________________
કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
‘ઉપેક્ષા’નું ઉમેરણ થવા રૂપે પડ્યો છે. અહીં ‘ઉપેક્ષા’ શબ્દનો અર્થ સાચા સ્વરૂપે સમજવાની જરૂર છે, જેથી એના અર્થ વિષેની વ્યાપક ખોટી સમજણ ટળે. ‘ઉપેક્ષા' એટલે પ્રમાદ, બેદરકારી, અવગણના કે તિરસ્કાર – એવી સમજણ ભૂલભરેલી છે. આ ગેરસમજ ટાળવા જૈન પરંપરામાં ચાર ભાવનાઓમાં પણ, અન્ય પરંપરાઓમાં સ્થાન પામેલી ‘ઉપેક્ષા'-ભાવનાને માટે, ગેરસમજ સાવ જ ટળે તેવો ‘મધ્યસ્થભાવ' પર્યાય પસંદ કર્યો છે. (‘મધ્યસ્થભાવ' એટલે તટસ્થતા, રાગદ્વેષમુક્ત સમદષ્ટિ.)
૯૮
પેક્ષા શબ્દ ‘નજીક' એવા અર્થના ૩૫ ઉપસર્ગ સહિતના સ્ (જોવું) ધાતુમાંથી બનેલું ભાવવાચક (મનોભાવસૂચક) નામ છે. ૩પ-ક્ષા એટલે નજીકથી (૩૫) કરેલું દર્શન (ક્ષા); એટલે કોઈ વ્યક્તિ કે વસ્તુને નજીકથી (close quarterથી) તપાસવાની ક્રિયા. જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે ઘટના ગૂંચવણભરી, સમસ્યા(riddle)રૂપ કે વધુ તપાસને લાયક લાગે ત્યારે તેના તરફ કોઈ અવિચારી કે ઉતાવળું પગલું ભરાઈ ન જાય, એ માટે તેને તટસ્થ મન-બુદ્ધિથી, આવેગ કે પૂર્વગ્રહથી મુક્ત બનીને તપાસવાની જરૂર છે; જેથી ખોટો શક્તિક્ષય ન થાય કે એને અન્યાય ન થાય તેવો, પ્રાપ્ત ગૂંચનો કે સમસ્યાનો ઉકેલ થઈ શકે. તો આમ કોઈ ગૂંચવણભરી વસ્તુ, પરિસ્થિતિ કે વ્યક્તિ બાબત સમભાવયુક્ત બનીને તેને શ્રેષ્ઠ ધ્યાનશક્તિ દ્વારા તપાસવી, સાચા સ્વરૂપે પારખવા મથવું તે ઉપેક્ષા કહેવાય. કાનૂનશાસ્ત્રમાં આવી બાબતને sub-judice (તપાસને અધીન કે ન્યાયાધીન) કહે છે; જેને વિષે તપાસ બરાબર પૂરી થાય ત્યાં સુધી એને વિષે કશો અભિપ્રાય આપવામાં આવતો નથી, મૌન રખાય છે. ‘ઉપેક્ષા' સાથે જોડાયેલા આ મૌનના વલણ પરથી જ તેનો અર્થ અણસમજુ વર્તુળોમાં ‘અવગણના’ કે ‘તિરસ્કાર’ એવો પ્રચલિત બન્યો હોવો જોઈએ; પણ તે અર્થ મૌન પાછળના હેતુને ન સમજવાથી જ ખોટો સિદ્ધ થાય છે. તો રાજનીતિમાં પણ અટપટી કે ગૂંચવણભરી લાગતી કોઈ ઘટના કે વ્યક્તિની ધૈર્યયુક્ત તપાસ માટે ખામોશી રાખવી, શમ અપનાવવો તે પગલું કે તે નીતિ તે ઉપેક્ષારૂપ નીતિ કહેવાય. તે ધૈર્યયુક્ત બુદ્ધિવ્યાપાર હોઈ ભાવાત્મક નીતિ બની રહે છે.
આ ચર્ચામાં કોઈ પણ ઘટનાની કારણસામગ્રીમાં કરાયેલા દૈવરૂપ પરિબળના પણ સમાવેશ વિષે થોડીક સ્પષ્ટતા ઉપયોગી થશે. આમ તો કૌટિલ્યે એને અટ્ઠષ્ટ' પરિબળ તરીકે ઓળખાવી ‘અચિંત્ય’– વિચારણા ન કરી શકાય તેવું કહ્યું છે. અને તેથી જ તેનો નમ્રપણે સ્વીકાર યા એને જીરવવા માટેની માનસિક સજ્જતા તે જ માણસનું કર્તવ્ય બની રહે છે. એક રીતે ગીતાની આ પ્રસિદ્ધ શીખનો જ એ પડઘો છે : કર્મ પર તારો અધિકાર (કાબૂ) છે, કદી પણ ફળો બાબત નહિ” (ર્મત્યેવાધિારસ્તે મા તેવુ વાચન / ૨.૪૭). વળી દૈવ કોઈ પણ ઘટના કે વસ્તુની કુલ કારણ-સામગ્રીમાંનું એક આવશ્યક ઘટક હોવાની વાત પણ કારણરૂપ પાંચ ઘટકોની ગીતાની યાદીમાં મળે છે. સમગ્ર ‘મહાભારત’માં પણ ઘટનાપ્રવાહના જુદા-જુદા તબક્કે દૈવ-તત્ત્વનો સ્વીકાર ઘૂંટાતો રહ્યો છે. પણ ખાસ ધ્યાનપાત્ર બાબત એ છે કે એ દૈવવાદ કે દૈવસ્વીકાર પ્રબુદ્ધ ઉદ્યમીઓને છાજે તેવો છે – જે કર્મ માટેના ઉત્સાહને તોડતો નથી અને ઊલટું અનાસક્તિનો અને
,,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org