________________
વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા
૨ ૨૯
સલામત રીતે ગુપ્ત રાખવાની દૃષ્ટિએ – આંખે ન ચઢી જવાની દૃષ્ટિએ – પણ આપોઆપ આવી જાય. અલબત્ત, આ સામે ધનદંડ વસ્તુની કક્ષા મુજબ ઉચ્ચાવચ પણ ખાસ્સા ઊંચા બતાવાયા છે.
(૭) નીપજેલા અસલ માલને સ્થાને અન્ય નકલી – હલકી કક્ષાનો અને સસ્તો – માલ મૂકીને અસલ કીમતી માલ ઘરભેગો કરવો તે છે પરિવર્તન' (અદલ બદલ). આમાં છેતરવાનો વધુ ચતુર પ્રયત્ન છે; તે ખાસ તો આબરૂદાર ઉત્પાદનસંસ્થાની શાખ તેના અજાણતાં જ તોડીને વેપારી-જગમાં બેદિલી અને ક્યારેક લાંબા ગાળાનો ઘાતક અવિશ્વાસ પણ જન્માવી શકે. ધનહાનિ કરતાં અનેકગણી ખરાબ છે આબરૂ અને વિશ્વાસ(good-will)ની હાનિ. એ દૃષ્ટિએ આ દોષ તો સતત ચાંપતી નજર રાખી અટકાવવા જેવો અને સખત રીતે દંડવા જેવો છે.
(૮) “અપહાર'-દોષ નીપજની સીધી – અલબત્ત, છૂપી – ઉઠાંતરીરૂપ જ છે. તે ‘પ્રતિબંધ એ પ્રથમ દોષથી ઊલટું અને વધુ ઘાતક સ્વરૂપ ધરાવે છે. ત્યાં આળસ અને પ્રમાદ છે, અહીં વધારે પડતો, પણ અવળો ઉદ્યમ છે ! એમાં બે પ્રકારે લૂંટ શક્ય હોવાનું સૂચવાયું છે : (૧) થયેલી માલની કે ધનની નીપજ ગોટાળા વાળીને – ખોટા અહેવાલો વગેરે દ્વારા – સંસ્થાને સોંપવી નહિ, અથવા (૨) બીજી બાજુ વસ્તુ પેદા કરવામાં કે ઉઘરાણી કરતી સંસ્થાના સંદર્ભે ધનની ઉઘરાણી કરાવવામાં, જે-તે કામ કરી ચૂકેલ હકદાર વ્યક્તિને ચુકવવાપાત્ર મહેનતાણું હોય તે ગોટાળા વાળીને ખરેખર ચુકવવું નહિ, ને મૂળ સંસ્થાને ચુકવાયાનો ખર્ચ બતાવી એવું ધન ઘરભેગું કરવું! આ બીજો પ્રકાર એ રીતે પણ સંભવે કે સંસ્થાના મુખ્ય હિસાબનીશે માલના વેચાણની આવકમાંથી થયેલ ખર્ચ બાદ કરીને વધેલી જે ચોખ્ખી સિલક (“નવી' - balance) સંસ્થાના મુખ્ય અધિકારી પાસે જમા કરાવી હોય, તે એ અધિકારીએ રાજયકોશમાં જમા ન કરાવવી. આ દોષ ખૂબ ગંભીર પ્રકારનો હોઈ ઉચાપત કરાયેલી રકમથી બારગણો દંડ સૂચવાયો છે !
કોશની વૃદ્ધિ કરનારાં અને ક્ષય કરનારાં પરિબળોની આ બંને યાદીઓમાં બીજાં ઘણાં વધારાનાં વાસ્તવિક પરિબળો ઉમેરી શકાય તેમ છે. આ અપૂર્ણતાનું સંભવિત વ્યવહારુ કારણ એ જણાય છે કે આ બંને યાદીઓ ગોલમાલ કરાયેલાં માલ કે ધનને પાછો કેમ મેળવવા તેને લગતા પ્રકરણના સંદર્ભે અપાઈ છે.
આ અધ્યાયનો મુખ્ય વિષય છે ઉત્પાદકસંસ્થાના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા ઉચાપત કરાયેલા માલને કે ધનને સમગ્રપણે કે મહદ્ અંશે રાજયતંત્રની સ્થાયી તકેદારી-સંસ્થાઓ (vigilance organisation) દ્વારા કે જે-તે ઉત્પાદનતંત્રની વિશેષ કાનૂની જોગવાઈઓ દ્વારા કાયમી રીતે રાષ્ટ્રવ્યાપી ધોરણે પાછાં મેળવવાં તે. સંકટ-સમયની સાંકળ જેવા કોશરૂ૫ રાજયાંગને ક્ષીણ થતું રોકવાનો આ પણ એક ખૂબ મહત્ત્વનો ઉપાય છે. વળી ખોટી વાત સાથે બાંધછોડ એ રાષ્ટ્રજીવનની ખાનાખરાબી નોતરનારું એક મોટું છિદ્ર બની રહે.
અહીં આ અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા ગોલમાલ માટે અજમાવાતા અનુભવાશ્રિત ચાલીસ યુક્તિપ્રકારો બતાવ્યા છે. તેનો પાયો છે. માનવસ્વભાવની જલ્દી ન છોડાવી શકાય એવી સાર્વત્રિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org