SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ (યથાર્થબોધ) પેદા થાય છે. જ્ઞાનના વાસ્તવિક વિકાસ અને સ્થિરીકરણ માટે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષના ક્રમિક સહેતુક કથનરૂપ વાદવિધિ માત્ર અત્યંત ઉપકારક જ નહિ, અનિવાર્ય ગણાયો હતો. સંસ્કૃતિવિધાયક એવી અનેક માનવીય પ્રવૃત્તિઓ પૈકીની જ્ઞાનોત્પાદન-પ્રવૃત્તિ પણ મનુષ્યની રચનાત્મક પણ તેજસ્વી એવી સામાજિકતા (સમાજ-અભિમુખતા) દ્વારા ખીલે છે. “તુષે તુષે મતિfપના' એવી અન્ય પ્રચલિત ઉક્તિ માનવ-સમાજમાં જોવા મળતી એક પ્રાકૃતિક ઘટનાની કાળજીભરી નોંધ લે છે કે “મસ્તકે-મસ્તકે ભિન્ન મતિ જોવા મળે છે.” તો આ વસ્તુસ્થિતિ પ્રત્યે રચનાત્મક અભિગમ લઈને અગાઉ કહેલા વાદવિધિનો આશ્રય પૂરી મૈત્રી અને સામાજિકતા સાથે લેવાની ભલામણ કરાઈ છે. મનુષ્યની ખરી સામાજિકતા મતભેદમાંથી મૌક્ય તરફ જવાની મથામણ દ્વારા સામાજિક સર્વસંમતિ અને તદ્-આધારિત સહકારિતા ખિલવવા મથે છે. પ્રમાણશાસ્ત્ર ઉપરાંત વાદશાસ્ત્ર પણ બની રહેતા એવા પ્રાચીન ન્યાયદર્શનના આદ્યગ્રંથરૂપ ગોતમમુનિરચિત “ન્યાયસૂત્ર' ગ્રંથમાં ન્યાયદર્શને તારવેલા વાદવિધિસંબંધી પદાર્થો (=વિષયાંગો)માંના ‘નિર્ણય-પદાર્થની ઠરેલ વ્યાખ્યા આમ છે : “કોઈ પણ વિષય અંગે પ્રસિદ્ધિ પામેલા પક્ષ અને પ્રતિપક્ષરૂપ મતોને ધ્યાનમાં લેવા દ્વારા તેમનાં બળાબળનો પૂરો વિચાર કરીને તે વિષયના સાચા સ્વરૂપ(થ)નો નિશ્ચય કરવો તે નિર્ણય.૨૩) એકંદરે સર્વ બુદ્ધિગમ્ય પ્રાચીન-ભારતીય શાસ્ત્રો આવા વાદવિધિનો ડગલે-પગલે છૂટથી ઉપયોગ કરીને નવા-નવા બૌદ્ધિક ક્ષિતિજોને બતાં રહ્યાં, સમય સાથે પૂરી ઊલટથી તાલ મિલાવતાં રહ્યાં. કૌટિલ્ય પણ જયારે વિધિસર અર્થશાસ્ત્ર રચવા બેઠા, ત્યારે આ વાદવિધિનો પૂરો આદર કર્યો અને ગ્રંથને સંક્ષિપ્ત રાખવાની પ્રતિજ્ઞા જાળવવા, પાછલાં કાળનાં શાસ્ત્રોથી ભિન્નપણે બંને પક્ષોના સામસામા લાંબા સંવાદોની પદ્ધતિ ટાળીને આગવી રીતે એનો અંગીકાર કર્યો. કૌટિલ્ય આ ગ્રંથના આરંભે જ એ સ્પષ્ટ કરે છે કે તેમના સમયમાં ઉપલબ્ધ તે પૂર્વેનાં બધાં અર્થશાસ્ત્રનું અધ્યયન કરીને, એમાંની સામગ્રીનો વિવેકી ઉપયોગ અને સમાવેશ પોતાના આ ગ્રંથમાં કરીને (સંહૃત્ય) પોતે આ શાસ્ત્રગ્રંથનું ઘડતર કર્યું છે. આ કારણે અર્થશાસ્ત્રનાં વિવિધ પાસાંઓના તે-તે વિવાદાસ્પદ મુદ્દાઓ પરત્વે, તેમણે આ અગાઉના ગ્રંથો દ્વારા અને અન્ય આધારો પરથી જે અન્ય આચાર્યોના ગણનાપાત્ર મતો જાણ્યા હશે, તે પૈકી પોતાના મતથી સાવ ભિન્ન જણાયેલા મતોની નોંધ, પૂરી પ્રામાણિકતા જાળવી, આ ગ્રંથમાં સ્પષ્ટ રૂપે લેવાનું રાખ્યું છે. અહીં એ પણ ધ્યાનમાં લઈએ કે કૌટિલ્ય અન્ય અનેક ચિંતકો જેમ પોતે વિદ્યાક્ષેત્રના જૂના-નવા દરેક ચિંતક માટે સમાન આદર ધરાવતા અને માનતા કે દરેક વિદ્વાનું કે આચાર્યનો મત પોતાના સમયનાં પરિબળો મુજબ અને દરેકની આગવી પ્રતિભા મુજબ ઘડાયો હોઈ આદરણીય છે. એ બધાના મતોની સાદર નોંધ લેનારા અનુકાલીન ચિંતકે સમયનાં નવાં પરિબળો મુજબ અને બુદ્ધિ કે જ્ઞાનશક્તિના વિકસેલા નવા આયામો મુજબ, એ મતોની ખાલી નોંધ ન લેતાં કે તેમને જેમ-ન-તેમ સ્વીકારી ન લેતાં, બદલાયેલા પરિપ્રેક્ષ્ય મુજબ એના સારાસારનું ધીરજભર્યું તોલન કરીને જરૂરી જણાય તો તેનો ચોખ્ખો અસ્વીકાર, સુબોધ કારણો આપવા દ્વારા કરીને, જ્ઞાનક્ષેત્રનું બંધિયારપણું તોડવું અને તાજી હવાનો પ્રવેશ કરાવવો. લાઘવ જાળવવા અને બૌદ્ધિક-સાંસ્કૃતિક વિકાસક્રમ બતાવવા, કૌટિલ્ય, જરૂર જણાઈ ત્યાં બધે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy