસ્તુની માલિકીની કીમત જ ન હોય, તો એવી ચીજ સમાજમાં કાયદેસર રીતે ભોગવતી આવેલી જરૂરિયાતમંદ વ્યક્તિ ભોગવે તે ન્યાયી ગણાય. છેવટે તો માલિકી એ નિર્વાહની સરળતા માટેની સામાજિક ગોઠવણ છે. કેવો સૂક્ષ્મ અદ્દલ ન્યાય ! ૨૭૯ ઉપર્યુક્ત બધા માલિકીસંબંધી અપરાધોમાં અને સત્તરમા અધ્યાયમાં નિરૂપાયેલા ‘સાહસ’રૂપ અર્થાત્ કોઈની વસ્તુની ઉઘાડી લૂંટરૂપ અપરાધમાં, ધ્યાનમાં રખાયેલો પાયાનો સાંસ્કૃતિક મુદ્દો છે પ્રસિદ્ધ પંચવ્રતોમાંનું અચૌર્ય-વ્રત – જેનું સાચું સામાજિક-મનોવૈજ્ઞાનિક સ્વરૂપ, આ વ્રતને જૈનધર્મપરંપરામાં અપાયેલા ‘અદત્તાદાન’ નામ (અદત્તનું આદાન અર્થાત્ કોઈએ અન્યને સ્વેચ્છાએ ન આપેલી વસ્તુ લઈ લેવી તે) દ્વારા પ્રગટ થાય છે. બાકી સમાજમાં ધનનું ન્યાયી વિતરણ સમજણપૂર્વક સ્થપાય એ સ્વસ્થ સમાજનું એક પાયાનું મહત્ત્વનું લક્ષણ કે અંગ હોવાની વાત ધર્મદર્શી અનેક વિશ્વવિભૂતિઓએ ઉત્કટ હૃદયવૃત્તિથી સમાનપણે કહેલી છે. તે સિદ્ધ થાય તો અચૌર્ય એ વ્રત મટી સાર્વજનિક સ્વભાવ બની રહે. જૈન પરંપરાએ નિરૂપેલાં ગૃહસ્થનાં• કેટલાંક વ્રતોમાં ‘અતિથિ-સંવિભાગ’ એવા હાઈસ્પર્શી નામ સાથે આતિથ્યધર્મની પ્રેરણા કરી છે તે ય આ જ દિશાની આગેકૂચ છે. વળી મોટા ભાગના ધર્મોએ ઉપર્યુક્ત સમવિતરણના આદેશને સમકાલીન સમાજો માટે કઠિન જોઈને અને સરાસરી લૌકિક મનોવૃત્તિને તેના અંગીકાર માટે અપક્વ જોઈને એ દિશાના જ એક લોકગ્રાહ્ય વ્રત તરીકે વિવિધ પ્રસંગોએ દાનવ્રત આચરવા ભલામણ કરી છે. તાત્ત્વિક ચર્ચા કરતા ગ્રંથોમાં ‘દાન’ની વ્યાખ્યા ‘સંવિભાગ' (ન્યાયી વહેંચણી) શબ્દ દ્વારા માર્મિક રીતે અપાઈ છે. પરંતુ કોઈ પણ હિસાબે નિકોનું ધન પરાણે આંચકી લેવાનું વલણ નૈતિક તો નથી જ; અને વ્યવહારમાં તે લાંબું નભે તેમ પણ નથી તે આધુનિક જગત્માં ડોકાયેલા સામ્યવાદનાં ઉત્પત્તિ, ટકાવ અને રકાસનો ઇતિહાસ ઉપરછલ્લી રીતે જોનારને પણ તરત સમજાય એમ છે. તેથી જ દંડસંહિતામાં ‘સાહસ’રૂપ અપરાધ પણ ઉચિત રીતે જ દંડનીય અપરાધ તરીકે સ્થાન પામ્યો છે. હિંસા અને બળજોરી આમપ્રજાને એકંદરે કોઈ પણ સમસ્યાના સફળ ઉપાયરૂપે નહિ, પણ ખુદ સમાજરૂપ દેઢ જીવનાધારને જ રફે-દફે કરનાર લાગે છે. સત્યને રસ્તે વચ્ચે અહિંસાનો ટપ્પો આવ્યા વગર રહેતો નથી. વિનોબાએ સામ્યવાદને મહાવર તરીકે ઓળખી ભગવદ્ગીતાના અનુભવાશ્રિત અધ્યયન(એટલે કે ‘અનુશીલન’)ને આધારે ‘સામ્યયોગ’ને એ મહાવર શમાવનારું સમાજ માટેનું શ્રેષ્ઠ અને સર્વાંગી ઔષધ માન્યું છે. આમાં ક્રાન્તિનું દ્વાર છે સ્વામિત્વગ્રંથિનું સાર્વજનિક શમન. For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮) કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અહીં “સાહસ' એટલે કોઈ પણ વ્યક્તિના તાબામાં રહેલી વસ્તુની, બળપ્રયોગ દ્વારા, તે વ્યક્તિની યા તેના પ્રતિનિધિની હાજરીમાં જ કરાતી લૂંટ (ધાડ). આવી “બળિયાના બે ભાગની માન્યતા (દર્શન) પર આધારિત પ્રવૃત્તિના નિયમન કે અટકાવની વાત છે. એ સમજવું જરૂરી છે કે આ નિયમન એ છેવટે તો હિંસાદર્શન સામે સત્ય પર પ્રતિષ્ઠિત અહિંસાદર્શનનો, પારદર્શી-વિજયી પ્રજ્ઞાના માર્ગદર્શનવાળો બેઠો મોરચો છે – અંધકારમાં પ્રકાશનું અવશ્યવિજયી આગમન છે. આજના વકરેલા આતંકવાદનું અચૂક મારણ પણ રાષ્ટ્રના ઉચ્ચતમ સત્યદર્શનને આત્મસાત્ કરીને પ્રવર્તતા રાજયતંત્ર થકી સર્જાતા પ્રતિભા-શીલ દુષ્ટ-દમનમાં છે – શક્ય હોય ત્યાં સુધી કાયદાની પ્રક્રિયા દ્વારા, જરૂર પડે તો પરિમિત ભૌતિક બળ દ્વારા. બલાત્કાર એટલે કે ઉદ્ધતાઈ સહિતની શારીરિક જોરાવરી સ્થિર સામર્થ્યનો કે વીરત્વનો પર્યાય નથી; બલ્બ જીવનલક્ષી સામર્થોના અભાવમાં અપ્રામાણિકપણે અને મિથ્યાભિમાનથી (ઠાંસમાં) બીજાના પરિશ્રમફળને ઓળવવા થતી પ્રવૃત્તિ છે, જે સત્યોપાસનાથી પુષ્ટ બનેલા જીવંત સમાજ વચ્ચે કાયમ નથી શકે તેમ નથી – ખુદ તે આચરનાર માટે પણ આત્મવિનાશક છે. એટલે તો લૂંટ કરનાર વ્યક્તિ પણ દુષ્ટો અને અપ્રામાણિકોના સંગઠનના જોરે યા ઘણી વાર તો તેના હાથા તરીકે જ પ્રવર્તે છે. એની પાસે કોઈ સ્વયંભૂ સામર્થ્ય હોતું નથી. વળી આવી લૂંટનું વાહન બનનાર વ્યક્તિ ‘ઝટપટ-ધન' (easy money)ની લાલચમાં પણ ખૂબ લપટાયેલી હોય છે. એટલે સરવાળે તો “સાહસ'–દંડ એ દુષ્ટની સાન ઠેકાણે લાવનારું એક પ્રારંભિક પગલું જ છે, જેને જરૂર પડ્યે સત્યાધારિત અન્ય સામર્થ્ય વડે સાફલ્ય સુધી પહોંચાડી શકાય. દેહ-મન-બુદ્ધિનાં ઉત્તમ સામર્થ્યવાળા પ્રબુદ્ધ સમાજની, ક્રિયા અને પ્રતીક્ષાના ઉચિત મિશ્રણવાળી સક્રિયતા એ આનો પાયાનો ઉપાય છે. આ પ્રકરણની પુરવણી ચોથા “કંટકશોધન'અધિકરણમાં વર્ણિત કાર્યકલાપમાં (અધ્યાય ૪.૪.૫ વગેરેમાં) મળે છે. મનુષ્યની સામાજિકતાની કે બંધુતાની પુષ્ટિનું એક સાધન છે વાણી – “મનુસ્મૃતિ'નુસૂચિત સત્ય-મધુર વાણી. એની કેળવણી તો પરિવાર, સમાજ અને શિક્ષણસંસ્થા થકી સધાય. બીજી બાજુએ, મનુષ્યની સમાજ-વિઘાતક દુવૃત્તિથી ઊભરાતી વાણી મહોલ્લા, કોમ, ગામ કે રાષ્ટ્ર માટે જોખમી આગરૂપ બની શકે તેમ હોઈ વાણીના ધ્યાનપાત્ર રીતે હાનિકારક જાહેર અપ-પ્રયોગોનું નિયમન એ કાયદો, વ્યવસ્થા અને શાંતિની અનિવાર્ય જાળવણીની દૃષ્ટિએ ન્યાયતંત્રનું એક અગત્યનું કર્તવ્ય બની રહે છે. એ દૃષ્ટિએ અઢારમા અધ્યાયમાં ચોક્કસ રીતે હાનિકારક એવા વાણીના મુખ્ય કે વ્યાપકપણે થતા અપપ્રયોગોના નિયમનની વાત લાઘવથી સોદાહરણ કરી છે. ધર્મશાસ્ત્રનો રસ-કસ ઝીલનાર કૌટિલ્ય અર્થશાસ્ત્રને ઇન્દ્રિયજયરૂપ વિદ્યા કે પ્રજાકીય કેળવણી માની હોઈ ઇન્દ્રિયજયની વ્યાપક પ્રજામાં સિદ્ધિ કે પ્રતિષ્ઠા થાય તે માટેના વિવિધ સ્વરૂપના, વિવિધ કોટિના ઉપાયો, પરંપરાગત દંડનીતિવિદ્યાને આધાર બનાવી, તેમાં પોતાનાં પણ ઊલટભર્યા મૌલિક ઉમેરણો કે ફેરફારો જોડીને ગ્રંથમાં લાઘવથી મર્મસ્પર્શી રીતે રજૂ કર્યા છે. આટલું ધ્યાનમાં આવે તો હીન વાણી જેવી વ્યક્તિગત ટેવની – દેખીતી રીતે રાજયતંત્ર દખલ ન કરવા જેવી લાગતી – બાબતમાં પણ નક્કર ને દઢ નિયમનો રજૂ કરતી દંડસંહિતાનું For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું ? જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૮૧ ઔચિત્ય હૃદયે વસશે. સમાજની કોઈ ને કોઈ વ્યક્તિ પ્રત્યેનો હીણો વાણી-વ્યવહાર ક્યારેક મોટા જાહેર અનર્થ તરફ લઈ જઈ શકે. એ દૃષ્ટિએ વાણીની તોછડાઈ ભારેલા અગ્નિ સમાન ઠરતી હોઈ દંડનીય વર્તન બની જાય છે; ભલે એને લગતી દંડસંહિતાનો લાભ લેવા માટે ફરિયાદ કરનાર નિર્ભય વ્યક્તિઓ સમાજમાં ઓછી હોય. પણ દરેક જાગૃત નાગરિક માટે એવી ફરિયાદ કરવી તે પવિત્ર સામાજિક ફરજ પણ બની રહે છે. આ દષ્ટિએ વાણીની માત્ર વિશેષ ગંભીર પ્રકારની હીનતાઓને ધ્યાનમાં લઈને એના દંડપાત્ર ત્રણ પ્રકાર ઉક્ત પ્રકરણમાં દર્શાવ્યા છે : “ઉપવાદ' (વ્યક્તિની સામાજિક હિણપત. અહીં મૂળ શબ્દ અપવાદ' હશે ? અર્થદષ્ટિએ એ શબ્દ અહીં અનુરૂપ લાગે છે), કુત્સન' (ગંભીર વ્યક્તિગત દોષારોપણ – બદનક્ષી) અને “અભિભર્સન' (ધમકી). વિચારતાં, આમાંનો દરેક પાછલો પ્રકાર દરેક આગલા પ્રકારથી વધુ ગંભીર દોષરૂપ જણાય છે. આ જ વાતનો પડઘો તેમને માટે થતા તેતે ધનદંડના પ્રમાણ દ્વારા પડે છે. આ પૈકી પ્રથમ પ્રકારમાં હીણપતના મુખ્ય પાંચ પ્રકાર બતાવ્યા છે તે સમજવા જેવા છે : શરીર, પ્રકૃતિ (સ્વભાવ), શ્રત (ભણતર), વૃત્તિ (આજીવિકા, વ્યવસાય) અને જનપદ(મૂળ વતનરૂપ પ્રદેશ)ની હીણપત વ્યક્તિગત હીણપતરૂપ પ્રથમ પ્રકારને બાદ કરતાં, બાકીની ચાર સામાજિક પ્રકારની હીણપતની ગંભીરતા જયારે હીણપત કરનાર અને તેનો ભોગ બનનાર વ્યક્તિ ભિન્ન વર્ણની હોય, ત્યારે વધારે ગણાય તેમ કૌટિલ્યના સમગ્ર નિરૂપણ પરથી જણાય છે. ચાર વર્ણની પ્રસિદ્ધ ઉચ્ચાવચતાને સ્વીકારી લઈને તેઓ એમ સૂચવે છે કે હીણપત કરનાર વ્યક્તિ જો ઉચ્ચતર વર્ણની હોય, તો તેનો વર્ણ જેમ વધુ ઉચ્ચ તેમ તેને થવાપાત્ર દંડ ઓછો, અને જો હીણપત કરનાર વ્યક્તિ નીચા વર્ણની હોય, તો હીણપત પામનારનો વર્ણ જેમ વધુ ઉચ્ચ તેમ આરોપી વધારે દિંડને પાત્ર. આવા પક્ષપાતી લાગતા કથનને ઉતાવળે ઉતારી ન પાડતાં તેને સમકાલીન પરિસ્થિતિના અન્વયે – સંભવતઃ વર્ષોની ગુણમૂલક સર્વસ્વીકાર્ય સહજ ઉચ્ચાવચતાના અન્વયે – મૂલવવાનું ધૈર્ય રાખવાનું, કૌટિલ્ય જેવી ઠરેલ પ્રતિભાનો ખ્યાલ કરતાં, ઉચિત લાગે છે. હીન વાણીના ઉપર્યુક્ત મુખ્ય ત્રણ પ્રકારો પૈકીના પ્રથમ બે પ્રકારોમાં હીન વાણી કાં તો સાચી હકીકત રજૂ કરતી હોય, ખોટી વાત રજૂ કરતી હોય કે કટાક્ષપૂર્ણ વાણી(અવળ-વાણી)થી હીણું કહેતી હોય તે પ્રમાણે ક્રમશઃ વધારે દંડને પાત્ર બને છે. ધમકીરૂપ ત્રીજા પ્રકારમાં ધમકીનો અમલ ન કરાય કે કરાય તે મુજબ અનુક્રમે વધારે દંડ કરવો. વળી જો નમાલો માણસ ધમકી આપ્યા બાદ પોતે તેમ કરવામાં કોપ, મદ કે મોહને વશ હતો તેમ જો ખાતરી કરાવી શકે, તો દંડ ઘટાડવો. તેથી ઊલટું, જે વ્યક્તિ જબરી હોઈ ધમકી અમલી બનાવી શકે તેવી નીવડે, તે વ્યક્તિને (સંભવતઃ દંડ ઉપરાંત) પોતાનો આજીવન જામીન રજૂ કરવાની પણ ફરજ પાડવામાં આવે. હીન વાણીના એક વધારે પ્રસિદ્ધ પ્રકારની જે નોંધ અધ્યાયના છેલ્લા શ્લોક દ્વારા કરવામાં For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આવી છે, તે પણ રસપ્રદ અને વિચારણીય છે. માણસ ઘણી વાર “જેનું ખાય, તેનું જ ખોદે એવો વહેવાર કરતો હોય છે. તે સ્થિતિમાં પોતાના વતનરૂપ દેશ કે ગામની નિંદાના દોષ કરતાં પોતાની જાતિ કે પોતાના સંઘ(ધાર્મિક, સામાજિક વગેરે પ્રકારના સંગઠન)ની નિંદારૂપ દોષ અને તેના કરતાં દેવ કે મંદિરની નિંદારૂપ દોષ વધારે દંડને પાત્ર છે. અનેક પ્રકારના ઔચિત્યની દૃષ્ટિએ કૌટિલ્ય પ્રસ્તુત કરેલી આ વાત પણ વિશેષ સમર્થનપાત્ર લાગે છે. જૈન આચારશાસ્ત્રમાં જે પાંચ પ્રકારના સંયમો (‘પંચ-સમિતિઓ) બતાવ્યા છે, તે પૈકીનો એક છે વાણી પરનો સંયમ (‘ભાષાસમિતિ'), તે વાત તુલના ખાતર અહીં ઉલ્લેખવી ઘટે. સંયમ મૂલતઃ મનને ઠેકાણે રાખવાની બાબત છે. પણ બીજાનું મન અવ્યક્ત હોઈ તેનું નિયમન જે-તે વ્યક્તિના વાચિક અને કાયિક વહેવારના નિયમન દ્વારા થઈ શકે. એ દષ્ટિએ આ પ્રકરણની અને આ પછીના અધ્યાયમાં નિરૂપાયેલ પરશરીરહિંસારૂપ કાયિક વર્તનની ન્યાયિક મીમાંસા સાંસ્કૃતિક રીતે પ્રસ્તુત બને છે. પછીના એ અધ્યાયનું પ્રકરણ-નામ છે ઇ૬પાધ્યમ્ (કાયિક હિંસાની કઠોરતા). શીર્ષક સૂક્ષ્મ વાત કહે છે. આમ તો “દંડ’ રાજયની દૃષ્ટિએ તો કર્તવ્યરૂપ છે. આવો કર્તવ્યરૂપદંડ એ હિંસા નહિ, પણ હિંસાને અપ્રતિષ્ઠા આપવાનો હેતુલક્ષી સંયમિત ઉપાય છે. રાગ-દ્વેષ-મોહાદિથી મુક્ત રહીને જ રાજ્યતંત્રો દંડનો અમલ ‘શિક્ષા' (વર્તનની કેળવણી) રૂપે કરવાનો હોય છે. એ સિવાયનો દંડ રાજા અને તેના તંત્રની અપ્રતિષ્ઠામાં પરિણમે છે. તો ઉપર્યુક્ત પ્રકરણ-શીર્ષકમાં સૂચન એ છે કે એક નાગરિક જયારે બીજા નાગરિકના, પોતાની સાથેના સાચા કે માની લીધેલા અપરાધ બદલ મનમાની રીતે ન્યાય તોળવા કે બદલો લેવા તેના તરફ હિંસા આચરે છે, ત્યારે પ્રાય: તેમાં રાગદ્વેષનું કે આવેશનું નિયમન કરાતું ન હોઈને, એ વર્તન હિંસા-પ્રતિહિંસાનું વિષચક્ર ચલાવે છે. માટે તે તો વારવા જેવો અપરાધ છે. તેથી સરવાળે જે-તે અપરાધી વ્યક્તિનું પણ હિત સધાય છે, અને અન્યાયના સાચા, ટકાઉ, ઠરેલ ઉપાયની એની સમજણ પણ જાગે છે. બીજી વ્યક્તિને, એના દ્વારા આચરાયેલા અન્યાય માટે પ્રમાણસર દંડ કરવામાં આવતાં જો “મીયાં-બીબી રાજી” જેવો ઘાટ સંડોવાયેલી ઉભય વ્યક્તિઓ (કે ઉભય પક્ષો) વચ્ચે સર્જાય, તો ત્યાં નથી હોતો કોઈ ફરિયાદી કે નથી હોતો કોઈ આરોપી; માત્ર ઘીના ઠામમાં ઘી સમાઈ જાય છે ! અહીં દ્રાવું શબ્દનો અર્થ “સજા'. કરતાં પણ વધુ તો કારણસર કે અકારણ થતી “કાયિક હિંસા' વધારે પ્રસ્તુત સમજવાનો છે. વ્યક્તિ દોષિત હોય કે નિર્દોષ, પણ દરેક સંજોગમાં વ્યક્તિની કાયા પ્રત્યેની-સામાજિક કે સાંસ્કૃતિક અદબ જાળવવામાં જ શાણપણ અને હિતરક્ષણ છે. અગાઉ જોયેલ “સાહસરૂપ અપરાધ અને દંડપારુષ્ય એ બાહ્ય સ્વરૂપે ભિન્ન અપરાધો હોવા છતાં આંતરિક દોષની દૃષ્ટિએ એકરૂપ ગણાય. . અહીં જે વિશિષ્ટ હિંસન-પ્રકારો વર્ણવ્યા છે, તે પાછળનો ચિંતાવિષય જણાય છે દોષનો (હિંસાનો) ભોગ બનેલી વ્યક્તિને નિમિત્તે જન્મતી વ્યાપક સામાજિક વૈમનસ્ય ભભૂકવાની શક્યતા. નાની-મોટી પ્રત્યેક વ્યક્તિ સમાજરૂપી સુદઢ સાંકળની અનિવાર્ય કડી છે. તેથી એક વ્યક્તિની પણ બેદિલી (તનાવ, trauma) સામાજિક સૌમનસ્ય(પારસ્પરિક સદ્ભાવના)ના સમગ્ર વાતાવરણ પર For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા આઘાત કરે છે. તેથી તે સ્ફોટ પામીને રાષ્ટ્રઘાતક પણ બની શકે. એ દૃષ્ટિએ મુખ્યત્વે સામાજિક સૌમનસ્યરૂપ અતિરક્ષણીય કીમતી મૂડી સાચવવા અહીં દંડવિધાન બતાવાયું છે. અહીં બધે પાયાની સમજણ આટલી જ જોઈએ : “પોતાના પ્રત્યેનું બીજાનું ન ગમે તેવું વર્તન આપણે તો અન્ય પ્રત્યે ન જ આચરવું.' માનવદેહ ભલે સાધન જ હોય, પણ તે જેવા-તેવા હેતુનું સાધન નહિ, પણ સામાજિકતાનું, પારસ્પરિકતાનું, એકબીજાના અભ્યુદયમાં રાજી થવા દ્વારા ને મૈત્રી દાખવવા દ્વારા સધાતી અણદીઠ-અકલ્પ્ય સર્વોન્નતિનું સાધન હોઈ, એ ઈશ્વરનું જ ઇન્દ્રિયગમ્ય શ્રદ્ધેય રૂપ છે. એ દૃષ્ટિએ અવમાનના સૂચવતાં ત્રિવિધ દેહ-હિંસનો ઉલ્લેખાયાં છે : (૧) ‘સ્પર્શન’ એટલે કે દ્વેષપૂર્વક કોઈના દેહને અસ્વાભાવિક રીતે સ્પર્શવો ગૂંદવો, દબાવવો; (૨) અવપૂર્ણ (ભાવવાચક કૃદંત : અવ + દુર્ ધમકાવવું, શસ્ત્ર ઉગામવું પરથી અવત્તુરળ અર્થમાં) અર્થાત્ હાથ, પગ કે દુ:ખોત્પાદક હથિયાર ઉગામીને સામી વ્યક્તિને ગભરાવી દેવી અને (૩) લાકડી, ઢેફું, પથ્થર, લોહદંડ જેવાં સાધનોથી દેહને મૂઢમાર પહોંચાડવો યા લોહી દદડે તેમ ઘાયલ કરવો. આ ત્રણ પ્રકારોમાં હિંસા ક્રમશઃ બળવત્તર બને છે. - ૨૮૩ આમાંના પ્રથમ બે પ્રકારો મુખ્યત્વે માનસિક પીડા જન્માવનારા છે, જ્યારે ત્રીજો પ્રકાર માનસિક અને શારીરિક બંને પ્રકારનું પીડન જન્માવે છે. હિંસા રક્તહીન કે રક્તપાતજનક હોઈ શકે, દેહનાં નાનાં-મોટાં અંગનો ભંગ કરનારી હોઈ શકે, વચન-ચેષ્ટા-ભોજનાદિ વ્યાપારોને રૂંધનારી પણ હોઈ શકે. આગળ વધીને સામી વ્યક્તિની ઉપયોગી કે મોંઘી ચીજોનો નાશ કરનારી પણ હોઈ શકે, આવાસસ્થાનને હચમચાવનારી કે તેમાં નાની-મોટી તોડ-ફોડ કરનારી પણ હોઈ શકે. આ દરેક કક્ષા પ્રમાણે મુખ્યત્વે ધનદંડનું, નષ્ટ વસ્તુને ભરપાઈ કરવાનું, સાજા થવાનો પૂરો ખર્ચ આપવાનું – એવું વાસ્તવલક્ષી ને ન્યાયી બની રહે તેવું સંકુલ દંડવિધાન બતાવાયું છે. સામી વ્યક્તિ મૃત્યુ પામે તે પરિસ્થિતિમાં ‘કંટકશોધન’ અધિકરણમાં બતાવાયેલી આકરી દંડસંહિતા લાગુ પાડવાની રહે. આની સાથે ઉપવનનાં, ગામ-સીમાડાનાં વૃક્ષો, ઝાડીઓ, વેલીઓ વગેરે પર ઉચ્ચાવચ પ્રકારે ભાંગફોડ કરવા માટે ય પ્રયોજાતું દંડવિધાન વનસ્પતિની સજીવતા પ્રમાણનારું અને પર્યાવરણીય જાગૃતિ બતાવનારું બની રહે છે. આટલી અમથી નમૂનારૂપ વિગત અહિંસા-પુરુષાર્થની સમગ્રતા ચીંધે છે. વળી પાળેલાં પશુઓ પણ જીવનનું, પરિવારનું અંગ હોઈ હિંસાનો ભોગ વિવિધ કક્ષાનાં શુઓ પણ બને તે સામેનું દંવિધાન પણ અહીં વીસરાયું નથી. અહીં એક માર્મિક જૈન-શાસ્ત્રવચન હૈયે અંકિત કરીએ : “પરવધ તે આત્મવધ છે.૩૪” કેવું સાદું, પણ કેટલી સંગીન માનવીય સમજણ બતાવનારું સુવચન ! સાર્વત્રિક અહિંસાથી જ માનવજીવન અનંત રૂપે પાંગરે પણ છે ને ભવ્યોદાત્ત પણ બને છે. ત્રીજા અધિકરણના વીસમા અધ્યાયમાં જુગાર અને હોડ બકવા (સમાન્દ્વય) અંગેના અપરાધો તેમ જ બાકીના મહત્ત્વના વિવિધ પ્રકીર્ણ (પરચૂરણ, નાના-નાના) અપરાધો માટેના દંવિધાનની પુરવણી કરી છે. For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ સમગ્ર ત્રીજા અધિકરણના હાર્દરૂપ ભાવનાત્મક પાસાની જે વાત આ વીસમા અધ્યાયના છેડે કરી છે, તે ધ્યાનપાત્ર છે. ગ્રંથવિભાગોનું પરસ્પર જોડાણ બરોબર જળવાય તે રીતે વિષયાંગો રજૂ કરવાનું કૌટિલ્યનું પાકું વલણ હોઈને આ છેવાડામાંની રજૂઆત પ પછીના ચોથા અટકશોધન-અધિકરણની ભૂમિકા પણ બની રહે છે. આ વાત સહેજ વિગતે તપાસીએ. આમાં ધર્મો એટલે કે ન્યાયાધીશોને જ ઉદ્દેશીને, તેમના સમગ્ર વલણમાં કેવી પ્રૌઢતા અને માનવીય શોભા (શુચિતા) ઇષ્ટ છે, તે તેમના ન્યાયકાર્ય નિમિત્તે માત્ર સીધેસીધા સંપર્કમાં આવતા મનુષ્યોના જ નહિ, પણ પરોક્ષ રીતે જાણમાં આવતાં વિવિધ માનવજૂથોના અન્વયે (એટલે કે તેમના હિતની દષ્ટિએ) પણ કહેવાયું છે. એમણે જાતે સત્યનું પરિપાલન (પૂર્ણ પાલન) કરીને કોઈ પણ ઘટનાનું સત્ય બહાર લાવવાનું કર્તવ્ય તો બજાવવાનું જ છે, પણ તે હૃદયની કોમળતા (માર્તવ) જાળવીને – તે મુખ્ય વાત છે. ધર્મસ્થ પોતે જેના ગુન્હા તપાસતો હોય, તેની સાંસારિક, સામાજિક કે શારીરિક સ્થિતિનો ખ્યાલ કરી માનવતાને છાજે તેવી રહેમનજર પણ તેણે રાખવાની છે. કોઈ ધર્મસંઘનો માન્ય વડો હોય, તપસ્વી હોય, રોગી હોય, ભૂખ-તરસ-થાકથી ત્રસ્ત હોય, અન્ય મુલ્કમાંથી આવ્યો હોય, વારંવાર શિક્ષા પામી અધમૂઓ થયેલો હોય, કશા ધન વિનાનો હોય – આવી-આવી નાજુક અવસ્થાઓના ખ્યાલે દંડવામાં જરૂરી રહેમનજર રાખવાની છે. આજે આપણી કલ્પના વિસ્તારીને આ આદેશનો અર્થ એવો પણ ઘટાવીએ કે ગુન્હેગારનો ગુન્હો ભલે પાકે પાયે સાબિત થયો હોય, પણ તે ગુન્હો કરવા પાછળ તેની લાચારી, પાયાનું કોઈ અજ્ઞાન, એને અગાઉ સમાજ તરફથી થયેલા કોઈ ઘોર અન્યાય – આવાં ઘણાં કારણો હોઈ શકે. ધર્મસ્થ તે કારણોની સમજથી શિક્ષા કરવામાં દંડસંહિતાને બાજુએ મૂકવાની કોઈ ક્રાન્તિકારી વાત ભલે અહીં અભિપ્રેત ન હોય, પણ મનની કોમળતારૂપ બારી ખુલ્લી રાખવાની વાત છે. એ સદ્દભાવનાની ખુલ્લી બારી કોઈ ને કોઈ રીતે ગુન્હાને ગુન્હેગારથી અલગ પાડી તપાસવાની અને વિશાળ પરિપ્રેક્ષ્યમાં મૂલવવાની, પેલી આન્વીક્ષિકીવિદ્યાથી પ્રેરિત ઉચ્ચ દર્શનશક્તિ ધર્મસ્થવર્ગમાં, રાજપુરુષોમાં, સમાજના મહાનુભાવોમાં જગાડી પરિવર્તનનાં, ઉત્ક્રાન્તિનાં દ્વાર ખોલી શકે. ન્યાય તોળવામાં ભાવુકતારૂપ ઉપરછલ્લી “કૃપા' (જને ગીતાએ સત્યદર્શન રૂંધનારો આવેશ કે આવેગ કહ્યો છે તે)ની અહીં વાત નથી. શાસ્ત્રીય રીતે જે-તે ગુન્હા માટે નિયત દંડ જાહેર કરીને પણ અપરાધીનાં દેહ-મન ખોરવાઈ ન જાય, એની પશ્ચાત્તાપની તક છિનવાઈ ન જાય તે રીતે દંડનો અમલ કરવાની ધીરતા જાળવવાની વાત છે. પરંપરાગત દંડ કે સજા એ પણ અંતિમ ઉપાય નથી એમ સમજી સાચા ઉપાય માટેના મંથનનો માર્ગ ખુલ્લો રાખવા પણ રહેમ બતાવવાનું ન્યાપ્ય છે. ઉપરની યાદીમાં કેટલીક, ગુણોને ઘૂંટી ચૂકેલી કે સાધનામાર્ગે આગળ વધેલી કક્ષાની વ્યક્તિઓ – જેમ કે સંઘમુખ્ય, તપસ્વી – પણ છે. તેથી તેમની આત્મનિરીક્ષણશક્તિને પુનઃ જગાડી તેમનામાં પશ્ચાત્તાપ ઊભો કરવા માટે પણ દંડમાં પૂરતી છૂટ આપવાનું ઉચિત છે. યાદીમાં અનેક રીતે પીડા, ત્રાસ કે અસહાયતામાં ગૂંચવાયેલાઓનો વર્ગ મોટો છે. એવી બાધાઓના શમન અર્થે પણ દંડમાં મૃદુતા દાખવવામાં શાણપણ જળવાય છે. For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૮૫ વળી કેટલાક વર્ગો એવા છે, જે કાં તો પોતાની કોઈ ને કોઈ અસહાયતાને લીધે, યા પાપભીરુતા કે ગભરૂપણાને લીધે પોતાને થયેલા ખરેખરા અન્યાય બદલ પણ ન્યાયતંત્રમાં ફરિયાદ કરતા નથી યા ફરિયાદ કરતાં ખચકાય છે. તો ન્યાયતંત્ર અને ધર્મથે પોતાના કરુણાજન્ય વ્યાપક સામાજિક જાણપણાથી એવા લોકો માટે સ્વ-અભિક્રમથી (suo moto) એમની ફરિયાદ ઊભી કરીને એમને ન્યાય મળે તેવી જોગવાઈ કરવાની છે. એવા વર્ગોની નમૂનારૂપ યાદી આમ છે : દેવસ્થાન, બ્રાહ્મણ, તપસ્વી, સ્ત્રી, બાળક, વૃદ્ધ અને વ્યાધિગ્રસ્ત. આ વર્ગોને થયેલા જે-તે અન્યાયનું નિવારણ કરવાનાં કામ સ્થળ, કાળ કે ભોગવટાના અધિકાર (1) સંબંધી કોઈ ને કોઈ વાંધાને બહાને પણ ટાળવા નહિ. વળી ન્યાયપ્રક્રિયામાં સાક્ષી વગેરે રૂપે સહયોગ આપતા કે ખુદ ન્યાય માગવા આવેલા મનુષ્યોનાં પણ શાસ્ત્રજ્ઞાન, બુદ્ધિ, પરાક્રમ, ખાનદાની કે કર્મ-વૈશિષ્ટટ્યો જાણી તેમનું સર્વ રીતે સન્માન કરવું. કેવું પ્રબુદ્ધ ન્યાયતંત્ર ! ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ રાજધર્મનો સૌથી વધારે અગત્યનો અથવા નિત્ય અંશ તો પ્રજાવર્ગોના સામાજિક અને નાગરિક/જાનપદ (ગ્રામપ્રદેશવાસી) તરીકેના જીવનમાં પ્રજામાંથી વ્યક્તિઓ કે જૂથો દ્વારા અંદરોઅંદરના સંબંધમાં ઊભી કરાતી વિષમતાઓ સામે કાંટો કાંટ ન્યાય તોળવાનું કર્તવ્ય જ ગણાય. પાલન અને રક્ષણથી પોષાયેલા પ્રજાવર્ગોમાં પણ મૂળ શિકાર-યુગની જંગાલિયતના અવશેષોરૂપ જે ચીકટાં રાગ-દ્વેષ-છળ ટકી રહ્યાં હોય, તેનું નિપુણ અને કડક નિયમન કરવું એ જ સૌથી વધારે સર્જનાત્મક, વિકાસગામી, સાંસ્કૃતિક કે પ્રજાકીય મનની કેળવણીરૂપ રાજ-કર્તવ્ય બની રહે છે. ભારતીય કલ્પનાનો રાજધર્મ એક ધિંગી પરિવાર-ભાવનાથી મઘમધે છે. એ ઉક્ત મધુરતમ સમાપ્તિશ્લોકમાં કૌટિલ્ય પોતાની ધર્મસ્થ અંગેની પરિપૂર્ણ વિભાવના સાદી-સુંદર રીતે આમ રજૂ કરી છે : “આ રીતે પોતાની પાસે છળની કલ્પનામાત્રને ટૂંકવા ન દેનારા, સર્વ જીવો અને ઘટનાઓ પ્રત્યે સમત્વથી સમર્પિત રહેનારા, સૌનું વિશ્વાસસ્થાન, સર્વલોકને પોતીકા લાગતા એવા ધર્મસ્થોએ પોતાનાં ન્યાય-સ્થાપનનાં કર્તવ્યોને આટોપતાં રહેવું.” રાજયતંત્રની ખરી કૃતકૃશ્યતા નિત્ય પ્રજાની ઊલટભરી વ્હાર કરવામાં જ છે તે વાત ન્યાયતંત્રના આ સમગ્ર ચિત્રણમાં તો ચોખેચોખ્ખી ઊપસી આવે છે. વ્યવસાય રાજનીતિનો હોય કે બીજો કોઈ પણ, પરંતુ તેનો પ્રાણ છે સ્વયંભૂ વત્સલતા અને રાગદ્વેષરહિત ઉપકારવૃત્તિ. વ્યવસાયમાત્ર અને આમપ્રજા વચ્ચે ગજગ્રાહનો કે ઉંદર-બિલાડીનો સંબંધ હોવાની કલ્પના જ સંસ્કૃતિનો રાજમાર્ગ ખોઈને ખોટે રસ્તે ચઢી ગયેલા વિકૃત મનુષ્યત્વની નિશાની છે. ચોથા ટકશોધન અધિકરણમાં તો વળી આ વાત વધુ ઘનિષ્ઠ રીતે ઊપસી આવે છે – ભલે એમાં વર્ણવેલી કાર્યશૈલી દેખીતી રીતે વધારે કઠોર હોય. ચોથું અધિકરણ – સ્થાયી રાષ્ટ્રબોધકોનું નિવારણ (ટોથનમ) : રાષ્ટ્રની સીમા પરના શત્રુઓની પરખ અને એનું સમર્થ નિવારણ પણ ટાળી ન શકાય એવું રાજકર્તવ્ય છે એ ખરું; પરંતુ એ પ્રાયઃ પ્રાસંગિક કર્તવ્ય રૂપે ઊભું થાય છે. એનું સ્વરૂપ ઘણી For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું રહે છે અને એ પુષ્કળ ક્ષય, વ્યય, પ્રવાસ માગીને સમગ્ર રાષ્ટ્રની ચિરસંચિત ત્રિવિધ શક્તિ(મંત્ર/પ્રભુ/ઉત્સાહ-શક્તિ)ને નિચોવી શકે છે. તેથી શાણપણ દાખવી એ મોરચે બને એટલી “મધપુડો ન છંછેડવા'ની નીતિ દાખવવી યોગ્ય છે. એ રીતે સરવાળે બહુફળદાયી, સ્વાધીન અને રચનાત્મક નિત્યકર્મ તો રાષ્ટ્રને આંતરિક રીતે બાધામુક્ત કરતા રહી ચિરંજીવ સમૃદ્ધિની ઉપાસના કરવાનું જ ગણાય. આજે હજુ માનવસમાજનું સ્વરૂપ એવું છે કે એમાં ધિંગી આમપ્રજાના નિરુપદ્રવી કર્મયોગમાં પણ વિવિધ રૂપે બાધાઓ ખડી કરનાર બહુવિધ = ભલે અલ્પસંખ્યક – પરિબળો માથું ઊંચકતાં જ રહે છે. ઠરેલ સર્વાગી જીવનદર્શનમાં સમાવેશ પામતા અને સામાન્ય માનવની બુદ્ધિની પહોંચ બહાર પ્રવર્તતા દૈવતત્ત્વ(કૌટિલ્ય જેને ‘દેવકર્મ' કહે છે તે)ને નમ્રભાવે સ્વીકારીને, આવાં બાધક પરિબળોને પણ દૈવની લીલાનો જ ભાગ ગણીને, એના સર્વાગી ઉપાયરૂપ વિશિષ્ટ કર્મયોગમાં પણ થાક્યા-હાર્યા વિના મચી પડવું તે કોઈ પણ ઠરેલ રાષ્ટ્રનું ને રાજ્યતંત્રનું પ્રકૃતિદત્ત કર્તવ્ય છે; એની જ આ વાત છે. આ બાધક પરિબળો એવાં વસમાં અને અટપટાં છે કે કાં તો આપણે એને આપણી પહોંચ બહારનાં માનીને અવગણીએ, કાં તો એની છૂપી ઘોર વિનાશકતાને ન ઓળખવાને કારણે એને નિરુપદ્રવી કે આપોઆપ શમી જનારાં ગણીને બેઠાં રહીએ. આવા લોકમાનસ વચ્ચે લાંબું જોવાની દર્શનશક્તિવાળું અને હામવાળું જાગૃત, પ્રબુદ્ધ રાજ્યતંત્ર જ આવાં પરિબળો સામે કરવા જ પડે. તેવા અને સફળ થવાની ઊંચી શક્યતાવાળા ઉપાયો માટે કમર કસવાનું એ પણ ધ્યાનમાં રાખવું - “હરિનો માર્ગ છે શરાનો. નહિ કાયરનું કામ જો ને.” કૌટિલ્ય તો સર્વોદ્ધારક વિકાસશીલ માનવસંસ્કૃતિની સ્થાપનાના સાધન તરીકે રાજનીતિને જુએ છે. પશ્ચિમના જગના દારુણ ઇતિહાસો તપાસીએ કે આજની ભારત સહિતની નામની લોકશાહીઓના કારોબારને અછડતો ય તપાસીએ, તો ખ્યાલ આવશે કે જગતમાં મોટા ભાગનાં રાજયમંત્રો કેવો ઘોર પ્રજાદ્રોહ કરતાં આવ્યાં છે. જે મનીષી સાચા દિલના ધબકારથી રાજા વિષે આવું કહી શકે : “પ્રજાના હિતમાં જ રાજાનું હિત છે અને પ્રજાના દુઃખમાં જ એનું દુ:ખ છે”, તે જ રાષ્ટ્રમાં ઠેર-ઠેર જામી પડતાં પ્રજાબાધક, સંસ્કૃતિધ્વંસક પરિબળોને તંતોતંત પારખીને તેની સામેની રાજ્યતંત્રની પ્રતાપી જેહાદનું મહત્ત્વ, પોતે પણ નંદવંશોત્થાપનની કરેલી ઐતિહાસિક સફળ જેહાદના પીઠબળ સાથે ઘૂંટી-ઘૂંટીને અત્યંત આવશ્યક કર્તવ્ય તરીકે બતાવી શકે. ત્રીજા અધિકરણના કાર્યક્ષેત્રના વધુ પ્રતાપપૂર્ણ વિસ્તરણ તરીકે આ ચોથું અધિકરણ આકારાયું છે. પ્રજાની ઘોર છેતરપિંડીરૂપે આજની કહેવાતી લોકશાહીઓએ જગત્ પર ઝીંકેલા કહેવાતા વૈશ્વિકીકરણ” અને “ઉદારીકરણ'ને ધિંગી સચ્ચાઈથી પડકારવાની પ્રેરણા પણ આ અધિકરણમાંથી મળી શકે એમ છે. આ અધિકરણમાં, મહાકવિ માઘે શિશુપાનવધ-મહાકાવ્ય (૨.૧૭૯)માં આકારેલા ‘શાન્ત, પ્રતાપી કર્મ'ને – “કર્મયોગને – આરાધવાની વાત છે. આ અધિકરણના વસ્તુનું માત્ર પંખીદર્શન કરીએ; તેટલાથી ય આ અધિકરણ પાછળની પ્રબુદ્ધ જોરાવરી તરવરી આવશે. ઈશુપિતાએ બોધ આપ્યો છે કે તારા શત્રુને પણ મિત્ર ગણ. તેનો અમલ જાગૃત રાજનીતિમાં For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૮૭ પણ બાહ્યાંતર બંને પ્રકારના શત્રુઓ સામે જવરમુક્ત બેઠો પડકાર ફેંકવારૂપે અને દીર્ધદષ્ટિયુક્ત યૂહરચનારૂપ બુદ્ધિયોગ વડે કરવાનો છે એમ જરૂર કહી શકાય. બૂરાને બૂરો તો ન કહીએ, પણ એની બૂરાઈ પડકારવી, ખંખેરી કાઢવી કે છેવટે નિષ્ફળ બનાવવી એમાં ‘દાની દુશમનાવટ’ એટલે કે પાયાની મૈત્રી જ છે. એ રીતે આ અધિકરણમાંની કાંટાઓની સાફસૂફીની વાત જોવાની છે. આવી સમાજ અને રાષ્ટ્રને બાધાકારક બાબતો મુખ્યત્વે પ્રાકૃતિક, વ્યાવસાયિક વેપારવિષયક, રાજયસેવકીય, લૂંટ-મારસંબંધી, યૌનવિષયક(sexual), ન્યાયતંત્રીય, ગ્રામ-નગરની જાહેર શિસ્તને લગતી (civil), અભિચારવિદ્યાસંબંધી, પ્રાણીહિંસાસંબંધી વગેરે કૌટિલ્યના દેશકાળમાં ધ્યાનપાત્ર અને ઉપાયયોગ્ય હતી. દેશકાળભેદે આમાં અનેક નવી-નવી બાબતો ઉમેરવી પડે; દા.ત. આજની “સાઈબર' ગુન્હાખોરી (cyber crimes). આ અધિકરણની સામગ્રી પણ મહદ્ અંશે પૂર્વ-પરંપરાના દોહનરૂપ હોવા સંભવ છે; પણ એ દોહનમાં લેખકનું ઉષ્માસભર અનુમોદન અને સ્વતંત્ર ચિંતન પણ જણાય છે. એથી આમાં યથાવકાશ માનવીય ઉત્ક્રાન્ત દષ્ટિને કારણે દંડવિધાનમાં પરિવર્તનોનો અનુરોધ પણ કરાયો છે તે જોઈશું. અલબત્ત, અહીં ઉત્કાન્તિમાર્ગ ચીંધ્યો છે, કહેવાતો ક્રાન્તિમાર્ગ નહિ – એટલું કહેવું જોઈએ. એટલે ઘણે ઠેકાણે વધદંડની પરંપરાગત ભલામણો જ જણાય છે. તો ‘ચિત્રવધ' (રિબામણી સહિતના વધ) બાબતે કૌટિલ્ય પોતાની નમ્ર અસંમતિ પણ જરૂર પ્રગટ કરી છે. યુરોપમાંથી સત્તરમી-અઢારમી સદીથી આરંભાયેલી ‘નવજાગૃતિ'(renaissance)થી નિર્માણ પામેલા વિકાસક્રમમાં વિવિધ પ્રાચીન અને નવી વિકસેલી જ્ઞાનપરંપરાઓનો મહિમા સ્થપાતાં માનવતાની ઉત્ક્રાંતિનો માર્ગ પણ સાફ થઈ ખુલ્લો થયો છે. એમાં કરુણાગુણને ખિલવતા મનોવિજ્ઞાનનું પણ પ્રતિભાશીલ વિવિધ ચિંતકો દ્વારા ગણનાપાત્ર અને પરિણામદાયી ખેડાણ થયું છે. વિવિધ ધર્મોના ચોકાઓમાં ખેડાયેલી અહિંસાની પ્રાચીન વિભાવનાને, આવી જાગતિક પ્રબુદ્ધતાની સ્થિતિમાં, ખાસ કરી ભારતમાં રાષ્ટ્રીય મુક્તિના દઢ ધ્યેય નિમિત્તે, એક ઉત્તમ સામાજિક ક્રાન્તિસાધન તરીકે ખિલવવામાં આવી છે. ત્યારે તેનો પ્રભાવ ઝીલી યુદ્ધ, અપરાધ-નિયંત્રણ, આર્થિક ન્યાય ઇત્યાદિ મોરચે જગતભરમાં વિધાયક નવા અભિગમો સાકાર થઈ રહ્યા છે. ભલે એ વિશેષતઃ વૈચારિક સ્તરે હોય અને અમલમાં અનેક બાહ્યતર વિઘ્નો પાર કરવાના બાકી હોય, પણ અપરાધનિયંત્રણ જેવા મોરચે પણ ઠેર-ઠેર મથામણ અને પ્રયોગ આરંભાયાં છે. કૌટિલ્ય પણ એમના સમયની મર્યાદામાં ય માનવતાવાદી અવશ્ય છે. તેઓ ક્રાન્તિના પ્રેમી અવશ્ય હોવા છતાં પોતે વાસ્તવદર્શી હોઈ અવાસ્તવિકપણે અપક્વ દેશ-કાળમાં ક્રાન્તિનો દેખાડ નથી કરતા. જગતુ-ઇતિહાસ તપાસતાં એમાં ક્રાન્તિની બ્રાન્તિઓ અનેક જોવા મળે છે. ભાવુકતાના ઉભરામાત્રથી ક્રાન્તિ શક્ય નથી તે કૌટિલ્ય બરોબર સમજે છે. આટલું સમજી લઈને આ ચોથા અધિકરણના દસમા-અગિયારમા અધ્યાયો (અનુક્રમે વિધનિયઃ' – “જે-તે એક અંગ કાપી નાખવાની સજામાંથી મુક્તિ માટેના અવેજીરૂપ દડો' અને “શિવ8 03ઋત્વ:' – “શુદ્ધ અને રિબામણી સહિતના દંડોના વ્યવહાર') તરફ નજર For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર'દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ નાખીએ તો અમાનુષી ને કાળગ્રસ્ત એવી પરંપરાઓને માનવીય બનાવવાની સમદષ્ટિ અને સમયદર્શિતા કૌટિલ્યમાં ભરી પડી છે તે જરૂર ધ્યાનમાં આવે. આમાંનું પ્રથમ પ્રકરણશીર્ષક તો સ્વયંસ્પષ્ટ છે અને બીજા પ્રકરણમાં પણ ‘ચિત્રવધ'(રિબામણીયુક્ત વધ)ના વિકલ્પ, યથાસંભવ, સાદા વધનો અનુરોધ કરાયો છે. અગિયારમા અધ્યાયને અંતે સંભવતઃ સ્વરચિત શ્લોક દ્વારા કૌટિલ્ય આમ કહે છે : “મહાત્માઓના શાસ્ત્રગ્રંથોમાં આ અર્થાત પરંપરાગત ફલેશદંડો (રિબામણીવાળી વધની સજાઓ) અનુસરાયા (કે અનુમોદાયા) છે. અતિદુષ્ટ નહિ તેવા પાપીઓ (અથવા અધ્યા. કંગલે મુજબ : “અતિ પીડાદાયક નહિ તેવા અપરાધો”) માટે તો શુદ્ધવધ જ ધર્માનુકૂળ ગણાય.” શ્લોકમાં ‘મહાત્મા’ શબ્દ, ગર્ભિત રીતે, નિર્દશ (દશ વગરના, પ્રેમળ) કટાક્ષમાં વપરાયેલો જણાય છે. કૌટિલ્ય સર્વત્ર અન્યના ભિન્ન વિષમ અભિપ્રાયો પ્રત્યે પણ વિનયધર્મ અને વાત્સલ્યધર્મ ચૂકતા નથી. તેઓ પોતે તો ગાંધીજીની ઢબે, પોતાને “અલ્પાત્મામાનવામાં જ આનંદ અનુભવે તેટલા અહંકાર-ભાર-રહિત છે ! ને તો યે તેઓ પ્રસિદ્ધ વનપુત્ર પૃથુ રાજા જેમ, મંદ-માંદલી કે જામી પડેલા દુષ્ટોવાળી પૃથ્વીના અસલ વિધાયક સત્ત્વને જગવવા કે સંકોરવા બાહ્ય રીતે ઉગ્ર-કઠોર લાગતા આકારના ઉપાયને જરૂરી પણ માને છે અને પ્રસંગે પ્રયોજી પણ જાણે છે. કૃષ્ણશોધન અધિકરણને આ રૂપે જોઈએ. આ અધિકરણમાં પ્રાયઃ ક્યાંય અન્ય આચાર્યોના કોઈ પણ મતાંતરનું કથન નથી એ વાત પણ ધ્યાન ખેચે છે. દુનિગ્રહ એ કોઈ સિદ્ધાંતનો નહિ, પણ યુક્તિ-કૌશલ સહિતના કર્મકૌશલનો વિષય છે એથી એમ થયું હોય. પોતાના દેશકાળમાં જોવા મળતું ગુન્હાખોરીનું સ્તર, વિવિધ કોમો કે ઘનિષ્ઠ જૂથોની ખાસિયતો, દુષ્ટતાની માત્રા, સમાજનો દુખો પ્રત્યેનો અભિગમ અને એમની સાથેનો શક્ય અટપટો સંબંધ – એ બધું જોઈને ગુન્હા અને ગુન્હેગારો બંનેને પકડી પાડવાનું યુક્તિકૌશલ અને નિગ્રહ માટેનું પ્રમાણસર દંડવિધાન કરવાનું રહે છે. એમાં અન્ય સ્થળ-કાળના કોઈ આચાર્યોના મતાંતરો જેવું કાંઈ હોય તો યે પોતાના દેશકાળમાં એનું કોઈ મહત્ત્વ હોતું નથી. આ તો રાજયકર્તાવર્ગનું પ્રાયોગિક કે વ્યવહારુ ક્ષેત્ર છે. કૌટિલ્યની ખીલેલી ઉદાર માનવીય દૃષ્ટિ જેમ ઉક્ત દસમા-અગિયારમા અધ્યાયોમાં દેખાય છે, તેમ “વાવનુયો: (‘વાતચીત દ્વારા કે શારીરિક ત્રાસ – + – દ્વારા આરોપીની ઊલટતપાસ') નામના આઠમા અધ્યાયમાં પણ બરોબર દેખાય છે. તેમાં ખાસ કરીને કર્મ એટલે કે શારીરિક ત્રાસ દ્વારા ગુન્હો કબૂલાવવાની કે ગુન્હાની વિગતો કઢાવવાની પદ્ધતિ (third degree treatment) અંગે માનવતાભરી મર્યાદાઓ જાળવનારા ઉચ્ચતર સંસ્કારની તેમની ઉત્કટ શોધ ચોક્કસ દેખાય છે; જેમ કે બાળક, વૃદ્ધ, રોગી, ભૂખતરસ માર્ગખેદથી ત્રસ્ત, મદિરામત્ત, ઉન્મત્ત (ગાંડી વ્યક્તિ), ઠાંસીને ખાધું હોય તેવી કે અપચાગ્રસ્ત વ્યક્તિ, દુર્બળ, ગર્ભવતી કે તાજી પ્રસૂતિવાળી સ્ત્રી – આવાં આરોપીઓ પર ત્રાસ-પદ્ધતિ ન જ અપનાવવી એમ કહેવાયું છે. સામાન્ય રૂપે પણ, જો સ્ત્રી ઉપર ત્રાસ ગુજારવો જ પડે, તો પુરુષથી અર્ધા જ ગુજારવા કહ્યું છે. બાકીના પર દંડાનો માર, ચાબૂકનો માર, ઊંચેથી લટકાવવાની રીત – આ બધાંનો પ્રયોગ નિયત મર્યાદામાં જ For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૮૯ કરવા કહ્યું છે. અત્યંત રીઢા ગુન્હેગાર પૂરતી આવી અને અન્ય પદ્ધતિઓ થોડા આકરા સ્વરૂપમાં અજમાવવા સૂચવ્યું છે. એ સાચું કે સામાન્ય લાગણીશીલ કોઈ પણ વ્યક્તિને તો આ મર્યાદામાં પણ ત્રાસ આપવાનું અસહ્ય લાગે એમ છે. પણ દેશ-કાળ પ્રમાણે થતાં અતિ-વસમા, સમાજને પીંખી નાખતા અપરાધો પ્રમાણે, કંઈક પગલાં તો લેવાં પડે તે સ્થિતિમાં “પારકી મા કાન વીંધે' એ ન્યાયે પ્રજાહિત જોઈને ય કોઈકે ક્યારે અળખામણી થઈને નિરુપાયે આવું કરવું તો પડે. સંતો, સજ્જનો, સન્નારીઓ વગેરે સામે આ અંગે વધુ સજ્જ થઈ નરવી પરંપરાઓ સ્થાપવાનો કાળદેવતાનો પડકાર જરૂર છે. આવી આકરી કે મર્યાદાયુક્ત ત્રાસપદ્ધતિ પણ આંતરે દહાડે અને એક દિવસમાં એક જ પદ્ધતિ – એમ અજમાવવી એટલું અવશ્ય કહેવાયું છે. વિદ્યાવાન્ બ્રાહ્મણ કે તપસ્વી ઉપર તો આવી કોઈ પદ્ધતિ ન જ અજમાવવી; એને બદલે ગુપ્તચર-વ્યાપારથી જેનો અપરાધ સિદ્ધ થયો હોય એવી આ કોટિની વ્યક્તિની માત્ર ગૌરવાનિ (અપજશ) થાય તેવી જ પદ્ધતિ અજમાવવાનું કહેવાયું છે. કેવી પ્રમાણસર વાત ! લોકસ્વભાવના અનુભવાશ્રિત ઊંડા, બહોળા જ્ઞાનને વાપરતા રહીને, પોતાના દેશ-કાળમાં કેવા-કેવાં જૂથો કે વ્યક્તિવિશેષો દ્વારા કેવાં લોકદ્રોહી કુકર્મો થતાં રહે છે, તે બાબતે સામાન્ય રૂપે પૂરા સભાન રહીને, ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ સાથેની નિત્ય વિચારણા થકી અને તે મુજબ સાબદા અને કાર્યક્ષમ ગુપ્તચરતંત્ર દ્વારા ધમધમતી રહેતી ગુપ્ત તપાસો થકી રાજાએ સ્વભૂમિના અસ્વાથ્યનાં કારણો યથાશક્ય જાણતા-ઉકેલતા રહેવાની આ ધિંગી-અટળ વાત છે. આવા ગુન્હા થતાં વેંત કે થયા પછીના તરતના બે-ત્રણ દિવસોમાં જ પકડાઈ જાય તો કાર્યક્ષમતાનું ખૂબ ઊંચું ધોરણ સિદ્ધ થાય અને તંત્ર તેમ જ પ્રજા ઘણા વ્યર્થ શક્તિશયમાંથી, અપરાધના ઝડપી ફેલાવામાંથી બચી જાય. આ બાબતના અનુસંધાનરૂપે અધિકરણનો છઠ્ઠો અધ્યાય (અ.ક્ર.૪.૬) આ છે : “શંકાથી, મુદ્દામાલથી કે કોઈ જવાબદાર વ્યક્તિની નજરે ચડેલી ગુન્હાની ચાલુ કામગીરી પરથી અપરાધીની ધરપકડ (શઙ્ગ-પ-વર્ગ-મગ્ર:). એમાં કૌટિલ્ય વ્યાપક અનુભવને આધારે, ઉક્ત ત્રણે પ્રકારે ગુન્હો પકડી પાડવાની કામગીરી રસપ્રદ દષ્ટાંતોથી બતાવી છે. આ તો તરત ધ્યાનમાં આવતા મુખ્ય-મુખ્ય અપરાધ-ગ્રહણ-પ્રકારો છે. દરેક તંત્રસેવકને અને સાબદા પ્રજાજનને આવા અનેક પ્રકારો શોધતા રહી વિષમ માનવચરિતો સામે રાષ્ટ્રની ધિંગી ચોકીદારી કરવાની પ્રેરણા આપવી તે જ આ અધ્યાયનો આશય લાગે છે. આવી આગોતરી જાગૃતિ ન્યાયપ્રક્રિયાને સરળ બનાવે છે. અહીં શંકાથી ગ્રહણના ઉપાયોના નમૂના વર્ણવતાં આડકતરી રીતે એ સૂચવાયું છે કે આમાં પ્રજાનાં વિવિધ સ્તરોના સામાજિક પ્રવાહોની ઊંડી અને વ્યાપક જાણકારી ખૂબ ખપની છે. રાજયતંત્રની આવી નમૂનેદાર સાર્વજનિક ખબરદારીનું એક શુભ પરિણામ છે ભયને કારણે ગુન્હાઓમાં થતો સ્વયંભૂ ઘટાડો અને પ્રજામાં થતી પ્રામાણિક જીવનરીતિની પ્રતિષ્ઠા. જે વ્યક્તિને પૂર્વજો, પરિવાર કે શિક્ષણપ્રક્રિયા દ્વારા સમાજ સાથે અવિરોધથી જીવવાનો પાયાનો સંસ્કાર નથી મળ્યો, એની દૂષિત કે રીઢી જીવનપદ્ધતિને “વાર્યો નહિ તે હાર્યો વળે' એ ન્યાયે પાકે પાયે નિષ્ફળ બનાવવી તે, છેવટે તો એવી વ્યક્તિ માટે અંતરતમ (માંહ્યલી) માનવપ્રકૃતિ મુજબ, For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પ્રામાણિક જીવનરીતિના સુખશાંતિવર્ધક રાજમાર્ગ પર ચઢવાની અંતઃપ્રેરણાનું સુખદ નિમિત્ત બની શકે; અથવા તો કમ-સે-કમ લાંબા સમય માટે એના હાથ હેઠા પાડે છે. હા, આ માટે સમગ્ર રાષ્ટ્રમાં પ્રામાણિકતાથી જીવવા ઇચ્છનાર દરેક કાર્યક્ષમ વ્યક્તિ માટે કુશળ રાષ્ટ્રીય-સામાજિક આયોજન દ્વારા વૈવિધ્યપૂર્ણ કાયપી રોજગારી પૂરતા પ્રમાણમાં સુલભ કરાય એ પણ સામું કર્તવ્ય રાજ્યતંત્રને ભાગે સવિશેષપણે આવે છે. આજે તો રાજ્યતંત્રો આ બાબતે સાવ જ ઊલટું વર્તન કરતાં હોઈ અગણિત વૈવિધ્યોવાળા કંટકોની સાફસૂફી અશક્ય જ ગણાય કારણ કે રાજ્યતંત્ર જ ખુદ મહાકંટકરૂપ હોઈ મનુષ્યની સામાજિકતાનો સફાયો કરીને ગુન્હાખોરીને જ સહુ માટે અનિવાર્ય જીવનશૈલી બનાવી દે છે ! કેટલાક નિમ્નતમ વર્ગો તો ગુન્હા દ્વારા જ પેટિયું રળવા મજબૂર હોય છે. ‘કંટકશોધન’ પ્રકરણનો આ આયામ (સમજણની ભૂમિકા) કે આ મહત્ત્વનો અનુબંધ (જોડાયેલું પાસું) ન ભુલાય. આ પાસાની ઘણી માવજત આપણે આ ગ્રંથમાં જોઈ જ છે. ૨૯૦ અસામાજિક વહેવારો પૈકી તરત ધ્યાનમાં આવે તેવા ધાડ-માર જેવા પ્રકારો કરતાં પણ વધુ દ્રોહકારી પ્રકારો તે પ્રાથમિક જીવન-જરૂરિયાતોને લગતા વ્યવસાયો કે સરકારી કાર્ય-બજવણીઓના ઓઠે ચાલતી, સમાજને જુદી-જુદી રીતે કાયમ ફોલી ખાવાની અનેક પ્રકારની કુચેષ્ટાઓ ને યુક્તિપ્રયુક્તિઓ છે. એમાં જે-તે વ્યવસાય કે કાર્યસ્થાનની શાખ(good-will)ના ઓઠે કે જે-તે કામગીરી કે ચીજની વ્યાપક જરૂરિયાત અને માંગનો ખોટો લાભ ઉઠાવી કાયમી અને વ્યાપક સ્વરૂપે સમાજ ભાંગતો જાય તે બાબતની બેઠી નિષ્ઠુરતા છે, તેમ જ પ્રામાણિક જીવન-પદ્ધતિને અપ્રતિષ્ઠિત કરી નાખે તેવી માનવતાની ક્રૂર મશ્કરી હોય છે. કારણે અધિકરણના આરંભના કેટલાક અધ્યાયો આવા કાંટાઓને વીણી કાઢવા બાબતનાં કર્તવ્યો બતાવે છે. પ્રથમ અધ્યાય છે વિવિધ કારીગરોના દુર્વ્યવહારોથી સમાજને રક્ષવા અંગે દ્રારક્ષળમ્ (હિ - કારીગર – તેમના ભ્રષ્ટ વ્યવહારો સામે રક્ષણ). તેમાં વણક૨, ધોબી, સોની, અન્ય ધાતુકામનાં કારીગરો, સરકારી ચલણી સિક્કાનો તપાસ-અધિકારી (વર્ણ), બનાવટી સિક્કા તૈયાર કરનાર કે વેચનાર, વૈદ્ય, નટ જેવા વ્યવસાયોની પ્રજાદ્રોહી અનેક રીતિ-નીતિઓને લગતા વિવિધ દંડપ્રકારો રસપ્રદ રીતે ચીંધ્યા છે. આ - બીજા અધ્યાયમાં વેપારીઓ(વૈવેદ)ના કૂટ-વ્યવહારોની સમીક્ષા થઈ છે. સામાન્ય ચીજોના વેપારી ઉપરાંત મોંઘી ચીજોના વેપારીઓનાં કપટો પણ નિર્દેશાયાં છે. ચોરીનો માલ જાણી-જોઈને ખરીદીને મોંઘા ભાવે વેચનારા વેપારીઓનો અપરાધ સ્વાભાવિકપણે બહુ ભારે ગણ્યો છે. કારીગરો કે વેપારીઓ સંતલસ કરીને કોઈ સેવાની કે માલની ગુણવત્તા સામુદાયિક રીતે ઘટાડતા હોય, કૃત્રિમ અછત ઊભી કરીને ખોટી રીતે ઊંચા ભાવ ઠેરવતા હોય તે સામે કડક દંવિધાન આદેશાયું છે. નીચા ભાવ આપવા દ્વારા ઉત્પાદકનું શોષણ કરી ઊંચા ભાવ લેવા દ્વારા ગ્રાહકવર્ગનું પણ શોષણ કરનારા નઘરોળ રાષ્ટ્રદ્રોહીઓને પણ સાણસામાં લીધા છે. જાતજાતની યુક્તિઓથી માલમાં ભેળસેળ કરનારા પર પણ ડોળો માંડ્યો છે. વેપારીના હાથ નીચે કામ કરનારાઓનું પણ શોષણ ન થાય તેવા પ્રબંધો આદેશ્યા છે. નફાનું ન્યાયી ધોરણ ઠેરવ્યું છે. આવા દરેક પ્રકરણમાં કૌટિલ્યની ઊંચી નીતિ-ભક્તિ જાતતપાસ પર આધારિત બહોળા For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા અનુભવજ્ઞાનના આધારે દેખાય છે. વેપાર-વ્યવહારો પરના જાપ્તા માટે પુરવઠા-અધિકારી(‘પળ્યાધ્યક્ષ' અધ્યાય ક્ર. ૨.૧૬)ની કામગીરી શિરમોરની ગણાય. તેમાં, મોંધવારીનો સફળ અટકાવ કરવા માટે રાજ્યસંસ્થા શું કરી શકે તેને લગતી અનેક બોધક વાતો ગંભીર આદેશવાક્યોથી ભરેલા નાનકડા અધ્યાયમાં છે. વહીવટી વ્યવસ્થાની દૃષ્ટિએ ‘કંટકશોધન’ની સમગ્ર કામગીરી મુખ્યત્વે ‘સમાહર્તા’ના વિશાળ કાર્યક્ષેત્રમાં રાષ્ટ્રવ્યાપી રીતે સમાવેશ પામે છે. સમાહર્તા પોતાના હાથ નીચે જનપદ-વિભાગમાં પ્રવૃત્ત પ્રદેષ્ટા-ગોપ-સ્થાનિક રૂપ અધિકારીઓ દ્વારા અને દુર્ગ(રાજધાની)માં પ્રવૃત્ત મુખ્યાધિકારી ‘નાગરિક’ (આજના ‘સિટી પોલિસ કમિશ્નર'ના સમકક્ષ) અને તેના હાથ નીચેના કર્મચારીઓ (જેનાં સ્પષ્ટ પદનામો ગ્રંથમાં મળતાં નથી) દ્વારા આ કામગીરી બજાવે છે. અલબત્ત, કંટકશોધનની સમગ્ર કામગીરીમાં ગુપ્તચરતંત્ર સૌથી વધુ મહત્ત્વનો ફાળો આપે છે. આ સર્વ કામગીરીની ટોચની જવાબદારી ધરાવનાર અને બધાંના જવાબ પૂરા પ્રતિભાબળથી માગનારો અધિકારી તો રાજા પોતે જ છે – ખાસ કરીને દૂરનું અને સમગ્રરૂપનું કાર્યદર્શન કરનાર તરીકે. જ્યાં જરૂર જણાય ત્યાં ઉપર્યુક્ત અધિકારીઓને બાજુએ રાખી, જે-તે કામગીરી પોતાના હાથમાં લઈને રાજ્યતંત્રની લોકનિષ્ઠ ગરિમા(મહત્તા)ને અનુરૂપ, પ્રજાની સુખશાંતિની જાળવણીને અનુરૂપ કામગીરી બજાવે છે. રાજા રગશિયા ગાડા જેવા રાજ્યતંત્રનો બેઠાડુ હાકેમ નથી, પણ તે-તે દેશ-કાળની નાડ પારખી લઈ તેમાંથી ઊભાં થતાં રાષ્ટ્રોત્થાનકારી ઉચ્ચાવચ કર્તવ્યો, પ્રાણના ભોગે પણ પાર પાડવામાં જ રાચનારો નરોત્તમ છે. ચોપાસ પ્રજાને અનેક રીતે ‘કોથળામાં પાનશેરી'ની જેમ ગુપ્તપણે રંજાડતા રહીને અસામાજિક રીતે જ છાની-છપની યુક્તિઓથી પૈસો બનાવનાર વર્ગ એક મહત્ત્વનો રાષ્ટ્રકંટક ગણાય. એમ છાનાંછપનાં મેલો પૈસો કમાનાર તેર પ્રકારના ગોરખધંધાદારીઓના નિકાલની વાત ચોથા અધ્યાય(‘રૂદાનીવિનાં રક્ષા' ‘છૂપા ધંધાવાળાઓ બાબતે જાપ્તો')માં કરી છે. તે માટેની મુખ્ય કામગીરી જાતજાતના વેષથી પ્રવર્તતા ગુપ્તચરો દ્વારા સધાય છે. એવા ભ્રષ્ટ લોકો આ ગણાવ્યા છે : (૧૨) ગામડાના વિવિધ સરકારી અધિકારીઓ અને ગામમુખી, (૩) રાજ્યસંચાલિત વ્યવસાયોના અધ્યક્ષો, (૪) પ્રદેષ્ટા, (૫) ખોટા સાક્ષી, (૬) સાચા સાક્ષીઓને છેતરનારા બનાવટી ફરિયાદીઓ, (૭) મંત્રો, ઔષધિઓ કે મેલા પ્રયોગોથી નિર્દોષ સ્ત્રી-પુરુષો પર સંમોહન (વશીકરણ) કરનારા સંવનનકારકો, (૮) દુષ્ટ સત્ત્વોનું આવાહન (તેડું) કરી ધારેલ વ્યક્તિઓને રંજાડનારા કૃત્ય(ડાકણ વ.)સંબંધી મેલા પ્રયોગ કરનારા, (૯) જાતજાતની મેલીવિદ્યાઓથી પ્રજાજીવનને છિન્ન-ભિન્ન કરનાર અભિચારકર્તાઓ, (૧૦) પૈસા ખાતર દુષ્ટો વતી નિર્દોષોને ઝેરથી હણનાર ‘રસદ’વર્ગ (રસ એટલે ઝેર; તે દેનારા, પાનારા મારાઓ), (૧૧) એવા જ મેલા મદિરા-પ્રયોગો કરનારાઓ, (૧૨) ખોટા સિક્કા બનાવનારાઓ, (૧૩) ધાતુનો મૂળ રંગ બદલી બનાવટી સોનું વેચનારાઓ. આ બધાંના મિલન ઇરાદાઓની ખાતરી, આ દરેક વર્ગને વિશ્વાસ પડે તેવા વેષ ધરાવતા ગુપ્તચરો દ્વારા થતી સહજ વાતચીત દરમિયાન થતાં ગર્ભિત પરીક્ષણોને આધારે થાય. એને આધારે એવી ગુપ્ત (સમાજભંજક) આજીવિકા (ગુજરાત-પદ્ધતિ) દ્વારા જીવનાર વ્યક્તિનો દેશનિકાલ કરવામાં આવે તેવો આદેશ છે. ૨૯૧ = For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આમાં પ્રબુદ્ધ રાજ્યતંત્ર દ્વારા “નાક દબાવો, તો મોઢું ખૂલશે” એ ન્યાય અપનાવાય છે. પ્રજાનું વિવિધ રીતે શોષણ કરીને કે ધનોતપનોત કાઢી જીવનારમાં કોઈ ટકાઉ, નિત્યવિજયી જીવનસત્ત્વ હોતું નથી; તેથી તો મેલી બુદ્ધિના બળે સુખશાંતિરહિત હીણો ધંધો અપનાવે છે. “વાર્યા નહિ તે હાર્યા વળે” એ ન્યાય પણ આમાં પ્રવર્તે છે. અહીં મોટે ભાગે તેમને થતી દેશનિકાલની સુયોગ્ય સજા પણ સમજદાર વ્યક્તિ માટે તો ‘તેજીને ટકોરો’ બની, તેને આજીવિકા અને જીવનનો યશોદાયી રાજમાર્ગ અપનાવવા પ્રેરી શકે. ઉપર વર્ણવેલા તેર પ્રકારોમાં કેટલાક લાંચખોરો છે, કેટલાક મજબૂરોની મજબૂરીનો લાભ ઉઠાવી તેમની સંપત્તિ ઓળવી લેનાર છે, કેટલાક પૈસા મેળવવા ખાતર આમપ્રજાના સામાજિક જીવનને ખતમ કરનાર કે હત્યા કરનારા છે, તો કેટલાક ખોટી વસ્તુ પ્રજાને માથે મારીને તેની આર્થિક ને વ્યાવહારિક બેહાલી કરનારા છે. આ સિવાય પણ આવા અનેક મલિન આજીવિકાપ્રકા૨ો સમયના વહેવા સાથે હવે તો કહેવાતો ‘ભદ્ર’-સમાજ પણ પેદા કર્યે જ જાય છે. ને આજે તો ‘વાડ ચીભડાં ગળે’ તેમ ખુદ રાજ્યતંત્ર જ, માત્ર ગુપ્ત રીતે જ નહિ, પણ નફટાઈથી, ગરવી રીતે જીવતી રક્ષણપાત્ર ખુદ પ્રજા સામેની સશસ્ત્ર દાદાગીરી દ્વારા છડેચોક પ્રજાને સાવ નિચોવીને જ જીવે છે તે જાનદાર સમાજમાં ન નભે તેવું વરવું મહા-આશ્ચર્ય છે. ધિંગા સંગઠનથી આ અટકાવવામાં પોતે પ્રમાદમાંથી પાછા વળીને દુષ્ટ રાજ્યતંત્રને પાછા ફરવા માટે મજબૂર ક૨વામાં જ પ્રજાનો ટકાવ અને જયવારો બંને છે; નહિતર સરવાળે તો શોષક અને શોષિત એ બધાનો આપઘાત જ સમજો. પછી શું થશે તે તો કદાચ ભગવાન પણ નહિ જાણે જાણવા ઇચ્છશે જ નહિ ! ૨૯૨ - કૌટિલ્યનું એક સાફ દર્શન એવું છે કે સંસ્કૃતિનો પ્રાથમિક પણ મજબૂત પિંડ બંધાય છે સ્વાધીન મનોદશા સાથે ઉચ્ચ સંયમી જીવનચર્યા અપનાવનાર પ્રજાવત્સલ મહાપુરુષો કે પ્રજાહિતતત્પર અગ્રણીઓ દ્વારા; કારણ કે એમના ધિંગા આચરણબળ દ્વારા પ્રજાચરિત્રને ખિલવવાનું એકંદરે સરળ બને છે, કાયમી સ્વરૂપનું બને છે. એકંદરે પ્રજા અંતરથી તો, વત્સલ, સર્વહિતકારક આત્મસંયમીઓના સહચારની, સામીપ્ટની ભૂખી હોય છે. શ્રેષ્ઠોનું આચરણબળ જોઈ એમનામાં સદાચારની ઉત્કટ ભૂખ જાગે છે. રાજ્યતંત્ર પણ આ સત્ય પર જ ચિરંજીવ સંસ્કૃતિનું વાહક બની શકે. આ વાતને ધ્યાનમાં રાખીને આમાંનો નવમો અધ્યાય આમ આકારાયો છે : સર્વાધિરળરક્ષણમ્ સર્વ અધિકરણો(મહત્ત્વનાં સંગઠનો કે પ્રતિષ્ઠાનો)નું [બદીઓથી] રક્ષણ. અહીં ‘અધિરળ’ શબ્દ વિશિષ્ટ અર્થમાં છે – રાષ્ટ્રજીવનને નિયમબદ્ધ અને સુસંપન્ન કરવા માટેનો કારોબાર સંભાળતી સંસ્થાઓ, પ્રથાઓ યા તેવાં પ્રતિષ્ઠાનો માટે. એટલે એમાં જીવનોપયોગી સંપત્તિનાં વિવિધ નિર્માણસ્થાનો પણ આવી જાય, એવી સર્વસંપત્તિ યોગ્ય વિધિ, પરિમાણ, દ્રવ્યશુદ્ધિ દ્વારા નિર્માણ થાય તેનાં નિયમનો પણ આવી જાય, ભ્રષ્ટ નીતિરીતિઓ, પ્રમાદ કે અન-આવડત માટેની દંડ-વ્યવસ્થા પણ આવે, આરોપની તપાસના ગાળા માટેની કાચી જેલ(વાર, આજની ‘પોલિસ-કસ્ટડી’)ના અને પાકી જેલ(વધનાર)ના અધિકારીઓના ભ્રષ્ટ વહેવારોનું નિયમન પણ આવી જાય. અગાઉ જણાવ્યા પ્રમાણે તે વખતે રાજ્ય-સંચાલિત જંગલો, ખાણો, ખેતરો, કારખાનાં વગેરે અર્થોત્પાદન-સ્થાનો પણ રહેતાં; તે સ્થાનો ઉપરાંત તેની પેદાશો સંઘરવાના કોઠાર (અન્નાદિ ખાઘોનું સંગ્રહગૃહ), પણ્યાગાર (અન્ય ઉપયોગી ચીજોનું સંગ્રહગૃહ), વન્ય પેદાશોનું સંગ્રહગૃહ (પ્યાR), કોશ (અતિમૂલ્યવાન્ For Personal & Private Use Only - Page #310 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૯૩ રત્ન, સોનું ઇત્યાદિ ધાતુઓ તથા રોકડ નાણાંનું સંગ્રહસ્થાન), અક્ષણીતા (સોનાની ચીજોનું આગવું સંગ્રહસ્થાન) – આ બધાંમાંની વિવિધ ચીજોની બરોબર જાળવણી માટેની કડક વ્યવસ્થાઓ પણ આમાં સમાય. જો આ બધી ધોરણસરની બાબતો (ધM )રૂપ વાસણો કાણાં હોય, તો રાષ્ટ્રવાસીઓ દ્વારા તૈયાર થઈ યોગ્ય સંગ્રહ પણ પામી ચૂકેલી ચીજો વધુ ને વધુ વિપુલ પ્રમાણમાં ગુમાવવી પડે અને પ્રજાની નિત્યની વિવિધ જરૂરિયાતો સંતોષવાનું મુશ્કેલ બનતું જાય. વળી, “પ્રજાના હિતમાં રાજાનું હિત સમાયેલું છે” – એમ ઘૂંટી-ઘૂંટીને પૂરી પ્રતીતિ સાથે કહેતા કૌટિલ્ય રાજધાની અને જનપદ એ બંનેમાં સર્વત્ર ફેલાયેલાં પ્રજાનાં વાસસ્થાનોમાંની સંપત્તિની પણ પૂરી સુરક્ષાની ચિંતા તો કરે જ ને? એથી આ અધ્યાયમાં તે પણ ધરળ રૂપ ગણાયાં છે. તેથી ચોરો વગેરેથી તેની રક્ષા માટેનાં વિવિધ નિયમનો પણ કહેવાયાં છે. આમ અહીં “ધ” શબ્દ “યોગ-ક્ષેમ' (જરૂરી ચીજોનાં સંપાદન, રક્ષણ અને ઉપભોગ)નો પર્યાય બની રહ્યો છે. ખરેખર પેચીદો શબ્દપ્રયોગ છે. હકીકતે, આ અધ્યાયમાંની ઘણી વાતો બીજા અધ્યક્ષપ્રચાર અધિકરણમાં રૂપાંતરે કે તે જ રૂપે આવી જાય છે. પણ દષ્ટિભેદે કે પરિપ્રેક્ષ્યભેદે (સંદર્ભોના કુલ ક્ષેત્રવિસ્તારના ભેદ) કૌટિલ્ય કહેલી વાત પણ ફરી કહે છે તેનું ઔચિત્ય સમજાય એવું છે. વળી, આવી મહત્ત્વની વાતો આમ નિમિત્તવશાત્ ફરી ઘંટાય તે ય યોગ્ય છે. સર્વ અધિકરણોના રક્ષણ'ની આ મહત્ત્વની કામગીરી સંભાળનાર એક ચુનંદો ઉચ્ચતમ અધિકારી તો સમાહર્તા પોતે જ છે. અલબત્ત, અગાઉ જોયા પ્રમાણે, તેના હાથ નીચે દુર્ગમાં અને જનપદ(રાષ્ટ્ર)માં વિશિષ્ટ કર્મચારીગણ મદદમાં હોય છે. તે દંડપાત્રને દંડવામાં અને કોઈ પણ હિસાબે નિર્દોષ વ્યક્તિ ન દંડાય તેની સાવચેતી રાખવામાં – એમ બંને બાબતે અપ્રમાદ દાખવે તે અપેક્ષિત છે. જેલોમાં સ્ત્રી-અપરાધીઓને પણ રાખવામાં આવતાં તેવી વસ્તુસ્થિતિ કૌટિલ્યોક્ત રાજયતંત્રમાં સમાવેશ પામેલી છે. પાયાના સ્ત્રી-પુરુષ-સામ્યની દૃષ્ટિ આની પાછળ જણાય છે. કૌટિલ્ય અવાસ્તવિક કે આંધળું સ્ત્રી-દાક્ષિણ્ય બતાવવા જેટલા મિથ્યા-ઉત્સાહી નથી. તો સામે પક્ષે વિવેકપૂર્ણ સ્ત્રી-દાક્ષિણ્યને સંસ્કૃતિનો દઢ પાયો ગણીને સ્ત્રી-કેદીઓની સવિશેષ સુરક્ષા પણ થાય તે અનિવાર્ય સમજે છે. અલબત્ત, આ સુરક્ષાની ઉચ્ચાવચતા જે-તે સ્ત્રીના સામાજિક સ્તર પ્રમાણે ભિન્ન રાખવાનું તો પ્રાયઃ સહજ મનોવૈજ્ઞાનિક આધાર પર જ સૂચવતા જણાય છે; કોઈ રાગદ્વેષપ્રધાન પક્ષપાતથી નહિ. - હિંસાયુક્ત કે જોરાવરીભરી ધાડ-લૂંટ કરનારો રીઢો ગુન્હેગાર-વર્ગ પૂર્ણપણે સમાજદ્રોહી હોઈ, એક સંગઠિત વ્યવસાયની જેમ, આજે જોવા મળે છે તેમ, નિયમિત રીતે જાત-જાતનાં ને નવાં-નવાં કલયુક્ત આગોતરા આયોજનો કરતો રહે છે. આવા ગુન્હા થાય એ પહેલાં જ એને રોકી દેવા કે નિષ્ફળ બનાવવા માટે ગુપ્તચરતંત્રની ઘનિષ્ઠ સેવા ખૂબ કાર્યસાધક બને. આજે પણ ગુપ્તચર-વિભાગને Intelligence Department (‘વિચક્ષણ-વિભાગ') તરીકે યોગ્ય રીતે જ ઓળખવામાં આવે છે. ઉક્ત રીઢો વર્ગ અનેક ગૂઢવિદ્યાઓ, ‘સિદ્ધ' તરીકે ઓળખાતા, પણ લૌકિક અતિતૃષ્ણાનો કારણે પોતાને હાથવગી એવી ગૂઢવિદ્યાઓને વેચીને જીવતા વર્ગ પાસેથી મેળવતો હોય છે. એટલે એ જ “સિદ્ધ'-વેષનો ઉપયોગ, આવા ગુન્હેગારોને આગોતરા જ પકડી પાડવામાં ખૂબ જ કાર્યસાધક બની રહે છે. For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ગુપ્તચરતંત્ર કાયમ સાબદું રહીને આવાં પર્દાફાશ કરવાનાં કામ સફળપણે સાધતું રહે છે તેવી ચોપાસ ફેલાયેલી ધાક પણ રીઢા ગુન્હેગારો પૈકીના કાચા-પોચા શમ્નોને કે ઊંડે-ઊંડે સારા ઈરાદા ધરાવતા ગુન્હેગારોને તો આ કાંટાળો ધંધો છોડી વધુ આબરૂદાર ધંધો કરવા પણ પ્રેરે તેવી પાકી શક્યતા રહે છે. પાંચમા અધ્યાયમાં આ જાતનાં કંટકશોધનના અનુભવસિદ્ધ માર્ગો ચીંધાયા છે. રાજ્યતંત્રની એક ખૂબ અગત્યની કામગીરી છે મનુષ્યમાત્રની જીવનજ્યોતની રક્ષાની. રામરાજયના આદર્શમાં અપમૃત્યુનો અભાવ પણ એક આવશ્યક લક્ષણરૂપ ગણાવાય છે. આ દષ્ટિએ, થયેલી કોઈ હત્યા અંગે કોઈની ફરિયાદ હોય કે ન હોય, પણ પ્રાણવાનું રાજયતંત્ર રાષ્ટ્રમાંના કોઈ પણ અપમૃત્યુ અંગે ચિંતિત અને સક્રિય હોય તે અપેક્ષિત છે; ખાસ કરીને બિનવારસી મૃતદેહ બાબત, માનવમાત્રની જીવનજયોતના ઉપાસક રાજયતંત્રની આ અંગેની સક્રિયતા ખૂબ ઉત્કટ હોય. અત્યંત તેજસ્વી અનુમાનવિદ્યા, શરીર-રસાયણ-વિદ્યા (Bio-chemistry અને Forensic Science), વિવિધ પ્રજાજૂથોના સામાજિક-આર્થિક-ધાર્મિક આંતરપ્રવાહની ઊંડી જાણકારી, દેશકાળ મુજબના વિશિષ્ટ પ્રવાહોની જાણકારી – આ બધાં દ્વારા, તરત પૂર્વે પ્રાણ ગુમાવી બેઠેલા દેહની તપાસ ચોક્કસ તારણ પર લઈ જાય છે અને અપરાધશંકાના અનુસંધાનનો માર્ગ મોકળો કરે છે. આ દૃષ્ટિએ આજની જેમ એ વખતે પણ મરણોત્તર દેહપરીક્ષણ(post mortem)-વિદ્યા ઠીક-ઠીક વિકસેલી હતી, અને આજની જેમ અજ્ઞાતપણે થયેલા મૃત્યુની તપાસ અંગે જાગૃત રાજ્યતંત્ર ચુસ્ત રહેતું. આ પરીક્ષણની ચર્ચા સાતમા અધ્યાયમાં સામાન્ય જિજ્ઞાસુઓને અને આ ક્ષેત્રના જાણકારોને પણ રસ પડે તેવી વિગતો સાથે કરાઈ છે. અધિકરણના છેલ્લા બે અધ્યાય પૈકી આગલો બારમો અધ્યાય કહેવાતા “વિકસિત સમાજોમાં વ્યાપકપણે જોવા મળતી સ્ત્રી-દેહની અમાનુષી છેડછાડના વિષયમાં પૂરક વાતો કહે છે. નૃવંશશાસ્ત્ર (Anthropology) મુજબ એકંદરે વૈધ (માન્ય વિધિ પ્રમાણેના) જાતીય વ્યવહારો સમાજ અને રાષ્ટ્રના વંશીય અને મનો-દૈહિક સ્વાથ્યના સ્તરને જાળવીને એનો સમુચિત ઉત્ક્રાન્તિમાર્ગ મોકળો કરે છે. આ અધ્યાયમાં એકંદરે સ્ત્રીના જાતીય જીવનની સુરક્ષા અંગે જ વિશેષ ભાર અપાયો છે તેનું કારણ એ હોવા સંભવ છે કે સ્ત્રી-પુરુષ પૈકી સ્ત્રીનું જીવન પરિવાર અને ઘરના સીમાડામાં, તેની નૈસર્ગિક મનો-દૈહિક રચનાને કારણે પણ સીમિત હોઈ, તેને વિકૃતિનિમિત્તરૂપ બાહ્ય જગનો સંપર્ક ઓછો હોઈ, તેમ જ પરિવારમાં તેને વાત્સલ્યપ્રધાન કાર્યકલાપમાં વ્યસ્ત રહેવાપણું પણ પૂર્ણકાલીન હોઈ સ્ત્રીઓને જાતીય જીવન બાબત નિયમનમાં રાખવાનું, મુખ્યત્વે બાહ્ય સંપર્કો વચ્ચે પ્રવર્તતા પુરુષની તુલનામાં સરળ બની રહે. જો એક પ્રવૃત્તિના બે સાથીઓ પૈકી બંનેને એક સાથે નિયમનમાં રાખવાનું દોહ્યલું હોય, તો છેવટે એક સાથીને સરળતાથી નિયમનમાં રાખી શકાય તો સરવાળે તે સાથી દ્વારા જ અન્ય સાથીને લઘુતમ નિયમનોમાં સહયોગી બનાવવાનું શક્ય બની શકે. એક સહજપણે નિયમનવશ સાથી અન્યને મર્યાદામાં રાખી શકે તેવી શક્યતા જેટલી પણ ફળે તેમ હોય, તે કંઈક ને કંઈક લાભની જ વાત ગણાય – ખાસ કરીને જયાં નિયમન ખૂબ જરૂરી હોય અને એના પાલનના અનેક સાંસ્કૃતિક લાભો ઉઘાડા હોય ત્યાં. બે ખરાબ જણ સુધરે તે જયાં પ્રાયઃ અશક્ય હોય ત્યાં તેમાંથી એક જણ પણ સમજપૂર્વક સારું હોય તે સ્થિતિ આશાસ્પદ છે. આ અધ્યાયમાં સ્ત્રી દ્વારા આચરાતા જાતીય જીવનના શક્ય મલિન વ્યવહારોના For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૯૫ નિયમનની પણ ઘણી માર્મિક વાતો ગૂંથાયેલી છે એ પણ નોંધપાત્ર બાબત છે. એક વાક્યમાં, સંભવતઃ સ્ત્રી દ્વારા આચરાતો સજાતીય કામસંબંધ (Lesbianism) પણ ઉલ્લેખાયો જણાય છે ! (કાગડા બધે કાળા !) ગણિકા કે દાસીના વાજબી અધિકારો પરનાં આક્રમણો સામે પણ દંડવ્યવસ્થા બતાવી છે. ઉંમર પ્રમાણે, ખાસ કરીને ઋતુધર્મના આરંભ બાદ અમુક સમય વીત્યે સ્ત્રીના સહજ જાતીય આવેગોને પણ ન્યાય મળે તેવી કાનૂની તજવીજો ચીંધી છે. વિવાહ પૂર્વે સ્ત્રીનું કૌમાર્ય (અક્ષતયોનિત) રક્ષાય તે પણ (નૃવંશશાસ્ત્રની દૃષ્ટિએ ?) જરૂરી માન્યું છે. (પાશ્ચાત્ય જીવનમાં આનાથી ઊલટો પ્રવાહ જોવા મળે છે – “ડેઇટિંગ'ના મહિમારૂપે !) તે વખતે કન્યાવિક્રય(શુલ્ક સાટે કન્યા)ની પ્રથા પણ વ્યાપક હોવાનું આ અધ્યાય પરથી જણાય છે; જો કે અહીં તો કૌટિલ્ય તે પ્રથા સ્વીકારીને જ વાત કરે છે; એ વિષે તેમનો કોઈ ઊહાપોહ રજૂ થયો નથી. તેથી કન્યા-પિતાને અનુચિત રીતે શુલ્કહાનિ ન થાય તેની ન્યાયિક જોગવાઈઓ મૂકી છે. પરિણીતા સાથે કોઈ અન્ય કામી પુરુષના અનાચારથી વૈધ (વિધિપૂર્વક પરણેલા) પતિને થયેલું શુદાનનું અને પરિણયખર્ચનું નુકસાન એ કામી પુરુષે ભરપાઈ કરવાનું દંડવિધાન છે. કોઈ વેશ્યા સાથેના યા તેની વેશ્યા/અવેશ્યા પુત્રી સાથેના બળજોરીભર્યા કામસંબંધ માટે પણ દંડવિધિ બતાવી સમાજના એ વર્ગની પણ પાયાની માનવીય ગરિમા જાળવવાની પ્રતિબદ્ધતા બતાવાઈ છે. ઉપર્યુક્ત અંતઃસામગ્રી જોતાં સ્પષ્ટપણે જણાય છે કે આ બારમો અધ્યાય અને વળી ત્યારે પછીનો છેલ્લો તેરમો અધ્યાય (તિવર :) કંટકશોધન સાથે નહિવત્ સંબંધ ધરાવે છે. આપણે ગ્રંથનાં ત્રીજા-ચોથા અધિકરણને એકંદરે ન્યાયવ્યવસ્થા સાથે સંયુક્તપણે સાંકળ્યાં છે તે તથ્ય અહીં સ્પષ્ટ પડઘો પામ્યું છે. એ મુજબ આ બે અધ્યાયો બંને અધિકરણનાં, અથવા વધારે યોગ્ય રીતે કહીએ તો ન્યાયવ્યવસ્થા અંગેનાં પરિશિષ્ટો કહી શકાય તેવા જ છે. ગ્રંથ લખતાં જે-જે વિષય કૌટિલ્ય હાથ ધરે છે, તે-તે વિષય અંગે સૂઝતા બધા મુખ્ય મુદ્દાઓ ક્રમે કે ક્વચિત્ અક્રમે એ ગ્રંથભાગમાં કહી છૂટવાનું તેમનું ઉત્કટ વલણ દેખાય છે. કૃષ્ણજશોધન અધિકરણના છેલ્લા ઉક્ત તેરમા અધ્યાય(પ્રતિવરબા: – અયોગ્ય આચરણોના દંડ)માં સામૂહિક સભ્ય જીવનવ્યવહારોને લગતાં નિયમનોની વાત મુખ્ય છે. એ વાંચતાં આજના યુરોપ કે અમેરિકામાં પ્રવર્તતાં, મુખ્યત્વે નગરજીવનસંબંધી નાનાં-નાનાં, સામુદાયિક શિષ્ટતાને લગતાં નિયમનોની યાદ આવે. સામુદાયિક જીવન એકબીજાની અદબ અને અનુકૂળતા જાળવી અન્યની સુરુચિ પ્રત્યે પણ આદરયુક્ત અને જવાબદારીભર્યા વ્યવહારથી જ માનવીય, નમણું-સોહામણું અને કુલેશરહિત બને છે. હજી આ નિયમનો ગાંધીયુગીન, ગ્રામદાન-યુગીન ઘનિષ્ઠ, અર્થપૂર્ણ પરિવારભાવનાને તો આંખતાં નથી, પણ કદમ એ દિશામાં જ છે એ ચોક્કસ. આ અધ્યાયનું વસ્તુ પ્રાયઃ બીજા અધિકરણના છેલ્લા “નારિyffધ:' (“નગરાધ્યક્ષ એવા નાગરિકનાં કર્તવ્યો') શીર્ષકવાળા અધ્યાય સાથે ચોક્કસપણે જોડી શકાય એમ છે. આમાંનાં નિયમનો પાછળ મુખ્ય વાત છે : “પોતાને પ્રતિકૂળ લાગતા વહેવારો બીજા પ્રત્યે ન કરવા” (ત્મિનઃ પ્રતિક્રૂત્તાન પરેષાંત સમારેલૂ ). આ અધ્યાયમાં ચીંધાયેલાં નિયમનો કોઈ અનુચિત બળજોરીરૂપ નથી તે વાત નોંધવી જોઈએ. આજકાલ સિંગાપુરના નગરજીવન અંગેની ઘનિષ્ઠ શિસ્ત ખૂબ વખણાય છે. પરંતુ એ જેટલે અંશે જડ બળજાત For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' ઃ દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પર આધારિત હોય, તેટલે અંશે માનવના આંતરઘડતરનું અગત્યનું ને પાયાનું કાર્ય ચૂકી જતી ગણાય; એને માનવીય અદબનો પુટ આપવો જ રહ્યો. પાલન બાબત કોઈ જ છૂટછાટ વગરની બતાવાતી રાજાજ્ઞાનું મહત્ત્વ ચોક્કસ તબક્કે કે નિયત સમયાવધિ દરમિયાન અવશ્ય સ્વીકારવા છતાં, ચિરંજીવ સાંસ્કૃતિક વિકાસની દૃષ્ટિએ તો આચાર્યના “અનુશાસન'(અનુકૂળ આજ્ઞા, સમજાવટભરી આજ્ઞા)નું જ સ્થાયી મહત્ત્વ છે; કારણ કે તેના દ્વારા જ નિયમનોનું પાલન માણસની પ્રતિભામાં વણાઈ જાય છે – એનો સ્વભાવ બની રહી ન્યાયતંત્રનું કામ ખાસ્સે ઘટાડે છે. માનવેતર પરિબળો પણ રાજ્યતંત્રે આકારેલા સર્વપ્રજાલક્ષી વિકાસપથનાં ભંગાણોરૂપ કે દુર્ગમ કંટકઝુંડોરૂપ બની શકે છે તે દૃષ્ટિએ સૃષ્ટિમાંનાં બાધારૂપ સજીવ-નિર્જીવ ઘટકોનો પણ પાકાં રાષ્ટ્રવ્યાપી આયોજનો દ્વારા યથાશક્ય ઉપાય કરવો જોઈએ. મહાઆપદા-પ્રતિકાર (Disaster Management) એ પ્રત્યેક રાજયશાસન સામેનો ધિંગો પ્રતિભા-માપક પડકાર બની રહે છે. એમાં શાસન અને પ્રજા ઉભયની સમર્પણપ્રધાન દિલાવર સહકારશક્તિની પણ ઉત્તમ કસોટી રહેલી છે. જ્ઞાન અને દક્ષતા બંનેનાં શિખરો આંબવા પ્રેરે અને અસાધારણ ધૈર્ય તેમ જ સામુદાયિક દૃઢ બંધુતા માગી લે તેવો આ નિસર્ગદત્ત પડકાર છે. એક ભવ્ય સ્તોત્રમાં ઈશ્વરને એક બાજુએ ભયાનકોમાં રહેલા ભયતત્ત્વરૂપ અને ભીષણ તત્ત્વોના શિરમોરરૂપ (અર્થાત્ ભીષણતમ) કહ્યાં છે, તો સામે પક્ષે પ્રાણીઓની એકમાત્ર ગતિરૂપ અને શ્રેષ્ઠ પાવન સ્વરૂપ ધરાવનાર પણ કહ્યા છે એની સાર્થકતા આવા મહાપડકાર અને પ્રતિકારના સમગ્ર કાંડો દ્વારા જરૂર અનુભવી શકાય. સાથોસાથ એ સ્તોત્રવચનો જ આવા આપતુપ્રતીકારમાં ધૈર્ય અને સામર્થ્ય પૂરે છે. આવી આપત્તિઓને લગતો ૩પનિપાતપ્રતીર: શીર્ષકવાળો ત્રીજો અધ્યાય પણ આ ટકશોધન અધિકરણમાં જ મુકાયો છે. એમાં ઝીલવા-સંઘરવા જેવો પ્રાણવાન્ સંદેશો એ ધ્વનિત થાય છે કે કોઈ પણ જાતનાં આયામ (વિસ્તાર કે પથરાટ) કે સ્વરૂપ ધરાવતા મહાસંકટમાં પણ મનુષ્ય આત્મવિશ્વાસ ટકાવીને પોતાને પ્રકૃતિએ આપેલી જે કાંઈ પુરુષાર્થશક્તિ (બૌદ્ધિક, માનસિક, શારીરિક, ક્રિયાકૌશલરૂપ, આધ્યાત્મિક એમ વિવિધ સ્તરની) હોય, તે નિષ્કામ અને દ્વિધામુક્ત ભાવે, કાં તો કાર્ય સાથું, કાં તો દેહને પડવા દઉં' (‘ાર્ય સાધયામિ વા તેદું પાતયમ વા') એવા નિઃશંક સમર્પણભાવ સાથે વાપરી છૂટવી. ભાસ-કવિ પણ પુરુષાર્થમાત્રને સધિયારો આપતાં કહે છે : “ઉત્સાહી નરો માટે કશું અસાધ્ય ન હોય; યોગ્ય ઉપાય આરંભેલા સર્વ યત્નો ફળ આપે છે.૩૮” કૌટિલ્ય પોતાના સમયમાં રાષ્ટ્રને સારી પેઠે ધમરોળનાર જે મુખ્ય પ્રાકૃતિક ઘટનાઓ કે ઘટકો અનુભવાયેલાં તે બધાંને ધ્યાનમાં લઈને આ અધ્યાયમાં આપત્તિઓ(પનિપાત)ની સમગ્ર ગણના અને ચર્ચા સમાવી છે; અલબત્ત, એને એક નમૂનારૂપ ગણના જ માનવી ઘટે. તુલના અર્થે, એક પ્રસિદ્ધ શ્લોકમાં તિ એવા મહા-આપત્તિવાચક પર્યાય દ્વારા જે આપત્તિઓ ગણાવી છે તે જોઈ જઈએ : “અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંદર, તીડ, પોપટ અને આક્રમણખોર પડોશી રાજાઓ – આ છ ઈતિઓ ગણાવાય છે.૩૯ઝ કૌટિલ્યની યાદીમાં આમાંની પ્રથમ ત્રણ જ સમાવેશ પામી છે અને તેમાં અન્ય પાંચ બાબતો પણ ગણાવી છે. આ બતાવે છે કે દેશ-કાળ પ્રમાણે આવી જુદી-જુદી આપત્તિઓ For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૯૭ શાસન માટે સ્થાયી પડકારરૂપ રહેતી હશે, અને તેને માટે આગવી તૈયારીઓ રખાતી હશે. આમાંની પડોશી આક્રમક રાજારૂપ આપત્તિ તો પ્રાકૃતિક ન હોઈ આમાં સ્થાન ન જ પામે. એના માટે તો અર્થશાસ્ત્રનાં યુદ્ધસંબંધી પાછલાં અધિકરણોમાં તેમ જ સાતમા અધિકરણમાં વિસ્તૃત વિચારણા થયેલી જ છે. બાકી બે પરિબળો (તીડ અને પોપટ) ખેતી-સંબંધી વિશિષ્ટ પરિબળો છે. અલબત્ત, ઉંદર પણ ખેતીસંબંધી પરિબળ છે; જો કે તે તો ઘરોમાં ય ઘણા નુકસાનકારક છે. કૌટિલ્ય ગણાવેલી આપત્તિઓ આ આઠ છે : “અગ્નિ, પાણી, રોગચાળો, દુકાળ, ઉંદર, જંગલી (હિંસક) પ્રાણીઓ (ચાતા:), સાપ અને રક્ષસ (મેલી શક્તિઓ).” આમાંની પ્રથમ ચાર આપત્તિઓ પ્રાકૃતિક કે પંચમહાભૂતો પૈકીની યા તજજ્જન્ય પરિબળોરૂપ છે, તો બાકીની ચારે ય આપત્તિકારક સચેતનો રૂપ છે. જાગૃત અભ્યાસીને આ યાદી જોતાં એવો પ્રશ્ન થાય, કે આમાં પંચભૂતો પૈકી સીધી રીતે બે જ પરિબળો (અગ્નિ અને પાણી)ની ગણના થઈ છે; વાયુ અને પૃથ્વી (ભૂમિ કે માટી) એ બાકી બે પરિબળો પણ અનુક્રમે જાતજાતની વિનાશક આંધીઓ રૂપે કે ભૂકંપ રૂપે આપત્તિકારક બની શકે તેમ હોઈ તેની પણ ગણના કેમ નહિ થઈ હોય ? વળી અગ્નિ એ તેજતત્ત્વનો એક સ્વરૂપભેદ જ છે; પણ સૂર્યકિરણો પણ આજે આપત્તિકારક બની રહ્યાં છે – ઓઝોનપટના ભંગાણને કારણે. (અલબત્ત, એ કાળે આવો સંદર્ભ કલ્પનામાં પણ નહિ હોય !) કૌટિલ્ય જેવા સમગ્રદર્શી (પ્રક્ષાવંત) ચિંતક એ ચૂકે તેમ માની ન શકાય. વિચારતાં તરત એમ જણાય છે કે સૃષ્ટિ સહિતના સમગ્ર જીવન પ્રત્યેની અદબને કારણે પર્યાવરણ સહજપણે સુરક્ષિત રહેતું હોઈ, આજના મનુષ્યનાં અમાનુષી (!) વલણોએ પેટ ચોળીને શૂળ પેદા કરવાની જેમ જે સમસ્યાઓ ઊભી કરી છે, તે એવા રાષ્ટ્રભક્ષક વ્યાપક કે વિકરાળ સ્વરૂપે તે જમાનામાં ઊપસી આવી નહિ જ હોય. ભારતીય કે જાગતિક પ્રાચીન અસંખ્ય સાહિત્યકૃતિઓ પૈકીની કોઈ કૃતિઓમાં કે ઉપલબ્ધ અન્ય ઐતિહાસિક પુરાતત્ત્વીય દસ્તાવેજોમાં આવી આપત્તિઓના ઉલ્લેખો નહિવત્ છે. આજે તો એકબાજુ દેખીતી રીતે આપત્તિ-નિયમનનાં જ્ઞાનદાયી વિજાણુ (ઈલેક્ટ્રોનિક) સાધનો, યંત્ર-પ્રવિધિઓ (ટેકનોલૉજી, ભૂમિ-જળ-આકાશગામી સંચારસાધનો એ બધું અકથ્ય પરિમાણ અને ઝડપે વિકસ્યું અને ફાલ્યું છે, તો બીજી બાજુ એ બધાંનો ઉપયોગ કરનારા મનુષ્યોમાં આત્મસંયમજન્ય જનહિતતત્પરતા, સમર્પણત્તિ, નિત્યનો અપ્રમાદ કે ત્રણે ય કાળનો વિચાર કરનારી પ્રજ્ઞા (vision) ખૂટે છે અને ત્રીજી બાજુએ આકાશ પણ બાકાત ન રહે તેમ પાંચેય મહાભૂતો (ભૂમિ, જળ, વાયુ, તેજ અને આકાશ)નું સર્વવિનાશક પ્રદૂષણ સંયમહીન ધનપરાયણતા અને વિવેકરહિત ભોગવશતાને કારણે આખી માનવજાતની છાતી પર ચઢી બેઠું છે. આમાં તો હવે કહેવાતી માનવપ્રતિભા પોતે જ મહા-આપત્તિ (disaster) બની બેઠી છે; ત્યાં આપત્તિ-નિયમન (disastermanagement) પ્રલયકારી પરમ શક્તિ સિવાય બીજું કોણ કરી શકશે ? કૌટિલ્ય અહીં ગણાવેલી આપત્તિઓ પૈકી જંગલી પ્રાણીઓરૂપ કે સરૂપ આપતુ આજે પ્રખર રૂપમાં છે જ નહિ, ઊલટું એ બંનેનું વ્યાપક અને વિપુલ પ્રમાણમાં ઘટેલું પ્રમાણ પોતે જ એક પર્યાવરણીય આપત્તિરૂપ બની ગયું છે ! પહેલાં ગ્રામ-નગરાદિના નિર્માણનો, કૃષિકેન્દ્રી જીવનક્રાન્તિના For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પગલે ઊભો થયેલો સંદર્ભ, પૂર્વેના શિકારયુગમાં પ્રાધાન્ય ભોગવતાં ગાઢ વનોના પથારાને ઘટાડીને વસવાટો અને કૃષિક્ષેત્રો માટેના ખુલ્લા ભૂ-ભાગો સંપાદિત કરવા ફરજ પાડી રહ્યો હતો. એ વખતે વનોનો મર્યાદિત વિનાશ એ મનુષ્યને કર્તવ્યરૂપ દેખાયો હતો. એને લીધે નવનિર્મિત ગ્રામ-નગરાદિના ક્ષેત્રમાં જંગલી પ્રાણીઓ અને સર્પોનો અતિપ્રવેશ એ સહજ પણ હતો અને ગ્રામ-નગરવાસીઓ માટે બાધાકારક પણ હતો. એ કારણે કૌટિલ્યની પરિગણનામાં એ બે જીવસમુદાયો પણ આપત્તિરૂપ બતાવાયા છે. એનો ઉકેલ એ બંને સમુદાયોના નિયમનરૂપ અભિપ્રેત છે, ઉચ્છેદરૂપ નહિ. અત્યારે તો અવિવેક અને તર્જન્ય પ્રમાદનું સામ્રાજય ફેલાતાં મનુષ્ય મનોરોગજન્ય સંગ્રહવૃત્તિ અને વિકૃત, ખર્ચાળ ભોગવૃત્તિના અશક્ય એવા સંતોષ અર્થે કૃત્રિમ સંપત્તિ અને અર્થતંત્રનાશક અવાસ્તવિક ચલણી નાણું પાગલની જેમ ભેગું કર્યું જ જવા મજબૂર બન્યો હોઈ જગતમાં જીવન-નાશક, સૃષ્ટિવિનાશક યાંત્રિક મહાઉદ્યોગો ભયાવહ ઝડપે ફાલી રહ્યાં છે અને એની અવાસ્તવિકતાને કારણે સર્વવિનાશક યુદ્ધો અને તેની ખતરનાક સામગ્રી જરૂરી ગણાઈ રહ્યાં છે. તેથી વનોનો ભયાવહ ખાતમો અને જળ-ભૂમિ-વાયુ-આકાશનું અતિપ્રદૂષણ સૃષ્ટિ અને માનવનો ઉચ્છેદ કરવાને આરે આવીને ઊભાં છે. આજે તો જંગલો અને તેમની જીવસૃષ્ટિના પુનઃસ્થાપનની તાતી જરૂર ઊભી થઈ છે. એકંદરે ધરતી પરના વિવિધ જીવોનું અસ્તિત્વ પર્યાવરણ, વનસૃષ્ટિ, અન્ય જીવો, કૃષિ આદિ જીવનાધારોની રક્ષા – પરસ્પર રક્ષા – કરે છે. સહાયવૃત્તિ એ સર્વ પ્રાણીજૂથો – નાનામાં નાનાંથી માંડી મોટામાં મોટાં – નો મૂળ સ્વભાવ હોવાનું પોતાનાં પરિભ્રમણ, વ્યાપક નિરીક્ષણ અને અધ્યયન-ચિંતનને આધારે પ્રખર પર્યાવરણપ્રેમી પ્રિન્સ ક્રોપોટકીને પ્રતિપાદિત કર્યું છે. દાયકાઓ પૂર્વે તેમણે આ વાત તેમના “સહાયવૃત્તિ' પુસ્તક ઉપરાંત “ઉધઈનું જીવન ઇત્યાદિ અધ્યયનફળરૂપ ગ્રંથોથી રજૂ કરી છે. સદીઓ પૂર્વે પ્રખર જૈન ચિંતક ઉમાસ્વાતિએ પોતાના ‘તત્ત્વાર્થસૂત્ર' ગ્રંથના એક સૂત્રમાં “પરસ્પર ઉપકાર એ જીવોનો સ્વભાવ છે” એમ ઘોષિત કર્યું છે. પર્યાવરણપ્રદૂષક રાસાયણિક ખેતીના નૂતનતમ યુગમાં પણ હજી ઉંદરો ઉપરાંત અન્ય પરંપરા દ્વારા ચીંધાયેલી તીડ અને પોપટની સમસ્યા, તે ઉપરાંત ભૂંડ, નીલગાય, મોર આદિની સમસ્યા કૃષિ પર ઝળુંબતી રહે છે. એનો એક અર્થ એ કે હજી પર્યાવરણ તેમનો નાશ થાય તેટલી હદે બગડ્યું નથી. બીજો અર્થ એ છે કે જંગલો ઘટવાથી આ જીવો કૃષિ પર, સ્વનિર્વાહ અર્થે ત્રાટકી રહ્યા છે. કૌટિલ્યોક્ત સમસ્યાઓના સૂચવાયેલા ઉકેલો તરફ નજર નાખવાનું રસપ્રદ અને બોધક બની રહેશે. અગાઉ આપણે જોયું છે કે ધર્મો અને તેમાં પ્રતિપાદિત આચારો તરફનું કૌટિલ્યનું વલણ તટસ્થ અને ગુણગ્રાહી છે. અંધશ્રદ્ધા અને દંભના પોષક ધર્માચારો પ્રત્યે વાજબી પુણ્યપ્રકોપ દાખવીને પણ ગુણવૃદ્ધિ, ઈશ્વરશ્રદ્ધા, ઉપાસનાશક્તિ ઇત્યાદિને પોષનારા ધર્માચારો તરફ ઊંડો આદર જાળવી પોતાના જીવનમાં પણ તેઓ તેને અપનાવે છે અને રાજયશાસનમાં પણ અનુરૂપ રીતે ગૂંથવાની ભલામણ કરે છે. આપણે બીજા વ્યાખ્યાનમાં જોયા પ્રમાણે તેમણે કરેલા દૈવતત્ત્વના સ્વીકારમાંથી પણ આ વાત આપોઆપ ફલિત થતી જોઈ શકાય છે. આપણે એ પણ પ્રથમ વ્યાખ્યાનમાં જોયું છે કે કૌટિલ્ય યજ્ઞાદિ વેદપ્રતિપાદિત કર્મો ઉપાસનારા શ્રોત્રિય બ્રાહ્મણ હોવાની વાત પરંપરાગત રીતે કહેવાય છે. વિશાખદત્તે For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા પણ એમના ‘મુદ્રારાક્ષસમ્' નાટકમાં કરેલા એમની કુટિરના વર્ણનમાં આ તથ્યનો બરોબર પડઘો પાડ્યો છે. આથી આ વિવિધ ‘ઉપનિપાત’ના ઉપાયો નિર્દેશતાં, તેમણે લૌકિક ઉપાયો ઉપરાંત પ્રાયઃ કોઈ ને કોઈ ધાર્મિક વૈદિક અનુષ્ઠાન પણ સૂચવ્યાં છે. તેઓ ‘અથર્વવેદ’ના પણ ઊંડા જ્ઞાતા તરીકે, એના પર આધારિત કર્મો-અનુષ્ઠાનોની પણ છૂટથી ભલામણ કરે છે. અગ્નિ-ઉપદ્રવ મુખ્યત્વે ગ્રામો-નગરોના અન્વયે જ નિરૂપાયો જણાય છે. એટલે તેનું મુખ્ય કારણ માનવપ્રમાદ હોવાનું ચીંધ્યું છે. આ વાત અધ્યાય ૨.૩૬માં ‘નાગરિક'(નગરાધ્યક્ષ)નાં કર્તવ્યોની વિચારણાનાં અન્વયે નિરૂપાઈ છે; તે વિગતો તેમણે આ પ્રકરણમાં યાદ જ કરાવી છે. ચુલ્હાઓનાં ખોટાં સ્થાન-આયોજનોને નિવારવા ભલામણ કરાઈ છે. વિકલ્પે તે માટે મહોલ્લાઓમાં જૂથવા૨ ઘનિષ્ઠ સાવચેતી રાખવાની પણ ભલામણ કરી છે. એ અધ્યાય(૨.૩૬)માં આગ ઓલવવા સંબંધી નિયમનો પણ બતાવાયાં છે. આ નિરૂપણ ઘણું પાંખું અને માત્ર નમૂનારૂપ જ જણાય છે. અલબત્ત, ‘તેજીને ટકોરો' પૂરતો છે. અહીં વનાગ્નિ(દાવાનળ)ની સમસ્યા કેમ નહિ ઉલ્લેખાઈ હોય? એમ લાગે છે કે તે સમસ્યા પ્રકૃતિ દ્વારા જ ઊભી થઈને પ્રકૃતિ દ્વારા જ નિરાકરણ પામતી હશે. કાલિદાસ ‘રઘુવંશ'ના બીજા સર્ગમાં દિલીપની ગોસેવાના વર્ણનમાં એમ કહે છે કે જ્યારે રાજા વનમાં ગાય પાછળ ફરતા હતા, ત્યારે વનમાં લાગેલી આગ વરસાદ વગર જ શમી ગઈ૪૧. વળી એ જમાનામાં જંગલો અસાધારણપણે વિશાળ ભૂમિભાગોમાં ફેલાયેલાં હતાં; તેથી માનવ દ્વારા નિવાસી જીવન આરંભાવાના તબક્કે ઠેર-ઠેર વનોમાંથી વાસ અને કૃષિ માટે, હમણાં જોયું તેમ, ખુલ્લી ભૂમિનું સંપાદન કરવાનું કામ એક અગત્યના પુરુષાર્થરૂપ બની ગયું હતું. વિનોબાએ બતાવ્યું છે તેમ ખાસ કરીને એના અન્વયે કાષ્ઠ-ઇંધણથી સધાતા યજ્ઞો એ એક વ્યાપક ધર્મ તરીકે પ્રચલન ૨૯૯ પામ્યા. પ્રાકૃતિક વનાગ્નિઓ પણ આ પરિસ્થિતિમાં પ્રાયઃ ઇષ્ટાપત્તિ(ઉપકારક આપત્તિ)રૂપ ગણાતા હશે. ‘મહાભારત’નો ખાંડવદાહ-પ્રસંગ પણ માનવના આ પ્રખર-રૌદ્ર કર્મનો રોમહર્ષકારી પરિચય કરાવે છે. (માનવઇતિહાસનું આ વનવિનાશરૂપ પ્રકરણ તટસ્થ મૂલ્યાંકન અને કદાચ પુનર્વિચાર પણ માગે છે.) આજે તો વનવિનાશ માનવવિનાશનો પર્યાય બની રહ્યો છે. પર્યાવરણવિદો એક ભરી-ભાદરી જાણકારી એવી આપે છે કે વનો તો ભૂમિરૂપ દેહનું આરોગ્યરક્ષક ફેફસું છે. એવું નોંધાયું છે કે બ્રાઝિલમાં એટલાં બધાં વનો પ્રકૃતિએ સર્જેલાં કે તેનો વૈશ્વિક પર્યાવરણની રક્ષામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો હતો. આજે એમાંનાં મોટા ભાગનાં વનોનો નાદાન માનવે ઉચ્છેદ કર્યો છે ! જળરૂપ ઉપાધિ મુખ્યત્વે અતિવૃષ્ટિથી ઊભરાતાં જળાશયોની સમસ્યારૂપે ઉલ્લેખાઈ છે. માનવ અને તેનાં વાસસ્થાનો વિનાશથી બચે તે રીતે યોગ્ય સમયે જળાશયોથી વ્યાપકરૂપે પ્રજાએ દૂર હટી જવાની સહજ વાત મુકાઈ છે. વળી બચાવ માટે તરવા-તારવાનાં સાધનોની વિપુલતા અને યોગ્ય સ્થાને નિત્ય સજ્જ સ્થિતિમાં તેનું સ્થાપન નભાવવાનો રાજ્યતંત્રીય તેમ જ પ્રજાકીય ખટકો એ મહત્ત્વની બાબતો છે. સામૂહિક બચાવકાર્યમાં સાધનસજ્જ અને ક્ષમતાયુક્ત વ્યક્તિએ સાથ ન આપવો તે પણ જેમ અગ્નિ-ઉપદ્રવમાં તેમ આમાં પણ દંડનીય અપરાધ ગણાયો છે તે ધ્યાનપાત્ર વાત કહેવાય. ગૂઢ કે ધાર્મિક ઉપાય તરીકે નદીપૂજા, ગંગાપૂજા, પર્વતપૂજા, સાગરપૂજાનો અનુરોધ For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩00 કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પર્યાવરણ પ્રેમીઓને તો ખૂબ રસપ્રદ લાગે તેવો છે. લૌકિક યા વૈદિક અભિચારવિદ્યા(મંત્રતંત્રવિદ્યા)ની પણ ભલામણ કરાઈ છે. વ્યાપક વ્યાધિ કે મારક રોગચાળાના પ્રતીકારરૂપે તે વખતની ઉત્ક્રાંતિદશા અનુસાર માત્ર વૈદ્યકીય (તબીબી) ઉપાયને પૂરતો કે રામબાણ ઇલાજ ન સમજતાં તે માટે ગૂઢવિદ્યાનો પ્રયોગ કે શાન્તિકારક વૈદિક પ્રાયશ્ચિત્તવિધિ પણ કાર્યસાધક ઉપાય તરીકે ભલામણ પામ્યા છે. આ બે ઉપાયો અનુક્રમે પ્રાણબળ અને ચિત્તશુદ્ધિના પ્રકર્ષ ઉપર આધારિત કહી શકાય, અને ચિકિત્સકના ઉપાય પ્રજ્ઞાબળ પર આશ્રિત. આજે પણ નવા-નવા અનેક દાવાઓ કરતું રહેતું આજનું તબીબી-વિજ્ઞાન સંતોષકારક રીતે વ્યાપકપણે સફળ બનતું જોવા મળતું નથી. ઉપર ગણાવેલ બાકીની બે વિદ્યાઓ આજે પણ સમાજમાં કોઈ ને કોઈ રૂપાંતર પ્રયોજાય છે – ભલે તેનો વ્યાપ મર્યાદિત કે ગુપ્ત હોય. દુભિક્ષ (દુકાળ; રૂપાંતરે “અનાવૃષ્ટિ')રૂપ મહા-આપત્તિનું નિરૂપણ સૌથી વધુ રસપ્રદ અને સાંસ્કૃતિક મૌલિકતાવાળું જણાય છે. આખા રાષ્ટ્રની પ્રજાની દેયાત્રા અન્ન-જળની કારમી અછત વચ્ચે ય કેમ ટકાવવી તે તો સંસ્કૃતિનો પાયો ટકાવવાનો પ્રશ્ન પણ બની રહે છે. રાષ્ટ્રની સચેતનોરૂપ મૂળ સંપત્તિનો પ્રાણાધાર છે જીવનપોષક ચીજોનો વિપુલ અને સાતત્યયુક્ત મહાપ્રવાહ. એ, પ્રજાદેહોને, પ્રાણીદેહોને પોષીને સંસ્કૃતિદેહને ય પોષે છે. ચીજોના આ મહાપ્રવાહ માટે જરૂરી છે સુરક્ષિત, સુપોષિત પ્રજાનું સંખ્યાબળ, તેની કર્મશક્તિ અને સમતુલા-સાધક સંસ્કારસમૃદ્ધિ, તેમ જ રાજયતંત્ર દ્વારા ચિરકાલીન ધોરણે સર્વાગી સૂઝબૂઝથી જાતે ઊભી કરાયેલી કે નભાવાયેલી અર્થોત્પાદક અને જીવનવિધાયક એવી સાર્વજનિક, અખૂટ, નરવી કામગીરીઓ (રોજગારી). દુકાળનો સામનો આ મજબૂત પાયાની ધિંગી દિલદાર સુરક્ષા દ્વારા કરવાનો છે. દરેક જીવ અકાળ મૃત્યુથી બચી પ્રાણ સારી રીતે ટકાવી શકે તે માટે રાજાની વાત્સલ્યશક્તિ, પ્રાણશક્તિ અને પ્રજ્ઞાશક્તિથી પ્રેરિત તંત્રે યથાશક્તિ પૂર્ણ પ્રયત્ન કરવાનો છે; “ઉપાધિયોગને “સમાધિયોગ’ બનાવવાનો છે. અહીં દુકાળના સંદર્ભે પ્રાચીન-પરંપરાગત કે સંભવતઃ કૌટિલ્યને આગવી રીતે સૂઝેલા અનેક શક્ય ઉપાયવિકલ્પો રજૂ કરાયા છે. દુકાળના સ્વરૂપ અને વ્યાપ મુજબ, તેમ જ પ્રજાજૂથોની શારીરિકમાનસિક દશા મુજબ જે-તે વિકલ્પ કે વિકલ્પસમૂહ લાગુ પાડી શકાય. કાળભેદે, દેશભેદે કોઈ અનુરૂપ અન્ય વિકલ્પ પણ અપનાવી શકાય. આ પ્રજાની ને તંત્રની સુપ્ત પ્રતિભાના ઉત્થાનનો અવસર છે. પ્રજામાં ખેતી કરવાની શક્તિ, સૂઝ અને શાંતિ ટકી શકી હોય અને જળની મર્યાદિત જોગવાઈ પણ શક્ય હોય, તો રાજયે ખેડૂતોને ખાવા માટે અને વાવવા માટે દાણા વગેરે સામગ્રીની સહાય કરવી જોઈએ, જેથી ખેતી ચાલુ રહી પ્રજાને ખાદ્ય-પુરવઠો મળે. લઘુતમ જળજરૂરિયાતવાળી ‘સૂકી ખેતી’ ઘણી પ્રાચીન હોવાનું સૂચન અહીં વાંચી શકાય. ખેતીના વિકલ્પ રાજયનાં કેટલાંક સ્થાયી ઉપયોગિતાવાળાં નિર્માણકાર્યો – જેવાં કે કિલ્લો, સેતુ(સીંચાઈ માટેની રચનાઓ)નાં નિર્માણ, સમારકામ કે વિસ્તરણ – આરંભી તેમાં પ્રજાને વ્યાપકપણે જાંડીને મહેનતાણું મુખ્યત્વે ખાધા-ખરાકમત – ભાત; ભજનસામગ્રી)સ્વરૂપે ચુકવવું. For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા આને લીધે દુકાળસમયે, રાષ્ટ્રમાં કાયમી લોકોપયોગી સુવિધાઓની વૃદ્ધિ અને રોજગારી દ્વારા તાત્કાલિક પ્રજા-પોષણ એ બંને નક્કર હેતુઓ સાથે સધાય છે. આ વિકલ્પમાં ખાદ્યસામગ્રી રાષ્ટ્રમાં જ છતવાળા પ્રદેશો રહ્યા હોય તો ત્યાંથી અથવા મિત્ર એવા નજીકના રાજ્યમાંથી મેળવવાની રહે. દુષ્કાળકાલીન એક સમભાવી આયોજન એવું પણ હોઈ શકે કે નિક-ગરીબ સર્વ પ્રજાજનોને સમાન રીતે માથાદીઠ ખાધા-ખોરાકીની વહેંચણી કરવી એક પૂરક અને તાત્કાલિક ઉપાય તરીકે. બાકી, પ્રજાને બેઠાડુ તો રાખવાની જ નથી. ૩૦૧ બીજા વ્યાખ્યાનના અંતે જોયેલું તેમ પ્રાચીન-ભારતીય રાજનીતિમાં મૂર્ત થયેલી રાજમંડલની કલ્પના તત્ત્વતઃ રાષ્ટ્રો વચ્ચે માત્ર પ્રતિસ્પર્ધા કે પરસ્પર-શત્રુતાની વ્યૂહરચના માટે જ પુરસ્કાર પામી નહોતી, પણ શક્યતા પ્રમાણે પરસ્પર-સહયોગ, દુષ્ટતત્ત્વ સામે સહ-અભિયાન વગેરે સાંસ્કૃતિક હેતુ માટે પણ હતી. તે મુજબ દુકાળના પ્રસંગે ઉપાયરૂપ એક વિકલ્પ બતાવાયો છે પોતાના દુષ્કાળગ્રસ્ત રાષ્ટ્રને અન્ય મિત્રરાષ્ટ્ર પાસે ‘થાપણ’ તરીકે મૂકવાનો. આમ તો દેશને ગિરો મૂકવાની આ વાત છે, પણ રાજનૈતિક સાવચેતી રાખીને અને પોતાના દેશની સામા રાષ્ટ્રમાં બંધાયેલી શાખમાં વિશ્વાસ મૂકીને, રાષ્ટ્રગૌરવને જફા ન પહોંચે તેમ આ વિકલ્પ પણ અજમાવી શકાય. આ વિકલ્પ . સ્વીકારવાથી, થાપણ તરીકે દુકાળગ્રસ્ત રાષ્ટ્રને સ્વીકારનાર રાષ્ટ્રને થાપણ મૂકાયેલા રાષ્ટ્રનાં જે કોઈ અંગો કે મુલ્કો દુકાળની અસરોથી મુક્ત હોય, તેનો પોતાના વિકાસમાં ઉપયોગ કરવાની તક મળે છે અને સામે દુકાળગ્રસ્ત રાષ્ટ્રને પણ રોજગારી અને નિર્વાહસાધનો મળે છે. : રાજ્યાંગરૂપ સાત ‘પ્રકૃતિ'ઓ (પાયાનાં ઘટકો) પૈકી સાતમી પ્રકૃતિ તરીકે ‘મિત્ર’ ગણાવાય છે. એની સાર્થકતા દુકાળના સંદર્ભે સૂચવાયેલા આ સહેજ જુદા વિકલ્પમાં પણ દેખાય છે ઃ દુકાળમાં મિત્રરાષ્ટ્રનો આશ્રય લેવો. અગાઉ એવા રાષ્ટ્ર સાથે બહુમુખી સહયોગનાં જેટલાં વ્યાપ, ઊંડાણ અને ઔદાર્યથી મૈત્રી પોષી હોય, તે પ્રમાણમાં દુકાળ પાર કરવામાં એવા રાષ્ટ્રનો મજબૂત ટેકો મળી રહે. આ અરસપરસ ઉપકારની વાત હોઈ એક સહજ રાજનૈતિક સંસ્કૃતિ અને સદાચારનો જ ભાગ ગણાય. = બીજા બે વિકલ્પો પણ દૃષ્ટિસંપન્ન અને હિંમતભર્યા છે. એક વિકલ્પ છે ‘કર્શન’ (કૃશ અર્થાત્ પાતળું કે ઓછું કરવું) – રાષ્ટ્રની દુકાળગ્રસ્ત પ્રજાને સંપન્ન એવા અન્ય રાષ્ટ્રમાં ફેરવવી (પરિસ્થિતિ મુજબ લાંબા-ટૂંકા ગાળા માટે). એને ખૂબ મળતો અન્ય વિકલ્પ છે ‘વમન’ (બહાર ઠાલવવું) – રાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત ભાગની પ્રજાને રાષ્ટ્રના જ અન્ય સંપન્ન ભાગમાં ફેરવવી. અહીં એ વિગત યાદ કરીએ કે નૈનપનિવેશ (‘નવા જનસ્થાનની સ્થાપના') નામના અધ્યાય ક્ર. ૨.૧માં નવા ગ્રામસમાજની સ્થાપનાનો એક મહત્ત્વનો હેતુ આના પર્યાયરૂપ શબ્દ અમિર્ચન્દ્ર-વમન દ્વારા બતાવ્યો છે વસ્તીના જમાવ(મિસ્ચન્દ્ર)ને ઘટાડવા માટે, સ્થાનફેર ઇચ્છતા પરિવારોની નવી વસાહતમાં ફેરવણી (વમન) કરવી. આ વાત સામાન્ય સંદર્ભે છે; દુકાળના સંદર્ભે નહિ. પણ બંનેમાં પાયાનો વિચાર સમાન છે – વસ્તીનું સમવિસ્તરણ કરી પુરવઠા-તંત્ર પરની પ્રાદેશિક તાણ દૂર કરવી. આ એક સંસ્કૃતિપોષક ઠરેલ વિચાર છે, જેને ન્યાય આપવાનો પડકાર દૃષ્ટિસંપન્ન રાષ્ટ્રીય અર્થતંત્રે ઊંડી સૂઝ-સમજ દાખવીને ઝીલવાની જરૂર છે. સંતતિ-નિયમન કરતાં પણ રાષ્ટ્રમાં પ્રજાનું સમવિસ્તરણ એ વધુ પાયાનો નીતિ For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વિષયક કાર્યક્રમ છે. એને અપનાવવા વિકેન્દ્રિત અર્થતંત્રની નીતિ આવશ્યક બને છે. દુકાળ સમયની રાજયમંત્રી નીતિના ભાગરૂપ જે વિકલ્પોની અહીં વાત કરી, તેનું ઉચ્ચ સાંસ્કૃતિક મહત્ત્વ સમજી લેવું જરૂરી છે, “મનુષ્યોથી ભરેલી ભૂમિ તે અર્થ' એવી કૌટિલ્યોક્ત મર્મસ્પર્શી વ્યાખ્યા હૃદયથી સ્વીકારીએ, તો પ્રબુદ્ધ રાજયતંત્રે દુકાળમાં માત્ર દયા-દાનરૂપે નહિ, પણ રાષ્ટ્રના દીર્ઘકાલીન ઉન્નત ભાવિને હૈયે ધરીને, વધુમાં વધુ મનુષ્યોને માત્ર જીવતા રાખવા જ નહિ, પણ તેમના જીવનને શક્ય તેટલી સારી રીતે ટકાવવા માટે, હમણાં કહ્યા મુજબ મોટા પાયે પ્રજાની પ્રાદેશિક હેરાફેરી જેવો તત્કાળ ખૂબ ખર્ચાળ દેખાતો વિકલ્પ પણ, રાષ્ટ્રની દીર્ઘકાલીન સ્થિરતા અને બહુમુખી સમુન્નતિ માટે, ભર્યા-ભર્યા પ્રજાવાત્સલ્ય સાથે અંગીકારવો જ રહ્યો. ધન વેડફીએ તો નહિ જ, પણ વિપુલ પ્રમાણમાં વાવી તો જાણીએ જ. (આજની વકરેલી સરકારો આથી ઊલટું કરે છે – પ્રજા માટેના સાવ પ્રાથમિક ખર્ચા પણ ટાળીને પ્રજાવિનાશક, પર્યાવરણવિનાશક પૂંજીપતિઓ પાછળ અબજોના અબજો ખર્ચો કાઢે છે !) . સંભવતઃ આજના જેટલો વસ્તીવિસ્ફોટ નહોતો તેવા એ જમાનાના સંદર્ભે અન્ય એક વિલક્ષણ લાગતું સૂચન આવું ય છે : “ખુદ રાજા અને રાજ્યતંત્રે જનપદસહિત ધાન્યસમૃદ્ધિવાળા અન્ય પ્રદેશમાં કે રાષ્ટ્રમાં જવું” ! અલબત્ત, આ સૂચન તાતા, અઘરા લાગતા વ્યવહારુ પ્રશ્નો જન્માવે ખરું; પણ કલ્પનાશીલ મનુષ્યને આ સૂચન દ્વારા કૌટિલ્ય રાજનીતિને કેવો મોટો માનવોચિત અભિક્રમ (initiative) – બલ્ક પરિસ્થિતિવિશેષ અન્વયે સંસ્કૃતિ-જતનનો અપૂર્વ સહયોગી ઉપાય - માનતા હતા એ સમજાશે. વળી આ આખા પ્રકરણમાં એ પણ જણાય છે કે એક બાજુએ, યાતાયાતનાં મર્યાદિત સાધનોના એ સમયમાં રાષ્ટ્રોની સરહદો ચોક્કસપણે (પ્રાયઃ પ્રાકૃતિક કે ભૌગોલિક રીતે) અંકિત અને વિવિધ સ્થાનિક પ્રબંધો દ્વારા સુરક્ષિત હતી, તેમ જ આમપ્રજાનું જીવન એકંદરે સ્થાનિક વધારે હતું; ત્યારે પણ કૌટિલ્ય સંકીર્ણ રાષ્ટ્રવાદના તરફદાર નહોતા. સરવાળે પરદેશનીતિ પણ વ્યાપક, સર્વહિતકર અર્થનીતિ કે સાંસ્કૃતિક સહયોગ વિકસાવવા માટે જ આયોજાય તેમાં જ કૌટિલ્યને માનવની શ્રેષ્ઠ બુદ્ધિમત્તા અને પ્રતિભા જણાય છે. અન્ય એક વિકલ્પ સૂચવાયો છે દુકાળમાં સમુદ્ર, સરોવર કે તળાવોના કાંઠાના પ્રદેશોમાં આશ્રય લેવાનો. આમાં સમુદ્રકાંઠાનો પણ સમાવેશ કેમ કર્યો હશે ? વિચારતાં એક વાત એ લાગે છે કે ત્યારે પર્યાવરણીય ખાનાખરાબી થાય તેવા વહેવારોના એકંદરે અભાવને કારણે દરિયાકાંઠે દૂરના ભૂભાગ સુધી ખારાં સમુદ્રજળ ઘૂસવાની સમસ્યા હશે નહિ. બીજું, દરિયાકાંઠે સમધાત ને ભેજવાળા વાતાવરણમાં વનસ્પતિ-વિકાસને વધુ અવકાશ રહેતો માની શકાય. વળી દરિયો ખેડી માછીમારી, વેપાર, દરિયાતળની ખાદ્ય વનસ્પતિઓની પ્રાપ્તિ, દરિયાઈ મીઠાની પ્રાપ્તિ, સમુદ્રવિશેષ પ્રમાણે દરિયાઈ મોતી, રત્નોની પ્રાપ્તિ – આ બધાં જીવનપોષક, સમૃદ્ધિ-વર્ધક કામો થઈ શકે; પ્રજામાં જિંદાદિલી હોય એટલે બસ. એ ચેતનાધર્મ જ દુકાળ સામેની ખરી ઢાલ છે. સમુદ્રજળને ખેતીલાયક કે પીવાલાયક બનાવવાનું જ્ઞાન તો તે સમયે પણ હોવાનાં કોઈ પ્રમાણ નથી. આજના વિજ્ઞાનયુગમાં પણ એ આવડત વિશાળ પાયે હજી માનવજાતને લાધી નથી. સીંચાઈ માટેના બંધોથી નિર્મિત ભર્યાભર્યા જળાશયો જો દુકાળમાં પણ ટકી રહ્યાં હોય – For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૦૩ અને આ સૂચન પરથી ખાસ લાગે છે કે એ વખતે એવાં ખૂબ વિશાળ માનવકૃત, ચોપાસથી બંધ જળાશયોના નિર્માણની પરંપરા હશે; જેમ કે જૂનાગઢ પાસેનો સુદર્શન સેતુબંધ ને તેનું વિશાળ જળાશય –, તો તેના દ્વારા આહારપ્રાપ્તિ કરાવનાર બે વ્યવસાયો સૂચવાયા છે : ધાન્ય, શાક, કંદમૂળ અથવા/અને ફળની બાગાયતી ખેતી (Horticulture) અને માછીમારી. તદુપરાંત સેતુબંધોના કાંઠે ફાલેલાં કે અન્યત્ર ટકી રહેલાં વનોમાં હરણ, અન્ય પશુ, હિંસક પ્રાણીઓ, પક્ષી વગેરેનો શિકાર પણ માંસાહારની ટેવવાળી આમપ્રજાનો શરીર-નિર્વાહ કરી શકે. હિંસાજન્ય માંસાદિનો આહાર કૃષિયુગમાં પણ પ્રાયઃ અન્નાહારની સમાંતરે મોટા ભાગની પ્રજામાં ચલણી હતો તે સત્ય તો આજના સંદર્ભે ય સ્વીકારવું રહ્યું. અહિંસાધર્મી માંસાદિત્યાગની વિભાવના એ ઉત્ક્રાંતિક્રમે હજી નાનકડું બાળ છે – અલબત્ત, અત્યંત પ્રતિભાશાળી નીવડે તેવું હોનહાર (ઊંચા ભવિષ્યવાળું) બાળ. એ ધ્યાનમાં રહે કે એ વખતે શિકારની વ્યાપક પરંપરા હોવા છતાં, એકંદરે આખી ને આખી પ્રાણી-જાતિઓનો ખાતમો કે તેમની ગણનાપાત્ર સંખ્યાહાનિ થાય એવી સમસ્યા ઊઠી નહોતી; એમાં જંગલોની વિપુલતા પણ કારણરૂપ ગણી શકાય. “અર્થશાસ્ત્ર'માંના સૌથી વધુ વિસ્તૃત અને મહત્ત્વનાં અધ્યક્ષપ્રવીર: એ બીજા અધિકરણમાં કોઈ વનાધ્યક્ષનો (આજના જંગલ-વિભાગ અને જંગલમુખ્યાધિકારીની જેમ) ઉલ્લેખમાત્ર પણ નથી; આખા ગ્રંથમાં પણ ક્યાંય નથી ! સામે પક્ષે, વનોમાં ત્યાંની ગણનાપાત્ર સંખ્યાબળ ધરાવતી વન્ય માનવજાતિઓનું પડકારી ન શકાય તેવું જોરદાર સ્વાધીન રાજયતંત્ર હોવાના સંકેતો ગ્રંથમાં ઠેર-ઠેર મળે છે, અને આવા તંત્રના મુખિયાઓ (જેને માટે બાટવિ કરતાં પણ જંગલના પર્યાયરૂપ ખુદ ટવી શબ્દ લાક્ષણિક રીતે વપરાયો છે તે) ચાલુ રાજયતંત્ર માટે કંઈક અંશે માથાભારે પડકારરૂપ બતાવાયા છે; અલબત્ત, અનુનય (મનામણાં, ‘ભાબાપા') દ્વારા વશ કરી શકાય એવા ખરા. આ થઈ દુકાળ અંગેની ખૂબ રસપ્રદ ચર્ચા. ઉંદરની રાષ્ટ્રીય આપત્તિ માટે પણ કેટલાક કાર્યક્ષમ વ્યવહારુ ઉપાયો સૂચવાયા છે. ઉંદરભક્ષી બિલાડા અને નોળિયાનો વ્યાપક ઉછેર કરી એમનો ઠેર-ઠેર ફેલાવો કરવો; એટલું જ નહિ, તે બે જીવોને હણવા બદલ આકરો દંડ કરવો. ઉપરાંત એ બે જીવોને વ્યાપકપણે હણનારા કૂતરાઓની વસ્તીને અને ચેષ્ટાઓને કાબૂમાં રાખવાની ફરજ પાડતો કાયદો અમલી બનાવવો. વળી ઉંદરો જાતે મરી જાય તે માટે ઝેરી દૂધ પાયેલાં કે ગૂઢ ઝેરી બનાવટોવાળાં ધાન્યો ઠેર-ઠેર વેરવાં. (મૌલિક અહિંસા-સંશોધન માટેનો પડકાર ! અહિંસાપ્રેમીઓએ ખૂબ-ખૂબ ધીરજ અને સાર્વત્રિક માનવવત્સલતા ધારણ કરવી રહી.) એક કલ્પનાશીલ, રમૂજી લાગતો ઉપાય છે કરની અવેજીમાં મૃત ઉંદરો સ્વીકારવાનો ! નરવાં ધાર્મિક શાંતિકારક અનુષ્ઠાનો પણ કર્તવ્યરૂપ બતાવાયાં છે. જંગલોના અસાધારણ વ્યાપના અન્વયે વસતીઓમાં હિંસક પ્રાણીઓના ઉપદ્રવને કાબુમાં લેવા બેભાન કરનારાં રસાયણ (મનરલ) ભેળવેલાં પશુશબો, એવાં પ્રાણીઓનાં સંચારસ્થાનોમાં મૂકવાં, અથવા મૃતપશુનાં આંતરડાં માદક કોદરા ભરીને મૂકવાં – એવા ઝટ અસર કરનાર વ્યવહારુ ઉપાયો સૂચવાયા છે. કૂતરાને ખપમાં લેતા શિકારીઓ દ્વારા ગુપ્ત ખાડા કે પાંજરાનો ઉપયોગ કરીને પ્રાણીઓને ફસાવીને, પકડીને પૂરી દેવાની વધુ કૌશલ પરિશ્રમ માગતી યુક્તિ પણ સૂચવી છે. વધુ પરાક્રમશક્તિ For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ કૌટિલ્ય અર્થશાસ્ત્રઃ દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ધરાવનાર વ્યક્તિ ઢાલથી સજ્જ બની આવાં પ્રાણીઓનો પ્રત્યક્ષ મુકાબલો કરીને હણી પણ શકે. આવા પ્રસંગોએ શક્તિશાળી વ્યક્તિ મદદ માટે ન દોડે તો તેને દંડ કરવાનું વિધાન પણ છે ! (સહયોગી, એકરસ સમાજની કેવી સમૃદ્ધ કલ્પના !) સમયફેરને લીધે આજે તો હિંસક પ્રાણીઓનું અને એમના નૈસર્ગિક નિવાસરૂપ વનોનું રક્ષણ એ ચિંતા અને ચિંતન બંનેનો વિષય બની ગયું છે ! સાપની વસ્તીની રાષ્ટ્રીય આપત્તિ તરીકેની ગણના વિપુલ વનોના સાન્નિધ્યરૂપ કે વસતીઓ માટે કપાયેલી અવડ કે અડવી (virgin) ભૂમિરૂપ વિશિષ્ટ પર્યાવરણીય સંદર્ભ સૂચવે છે. સાપનાં નિવાસસ્થાનો પર વિપુલ પ્રમાણમાં આક્રમણ થતાં તેમનું માનવવસતીઓમાં ઉભરાવું સાવ સહજ ઘટના બની રહે. “ખપ તેનો છોછ નહિ' એ ન્યાયે માનવજીવનના નવા યુગ અને નવા વ્યવહારના સંદર્ભે આ ઘટનાને અનિવાર્ય ગણી કૌટિલ્ય કોઈ પર્યાવરણીય ઊહ-અપોહ કરવાનું ટાળીને માત્ર વ્યવહારુ ઉપાયોની જ વાત કરી છે. ત્યારે પર્યાવરણ-પ્રશ્નો પણ ખાસ ન હતા. ઉપાય તરીકે ગારુડીવર્ગ (નાફુલ્લીવિદ્દા) દ્વારા સર્પનિગ્રહ માટે થતા મંત્રપ્રયોગ કે ઔષધિ પ્રયોગો મુખ્યરૂપે બતાવાયા છે. વિકલ્પ અથર્વવેદ' પર આધારિત અભિચાર-વિદ્યા પણ ખપની બતાવાઈ છે. ગ્રામવાસીઓ દ્વારા ભેગા થઈને સર્પોનો વધ કરવાનો વિકલ્પ પણ સુચવાયો છે ! સામે પક્ષે ધાર્મિક ઉપાય તરીકે નાગ-પૂજાનો ઉપાય પણ સૂચવાયો છે ! સામા છેડાના આવા પરસ્પર વિરુદ્ધ ઉપાયોનો આશ્રય તે વખતની, સંભવતઃ સમસ્યાના આરંભના તબક્કાની ભયગ્રસ્ત, દ્વિધાગ્રસ્ત, અજ્ઞાનગ્રસ્ત દશા સૂચવે છે. આજે સર્પો અને અન્ય જંગલી હિંસક પ્રાણીઓ ખીલેલી તટસ્થ વિજ્ઞાનદષ્ટિથી જુદી-જુદી રીતે, વ્યાપક રૂપે પર્યાવરણને કે ખેતીને ઉપકારક હોવાનું સમજાઈ રહ્યું છે; ભલે લોભાંધ લોકો આ પ્રાણીઓને કેવળ મનમાન્યું ધન કમાવા આજે ચોરીછૂપીથી પણ મારવા પ્રવૃત્ત હોય, પણ તેમનું ગમે તે ઉપાયોથી રક્ષણ કરવું જોઈએ એવો વૈજ્ઞાનિક-સાંસ્કૃતિક વિચાર નિઃશંકપણે સ્થિર થયો છે અને આ પ્રાણીસૃષ્ટિના નાશકો સામે કડક હાથે કામ લેવાની મથામણો પણ આરંભાઈ છે. સાચેસાચી પ્રજાનિષ્ઠ લોકશાહીના અભાવે આવા પાયાની સમુન્નતિના અનેક કાર્યક્રમો ટલ્લે ચઢી રહ્યા છે. એથી લોકસ્તરે જ સંગઠિત પ્રયત્નો દ્વારા સર્વાગી ઉપાયો કરવા જ રહ્યા. સાચું વિજ્ઞાન આજે પ્રાચીન અહિંસાદિ ધર્મમૂલ્યોને વૈજ્ઞાનિક ટેકો પૂરો પાડી રહ્યું છે, ત્યારે પ્રગતિવિરોધી લોભાંધ તત્ત્વોને બરોબર ઉઘાડા પાડીને સામુદાયિક જાગૃતિ, અપ્રમાદ અને સ્વસ્થ ક્રિયાશીલતાથી માનવસંસ્કૃતિની શક્ય ઉત્ક્રાંતિને મૂર્તિ કરવી જ રહી. આવી આપત્તિઓમાં રાજ્યતંત્ર પોતાનું કર્તવ્ય સમજીને, સમજણભરી પ્રજાનિષ્ઠાથી એકંદરે સ્વયંભૂ રીતે ખરેખર પ્રવર્તે એ પ્રાચીન કાળથી ચૂંટાયેલી પરિપાટી આજે વ્યાપકપણે જામી રહેલી સંકીર્ણ સ્વાર્થદષ્ટિના ઊંધા ગણિત સામે ભલે આશ્ચર્યકારક લાગે, પણ તટસ્થ રીતે જોતાં એમાં સર્વાગી બુદ્ધિમાંથી જન્મેલી આત્મોદ્ધારક, સર્વોદ્ધારક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિજયશીલતા છે, જે કોઈને પરાજિત કરીને નભતી નથી. પ્રાચીન ભારતીય રાજા અને તેનું દૃષ્ટિસંપન્ન તંત્ર સર્વભૂતહિતરત ઋષિસંસ્કૃતિનું માનવ-સંતાન છે, અને તેનું પ્રવર્તન જીવમાત્રના એકત્વનો મહોત્સવ જ બની રહે છે. પ્રાચીન કાળથી માંડી આજ સુધી આમ-પ્રજા પર કહેવાતી ગૂઢ કે અગોચર મેલી શક્તિઓની For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ઑથાર પણ વ્યાપકપણે ચંપાયેલી છે. ગ્રામીણ જીવન તો આવી શક્તિઓના સાચા-ખોટા ભયથી સવિશેષ રૂપે ઘેરાયેલું રહે છે, તે પ્રજાના દૈનિક જીવન અને અર્થોપાર્જનકર્મોમાં પણ બાધાકારક બની શકે છે. આથી જાગૃત રાજ્યતંત્રે રાષ્ટ્રના ખરા ‘તીર્થ’રૂપ આમપ્રજાની આ આંતરબાધા ઉકેલવામાં પણ યથાશક્ય ભેરુ બની રાષ્ટ્રવિકાસના માર્ગના કાંટા દૂર કરવા જ રહ્યા. કૌટિલ્યે પોતાના સમયમાં પ્રવર્તતી વિશિષ્ટ લોકસ્થિતિના અન્વયે જ ‘રક્ષસ્' રૂપ ગૂઢ સત્ત્વોના ત્રાસને પણ મહા-આપત્તિઓમાં સ્થાન આપ્યું જણાય છે. કૌટિલ્ય જેવા બુદ્ધિનિષ્ઠ મનુષ્ય પોતે કદાચ આવી કોઈ ગૂઢશક્તિને માનતા ન પણ હોય, પણ માનવમનની સંકુલતાને કારણે પ્રજામાં સાચી-ખોટી રીતે વ્યાપક પ્રમાણમાં ફેલાયેલા આવા ભયના અને તેનાં વાસ્તવિક દુષ્પરિણામોના ખ્યાલે એનો પણ, નિવારણ-પાત્ર આપત્તિ તરીકે સ્વીકાર કરેલો જણાય છે. વળી એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઉત્ક્રાંતિની ગતિ ધીમી હોઈ તે-તે કાળે સત્યના તે-તે વિવિધ આકારો પ્રજામાં રૂઢ બનતા હશે. ‘અથર્વવેદ’ જેવો આખો વેદ આવી આપત્તિઓ નિવારવા માટે જ અનુરૂપ મંત્રોના સંગ્રહ તરીકે ઘાટ પામ્યો છે. રક્ષસ્ અને અન્ય સત્ત્વોના ભય નિવારવા માટે ‘અથર્વવેદ’ની મંત્ર-કર્માત્મક અભિચારવિદ્યા ખપમાં લેવાતી હશે. વળી માયા-યો(મેલી વિદ્યા)ના જાણકાર લૌકિક ભુવાઓની પણ આમાં મદદ લેવાની ભલામણ કરાઈ છે. રાજ્યતંત્રને આમાં સંડોવવાની ભલામણ પ્રજાની લાચારીનો ગેરલાભ લઈ ભળતાં જ તત્ત્વો જનપદની સુખશાંતિને અને ઉદ્યમશીલતાને ટલ્લે ન ચડાવે એનું ધ્યાન રાખવા માટે કરાયેલી જણાય છે. એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે આવી બધી મહા-આપત્તિઓમાં, સામાન્ય સમસ્યાઓમાં કે આર્થિક ઉપાર્જનના વ્યવસાયોમાં પણ કાયમ રાજ્યે જ નેતૃત્વ અને જવાબદારી લેવાની અપેક્ષા માનવના સાંસ્કૃતિક ભાવિ કે ઉત્થાન માટે લાંબે ગાળે ઇષ્ટ ન જ ગણાય. જેમ માનવબાળની કાળજી સ્વસ્થ મા-બાપ અમુક વય સુધી જ લઈને છેવટે તેને સ્વતંત્ર અને સ્વાયત્ત બનાવવામાં જ પોતાના વાલીપણાની સાર્થકતા અને ધન્યતા અનુભવે છે, તેમ સંસ્કૃતિની ખિલવટના ઉત્થાનકાળમાં જ રાજ્યતંત્રનું વ્યાપક અને ઘનિષ્ઠ વડપણ અને નેતૃત્વ ખપનું ગણાય; બાકી કાયમ માટે જો પ્રજા બહુવિધ રીતે સામુદાયિક જીવનના અભિક્રમ બાબત કુંઠિત અને પરાયત્ત જ રહે તો રાયસંસ્થાની સાંસ્કૃતિક કે કલ્યાણલક્ષી મધ્યસ્થતા જ નિષ્ફળ થઈ ગણાય. પછી તે રાજ્યતંત્ર અસાધારણ કાર્યભારના તણાવોથી અને નીરસતામાંથી જન્મતા કંટાળાથી ઘેરાઈ, નકારાત્મક બનીને દેખીતા વડપણના અંચળા નીચે, આંતરિક પ્રજા-દ્વેષથી ઘેરાઈને ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રજાશોષણમાં જ રાચતું થઈ જાય. તે સ્થિતિમાં રાજનીતિ એની સહજતા ગુમાવીને એક મેલો વ્યવસાય (સ્થપિત હિત) જ બની રહે. શ્રી વિનોબા પરિસ્થિતિઓનું સોંસરુ દર્શન કરતા હોઈ આ કહેવાતા કલ્યાણરાજ્ય (Welfare State)ને “Illfare State” (માઠું કરતું રાજ્યતંત્ર) યોગ્ય રીતે જ કહે છે. ગાંધીજીએ સ્વરાજ્ય મેળવનાર કોંગ્રેસને સ્વરાજ્ય મળ્યા બાદ પક્ષીય સંગઠન તરીકે વિખરાઈ જઈને, રાજ્યસત્તાથી દૂર રહી, લોકસેવક-સંઘ તરીકે રૂપાંતર પામવા પાકી ભલામણ કરતો ખરડો મૃત્યુ પામ્યા તે દિવસે જ તૈયાર કરેલો એ ઘટના જગત્-રાજકારણના ઇતિહાસમાં એક ખૂબ મહત્ત્વના સાંસ્કૃતિક વળાંક તરીકે પરખાવી જોઈએ. વ્યાપક લોકશિક્ષણ દ્વારા લોકશક્તિ જગવીને ૩૦૫ For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ગામેગામ ગ્રામસ્વરાજ્ય ખિલવીને છેક નીચલા સ્તરની આમપ્રજા સ્વ-શાસિત, સ્વ-પોષિત, સ્વશિક્ષિત બની રહીને રાષ્ટ્રના નિર્માણ અને વિકાસની ખરેખરી ભાગીદાર બનવી ઘટે. રાજ્યતંત્રનું કામ રાષ્ટ્ર-નિર્માણનાં ગ્રાસસ્તરનાં વિકેન્દ્રિત કામોમાં પાયાની મુલ્કી સુવિધાઓ (infrastructure), જરૂરી આર્થિક અનુદાન, વહીવટી સંકલન ઇત્યાદિરૂપે ટેકો પૂરું પાડવાનું જ મુખ્યપણે રહે. આ રીતે કૌટિલ્યના સમયની રાજ્યતંત્રીય ફરજોને ઉત્ક્રાંતિક્રમના એક તબક્કા તરીકે મૂલવવી જોઈએ, અને કૌટિલ્યને એ સ્વરૂપે જ તે અભિપ્રેત હોવાના અનેક સંકેતો ગ્રંથમાંથી તારવી શકાય તેમ છે. ૩૦૬ (૬) પરદેશ-નીતિ સફળતા મળે તેવી સમગ્રતાની દૃષ્ટિએ પ્રાચીન-ભારતીય રાજનીતિમાં પરદેશનીતિની વિચારણા વ્યવહારુ પાસાંઓ પરત્વે તો છે જ, ઉપરાંત તાત્ત્વિક કે દાર્શનિક સ્તરે, પણ થયેલી છે તે કૌટિલ્યનાં કેટલાંક નિરૂપણોને આધારે આપણે પ્રાસંગિક રૂપે આગળ જોયું છે. સ્વદેશનીતિ અને પરદેશનીતિ માટે, અગાઉ જોયું તેમ, કોઈ તબક્કે પ્રાચીન-ભારતીય પરિભાષામાં અનુક્રમે તન્ત્ર અને આવાવ શબ્દો રૂઢ થયા હતા. ‘તંત્ર’ એટલે સ્વદેશના રક્ષણ અને પોષણ માટેનું વહીવટી માળખું. ‘આવાપ’નો શબ્દાર્થ છે ચોપાસ વાવણી. જેમ ખેડૂત પોતાની સર્વાંગી સમૃદ્ધિ માટે ખેતરમાં તે-તે સ્થાને જુદાં-જુદાં બીજ, ધરુ કે રોપાની વાવણી કરે છે, તેમ દૃષ્ટિસંપન્ન રાજ્યતંત્ર દ્વારા નજીકનાં તેમ જ દૂરનાં પડોશી રાષ્ટ્રો સાથેના જાગૃત સ્વહિતકર સંબંધ માટે ચોક્કસ સુચિંતિત અભિગમો, મનુષ્યો અને કર્મોની વાવણી અર્થાત્ સ્થાપના કરાય છે. વિશાળ ધરતીનાં રાષ્ટ્રો કે મનુષ્યોના સંદર્ભે રાજ્યતંત્રે સ્વરાષ્ટ્રનું દૃઢ અસ્તિત્વ સ્થાપવું હોય, તો તેણે પોતાના આંતરિક સ્થિતિ માટેના સંગઠન ઉપરાંત પડોશનાં રાષ્ટ્રોનાં પોતાનાં જેવાં સંગઠનોના પરીક્ષણ દ્વારા તેમની સાચી અંતરંગ ઓળખાણ મેળવી લેવી જોઈએ. તેનાથી એ રાષ્ટ્રોના પ્રાસંગિક દુષ્ટ વ્યવહારોનું નિયંત્રણ અને અનુકૂળતા પ્રમાણે શક્ય તેટલા આર્થિક-સામાજિક-સાંસ્કૃતિક સહયોગનાં પણ સ્થાપન અને પલ્લવન (ખિલવટ) - એ બંને માટે વિશાળ અવકાશ ઊભો થાય છે. ‘અર્થશાસ્ત્ર’માં પ્રથમ પાંચ અધિકરણો સ્વદેશનીતિનાં છે, જે ગ્રંથપરિમાણની દૃષ્ટિએ તેના બેતૃતીયાંશ ભાગથી પણ વધારે સ્થાન રોકે છે. અધિકરણ ક્ર. ૬થી ૧૩ પરદેશનીતિ અંગેનાં છે, અને છેલ્લાં બે અધિકરણો પરિશિષ્ટો રૂપ છે. માનેલું ‘પોતાનું રાષ્ટ્ર’ જ રાજનીતિનું કાયમી કે ફેરફાર ન થાય તેવું સલામત ઘટક નથી તે સમજાતાં, જે-તે કાળે માણસની જેટલા મુલ્ક સુધીની આવન-જાવનની પહોંચ હોય તે સમગ્ર ક્ષેત્ર સર્વદા રાજનીતિનું વાસ્તવિક ક્ષેત્ર, ઘટક કે એકમ હોવાનું સમજાય છે. તે સમજાયાથી જ પરદેશનીતિની આખી રાજનૈતિક શાખા વિકસી છે, જેના મૂર્ત પરિણામ કે પ્રતીક તરીકે ‘રાજમંડલ’ની પ્રાચીન રાજનૈતિક વિભાવના રૂઢ થઈ. જેવી પોતાના રાષ્ટ્રની અસ્મિતા હોય છે તેવી અનેક રાષ્ટ્રીય અસ્મિતાઓ ચોપાસ સક્રિય છે અને એ બધાં સાથેની આંતરક્રિયા પર જ આપણી પોતાની રાષ્ટ્રીય અસ્મિતા, સમૃદ્ધિ અને સુખશાંતિ નિર્ભર છે તે બાબતની નિત્ય-જાગૃતિ અર્થે જ For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૦૭ પરદેશનીતિ અનિવાર્ય બની રહે છે. આપણું કર્યું-કારવ્યું અન્ય રાષ્ટ્ર દ્વાર નકામું ન કરી દેવાય તે પણ સતત જોવાનું છે, અને વળી સુસંયોગ ઊભો થાય, તો આપણા રાષ્ટ્રીય પુરુષાર્થને અન્ય રાષ્ટ્રની મૈત્રીભરી ઑથ અને કુમક પણ મળી શકે. - અહીં એ સ્પષ્ટ કરવું જોઈએ કે પ્રાચીન ભારતીય પરદેશનીતિ ન તો શત્રુપણું વધારવા માટે કે ન તો માત્ર શત્રુને મારી હઠાવવાના ધ્યેયવાળી છે. ચાર યુગની ધારણા પ્રમાણે ભારતીય પરંપરા મહાભારત યુદ્ધના આરંભ સાથે કળિયુગ બેઠો તેમ પ્રરૂપતી હોઈ, દરેક રાષ્ટ્રની ચોપાસ અન્ય રાષ્ટ્રોનાં કૂડકપટનું, શત્રુતાનું ગાઢ જંગલ હોવાનું તો જરૂર સ્વીકારાયું છે, અને તે માટે એક શ્રેષ્ઠ સાધક યોગી જેટલો સાતત્યયુક્ત ધ્યાનયોગ પણ દરેક રાષ્ટ્રના રાજયતંત્રે દાખવવાનો છે એ પણ નક્કી. પરંતુ “મસ્યપુરાણ'માં એક અધ્યાયમાં મળતી “ધર્મવૃષભ'ની કલ્પના મુજબ ચાર પગ ધરાવતો ધર્મવૃષભ કળિયુગમાં છેવટે એક પગ પર પણ ઊભો તો રહે છે જ; મૃત્યુ પામતો નથી ! તાત્પર્ય એ કે કળિયુગમાં ધર્મપાલન ખૂબ કઠિન જરૂર છે, પણ અશક્ય નથી. કાળતત્ત્વસંબંધી શીખધર્મની એક પ્રસિદ્ધ માન્યતા છે કે પરમ શક્તિ “અકાલ' (કાળબંધનથી પર) છે. એમ કહી શકાય કે જાણે આ માન્યતાના જ પડઘા રૂપે ભારતીય રાજનીતિમાં સ્વીકૃત રાજ્યની સાત પ્રકૃતિઓમાં એક “મિત્ર'-પ્રકૃતિની પણ અવધારણા સ્થિર થઈ છે. ભલે અગ્રતાક્રમમાં એ છેલ્લી હોય, પણ ઊજળી રાજનીતિની ખરી કમાણીરૂપ એ પ્રકૃતિ છે. મિત્રરૂપ આ રાજયાંગની ચિરકાલીન જાળવણી જ શાણી, વિજયશીલ રાજનીતિનું મધુરતમ સુફળ છે. ફરી એ અસલ મિત્ર-પ્રકૃતિનાં કૌટિલ્યોક્ત લક્ષણો યાદ કરીએ : પૂર્વજોથી ચાલી આવતી, નિત્ય (સ્થાયી), વશમાં રહે તેવી, દ્વિધામુક્ત, મહાત્ (મહિમાયુક્ત) અને મૈત્રી અર્થે જલ્દી સજ્જ થઈને ઊભી રહે તેવી. સામાન્ય રીતે તો રાજનીતિમાં ‘પર' (અન્ય; અન્ય રાષ્ટ્ર) શબ્દ જ “શત્રુ'નો પર્યાય ગણાય છે એ ન ભુલાય. એ પાર્શ્વભૂમિકામાં આ ‘મિત્ર'ની કલ્પનાની કલમ' કરાઈ છે ! યુગસંદર્ભે દરેક ‘પર' રાષ્ટ્રને શત્રુ તરીકે ગણીને ચેતતા રહેવું તે તો જરૂરી છે જ. પણ આ તો ગાફેલિયતથી બચવા માટેની વાત છે; પોતાના તરફથી તેની પ્રત્યે કૂડકપટ જ આચરતા રહેવાનો કે શત્રુતા દાખવવાનો એ આદેશ નથી. તો બીજી બાજુએ રાજનૈતિક “મિત્ર' પ્રત્યે પણ પોતાના રાષ્ટ્રની સમગ્ર પ્રજાનું નિત્યનું હિત જાળવવાની સ્થાયી જવાબદારીને વરેલા રાજ્યતંત્રે નિત્ય નિરીક્ષક-પરીક્ષક બની રહેવાનો ઉદ્યમ પણ છોડવાનો નથી. માનેલું મિત્રરાજય પણ સાચો કે સ્વકલ્પિત હિત-વિરોધ જણાતાં કે તેનો મુખ્ય રાજયકર્તા બદલાતાં ક્યારે શત્રુ બની બેસે તે કહી શકાય નહિ. એટલે “રાજનીતિમાં કાયમી મિત્રતા હોતી નથી” એવું સૂત્ર પણ રૂઢ થયું. આ દષ્ટિએ ‘મિત્ર’ બાબતે પણ ભાવુકતામાં ખેંચાઈ જવાનું બરોબર નથી; તટસ્થ, સાવધાન બુદ્ધિયોગ જ રાજયતંત્રનું અટલ કર્તવ્ય છે. પાકી ગુપ્ત શત્રુતા આચરતા કહેવાતા ‘મિત્ર'-રાજયને બરોબર ઓળખી લઈને, પ્રસંગે આત્મરક્ષક (defencive) આક્રમણ(થાન)ની કે શીતયુદ્ધ સમાન પ્રચ્છન્ન વૈમનસ્ય(વિપ્રદ)ની નીતિ પણ અપનાવવી જરૂરી થઈ પડે. આ બધાં છતાં, સરવાળે તો સાચી દિશાની સર્વાગી માનવોચિત અર્થસમૃદ્ધિનું નિર્માણ જ કૌટિલ્યને રાજનીતિનું ખરેખરું ધ્યેય દેખાય છે. તેનાથી જ સર્વપ્રજાજનોના ભૌતિક જીવનની ઇષ્ટ For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ સિદ્ધિ પણ સધાય છે અને એ ‘અર્થ’ જ ધર્મ અને કામ બંનેની પણ સિદ્ધિ કરીને રાજનીતિને અપૂર્વ સાંસ્કૃતિક ઊર્ધ્વરોહણનું કે દિવ્યતા તરફની ગતિનું નિમિત્ત બનાવી શકે છે. એથી જ પરરાષ્ટ્ર સાથેનાં કાઠાં વેર પણ શક્ય તેટલા નરવા વિકલ્પોથી ઉકેલવાની મથામણ કરી છૂટવાનું ઠરેલપણું આપણને આ ગ્રંથમાંની ચર્ચાઓની અનેક વિગતોમાં દેખાય છે. ३०८ આ કારણે જ પ્રસિદ્ધ ચાર રાજનૈતિક ઉપાયોનો કે અભિગમોનો અગ્રતાક્રમ પણ આ છે : સામ, દાન, ભેદ, દંડ. ચિરંજીવ પરિણામ અને વૈર-નિરસન બંને સાધનારો પાયાનો સાંસ્કૃતિક ઉપાય છે સામ અર્થાત્ શત્રુ સાથે નિખાલસ ચર્ચા અને સમજાવટ; ભલે એને પ્રયોજનાર કે એને વશ કે અનુકૂળ થનાર વર્ગ ઘણો નાનો હોય અને એમાં સફળ થવાનું ખૂબ કઠિન હોય. ‘દાન’ એટલે શત્રુને ધન કે વસ્તુ આપવાં તે. આનો અગ્રતાક્રમ જોતાં એને લાંચ જેવા મેલા ઉપાયનો પર્યાય ન સમજતાં માનવમનની પરખ પર આધારિત એવા, પ્રમાણમાં નરવા ઉપાયપ્રકાર તરીકે જ જોવો જોઈએ. એ ઉપાય માનવમનમાં પડેલા મર્યાદાયુક્ત અને ઠીક-ઠીક નરવા એવા લોભના વિવેકયુક્ત ને દાતાનું સ્વમાન જળવાય તેવા પોષણ પર આધારિત છે. એમાં એવા લોભ-શામક પ્રદાન દ્વારા છેવટે તો શત્રુ-પક્ષ જો કંઈક અંશે સરળપરિણામી હોય તો તેની સમજશક્તિને જગાડવાનો સામરૂપ ઉપાય જ તેના બીજા તબક્કારૂપે અમલી બને છે. લોભ ઉપરાંત કામ, ક્રોધ, ઈર્ષ્યા જેવા કેટલાક માનવચિત્તના વિકારો નિર્દોષ માત્રા કે સ્વરૂપના પણ હોઈ શકે છે. તેથી એનું વિવેકયુક્ત શમન કાર્યસાધક બને છે તે વ્યવહારુ દિષ્ટ આ ઉપાય-યોજનામાં રહેલી છે. એ રીતે આને નિરુપદ્રવી ઉપાય જ ગણવો રહ્યો. તેથી તે બીજા ક્રમે ગણાવાયો છે. એમાં સામા પક્ષની લોભવૃત્તિ દૂર કરાતી નથી એટલો જ સામાન્ય દોષ રહેલો છે. પણ રાજનીતિ એ સીધી સુધારક પ્રવૃત્તિ નથી તે ધ્યાનમાં રાખવું જોઈએ. પાછલા બે ઉપાયો વત્તે-ઓછે અંશે અનર્થકારક હોઈ ન-છૂટકે અને ઓછામાં ઓછો અનર્થ થાય તે રીતે અપનાવવા ઘટે. સૃષ્ટિમાં શ્રેષ્ઠ વસ્તુ કે વર્તન હંમેશા સુલભ હોય તેમ બનતું નથી, તેથી જ્યાં ઉપાય કરવાનું તો અનિવાર્ય જ હોય, ત્યાં જે-તે દેશ-કાળમાં શક્ય જેવો પણ ઉપાય હોય તે અપનાવવો તે કર્તવ્ય બની રહે છે. ‘ભેદ’ એટલે ભેદન – તોડવાની ક્રિયા. તે ‘ભેદ’ કે ‘ભેદન’ બે પ્રકારના છે ભેદનવિષયના ભેદે. એમાં કાં તો શત્રુના આત્મવિશ્વાસનું ભેદન થાય છે, યા સમગ્ર શત્રુજૂથના સંપનું ભેદન થાય છે. આ બંને રીતે શત્રુની આક્રમકતા ઢીલી પડાય છે યા એના ૫૨ પાણી ફેરવી દેવાય છે. શત્રુ જો કાચો-પોચો, બીકણ કે નમાલો હોય, તો તેને ધમકી દ્વારા યા શત્રુતાના ખરાબ પરિણામની જોરદાર આગાહી દ્વારા તેના જોરને, આત્મવિશ્વાસને તોડવામાં આવે છે. હવે જો શત્રુ અનેક સાથીઓના સંગઠનવાળો, સહયોગના પીઠબળવાળો હોય, પણ એ સાથીઓ જો કાચા-કાનના હોય, તો તે સાથીઓની અલગ-અલગ રીતે, એક-બીજા-વિરુદ્ધ કાન-ભંભેરણી નિપુણતાથી કરાય છે, જેને લીધે પ્રાયઃ તેમનાં સંપ અને સંગઠન તૂટે છે અને મુખ્ય શત્રુના હાથ હેઠા પડે છે. આ ઉપાય મોટા ભાગે તે પ્રયોજનાર (વાપરનાર) વ્યક્તિના ધમધમાટભર્યા પણ મનોવૈજ્ઞાનિક સૂઝવાળા વાણીબળ પર આધારિત છે. એમાં બોલાતાં વચનો સત્ય પર આધારિત હોય કે ન હોય તેની પરવા નથી કરાતી; સામાને માત્ર સાચાં દેખાય એની જોગવાઈ જ મનોવૈજ્ઞાનિક For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૦૯ સૂઝ-સમજથી કરાય છે. આમાં પણ છેવટે આક્રમણ ને યુદ્ધ ટળે છે તે નરવું પરિણામ ગણાય. ખોટું જોર મારનારને એની વાસ્તવિક ભૂમિકામાં લાવનારો આ ઉપાય પણ ખરેખર નરવો જ ગણાય. દંડ એટલે કાં તો શત્રુને ભારે આર્થિક ફટકો પહોંચાડવો યા તેની વિવિધ સ્તરની વિપુલ રાષ્ટ્રીય ખાનાખરાબી થાય, યા તે સત્તા સુધ્ધાં ગુમાવે તેવો સૈન્યવ્યાપાર અર્થાત્ યુદ્ધ પ્રયોજવું. આગલા ત્રણ ઉપાયની નિષ્ફળતા કે અશક્યતાના સંજોગોમાં જે યુદ્ધરૂપ દંડ-ઉપાય પ્રયોજવાનો છે, તે સરવાળે “ઉપાયરૂપ એટલે કે કાર્યસાધક બને તે માટે પણ ભારતીય-રાજનીતિમાં ખૂબ તટસ્થ ને સ્વસ્થ ચિંતનનું તેમ જ અમલની ઊજળી પરંપરાનું ખેડાણ થયેલું છે. એથી સરવાળે બંને પક્ષ પોતપોતાની શક્તિ અંગેની વાસ્તવિકતાના ભાનથી અવાસ્તવિક ખર્ચ અને ખુવારીનો માર્ગ ત્યજીને સ્વરાષ્ટ્રને સંભાળવામાં જ પરોવાય છે. આ પરથી એમ પણ કહી શકાય કે યુદ્ધની અનિવાર્યતા પારખીને, એની સહજ મર્યાદાઓ જાળવીને, પૂરી શક્તિથી યુદ્ધ કરી છૂટવું તે સરવાળે તો પુષ્કળ અનર્થોનું નિવારક જ બને છે. પણ આજના યુગમાં મર્યાદાની જાળવણીનું વલણ પણ નહિવત્ છે અને ખુવાર કરવાનાં સાધનો પણ સરવાળે આત્મઘાતક જ બની રહે તેમ હોઈ કોઈ પણ યુદ્ધ ઉપાયરૂપ જ નથી રહ્યું તે ધીરે-ધીરે સમજાતું જાય છે. સાચું યુદ્ધ તો ઉધઈથી ખોખલા થયેલા વૃક્ષ જેવા શત્રુને તોડી પાડવા જેવું સહજ કર્મ હોય અને તેથી એમાં લાઘવ (ટૂંકાણ) હોય. પાછળના સમયના પ્રાચીન-ભારતીય નીતિ(દંડનીતિ)ગ્રંથોમાં આ સાથે એક પાંચમો ઉપાય બતાવ્યો છે “ઉપેક્ષા' – દા.ત. કામંદકીય નીતિસાર'માં. અગાઉ કહ્યા પ્રમાણે “અર્થશાસ્ત્ર'માં પણ એની આડકતરી સ્વીકૃતિ સમજાય છે – ખાસ તો ગ્રંથના “શમવ્યાયામિમ્' અધ્યાય(૬.૨)માંની શમ'-વિષયક ચર્ચા પરથી. વળી રાજનીતિના છ “ગુણો' ( ષાગ્યમ્ – લાભકારક છે પરદેશનીતિઓ) પૈકીના ત્રીજા માસન ગુણની તો ૩પેક્ષણમ્ (ઉપેક્ષા) એવી જ એક વૈકલ્પિક વ્યાખ્યા અપાઈ છે તે પણ એની ઉપાય તરીકેની આડકતરી સ્વીકૃતિ સૂચવે છે. હકીકતે, સામાદિ ઉપાયોની ચર્ચા ગ્રંથમાં પ્રાસંગિક રીતે જ અન્ય વિષયના પ્રકરણમાં ટૂંકમાં કરાઈ છે. “શાસનાધિકાર: એ અધ્યાય ક્ર. ૨.૧૦માં રાજદ્વારી પત્રના વિષયોની ભિન્નતા ચર્ચતાં આ ચાર ઉપાયો પણ લેખના ભિન્ન વિષયો તરીકે સમજાવાયા છે. અન્ય કેટલાંક પ્રકરણોમાં પણ આના પ્રયોગના પ્રસંગો ચર્ચાયા છે. ઉપેક્ષા ઉપાયનો વિચાર કરતાં ખાસ કરીને “ઋગ્વદમાં અનેક સ્થળોએ પ્રયોજાયેલો ‘થીર શબ્દ યાદ આવે છે. કોઈ પણ સારા-માઠા પ્રસંગે સમતાયુક્ત (તટસ્થ) બુદ્ધિને જે પ્રયોજે તે ધીર – ધિયં તિ સ ધીર: (“ધી” અર્થાત્ બુદ્ધિને પ્રેરે, પ્રવૃત્ત કરે તે ધીર). ખુદ ઉપેક્ષા શબ્દનો પણ મૂળ અર્થ યાસ્કના “નિરુક્ત' ગ્રંથમાં, તેમાં રહેલાં ધાતુના વિશિષ્ટ પ્રયોગ દ્વારા ધ્યાનપૂર્વક તપાસવું” એવો સૂચવાય છે. મહાકવિ કાલિદાસે કુમારસમવ-મહાકાવ્યમાં ધીરની વ્યાખ્યા આમ આપી છે : “વિકારનું કારણ હોય, ત્યારે જેમનાં ચિત્ત વિકૃત નથી થતાં તેઓ જ ધીર છે.૪૨ ૩પેક્ષામાં પણ શત્રુપક્ષની વિશિષ્ટ ચેષ્ટા પ્રસંગે એ ચેષ્ટાનું સ્વરૂપ ચોક્કસ પ્રકારે સમજાય તે માટે પોતાની કોઈ પણ જાતની પ્રતિક્રિયાને તત્કાલ શાંત રાખવાની વાત છે. મહાકવિ ભારવિ પોતાના વિરતાળુનીય For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ મહાકાવ્યમાં કહે છે : “ઉતાવળે કોઈ ક્રિયા ન કરવી. અવિવેક (પરિસ્થિતિ કે વસ્તુ વિષેના સાચા દર્શનનો કે બોધનો અભાવ) એ આપત્તિઓનું મોટું ધામ છે. ૪૩” આપણે જોયું છે કે કૌટિલ્ય ત્રિવિધ શક્તિમાં પણ મંત્રશક્તિને પ્રભુશક્તિ અને ઉત્સાહશક્તિથી ચઢિયાતી ગણે છે. ઉતાવળે અવિચારી પગલાં ન ભરતાં પરિસ્થિતિના પૂર્ણ આકલન અર્થે પ્રતીક્ષા કરવી તે જ છે ઉપેક્ષા. રાજનીતિના જુદા-જુદા ગુણકારી કે ગુણરૂપ (લાભકારી) અભિગમોરૂપ પાથ(‘છ ગુણોનું જૂથ')માં રહેલા દાર્શનિક પાસાને પણ સમજવા માટે અગાઉ બીજા વ્યાખ્યાનને અંતે જ એની સવિસ્તર ચર્ચા કરી છે, એથી અહીં એનું પુનરાવર્તન ન કરીએ, પણ થોડી પુરવણી કરીએ. હમણાં જે ધીર’ શબ્દની વાત કરી, તેમાં રહેલા ધરત્વને આ પIિષ્યમાં યોગ્ય સ્થાન વ્યાપક રૂપે મળેલું છે. “કેવળ રત્વ કે કેવળ ધીરત્વ (માત્ર રાજનીતિની બેઠાડુ ચર્ચાઓ) રાજનીતિમાં ન ચાલે” એવા પ્રસિદ્ધ રાજનૈતિક સૂત્રનું જ, જાણે પાડ્યુષ્યની ચર્ચારૂપે સાતમા અધિકરણમાં ભાષ્ય થયું છે. એમાં ‘શમ’ અને ‘વ્યાયામ” બંનેની સમતોલ ગૂંથણી હોવાની વાત તો એ આગલી ચર્ચામાં જોઈ જ છે. આવા “ પાર્થ'નું ધ્યેય બતાવતાં કહેવાયું છે કે તેમાં સરવાળે સ્વરાષ્ટ્ર “ક્ષયની સ્થિતિમાંથી “સ્થાન' (સમતોલ સમધારણ સ્થિતિ)માં આવે, અને તેમાંથી આગળ વધીને “વૃદ્ધિ (સવિશેષ કે સર્વાગી ઉન્નતિ)ની સ્થિતિમાં આવે તે જોવું. એ સમજીએ કે આ કોઈ ધૂળ વેપારી નફાની વૃદ્ધિની વાત નથી, પણ લૌકિક હિતની વાત અને સરવાળે પ્રજાના ઉચ્ચ કલ્યાણનો રસ્તો પણ સાફ થાય તેવી માનવીય કે સાંસ્કૃતિક વાત છે. યુદ્ધની અનુભવાશ્રિત સર્વાગી વિચારણા : - શત્રુ સાથેનું યુદ્ધ એ ‘પાગુષ્ય'માંના “યાન'નો જ પર્યાય છે તે આપણે જોયું. ‘વિગ્રહનું સ્વરૂપ મુખ્યત્વે શત્રુ પ્રત્યેના અપકારરૂપ વલણનું હોય છે, તેમાં ક્રિયાઓ શત્રુનો અપકાર થાય તેવી નાની કે મધ્યમ હોઈ શકે. તો “યાન” તો પૂર્ણ સજ્જતા સાથે શત્રુ પ્રત્યેની કૂચરૂપ, અને અલબત્ત, તેમાંથી પરિણમતા સર્વાગી યુદ્ધરૂપ હોય છે તે પણ આપણે જોયું. એ યુદ્ધ, શત્રુ ઉધઈથી પોલા થઈ ગયેલા વૃક્ષ જેમ ખોખલો થઈ ગયો હોય તો એના ઉચ્છદ માટે હોઈ શકે, અથવા માત્ર શત્રુ નબળો પડે (વાર્શન પામે) તેવી કક્ષાનું (મધ્યમ-પરિમાણવાળું) પણ હોઈ શકે. ભગવદ્ગીતા જેવો પૂર્ણપણે અધ્યાત્મબોધ કરાવતો ગ્રંથ પણ, અર્જુનને નિમિત્ત કરીને મનુષ્યમાત્રને કર્તવ્યરૂપ યુદ્ધનો પણ નિઃશંક અંગીકાર કરાવવા સાકાર થયો છે એ દેખીતી રીતે મહા-આશ્ચર્ય હોવા છતાં, એના પાયામાં જીવનના સાવ ભિન્ન કે વિરુદ્ધ લાગતાં આચરણોની સ્તરભેદે સમાંતર માવજત થઈ શકે તેવો સર્વાગી જીવનબોધ પડેલો છે. અર્જુનને આદેશ કરતું ગીતાનું આ મૂલ્યસમન્વયયુક્ત વાક્ય ગીતાના સમગ્ર સંકુલ બોધને સુગમ-સુકર રીતે પ્રગટ કરે છે : “જવરમુક્ત [થઈ] તું લડ” (યુધ્વસ્વ વિતેશ્વર:). માણસની સામાન્ય પ્રકૃતિ પ્રમાણે, જરૂરી સજજતા સાધી કોઈ ને કોઈ સ્વરૂપે લડવાનું તો પ્રમાણમાં સહેલું છે, પણ જવર એટલે કે આવેશ, ઉત્તેજના કે દ્વેષ છોડીને લડવાનું તેને પ્રથમ દૃષ્ટિએ અઘરું કે અશક્યવત્ જણાય. છતાં આદેશદાતા ઉચ્ચ ગુરુ પ્રત્યેની અચળ શ્રદ્ધા જરૂર એ આદેશને For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૧૧ અનુસરવાનું આંતરિક સામર્થ્ય થોડા પ્રયત્ન, થોડા ધ્યાનયોગે આપી શકે. ખરેખર તો આ આદેશ અપૂર્વ નથી; ભારતનાં અનુભૂતિમૂલક સમગ્ર આધ્યાત્મિક વલણોના નવનીત(માખણ)રૂપ છે – આધ્યાત્મિક વારસાના દોહનરૂપ ઉપનિષદોના પણ સુપચ પુનઃદોહનરૂપ છે ! જીવનની પરસ્પર ઓતપ્રોત ઘટનાઓના, ઈશ્વરલીલા તરીકે ઓળખાવાયેલા જાળ કે સંકુલમાં યુદ્ધનું કર્તવ્ય પણ અલગ ન પાડી શકાય તેવું સહજ અંગ પારદર્શી મનીષીઓને દેખાય છે. સ્વરૂપભેદે, સ્તરભેદ, આકારભેદે યુદ્ધ પણ જગન્નાટકનું પ્રાણભૂત અંગ છે. આધુનિક મનીષા દાદા ધર્માધિકારી અહિંસાનું ભાવાત્મક સ્વરૂપ સમજાવતાં કહે છે કે એ વીરત્વરૂપે જગતમાં પ્રકાશિત થાય છે. એ પ્રમાણે તો યુદ્ધ અને અહિંસા વચ્ચેનું અંતર નિરંતર ઘટતું જાય તેમ છે. બાહુબળશાલી હૃદયવાનું વ્યક્તિ સત્યને સ્પષ્ટ રૂપે અને ગાણિતિક ચોક્સાઈથી જોઈ લઈને, ધીર અને તટસ્થ વૃત્તિ સાથે, જે સામેથી શત્રુ બની બેસે તેની સામે દેશ-કાળાનુસાર પૂરા પ્રતાપથી, તેના મર્યાદાભંગને બને એટલા સંક્ષેપયુક્ત યુદ્ધવ્યાપારથી ઠેકાણે લાવીને, પૂરી જવાબદારીથી યુદ્ધની પરંપરાનિર્દિષ્ટ આચારસંહિતાને અનુસરતાં, શત્રુ શત્રુતામાંથી પરવારે તેવી ક્ષમા પણ આપી જાણે છે. દંડ ઉપાયને અગ્રતાક્રમમાં છેલ્લે સ્થાન મળ્યું હોવા છતાં, જયારે યુદ્ધ કર્તવ્યરૂપે અપનાવવાનું હોય છે, ત્યારે તેના સમગ્ર ક્રિયાકલાપ અને સાધનકલાપ સાથે, શંકામુક્ત પૂરી ઉત્સાહશક્તિથી – પ્રજ્ઞાયુક્ત પ્રાણશક્તિથી – તેનો અમલ કરવાનો છે. એથી અર્થશાસ્ત્રમાં તેને ગ્રંથનાં છેક પાછલા અધિકરણોમાં સ્થાન અપાવા છતાં તેનાં બલિષ્ઠ તેજસ્વી અંગોની અનુભવાશ્રિત રસપ્રદ ચર્ચા સમગ્રતાયુક્ત લાઘવથી કરાઈ છે. ગ્રંથમાંનાં નવમાથી તેરમા સુધીનાં અધિકરણો પૈકી વચ્ચે આવતું અગિયારમું અધિકરણ યુદ્ધસંબંધી નથી (!); તે વખતનાં ગણતંત્રોની ચર્ચા કરતા એક અધ્યાયનું જ બનેલું છે. આ ક્રમવૈચિત્ર્ય વાચકને કંઈક અંશે ગૂંચવે છે. કદાચ યુદ્ધથી શત્રુના ઉચ્છેદની ચર્ચાના પ્રકરણ સાથે નબળાં કે નામનાં ગણતંત્રોના ઉચ્છેદની વાત મેળમાં આવતી ગણી એ સંધવૃત્ત અધિકરણને સામિ એ દસમા અધિકરણની તરત પછી મૂક્યું હોય. ભારતીય ચિંતન પ્રમાણે યુદ્ધવાદ કે યુદ્ધખોરી તો અનિષ્ટ છે જ, પણ યુદ્ધવિરોધવાદ કે શાંતિવાદ (Pacifism) પણ ઇષ્ટ નથી. અહિંસાનો ય પાયો સત્ય હોઈ તટસ્થતા કે વસ્તુલક્ષિતા (objectivity) જ જીવનસાફલ્યની ચાવી છે. પરિસ્થિતિસાપેક્ષ નવી-નવી અનુભૂતિ મુજબ, પોતાનાં કલ્પનાશ્રિત કે ભાવુક એવાં મત કે રુચિને દરેક સ્તરના સત્યના પ્રકાશમાં રૂપાંતર પામવા દેવાની વાત છે. જે-તે દેશકાળની વાસ્તવિક પરિસ્થિતિરૂપ સત્ય પ્રત્યેની સમભાવી સમર્પિતતા જ સરવાળે વ્યક્તિ અને સમષ્ટિ(=સમાજ અને સૃષ્ટિ)ની કાલાનુરૂપ ઉત્ક્રાંતિનું નિમિત્ત બને છે. આ દષ્ટિએ જ અહીં આ યુદ્ધવિષયક ચર્ચા અંગીકારાઈ છે. મંત્ર/પ્રભુ/ઉત્સાહ-શક્તિને આવી અનાસક્તિ સહિતની ઉત્કટ ઉદ્યમશીલતાથી યુદ્ધકર્તવ્યમાં હોમવાની છે. અધિકરણ ક્ર. ૯, ૧૦, ૧૨, ૧૩ આ ચાર યુદ્ધવિષયક અધિકરણો આખી ચર્ચાની સર્વાગિતા આમ સાધે છે : “માસ્ય' (યુદ્ધ કરવાનો નિર્ણય કરી ચૂકેલાએ યુદ્ધ પૂર્વે લેવાનાં પગલાં') એ નવમું અધિકરણ યુદ્ધારંભ કે કૂચપૂર્વેનાં બૌદ્ધિક અને ભૌતિક કર્તવ્યોની અનુભવાશ્રિત For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨. કૌટિલ્ય અર્થશાસ્ત્ર': દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વ્યવહારુ ચર્ચા સાત અધ્યાયોમાં કરે છે. “ સામિમ્' (‘યુદ્ધવિધિ') એ દસમું અધિકરણ છે અધ્યાયોમાં, યુદ્ધ દરમિયાન કરવાનાં કામો અને ધ્યાનમાં લેવા યોગ્ય બાબતો રજૂ કરે છે. પાંચ અધ્યાયના બારમાં ‘વિનીયમ્' (‘અવનીયમ્ એટલે બળમાં ઊણપવાળો રાજા; તેણે પ્રાપ્ત યુદ્ધ પ્રસંગે અજમાવવા યોગ્ય વિશિષ્ટ વિજયયત્નો') અધિકરણમાં યુદ્ધસામગ્રી વગેરેમાં ઊણા રાજાએ ઓછાં સાધનો છતાં દક્ષતા અને ચપળતાથી અમલમાં મૂકવાની, સાફલ્યસાધક એવા બુદ્ધિપ્રયુક્ત પરોક્ષ યુદ્ધ (ગેરીલા યુદ્ધ') માટેની મથામણોની ખૂબ રસપ્રદ ચર્ચા કરી છે. આમાં કૌટિલ્યની માનવમાત્ર માટેની ચૂંટાયેલી સનભાવી આસ્થા પણ પ્રગટ થઈ છે. વસ્તુસ્વરૂપની દષ્ટિએ આને મળતા પણ આનાથી ઊલટી પરિસ્થિતિવાળા (અર્થાત્ સબળ) રાજાને ઉદ્દેશેલા તેરમા સુત્રાપોપાય: (‘કિલ્લો કબ્બે કરવાના ઉપાયો') નામના અધિકરણમાં આક્રમણકારી રાજાએ અગાઉ કરેલા યુદ્ધયત્નોને ધારેલા લક્ષ્યની સિદ્ધિ દ્વારા વિજયી બનાવવા માટે ખપના, છેવટના બળબુદ્ધિપ્રયુક્ત વિશિષ્ટ ઘનિષ્ઠ ઉપાયોનું આલેખન થયું છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં મોટું કામ સફળતા સુધી પહોંચાડવા માટે છેવટ સુધી અપ્રમાદ અને સામર્થ્યને તો ખપમાં આણવાનાં જ છે; પરંતુ છેવટના તબક્કે એ બંનેને તીવ્રતમ બનાવી (‘રના હો રઘુન પાની' એ સંકલ્પ સાથે !), છેલ્લી ઘડીએ પણ નિષ્ફળતા આવી ન પડે તે માટે બધું ઉચ્ચતમ સામર્થ્યથી કરી છૂટવાનું જરૂરી હોય છે. પ્રયત્નમાં કોઈ છીંડા કે કચાશ ન રહી જાય તે માટે ભાગ્યદેવતાને ચરણે અંતિમ તબક્કાનો પ્રખર પુરુષાર્થ સમર્પવો જરૂરી છે. (ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં પણ નાટ્યપ્રયોગની સિદ્ધિ અર્થે છેવટના આવા ઉત્કૃષ્ટ ધ્યાનયોગ અને કર્મયોગની ચર્ચા કરી છે.) આ અધિકરણનો છેલ્લો તબ્ધપ્રશ-નમ્ (‘પ્રાપ્ત કરેલા શત્રુરાજ્યમાં વિશ્વાસ-સ્થાપન દ્વારા શાંતિ-સ્થાપના') નામનો અધ્યાય આ આખી યુદ્ધક્રિયા સરવાળે કેવી માનવીય અને સંસ્કૃતિરક્ષક છે તે વાત તૃપ્તિકર રીતે પ્રસ્થાપી આપે છે. જિતાયેલા રાષ્ટ્રમાં સર્વાગી શાંતિ સ્થાપના : આ સમગ્ર યુદ્ધસંબંધી ચર્ચા વિગતે પ્રથમ વ્યાખ્યાનમાંના ગ્રંથવસ્તુપરિચયમાં આપી હોઈ એટલું જ ઉમેરીએ કે પ્રવાહપ્રાપ્ત પરિમિત યુદ્ધ રાજનૈતિક પરિશુદ્ધિ સાધીને સંસ્કૃતિવર્ધક પ્રજાનિષ્ઠાને જ અંકે કરે છે. હમણાં જોયું તેમ, સાચું યુદ્ધ દ્વેષરહિત, અભિમાનરહિત વિરકર્મ છે; દ્રોહયુક્ત દૂરકર્મ નહિ. વીરત્વ તો સરવાળે સર્વકલ્યાણકર જ બની રહે છે. આના જીવંત પુરાવારૂપે નવ્યપ્રશમનમ્ (અધ્યાય ક. ૨૩.૫) અને અન્ય કેટલીક વાતો થોડી વિગતે તપાસીએ. વૈદિક સાહિત્યના મહત્ત્વના ભાગરૂપ છ વેદાંગો પૈકીના “કલ્પ' વેદાંગના એક વિષયાંગરૂપ ધર્મસૂત્રોમાં, તેમાંથી વિકસેલા ધર્મશાસ્ત્ર'-ગ્રંથોમાં અને તેનાં ય અવતરણોરૂપ સ્મૃતિગ્રંથોમાં જે ઉદાર ધર્મતત્ત્વનું બૌદ્ધિક અને ભાવનાત્મક સંગોપન (જાળવણી) લગાતાર અને સમાન ઉત્કટતા સાથે વિવિધ રીતે થતું આવ્યું છે, તેવું જ સંગોપન ધર્મશાસ્ત્રની એક શાખારૂપ રાજધર્મને નિરૂપતી દંડનીતિ-વિદ્યા(ટૂંકમાં નીતિ’-વિદ્યા)માં અને કૌટિલ્યના ‘અર્થશાસ્ત્રમાં પણ પૂરી ઉત્કટતાથી થયું છે એની ભરી-ભરી ખાતરી કરાવે તેવી કૌટિલ્યની આ રજૂઆતને જોઈએ. For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૧૩ અગાઉ ઉલ્લેખ્યા મુજબ વાત છે વિજિગીષ દ્વારા પૂર્ણ પરાક્રમ અને સત્યધર્મી પ્રતાપ દ્વારા જિતાયેલા શત્રુ-રાષ્ટ્રનાં તંત્રના તેમ જ સર્વ પ્રજાવર્ગોના હૃદયને જીતવાની, હૃદય-સિંહાસન પર બિરાજવાંની. એ નાજુક કામગીરીનો પાયો છે સત્યધર્મ – યા સાચા રાજધર્મનું જ વિજિગીષ દ્વારા થયેલું વિવેકી અનુસરણ. વિજિગીષ અને તેના વિજયી તંત્રવાહકોના, વિજય બાદના સૌમ્ય, સૌહાર્દપૂર્ણ વ્યવહારથી એ સત્યધર્મની ક્રમિક પ્રતીતિ જિતાયેલા રાષ્ટ્રનાં સર્વ અંગોને થાય છે. રઘુવંશના રઘુરાજા પછી ગાદીએ આવેલા અજરાજાએ રાજયગ્રહણ બાદ પ્રજામાં ફેલાવાપાત્ર અનિષ્ટ-શંકાને શમાવવા પૃથ્વી (પ્રજા) પર સદયપણે શાસન કર્યું (સદ્વયં તુમુને) – જેમ નવવિવાહિત વિવેકી પુરુષ પોતાની પરણેતર ઉગ ન પામે તેમ જ એની સાથે સદયપણે (મૃદુતા જાળવીને) રતિસંબંધ વિકસવા દે તેમ. “રઘુવંશ' કાવ્યમાં કાલિદાસે આવું અત્યંત સૂચક નિરૂપણ, જીવનનાં આ મહત્ત્વનાં બંને ક્ષેત્રો પર વેધક પ્રકાશ પડે તેમ કર્યું છે. કૌટિલ્ય પણ વિજિત રાષ્ટ્ર સાથે નવા રાજા અને તેના તંત્રની એકરૂપતા અને એકરસતા સ્થપાય તે માટે “બ્ધપ્રશમનસ્' નામના ટૂંકા પણ અત્યંત હૃદયસ્પર્શી અને વ્યવહારબોધક અધ્યાય(ક્ર. ૧૩.૫)માં અનુભવસારરૂપ રજૂઆત કરી છે. એની વિગતો પ્રથમ વ્યાખ્યાનમાં ગ્રંથપરિચયના વિભાગમાં તો, વાચકની રુચિ ઉત્તેજાય તેમ સંક્ષેપમાં વર્ણવી જ છે, પણ અહીં એની પુરવણી થાય તેમ વધુ વ્યાપક પરિપ્રેક્ષ્યથી કેટલીક વાતો ઉમેરવી યોગ્ય છે. તે પહેલાં ઉક્ત અધ્યાયની પૂર્વેના ચોથા અધ્યાયના ઉત્તરાર્ધમાં (સૂત્ર બાવનમામાં), શત્રુના કિલ્લામાં કે તેની છાવણીમાં અંતિમ વિજય માટેના આક્રમણના નિરૂપણમાં આપેલી એક વિગત પણ જોઈ લેવા જેવી છે, જેથી આપણે સમજવાનો મુખ્ય મુદ્દો હૃદયસ્પર્શી રીતે પુષ્ટ થાય. વાત છે શત્રુસૈન્યના સૈનિકો પૈકી કઈ-કઈ અવસ્થામાં રહેલા સૈનિકો પર આક્રમણ (યુદ્ધવિધિ) ન કરવું તે અંગેની. એ કાળજીભરી યાદી આવી છે : નીચે પડી ગયેલા, પીઠ ફેરવી ગયેલા, શરણે આવેલા (fમપન્ન), છુટ્ટા થઈ ગયેલા વાળવાળા, શસ્ત્ર છોડી ચૂકેલા, ભયથી મુરઝાઈ ગયેલા (વિરૂ૫) અને લડવાનું છોડી ચૂકેલા – આવા સૈનિકોને અભયદાન દેવું. કૌટિલ્ય રજૂ કરેલી આ વાત પરંપરાગત હોવા છતાં કૌટિલ્ય જેવા પ્રબુદ્ધ મનીષી દ્વારા કહેવાવાથી એ વિશેષ મહિમા પામે છે. આ સુચિંતિત યાદી પરિપૂર્ણ ન હોવાનું અને નમૂનારૂપ જ હોવાનું તો સામાન્ય બુદ્ધિથી પણ સમજી શકાશે. મૂળ વાત છે યુદ્ધભૂમિમાં પણ નિરંતર તંતોતંત ઝનૂન-મુક્ત (fવાતq૨) રહેવાની, નર્યા ધર્મયુદ્ધની. એ જ “ધરમ 1 મૂન'રૂપ પ્રતાપી દયાનો રસ, આપણે હવે જોવાની મુખ્ય વિગતોમાં પણ ઊતરી આવતો અનુભવાશે. એ દયાધર્મ જ ભર્યા-ભર્યા માનવજીવનનો શાશ્વત સાર છે એ સહૃદય બૌદ્ધિકોને સમજાયા વગર રહેશે નહિ. જિતાયેલા રાષ્ટ્રનાં હૃદય જીતવા અને સંભવિત વિરોધોને કે વિદ્રોહોને વિફળ કરવા માટે જે ટૂંકા-ટૂંકા ઉપાય-નિર્દેશો ઉક્ત અધ્યાયમાં અપાયા છે તે પાછળ ઊંડો બુદ્ધિયોગ જણાય છે; એમાં નથી ઉપરછલ્લી ભાવુકતા કે નથી વિજિત રાષ્ટ્રનાં તંત્રરૂપ અને પ્રજારૂપ ઘટકોની ગાભરી-ગાભરી નરી સ્વાર્થી ખુશામત – એ ન ભુલાય. એની પાછળ બુદ્ધિપૂત મનોવિજ્ઞાન, લોકસ્વભાવ- જ્ઞાન, For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ લોકાદર અને વિશુદ્ધ-નિઃસ્વાર્થ રાજધર્મનું પૂર્ણ સભાનપણું એ બધાંનો વ્યાપાર પ્રવો છે. પરરાષ્ટ્રને જીતવું એટલે, સાંસ્કૃતિક રીતે જોઈએ તો, તે રાષ્ટ્રની અતિપીડિત પ્રજાને ખોખલા, સડી ગયેલા રાજ્યતંત્રની ચુંગાલમાંથી છોડાવવું. સાચો રાજધર્મ સ્વ-પર-ભેદ નથી કરતો; માત્ર પ્રાપ્ત દેશકાળમાં પોતાની પહોંચ (શક્તિ) કેટલી છે તેનું જ ગણિત ગણે છે. રાજનીતિની વિશુદ્ધ ભૂમિકાની દૃષ્ટિએ કોઈ રાષ્ટ્ર કે દેશનો ભોગવટો તે ભોગપ્રધાન નહિ પણ ત્યાગપ્રધાન હોય છે; ધર્મબજવણીરૂપ કે સુશાસનરૂપ હોય છે ‘કાંટાળા તાજ’ રૂપ કહેવાય છે. (આજે આખા જગનાં રાષ્ટ્રો આવાં ખોખલાં રાજ્યતંત્રોથી જકડાયેલાં છે; આ સ્થિતિમાંથી જગનું પરિત્રાણ કઈ રીતે સધાશે ? સુદૃઢ સાંસ્કૃતિક ઉપાય જ કારગર બની શકે.) ૩૧૪ - – અધ્યાયનાં આરંભે બે વર્ગીકરણો અપાયાં છે : (૧) ૫૨રાષ્ટ્રને જીતવા દ્વારા વિજિગીષુને પોતાના રાજધર્મના વિસ્તરણ માટે બે જાતનાં મોકળાં ક્ષેત્રો મળે છે : જંગલો સહિતનો ભાતીગળ, વિશાળ પ્રાકૃતિક મુલ્ક અને એક-એક આગવા સામાજિક ઘટકરૂપ ગ્રામ, નગર, દુર્ગ(રાજધાની)રૂપ સુઘટિત વાસસ્થાનો – બીજા શબ્દોમાં : અર્થોપાર્જનના નવા આયામો ઊભા કરનાર વૈવિધ્યસભર ભૂમિ અને રચનાત્મક, સહયોગપ્રધાન માનવસંબંધોની ખિલવટ માટેના આગવાં પ્રજાજૂથો કે સમૃદ્ધ અસ્મિતાઓથી ભરેલાં સ્થાયી સમાજધટકો. આ બંને, સમાન રીતે રાજધર્મ-બજવણી કરવા માટેનાં સમૃદ્ધ ક્ષેત્રો છે. પોતાના વિજયને વિજિગીષુએ આવા સ્વ-પરકલ્યાણકારી સ્વધર્મવિસ્તારના અવસર તરીકે જ જોવાનો છે. આ ધીરધર્મમાં કોઈ વિકૃત વહેવારને અવકાશ જ નથી. પ્રાચીન-ભારતીય આદર્શરૂપ સમ્રાટોના ઇતિહાસ તપાસીએ તો આવો દ્વિવિધ ‘ભોગવટો' તો પ્રાયઃ જિતાયેલા રાષ્ટ્રના જ સ્થાનિક, અવિકારી સચેતનોથી રચાયેલા અભિનવ તંત્રને સત્તા સોંપવા થકી જ થાય છે જેમાં રાજપદે યથાસંભવ પરાજિત રાજાના જ કોઈ અવિકૃત વંશ-જ કે અનુજ (લઘુબંધુ) ઇત્યાદિ પૈકી કોઈ, યા જરૂર પડ્યે અન્ય રાજવંશની કોઈ યોગ્ય વ્યક્તિ માનભેર બેસાડાય છે. વિજિગીષુએ માત્ર એની વફાદારીની, બલ્કે લોકનિષ્ઠાની સમયે-સમયે ચકાસણી કરવાની રહે. (૨) જિતાયેલો મુલ્ક વિજિગીષુને માટે ત્રણમાંથી કોઈ એક પ્રકારનો હોઈ શકે : નવો, ભૂતપૂર્વ અર્થાત્ અગાઉ પોતાના તાબામાં હોય અને કોઈ રાજનૈતિક કારણોસર પ૨રાષ્ટ્રનો ભાગ બની ગયો હોય તેવો તથા પૈતૃક અર્થાત્ પૂર્વે વિજિગીષુના પિતાના તાબામાં હોય અને એવા જ કોઈ કારણે ૫૨૨ાષ્ટ્રના તાબામાં જતો રહ્યો હોય તેવો. (પાછલા બે પ્રકારો, જિતાયેલા રાષ્ટ્રના અમુક પ્રદેશો પૂરતા પણ હોઈ શકે.) આ વર્ગીકરણમાંના પ્રથમ પ્રકારના સંદર્ભે (જિતાયેલા નવા રાષ્ટ્રના સંદર્ભે) અધ્યાયમાંની મુખ્ય વિસ્તૃત ચર્ચા છે. બાકી બે પ્રકારના સંદર્ભે એક-એક વાક્યમાં જ સૂચન છે. એ બે પ્રકારોમાં વિજિગીષુએ સ્વદોષની કે પિતૃદોષની શુદ્ધિ કરવાની જ મુખ્ય વાત છે. અહર્નિશ જાગૃતિ એ ધર્મમાત્રનું હાર્દ હોઈ રાજધર્મ પણ એના થકી જ બજાવી શકાય. અહીં એ સ્પષ્ટ પ્રતીત થાય છે કે પરદેશ-નીતિ પણ રાજાએ યજ્ઞધર્મની રીતે પ્રવર્તાવવાની છે. - જિતાયેલા નવા રાષ્ટ્ર સાથે એકરસતા સ્થાપવાની વાતમાં અગાઉ સૂચવ્યા મુજબ મુખ્ય બે પાસાં છે : નરવા વર્ગોમાં વિશ્વાસસ્થાપન અને વરવા વર્ગોના વિરોધી કે વિદ્રોહી દુર્વ્યાપારોનું સંપૂર્ણ For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા નિષ્ફલીકરણ. પ્રથમ સરલ વર્ગ સાથે સત્યાશ્રિત નિષ્કપટ વ્યવહાર પ્રયોજવાનો છે, બીજા કુટિલ વર્ગ સાથે પ્રમાણસરની કુટિલતાથી કાર્યસિદ્ધિ કરવાની છે. આ બે મુખ્ય પાસાં ઉપરાંત એક ત્રીજું ભાવાત્મક સાંસ્કૃતિક પાસું પણ માત્ર દિશા-દર્શન અર્થે નમૂનારૂપ વિગતોથી ચીંધાયું છે. એના દ્વારા જ રાજનીતિ પ્રજાની સાંસ્કૃતિક ચેતનાના સ્થિર સંવર્ધક માધ્યમરૂપ છે તે વાત પાકી થાય છે. આમપ્રજાને યથાર્થ રીતે જ એકંદરે સત્ય-શિવ-સુંદરની પક્ષપાતી સમજીને અને થોડીક કેળવણીથી એ મૂલ્યોની અભિમુખ થઈને પોતાના રોજિંદા જીવનમાં એમને વણી લેનાર જાણીને વિજિગીષુ રાજા નવવિજિત રાષ્ટ્રની પ્રજાને પણ પોતાની સત્તાની યોગ્યતાની કસોટી સમજીને,જેમ સેવક સ્વામીના હૃદયને સ્વગુણોથી જીતવા ઇચ્છે, તેમ નવી પ્રજાને પોતાના પ્રત્યે અભિમુખ કરવા વાંછે છે અને વિજયને પગલે તે માટે પૂરી મથામણ પણ કરે છે. પૂર્વરાજાના દોષોથી હેબતાઈ ગયેલી પ્રજાને નવા આક્રમણકારી રાજાના આવવાથી તો વધુ શંકા અને ભય હોવાનાં. એ સ્થિતિમાં તેવા રાજાએ સંતપ્ત પ્રજાનો સંતાપ અને ભય દૂર કરવા આગલા રાજાના પ્રખર દોષોને સ્થાને પોતાના ચોખ્ખા અને નિષ્કપટ ગુણો પ્રગટ થાય તેવા વહેવારો પ્રસારવાના છે. અને સાચા વિજિગીષુને તો પ્રજા પાસેથી કંઈ લૂંટવાની તો કલ્પના જ નથી હોતી; ઊલટું, એને તો દુષ્ટશાસનના સંતાપોથી પ્રજાને બચાવવાનો રાજધર્મ બજાવવાની જ લગની હોય છે. આગલા રાજાના કોઈ ગુણો પણ હોય તો તે ગુણો પણ વધુ ઘનિષ્ઠ સ્વરૂપે પ્રજા અનુભવે તેમ કરવાનું છે. ‘રામાયણ’માં રામનું વર્ણન એવું આવે છે કે પ્રાસંગિક પ્રખર યુદ્ધ કરીને તરત બીજે દિવસે તો રામ પ્રજાની સુખશાંતિ જાણવા-વધારવા લોકો વચ્ચે પહોંચી જતા. કાલિદાસે દિલીપ રાજાના ગુણવર્ણનમાં યોગ્ય રીતે જ તેમના ગુણો એક બાજુ ભયોત્પાદક (ભીમ) બતાવ્યા છે, તો બીજી બાજુ પ્રીતિજનક કે રમણીય (ન્તિ ) હોવાનું બતાવ્યું છે. રાજાની પ્રતિભાની આવી દિવ્ય ગુણસમતુલાએ સદીઓ સુધી રાજપદની લોકહૃદયમાં સ્થિર પ્રતિષ્ઠા ઊભી કરેલી છે. ૩૧૫ પૂર્વરાજાના, અનેક પાસાં પરત્વે ગંભીર અપચારો (દુર્વર્તનો) હોઈને જ તેને પરાજિત કરનારા રાજાએ, પોતે સત્તાસૂત્રો સંભાળીને, એક બાજુએ તો પોતાના ધોરણસરના સ્વધર્મ અનુસાર બધાં કામકાજો આરંભવાનાં છે અને પ્રજાની વિવિધ બેહાલી મિટાવવા, યોગ્ય સમયગાળા માટે, લોકોના રોજિંદા જીવન માટે રાહતરૂપ અનુદાનો, વિવિધ પ્રકારની કરમુક્તિઓ, સારી પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ વગેરેને ભૂમિ, ધન, સાધન વગેરેનું દાન, અને સત્કાર્યો કરનારનું ધોરણસરનું સન્માન કરીને પ્રજા-ઉત્થાન માટેની પોતાની ઉત્કટ તાલાવેલી દર્શાવતા રહેવાની છે. ખરાબ રાજાને હટાવવામાં સહયોગ આપનાર તેના ભૂતપૂર્વ સેવકોને આમ સ્વામીપક્ષનો ત્યાગ કરી વિજિગીષુ-પક્ષ સાથે સહયોગ કરવા બદલ વિજિગીષુએ પોતે તેમને આપેલાં વચનો પ્રમાણે યથાયોગ્ય બદલો આપવામાં પણ ચૂક કરવાની નથી. વચનભંગ જેવો ગંભીર દોષ સ્વમાની સેવકોમાં ઉત્કટ વિરોધ જન્માવ્યા વિના ન રહે. કોઈ પણ ગરવી પ્રજા સાથેનો રાજાનો આત્મીયભાવ તેમની સ્થાનિક જીવનશૈલી માટેની ઊંડી કદ૨ વડે પ્રગટ થાય છે. એ કદર રાજાના શબ્દોથી નહિ, પણ પ્રજાકીય સ્વભાવગુણો, વેષ, ભાષા, પરંપરાગત આચારો વગેરેને રસપૂર્વક નિભપણે અપનાવવાથી જ નિઃશંકપણે વ્યક્ત થાય છે. For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ હકીકતે સાચો રાજા પોતાને પોતાના પ્રજાજનોથી અલગ અને વિશિષ્ટ ન માનવામાં જ સંતોષ અનુભવે છે. એટલે તો રાજભવન રાજધાનીની વચ્ચે જ હંમેશાં રખાય છે. માત્ર આમપ્રજાને રાજી રાખવાથી નવા જિતાયેલા રાષ્ટ્ર સાથે નિર્વિદન એકરસતા સિદ્ધ થતી નથી. જુદી-જુદી પ્રજાલક્ષી પ્રવૃત્તિઓ કરતા સમાજના વિવિધક્ષેત્રીય બૌદ્ધિકો-સાહસિકોને પણ મુખ્યત્વે બૌદ્ધિક સ્તરે જીતવાનું જરૂરી છે. થયેલું રાજપરિવર્તન આગલા રાજાના અવગુણો અને અપચારોનું શાસન નિવારવા અને સુશાસન સ્થાપવા જ થયેલું છે તે નરદમ હકીકતરૂપ વાત આવા અગ્રણીઓના કાન સુધી ગુંજતી કરવાની પણ જરૂર છે. વિશાળ, પરોક્ષ તંત્રમાં આવો સત્ય-પ્રચાર પણ જરૂરી ગણાય. તેથી મુખ્યત્વે બૌદ્ધિકો તરીકે રજૂ થતાં ગુપ્તચરોએ (ત્રિા:) બૌદ્ધિક વિશ્લેષણ સાથે પૂર્વના અને અત્યારના રાજાના ગુણોનો તફાવત સાચી રીતે આવા બૌદ્ધિકોનાં વર્તુળોમાં ઉપસાવી આપવાનું જરૂરી છે. આવા અગ્રણીઓ પ્રાદેશિક, જે-તે ગામ-નગરના, વિશિષ્ટ જાતિઓના કે વિવિધ સંસ્થાઓ(વેપારી, ધાર્મિક, સાંસ્કૃતિક)ના અધ્યક્ષરૂપ હોઈ શકે. નવા રાજાની ભાગ્યસમૃદ્ધિ, તેનું નવા રાષ્ટ્રની પ્રજાઓ વગેરે પ્રત્યેનું ઊંડું સૌહાર્દ અને તેનું અનેકવિધ રીતે થતું રહેલું સન્માન – આ વાતો સપ્રચારરૂપે કરવાની છે; ખોટી ડિંગોરૂપે નહિ. આવા અગ્રણીઓનાં હૃદય જીતવા એમની સુખ-સમૃદ્ધિની વૃદ્ધિની જોગવાઈઓ, કર લાગામાંથી વિવિધ મુક્તિઓ (ઔચિત્ય પ્રમાણે), રક્ષણવ્યવસ્થા – આ બધું પણ ધ્યાનથી કરવાનું છે. ધાર્મિક-સાંસ્કૃતિક ઔદાર્ય બરોબર પ્રગટ થાય તેમ વિવિધ ધર્મના દેવોનું, વિવિધ સ્વરૂપના આશ્રમોનું ભક્તિ-ધન-માનાદિથી અર્થસભર પૂજન કરવાનું છે. વિદ્યાશૂરો, વાક્યશૂરો (પ્રવચનપટુઓ), ધર્મશૂરો ઇત્યાદિનું પૂજન ભૂમિદાન, દ્રવ્યદાન, કરરાહતો વગેરેથી કરવાનું છે. * સારા શાસનનો ઉદય ગુન્હાખોરીના શમનનું સાચું સાધન છે એ વાત પ્રાચીન મનીષીઓએ બરોબર પારખેલી. એથી જ નવા જિતાયેલા રાજ્યના બધાં બંદીજનોને મુક્ત કરવાની ભવ્ય વાત અહીં પણ છે અને પ્રાચીન-ભારતીય શાસ્ત્રીય કે લલિત સાહિત્યમાં પણ સતત ડોકાય છે. અલબત્ત, આમાં ખૂંખાર કેદીઓના અપવાદ હોઈ શકે; યા તેની સજા હળવી કરાય.) ભારતીય પરિવારભાવના કુટુંબથી આગળ વધારી ગામ, મુલ્ક, સમાજ, રાષ્ટ્રનાં વધુ ને વધુ વિસ્તૃત કુંડાળાં સુધી પ્રસારવાની વિભાવના સંસ્કૃતિપ્રવાહનો ભાગ હોઈ, નવા રાજાના સુરાજયમાં દીન, અનાથ, રોગાદિપીડિતો જેવા ઑથ ઝંખતા વર્ગોને પણ ભરી-ભરી ઑથ શાસને પૂરી પાડી એમને બેઠા કરવાના છે. સુશાસન માત્ર પ્રજાના જ લાભમાં પરિણમીને વિરમતું નથી. પ્રાણીઓ પણ માનવજીવનના અંતરંગ સાથી, સહાયકો અને પરિવારજનોરૂપ છે. તેથી માંસાહારી પ્રજાઓમાં પણ પાલતુ પશુઓ પ્રત્યેના દયાધર્મનો વિકાસ થાય તે અત્યંત ઇષ્ટ ગણાવા લાગ્યું. એટલે પ્રાચીન-ભારતીય સુશાસનોમાં “અમારિ (સામયિક પશુધબંધી)નો રિવાજ પ્રતિષ્ઠિત બન્યો. અહીં હરેક ચાર માસમાં ચાર પૂનમને દિવસે અને અન્ય પંદર દિવસ દરમિયાન રાજયભરમાં ‘અઘાતની આજ્ઞા જાહેર કરવાની છે. બીજી કેટલીક અમાનુષી ક્રૂરતાઓનો પણ કાયમી નિષેધ ફરમાવવાનો છે – સ્ત્રીવધ (વાનિવધ), બાલવધ અને મનુષ્ય-પશુ આદિનું વંધ્યીકરણ (ખસીકરણ) ઇત્યાદિ. For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૧૭ નવા રાજ્યતંત્રે અંધ કે ખુશામતી લોકપૂજા પણ ન કરતાં, વૈચારિક કે માનવધર્મીય પ્રગતિશીલતા પણ બતાવવાની સંતર્પક વાત પણ આમાં છે. પ્રજાજૂથોના જે રિવાજો કોશ કે સૈન્યની વૃદ્ધિ-સમૃદ્ધિના બાધક હોય કે અધર્મરૂપ (અમાનુષી) હોય, તેનો પ્રતિષેધ કરીને ધર્માનુકૂળ પ્રથાઓ સ્થાપવાની છે. રાજયની આવી વૈચારિક પ્રગતિશીલતા અને જાગૃતિ સંસ્કૃતિને શુદ્ધ અને દઢ કરવામાં મોટી ચાલના આપી પ્રજામાં વૃદ્ધિકારક એકરસતા સ્થાપે છે. રાષ્ટ્રમાં પૂર્વરાજાના શાસનમાં અવશ્યપણે જામેલી ગુન્હાખોરી અને બદીઓને નિષ્ફળ બનાવવા વિવિધ ઉપાયો કરવાના છે. ચોરી માટે પંકાયેલાં પ્રજાજૂથોનાં અને અનેક મિથ્યા કે સમાજ-વિઘાતક પ્રવૃત્તિઓમાં રત મ્લેચ્છજાતિઓનાં રહેણાંક બદલીને તેમને વેરવિખેરપણે જ રહેવાની ફરજ પાડવાની છે, જેથી તેમની પરંપરાગત મિથ્યાપ્રવૃત્તિઓ અટકે અને અન્ય સમજદાર સમાજોનો પ્રભાવ પોતે ઝીલી શકે. એ રીતે દુર્ગ, જનપદ, સૈન્યના ઉચ્ચાધિકારીઓની પણ સ્થાન બદલી કરતાં રહેવાનું છે – આજની જેમ ! ઉપદ્રવસમર્થ યા રાજાના નાશની તક ઝંખતા મનુષ્યોનો ગુપ્તવધ કરવાનો છે. સમજીને દૂર કરાયેલા જૂના અધિકારીઓને સ્થાને રાજાએ પોતાના મૂળ રાષ્ટ્રના મનુષ્યોને યા પૂર્વરાજાએ જેમને રૂંધી રાખેલા તેવા તેનાથી મિથ્યાપીડિત એવા મનુષ્યોને નીમવા. જૂના રાજાનો અસંતુષ્ટ કોઈ કુળબંધુ માથાભારે હોય યા તેનો કોઈ દરબારી ઉમરાવ વિદન ઊભા કરવાની ગણતરીએ સરહદ પર કે વનપ્રદેશમાં છુપાયેલો હોય, તેને તેના ઇષ્ટ માપની નબળી જમીન યા તેથી ચોથા ભાગની સારી જમીન આપી ટાઢો પાડવો; પણ તેમાં ય કોશ અને સૈન્ય માટેની મોટી ખંડણીની શરત રાખવી, જેને લીધે તેને પ્રજાનું શોષણ કરવું પડે ને તેથી પ્રજામાં વિદ્રોહ જન્મે; એ રીતે જ એનો ઉચ્છેદ કરવો. પ્રજાથી જાકારો પામેલા પૂર્વાધિકારીને દૂર કરવો કે ખરાબ સ્થાને નીમવો. પોતાના ભૂતપૂર્વ મુલ્કને જ જો પાછો જીત્યો હોય તો પોતાના અને પોતાના તંત્રના જે દોષોથી રાજય ગુમાવેલું તે પોતાના કે રાજયાંગોના અન્ય દોષોને દૂર કરવા. કેવી સીધી-સટ નીતિની ભલામણ ! પિતાએ ગુમાવેલું રાજ્ય પાછું મેળવતાં પિતાના અને તેના તંત્રના જે દોષોએ હાનિ કરી હોય તે શમાવી, પિતાના ને તેના તંત્રના ગુણો પોતાના દ્વારા ને પોતાના તંત્ર દ્વારા વધારવા. સારી-સાચી પ્રજાને સારો-સાચો શાસક નિરંતર મળતો રહે એની જદોઝદ એ જ માનવીય રાજનીતિ, સંસ્કૃતિસંવર્ધક રાજનીતિ. સમગ્ર પરદેશનીતિસંબંધી ચર્ચાનું કેવું મધુરતમ સમાપન ! આ અધ્યાયને છેડે આવેલા શ્લોકમાં તો જાણે આ મંદિરને પ્રગતિશીલતાથી ચકચકતો કળશ લાગે છે ! શ્લોકમાં કહ્યું છે : પોતાને ધર્મવર્ધક લાગતું હોય તેવું આચરણ ક્યાંક બીજાએ પણ આચર્યું હોય યા કદાચ કોઈએ પણ ન આચર્યું હોય તો યે રાજાએ પોતાની શાસનચર્યામાં તો તે દાખલ કરવું જ. વળી પોતાને ધર્મવિરુદ્ધ લાગતું આચરણ આચરવું નહિ અને બીજાએ આચર્યું હોય તો પણ પોતાના દષ્ટાંતથી અટકાવવું.” (અનુવાદ મુક્ત રીતે કર્યો છે.) For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ રાજનીતિ અને માનવજીવન વચ્ચે વાસ્તવમાં કોઈ જ સીમા કે જુદારો નથી; બંને પરસ્પરપોષક અને એકરૂપ છે એ જ છે કૌટિલ્યનો ચિરંજીવ સંદેશ. બારમા “નવનીયમ્' અધિકરણના પ્રથમ અધ્યાયના પૂર્વાર્ધમાં બે બોધક ચર્ચાઓ મુકાઈ છે : (૧) બલિષ્ઠ રાજા પ્રત્યે નબળા રાજાએ કેમ વર્તવું તે અંગેની ચર્ચા, જેમાં પૂર્વાચાર્યોના બે અંતિમ મતો આપી, તેને સ્થાને કૌટિલ્ય પોતાનો સમતોલ મત કહ્યો છે. ભારદ્વાજ બલિષ્ઠ રાજા પ્રત્યે નબળા રાજાએ કાયમ માત્ર નમતા રહેવાનો ધર્મ બતાવે છે, જ્યારે વિશાલાક્ષ તેવા રાજા પ્રત્યે પણ પોતાની બધી જ શક્તિ ભેગી કરીને લડી લેવાનો અભિપ્રાય પ્રગટ કરે છે. આમાં પૂર્વમત પ્રમાણે દુર્બળ રાજાની દશા ટોળામાંના ઘેટા જેવી નિરાધાર થાય છે અને અન્ય મત મુજબ નાવ વગર સાગર તરવા જતાં છેવટે ડૂબી મરનાર વ્યક્તિ જેવી થાય છે – એમ બતાવી કૌટિલ્ય કહે છે કે કાં તો વિશિષ્ટ રાજાનો આશ્રય સ્વીકારી અભેદ્ય કિલ્લાનો આશ્રય લઈને નબળા રાજાએ સબળાનો સામનો કરવો જોઈએ. (આ પાષ્યિમાંના “સંશ્રય'રૂપ ગુણની જ વાત થઈ.) (૨) વિજયી રાજાઓના ત્રણ પ્રકાર કહ્યા છે : ધર્મવિજયી, લોભવિજયી અને અસુરવિજયી. પ્રથમ પ્રકારનો રાજા પરાજિત રાજા દ્વારા પોતાની આમન્યાના સ્વીકારથી જ સંતોષાઈ જાય છે. બીજા પ્રકારનો રાજા હારેલાના મુલ્કને અને સર્વ સંપત્તિને લૂંટી લઈને જ જંપે છે. ત્રીજા પ્રકારનો રાજા પરાજિત રાજાના સર્વ મુલ્ક, ધન ઉપરાંત પરિવારસહિત પ્રાણ હરીને જ સંતોષાય છે. નબળા રાજાએ આ ત્રણે ય પ્રત્યે કેવી-કેવી રીતે વર્તવું તે નિરૂપવા આ પ્રકાર કહ્યા છે. તે પૈકી પ્રથમ પ્રકારના રાજાનો પ્રતિકાર ન કરતાં તેની ધર્મવર્ધક આમાન્યા સ્વીકારીને સ્વહિતવૃદ્ધિ કરવી. બીજા પ્રકારના રાજાને ભૂમિ (દેશ) ન આપતાં વિપુલ સમૃદ્ધિ આપી ટાઢો પાડવો. પણ ત્રીજા પ્રકારનો રાજા ઉપદ્રવ કરતો અટકે તેટલી સ્વરાષ્ટ્રની ભૂમિ અને સંપત્તિ આપી, પોતે એની પકડની બહાર રહી, સમગ્ર બારમા અધિકરણમાં બતાવેલા વિવિધ પરોક્ષ ચાતુર્યપ્રધાન, દક્ષતાપ્રધાન ઉપાયોથી તેને પરાજિત કરવા પૂરા પ્રયત્નો કરવા. આ ઉપરથી સમજાશે કે કૌટિલ્ય મિથ્યાભિમાનાશ્રિત કે સૈન્યાદિ ધૂળ બળ પર આધારિત ગાંડી એકાંગી રાજનૈતિક ઉથલપાથલોને અનિષ્ટ ગણીને, નરવું, રચનાત્મક પ્રજાજીવન ઉચ્છેદાય નહિ અને રાજ્યતંત્રનો સાંસ્કૃતિક પાયો નાશ ન પામે તેવું, વિપુલ મનોવિજ્ઞાન પર આશ્રિત મુત્સદીપણું ઇષ્ટ ગણે છે. રાજાની સત્યગ્રાહી સંસ્કૃતિરક્ષક પ્રતિભાને પરમસત્યાશ્રિત માનવીય રાજનીતિનું બીજ ગણે છે.. રાજાની નમૂનેદાર રાજકીય દિનચર્યા વર્ણવતા ૧.૧૯માં અધ્યાયમાં કહેલી આ વાત કેટલી બધી ચોટદાર અને પાયાની છે ! – “પ્રજાના સુખે રાજાનું સુખ છે અને પ્રજાના હિતમાં હિત. પોતાની મનમાન્યો વહેવાર રાજાના હિતરૂપ નથી, પરંતુ પ્રજાનું પ્રિય રાજાના પોતાના હિતરૂપ છે.૪૫” તે પરથી બાહ્ય બળથી સંપન્ન કે અસંપન્ન પણ સમર્થ એવા રાજાનું કર્તવ્ય તરત પછીના બે શ્લોકોમાં આમ કહ્યું છે : “તેથી નિત્યના (= પ્રમાદરહિત) ઉદ્યમને વરેલા (સ્થિત:) રાજાએ ઉપકારક સંપત્તિ(અર્થ)ના નિર્માણ અંગે રાષ્ટ્રને ઠરેલ માર્ગદર્શન આપવું. સંપત્તિનું મૂળ ઉત્થાન (પ્રમાદરહિત ઉદ્યમ) છે, તેથી ઊલટું વર્તન (પ્રમાદ) અનર્થ(આપત્તિ)નું મૂળ (૩૫). ઉત્થાન-ત્યાગમાં, પ્રાપ્ત લાભનો કે હજી ભવિષ્યના ગર્ભના પડેલા લાભનો પણ નાશ છે. ઉત્થાન થકી ઇષ્ટ ફળ મળે છે અર્થાત્ ઇષ્ટ રાષ્ટ્રસમૃદ્ધિ મળે છે. (૩૬)” For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ગ્રંથમાં એક સ્થળે, કૌટિલ્યે બહુ જ યથાર્થપણે, લાઘવથી, રાષ્ટ્ર પર પ્રત્યક્ષ યુદ્ધથી આવતા અંતરાયો ચીંધ્યા છે : “[રાષ્ટ્રની ભૌતિક સંપત્તિનો અને માનવરૂપ ચૈતન્ય-સંપત્તિનો] ક્ષય, ધનનો વ્યય અને સૈન્યની લાંબી-લાંબી ખેપો – રાષ્ટ્રજીવન પરની આ મહાબાધાઓ [યુદ્ધથી] આવી પડે છે” (ક્ષયવ્યયપ્રવાસપ્રત્યવાયા મવન્ત). સાવ સાદું લાગતું આ વર્ણન જગત્ના કોઈ પણ દેશ-કાળના ઠરેલ રાજપુરુષના કે પીઢ સેનાપતિના ચૂંટાયેલા સમાન મતને જ પુષ્ટિ આપે છે. વિજ્ઞાનને પગલે વિકસેલા સંકુલ યંત્રપ્રવિધિઓ (ટૅકનોલોજી) દ્વારા અમર્યાદપણે ખડકાયેલાં પરમાણુ-બોંબ સહિતનાં શસ્ત્રાસ્ત્રોએ તો હવે, વિચક્ષણ રાજપુરુષ ચર્ચિલ કહે છે તેમ, યુદ્ધને નરી ખતરનાક બેવકૂફી જ બનાવી દીધી છે અને વિનોબાની દૃષ્ટિએ અહિંસાની આધ્યાત્મિક ગણાતી વિભાવનાને જાગતિક (જગસ્તરની) રાજનૈતિક વ્યૂહરચનાના મજબૂત પાયા તરીકે ઉપસાવી આપી છે. કૌટિલ્યના આ ગ્રંથમાં કે પ્રાચીન-ભારતીય રાજનીતિના અન્ય ગ્રંથોમાં પરદેશનીતિના ભાગરૂપ શત્રુ-ઉચ્છેદ-કર્મમાં જે અનેક કપટ, કાવા-દાવા, વિશ્વાસઘાત, વિવિધ પ્રકારના ગુપ્તવધ ઇત્યાદિ (અધિકરણ ક્ર. ૧૪ : ઔપનિષવિમ્, અધ્યાય ક્ર. ૫.૧ વાઙમિમ્) બર્બર (જંગલી) લાગતા ઉપાયો કે આચારો વાસ્તવિકતાના અનુભવને આધારે વર્ણવાયેલા છે, એને ધિંગા મનોવિજ્ઞાન પર આધારિત ઇતિહાસજ્ઞાનને આધારે વધારે સમત્વથી મૂલવવાની જરૂર છે. એ ન ભુલાય કે ટકાઉ અને ઇતિહાસમાં નામના પામેલી સંસ્કૃતિઓ નિર્ભયતાના, ચિત્તની સ્વાધીનતાના, આત્મગૌરવ કે આત્મનિષ્ઠાના પાયા પર જ પાંગરી છે. ઇતિહાસ-પથ પર જોવા મળેલા વિવિધ શુભાશુભ માનવ-આચારોનું સમગ્રલક્ષી, તટસ્થ, મૌલિક અને ઉદાર એવું મૂલ્યાંકન જ માનવતાના પ્રગતિમાર્ગને ખુલ્લો કરે છે. ‘પંચતંત્ર’માંની એક શ્લોકોક્તિ આમ કહે છે : “પોતાની દીન-હીન દશામાં શુભ કે અશુભ ગમે તે ઉપાયથી પોતાની જાતને દીન-દશામાંથી બહાર કાઢવી; પોતે સમર્થ થયે ધર્મ આચરવો.” ધિંગા શાણપણથી ભરપૂર કેવી સમતોલ, નિઃશંક ઉક્તિ ! આ દૃષ્ટિએ જ ઉક્ત વિચિત્ર લાગતા રાજનૈતિક વહેવારોને યોગ્ય રીતે મૂલવી શકાય. ૩૧૯ આ રક્ષાકર્તવ્યની કઠણાઈનો ખ્યાલ એ વસ્તુસ્થિતિ સમજવાથી આવશે કે વિવિધ રાષ્ટ્રોની, ભૌગોલિક રીતે કે ક્યારેક ઇતિહાસ દ્વારા નિર્મિત અલગતાસાધક સીમાઓને કારણે, પરસ્પરના પરિસ્થિતિજન્ય અપરિચયના કારણે અને વળી રાજ્યકર્તા-વર્ગના સત્તાભોગજન્ય અતિમદને કારણે, રાષ્ટ્રો વચ્ચે અવિશ્વાસજન્ય પરસ્પર-દ્વેષ ઘણી ઊંચી માત્રામાં હોય છે. આમાં ભય અને વૈર જોડિયા ભાઈ બની રહે છે. રાષ્ટ્રો વચ્ચેના દ્વેષ મુખ્યત્વે પરસ્પરની ભૌતિક, માનસિક અને સાંસ્કૃતિક સ્થિતિના અજ્ઞાનને કારણે જન્મે છે. ભય અજ્ઞાનના ઢાંકપિછોડારૂપ બેફામ કલ્પના દ્વારા ખૂબ ફાલેફૂલે છે. ‘રામાયણ’ની એક પ્રસિદ્ધ ઉક્તિ છે : “મયં મીતાદ્ધિ ગાયતે” (“ભય કે આતંક ઊભો થાય છે ભયભીત વ્યક્તિ દ્વારા"). ડરેલી વ્યક્તિની કલ્પના અને ઉત્તેજના બંને બેફામપણે વધે છે. એને કારણે તે જોરાવર અહમ્ અને સ્વાર્થવૃત્તિથી સામા માટે અનેકગણો આતંક ઊભો કરે છે. (આજના આતંકવાદનું મૂળ પણ આ જ છે !) આવા આતંકનો ભૌતિક મુકાબલો, તેના ભોગ બનનારે, તાત્કાલિક અનિવાર્ય ઉપાય તરીકે પૂરા સામર્થ્યથી કરવો જ રહ્યો. બાકી, પરિસ્થિતિનું તટસ્થ અને For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ તેજસ્વી અધ્યયન દ્રષના અને તેના કારણરૂપ ભયના શમનનો પાકો ઉપાય છે તે વાત આપણા પ્રસિદ્ધ ઔપનિષદિક શાન્તિપાઠમાંના આ વાક્ય દ્વારા સૂચવાય છે : “તેસ્વિ નાવધીતમસ્તુ | મી વિદ્રિષાવહૈ ” (“અમારા બંનેનું અધ્યયન તેજસ્વી થાવ; [જેથી] અમે બે [પરસ્પર] ષમાં ન સંડોવાઈએ.”) એ ન ભૂલીએ કે સંસ્કૃતિ એકોત્થાનથી નહિ, પણ સમુદાયોત્થાનથી પાંગરે છે અને સર્વોત્થાનથી પૂર્ણ બને છે. (૭) ગણતંત્ર-ચિંતન સુખશાંતિસ્થાપક ભૌતિક સમૃદ્ધિના યોગ દ્વારા રાષ્ટ્રનાં વિવિધ પ્રજાજૂથોની (‘તીર્થોની) સર્વાગી માનવીય ઉન્નતિ કેમ થાય એ મનીષી કૌટિલ્યનું અચળ લક્ષ્ય છે. વિવિધ સમાજોના બનેલા રાષ્ટ્રના સર્વાગી ઉન્નયન માટે જે-તે દેશકાળમાં જેવું રાષ્ટ્રીય નિયમન-તંત્ર (રાજકીય પદ્ધતિ) ખરેખર ઉત્તમ રીતે કાર્યસાધક હોય, તેવું કૌટિલ્યને ખપનું અને મક્કમપણે અપનાવવા જેવું લાગે છે. પ્રાચીન ભારતમાં કૃષિયુગ બાદના ગ્રામ-નગરાદિ-નિર્માણકાળમાં આ માટે જુદા-જુદા સામાજિક ગૃહીતો (અવધારણાઓ – axioms) કે તત્ત્વકલ્પના મુજબ “એકરાજ', દ્વરાજય', “બહુરાજન્ય રાજ્ય (ઉમરાવશાહી - Oligarchy), “વૈરાય” જેવી વિવિધ રાજ્યવ્યવસ્થા(શાસન-પદ્ધતિ)ઓના પ્રયોગો થયા હોવાનાં પ્રાચીન સાહિત્યિક પ્રમાણો કે સંકેતો મળે છે. કૌટિલ્ય પોતાની ધિંગી લોકનિષ્ઠા તેમ જ અધ્યયન-શીલતાને કારણે, આવા ઐતિહાસિક યત્નોના વિનમ્ર-તટસ્થ જિજ્ઞાસુ અને તેમાંથી પોતાને ઉત્તમ લાગતી પદ્ધતિના દક્ષ પ્રયોક્તા પણ હતા. એમની રાજનૈતિક કર્મશીલતા અનાસક્ત કર્મયોગની કક્ષાની હતી; બિન-અંગત એટલે કે “લોકસંગ્રહ'ને લક્ષનારી હતી. એમણે પોતાના દેશકાળની સાંસ્કૃતિક વિકાસકક્ષાના અન્વયે સુપ્રયુક્ત રાજાશાહીને સૌથી વધુ કાર્યક્ષમ માની હતી. તેથી તેને કેન્દ્રમાં રાખીને જ “અર્થશાસ્ત્રમાં સર્વ કર્તવ્યવિચારણા થયેલી છે. અને ભાતીગળ પ્રાચીન-ભારતીય લલિત કે ધાર્મિક સાહિત્યને પ્રાચીન ભારતના સૌથી વધુ આધારભૂત સાંસ્કૃતિક દસ્તાવેજ તરીકે સ્વીકારીએ, તો ભારતવર્ષમાં રાજપદનો બહુમુખી મહિમા પરીક્ષકો અને આમપ્રજા બંનેમાં સ્થિર થયો હતો. પ્રાચીન-ભારતીય રસીલું કથાસાહિત્ય, નાટ્યસાહિત્ય પણ પ્રતિભાશીલ રાજાઓની રસપોષક કથાઓથી ભરપૂર છે. પોતાના દેશકાળ પ્રમાણે, રાજત્વની ઉચ્ચ-ઉદાર વિભાવનાને (કલ્પનાને) જાળવે તેવી વિધિસરની રાજાશાહી કૌટિલ્યને સૌથી વધુ લોકોપકારક અને સંસ્કૃતિવર્ધક લાગી હતી. ભારતવર્ષ પ્રાચીનકાળથી સવિશેષ રીતે માનવસંસ્કૃતિના ઉત્થાન અને વિકાસ માટેની મુક્ત પ્રયોગભૂમિ રહ્યું છે. વિચારક્ષેત્રે તે અનેકાન્ત(એકાત્તવાદ-ત્યાગ)ની દઢ આધારભૂમિ બનવા સાથે આચારક્ષેત્રે નિશ્ચયલક્ષી પણ રહ્યું છે. એ મુજબ ભારતમાં શાસનપદ્ધતિ તરીકે ગણતંત્રના પ્રયોગો પણ થયા હોવાનું ઇતિહાસ-પ્રસિદ્ધ છે. (કૌટિલ્ય “ગણતંત્ર' શબ્દ નહિ, પણ “સંઘ” શબ્દ વાપર્યો છે.) આ “સંઘ' તરફનું કૌટિલ્યનું વલણ એકંદરે તટસ્થ પણ છે અને વાસ્તવિકતાને આધારે આરપાર For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૨ ૧ જોનારું પણ છે. “સ #િ સ્ત યુને” (“કળિયુગમાં લોકસંગઠનમાંથી કે સમૂહ-કર્મમાંથી ખરી શક્તિ પ્રગટે છે”) એવા ‘ભાગવત'વચનનો મર્મ કૌટિલ્ય પણ સ્વીકારે છે. તેઓ રાજાશાહીને પણ એકહથ્થુ સત્તા (autocracy) તરીકે નથી જ જોતા. ભારતમાં ઋષિસંસ્કૃતિના સંવર્ધક અંગ તરીકે સહજ ક્રમે ગુણ-કર્માશ્રિત અને સરવાળે સામ્યપોષક એવું જે ચાતુર્વર્ય (ચાર વર્ણો પર આધારિત સમાજબંધારણ) સ્થિર થયું, તેમાંના જ ક્ષત્રિયવર્ણના ઋષિપ્રણીત કર્તવ્ય તરીકે રાજધર્મ ઊપજી આવ્યો. ક્ષત્રિયવર્ણની, પોતાનાં દેહ-મન-બુદ્ધિનાં વૈશિસ્ત્રો પ્રમાણે સમાજ અને સમસ્ત રાષ્ટ્રની સંરક્ષક અને પાલક એવી જે પ્રકૃતિ અને શક્તિ સાકાર થઈ, તેનો પ્રકર્ષ જે શ્રેષ્ઠ નર(નર-વર, નર-ઇન્દ્ર)માં કે તેવી કુળપરંપરામાં પ્રગટ થયો તે અનુક્રમે “રાજા” અને “રાજવંશ' સંજ્ઞાથી પ્રસિદ્ધ થયાં. પોતાના અભિજાત (ખાનદાન) અને લોકનિષ્ઠ વર્તનથી તે બંને, લોકમાં સહજ પ્રતિષ્ઠા પામ્યા. ઋષિઓએ અને બ્રાહ્મણવર્ણ સ્વઅનુભૂતિ અને આચરણ દ્વારા જે લોકઆરાધક કર્તવ્ય આકારી આપ્યું, તેને જ ક્ષત્રિયવર્ણ પોતાની પ્રતિભાથી આચરે અને ખીલવે એવી પરંપરા સહજપણે સ્થપાઈ. આમ રાજાનું પદ સમગ્ર સમાજવ્યવસ્થાની એક નિયમબદ્ધ કડી તરીકે સ્થિર થયું; એક આપખુદ વ્યક્તિ તરીકે નહિ. આવા સંદર્ભે કૌટિલ્ય પણ રાજાશાહીને પોતાના દેશ-કાળ પ્રમાણે સૌથી વધુ કાર્યક્ષમ શાસન-પદ્ધતિ તરીકે પુરસ્કારી અને પોતાનો ગ્રંથ પણ પોતાના પ્રત્યક્ષ ગાઢ અનુભવને આધારે રાજાના માર્ગદર્શન અર્થે રચ્યો. પરંતુ કૌટિલ્ય કોઈ રૂઢ ગ્રંથિથી બંધાયેલા ન હોઈ માનવકેન્દ્રી કોઈ પણ વિચારપરંપરાને અને તે પર આધારિત અભિનવ પ્રયોગને આવકારવા અને મૂલવવા તત્પર હતા. તેથી પોતાના દેશકાળ પ્રમાણે આવી સંઘીય (ગણતંત્રીય) શાસનપદ્ધતિની ઊપસી આવેલી કક્ષાના અન્વયે એક જ અધ્યાયના અધિકરણ દ્વારા એ પદ્ધતિ અંગેનું પોતાનું વ્યવહારુ ચિંતન રજૂ કર્યું છે; એ છે “સધવૃત્તમ્' (“સંઘની વર્તન-પદ્ધતિ) નામનું અગિયારમું અધિકરણ. સંઘરાજ્યનું સંસ્કૃતિકવર્ધક તત્ત્વ છે “એકરાય’ને સ્થાને અનેકોની પ્રતિભાશીલ એકમતી કે એકરસતાથી થતી સમૂહસાધના. એ જ છે “સદ વીર્ય રવીવ' (અમે બે સાથે ઉત્કટ કર્મ ઉપાસીએ”)ની ભાવનાનો અમલ. એ વખત સુધીમાં વિકસેલાં કે આરંભાયેલાં થોડાંક સંઘરાજ્યોની આદરભરી નોંધ લેતાં કૌટિલ્ય એના બે પ્રકારો તારવ્યા છે : (૧) વાર્તાશોપનવિન એટલે કે શાંતિકાળમાં વાર્તા(આજીવિકા-સાધક વ્યવસાય – મુખ્યત્વે ખેતી, પશુપાલન કે વેપાર)નું ખેડાણ કરનાર અને રાષ્ટ્ર પરના પરરાષ્ટ્રના આક્રમણ વગેરે પ્રસંગે જાતે જ શસ્ત્ર ધારણ કરીને ક્ષત્રિયધર્મનું પરિપાલન કરનાર પિંગો-લચીલો સમુદાય. પ્રજાની બહુમુખી ધિંગી પ્રતિભાથી રાષ્ટ્રના ગ્રામસંસ્કૃતિ જળવાઈ રહે તેવો સંઘરાજ્યનો આ પ્રકાર પ્રાથમિક સાદા સમાજમાં પ્રવર્તનારો જણાવા છતાં ધ્યાનપાત્ર વૈશિષ્ટટ્ય ધરાવે છે. (૨) રનિશબ્દોપનાવિન – પોતાને મળેલા “રાન કે “ન્ય' એવા સામાજિક બિરુદ પ્રમાણે રાજ્યશાસનનો વ્યવસાય કરનારો વર્ગ. આ વર્ગ પરંપરાગત બંધારણમાળખા મુજબ રાજયતંત્ર ચલાવી જાણે છે. આ રાજનીતિનો પૂરા સમયનો વ્યવસાય કરનારા (અર્થાત્ ધંધાદારી રાજકારણી) દ્વારા પ્રવર્તતો શાસનપ્રકાર છે. આ પ્રકારને એક પ્રકારની ઉમરાવશાહી (Oigarchy) તરીકે પણ ઓળખાવી શકાય. આ રાજન્યો લોક દ્વારા પસંદ For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ કરાયેલા પ્રતિનિધિઓ તો નથી જ; રાજ્યશાસનની પરંપરાગત તાલીમ પામેલા ચુનંદા ક્ષત્રિયો કે તેના કુળના વંશજો છે. અલબત્ત, માત્ર સામાન્ય જીવનશક્તિઓ ધરાવનાર પ્રજાઓ તેમના તરફની વફાદારીમાં અને તેમની આજ્ઞા પાળવામાં ધન્યતા અનુભવે છે. ૩૨૨ આમાંનો પ્રથમ પ્રકાર ગ્રામપ્રધાન અર્થતંત્રવાળા મુખ્યત્વે કૃષિ-પશુપાલન કરતાં રાષ્ટ્રનું એવું સ્વશાસન જણાય છે, જેમાં અન્ય રાષ્ટ્રના કે સ્વરાષ્ટ્રના કોઈ માથાભારે વર્ગોના આક્રમક કે ઉપદ્રવી વ્યવહા૨ વખતે શાંતિકાળમાં અર્થોત્પાદક વ્યવસાયો કરવામાં રત રહેનાર ખડતલ પ્રજામાંના ચુનંદા ખમતીધરો શસ્રપ્રયોગનાં કૌશલ અને હામના બળે આક્રમણને સફળતાથી ખાળવામાં પ્રવૃત્ત થાય છે. લોભ કે મહત્ત્વાકાંક્ષાથી મુક્ત એવો આ નિરુપદ્રવી, સંકુલ પ્રવૃત્તિઓ વિનાનો, ખડતલ, સ્વાધીન અને સંતોષી આદિમ સમાજ જણાય છે, જેને રાજકારણ કાયમી ધંધા તરીકે પસંદ પણ નથી અને જરૂરી પણ લાગતું નથી. ખરેખર તો આ સ્વપોષિત, સ્વશાસિત, સ્વપ્રકાશિત સાદો આત્મનિષ્ઠ સમાજ઼ જણાય છે. કૌટિલ્યના સમયમાં આવાં થોડાં પણ ચોક્કસ નામનાવાળાં પ્રજાજૂથો હશે, જેમને સંકુલ શાસનવ્યવસ્થાનો ખપ એટલા માટે નહિ હોય, કે તેઓ પ્રાથમિક જરૂરિયાતો મેળવીને સંતોષ થાય તેવી ધિંગી-નરવી જીવનશૈલીમાં અને નિરુપદ્રવી-સ્વાધીન આજીવિકા-પદ્ધતિમાં સ્થિર થયેલા હશે. પણ આવાં પ્રજાજૂથો વિરલ હોઈ એવા સંઘો જૂજ હશે; અલબત્ત, સાંસ્કૃતિક રીતે વિશેષ સમૃદ્ધ પણ હશે. કૌટિલ્ય એવા સંઘોને વિશિષ્ટ આદરથી પણ જોતા જણાય છે. પણ સંકુલ માનવસ્વભાવ પર આશ્રિત અને નગરજીવનનો ફટાટોપ જરૂરી માનનારા બીજા પ્રકારના સંઘો વધુ સંખ્યામાં, વધુ પ્રસિદ્ધ અને વધુ અટપટા હોઈ આ અધિકરણમાં ચર્ચા એવા સંઘોને ધ્યાનમાં લઈને થયેલી છે એવો અધ્યા. શ્રી કંગલેનો અભિપ્રાય યોગ્ય લાગે છે. એવા સંઘોની જ મર્યાદાઓ અને બદીઓ ગંભીર વિચારણા માગે છે તે પણ ધ્યાનમાં રહે. આ ઉભયવિધ સંઘોને કૌટિલ્ય કેટલા ને કેવા સમભાવથી જુએ છે એ પણ અધિકરણના આરંભના નાના ગદ્યખંડ પરથી અને અંતના પઘ પરથી બરોબર સમજાય છે. આરંભે ચાર વાક્યનો ગદ્યખંડ આવો ઠરેલ અભિપ્રાય વ્યક્ત કરે છે : “સૈન્યલાભ કે મિત્રલાભ કરતાં પણ સંઘ [સાથેની મૈત્રી]ની પ્રાપ્તિ ચઢિયાતી છે; કારણ કે સંઘો ગાઢ સંગઠન પામેલા હોઈ શત્રુઓથી પડકારી શકાય એવા હોતા નથી. આવા સંઘો પૈકી જે સંઘો સહયોગી ગુણો ખરેખર ધરાવતા હોય, તેમને સામ અને દાનના વ્યવહારોથી આત્મસાત્ કરવા, અને જે સત્ત્વ વગરના હોય તેવા સંઘોને ભેદ કે દંડરૂપ ઉપાયોથી વશમાં રાખવા૪૮” છેલ્લે, પ્રથમ ગદ્યવાક્યમાં એક સમતુલાસાધક સંઘ-તરફી હિતવચન છે અને પછી શ્લોક છે. ગદ્યવાક્યમાં કહ્યું છે : “સંઘરાજ્યોએ પણ આ રીતે એકરાજાવાળા શાસન તરફથી (રીનાત્) પ્રયોજાતાં છટકાંઓથી પોતાના તંત્રને રક્ષવું.” પછીના પદ્યમાં કહ્યું છે : “સંઘના વડાએ સંઘના અધિકારીઓ તરફ (સ ઘેવુ) ન્યાયભાવનાવાળા, હિતકર, પ્રિય, આત્મસંયમી, સમર્પિત સેવકોવાળા અને સહુના ચિત્તના આરાધક બનીને સ્થિરતા સાધવી.૪૯” અગાઉ કહ્યા પ્રમાણે, આખા અધ્યાયમાં તે સંઘના ભ્રષ્ટ અધિકારીઓ વચ્ચે શત્રુતા પેદા કરવારૂપ ભેદયુક્તિઓ અને વ્યક્તિગત રીતે અતિભ્રષ્ટ અધિકારીઓ / મુખ્યાધિકારીના ગુપ્તવધ (દંડ) માટેનાં વિવિધ તરાહનાં છટકાં ગુપ્તચરોના વિશિષ્ટ સહયોગથી યોજવાની જ વાતો મૂકી છે. For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા એ ન ભુલાય કે નિષ્ઠાવાન્ અધિકારીઓમાં કે આખા તંત્રમાં ભેદ-દંડરૂપ ઉપાયો પ્રયોજવાની અહીં કોઈ વાત નથી. કેવળ ભ્રષ્ટતાથી સડી ગયેલા તંત્ર તરફની ગુન્હાહિત ઉપેક્ષાનો છેડો આણીને, એવા તંત્રને એની વિધિનિર્મિત વાસ્તવિક નિયતિએ પહોંચાડીને પ્રજાજીવનને વહેલી તકે ઉદ્ધારવાની જ આ વાત છે. પ્રબુદ્ધ રાજત્વ સરવાળે ગીતાએ આદેશેલા ‘લોકસંગ્રહ’(લોકનાં હિતોની વૃદ્ધિ)રૂપ રાજધર્મને વરેલું હોય એ ન ભુલાય. ૩૨૩ દુષ્ટ અધિકારીઓના ગુપ્તવધની જે વિવિધ યુક્તિઓ વર્ણવી છે, તેમાં અસાધ્ય કામદોષને જ મુખ્ય નિશાન બનાવ્યાનું જોવા મળે છે; માત્ર પ્રથમ યુક્તિ મિથ્યાભિમાનના દોષને લક્ષ્ય બનાવે છે. લોભ કે ભય જેવા દોષોને વધપાત્ર ગણ્યા નથી લાગતા. ખરેખર, લોભ તો કામુકતાથી ય વધુ રાષ્ટ્રહાનિકારક દોષ ગણાય. વળી એવું પણ જરૂર કહી શકાય કે કામદોષ કરતાં રાષ્ટ્રદ્રોહ જેવો દોષ તો અવશ્ય વધયોગ્ય ગણાય. અહીં એમ કેમ નહિ વિચારાયું હોય ? વળી ભેદનાં કુસંપસાધક પ્રકાર ઉપરાંત ભયની ઓથાર ખડી કરતાં અન્ય પ્રકાર (તર્ઝન અર્થાત્ ધમકી) તરફ અહીં લક્ષ્ય કેમ નહિ અપાયું હોય ? અહીં કામદોષની ગંભીરતાના પક્ષમાં પેલી પ્રસિદ્ધ ઉક્તિ જરૂર ટાંકી શકાય : “કામાતુરોને નથી હોતો ભય કે નથી હોતી લજ્જા' (ામાતુરાળાં ન મયં ન તખ્તા). બીજી પણ એક ઉક્તિ છે : “કામ અધમ હોય છે” (જામો વામ:). કૌટિલ્યે પોતાના દેશ-કાળ પ્રમાણે શુદ્ધ બુદ્ધિયોગથી રાજાશાહીને ઉત્તમ પદ્ધતિ તરીકે પુરસ્કારી હોવા છતાં, મનુષ્યત્વના અનુરૂપ વિકાસની તેમની ખેવના જરા ય નબળી લાગતી નથી. પૂર્વવિચારકોને માન્ય હોવા છતાં રાજનીતિને મલિન બનાવતા જણાયેલા અનેક પરંપરાગત આચારવિચારોને ‘અર્થશાસ્ત્ર'માં કૌટિલ્યે તે-તે સ્થાને પડકાર્યા જ છે અને તેને સ્થાને નવા મતો પ્રસ્થાપ્યા છે. આ જ રીતે યુગફેરે કૌટિલ્ય રાજાશાહીને પણ પડકારીને એકાધિક પ્રબુદ્ધ-જનોના સહયોગથી ચાલતા શાસનને જરૂર આવકારે એ તો આ અધિકરણના આરંભનાં અને અંતનાં ઉપર્યુક્ત વિધાનો પરથી પણ તારવી શકાય એમ છે. વળી ગાંધીજીની જેમ તેઓ પણ પશ્ચિમની પાર્લમેન્ટરી પદ્ધતિવાળી કહેવાતી લોકશાહીના દંભ ઉઘાડા પાડીને ગ્રામસ્વરાજ્ય પર આધારિત, આમપ્રજાની પ્રત્યક્ષ સામેલગીરીવાળી લોકશાહી(Participatary Democracy)ને જરૂર પુરસ્કારત. કૌટિલ્યે બતાવેલા સંઘોના બે પ્રકારો પૈકી ‘વાર્તાશસ્રોપજીવી' પ્રથમ પ્રકાર લોકતંત્ર, બલ્કે ગ્રામસ્વરાજ્ય તરફ ઢળતો વધુ અનૌપચારિક માનવીય પ્રયોગ જણાય છે. અલબત્ત, તેમાં શાસનસહાયક વર્ગ વિશેષે ક્ષત્રિયવર્ણનો હોય તેમ લાગે છે. એવો પણ સંભવ છે કે વૈશ્યાદિ અન્ય વર્ણ પણ શસ્ત્રપ્રયોગમાં દક્ષ હોય. બાકી એટલું ચોક્કસ કે એમાં શાસન-નિર્વાહ કરનાર વર્ગ – ક્ષત્રિય કે અન્ય – આમપ્રજા સાથે એકરસ બની રહી સામાન્ય રીતે સંસ્કૃતિવિધાયક એવી પાયાની અર્થોત્પાદક પ્રવૃત્તિ(વાર્તા)માં જ જીવનની સાર્થકતા સમજે છે; રાજનીતિ ઔપચારિક વ્યવસાય તરીકે તેમને ઇષ્ટ નથી. કૌટિલ્યે જેમ અહીં સંધશાસનને વાસ્તવિકતાની એરણ પર નિર્મમપણે કસ્યું છે, તેમ તેઓ આજના કહેવાતા પ્રજાતંત્રના ખોખાનો પણ અંતરના પુણ્યપ્રકોપથી ઉધડો લીધા વિના રહેત નહિ. For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ગાંધી હોય કે કૌટિલ્ય, માનવોચિત શુદ્ધ બુદ્ધિયોગ અનેક બુદ્ધિમાનોને સમાન તારણ પર દોર્યા વિના ન રહે; જુઓ ગીતાનું આ અણમોલ તારણ : “હે કુરુનંદન, નિશ્ચયગામી (યથાર્થદર્શી) બુદ્ધિ આ લોકમાં એકરૂપ જ હોય છે. પ" આપણે અગાઉ ખાસ કરીને બીજા વ્યાખ્યાનમાંના લોકપૂજકતાના મુદ્દામાં અને પ્રાસંગિક રીતે અન્ય ચર્ચાઓ દરમિયાન પણ કૌટિલ્યની અનન્ય લોકારાધકતા તો જોઈ જ છે. એમને લોકશાહી કે અન્ય ગમે તે ઉપરચોટિયું માળખું ઇષ્ટ નથી; એમને તો ઈષ્ટ છે જેતે દેશકાળ પ્રમાણે શક્ય એવી લોકનિષ્ઠા, લોકચેતના અને શક્ય એટલો વધારે લોકશક્તિનો આવિર્ભાવ. એટલે જ સપ્ત-પ્રકૃતિમાં લોકનિષ્ઠ રાજા અને મંત્રીની બે ચૈતન્યશક્તિઓની તરત પછી એમણે જનપદરૂપ પ્રકૃતિનો અગ્રતાક્રમ આકાય છે. કૌટિલ્યની વિભાવનાની રાજાશાહીનો પાયો છે સંગીન વિનયગ્રહણનો રાજકાજ સાથે સંકળાયેલા ઉચ્ચાવચ સર્વ મનુષ્યોમાં અને આમપ્રજામાં પણ સારી પેઠે સાધવામાં આવેલો વ્યાપ. આવો વ્યાપ એમને જ્ઞાતિ પૂર્વકાલીન કે સમકાલીન સંઘોમાં – ખાસ કરીને “રાજશબ્દોપજીવી’ પ્રચલિત પ્રકારમાં – જોવા ન મળ્યો. એથી જ એમણે એ પ્રયોગને વિશેષ રૂપે ન અભિનંદો. અલબત્ત, એ પ્રકારની ધોરણસરની ખિલવટની શક્યતા જરૂર પ્રમાણી છે. બાકી, કૌટિલ્યને ધંધાદારી રાજકારણ જે કહેવાતા સંઘરાજય, ગણતંત્ર કે લોકતંત્રના ઓઠે ચાલે અને પ્રજા વધુ ને વધુ સીદાતી (રીબાતી) જાય એ સ્થિતિ સામે પરિણામદાયી બેઠો પુણ્યપ્રકોપ છે એ નક્કી. (૮) આદર્શરૂપ રાજકીય પત્રો માનવીય રાજનીતિ સંસ્કૃતિનાં શ્રેષ્ઠ તત્ત્વોને પચાવીને રાજકીય વિવાદો કે કલહોને પણ સંવાદિતા અને મૃદુતાના પાશ દ્વારા દેશ અને દ્વેષથી યથાશક્ય મુક્ત કરી સ્થાયી ઉકેલ તરફ લઈ જઈ શકે છે – એવો આદર્શ, સમન્વયના પ્રેમી કૌટિલ્યને હૈયે વસેલો છે. તે સૂચવતી એક ઘાટીલી ચર્ચા સુંદર શાસ્ત્રીય ઢબે “અર્થશાસ્ત્ર'માં મળે છે; એ ચર્ચા છે રાજદ્વારી પત્રોનાં ઉચ્ચ ધારા-ધોરણો અંગેની. કૌટિલ્યની આ પ્રકરણ (શાસનધl :) અંગેની વિશિષ્ટ મમતા એ અધ્યાય(ર.૧૦)ના અંતિમ શ્લોકમાં ૫૧ અંકિત થઈ છે, જેમાં કહેવાયું છે : “સર્વ [લાગતા-વળગતાં] શાસ્ત્રોને તપાસીને અને વાસ્તવિક પ્રયોગો (વહેવારોના નમૂનાઓ)ને જોઈને કૌટિલ્ય રાજાઓ માટે રાજદ્વારી પત્રો(શાસન)નો વિધિ બતાવ્યો છે.” આ અધ્યાયને આમ તેમણે મુખ્ય ગ્રંથમાં સ્થાન પામેલ અલગ લધુ ગ્રંથ તરીકે નવાજીને એનું ઉચ્ચ મહત્ત્વ ચીંધ્યું છે. ઋગ્વદ'માં સુપ્રસિદ્ધ “વાવરૃવત’ (કે વિદ્યાભૂત -ઋ. ૧૦.૭૧) મળે છે, જે વાણીનો આદર્શરૂપ વ્યવહાર રજૂ કરીને તેનો મહિમા ચીંધે છે. વાણીને સેતુ (જોડનારું તત્ત્વ) પણ કહેવામાં આર્વ છે. એક સુભાષિતમાં કહેવાયું છે : “જયારે-જયારે વ્યક્તિ વાક્યરૂપી બાણ છોડે છે, ત્યારે ત્યારે તેનાં જાતિ અને કુળનો બોધ થાય છે. પર” રાજનીતિને વધુ ને વધુ માનવીય અને સંસ્કૃતિનિષ્ઠ બનાવવાની ઉચ્ચ રુચિને વરેલા કૌટિલ્ય, પેલું ‘વાવમૂક્ત’ સુંદર રીતે બતાવે છે તેમ, વાણીના વિધાયક, સંયોજક સામર્થ્યને બરોબર For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૨૫ પારખે છે. રાજનીતિમાં ખાનદાની અને પ્રતાપ (જળહળતું આત્મગૌરવ) – એ બંનેનો સમન્વય સધાય તે રીતની રાજાની ભાવાત્મક કુશળ રાહબરી નીચે શાસનક્રિયાની એક મહત્ત્વની કડીરૂપ લેખક' નામના (આજના “સ્ટેનોને મળતા) અધિકારી દ્વારા લખાયેલા ગૌરવયુક્ત રાજકીય પત્ર(શાસન)નું ભારે મહત્ત્વ છે. તેથી તો આ અધ્યાયના આરંભે જ એક ચોટદાર વાક્ય મુકાયું છે : “રાજ-અભિપ્રાયના વાહક રાજકીય પત્ર પર જ રાજસત્તાનું પ્રવર્તન (શાસનમ) આધારિત છે – એમ કહેવાય છે” (શાને શાસનમત્યવક્ષ7). વળી એ પણ ધ્યાનમાં રહે કે આવા મહત્ત્વના ચૈતન્યવાહી પત્રને એવી જ ચૈતન્યસભર વ્યક્તિ દ્વારા પાઠવવામાં આવે છે. જૈમ પત્રનો લેખક' તેમ પત્ર અન્ય રાજાને પાઠવનારો એટલે કે “દૂત' - ત્રણ પ્રકારના દૂતો પૈકી શ્રેષ્ઠ ‘નિસૃષ્ટાર્થ” (“જેને કહેવાની વાતની રજૂઆત પોતાની આગવી રીતે કરવાની પૂરી છૂટ અપાઈ છે તેવો') દૂત – પણ અમાત્ય જેવી ને જેટલી ગુણસંપત્તિ ધરાવનારો હોવો જોઈએ એવું નક્કી કરેલું ધોરણ ઉચ્ચ પરિણામ (સફળતા) મેળવવાની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે. (ગૉળ નાખો એટલું ગળ્યું થાય !) એ આવશ્યક નથી કે આવો પત્ર “સામ” ઉપાયનો જ વાહક હોય. સામા રાજાની કે લાગતા-વળગતા રાજય-અધિકારીની રૂઢ-મૂઢ રીતિ-નીતિ સમજીને પત્રપ્રેષક રાજાએ એકંદરે તો પોતાના રાજત્વનો નિગૂઢ પણ દાહક પ્રતાપ પણ, સામા પ્રત્યેની જરા ય તોછડાઈ કે હીન તિરસ્કારવૃત્તિનું આલંબન લીધા વિના (એટલે કે પ્રગભૂતાથી, વિનયયુક્ત અત્મિગૌરવથી) પ્રગટ કરવાનો છે. આમ પત્ર સામ, દાન, ભેદ કે દંડ પૈકીં, સામી જે-તે વ્યક્તિ મુજબ કે દેશ-કાળ મુજબ, યથાયોગ્ય ઉપાયને અનુરૂપ ભાષા અને મનોભાવ સાથે લખાય છે. પત્રમાં ગમે તે મનોભાવ કે વલણ વ્યક્ત થાય, પણ તે કદી સાવ નીચી કક્ષાની તોછડી કે ઊઝૂડ) ભાષામાં ન પ્રગટે; કારણ કે આવેગયુક્ત હિંસકતા કે વાણીની તોછડાઈ તો, ખરેખર, બોલનારની તુચ્છતા અને પાયાની નબળાઈનો સંકેત જ સામા પક્ષને આપે છે. વળી એવી વાણીથી ભલભલો સામો પક્ષ પોતાની સમતુલા ગુમાવી સામાને ખૂબ ગૂંગળાવે તેવી જફા, વાણી ઉપરાંત અતિરંજિત રાજદ્વારી ચેષ્ટાઓ દ્વારા પણ પહોંચાડે છે. ત્યારે ઠરેલ મુત્સદ્દીપણાવાળો પત્ર, લખનારના આવેગોને કે પ્રકોપને પણ પ્રભાવશાળી, પ્રમાણસરના અને લાઘવ(ટૂંકાણ)થી પરિણામ આપે તેવા રચનાત્મક બનાવે છે અને સામાને પણ મર્યાદામાં રહેવા પ્રેરે છે. આવા પત્રો રાજા પોતે ન લખે, પણ અમાત્યની ગુણસંપત્તિ ધરાવતો રાજાનો “લેખક' લખે એવી પરંપરા પણ સાર્થક છે. આમ તો સામાને મોકલવાના સંદેશની ગુપ્તતા જાળવવાની દષ્ટિએ રાજા પોતે જ પત્ર લખે તે પ્રાથમિક દૃષ્ટિએ કોઈને યોગ્ય લાગે. પરંતુ ભારતીય રાજત્વની આખી મૂળ કલ્પના જ એવી ઉચ્ચ છે, કે એમાં રાજાનું મનસ્વીપણું કે આપખુદપણું અસરકારક રીતે મર્યાદામાં રહીને, રાજાનાં અને તંત્રનાં એમ બંનેનાં ગૌરવ અને પ્રભાવ સમાન રીતે જળવાય છે. લેખક'ની પ્રતિભા જ ગુપ્તતાની જાળવણીમાં સહયોગી બની રહે છે. અલબત્ત, એ માટે એની નિમણૂક પૂરી કસોટી કરીને કરવામાં આવે છે; એટલું જ નહિ, એના સમગ્ર કાર્યકાળ દરમિયાન, ફરી ફરી એનાં વૃત્તિ-વલણોની પરીક્ષા થતી રહે છે. “લેખકની પ્રભાવશાળી પત્ર તૈયાર કરવાની આગવી શક્તિનો પણ ખાસ લાભ મળે છે. આવી યોજનાથી સૌથી મોટો લાભ એ છે કે રાજા મિથ્યાભિમાનથી મુક્ત રહી અન્ય સુયોગ્ય For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વ્યક્તિને જે-તે બાબતમાં વાજબીપણે ગુરુપદ આપીને પોતાની બુદ્ધિને, સમજણને સત્વગામી અને આવેગમુક્ત બનાવે છે. આનાથી પ્રજાજનોમાં પડેલી શ્રેષ્ઠ બુદ્ધિનું શાસન સ્થપાય છે. રાજકીય પત્રના ઇચ્છનીય ગુણોની અને શક્ય દોષોની કૌટિલ્ય રજૂ કરેલી યાદી ધ્યાનથી તપાસતાં, એમ લાગે છે કે આવો પત્ર બૌદ્ધિક તેજસ્વિતા અને રજૂઆતની સંસ્કારિતાને કારણે બે પક્ષો વચ્ચે સમજણના સેતુરૂપ બની રહે. એમાં નિખાલસતા અને સ્પષ્ટભાષિતા સાથે સામા પક્ષ પ્રત્યેનો પાયાનો સ્થાયી આદર પણ જળવાય છે. મિથ્યાભિમાન, ઉદ્ધતાઈ અને સામા પ્રત્યેનો અકડાઈભર્યો તિરસ્કાર તો બુદ્ધિમત્તાનું જબરું દેવાળું પણ ગણાય અને પેટ ચોળીને શૂળ પેદા કરવા જેવી બેવકૂફી પણ. કર્મમાં જ યથેચ્છ શૂરત્વ બતાવી શકાય છે, તો બોલી બગાડવું શાને ? વાણીમાં નમ્રતા અને સામા પ્રત્યેનો પાયાનો સ્થાયી આદર એ નિર્બળપણું નહિ પણ સમર્થપણું છે; પોતાની નિર્ભયતાનો પુરાવો છે. સમર્થ વાણી સામાના દોષને જરૂર લક્ષ્ય બનાવે, પણ એ, વ્યક્તિને ઉતારી પાડવાની જરૂર ન જ જુએ. એવી અહિંસક, સૌમ્ય વાણી સામાને સુધરવાની કે સારા બનવાની પ્રેરણા પણ આપી શકે. સામાનું માન જાળવીને પોતાની વાત સર્વાગી રીતે, એટલે કે સર્વ પાસાંની પૂરી વિગત સાથે કહેવાથી તેની વિચારશક્તિ જગાડવાની પૂરી તક મળે છે. વળી એનાથી એને, ઊભી થનાર પરિસ્થિતિનું પૂરું ભાન પણ થાય છે, અને જો તે સરળ પ્રકૃતિનો હોય, તો પોતાનાં ખોટાં-વૃત્તિવલણોને અનુરૂપ રીતે બદલવા પણ તૈયાર થાય છે. એ રીતે યુદ્ધ કે સંઘર્ષ વિના જ દુશ્મનાવટનો છેડો આવી શકે છે. ઘણાં ધનવ્યય, માનવક્ષય અને સૈન્યની લાંબા અંતરની આવનજાવન અટકી શકે છે. એ દૃષ્ટિએ જ છ પૈકીની પ્રથમ ત્રણ લેખસંપત્” (પત્રની ગુણસંપત્તિ) બતાવી છે. પ્રથમ ગુણ છે ‘અર્થક્રમ' એટલે કે કહેવાની આખી વાત પૂરેપૂરી સમજાય એ માટે કહેવા-યોગ્ય મુદ્દા જિજ્ઞાસાના ક્રમમાં કહેવા – મુખ્ય વાત પ્રથમ કહેવી ને તેની સાથે જોડાયેલી વાત પછી, જેથી બધા મુદ્દાનું યોગ્ય જોડાણ થઈ આખી વાત બરોબર સમજાઈ જાય. બીજો ગુણ છે “સંબંધ'. પૂર્વે રજૂ થયેલો મુદો ગૂંચવાય નહિ તે રીતે તેની સાથે સંગતિ જાળવીને પછીનો મુદ્દો રજૂ કરવાનું લેખની સમાપ્તિ સુધી જાળવવું, જેથી બધા મુદ્દા એકરસ થઈ આખી વાત પૂર્ણ રીતે કહેવાઈ જાય. ત્રીજો ગુણ છે પરિપૂર્ણતા'. તેનાં ત્રણ પાસાં છે : કહેવાની વાત કે વિગત (અર્થ) જરૂરી કોઈ પણ શબ્દ કે અક્ષર ખૂટે નહિ કે કોઈ શબ્દ કે અક્ષર વધારાનો પણ ન હોય તેમ કહેવી તે એક પાસું. બીજું પાસું છે યોગ્ય દલીલ (હેતુ), શાસ્ત્રનું અવતરણ અને દાખલા સાથે કહેવું છે. ત્રીજું પાસું છે. શબ્દોમાંથી ખેંચી-ખેંચીને અર્થ કાઢવો ન પડે તેમ કહેવું. આવાં પાસાં સહિતનો આ ‘પરિપૂર્ણતા'રૂપ ગુણ એટલે કાવ્યશાસ્ત્રના વાણીના આદર્શનું – વાણીમાં ન્યૂનતા કે અતિરેક એ બંનેના અભાવ(અન્યૂનાનતિરિક્તત્વ)નું – રાજનીતિક્ષેત્રે સ્થાપન. આ છે સામા પક્ષની હૃદય-તંત્રીને બરોબર ઝંકૃત કરીને તેનાં સાનભાન જગાડે તેવો વાણીનો ક્રાંતિકારક ને વળી શાંતિકારક એવો આદર્શ ! છ ગુણો પૈકીના આ બાકીના ત્રણ ગુણો પત્રનાં પદોની તે-તે ઉપકારક લાક્ષણિકતાઓ ચીંધી ઉપરના ત્રીજા ગુણને જ પોષતા જણાય છે : (૪) પદો સરળ રીતે સુંદર આકારના અર્થનો બોધ કરાવે તેવાં હોય, (૫) સ્ટેજે તોછડાઈ કે અશ્લીલતાનું સંવેદન ન થાય તેવાં (પ્રાણ) પદો હોય અને (૬) જેનો For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૨૭ સારી પેઠે (કાયમી) પરિચય હોય એવાં પદોનો પ્રયોગ હોય, જેથી વાક્યમાંથી સ્પષ્ટ (શંકામુક્ત) અર્થ સમજાય. આ ચર્ચામાં સમાપદો ચારથી વધારે પેટા પદો ન હોય તેવાં, અર્થાત્ મધ્યમ કદનાં વાપરવા ભલામણ કરાઈ છે. ભાષાની સૂક્ષ્મ વિશેષતાઓના મહિમાની રાજનૈતિક ક્ષેત્રે કેવી અનુરૂપ કદર ! આ ગુણચર્ચા દ્વારા બે પક્ષો વચ્ચે સેતુનું, વિશ્વાસસ્થાપનનું કામ કરે તેવા મર્માળા સંસ્કૃતિવાહક પત્રનો આદર્શ રજૂ થયો છે. પત્રગુણોની આ ચર્ચા પૂર્ણ બને છે પત્રના સંભવિત દોષોની ચર્ચાથી. પાંચ દોષો બતાવ્યા છે : (૧) પ્રથમ દોષ પત્રના કલેવરના પાસાને ખૂબ વ્યવહારુ રીતે સ્પર્શે છે. આ દોષને નામ આપ્યું છે અકાન્તિ', એટલે કે પત્રને જોતાવેંત અણગમો પેદા થાય તેવું કદરૂપાપણું. તે પેદા થવાનાં કારણો મુખ્યત્વે ત્રણ બતાવ્યાં છે : કાગળ, શાહી અને અક્ષરો – આ ત્રણેયનું રેઢિયાળપણું. સુરુચિસૂચક સુંદરતા એ મનુષ્યોને જોડનારું સર્વોચ્ચ માધ્યમ છે. કાગળ ઊજળો ને સુંદર ન હોતાં મેલો કે હલકી કક્ષાનો હોય, શાહી ઝાંખી હોય, અક્ષરો અસુંદર કે નાના-મોટા હોય – આ છે પત્રનો “અકાન્તિ” -દોષ (ફિક્કાશ કે અસુંદરતા). કેવી વ્યવહારુ અને મનોવૈજ્ઞાનિક વાત ! (૨) “વ્યાધાત” એટલે કે સ્વતોવિરોધ (self-contradiction) – આગળ-પાછળનાં કથનો વચ્ચે વિસંવાદ. આનાથી કાં તો પત્ર મોકલનારનું દંભીપણું કે કપટીપણું પ્રગટ થઈને વાચકમાં બેદિલી (વૈમનસ્ય) પેદા કરે છે, કાં તો આ વ્યાઘાત, લખનારની સંશયગ્રસ્તતા પ્રગટ કરીને વાતને બુઠ્ઠી બનાવે છે. ક્યારેક આ વ્યાઘાત વિગતોના સ્વતોવિરોધરૂપ નહિ, પણ પત્રના ભાગો કે અંશો વચ્ચે દેખાતા મનોભાવોના વિરુદ્ધપણારૂપ પણ હોય, જે વધુ હાનિકારક બની રહે. (૩) ત્રીજો દોષ થોડો મોળો છે – પુનરુક્તિ', અર્થાત્ ખાસ કારણ વિના એક ને એક વાત ફરી કહેવી. તેનાથી લખનારની બૌદ્ધિક દરિદ્રતા પણ સૂચવાય છે. (૪) ચોથો “અપશબ્દ નામનો દોષ પદપ્રયોગસંબંધી કે ભાષાકીય છે, જે પ્રથમ દોષની જેમ અસુંદરતાનું કે લખનારની અનાવડતનું પ્રતિકૂળ સંવેદન જન્માવે છે. અહીં અપશબ્દ' પદનો અર્થ વિશિષ્ટ છે : શબ્દનાં લિંગ, વચન, ક્રિયાકાળ કે કારક (વિભક્તિ) ખોટાં પ્રયોજવાં તે. તેથી વાંચનાર અર્થબોધમાં વિક્ષેપ પણ અનુભવે છે અને પત્રલેખકની અનાવડત કે અદક્ષતા પણ અનુભવે છે. ઉચ્ચ બૌદ્ધિકો વચ્ચે બુદ્ધિની કે દક્ષતાની ન્યૂનતા, સંબંધની ખિલવટમાં પૂરેપૂરી બાધક બને છે એ ન ભુલાય. વળી જેમાં બે પક્ષો વચ્ચે સંબંધ તનાવભર્યો હોય, ત્યાં આવા સામાન્ય લાગતા દોષો પણ ખૂબ હાનિકારક બની શકે છે. આ ચર્ચા દ્વારા વ્યાકરણશાસ્ત્રનું વ્યવહારુ મહત્ત્વ એ રીતે સમજાય છે કે વ્યાકરણશાસ્ત્ર અર્થ બાબત નિઃશંકતા સધાય તેવી ભાષાનો એકધારો કે સ્થાપિત ધોરણો પ્રમાણેનો વપરાશ સ્થિર કરીને ભાષાનું સેતુકાર્ય (જોડવાનું કામ) દઢ બનાવે છે. વ્યાકરણનો મહિમા રાજનીતિક્ષેત્રે પણ આ રીતે પ્રમાણાય એ છે એ શાસ્ત્રની સાર્વભૌમતા. (૫) “સંપ્લવ'-દોષ (ભેળસેળ કે ઊંધાચતાપણું). આની કૌટિલ્યોક્ત વ્યાખ્યા અસ્પષ્ટ હોઈ તેનો જુદા-જુદા ટીકાકારો જુદો જુદો અર્થ આપે છે. આમાં પાયાની વાત લાગે છે અપેક્ષિત લક્ષણથી ઊલટું લક્ષણ. એ ઊલટાપણું કાં તો સમાસ(વા ?)ના પ્રયોગ બાબતે હોય – સમાસ જરૂરી હોય ત્યાં વ્યસ્ત છુટ્ટા) પદો વાપરવા અને વ્યસ્ત પદો જરૂરી હોય ત્યાં સમાસ વાપરવો. અથવા બીજો સંભવિત અર્થ એ For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ હોઈ શકે કે જયાં જે લક્ષણ અનુરૂપ હોય, તેનાથી વિપરીત લક્ષણ દાખવવું. (આ દોષનું સાચું સ્વરૂપ સમજાતું ન હોઈ, પ્રાચીન અન્ય ગ્રંથોમાં આના સગડ શોધવા વગેરે પ્રકારનું સંશોધન-કાર્ય જરૂરી લાગે છે. ચર્ચા મહત્ત્વની છે, એટલે તેનો સાચો અર્થ જાણવો ખૂબ જરૂરી લાગે છે.) આ ગુણ-દોષચર્ચા સરવાળે રાજપત્રની બૌદ્ધિક અને હાર્દિક (I.Q. અને E.Q.ને લગતી) સમાન ઉચ્ચતાનો આદર્શ રજૂ કરે છે. આ પ્રકરણમાં, પત્રના વિષયવસ્તુમાં વિવિધ દૃષ્ટિએ મળતાં તે-તે વૈવિધ્યની ચર્ચા પણ છે. તે કૌટિલ્યના બહોળા અનુભવનું પ્રતિબિંબ પાડતી હોઈ રસપ્રદ પણ બની રહે છે અને વ્યવહારબોધક પણ છે. આવા પત્રોમાં સંસ્કારની ઉચ્ચતા કે વિનીતતા તો જરૂર જાળવવાની હોય, પણ તેથી લખનારના ચૂંટાયેલા આગવા, પ્રાણવાનું મનોભાવના કે આશયના પ્રકાશન ઉપર કોઈ પ્રતિબંધ લદાતો નથી; ઊલટું, લખનારની પ્રતિભાનું સામર્થ્ય કે લખનારનું, મહાકવિ માધે ચીંધી બતાવેલું શાંત પણ પ્રતાપી તેજ” એમાં જરૂર વ્યક્ત થવું જોઈએ, લખનારનો પ્રસંગાનુસારી આશય કે સામા સાથે કરવાની સારી-નરસી કામગીરી બાબતનો નિશ્ચય પણ ચોખેચોખે પ્રગટ થવો જોઈએ. આવા પત્રો તો નજીકના સમયગાળામાં પ્રસ્તુત એવા મહત્ત્વના રાજકીય કદમના ધ્વજ સમાન હોય છે. નિર્ભયતા અને સંકલ્પ-સ્વાતંત્ર્ય એનો સ્થાયી-ભાવ હોય છે. સામાનું માન જાળવીને પણ એના ઉપર પોતાની તાતી પ્રતિભાનું શાસન કાં તો આજ્ઞાથી, કાં તો તેના અકાર્યની નિંદાથી, કાં તો કરડાકીભર્યા રોકડા પ્રશ્નથી, કાં તો કાઠા ઠપકાથી, કાં તો સપ્ત મનાઈહુકમથી, કાં તો દુષ્ટ શત્રુ પ્રત્યેની ભર્સનાથી (એટલે કે વાજબી રીતે અવજ્ઞાપૂર્વક વરસાવાતી તિરસ્કાર-વચનોની કે નક્કર ધમકીઓની ઝડીઓથી) પ્રવર્તાવવાનું છે, અને એ દ્વારા પોતાનું અનિવાર્ય રાજનૈતિક કર્તવ્ય પૂરેપૂરા સામર્થ્યથી પાર પાડવાનો માર્ગ સાફ કરવાનો છે. તેથી ઊલટું, સામા પક્ષની યોગ્યતાની બરોબર ખબરદારી અને કદર દાખવીને તેના પ્રત્યે પ્રશંસા, નમ્ર યાચના (વિનંતી), સાત્ત્વનક્રિયા (આશ્વાસન), સહાય-તત્પરતા, પ્રેમળ મનામણાં, સત્રેરણા – આવી ભાવાભિવ્યક્તિ પૈકી જે અનુરૂપ કે કર્તવ્યરૂપ હોય, તે પૂરેપૂરા માનત્યાગ સાથે કરવાની હોય છે. “રઘુવંશ' મહાકાવ્યના પ્રથમ સર્ગમાં કાલિદાસે દિલીપરાજાનું ઉચ્ચ રાજત્વ વર્ણવતાં તેના ભયાવહ (મીમ) અને પ્રીતિજનક (વન્ત ) એમ ઉભયવિધ ગુણની વાત કરી છે. રાજાની સ્વરાષ્ટ્રીય સર્વોપરિતા અને સંસ્કારિતા ખાસ કરીને સ્વરાષ્ટ્રમાં વિવિધ વ્યક્તિવિશેષો, સંસ્થાઓ કે સરકારી અધિકારીઓ માટે લખાયેલા વિવિધલક્ષી ઘોષણાપત્રોમાં પણ પ્રતિબિંબિત થાય છે; અલબત્ત, એ પ્રાય: ટૂંકા અને માહિતીલક્ષી હોય છે. પણ એમાં ય ભાષાની અને ભાવની એમ બંને પ્રકારની ઉચ્ચતા હોય છે. એવા આઠ પ્રકારના ઘોષણાપત્રો કૌટિલ્ય સદૃષ્ટાંત બતાવ્યા છે. કાર્યબજવણી (function) પરત્વે આ આઠ પ્રકારો પડે છે : સવિશેષ નિવેદન (કોઈ પ્રસ્તુત વિશિષ્ટ હકીકતની જાણકારી), આજ્ઞા, ગુણીજનને આપત્તિ-પ્રસંગે કે ગુણપૂજા અર્થે કરાતું પરિદાન (કાયમી દાન), જાતિપુર-ગ્રામ-દેશવિશેષને કર વગેરેમાંથી અપાતી હેતુલક્ષી મુક્તિ (રીહાર), કર્તવ્યબજવણી માટે કોઈને અપાતી સત્તા (નિવૃષ્ટિ – delegation of power), દેવવશ બનેલી કોઈ અસાધારણ ઘટના – For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા પ્રાકૃતિક, માનુષી ઇત્યાદિ – વિષેના સમાચાર, આવેલ પત્રનો પ્રત્યુત્તર અને પરિપત્ર (વ્યાપક રીતે સર્વ અધિકારીઓને પ્રજાની રક્ષા કે સહાય માટે આદેશ આપતો સર્વસામાન્ય પત્ર – આજનો G.R.). આ જાતના પત્રો પણ ભાવ અને ભાષામાં ઉચ્ચ સાંસ્કૃતિક ગૌરવ કે શિષ્ટતા જાળવે એવું સૂચવવા આ પ્રકરણમાં કૌટિલ્યે તેમનો ઉલ્લેખ કર્યો જણાય છે. રાજ્યતંત્રની યા પ્રજામાંની કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અવિનય, ઉદ્ધતાઈ કે વર્તનનું કોઈ પણ પ્રકારનું અનૌચિત્ય વ્યક્ત ન થાય એ મુખ્ય વાત છે. એક અન્ય વર્ગીકરણ સામાદિ ચાર ઉપાયોની દૃષ્ટિએ છે સામ, દાન, ભેદ કે દંડની નીતિ વ્યક્ત કરતા પત્રો. હમણાં જ આની વાત કરી છે. ૩૨૯ - આ પ્રકરણ અનેક શાસ્ત્રોને ધ્યાનમાં લઈને તૈયાર કરાયાનું યોગ્ય રીતે જ કહેવાયું છે; ખાસ કરીને કાવ્યશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર અને નિરુક્તશાસ્ત્રનું અનુસંધાન ઊપસી આવે છે. (૯) ‘૩ર્થશાસ્ત્ર’ અને આધુનિક રાજનીતિ પણ નૃવંશશાસ્ત્ર(Anthropology)ની દૃષ્ટિએ કહીએ તો વિકસિત બુદ્ધિ એ મનુષ્યની અન્ય પ્રાણીઓની સરખામણીએ આગવી વિશિષ્ટતા છે. એ બુદ્ધિનું જ અંગ છે સ્મૃતિ. તેને લીધે તે વર્તમાનકાળ ઉપરાંત વિશાળ ભૂતકાળને એમાં ભંડારાયેલા વિશિષ્ટ ઘટનાપ્રવાહને પોતાના મગજ દ્વારા તેમ જ ભારે કાળજીથી સાચવવામાં આવતા વિવિધકાલીન ગ્રંથો દ્વારા પોતાની જીવનશક્તિને, ચિંતનશક્તિને પુષ્ટ કરવા માટે સાચવે છે. ભૂતકાળ અને વર્તમાનકાળની સમૃદ્ધ ખબરદારીથી પુષ્ટ થયેલી પોતાની અતિસંકુલ બુદ્ધિશક્તિથી એ બે કાળથી વિલક્ષણ આકારની ક્ષમતા કે શક્યતા ધરાવતા ભવિષ્યકાળને પણ એ આકારી શકે છે. આ વ્યાખ્યાનમાળામાં આપણે કૌટિલ્યના અનુભૂતિ-પ્રદેશમાં મૂર્ત થયેલી સંકુલ રાજનીતિનું જે પંખીદર્શન મનભર રીતે કર્યું, તે પણ વર્તમાનકાળમાં વિવિધ નૂતન શુભાશુભ પરિબળોથી મૂર્ત થયેલી રાજનીતિ સાથે તેનાં તુલના અને સમન્વય બંને કરી શકીએ તે માટે જ. આપણે આપણા મનુષ્યત્વને આવી સુચિંતિત, સુસંચિત, સનાતન એવી પ્રાચીન સામગ્રીથી માંજીને ઊજળું અને સાર્થક ક૨વાની રુચિ સભાનપણે કે અભાનપણે અવશ્ય સેવીએ છીએ નાનકડી બિલ્લી પણ જીભથી ચાટી-ચાટીને પોતાના દેહને સ્વચ્છ-સુંદર રાખવા ઇચ્છે છે તેમ ! જેમ કોઈ કોડીલી ગર્ભવતી સ્ત્રી ઉદરમાં સળવળતા રહેતા ગર્ભથી પોતાના અસ્તિત્વને ભર્યું-ભર્યું અનુભવે છે, તેમ આપણે મનુષ્યો સત્ય-શિવ-સુંદર એવા સનાતન જીવનધર્મો માટેની ઝંખનાના કે મથામણના સળવળાટથી જ હૃદયપ્રદેશમાં ઘેરો, ચિરંજીવ, અબોલ થનગનાટ અનુભવીએ છીએ. For Personal & Private Use Only - આ વક્તાને કૌટિલ્યના ઊલટભર્યા અધ્યયન-અધ્યાપનમાંથી જે ચિરંજીવ જીવનમૂલ્યો દાર્શનિક, સાંસ્કૃતિક ઉભય – લાધ્યાં તે હૃદયના પૂરા ઉલ્લાસ સાથે, આ વાર્તાલાપમાં, શ્રોતાઓને વધાવવા અર્ધરૂપે જ રજૂ કર્યાં છે. વ્યાપકપણે શ્રોતાઓમાં જે પ્રશ્નો ઉત્કટ રૂપે ઊઠવા જોઈએ, તે વ્યાપકપણે લદાયેલી અર્થકેન્દ્રી જીવનશૈલીને કારણે કે આળસ, સંકોચ કે પ્રશ્ન આકારવાની બિન Page #347 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ફાવટને લીધે તે ભલે ન પૂછે. પણ તે પ્રશ્નો, તેમના વતી વક્તાએ તો આ પ્રાચીન વારસાને ઉદ્દેશીને પૂછવા જ રહ્યા. એવો આ શ્રોતૃવૃંદમાં અવશ્ય ઊઠતો એક પ્રશ્ન આ છે : “શું આ રાજનીતિને આજની રાજનીતિ સાથે કાંઈ લેવા-દેવા કે મેળ છે ?” ૩૩૦ આનો લાભદાયી ઉત્તર મેળવવા પ્રથમ એ વિવેક કરવો ઘટે કે જેમ જીવનમાં અન્ય ક્ષેત્રે તેમ રાજનીતિક્ષેત્રે પણ અચલ મૂલ્યોને ચલ (પલટાતાં) મૂલ્યોથી અને અચલ વ્યવહારોને ચલ વ્યવહારોથી જુદાં તારવવાં ઘટે. અત્રેની રજૂઆતમાં (ઉત્તરમાં) અચલ મૂલ્યો કે વ્યવહારો તરફ જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એ મૂલ્યોને જરૂરી રૂપાંતરે પણ અપનાવીને જ સમાજ અને રાષ્ટ્રને – બલ્કે માનવજીવનને ખરેખર સમૃદ્ધ કરી શકાય એમ છે. અહીં ચર્ચા કરતાં પહેલાં એક અગત્યનું અવલોકન નોંધવું જોઈએ. ‘રાજનીતિ’, ‘રાજકારણ’ એવા ‘રાજ’પદયુક્ત શબ્દો જ રાષ્ટ્રના નિયમનતંત્ર માટે આજે ય ચલણી છે ! એ ‘રાજ' શબ્દ તો રાજાનો પર્યાય હોઈને રાજાશાહીને જ એ શબ્દો લાગુ પડે; જ્યારે આજે મોટા ભાગનાં આધુનિક રાષ્ટ્રોમાં સાચી-ખોટી (મોટા ભાગે તો ખોટી જ !) લોકશાહી છે. આમ છતાં ‘રાજનીતિ’, ‘રાજકારણ’, ‘રાજ્યતંત્ર' જેવા શબ્દોનું જ ચલણ સાચી લોકશાહીનો અભાવ સૂચવે છે, અને આજની ચૂંટણી-આધારિત લોકશાહીના ઉચ્ચ-પદધારીઓ તો નવા રાજાઓ – બલ્કે સ્વચ્છંદી ભ્રષ્ટ રાજાઓ – જેમ જ વર્તે છે એમ પણ સૂચવે છે. હજી એકંદરે લોક એ રાષ્ટ્રના નિર્માણના અંતિમ નિયામકો હોવાની વાત નથી વૈચારિક રીતે સ્પષ્ટ બની, ને તેથી નથી અમલી બની. તેથી ‘લોકનીતિ’, ‘લોકકારણ’, ‘લોકતંત્ર’ જેવા શબ્દો હજી તો ધરુ તરીકે ય પાંગર્યા જણાતા નથી ! આ વસ્તુસ્થિતિની વાત અહીં એટલા માટે કરી છે કે ‘અર્થશાસ્ત્ર’ કે અન્ય પ્રાચીન-ભારતીય દંડનીતિગ્રંથોમાં તો રાજાશાહીને જ અતિવ્યાપકપણે સ્વીકૃત અને અસરકારક એવી રાષ્ટ્ર-નિયમનપદ્ધતિ તરીકે જાણીને, તેને જ વ્યવહારમાં એકમાત્ર પદ્ધતિ તરીકે સ્વીકારીને બધી ચર્ચાઓ થયેલી છે. જ્યારે અત્યારે તો, સિદ્ધાંત તરીકે, જગત્માં વ્યાપકપણે લોકો રાષ્ટ્રના માલિક અને ભાગ્યનિર્માતા ગણાયા છે. આથી ઉપરછલ્લી રીતે તો આવી રાજકેન્દ્રી શાસનપદ્ધતિ અંગેની પ્રાચીન સંહિતા લોકશાહીના આધુનિક સંદર્ભે અપ્રસ્તુત ગણાય. પણ આ ગ્રંથની મહત્ત્વની ચર્ચાઓ આ અવસરે આપણે ખુલ્લા મનથી તપાસી હોઈ, તે આધારે આપણને બરોબર જણાયું છે કે રાજા અહીં એક આપખુદ કે જુલ્મી વ્યક્તિ તરીકે ન જોવાતાં લોકહિત સાધનાર એક તટસ્થ માધ્યમ તરીકે જોવાયો છે. એને માટે વપરાતા ‘નરેન્દ્ર' કે ‘નરદેવ’ જેવા શબ્દો તેને આંતરિક ગુણસંપત્તિની અને એકંદર પ્રતિભાની દૃષ્ટિએ શ્રેષ્ઠ નર કે દેવતુલ્ય નર જ ઠેરવે છે. એથી બરોબર તપાસવામાં આવે તો એવા રાજાનું તંત્ર આજે વ્યાપકપણે લોક દ્વારા અભીષ્ટ (ઇચ્છાયેલ) અને ભલે કંઈક અંશે કે ઉપલક રીતે જ અમલી બનેલી લોકકેન્દ્રી પદ્ધતિનું જ માત્ર બાહ્ય આકારની ભિન્નતા ધરાવતું શાસન છે. તેથી સાચા માનવોચિત લોકશાસન માટે ઉપયોગી વિપુલ અને બહુમુખી માર્ગદર્શન એમાંથી અખૂટપણે મળે છે. For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા જાણીતા બહુશ્રુત (અનેક વિદ્યાઓમાં પારંગત) ચિંતક ઍરિસ્ટોટલે એમના Politics ગ્રંથના પ્રથમ ભાગમાં જે ત્રણ મુખ્ય શાસન-પદ્ધતિઓ રાજાશાહી (Monarchy), ઉમરાવશાહી Aristocracy) અને લોકશાહી (Polity) ગણાવી છે, તે દરેકના વિકૃત સ્વરૂપનું અલગ નામ પણ આપ્યું છે, તે પૈકી રાજાશાહીનું વિકૃત સ્વરૂપ તે જુલ્મશાહી' (Tyranny) કહેવાયું છે. એવી જુલ્મશાહીથી સર્વથા ભિન્ન એવી રાજાશાહીને માનવીય કે સંસ્કૃતિસંરક્ષક શાસનપદ્ધતિ તરીકે ઓળખીએ, તો કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’ જેવા ગ્રંથમાંથી માનવકેન્દ્રી, લોકકેન્દ્રી કોઈ પણ શાસન- માળખાને પ્રાણવાનૢ કે ચૈતન્યસભર બનાવવા માટેની ઘણી સામગ્રી મળી રહે તેમ છે. શાસનનું માળખું પરિવર્તનયોગ્ય ચલતત્ત્વ છે. એ માળખામાં ધબકતું સનાતન ચૈતન્ય વિવિધ દેશ-કાળમાં ટકનારું અચલ-તત્ત્વ છે. આ વ્યાખ્યાનોમાં તે-તે મુદ્દા પરત્વે આવાં અચલ તત્ત્વો અને એની સનાતનતા (સર્વ કાળ માટેની ઉપયોગિતા) અવશ્ય ચીંધી બતાવ્યાં છે. ૩૩૧ આજે કહેવાતા લોકતંત્રનાં ઉચ્ચ સત્તાસ્થાનોએ ખૂબ અર્થસંગ્રહ કરાય છે એ તો સ્વીકાર્ય એવું અચલ(સર્વકાલીન)-તત્ત્વ છે, પણ એ સંગ્રહ કેવળ લોકહિતને સમર્પિત ન હોતાં, સાંકડા વ્યક્તિગત સ્વાર્થો પોષવા અર્થે વધુ પડતો ખપમાં લેવાય છે તે આ યુગમાં પણ સત્યધર્મથી ચ્યુત (નીચે પડેલો) વ્યવહાર જ ઠરે છે. વળી ઉત્પાદિત ઘણો અર્થ અનર્થરૂપ પણ હોય છે. ત્યાં આવા પ્રાચીન ગ્રંથમાં ઘૂંટાતો અર્થશુદ્ધિનો બોધ ખૂબ જ પ્રસ્તુત છે, ખપનો છે. વિધિનિર્મિત (legitimate) શાસનતંત્ર, ખરેખર તો, પ્રજાહિત સાથે રાષ્ટ્રહિત પણ મહત્તમ કક્ષાએ સધાય એ માટે, સર્વ પ્રજાજૂથો અને તેમાંની પ્રત્યેક વ્યક્તિની શ્રેષ્ઠ શરીરયાત્રા માટેની ઉપયોગી ચીજો વિપુલ પ્રમાણમાં, વૈવિધ્ય સાચવીને, ઉચ્ચ ગુણવત્તા નિભાવીને એકાગ્ર સ્થાયી આયોજન દ્વારા પેદા કરવાના કાર્યને અને પેદા થયેલો એ સુવિપુલ અર્થભંડાર, રાષ્ટ્રને સમૃદ્ધિ અર્પી તારનાર (તૌર્થ !) પ્રજાને ચરણે ધરવાના કાર્યને પોતાનું મુખ્ય કાર્ય માને છે. પ્રજાકીય સ્વાધીન બૌદ્ધિક, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક ઉપાસનામાં રાજ્યતંત્રે કોઈ અનુચિત દખલ કરવાની ન હોય, કોઈ બંધન લાદવાનું ન હોય. આવા અર્થકેન્દ્રી સર્વાંગી માનવીય પુરુષાર્થનો મહિમા સૂચવવા કૌટિલ્યે શાસન-વિધિનું માર્ગદર્શન આપતા શાસ્ત્રને પરંપરાગત ‘દંડનીતિ’ નામને સ્થાને ‘અર્થશાસ્ત્ર' નામ આપ્યું. આમ શાસનનું મુખ્ય કામ અપરાધોનો ન્યાય તોળવાનું ન હોતાં, અપરાધવૃત્તિના મુખ્ય કારણનું નિવારણ થાય તે માટે પ્રજાજીવનની સુખશાંતિનો અર્થરૂપ અડીખમ પાયો મજબૂત બનાવવા આખા રાષ્ટ્રની રચનાત્મક અર્થોત્પાદકતાને આધાર મળે તેવું માળખું રચવાનું અને નિભાવવાનું છે. એથી તો ધર્મ-અર્થ-કામરૂપ ત્રિવર્ગમાં ‘અર્થ જ પ્રધાન છે’ એવો ખૂબ ગહન મત પણ કૌટિલ્યે રજૂ કર્યો. આ તો ઉપનિષદ્ની “ખૂબ અન્ન પેદા કરવું; આ વ્રત છે” એવી આજ્ઞાનું કે સુદામા-પત્નીની “અન્ન વિના ભજન સૂઝે નહિ ઋષિરાયજી રે” એવી પ્રેમળ ફરિયાદનું જ રૂડું અનુસંધાન થયું ! અગાઉ કહ્યું તેમ, આજે રાજ્યતંત્ર વિપુલ અર્થોત્પાદન તો કરે-કરાવે જ છે; પણ જેમ-જેમ રાષ્ટ્રની કુલ સંપત્તિ વધે છે, તેમ-તેમ આમપ્રજાની આવક, પોતાનો નિર્વાહ પાંખો કે અશક્ય બની રહે તેટલી હદે ઘટે તેવું બેઠું, લોકદ્રોહી અને ધનિક-તરફી આયોજન, કહેવાતી લોકશાહી સરકારો દ્વારા For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ થઈ રહ્યું છે. ખાસ તો રોજી વિપુલ પ્રમાણમાં ઘટતી જ રહે એવી યંત્રોઘોગતરફી ઉદ્યોગ-પતિતરફી એકાંગી, બલ્કે મહાજોખમી મંદીને લાંબે ગાળે નોતરે તેવી, અપ-નીતિ ચલાવાય છે. માત્ર નૈતિકતાની દૃષ્ટિએ નહિ, પણ બુદ્ધિમત્તાની દૃષ્ટિએ, લાંબા ગાળાના રાષ્ટ્રીય આર્થિક પાયાની અડીખમ સલામતી અર્થે પણ ‘અર્થશાસ્ત્ર’ની નિષ્કપટ લોક-નિષ્ઠાવાળી અર્થનીતિનો અંગીકાર કર્યે જ છૂટકો છે. ૩૩૨ યુદ્ધ પ્રત્યેનું કૌટિલ્યનું શાણું વલણ આજની સરકારોના સ્વાર્થકેન્દ્રી યુદ્ધખોર માનસને અને એમાંની આત્મઘાતક બેવકૂફીને ઉઘાડાં પાડે છે. ખેતી, પશુપાલન, ગૃહોઘોગ, ગ્રામોદ્યોગ સહિતના ગ્રામીણ અર્થતંત્રના પ્રાધાન્ય સાથે મધ્યમ કારખાનાં, તેનાં વિશિષ્ટ સંકુલો, ખાણ-ઉદ્યોગ, સ્વદેશી વેપાર કે પરદેશો સાથેનો વિપુલ રચનાત્મક વેપાર, તે માટેના રાજ્યનિર્મિત વિણક્ષથો – આવાં અંગો ધરાવતું પ્રજાહિતલક્ષી, જીવનકેન્દ્રી, નિરુપદ્રવી પુરુષાર્થો સેવતું સર્વાંગી-સમધારણ અર્થતંત્ર યુદ્ધોની આવશ્યકતા સારી પેઠે ઘટાડે છે અને રાષ્ટ્રો વચ્ચે આર્થિક સહયોગ વધારે છે. ઇન્દ્રિયસંયમ ૫૨ ચોખ્ખો ભાર આપીને, તેમ જ દર્શનવિદ્યા (આવીક્ષિી) સહિતની રાજોપયોગી ચાર પાયાની વિદ્યાની, ‘નિયમ’ (વ્રતબદ્ધ જીવન) અને ‘વિનય’ (પૂર્ણ વિષયબોધ અને તત્સંબંધી વ્યવહારકૌશલ પ્રાપ્ત થાય તેવું વિદ્યાઓનું વિધિપૂર્વકનું શિક્ષણ, જે વિષયના સિદ્ધાંત અને વ્યવહાર એ બંનેમાં પીઢ હોય તેવા ગુરુ દ્વારા અપાય) સહિતની કેળવણી દ્વારા રાજા અને ઉચ્ચ રાજપુરુષોને પ્રજાસેવામાં સર્વ રીતે દક્ષ નરોત્તમો બનાવીને, શાસનને લોકાશ્રિત અને રાષ્ટ્રવ્યાપી ગુપ્તચર-તંત્રના મહાજાળના ઘનિષ્ઠ સહયોગ દ્વારા ભ્રષ્ટાચારમુક્ત રાખીને રાષ્ટ્રનો નિરંતર૫ણે અપૂર્વ સર્વાંગી વિકાસ થાય તેવું ધિંગું નૈતિક માળખું ઊભું કરવાનું માર્ગદર્શન ગ્રંથમાં અપાયું છે. આજની રાષ્ટ્રઘાતક, લોકદ્વેષી, ભ્રષ્ટ સરકારોને સંપૂર્ણપણે ઉઘાડી પાડીને, તંત્રના નૈતિક-બૌદ્ધિક દેવાળાને કારણે નીપજતા રાષ્ટ્રીય આપઘાતથી સમસ્ત રાષ્ટ્રને બચાવી લેવાની પ્રબળ ચાલના આ શીલ-સામર્થ્યસંપન્ન લોકગુરુ દ્વારા આ ગ્રંથના માધ્યમથી અપાઈ છે. આવી છે આ પ્રાચીન રાજનીતિની સનાતનતા ! આજે કિલ્લાઓ, હાથી-ઘોડા-૨થ-પદાતીઓનું બનેલું ચતુરંગ સૈન્ય ઇત્યાદિ, રાજ્યતંત્રનાં ચલ (પરિવર્તનશીલ) ઘટકો સ્વાભાવિક રીતે જ અપ્રસ્તુત બન્યાં છે. પરંતુ ગ્રંથમાં સૈનિકોના માનસિક પ્રશ્નો, વફાદારીના પ્રશ્નો, એમનાં તન-મનની માવજતના પ્રશ્નોની જે સંક્ષિપ્ત ચર્ચાઓ મળે છે તે આજે પણ ધોરણસરની અને પ્રસ્તુત લાગે છે. રાજાશાહીના આ ગ્રંથમાં પણ સાચી લોકનીતિની સર્વાંગી ખિલવટના અનેક સુચિંતિત, વ્યવહારક્ષમ મુદ્દાઓ વિશાળ પાયે જાણવા-સમજવા મળે છે. આમાંથી આજની લોકશાહીઓને લોકસ્વામિત્વવાળી, લોકોના કલ્યાણ માટેની અને લોકો દ્વારા જ અર્થતંત્ર સહિત સર્વ મોરચે વિકસતી બનાવવાનું રોકડું માર્ગદર્શન મેળવી શકાય એમ છે. કૌટિલ્યને સીધો રસ નથી કાવાદાવાની રાજનીતિમાં, કે નથી કેવળ રાજકીય નોકરશાહીના માળખાના વહીવટમાં; એમનો છેવટનો રસ તો છે જીવનતત્ત્વને સમગ્રપણે પારખીને એની નમ્ર નાનકડી કડી બનવામાં, પરમતત્ત્વ કે પરમશક્તિમાં ગૂંથાવામાં. ‘રાજનીતિ જીવન અને સત્ય For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા તરફની ઊંડી આંતરિક વફાદારી વિનાનો, પૂર્ણ અહંકારમુક્તિ સાથે, હૃદયમાં કે અંતઃકરણમાં વિલસતા ઈશ્વર કે પરમતત્ત્વ પ્રત્યેની પરિપૂર્ણ ઉપાસના વિનાનો કોઈ દુન્યવી આડંબર નથી’ એવી કૌટિલ્યની સમજણ, ગ્રંથનો ખૂણેખૂણો તપાસી લેનારા જાગૃત અભ્યાસીને ગ્રંથનાં અનેક મર્માળાં સ્થાનોમાં ભરી-ભરી રીતે અનુભવવા મળે એમ છે. એવાં બે સૌથી મહત્ત્વનાં સ્થાનો છે એમણે ‘આન્વીક્ષિકી’ (દર્શનવિદ્યા) માટે માર્મિક હેતુકથન સાથે કરેલા સહૃદય અનુરોધનું સ્થાન (અધ્યાય ક્ર. ૧.૨માં) અને શમ-વ્યાયામિમ્ શીર્ષકે દૈવ-પુરુષાર્થનાં આગવાં ક્ષેત્રોનો સુંદર નકશો બતાવતું સ્થાન (અધ્યાય ક્ર. ૬.૨માં). એ શિખરો સાથેનાં પેટા-શિખરોરૂપ ઇન્દ્રિય-જયાદિ અનેક સ્થાનો પણ છે. આની વિસ્તૃત સમાલોચના આપણે બીજા વ્યાખ્યાનમાં કરી છે. આજની રાજનીતિને આ માપદંડે મૂલવ્યા વિના ચાલે તેમ નથી ખાસ કરીને આજના યુગની આજની ઘડીની ખરી ઓળખ વિજ્ઞાનયુગ, સમજણયુગ અને માનવતાયુગ તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે ત્યારે. પ્રજા જ પૂર્ણપણે જાગૃત, જ્ઞાનવાન્ અને પરિશ્રમશીલ બનીને નેતાઓને બલ્કે લોકસેવક વહીવટકારોને માપદંડે મૂલવીને રાજધર્મથી અનેકગણો મહિમાયુક્ત લોકધર્મ પ્રસ્થાપે તે ઘડી આવી પહોંચી છે. વિનોબાજીએ રાજકારણને કાળગ્રસ્ત (ખોખલું) ધોષિત કરીને તેને સ્થાને વિજ્ઞાનના એટલે કે અનુભવસિદ્ધ કાર્યક્ષમ જ્ઞાનના પ્રસ્થાપનની આગાહી કરી છે તેની પ્રસ્તુતતા પારખીને તે મુજબ પ્રવર્તવાની તાતી જરૂર છે એ ચોક્કસ. ગુંડાગીરીને જ વરેલા રાજકારણીઓ પ્રજાને નામે શાસન ચલાવે તેવી કાળગ્રસ્ત નિયતિને, જરાક ખૂટતા આત્મવિશ્વાસને કારણે જ શું પ્રજા સ્વીકારી લેશે ? આ = ૩૩૩ આ વિચારસમૃદ્ધિની દષ્ટિએ આ ગ્રંથની તુલના પાશ્ચાત્ય રાજનીતિચિંતકો, જેમકે ગ્રીક ચિંતક પ્લેટોના ‘Republic' ગ્રંથ સાથે (ખાસ કરીને તેના પ્રથમ ભાગ સાથે) અને ઇટાલિયન રાજપુરુષ મેકિયાવેલીના The Prince' ગ્રંથ સાથે કરવી ઉપયોગી ગણાય. વળી કાર્લમાર્ક્સના ‘Das Capital' એ જર્મન ગ્રંથની મુખ્ય વિચારસરણી સાથે પણ તુલના કરવી ઘટે. આ મંથનમાંથી સંસ્કૃતિચિંતકોને જરૂર દીર્ઘકાલીન પોષણ આપે તેવું નવનીત, તેવું ભાતું મળી રહે. આ દરેક ચિંતકની પોતપોતાની વિચારસરણીની સંગતિ જે-તે ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય સાથે બેસાડીને તેમનું તાત્ત્વિક, એટલે કે દાર્શનિક-સાંસ્કૃતિક મૂલ્યાંકન તટસ્થપણે કરવા જેવું છે. આ વક્તાને તો હજી એવું અધ્યયન કરવાની તક મળી નથી, પણ સન્નિષ્ઠ મિત્ર પ્રા. સિદ્ધાર્થ ભટ્ટ દ્વારા માત્ર એક બેઠકમાં થોડીક પ્રાથમિક જાણકારી મેળવતાં પણ એવું જણાયું છે કે આવી તુલના કરતાં કૌટિલ્યની વિચારધારા, ઉચ્ચતર ભારતીય ચિંતનધારાની પૂર્વભૂમિકાના પીઠબળને લીધે પણ ઘણી ઉચ્ચ અને પારગામી બની શકી છે. અલબત્ત, પ્રાચીન-અર્વાચીન, પાશ્ચાત્ય કે અન્યદેશીય રાજનીતિચિંતનમાંથી પણ મુક્ત મને છૂટથી ગુણગ્રહણ કરવું રહ્યું. — એક વાત અહીં ફરી ઘૂંટીએ કે કોરા આદર્શવાદી કે અહિંસાવાદી ઘણી વાર ફોફાં જેવા જ હોય છે; કારણ કે આદર્શને અમલની એરણે ચઢાવવાની તેમની પાસે ન સૂઝ કે વ્યવહારુતા હોય છે, ન તત્પરતા કે જવાબદારીની ભાવના હોય છે. આપણે અહીં એ સારી પેઠે તપાસ્યું છે કે કૌટિલ્યે ભલે કઠોર, હિંસાયુક્ત કે કપટયુક્તિઓથી ભરપૂર રાજકારણ, પ્રસંગ પડ્યે ખેલ્યું હોય અને ગ્રંથમાં એવી અનેક For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ભલામણો ઠેર-ઠેર કરી હોય, પણ એ પાછળનું ખરું કારણ આ છે : તેઓ અંતરતમથી વિવિધ શાસ્ત્રપરંપરાઓમાં ઠરેલપણે ૨જૂ થયેલા આદર્શોના જાણકાર અને અનુમોદક (ટેકેદાર) પણ હોવા સાથે, તત્તત્કાલીન માનવ-સ્વભાવની અને તજન્ય રૂઢિઓની વાસ્તવિકતાઓની, નિઃસંશયપણે કરેલી સાચી પરખને કારણે, કાળદેવતાની તે-તે કાળની આજ્ઞા પારખીને જ્ઞાત આદર્શોના ઉપલક અમલ પર અવ્યવહારુપણે તરત ઊતરી જવાને બદલે ભવિષ્યના યોગ્ય બિંદુએ એ માટેની ચોક્કસ તક ઊભી થઈ આવે તે માટેની બારી ખુલ્લી રાખીને, પ્રાપ્ત થયેલી પરિસ્થિતિમાં જે ન કરવું તે પણ અપરાધરૂપ હોય તે અવશ્ય કરવાની હિંમત, કલ્પનાશક્તિ અને ધીરજ બતાવે છે, અને તે વખતે છીછરા આદર્શવાદીઓના મહેણાની ચિંતા કરતા નથી. બાકી એમના પ્રબુદ્ધ રાજકારણમાં તે-તે આદર્શના અમલ માટેનાં દ્વાર નિઃશંકપણે ખુલ્લાં રખાયાં હોય છે તે આપણે વારંવાર જોયું છે. અહીં ગીતા-પ્રોક્ત સ્થિતપ્રજ્ઞ-લક્ષણમાંનું આ વચન સંભારીએ : “આવો મનુષ્ય તે-તે શુભ કે અશુભ બાબત સામે આવી પડે ત્યારે (અનુક્રમે) ન તો રાજી થઈ જાય છે કે ન તો અણગમો અનુભવે છે.૧૩” સત્યની સંકુલતા સમજીને મનુષ્ય નિરાગ્રહીપણે, નિર્મોહીપણે તટસ્થ ઇન્દ્રિય, મન, બુદ્ધિ સમક્ષ ઊપસતા નિર્ભેળ સત્ય પ્રત્યે સમર્પિતભાવ દાખવવાનો છે, નિર્વિકાર બનીને તેને હૃદયબળથી સ્વીકૃતિ આપવાની છે અને તેની અંતિમ વાસ્તવિક નિયતિ પણ શાન્ત પ્રતિભાબળથી શોધવાની છે. : ૩૩૪ કૌટિલ્યે માનવજાતિ અને તેની સંસ્કૃતિના તેમ જ ભાવિના સ્થિર-પ્રેમી શાણા મનુષ્ય તરીકે આ ગ્રંથમાં પોતાના અનુભવના ગળણામાંથી ગાળીને વિવિધ સિદ્ધાંતો અને વ્યવહારવિધિઓ ખૂબ વિનીતપણે, શ્રોતા-અધ્યેતાની સ્વતંત્ર પ્રજ્ઞા પ્રત્યેના ભરપૂર આદરથી, રાજનીતિના વારસાને સ્વપ્રતિભાથી વિકસાવવાની ગુપ્ત ભલામણ સાથે રજૂ કર્યા છે. અધ્યેતાએ તો મુખ્યત્વે પોતાની પ્રતીતિઓના તાળા મેળવવા માટે આ સામગ્રીનો રચનાત્મક મનભર ઉપયોગ કરી છૂટવાનું છે, દેશકાળ વગેરે ચલ-પરિબળોના ભેદ પ્રત્યે વફાદાર રહીને આ સિદ્ધાંતોનું સમુચિત રૂપાંતર કરવાનું છે. (૧૦) શ્રોતાઓના પ્રશ્નો જ્ઞાનના મહાભંડારની ચાવી છે પરિપ્રશ્નો – કકડીને લાગેલી ભૂખ જેવી તાલાવેલીથી ભરેલા પ્રશ્નો. વસમા યુગબળે એકંદરે માણસની, વિશાળ માનવજૂથોની સ્થિતિ હરાયા (અપહરણ પામેલા) ઢોર જેવી અતિવિહ્વળ કરી દીધી હોઈ આવા પરિપ્રશ્નો થંભી ગયા છે, અંદર ને અંદર સુકાઈ ગયા છે; નિસ્બત કે જિજ્ઞાસા કેવળ સ્થૂળ ધનની બાકી રહી છે. કેળવણીનું સ્થાન માણસને માર-ઠોક કરીને પૈસા કમાવાની આત્મઘાતક હોડમાં ધકેલવાની મુકાદમગીરીએ લઈ લીધું છે. આ દૃષ્ટિએ, આ મુદ્દે માત્ર દાણો ચાંપવા, આ વ્યાખ્યાનમાળાના નિમંત્રણપત્રમાં શ્રોતા પાસેથી વ્યાખ્યાન-વિષયસંબંધી આગોતરા પ્રશ્ન મોકલવા વિનંતી કરાઈ હતી. પરંતુ, આગોતરા સ્વરૂપે કોઈ પ્રશ્નો મળ્યા ન હતા; પણ વ્યાખ્યાન દરમિયાન સંસ્કૃત વિદ્યાસમાજના બે જાગૃત વિદ્યાવ્યાસંગી મિત્રોએ – સ્ત્રી-પુરુષની સમતુલા જળવાય તેમ – પોતાને ઊઠતા આ વિષયને લગતા પ્રશ્નોની યાદી આપી હતી. સમયાભાવને લીધે એના ઉત્તર વ્યાખ્યાનાંતે આપી શકાયા નહોતા, પણ લેખનના આ For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા અવસરે, એના આ અંતભાગમાં, તે પ્રશ્નો અને તેના સૂઝતા ઉત્તરો આપવાનું ઉભય-પક્ષે સંતોષપ્રદ બનશે; કર્તવ્યપૂર્તિરૂપ પણ બનશે. પ્રથમ લઈએ સહૃદય મિત્ર પ્રા. ડૉ. લક્ષ્મશભાઈ જોષીના પ્રશ્નો. એ વાત અત્રે ઉલ્લેખ્યા વિના રહેવાતું નથી કે તેઓ ત્રણે ય દિવસનાં આ વ્યાખ્યાનો, અગ્રતમ હરોળમાં બેસીને, પૂરી તન્મયતા સાથે, અનુમોદન સાથે, વક્તાને પોરસ ચઢે તેમ સાંભળતા પણ રહ્યા અને કોઈ અવતરણ કે વિગતની ચોકસાઈ કરવામાં વક્તાને આત્મીયતાથી ટેકો પણ કરતા રહ્યા. વક્તા-શ્રોતાનું કેવું ફરી-ફરી સ્પૃહણીય (ઝંખવા લાયક) સાયુજ્ય ! ૩૩૫ તેમના પાંચ પ્રશ્નો પૈકી, ‘હિન્દુ-કોડ-બિલ'ના પરિચયના અભાવે “તેને કૌટિલ્ય સમર્થન આપે છે કે કેમ ? '' એવા તેમના પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપી શકાય એમ નથી. એટલું કહી શકાય કે કોટિલ્યના ગ્રંથમાં ‘ધર્મસ્થીયમ્’ એ સામાજિક કાયદા(દીવાની કાયદા)ને લગતા અધિકરણમાં ઘણીબધી કાનૂની જોગવાઈઓ ‘યાજ્ઞવલ્ક્ય-સ્મૃતિ’ કે ‘મનુસ્મૃતિ'ના અનુસરણરૂપ જણાય છે. કેટલાંક સ્થળોએ કૌટિલ્ય જે-તે મુદ્દા પરત્વે પૂર્વાચાર્યના મત નિર્દેશીને પોતાનો ભિન્ન મત હેતુકથનસહિત યા ક્વચિત્ હેતુકથન જરૂરી ન લાગતાં તેના વિના રજૂ કરે છે. ‘હિન્દુ-કોડ-બિલ' પ્રાયઃ આવી પ્રાચીન સ્મૃતિઓના આધારે તૈયાર થયેલું સમજીને કહી શકાય કે કૌટિલ્યની તે પરત્વે પ્રાયઃ સંમતિ હોય. બાકી દેશકાળભેદે પિરવર્તનયોગ્ય અનેક પ્રથાઓ પરત્વે ‘હિન્દુ-કોડ-બિલ'માં પરિવર્તનો થતાં રહ્યાં છે; કૌટિલ્ય આ દેશ-કાળમાં થયા હોત તો તેઓની વૈચારિક પ્રગતિશીલતા મુજબ જરૂર તેવાં પરિવર્તનોનો અનુરોધ સુધ્ધાં કરત. બીજો પ્રશ્ન છે હિન્દુ વારસાના કાયદા વિષે કૌટિલ્યના મત અંગેનો. આ વિષેના કૌટિલ્યના વિચારો ત્રીજા ધર્મસ્થીયમ્ અધિકરણના પાંચમા, છઠ્ઠા, સાતમા અધ્યાયમાં અનુક્રમે વાયવિભાગ:, અંશવિમાન:, પુવિમાનઃ એવા પ્રક૨ણભેદે ઠીક-ઠીક વિગતે મળે છે. આમાં વારસા વિષેની સર્વગ્રાહી ચર્ચા છે. વારસો નક્કી કરનાર તરીકે પુરુષ-વડીલ માન્ય કરાયો છે; સ્ત્રીનો સીધો અવાજ કે નિર્ણય નથી. આ છે દેશકાળબળ ! પરંતુ અનેક આડકતરી આર્થિક-સામાજિક સ્તરની સ્ત્રી-સંરક્ષક જોગવાઈઓ દ્વારા પુરુષ-વડીલની મનસ્વિતા નિયંત્રિત કરીને સ્ત્રીની બરોબરી પ્રમાણાય તેવી અનેક જોગવાઈઓ સંભવતઃ મહદ્ અંશે પરંપરાનો જ આધારે – કૌટિલ્યે પોતાની સવિશેષ ઊલટ સાથે રજૂ કરી છે. સામે પક્ષે, સ્ત્રીના વિવાહાન્તર(અન્ય વિવાહ)સંબંધી ચંચળપણાના પ્રમાણમાં તેના વા૨સા-હક ૫૨ વાજબી કાપ પણ સૂચવાયા છે. વિવાહસંબંધની કક્ષાના ભેદ મુજબ તેનાથી ધનારા પુત્રોને મળવાપાત્ર વારસાઅંશમાં પણ ભેદ સૂચવાયો છે. સીધી રીતે પુત્રીના વારસાહકની વાત નથી. એકંદરે વારસા-હકસંબંધી સમગ્ર ચર્ચા, અન્ય ચર્ચાઓની જેમ દરેક વ્યક્તિને યોગ્ય ન્યાય મળે તેવી સમત્વપૂર્ણ અને બુદ્ધિગ્રાહ્ય છે. અગાઉ આ ત્રીજા વ્યાખ્યાનમાં નિર્દેશ્યા પ્રમાણે, વારસાહક્ક એ સ્વકુળ પ્રત્યેની અસ્મિતાને પુષ્ટ કરવાના એક મનોવૈજ્ઞાનિક ઉપાય તરીકે મહત્ત્વનો છે એવો ધ્વનિ આ ચર્ચામાંથી તારવી શકાય. મિલ્કતના વારસાહકની જેમ દેવાના વારસા-કર્તવ્યની વાત પણ ચુકાઈ નથી ત્રીજો પ્રશ્ન છે : “ભ્રષ્ટાચાર અનિવાર્ય અનિષ્ટ હોય તો પણ તેને ઓછો કરવાના ઉપાયો કૌટિલ્ય For Personal & Private Use Only — Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ દર્શાવે છે?” આની વિસ્તૃત ચર્ચા આ ત્રીજા વ્યાખ્યાનમાંના ત્રીજા અર્થતંત્ર' અંગેના મુદ્દામાં અલગ પેટાશીર્ષક મૂકીને કરી જ છે. અહીં એનો માત્ર ટૂંકો નિર્દેશ કરીએ. પ્રશ્નનો ઉત્તર “હા”માં છે. ઉત્પાદન સ્થાનોમાં કર્મચારીઓ દ્વારા ચોરાયેલી ચીજો પાછી મેળવવાના ઉપાયો અંગેના અધ્યાય ક્ર. ૨.૮માં મુખ્યત્વે ઉત્પાદન-સ્થળે માલ ચોરવાના, ઓળવવાના ચાલીસ પ્રકારો બતાવ્યા છે અને તે સામેના ઉપાયો પણ બતાવ્યા છે. “ટકશોધન' એવા માર્મિક શીર્ષકવાળા ચોથા અધિકરણમાં વેપારીઓ, કારીગરો, ગોરખધંધાઓ દ્વારા ગેરકાયદેસર છૂપી કમાણી કરનારાઓ, સરકારી અધિકારીઓ, ખુદ ન્યાયાધીશો (આજની જેમ !) – એ બધાના ભ્રષ્ટાચારપ્રકારો અને તે રોકવાના ઉપાયો બતાવ્યા છે. અત્યંત વ્યાપક ગુપ્તચરતંત્રનું સૌથી મહત્ત્વનું કામ આ છે : જાતજાતનાં છટકાં ગોઠવી મંત્રી-આદિ ઉચ્ચ પદધારીઓનું વિવિધલક્ષી પરીક્ષણ વિવિધ ૩qધા (છટકા) દ્વારા તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન સમયે-સમયે કરાય છે. આર્થિક પ્રવૃત્તિઓના બધા સરકારી અધ્યક્ષો સ્વવિભાગીય ગતિવિધિઓની પૂરી તપાસ રાખીને રાષ્ટ્રને પડનારો આર્થિક ફટકો અટકાવે છે. તે રીતે વેપારી રાજમાર્ગો (વખHથ) પરના શુલ્કની ચોરી વિવિધ નિપુણ રીતો દ્વારા અટકાવવાની, દંડવાની જોગવાઈઓ વર્ણવાઈ છે. કૌટિલ્યની મજેદાર તુલના જુઓ : “પાણીમાંથી માછલી પાણી ન પીએ એ જેમ અશક્ય છે, તેમ સરકારી કર્મચારી, નિાણા કે માલનો વહીવટ પોતાના હાથ પર હોય ત્યારે,] ખાયકી ન કરે તે અસંભવ છે !૫૪'' ઇન્દ્રિયજયનો અધ્યાય ક્ર. ૧.૬ ગ્રંથના આરંભ-ભાગે મૂકીને તથા એમાં “આ આખું શાસ્ત્ર (અર્થશાસ્ત્ર) એટલે ઇન્દ્રિયજય” એમ કહીને તેઓ ભ્રષ્ટાચાર નાથવાનું સમાજમનોવિજ્ઞાન-આધારિત પાયાનું સાંસ્કૃતિક સાધન પણ ઉત્તમ રીતે ચીંધે છે. ભગવદ્ગીતા આમાંનું સરળ સમાજ-મનોવિજ્ઞાન આમ ચીંધે છે : “જે-જે આચરણ શ્રેષ્ઠ વ્યક્તિ કરે છે, તે જ સામાન્ય જન કરે છે. અલબત્ત, આ પાયાના ઉપાય સાથે જ રાજયતંત્રને ભ્રષ્ટાચાર રોકવા તે-તે સંસ્થાઓ, નિયમનો, અધિકારી-જાળ ઇત્યાદિ સ્થાપવું ને પાકે પાયે નિભાવવું તો જરૂરી છે જ. તો બીજી બાજુએ પેલા પાયાના ઉપાયને સારી પેઠે મજબૂત બનાવવા ગ્રંથનું ‘વિયાધારિમ્' એવા ધ્યાનાકર્ષક નામવાળું પ્રથમ અધિકરણ આકાર્યું છે. તેમાં રાજાના વિનયગ્રહણ સંબંધી વિસ્તત સામગ્રી ઉપરાંત મંત્રી, અમાત્ય, પુરોહિત, દૂત, ગુપ્તચર જેવા ખૂબ મોકાના કાર્યકરોની આંતર-બાહ્ય લાયકાતોની ચર્ચા ખૂબ કાળજીથી ગૂંથાઈ છે. સૌને ગમી જાય તેવો ચોથો પ્રશ્ન કૌટિલ્યની દૃષ્ટિ મુજબના શિક્ષણક્ષેત્રના આદર્શને લગતો છે. પ્રાચીન-ભારતીય સંસ્કૃતિને માન આપીને શિક્ષણવિધિ પરત્વે રાજયના અભિક્રમ અને અંકુશ ઇષ્ટ મનાયા નથી; પરંતુ વિશેષતઃ આશ્રમાદિનું બંધનમુક્ત ભૌતિક પરિપોષણ રાજયહસ્તક ખરું – આ વાત ખાસ ધ્યાનપાત્ર છે. વિવિધ આર્થિક-સામાજિક-વહીવટી આગવા અધ્યક્ષોની ચર્ચા કરતાં બીજા વિસ્તૃતતમ અધિકરણમાં કોઈ શિક્ષણાધ્યક્ષનો ઉલ્લેખ સુધ્ધાં નથી ! પ્રજાજીવન અને તેમની ભાતીગળ સ્વયંભૂ પ્રવૃત્તિઓને અત્યંત ઈષ્ટ લેખીને તેની પ્રત્યે આદર અને આમન્યા જાળવતા રાજયતંત્ર દ્વારા ઋષિઓ, બ્રાહ્મણવર્ગ અને તે-તે તળ પ્રજાજૂથો દ્વારા નિજ-નિજ જીવનદષ્ટિ અને વિશિષ્ટ જિજીવિષા મુજબ શિક્ષણવિધિ વિકેન્દ્રિત રૂપે ગોઠવાય તે જ જીવંત, સ્વાધીન સમાજનું લક્ષણ મનાયું હશે. એક રીતે “શાળામુક્ત સમાજ' (ઇટલીના મનીષી ઇવાન ઇલિચે પ્રબોધેલ Deschooling Society)ની નજીકની આ મુક્ત સમાજસ્થિતિ ગણાય. તળ પ્રજાજૂથો તો For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા 33७ પારિવારિક કે ગ્રામના સ્તરે કોઠાસૂઝ-આધારિત વ્યાવસાયિક, સામાજિક કે પારિવારિક જીવન માટેનું શિક્ષણ પેઢી-દર-પેઢી પોતાની નૈસર્ગિક ધિંગી પ્રતિભા મુજબ આપતાં હશે. સંભવતઃ ઉપલા ત્રણ કિંજ-વર્ગો માટે ગ્રામસભા દ્વારા પ્રાથમિક શાળાઓ પણ ઊભી કરાતી હોઈ શકે અને આગળનું ઉચ્ચ શિક્ષણ તપોવનોમાંના આશ્રમો દ્વારા થતું હશે. એકંદરે આવી કંઈક નરવી સ્વાયત્ત વ્યવસ્થા હશે. આજે વેપારથી પણ બદતર એવી લૂંટ કે ગુંડાગીરી સ્તરની જામેલી શિક્ષણ સંસ્થાઓની વરવામાં વરવી ઇજારાશાહી જોઈ કોને માનવસંસ્કૃતિનું ભાવિ ભયાનક જોખમોથી ઘેરાયેલું નહિ લાગે ? વિદ્યાગ્રહણનાં સોપાનો અંગે અગાઉ બીજા વ્યાખ્યાનમાં વિગતે ચર્ચા કરેલી છે. તે અંગે ચાર સ્થળોએ લાઘવથી જે મહત્ત્વની વાતો કહેવાઈ છે, તેમાં મુખ્ય વાત છે આત્મસંયમ (ઈન્દ્રિયજય) એ વિદ્યાગ્રહણનો આવશ્યક પાયો હોવાની વાત. આજના કહેવાતા શિક્ષણમાં વ્યાપકપણે જોવા મળતો આ સત્યાશ્રિત વૈજ્ઞાનિક પાયાનો અભાવ જ નહિ, પણ ચાહીને કરાયેલો ઉચ્છેદ સરવાળે તો બુદ્ધિનાશમાં, સંસ્કૃતિવિનાશમાં, આત્મવિનાશમાં જ પરિણમી રહ્યો છે. એમાંથી બચવા કૌટિલ્ય રજૂ કરેલી આ વૈજ્ઞાનિક વાત શિક્ષણના પાયા તરીકે પ્રસ્થાપવા સમજદારોએ કમર કસવી જ રહી. શ્રી લક્ષ્મશભાઈનો પાંચમો પ્રશ્ન પણ સર્વ સંસ્કૃતિપ્રેમીઓના હૃદયનો પડઘો પાડે છે : “વિદેશી સાંસ્કૃતિક-આર્થિક નિગૂઢ આક્રમણોને રોકવાના ઉપાય “અર્થશાસ્ત્રમાં છે?” પાયાની વાત એ કે તે જમાનામાં સંદેશાનાં અને પરિવહનનાં આજના જેવાં અને જેટલાં સાધનો શોધાયાં નહોતાં, તેથી સ્થાનિક આર્થિક-સાંસ્કૃતિક જીવન પર આવાં નિગૂઢ આક્રમણો માટે બહોળી અનુકૂળતા નહોતી, તેમ જ તેને પોષનારી સંસ્થાનવાદી વૃત્તિને પણ અવકાશ નહોતો. વળી એક રાષ્ટ્રમાં પણ વિવિધ પ્રજાજૂથોની જીવનશૈલીનું આગવાપણું સહજપણે જળવાતું. તેથી તો કૌટિલ્ય દીવાની કે સમાજલક્ષી કાયદાઓના ત્રીજા અધિકરણના પ્રથમ અધ્યાયમાં ન્યાયસ્થાપના માટે લાગુ પાડવાના ચાર માપદંડો પૈકી ત્રીજા ક્રમે ચરિત્ર' એટલે કે સ્થાનિક રિવાજ કે સ્થાનિક જીવનશૈલીનો સમાવેશ પણ કર્યો છે, અને તેની પ્રસ્તુતતા ધર્મ' (શુદ્ધ સત્યની દૃષ્ટિએ ફલિત થતો કાયદો) અને વ્યવહાર (સામાજિક સંબંધ અને આપ-લેમાંથી ફલિત થયેલી રૂઢિ) કરતાં વધારે બતાવી છે. પ્રજાઓનો વિદેશો સાથેનો સંબંધ મુખ્યત્વે વેપાર-નિમિત્તે હતો, અને એ સંબંધ પર આર્થિક પાસા પરત્વે રાષ્ટ્રના “પપ્પાધ્યક્ષ (પુરવઠા-અધ્યક્ષ)નું અને એકંદરે ખુદ રાજાનું નિયમન રહેતું – પ્રજા પર અનુગ્રહ (ઉપકાર) થાય તેવું નિયમન. સ્વાયત્ત પુરુષાર્થમાં રત પ્રજાજીવનની કેવી પ્રતિષ્ઠા કરાતી હતી તે તો ગનપનિવેશ: (અધ્યાય ક્ર.૨.૧) ધ્યાનથી વાંચતાં સમજાય છે. ખેતી અને તેના પેટામાં કે પુરવણીરૂપે પશુપાલન અને ગ્રામોદ્યોગ એ જનપદના ઘટકરૂપ ગામની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હતી, અને સંસ્કૃતિ પણ એના આધારે જ ખીલતી હતી. એકેએક પરિવારની આર્થિક-સામાજિક-ધાર્મિક સ્થિતિનું હેતુલક્ષી સર્વેક્ષણ રાષ્ટ્રવ્યાપી મહિમાયુક્ત સત્તા ધરાવતા “સમાહર્તા દ્વારા પોતાના સહાયક કર્મચારીગણની મદદથી થતું અને સરકારી ચોપડે પાકે પાયે નોંધાતું. ગામમાં સભાસ્થળ કે બગીચા પણ ન રાખવાની ભલામણ એટલે કરાતી કે ગામો નિરંતરનાં પરિશ્રમ અને પુરુષાર્થનાં જ ધામ હતા; તેમાં મોટા ઉપાડાની, પ્રજાજીવનમાં ન સદે તેવી બહારથી લદાતી, કહેવાતી સાંસ્કૃતિક' કે મનોરંજનની સામગ્રી અપ્રસ્તુત ગણાતી. પ્રજાના વ્યાવસાયિક જીવનમાં જ ધાર્મિક For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ સામાજિક ઉત્સવો ગૂંથાઈને ભરપૂર આનંદ રેલાવતા. બહારના નટ-નર્તકોના વ્યાપારો પર પણ પ્રજામાં બેદિલી કે કુસંસ્કાર ન ફેલાવાય તે દષ્ટિએ નિયમન કરવાની ચોખ્ખી વાત પણ “જનપદસ્થાપના પ્રકરણમાં ગૂંથી છે તે આપણે અગાઉ જોયું જ છે. ઉપર જોયું તેમ સમાહર્તા દ્વારા પ્રવર્તાવાતાં પારિવારિક સર્વેક્ષણો દ્વારા પરોક્ષ રીતે પ્રજા બેકારી કે ભૂખમરાથી ન પિડાય તેની જ કાળજી લેવાનું અભિપ્રેત હતું. ‘ઉત્તમ વ્યવસાય ખેતી’ એ ધિંગા સૂત્રને બરોબર સાકાર કરતું રાષ્ટ્રીય અર્થતંત્ર જ કોઈ પણ આર્થિકસાંસ્કૃતિક આક્રમણને અશક્ય બનાવે છે. (આદરણીય સંસ્કૃતિપ્રેમી સુવિદ્વાન્ શ્રી રસિકભાઈ પરીખે લખેલું અને અમદાવાદમાં નટમંડળ દ્વારા સફળ રીતે રંગભૂમિ પર અનેક વાર રજૂ થયેલું મેના ગુર્જરી, નાટક આ વાતને અત્યંત મનોહર રીતે રજૂ કરે છે. ટી.વી.ના આક્રમણને ખાળવા એને પુનઃ સજીવન કરવાની જરૂર છે.) સાત રાજયાંગોમાં જનપદને રાજા અને મંત્રીમંડળ પછી તરત સ્થાન આપીને પણ કૌટિલ્ય ગ્રામીણ સમાજની ગાંધી-વિનોબાચીંધી મનોહર વિભાવનાને જ વિધિસર પુરસ્કારી છે. પછી પરદેશી આર્થિક-સાંસ્કૃતિક આક્રમણની શક્યતા જ ક્યાં રહી ? જનપદમાં ગામોના સંગમાં ગોચરો, વનો, ખાણો, કર્માન્તો (ઉદ્યોગવિસ્તારો) પણ પોતપોતાનું અર્થવિધાયક અને જીવનવિધાયક સ્થાન પામે છે એ પણ ન ભુલાય. વળી જેને “પૂછિદ્ર' (નબળી ભૂમિ) કહે છે તેવી બિનઉપજાઉ કે વેરાન ગણાતી ભૂમિને પણ ઉપજાઉ કે ઉપયોગી બનાવવા માટે રાજયતંત્ર પણ સક્રિય રહે છે ને તે અંગેના પ્રજાના કોઠાસૂઝભર્યા અભિક્રમોને પણ વધાવવામાં આવે છે, ત્યાં આજની વરવી રીતનું સ્વદેશી વિદેશી ઉદ્યોગમંડળીઓનું આર્થિક આક્રમણ પ્રસ્તુત જ ક્યાં રહ્યું? આજનાં પરિવહનનાં તેમ જ સંદેશાવ્યવહારનાં સાધનોનો અતિરેક આમ-આદમીને પુષ્ટ કરીને સંસ્કૃતિનું સંવર્ધન કરે છે કે આમ-આદમીને વરવામાં વરવી રીતે ખદેડીને સંસ્કૃતિ-સંકર અને સરવાળે સર્વવિનાશ કરે છે તે જોઈ-સમજી લેવાની ઘડી આવી પહોંચી છે. છેવટે એક વાત ઉમેરીએ કે સાંસ્કૃતિક આક્રમણ કરનાર છેવટે તો તેવા પ્રત્યાક્રમણને પણ નોતરીને સર્વવિનાશનો જ કારસો રચે છે. બીજા પ્રશ્નકાર છે વિદ્યા-ભગિની ડૉ. પારુલ માંકડ : “શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર'ના કાર્યવાહક વિદ્વત્રણ પૈકીનાં સન્નિષ્ઠ અધ્યેત્રી. તેમણે પણ ચોક્કસ રુચિ અને દૃષ્ટિ સાથે પાંચ પ્રશ્નો લિખિત રૂપમાં આપ્યા હતા. તેના પણ મર્મસ્પર્શી ઉત્તરો આપવાની કોશિશ અત્રે પ્રસ્તુત છે. પ્રથમ પ્રશ્ન આમ છે : “ભારવિ અને માઘ એ બંનેનાં સંસ્કૃત મહાકાવ્યોમાંની રાજનૈતિક ચર્ચા પર “મહાભારત' સિવાય “અર્થશાસ્ત્ર'નો પણ પ્રભાવ છે કે કેમ ?” પ્રાથમિક અભ્યાસ પરથી પણ સહજ તારણ એવું નીકળે છે કે “મહાભારતના “શાંતિપર્વમાંના પેટા-પર્વ “રાજધર્મપર્વમાં ઘનિષ્ઠપણે રાજયનાં વિવિધ અંગોનાં કર્તવ્યોની જે ચર્ચા છે, તે ઘણા પાછલા સમયમાં ઉમેરાયેલી સામગ્રી પૈકીની હોવા સંભવ છે. “મહાભારત' આકર-ગ્રંથ બની રહેતાં જુદાં-જુદાં સમયે તેમાં ઉમેરણો થતાં રહ્યાની વાત વ્યાપકપણે સ્વીકારાયેલી છે. કૌટિલ્યના “અર્થશાસ્ત્રની સામગ્રીની બહોળી અસર “રાજધર્મપર્વની સામગ્રી પર જણાય છે. વળી એ પણ ધ્યાનમાં રહે કે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યના કાલિદાસ સહિતના અનેક કવિવરોએ કૌટિલીય “અર્થશાસ્ત્ર'નું આદરભર્યું અધ્યયન કર્યાનાં ચોક્કસ પ્રમાણો એમની તે-તે કૃતિઓમાં મળી આવે છે. એ સ્થિતિમાં ભારવિ અને માઘ પર For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા પણ કૌટિલ્યના આ ગ્રંથનો પ્રભાવ હોવાનું જરૂર કહી શકાય. તે રીતે એ બંને કવિઓનાં મહાકાવ્યોના વિવિધ અંશો પર ‘અર્થશાસ્ત્ર'ના તે-તે અંશોની અસર જરૂર વિગતવાર તારવી શકાય. આમાં વધુ તપાસપાત્ર બાબત શાસ્ત્રગ્રંથના આ-તે અંશોના જે-તે કવિકૃતિ પરના સ્થૂળ પ્રભાવની વિગતો ઉપરાંત તે કવિવરો દ્વારા પૂર્વાચાર્યના શાસ્ત્રગ્રંથમાં જે-તે સ્થાને વ્યક્ત થયેલી સહૃદય ચિંતનશીલતા પ્રત્યે કેવો ને કેટલો આદર વ્યંજિત થાય છે તે, અથવા જે-તે શાસ્ત્રીય મુદ્દા પરત્વે આત્મીયભાવે સંભવિત વક્ર કવિકર્મ પણ કરાયું છે તે છે; એક સુંદર કૌતુકવિષય છે. બીજો પ્રશ્ન છે : “ચાણક્યે ગુન્હાઓની સજા વ્યક્તિલક્ષી કરી છે કે સમાજલક્ષી ?” સંભવતઃ આધુનિક સમાજશાસ્ત્રીય, માનવતાલક્ષી અપરાધશાસ્ત્ર-સંબંધી કે સર્વોદયી વિચારધારાઓ પ્રત્યેના અનુરાગના પ્રભાવ નીચે આ પ્રશ્ન કરાયો લાગે છે; પણ તેથી પ્રશ્નમાં તર્કસંગતિ ચૂકી જવાઈ છે. બીજી શક્યતા એ પણ છે કે ‘વ્યક્તિલક્ષી’ અને ‘સમાજલક્ષી’ શબ્દો પ્રશ્નકારે ભૂલથી અનુક્રમે ‘બદલાલક્ષી’ અને ‘સુધારણાલક્ષી’ અર્થો મનમાં રાખીને વાપર્યા હોય. ગમે તેમ પણ પ્રશ્ન બરોબર આકારાયો નથી. તેમ છતાં પ્રશ્ન પાછળની ઉદાર ભાવના અભિનંદનીય છે. ઉત્તરમાં પહેલી વાત તો એ કે સજા તો, જ્યાં સુધી પરંપરાગત ન્યાયતંત્રનો સંદર્ભ છે, ત્યાં સુધી વ્યક્તિલક્ષી જ હોય; સમાજલક્ષી સજા કયા ધોરણે અને કયા સ્વરૂપે કરવી ? આજે પણ ઉદાર વિચારોના અપૂર્વ વ્યાપ છતાં પણ સજા તો વ્યક્તિલક્ષી જ ચાલુ રહી છે. પ્રશ્નકારનો હૃદ્ગત ઉદાર વિચાર એ છે કે પ્રાયઃ ગુન્હાઓના પાયામાં, કહેવાતા ગુન્હેગારને થયેલો સામાજિક અન્યાય જવાબદાર હોય છે. એટલે ખરેખર તો દોષ સમાજનાં ખોટાં ધારાધોરણો સ્થાપનારા ને બળજોરીથી તેને સતત નિભાવનારા એવા કહેવાતા સમાજ-અગ્રણીઓનો હોય છે. એમને લોકજાગૃતિથી, અવળા સ્વાર્થકેન્દ્રી એકાંગી નિર્ણયો લાદતાં ક્રમશઃ રોકવા જોઈએ; એમના ઇરાદાઓ નિષ્ફળ કરવા જોઈએ. પણ એ કામ સામાજિક અને મનોવૈજ્ઞાનિક સ્તરનું છે; ન્યાયતંત્રનું નહિ. વળી અનેક ગુન્હાઓ એવા પણ છે, જેમાં કોઈ સામાજિક અન્યાયને જવાબદાર લેખી શકાય નહિ. તેમાં તો ગુન્હેગારની અસાધારણ મનોવિકૃતિ જવાબદાર હોય છે. તેવા ગુન્હાનું નિવારણ તો અસાધારણ આત્મશુદ્ધિ પામેલા વિરલ સંતો જ કરી શકે. કૌટિલ્ય પોતે ગુન્હાના આવા સામાજિક કે બાહ્ય મૂળ બાબત ઊંડે ઊંડે સભાન હોવાના કેટલાક સંકેતો મળે છે; દા.ત. તેઓ કેટલીક રિબામણીવાળી વધની પરંપરાગત સજાઓને સ્થાને સાદા વધની ભલામણ કરે છે. વળી વધાદિ કેટલીય આકરી સજાઓની અવેજી(નિય)રૂપે ધનદંડ, સેવાદંડ વગેરેની પણ ભલામણોવાળો એક અધ્યાય પાર્વનિય: (ઋ. ૪.૬૦) પણ છે. વળી સજારૂપે મોટા ભાગે ધનદંડો જ ગ્રંથમાં દેખાય છે; ક્યાંય બંધનદંડ(જેલવાસ)ની ભલામણ નથી દેખાતી. અપરાધી અપરાધ કબૂલે તે માટેની વિવિધ રીતોમાં પણ રિબામણીનો અતિરેક નિવારવાનો પ્રબળ અનુરોધ કરાયો છે. અપરાધોના મૂળમાં રાજ્યતંત્ર દ્વારા મહત્તમરૂપે રોજગારીલક્ષી વ્યવસ્થાઓ ન હોવાની પરિસ્થિતિ એ સૌથી મોટી બાબત છે એ તો કૌટિલ્ય ખૂબ જાણે છે. તેથી ગ્રામીણ અર્થતંત્રની એમની સમગ્ર વિભાવના આખા ગ્રંથમાં સૌથી વધારે મહત્ત્વની બની ૩૩૯ - For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪) કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ રહે છે. અગાઉ આ બધી ચર્ચા કરેલી છે. સ્ત્રીવર્ગ, દાસવર્ગ, કૃષકવર્ગ, નિમ્નતમ પ્રજાજૂથો, અપંગોને પણ સામાજિક-આર્થિક ન્યાય થતો ન રોકાય તે માટેની અનેક જોગવાઈઓ ગ્રંથનાં બીજાત્રીજા અધિકરણમાં તો સવિશેષ રૂપે છે. ત્રીજો પ્રશ્ન : આમાં ભારતના સ્વાતંત્ર્યની આગાહી કરનાર શ્રી અરવિંદ સ્વાતંત્ર્યોત્તર જે શક્ય પરિસ્થિતિ – ગુંડારાજ, અરાજકતા અને બૉલ્શવિઝમ (હિંસક ક્રાંતિ) – અંગે ચિંતા વ્યક્ત કરી હતી, તેવી પરિસ્થિતિ અંગે કૌટિલ્યના કોઈ પ્રતિભાવો અને ઉપાયનિર્દેશ હોય તો તે બાબતે જિજ્ઞાસા વ્યક્ત કરાઈ છે. તેવી પરિસ્થિતિમાં રાજા, પ્રધાન, સમાજમાન્ય વ્યક્તિઓ અને સામાન્ય પ્રજા માટે કોઈ સલાહસૂચનો છે કે કેમ એ અંગેની જિજ્ઞાસા પણ બતાવી છે. વળી તે વખતે સામ્યવાદને મળતો કોઈ વાદ હતો કે કેમ તેવી પૃચ્છા પણ છે. - આ પ્રશ્નના મુખ્ય પ્રથમ અંશનો ઉત્તર ‘અર્થશાસ્ત્ર'ના જુદા-જુદા અંશોમાંથી ઠીક-ઠીક સંતોષ સાથે મળી શકે એમ છે. બીજા અંશનો પાંખો ઉત્તર મળે એમ છે. ત્રીજો અંશ પ્રાચીન ભારતના સામાજિકરાજકીય પ્રવાહોનું સામાન્ય જ્ઞાન ધરાવતા સંસ્કૃતજ્ઞ દ્વારા પુછાવામાં કોઈ ઔચિત્ય નથી. પોતે જાણેલી બાબતના અનુસંધાનમાં તેના કોઈ વિશેષ પાસા વિષે પૂછવામાં જ સાર્થકતા છે. ઉત્તરદાતાએ પ્રશ્નકારને સામો પ્રશ્ન પૂછવો પડે એ સ્થિતિ ટાળીએ. હવે આપણે ઉપર કહ્યા મુજબ શક્ય ઉત્તરો વિચારીએ. મુખ્ય પ્રશ્ન છે ભારતમાં કોઠે પડી ગયેલા દીર્ઘકાલીન પરદેશી શાસનના સમાપન બાદ પ્રવર્તનારા પ્રજાસત્તાક સ્વદેશી શાસનના સંક્રમણ-અવસર-નિમિત્તે રાષ્ટ્રમાં સંભવતઃ ભડકી ઊઠનાર ગુંડારાજ, અરાજકતા અને બૉલ્શવિઝમ (હિંસક ક્રાંતિ) બાબતની મહર્ષિ અરવિંદની ભવિષ્યવાણીના સંદર્ભે શક્ય ઉપાય અંગે કૌટિલ્યના અર્થશાસ્ત્ર'માંથી મળતા કોઈ માર્ગદર્શન અંગેનો. આધુનિક ભારતના ઐતિહાસિક સ્વાતંત્ર્ય-સંગ્રામનો સંદર્ભ અને કૌટિલ્યના સમયમાં પ્રવર્તતી રાજાશાહીનો સંદર્ભ – બંનેમાં બાહ્ય ફેર તો ઉઘાડો છે. બંને કાળની પ્રજાકીય ચેતનામાં પણ ઘણો ગુણાત્મક ભેદ છે. તેમ છતાં સદીઓ સુધી માનવસ્વભાવમાં કોઈ નાટ્યાત્મક પરિવર્તન, આ પરંપરાનિર્દિષ્ટ કળિયુગમાં તો જોવા મળતું નથી તેમ જરૂર કહી શકાય. અરાજકતા' શબ્દ મૂળમાં તો રાજાશાહી સાથે સંલગ્ન શબ્દ છે – રાષ્ટ્રમાં રાજા ન હોવાની સ્થિતિ તે “અરાજકતા'. રાજાશાહી આજે અપ્રસ્તુત બની રહી છે તે આધારે ભલે આપણે રાજાશાહીને વગોવીએ. પણ વિશેષતઃ ભારતભૂમિમાં પ્રવર્તેલા પ્રાચીનકાલીન ઉત્તમ સમાજશાસ્ત્રના ગુણિયલ, સંસ્કૃતિસંવર્ધક અંગરૂપે દીર્ઘકાળ સુધી રાજશાસન-પદ્ધતિએ માનવ-ઇતિહાસમાં સદા-સ્મરણીય ને અનુકરણીય કર્તવ્ય-બજવણી કરેલી છે તે વાત તો ભારતના ઉત્તમ પ્રાચીન લલિત સાહિત્ય પરથી તેમ જ ખુદ પ્રાચીન રાજનીતિશાસ્ત્ર પરથી પણ નિર્વિવાદપણે ફલિત થાય છે. મહાભારત'ના ‘શાન્તિપર્વમાં આવેલા “રાજધર્મપર્વ' તરીકે પ્રસિદ્ધ પેટાપર્વમાં વિશેષતઃ અડસઠમા અધ્યાયમાં રાષ્ટ્ર કે સમાજમાં રાજા ન હોય તો શાશા પારિવારિક, સામાજિક, રાષ્ટ્રીય અનર્થો પ્રવર્તી શકે તેનું ખૂબ રસપ્રદ અને ગંભીર અધ્યયનને યોગ્ય કલ્પનાચિત્ર આપ્યું છે. “રામાયણ'માં પણ રામ-વનવાસ-ટાણે ભરતે કેવળ કર્તવ્યપૂર્તિ અર્થે જ અયોધ્યાને બદલે નંદીગ્રામમાં ત્યાગીનું જીવન જીવતાં રાજશાસન સંભાળ્યાની વાત છે; ત્યાં પણ For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૪૧ રાષ્ટ્ર ક્ષણભર રાજા-રહિત (‘અરાજક') ન હોવું જોઈએ એ અનુભવસિદ્ધ વાત ઘૂંટીને રજૂ થઈ છે. કૌટિલ્ય પણ રાજાશાહીને માનવ-સંસ્કૃતિની આવી અત્યંત મૂલ્યવાનું અને અનિવાર્ય કડી તરીકે જુએ છે. એ ન ભુલાય કે આ મત સાથે જ એમની રાજત્વની ઉચ્ચ-ભવ્ય વિભાવનાને પણ જોડવાની છે. કોઈ કારણે રાજા અચાનક અસાધ્ય રોગમાં ઘેરાઈ જાય કે અચાનક સ્વરાષ્ટ્ર કે પરરાષ્ટ્રમાં મૃત્યુ પામે ત્યારે મુખ્ય અમાત્ય (મુખ્યમંત્રીએ) સમસ્ત રાજ્યતંત્રના સમર્પિત પ્રતિનિધિ તરીકે કેવી ચારે બાજુની સાવધાનીથી અને આવશ્યક ગુપ્તતા જાળવીને રાષ્ટ્રની રાજારહિત સ્થિતિને નિપુણતાથી પસાર કરીને યોગ્ય વિધિથી નવા રાજાની સ્થાપના કરવાની છે તે અત્યંત સમજવા જેવી વાત અધ્યાય ક. ૫.૬માં કરી છે. તેની બધી વિગતો અત્રે પ્રસ્તુત નથી, પણ તેમાંની માર્મિક વાત જોઈશું. ઉપર્યુકત અધ્યાયની મધ્યમાં કહેલી વાત ખૂબ મહત્ત્વની હોઈ તે પહેલાં જોઈએ; તે વાત છે રાષ્ટ્રની આકસ્મિક અરાજક સ્થિતિમાં મુખ્ય અમાત્ય(મંત્રી)ના જવાબદારીભર્યા ઠરેલ વલણ અંગેની. ‘કાગડા બધે કાળા' એ ન્યાયે આજની જેમ તે સમયમાં પણ, રાજસત્તા મૂળમાં કર્તવ્યપૂર્તિરૂપ સેવાધર્મ હોવા છતાં, તે વિપુલ ધનપ્રાપ્તિનો, વૈભવી સુખભોગના અને અહંકારને હુલાવે-ફુલાવે તેવી કીર્તિ કે નામનાના સાધન તરીકે જ સાંસારિકોમાં જોવાતી. એને ખાતર પિતા પુત્રને ને પુત્ર પિતાને હણે એ સ્થિતિ કાયમી હતી; અલબત્ત, એમાં આશ્ચર્યકારક અપવાદો પણ વારંવાર જોવા મળતા. તો આવી હોડની સ્થિતિમાં ઇતિહાસમાં નોંધાયેલા કે કિંવદંતીરૂપે ટકેલાં અનેક દૃષ્ટાંતો છે કે જેમાં અરાજક સ્થિતિનો ‘લાભ' (રાષ્ટ્રને તો ગેરલાભ !) લઈને કાં તો મહા-અમાત્યે કે ક્વચિત્ સેનાધ્યક્ષે રાજસત્તા પચાવી પાડી હોય. આ અધ્યાયમાં કૌટિલ્ય તો મૃત કે અસાધ્ય રોગથી ઘેરાયેલા રાજાને સ્થાને અન્ય રાજા સ્થપાય ત્યાં સુધી વિવિધ યુક્તિઓથી ચાલુ રાજાની વાસ્તવિક સ્થિતિ અંગે, બનાવટી રાજા દ્વારા કે રાજાના અદર્શન અંગેનાં કાલ્પનિક કારણોને પ્રસિદ્ધિ આપીને, ગુપ્તતા અચૂક જાળવવાનો પાકો અનુરોધ કર્યો છે. આ સંદર્ભે કૌટિલ્ય જ “ભારદ્વાજ' નામના રાજનીતિશાસ્ત્રના પૂર્વાચાર્યનો મત રજૂ કર્યો છે કે જયારે આમ રાજલક્ષ્મી સ્વયં સામેથી ઉપસ્થિત થઈ હોય, ત્યારે એને પોતાને હસ્તક કરવાની તક ચૂકનાર મહા-અમાત્ય મૂર્ખ ગણાય. આવા મતનો સ્થૂળ જવાબ તો કૌટિલ્ય ઉચ્ચ બૌદ્ધિક કક્ષાનો જ, અત્યંત લાઘવથી આપ્યો છે; પણ તે જવાબની પૂર્વભૂમિકામાં છે કૌટિલ્યની પ્રબુદ્ધ (ઊંડી સમજણથી ભરેલી) રાજનિષ્ઠા. તે અનુભવાશ્રિત બૌદ્ધિક ઉત્તર પણ સફળતા સાથે પારમાર્થિક કલ્યાણ પણ ઇચ્છતા કોઈ પણ દેશકાળના શાણા રાજપુરુષે હૈયે ધરવા જેવો છે; મહાઅમાત્યે અરાજક રાષ્ટ્રની રાજસત્તા સ્વહસ્તગત કેમ ન કરવી તે માટે ત્રણ કારણો આપ્યાં છે : (૧) તે આમપ્રજા સહિતના બાકી રાજયાંગો (‘પ્રકૃતિઓ) – મંત્રીમંડળ, દુર્ગ, સૈન્ય, કોશરક્ષકો વગેરેમાં તીવ્ર પ્રકોપ જન્માવે છે. (૨) તે અધર્મિષ્ઠ એટલે કે મનુષ્યના અંતિમ કલ્યાણના સાધનરૂપ ધર્મનો લોપ કરનાર છે; અર્થાત્ સરવાળે એ માર્ગે ચઢનારની દુર્ગતિ થાય છે. અને (૩) એવું રાજસત્તાનું મનમાન્યું ગ્રહણ નિશ્ચિત લાભ જ કરાવે તેવી ખાતરી હોતી નથી; અર્થાત્ એવી રાજસત્તા પોતાને હસ્તક લાંબો સમય ટકી રહે એવી ખાતરી હોતી નથી. આમાંનું વચલું કારણ જ વિશુદ્ધ આત્માને માટે તો પૂરતું છે; કારણ કે તે બધાં કારણોનું ય કારણ એવું તાત્ત્વિક કારણ છે. For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ઉક્ત અધ્યાયના ઉત્તરાર્ધમાં રાજા અપુત્ર હોય પણ જો તેને પુત્રી હોય તો તેનાથી થયેલા પુત્રને ગાદી આપવી કે રાજાની કોઈ પણ રાણી ગર્ભવતી હોય તો તેનાથી થનાર પુત્રની રાહમાં મંત્રીએ શાસન કરવું વગેરે વિગતો પણ વ્યવહારુ ચીવટથી આપી છે તે છોડીએ. મુખ્ય વાત છે શ્રી અરવિંદે તેમના ગીતા-નિબંધો'માં ચીંધેલા નિરહંકાર વ્યક્તિત્વ' (impersonal personality)ની. મુખ્ય મહા-અમાત્ય પણ આવી પ્રતિભામાં સ્થિર થઈને એક સાંકળની નમ્ર-નાનકડી કડી બનીને કૃતાર્થ (કર્તવ્યમાંથી પરવારેલા) થવાનું છે. મહત્ત્વાકાંક્ષા કે કોઈ પણ બાબતનો લોભ સરવાળે મનુષ્યને ખાઈ જાય છે. પ્રશ્નકર્ણીની તાલાવેલીભરી જિજ્ઞાસાને સંતોષવામાં પૂરી અનુકૂળતા થાય તે માટે અગાઉ ઘૂંટીઘૂંટીને કહેલી “અર્થશાસ્ત્રમાંની કેટલીક બીજી વાતો પણ યાદ કરી લઈએ : (૧) રાજા કે રાજપુરુષ, કૌટિલ્યમત મુજબ અવશ્ય જાણવી જોઈએ તેવી વિદ્યાઓ પૈકી ત્રણ તો પ્રજાના લૌકિક જીવનમાં ઉપયોગી બનવા માટે ખપની છે, પરંતુ કૌટિલ્યના વૈચારિક ક્ષિતિજ મુજબ તેમાં “આન્વીક્ષિકી' એટલે કે દર્શનવિદ્યા પણ આત્મસાત્ કરવી આવશ્યક છે. એ મનુષ્યની બુદ્ધિને સર્વગામી અને વિશાળ કરીને, જીવનની ઉચ્ચારી સ્થિતિમાં ચિત્તની સમતુલા જાળવીને, વિચાર, વાણી, કર્મ એ ત્રણેયમાં પારગામી નિપુણતા આણે છે. વળી વ્યવહારુ વિઘાઓનાં તારણોને લોકોત્તર (બિન-સાંસારિક) રીતે મૂલવવાનું અપૂર્વ સામર્થ્ય આપે છે. (૨) એ દર્શનવિઘામાંથી જ ફલિત થતી એક પાયાની જીવનમીમાંસા અધ્યાય ક્ર. ૬. રના પ્રારંભમાં મળે છે, જેમાં સરવાળે દૈવ અને પુરુષાર્થ એ બંને જીવનઘટકરૂપ અનિવાર્ય પરિબળો હોવાની અને એ બંનેના ક્ષેત્રભેદની વાત કરી છે. વળી દૈવના અન્વયે શમ (બુદ્ધિના સમત્વ સહિતની ચેતનાની શાન્તતા અને સાક્ષિભાવ) ધારણ કરવાનો છે અને પુરુષાર્થ-ક્ષેત્રના અન્વયે વ્યાયામ (બુદ્ધિ, મન સહિતની વાણી અને કાયાનો કર્મયોગ) અંગીકારવાનો છે. આ બંને મળીને વેદમાં ચૂંટાયેલો ધીરત્વનો આદર્શ જ મૂર્ત થાય છે; અથવા ભગવદ્ગીતાનો “નિમિત્તમાત્ર' બની રહેવાનો આદેશ. (૩) કોઈ પણ વિદ્યા આત્મસાત્ કરવા માટેની અનિવાર્ય શરત તરીકે ઇન્દ્રિયજયની પ્રસ્થાપના. આના સ્વરૂપ વગેરેની ચર્ચા બીજા વ્યાખ્યાનમાં કરેલી છે. વિશેષ મહિમામય વાત એ છે કે આ આખા શાસ્ત્રને (અર્થાત્ અર્થશાસ્ત્રને – તેની કેળવણીને) તેમણે ઇન્દ્રિયજયરૂપ ઘોષિત કર્યું છે. નાના-મોટા દરેક ક્ષેત્રે રાજનીતિનું, રાજકાજનું અને રાષ્ટ્રપષક કર્મોનું સફળ પ્રવર્તન ઇન્દ્રિયજયથી એટલે કે આત્મસંયમ કે નૈતિક જાગૃતિથી જ થઈ શકે તેવો આનો અર્થ થાય. આના અનુસંધાનમાં જ કૌટિલ્ય સર્વવ્યાપી અને ઘનિષ્ઠ એવા લોકાશ્રિત ગુપ્તચરતંત્રની સ્થાયી રચના અને તેની નિત્યની વ્યાપક સક્રિયતાનું નિરૂપણ આખા ગ્રંથમાં તે-તે પ્રસંગે કે સ્થાને કરેલું છે. તેઓ એ પણ બરોબર જાણે છે કે ઘનિષ્ઠપણે સંયમ કે ઇન્દ્રિયજય અપનાવી જાણનાર ઉચ્ચ અધિકારીઓનો સુવિશાળ સમૂહ જ તેનું કાર્યક્ષમ પાલન કરાવી શકે છે. તેથી જ તેમણે ગ્રંથનું પ્રથમ અધિકરણ (fવનધરિમ્) ઉચ્ચ અધિકારીઓની ચારિત્રિક સજ્જતા બાબતે આકાર્યું છે. હકીકતે, પછીનાં ત્રણ અધિકરણો પણ અર્થક્ષેત્રે, સામાજિક સંબંધોના ક્ષેત્રે, વ્યાવસાયિક ક્ષેત્રે અને રાષ્ટ્રના જાહેરજીવનના ક્ષેત્રે નૈતિકતાની જયોત જલતી રાખવા માટે આયોજાયાં છે. જર્મન તત્ત્વજ્ઞ નિત્યેનું એક વચન છે “પારગામી દર્શનશક્તિ (vision) વિનાનું રાષ્ટ્ર નાશ પામે છે.” આમાં સીધો મહિમા દર્શનશક્તિનો કરાયા છતાં તેમાં દર્શનશક્તિના પાયા તરીકે પ્રજાનું અને નેતાઓનું ઉચ્ચ નૈતિક કાઠું પણ સમાવિષ્ટ ગણવું ઘટે. સરહદ-પારના શત્રુનું પાકું અને કરકસરભર્યું For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા उ४३ નિયમન પણ રાષ્ટ્રના આ પાયા દ્વારા જ શક્ય છે. (૪) એક સ્થળે આ ગ્રંથમાં એમ પણ કહેવાયું છે કે રાજા પોતાના પરિવાર સહિતનું સર્વસ્વ ગુમાવે તો પણ તે પોતાનાં પ્રાણ અને સત્ત(આત્મબળ)ને બચાવીને પુનઃ ઐશ્વર્ય પામી શકે છે. કાલિદાસે કહ્યું છે : “ભવિતવ્યો (થવા સર્જાયેલી ઘટનાઓ)નાં દ્વાર સર્વત્ર હોય છે.” વળી કહેવાયું છે : “જેવી જેની ભાવના, તેવી તેની સિદ્ધિ.” ભગવદ્ગીતાએ એટલે સુધી સાચા સાધક બાબત કહ્યું છે કે “સારાં વાનાં પ્રવર્તે અને ખરાબ વાનાં નિવર્સે તેમ પણ તે ઝંખતો નથી.” આવી નિરાગ્રહિતા જ આત્મબળની નિશાની છે. આટલી સામગ્રીને આધારે પ્રશ્નનો ઉત્તર તારવીએ. ભારતના સ્વાતંત્ર્યના પગલે શ્રી અરવિંદ કરેલી આગાહીમાં ત્રણ બાબતો બતાવાઈ છે : ગુંડાગીરી અર્થાત્ દુષ્ટોનું વ્યાપક પ્રચલન, અરાજકતા અર્થાત્ દુષ્ટો પરના અને રાષ્ટ્રદ્રોહીઓ (“કંટકો') પરના નિયમનતંત્રનો અભાવ અને બૉલ્શવિઝમ એટલે કે અરાજકતાના વિરોધ અર્થ એ જ અરાજકતાનો અનૈતિક ઉપયોગ કરીને (!) અવિચારી ગુપ્ત હિંસા (ભાંગફોડ) દ્વારા સરવાળે સત્તાલક્ષી એવી “ક્રાન્તિનો નાટ્યાત્મક આડંબર, જે લાંબે ગાળે દેખા દેતા સ્વતોવિરોધથી સંપૂર્ણ વિફળતાને, શૂન્ય ફળને પામે છે. હકીકતે આ ત્રણે ય વસ્તુઓની આગાહી સાચી પડ્યાની પ્રતીતિ છેલ્લા દશકામાં તો – સ્વાતંત્ર્યના છ દશકા વીત્યા પછી પણ – પાકે પાયે થઈ રહી છે. ગુંડાગીરી એટલી હદે કે વિધાનસભાના સભ્યો, સાંસદો, રાજ્ય ને કેન્દ્રના સ્તરના મંત્રીઓ અને અસંખ્ય ઉચ્ચાધિકારીઓ તેમના ગુન્હાહિત ઇતિહાસ છતાં પદ પામ્યા છે અને સત્તા દ્વારા પણ ગુંડાગીરી આચરી રહ્યા છે અને/અથવા પોષી રહ્યા છે. ઉદારીકરણ અને વૈશ્વિકીકરણને ભારતમાં ૧૯૯૧ની સાલથી મનમોહનસિંઘ દ્વારા અવિચારીપણે લીલી ઝંડી મળતાં, સરકારી હોદા, પગારો અને અગણિત આનુષંગિક સુખસગવડોનો ભોગવટો બિનધાસ્ત ચાલુ રાખીને પણ નિયમનો વગરનું “શાસન' (!!) પ્રવર્તાવાઈ રહ્યું છે – જેમાં વધુ ને વધુ પ્રમાણમાં કહેવાતા લોકશાસન'ના નિમ્નતમ પ્રજાવગથી આરંભી હવે તો ઉપલાં-ઉપલાં પ્રજાથરોનો પણ દાળોવાટો કરાઈ, પર્યાવરણ જીવોને જીવાડવાનું પણ બંધ કરી દે તેટલી હદે ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓને – મહદ્અંશે પરદેશી બહુરાષ્ટ્રીય સર્વશોષક ઉદ્યોગ મંડળીઓને – માટે લાલ જાજમ અને લીલાલહેરનું આયોજન કરાઈ રહ્યું છે. આ તો અરાજકતા નહિ, પણ સરકારી મારધાડ જ થઈ. એનો નાદર નમૂનો છે સામ્યવાદી બંગાળી સરકારે સર્જેલો નંદીગ્રામકાંડ. તળાવને તાળાં મરાય એવા ગુજરાતમાં ‘વાયબ્રન્ટ'ના ઉપાડાને હજી બોલકો ઉચ્ચ મધ્યમવર્ગ, સરકારી રોટલાના ટુકડાની લ્હાયમાં પડકારતો નથી. બૉલ્શવિઝમ વધુ ને વધુ રાજયોમાં ફેલાતા જતા નકસલવાદ દ્વારા અને અમેરિકા-બ્રિટન વગેરે દ્વારા થયેલા અતિરેકોના પડઘારૂપે જ નવા-નવા આકારે આયોજન અને બિનધાસ્ત અમલ પામતા જતા આતંકવાદ દ્વારા માથું ઊંચકી રહ્યું છે. આ સ્થિતિમાં આગળ ચીંધેલી કૌટિલ્યોક્ત વાતોમાંથી કેવું ને કેટલું માર્ગદર્શન મળી શકે તે વિચારીએ. કૌટિલ્ય રાજાની હયાતીની અચાનક ઊભી થયેલી કે થઈ રહેલી કટોકટી વખતે, રાજા પછી બીજા ક્રમે રાષ્ટ્રના સર્વે-સવ એવા મહા-અમાત્ય સત્તામોહ બાબત અચૂક જાળવવાના સંયમની વાત જે રીતે ઘૂંટી-ઘૂંટીને કરી છે, તેમાં જગતુ-ઇતિહાસમાં કદાચ કેવળ ભારતવર્ષે વિશુદ્ધ For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અંતઃકરણના સામર્થ્ય જોયેલાં અને સહસ્રાબ્દીઓથી દાખવેલાં સંયમનો અર્થાત્ નૈતિક કાઠાનો અને સમસ્ત સંસારથી ઉપર ઊઠી શકે તેવી ઝળહળતી દર્શનશક્તિ(વળ્યું મf:)નો પ્રબળ પડઘો પડે છે. પોતાની વાત બરોબર પાકી કરવા પૂર્વાચાર્ય ભારદ્વાજનો વિપરીત મત થોડા વિસ્તારથી રજૂ કરીને એનો ટૂંકો પણ સમર્થ ઉત્તર, આપણે ઉપર જોયું તેમ, ગ્રંથકારે રજૂ કર્યો છે. આને મળતી જ ભવ્ય વાત ભારતના સ્વાતંત્ર્ય-ટાણે, સ્વાતંત્ર્ય બાદ માત્ર સાડા પાંચ મહિને, પોતાની હત્યાના દિવસે જ, ગાંધીજી એક મહત્ત્વના ખરડા રૂપે લખતા ગયા; તે વાત છે કોંગ્રેસે સત્તાના મોહમાં ન ફસાતાં, પોતાનું રૂપાંતર ‘લોકસેવક-સંઘ' રૂપે કરવાની. સૂક્ષ્મ રીતે જોઈએ તો ગાંધીજીની આ વાત માત્ર ભોળી-ભલી (naive) નૈતિકતાની કક્ષાની નહિ, પણ જગતુના ભલભલા બૌદ્ધિકોનાં ય માન મુકાવે તેવી વિચક્ષણ છે; સ્વ-પર સૌનું – સમસ્ત રાષ્ટ્રનું – છિદ્રરહિત લૌકિક અને આધ્યાત્મિક કલ્યાણ અચૂક સાધી શકે તેવી અધ્યાત્મ રસાયેલી મુત્સદ્દીગીરીની છે. સંજોગવશાત્ ગાંધીની પારદર્શી સાફ વાત તેમના સ્વાતંત્ર્ય-સંગ્રામના સાથી એવા નેતાઓએ, પોતાની પ્રતિભાના ટૂંકા પનાને લીધે – ગાંધીના અંતરતમને કે પ્રતિભા-રહસ્યને ન સમજયાને કારણે – ઝીલી નહિ, અને સત્તાની ટૂંક-નજરી વરવી લાલચમાં ખેંચાઈ ગયા – એની સોડમાં ગાંધીથી સંતાઈ ગયા ! સત્તા ખાતર ગાંધીની પીઠમાં ખંજર ભોંકીને, તેમને અજાણ રાખવાની ચોક્સાઈ સાથે ભારતના ભાગલાની પણ ટૂંક-નજરિયા સ્વીકૃતિ કરીને માત્ર સત્તા મળ્યાથી “ફાવી ગયા” એવા ભ્રમમાં રાચીને, દેશના સ્વાતંત્ર્યને એના અપૂર્વ મહિમાથી, એની ગાંધી-દેખી ખરેખરી સાર્થકતાથી વંચિત કરતા ગયા. કૌટિલ્યને રાજાની સત્તા અકબંધ રાખવાનું અભિપ્રેત હતું, ગાંધીજીને યુગબળે લોકની સત્તા અકબંધ રાખવાનું. આજે વિવેકભ્રષ્ટ ભારત એનું વાસ્તવિક સ્વાતંત્ર્ય પહેલાંથી હજારગણી ગુલામીમાં પલટાવા દઈને ભૂંડી રીતે ભાંગતું જાય છે. રાષ્ટ્ર નિષ્ફળ ગયું, ગાંધી નહિ. “તેથી ત્યજીને ભોગવ. કોઈના ય ધનની લાલચ રાખીશ મા” એ ઉપનિષ-ચીંધી વાત જ ગાંધીએ તો નવભારતના શ્રેય અર્થે બતાવી હતી; હજી આજે પણ ઊભી છે. કૌટિલ્યની અને ગાંધીની સમાન વાત એ છે કે સત્તા ભોગવવા કરતાં સત્તાને તટસ્થપણે, આત્મબળથી સર્વકલ્યાણકારી અંકુશમાં રાખીને મુક્ત ગગનની મસ્તી માણવી. ભલભલા ભૂપ ભૂ પીતા થયા છે, માટે “રાજા'ને રમાડી પણ જાણો ને જરૂર પડ્યે પદાવી પણ જાણો ! લોકસંગે ખૂબ રાચતા શ્રીકૃષ્ણનો પણ એ જ માર્ગ હતો. ઉપર કૌટિલ્ય કહેલી અન્ય જે ચાર વાતો મૂકી છે, એ પણ સ્વાતંત્ર્યોત્તર દુર્દશા વચ્ચે સાચા રાષ્ટ્રભક્તોના સત્ત્વને ટકાવી રાખે તેવી છે. દર્શનવિઘાને “પરાવિદ્યા' કે લૌકિક “અવિઘાઓ' વચ્ચેની અસલ વિદ્યા તરીકે ઓળખાવવામાં આવી છે. એ અનિત્યો વચ્ચેના અવિનાશી નિત્યતત્ત્વનું દર્શન કરાવે છે. લૌકિક નિષ્ફળતાઓ વચ્ચે પણ વ્યક્તતા-અવ્યક્તતાની રમત રમતું એ નિત્ય પરમ તત્ત્વ જ લોકગુરુઓના સત્ત્વને, વૈર્યને ટકાવી, ભાંગેલા રાષ્ટ્રનો, વિશાળ પ્રજાસમૂહરૂપ ‘વિરાટ’નો નવજીવન સાથે યોગ પુનઃ પુનઃ કરાવે છે. ગાંધીએ અધકચરા સ્વાતંત્ર્યના પગલે જાગેલા કોમી વિષ વચ્ચે નોઆખલીમાં એકલવીર તરીકે અપાર કષ્ટ વેઠીને પણ જે અપૂર્વ લોક-સાત્ત્વન, વિદ્વેષ-શમન કર્યું તે દર્શન કે અધ્યાત્મને આત્મસાત્ કર્યાનું જ ફળ છે. - પાર્ગ હતો. For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૪૫ શમ અને વ્યાયામની વાત પણ રાષ્ટ્રીય દૈવનો નમ્ર સ્વીકાર કરાવીને મનુષ્યને શમના અવલંબન દ્વારા શુભદિન માટેની પ્રતીક્ષા કરવાનું ખમીર અને નિત્યસ્વાધ્યાયનું ધૈર્ય આપે છે, અને કર્મની અનુકૂળતા ઊભી થતાં નિરહંકારપણે પ્રખર કર્મ કરવાનું કૌવત પણ આપે છે. આજના ધ્વસ્ત ભારત વચ્ચે ગાંધીના ‘હિંદ-સ્વરાજય' એ ગ્રંથમણિમાંથી સાચી દષ્ટિ અને પ્રેરણા મેળવીને, ખેતરના બડભાગી અળસિયાની જેમ, લોકશક્તિ જગાડવાનો વ્યાયામ અચૂક કરવો ઘટે. ઇન્દ્રિયજયની વાત અનૌપચારિક એવા ઘનિષ્ઠ લોકશિક્ષણ દ્વારા જ સ્વયં પરમસંયમી એવા લોકગુરુઓ દ્વારા રાષ્ટ્રભરમાં પ્રસરાવી જોઈએ. મનુષ્યને અનર્થકારી અર્થ પાછળની જ આંધળી દોડ અને હોડમાં ધકેલતી આજની શિક્ષણપ્રણાલીને ત્યજીને સર્વાગી ચારિત્ર્ય ઘડતી સંસ્કારદાયી “કેળવણી'નું વિકેન્દ્રિત પ્રસરણ થાય તે માટેની અનુકૂળતા સ્વયં પ્રજાએ પોતાના અભિક્રમથી ઊભી કરવી જોઈએ; શાસનની આ બાબતમાં થતી દખલને નિપુણતાથી અને મક્કમતાથી વારવી જોઈએ. રાજનીતિ એ પ્રજામાંથી નીતિનો જ છેદ કેમ ઉડાડી શકે ? ઇન્દ્રિયજયનો અમલ લોકનેતાઓ, શિક્ષકો, સુસ્થિત ઉચ્ચવણ દ્વારા આરંભાઈને જ લોકને સંયમી થવા બાબતે હામ અને હૂંફ બંને આપી શકે. જેમ રાજા પોતાની બધી બાહ્ય સુસ્થિતિ સંપૂર્ણપણે ગુમાવીને પણ પોતાનાં પ્રાણ અને સત્ત્વને ટકાવીને સારા દિવસ માટે શાંત પુરુષાર્થ કરી શકે છે, તેમ નેતાઓએ, ગાંધીજીએ સૂચવેલું તેમ, સત્તાસ્થાનોથી દૂર રહીને લોકસેવક બની રહીને, આજના વિકૃત “રાજ શાસન(!)ને સ્થાને સર્વને સાબદા રાખનારું ગ્રામાભિમુખ લોકશાસન સ્થાપવા માટેનો માર્ગ ક્રમશઃ મોકળો કરવો ઘટે, જેમ શ્રી અરવિંદે સ્વતંત્રતાને પગલે ભારતમાં ફૂટી નીકળનારા અનર્થોની આગાહી કરેલી, તેમ ચોક્કસ કાળબિંદુએ થનારા એના શમનની પણ આગાહી કરેલી એ પણ પ્રશ્ન કરનારે ભૂલવું ન જોઈએ. એ આગાહીમાંથી હૂંફ મેળવી સન્માર્ગને નિઃસંશયપણે જાણનાર સર્વ રાષ્ટ્રપ્રેમીઓએ નિષ્કામ કર્મયોગ આચરવો જ રહ્યો. ઇન્દ્રિયસંયમની દૂરંદેશી વાતમાંથી જ, પ્રજા, નેતાઓ, પ્રધાનો વગેરેએ ભારતના ભાગ્યવિધાન માટે શું કરવું તે બધું ફલિત થઈ શકે એમ છે. ‘ત્યજીને ભોગવ' એ અમર સંદેશ ન ભૂલવો; ભલે ભારતના કલ્યાણની ખેપ ખૂબ લાંબી હોય. કૌટિલ્ય માટે સામ્યવાદના અસ્તિત્વની વાત કરવાની કોઈ પ્રસ્તુતતા હતી નહિ. આજનો સામ્યવાદ તો ધનિકોની અસૂયા પર નભીને સરવાળે નેતાઓના નિજી ધનયોગના ઉધામામાં (!) જ પરિણમીને આજે પ્રાયઃ નાશ પામ્યો છે. બંગાળની સામ્યવાદી સરકારનું નંદીગ્રામની પ્રજા પ્રત્યેનું વિદ્રોહી વર્તન ફાટી પડેલા સામ્યવાદના છેવટના વિનાશનો જ ઢંઢેરો પીટે છે. અહીં એટલું ઉમેરીએ કે ગૌતમ મુનિના ‘ન્યાયસૂત્ર' ગ્રંથ પર ટીકા રચનાર વાત્સ્યાયને આઠ પ્રાવાદુકો(ઘોરવાદ રજૂ કરનારાઓ)ના અધર્મિષ્ઠ મતો ટૂંકમાં વર્ણવ્યા છે : કોઈ પાપ-પુણ્યનો અસ્વીકાર કરે છે, કોઈ પુરુષાર્થનો અસ્વીકાર કરે છે, કોઈ પુનર્જન્મનો અસ્વીકાર કરે છે વગેરે. ભારતવર્ષમાં ઘોર મતો પ્રત્યે વિદ્યાવર્તુળોમાં તેમ જ આમપ્રજામાં પણ સમજણભરી અખૂટ સહિષ્ણુતા પ્રવર્તતી હતી. કોઈ For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પણ પૂર્વપક્ષ પ્રત્યે કે સંપ્રદાય પ્રત્યે દ્વેષરહિત આદર અને અધ્યયનનો અભિગમ સરવાળે પ્રજાની શાંત તેજસ્વિતાને અને નિરુપદ્રવી વિજયિતાને વધારતો રહ્યો છે. અહીં વિનોબાની એક મહત્ત્વની વાત નોંધવી જોઈએ. ભગવદ્ગીતાના વિવેચન નિમિત્તે તેઓ એ વાત ઘૂંટતા કે એ ગ્રંથનો સાર છે સામ્યયોગ. વળી એમ કહેતા કે સામ્યવાદની નહિ, પણ સામ્યયોગની સ્થાપના ઇચ્છનીય છે. અર્થશાસ્ત્રનો સમગ્ર ધ્વનિ પણ એ જ છે. મેં આ ત્રીજા વ્યાખ્યાનમાં, સામાદિ ચાર ઉપાયો ઉપરાંત કામંદકીય નીતિસર વગેરે ગ્રંથોમાં જે પાંચમાં ૩પેક્ષા ઉપાયની વાત કરી છે, તે ઉપાયની વાત અનુમોદન સાથે પ્રસ્તુત કરી હતી. તેના સંદર્ભે સુંદર ચોથો પ્રશ્ન આમ છે : “ “ઉપેક્ષાને એક રાજનૈતિક ઉપાય તરીકે પ્રસ્તુત કરવાનું ઉચિત છે કે કેમ?” પ્રશ્નમાં એમ પણ પુછાયું છે કે જયારે સામાદિ ચાર ઉપાયો આજે નિષ્ફળ બની રહ્યાં છે, ત્યારે ઉપાય તરીકે ઉપેક્ષા તો વધુ હાનિકારક નીવડે; તો રાજ્ય કે દેશની ચેતનાની સમગ્ર કટોકટી વખતે કૌટિલ્યમાંથી કોઈ વિશેષ પ્રકાશ મળે છે કે કેમ એ મુખ્ય પ્રશ્નભાગ છે. હકીકતે, અહીં આગલો જ પ્રશ્ન રૂપાંતર કરાયેલો જોવા મળે છે. છેલ્લા પ્રશ્નનો મુખ્ય ભાગ પહેલાં લઈએ. કૌટિલ્ય આ ગ્રંથ મુખ્યત્વે રાજનીતિ વિષે લખ્યો છે. તેથી તેમાં રાજનૈતિક કટોકટીનો વિચાર અનેક રૂપે જોવા મળે છે. પણ રાષ્ટ્રીય સાંસ્કૃતિક-આધ્યાત્મિક કટોકટીની વાત સીધેસીધી અહીં પ્રસ્તુત નથી. પણ એટલું ખરું કે રાજનૈતિક કટોકટીને પણ આગલા પ્રશ્નના ઉત્તરમાં વર્ણવ્યા મુજબની વિશુદ્ધ રીતે ઉકેલવામાં આવે, તો અવશ્ય સાંસ્કૃતિક-આધ્યાત્મિક કટોકટી ઉકેલવાનો માર્ગ પણ શુદ્ધ થતો જ રહે છે. આદર્શવાદની હવાઈ વાતોના આપણા તરંગી શોખમાં કૌટિલ્ય આ ગ્રંથમાં આર્થિક, રાજનૈતિક વગેરે કક્ષાની શુદ્ધિના વ્યવહારુ ઉપાયોની જે વાત કરી છે, તેના સમૃદ્ધ સાંસ્કૃતિક-આધ્યાત્મિક સંકેતો સમજવામાં કલ્પનાદારિદ્ય ન દાખવીએ, એકાગ્ર બુદ્ધિયોગને ન અવગણીએ. સામાદિ ચાર ઉપાય આજે નિષ્ફળ બન્યાની માન્યતા પણ અજ્ઞાન અને પ્રયોગાભાવ કે અનુભૂતિ માટેનો પાયો રચવાના પ્રામાણિક પ્રયત્નનો અભાવ સૂચવે છે; ધેર્યાભાવ પણ. વળી ‘ઉપેક્ષાને જ્યારે એક ચોક્કસ સામર્થ્ય ધરાવતા ઉપાય તરીકે કોઈ પ્રાચીન જવાબદાર પ્રયોગશીલ પરંપરાએ રજૂ કર્યો હોય, ત્યારે પ્રથમ તો તેના ખરા સ્વરૂપની સમજ પ્રાપ્ત કરવી જરૂરી છે. આ સમજ આપવાનું કામ અગાઉ સામાદિ ઉપાયોની ચર્ચા સાથે કરવામાં આવ્યું જ છે. તે મુજબ ‘ઉપેક્ષા’ એનાં શબ્દઘટકોનો આધારે તો “નજીકથી જોવું', ‘તપાસવું' એવો ભાવાત્મક અર્થ ધરાવે છે; “અવગણના’ કે ‘બેદરકારી' અર્થ નહિ. આ ઉપાય કોઈ પણ આંતર-બાહ્ય રાજકીય કટોકટી વખતે તે સમસ્યાના તટસ્થ, વિશ્લેષણાત્મક અધ્યયન પર ભાર મૂકીને જીવનમાં સર્વત્ર તેજસ્વી બુદ્ધિયોગની (વરેષ્ય : વેવસ્થ – સવિતાદેવે દીધેલા શ્રેષ્ઠ તેજની) આવશ્યકતા ચીંધે છે. જ્ઞાનયોગ વગરનું કર્મ મોટે ભાગે ખોટી દિશામાં શક્તિના ગાંડા વેડફાટરૂપ બની જતું જોવા મળે છે. એ અટકાવવા જરૂર છે “ઉપેક્ષા'ની. એનો મૂળ અર્થ અધ્યયન હોવા ઉપરાંત એમાં પ્રતીક્ષા (રાહ જોવાનો વિધિવે પણ સમાવેશ પામે છે. આ માટે જ આપણે પ્રાર્થનામાં આ વાક્યો પણ બોલીએ છીએ : “તેસ્વ નાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ” (“અમારા બંનેનું અધ્યયન તેજસ્વી થાઓ; રખે For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૪૭ ને અમે બે એકબીજાનો દ્વેષ કરીએ”) કૌટિલ્ય “શમવ્યાયfમ પ્રકરણમાં શમ દ્વારા આ ઉપેક્ષાની જ વાત કરી છે. મોટા ભાગની કટોકટી ચેતનાની, આત્મવિશ્વાસની, કે વ્યાપક વિશ્વાસશક્તિની કટોકટી જ હોય છે; બાહ્ય વસ્તુસ્થિતિની નહિ. ઈશ્વરતત્ત્વ “ભયસ્થાનોમાંના ભયતત્ત્વરૂપ, ભયોત્પાદક ચીજોમાં સૌથી વધુ ભયોત્પાદક ચીજરૂપ, તેમ છતાં પ્રાણીઓની ગતિ(શરણ)રૂપ અને પાવનકારીઓમાં સૌથી વધુ પાવનકારી”(પયાનાં અર્થ માં પીપળાનાં તિ: પ્રળિનાં પાવન પાવનાના)રૂપે વર્ણવામાં આવ્યાનું આપણે જોયું છે. એનું બરોબર ધ્યાન ધરી મંગલને પામીએ. પાંચમો છેલ્લો પ્રશ્ન છે : “ચીન સાથેના યુદ્ધમાં અને કારગિલ યુદ્ધમાં આપણી શાંતિ અને અહિંસાની નીતિની નિષ્ફળતા જોતાં તેવા પ્રસંગે કૌટિલ્ય કેવી યુદ્ધનીતિ સૂચવે છે ?” પ્રશ્ન ઘણો સરસ અને પ્રસ્તુત છે. પ્રશ્નમાંની ચિંતા વાસ્તવિક છે. ચીન સાથેના યુદ્ધમાં જવાહરલાલના શાંતિ અને અહિંસા અંગેના અવ્યવહારુ, તરંગી (ભાવુક) ખ્યાલોએ, ગાંધીની અહિંસા સમજવામાં તેમણે ખાધેલી થાપે અને તેની સાથે પોષાયેલા રાજકીય પ્રમાદે ભાગ ભજવ્યો હતો. આઝાદી વખતની કાશ્મીર-કટોકટી વખતે ગાંધીજીએ અને ચીન સાથેની એ (૧૯૬૨ની) કટોકટી વખતે વિનોબાજીએ પોતાની અહિંસાની સંકુલ સમજણને અનુસરીને પરંપરાગત યુદ્ધ પૂરા સામર્થ્યથી ખેલવાનો અનુરોધ કરેલો તે ખાસ ધ્યાનપાત્ર બાબત છે. કોઈ સમસ્યા એકાએક આવી પડે ત્યારે સંશયોમાં ન આળોટતાં સૂઝતો ઉપાય નિઃશંકપણે આચરવો એ અટળ નીતિ છે – “સંશયમાં રહેનારો નાશ પામે છે” (સંશયાત્મ વિનશ્યતિ). કારગિલ યુદ્ધ પૂર્વે પણ આવી ઢીલી નીતિ અને પ્રમાદ જ પોષાયેલાં. અહિંસાને નામે પ્રમાદ તો ન જ પોષાય. દાદા ધર્માધિકારી “કર્મને મૂલવવાનો માપદંડ તે વીરત્વ છે, હિંસા-અહિંસા નહિ” એમ બેધડક કહેતા; વીરત્વ ખરું, પણ ક્રૂરત નહિ. કૌટિલ્ય શાંતિપ્રેમી છે, પણ શાંતિવાદી (ગમે તે ઉપાયે યુદ્ધ ટાળવાનો અનુરોધ કરનાર – pacifist; લૌકિક ભાષામાં ફgબા') નહિ. ચાર ઉપાયોની અજમાયશ સામ, દાન, ભેદ, દંડ (યુદ્ધ) એ ક્રમે કરવાની છે એ સાચું; પણ યુદ્ધનો અન્ય વિકલ્પ ન દેખાતો હોય ત્યાં પૂરી સજ્જતા સાથે યુદ્ધ ખેલી લેવું તે ધર્મરૂપ છે. હિંસા કરતાં પણ સંશય, પ્રમાદ અને ઉપાય યોજવાની આળસ એ વધુ ઘેરું પાપ છે. અલબત્ત, અહિંસાનો સ્થિર સંસ્કાર યુદ્ધમાં અકારણ હિંસાથી તો દૂર જ રાખે છે. આજે જિનીવા કરાર (convention) પણ આંતરરાષ્ટ્રીય રીતે યુદ્ધમાં નિષિદ્ધ આચરણો પર મનાઈ ફરમાવે છે. અદબ જાળવીને (વિતવર થઈને) યુદ્ધ ખેલવાનું હોય. આપણું સૌનું વિદ્યાતેજ આપણને સામુદાયિક જીવનનું અપૂર્વ સામર્થ્ય આપો અને વિશ્વને એક માળો બનાવવાનું સ્વપ્ન આપણી ભાવનાઓને અને કર્મશક્તિને નિત્ય પ્રેરો. કૌટિલ્ય જયારે પૂરા હૃદયબળ સાથે દર્શનવિઘા(સાવલી)ને રાજપુરુષોએ અવશ્ય જાણવાસમજવા જેવી (‘સર્વ વિદ્યાઓના પ્રદીપરૂપ') વિદ્યા તરીકે પુરસ્કારી છે, અર્થશાસ્ત્રને (અર્થાતુ સર્વ કક્ષાનાં રાજનૈતિક કે રાષ્ટ્રીય આચરણમાત્રને) ઇન્દ્રિયસંયમરૂપ બતાવ્યું છે, અને વળી, માત્ર જીવનમાં જ નહિ, રાજનીતિમાં ય વ્યાયામ (પ્રખર કમ) સાથે શમ(સમત્વભર્યા પ્રતીક્ષાયોગ)ને પણ અનિવાર્ય For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ३४८ કોટિલ્ય “અર્થશાસ્ત્ર': દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ગણાવ્યો છે, ત્યારે આ વ્યાખ્યાનના અને ગ્રંથના ‘સમાપ્તિ-મંગલ'રૂપે, ગ્રંથના પરિશિષ્ટ તરીકે જૈનાગમ ૩ત્તરના એક પ્રસિદ્ધ પ્રાચીન-ભારતીય સંવાદ-પ્રધાન આખ્યાનનો અનુવાદ પ્રસ્તુત કરવાનું ઘણું મોકાસરનું લાગે છે. મજાની વાત એ છે કે એ આખ્યાન “મહાભારત'માં તેમ જ ઉત્તરષ્ફયામાં એમ બંનેમાં થોડા રૂપાંતરે, પણ એક જ સ્રોતમાંથી ઊતરી આવ્યું હોય તેમ મળે છે. તેમાંનું એક પ્રસિદ્ધ મહાવાક્ય તો સંસ્કૃત-પ્રાકૃત ભાષાના ભેદે એકરૂપ જ છે – ભલે બંને આખ્યાનોમાં રાજાનું નામ ભિન્ન (‘મહાભારતમાં “જનક' અને “ઉત્તરન્નુયા'માં ‘નેમિ') હોય. બંને મિથિલાધિપ તરીકે જ બતાવાયા છે. એ પણ સમજાય છે કે આ એક ઐતિહાસિક પરંપરાનું જ અમૂલ્ય અવતરણ છે. ભારતવર્ષના અને તે દ્વારા જગતના ભાવિ માટે, સમજીએ તો, એમાં ઘણો અર્થઘન, આશાસ્પદ સાંસ્કૃતિક-આધ્યાત્મિક સંકેત પડેલો છે. મહાપુણ્યપ્રભાવે એક સમર્થ રાજપુરુષને લાધેલી “અરુણા પરભાત’–સમ સાર્વજનિક આધ્યાત્મિક કમાણી – અવિનાશી કમાણી – આમાં સાકાર બની છે. ખાસ કરીને દિગ્ગજ વિચક્ષણો (intellectual giants) સહિતના સર્વ બુદ્ધિનિષ્ઠોને માનવચેતનાની આ અંતરંગ ઘટના પર મનનનિદિધ્યાસન (ઉત્કટતાવાળું ધ્યાન) પ્રયોજવા અને માનવના – બલ્ક સૃષ્ટિના – દિવ્ય ભાવિને સાકાર કરવા નમ્ર અનુરોધ છે. મૂળ ગ્રંથના માત્ર આ અનૂદિત શબ્દો જ વિશાળ ચૈતન્યભૂમિ પર સ્વરપણે બીજની જેમ વેર્યા છે. તેમાંથી પ્રભુનો પાક પાંગરો ! [અનુવાદમાં પ્રાયઃ ગુજરાત-વિદ્યાસભા (અમદાવાદ) દ્વારા પ્રકાશિત પ્રસિદ્ધ પ્રાચ્યવિદ્યાવિદ્ ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા કૃત મૂળ, અનુવાદ અને ટિપ્પણ સાથેના ‘ઉત્તરાધ્યયનસૂત્ર' (અધ્યયન ૧થી ૧૮) પુસ્તકનો ઉપયોગ કર્યો છે. તે બદલ એ મહાનુભાવનો ઋણ-સ્વીકાર કરું છું. પુનરાવર્તન પામતી બધી ગાથાઓ છોડી દીધી છે. જુઓ ટિપ્પણ બાદનું પરિશિષ્ટ.]. ટિપ્પણો : વ્યાખ્યાન ત્રીજું ૧. વ્યાર્થવિરામોડસ્તિ ચઢિ થાત્ પ્રતિમાકુ: | – પ્રચાતો: ૪.૬ ૨. નિછત્રપ વાવ વનવિ નિયોગિત: | – ૫.Tીતા પૂ.રૂદ્દB 3. आत्मन्यपि न विश्वासस्तावान्भवति सत्सु यः । - महाभारतम् ४. भीमकान्तैनूपगुणैस्स बभूवोपजीविनाम् । अधृष्यश्चाभिगम्यश्च यादोरत्नैरिवार्णवः ॥ - रघुवंशम् १.१६ ૫. સોત્સાદાનાં નાસ્યસાધ્ય ના मार्गारब्धाः सर्वयत्नाः फलन्ति ॥ - प्रतिज्ञायौगन्धरायणम् १.१८B ६. वृणते हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयमेव संपदः ॥ – किरातार्जुनीयम् २.३०B ७. पूर्वमहर्भागं हस्त्यश्वरथप्रहरणविद्यासु विनयं गच्छेत्पश्चिममितिहासश्रवणेन । – अर्थ. १.५.१२,१३ For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા शेषमहोरात्रभागम् अपूर्वग्रहणं गृहीतपरिचयं च कुर्यात् । अगृहीतानामाभीक्ष्ण्यश्रवणं च । अर्थ. १.५.१५ ८. ११. सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि । प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति ॥ १२. गुणानां वा विशालानां कर्मणां चैव नित्यशः । कर्तारः सुलभा लोके विज्ञातारस्तु दुर्लभाः ॥ ८. मर्यादां स्थापयेत् आचार्यानमात्यान् वा य एनमपायस्थानेभ्यो वारयेयुः, छायानालिकाप्रतोदेन वा रहसि प्रमाद्यन्तमभितुदेयुः । - अर्थ. १.७.८ १०. तमाचार्यं शिष्यः पितरं पुत्रः भृत्यस्स्वामिनमिव चानुवर्तेत । अर्थ. १.१.२० १४. रक्षति । अष्टाध्यायी ४.४.३३ १५. नगरात्कुत्सनप्रावीण्ययोः । १६. (१) (२) स्वप्नवासवदत्तम् ४.९ १३. आकरकर्मान्तद्रव्यहस्तिवनव्रजवणिक्पथप्रचारान् वारिस्थलपथपण्यपत्तनानि च निवेशयेत् । अर्थ. २.१.१९ - १८. राजन्दुधुक्षसि यदि क्षितिधेनुमेतां तेनाद्य वत्समिव लोकममुं पुषाण । तस्मिंश्च सम्यगनिशं परिपोष्यमाणे नानाफलैः फलति कल्पलतेव भूमिः ॥ - अष्टाध्यायी ४.२.१२८ तथापीदं शश्वत्परिचितविविक्तेन मनसा जनाकीर्णं मन्ये हुतवहपरीतं गृहमिव ॥ अभिज्ञानशाकुन्तलम् ५.१० B अभ्यक्तमिव स्नातः शुचिरशुचिमिव प्रबुद्ध इव सुप्तम् । बद्धमिव स्वैरगतिर्जनमिह सुखसङ्गिनमवैमि ॥ खे ४, ५.११ [અર્થ : (૧) તો પણ કાયમ એકાંતથી પરિચિત મનને કારણે લોકોથી ઊભરાતા આ નગરને આગથી ઘેરાયેલા ઘર સમાન માનું છું. (૨) જેમ ન્હાઈ ચૂકેલ તેલમાલિશ કરીને બેઠેલાને, સ્વચ્છ જન અસ્વચ્છને, જાગી ગયેલો સૂતેલાને, મોકળી ગતિવાળો બંધન પામેલાને જુએ, તે રીતે અહીં સુખના વળગણવાળા મનુષ્યને જોઉં છું.] १७. दुखो ५२ [2.5. २. १८. दिवसे पञ्चरात्रे वा बन्धनस्थान् विशोधयेत् । कर्मणा कायदण्डेन हिरण्यानुग्रहेण वा ॥ अपूर्वदेशाधिगमे युवराजाभिषेचने । पुत्रजन्मनि वा मोक्षो बन्धनस्य विधीयते ॥ भ. गीता ३.३३ - - - अर्थ. २.३६.४६, ४७ ३४८ नीतिशतकम् ४६ For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ २०. यः समुदयं द्विगुणमुद्भावयति स जनपदं भक्षयति । स चेद्राजार्थमुपनयति, अल्पापराधे वारयितव्यः । महति यथापराधं दण्डयितव्यः । अर्थ. २.९.१५-१६ ૩૫૦ २१. अकृतानि कर्तृभ्यो नादेयात् । अकृषतामाच्छिद्यान्येभ्यः प्रयच्छेत् । ग्रामभृतकवैदेहका वा कृषेयुः । अर्थ. २.१.९-११ २२. पक्वं पक्वमिवारामात् फलं राज्यादवाप्नुयात् । आत्मच्छेदभयादामं वर्जयेत्कोपकारकम् ॥ अर्थ. ५.२.७० २३. प्रचारचरित्रसंस्थानान्यनुपलभमानो हि प्रकृतः समुदयमज्ञानेन परिहापयति, उत्थानक्लेशासहत्वादालस्येन, शब्दादिष्विन्द्रियार्थेषु प्रमादेन, सङ्क्रोशाधर्मानर्थभीरुर्भयेन, कार्यार्थिष्वनुग्रहबुद्धिः कामेन, हिंसाबुद्धिः कोपेन, विद्याद्रव्यवल्लभापाश्रयाद्दर्पेण, तुलामानतर्कगणितान्तरोपधानाल्लोभेन । तेषामानुपूर्व्या यावानर्थोपघातः तावानेकोत्तरो दण्डः इति मानवाः । - अर्थ. २.७.१० २४. अनुग्रहपरिहारौ चैभ्यः कोशवृद्धिकरौ दद्यात्, कोशोपघातिकौ वारयेत् । २५. युक्तः प्रजानामनुरञ्जने 'स्यास्तस्माद्यशो यत्परमं धनं वः ॥ २६. न चान्योन्यं संस्थास्ते वा विद्युः । अर्थ. १.१२.१२ २८. धर्मश्च व्यवहारश्च चरित्रं राजशासनम् । - [अर्थात् स्थान पर रहेनारा गुप्तयरो (संस्था) ने इरता गुप्तयरो खेजीभने पान ઓળખતા હોય.] विवादार्थश्चतुष्पादः पश्चिमः पूर्वबाधकः ॥ अर्थ. ३.१.३९ अर्थ. १.१२.१५,१६ २७. त्रयाणामेकवाक्ये सम्प्रत्ययः । तेषामभीक्ष्णविनिपाते तूष्णींदण्डः प्रतिषेधो वा । - २८. तस्माल्लोकयात्रार्थी नित्यमुद्यतदण्डः स्यात् । न ह्येवंविधं वशोपनयनमस्ति भूतानां यथा दण्ड इत्याचार्याः । नेति कौटिल्यः । तीक्ष्णदण्डो हि भूतानामुद्वेजनीयः । मृदुदण्डः परिभूयते । यथार्हदण्डः पूज्यः । सुविज्ञातप्रणीतो हि दण्डः प्रजाः धर्मार्थकामैर्योजयति । दुष्प्रणीतः कामक्रोधाभ्यामवज्ञानाद्वा वानप्रस्थपरिव्राजकानपि कोपयति, किमङ्ग पुनर्गृहस्थान् ? अर्थ. १.४.५-१२ - 30. संस्था या धर्मशास्त्रेण शास्त्रं वा व्यावहारिकम् । यस्मिन्नर्थे विरुध्येत धर्मेणार्थं विनिश्चयेत् ॥ ३१. शास्त्रं विप्रतिपद्येत धर्मे न्यायेन केनचित् । न्यायस्तत्र प्रमाणं स्यात्तत्र पाठो हि नश्यति ॥ ३२. आर्यपुत्र पिता माता भ्राता पुत्रस्तथा स्नुषा । स्वानि पुण्यानि भुञ्जानाः स्वं स्वं भाग्यमुपासते ॥ भर्तुर्भाग्यं तु भार्यैका प्राप्नोति भरतर्षभ । अतश्चैवाहमादिष्टा वने वस्तव्यमित्यपि ॥ - - अर्थ. ३.१.४४ - अर्थ.२.१.१५ उत्तररामचरितम् १.११ B - अर्थ. ३.१.४५ For Personal & Private Use Only रामायणम्, अयोध्याकाण्डम् २४.२,३ Page #368 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩પ૧ 33. धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ । - भ.गीता ७.११B ३४. परवहो अप्पवहो होइ । । उप. एवं कार्याणि धर्मस्थाः कुर्युरच्छलदर्शिनः । समास्सर्वेषु भावेषु विश्वास्या: लोकसंप्रियाः ॥ - अर्थ. ३.२०.२४ (અર્થ : આમ ધર્મસ્થોએ કપટવિચારરહિત, સર્વ ભૂતો તરફ સમભાવયુક્ત, વિશ્વાસપાત્ર અને સારી પેઠે લોકપ્રિય થઈને ન્યાયકાર્યો કરવાં.) 3६. एते शास्त्रेष्वनुगता: क्लेशदण्डा महात्मनाम् । अक्लिष्टानां तु पापानां धर्म्यः शुद्धवधः स्मृतः ॥ - अर्थ. ४.११.३६ 3७. भयानां भयं भीषणं भीषणानां गतिः प्राणिनां पावनं पावनानाम् । 3८. शुभो ७५२ [2. ६. ५. . 3८. अतिवृष्टिरनावृष्टिर्मूषिका: शलभाः शुकाः । अत्यासन्नाश्च राजानः षडेता ईतयः स्मृताः ॥ ४०. परस्परोग्रहश्च जीवानाम् । - तत्त्वार्थसूत्रम् ५.२१ ४१. शशाम वृष्ट्यापि विना दवाग्निर् ....... ....... तस्मिन्वनं गोप्तरि गाहमाने । – रघुवंशम् २.१४ a, d ४२. विकारहेतौ सति विक्रियन्ते येषां न चेतांसि त एव धीराः । - कुमारसम्भवम् १.५९ ४3. सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् । – किरातार्जुनीयम् २.३०A ४४. बलीयसाऽभियुक्तो दुर्बलस्सर्वत्रानुप्रणतो वेतसधर्मा तिष्ठेत् । इन्द्रस्य हि स प्रणमति, यो बलीयसो नमति इति भारद्वाजः । सर्वसन्दोहेन बलानां युध्येत । पराक्रमो हि व्यसनमपहन्ति । स्वधर्मश्चैव क्षत्रियस्य युद्धे जयः पराजयो वा इति विशालाक्षः । न इति कौटिल्यः । सर्वत्रानुप्रणतः कुलैडक इव निराशो जीविते वसति । युध्यमानश्चाल्पसैन्यः समुद्रमिवाप्लवोऽवगाहमानः सीदति । तद् विशिष्टं तु राजानमाश्रितो, दुर्गमविषह्यं वा चेष्टेत । – अर्थ. १२.१.१-९ ४५. प्रजासुखे सुखं राज्ञः प्रजानां च हिते हितम् । नात्मप्रियं हितं राज्ञः प्रजानां तु प्रियं हितम् ॥ - अर्थ. १.१९.३४ ४६. तस्मान्नित्योत्थितो राजा कुर्यादर्थानुशासनम् । अर्थस्य मूलमुत्थानमनर्थस्य विपर्ययः ॥ अनुत्थाने ध्रुवो नाशः प्राप्तस्यानागतस्य च । प्राप्यते फलमुत्थानाल्लभते चार्थसम्पदम् ॥ - अर्थ.१.१९.३५,३६ For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' ઃ દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ४७. येन केनाप्युपायेन शुभेनाप्यशुभेन वा । उद्धरेद्दीनमात्मानं समर्थो धर्ममाचरेत् ॥ ४८. सङ्घलाभो दण्डमित्रलाभानाभुत्तमः । सङ्घा हि संहतत्वादधृष्याः परेषाम् । ताननुगुणान्भुञ्जीत सामदानाभ्याम्, विगुणान् भेददण्डाभ्याम् । – अर्थ. ११.१.१-३ ४८. संघाश्चाप्येवमेकराजादेतेभ्योऽतिसंधानेभ्यो रक्षयेयुः । सङ्घमुख्यश्च सङ्केषु न्यायवृत्तिर्हितः प्रियः । दान्तो युक्तजनस्तिष्ठेत्सर्वचित्तानुवर्तकः ॥ - अर्थ.. ११.१.५५,५६ ५०. व्यवसायात्मिका बुद्धिरेकेह कुरुनन्दन । - भ.गीता २.४१A ५१. सर्वशास्त्राण्यनुक्रम्य प्रयोगमुपलभ्य च । __ कौटिल्येन नरेन्द्रार्थे शासनस्य विधिः कृतः ॥ - अर्थ. २.१०.६३ . ५२. यदा यदा मुञ्चति वाक्यबाणं तदा तदा जातिकुलप्रमाणम् । ५3. नाभिनन्दति न द्वेष्टि तत्त्प्राप्य शुभाशुभम् ॥ - भ. गीता २.५७ B ५४. मत्स्या यथाऽन्तस्सलिले चरन्तो ज्ञातुं न शक्याः सलिलं पिबन्तः । युक्तास्तथा कार्यविधौ नियुक्ताः ज्ञातुं न शक्या धनमाददानाः ॥ - अर्थ. २.१०.३३ 000 For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ઉત્તરથM – અધ્યયન નવમું નમિપ્રવજ્યા (“નમિ-રાજાનો ગૃહત્યાગ') ૧. ૩. દેવલોકમાંથી ઊતરી આવીને મનુષ્યલોકમાં ઉત્પન્ન થયેલા નિમિરાજા] મોહનીય કર્મ શાન્ત થવાથી પૂર્વજન્મને સંભારવા લાગ્યા. પૂર્વજન્મનું સ્મરણ કરીને તે ભગવાન્ નમિરાજા ઉત્તમ ધર્મને વિશે સ્વયંસંબુદ્ધ થયા, અને પુત્રને રાજય ઉપર સ્થાપીને તેમણે અભિનિષ્ક્રમણ કર્યું – દીક્ષા લીધી. શ્રેષ્ઠ અન્તઃપુરમાં રહીને, દેવલોક સમાન ઉત્તમ ભોગો ભોગવીને બુદ્ધ (ઉત્તમ-બોધયુક્ત) બનેલા નમિરાજા ભોગોનો ત્યાગ કરે છે. નગરો અને જનપદો સહિત મિથિલા નગરી, સેના, અંતઃપુર અને સર્વ પરિજનોનો ત્યાગ કરીને એ ભગવાને અભિનિષ્ક્રમણ કર્યું અને એકાન્તમાં જઈને વાસ કર્યો. રાજર્ષિ નમિએ પ્રવ્રયા લઈને અભિનિષ્ક્રમણ કર્યું ત્યારે મિથિલામાં કોલાહલ થઈ રહ્યો. ઉત્તમ પ્રવ્રયાસ્થાનમાં રહેલા રાજર્ષિને બ્રાહ્મણવેષધારી ઇન્દ્ર આ વચન કહ્યું : “હે આર્ય ! આજે મિથિલા શા કારણે કોલાહલથી ભરેલી છે, અને પ્રાસાદોમાં તથા ગૃહોમાં દારુણ શબ્દો શાથી સંભળાય છે ?” એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે ૫. ૮. ૯-૧૦. “મિથિલામાં શીતળ છાયાવાળું, મનોહર, પત્ર-પુષ્પ-ફળથી યુક્ત તથા બહુજનોને સદાકાળ બહુગુણ કરનારું ચૈત્યવૃક્ષ છે. હે ભાઈ ! એ મનોહર ચૈત્યવૃક્ષ વાયુ વડે હરાઈ જતું હોવાથી દુઃખી, અશરણ, આર્ત આ પક્ષીઓ આક્રન્દ કરી રહ્યાં છે.” For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ૧૧. એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા ઇન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું : ૧૨. “આ અગ્નિ અને વાયુ છે; તેિનાથી તમારું આ ભવન બળી રહ્યું છે. હે ભગવન્! તો તમે આ અંતઃપુરની સામે કેમ જોતા નથી ?” ૧૪. (તેરમી ગાથા ઉપરની આઠમી મુજબ) (નમિરાજા :) “જેનું કંઈ જ નથી એવા અમે સુખેથી વસીએ છીએ અને જીવીએ છીએ. મિથિલા બળતી હોવા છતાં એમાં અમારું કંઈ બળતું નથી. (આ પાછલું મહાવાક્ય “મહાભારત'માં પણ આવે છે.) ૧૫-૧૬. “પુત્ર-પત્ની ત્યજી ચૂકેલા નિર્વ્યાપાર ભિક્ષુને સિંસારમાં] કશું પ્રિય નથી કે કશું અપ્રિય પણ નથી. ગૃહત્યાગી, સર્વ રીતે મુક્ત અને [‘હું એકલો છું, મારું કોઈ નથી' એવી,] એકત્વની ભાવના ભાવતા ભિક્ષુને, ખરેખર, વિપુલ કલ્યાણ પ્રાપ્ત થાય છે.” ૧૭-૧૮. (સત્તરમી ગાથા ૧૧મી બરોબર) (દેવેન્દ્રઃ) “કિલ્લો, દરવાજાઓ, કોઠા, ખાઈ અને શતક્નીઓ (સેંકડોને મારનારાં યંત્રો) કરાવીને પછી તે ક્ષત્રિય ! જજો.'' ૨૦-૨૨. (નમિરાજા :) “તપ અને સંવરરૂપી ભોગળ(આગળા)વાળું, ક્ષમારૂપી સુંદર કિલ્લાવાળું અને ત્રણ (મન, વચન, કાયાની) ગુપ્તિ(સંયમ)રૂપી કોઠા, ખાઈ અને શતક્ની) વડે દુર્જય બનેલું શ્રદ્ધારૂપી નગર રચીને પરાક્રમને ધનુષ્ય અને ‘ઇર્યા'(વિવેકયુક્ત ગમન)ને પણછ બનાવીને, ધૃતિ (ધર્ય)ને મૂઠ બનાવીને સત્ય સાથે એિ ધનુષ્યને – એની પણછને ?] બાંધવું. તારૂપી બાણ વડે [શત્રુના] કર્મરૂપી બશ્વરને ભેદીને સંગ્રામના છેડે પહોંચેલો મુનિ સંસારથી મુક્ત થાય છે.” ૨૪. (દેવેન્દ્રઃ) “પ્રાસાદો (મહેલો), “વર્ધમાનગૃહો' (ઉત્તમ પ્રકારનાં ભવનો) અને ‘બાલાઝપોતિકા'ઓ (સરોવર વચ્ચેના મહેલો કે આકાશી મહેલો) કરાવીને પછી, હે ક્ષત્રિય ! જજો.” ૨૬. (રાજર્ષિ ) “જે રસ્તામાં ઘર બનાવે છે તે ખરેખર સંશય કરે છે. જ્યાં જવું હોય ત્યાં જ પોતાનું કાયમી ધિર) બનાવવું.” ૨૮. (દેવેન્દ્રઃ) “ધાડપાડુઓ, લૂંટારા, દૂધનની પોટલું ભેદનારા (ગઠિયા) અને ચોરો – તિ બધાથી નગરની સલામતી સાધીને પછી, હે ક્ષત્રિય ! જજો.” ૩૦. (રાજર્ષિ) “ઘણી વાર મનુષ્યો દ્વારા મિથ્યા દંડ (ખોટી સજા) કરાય છે. એમાં [અપરાધ] ન કરનારા બંધાય છે અને કરનારાઓ છૂટી જાય છે.” ૩૨. (દેવેન્દ્ર :) “જે કોઈ રાજાઓ તમને નમતા ન હોય તેમને વશ કરીને પછી, હે ક્ષત્રિય ! જજો.” For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા - ૩૫૫ ૩૪-૩૬ . (રાજર્ષિ :) “કોઈ દસ લાખયોદ્ધાઓને દુર્જય સંગ્રામમાં જીતે અને બીજી બાજુએ માત્ર પોતાની જાતને જીતે, તો આ [બીજો] જય ઉત્તમ છે. પોતાની જાતની સાથે જ યુદ્ધ કર; બહારના શત્રુ સાથે લડીને શું કામ છે? જાતે જ પોતાની જાત ઉપર વિજય મેળવનાર સુખેથી વૃદ્ધિ પામે છે. આત્માને જીતતાં, પાંચ ઇન્દ્રિયો, ક્રોધ, માન, માયા અને વળી લોભ, ઉપરાંત પોતાની દુર્જય જાત (દુર્જય અહંકાર) – [] બધું જિતાઈ ગયું [સમજો]. ૩૮. (દેવેન્દ્ર :) “મોટા યજ્ઞો કરીને, શ્રમણ-બ્રાહ્મણોને જમાડીને - [આમ] દાન કરી, ભોગો માણીને અને યજન કરીને પછી, હે ક્ષત્રિય ! જજો .” | (રાજર્ષિ :) “દર મહિને કોઈ દશ-દશ લાખ ગાયોનું દાન કરે, તેના કરતાં પણ કશું નહિ આપનારનો [માત્ર]. સંયમ શ્રેયસ્કર (કલ્યાણકારી) છે.” ૪૨. (દેવેન્દ્ર ) “કઠિન ગૃહસ્થાશ્રમ છોડીને તમે બીજા આશ્રમની (સંન્યાસની) ઇચ્છા કરો છો; હે નરપતિ ! અહીં (ગૃહસ્થાશ્રમમાં) જ પૌષધ(ઉપાશ્રયવાસના વ્રત)માં રત થાવ.” (રાજર્ષિ :) “કોઈ મૂર્ખ માસે-માસે માત્ર કુશના અગ્ર ભાગ જેટલું ભોજન કરે, તે વ્રિત] પણ સાક્ષાત્ ધર્મ(ચરિત્રપાલન)ના સોળમા અંશના મૂલ્ય]ને પાત્ર થતું નથી.” ૪૬. (દેવેન્દ્ર ) “ચાંદી (દિvi), સોનું, મણિ-મુક્તા, કાંસું (કાંસાનાં પાત્રો), ઉત્તમ વસ્ત્રો અને વાહનો – [એ સ્વરૂપે] કોશને (રાજ્યના ખજાનાને) વિપુલ બનાવીને પછી, હે ક્ષત્રિય ! જજો.” ૪૮-૪૯. (રાજર્ષિ :) “સોના-રૂપાના પર્વતો હોય – ભલે ને કૈલાસ જેવડા અને અગણિત હોય, તો પણ લોભી પુરુષને તે કાંઈ જ નથી. ઇચ્છા તો આકાશની જેમ અનંત છે. ચોખા, જવ, સુવર્ણ અને પશુઓ સહિત પૃથ્વી એક મનુષ્યને સંતોષવા માટે પૂરતી નથી એમ સમજીને તપ આચરવું.” ૫૧. (દેવેન્દ્ર :) “નવાઈ છે કે અભુત (કે અભ્યદયરૂપ) ભોગોને ત્યજો છે અને જે નથી એવા કામભોગોને ઇચ્છો છે. [ખોટા સંકલ્પને કારણે બેહાલ બનો છો.” ૫૩-૫૪. (રાજર્ષિ :) “કામભોગો શલ્ય છે, કામભોગો વિષ છે, કામભોગો ઝેરી સાપ સમાન છે. કામભોગોને ઝંખતા જીવો કામભોગ પામ્યા વિના જ દુર્ગતિ પામે છે. ક્રોધથી જીવ નીચે પડે છે, માનથી અધમ ગતિ થાય છે, માયા સદ્ગતિમાં વિઘ્નરૂપ છે અને લોભથી બન્ને રીતે (આ લોકમાં અને પરલોકમાં) ભય છે.” ૫૫. પછી બ્રાહ્મણનું રૂપ છોડી દઈને અને પોતાનું) ઇન્દ્ર(દેવેન્દ્ર)રૂપ નિપજાવીને [ઇન્દ્ર] આ પ્રમાણે મધુર વચનોથી સ્તુતિ કરતાં [રાજર્ષિને વંદવા લાગ્યા : For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ૫૬-૫૮. “અહો ! તમે ક્રોધને જીત્યો છે ! અહો ! માનનો પરાજય કર્યો છે ! અહો ! તમે માયાને દૂર કરી છે ! અહો ! લોભને વશ કર્યો છે ! અહો ! તમારું આર્જવ (સરલપણું) સુંદર છે ! અહો ! માર્દવ (મનનું કોમળપણું) સુંદર છે ! અહો ! તમારી ક્ષમાવૃત્તિ ઉત્તમ છે, [ને વળી] અહો ! મુક્તિ (મુક્તદશા) [પણ] ઉત્તમ છે ! હે ભદંત, તમે આ લોકમાં ઉત્તમ છો, [અને] પછી પણ ઉત્તમ થશો. [કર્મ]રજ વિનાના તમે લોકમાં ઉત્તમ એવા સ્થાનરૂપ સિદ્ધિને પામી રહ્યા છો.'' ૩૫૬ ૫૯. ૬૦. ૬૧. ૬૨. એ પ્રમાણે ઉત્તમ શ્રદ્ધાથી રાજર્ષિની સ્તુતિ કરતા તથા તેમની પ્રદક્ષિણા કરતા ઇન્દ્ર તેમને ફરી-ફરી વંદવા લાગ્યા. પછી ચક્ર અને અંકુશથી અંકિત થયેલાં મુનિવરનાં ચરણોમાં વંદન કરીને, ચંચલ લલિત કુંડલ અને મુકુટ ધારણ કરનાર [ઇન્દ્ર] આકાશમાં ઊડ્યા. સાક્ષાત્ શક્ર (ઇન્દ્ર) વડે પ્રેરાયેલા નમિ પોતાની જાતને (કાયાને) નમાવે છે, અને [એ] વિદેહરાજ ઘરનો ત્યાગ કરીને શ્રમણપણામાં સ્થિર થાય છે. બોધિ પામેલા અને પંડિત (આત્મજ્ઞ) એવા મહાવિચક્ષણો આમ કરે છે; એ નમિ રાજર્ષિની જેમ તેઓ ભોગો બાબતે પાછાં પગલાં ભરે છે. આમ મારું કહેવાનું છે. [][][] For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ आईभारती તરીત : चामदिर રાધા . લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ-૩૮૦ 009 For Per i vate Use of without