________________
૨૮)
કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
અહીં “સાહસ' એટલે કોઈ પણ વ્યક્તિના તાબામાં રહેલી વસ્તુની, બળપ્રયોગ દ્વારા, તે વ્યક્તિની યા તેના પ્રતિનિધિની હાજરીમાં જ કરાતી લૂંટ (ધાડ). આવી “બળિયાના બે ભાગની માન્યતા (દર્શન) પર આધારિત પ્રવૃત્તિના નિયમન કે અટકાવની વાત છે. એ સમજવું જરૂરી છે કે આ નિયમન એ છેવટે તો હિંસાદર્શન સામે સત્ય પર પ્રતિષ્ઠિત અહિંસાદર્શનનો, પારદર્શી-વિજયી પ્રજ્ઞાના માર્ગદર્શનવાળો બેઠો મોરચો છે – અંધકારમાં પ્રકાશનું અવશ્યવિજયી આગમન છે. આજના વકરેલા આતંકવાદનું અચૂક મારણ પણ રાષ્ટ્રના ઉચ્ચતમ સત્યદર્શનને આત્મસાત્ કરીને પ્રવર્તતા રાજયતંત્ર થકી સર્જાતા પ્રતિભા-શીલ દુષ્ટ-દમનમાં છે – શક્ય હોય ત્યાં સુધી કાયદાની પ્રક્રિયા દ્વારા, જરૂર પડે તો પરિમિત ભૌતિક બળ દ્વારા.
બલાત્કાર એટલે કે ઉદ્ધતાઈ સહિતની શારીરિક જોરાવરી સ્થિર સામર્થ્યનો કે વીરત્વનો પર્યાય નથી; બલ્બ જીવનલક્ષી સામર્થોના અભાવમાં અપ્રામાણિકપણે અને મિથ્યાભિમાનથી (ઠાંસમાં) બીજાના પરિશ્રમફળને ઓળવવા થતી પ્રવૃત્તિ છે, જે સત્યોપાસનાથી પુષ્ટ બનેલા જીવંત સમાજ વચ્ચે કાયમ નથી શકે તેમ નથી – ખુદ તે આચરનાર માટે પણ આત્મવિનાશક છે. એટલે તો લૂંટ કરનાર વ્યક્તિ પણ દુષ્ટો અને અપ્રામાણિકોના સંગઠનના જોરે યા ઘણી વાર તો તેના હાથા તરીકે જ પ્રવર્તે છે. એની પાસે કોઈ સ્વયંભૂ સામર્થ્ય હોતું નથી. વળી આવી લૂંટનું વાહન બનનાર વ્યક્તિ ‘ઝટપટ-ધન' (easy money)ની લાલચમાં પણ ખૂબ લપટાયેલી હોય છે. એટલે સરવાળે તો “સાહસ'–દંડ એ દુષ્ટની સાન ઠેકાણે લાવનારું એક પ્રારંભિક પગલું જ છે, જેને જરૂર પડ્યે સત્યાધારિત અન્ય સામર્થ્ય વડે સાફલ્ય સુધી પહોંચાડી શકાય. દેહ-મન-બુદ્ધિનાં ઉત્તમ સામર્થ્યવાળા પ્રબુદ્ધ સમાજની, ક્રિયા અને પ્રતીક્ષાના ઉચિત મિશ્રણવાળી સક્રિયતા એ આનો પાયાનો ઉપાય છે. આ પ્રકરણની પુરવણી ચોથા “કંટકશોધન'અધિકરણમાં વર્ણિત કાર્યકલાપમાં (અધ્યાય ૪.૪.૫ વગેરેમાં) મળે છે.
મનુષ્યની સામાજિકતાની કે બંધુતાની પુષ્ટિનું એક સાધન છે વાણી – “મનુસ્મૃતિ'નુસૂચિત સત્ય-મધુર વાણી. એની કેળવણી તો પરિવાર, સમાજ અને શિક્ષણસંસ્થા થકી સધાય. બીજી બાજુએ, મનુષ્યની સમાજ-વિઘાતક દુવૃત્તિથી ઊભરાતી વાણી મહોલ્લા, કોમ, ગામ કે રાષ્ટ્ર માટે જોખમી આગરૂપ બની શકે તેમ હોઈ વાણીના ધ્યાનપાત્ર રીતે હાનિકારક જાહેર અપ-પ્રયોગોનું નિયમન એ કાયદો, વ્યવસ્થા અને શાંતિની અનિવાર્ય જાળવણીની દૃષ્ટિએ ન્યાયતંત્રનું એક અગત્યનું કર્તવ્ય બની રહે છે. એ દૃષ્ટિએ અઢારમા અધ્યાયમાં ચોક્કસ રીતે હાનિકારક એવા વાણીના મુખ્ય કે વ્યાપકપણે થતા અપપ્રયોગોના નિયમનની વાત લાઘવથી સોદાહરણ કરી છે.
ધર્મશાસ્ત્રનો રસ-કસ ઝીલનાર કૌટિલ્ય અર્થશાસ્ત્રને ઇન્દ્રિયજયરૂપ વિદ્યા કે પ્રજાકીય કેળવણી માની હોઈ ઇન્દ્રિયજયની વ્યાપક પ્રજામાં સિદ્ધિ કે પ્રતિષ્ઠા થાય તે માટેના વિવિધ સ્વરૂપના, વિવિધ કોટિના ઉપાયો, પરંપરાગત દંડનીતિવિદ્યાને આધાર બનાવી, તેમાં પોતાનાં પણ ઊલટભર્યા મૌલિક ઉમેરણો કે ફેરફારો જોડીને ગ્રંથમાં લાઘવથી મર્મસ્પર્શી રીતે રજૂ કર્યા છે.
આટલું ધ્યાનમાં આવે તો હીન વાણી જેવી વ્યક્તિગત ટેવની – દેખીતી રીતે રાજયતંત્ર દખલ ન કરવા જેવી લાગતી – બાબતમાં પણ નક્કર ને દઢ નિયમનો રજૂ કરતી દંડસંહિતાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org