________________
૨૩)
કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
નબળાઈમાં. માનવપ્રકૃતિની પાયાની સુધારણાનું કામ તો ઋષિઓ, આચાર્યો વગેરે ઉચ્ચ સાધક-વર્ગ પર અને ગામ-ગામના સંસ્કાર અને જ્ઞાનથી સજ્જ સજ્જનોના સંગીન શિક્ષણકાર્ય પર નિર્ભર છે. જયાં સુધી એવું માનવચેતનાની વાટ સંકોરનારું શિક્ષણકાર્ય સમાજમાં બરોબર ગોઠવાયું ન હોય કે પ્રભાવશાળી ન બન્યું હોય, ત્યાં સુધી કાંઈ સમૃદ્ધ કોશનાં ફળોથી આખા રાષ્ટ્રને વંચિત રહેવાનું તો ન જ પરવડે. તેથી મનુષ્યની સહજ ભય-સંજ્ઞા અને ઊંડ-ઊંડે પડેલી પાપભીરુતાને ધ્યાનમાં લઈને ગરવા કાનૂનો કે સિપાઈતંત્રીય બળપ્રયોગ દ્વારા ખોટું કરનારને અટકાવવારૂપ અને ડારવારૂપ પ્રશાસન-કર્મ રાજયસંસ્થાને માટે કર્તવ્યરૂપ બને છે. જે રાજયમાં પાયાના પ્રશાસકોની પૂર્ણ જાગૃતિને કારણે વ્યાપક ભ્રષ્ટાચારને ઊગતો જ ડામવાની ધિંગી-સાબદી અનુભવસિદ્ધ વ્યવસ્થાઓ સતત ક્રિયાશીલ રહે છે, તે રાષ્ટ્ર પોતાના ધ્યેયરૂપ ‘અર્થની નિત્યની આવશ્યક સિદ્ધિઓથી વંચિત રહેતું નથી અને સરવાળે “પ્રામાણિકતા જ સમૃદ્ધિની માતા છે” (Honesty is the best policy) એ ચિરંજીવ સંદેશ સારા-નરસા સર્વ દેશવાસીઓને આપી પ્રજાનું નૈતિક સ્તર પણ વ્યાપકપણે સુધારે છે.
ઉચાપતના ચાલીસ ઉપાયોની યાદી કૌટિલ્યને ઘણે ભાગે પૂર્વપરંપરાથી જ મળી હોવી જોઈએ. જે રાષ્ટ્રમાં સદીઓ-જૂની પ્રામાણિક શાસકોની પરંપરા જીવંત રહી હોય, તેની નજરમાં ને બુદ્ધિમાં બધી દુર્જનલીલાઓ પણ વહેલી-મોડી તંતોતંત પ્રતિબિંબિત થયા વગર ન જ રહે. ધાર્મિક સ્તરે એવો માર્મિક બોધ અપાય છે કે જે કોઈ મનુષ્ય એકાંતમાં પાપ કરીને એમ સમજતો હોય કે “અહીં મને કોઈ જોતું નથી, એટલે મારા પાપની કોઈને ખબર નહિ પડે”, તો ખરેખર ત્યાં પણ ઈશ્વર (કે અટલ કર્મનિયમ) તો સાક્ષી હોય જ છે, અને સરવાળે પાપ છૂપું રહી શકતું જ નથી. ખરેખર તો જાગૃત, સંયમી રાજ્યશાસન આવા વ્યાપક ઈશ્વરતત્ત્વનું જ માનવસમાજમાં મૂર્ત થયેલું જાજરમાન (પ્રતિભાશાળી) સ્વરૂપ છે. કૌટિલ્યના કાળમાં જાગૃત પ્રશાસનો દ્વારા ચાલીસ ગોલમાલ-પ્રકારો ધ્યાનમાં આવ્યા હશે, તો કદાચ આજના વધુ જાગૃત હોય એવાં લોકશાહી પ્રશાસનો સમક્ષ ચારસો કે તેથી પણ અનેક-ગણા વધારે ભ્રષ્ટાચારો ધ્યાનપાત્ર બન્યા હોય. આ બધાને ગણનાપાત્ર રીતે કાબૂમાં લેવામાં પ્રશાસન જાગૃત સમાજના વ્યાપક ટેકાની જરૂર ચોક્કસ અનુભવે છે. જો સજ્જનો અને જીવનનિષ્ઠ-પ્રજાનિષ્ઠ જ્ઞાનીઓના સાતત્યયુક્ત પ્રયત્નથી રાષ્ટ્રની સમગ્ર સંસ્કૃતિના અંગરૂપ સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય, કળાવિષયક વહેવારોમાં સત્યની ગરવી ઉપાસના નવા-નવા રૂપે ખીલતી હોય, તો તેની સમગ્ર અસર રૂપે રાષ્ટ્રમાં સાચું, સરળ, સમૃદ્ધ જીવન જીવવાની તમન્નાનું જ વ્યાપક પ્રાધાન્ય સ્થપાતું હોઈ થોડી પણ વ્યાપક અને સાતત્યયુક્ત સામાજિક જાગૃતિથી ખૂંખાર પણ અલ્પસંખ્યક એવાં અસામાજિક તત્ત્વોને પણ વશમાં આણવામાં રાજયતંત્રની દઢતા અને કાબેલિયત પ્રાયઃ સંતોષકારક સફળતા પામ્યા વગર રહેતી નથી. આ સ્થિતિમાં નવો-નવો કોઈ બૂરાઈ-પ્રકાર પણ ન અજાણ્યો કે વણપરખાયેલો રહે કે ન ઉકેલાયા વગર રહે.
મૂળમાં નર્યો સાંસ્કૃતિક એવો આ શુદ્ધિ-સંકલ્પ વિનીત રાજ્યતંત્ર દ્વારા જુદી-જુદી રીતે સાકાર થઈને કાર્યસદ્ધિમાં પરિણમતો રહે છે. રાજયનું સ્થાયી, વૈવિધ્યપૂર્ણ, વ્યાપક, સતત ચકાસાતી અને પોષાતી રહેતી વફાદારીવાળું, હિંગી લોકશક્તિ પર ઊભેલું ગુપ્તચરતંત્ર આ સંકલ્પના ખમતીધર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org