________________
કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
અર્થમાં ચાર્વાક-દર્શન તો ખરેખર નાસ્તિક છે. જૈન-બૌદ્ધ પરંપરાઓ તો મુખ્યત્વે વેદનિંદા અને ઈશ્વર-નિષેધને કારણે નાસ્તિક ઠરાવાઈ છે. ચાર્વાકો ઇન્દ્રિયપ્રત્યક્ષ જગત્ અને જીવનને જ વાસ્તવિક માનીને ગમે તે રીતે ભોગો માણવામાં માને છે. ‘‘પુનર્જન્મ કોણે દીઠો છે?” એમ તે કહે છે.
૮૬
આ દર્શનનું ‘લોકાયત’ નામ ઘણું કહી દે એવું સચોટ છે. ઉદ્યમ અને સાચા-ખોટા ઉધમાતો એ બંને દ્વારા, સમાજમાં પ્રદર્શન થાય તેવા ઠઠારા સાથે અવનવી ને અજનબી સુખ-સગવડો ભોગવતો સમાજનો એક વર્ગ તો એશ-આરામ ને વિપુલ સાહ્યબીના ભોગવટાને જ જીવનનું ધ્યેય માને એ તો સમજાય એવું છે, પણ એની સામાજિક અસર બરાબર તપાસીએ ત્યારે ખબર પડે છે કે સાવ સાધનહીન દશામાં જેવા-તેવા ખોરડામાં કે ઝૂંપડપટ્ટીમાં રહેનારો કે ગામડામાં રહેનારો દીન-હીન મનુષ્ય પણ, પ્રથમ તો આવા એશઆરામ અને આવી સુખસાહ્યબીને અહોભાવથી જોતાં, ધીરે-ધીરે પોતાને માટે ય તેને ઝંખતાં, છેવટે તક મળે તો પોતે ય એ મેળવવાની ગાંડી દોડમાં જોડાઈને જોરાવરી અને ચંચળ ભાગ્યના પ્રતાપે અણધારી સુખસાહ્યબીનો ધણી પણ બની બેસે છે. આ રીતે મૂડી ધરાવતો કે ન ધરાવતો દરેક આદમી સામાન્ય રીતે મૂડીવાદી જ હોય છે એવી સહજ લોકસ્થિતિ છે. એને જ ધ્યાનમાં રાખીને ‘લોકમાં લાંબું-પહોળું પથરાયેલું' એવા અર્થમાં આ ભૌતિકવાદી દર્શનને ખૂબ જ યથાર્થ રીતે ‘લોકાયત' નામ અપાયું છે. તેથી કૌટિલ્યે ‘ચાર્વાક’ એ સંભવતઃ વ્યક્તિવાચી (અથવા કદાચ ‘ચારુવાક્' – ‘મીઠીમધ વાત બોલનારો' એ અર્થ ધરાવતો) પર્યાય ન પસંદ કરતાં આ રોકડી વાત કહેતો પર્યાય પસંદ કર્યો જણાય છે. વળી આ દર્શન આ લોકની સુખ-સાહ્યબીને શ્રેષ્ઠ ધ્યેયરૂપ માનીને પણ અટકતું નથી. સંભવતઃ પોતાના અજ્ઞાત ભયોને ગમે તેમ દબાવી દેવાની પેરવી રૂપે તે, અન્ય આસ્તિક દર્શનોની, પારલૌકિક મૂલ્યો કે વિભૂતિઓ અંગેની સાતત્યપૂર્ણ રજૂઆતોને ભૌતિકવાદી અને પ્રત્યક્ષપ્રમાણવાદી દલીલથી યા અંશતઃ મંડનરહિત ઊડઝૂડ ખંડનરૂપ વિતંડાશૈલીના આશ્રયથી ઉગ્ર રીતે તોડી પાડે છે, ઉતારી પાડે છે; ગાળો પણ ભાંડે છે (એવા દર્શનકારોને ભાંડ, ધૂતારા, નિશાચરો સુધ્ધાં કહે છે !) વેદાદિ શાસ્ત્રોને પણ નર્યા દાંભિક ઘોષિત કરે છે ! ‘સર્વદર્શનસંગ્રહ'માં આ દર્શનનું લગભગ આવું વર્ણન આપ્યું છે તે પૂરું પ્રામાણિક હોવા સંભવ છે. ‘મહાભારત'માં પણ આવો મત ધરાવતા એક નાસ્તિકે લોકમાં મચાવેલા ભ્રાંતિઓના તરખાટનું વૃત્તાંત આવે છે. ભારતીય પ્રજ્ઞાએ આવાં અનેક દર્શનોને પણ સમભાવથી જોયાં-જીરવ્યાં છે. માનવમનનું સાચું સ્વરૂપ સમજવા આવા ઉગ્રવાદો કે સ્વતોવિરોધી પ્રજ્ઞાવાદોને પણ પૂરા સમભાવથી જેવા ને તેવા સ્વરૂપે સુજ્ઞોએ તો જાણવા જોઈએ અને એ માટે જવાબદાર પરિબળોને પારખીને, આવા વાદો કઈ રીતે ભીંત ભૂલ્યા હોય છે ને ખોટે રસ્તે ફંગોળાઈ ગયા હોય છે તે સમજીને તેમની પ્રત્યે પ્રશાંત સાક્ષી-ભાવ જાળવી રાખવો જોઈએ, અને સાચા ધાર્મિકો કે આસ્તિકોની આસ્થાઓને પણ અચળ રાખવામાં એમના ભેરુ બની રહેવું જોઈએ; છેવટે ઘીના ઠામમાં ઘી આવી રહેવાનું છે એની ખાતરી રાખવી જોઈએ. આ દૃષ્ટિએ ‘મહાભારત’માંની ‘અતિવાદોની તિતિક્ષા કરવાની' સલાહ ઘણી જ અનુરૂપ છે.
આવા મતો ધરાવનાર બધા દુરાચારી કે જીવનમૂલ્યદ્રોહી જ હોય છે એવું પણ નથી. એવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org