SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ ૪૩ સામગ્રીની ગોઠવણીની દષ્ટિએ આખા ગ્રંથમાં જોવા મળતી વસ્તુસ્થિતિ અહીં પણ છે. તેમાંનાં પ્રકરણો માટે આપવામાં આવેલાં કેટલાંક શીર્ષકો દુર્બોધ કે અસ્પષ્ટ જોવા મળે છે. કેટલાંક પ્રકરણ-શીર્ષક તળે અનુરૂપ સામગ્રીનો અભાવ કે તેની અલ્પતા જોવા મળે છે. કોઈ એક અધ્યાયમાં એકાધિક પ્રકરણો હોય તો તેવા કેટલાક કિસ્સાઓમાં તે પ્રકરણોની સીમારેખા સ્પષ્ટ જણાતી નથી. કેટલાંક પ્રકરણોની સામગ્રી જે-તે અધ્યાય ઉપરાંત અન્યત્ર પણ અનિયમિતપણે ફેલાયેલી જોવા મળે છે. પણ એટલું ચોક્કસ જણાય છે કે લેખકને પોતાના તે-તે પેટા-વિષયની બને તેટલી ઉપયોગી સામગ્રી આપી છૂટવાની ખૂબ તાલાવેલી છે. શત્રુએ નબળા રાજાના દુર્ગનો પાકો ઘેરો ઘાલ્યો હોય, તે વખતે આચરવાની વિવિધ વૈકલ્પિક યુક્તિઓનું, આ અધિકરણના પાછલા ભાગમાં, આપેલું વર્ણન ઠીક-ઠીક વિસ્તારવાળું, કુતૂહલપોષક અને પીઢ હોવા ઉપરાંત ચર્ચાની એરણે ચઢાવવાનું મન થાય તેવું છે. જરૂર પડ્યે “જીવતો નર ભદ્રા પામશે એ ન્યાયે નબળા રાજાએ દુર્ગને પણ છોડીને, માત્ર પ્રાણ અને શક્યતા મુજબ સાથીઓને બચાવી ચાલી નીકળવાની ગ્રંથકારની સલાહ પણ રાજપ્રતિભા પરની તેમની અનુભવાશ્રિત પાકી આસ્થા સૂચવે છે. અર્થશાસ્ત્રના છઠ્ઠાથી તેરમા અધિકરણ સુધીના ભાગને કેટલીક હસ્તપ્રતોમાં “માવાઈ' નામ અપાયું છે. પહેલાથી પાંચમા અધિકરણના વિભાગને “વત્ર નામ અપાયું છે. આ યોજના પ્રમાણે તેરમું અધિકરણ માવાવ-વિભાગનું છેલ્લું અધિકરણ છે. કૌટિલ્ય પોતે ગ્રંથમાં ક્યાંય પણ આવા બે વિભાગનો ઉલ્લેખ નથી કર્યો એ જોતાં આ શબ્દો અને રાજનીતિશાસ્ત્રની આવી વિભાગ-યોજના પાછળના કાળની નીપજ જણાય છે. પરદેશ-નીતિનાં આ અધિકરણોની અધિકરણવાર સામગ્રી તપાસીએ તો એમાં પરસ્પર ચોખ્ખી, વિષયવસ્તુસંબંધી ભેદરેખા ઘણી ઓછી છે, અને એક ને એક જાતની ઘણી સામગ્રી માત્ર વિગતફેરેદૃષ્ટાંતફેરે જુદાં જુદાં અધિકરણોમાં ડોકાયાં કરે છે. એ રીતે કૌટિલ્ય ગ્રંથારંભે આ શાસ્ત્ર (= તેના ગ્રંથ) માટે વિમુક્ત ગ્રંથવિતરમ્ (ગ્રંથના લંબાણ વિનાનું) એવો જે દાવો કર્યો છે, તે અમુક અંશે ખોટો ઠરે છે. આખા ગ્રંથનું ચોખ્ખુંચણક અને લાઘવયુક્ત આયોજન કરવા જેટલી એકાગ્રતા, સંભવત: સમયાભાવે સાધી શકાઈ નથી. પણ સામે પક્ષે શાસ્ત્ર-રચનાને પ્રૌઢતા, ઉન્નતિ અને વૈચારિક ઔદાર્ય અર્પનારી જે ઉત્તમ પ્રતિભાશક્તિ લેખક-પક્ષે પ્રગટ થાય છે, તે સંતર્પક છે. ઉપર કહ્યું તેમ, આ અધિકરણોની અંદરની સામગ્રીમાં ઘણું એકવિધપણું કે વિગતભેદે ઘણાં પુનરાવર્તનો તો છે, પરંતુ અધિકરણોનાં શીર્ષક તપાસતાં વિષયનિરૂપણ માટે ઉપકારક એવાં તર્કબદ્ધ પગથિયાં ગ્રંથકારની બુદ્ધિમાં સ્પષ્ટ છે. પોતાના ગ્રંથના વિષયવિભાગોના નિરૂપણમાં રાજનીતિરૂપ મુખ્ય વિષયનું એક પણ મહત્ત્વનું પાસું ચૂકી ન જવાય, વિષયની માવજત જરા પણ અધૂરી, ચીલાચાલુ, ચોટ વિનાની, વાજબી પ્રયોગશીલતાને ન ઉત્તેજે તેવી ન રહી જાય એની ગ્રંથકારની તાલાવેલી સતત ડોકાયા કરે છે. આ ગ્રંથમાં સૈદ્ધાંતિક ચર્ચા છૂટી-છવાયી જ છે, અને તે-તે વિષયની વ્યવહારુ વિગતો કે તે અંગેનું વિગતવાર માર્ગદર્શન જ નિરંતર ખીચોખીચ ભરેલું છે, તેમ છતાં આવી બધી વિગતોની મુલવણી માટે વેધક બુદ્ધિ જાગતી રાખનારને એ વિગતો પાછળની ગ્રંથકારની સંસ્કૃતિપોષક ન્યાયબુદ્ધિની પ્રતીતિ સતત થયા જ કરે છે. હકીકતે તો ખરા કામ સાથે જ સીધો પ્રસંગ પાડનારી, અર્થાત્ સીધેસીધાં, ધરાતલ પર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy