________________
૧૩૨
કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
સ્વીકારીને, નર્યા ધર્મરૂપે નિભાવવાનું છે; અંગત નિષ્ફરતાથી નહિ. એમાં ફરી ફરી પરખાયેલા કે વંશપરંપરાગત એવા નિત્ય મિાને છેહ દેવાપણું સમાતું નથી એ પણ યોગ્ય પ્રસંગોએ કૌટિલ્ય સ્પષ્ટ કહેલું છે. મૂળ વાત તો જ્યાં વાજબી ભૌતિક હિતો સંડોવાયેલાં હોય, તેવી બાબતોમાં ‘જેવા સાથે તેવા' થવાની નીતિ વાજબી કારણોથી નિભાવવી તે છે. સાંસ્કૃતિક પરંપરાની દષ્ટિએ કે આન્વીક્ષિકી’-પ્રેરિત દાર્શનિક ભૂમિકાની દૃષ્ટિએ, શત્રુ સાથે થયેલા ઉચ્ચતર ઠરેલ વ્યવહારો પણ પ્રતિભાશાળી રાજાની રાહબરીના બળે સ્વપક્ષે કે ઉભય પક્ષે સાફલ્ય આણે તે શક્ય છે. આન્વીક્ષિકીનું રાજનૈતિક ક્ષેત્રે પણ મહત્ત્વ પ્રસ્થાપતા કૌટિલ્યને તો આવું પ્રગતિશીલ પ્રયોગવીરપણું ઇષ્ટ જ હોય. કૌટિલ્ય તેરમા અધિકરણના સંબૂ શમન પ્રકરણમાં, જિતાયેલા શત્રુની રૈયત સાથે તો વિજિગીષએ પોતાની રૈયતની જેમ જ પૂરી સલુકાઈથી અને સહજ વત્સલતાથી વર્તવાનું શીખવ્યું છે. રાજનીતિક્ષેત્રમાં પણ દીર્ધદષ્ટિ રાખી નિભાવેલી વફાદારીઓ જ વિજિગીષને નિત્ય જયવંતો અને સન્માનનીય બનાવે છે. યુદ્ધ વખતે પણ ધર્મયુદ્ધના વ્યાપક રીતે સ્વીકારાયેલાં નિયમનોને અને એકંદરે અક્રૂરતા કે માર્દવને જાળવવાનાં છે. વિધિપૂર્વક સ્વાર્થસંરક્ષક બની જાણે, એનો પરમાર્થ માટેનો દરવાજો પણ ખુલ્લો જ રહે છે.
રાજયે પ્રજાનાં નિર્વિવાદ, સંગીન હિતો માટે સાબદા રહેવું એ એક વાત છે અને રાજ્ય પોતે મૂડીવાદી બનીને રાજયના કોશ અને કોઠારને સાચી-ખોટી રીતે ભરવા અર્થે માત્ર માનેલા અવાસ્તવિક સ્વાર્થ ખાતર શત્રુ પર અણછાજતા ત્રાસ ને લૂંટફાટ આચરવાનો માર્ગ અપનાવવો એ સાવ ઊલટી અને અન્યાયી વાત છે. એવું રાજ્ય છેવટે પોતાની પ્રજાને પણ લૂંટનારું બની રહે છે. તેનાથી “પ્રજાના સુખે જ રાજાનું સુખ છે અને પ્રજાના દુઃખે દુઃખ” એવી કૌટિલ્ય બતાવેલી પરિપાટીનો સદંતર છેદ ઊડી જાય છે. પાંખી એવી પણ લોકશાહીઓના આજના વાતાવરણમાં પરરાષ્ટ્રોની પ્રજાને લૂંટવાની વાત ઝટ શક્ય ન હોઈ પોતાની જ બહુસંખ્ય પ્રજાઓને માત્ર લૂંટવાની જ નહિ, બલ્ક એમના જીવનનાં પાયાનાં સાધનોને જ ખાલસા કરીને ઇતિહાસમાં કદી ન બન્યું હોય એવું આસુરી વર્તન કરતી સરકારો જોવા મળે છે. એવી લોકશાહીઓ છેવટે આત્મઘાતક જ બની રહે છે. આવી નઘરોળ લોકશાહીઓને પડકારવી તે પણ વિધિનો સંકેત છે તે વાત પણ કૌટિલ્યની આ ચર્ચાઓ પરોક્ષપણે ચીંધે છે.
D B D.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org