________________
કૌટિલીય “અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
કારણે બહુસંખ્યક લાગે તેવો અને વળી રાષ્ટ્રભરમાં ફેલાયેલો જોવા મળે છે. તો નાનો પણ અતિ ઉગ્ર વ્યવહારો આચરનારો એક વર્ગ તો સમાજ સામે ઉઘાડે છોગે બહારવટે ચઢેલો (ત્રાસવાદી) હોય છે. આમપ્રજામાં અન્યોન્ય પ્રત્યે આચરાતા ને ફરિયાદી દ્વારા જ લક્ષમાં આવતા અપરાધો બાબત જેટલી દંડશક્તિની સાતત્યયુક્ત અને વ્યાપક જરૂર છે, તેથી અનેકગણી સજ્જ, સંગઠિત અને બહુરૂપી સામર્થ્યવાળી દંડશક્તિની જરૂર અત્રે ચીંધેલા સમાજશત્રુઓ માટે છે. આવા અપરાધીઓ સામે તો રાજયતંત્રે પૂરેપૂરી જાતચોકીદારીથી, દેશદાઝથી, પોતાની રાજયકર્તા તરીકેની લાયકાતને અને કર્તવ્યભાવનાને પુરવાર કરવા પણ નિત્ય જાગૃત અને સક્રિય રહેવું પડે છે. પ્રજાનો તો આમાં આડકતરો સહકાર જ ખપનો ગણાય. આ વર્ગ માટે પ્રાચીન ભારતીય દંડનીતિમાં “કંટક' એવું ઉપમાયુક્ત નામ ખૂબ વાજબી રીતે જ અપાયેલું છે.
આમ જો સ્વરાષ્ટ્રમાં જ ઠેરઠેર સમાજવિરોધી રાષ્ટ્રશત્રુઓ પ્રત્યેનું કઠોર કર્તવ્ય ઊભું થતું હોય, તો પછી રાષ્ટ્રની બહારના વિવિધ શત્રુઓની તો વાત જ શી ? વિશેષ કરીને તો પ્રજાને નામે રાજય કરનાર પડોશી રાજાઓ કે તેના હાથ નીચેના ઉચ્ચતર મંત્રી-આદિ રાજપુરુષો પૈકી કોઈ ને કોઈ, પોતાની અંગત અસામાજિક મલિન મહત્ત્વાકાંક્ષા, સત્તાલાલસા કે આસુરી ધનલાલસાને વશ થઈને – અર્થાત્ રાજ-કારણ કે સત્તા-કારણને વશ થઈને, પણ શુદ્ધ પ્રજા-કારણે તો નહિ જ – પોતે જમાવેલાં વિપુલ સત્તા-સાધનોનો બળજરીપૂર્વક દુરુપયોગ કરીને, નિશાન બનાવેલા પડોશી રાષ્ટ્રનાં તંત્રોને અને ભ્રષ્ટ અધિકારીઓને બહેકાવી-લલચાવીને, તે રાષ્ટ્ર પર ખુલ્લા આક્રમણ સહિત સર્વ પ્રકારની શત્રુતા દાખવે છે. આવા, ખરેખર તો માનવીય સંસ્કૃતિના બેઠા શત્રુરૂપ, પડખેના આક્રમક રાષ્ટ્ર સામે પોતાના રાષ્ટ્રનું – બલ્ક તત્ત્વત: માનવીય સર્વકલ્યાણકર સંસ્કૃતિનું – રક્ષણ કરવાની સૌથી વધુ અટપટી અને બહુવિધ ચિરસંચિત સામર્થ્યની અપેક્ષા રાખતી, ટાળી ન શકાય તેવી જવાબદારી નરવા રાજ્યતંત્ર સમક્ષ આવી પડે છે. અનેક રાષ્ટ્રોરૂપી રાજકીય એકમોથી નિરંતર ભરેલા વિશાળ મુલ્કમાં આવી અણધાર્યા વેર અને સીધા આક્રમણની સંભાવના નિત્ય ગાજતી રહે છે. તેથી પરદેશનીતિ એ કોઈ પણ દઢમૂલ રાજયની દંડનીતિનું સૌથી મહત્ત્વનું અનિવાર્ય અંગ બની રહે છે. પરદેશનીતિ માટે કોઈ કાળે રૂઢ થયેલો ‘કાવાવ' શબ્દ ખૂબ અર્થવાહી છે. તેનો શબ્દાર્થ છે ‘વાવણી'. તો વિવિધ પરરાષ્ટ્રોમાં અતિ-વિપુલ અને અતિસંકુલ ગુપ્તચર-જાળ રૂપે ધ્યાન, સાવધાની અને પ્રતાપનું વાવેતર કરવાનું હોય છે – એવો અર્થ આ શબ્દપ્રયોગ પરથી તારવી શકાય.
ઉપર વર્ણવેલાં વિવિધ રાજકર્તવ્યો એકંદરે રાષ્ટ્રનું – બલ્ક વ્યાપક માનવ-સમાજનું કે સૃષ્ટિનું – સંસ્કૃતિ-રક્ષક-અંગ છે, વિશુદ્ધ ધર્મરૂપ અંગ છે એ વાત ભારતવર્ષમાં નિરંતર વિવિધ રીતે વિચારમાં અને આચારમાં ઘૂંટાતી રહી છે. સફળપણે ધર્મરક્ષા કરનારી ચાતુર્વણ્ય-વ્યવસ્થાના ભાગ તરીકે જ રાજધર્મની વિભાવના વિકસિત થયેલી છે. ખાસ નોંધપાત્ર વાત એ છે કે રાજનીતિની સર્વાગી રૂપરેખા મુખ્યત્વે ઋષિ-પરંપરાની સહજ નીપજ છે. આ વાત મહાભારત-રામાયણ અને પુરાણો તપાસતાં પણ વ્યાપકપણે ધ્યાનમાં આવે છે. અસ્ત્ર-શસ્ત્રવિદ્યામાં સુધ્ધાં અગત્ય-આદિ અનેક ઋષિઓનું પ્રદાન હતું ! અસલ નરવો ક્ષત્રિય-વર્ગ પ્રાયઃ આવી સર્વથા અંતઃસજજ ઋષિપરંપરાને વૈચારિક રીતે પ્રમાણીને તેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org