SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૦૩ શકાય એનો નિત્ય સર્વાગી વિચાર કરવાનો છે. અલબત્ત, આજે માનવ-પ્રવૃત્તિઓના અતિરેકોમાંથી જન્મતી સમસ્યાઓની પરિભાષામાં એટલી ચેતવણી તો ઉમેરવી જ જોઈએ કે ધરતીનું કે સૃષ્ટિનું અતિદોહન કરીને વ્યાપક માનવ-સમાજને કે નિત્ય-કલ્યાણ કર પર્યાવરણને કાયમી કે અતિદીર્ઘકાલીન નુકસાન ન પહોંચાડાય એનું ધ્યાન તો રાખવાનું જ છે. કૌટિલ્યની કલ્પનાના રાજ્યતંત્રમાં દરેક પ્રવૃત્તિના અતિરેકો પર નિયંત્રણની જોગવાઈ પ્રાયઃ હોય જ છે. કોઈ ઉત્પાદનકેન્દ્રમાં વધુ પડતું ઉત્પાદન થયું હોય તેની ય તપાસ કરવાનો આદેશ આ ગ્રંથમાં મળે જ છે ! ખરેખર તો હિતકર કે દીર્ધદષ્ટિવાળો લોભ – વધુ સાચો શબ્દ વાપરીએ તો દિવ્ય અસંતોષ (divine dis-content) – લાંબે ગાળે અર્થપ્રાપ્તિને થનારા કાયમી નુકસાનને ગણતરીમાં લીધા વગર રહે જ નહિ. એ સમયની અર્થપ્રવૃત્તિની દષ્ટિએ અધ્યાય ક. ૨.૬માં રાષ્ટ્રીય અર્થોત્પાદનનાં સાત ક્ષેત્રો ગણાવાયાં છે, કે જેમાંની સમગ્ર પ્રવૃત્તિઓ પર સમાહર્તાએ નિત્ય ધ્યાન આપવાનું છે, તે ક્ષેત્રો આ છે : દુર્ગ (રાજધાની), રાષ્ટ્ર (ગામો-કસ્બા-બંદરો સમાવતું જનપદ), ખાણ, સેતુ (સીંચાઈ માટેની મનુષ્યકૃત રચનાઓ), વન, વ્રજ (નેસડા, પશુપાલક ગામો) અને વણિપથો (વેપાર માટેના માર્ગો). આ સાતમાં સેતુ કે વણિપથ જેવી મનુષ્યકૃત રચનાઓ સીધું અર્થોત્પાદન ન કરતાં અર્થોત્પાદન માટે જરૂરી માળખા (infrastructure) તરીકેનું મહત્ત્વ ધરાવે છે. અલબત્ત, એ સગવડો વાપરનાર દ્વારા તેના ઉપયોગ માટે નિયત કીમતરૂપે કે લાગારૂપે ચુકવાતું રોકડ ધન રાજયતંત્રની આવકરૂપ બને જ છે. સરવાળે આ સાત ક્ષેત્રોમાંથી માનવસમાજનો સમતોલ જીવનનિર્વાહ સુપેરે ચાલી શકે એવી બહુવિધ સામગ્રી સતતના ઉદ્યમથી મળતી રહે છે. આમાંના ખાણો સિવાયના ધનગ્નોતો પુનઃ પુનઃ પુષ્ટ થનારા (renewable) હોઈ અર્થની નિત્યપ્રાપ્તિ કરાવનારા (sustainable) કહી શકાય – અલબત્ત, વિવેકિતાથી સેવાય તો. આ ધનપ્રાપ્તિ મુખ્યત્વે ચીજોરૂપે થવા સાથે નાણારૂપે પણ થતી હોય છે; કારણ કે આ સંકુલ સમાજનું અર્થતંત્ર હોઈ, તેમાં વિનિમયના માધ્યમ તરીકે માનવનિર્મિત નાણાનો પ્રવેશ પણ થઈ ગયો છે. એ વખતે આ પ્રથા આરંભના તબક્કે હોઈ એમાંથી અર્થતંત્રમાં ઊભી થઈ શકે તેવી અટપટી સમસ્યાઓ દેખાવા પામી નહિ હોઈ, જેથી એવી કોઈ સમસ્યા (દા.ત. ફુગાવાની) ચર્ચાઈ નથી. અલબત્ત, ખોટા સિક્કા બનાવવાની પ્રવૃત્તિ પર બરાબર જાપ્તો રાખનાર ખાસ અધિકારીની જોગવાઈ કરાયેલી છે. સિક્કાઓને વિધિપૂર્વક ટંકશાળમાંથી અર્થતંત્રમાં, એની કીમત વસૂલીને દાખલ કરાય છે. ઉક્ત અધ્યાયમાં આ સાતે ય ક્ષેત્રોમાંથી કયા-કયા પ્રકારે અર્થપ્રાપ્તિ (ચીજો કે નાણાંની પ્રાપ્તિ) થઈ શકે છે તે લેખકના વાસ્તવિક સ્થિતિના સુપરિચયને કારણે અનેક રસપ્રદ વિગતે બતાવાયું છે; દા.ત. દુર્ગના અર્થોતો આ બતાવાયા છે : શુલ્ક (પરિવહન-કર), શુલ્કચોરી-દંડ, માપતોલની તપાસના લાગા (તd), “નાગરિક' (નગરાધ્યક્ષો દ્વારા થતી દંડની આવક, ટંકશાળના અધ્યક્ષ (તૈક્ષપાધ્યક્ષ) દ્વારા સિક્કા પૂરા પાડવા માટે લેવાતો ૮% લાગો, સિક્કાચકાસણીના લાગા વગેરે; મુદ્રાધ્યક્ષ (‘પાસપોર્ટ'-અધિકારીઓ દ્વારા પરદેશી કે બહારની વ્યક્તિને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy