SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ઊંચી શિસ્ત સાથે મેળવીને સમાવવાનો. વિવિધ પ્રજાજૂથો આ માટેની નૈસર્ગિક રૂચિ, આવડત અને નિષ્ઠા ધરાવતાં હોય છે. અને સાચું રાજયતંત્ર આ હકીકતની ઊંચી પરખ અને કદર જ નહિ, પ્રજાકીય રોજગારી-નિર્માણના લાભોનું જ્ઞાન પણ ધરાવતું હોય છે. આજે જયારે સરકારો પ્રજાની આવી નૈસર્ગિક શક્તિઓને અવગણીને તેને બદલે વ્યાપક યાંત્રિકીકરણનો યા વિદેશી સંસ્થાઓનો જ મોટે ઉપાડે વ્યાપક ઉપયોગ કરી, બેઠો પ્રજાદ્રોહ દાખવે છે, ત્યારે કૌટિલ્ય-કલ્પિત પ્રજાનિષ્ઠ રાજયતંત્ર શાણા અભિગમથી અનેક સમસ્યાઓથી બચીને ઊંચાં સાફલ્યો પામી શકે છે. આમ બેકારીનિવારણનો એક વિશાળ કાર્યક્રમ પણ બની રહે છે ને તંત્રને પણ વિપુલ સાફલ્ય મળે છે. આવી રીતે સંતુષ્ટ, લિંગી પ્રજામાંથી જ જોગવાયેલા ગુપ્તચરો ખરેખર જ રાજાનાં ચક્ષુ બની રહે છે. આખા ગ્રંથમાં નિરૂપાયેલી સ્વદેશનીતિ તેમ જ પરદેશનીતિ એ બંનેમાં આ અડીખમ સ્વદેશી સેવાનો અત્યંત કલ્પનાશીલ અને કુશળ ઉપયોગ ગૂંથાયેલો જણાય છે. રાજ્યતંત્રમાં સર્વ અંગોનાં ભરતીતંત્રો દ્વારા સર્વ પ્રજાજૂથોને અનુરૂપ રીતે તંત્રની સર્વ કામગીરીઓમાં ગૂંથીને, એવા ઉચ્ચારચા કાર્યકરોને અને એકંદરે સર્વ પ્રજાજૂથોને જાગૃત તંત્ર અને રાષ્ટ્ર બંને પ્રત્યે વફાદાર અને પોતાનાં નાનાં-મોટાં સર્વ કર્તવ્યોમાં પ્રમાદરહિત બનાવવાનું ઠરેલ આયોજન કરાય છે. આમાં રાજયતંત્રની ઊંચી હોશિયારી, શોભા અને લાયકાત પ્રગટ થાય છે. લોકના કાર્યક્ષમ દરેક અંગને રોજી મળી રહે તેવી જાજરમાન દષ્ટિ રાજ્યતંત્રમાં અવશ્ય હોવી જોઈએ – એ સમજણના અન્વયે જ રાજય દ્વારા વિવિધ પ્રજાવર્ગોને ખૂબ વ્યાપકપણે પૂરી પડાતી ગુપ્તચરોની કામગીરીરૂપ રોજીની વાત હમણાં કરી. પરંતુ તે તો અનેક રોજી-પ્રકારો પૈકીનો એક જ પ્રકાર થયો. તો રાષ્ટ્રપોષણ સાથે સ્થિરપણે પ્રજાનિર્વાહ સાધતા બીજા અનેક રોજી-પ્રકારોનું દિગ્દર્શન ગ્રંથના સૌથી વિસ્તૃત બીજા અધ્યક્ષpવાર અધિકરણના અધ્યાયોમાં વ્યાપકપણે મળી રહે છે. પ્રજાના અનાથ કે અપંગ વર્ગો, વનવાસી વિવિધ આદિમ જાતિઓ, વિધવા કે અનાથ સ્ત્રીઓ – આ બધાંને સમાવતા સર્વ પ્રજાવર્ગોને પોતપોતાની રુચિ, શક્તિ અને કુશળતા મુજબનું કામ પણ મળી રહે અને તે દ્વારા જ રાષ્ટ્ર જીવનપોષક સર્વ સાધનસંપત્તિથી નિત્ય સમૃદ્ધ પણ બનતું રહે એ આ અધિકરણનું મુખ્ય ધ્યેય કહી શકાય. એટલે તો અર્થ શબ્દની વ્યાખ્યા પણ ગ્રંથકારે “મનુષ્યવાળી ભૂમિ' એવી વિશિષ્ટ આપી છે. મનુષ્યના પોતાના પુરુષાર્થ અને વિકાસ દ્વારા ધરતી અને સમગ્ર રાષ્ટ્રની સમુન્નતિ સાધવાની સમતોલ વાત છે. આમ રાજા=રાજ્યતંત્ર પ્રજાઓ એવું ધિંગું, ભાગ્યવંતુ અને સાંસ્કૃતિક સમીકરણ સધાય છે. કોઈ પણ દેશકાળમાંના કોઈ પણ રાષ્ટ્રને આ સમીકરણ અપનાવવા ધરતીમાતાનું, સત્યનારાયણનું કાયમી ઇજન છે. (૪) સંસ્કૃતમાં સામાન્ય પરંપરા પ્રજ્ઞા શબ્દની કે સુર, વ એવા રાષ્ટ્રવાચી શબ્દોનો ઉપયોગ બહુવચનમાં કરવાની છે. તેનું વાસ્તવિક કારણ એ સમજાય છે કે એક રાષ્ટ્ર અનેક સ્વાયત્ત પ્રજાજૂથોનું કે આગવાં સાંસ્કૃતિક એકમોનું બનેલું હોય છે. દરેક પ્રજાજૂથની દેશ-વેષ-ભાષા-આહાર-કળા-રિવાજ ઇત્યાદિ મુદ્દે પરંપરાજન્ય આગવી ભાવાત્મક, જીવનવિધાયક લાક્ષણિકતાઓ હોય છે. એટલે તો એ ગંભીર સમાજશાસ્ત્રીય અધ્યયનનો મહત્ત્વનો વિષય પણ બની રહે છે. એ વિશિષ્ટતાઓમાં જ પ્રત્યેક પ્રજાજૂથ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy