________________
વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા
૨૯૭
શાસન માટે સ્થાયી પડકારરૂપ રહેતી હશે, અને તેને માટે આગવી તૈયારીઓ રખાતી હશે. આમાંની પડોશી આક્રમક રાજારૂપ આપત્તિ તો પ્રાકૃતિક ન હોઈ આમાં સ્થાન ન જ પામે. એના માટે તો અર્થશાસ્ત્રનાં યુદ્ધસંબંધી પાછલાં અધિકરણોમાં તેમ જ સાતમા અધિકરણમાં વિસ્તૃત વિચારણા થયેલી જ છે. બાકી બે પરિબળો (તીડ અને પોપટ) ખેતી-સંબંધી વિશિષ્ટ પરિબળો છે. અલબત્ત, ઉંદર પણ ખેતીસંબંધી પરિબળ છે; જો કે તે તો ઘરોમાં ય ઘણા નુકસાનકારક છે.
કૌટિલ્ય ગણાવેલી આપત્તિઓ આ આઠ છે : “અગ્નિ, પાણી, રોગચાળો, દુકાળ, ઉંદર, જંગલી (હિંસક) પ્રાણીઓ (ચાતા:), સાપ અને રક્ષસ (મેલી શક્તિઓ).” આમાંની પ્રથમ ચાર આપત્તિઓ પ્રાકૃતિક કે પંચમહાભૂતો પૈકીની યા તજજ્જન્ય પરિબળોરૂપ છે, તો બાકીની ચારે ય આપત્તિકારક સચેતનો રૂપ છે. જાગૃત અભ્યાસીને આ યાદી જોતાં એવો પ્રશ્ન થાય, કે આમાં પંચભૂતો પૈકી સીધી રીતે બે જ પરિબળો (અગ્નિ અને પાણી)ની ગણના થઈ છે; વાયુ અને પૃથ્વી (ભૂમિ કે માટી) એ બાકી બે પરિબળો પણ અનુક્રમે જાતજાતની વિનાશક આંધીઓ રૂપે કે ભૂકંપ રૂપે આપત્તિકારક બની શકે તેમ હોઈ તેની પણ ગણના કેમ નહિ થઈ હોય ? વળી અગ્નિ એ તેજતત્ત્વનો એક સ્વરૂપભેદ જ છે; પણ સૂર્યકિરણો પણ આજે આપત્તિકારક બની રહ્યાં છે – ઓઝોનપટના ભંગાણને કારણે. (અલબત્ત, એ કાળે આવો સંદર્ભ કલ્પનામાં પણ નહિ હોય !) કૌટિલ્ય જેવા સમગ્રદર્શી (પ્રક્ષાવંત) ચિંતક એ ચૂકે તેમ માની ન શકાય. વિચારતાં તરત એમ જણાય છે કે સૃષ્ટિ સહિતના સમગ્ર જીવન પ્રત્યેની અદબને કારણે પર્યાવરણ સહજપણે સુરક્ષિત રહેતું હોઈ, આજના મનુષ્યનાં અમાનુષી (!) વલણોએ પેટ ચોળીને શૂળ પેદા કરવાની જેમ જે સમસ્યાઓ ઊભી કરી છે, તે એવા રાષ્ટ્રભક્ષક વ્યાપક કે વિકરાળ સ્વરૂપે તે જમાનામાં ઊપસી આવી નહિ જ હોય. ભારતીય કે જાગતિક પ્રાચીન અસંખ્ય સાહિત્યકૃતિઓ પૈકીની કોઈ કૃતિઓમાં કે ઉપલબ્ધ અન્ય ઐતિહાસિક પુરાતત્ત્વીય દસ્તાવેજોમાં આવી આપત્તિઓના ઉલ્લેખો નહિવત્ છે. આજે તો એકબાજુ દેખીતી રીતે આપત્તિ-નિયમનનાં જ્ઞાનદાયી વિજાણુ (ઈલેક્ટ્રોનિક) સાધનો, યંત્ર-પ્રવિધિઓ (ટેકનોલૉજી, ભૂમિ-જળ-આકાશગામી સંચારસાધનો એ બધું અકથ્ય પરિમાણ અને ઝડપે વિકસ્યું અને ફાલ્યું છે, તો બીજી બાજુ એ બધાંનો ઉપયોગ કરનારા મનુષ્યોમાં આત્મસંયમજન્ય જનહિતતત્પરતા, સમર્પણત્તિ, નિત્યનો અપ્રમાદ કે ત્રણે ય કાળનો વિચાર કરનારી પ્રજ્ઞા (vision) ખૂટે છે અને ત્રીજી બાજુએ આકાશ પણ બાકાત ન રહે તેમ પાંચેય મહાભૂતો (ભૂમિ, જળ, વાયુ, તેજ અને આકાશ)નું સર્વવિનાશક પ્રદૂષણ સંયમહીન ધનપરાયણતા અને વિવેકરહિત ભોગવશતાને કારણે આખી માનવજાતની છાતી પર ચઢી બેઠું છે. આમાં તો હવે કહેવાતી માનવપ્રતિભા પોતે જ મહા-આપત્તિ (disaster) બની બેઠી છે; ત્યાં આપત્તિ-નિયમન (disastermanagement) પ્રલયકારી પરમ શક્તિ સિવાય બીજું કોણ કરી શકશે ?
કૌટિલ્ય અહીં ગણાવેલી આપત્તિઓ પૈકી જંગલી પ્રાણીઓરૂપ કે સરૂપ આપતુ આજે પ્રખર રૂપમાં છે જ નહિ, ઊલટું એ બંનેનું વ્યાપક અને વિપુલ પ્રમાણમાં ઘટેલું પ્રમાણ પોતે જ એક પર્યાવરણીય આપત્તિરૂપ બની ગયું છે ! પહેલાં ગ્રામ-નગરાદિના નિર્માણનો, કૃષિકેન્દ્રી જીવનક્રાન્તિના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org