SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આજના યુગમાં વિશેષતઃ ગાંધીજીના અભિયાનને કારણે, વ્યક્તિ, પરિવાર, સમાજ અને અર્થતંત્રને સારી પેઠે છિન્નભિન્ન કરનારી દારૂની લત પ્રાચીન સમયમાં, કદાચ આજના જેવા વ્યાપક ને ગીચ શહેરીકરણના તથા ઔદ્યોગિકીકરણના અભાવે અત્યંત વ્યાપકપણે સમાજમાં ફેલાઈને જટિલ સમસ્યારૂપે વકરેલી નહિ હોય, તેથી કાયદાશાસ્ત્રમાં એનો ખાસ સમાવેશ થયેલો દેખાતો નથી. અલબત્ત, ધર્મશાસ્ત્રમાં કામ-જ વ્યસનોમાં તેની ગણના કરી, તેની અનિષ્ટતા પ્રરૂપાઈ છે. “અર્થશાસ્ત્રના આઠમા અધિકરણમાં તેની અનિષ્ટતાની ચર્ચા પણ “પાન-વ્યસન' નામે થઈ છે. વ્યાવસાયિક સંબંધો અંગે ઉપર્યુક્ત તેરમા અધ્યાયમાં દાસ અને સેવકો અંગેનાં કાનૂની વિધાનોથી આરંભ થયા બાદ ચૌદમા અધ્યાયના પણ પૂર્વાર્ધમાં સેવક(નોકર)ને લગતાં નિયમનોની ચર્ચા ચાલુ છે. તે જ અધ્યાયના ઉત્તરાર્ધમાં ધંધાકીય ભાગીદારીનાં નિયમનો નિરૂપાયાં છે. વ્યાવસાયિક સંબંધો પણ તેમાં સમાજના હાર્દરૂપ સામાજિકતા જાળવવાથી જ વ્યક્તિઓને અને સમાજને પુષ્ટ કરીને રાષ્ટ્રની સુખ-સમૃદ્ધિ વિસ્તારે છે. વ્યાવસાયિક સંબંધોમાં વેચનાર-ખરીદનારનો સંબંધ પણ સામાજિકતા પોષાય તેવાં ન્યાયી નિયમનોની અપેક્ષા રાખે છે. વસ્તુ એક વાર વેચ્યા બાદ કે ખરીદ્યા બાદ અનુકમે પાછી લેવાની કે પાછી આપવાની, યા કોઈ બાબતનો સોદો ઠરાવ્યા બાદ માલનું હસ્તાંતરણ (માલિકી-બદલો) યા કરવાની કામગીરી (સેવા) અદા ન કરવાની કે ગ્રાહકે તે ન સ્વીકારવાની વૃત્તિ-પ્રવૃત્તિ, સંજોગવિશેષ સિવાય, દંડપાત્ર ગણાય; કારણ કે તે એક યા બીજા પક્ષને ચીજલક્ષી કે નાણાંલક્ષી મુશ્કેલીમાં મૂકી શકે. ધર્મશાસ્ત્રથી આરંભાઈને નિરૂપાતી આવેલી બજાર સંબંધી આવા સૌજન્યની વિગતવાર દંડસંહિતા અહીં પણ લાઘવથી પંદરમા અધ્યાયમાં નિરૂપાઈ છે. સમાજમાં કોઈ સ્થાવર કે જંગમ વસ્તુ સંબંધી કેટલાક વ્યવહારો તે વસ્તુ પરની માલિકીના અનુચિત કે અપ્રામાણિક દાવા કે ખ્યાલના પાયા પર થતા હોય છે. તેવા વ્યવહારો રોકવા એ પણ અન્યાયી વ્યવહારનો ભોગ બનેલી તે-તે વ્યક્તિની વ્હારે ધાઈને ન્યાયસ્થાપના કરવાનું ન્યાયતંત્રનું કર્તવ્ય બની રહે છે. દાન, વેચાણ કે સ્થાવર-જંગમ વસ્તુનો દીર્ઘકાલીન ભોગવટો – એવા વ્યવહારો અંગે કેટલીક વાર નૈસર્ગિક, તાર્કિક કે સામાજિક ઔચિત્યની દષ્ટિએ વસ્તુની ખરી માલિકીનો નિર્ણય કરીને, એ પાયા પર તેવા વ્યવહારની ગ્રાહ્યતા કે અગ્રાહ્યતાનો નિર્ણય કરવો તે ન્યાયતંત્રનું કામ છે. માલિકીના મનમાન્યા દાવા પર થયેલા આવા વ્યવહારો અંગે લાંબી ઔચિત્યબુદ્ધિથી ફેંસલા આપી ન્યાયતંત્ર ખરેખર તો સમાજમાં પરિશ્રમ અને પ્રામાણિકતાના ગુણો પડખે અડીખમ ઊભું રહીને પ્રજામાં પાયાનું ચારિત્રઘડતર થાય તેવું નિમિત્ત પૂરું પાડે છે. અધ્યાય ૩.૧૬માં આવા વ્યવહારો અંગે અટપટા સંજોગોમાં કેવી રીતે ન્યાયસ્થાપના કરવી તેનું નિદર્શન કરાયું છે; જેમ કે વિધિસર દાન જાહેર કરીને તે દાનનો અમલ ન કરવો તે માટે દેવું ન ચુકવવાના કાયદા મુજબ ફેંસલો આપવાનું કહેવાયું છે. તો વળી તેથી ઊલટું, પૂરા વિચાર વિના કે લેનારની પાત્રતાની તપાસ વિના થયેલું દાન ફોક કરવાનો ફેંસલો આપવાની વાત પણ છે ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy